________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
વિનયમાંથી અનેક ગુણો પ્રગટે છે. જેમ જેમ નમ્રતા વધે તેમ તેમ ત્રિયોગની શુદ્ધિ થાય છે તેથી વિનય પછી શુદ્ધિ દર્શાવેલ છે. બાલવીર્ય ( ૧ થી ૩ ગુણસ્થાન)થી પંડિતવીર્ય (૬ થી ૧૪ ગુણસ્થાન) સુધી પહોંચવા ત્રિયોગની શુદ્ધિ જરૂરી છે.
શુદ્ધતાનું સ્વરૂપ દર્શાવતાં પૂર્વાચાર્ય કહે છે –
re
भूत्तूण जिणं मुत्तूण, जिणमयं जिणमयट्ठिए मुतुं । સંસારત્ત (વ્ય) વાળ, ચિંતિખ્ખત નાં મેલ ।।
અર્થ : જિનેશ્વર દેવ, નિગ્રંથ પ્રવચન અને ચતુર્વિધ સંઘ એ ત્રણ અનેકાન્તરૂપ હોવાથી સત્ય છે; એવી શ્રદ્ધાથી સમકિતની શુદ્ધિ થાય છે.
૧૯૫
જિનમતને સત્ય માનવાથી મનશુદ્ધિ થાય છે. જિનાગમથી વિરુદ્ધ નહિ બોલવાથી વચન શુદ્ધિ થાય છે. જિનેશ્વર દેવ સિવાય અન્ય કોઈ દેવ પાસે માથું નહિ નમાવવાથી કાયશુદ્ધિ થાય છે. જે સમ્યક્ત્વને અતિ નિર્મળ બનાવે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યુ છે કે, ‘સન્માર્ગમાં સ્થિત યોગો સુખકર્તા છે, ઉન્માર્ગમાં સ્થિત યોગો દુઃખ કર્તા છે. ' મન, વચન અને કાયાની શુદ્ધિ સમ્યક્ત્વનું શોધન કરે છે. સાચી શ્રદ્ધા પરમશાંતિ ભણી લઈ જાય છે .
•
આતમરામ અનુભવ ભજો, તજો પરતણી માયા; એહ છે સાર જિનવચનનો, વળી એ શીવ છાયા.
ગીતામાં પણ કહ્યું છે –
પા
श्रद्धावल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रिय ।
ज्ञानं लब्धवा परां शान्तिमचिरेणाधि गच्छति ।।
અર્થ : શ્રદ્ધાવાન, અધ્યાત્મજ્ઞાનની લગનીવાળા, જિતેન્દ્રિય પુરુષ જ્ઞાનપામી પરમશાંતિ મેળવે છે. આત્માના અનુપમ ગુણરૂપ સમકિતને પ્રાપ્ત કરવું, તેની સુરક્ષા કરવી, તેને સ્થિર કરવું તેમજ નિર્મળ બનાવવું; એ જીવનની મોટી સિદ્ધિ છે. મનશુદ્ધિ માટે સતી સુલસાનું દૃષ્ટાંત વિખ્યાત છે.
પર
તમેવ સર્વ્ય નિમંત, જૈનિનેન્ટિં વેડ્યું – જિનેશ્વરે કહ્યું તે સત્ય છે, નિઃશંક છે. આવી શ્રદ્ધામાં પ્રથમ નંબરે મહાસતી સુલસા આવે. આ પરમ શ્રાવિકાના હ્રદયના તારે તારમાં પ્રભુ મહાવીરની ભક્તિનું દિવ્ય સંગીત ગુંજતું હતું. તે શ્રદ્ધાનું અસાધારણ બળ ધરાવતી હતી. તેથી એ મહાશ્રાવિકા પ્રભુ મહાવીરના મુખથી અંબડ પરિવ્રાજક દ્વારા કહેવાયેલા ધર્મલાભરૂપ મહાન આશીર્વાદની અધિકારિણી બની. પચ્ચીસમા તીર્થંકર હોય જ નહિ, એવી દઢ શ્રદ્ધાવાન સુલસા અંબડ સંન્યાસીની ધર્મસભામાં ન ગઈ. મહાસતી સુલસા અવિચલ શ્રદ્ધાના બળે આગામી ચોવીસીના પંદરમા તીર્થંકર થશે. ખરેખર ! સમ્યગ્દર્શનરૂપી કંપનીના શેર ખરીદનાર ભવ્યાત્મા પ્રતિ સમય લાભ જ લાભ મેળવે છે.
‘આ પણ ઠીક છે, તે પણ ઠીક છે'; એવું મંતવ્ય અનાભિગ્રહિક મિથ્યાત્વના કારણે ઉદ્ભવે છે. મન જ્યારે સત્યાસત્યના નિર્ણયમાં સચોટ બને છે, ત્યારે વાણી પણ મનને અનુસરે છે. વચનશુદ્ધિ માટે