Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 386
________________ ( M) સત્સંગ-સંજીવની ) છે નથી. ક્ષણે ક્ષણે વિરહનો ખેદ થયા જ કરે છે. તેમનાં વિયોગથી અમો તો નિરાધાર થયાં છીએ. અમે હીનપુન્યશાળી કે જેને કાળે થપ્પડ મારી રત્નચિંતામણી પડાવી લીધો છે. કોઇ પ્રકારે મન શાંત થાતું નથી. માટે પરમ પવિત્ર પ્રભુના વચનામૃત તથા શિક્ષાવચનની નક્કલ વાંચવા લાયક મોકલાવવા કૃપા કરશો એ જ વિનંતી. જેમ બને તેમ પરમપ્રભુના શ્રુતજ્ઞાનનો વધારો થાઓ ને તેઓ સાહેબનો ધારેલો વિચાર પાર પડો એવો અમારો ઉલ્લાસિત અભિપ્રાય છે. લિ. અલ્પજ્ઞ બાલ દીનદાસ સંઇબા કાળીદાસના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. લિ. છગન નાનજીના નમસ્કાર વાંચશો. જત પૂજ્ય રેવાશંકરભાઇ તથા પૂ. મનસુખભાઇને માલુમ થાય જે મારા કૃપાળુદેવે મને કહેલું કે, “તને વચનામૃતો મળશે ને પરમશાંતિ થાશે” તેમને મને રાજકોટ કાગળ લખી તેડાવેલો હતો. મને ચોપડીયો પણ આપેલ. તેનો મને પાક્કો ભરૂસો હતો ને વળી બીજી કેટલીક એ પ્રભુએ મારા ઉપર કીરપા કરી હતી. મને બીજું અપૂર્વ લાભ આપવો હતો તેવું મને તિહાંના સમીપ રહેનારે કીધું હતું, પણ મારા કમનસીબે તે ચોપડીઓ અથવા બીજાં વચનામૃતો મળ્યાં નથી તેનો પૂરો ઉદ્વેગ રહ્યા કરે છે. મારા ધણીએ તો મને ઘણો સંતોષકારક કર્યો છે. હવે અમો નધણિયા થયાં તો તેમના લાગતા વળગતાના આશ્રયે રાખીને કૃપા કરશો ને કરાવશો. મારા ધણી તો અત્યારે પ્રત્યક્ષ નથી પણ અપરોક્ષ મારા અંતરમાં છે. તમો ઘણું જ સારું કામ કરે છે તેથી આનંદ થયો છે. ડરબન તા. ૨૧, ૧૯૦૧ એમ. કે. ગાંધી એડવોકેટ - નાતાલ મુરબ્બી ભાઇ રેવાશંકરભાઇ કવિશ્રી ગુજરી જવાના ખબર ભાઇ મનસુખલાલના કાગળ ઉપરથી મલ્યા. તેમ જ ત્યારબાદ છાપામાં પણ જોયા. વાત ન માની શકાય તેવી છે. મનમાંથી તે વિસરી શકાતી નથી, વિચાર કરવાનો પણ આ દેશમાં અવકાશ થોડો જ રહે છે. ટેબલ ઉપર બેઠો હતો, તેવા જ ખબર મળ્યાં, વાંચી એક મિનિટ દિલગીરી કરી, તુરત ઓફીસના કામમાં ગૂંથાઇ ગયો. એવી અહીંની જીંદગી છે. પણ જ્યારે કંઇક પણ અવકાશ મળે છે ત્યારે એ જ વિચાર થાય છે. ખોટો કે સાચો મને એમનો બહુ જ મોહ હતો. અને મારી ઉમેદ પણ તેમાં ઘણી હતી તે બધી ગઇ. એટલે હું સ્વાર્થને રડું . ગાંધી એમ. ના પ્રણામ. ચૈત્ર વદ ૧૦, ૧૯૫૭ – ખંભાત પરમપૂજ્ય શ્રી : પરમકૃપાળુ પરમદયાળુ, શ્રી રાજ્યચંદ્ર પ્રભુ - ભરતખંડના સૂર્ય સં. ૧૯૫૭ના ચૈત્ર વદી ૫, ના ભોગે રાજકોટમાં આ દેહનો ત્યાગ કરી અસ્ત થયા છે, તે ઘણો ખેદકારક છે. હે ભગવાન ! અમો અજ્ઞાન બાળને રઝળતા મૂકી આપ આ ભૂમિને છોડીને અસ્ત થઈ ગયા. અમો હવે કોના આધારે રહીશું? મહાપુન્યના યોગે આપનો સમાગમ થયો. એ ન થયા જેવો થઇ ગયો. હે ભગવાન, હું ૩૦૩

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408