________________
૧૪૦
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
ત્રણ ગુપ્તિધારી છે. જે ચાર કષાયોને દૂર કરે છે, પાંચ ઈન્દ્રિયો પર નિયંત્રણ રાખે છે, મન-વચન અને કાયાને શુભ યોગમાં પ્રવર્તાવે છે, જે જ્ઞાન-ધ્યાન, તપ-ત્યાગ અને વૈરાગ્યમાં તલ્લીન છે, તેવા સાધુને અસાધુ કહેવાતે મિથ્યાત્વ છે, તેમજ અસાધુને સાધુ કહેવા તે પણ મિથ્યાત્વ છે. વેશધારી, ગુણરહિત, પરિગ્રહી, કંચનકામિનીના ભોગી, વ્યસની, ષકાયના આરંભમાં પોતાનું જીવન વ્યતીત કરનાર સાધુ અસાધુ હોય છે. તેમને સાધુ માનવા એ મિથ્યાત્વ છે.
જૈનદર્શન વ્યક્તિ કે વેશને મહત્વ ન આપતાં ગુણોને જ મહત્ત્વ આપે છે. તેથી ગુણીજનોને વંદનનમસ્કાર કરવા જોઈએ. ગુણહીન વ્યક્તિને પ્રોત્સાહન કરવાથી મિથ્યાત્વનો દોષ લાગે છે. • મુક્તને અમુક્ત અને અમુક્તને મુક્ત માનવાઃ આઠ કર્મોથી સર્વથા મુક્ત એવા સિદ્ધ ભગવંત છે. તેમને અમુક્ત માનવા તથા જે મુક્ત નથી તેને મુક્ત માનવા એ મિથ્યાત્વ છે.
હિંદુ ધર્મમાં અવતારવાદ માનેલ છે. “મુક્ત' એટલે સર્વ બંધનોથી કાયમ માટે છૂટા થયેલા. જે આત્માના સર્વ કર્મક્ષય થયાં છે તેને ફરીથી સંસારમાં આવવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. સંસારમાં આવવાનું કારણ રાગ અને દ્વેષ છે. ધર્મની ગ્લાની થવાથી અથવા તીર્થની હાનિના કારણે તેઓ સંસારમાં ફરી આવે છે, તેનો અર્થ એ થાય છે કે તેઓ રાગ-દ્વેષથી યુક્ત છે. મુક્ત જીવોનું સંસારમાં પુનરાગમન માનવું એટલે મુક્ત અમુક્ત માનવા, આ મિથ્યાત્વ છે.
તેવી જ રીતે અમુક્તને મુક્ત માનવા એ પણ મિથ્યાત્વ છે. અણિમા આદિ લોકિક ઐશ્વર્યથી યુક્ત જીવોને મુક્ત માનવાતે મિથ્યાત્વ છે. • અનુયોગ દ્વારા સૂરમાં બીજા પણ ત્રણ પ્રકારના મિથ્યાત્વ કહેલ છે. ૧) લૌકિક મિથ્યાત્વ, ૨) લોકોત્તર મિથ્યાત્વ, ૩) કુપ્રવચનિક મિથ્યાત્વ (૧)લૌકિક મિથ્યાત્વ કેવળજ્ઞાનીઓ દ્વારા પ્રરૂપિત અહિંસા પ્રધાન ધર્મ સિવાય અન્ય હિંસા આદિ ધર્મને લોકરુઢિ અથવા પરંપરા અનુસાર ધર્મ કહેવો એ લૌકિક મિથ્યાત્વ. તેના ત્રણ ભેદ છે. ૧) દેવગત લૌકિક મિથ્યાત્વ, ૨) ગુરુગત લૌકિક મિથ્યાત્વ, ૩) ધર્મગત લૌકિક મિથ્યાત્વ. દેવગત લૌકિક મિથ્યાત્વઃ પરિપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ વીતરાગતા એ સુદેવનું લક્ષણ છે. આ લક્ષણ સિવાયના દેવને દેવ તરીકે માનવા એ દેવગત લૌકિક મિથ્યાત્વ છે. ગુરુગત લૌકિક મિથ્યાત્વઃ જે ધર્મના સ્વરૂપને સમજે છે, સ્વયં ધર્મનું આચરણ કરે છે, જે સદાધર્મ પરાયણ રહે છે, જે બીજા પ્રાણીઓને ધર્મનો ઉપદેશ શાસ્ત્ર અનુસાર આપે છે તે ગુરુ કહેવાય.“ગુ' નો અર્થ છે અંધકાર અને “રુ' નો અર્થ છે રોકવું અર્થાત્ જે અજ્ઞાનરૂપી અંધકારને રોકે તે ગુરુ કહેવાય.
વર્તમાનકાળે ગુરુના નામે લોકો ઢોંગ કરી ભોળા લોકોને ઠગે છે. તેઓ માયાચારનું સેવન કરે છે. તેઓ સ્વયં સંસારમાં ડૂબે છે અને બીજાને પણ ડૂબાડે છે. આવા ગુરુઓ પોતાની મતિ અનુસાર સિદ્ધાંતો રચે છે. તેઓ વિવિધ મતાંતરો ઊભાં કરે છે. એવા કદાગ્રહી, એકાંતવાદી, ગુરુના લક્ષણથી રહિત ગુરુને ગુરુ માનવાતે ગુરુગત મિથ્યાત્વ છે. ધર્મગત લૌકિક મિથ્યાત્વ : દુર્ગતિમાં પડતાં જીવને રોકે તે ધર્મ છે. આ વ્યાખ્યા અનુસાર અહિંસા, સત્ય,