________________
૩પ૦
રાજહૃદય ભાગ-૧૨ વિષે પ્રવૃત્તિ થાય. કોઈ પણ ઉદયકાર્યમાં પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં “જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈન સંભવે શું કહે છે કે જ્ઞાની તો ઉદયથી ભિન્ન પડે છે તેથી બાહ્યાંશમાં તેને નિષેધ અને ઉદાસીનતા હોય છે પણ મુમુક્ષુને એ પ્રકારનો જાગૃતિપૂર્વક કાંઈક પ્રયત્ન હોવો જોઈએ. ઉદય પરિણામમાં તીવ્ર રસ કરીને પ્રવર્તતા આત્માને વિશેષ અહિત થાય છે. અહિત થાય છે એટલે અશાંતિ થાય છે, દુઃખ થાય છે. જો પરિણામમાં રસ મંદ હોય તો એ પ્રકારનો પ્રયત્ન કર્તવ્ય છે. અને તો જ્ઞાનીની આજ્ઞા ઉપર એણે પગનમૂક્યો એમ ગણાય. શું કહેવું છે?
ઉદય પરિણામમાં રસ મંદ પડવો જોઈએ એ સિદ્ધાંત છે. જ્ઞાનીને તો સહજ છે. મુમુક્ષુને પોતાના હિતની કાળજીથી, પોતાના હિતની દરકારથી, હિત-અહિતની સમજણને લઈને એ રસ મંદ પડવો જોઈએ. જો રસ મંદ ન પડે તો એણે પોતાના અહિતની કાંઈ પણ ચિંતા રાખ્યા વગર, કોઈ પણ પ્રકારની દરકાર કર્યા વગર જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલ્યો છે, એમ કહેવું છે.
જો કાંઈ જાગૃત થઈને પ્રયત્ન રાખે તો એણે જ્ઞાનીની આજ્ઞાને અનુસરવાનો કાંઈ અંશે પણ પ્રયત્ન કર્યો છે માટે એ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ દેવા માગતો નથી. આ મુમુક્ષુની ભૂમિકામાં અનંતાનુબંધી કષાય તો છે. એવું નથી કે મુમુક્ષુની ભૂમિકામાં અનંતાનુબંધી કષાય નથી હોતો. છતાં જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને પ્રવૃત્તિ થઈન સંભવે એમ કહે છે તો જ્ઞાનદશા તો થઈ નથી. પત્ર તો મુમુક્ષુને લખ્યો છે. સિદ્ધાંતિક રીતે આપણે એમ સમજ્યા છીએ કે મિથ્યાદર્શનના છેલ્લા સમય સુધી અને સમ્યગ્દર્શનના પૂર્વ સમય પહેલા, એક સમય પૂર્વ, અગાઉ અનંતાનુબંધીનો કષાય વિદ્યમાન હોય છે. છતાં એની અંદર એક ભેદ છે કે અનંતાનુબંધી કષાય એ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલવા બરાબર છે. તોપણ જો જીવ આત્મહિતની જાગૃતિથી ઉદાસભાવ સંયુક્ત અથવા મંદ પરિણત બુદ્ધિથી જો પ્રવર્તે તો એણે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ નથી મૂક્યો, અમે એમ કહીએ છીએ. નહિતર નિરળ પ્રવૃત્તિ છે. આગળિયા વિનાની એની પ્રવૃત્તિ છે. એ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલે છે. એમ કહેવું છે.
મુમુક્ષુ-મુમુક્ષુએવિવેક કરવો.
પૂજ્ય ભાઈશ્રી -હવે અનંતાનુબંધી તો છે જાણે. અનંતાનુબંધી તો છે. હવે એમ માની લે કે છેક અનંતાનુબંધી છે. અજ્ઞાનદશામાં તો હોય જ. એમ નથી વિચારવાનું. કાંઈક બીજી વાત છે એની અંદર. જ્ઞાનીને ન હોય અને અજ્ઞાનીને હોય. જ્ઞાની થયા