________________
૩૨૯
પત્રક-૬ ૨૦ પ્રકાર ન હોય તો વર્તમાન ઉદયની અંદર એની સમાધિ વિરાધના થયા વિના રહે નહિ. આ ચોખ્ખી Lineમૂકી દીધી.
જ્ઞાનીની દશામાં એ અંતરંગમાં શું કરે છે? ઉદય પ્રમાણે પ્રવર્તતા તો જોવામાં આવે છે. બહારથી જોઈએ તો ઉદય અનુસાર પ્રવૃત્તિ કરતા તો જોવામાં આવે છે. પણ અંદરમાં સવંગ અસંગતા જન્મે તે પ્રકારનો પુરુષાર્થ છે. એટલે એમાંથી છૂટવા માટેનો પુરુષાર્થ, એમાંથી પરિણામને પાછા વાળવાનો જે પુરુષાર્થ એ તો એમનો પુરુષાર્થ ચાલુ જ રહે છે. એ પુરુષાર્થ એ છોડતા નથી. એ પુરુષાર્થ ચાલુ રાખીને પ્રવર્તે છે, એમ કહેવું છે. એ અંદરનો પ્રકાર છે આખો.
મુમુક્ષુ - બહારમાં ઉદય અનુસાર ગમે તેવી પરિણતિ હોય પણ અંદર પુરુષાર્થ તો એનો એક જ ચાલે.
પૂજ્ય ભાઈશ્રી – પુરુષાર્થ ચાલે જ છે. સંગ છોડવાનો, અસંગ થવાનો એમનો પુરુષાર્થ ચાલે જ છે. ઉદયમાં તો અનેક ચિત્ર-વિચિત્રતા આવે છે. પાર વિનાની. એ બધી પૂર્વ કર્મ અનુસાર છે. પણ એનો અંતરંગનો જે પુરુષાર્થ છે એ એક જ બાજુનો હોય છે. બે બાજુનો હોતો નથી.
મુમુક્ષુ -જ્ઞાનીની પરિણતિ તો આ જ છે.
પૂજ્ય ભાઈશ્રી – આ જ છે. એ પ્રકાર કરવો ઘટે છે. અસંગતા જન્મ. “સર્વાગ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે. આ તો ઘણા લોકો એમ વિચારે છે, સમ્યગ્દર્શન થાય પછી વાંધો નહિ. એને સમ્યગ્દષ્ટિનું પરિણમન કેવું હોય એની એને ખબર નથી. એમ નથી ચાલતું. જેને સમ્યગ્દર્શન થાય છે અને અનંત જન્મમરણ નથી હોતા. એને ૪૧ પ્રકૃતિના બંધનો વિચ્છેદ જાય છે, થાય છે પણ કારણ શું? કે કારણ એનો પુરુષાર્થ છે. સર્વાશ અસંગતા પ્રત્યે જવાનો એનો પુરુષાર્થ છે. એને લઈને નથી થતું. બંધન નથી થતું એટલે ? કાંઈ પક્ષપાત નથી. એ તો કુદરતી વ્યવસ્થા છે. કર્મના પરમાણુનું આવાગમન થવું એ તો એક કુદરતી વ્યવસ્થા છે. એ કોઈ ઈન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્રના હાથની વાત નથી. જિનેન્દ્રના હાથની વાત નથી, બીજાની ક્યાં વાત કરવી! જેવા પરિણામ થાય એવું કર્મનું નિબંધન થાય, થાય ને થાય જ. પછી તીર્થકરનું દ્રવ્ય હોય, ગમે તે હોય. પણ જ્ઞાનીને, સાધકને આ પ્રકાર હોવો ઘટે, આ પ્રકારભજવો ઘટે.
કેટલાક વખત થયાં સહજપ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે.” હવે પોતાના પરિણામનું પૃથક્કરણ કરે છે. જુઓ! કેટલી સરળતા છે! લલ્લુજી' પાસે પોતાના પરિણામનું પૃથક્કરણ કરે છે. એને જે સમજાય એ પછી એમાંથી એ પોતે