________________
૧૪૩
પત્રક-૫૯૩
પૂજ્ય ભાઈશ્રી :– સંસ્કાર પડે, રુચિ હોય તો અવ્યક્ત સંસ્કાર પડે. પણ જે નિર્ણયના કાળમાં વ્યક્ત સંસ્કાર છે એ પ્રકાર નથી. એટલે એની કોઈ નિશ્ચિતતા નથી. એ સંસ્કાર છે એ તે જ ભવમાં ઊગે એવો કોઈ નિયમ નથી. કોઈ વખત પછીના ભવમાં પણ ઉગે છે, જો સંસ્કાર પડ્યા હોય તો. જ્યારે નિર્ણયકાળના જો સંસ્કાર હોય અને આયુષ્ય છ મહિનાથી વધારે લાંબુ હોય તો ત્યારે ને ત્યારે એ ગણતરીના દિવસોની અંદર પ્રાપ્ત કરી લે છે. એ ઉપાડ કોઈ એવો જોરદાર આવે છે, કે જીવ ત્યાંથી પાછો વળતો નથી.
અહીંયાં જે એમ કહ્યું ‘કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે...’ હવે અનંતી વા૨ આવ્યો છે એમાં સંસ્કાર નથી પડ્યા એવા જીવને અહીંયાં લે છે, પણ યથાપ્રવૃત્તિકરણ સુધી એટલે એમ લઈએ કે દર્શનમોહ ઘણો મંદ કર્યો છે. એવી રુચિ, અવ્યક્ત રુચિ પણ થઈ હોય અને સંસ્કારમાં આવી જાય. તે પાછો પ્રાપ્ત કરી લે. પણ અહીંયાં જે અનંતી વા૨ આવ્યો છે એવું જે કહે છે કે એ એવા જીવને લીધો છે કે જેને લઈને એને સંસ્કાર હજી પડ્યા નથી. બાકી બધું કર્યું છે. એને સંસ્કાર નથી પડ્યા, એમ લેવું જોઈએ.
મુમુક્ષુ :– યથાર્થતા વિના પાછો પડ્યો ? અને યથાર્થતા તો યથાર્થ રીતે દર્શનમોહને નષ્ટ કર્યો છે એની પાસે છે ?
=
પૂજ્ય ભાઈશ્રી :– યથાર્થ રીતે દર્શનમોહને મંદ ક૨તો જાય છે, અનુભાગ તોડતો જાય છે.
મુમુક્ષુ :– આ જીવ તો તોડતો જાય છે પણ યથાર્થતા-અયથાર્થતાનું જ્ઞાન તો જ્ઞાનીને છે. એનો અર્થ જ્ઞાનીની આજ્ઞાથી આ યથાર્થતામાં નથી આવ્યો?
પૂજ્ય ભાઈશ્રી :– પ્રયત્ન નથી કર્યો. જીવે ધર્મ કરવાનો પ્રયત્ન અનંતી વા૨ કર્યો છે. એનો અર્થ એમ થાય છે, દર્શનમોહ મંદ પણ અનંતીવાર કર્યો છે પણ જ્ઞાનીની આજ્ઞાએ નહિ. જ્ઞાનીની આજ્ઞાએ નહિ એમ કહો કે યથાર્થ પ્રકારે નહિ એમ કહો. બેય એક વાત છે. બરાબર છે, એમ જ છે.
મુમુક્ષુ :– એટલે પૂર્ણતાના લક્ષે શરૂઆત નથી કરી એમ ?
=
=
પૂજ્ય ભાઈશ્રી :– નથી કરી એમ કહો એક જ વાત છે. પૂર્ણતાના લક્ષે શરૂઆત નથી કરી.
મુમુક્ષુ :– આ સંસ્કાર પડી જાય છે અને થોડા Timeમાં એટલે થોડા દિવસોમાં પામી જાય છે. આપણે ગઈ કાલે જે Reference જોયો આસો વદ ૧૧ અને કારતક