Book Title: Pravachana Ratna Chintamani 1
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 407
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯ર [ નિયમસાર પ્રવચન અહા ! ચૈતન્ય..ચૈતન્ય એક જેનો સ્વભાવ છે તે જીવ ચેતન છે, બાકીનાં પાંચ જડ-અચેતન છે. સ્વજાતીય અને વિજાતીય બંધની અપેક્ષાથી...” જુઓ, શું કીધું? કે પરમાણ, પરમાણુની સાથે બંધાય (સંબંધ કરે) તે સજાતીય બંધ છે, જ્યારે પરમાણુ જીવની સાથે બંધાય તે વિજાતીય બંધ છે. તો એ અપેક્ષાથી, કહે છે, “જીવ તથા પુદ્ગલને (બંધ-અવસ્થામાં) અશુદ્ધપણું હોય છે.” ધર્માદિ ચાર પદાર્થોને વિશેષગુણની અપેક્ષાથી (સદા) શુદ્ધપણું જ છે.” ધર્માદિ ચાર પદાર્થોના બધા ગુણો ને પર્યાયો શુદ્ધ જ છે. શ્લોક પ૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: એ રીતે લલિત પદોની પંક્તિ ...' છ દ્રવ્યોનો સમૂહ બતાવ્યો ને? તો તે લલિત પદોની પંક્તિ છે. અને તે “જે ભવ્યોત્તમના વદનારવિંદમાં સદા શોભે છે.' ઉત્તમ ભવ્ય પુરુષોના મુખકમળમાં એ સદા શોભે છે, અર્થાત્ છ દ્રવ્યો, તેના ગુણો ને તેના પર્યાયો જગતમાં છે એમ ઉત્તમ ભવ્ય પુરુષો યથાર્થરૂપે સદા જાણે છે, સ્થાપે છે અને કહે પણ છે-એમ અહીંયાં કહે છે. આ પહેલો વ્યવહાર સિદ્ધ કરે છે હોં. હવે કહે છે-“તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદયકમળમાં શીધ્ર સમયસાર (–શુદ્ધ આત્મા) પ્રકાશે અહાહા.! જોયું? છ દ્રવ્યનું જ્ઞાન એક સમયની પર્યાયમાં આવે છે (થાય છે)-એમ જાણતાં તે તીક્ષ્ણ બુદ્ધિવંત પુરુષના અંતરમાં શુદ્ધાત્મા પ્રકાશે છે. અર્થાત્ જ્ઞાન અંતર્મુખ થતાં શુદ્ધ ચૈતન્યદ્રવ્ય એક જ્ઞાયકભાવ ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપે અંતરમાં પ્રકાશે છે (જણાય છે). લ્યો, આનું નામ તે ધર્મ ને આનું નામ આત્મજ્ઞાન કહેવામાંઆવે છે. અહા! છ દ્રવ્ય શું છે તેની પ્રરૂપણા “વદનારવિંદમાં” એટલે કે મુખકમલમાં સદા શોભે છે–એમ કહ્યું છે ને? એટલે કે આવો વ્યવહારમાર્ગ જેણે બરાબર જામ્યો છે, અને પછી ત્યાંથી નીકળીને જે અંતર્મુખમાં આવ્યો છે, અર્થાત્ જેનું જ્ઞાન અંતર્મુખ વળ્યું છે તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદયકમળમાં શીવ્ર સમયસાર અર્થાત્ શુદ્ધાત્મા પ્રકાશે છે-એમ કહે છે. અહાહા..જ્ઞાનને અંતર્મુખ વાળતાં આનંદનો કંદ પ્રભુ જ્ઞાયકભાવ-જે અનાદિથી ખરેખર આત્મા છે તે-અંતરમાં પ્રકાશે છે. તો, કહે છે અને એમાં શું આશ્ચર્ય છે?” એમ કે અંતર્મુખ જ્ઞાનમાં આવો આત્મા જણાય ને અનુભવાય એ તો એનું સ્વરૂપ છે. સ્વસંવેદનશાનમાં ભગવાન આત્મા જણાય એમાં શું આશ્ચર્ય છે? એ તો સહજ છે. લ્યો, આવો મારગ છે એમ કહે છે. -એ અજીવનો અધિકાર પૂરો થયો. “આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઈન્દ્રિયોના ફેલાવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 405 406 407 408