________________
૪૧૨
રાજહૃદય ભાગ-૧૨ સકતા હૈ. દોનોં કી અવસ્થા તો ઠંડી થી. પતા ભી લગા કી પાની ગરમ હો જાયેગા. ઉસકા કારણ કા જ્ઞાન જિસકો હૈ, ઉસકો આનેવાલી અવસ્થા કા-કાર્યકા જ્ઞાન ભી હોતા હૈ. ઉસી તરહસે.
ઇસલિયે ભવિષ્યમેં જો જો પર્યાય હોનેવાલી હૈ ઉસકી યોગ્યતા, કારણરૂપ યોગ્યતા વર્તમાન પદાર્થમેં રહી હૈ. ઉસ કારણ ઔર યોગ્યતાના જ્ઞાન વર્તમાનકાલમેં ભી કેવલજ્ઞાનીકો યથાર્થ સ્વરૂપસે હો સકતા હૈ” કેવલજ્ઞાનીકો ઐસે કારણ-કાર્ય કા જ્ઞાન યથાર્થરૂપસે હોતા હૈ, હો સકતા હૈ. ઇસલિયે કેવલજ્ઞાનીકો ઐસા જ્ઞાન હોતા હૈ. યદ્યપિ ઇસ પ્રશ્ન કે વિષયમેં બહુતમે વિચાર બતાના યોગ્ય હૈ” યે જો કેવલજ્ઞાનકા વિષયહૈ ઉસમેં તો બહુતસી બાતેં કહ સકતે હૈં ફિર ભી ઇધરમર્યાદિત.
(ઇસ પ્રકારકી તત્ત્વચર્ચા) આપસમેં પત્ર દ્વારા હોતી રહતી થી.
પત્રાંક-૬૩૦
વવાણિયા, શ્રાવણ વદ ૧૨, શનિ, ૧૯૫૧ ગયા શનિવારનો લખેલો કાગળ પહોંચ્યો છે. તે કાગળમાં મુખ્ય કરી ત્રણ પ્રશ્નો લખ્યા છે. તેના ઉત્તર નીચે લખ્યાથી વિચારશોઃ
પ્રથમ પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, એક મનુષ્યપ્રાણી દિવસને વખતે આત્માના ગુણવડીએ અમુક હદ સુધી દેખી શકે છે, અને રાત્રિને વખતે અંધારામાં કશું દેખતો નથી; વળી બીજે દિવસે પાછું દેખે છે અને વળી રાત્રિએ અંધારામાં કશું દેખાતો નથી, તેથી એક અહોરાત્રમાં ચાલુ આ પ્રમાણે આત્માના ગુણ ઉપર અધ્યવસાય બદલાયા વિના નહીં દેખવાનું આવરણ આવી જતું હશે? કે દેખવું એ આત્માનો ગુણ નહીં પણ સૂરજવડીએ દેખાય છે, માટે સૂરજનો ગુણ હોઈને તેની ગેરહાજરીમાં દેખાતું નથી અને વળી આવી જ રીતે સાંભળવાના દૃષ્યતે કાન આડું રાખવાથી નથી સંભળાતું, ત્યારે આત્માના ગુણ કેમ ભુલાઈ જવાય છે તેનો સંક્ષેપમાં ઉત્તર:
જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો અમુક ક્ષયોપશમ થવાથી, ઇંદ્રિયલબ્ધિ ઉત્પન્ન થાય છે. તે ઇંદ્રિય લબ્ધિ સામાન્યપણે પાંચ પ્રકારની કહી શકાય છે. સ્પર્શેન્દ્રિયથી શ્રવણેન્દ્રિયપર્યત સામાન્યપણે મનુષ્યપ્રાણીને પાંચ