________________
SS SS SS સત્સંગ-સંજીવની )
(
M) 9
પરમકૃપાળુદેવ સાથેના મુમુક્ષુ ભાઇઓના પરિચયો
પૂજ્ય છોટાલાલભાઇ માણેકચંદ - ખંભાત ૐ શ્રી સદ્ગરૂદેવ સહજાત્મસ્વરૂપ
શદ્ધ ચૈતન્ય સ્વામીજીના સમાગમમાં ખંભાતવાસી શાહ છોટાલાલ માણેકચંદ આવેલા. અને તે પ્રસંગે પરમકૃપાળુદેવના સમીપમાં જે જે સાંભળેલું અને જે જે પ્રશ્નો પૂછેલા તે તેમની સ્મૃતિમાં રહેલ તે નીચે મુજબ લખી જણાવેલ છે.
ખંભાતવાળા ભાઇ અંબાલાલ વિગેરે ૧૯૪૬માં અમદાવાદ શ્રી જુઠાભાઇના પ્રસંગમાં આવેલા ત્યારે કપાળુદેવના સંબંધમાં કેટલીક વાતચીત થયેલી તે અંબાલાલભાઇની સાથે વાતચીતના પ્રસંગે મેં પરમકૃપાળુદેવની સ્તુતિ સાંભળી જેથી મને ભક્તિનો આવિર્ભાવ થયેલો તે પછી અંબાલાલભાઇએ પરમકૃપાળુદેવ બિરાજમાન હતા ત્યાં - મુંબઇ પત્ર લખેલ.
પરમકૃપાળુદેવે પ્રસંગે લખી જણાવેલ જે ખંભાત તરફ આવવાનું થશે, તે પછી થોડા વખતમાં - એટલે સંવત ૧૯૪૬ના આસો વદમાં પરમકૃપાળુદેવ પધારવાના છે, એવા ખબર આવ્યા. ત્યારે ખંભાત સુધી રેલ્વે નહોતી. જેથી આણંદ સ્ટેશને ઉતર્યા. તે વખતે અત્રેથી અંબાલાલભાઇ, સુંદરલાલ તથા નગીનદાસ વગેરે ભાઇઓ આણંદ સ્ટેશને સામા ગયા હતા. કૃપાળુદેવ મોરબી તરફથી આણંદ પધાર્યા અને સાંજના આશરે પાંચ વાગે અંબાલાલભાઇના મકાનમાં પધાર્યા તે વખતે હું અંબાલાલભાઇના મકાને ગયો. તે વખતે કૃપાળુદેવ ડેલામાંથી જતાં વચલા હોલમાં બિરજ્યા હતા. તે વખતે લાલચંદભાઇ તથા બીજા ભાઇઓ બેઠા હતા.
હું જેવો ગયો અને કૃપાળુશ્રીના દર્શન કર્યા અને હું ઊભો છું તેવા જ પરમકૃપાળુદેવે કીધું કે : “તમોને જોયા છે.” મેં પૂછયું આપે મને ક્યાં આગળ જોયેલો ? ક્યારે જોયેલો ? તે વખતે સાહેબજી મૌન રહ્યા. તે ઉપરથી એમ સમજાય છે કે પૂર્વ ભવમાં જોયો હશે. પછી હું બેઠો હતો. લાલચંદભાઇના મુખ સામું પરમકૃપાળુદેવે જોઇને કહ્યું કે : “તમારો જન્મ સંવત મહીનો ને આ તિથિમાં છે.” તે ટાઇમ ફક્ત મુખ જોઇને કીધું હતું. અને તે જ પ્રમાણે તેમના જન્માક્ષર બરાબર હતા. તેમને આશ્ચર્ય લાગ્યું. માત્ર લલાટ ઉપર દષ્ટિ કરીને તુર્તજ જન્મ તિથિ વિગેરે કહ્યું. કેટલોક વખત સુધી પરમકૃપાળુદેવ બેસી રહ્યા, તે પછી અંદરના હોલમાં પધાર્યા હતા. તે પછી હું બીજે દિવસે સવારે ૮ વાગ્યાના સુમારે ગયો હતો. તે વખતે પરમકૃપાળુ દેવ હિંચકા ઉપર બેઠા હતા, અને વાણીમાં આ પ્રમાણે ઉચ્ચાર કરતા હતા. “અબ હમ અમર ભયે ન મરેંગે?” તે ઉચ્ચાર વારંવાર કરતા હતા. અને ત્યાર પછી “કમઠ દલન જિન બંદત બનારસી.” આવી રીતના વારંવાર ઉચ્ચાર કરતા હતા. તે પછી થોડી વારે મેં કહ્યું કે સાહેબજી ! ગ્રહકુંડલી જોશો ? પરમકૃપાળુદેવે કહ્યું કે : “જોઇશું. પણ ફળ કહીશું નહીં.” મેં ગૃહકુંડલી કાઢી ગ્રહ લખીને બતાવ્યા તે જોયા હતા. પછી પોતે સાહેબજી પૂર્વ મુખે બેઠા હતા. અને હું તેમના સન્મુખ બેઠો હતો. અને બીજા મુમુક્ષુઓ આજુબાજુએ બેઠા હતા. મને શ્રી વિમલજિનનું સ્તવન બોલવાની આજ્ઞા કરી. મેં આનંદઘન ચોવીસીમાંથી તે સ્તવન કાઢીને વાંચ્યું હતું. પરમકૃપાળુદેવે ફરમાવ્યું કે આ સ્તવનનો અર્થ કરો.
મેં પહેલા ચરણનો અર્થ વિમલ એટલે મળ રહિત એવા પ્રભુનું એ વિગેરે મેં કીધું હતું. તે પછી થોડા , વખત પછી હું ત્યાંથી ઊઠ્યો હતો. પછી સાંજના અંબાલાલભાઇના ઘેર ગાડી જોડાવીને ગયો હતો કેમકે
૧૧૧