Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 293
________________ કે વળી રાત્રે વર અને કન્યા પરસ્પર કંસારભક્ષણ કરે છે, તે કંસાર નથી જમતાં, પરંતુ તેથી એમ જણાવે છે, કે હવેથી તમારા બન્ને જીના ત્રપા તથા આચાર જાશે ? કારણકે નિર્લજ્જ થઈને સર્વની સમીપ એક બીજાનું એઠું ખાઈએ છીએ, તથા પરણનારે પ્રાણ બી કોરાં કેસરીયા વસ્ત્ર પહેરે છે, તે બીજા કેરા કેસરિયા વસ્ત્ર નથી પહેરતે પણ તેથી તે આપણને એમ જણાવે છે કે, હવેથી અમારું પાવિત્ર્ય દૂર ગયું. વળી તે વખતે બ્રાહ્મણો જે પુણ્યાતું પુણ્ય હં સાવધાન, સાવધાન. એમ ભણે છે, તેથી તે એમ સૂચવે છે, કે હવે આ જીવના પુણ્યના દિવસ ગયા, અને પાપના દિવસ આવ્યા. માટે તેને પલાયન થવાને સમય આવ્યે છે. તેથી જે તે સાવધાન થાય તો સારું એમ સંસારપાશથી નિકલવાની સૂચના કરે છે, તે પણ અજ્ઞ એ તે પરણવા આવેલ જીવ, પલાયન કરતો નથી. ત્યારે તેને વરમાળારોપણ કરે છે. અર્થાત્ તેને સંસારમાં નાખે છે. આ પ્રકારના વિવાહને વિષે પ્રત્યક્ષ વિડંબના દેખાય છે, તે પણ અતિપાપિષ્ટ એ આ પ્રાણી, કઈ પણ આખ ઉઘાડી જેતેજ નથી. આવી રીતે તે ગુણસાગર કુમાર, અંતરંગવૃત્તિથી જુએ છે, અને તેવી સદભાવનાથી કર્મોની નિર્જરાવે છે. અને જગતના લેકે જે છે, તે બહિવૃત્તિથી જુવે છે. અંતર આત્મામાં ઓત પ્રેત બનેલા ગુણસાગર કુમાર ભાવનામાં ચઢતા ચઢતાં ક્ષપક શ્રેણી આરોહી ચેરીમાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે તેમની આઠે પત્નીને પણ તેવી જ ઉત્તમ ભાવનાથી માયરામાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. , તે વખતે દેવતાઓએ હર્ષાયમાન થઈ, પિતાના દુદુભિ નગારાના શબ્દથી આકાશ સર્વ પૂરી દીધું. તથા સુગધેકની વૃષ્ટિ કરી. અને મને ડર, પાચ વર્ણવાળા પુષ્પની વૃષ્ટિ કરી, તેથી તેના ઘરના આંગણામાં તે પુષ્પના પુજે થઈ ગયા. અને દેદીપ્યમાન છે કુંડલ જેના એવા ત્યાં આવેલા દેવતાઓએ કરી તેનું સર્વમંદિર સુભિત થઈ ગયું. તે જોઈને તે ગામના સહ લેકે કહેવા લાગ્યા કે અહા આશ્ચર્ય ! આશ્ચર્ય! કારણ કે આ વૈશ્યના પુત્રના લગ્નમાં તેની પુયાઈથી આકર્ષ્યા દેવતાનું પણ તેનું વધામણા કરવા આવ્યા. અહા ! વળી એઓની ક્રિયા જે છે, તે પણ દુષ્કર છે, કારણ કે જે ક્રિયાથી જેઓએ ઉગ્ર એવા મેડમલ્લના માયરામાં તે મેહમલને હણીને કેવલ જ્ઞાન ઉપાર્યું ! અહો ! તેમને આશ્રવમાથી સંવર થયે! અહા ! ધન્ય અને કતપુણ્ય એવા તેઓએ જન્મનું સાફલ્ય કર્યું ' એમ ત્યા લોકોએ ધણું અનુમોદના કરી. ત્યા તો ત્યાં આવેલા સર્વ દેવતાઓ સ્તુતિ કરી કહેવા લાગ્યા કે હે મહાનુભાવ ! તમે સત્વવંત ધીર, સર્વન થયા છે માટે તમારી સ્તુતિ કરીએ છીએ, એમ સ્તુતિ કરીને પછી તે દેવેએ ગુણુયાગરને તથા તેની સ્ત્રીઓને સમગ્ન એ સાધુને વેષ સમયે. અને નમસ્કાર કરી કેવલજ્ઞાનને માટે ઉત્સવ કર્યો. ત્યાર પછી તે ગુણસાગદના તથા તે કન્યાઓનાં માતા પિતા પણ અનિત્યભાવના ભાવતા શુકલધ્યાને આરોહી ચારે ઘાતિકર્મ ખપાવીને કેવલજ્ઞાન પામ્યા.

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301