________________
૨૩૯
પત્રાંક-૬૦૦ શકશે.’ હું થોડા વખતમાં નિવૃત્તિ ક્ષેત્રમાં આવીશ ત્યારે મળશું. અહીં આવવા માટે એમને આગ્રહ કરવો પડે એવી કોઈ જરૂરી નથી.
આ પ્રમાણે.' ઉપરના ૫૯૮માં પત્રમાં લખવાનો અર્થ હતો. તમારે એક આવવું, અને શ્રી ડુંગરે ન આવવું અથવા અમને નિવૃત્તિ હાલ નથી એમ લખવાનો આશય નહોતો. માત્ર નિવૃત્તિક્ષેત્રે કોઈ રીતે સમાગમ થવા વિષેનું વિશેષપણે જણાવ્યું છે. પ્રવૃત્તિક્ષેત્ર કરતાં નિવૃત્તિક્ષેત્રે સમાગમ થવામાં વિશેષ લાભનું કારણ છે એટલી વાત જરૂર જણાવી છે. તેમ છતા એકાંતે એવું નથી, એમ કહે છે. એકાંતે એવું નથી.
કોઈ વખત વિચારવાનને. એટલે વધારે પાત્રજીવ હોય એને તો પ્રવૃત્તિક્ષેત્રમાં સત્સમાગમ વિશેષ લાભકારક થઈ પડે છે. કઈ દૃષ્ટિએ? કે “જ્ઞાનીપુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે. કેટલો એમને ખ્યાલ છે ! એક વાત ઉપર વિચારવાનો કોઈ મુદ્દો નીકળે છે ત્યારે એના બધા પડખાં આવરી લે છે. કોઈ વખત તો વિશેષ લાભનું કારણ થાય. ઓચિંતું કોઈ કામ આવી ગયું, કોઈ પ્રસંગ બની ગયો, કોઈ ઉદય આવી ગયો. કાંઈ થયું. ત્યારે એ વખતે જ્ઞાની પુરુષ કેવી રીતે પ્રવર્તે છે?ભીંસમાં આવ્યા ક્યાંક, પ્રતિકૂળતાઓ ઊભી થઈ. આ લોકો આવ્યા અને કાંઈક નવી પ્રતિકૂળતા ઊભી થઈ. એ વખતે એમના પરિણમનને જોતી વખતે એટલો બધો એને લાભનું કારણ થાય કે, ઓહો.! આવા પ્રતિકૂળ સંયોગોમાં પણ એમની નિર્મળતા, એમની સ્થિરતા, એમનું સંતુલન, એમની ધીરજ, એમની શાંતિ, એમનું જ્ઞાન, શ્રદ્ધાન એ બધા અનેક પ્રકારના એમના ગુણો છે, એમની ગંભીરતા વિશેષ જોવાનું કારણ બની જાય છે.
એ આદિ નિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે. અને એવું જ્યારે બને તો વિશેષ લાભનું કારણ થાય. પણ વિચારવાન જોઈએ. વિચારવાન જોઈએ એટલે અહીંયાં એવો અંતરદૃષ્ટિવાળો મુમુક્ષુ હોવો જોઈએ. જો અંતરદૃષ્ટિ ન હોય તો બાહ્યદૃષ્ટિથી પાછો નુકસાન પણ કરી બેસે. એને ઊલટું જ દેખાય પાછું. એવું પણ બને કે ઊલટું દેખાય. સુલટું દેખાય અને ઊલટું દેખાય, પ્રસંગ તો જે છે એ છે. દષ્ટિ એવી સૃષ્ટિ .
તમારે બન્નેએ અથવા તમારે આવવા સંબંધમાં ક્યારે કરવું તે વિષે મનમાં કંઈક વિચાર આવે છે;” હવે આ લખતા લખતા વિચાર આવ્યો છે કે, તમારે બન્નેએ અથવા તમારે એકે આવવા સંબંધમાં ક્યારે કરવું તે વિષે મનમાં કંઈક વિચાર આવે છે, એ વખતે વિચાર ઉગ્યો જેથી હાલ અહીંથી કંઈ વિચાર જણાવ્યા સુધી આવવામાં વિલંબ