________________
SASSISસત્સંગ-સંજીવની S
ARD.)
લેવાના પ્રમાણમાં છે તે જ્ઞાન વગરના જીવોને તૂટે છે એમ લાગે છે પણ જ્ઞાની આશ્રિતને તો જે જીવે જેવું જેવું કર્મ ઉપાર્જન કરેલું હોય તેવી તેવી રીતે આયુષ્ય ભોગવે એમ સિદ્ધ થાય છે-તેવો ખુલાસો કર્યો હતો. કરી ત્યાર બાદ પરમકૃપાળુદેવ શ્રી રાળજ મુકામે પધાર્યા હતા ત્યારે સમાગમ થયો હતો. તે વખતે મેં પરમકૃપાળુદેવ પ્રત્યે પૂછયું હતું કે અમારે શું કરવું ? ત્યારે પરમકૃપાળુદેવે જણાવેલું કે તમારે યોગ્યતા મેળવવાની જરૂર છે અને કોઇ પણ દર્શનનો મતભેદ નહીં રાખતાં બીજા દર્શનના શાસ્ત્રોમાં ફક્ત મોક્ષમાર્ગ પામવાને માટે દરેક દર્શનની પ્રરૂપણા છે, માટે ફક્ત મોક્ષમાર્ગ પામવાની હેતુના વાક્યો દરેક દર્શનમાંથી જોઈ લેવા, પણ બીજા બીજા કારણો ઉપર લક્ષ રાખવાની કંઈ જરૂર નથી અને મોક્ષમાળા, આનંદઘનજીકત ચોવીશી વગેરે તેવાં તેવાં પુસ્તકો વાંચવા અને સત્સમાગમના યોગમાં રહેવું એટલી ભલામણ થયેલ છે.
સમાગમ વખતે અત્રેના શ્રી અંબાલાલભાઇ તથા શ્રી કીલાભાઇ તથા શ્રી ત્રિભોવનભાઇ તથા શ્રી. સુંદરલાલભાઇ તથા શ્રી છોટાલાલભાઇ તથા શ્રી પોપટભાઇ ગુલાબચંદ વગેરે ખંભાતવાળા તથા બહારગામના પૂજ્ય ભાઈ શ્રી સોભાગ્યભાઇ તથા પૂજ્ય ભાઈ શ્રી ડુંગરશીભાઇ તથા ભાઇ શ્રી મનસુખભાઇ દેવશીભાઇ તથા ભાઇ શ્રી ધોરીભાઇ વગેરે આ અવસરમાં હતા. ઉતારો કર્યો સંવત ૧૯૬૯ના ચૈત્ર વદ ૧૩ રવિવારના દિને.
શ્રી કીલાભાઇ ગુલાબચંદ - ખંભાતના રાજા શ્રી ખંભાતવાળા ભાઇ શ્રી કીલાભાઇ ગુલાબચંદને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે સંબંધી પોતાની મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે.
સંવત ૧૯૪૭ની સાલમાં પરમકૃપાળુદેવ ભાઇ શ્રી અંબાલાલભાઇને ત્યાં પધાર્યા હતા, ત્યારે બહાર નીકળતાં દર્શન થયાં હતાં અને શ્રી અંબાલાલભાઇને ઘરે શ્રી અંબાલાલભાઇ પરમકૃપાળુદેવની ભક્તિ કરતા, ચરણો ધોઇને રૂમાલે લૂછતા હતા અને શાંત બેઠેલા જોયા હતા, અને તેથી એમ જાણેલ કે મોટા માણસ છે. ત્યાર બાદ હું ઢંઢીયાના ઉપાશ્રયે જતો અને મને તે લોકો સામાન્ય ડાહ્યો ગણતા તેથી તર્ક-કુતર્ક કરી વાતો કરતો અને વ્યાખ્યાનમાં પ્રશ્ન પૂછતો. એક દિવસે ઢુંઢીયાના સાધુએ છઠ્ઠા આરાના દુ:ખનું વર્ણન સંભળાવ્યું હતું તેથી આ દુ:ખમાં જન્મ ન લેવો પડે તેવો તમારી પાસે કોઇ ઉપાય છે ? અથવા મારું કલ્યાણ કેમ થાય અને કેટલા ભવ બાકી છે તે તમો જણાવો. તો સહુ કરતા કરતા થશે એમ જણાવ્યું, નીકર સીમંધર સ્વામી પાસે જઇ મારા ભવનો નીચો (નિશ્ચય-નિર્ણય ?) કરી આપો તેવો મંત્ર, જંત્ર, વિદ્યા તમારી પાસે છે ? તો મને તત્કાળ બતાવો, નીકર છઠ્ઠા આરાનું દુઃખ મારાથી વેદી નહીં શકાય. પછી સાધુએ કહ્યું કે ક્રિયાઓ તપશ્ચર્યા કરતા કરતા થશે અને તમે બહુ કરો છો તો તમને થવું જોઇએ. પછી મેં કહ્યું તમોને કંઇ પણ નિશ્ચય થયો નથી તો મને શી રીતે થશે ? પછી હું ત્યાંથી ભાઇ શ્રી અંબાલાલભાઇ તથા ભાઇ શ્રી ત્રિભોવનભાઇ બેસતા હતા ત્યાં મને તેમની દુકાને સહેજે બોલાવ્યો અને કેટલીક ધર્મ સંબંધીની વાત કરતા મને પ્રિય લાગતી. પછી એક વખતે હું ઉપાશ્રયે બેઠો હતો અને શ્રી રાળજ પરમકૃપાળુદેવ પધારેલ તે સંબંધી ભાઇ શ્રી ત્રિભોવનભાઇ ઉપાશ્રયે આવેલા ત્યારે વાત કરતા હતા, અને તેથી મને વધારે આશ્ચર્ય લાગ્યું અને શ્રી કૃપાળુદેવ પધાર્યા એટલે મનમાં ઇચ્છા થઇ કે તેમના ઉપર પત્ર લખવો અથવા દર્શન કરવા. પછી એક પત્ર પરમકૃપાળુદેવ પ્રત્યે મેં લખ્યો હતો અને તેમાં દર્શનની જિજ્ઞાસા જણાવી હતી. તેનો જવાબ ભાઇ શ્રી અંબાલાલભાઇના પત્ર ભેગો આવ્યો હતો તેમાં યથાઅવસરે સમાગમ થશે એમ જણાવ્યું હતું. પછી હમેશા રાતના ભાઇ શ્રી અંબાલાલભાઇ તથા ભાઇ શ્રી ત્રિભોવનભાઇ તથા ભાઇ શ્રી
૧૬)