Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૧૧૯
બેલવા પર વિશ્વાસ કરશે નહિં? કારણ કે જગતમાં મનુષ્યો જે છે, તે કર્મથી ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોય છે. રાજાએ તે વાત સાંભળી કહ્યું કે ઠીક છે, તમે કહે છે, તેમજ કરીશ.
હવે જે કાળીચૌદશનો દિવસ એગીએ કહ્યું હતું તે દિવસે રાજા મધ્યરાત્રિએ હાથમાં ઉઘાડી તલવાર લઈને સ્મશાનમાં ગયે અને તે યેગી પણ આવ્ય, પછી ત્યાં એ બને જણ ભેગા થયા, અને શુદ્ધભૂમિ કરી દીકરી મંડલ કાઢ્યું. પછી યોગીએ નરસિંહ રાજાને કહ્યું કે હે રાજન ! દક્ષિણ દિશામાં એક વડ છે, તે વડની શાખામાં એક શબ બાંધેલું છે, તેને તું જલદી જઈને લઈ આવ. જે કદાચિ તે શબ બેલે, તે પણ તેને તારે કોઈ પણ પ્રત્યુત્તર દેવે નહિ. એમને એમ બેલ્યા વિના જ ચાલ્યું આવવું, અને કોઈથી ડરવું પણ નહિં. તે સાંભળી રાજા એકદમ દક્ષિણ દિશામાં વડપાસે જઈ તે વડની શાખાપર ચડી શબને છેડી લઈને ત્યાંથી ચાલવા લાગ્યો, ત્યાં તો જે શબ હતું તે રાજા પાસેથી જેમ હતું તેમજ વડની ડાળે આવી ફરી બંધાઈ ગયું. ત્યારે રાજા વિચાર કરવા લાગ્યું કે અરે ! મારી પાસે શબ હતું તે કયા ગયુ ? એમ વિચારી જ્યાં આઘું પાછું જોવે છે, ત્યાં તે શબને વડની ડાળ પર પૂર્વવત્ બંધાયેલું દીઠું, પાછું વળી બીજી વાર રાજા વડપર ચડી શબને છેડી લઈ ચાલવા લાગે, તેવામાં શબમાં રહેલે વ્યંતર બે કે અહિ ભૂપાલ તારું નામ જે નરસિંહ છે, તે બેટું જ છે, કારણ કે તું શગાલ સમાન છે. કેમ કે તું સ્વધર્મને છોડી કુકર્મને કરે છે ! અરે તું તારા મનોહર અને ઉત્તમ એવા સ્થાનકને મૂકીને જેમાં જઈને સ્નાન કરવું પડે, એવા આવા ભય કર સ્મશાનમાં આવ્યા ? તથા વળી આ અપવિત્ર શબને અડે ? વળી હે રાજન ! હું તને કહું છું કે જે તું મને અહીં મૂકીને પાછે નહિં જાય, તે હું તારા જીણા જીણા કટકા કરીને તેનું સ્મશાનસ્થ સર્વ ભૂતેને બલિદાન કરી દઈશ ? ઈત્યાદિક ભયકારક વાક્ય કહીને તે વ્યતિરે ભયાનક આકારવાળાં હજારે રૂપ દેખાડ્યા, તે પણ રાજા જ્યારે ભ ન પામે ત્યારે રાજાના નિર્ભયપણારૂપ સાહસને જોઈને તુષ્ટાયમાન થયેલા તે વ્ય તરે કહ્યું કે હે રાજન ! જે કાર્ય તું નિશ્ચયથી કરવા બેઠે છે, તેં ધારેલા કાર્યમાં કદાચિત્ ભય ઉર ન થાય છે, તે પણ તે કાર્યમાથી તુ પાછો પગ કરતા નથી? તે માટે તારા આવા પરાક્રમથી હું તુષ્ટાયમાન થયેલ છું તેથી એક તને સત્યવચન કહું છું, તે સાભળ. હે રાજન ! તુ તે સરલ છો તથા પુત્રાર્થી છે, પરંતુ આ ચગી જે છે, તે તે ઠગ છે અને તને ઠગવા ઈચ્છે છે. તેનું કરેલું આ બધું ખોટું છે, તેને જે નાગેન્દ્રની સ્ત્રી દેખાડી, તે પણ ઈન્દ્રજાલિક વિદ્યાથી બતાવી છે, તેથી હે ભાઈ ! તું વિશ્વાસ પામ્યો. પરંતુ વસ્તુતઃ તે સર્વ અસત્યજ છે. તે યોગી તારા શરીરનું બલિદાન દઈને અને સાધવાને ઈચ્છે છે માટે દુર્જનશિરોમણી એવા તે ગીંદ્રને તારે દુરથીજ ત્યાગ કરે જોઈએ. માટે હે રાજન્ ! તે ખલ એવા યેગીશ્વરને તું વિશ્વાસ કરીશ નહિં. અને પુત્રને માટે જે તે પ્રયત્ન કરે છે, તે પણ