Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 9
________________ (૮) तत्थंतरा वा वेरजं मा तं सुत्तत्थं वोच्छिज्जंतुत्ति, अओ तग्गहणट्टया पकप्पंति વેરનવિરુદ્ધસંજમાં ડં (નિશિથસૂર્ણિ) સિદ્ધિવિનિશ્ચય અને સન્મતિપ્રકરણ ગ્રંથોને શાસનપ્રભાવક ગ્રન્થ તરીકે ઉલ્લેખ કરતા અને તે ગ્રંથોનો અભ્યાસ કરતા મહાત્મા પુરૂષો જયણાપૂર્વક અકલ્પનીય આહાર ગ્રહણ કરે તો પણ અપ્રાયશ્ચિત્તવાળા થાય. આવું કથન કરનારા જિનદાસગણિજી બીજા પાઠમાં જણાવે છે કે આવા દુર્ગમ ગ્રન્થોનો અભ્યાસ કરવા માટે અન્ય રાજ્યમાં સંક્રમણ કરે તો પણ દોષ ન લાગે. કારણ કે તેનાથી આવા સૂત્રાર્થોનો વિચ્છેદ ન થાય. શ્રી જિનદાસગણિજી ઉપર શ્રી દિવાકરસૂરિજીના ગ્રન્થોનો ઘણો ઊંડો પ્રભાવ પડેલો હોવો જોઈએ. તો જ આવું વિધાન કરે તેથી તેઓશ્રીથી ૩૦૦/૩૫૦ વર્ષ પૂર્વે શ્રી સિદ્ધસેનસૂરિજી થયા હોવા જોઈએ. તેથી ૪/૫ સૈકામાં થયા હોય એમ ઉપરોક્ત પાઠોના આલંબનથી કલ્પના કરાય છે. પ્રશ્ન - શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી વિક્રમરાજાના પ્રતિબોધક તરીકે જૈનસમાજમાં પ્રસિદ્ધ છે. તેથી વિક્રમના ૪/૫ સૈકામાં થયા હોય આવું કેમ બને ? અને જો ચોથા પાંચમા સૈકામાં જ થયા હોય તો વિક્રમરાજાના સમકાલીન અને તેમના પ્રતિબોધક કેમ કહેવાય? ઉત્તર તમારી વાત ઠીક છે. પરંતુ ઉજ્જૈયિણી નગરીમાં વિક્રમ નામના ઘણા રાજા થયા છે. વિક્રમ સંવત ચલાવનારા વિક્રમ રાજા કે જેમનું બીજું નામ બમિત્ર હતું. તેઓએ વીરનિર્વાણથી ૪૫૩ મા વર્ષે શકોને હરાવીને ગર્દભિલ્લરાજાને મારીને ઉજ્જૈયિણી નગરીનું રાજ્ય લીધું, ૧૭ વર્ષ ગાદી ઉપર રહી બરાબર વીરનિર્વાણથી ૪૭૦ મા વર્ષે વિક્રમ સંવત ચલાવી છે. ત્યારબાદ બરાબર ૪૦૦ વર્ષ આસપાસ આ જ ઉજ્જૈયિણીનગરીમાં બીજા વિક્રમરાજાનું રાજ્ય હતું. તેના સમકાલીન તથા તેના પ્રતિબોધક આ સિદ્ધસેનસૂરિજી હતા. જો આમ ન કલ્પીએ તો શ્રી પ્રભાચંદ્રસૂરિજીએ પ્રભાવકચરિત્રમાં શ્રી સ્કંદિલાચાર્યનો વીરનિર્વાણથી જે ૮૪૦ મા વર્ષે માથુરીવાચનાનો ઉલ્લેખ કર્યો છે. તે સંગત થાય નહીં. તેથી વિ.સં.ના ચોથા સૈકાનો અંતકાલ અને પાંચમા સૈકાનો પ્રારંભકાલ, એ આ સૂરિજીનો કાલ હતો. એમ આધુનિક વિદ્વાનોનું માનવું છે. છતાં આગમિકપરંપરા એમ જણાવે છે કે વિક્રમસંવતનો પ્રારંભ કરનારા જે વિક્રમરાજા હતા. તેના જ પ્રતિબોધક આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી હતા. તેથી તેઓશ્રી પ્રથમ સૈકામાં થયા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 434