Book Title: Pravachana Ratna Chintamani 1
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 374
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૯] ૩પ૯ ગાથા - ૨૯ पोग्गलदव्वं उच्चइ परमाणू णिच्छएण इदरेण। पोग्गलदव्यो त्ति पुणो ववदेसो होदि खंधस्स ।। २९ ।। પરમાણુને “પુદ્ગલદરવ’ વ્યપદેશ છે નિશ્ચય થકી; ને સ્કંધને “પુગલદરવ' વ્યપદેશ છે વ્યવહારથી. ૨૯. અન્વયાર્થઃ- [ નિશ્ચયેન] નિશ્ચયથી [પરમાણુ:] પરમાણુને [પુનિંદ્રવ્યમ્ ] “પુદ્ગલદ્રવ્ય ' [૩વ્યતે] કહેવાય છે [પુનઃ ] અને [ફતરેT] વ્યવહારથી [સ્વ સ્થ] સ્કંધને [પુનિંદ્રવ્યમ્ તિ વ્યવેશ:] “પુદ્ગલદ્રવ્ય” એવું નામ [ ભવતિ] હોય છે. ટીકા- આ, પુદ્ગલદ્રવ્યના કથનનો ઉપસંહાર છે. શુદ્ધનિશ્ચયનયથી સ્વભાવશુદ્ધપર્યાયાત્મક પરમાણુને જ “પુદ્ગલ દ્રવ્ય” એવું નામ હોય છે. અન્ય એવા વ્યવહારનયથી વિભાવપર્યાયાત્મક સ્કંધપુદ્ગલોને પુદ્ગલપણું ઉપચાર દ્વારા સિદ્ધ થાય છે. [ હવે ૨૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છે: ] (માતિની). इति जिनपतिमार्गाद् बुद्धतत्त्वार्थजात: त्यजतु परमशेषं चेतनाचेतनं व। भजतु परमतत्त्वं चिचमत्कारमात्रं परविरहितमन्तर्निर्विकल्पे समाधौ।। ४३।। [શ્લોકાર્ચ- ] એ રીતે જિનપતિના માર્ગ દ્વારા તત્ત્વાર્થસમૂહને જાણીને પર એવાં સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો; અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે પરવિરહિત (પરથી રહિત) ચિચમત્કારમાત્ર પરમતત્ત્વને ભજો. ૪૩. (અનુષ્ટ્રમ) पुद्गलोऽचेतनो जीवश्चेतनश्चेति । साऽपि प्राथमिकानां स्यान्न स्यान्निष्पन्नयोगिनाम्।। ४४।। | [ શ્લોકાર્ચ- ] પુદ્ગલ અચેતન છે અને જીવ ચેતન છે એવી જે કલ્પના તે પણ પ્રાથમિકોને (પ્રથમ ભૂમિકાવાળાઓને) હોય છે, નિષ્પન્ન યોગીઓને હોતી નથી (અર્થાત્ જેમને યોગ પરિપકવ થયો છે તેમને હોતી નથી). ૪૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408