Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 397
________________ GK IS SS SS સત્સંગ-સંજીવની EASER) ( પૂ. શ્રી બાપુજી શેઠ - ખંભાત - પૂ. બેન શ્રી જવલબેન પ્રત્યે લખેલ પત્ર. ' | તા. ૨૧-૧૨-૫૦ ખંભાત ૐ નમઃ શ્રી સત્યુરુષોને નમો નમઃ પૂજ્ય પવિત્ર બનશ્રી જવલબેનની સેવામાં શ્રી રાજકોટ. વિ. થોડા દિવસ પહેલાં બેન લીલીબેનના હાથનો લખાવેલો પત્ર પરમ પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ ભરેલો વાંચી સંતોષ પામ્યો છું. આપ સર્વેની શરીરપ્રકૃતિ સુખ વર્તીમાં હશે ? આપના અંતરમાં કપાળુદેવના વચનો ઉપયોગ પર રહે છે. તે તમોને પરમ ધીરજ અને શાંતિ આપે છે. આ સંસારમાં કોઇને કોઇ પ્રકારે અને કોઇને કોઇ પ્રકારે એમઆખો લોક દુઃખથી ભરેલો છે. જ્યાં કિંચિત પણ સુખ કે શાતાનો એક અંશ માત્ર પણે જ્ઞાનીએ જોયો નથી તેવું ભયંકર આ સંસારનું સ્વરૂપ છે. તેમાં એક મહાપ્રભુના વચનામૃત જેટલો વખત ઉપયોગ પર આવે તે પરમશાંતિને આપનાર છે. તે સિવાય કોઇ પણ જગતમાં સુખનું કે શાતાનું કારણ નથી. આપણે તો પરમાત્મા પાસે એ જ ઇચ્છવા જોગ છે કે મારી વૃત્તિ બીજે ક્યાંય પણ ન જતાં તે પરમ પ્રભુના ગુણોના ચિંતવનમાં વૃત્તિ રહે એ જ પરમશાંતિ - હિતનું કારણ છે. આ દેહે કરી તે પ્રભુના જ્ઞાનનું કોઇ અંશે પણ ઓળખાણ થાય તો સહેજે સંસારનું વિસ્મરણ થઇ તે પ્રભુ પ્રત્યે વૃત્તિ જોડાય. જેથી તેમના ગુણના ચિંતવનમાં સેજે કર્મની નિર્જરાનું કારણ છે. જે કોટી ઉપાયે કર્મની નિર્જરા ન થાય તે પરમ પ્રભુમાં ચિત્તવૃત્તિ જોડવાથી અનંત કર્મની નિર્જરાનું કારણ છે. તે પ્રભુની વીતરાગતા ઓળખવામાં જ અનંત અંતરાયો અને અનંત વિક્ટતા છે. અને જેને ઓળખાણ થયું તેઓ સહજ માત્રમાં ભવમુક્ત થયાં છે. - ઘણા ઘણા પરિચયમાં આવેલા, ઘણો કાળ તેમનાં સંગમાં રહેલા છતાં પણ ઓળખાણ થવું દુર્લભ છે. પરમ મુમુક્ષુ શ્રી જૂઠાભાઇ તથા પુ. શ્રી સોભાગભાઇ જેવાને ઓળખાણ થઇ તેમના પ્રત્યે પ્રમોદભાવ આવ્યો છે. ત્યાં ભગવાનની વૃત્તિ ભક્તો પ્રત્યે જોડાઇ ગઇ છે, જે ભક્તો આગળ પોતાનું લધુત્વપણું દાખવ્યું છે, અને તે ભક્તો દેહ છોડી ગમે ત્યાં જાય પણ તે પરમકૃપાળુદેવને વિસરે નહીં તેવા ભક્તોના હૃદયમાં પોતે બિરાજ્યા. જેમ શ્રી મહાવીર ભગવાનના સમયમાં શ્રી પ. કપાળુદેવ તેમના લઘુશિષ્ય હતા, અને તે વખતે તેમને શ્રી મહાવીર પ્રભુ પ્રત્યેનું જે ઓળખાણ તેને પચીસો વર્ષ થઈ જવા છતાં જેનાં હૃદયમાં રાત દિવસ તે પ્રભુનું જ ઓળખાણ હતું, તેથી તે પરમકૃપાળુદેવ પૂર્વના ઉદયે સંસારના - વ્યવહારના કાર્યમાં પણ તેમને કર્મની નિર્જરાનું કારણ હતું. શ્રી મહાવીર સ્વામી ભગવાન પ્રત્યે જેમની પૂર્ણ શ્રદ્ધા તે જ પરમ જ્ઞાનનું કારણ છે. ગઇ કાલે રાતના પરમકૃપાળુદેવના જ્ઞાનનો સેજે વિચાર ઉદ્ભવતાં ઉપરના વિચારો સેજે આપને જણાવ્યાં છે. તો આ વિષે કોઇને જણાવવા જરૂર નથી. શ્રી મહાવીરસ્વામી પછી તેમની વીતરાગતા અને તેમના જ્ઞાનનો પૂર્ણ ઓળખાણવાળો પુરુષ થયો હોય તો તે શ્રી પરમકૃપાળુ સહજાત્મસ્વરૂપ શ્રી રાજચંદ્રદેવ થયા છે. જેમણે ભગવાનના હૃદયના ભાવો જાણી, તે દશાને અનુભવી, તે દશાને વેદીને પછી તેમનાં વચનો બહાર નીકળ્યાં છે. જેથી તે વચનો જગતનાં કલ્યાણકારક ૩૧૨

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408