________________
૪૧૦
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
આત્માને ફરીથી મિથ્યાત્વ અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે.
•
જેમ કુંડલિની મૂલાધાર ચક્રમાંથી સહસ્રાર ચક્રમાં આવનજાવન કરે છે, તેમ ક્ષયોપશમ સમકિતી આત્મા પણ અસંખ્યાતી વખત મિથ્યાત્વ અને સમકિતની ભૂમિકા વચ્ચે આવનજાવન કરે છે. કુંડલિની જાગૃત થતાં સાધક ક્રિયાશીલ બને છે.
•
સમકિત પ્રાપ્ત થતાં કોઈ આત્મા વિશેષ પુરુષાર્થ દ્વારા અપ્રત્યાખ્યાની ચતુષ્કનો ક્ષય કરી દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મ અંગીકાર કરે છે. હવે તે મુક્તિ પંથે ઝડપથી ડગ માંડે છે. તેની પાપની પ્રવૃત્તિઓ પ્રાયઃ વિરામ પામે છે.
કુંડલિની શક્તિ જાગૃત કરનાર સાધક એક વિશિષ્ટ પ્રકારનો આનંદ અનુભવે છે. ગ્રંથિભેદ કરી અંતરકરણના પ્રથમ સમયે અનંતાનુબંધી ચતુષ્ક પર વિજય મેળવનાર આત્માના મુખમાંથી સહજ નીકળે છે–
અમે ઈડરીયો ગઢ જીત્યા રે, આનંદભર્યા...
અમે સમકિત પદવી પામ્યા રે, આનંદભર્યા... અમે મુક્તિપદમાં જઈ મહાલશું રે, આનંદભર્યા...
કુંડલિની જાગૃત થતાં સાધકની સર્વ ભ્રાંતિઓ દૂર થાય છે, તેમ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરનાર આત્માના સર્વ સંશયો વિરામ પામે છે.
જીવશક્તિનું શિવશક્તિમાં જોડાણ ક૨વાનારી આ કુંડલિની શક્તિ સર્વ આત્માની અંદર નિહિત છે. ‘સોહમ્’, ‘અહં બ્રહ્માસ્મિ’ જેવાં મંત્રો પણ એ જ સૂચવે છે કે આત્માની અંદર અનંત જ્ઞાન છે. તેને બહાર કયાંય શોધવાની જરૂર નથી.
સૂફી સંત કબીર કહે છે–
મેં તો તેરે પાસમેં, કહાં ઢૂંઢે બંદે;
ના તીરથમેં, ના મૂરતમેં, ના એકાંત નિવાસમેં; ના મંદિરમેં, ના મસ્જિદમેં, ના કાશી કૈલાસમેં ખોજી હોય તુરત મીલ જાઉં, એક પલકી હી તલાશમેં; કહત કબીર સુનો ભાઈ સાધો, મેં તો હું વિશ્વાસમેં પ્રાચીન કવિ ન્યામતજીએ પણ કહ્યું છે
હૈ દર્શન જ્ઞાન-ગુણ તેરા, ઈસે ભુલા હૈ ક્યોં મૂરખ ? તેરે મેં ઔર પરમાતમમેં નહીં ભેદ અય ચેતન !
રતન આતમ કો મૂરખ કાંચ બદલ ક્યોં બિકતા હૈ ? વિના સમકિત કે ચેતન જનમ વિરથ ગંવાતા હૈ !
આમ, ગ્રંથિભેદ(સમકિત પ્રાપ્તિની પ્રક્રિયા) તેમજ કુંડલિની શક્તિનું જાગરણ કેટલેક અંશે સમાનતા ધરાવે છે.