________________
GSSSBસત્સંગ-સંજીવની CRR
જ પળાય છે એમાં કાંઈ જ્ઞાન જેવું થોડું જ હોય છે. તો આ ઉપરથી સમજી શકાય એવું છે કે આવી જ્યારે દેહની સ્થિતિ હોય ત્યારે કોઈ પણ પદાર્થ ભોગવવામાં આવે તો વિપરીતપણે ઉદયમાં પ્રત્યક્ષ આવે છે. તો શુભાશુભ સ્થિતિએ ભોગવેલાં એવા પદાર્થો તે બીજા દેહને વિષે આ આત્માને કેમ ઉદયમાં નહીં આવે ? પણ જીવ જ ભૂલી જાય છે. અને એ ભૂલવું એજ અજ્ઞાન છે. જે નથી ભૂલતા અને વિચારીને - યથાર્થ વિચાર કરીને વર્તે છે એ જ આ દેહથી રહિત થાય છે. અને એમ રહેવું એ જ માર્ગ પ્રાપ્તિમાં સ્થિતિ માન્ય છે. નથી રહેતું એ માર્ગની વિરાધનાનો સંભવ છે, મને તો એમ સમજાય છે. વિશેષ તો આપ વિચારો ! સ્ત્રી, પુત્ર, મિત્ર, માત, પિતા કે સ્વજન આદિ સંબંધવાળા જે જે જીવો છે તે સૌ સ્વાર્થને બહાને એકઠું થયેલું છે અને સૌ પોતપોતાના સ્વાર્થમાં જ વર્તે છે. મરણાદિક સ્થિતિ દેહની થઈ હોય તો પણ કોઈ જીવ એમ આવીને નહીં કહે કે ભાઈ જો હવે તને સારું થશે તો જા તારી પાસેથી સ્વાર્થને નહીં ઈચ્છતા ધર્મારાધના કરવામાં અંતરાય નહીં પાડું એમ કહેવાનું બનતું નથી. એ જ આ જીવને સ્વાર્થી સંબંધ છે. અને મોહાદિક પ્રકારથી જીવ જે કાંઈ ખબર લે છે તેનું કારણ એ જ કે કોઈ કાંઈ દુઃખ લેવા સમર્થ નથી. એવા એવા એક જ ભવમાં હજારો વખત બનતાં છતાં આ જીવને વિચાર * કેમ નહીં આવતો હોય ? ઉપાધિનો પ્રસંગ જીવને રોગાદિ વખતે કોણ પૂરો પાડતું હશે તે કયા ગુણથી ? કઈ દશાથી ? અને એ ગુણ જો અજ્ઞાનતાનો જ લાગતો હોય તો જન્મ, જરા, મરણ શાથી થાય છે ? (અજ્ઞાનથી જ થાય છે.) એમ લાગતું હોય તો મોક્ષની ઈચ્છા કેવા પ્રકારથી રહે છે એ જ કહેવાય. અજ્ઞાનના ઉપાર્જનથી મોક્ષની પ્રાપ્તિ મળતી નથી અને એ અજ્ઞાન ઉપાર્જન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય કે નહીં ? તે આપ વિચારો. અને યોગ્ય લાગે તો લેખકને દર્શાવશો. વળી મોક્ષની પ્રાપ્તિ સાચા સદ્ગુરૂના ચરણકમળની સેવાથી થાય. અત્યંતર બાહ્ય મોહાદિ, પાંચ વિષય કષાયોને ઘટાડી, આશા, તૃષ્ણા, અવિદ્યા, વૃત્તિ રોકી, સમતા, ક્ષમાદિ, સવૃત્તિએ વર્તતાં, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમાદિ, ધ્યાન, શુભભાવના શુદ્ધપણે પરિણમે તે તપાદિથી મોક્ષ છે. તે સર્વ પણ એક સદ્ગુરૂ આરાધનથી સિદ્ધ થાય. આણાએ ધમ્મો અને આણાએ તવો, એ સાચા સદ્ગુરૂની આજ્ઞાએ કલ્યાણ થાય છે. નહિ તો અનંતવાર સાધન કર્યો પણ કલ્યાણ ન થયું તે માત્ર સગુરૂ પશાયથી થાય છે.
જીવને જો વિચારમાં વખત લઈ ગાળવામાં આવે તો વિશેષ સમજી શકાય. પણ વિચારમાં વખત ગાળવામાં અપ્રમાદિ થવું યોગ્ય છે. સત્યરૂષની આજ્ઞામાં વૃત્તિને અડગપણે દોરીને અથવા તેમાં વૃત્તિને રાખીને ગુપ્તપણે સાચા જ્ઞાન પ્રત્યે પ્રીતિ અર્થાત્ અસત્જ્ઞાન પ્રત્યે અપ્રીતિ અને સને વિષે નિશ્ચલતા અને તે વડે કરી તુચ્છ પદાર્થો પ્રત્યેથી વૃત્તિનું ઉપશમવું એ આદિ કરવાથી દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તતાં છતાં પરમ શાંતિનો માર્ગ પ્રાપ્ત થઈ શકે છે. એમ સામાન્ય રીતે તે પત્રનો અર્થ થઈ શકે છે. (વ, ૮૩૧) મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ, સમ્યક્દર્શનની ઈચ્છાવાળા મુમુક્ષુઓને અવશ્ય કરવા યોગ્ય છે. એ ગુણોનો વિચાર કરતાં અને આત્માને વિષે તેનું અનુપ્રેક્ષણ દીર્ધકાળ સુધી રહ્યા કરે તો એ ભાવનાઓ ફળદાયક છે, કે જેથી મુમુક્ષતા વર્ધમાન થાય છે. અને એના સંગે બીજા કેટલાક તેવા ગુણો પણ વર્ધમાન થાય છે.
પત્ર-૭
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ ચારનું સ્વરૂપ જાણવાની મુનિ આદિની ઈચ્છા રહે છે. અનાદિકાળથી તે અનંતાનુબંધી ક્રોધાદિકનું સ્વરૂપ આ જીવના જાણવામાં આવ્યું નથી. અથવા તો તે તેને
૧૯૬