________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
સમાવેશ કરે છે. તે વિશ્વાત્મા તથા વૈશ્વાનર આત્માને 'પ્રાદેશ-માત્ર' તથા 'અમિવિમાન—માત્ર કહેવામાં આવી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
15
સ્વર્ગ શીશ છે, સૂર્ય નેત્ર છે. વાયુ શ્વાસ છે. આકાશ શરીર છે, જળ મૂત્રાશય છે અને પૃથ્વી ચરણ છે 10 જ્યારે સત્યકામ જાબાલ ઉપકોસલને જણાવે છે કે સત્ત્વ, સૂર્ય, ચંદ્ર અને વિધુમાં નહીં, પરંતુ શરીરમાં નેત્રની અંદર મેળવી શકાય છે. ત્યારે સૃષ્ટિ શાસ્ત્ર શરીર વિજ્ઞાન તરફ આગળ વધતું જણાય છે. છા, ઉપ.માંઉં જ પ્રવાહણ જૈવલિનો મત છે કે બધી વસ્તુઓનું મૂળ સ્ત્રોત આકાશ છે. આકાશમાંથી બધી વસ્તુઓ ઉત્પન્ન થાય છે અને તેમાં જ લય પામે છે. આના સમર્થનમાં છા. ઉ૫,૧૯ વિશેષમાં જણાવે છે કે— આકાશ અગ્નિથી મહાન છે, સૂર્ય અને ચન્દ્ર, વિદ્યુત અને નક્ષત્ર આકાશની અંદર જ આવે છે. આકાશને કારણે જ મનુષ્ય બોલી શકે છે. આકાશમાં અને આકાશથી જ બધી વસ્તુઓનું વિધાન છે. અંતિમ સત્યમાની આકાશનું જ ચિંતન કરવું જોઈએ. કારણ કે આપણા અનુભવો અકાળમાં ૐ જ શક્ય બને છે.”
=
સ્વામી વિવેકાöદ પણ જણાવે છે કે— સંપૂર્ણ વિશ્વના ૪૬ પદાર્યની, મૂળ આકાશ ના૫ના જડ પદાર્થમાંથી ઉત્પત્તિ થઈ. ગુરુત્વાકર્ષણ, આકર્ષણ અથવા વિકર્ષણ વગેરે જીવનની જે મૂળભૂત શક્તિઓ છે, તે આદિ શક્તિ પ્રાણમાંથી ઉદ્ભૂત થઈ, આકાશ પર પ્રાણનો પ્રભાવ પડવાથી વિશ્વનું સૃજન અથવા પ્રક્ષેપણ થાય છે. ત્યારબાદ પ્રાણ જેમ જેમ વધુ ક્રિયાશીલ બને છે, તેમ તેમ વધુને વધુ સ્થૂળ પદાર્થો ઉત્પન્ન થાય છે. સમય જતાં સૃષ્ટિની પ્રગતિ સમાપ્ત થઈ જાય છે અને પ્રલયનો પ્રારંભ થાય છે.
આ વિચાર મહર્ષિ કણાદનાં સૂત્રોમાં વિશેષ સ્પષ્ટ બને છે. ત્યાં સ્પષ્ટ જણાવેલ છે કે અવકાશમાં રહેલું આકાશ નિત્ય અણુઓનું બનેલું છે અને શબ્દ એ આકાશનો વિશિષ્ટ ગુણ છે એવું નિરૂપણ છે.
19
આ તાત્ત્વિક દ્રષ્ટિ આધ્યાત્મિકતા તરફ ગતિ કરે છે. શૂન્યમાંથી સર્જન ન થાય તેમ છતાં ઉપનિષદો 'અસત્'ની પણ જગતનાં મૂળ તરીકે વિચારણા કરે છે. તેમાં છા.ઉપ. 'અંડરી કલ્પ!! રજૂ કરે છે.૧૮ Dઅસત્ ઃ
છા. તૈત્તિરીય અને બૃહ. ઉપ. સૃષ્ટિના મૂળ કારણ તરીકે અસતુને માને છે, અસતમાંથી સત્ ઉત્પન્ન થયું. તે સત્ એક બ્રહ્માંડનું રૂપ લે છે. આ બ્રહ્માંડમાંથી પૃથ્વી અને ધ (આકાશ) એવા બે ભાગ થયા પછી તેનાં અંશોમાંધી પર્વત, વાદળ, નદીઓ તથા સમુદ્ર વગેરેની ઉત્પત્તિ થઈ, બ્રહ્માંડમાંથી આદિત્ય ઉત્પન્ન થયા. આ આદિત્યમાંથી અન્ય બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ,
રર૭
For Private And Personal Use Only