Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
ર૩૩ વાત રાજાને કહી, રાજાએ રાણીના પૂર્વોક્ત સર્વ દેહુદો અતિ હર્ષથી વિશેષે કરી પૂર્ણ કર્યા. સમય જતાં ગ્રીષ્મકાલ આવ્યા. જેવું ઈદ્રિઓનું સુખ બીજી ઋતુમાં આવે છે, તેવું આ ગ્રીષ્મ ઋતુમાં આવતું નથી. વળી તે ગ્રીષ્મકાલ ખલજનની જેમ ઘણા જન સાથે વૈર વસાવનાર છે. એટલે જેમ ખલજન છે, તે પિતાને ખરાબ આચરણથી તથા કટુવાક્યથી સહુ કેઈને વેરી થાય છે, તેમ આ ગ્રીષ્મકાલ પણ પિતાના સખત તાપથી સકેઈ જનને વૈરી જેવો લાગે છે. વળી તે ગ્રીષ્મ કાલમાં મિત્રે પણ પિતાનુ મિથ્ય મૂકી દીધું છે. એટલે સર્વજગતને મિત્ર એ જે સૂર્ય તેણે પિતાનું યથાયોગ્ય તપવારુપ મિત્રપણુ મૂકી દઈ જગત પર ઉગ્ર તાપ નાંખવા માંડ્યું, વળી ચીમકાલે સૂર્યનું પણ અપમાન કરાયું છે ? એટલે ગ્રીષ્મકાલમાં આકરા તાપ પડવાથી તે સૂર્યતાપના પ્રતિસ્પર્ધિ એવા જે શતદ્રવ્યો, તેને લેકે ઉપભેગો કરે છે. અર્થાત્ સૂર્યનાં પ્રતિધિ એવા જે શીતલ દ્રવ્ય, તેનું લેકે માન કરે છે, તેથી તે સૂર્યનું અપમાન થયું. હવે આ પ્રકારનાં ભયંકર એવા ગ્રીમકાલને વિષે પ્રિયમતી પટ્ટરાણીથી યુક્ત એ તે જ્યરાજા, મને ડરવૃક્ષોની શોભા જે વનને વિષે છે ત્યાં ગયો. તે વનમાં એક વાપિકાને કેસર, કપૂર, અગરચંદન, કસ્તુરી, તેમના રજપુંજે કરી પીળા તથા સુગંધિત એવા જે જલ, તેણે યુક્ત કરી. પછી તે વાપિકામાં તે સ્ત્રી પુરુષ પડી તેના જલથી ઘણીવાર સુધી પરસ્પર જલક્રીડા કરી. અને તેથી તે બન્ને જણ શ્રમિત થઈ ગયાં. તરંનતર તે જય રાજા ત્યાંથી જરા દૂર એક દ્રાક્ષમંડપ હતો, ત્યાં જઈ બેઠે. અને પ્રિયમતી રાણું તો ત્યા નિકટના વૃક્ષની નીચે જ બેડી. હવે વીણા વગાડવામાં શ્રેષ્ઠ એવા જય રાજાએ હાથમાં વીણા ધારણ કરીહ કિન્નરથી પણ ન ગાઈ શકાય તેવા ગીતગાન કરવાનો પ્રારંભ કરી ગાવા માંડયુ. તેવામાં તે રાજાના ગુણોથી, સ્વરૂપથી અને વીણાના નાદથી, તે વનની જે વનદેવી હતી, તે મેહિત થઈ ગઈ તેથી તે રાજાના સગમને ઈચ્છવા લાગી, પછી કામાગ્નિથી તપ્ત થઈ એવી તે વનદેવી, પ્રિયમતી રાણુનું દાસીનું રૂપ ધારણ કરી જ્યાં તે રાણી બેઠેલી છે, ત્યા આવી હાથ જોડી કહેવા લાગી કે બાઈસાહેબ ! આપના પતિ મહારાજાએ મારી સાથે કહેવરાવ્યું છે, કે રાણુને કહો જે અહીં આવ્યા ઘણી વાર થઈ છે, માટે ઘેર જાય? તે વાક્ય સાભળી રાણું તુરત પોતે ઘર તરફ ચાલી ગઈ તદનંતર તે વનદેવી, મનહરવસ્ત્રાભૂષિત એવી કામિનીનું રૂપ ધારણ કરી તે જય રાજા પાસે આવી હાવ, ભાવ, કટાક્ષ કરીને તે જય રાજાને કહેવા લાગી કે હે રાજન ! આપના ગુણ, રૂપ અને રાગ તેણે કરી હું મેહિત થઈ ગઈ છુ, મ ટે મને ગતિસુખ આપી શાંત કરો. વળી અહીં કેઈ છે પણ નહિ
તે વચન સાંભળી કોપાયમાન થઈ બ્રહ્મચર્ય વ્રત ભગના ભયથી તેની ના કહીને કહ્યું કે હે કુલટે ' તુ જલદી મારાથી દૂર થા. નહિં તે અધર્મદ્રષિત એવી તું મારા ફોધરૂપ અનલને વિષે પતંગની જેમ બળી જઈશ અને તે ધારેલે એવો અધર્મ છે