Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 366
________________ O REGREE) સત્સંગ-સંજીવની GREER GR ( જેનાં ચરણ સેવવાથી સર્વ ઈચ્છિત પ્રાપ્ત થાય છે, એવા પરમ વીતરાગ અસંગપણાને ભજતા તે શ્રી સદ્ગુરૂના ચરણ સદા જયવંત રહો. શ્રી સરૂની આજ્ઞા પ્રમાણે વિવેક અને વિનયથી વર્તનાર આપ ભાઈઓ શ્રી પરમગુરૂની વાણીના અમૃતનું પાન કરી કંચનરૂપ થયાં છો, પણ આ પાપી, મંદબુદ્ધિ, પ્રમાદી તરફ કૃપા કટાક્ષ નાંખ્યા કરો છો તે માટે પુનઃ પુનઃ ઉપકાર માનું છું. ત્યાં સેવામાં બીરાજમાન સર્વે ભાઈઓ બહેનોને સવિનય નમસ્કાર. લિ. દાસાનુદાસ સુખલાલના સવિનય નમસ્કાર સ્વીકારશોજી. પત્ર-૮૦ મુંબઈ શ્રી સદગુરૂ ચરણાય નમો નમ: પરમપૂજ્ય આત્માર્થી મુરબ્બી શ્રી અંબાલાલ ભાઈ વિનંતી જે હું આસો વદી ૫ ના રોજ અહીંયા આવ્યો છું. મુંબઈમાં નોકરીની ઉપાધિ વિશેષ, તેમાં વૃત્તિ જો કદીક સારી થઈ હોય તે નિર્મૂળ થઈ જતા બીલકુલ વાર લાગે નહીં એવા પ્રતિકૂળ સંજોગો જ જ્યાં જાઓ તો નજરે પડે, પણ શ્રી કૃપાસિંધુની પૂરણ સહાયતા અને સંપૂરણ અમૃતની દૃષ્ટિથી જે બોધ મળે છે તેથી સહજ વખતે ટકવી હોય તો ટકે. બાકી કંઈ નથી. શ્રી કૃપાનાથ પ્રભુ આ અજ્ઞાની જીવને બોધ આપીને મહેનત કરે છે તે પાર વિનાની, પણ પથ્થર ઉપર પાણી નાંખ્યા બરોબર થાય છે. જ્યાં સુધી તેઓ સાહેબની નજીકમાં હોઈએ ત્યાં સુધી જરા તરા ઠીક, અને જ્યાં ખસ્યા પછે ખસ્યા જ છીએ. સંજોગો પ્રતિકૂળ વળી વિચાર કરવાનો પણ પૂરો અવકાશ ન લેવાય, ત્યાં શું લખું ? ફુરસદે પત્ર લખવા કૃપા કરશો. કૃપાસિંધુ હાલ અહીંયા છે. અને તેઓ સાહેબ જવાનાં છે કે નહીં તે હું જાણતો નથી. પણ હાલમાં દુકાન ઉપર રેવાશંકરભાઈ નથી. તેમ મનસુખભાઈ પણ નથી. તેથી હાલ જઈ શકે તેમ નથી. કારણ બધું કામ તેમને જ કરવું પડે છે. (કેશવલાલ- લીંબડીવાળા) | સં. ૧૯૫૪, બીજા આસો વદ ૦)) નડીયાદથી શ્રીમદ્ પરમગુરૂભ્યો નમઃ આત્માર્થી ભાઈ અંબાલાલભાઈ પ્રત્યે મું. ખંભાત આ પત્ર ૧ શનીવારે પ્રાપ્ત થયો. પ્ર.ક. શ્રીમદ્ વવાણિયા પધાર્યા ત્યારથી દરરોજ રાતના સ્વપ્નમાં એમ થાય છે કે – “એ પધાર્યા જળ આપું’ એમ કહીને પથારીમાંથી ઊઠીને એકદમ બેચાર ડગલા દોડી જવાય છે. પછી ખબર પડે છે એટલે અટકી જવાય છે અને ક્યાં ગયા એમ થાય છે પછી જે ઠેકાણે છું તે વિચાર થાય છે. વળી અડધી રાતે દાદર આગળથી બહાર લઘુ શંકાએ પધારે છે તે જાણે દીવો લાવું ? એમ કહીને દોડવા મંડી જવાય છે. તથા હેં ! ઓ પ્રભુ ! પથારીની આજ્ઞા થઈ એટલે ઊઠતાં કાંતો ભીંતમાં અથડાઉં છું તો તુરત પથારીમાં પાછો. બેસી જાઉં, તેથી હવે ઘણી સાવચેતીથી બંદોબસ્તથી પથારી કરી સૂઉં . વિરહનો તાપ એક જાણે સારો ત્યાં ચાંદુ તેને ડામ દીધો હોય તે ઉપર ઘણાં સોયાં ભોકાતા હોય તેમ બળે છે. સેવામાંથી એક અંગરખું તથા એક ધોતીયું તથા નાનો ટુવાલ રહી ગયાં છે તેને માટે મુંબઈ પણ જણાવ્યું છે. તે ખેડે રાખ્યાં છે. માટે આપના તરફ મંગાવા જેવું હોય તો મંગાવી લેશો. ગાદી તથા ઓશીકું સેવામાં સાથે મૂક્યું છે. પુસ્તકો સાથે સેવામાં છે તથા ૨૮૫

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408