Book Title: Pravachana Ratna Chintamani 1
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 405
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯O [ નિયમસાર પ્રવચન શ્લોક પ૨: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: પદાર્થોરૂપી (-છ દ્રવ્યોરૂપી) રત્નોનું આભરણ....' મુનિરાજ કહે છે કે જે છ દ્રવ્યો ભગવાને જોયાં છે તેની મેં અહીંયાં વ્યાખ્યા કરી છે અર્થાત તે છે દ્રવ્યોરૂપી રત્નોનું મેં આભરણ બનાવ્યું છે. શું કામ? કે, “મેં મુમુક્ષુના કંઠની શોભા અર્થે બનાવ્યું છે. આ વ્યવહારથી વાત છે હ. તો, એના વડે ઘીમાન પુરુષ વ્યવહારમાર્ગને જાણીને...” કહે છે-ધીમાન-બુદ્ધિમાન પુરુષ છે દ્રવ્યો, તેના પ્રદેશો, કાય વગેરે જાણીને, “શુદ્ધમાર્ગને પણ જાણે છે. ' જુઓ, શુદ્ધમાર્ગને પણ જાણે છે-એમ કહે છે. અહા ! વ્યવહારમાર્ગને અર્થાત્ છ દ્રવ્યો, તેના પ્રદેશો વગેરે બધું છે તેને જેમ છે તેમ પહેલાં જાણે છે, પછી તે જાણીને શુદ્ધમાર્ગને, અહાહા.! ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માની એકાગ્રતારૂપ પવિત્રમાર્ગને પણ તે જાણે છે. એટલે કે બધું જાણીને આ જાણવાનું છે એમ કહે છે. અહા! “શુદ્ધમાર્ગને પણ જાણે છે” એમ કહ્યું છે. કેમકે છ દ્રવ્યોને જાણવાં તે વ્યવહારમાર્ગ છે. તો, વ્યવહારમાર્ગને જાણીને “શુદ્ધાત્માને પણ જાણે છે” એમ ન લેતાં, વ્યવહારમાર્ગને જાણીને “શુદ્ધમાર્ગને પણ જાણે છે એમ કહ્યું છે. શું કહ્યું? કે શુદ્ધ દ્રવ્યને-ચિદાનંદમય શુદ્ધાત્માને-પણ જાણે છે એમ ન કહ્યું, પણ વ્યવહારમાર્ગને જાણીને શુદ્ધમાર્ગને પણ જાણે છે એમ કહ્યું છે. કારણ કે ઉપર વ્યવહારમાર્ગ કહ્યો છે, એટલે પછી અહીં પણ શુદ્ધમાર્ગ લીધો છે. હવે છેલ્લી ગાથા: Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408