________________
0 ,
3
સત્સંગ-સંજીવની SR REMARO
ગુણને આત્માની જાગૃતિ સહિત સમાધિભાવે સહજાન્મસ્વરૂપમાં ભક્તિ ભાવે મુક્ત થયા, તેથી તે તરફ લક્ષ રહેતા શોકનો અવકાશ નથી. પરંતુ એવા મહાત્મા પુરૂષોનો વિરહ થવાથી ખેદ કરવા જોગ છે. આપ કૃપા કરી પત્ર દ્વારા એ વિચારણા વિષેની ખબર લખશો. વળી આપશ્રી સાયલે પધાર્યા તે વખતે અમને ખબર મળી નહીં તેથી અફસોસ રહે છે. કારણ એવા પ.પૂ. સાહેબ સોભાગ્યભાઈના દર્શન મેળાપનો વિરહ રહ્યો તે વારંવાર ખેદ થાય છે. એજ અરજ. વળી આપ પત્ર દ્વારાએ આત્માની જાગ્રતતા થઈ અજ્ઞાન દૂર થાય એવો ઉપદેશ ઈચ્છું છું. વિનંતી કે આપ સાહેબ આ તરફ કયારે પધારશો ? આ તરફનું કામ સેવા ફરમાવશો.
દ : રતનચંદ લી. સેવક ઝવેરભાઈ રતનચંદના પ્રણામ
સં. ૧૯૫૩, જેઠ સુદ ૧ ના
મંગળવાર શ્રી સદ્ગુરૂ પરમાત્માદેવને નમસ્કાર પરમ પૂજ્ય આત્માર્થી વડીલ બંધુ અંબાલાલભાઈની પવિત્ર સેવામાં
વિનંતી કે આપનો કૃપા ભરેલો પત્ર મને લીંબડી મળ્યો. કૃપાનાથ પ્રભુએ પત્ર લખ્યો તે ઠીક કર્યું છે. તેથી આપનો આવેલો પત્ર મોકલ્યો નથી. કૃપાનાથ સરૂદેવ સાયલે એકલા પધાર્યા હતા. નવ દિવસ રહી મુરબ્બીશ્રી સૌભાગ્યભાઈ તથા ભાઈ મગનલાલ રાઘવજીને સાથે લઈ એક દિવસ વઢવાણ કાંપમાં રહી વિરમગામ ઉતરી તરત જ મહેસાણા લાઈનમાં થઈ ઈડર તરફ પધાર્યા છે. ઈડરમાં ઘણું કરી એક માસને આશરે થશે. પછી મુંબઈ તરફ પધારવા વિચાર છે. તે વખતે મુરબ્બી સૌભાગ્યભાઈ તથા મગનલાલભાઈ પાછા ફરશે, કુંવરજીભાઈ અને હું પ્રભુના સમાગમમાં સાયલા ગયા હતા. કુંવરજીભાઈ કામ પ્રસંગે રહી તે તરફ વળેલા. હું બે દિવસ થયા લીંબડી આવ્યો છું.
એ જ વિનંતી બાળક કેશવલલના આ. સ્વ. નમસ્કાર.
સં. ૧૯૫૩, અષાઢ વદ ૫, સોમ
ભાવનગર કરી સદ્ગ૩ પરમાત્મદેવશ્રીને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર !
ના પ.પૂ. આત્માર્થી અંબાલાલભાઈની પવિત્ર સેવામાં, પિતા તુલ્ય શ્રી સૌભાગ્યચંદ્રભાઈએ દેહત્યાગ કર્યાના પ્રથમ ખબર તેમના કુટુંબના તરફથી કહેવરાવેલા હતા. ત્યાર બાદ છેવટની વખતના સમાચાર આપે ખંભાત પધારી લખ્યા તે જાણ્યા. અહીંયા પૂજ્ય આત્માર્થીભાઈ ધારશીભાઈ પધારેલા, તેમણે આગળ પાછળની હકિકત કહી સંભળાવી તથા અનંતાનુબંધી કષાય સંબંધી પોતે કરેલા ઉપદેશની હકીકત કહી સંભળાવી. આ લખનાર ભિક્ષુકના ઉપર સૌભાગ્યચંદ્રભાઈનો મોટો ઉપકાર હતો અને તે એટલે સુધી કે એક આંધળાને દોરીને રસ્તે ચડાવનાર તેઓ જ છે. આ બાળકને અને કૃપાસીંધુને ધર્મ સંબંધી પ્રસંગ પ્રથમ બીલકુલ ન હતો પણ અન્ય પ્રસંગ હતો. તે સત્પુરૂષને ઓળખાવી સત્પુરૂષ ઉપર રૂચી ઉત્પન્ન કરાવનાર, આસ્થા રખાવનાર અને કાંડુ ઝાલનાર સૌભાગ્યચંદ્રભાઈ છે. પ્રથમ મૂળીના સ્ટેશને મને પ્રભુ સમક્ષ કરી મારા વિષે ભલામણ કરી હતી. આવા ઉપકારી
૨૮૮