Book Title: Pravachana Ratna Chintamani 1
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 404
________________ ગાથા-૩૫-૩૬ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (ઉપેન્દ્રવના) पदार्थरत्नाभरणं મુમુક્ષો: कृतं मया कंठविभूषणार्थम् । अनेन धीमान् व्यवहारमार्गं बुद्धा पुनर्बोधति शुद्धमार्गम् ।। ५२ ।। [શ્લોકાર્થ:- ] પદાર્થોરૂપી (-છ દ્રવ્યોરૂપી ) રત્નોનું આભરણ મેં મુમુક્ષુના કંઠની શોભા અર્થે બનાવ્યું છે; એના વડે ધીમાન પુરુષ વ્યવહારમાર્ગને જાણીને, શુદ્ઘમાર્ગને પણ જાણે છે. ૫૨. ૩૮૯ ગાથા ૩૫-૩૬ઃ ટીકા ઉપરનું પ્રવચનઃ ‘આમાં છ દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને તેના સંભવનો પ્રકાર કહેલ છે (અર્થાત્ આ ગાથામાં પ્રદેશનું લક્ષણ તેમજ છ દ્રવ્યોને કેટલા કેટલા પ્રદેશ હોય છે તે કહ્યું છે. ) , જુઓ, આમાં ભગવાન કેવળીએ જોયેલાં જે છ દ્રવ્યો તેના પ્રદેશનું લક્ષણ કહેવામાં આવ્યું છે. તેમ જ તેનો (પ્રદેશોનો) સંભવ કેવી રીતે છે અર્થાત્ દ્રવ્યોને કેટકેટલા પ્રદેશો છે તે કહેવામાં આવ્યું છે. આમ બે વાત કહી: (૧) છ દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને (૨) તેનો સંભવ (ડ્યા દ્રવ્યમાં કેટલા પ્રદેશો હોય છે તે.) તો, કહે છે–‘ શુદ્ધપુદ્દગલપરમાણુ વડે રોકાયેલું આકાશસ્થળ જ પ્રદેશ છે ( અર્થાત્ શુદ્ધપુદ્દગલરૂપપરમાણુ આકાશના જેટલા ભાગને રોકે તેટલો ભાગ તે આકાશનો પ્રદેશ છે. ) " જુઓ, આ પ્રદેશની વ્યાખ્યા. અહીં આ આકાશની અપેક્ષાએ પ્રદેશની વ્યાખ્યા કરી છે, બાકી કોઈ પણ દ્રવ્યની અપેક્ષા લઈને તે વ્યાખ્યા કરી શકાય છે. જુઓ, નીચે ફૂટનોટમાં છે કે-આકાશના પ્રદેશની માફક, કોઈ પણ દ્રવ્યનો એક પરમાણુ વડે વ્યપાવાયોગ્ય જે અંશ તેને તે દ્રવ્યનો પ્રદેશ કહેવામાં આવે છે.' ટીકામાં આકાશની અપેક્ષાએ વાત કરી હતી, જ્યારે આ ફૂટનોટમાં કોઈ પણ દ્રવ્યની અપેક્ષાએ વાત છે. હવે, દ્રવ્યોના પ્રદેશોનો સંભવ કહે છે ‘ પુદ્દગલદ્રવ્યને એવા પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે.’ નીચે ફૂટનોટમાં છે કે, ‘દ્રવ્ય પુદ્દગલ એકપ્રદેશી હોવા છતાં પર્યાયે સ્કંધપણાની અપેક્ષાએ પુદ્દગલને બે પ્રદેશોથી માંડીને અનંત પ્રદેશો પણ સંભવે છે.’ ‘લોકાકાશને, ધર્મને, અધર્મને તથા એક જીવને અસંખ્યાત પ્રદેશો છે.' જુઓ, આ બધાને લોકાકાશપ્રમાણ અસંખ્યાત પ્રદેશો છે. , ‘બાકીનું જે લોકાકાશ તેને અનંત પ્રદેશો છે.' વળી, ‘કાળને એક પ્રદેશ છે, તે કારણથી તેને કાયપણું નથી પરંતુ દ્રવ્યપણું છે જ.' કાળ અસ્તિકાય નથી, પણ દ્રવ્યપણે અસ્તિ તો છે જ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408