Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૨૦૮ સતતકાલ યવતી વર્તે. અર્થાત્ જય પામે હવે કવિ કહે છે, કે હે લાવ્યને 1 નવમા પ્રિયકને વિષે દેવતા થયેલા તે ગિરિસુંદર કુમાર અરિહંતની વાણીનુ ફલ ભેગાવીને, એટલે જૈનશાસ્ત્ર પ્રમાણે તપ તથા જિના રાધાનપ્રસુખ સાધનથી દેવલોકનું સુખ ભેળવીને તેમાંથી પણ રહેલા શેષ પુણ્યને જોગવવા માટે જ્યા તે ઉત્પન થશે, તે હું કહું છું, તે સાભળે.
આ ભરતખંડને વિષે એક નંગ (બગલા) નામે દેશ છે, તેમા રતિકસમાન, મણિજડિત ગૃહની શોભાથી વ્યાપ્ત, નિર તર ક થાણ અને સુખ દેવાવાલી, સ્વર્ગ સમાન, એક તાલિપ્ત નામે નગરી છે. તે નગરીમા રાજા ઈસમાન છે, તેમાં સ્ત્રીઓ સ્વર્ગની અપ્સરા સરખી છે અને પુરુષ સર્વ દેવસરખા છે હવે કલ્પવૃક્ષ સમાન, સામ્રાજ્ય રાજ્યને અધિપતિ, તે નગરીને સુમંગલ નામે રાજા છે. તેમની શ્રીપ્રભુ નામે પટરાણી છે, તે શ્રીપ્રભા દેવીના ઉદરસોવરને વિષે, પૂર્વોક્ત નવમધૈવેયકમાં અમિંદ થયેલ તે ગિરિસુંદર કુમાર, ત્યાંથી ચવીને હસની જેમ આવ્યું ત્યારે રાણીએ સ્વપ્નને વિષે સિંહનું જેમા ચિન્હ ને. કુસુમ કરી અર્ચિત, રત્નજડિત દડવાળો, શબ્દાયમાન થતી ઘુઘરીઓથી ચુક્ત એવા એક ઉત્તમ ધ્વજ દીઠે. તે સ્વપ્નની વાત પિતાના સ્વામીને કહી, ત્યારે તેના કહેવાથી રાજાએ કહ્યું કે હું સૌભાગ્યવતી ! તમારે ઉત્તમ એવો પુત્ર પ્રગટ થશે? તે સાંભળી શ્રીપ્રભા રાણી ઘણીજ ઉલ્લાસ પામી પછી તે રાણીને જે કાંઈ વસ્તુના દેહદ ઉપન થયા, તે સર્વ સુમંગલ રાજાએ પૂર્ણ કર્યા. એમ કરતાં જ્યારે દશ માસ પૂરા થયા, ત્યારે તે રાણીએ જગતના સર્વ જીના મનને હરણ કરનાર એવા પુત્રને પ્રસવ્યો. તેની વધામણ સુમંગલ રાજાએ સાભળી કે તુરત બંધીવાનોને બીખાનેથી છેડાવ્યા તથા સુંદર એવા ગીત, વાદ્ય, તેણે કરી યુક્ત, સકલજનને આન દદાયક એ પુત્રજન્મ મહોત્સવ કરાવ્યું હવે તે પુત્ર જ્યારે એક માસ થયા, ત્યારે તે પુત્રનું તેની માતાએ સ્વપ્નમાં જોયેલા વજને અનુસારે “કનકધ્વજ” એવું નામ પાડ્યું. પછી જેમ ચંદ્રમા દિવસે દિવસે કલાને પ્રાપ્ત થઈ, તેજસ્વી અને મેટે થાય, તેમ એ કુમાર પણ અનેક વિદ્યા વિગેરે કલાને પ્રાપ્ત કરી મહાતેજસ્વી મટે છે, એટલે યૌવનવયને પ્રાપ્ત થયો હવે તે નવમા વેયકમાં અહમિંદ્ર થયેલે એ રત્નસાર કુમાર ત્યાથી ચ્યવી કયા અવતર્યો? નવમા વેયકમાં અહમિંદ થયેલે એ તે રત્નસારનો જીવ ત્યાથી ચવીને શેષ પુણ્ય ભેગવવા માટે તેજ રાજાની સ્વય પ્રભા નામે બીજી સ્ત્રીની કુખને વિષે પુત્રપણે આવ્યું, અને અનુક્રમે દશ માસ પૂર્ણ થયાથી તે પુત્રને પણ જન્મ થયે. ત્યારે તેને પણ કનકદેવજ પુત્ર સમાન પુત્ર જન્મમહોત્સવ કરાવ્યો. અને તેનું નામ “જય સુદર” એવુ પાડયું પછી અનુક્રમે તે પણ કનકધ્વજકુમારની જેમ યૌવનવયને પ્રાપ્ત થયે હવે પૂર્વે ભવના વેગથી તે બને ભાઈઓ પરસ્પર અત્યંત પ્રીતિ રાખે છે તે બે ભાઈઓ રાધાવેધની કલામાં કુશલ હેવાથી પ્રતિદિન રાધાવેધને વિનેદ કરે છે. એક દિવસ તે બે ભાઈઓ રાધાવેધને વિનેદ કરતા હતા. તેવામાં પિતાના કેઈ પણ કાર્ય માટે કેઈકે સ્થાન પર સુરવેગ અને શૂરવેગ નામના