________________
૧૮૮
રાજહૃદય ભાગ-૧૨ કરવા યોગ્યનો સંગ કરે તો પોતાનું કરેલું ધૂડધાણી થઈ જાય. મોટું નુકસાન આવી પડે. એમ છે. એટલે એ વિવેક કરવો પડે છે. એ દૃષ્ટિએ એ વાત છે કે કોની વાત માનવી?
સાંખ્યાદિ દર્શને બંધમોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું.' આ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરી દીધો. ગોળગોળ વાત નથી રાખી. હજી તો ઘણાને ભૂલ પડે છે. બ્રહ્મનાને હરિના બધા વચનો આવે છે ને ૨૫મા વર્ષમાં ૨૫મા વર્ષમાં પણ આવે છે અને ૨૩મા વર્ષમાં પણ આવે છે.
કહે છે, “સાંખ્યાદિ દર્શને.” વિષે. એ બધામાં સાંખ્યમાં તત્ત્વજ્ઞાન વિશેષ આવે છે. જેટલા વેદાંતના ભિન્ન ભિન્ન અભિપ્રાયોમાં જે વહેંચાયેલું દર્શન છે એમાં ઉત્તર મિમાંસા, પૂર્વ મિમાંસા છે. એમાં યજ્ઞયાગાદિ અને ક્રિયાકાંડની ઘણી બધી વાતો છે. ખાસ કરીને ચાર વેદની અંદર જે અંતનો ભાગ છે એને વેદાંત કહે છે. એમાં આત્મસ્વરૂપ વિષેનું તત્ત્વજ્ઞાન વિશેષ છે. એમાં નિશ્ચયનયથી જે આત્મા કહ્યો છે એવું સ્વરૂપ સાંખ્યમતના અભિપ્રાયમાં સ્વીકારેલું છે. નિશ્ચયનયનું સ્વરૂપ જે આત્માનું છે. અથવા દષ્ટિનો વિષય જે આત્મા છે એને વેદાંત દર્શન સ્વીકારે છે-સાંખ્ય. તે ઉપરાંત પણ એ બંધ-મોક્ષની વાત કરે છે. અને એ બંધ-મોક્ષની જે વાત કરે છે એ વિધિના વિષયમાં મોટી ગડબડ છે. કેટલીક વાત મળતી આવે, કેટલીક વાત વિરુદ્ધ જાય. મળતી ન આવે પણ જે પોતે કરી હોય એથી વિરુદ્ધ જાય એવો પ્રકાર જોવામાં આવે છે.
એટલે એમ કહે છે કે સાંખ્યાદિ દર્શને બંધમોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું. મને આ વાત સ્પષ્ટ લાગે છે કે આ બે દર્શનની વચ્ચે તુલના કરવામાં આવે તો જૈનદર્શનની સાથે સાંખ્યદર્શન આવે એવું નથી, વેદાંતદર્શન આવે એવું છે જ નહિ. બહુ સ્પષ્ટ વાત છે.
મુમુક્ષુ – જે કોઈ પુરુષને જેટલા અંશે વીતરાગતા સંભવે, એટલે એ મર્યાદિત વાત છે?
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. મર્યાદિત એટલે શું છે કે અન્યમતમાં પણ જ્ઞાનીઓ કહેવાતા છે. જ્ઞાનીઓ, સંતો, ત્યાગીઓ છે. જેનદર્શનની અંદર પણ જ્ઞાનીઓ છે, સંતો છે, ત્યાગીઓ છે. હવે વીતરાગતા કોને કેટલે અંશે પ્રાપ્ત કરી છે, એમ ગણીને પછી એના વચનને માન્ય કરવું.
મુમુક્ષુ –જેટલા અંશે વીતરાગતા સંભવે છે. પૂજ્ય ભાઈશ્રી:- ટૂંકામાં એમ નથી કહેવું કે તીર્થંકરનું માનજો અને આચાર્યનું ન