Book Title: Sanmati Prakaran Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 7
________________ આદિ અનેક મહાત્મા પુરૂષો શ્વેતાંબર સંપ્રદાયમાં થયા છે. તથા દિગંબર સંપ્રદાયમાં પણ શ્રી કુંદકુંદાચાર્યજી, શ્રી સમતભદ્રજી, શ્રી વીરસેનજી, શ્રી નેમિચંદ્રજી, શ્રી અકલંકાચાર્ય, શ્રી અમૃતચંદ્રાચાર્ય ઈત્યાદિ અનેક સંતપુરૂષો થયા છે. આ સર્વે શાસ્ત્રકાર મહાત્માપુરૂષોમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી વધારે સુપ્રસિદ્ધ છે. જેઓ આ “સન્મતિપ્રકરણ”ના કર્તા છે. ગ્રન્થકારશ્રીનો સમય : આ ગ્રન્થના કર્તા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીનો સમય બહુ ચોક્કસપણે અને નિર્વિવાદપણે તો જાણી શકાયો નથી. કારણ કે તેઓશ્રીની કૃતિઓમાં ક્યાંય સમયનો ઉલ્લેખ નથી. પરંતુ નીચેના પ્રમાણભૂત પુરાવાઓથી વિક્રમ સંવત ૩૭૦ પછી થયા હોય એમ આધુનિક વિદ્વાનો માને છે એટલે ચોથા-પાંચમા સૈકામાં થયા હોય એમ તેઓની માન્યતા છે. (૧) વિક્રમ સંવત ૧૩૩૪ માં શ્રી પ્રભાચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના બનાવેલા “પ્રભાવકચરિત્રમાં” શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરની પરંપરા આ રીતે જણાવેલી છે - વિદ્યાધરાસ્નાયની શાખામાં પાદલિપ્તકુલ પરંપરામાં વીરનિર્વાણથી ૮૪૦ વર્ષ (વિક્રમ સંવત ૩૭૦મા વર્ષે) “માધુરી” વાચનાના પ્રણેતા શ્રી સ્કંદિલાચાર્યજી થયા. આ સ્કંદિલાચાર્યના શિષ્ય શ્રી વૃદ્ધવાદિસૂરિજી હતા (કે જેઓ સંસારીપણામાં મુકુંદ નામના બ્રાહ્મણ હતા.) તેઓના શિષ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી થયા. આ પાઠના આધારે શ્રી સિદ્ધસેનસૂરિજી ૪/૫ સૈકામાં થયા હોય એમ અનુમાન કરાય છે. (૨) પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ અનેકાન્ત જયપતાકા નામના ગ્રંથમાં “વૃત્ત વાવિમુર શ્રીમવાદિના સંમતિવૃત્તો', તથા “સતિવૃત્તિવાહિતા" આવા પાઠો આપીને કહ્યું છે કે સન્મતિ પ્રકરણ ઉપર શ્રી મલ્લવાદિજીએ ટીકા બનાવી છે. તથા પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “આપ્તમીમાંસા” ઉપરની અષ્ટસહસ્ત્રી ટીકાના વિવરણમાં લખ્યું છે કે - इहार्थे कोटिशो भङ्गा, निर्दिष्टा मल्लवादिना । मूलसन्मतिटीकायामिदं दिङ्मात्रदर्शनम् ॥ ઉપરના બધા પાઠો જોતાં શ્રીમલ્લવાદિજીએ સન્મતિ પ્રકરણ ઉપર અવશ્ય સંસ્કૃતટીકા બનાવેલી હોવી જોઈએ. હવે પ્રભાવકચરિત્રમાં પૂ. પ્રભાચંદ્રસૂરિજી વીરનિર્વાણથી ૮૮૪મા વર્ષે વિક્રમ સંવત ૪૧૪મા વર્ષે) બૌદ્ધોને અને બૌદ્ધવ્યંતર દેવોને શ્રી મલવાદીજીએ જીત્યા આમ સ્પષ્ટ જણાવેલ છે. હાલ તો શ્રી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 434