________________
૩૬૨
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
ઈ.સ. ૧૯૬૨ માં અમદાવાદમાં વિજ્યપ્રભસૂરિએ યશોવિજયજી મહારાજને ‘વાચક - ઉપાધ્યાયનું પદ આપ્યું. યશોવિજયજી સત્તરમી સદીના પ્રતિભાશાળી વિદ્વાન હતા. યોગશાસ્ત્રના અભ્યાસીની દૃષ્ટિએ તેઓ બીજા હરિભદ્રસૂરિરૂપે તથા શ્રુતજ્ઞાનમાં બીજા હેમચંદ્રાચાર્ય રૂપે ગણાય છે. જૈન શાસ્ત્રો ઉપરાંત વૈદિક અને બૌદ્ધ શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરનારા તથા સંપ્રદાયમાં બદ્ધ ન રહેતા નિર્ભયતાથી મત પ્રદર્શન કરનાર યશોવિજયજી મહારાજ જૈનેત્તરોમાં પણ ઊંચી કોટિના સમન્વયકાર અને મૌલિક શાસ્ત્રકાર હતા.
તેમનો જન્મ ઇ.સ.ની ૧૭મી સદીના બીજા-ત્રીજા દાયકામાં થયો હોવાનું અનુમાન થાય છે.
કવિ ઋષભદાસનો જન્મ ઈ.સ. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં થયો છે. કવિ ઋષભદાસ પછી કવિ યશોવિજયજી થયા છે.
કવિયશોવિજયજી મહારાજે અનેક રાસ કૃતિઓ, રસિકસ્તવનો, બોધપ્રદ સજઝાયો, પૂજા, પદો આદિ વિવિધ સ્વરૂપની કૃતિઓ રચી છે, તેમાંથી ‘સમકિતના સડસઠ બોલની સજઝાય' એક મહત્ત્વની કૃતિ છે. આ સજઝાય પ્રાચીન આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ કૃત સમ્યકત્વ સમતિ (દર્શન વિશુદ્ધિ) નામના ગ્રંથના આધારે અતિ સંક્ષિપ્ત રીતે સરળ અને સચોટ શબ્દોમાં, આનંદ પ્રદાન કરે તે રીતે, ગુજરાતી ભાષામાં ૭૦ કડીમાં સુવ્યવસ્થિત રીતે રચેલ છે. આપણી સંપાદિત વાચનાનો વિષય કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ' સાથે તેની તુલના પ્રસ્તુત છે.
કવિ યશોવિજયજીએ સમકિતના “સડસઠ બોલની સજઝાય ના પ્રારંભમાં મંગલાચરણ કરે છે, જેમાં સરસ્વતી માતાનું સ્મરણ અને સડસઠબોલની મીઠી વાત કરી છે. જે અધિકારી, પ્રયોજન અને સંબંધ વગેરે ગર્ભિત વિષયોનું સૂચન કરે છે. અતિ સંક્ષેપ રીતે અલ્પશબ્દોમાં વિષયને પ્રસ્તુત કરવાની કવિની કાવ્ય કૌશલ્યતાનું અહીં દર્શન થાય છે.
કવિ ઋષભદાસે “સમકિતસાર રાસ'માં મંગલાચરણરૂપે બ્રહ્માપુત્રી, ચોવીસ તીર્થકરો, ગણધરોને ભાવપૂર્વક નમસ્કાર કર્યા છે. કવિ યશોવિજયજી કહે છે કે ઉત્તમ કાર્ય નિર્વિઘ્નપણે પાર પામે અથવા ઉત્તમ કાર્યરૂપી વેલને પાંગરવામાં વર્ષાઋતુ જેવી સરસ્વતી માતાની આવશ્યકતા છે. વેલની વૃદ્ધિમાં વરસાદ ઉપયોગી છે, તેમાતાત્ત્વિક સજઝાયની રચના જેવા ઉત્તમ કાર્યમાં માતા શારદાની કપાઅનિવાર્ય છે. આ રીતે બને કવિઓએ પ્રારંભમાં મંગલાચરણરૂપે શ્રુતદેવીરૂપ માતા સરસ્વતીનું સ્મરણ કર્યું છે. કવિયશોવિજયજી ગુરુની મહત્તાદર્શાવતાં કહે છે
“સમકિતદાયક ગુરુતણો પરચુવાર (પ્રતિ ઉપકાર)નથાય;
ભવ કોડાકોડેકરી કરતાં સર્વઉપાય.” સમકિતદાતાગુરુના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે રાજ્ય, સમૃદ્ધિ, ઈન્દ્રાદિકનો વૈભવ આવા સર્વ ઉપાય કરોડો જિંદગી પર્યત કરવામાં આવે, છતાં સદ્દગુરના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. ત્યાર પછી તેમણે દર્શનમોહનીય કર્મનાક્ષયથી નિશ્ચયસમકિતની પ્રાપ્તિ થાય છે, એવું દર્શાવેલ છે. તેમજ સમકિતને રહેવાના ૬૭ અધિષ્ઠાનો, કેન્દ્રો કે મથકોની વાત કરી છે.
કવિ ઋષભદાસે સમકિતના ૬૭ બોલનાનામનિર્દેશન કર્યા છે, તેમજ સમકિતની મહત્તા, મનુષ્યભવની