Book Title: Pravachana Ratna Chintamani 1
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust
Catalog link: https://jainqq.org/explore/008280/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ॐ શ્રી ૧૦૧૭ સંતવાણી [ભાગ-૧ ] ૫૨મપૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં શ્રી નિયમસાર ૫૨માગમ ઉપર થયેલાં પ્રવચનો : પ્રકાશક: શ્રી કુંદકુંદ-કહાન પરમાગમ પ્રવચન ટ્ર સ્ટ, ૧૭૩/૧૭૫, મુંબાદેવી રોડ, મુંબઈ-૪૦૦૦૦૨. : પ્રેરકઃ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : પ્રાપ્તિસ્થાન: શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦. શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળ, ૧૭૩/૧૭૫, મુંબાદેવી રોડ, મુંબઈ - ૪OOO૦૨. ૨૩૪૨૫૨૪૧ – ૨૩૪૪૬૦૯૯ પૂજ્યશ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ, કહાન નગર, લામરોડ, દેવલાલી – ૪૨૨૪૦૧. વિ. સં. ૨૦૪૮ વીર સં. ૨૫૧૮ પ્રથમ આવૃત્તિ: પ્રત-૩OOO Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated by Nilay and Shraddha Dedhia, New York, USA who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Pravachan Ratna Chintamani Part - 1 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates Version History Date Version Number 001 29 May 2004 Changes First electronic version. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | પ્રકાશકીય નિવેદન અધ્યાત્મનિધિનાં સ્વામી પરમકૃપાળુ પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો મહાન ઉપકાર આપણા ઉપર છે કે તેઓશ્રીનાં પાવન પ્રતાપે આ યુગમાં અધ્યાત્મતત્વનાં શ્રવણની તેમજ અભ્યાસની રુચી જાગ્રત થઈ છે. નિયમસારશાસ્ત્ર પરનાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોનું આ પ્રથમ પુસ્તક શ્રી પ્રવચન રત્નચિંતામણી ભાગ-૧ પ્રકાશિત કરતાં અમોને અત્યંત આનંદનો અનુભવ થાય છે. જેમ નિયમસારશાસ્ત્રનાં મૂળ કર્તા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારીદેવ પણ મહા પવિત્ર નિગ્રંથ મુનિ હતા. ટીકાનાં કાવ્યોમાં તેઓશ્રીએ કરેલા અનેક અલંકારોમાં તેમની ઉંડી આધ્યાત્મિકતાની તેમજ તેમનાં વિશુધ્ધ બ્રહ્મચર્ય તેજની પ્રભા જળકી રહી છે. શ્રી કુંદકુંદાચાર્ય રચિત શાસ્ત્રોમાં શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી પંચાસ્તિકાય, જેટલા પ્રસિદ્ધિમાં છે તેટલું આ શ્રી નિયમસારશાસ્ત્ર પ્રસિદ્ધિમાં ન હતું. પરંતુ મુમુક્ષુઓનાં સદભાગ્યે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રતાપે તે વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું. પરમપૂજ્ય ગુરુદેવશ્રીએ આજથી લગભગ ૪૮ વરસ પહેલાં શ્રી નિયમસારશાસ્ત્ર પર પ્રવચનો કર્યા. તે વખતે તેઓશ્રીની ઉંડી દષ્ટિએ તેમાંનાં અતિગંભીર ભાવોને પારખી લીધા. શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓએ શરૂથી જ નક્કી કર્યા મુજબ આચાર્યશ્રી કુંદકુંદદેવનાં પાંચેય પરમાગમો પર થયેલા પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોને છપાવવાનો નિર્ણય કરેલ છે. તે મુજબ શ્રી સમયસારશાસ્ત્ર પરના પ્રવચનોના ૧૧ ભાગ શ્રી પ્રવચન રત્નાકરશાસ્ત્ર રૂપે પ્રસિદ્ધ થઈ ગયા છે. જેમાંનાં ત્રણ ભાગ તો પૂજ્ય ગુરુદેવશ્રીની હાજરી માં પ્રકાશિત થયા હતા. પ્રસ્તુત પુસ્તક જેટલું વહેલું છપાવવું જોઈતું હતું તેટલું વહેલું અમે પ્રકાશિત કરી શક્યા નથી તેનું દુ:ખ છે. પણ હવે એ તરફનો પુરુષાર્થ ઉપડયો છે અને શ્રીપ્રવચન રત્નચિંતામણી ભાગ-ર પણ તૈયાર થઈ રહેલ છે. પૂજ્ય ગુરુદેવશ્રીનાં દેહવિલય પછી સમાજમાં જે એક અવકાશ (vacum) છવાઈ ગયો જેના કારણે દરેક કાર્યમાં વિલંબ થતો ગયો. એક મહાપુરુષનાં નિમિત્તે કેટલું બધું કામ થઈ ગયું! હવે તે મહાપુરુષની અનઉપસ્થિતિમાં હજુ પણ તેમને સાક્ષાત્ સાંભળેલ વક્તા અને શ્રોતા હયાત છે. ત્યાં સુધીમાં જેટલું ઝડપથી થઈ શકે તેટલું કામ કરી લેવા જેવું છે. આ પુસ્તક પ્રકાશનમાં અનેક મુમુક્ષુઓ તરફથી ટ્રસ્ટને અત્યંત નિસ્પૃહભાવે સહ્યોગ મળેલો છે તેની સાભાર નોંધ લેવામાં આવે છે. જે જે મુમુક્ષુઓએ પ્રવચનો ઉતાર્યા છે તેમજ ઉતારેલા પ્રવચનો તપાસી આપેલ છે, તેઓના અમો આભારી છીએ. ભાઈશ્રી રમણભાઈ એમ. શાહુ ( રખીયાલ) એ ખુબજ પરિશ્રમ લઈને નિસ્પૃહપણે આ શાસ્ત્રનું લખાણ તૈયાર કરી આપેલ છે. જેમના નિસ્પૃહ સહકારથી આવું સુંદર કાર્ય થઈ શક્યું છે તેઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કર્યા વિના રહી શકીએ તેમ નથી. આ કાર્યમાં સક્રિય રીતે ભાઈશ્રી હીરાલાલ ભીખાલાલ શાહ એ (દહેગામવાળા) સંકલન, લેખન આદિ અનેક પ્રકારે ઉત્સાહપૂર્વક તન, મન અને ધનથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહત્વપૂર્ણ ફાળો આ પ્રકાશનમાં આપેલ છે, તેમનો આભાર માનીએ છીએ. ભાઈશ્રી હેમંતભાઈ ગાંધી એ અતિ ચીવટથી ખુબ મહેનત લઈને શરૂથી અંત સુધી પ્રફ-સંશોધન કરી આપેલ છે. તે બદલ તેમનો આભાર માનીએ છીએ. આ પ્રવચનોનું પ્રકાશન કરવા માટે, પુસ્તકની કિમત ઘટાડવા માટે આ ટ્રસ્ટનાં માજી ટ્રસ્ટી સ્વ. શ્રી ચીમનલાલ હીંમતલાલ શાહ મુંબઈવાળાનાં પરિવાર તરફથી સુંદર આર્થિક સહયોગ મળેલ છે. તે બદલ અમો તેમનાં ખુબજ આભારી છીએ. આ સિવાય અન્ય મુમુક્ષુઓએ પણ ઉદારતાથી આર્થિક સહયોગ આપેલ છે તે બધા સમસ્ત દાતાઓનો આભાર માનીએ છીએ. આ પુસ્તકનું મુદ્રણકાર્ય કાળજીપૂર્વક કરી આપવા બદલ પ્રિન્ટ ઓ ગ્રાફિકસના સંચાલકોનો આભાર માનીએ છીએ. અંતમાં પરમપૂજ્ય ગુરુદેવશ્રીનો આપણા ઉપર અતિ ઉપકાર છે. જેનું વર્ણન શબ્દો દ્વારા અશક્ય છે. જેણે શાશ્વત સુખનો માર્ગ આપ્યો તેનું ઋણ ફેડવાનો કોઈ માર્ગ જ નથી એથી વિનમ્રપણે તે પાવન પરમામૃત દ્વારા વીતરાગ સર્વજ્ઞપ્રણીત શ્રી ગણધરાદિ મહાન આચાર્યો રચિત પરમાગમોનો ઉકેલ કરી નિજ સાધનાની પરિપૂર્ણતાને પામીએ અને સર્વ જીવો પામો એજ અભ્યર્થના. જયવંત વર્તે તે કુંદકુંદ આચાર્ય કે જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાભૃતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિરપર ઉપાડી ને ભવ્ય જીવોને સમર્પિત કર્યો છે. લિ. શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ, વતી રમણલાલ માણેકલાલ શાહ શાંતીલાલ ચીમનલાલ જવેરી હીરાલાલ ભીખાલાલ શાહ કાંતીલાલ રામજીભાઈ મોટાણી વીરસંવત ૨૫૧૮ ભાદરવા સુદી ૧૧ વિક્રમ સંવત ૨૦૪૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુક્રમણિકા પ્રવચન નં. ગાથા/શ્લોક નં. પ્રવચન તારીખ પેજ નં. NST/૧ NST/ર મંગલાચરણ તથા શ્લોક ૧ થી ૭ ગાથા-૧ શ્લોક-૮ ગાથા-૨ શ્લોક-૯ ગાથા-૩ શ્લોક૧૦ NST/ 3 ૧૮-૧૨-૭૧ ૧૯-૧૨-૭૧ ૧૯-૧૨-૭૧ ૨૦-૧૨-૭૧ ૨૦-૧ર-૭૧ ૨૧-૧૨-૭૧ ૨૧-૧૨-૭૧ ૨૨-૧૨-૭૧ ૨૩-૧૨-૭૧ ૨૩-૧૨-૭૧ NST/૪ ૫ NST/૬ NST/૭ ૨૪-૧૨-૭૧ ગાથા-૪ શ્લોક-૧૧ ગાથા-૫ શ્લોક-૧૨ ગાથા-૬ શ્લોક-૧૩ NST/૭ ૧૦ ૧૦૯ ગાથા-૭ શ્લોક-૧૪ ગાથા-૮ શ્લોક-૧૫ ગાથા-૯ શ્લોક-૧૬ NST/90 ૧૧ NST/૧૧ ૧૨ NST/92 ૧૩ ૧૫ NST/૧૫ ૧૨૪ ૨૪-૧૨-૭૧ ર૬-૧૨-૭૧ ૨૭–૧ર-૭૧ ૨૮-૧૨-૭૧ ૨૮-૧૨-૭૧ ર૯-૧ર-૭૧ ૨૯-૧૨-૭૧ ૩૦-૧ર-૭૧ ૩૦-૧૨-૭૧ ૧-૧-૭૨ ૩–૧-૭ર ૩-૧-૭ર ૪–૧-૭ર ૫-૧-૭ર ૫-૧-૭ર ૬-૧-૭ર ૭–૧-૭ર. ૭–૧-૭ર ૯-૧-૭ર ૧૦–૧-૭૨ ૧૧–૧-૭૨ ૧૨-૧-૭ર ગાથા-૧૦ શ્લોક-૧૭ ૧૪૪ ૧૬ ૧૭ NST/૧૭ ૧૮ ગાથા-૧૧/૧૨ શ્લોક ૧૮ થી ૨૨ ૧૬O ૧૮ ૧૯) ગાથા-૧૩ શ્લોક-૨૩ NST/૧૯ ૨) ૨૧ ૨૧૮ ૧૪ ગાથા-૧૪ શ્લોક-૨૪ થી ર૬ NST/22 ૨૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ક્રમ ગાથા/શ્લોક નં. પ્રવચન નં. NST/23 ૧૫ ગાથા-૧૫ શ્લોક-ર૭ ૨૪ ૨૫ NST/28 પ્રવચન તારીખ પેજ નં. ૧૨-૧-૭૨ ૨૩૬ ૧૩–૧-૭ર ૧૪–૧-૭ર ૧૫-૧-૭૨ ૧૫-૧-૭૨ ૨૬૭. ૧ ૧૬-૧-૭ર ૧૬-૧-૭૨ - ૨૭૭ ૧૮-૧-૭ર ૧૮-૧-૭૨ ૨૯૭ ૧૯-૧-૭૨ ૩૦-૩–૭૧ ૩૧૩ ૨૭ NST/29 ૨૮ NST/૨૮ ૨૯ ૩૦-૩-૭૧ ૩૧૬ NSS/26 NSS/૨૮ NSS/20 NSS/૨૯ ૩ર૭ ૩૦-૩–૭૧ ૩૧-૩-૭૧ ૩૧-૩-૭૧ ૩૩૪ NSS/૨૯ ૩૪૩ ગાથા-૧૬/૧૭ શ્લોક-૨૮ થી ૨૯ ગાથા-૧૮ શ્લોક-૩૦ થી ૩૫ ગાથા-૧૯ શ્લોક-૩૬ ગાથા-૨૦ શ્લોક-૩૭ ગાથા-૨૧/૨૪ શ્લોક-૩૮ ગાથા-૨૫ બ્લોક-૩૯ ગાથા-૨૬ શ્લોક-૪૦ ગાથા-૨૭ શ્લોક-૪૧ ગાથા-૨૮ શ્લોક-૪ર ગાથા-૨૯ શ્લોક-૪૩ થી ૪૫ ગાથા-૩) શ્લોક-૪૬ ગાથા-૩૧ શ્લોક-૪૭ ૨૮ ગાથા-૩૨ શ્લોક-૪૮ થી ૪૯ ગાથા-૩૩ શ્લોક-૫૦ ગાથા-૩૪ શ્લોક-૫૧ ગાથા-૩૫/૩૬ શ્લોક-પર - ગાથા-૩૭/શ્લોક-પ૩ ૩૧-૩-૭૧ ૧-૪-૭૧ ૧-૪-૭૧ ૩૫૫ ૩પ૯ ૩૧ ૧-૪-૭૧ ૨-૪-૭૧ ૨-૪-૭૧ ૩૬૮ NSS/30 NSS/30 NSS/39 NSS/39 NSS/39 NSS/39 ૨-૪-૭૧ ૩૭૩ ૨-૪-૭૧ ૩૭૬ ૨-૪-૭૧ ૩૮૧ NSS/૩૧ ૨-૪-૭૧ ૩૮૪ NSS/32 ૪-૪-૭૧ ૩૮૮ NSS/32 ૪-૪-૭૧ ૩૯૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સદ્દગુરુદેવ-સ્તુતિ (હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં. | ( શિખરિણી) સદી દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત ) હૈયું “ સત સત, જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. (વસંતતિલકા) નિત્ય સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું. ( સ્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસારજી-સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી. (અનુષ્ટ્રપ ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરિણી). અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રિડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સુણે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝ. (અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ ] श्री सिद्धेभ्यो नमः શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્ય દેવપ્રણીત શ્રી નિયમસાર, ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો શાસ્ત્ર-સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ ઉપરનું પ્રવચન આ નિયમસાર શાસ્ત્રની શરૂઆત થાય છે. આ શાસ્ત્ર બહુ ઊંચી ચીજ છે; સમયસાર કરતાં પણ આમાં કેટલાક ઊંચા ભાવો ભર્યા છે. અહહ...! પરમ પરિણામિક ભાવ-કારણપરમાત્મા કહીને તો ઓહો....! ગજબ કરી છે! તેમાં શાસ્ત્ર-સ્વાધ્યાયનું પહેલું મંગલાચરણ (છે): श्रीसर्वज्ञवीतरागाय नमः ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ।। શું કીધું? “ગોવાર હિન્દુસંયુ$ નિત્યં ધ્યાયન્તિ યોગિન: બિન્દુ સહિત કારને અર્થાત્ તેના વાચ્યસ્વરૂપ શુદ્ધ ચૈતન્યપદ નિજ આત્માને નિરંતર સંતો-મુનિવરો ધ્યાવે છે. (જુઓ, આ ધ્યાનનું ધ્યેય!) કેવું છે? તો કહે છે-“વામર્વ મોક્ષરં ચૈવ' સ્વર્ગાદિ અને મોક્ષપદનું દેનારું છે. અહા ! “ગૉગરાય નમો નમ:' આવા કારપદને નમસ્કાર હો, નમસ્કાર હો. (આ અંતરમાં નિજપદમાં ઢળવાની ભાવના છે. ) अविरलशब्दघ नौघप्रक्षालितसकलभूतलकलङ्का। मुनिभिरूपासिततीर्था सरस्वती हरतु नो दुरितान्।। વિરત્નશબ્દ ઘનઘ” સતત ધારાવાહી શબ્દરૂપી મેઘના સમૂહ વડે “પ્રક્ષાલિતસઝનમૂતનના ' સંકળ ભૂતળના અજ્ઞાનરૂપી કલંકનેમલને જેણે ધોઈ નાખ્યું છે, અને મુનિમિકૃપાસિતતીર્થ' જેની સંતો-મુનિવરો સેવના-ઉપાસના કરે છે તે તીર્થરૂપ એવી સરસ્વતી’ સરસ્વતી અર્થાત્ સમ્યજ્ઞાન ‘નો ટુરિતાન' અમારાં દુરિત નામ દુઃખો-પાપોને હરી લો. આમ જિનવાણી જે ઓમધ્વનિ તેના પ્રતિ (વિનયયુક્ત) નમસ્કાર કર્યા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ નિયમસાર પ્રવચન અહા! પહેલાં દેવ કહ્યા, પછી બીજામાં શાસ્ત્ર કહ્યું અને હવે પછી ત્રીજામાં ગુરુ કહેશે. “દેવશાસ્ત્ર-ગુરુ તીન” એમ પૂજામાં આવે છે ને? એ શૈલીથી અહીં નમસ્કાર કર્યા છે. કાર એ દેવ છે અર્થાત્ પોતે આત્મા દેવાધિદેવ છે, જિનવાણી-ઓધ્વનિ તે સરસ્વતી છે અને હવે ત્રીજા શ્લોકમાં ગુરુ લેશે. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया। चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।। “જ્ઞાનામ્બનશનીયા' જ્ઞાનરૂપી અંજનશલાકા વડે, “જ્ઞાનતિમિરાન્ધાનાં' જેઓ અજ્ઞાનરૂપી અંધકાર વડે અંધ છે તેમનાં “વધુનીતિતં યેન' ચક્ષુને જેમણે ખોલી નાખ્યાં છે “તમૈ શ્રી ગુરવે નમ:' તે શ્રીગુરુને-નિગ્રંથ દિગંબર સંત ગુરુને નમસ્કાર હો. “શ્રીપરમગુરવે નમ:, પરંપરાવાર્યગુરવે નમ:' શ્રી પરમગુરુ કેવળી પરમાત્મા અને પરંપરાએ ગણધરાદિ આચાર્ય ભગવંતોને નમસ્કાર (હો). આમ દેવ-શાસ્ત્ર-ગુરુને નમસ્કાર કરીને હવે કેવું છે આ શાસ્ત્ર? તે કહે છે સત્તવનુવિધ્વંસ' સકળ પાપ-પુણ્યાદિનું વિધ્વંસક અર્થાત્ નાશ કરનારું છે, “શ્રેયસ પરિવર્થવ' શ્રેયનું વધારનારું છે અર્થાત્ આત્માના કલ્યાણને વધારનારું છે, “ધર્મસમ્પંથ' ધર્મશુદ્ધરત્નત્રય-સાથે સંબંધ કરાવનારું છે, “ભવ્યનીવમન:પ્રતિવોયર' ભવ્ય જીવોના મનને પ્રતિબોધસમ્યજ્ઞાન પમાડનારું છે, “પુખ્યપ્રવાશ' પુણ્ય નામ પવિત્રતાને પ્રકાશનારું છે, “પાપપ્રશ$” પાપનો નાશ કરવાવાળું છે, “ફર્વ શાસ્ત્ર શ્રીનિયમસરનામધેય' અહાહા...! એવું આ નિયમસાર નામનું શાસ્ત્ર છે જેના “સર્ચ મુનપ્રન્થર્તાર: શ્રીસર્વજ્ઞવેવા.' મૂળ ગ્રન્થકર્તા શ્રી સર્વજ્ઞદેવ છે, “તડુત્તરપ્રસ્થવર્તાર: શ્રીTMધરવેવા:' પછીના કર્તા શ્રી ગણધરદેવ છે, “પ્રતિમાTધરવેવ:” અને પછીના ગ્રન્થકર્તા ક્રમે ક્રમે જે આચાર્ય ભગવંતો થયા તે પ્રતિગણધરદેવો છે. “તેષાં વવનાનુસારHસીદ્ય' તેમનાં વચનોને અનુસરીને ગ્રહણ કરેલું (આ નિયમસાર શાસ્ત્ર) “શીવાર્યશ્રીવઠ્ઠીવાર્યવિરચિતમ્ આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવ દ્વારા વિરચિત છે તેને “શ્રોતાર: સાવધાનતયા શ્રાવસ્તુ' શ્રોતાઓ સાવધાન થઈને સાંભળો. પ્રશ્ન: એક વાર (સમયસારમાં) એમ કહે કે-શાસ્ત્ર મેં રચ્યું નથી, અને અહીં કહે છે કે આ શાસ્ત્ર કુંદકુંદાચાર્ય રચ્યું છે તો આ કેવી રીતે છે? સમાધાન: ભાઈ ! ભાષામાં શું આવે? આ તો (શાસ્ત્ર રચ્યું છે એમ કહેવું એ તો) કથનપદ્ધતિ છે. તેમાં નિમિત્ત કોણ હતું તેનું જ્ઞાન કરાવ્યું છે બસ. (બાકી શાસ્ત્રના શબ્દો તો શબ્દોના કાળે શબ્દોથી છે). પ્રશ્ન: આપ સાંભળવાનું કહો છો, પણ સાંભળવામાં તો વિકલ્પ ઉપજે છે? એનાથી પુણ્ય જ બંધાય છે? સમાધાન: ભાઈ ! સાંભળવા કાળે તને એનું જે જ્ઞાન થાય છે તેમાં આ વાણી નિમિત્ત છે એટલું બતાવવું છે. એમાં અહીં તો યથાર્થ શ્રુતજ્ઞાનની વાત છે, પરલક્ષી જ્ઞાનની વાત નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ ] પરલક્ષી જ્ઞાન થાય એ તો ઠીક છે; પરંતુ જે યથાર્થ જ્ઞાન થાય તેમાં આનું શ્રવણ નિમિત્ત છે. તેથી કહ્યું કે આ નિયમસાર શાસ્ત્ર સાવધાન થઈને (એટલે દત્તચિત્ત-એકચિત્ત થઈને) સાંભળો. मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम्।। ભવાન વીર' વીર પરમાત્મા મંગળસ્વરૂપ છે. અહા ! વર્તમાન શાસનનાયક દેવાદિદેવ શ્રી વીર-મહાવીર પરમાત્મા માંગળિક છે. પાપનો નાશ કરે અને પવિત્રતાને પ્રાપ્ત કરાવે તેને મંગળ કહે છે. એવા મંગળસ્વરૂપ ભગવાન શ્રી મહાવીર છે; “ીનં નૌતમો ” ભગવાન શ્રી ગૌતમ ગણધર મંગળ છે; “માનં કુંવવુંવા” શ્રી કુંદકુંદાદિ બધા આચાર્યો મંગળ છે. અહા! ભગવાન કુંદકુંદાચાર્ય મંગળ છે. જુઓ, ત્રીજા પદમાં આ આવ્યું છે! ને ચોથા પદમાં કહે છે-“નૈનધર્મોસ્તુ મંતિમ્” જૈનધર્મ જગતમાં મંગળ છે. અહીં ! પરની ઉપેક્ષા કરાવી સ્વની અપેક્ષા કરાવે એવો પરમ વીતરાગમય જૈનધર્મ મંગળ છે. सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारक। प्रधानं सर्वधर्माणाम् जैनं जयतु शासनम्।। સર્વમંથનમાં ન્ય' ઓહો..! આ જૈનધર્મ સર્વ મંગળોમાં મંગળ છે, વળી સર્વવત્યાગbl૨મ્' તે સર્વ કલ્યાણ કરવાવાળો છે. લોકમાં કલ્યાણ તો અનેક (લૌકિક) પ્રકારે કહે છે, પણ તે સાચું કલ્યાણ નથી. સાચું તો આ જૈનધર્મ એક જ કલ્યાણ છે; વળી “પ્રધાન સર્વધર્મામ્' સર્વ ધર્મોમાં જૈનધર્મ એક પ્રધાન છે, મુખ્ય છે. બધા ધર્મો એટલે આત્માના બધા ધર્મોમાં વીતરાગતામય આ જૈનધર્મ પ્રધાન છે. પ્રશ્ન: બધા ધર્મો એટલે જગતના બધા ધર્મો-એમ નહિ? સમાધાન: ભલે વ્યવહારથી કહો કે જગતના બધા ધર્મોમાં જૈનધર્મ જ ઊંચો છે. પરંતુ ખરેખર જગતમાં અજ્ઞાનીઓના જે બધા ધર્મો છે તે ધર્મ જ ક્યાં છે? આ (જૈનધર્મ) એક જ ધર્મ છે. અજ્ઞાનીઓએ તો કલ્પીને વાત કરી છે, જ્યારે આ (જૈનધર્મ) તો સર્વજ્ઞથી સિદ્ધ છે, અને તે વસ્તુસ્થિતિ છે. માટે જૈનધર્મ પ્રધાન છે, ઊંચો છે. અહા! જૈનધર્મ એટલે શું? રાગ અને અજ્ઞાનને દૂર કરીને પરમ વીતરાગતા ને સર્વજ્ઞતા પ્રગટ કરે તે જૈનધર્મ છે; અને એ તો વસ્તુસ્થિતિ છે, વસ્તુસ્વભાવ છે. ભાઈ ! જૈનધર્મ કોઈ સંપ્રદાય કે વાડો નથી, એ તો વસ્તુસ્વભાવ છે. આવી વાત! અહાવીતરાગતા ક્યાંથી પ્રગટ થાય? અહાહા..! પોતે જ્ઞાનાનંદની મૂર્તિ વીતરાગ સ્વભાવમય પ્રભુ છે તેમાંથી વીતરાગતા પ્રગટ થાય છે. પોતે અંદર જિનસ્વરૂપ છે તેનો આશ્રય કરતાં પર્યાયમાં વીતરાગતામય જૈનધર્મ પ્રગટ થાય છે. આમ જૈનધર્મ વસ્તુનો સ્વભાવ છે. તેને વસ્તુધર્મ કહો, કે વિશ્વધર્મ કહો-આ એક જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ છે જ નહિ. એટલે તો કહ્યું કે-“નૈન નયતુ શાસનમ્' જૈનધર્મનું જ્ઞાન, તેનું શાસન, તેની શિખામણ જયવંત વર્તો. આ પ્રમાણે પ્રારંભમાં માંગલિક કર્યું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ॐ परमात्मने नमः શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્ય દેવપ્રણીત શ્રી નિયમસાર [નિયમસાર પ્રવચન -૧ જીવ અધિકાર श्रीपद्मप्रभमलधारिदेवविरचिततात्पर्यवृत्तिः। [પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવવિરચિત પ્રાકૃતગાથાબદ્ધ આ ‘નિયમસાર ’ નામના શાસ્ત્રની ‘તાત્પર્યવૃત્તિ’ નામની સંસ્કૃત ટીકા રચનાર મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોકો દ્વારા મંગળાચરણ વગેરે કરે છે: ] ( માલિની ) त्वयि सति परमात्मन्मादृशान्मोहमुग्धान् कथमतनुव शत्वान्बुद्धकेशान्यजेऽहम्। सुगतमगधरं वा वागधीशं शिवं वा जितभवमभिवन्दे भासुरं श्रीजिनं वा । । १ । । [શ્લોકાર્થ:- ] હૈ ૫૨માત્મા! તું હોતાં હું મારા જેવા (સંસારીઓ જેવા) મોહમુગ્ધ અને કામવશ બુદ્ધને તથા બ્રહ્મા-વિષ્ણુ-મહેશને કેમ પૂજું? (ન જ પૂજું.) જેણે ભવોને જીત્યા છે તેને હું વંદું છું-તેને પ્રકાશમાન એવા શ્રી જિન કહો, સુગત કહો, ગિરિધર કહો, વાગીશ્વર કહો કે શિવ કહો. ૧. ૧. બુદ્ધને સુગત કહેવામાં આવે છે. સુગત એટલે (૧) શોભનીકતાને પ્રાપ્ત, અથવા (૨) સંપૂર્ણતાને પ્રાપ્ત. શ્રી જિનભગવાન (૧) મોહરાગદ્વેષના અભાવને લીધે શોભનીકતાને પ્રાપ્ત છે, અને (૨) કેવળજ્ઞાનાદિકને પામ્યા હોવાને લીધે સંપૂર્ણતાને પ્રાપ્ત છે; તેથી તેમને અહીં સુગત કહ્યા છે. ૨. કૃષ્ણને ગિરિધર (અર્થાત્ પર્વતને ધરી રાખનાર) કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન અનંતવીર્યવાન હોવાથી તેમને અહીં ગિરિધર કહ્યા છે. ૩. બ્રહ્માને અથવા બૃહસ્પતિને વાગીશ્વર (અર્થાત્ વાણીના અધિપતિ ) કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન દિવ્ય વાણીના પ્રકાશક હોવાથી તેમને અહીં વાગીશ્વર કહ્યા છે. ૪. મહેશને ( શંકરને ) શિવ કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન કલ્યાણસ્વરૂપ હોવાથી તેમને અહીં શિવ કહેવામાં આવ્યા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ ] (અનુકુમ ) वाचं वाचंयमीन्द्राणां वक्रवारिजवाहनाम्। वन्दे नयद्वयायत्तवाच्यसर्वस्वपद्धतिम्।।२।। [ શ્લોકાર્ચ- ] “વાચંયમીંદ્રોનું (-જિનદેવોનું) મુખકમળ જેનું વાહન છે અને બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે તે વાણીને (-જિનભગવંતોની સ્યાદ્વાદમુદ્રિત વાણીને) હું વંદું છું. ૨. (શાનિની ) सिद्धांतोद्धश्रीधवं सिद्धसेनं तर्काब्जा( भट्टपूर्वाकलंकम्। शब्दाब्धीन्दुं पूज्यपादं च वन्दे तद्विद्याढ्यं वीरनन्दिं व्रतीन्द्रम्।। ३।। | [ શ્લોકાર્ચ- ] ઉત્તમ સિદ્ધાંતરૂપી શ્રીના પતિ સિદ્ધસેન મુનિન્દ્રને, તર્કકમળના સૂર્ય ભટ્ટ અકલંક મુનિન્દ્રને, શબ્દસિંધુના ચંદ્ર પૂજ્યપાદ મુનિન્દ્રને અને તદ્વિધાથી (સિદ્ધાંતાદિ ત્રણેના જ્ઞાનથી) સમૃદ્ધ વીરનંદિ મુનીંદ્રને હું વંદું છું. ૩. (મનુણુમ ) अपवर्गाय भव्यानां शुद्धये स्वात्मनः पुनः। वक्ष्ये नियमसारस्य वृत्तिं तात्पर्यसंज्ञिकाम्।।४।। [ શ્લોકાર્ચ- ] ભવ્યોના મોક્ષને માટે તેમ જ નિજ આત્માની શુદ્ધિને અર્થે નિયમસારની તાત્પર્યવૃત્તિ' નામની ટીકા હું કહીશ. ૪. किं च (માર્યા) गुणधरगणधररचितं श्रुतधरसन्तानतस्तु सुव्यक्तम्। परमागमार्थसार्थं वक्तुममुं के वयं मंदाः।।५।। ૫. વાચંયમદ્રો = મુનિઓમાં પ્રધાન અર્થાત્ જિનદેવો; મૌન સેવનારાઓમાં શ્રેષ્ઠ અર્થાત્ જિનદેવો; વાસંયમીઓમાં ઇન્દ્ર સમાન અર્થાત જિનદેવો. [ વાચંયમી = મુનિ, મૌન સેવનાર; વાણીના સંયમી.) ૬, તર્કકમળના સૂર્ય = તર્કરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન. ૭. શબ્દસિંઘુના ચંદ્ર = શબ્દરૂપી સમુદ્રને ઉછાળવામાં ચંદ્ર સમાન. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન વળી [શ્લોકાર્ચ- ] ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ? ૫. अपि च (નુડ્ડમ ) अस्माकं मानसान्युच्चैः प्रेरितानि पुनः पुनः। परमागमसारस्य रुच्या मांसलयाऽधुना।।६।। તથાપિ [શ્લોકાર્ચ- ] હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. [એ રુચિથી પ્રેરિત થવાને લીધે તાત્પર્યવૃત્તિ' નામની આ ટીકા રચાય છે.) ૬. (અનુણુ ) पंचास्तिकाय षड्द्रव्यसप्ततत्त्वनवार्थकाः। प्रोक्ताः सूत्रकृता पूर्वं प्रत्याख्यानादिसत्क्रियाः।।७।। अलमलमतिविस्तरेण। स्वस्ति साक्षादस्मै विवरणाय। [શ્લોકાર્ચ- ] સૂત્રકારે પૂર્વે પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થ તેમ જ પ્રત્યાખ્યાનાદિ સલ્કિયા કહેલ છે (અર્થાત્ ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્રમાં પ્રથમ પાંચ અસ્તિકાય વગેરે અને પછી પ્રત્યાખ્યાનાદિ સન્ક્રિયા કહેલ છે). ૭. અતિ વિસ્તારથી બસ થાઓ, બસ થાઓ. સાક્ષાત્ આ વિવરણ જયવંત વર્તો. * * * * * * હવે ગ્રંથની આદિમાં નમસ્કાર કરે છે: परमात्मने नमः અહીં ભાવ ૐકાર આત્મા છે, ને દ્રવ્ય કાર વાણી છે. તેને નમસ્કાર. તથા પરમસ્વરૂપ પરમાત્મા એવા ભગવાન આત્માને નમસ્કાર. આ રીતે માંગલિકપૂર્વક ગ્રંથ પ્રારંભ કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ ] શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્ય દેવપ્રણીત શ્રી નિયમસાર જીવ અધિકાર શ્રીપદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ જુઓ, આ શાસ્ત્રની ટીકાનું નામ “તાત્પર્યવૃત્તિ છે. શ્રી પદ્મપ્રભમલધારિદેવ કે જેઓ ભાવલિંગી દિગંબર સંત-મુનિવર છે, વનવાસી છે તે પોતે હવે શ્લોક દ્વારા માંગલિક કરે છે: શ્લોક ૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: અહાહા..! શું કહે છે? કે “ત્વયિ સતિ પરમાત્મન' હે પરમાત્મા! તારી ક્યાતી હોતાં.... , શું કીધું? કે ભગવાન! તું સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર છો, તો એવો તું હોતાં અને બીજાને (સંસારીને) કેમ વંદીએ? લ્યો, આમ કહે છે. ત્વયિ સતિ'—એમ છે ને? મતલબ હે નાથ ! તું હોતાં. , એટલે કે જેને અંદર પૂર્ણ પરમાત્મદશા પ્રવટ થઈ છે, પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ છે, અને પરમ જ્ઞાન ને આનંદની દશા પ્રગટ થઈ છે એવો તું હોતાં... અર્થાત્ એવી તારી હયાતી-મોજુદગી હોતાં અને બીજાને ( રાગી અલ્પજ્ઞને) કેમ વંદીએ? ન જ વંદીએ. અહાહા...! પૂર્ણ જ્ઞાનાનંદનો દરિયો ને અનંત સુખથી ભરિયો એવો પ્રભુ તું મોજુદ હોતાં હું “માતૃશાન' મારા જેવા (સંસારીઓ જેવા) બીજાઓને કેમ નમું? અહા ! પોતે છે તો મુનિવર, પણ કિંચિત અલ્પ (સંવલન) રાગ છે ને? એટલે કહે છે મારા જેવા સંસારીરાગી પ્રાણીઓને હું કેમ ભજું, કેમ નમું? (એમ કે સંસારી પ્રાણીઓ તો રાગી જ છે, તેથી સંસારીઓ પ્રતિ વિનય-ભક્તિનો આ રીતે નિષેધ કર્યો.) પ્રશ્ન: “તારી (પરમાત્માની) હયાતી હોતા..' એમ કીધું. પણ વર્તમાનમાં અહીં (ભરતક્ષેત્રે) પરમાત્માની હયાતી તો નથી? સમાધાન: હા, વર્તમાનમાં અહીં પરમાત્માની થાતી નથી, પણ બીજે પરમાત્માની હયાતી છે, મહાવિદેહમાં સીમંધરાદિ પરમાત્મા સાક્ષાત બિરાજે છે. અહીં ભગવન્! “ત્વયિ સતિ” તારી હયાતીમાંતારા હોવાપણામાં હું બીજા જે ભાન વિનાના સંસારી અજ્ઞાની જીવો છે તેમને “વથ યનેડ' હું કેમ ભજું? કદીય ન ભજું. કેવો છે તે સંસારીઓ? તો કહે છે-“મોમુરાન' મોહથી મુગ્ધ-પાગલ થયેલા અને મતનુવશર્વાન' કામને વશ થયેલા છે. પાઠમાં ‘બતનું' શબ્દ છે ને? કામદેવને ‘બતનુ’ શરીર વિનાના “કામ” એમ કહેવામાં આવે છે. અહા ! હું એવા મોહથી મુગ્ધ-ભ્રાન્તિમાં પડેલા ને કામને વશ એવા બુદ્ધને તથા બ્રહ્મા-વિષ્ણુ-મહેશને કેમ પૂછું? અહા ! બધું ક્ષણિક માનનારા બુદ્ધ મોહમુગ્ધ છે, મિથ્યાત્વ અને રાગને જ વશ-તાબે થયેલા છે. અહા ! જેઓ સ્વવશ નથી પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન મોહને અને કામને જ વશ થયેલા છે એવા બુદ્ધ તેમ જ બ્રહ્મા-વિષ્ણુ-મહેશને હું કેમ પૂરું? (ન જ પૂજું ). આ વિવેક બતાવ્યો છે હોં, કાંઈ દ્વેષ છે એમ નથી. એમ કે સચ્ચિદાનંદસ્વરૂપ નિજ આત્મામાં અંતર એકાકાર થઈ આપે પરમ વીતરાગ-સર્વજ્ઞરૂપ પરમાત્મદશા પ્રગટ કરી છે તેથી હે પ્રભો! હું આપને છોડીને આવા મોહમુગ્ધ-ભ્રમણામાં પડેલા અને કામને વશ થયેલા-વિષયને વશ થયેલા એવા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ વગેરેને કેમ પૂછું? પ્રભુ! આપ હોતાં બીજાને કેમ પૂછું ? ત્યારે કોને પૂજું ? તે હવે કહે છે નિતમવમવં' જેણે ભવોને જીત્યા છે તેને હું વંદું છું. જુઓ, અહીંથી જ પ્રથમ ઉપાડ્યું છે. પંચાસ્તિકાયમાં પણ પહેલી જ ગાથામાં આવ્યું છે ને કે “નમો વિનાનું નિમવાનું' અહાહા...! જેણે ભવને જીત્યા છે. અર્થાત્ જેણે ભવનો અભાવ કર્યો છે એવા જિનને હું વંદું છું. એ જ શૈલી અહીં (પદ્મપ્રભમલધારિદેવે ) લીધી છે. અહા! જેને ભવ જ નથી એવા આત્માને આપે પ્રગટ કર્યો અર્થાત્ આપ પરમ વીતરાગ સર્વજ્ઞપદને પ્રાપ્ત થયા તેથી આપને જ વંદું છું. (આપ એક જ મને પૂજનીક છો.) અહા ! કોઈએ પણ જો કરવાયોગ્ય કાંઈ હોય તો આ જ છે કે ભવનો અભાવ કરવો ને સ્વભાવની પ્રાપ્તિ કરવી. અને તે તો હું જિનદેવ ! આપે કર્યું છે. આપે ભવનો અર્થાત ચાર ગતિનો છેદ કર્યો છે અને આપ પરમપદ-નિજપદને પ્રાપ્ત થયા છો. તેથી હે દેવ! આપ જ પૂજનીક છો. અહા! “નિતમવન્' શબ્દથી જ પહેલું ઉપાડ્યું છે. એમ કે જેમણે ભવને જીત્યા છે, (ભવનો છેદ કર્યો છે) એવા જિનને હું વંદું છું, એવા જિનનો હું આદર કરું છું. પણ જેને ભવ છે, જે ભવલીન છે એવા જીવોને હું કેમ વંદું? ન વંદું; કેમકે તેઓ તો મોહવશ ચાર ગતિમાં રખડનારા છે. અહાહા...! ભવના છેદનું પ્રયોજન છે ને? તેથી મુનિવર કહે છે જેણે ભવને જીત્યા છે એવા “નિતનવેમ્' જિનને હું વંદું છું. સમજાણું કાંઈ...? હવે કહે છે જેને હું વંદું છું તેને “પ્રકાશમાન એવા શ્રીજિન કહો..; અંદર છે ને? છેલ્લી પંક્તિમાં છેલ્લા શબ્દ છે કે “ભાનુરે શ્રીનિ વ..' મતલબ કે જેમણે ભવ જીત્યા છે અને આત્માની પૂર્ણ પ્રાપ્તિ કરી છે એવા પરમ પુરુષને “પ્રકાશમાન શ્રીજિન” કહો વા અન્ય કહો, એને હું વંદું છું. આ પ્રથમ માંગલિક શ્લોકમાં દેવને વંદન કરે છે ત્યાં દેવનું શું સ્વરૂપ છે તે બરાબર જાણીને વંદન કરે છે. પોતાને પણ ભવનો અભાવ કરવો છે માટે કહે છે-જેણે ભવનો અભાવ કર્યો છે એવા પરમ પુરુષને જ હું વંદું છું, એને ચાહે “પ્રકાશમાન શ્રીજિન” કહો વા અન્ય કહો. અહાહા...! જેને ભવનો અભાવ થયો ને પૂર્ણ આત્મોપલબ્ધિ થઈ છે એવા પૂર્ણ દશાર્વત પુરુષને પ્રકાશમાન શ્રીજિન” કહો, વા “સુગત” કહો-તેને હું વંદું છું; આવી દશાવતને જ હોં, બીજા જે લૌકિકમાં સુગત કહે છે તે સુગત નહિ. “બુદ્ધ” ને પણ સુગત કહે છે, પણ તે સુગત નથી. જુઓ, “સુગત” નો અર્થ નીચે કહ્યો છે. સુગત એટલે સુ+ગત એટલે (૧) શોભનીકતાને પ્રાપ્ત અથવા (૨) સંપૂર્ણતાને પ્રાપ્ત. આ બીજા બુદ્ધ છે તે સુગત નથી. અહા ! સુગત એને કહીએ કે જે શોભનીકતાને પ્રાપ્ત હોય અને સંપૂર્ણતાને પ્રાપ્ત હોય. શ્રી જિનભગવાન મોહ–રાગ-દ્વેષના અભાવને લીધે શોભનીકતાને પ્રાપ્ત છે. અહાહા...! હે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ ] નાથ! આપને મોહ-રાગ-દ્વેષ જરીય નથી તેથી આપ પરમ શોભાને પ્રાપ્ત છો. (દોષરહિત પૂર્ણ નિર્દોષ આપ જગતનું ભૂષણ છો.) આ સમવસરણ છે ને ઇન્દ્રો વંદન કરે છે માટે આપ શોભનીક છો એમ નહિ, પણ સર્વથા મોહ-રાગ-દ્વેષથી રહિત આપ પરમ વીતરાગ, પરમ નિર્દોષ, પરમાનંદમય પરમ ઈષ્ટદશાને પ્રાપ્ત થયા છો તેથી આપ શોભનીક છો, સુગત છો. આ રીતે શ્રીજિન જ સુગત છે. વળી શ્રી જિનભગવાન કેવળજ્ઞાનાદિકને પામ્યા હોવાને લીધે સંપૂર્ણતાને પ્રાપ્ત છે તેથી સુગત છે. અહા ! અંદર વસ્તુ તો સ્વભાવે પૂર્ણ હતી જ. એમાંથી (એના પૂર્ણ આશ્રયથી) પૂર્ણ પર્યાય પ્રગટ કરીને શ્રી જિનભગવાન કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ, અનંતવીર્ય-એમ અનંત ચતુષ્ટય વડે પૂર્ણતાને પામ્યા છે; માટે સંપૂર્ણતાને પ્રાપ્ત શ્રી જિનભગવાન સુગત છે. અહાહા....! પરમ શોભનીકતા અને સંપૂર્ણતાને પ્રાપ્ત એવા શ્રી જિન વા સુગતને હું વંદું છું એમ કહે છે. સમજાણું કાંઈ....? અહા! કેવળજ્ઞાન, કેવળદર્શન પર્યાયની અસ્તિની પ્રતીતિ થવી અર્થાત્ કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતઆનંદ, અનંતવીર્ય આદિ પૂર્ણ પર્યાયનું અસ્તિપણું છે, આવી મહાન અલૌકિક સત્તા જગતમાં છે એમ પ્રતીતિમાં આવવું એય અસાધારણ વાત છે. અહાહા....! અહીં કહે છે-હે પ્રભુ! આવો તું હોતાં હું અર્થાત્ આવી હયાતીનો અંતરમાં સ્વીકાર થયો છે તો પછી હું બીજાને-સંસારીઓને કેમ વંદું ? “સુનતમ્ અધરં વા' એમ પદ ને? મતલબ કે શ્રીજિનને “અગધર' નામથી કહો તો કહો, તેને હું વંદું છું. “મધર' એટલે? ના એટલે +1 જેને ગતિ-ગમન નથી એવો મહાન પર્વત, ને ઘર' એટલે ધરી રાખનાર. મતલબ ભગવાનને અગધર અર્થાત્ ગિરિધર ભલે કહો, પણ આવા શ્રી જિનભગવાનને હો. એમ તો શ્રીકૃષ્ણને ગિરિધર કહેવામાં આવે છે, પણ એ વાત અહીં નથી. અહીં તો શ્રી જિનભગવાન અનંતવીર્યવાન હોવાથી તેમને ગિરિધર કહ્યા છે. અહાહા..! અનંતબળ શક્તિરૂપે જે હતું તેને ભગવાને પ્રગટ કર્યું છે અને તે વડે નિજ અનંત સ્વરૂપની રચના ધારણ કરી છે તેથી ભગવાનને ગિરિધર કહેવામાં આવે છે. શું કીધું? અહાહા..! પ્રગટ અનંતવીર્ય વડે નિજ અનંતા સ્વરૂપની રચના વા અનંતા ગુણ-પર્યાયોને ભગવાને ધારી રાખ્યા છે માટે તેમને ગિરિધર-અગધર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ....? ભાઈ, પોતાના જ્ઞાનમાં નિઃસંદેહ આનું માપ આવવું જોઈએ કે આવા ભગવાન છે, આવા ભાવના ધરનારા પરમાત્મા છે. “ત્વયિ સતિ પરમાત્મન” એમ કહ્યું છે ને? મતલબ હે પરમાત્મા ! આપ (આવા) વિદ્યમાન છો તો હવે અમે બીજા કોને વંદીએ? અમે તો તમારા જ સેવક છીએ. અહાહા..! આવો (અનંત ચતુષ્ટયમય) સ્વભાવ જેણે પ્રાપ્ત કર્યો છે તેના અમે સેવનારા છીએ; અમે બીજાને કેમ સેવીએ? હવે કહે છે-શ્રીજિનને ભલે “વાગીશ્વર' કહો. છે ને અંદર? “વાધીશ” વાગધીશ એટલે વાગીશ્વર. આ વાઘેશ્વર-વાઘ ઉપર બેસનાર એમ નહિ હ પણ વાગીશ્વર અર્થાત્ વાક-ઈશ્વર એટલે વચનના ઈશ્વર. હે ભગવાન! આપ વચનના ઈશ્વર છો એમ વાત છે. અહાહા...! સર્વાગ પ્રગટતી ઓધ્વનિ-દિવ્યધ્વનિ પ્રભુ ! આપને જ હોય છે. જુઓ નીચે અર્થ કીધો છેઃ “બ્રહ્માને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ [ નિયમસાર પ્રવચન અથવા બૃહસ્પતિને વાગીશ્વર (અર્થાત્ વાણીના અધિપતિ) કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન દિવ્યવાણીના પ્રકાશક હોવાથી તેમને અહીં વાગીશ્વર કહ્યા છે.” અહા! હું જિનભગવાન! આપ પરમ વીતરાગ, સર્વજ્ઞ, અનંત ચતુયધારી છો, ઉપરાંત આપ દિવ્યધ્વનિના ધરનારા છો, દિવ્યધ્વનિના પ્રકાશક છો એમ કહે છે. અહીં ભગવાનની પરમ હિતકારી વાણીને યાદ કરીને કહે છે કે આવી દિવ્યવાણી પ્રભુ! આપને જ હોય છે માટે આપ વાગીશ્વર છો. સ્તવનમાં આવે છે ને કે નમો દેવી વાગેશ્વરી જૈનવાણી” વાગેશ્વરી એટલે વાક + ઈશ્વરી અર્થાત્ વાણીમાં ઈશ્વર એવી દિવ્યધ્વનિના પ્રભુ! આપ પ્રકાશક છો માટે આપ જ વાણીના સ્વામી છો. અહો! પૂર્ણાનંદ પ્રભુની વાણીમાં પૂર્ણતા જ આવે છે. અહો! જે ભવ્ય જીવો એને સાંભળે એમનું કલ્યાણ થઈ જાય એવી અલૌકિક દિવ્યધ્વનિ હોય છે. અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકરદેવ આ રીતે વાગીશ્વર છે. તેમને જ આ બધાં નામ લાગુ પડે છે, પણ બીજા કોઈને લાગુ પડતો નથી. હવે કહે છે-શ્રીજિનને ભલે “શિવ’ કહો. શિવનો અર્થ છે કલ્યાણસ્વરૂપ. ભગવાન શ્રીજિન શિવ અર્થાત્ કલ્યાણ સ્વરૂપ છે. જુઓ, નીચે અર્થ કર્યો છેઃ “મહેશને (શંકરને) શિવ કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન કલ્યાણ સ્વરૂપ હોવાથી તેમને અહીં શિવ કહેવામાં આવ્યા છે.' અહા ! પૂર્ણાનંદને પ્રાપ્ત હે જિનભગવાન! આપ પરમ કલ્યાણ સ્વરૂપ છો. “નમોત્થણ” માં આવે છે: સિવમયલમયમરંત'; મતલબ હે પરમાત્મા! આપ શિવ અર્થાત્ કલ્યાણસ્વરૂપ છો. અહા ! પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ આપને પ્રગટ થયા છે, અને રાગનો કણ પણ આપને નથી એવું પરમ વીતરાગતામય પરમાત્મપદ આપે પ્રગટ કર્યું છે તેથી હે ભગવન્! આપ જ શિવ-શંકર છો. (આ પ્રમાણે પરમ વીતરાગ, સર્વજ્ઞ, કલ્યાણસ્વરૂપ, પરમહિતકારી એવા શ્રી જિનપરમેશ્વરને હું વંદું છું, પણ બીજાને કેમ વંદું ?–એમ કહે છે.) આ પહેલા શ્લોકનો અર્થ થયો જેમાં દેવનું સ્વરૂપે પ્રગટ કરીને માંગળિક કર્યું, હવે બીજો શ્લોક જિનવાણી-શાસ્ત્રનો કહે છે. શ્લોક ૨: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: શું કહે છે? “વાવંયમીન્દ્રાળ” “વાંચયમીન્દ્રાનું વાચંયમીન્દ્ર એટલે? વાણીના યમીઓમાં ઇન્દ્ર, વાણીના મૌનમાં ઇન્દ્ર. વાચંયમી એટલે વાણીમાં મૌન ધરનારા એવા જે મુનિવરો તે, અને તેઓમાં ઇન્દ્ર એટલે કે જિનદેવો. સમજાણું કાંઈ...? લ્યો, એક બાજુ એમ કહેવું કે ભગવાન ! આપ વાગીશ્વર-વાણીના પ્રકાશક છો, અને વળી અહીં કહે છે કે જિનદેવ વાણીના સંયમીઓમાં પ્રધાન છે-આ કેવું? સમાધાન: ભાઈ, આત્મા તો વાણીરહિત મૌન જ છે. વાણી તો વાણીના કારણે નીકળે છે. (વાણી ક્યાં આત્માની છે? ભગવાનને વાગીશ્વર કહ્યા એ તો નિમિત્તપરક કથનની પદ્ધતિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ મંગલાચરણ ] છે.) વાણી કાંઈ ભગવાનની (ભગવાનના આત્માની) ચીજ નથી. ભગવાન તો વાણીરહિત મૌન જ છે. તેવી રીતે આ આત્મા પણ વાણીરહિત મૌન જ છે. આત્મામાં વાણી કે વિકલ્પ ક્યાં છે? ઝીણી વાત પ્રભુ! અહાહા...! વાચંયમીન્દ્રોનું અર્થાત્ વાચંયમી નામ મૌન સેવનારા વાણીના સંયમી મુનિવરોમાં પ્રધાન-શ્રેષ્ઠ એવા જિનદેવોનું મુખકમળ જેનું વાહન છે.. , શું કીધું? જિનદેવોનું મુખકમળ વાણીનું વાહન છે. અહા! ભગવાનને તો દિવ્યધ્વનિ હોય છે (અને તે સર્વાગ પ્રગટે છે), પણ અહીં મુખકમળને વાણીનું વાહન કહ્યું છે. ઘણે ઠેકાણે મુખને જ લે છે ને? પંચાસ્તિકાયમાં પણ કહ્યું છે કે-“શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય” અર્થાત્ મુખરૂપી કમળમાંથી પ્રભુ! આપની વાણી નીકળે છે. અહીં પણ એ જ શૈલી લીધી છે. ભગવાનને તો મૌન જ હોય છે, અને આખા શરીરમાંથી 38 એવો ધ્વનિ ઊઠે છે. પણ લોકો મુખની મુખ્યતાથી ભાષા કહે છે ને? તેથી એ અપેક્ષાએ અહીં શૈલી લીધી છે. અહા! જિનદેવોનું મુખકમળ જેનું વાહન છે, અને બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે. પ્રશ્ન: જુઓ, આમાં બે નયો દ્વારા વાણીમાં કથન આવે છે એમ કહ્યું છે. સમાધાન: હા ભાઈ, બે નયો દ્વારા સર્વસ્વ કહેવાની પદ્ધતિ છે એની કોણ ના પાડે છે? બે નયો દ્વારા વાણીમાં કથન હોય છે. કથન તો દ્રવ્ય ને પર્યાયનું, નિશ્ચય ને વ્યવહારનું-એમ બેયનું હોય ને? જો ન હોય તો એકાંત થઈ જાય. અને બે નયનું કથન છે એટલે તો તેમાં એક નય આદરણીય છે અને બીજો નય છોડવાયોગ્ય છે; અને ત્યારે જ બે નય સિદ્ધ થાય છે. જો બે નય સરખા જ ( ઉપાદેય ) હોય તો બે ભેદ પડે કેમ? અહા! દ્રવ્ય-ત્રિકાળી જ્ઞાયક ભગવાન આત્મા ઉપાદેય છે એવી વાણી પણ હે પ્રભુ! આપની છે; તથા એક સમયની પર્યાય છે, રાગાદિની હયાતી છે, ને તેને હેય બતાવે એવી વાણી પણ પ્રભુ! આપની જ છે. અહો ! દિગંબર સંતો-મુનિવરોએ જંગલમાં રહીને કેવી અદ્ભુત અલૌકિક વાતો કરી કહે છે-જિનદેવોનું મુખકમળ વાણીનું વાહન છે અને બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની પદ્ધતિ છે. ભાષા એમ છે ને? “વાવ્યસર્વસ્વપદ્ધતિમ્” અર્થાત્ બધે બે નય હોય છે. મોક્ષમાર્ગ તો કહે છે, સમ્યગ્દર્શન તો કહે છે, સમ્યજ્ઞાન તો કહે છે, ચારિત્ર તો કહે બે-એમ સર્વ ઠેકાણે બે પ્રકારે કથનનીવાણીમાં કહેવાની-પદ્ધતિ છે અર્થાત્ બે નય છે. પ્રશ્ન: તો પછી ક્રમબદ્ધમાં પણ પર્યાય ક્રમબદ્ધ અને અક્રમબદ્ધ એમ બે પ્રકાર જોઈએ ને? સમાધાન: ભાઈ, પર્યાય તો ક્રમબદ્ધ જ છે; પણ પોતાની અપેક્ષાએ તેને ક્રમ કહેવાય છે, જ્યારે બીજાની અપેક્ષાએ તેને અક્રમ કહેવાય છે. પણ અક્રમ એટલે તેના ક્રમમાં ફેરફાર થાય છે એમ નથી. આમ આ બે નયનું કથન છે. જેમ સ્વદ્રવ્યને પોતાની અપેક્ષાએ દ્રવ્ય કહેવાય છે ને પરદ્રવ્યની અપેક્ષાએ તેને અદ્રવ્ય કહેવાય છે, તેમ પોતાની અપેક્ષાએ પર્યાય ક્રમે છે ને બીજાના પર્યાયની કે જે એના ક્રમે થાય છે એની અપેક્ષાએ અક્રમે છે; એટલે કે એનો આ કમ નથી. અથવા બીજી રીતે કહીએ તો બધી પર્યાયો ક્રમબદ્ધ છે ને ગુણો અક્રમ છે; ગુણો અક્રમ છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ એટલે એકસાથે છે, જ્યારે પર્યાય ક્રમે એક પછી એક છે. આમ બે નયનું કથન છે. ભાઈ, વીતરાગ પરમેશ્વરની તો બે નયના આશ્રયે સર્વસ્વ કહેવાની પદ્ધતિ છે. સ્વથી અસ્તિ ને પરથી નાસ્તિ; તો સ્વથી અસ્તિ તે નિશ્ચય છે, ને પરથી નાસ્તિ એ વ્યવહાર થઈ ગયો. આમ બધેય બે નય દ્વારા કહેવાની પદ્ધતિ છે. ‘નયક્રયાયત્તવાવ્યસર્વસ્વપતિમ્' એમ છે ને? અર્થાત્ કહેવાની પદ્ધતિનિરૂપણની શૈલી-બે પ્રકારે છે. કથનના પ્રકાર બે છે; દ્રવ્યથી ને પર્યાયથી, ભેદથી ને અભેદથી; નિશ્ચયથી ને વ્યવહા૨થી–એમ નિરૂપણ બે પ્રકારથી છે. અહાહા...! કહે છે–એમ બે પ્રકારથી સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે તે વાણીને (જિનભગવંતોની સ્યાદ્વાદમુદ્રિત વાણીને) હું વંદું છું. પહેલા દેવની ઓળખાણ કરીને વંદન કર્યું, અને હવે વાણીની ઓળખાણ કરીને જિનવાણીને વંદન કર્યું છે. સમયસારમાં પણ આવે છે કે ‘ અનેાન્તમયીમૂર્તિર્નિત્યમેવ પ્રાશતામ્' ત્યાં પણ વાણીને નમસ્કાર કર્યા છે. નિમિત્તરૂપે ભગવાનની વાણી છે ને ? અહાહા...! સ્વભાવમાં જા, સ્વભાવમાં જા; ને વિભાવથી ખસ, ખસ-આવી વાણી વીતરાગ પરમેશ્વરની છે. અહા ! આવી જિનભગવંતોની સ્યાદ્વાદમુદ્રિત વાણીને હું વંદન કરું છું એમ કહે છે. હવે ગુરુને વંદન કરે છે. [નિયમસાર પ્રવચન શ્લોક ૩: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ જુઓ, શ્રી પદ્મપ્રભમલધારિદેવ મહા મુનિવર સંત છે તે પોતાના ગુરુને વંદન કરે છે અને સાથે સાથે બીજા પણ જે ગુરુપદે છે તે બધાને વંદન કરે છે. કહે છે–ઉત્તમ સિદ્ધાંતરૂપીશ્રીના પતિ સિદ્ધસેન મુનિન્દ્રને અર્થાત્ ઉત્તમ સિદ્ધાંતો જેમણે સિદ્ધ-પ્રસિદ્ધ કર્યા છે એવા સિદ્ધસેન મુનિન્દ્રને ‘વન્દે’ હું વંદું છું. હવે આ વાંચીને કોઈ અજ્ઞાની એમ કહે છે કે–જુઓ, શ્વેતાંબરમાં ‘સન્મતિ તર્ક’ ના રચયિતા જે સિદ્ધસેન થયા છે તેને અહીં વંદન કરે છે. પણ ભાઈ! એમ નથી. આ તો દિગંબર સંત શ્રી સિદ્ધસેન કે જેઓ ઉત્તમ સિદ્ધાંતરૂપી લક્ષ્મીના સ્વામી હતા એવા મુનિન્દ્ર સિદ્ધસેનને અહીં વંદન કરે છે. અહા ! વંદન કરનાર દિગંબર સંત મહા મુનિવર છે તેઓ બીજાને કેમ વંદન કરે ? અહા ! જગતને આકો પડે એવો માર્ગ! પણ બાપુ! સત્ય તો આવું જ હોય ને? આ સત્ય છે. સમજાણું કાંઈ... ? હવે કહે છે-તર્કકમળના સૂર્ય ભટ્ટ અકલંક મુનિન્દ્રને હું વંદું છું. શું કીધું? ‘તત્ત્વાર્થ રાજવાર્તિક' ના રચિયતા ભટ્ટ અકલંકદેવ મહા મુનિવર થઈ ગયા. તેઓ તર્કરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન હતા. અહા ! આવા મહાન સમર્થ મુનિવરને અહીં વંદન કરે છે. વળી કહે છે–શસિંધુના ચંદ્ર પૂજ્યપાદ મુનિન્દ્રને હું વંદું છું. પૂજ્યપાદસ્વામીએ તત્ત્વાર્થસૂત્રની ‘સર્વાર્થસિદ્ધિ’ નામની ટીકા રચી છે. આ સર્વાર્થસિદ્ધિમાં જાણે શબ્દસિંધુ ઉછળ્યો ન હોય! જેમ પૂનમનો ચંદ્ર પ્રગટ થતાં દરિયો ઉછળે તેમ ચંદ્રસમાન પૂજ્યપાદસ્વામીના નિમિત્તે સર્વાર્થસિદ્ધિમાં શબ્દસિંધુ ઉછળ્યો છે. તેથી કહે છે શબ્દસિંધુના ચંદ્ર અર્થાત્ શબ્દસિંધુને ઉછાળવામાં ચંદ્રસમાન એવા શ્રી પૂજ્યપાદસ્વામીને હું વંદું છું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ ] ૧૩ હવે કહે છે-તવિદ્યાથી સમૃદ્ધ વીરનંદિ મુનિન્દ્રને હું વંદું છું. અહા! જે ઉત્તમ સિદ્ધાંતરૂપી શ્રીના પતિ પણ છે, તર્કકમળના સૂર્ય ભટ્ટ અકલંકદેવ જેવા પણ જે છે, અને શબ્દસિંધુના ચંદ્ર પૂજ્યપાદ જેવા પણ જે છે અહા ! એવા મારા ગુરુ શ્રી વીરનંદિ મુનિન્દ્રને હું વંદું છું. -આમ શ્રી ગુરુને વિનમ્રપણે ભક્તિથી વંદન કર્યું છે. - હવે પરમાગમ શ્રી નિયમસારમાં અધિકાર (મૂળ ગાથા) શરૂ કરતા પહેલાં માંગળિકનાં કાવ્યો કહે છે. તેમાં હવે ટીકા કરવાની શરૂઆત કેમ થઈ એની વાત કરે છે: શ્લોક ૪: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: જુઓ, નિયમસાર સિદ્ધાંતશાસ્ત્ર છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે તેની રચના કરી છે. નિયમસાર એટલે મોક્ષનો માર્ગ. તેની ટીકા હું શા માટે કરું છું તે વાત હવે ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે. કહે છે-“અપવા ભવ્યાન' ભવ્યોના મોક્ષને માટે, અહાહા..! જે લાયક—ભવ્ય પ્રાણીઓ છે તેમના પરમસુખની પ્રાતિરૂપ જે મોક્ષ છે તેને માટે હું ટીકા કરું છું. વળી “શુદ્ધયે સ્વીત્મનઃ પુન:' તેમ જ નિજ આત્માની શુદ્ધિને અર્થે હું આ ટીકા કરું છું. અહા! ટીકાના કાળમાં મારું લક્ષ સ્વભાવ સન્મુખ રહેશે, (સ્વભાવના ઘોલનમાં રહેશે) અને તેથી શુદ્ધિ થશે. લ્યો, આ ટીકા કરવાનું પ્રયોજન. કોઈ ખ્યાતિ–લાભ-પૂજાનું પ્રયોજન નથી; નિજ આત્માની શુદ્ધિ અર્થે જ આ ટીકાની રચના છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે પણ આ શૈલી લીધી છે. (સમયસારના ત્રીજા કળશમાં શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે-આ સમયસારની વ્યાખ્યાથી જ મારી પરમ વિશુદ્ધિ થાઓ.). અહા! ભવ્યોના મોક્ષને માટે તેમ જ નિજ આત્માની શુદ્ધિ અર્થે નિયમસારની-મોક્ષમાર્ગનું કથન કરનાર આ પરમાગમની-તાત્પર્યવૃત્તિ નામની આ ટીકા હું કહું છું. તાત્પર્યવૃત્તિ એ ટીકાનું નામ છે. તાત્પર્યવૃત્તિ” એટલે શું? તાત્પર્યવૃત્તિ એટલે તાત્પર્ય જે સારભૂત કહેવું છે તેનું વૃત્તિ નામ પરિણમનપરિણામ થાય એવી આ ટીકા તે હું કહીશ એમ કહે છે. સમજાણું કાંઈ? શ્લોક ૫: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: જુઓ, શ્રી પદ્મપ્રભમલધારિદેવ પ્રચુર અતીન્દ્રિય આનંદમાં રહેનારા, છઠ્ઠી-સાતમાં ગુણસ્થાને ઝુલતા એવા મહા મુનિવર દિગંબર સંત હતા. તેઓ પોતે અહીં કહે છે આ ટીકાનો રચનારો હું તે કોણ? “ વયે મંવા:' એમ કેમ કીધું? કેમકે આ ટીકાના અર્થો તો “ગુણના ધરનારા ગણધરોથી રચાયેલા ' છે. પાઠ છે ને અંદર? “ગુણધર'TTધરરતિ '. તેથી કહે છે-આ અર્થો મેં (ઘરના) કર્યા છે એમ નથી. અહા ! ટીકાનો આવો તો (પ્રબળ) આધાર આપે છે. (પણ શું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ [ નિયમસાર પ્રવચન થાય? અજ્ઞાની માને નહિ, હઠ છોડે નહિ). અહા! ભગવાનના મુખકમળમાંથી સૂત્રો-અર્થ નીકળ્યા છે, અને ગણધરોએ તે સૂત્રો રચ્યાં છે. તે સૂત્રોમાં, કહે છે, આ અર્થસમૂહ ભગવાન ગણધરોએ ભર્યો છે અને શ્રતધરોની પરંપરાથી સારી રીતે તે અર્થસમૂહ વ્યક્ત કરાયેલો છે. “મૃતધરસન્તાનતંતુ સુવ્યજીમ્'—એમ પાઠ છે ને? અા! ગણધરોથી માંડી પરંપરાએ શ્રુતધરો-શ્રુતના ધરનારાઓ થયા છે તેની પરંપરાના સંતોએ આ અર્થસમૂહને સારી રીતે વ્યક્ત કર્યો છે અને તે પરંપરાએ પ્રાપ્ત થયો છે એમ કહે છે. શું કહે છે? કે આ અર્થો સારી રીતે (સમ્યક પ્રકારે) વ્યક્ત કરાયેલા છે, કોઈ વાત ગુપ્ત રાખી છે એમ નથી. અહા! શ્રતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ અર્થો છે, તે એકલા મારા કરેલા અર્થો છે એમ નથી. આ તો આચાર્યોની પરંપરાએ પ્રાપ્ત થયેલા અર્થો છે. સમજાય છે કાંઈ....? અહા ! કહે છે-આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને એટલે કે પરમાગમ શ્રી નિયમસારના અર્થના સમૂહને કહેવાને “અમે મંદબુદ્ધિ તે કોણ?' હું ટીકા કહીશ એમ ચોથા કળશમાં કહ્યું છે. હવે અહીં કહે છે-અમે મંદબુદ્ધિવાળા તે કોણ કે આ કહી શકીએ? એ તો પૂર્વે ગણધરોએ અને આચાર્યોએ જે અર્થો ભલી પ્રકારે કહ્યા છે તે આમાં (ટકામાં) અમે કહેવાના છીએ એમ કહેવું છે. અહા! આગળ (૧૦૦મી ગાથામાં) પોતે જ કહે છે કે “પરમાગમરૂપી પુષ્પરસ જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મપ્રભ અને અહીં કહે છે-“અમે મંદબુદ્ધિ તે કોણ ?'– ભાઈ ! અમારી મંદબુદ્ધિ છે. ગણધરો અને શ્રુતધર આચાર્યો પાસે અમે મંદબુદ્ધિ છીએ. અહાહા....! “વવતું નમું છે વયં મંડા” અમે મંદબુદ્ધિવાળા તે કોણ કે આ કહી શકીએ? જુઓ, કેટલી નિર્માનતા છે! શ્લોક ૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: જુઓ, પહેલાં (ચોથા શ્લોકમાં) કહ્યું કે-ભવ્યોના મોક્ષને માટે તેમ જ નિજ આત્માની શુદ્ધિ અર્થે આ ટીકા રચું છું-એમ બે કારણ કહ્યાં. હવે ત્રીજું કારણ કહે છે. કહે છે-“હુમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે.” એમ કે પરમાગમના સારની અતિશય રુચિથી પ્રેરિત થવાને લીધે તાત્પર્યવૃત્તિ' નામની આ ટીકા રચાય છે. અહાહા...! કહે છે અમારા મનમાં આ શાસ્ત્રની ટીકા રચાય એમ વારંવાર વિકલ્પ થઈ આવે છે. અહા! પરમાગમનો સાર જે મોક્ષમાર્ગ તેની અતિ પુષ્ટ-દઢ રુચિ થવાથી અમારું મન તેની ટીકા રચવા પ્રતિ ફરી ફરીને પ્રેરિત થાય છે. આની ટીકા રચાય એમ ફરી ફરીને મન ત્યાં જાય છે, અને તેથી આ ટીકા રચાય છે એમ કહે છે. (અહા ! પરમાગમના સાર પ્રતિ કેવી દેઢ રુચિ ! અને એની ટીકા રચવા પ્રતિ કેવું દઢ મન!) અમારું મન વારંવાર “પુન: પુન: પ્રેરાતાં, કહે છે, આ ટીકા રચાય છે. અહા ! કેટલી લઘુતા ! કેટલી નરમાશ ! (ને કેવી સરળતા !) અજ્ઞાની તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ ] એક સાધારણ વાત કરે ત્યાં તો ફુલાઈને કહેવા લાગી જાય કે આ અમે કહીએ છીએ, અમને આવડે છે, આ અમારું છે ઇત્યાદિ. અહીં તો કહે છે–અમારા ચિત્તમાં આ પરમાગમનો સાર એવો દઢપણે ઘુંટાયા કરે છે કે અમને એની ટીકા રચાય એમ વિકલ્પ થઈ આવે છે, અને તો (તેથી) આ ટીકા રચાય છે. તો (તેથી) ટીકા રચાય છે એટલે? એટલે કે પરમાગમના સારની પુષ્ટ રુચિથી આવો વિકલ્પ થઈ આવ્યો છે, આવું મન થયા કરે છે અત્યંત પ્રેરિત થાય છે તો (તેથી) ટીકા રચાય છે; અન્યથા અમારે કાંઈ (હેતુ) નથી. સમજાણું કાંઈ..? જુઓને ! ગજબ કરી છે ને ! કેવી અલૌકિક ટીકા રચી છે! (અમને) મનમાં કોઈ વાર એમ થઈ જતું કે આની ટીકા જો શ્રી અમૃતચંદ્રાચાર્યદવ દ્વારા થઈ હોત તો? પણ જ્યાં જેનું નિમિત્ત જે હોય તે જ હોય ને? શ્રી અમૃતચંદ્રાચાર્યદેવને સમયસારની ટીકાનો વિકલ્પ થયો ને નિયમસારની ટીકા રચવાની પ્રેરણા ન થઈ. જ્યારે ટીકાકાર પમપ્રભમલધારિદેવનું મન નિયમસારની ટીકા રચવા પ્રતિ પુનઃ પુનઃ પ્રેરિત થયું. એ તો (જેને) જે જાતનો વિકલ્પ આવવાનો હોય તે જ આવે ને? આવી વાત છે. અહા! ભગવાન આત્મા તો શુદ્ધ ચિત્માત્ર એક જ્ઞાનસ્વભાવી છે. તેમાં સ્વભાવમાં શાસ્ત્રની ટીકા રચું એવો વિકલ્પ નથી. એ તો વર્તમાન વિકલ્પ થઈ આવ્યો છે, ને આ ટીકા રચાય છે. બાકી અમે તો જ્ઞાતા-દટા છીએ. આવો વિકલ્પ થઈ આવ્યો છે, ને ટીકા રચાય છે એના અમે તો જ્ઞાતા-દષ્ટા છીએ. આવી અંતર્દષ્ટિ છે મુનિવરની, સમજાણું કાંઈ ? શ્લોક ૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: સંત-મુનિવર શ્રી પદ્મપ્રભમલધારિદેવ આમાં એમ કહે છે કે-સૂત્રકાર-સૂત્રના રચનાર ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવે (આ શાસ્ત્રમાં) “પૂર્વે પાંચ અસ્તિકાય” પહેલાં કાળદ્રવ્ય સિવાય જીવાસ્તિકાય આદિ પાંચ અસ્તિકાય, “છ દ્રવ્ય ' કાળદ્રવ્ય સહિત જીવાદિ છ દ્રવ્ય, “સાત તત્ત્વ” પુણ્ય-પાપને આસ્રવમાં અંતર્ગર્ભિત કરીને જીવાદિ સાત તત્ત્વ અને “નવ પદાર્થ” આસ્રવથી પુણ્ય-પાપને જુદા પાડીને નવ પદાર્થ કહ્યા છે. આ બધા પહેલાં કહ્યા છે. તેમ જ પ્રત્યાખ્યાનાદિ સન્ક્રિયા કહેલ છે.” મતલબ પછી પ્રત્યાખ્યાન, અલોચના, સમાધિ, પરમભક્તિ આદિ સમ્યક સન્ક્રિયાને-નિર્વિકલ્પ ક્રિયાને સૂત્રકારે આમાં કહેલ છે. આ રીતે પરમાગમમાં વર્ણન છે. હવે મુનિવર કહે છે-“સત્રમ્ નમ્ ગતિવિસ્તરેT' અતિ વિસ્તારથી બસ થાઓ, બસ થાઓ, “સ્વસ્તિ સાક્ષાવર્ગે વિવરણીય’ સાક્ષાત્ આ વિવરણ જયવંત વર્તો. એમ કે પાઠનું (ગાથાનું) જે વિવરણ-વિસ્તાર-સ્પષ્ટ ટીકા થાય છે તે જયવંત વર્તો. અર્થાત્ એ ભાવ જે કહીએ છીએ તે વસ્તુ (ભાવ) નિત્ય રહો, જયવંત રહો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ [નિયમસાર પ્રવચન હવે (શ્રીમદ્ભગવત્કંદકુંદાચાર્યદેવવિરચિત) ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છે: ગાથા – ૧ णमिऊण जिणं वीरं अणंतवरणाणदंसणसहावं। वोच्छामि णियमसारं केवलिसुदकेवलीभणिदं।।१।। નમીને અનંતોત્કૃષ્ટ દર્શનશાનમય જિન વીરને કહું નિયમસાર હું કેવળીશ્રુતકેવળીપરિકથિતને. ૧. અન્વયાર્થ-[અનંતવરજ્ઞાનવસ્વમાનં] અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમનો સ્વભાવ છે એવા (-કેવળજ્ઞાની અને કેવળદર્શની ) [ નિ વીરં] જિન વીરને [ નત્વ ] નમીને [ વનિયુતવનિમણિd] કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું [ નિયમસાર] નિયમસાર [વક્ષ્યામિ ] હું કહીશ. ટીકા- અહીં “નિન નન્દા’ એ ગાથાથી શાસ્ત્રના આદિમાં અસાધારણ મંગળ કહ્યું છે. નત્વી' ઇત્યાદિ પદોનું તાત્પર્ય કહેવામાં આવે છે: અનેક જન્મરૂપ અટવીને પ્રાપ્ત કરાવવાના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષાદિકને જે જીતે છે તે “જિન” છે. “વીર' એટલે વિક્રાંત (-પરાક્રમી); વીરતા ફોરવે, શૌર્ય ફોરવે, વિક્રમ (પરાક્રમ) ફોરવે, કર્મશત્રુઓ પર વિજય મેળવે, તે “વીર” છે. એવા વીરને-કે જે શ્રી વર્ધમાન, શ્રી સન્મતિનાથ, શ્રી અતિવીર અને શ્રી મહાવીર એ નામોથી યુક્ત છે, જે પરમેશ્વર છે, મહાદેવાધિદેવ છે, છેલ્લા તીર્થનાથ છે, જે ત્રણ ભુવનના સચરાચર દ્રવ્ય-ગુણ-પર્યાયોથી કહેવામાં આવતા સમયને (-સમસ્ત દ્રવ્યોને) જાણવા-દેખવામાં સમર્થ એવા સકળવિમળ (-સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાનદર્શનથી સંયુક્ત છે તેને-પ્રણમીને કહું છું. શું કહું છું? “નિયમસાર' કહું છું. “નિયમ” શબ્દ, પ્રથમ તો, સમ્યગ્દર્શનશાનચારિત્ર માટે છે. “નિયમસાર” (નિયમનો સાર”) એમ કહેતાં શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. કેવું છે તે? કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું છે. “કેવળીઓ' તે સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા અને “શ્રુતકેવળીઓ” તે સકળ દ્રવ્યશ્રુતના ધરનારા; એવા કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું, સકળ ભવ્યસમૂહને હિતકર, નિયમસાર, નામનું પરમાગમ હું કહું છું. આમ, વિશિષ્ટ ઇષ્ટદેવતાના સ્તવન પછી, સૂત્રકાર પૂર્વાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવગુરુએ પ્રતિજ્ઞા કરી. -આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય કહેવામાં આવ્યું. [હવે પહેલી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧] (માલિની) जयति जगति वीर: शुद्धभावास्तमार: त्रिभुवनजनपूज्य: पूर्णबोधैकराज्यः। नतदिविजसमाजः प्रास्तजन्मद्रुबीज: समवसृतिनिवासः केवलश्रीनिवासः।।८।। [શ્લોકાર્ચ- ] શુદ્ધભાવ વડે મારનો (કામનો) જેણે નાશ કર્યો છે, ત્રણ ભુવનના જનોને જે પૂજ્ય છે, પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે, દેવોનો સમાજ જેને નમે છે, જન્મવૃક્ષનું બીજ જેણે નષ્ટ કર્યું છે, સમવસરણમાં જેનો નિવાસ છે અને કેવળશ્રી (કેવળજ્ઞાનદર્શનરૂપી લક્ષ્મી) જેનામાં વસે છે, તે વીર જગતમાં જયવંત વર્તે છે. ૮. ગાથા-૧: ગાથાર્થ ઉપરનું પ્રવચન: જુઓ, ગાથામાં “àવતિસુવર્તીમળવું'—એમ સ્પષ્ટ આવ્યું છે કે આ નિયમસાર કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું છે. સમયસારમાં “સુયવર્તીમળિય'-શ્રુતકેવળીએ કહેલું એમ પાઠ છે, ત્યાં કેવળીએ કહેલું એમ સ્પષ્ટ-ચોખું નથી. પણ અમૃતચંદ્રાચાર્યદવે એની ટીકામાં સ્પષ્ટ કરી નાખ્યું છે કે (આ સમયસાર) સર્વજ્ઞથી પ્રણીત અને શ્રુતકેવળી ગણધરોએ કહેલ છે. ત્યાં સમયસારમાં પધની રચનામાં “શ્રુતકેવળી' શબ્દ જ આવવાનો હતો પણ અંદર આશય તો આ જ હતો કે તે કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું છે. અહીં નિયમસારમાં સ્પષ્ટ વાત છે ને? અહા! આ નિયમસાર કેવળી પરમાત્માએ અને ચૌદ પૂર્વ તથા બાર અંગના ધરનારા એવા શ્રુતકેવળીઓએ કહેલું છે, અને તે હું કહીશ એમ કહે છે. હવે અન્વયાર્થ:-“અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમનો સ્વભાવ છે એવા (કેવળજ્ઞાની અને કેવળદર્શની) જિન વીરને નમીને...' , જુઓ, સમયસારમાં સિદ્ધ ભગવંતોને વંદન કર્યું છે, પણ અહીં આ શાસ્ત્રમાં તો મોક્ષમાર્ગ કહેવો છે તેથી વર્તમાન શાસનનાયક એવા શ્રી વીર ભગવાનને નમસ્કાર કર્યો છે. અહા! જેણે ભવના ભાવને જીત્યા છે અર્થાત્ ભવનો અભાવ ર્યો છે એવા શ્રી જિન વીરને નમીને “વવનિસુવેવનીમવિં-કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું નિયમસાર હું કહીશ'. જુઓ, અહીં કેવળી અને શ્રુતકેવળી–એમ બે શબ્દો જુદા ચોખ્ખા છે. અહા ! કેવળી પરમાત્માએ અને શ્રુતકેવળીઓએ જે મોક્ષનો માર્ગ–નિયમસાર કહ્યો છે તે હું આ પરમાગમમાં કહીશ એમ કહે છે. “વક્ષ્યામિ' છે ને? મતલબ હું કહીશ, અહા ! પણ કહેલું છે તે કહીશ. મારું (મારા ઘરનું) કાંઈ કહીશ નહિ, કેવળી ને મુનિવરોશ્રતધરોએ જે કહ્યું છે તે કહીશ એમ કહે છે. ગાથા ૧: ટીકા ઉપરનું પ્રવચન: અહીં “નિને નત્વ' એ ગાથાથી શાસ્ત્રના આદિમાં અસાધારણ મંગળ કહ્યું છે.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ [નિયમસાર પ્રવચન શું કીધું? “મિળ નિ' ગાથામાં પહેલાં શબ્દો છે ને? “જિનને નમીને' એટલે શું? એટલે કે પરમ વીતરાગભાવને, ભગવાન વીતરાગદેવને નમસ્કાર. અહાહા...! જેમને પૂર્ણ વીતરાગતા પ્રગટી છે એવા શ્રી જિનને નમસ્કાર. અહા! પહેલો જ “જિન” શબ્દ લીધો છે. વસ્તુસ્વરૂપે તો આત્મા જિનસ્વરૂપ જિન જ છે, અને (પર્યાયમાં) જેમને રાગદ્વેષમોહરહિત પરમ વીતરાગદશા-જિનદશા પ્રગટી છે તેમને નમીને..આમ કહીને આચાર્યદેવ શાસ્ત્રની આદિમાં અસાધારણ માંગલિક કર્યું છે. આપણે પણ આ શાસ્ત્ર પોષ સુદી એકમથી–સુદના દિવસે શરૂ થયું છે ને ? એટલે કે અંધારાં ગયાં ને અજવાળાં થયાં. અહા ! જુઓને, કુદરતનો પણ કેવો મેળ ને કેવો સંકેત ! તેને કરે કોણ? (એ તો સહજ છે.) હવે, “નત્વા' ઇત્યાદિ પદોનું તાત્પર્ય કહેવામાં આવે છે: ટીકાનું નામ તાત્પર્યવૃત્તિ છે ને ? માટે દરેક શબ્દનું તાત્પર્ય કહેવામાં આવે છે. તાત્પર્ય એટલે તેનો સાર. (પહેલાં જિનની વ્યાખ્યા કરે છે) : “અનેક જન્મરૂપ અટવીને પ્રાપ્ત કરાવવાના હેતુભૂત....' અહા ! જે નિજ સ્વરૂપમાં નથી એવી અનેક જન્મરૂપ અટવીને અર્થાત ચોરાસીના અવતારો-દેહરૂપ મહાવનને પ્રાપ્ત કરાવવાના નિમિત્તભૂત એવા “સમસ્ત મોહરાગદ્વેષાદિકને જે જીતે છે તે “જિન” છે.” શું કીધું? ભગવાન આત્મા અંદર જિનસ્વરૂપ જ છે. અહાહા ! જેણે આવા જિનસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય લઈને ભવના કારણભૂત એવા મોહરાગદ્વેષને સંપૂર્ણતાએ જીત્યા છે તેને “જિન” કહે છે. લ્યો, આ જિનની વ્યાખ્યા. બાપુ! “જિન” એ કોઈ સંપ્રદાયની ચીજ નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુની સ્થિતિ છે, સમજાણું કાંઈ..? અહા! ભગવાન આત્મા શક્તિરૂપે, સત્ત્વરૂપે, સ્વભાવે જિનસ્વરૂપ જ છે. જો તે જિનસ્વરૂપ ન હોય તો જિન પર્યાય પ્રગટ ક્યાંથી થાય? તેથી નિજ સ્વભાવનું શરણ લઈને જેણે સમસ્ત મોહરાગદ્વેષને જીત્યા છે તે “જિન” છે, અને એવા જિનને વીર કહીએ. જિન છે તે વીર છે. (હવે વીરની વ્યાખ્યા કરે છે) : વીર એટલે વિકાન્ત (પરાક્રમી)' . ભગવાન વીર વિક્રાન્ત-પરાક્રમી છે. શામાં પરાક્રમી છે? કે મોહરાગદ્વેષને જીતવામાં પોતાના સ્વભાવનો આશ્રય લઈને મોહરાગદ્વેષને જીતવામાં તેઓ અતુલ પરાક્રમી છે. | વીર એટલે “વીરતા ફોરવે' . અહાહા...! આ વીરની વિશેષ વ્યાખ્યા કરી કે જે વીર્યની ફુરણા કરીને અનંત ગુણને રચે અને રાગાદિને જીતે તે વીર છે. વીર એટલે “શૌર્ય ફોરવે.” શું કીધું? શૌર્ય-શૂરવીરતા ફોરવે તે વીર છે. ફરીને વિશેષ કહે છે – વીર એટલે “વિક્રમ (પરાક્રમ ) ફોરવે.' પહેલાં વિક્રમ રાજા થઈ ગયા ને? એમ આ આત્મા રાજા વિક્રમ છે એમ કહે છે. પરાક્રમ ફોરવે તે વિક્રમ છે. એટલે કે અનંતગુણસ્વરૂપ નિજ આત્માની સન્મુખ થઈને અનંતવીર્યની ફુરણા કરે તે વિક્રમ છે. અહીં વિક્રમ છે તે વીર છે એમ કહે છે. (નિશ્ચયથી તો) ભગવાન આત્મા વીર વિક્રમાદિત્ય છે. હવે કહે છે-કર્મશત્રુઓ પર વિજય મેળવે તે વીર છે.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧] ૧૯ આ પ્રમાણે આટલા બધા વીરના અર્થ કર્યા. ‘વીર એટલે વિક્રાંત (-પરાક્રમી ); વીરતા ફોરવે, શૌર્ય ફોરવે. વિક્રમ (પરાક્રમ ) ફોરવે, કર્મશત્રુઓ પર વિજય મેળવે, તે “વીર” છે.” બીજે આવે છે ને કે- વિશેષે પ્રેરે તે વી૨; એટલે પોતાના વીર્યને વિશેષે પ્રેરે–સ્વભાવ સન્મુખ કરે તે વીર છે. ‘એવા વી૨ને-કે જે શ્રી વર્ધમાન' એક નામ વીર છે, અને તેમનું વર્ધમાન પણ નામ છે. તેઓ ધર્મમાં વૃદ્ધિ પામ્યા છે માટે વર્ધમાન છે. ‘શ્રી સન્મતિનાથ...' આવું પણ નામ છે. તેઓએ દીક્ષા લીધી ન હતી અને બાળક અવસ્થામાં હતા ત્યારે દિગંબર ભાવલિંગી સંત-મુનિએ તેમને (તેમના શરીરને જ હોં) જ્યાં દેખ્યા ત્યાં જ તે મુનિને જે સંશય હતો તેનું સમાધાન થઈ ગયું. એટલે તેમને સન્મતિનાથ-સન્મતિ આપનારા-કહેવામાં આવે છે. ‘શ્રી અતિવીર...' મહા પરાક્રમ કર્યા છે માટે અતિવીર કહેવાયા. કથામાં આવે છે ને કે દેવ પરીક્ષા લેવા આવે છે ત્યારે પોતે નાગ ઉપર ચઢી જાય છે. અને તેથી ‘શ્રી મહાવીર' કહેવાયા. આમ ભગવાન શ્રી મહાવીરનાં પાંચ નામ હતાં (૧) વીર, (૨) વર્ધમાન, (૩) સન્મતિનાથ, (૪) અતિવીર ને (૫) મહાવીર. અહા ! ભગવાન મહાવી૨ જે ‘એ નામોથી યુક્ત છે' અને ‘જે પરમેશ્વર છે'-આ વીરની વિશેષતા છે. તથા ‘મહાદેવાધિદેવ છે’ અર્થાત્ મહાદેવના પણ દેવ છે. એટલે શું? સ્વર્ગના દેવોના પ્રધાન દેવ ગણધર છે, અને તેમના દેવ પણ ભગવાન છે, માટે મહાદેવાધિદેવ છે. વળી ‘છેલ્લા તીર્થનાથ છે' એટલે કે તીર્થના રક્ષણ કરનારા છે. સાધુ, અર્જિકા, શ્રાવક ને શ્રાવિકા એ તીર્થ છે, અને તેના ભગવાન નાથ છે. નાથ કોને કહીએ ? કે જે પ્રાપ્ત છે તેને જાળવી રાખે, રક્ષણ કરે, અને જે અપ્રાસ છે તેને મેળવી આપે. ભગવાન મહાવીર પ્રાસ ધર્મની (તીર્થની) રક્ષા કરનારા છે, અને અપ્રાપ્તને મેળવી આપનારા છે; માટે તેઓ તીર્થનાથ છે. અહા! આ નિમિત્તથી વાત છે હોં. પ્રવચનસારમાં (૧ થી ૫ ગાથામાં) પણ આવે છે કે-જેમનું (ભગવાન મહાવીરનું) નામગ્રહણ (સ્મરણ ) પણ સારું છે, હિતકાર છે. પ્રશ્ન: એક બાજુ એમ કહો છો કે બીજાનું નામ લેતાં વિકલ્પ ઊઠે છે અને આ...? સમાધાનઃ સાંભળીને બાપુ! વિકલ્પ તો વિકલ્પ છે, પણ ભગવાનના નામસ્મરણની પાછળ જે જ્ઞાન થયું છે તેની વિશેષતા છે. હવે, ‘અનંતવરાળવંસળસન્હાવું' ની વ્યાખ્યા કરે છેઃ કે ‘ જે ત્રણ ભુવનના '..., ઉર્ધ્વ, મધ્ય અને અધોલોકના ‘સચરાચર’...ચાલતા ને સ્થિર એવા ‘દ્રવ્ય-ગુણ-પર્યાયથી કહેવામાં આવતા...', જોયું ? પહેલેથી જ ત્રણ (દ્રવ્ય-ગુણ-પર્યાય ) શબ્દ આવ્યા. મતલબ વસ્તુ, એનો ભાવ અને એની દશા એ ત્રણેથી કહેવામાં આવતા ‘સમયને (–સમસ્ત દ્રવ્યોને) જાણવા-દેખવામાં સમર્થ એવા સકવિમળ (( સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાનદર્શનથી સંયુક્ત છે.' શું કીધું ? ત્રણ લોકના બધા સચરાચર દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા-દેખવામાં સમર્થ એવા સકવિમળ કેવળજ્ઞાનદર્શનથી ભગવાન સહિત છે. અહાહા...! ભગવાન ત્રણ કાળ, ત્રણ લોકના સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક સમયમાં જાણવા-દેખવાના સામર્થ્યથી સહિત છે. ‘તેને પ્રણમીને કહું છું.' અહા! કુંદકુંદાચાર્ય કહે છે-આવા ભગવાનને પ્રણમીને, નમીને, વંદન કરીને હું કહું છું. ‘શું કહું છું? નિયમસાર કહું છું'. અહા! આવા દેવાધિદેવ, ત્રણ લોકના નાથ, સર્વજ્ઞ ૫રમાત્માને હું પ્રણમીને આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ [ નિયમસાર પ્રવચન નિયમસાર કહું છું. જુઓ, સમયસારમાં પહેલી ગાથામાં એમ લીધું કે-અનંતા સિદ્ધોને હું મારા જ્ઞાનમાં સ્થાપું છું, અને એ “વંવિતુ' નામ વંદન છે. અર્થાત્ મારા જ્ઞાનમાં અનંતા સિદ્ધોનો આદર કરું છું એ તેમનું વંદન છે. ત્યાં શ્રોતાને પણ કહ્યું કે-હું મારા ને તમારા આત્મામાં (જ્ઞાનમાં) અનંતા સિદ્ધોને સ્થાવું છું અને તમે પણ તમારા જ્ઞાનમાં અનંતા સિદ્ધોને સ્થાપો. અહો ! શું દિગંબર સંતોની શૈલી ! હવે અહીં કહે છે-“ નિયમ શબ્દ, પ્રથમ તો, સમ્યગ્દર્શનશાનચારિત્ર માટે છે. આ કોઈ લોકો પૂછે છે ને કે તમારે કાંઈ નિયમ છે? તેને અહીં કહે છે-પર્યાયમાં શુદ્ધ દર્શનશાનચારિત્ર પ્રગટ કરવું તે નિયમ છે. આ નિયમ લેવા જેવો છે. અહા ! પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા છે તેને નિયમમાં લેવો અર્થાત તેને શ્રદ્ધાનમાં લેવો, જ્ઞાનમાં લેવો અને આચરણમાં લેવો એ નિયમ છે. આ ધર્મ છે ને આ મારગ છે બાપુ ! હવે “સાર” પદનો અર્થ કહે છે: “નિયમસાર (નિયમનો સારો એમ કહેતાં શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે.' અહાહા....! ભગવાન આત્મા કે જે પૂર્ણાનંદઘન સ્વરૂપે અસ્તિ છે, સત્તા છે તેની અંતર્મુખ થઈને પ્રતીતિ કરવી, તેનું અંતર્મુખાકાર સ્વસંવેદનપૂર્વક જ્ઞાન કરવું અને તેમાં જ સ્થિરતા-લીનતારૂપ આચરણ કરવું તે નિયમ છે. તે નિયમને સાર કેમ કહ્યો? કેમકે અહીં શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહેવું છે. અહા! નિયમ એટલે રત્નત્રય અને સાર પદ જોડતાં શુદ્ધ રત્નત્રય, એમાં વ્યવહાર રત્નત્રય સમાય નહિ, અર્થાત્ એમાં વ્યવહાર રત્નત્રયનો નિષેધ છે-એમ કહેવું છે. સમજાણું કાંઈ...? અહાહા....! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ એક જ્ઞાનાનંદ-ચિદાનંદસ્વભાવ છે. અહા ! તેના આશ્રયે-સ્વાશ્રયે પ્રગટ જે સ્વરૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન ને ચારિત્ર તે શુદ્ધ રત્નત્રય છે, અને તેની જ અહીં વાત કહેવી છે. રાગરહિત-મલરહિત નિર્મલ શુદ્ધ રત્નત્રયના સ્વરૂપને જ અહીં કહેવું છે. ભલે વ્યવહાર અંદર સમજાવશે, પણ વસ્તુ જે કહેવી છે તે આ (શુદ્ધ રત્નત્રય) છે. અહા ! ભેદ પાડીને સમજાવશે, પણ સમજાવવાં છે ત્રિકાલ શુદ્ધ ચિત્માત્ર વસ્તુનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતારૂપ શુદ્ધ રત્નત્રય. લ્યો, આ વાસ્તવિક મોક્ષનો માર્ગ! અરે ! આવા માર્ગને સમજ્યા વિના જીવો બિચારા સંસારના દુઃખમાં-આકુળતામાં શેકાઈ રહ્યા છે! પ્રશ્નઃ હા, પણ પુણ્યના યોગે ધન-પૈસા હોય ને પુત્ર-પરિવાર બરાબર હોય એ તો સુખી છે ને? સમાધાન: ભાઈ ! તને એના (પુણના યોગ) ઉપર લક્ષ જાય છે એ એકલી આકુળતા જ છે પ્રભુ! અરે, અહીં તો એમ કહે છે કે દેવ-ગુરુ-શાસ્ત્ર ઉપર લક્ષ જાય તો તે પણ આકુળતા છે માટે તો તેની અહીં વાત કરવી નથી. એ વ્યવહારની વાત અહીં કહેવી નથી. (છતાં મુમુક્ષુની ભૂમિકામાં દેવશાસ્ત્ર-ગુરુની ભક્તિ હોય છે.) અહાહા...! અતીન્દ્રિય આનંદનો નાથ જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા અંદર બિરાજે છે તેના આશ્રયે અનાકુળ-નિરાકુળ અતીન્દ્રિય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧] ૨૧ આનંદ જે પ્રગટે છે તેને અહીં શુદ્ધ રત્નત્રય કહે છે અને એ મોક્ષનો મારગ છે. અરે! પણ મને ૫૨ વિના ચાલે નહિ એમ માનીને અજ્ઞાની રાંકો-ભિખારો થઈને ફરે છે, અને તેથી હું આવો મહાન જ્ઞાનાનંદસ્વરૂપી આત્મા છું એમ એને પોતાની મોટપ બેસતી નથી. અહા ! કહે છે-નિયમ એટલે રત્નત્રય અને સાર એટલે શુદ્ધ; એટલે કે શુદ્ધ રત્નત્રયને અહીં નિયમસાર કહે છે. જ્યારે દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા આદિરૂપ જે વ્યવહાર રત્નત્રય છે તે તો અશુદ્ધ રત્નત્રય છે, બાહ્ય રત્નત્રય છે, ભેદ રત્નત્રય છે, અને એવાં બીજાં નામ દ્રવ્યસંગ્રહમાં આવે છે. અહા! અહીં તો મુનિ ભગવંત કહે છે-અમે તો શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ નિજ આત્માનાં જેમાં દર્શન-જ્ઞાન થાય, સાક્ષાત્કાર થાય અને અનાકુળ આનંદનો રસ નીપજે એવાં શુદ્ધ રત્નત્રય-શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રને કહેવા માગીએ છીએ. અહા! આત્મા પોતે સચ્ચિદાનંદ ૫રમાત્મા છે, પણ રાગની એકતા આડે અજ્ઞાનીને એનાં દર્શન થતાં નથી. એનાં દર્શન તો નિજ સ્વભાવના એકત્વ વડે થાય છે. અહા! શુદ્ધ સ્વભાવનું એકત્વ થયે શુદ્ધ રત્નત્રય પ્રગટે છે અને તે અત્યંતર મોક્ષનો મારગ છે. સમજાણું કાંઈ...? પણ આમાં વ્યવહારના ભેદોનું પણ વર્ણન છે? વ્યવહાર નિમિત્ત છે ને ? પણ એ વ્યવહાર દ્વારા સમજાવવો તો છે અખંડ અભેદ એકાકાર આત્મા, વ્યવહાર વિના સમજાવવું શી રીતે ? જુઓ, જ્ઞાનના પાંચ ભેદ છે એવા ભેદ પાડવા એ વ્યવહા૨ છે. ત્યાં સમયસારમાં (ગાથા ૨૦૪માં) કહ્યું છે કે ભેદ, અભેદને અભિનંદે છે. કેવળજ્ઞાનસ્વભાવી આત્માના આશ્રયે પ્રગટેલી નિર્મળ પર્યાય, કે જે વધતી જાય છે તે, અભેદપણાને સિદ્ધ કરે છે, અભેદને અભિનંદે છે, ભેદને પ્રસિદ્ધ કરતી નથી. ભલે નિર્મળ પર્યાય વૃદ્ધિગત થાય છે, પણ તે અભેદને પ્રસિદ્ધ કરે છે, એકત્વને સિદ્ધ કરે છે. આવું ઝીણું છે બાપુ ! (ભેદરૂપ વ્યવહાર પણ નિશ્ચય અભેદને સમજાવવા માટે છે. ) સમજાણું કાંઈ...? અહા ! અહીં કહે છે–‘ કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું છે.' શું? કે નિયમસાર અર્થાત્ શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ. નિજ શુદ્ધ પરમાત્મસ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા તે શુદ્ધ રત્નત્રય છે. આ શુદ્ધ રત્નત્રય આત્માની (આત્મરૂપ ) નિર્મળ પર્યાય છે. લ્યો, આ કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલી વાત છે. રાત્રે કહ્યું હતું ને કે જૈનશાસન તે વીતરાગી પર્યાય છે. એ દ્રવ્ય-ગુણ નથી, એ છે તો પર્યાય. નિર્મળ રત્નત્રય કહો, શુદ્ધોપયોગ પરિણામ કહો-એ પર્યાય છે તે જિનશાસન છે. ત્યાં એ શુદ્ધોપયોગ અભેદથી જાણે છે તો એમ જાણે છે કે હું જ્ઞાયક દ્રવ્ય છું. જાણનારી તો પર્યાય છે, દ્રવ્યને (નિષ્ક્રિયને ) ક્યાં જાણવું છે? છતાં શુદ્ધ રત્નત્રયની પર્યાય એમ જાણે–ધ્યાવે છે કે આ વસ્તુ હું જ્ઞાયક છું. ભાઈ, આ ઝીણી પણ અંતરની અલૌકિક વાત છે. અહો! આવા શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કેવળી ને શ્રુતકેવળી ભગવંતોએ કહ્યું છે. સમજાણું કાંઈ ? હવે એ કેવળીઓ અને શ્રુતકેવળીઓ કોણ છે? તો કહે છે-‘કેવળીઓ તે સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા...' જોયું? આનો અર્થ એ થયો કે નીચેનાં ગુણસ્થાનોમાં પણ થોડું પ્રત્યક્ષ જ્ઞાન હોય છે. મતિ-શ્રુતજ્ઞાન પણ અનુભવના કાળમાં (વેદન અપેક્ષાએ) પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાન પણ પ૨ને જાણવામાં દેશ-અંશે પ્રત્યક્ષ છે, અને મન:પર્યયજ્ઞાન પણ પ૨ને જાણવામાં પ્રત્યક્ષ છે, કેમકે Please inform us of any errors on rajesh@AtmaDharma.com ' Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ [નિયમસાર પ્રવચન પરની સહાય વિના જાણે છે; પણ એ મનનો એક પ્રકાર છે માટે તેને પરોક્ષ પણ કહે છે. પંચાધ્યાયીમાં (પૂર્વાર્ધ, ૭૦૧ ગાથામાં) ચારેય જ્ઞાનને પરોક્ષ કહ્યા છે. ભગવાન કેવળી સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા છે. એટલે શું? કે બધુંય-ત્રણ કાળ-ત્રણ લોકવર્તી સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ લોકાલોકસહિત બધુંય ભગવાન કેવળીને યુગપદ પ્રત્યક્ષ થયું છે. અહાહા..! આવા સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા ભગવાન કેવળીઓએ આ નિયમસાર કહ્યું છે. અને શ્રુતકેવળીઓ તે સકળ દ્રવ્યશ્રુતના ધરનારા...' , જુઓ, આમાંય “સકળ” કહ્યું પણ કેવળી સકળપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા છે, જ્યારે શ્રુતકેવળી સકળ દ્રવ્યશ્રુતના ધરનારા છે, મતલબ કે જેટલાં શાસ્ત્ર છે તે બધાને તેમણે ધારી રાખ્યાં છે. અહા! “એવા કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું, સકળ ભવ્યસમૂહને હિતકાર, “નિયમસાર” નામનું પરમાગમ હું કહું છું.” જુઓ, આ નિયમસાર શાસ્ત્ર જે કેવળી-શ્રુતકેવળીઓએ કહેલું છે તે હું કહું છું એમ ભગવાન કુંદકુંદાચાર્યદવ કહે છે. તેના અર્થ (ટકા) કરનાર શ્રી પદ્મપ્રભમલધારિદેવે તો આ પહેલાં (પાંચમા કળશમાં) કહી દીધું છે કે ગુણના ધરનારા ગણધરોએ અને પરંપરાના આચાર્યોએ કહેલા જે અર્થો છે તે ટીકામાં કહેવામાં આવશે. અહીં તો મૂળ પાઠ કરનારા ભગવાન કુંદકુંદાચાર્યદવ કહે છે કે આ નિયમસાર પરમાગમ જે ભગવાન કેવળીઓ ને શ્રુતકેવળીઓએ કહેલું છે અને હું કહીશ. પ્રશ્ન: અહીં “વોચ્છામિ' હું કહીશ, અર્થાત્ કોઈને માટે હું કહીશ એમ અર્થ છે, જ્યારે છેલ્લે કહે છે કે મારી ભાવના માટે રચ્યું છે. સમાધાન: ભાઈ, જરી હતુ તો બીજાને કહેવાનો છે. જુઓ, અહીં કહ્યું ને કે-“સકળ ભવ્યસમૂહને હિતકર 'અર્થાત્ જેટલા મોક્ષની યોગ્યતાવાળા ભવ્ય પ્રાણી છે તેને આ નિયમસાર પરમાગમ હિતકર છે. એવો નિમિત્ત-વ્યવહાર છે ને? માટે એમ કહ્યું છે. બાકી નિશ્ચયે તો “નિયમસાર” નામ શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ હિતકર છે, અને એની જ ભાવના આચાર્યદેવને છે.) સમજાણું કાંઈ...? અહા ! “સકળ ભવ્યસમૂહને હિતકર, નિયમસાર નામનું પરમાગમ' જુઓ, આ પરમાગમ છે. શુદ્ધ મોક્ષમાર્ગને કહેનારું આ કેવળી–શ્રુતકેવળીઓએ કહેલું પરમાગમ છે. અહા ! કુંદકુંદાચાર્ય કહે છે-આવું પરમાગમ “વોચ્છામિ' હું કહું છું. આમ એક એક શબ્દને અર્થ જુદો પાડીને કર્યો. હવે કહે છે-“આમ વિશિષ્ટ ઇષ્ટદેવતાના સ્તવન પછી...” વિશિષ્ટ એટલે ખાસ વિશેષ અને ઇષ્ટદેવ એટલે પોતાને પ્રિય એવા વીતરાગી પરમાત્મા શ્રી વીર-મહાવીરસ્વામીનું સ્તવન કરી “સૂત્રકાર પૂર્વાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવગુરુએ પ્રતિજ્ઞા કરી. ટીકાકાર મુનિરાજ કહે છે-આમ સૂત્રકાર અર્થાત સૂત્રના કરનાર પૂર્વાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવગુરુએ પ્રતિજ્ઞા કરી. જુઓ, “કુંદકુંદાચાર્યદેવગુરુ' એવો શબ્દ છે. શ્રી પદ્મપ્રભમલધારિદેવે સંસ્કૃતમાં “શ્રીન્દ્રન્દાવાર્યવાણી' એમ કહ્યું છે. ત્યાં શ્રી કુંદકુંદાચાર્યદવ એ નામ છે, ને ગુરુ એ પદવી છે. અહા ! એવા શ્રી કુન્દકુન્દાચાર્યદવે આ પ્રતિજ્ઞા કરી કે શ્રી કેવળીશ્રુતકેવળીઓએ કહેલું નિયમસાર પરમાગમ ભવ્ય જીવોના હિતને માટે હું કહીશ. -આ પહેલી ગાથાનો કે જેમાં શ્રી કુંદકુંદાચાર્યદવે માંગલિક કર્યું છે તેનો અર્થ થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧] ૨૩ · આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય કહેવામાં આવ્યું.' જુઓ, પ્રત્યેક શબ્દનું તાત્પર્ય નામ સારરૂપ ભાવ પ્રગટ કરવામાં આવ્યો. 6 આ ગાથામાં ‘મળિવું' એમ શબ્દ છે. જ્યારે સમયસારની છઠ્ઠી ગાથામાં મનંતિ' શબ્દ છે. ‘વં ભગંતિ શુદ્ધ’–એમ છે ને ? મતલબ પ્રમત્ત-અપ્રમત્ત નથી તેને (એક જ્ઞાયકસ્વરૂપને ) સેવવાથી તે (આત્મા) શુદ્ધ છે એમ જણાય-કહેવાય છે. અહા! આત્મા શુદ્ધ-શુદ્ધ છે એમ કેવળ ધારણા કરી રાખે એ નહિ, પણ તેને સ્વસંવેદન પ્રત્યક્ષ જાણવાથી તે ‘શુદ્ધ' છે એમ કહેવાય છે; અર્થાત્ પર્યાયમાં જેણે ભગવાન આત્મા શુદ્ધ છે એમ અંતર્મુખ થઈ જાણ્યું છે તે જાણનારને આ ‘શુદ્ધ' છે એમ કહેવાય છે. જ્ઞાયકભાવ પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ અંતરમાં જાણે તેને એ શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. આવી ઝીણી વાત ! હવે, ટીકાકાર મુનિરાજ પહેલી ગાથા પૂરી થતાં કળશ કહે છેઃ શ્લોક ( કળશ ) ૮: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ અહા! જેમને વંદન કરીને નિયમસાર કહેવાની પ્રતિજ્ઞા કરી તે વીર ભગવાન કેવા છે? તો કહે છે – શુદ્ધભાવ વડે મારનો (કામનો ) જેણે નાશ કર્યો છે.’ જોયું? શુદ્ધભાવ વડે કામનો નાશ કર્યો છે; પણ પુણ્ય-પાપરૂપ અશુદ્ધભાવ વડે નહિ એમ કહે છે. અહા! પોતે ભગવાન આત્મા જે ત્રિકાળ શુદ્ધસ્વરૂપ છે તેમાં અંતર્લીન શુદ્ધોપયોગ વડે અર્થાત્ પુણ્ય-પાપના વિકલ્પની મલિનતારહિત નિર્મળ એવો સ્વભાવના આશ્રયે ઉત્પન્ન એવો જે શુદ્ધોપયોગ-શુદ્ધભાવ છે તે દ્વારા જેણે મારનો અથવા કામદેવનો અથવા હિંસાનો અથવા મ૨ણનો નાશ કર્યો છે (તે ભગવાન વીર છે). મતલબ કે ભગવાન શ્રી વીર પરમેશ્વરે શુદ્ધોપયોગ વડે મરણનો અંત કીધો છે, હિંસાનો નાશ કર્યો છે, અને જે કામ-વિષયની ઇચ્છા તેનો પણ નાશ કર્યો છે. આ ગુણનું વિશેષ વર્ણન કર્યું છે.-એક વાત. હવે પુણ્યનું વર્ણન કરે છેઃ ‘ત્રણ ભુવનના જનોને જે પૂજ્ય છે.' અહા! એવા (ઉપર કહ્યા તેવા) ગુણને લઈને તેઓ ત્રણ ભુવનના અર્થાત્ ઉર્ધ્વ, મધ્ય અને અધોલોક એમ ત્રણ લોકના જનોને પૂજ્ય છે, પૂજવાલાયક છે. અહા! ગુણવિશેષ વડે ભગવાન વીર પ્રભુ ત્રણ ભુવનના જનોને પૂજ્ય છે.-બે વાત. હવે ત્રીજી વાતઃ ‘પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે.' શું કીધું ? કે અનંત જ્ઞાનાદિનું પૂર્ણ સ્વરૂપ એ તેમનું રાજ્ય છે, કેમકે તેઓએ કેવળજ્ઞાન વડે ત્રણ કાળ-ત્રણ લોકને પ્રત્યક્ષ જાણી લીધા છે. અહા! પૂર્ણ જ્ઞાન એ એવું એમનું રાજ્ય છે કે એનો હુકમ-આશા ફરે નહિ, અર્થાત્ કેવળજ્ઞાનમાં જે જોયું છે તે જ થાય છે. અહા! પણ અહીં તો એમ પણ આશય છે કે પૂર્ણ જ્ઞાનથી તેઓ શોભિત છે. રાજ્યતિ ફતિ શોભિત:। અહા ! ‘પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે' એટલે કે પૂર્ણ જ્ઞાન એ જ એમની સત્તા છે. અહા! આવું પૂર્ણ સ્વરૂપ ભગવાનનું જેણે જાણ્યું (એ ન્યાલ થઈ જાય છે.) હવે કહે છે ‘દેવોનો સમાજ જેને નમે છે.' ત્રણ ભુવનના જનોને પૂજ્ય-એ સમુચ્ચય વાત હતી. અહીં કહે છે પુણ્યના ફળવાળા જે દેવો છે તેનો સમાજ પણ અર્થાત્ ઘણા બધા દેવો જેને નમે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ [નિયમસાર પ્રવચન છે એવા શ્રી વીર ભગવાન છે. અરે! તેમની અસ્તિનો સ્વીકાર અર્થાત્ ભગવાનના ગુણની પૂર્ણતાનો અને પુણ્યની પૂર્ણતાનો સ્વીકાર જેને અંતરમાં થાય છે તેને અંદરમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તે ભગવાનને યથાર્થ વંદન કરે છે. વળી કહે છે “જન્મવૃક્ષનું બીજ જેણે નષ્ટ કર્યું છે.' જન્મરૂપી વૃક્ષ જેનાથી ફળ-ફાલે છે તે બીજનો-ચાર ઘાતિકર્મોનો ભગવાને સર્વથા નાશ કર્યો છે. અપૂર્વ અવસર માં શ્રીમદે કહ્યું છે ને કે-“ભવના બીજ તણો આત્યંતિક નાશ જ '... અહા ! એ ભવનું બીજ ચાર ઘાતિકર્મો છે અને તેને ભગવાને બાળી ભસ્મ કરી દીધાં છે. ભગવાનને હવે ભવ નથી. ભગવાન જિતભવ છે. ભાઈ ! આ ભવ ભવના અભાવ માટે છે એમ જાણવું જોઈએ. વળી, “સમવસરણમાં જેનો નિવાસ છે.” જુઓ, આ ટીકા રચાય છે ત્યારે વીર ભગવાન તો મોક્ષ પધાર્યા છે. પણ વર્ધમાન તીર્થકર ભગવાનની જ્યારે હયાતી હતી તે વખતને લક્ષમાં લઈને જાણે કે ભગવાન સમવસરણમાં હુમણાં બિરાજતા ન હોય ?–એવી શૈલીથી સ્તુતિ કરી છે. અહા! ત્રિલોકનાથ ભગવાનનો સમવસરણમાં નિવાસ છે. તો હવે તેમનામાં કોનો નિવાસ છે? તો કહે છે કે કેવળશ્રી જેનામાં વસે છે.” અહાહા...! કેવળજ્ઞાન અને કેવળદર્શનારૂપી શ્રી લક્ષ્મી તેમનામાં વસે છે. ભગવાન સમવસરણમાં વસે છે-એ વ્યવહાર કહ્યો, અને તેમનામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન વસે છે–એમ નિશ્ચય દર્શાવ્યો. અહા ! બધે એવી જ શૈલી લીધી છે. અહા ! કેવળજ્ઞાન-કેવળદર્શન આદિ ચતુષ્ટય શક્તિરૂપે તો દરેક આત્મામાં ત્રિકાળ છે જ, પણ જેમણે તે પૂર્ણ શક્તિનો વિકાસ કર્યો છે એવા ભગવાનના આત્મામાં તે કેવળજ્ઞાન-કેવળદર્શનારૂપી લક્ષ્મી નિવાસ કરે છે, જ્યારે ભગવાન સમવસરણમાં નિવાસ કરે છે. અહા ! આવા “તે વીર જગતમાં જયવંત વર્તે છે” એમ કહે છે. અહા! ભગવાન તો મોક્ષ પધાર્યા છે; છતાં તેઓ જયવંત વર્તે છે એટલે શું? એટલે કે જાણે તેઓ સમવસરણમાં આમ ને આમ ( તીર્થંકરપણે) બિરાજે છે એમ કહે છે. “સમવસરણમાં જેમનો નિવાસ છે” એમ કહ્યું છે ને? વળી તેમને દિવ્યવાણી હતી; તેમણે આ કહ્યું છે, આ કેવળીએ કહ્યું છે-એમ કહેવું છે ને? તો જેને વાણી હોય તે કહે ને? સિદ્ધને થોડી વાણી છે? માટે તેઓ જયવંત વર્તે છે એમ કહે છે. અર્થાત્ ભગવાન જ્યારે સમવસરણમાં બિરાજતા ત્યારે નિયમસાર-મોક્ષમાર્ગ એમની વાણીમાં આવ્યો હતો (તેથી તેઓ જયવંત છે એમ કહે છે). પણ ભગવાન તો હમણાં મોક્ષ પધાર્યા છે, છતાં જયવંત વર્તે છે? ભાઈ ! અમે તો જ્યારે દિવ્યધ્વનિ નીકળતી હતી તે વખતના ભગવાનને યાદ કરીને નમસ્કાર કરીએ છીએ. તેથી સમવસરણમાં દિવ્યવાણીના કહેનાર એવા વીતરાગ પરમેશ્વર જયવંત જ વર્તે છે. અને અમારા હૃદયમાં પણ તેઓ બિરાજે છે ને? (માટે પણ જયવંત વર્તે છે.) અહા ! આવા તીર્થકર અમારા જ્ઞાનહૃદયમાં બિરાજે છે અને તેથી એવી જ (તેમણે કહી છે તેવી જ) વાણી અમારા હૃદયમાંથી નીકળશે આવી વાત છે. -આ પહેલી ગાથા પરનો શ્લોક થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨] ગાથા - ૨ मग्गो मग्गफलं ति य दुविहं जिणसासणे समक्खादं। मग्गो मोक्खउवाओ तस्स फलं होइ णिव्वाणं ।।२।। છે માર્ગનું ને માર્ગફળનું કથન જિનવરશાસને; ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે. ૨. અન્વયાર્થઃ- [મા: માન-] માર્ગ અને માર્ગફળ [તિ દ્વિવિઘં] એમ બે પ્રકારનું [ fજનશાસને] જિનશાસનમાં [સમાધ્યાત{] કથન કરવામાં આવ્યું છે; [ મા. મોક્ષોપાય: ] માર્ગ મોલોપાય છે અને [ ત૨ પછi ] તેનું ફળ [ નિર્વાનું ભવતિ ] નિર્વાણ છે. ટીકા- આ, મોક્ષમાર્ગ અને તેના ફળના સ્વરૂપનિરૂપણની સૂચના (–તે બંનેના સ્વરૂપના નિરૂપણની પ્રસ્તાવના) છે. સન્ગર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમા: (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર મોક્ષમાર્ગ છે)' એવું (શાસ્ત્રનું) વચન હોવાથી, માર્ગ તો શુદ્ધરત્નત્રય છે અને માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભા-અલંકારરૂપ તિલકપણું છે (અર્થાત્ માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે છે). આ રીતે ખરેખર (માર્ગ અને માર્ગફળ એમ) બે પ્રકારનું, ચતુર્થજ્ઞાનધારી (મન:પર્યયજ્ઞાનના ધરનારા) પૂર્વાચાર્યોએ પરમવીતરાગ સર્વજ્ઞના શાસનમાં કથન કર્યું છે. નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાનઅનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફલ સ્વાત્મોપલબ્ધિ (-નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ) છે. [ હવે બીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ] (પૃથ્વી) क्वचिव्रजति कामिनीरतिसमुत्थसौख्यं जनः क्वचिद्रविणरक्षणे मतिमिमां च चक्रे पुनः। क्वचिन्जिनवरस्य मार्गमुपलभ्य यः पंडितो निजात्मनि रतो भवेव्रजति मुक्तिमेतां हि सः।।९।। [શ્લોકાર્ચ- ] મનુષ્ય ક્યારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે અને વળી ક્યારેક ધનરક્ષાની બુદ્ધિ કરે છે. જે પંડિત ક્યારેક જિનવરના માર્ગને પામીને નિજ આત્મામાં રત થાય છે, તે ખરેખર આ મુક્તિને પામે છે. ૯. * શુદ્ધરત્નત્રય અર્થાત નિજ પરમાત્મતત્ત્વની સમ્યક શ્રદ્ધા, તેનું સમ્યક જ્ઞાન અને તેનું સમ્યફ આચરણ પરની તેમ જ ભેદોની લેશ પણ અપેક્ષા રહિત હોવાથી તે શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે; તે શુદ્ધરત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાત્ મોક્ષ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ગાથા ૨: ગાથાર્થ ઉ૫૨નું પ્રવચનઃ ‘માર્ગ અને માર્ગફળ એમ બે પ્રકારનું જિનશાસનમાં કથન કરવામાં આવ્યું છે.’ અહા ! ‘માર્ગ અને માર્ગફળ' અર્થાત્ મોક્ષનો માર્ગ અને મોક્ષમાર્ગનું ફળ મોક્ષ–એમ બે પ્રકારનું કથન કરવામાં આવ્યું છે. ક્યાં ? જિનશાસનમાં, ભગવાન જિનેશ્વરદેવના શાસનમાં. અહા! અનંતકાળથી વીતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વર-જિનવો-તીર્થંકરો થતા આવ્યા છે. તેમનું શાસન જિનશાસન છે. અહા ! જૈન ૫૨મેશ્વર કે જેમનામાં પૂર્ણ જ્ઞાનદર્શનનો-કેવળજ્ઞાન-કેવળદર્શનનો નિવાસ છે તેમના શાસનમાં આ બે પ્રકારની (સમ્યક) વાત છે, પણ એ (જિનશાસન) સિવાય બીજે ક્યાંય બેનું યથાર્થ કથન હોઈ શકે નહિ. સમજાણું કાંઈ... ? સમાવ્યાતŕ' એમ શબ્દ છે ને? સન્ + આધ્યાત†-સમ્યક્ પ્રકારે કથન કરવામાં આવ્યું છે. અહા ! ભગવાનના શાસનમાં–જિનશાસન વિષે એ પ્રકારનું સાચું અર્થાત્ સમ્યક્ પ્રકારે, જેવો માર્ગ છે ને જેવું માર્ગનું ફળ તેવું જ થન કરવામાં આવ્યું છે એમ કહે છે. ત્યાં ‘માર્ગ મોક્ષોપાય છે અને તેનું ફળ નિર્વાણ છે.' જોયું? માર્ગ મોક્ષોપાય એટલે આત્માના મોક્ષનું કારણ તે માર્ગ છે, અને માર્ગનું ફ્ળ નિર્વાણ એટલે મોક્ષ છે. અહા! આ બેની-માર્ગ અને માર્ગફળની–સમ્યક્ પ્રકારે વ્યાખ્યા જો ક્યાંય હોય તો જિનશાસન વિષે કહેવામાં આવી છે, બીજે નહિ. સમજાણું કાંઈ ? ગાથા ૨: ટીકા ઉ૫૨નું પ્રવચનઃ ‘આ, મોક્ષમાર્ગ અને તેના ફળના સ્વરૂપનિરૂપણની સૂચના (−તે બન્નેના સ્વરૂપના નિરૂપણની પ્રસ્તાવના ) છે.’ જુઓ, કહે છે–આ, અમે શાસ્ત્રમાં જે કહેવા માગીએ છીએ તે શુદ્વરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ અને તેનું ફળ મોક્ષ–તેના સ્વરૂપનિરૂપણની સૂચના અર્થાત્ પ્રસ્તાવના છે. હવે કહે છે-‘સમ્ય વર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ: (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર મોક્ષમાર્ગ છે) એવું (શાસ્ત્રનું) વચન હોવાથી,’ જુઓ, આ ‘તત્ત્વાર્થસૂત્ર' નું સૂત્ર છે. ભગવાન ઉમાસ્વામી દિગંબર સંત-મહામુનિવર-આચાર્ય આશરે બે હજાર વર્ષ ઉ૫૨ થઈ ગયા. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના તેઓ શિષ્ય હતા. તેમણે તત્ત્વાર્થસૂત્ર નામનું શાસ્ત્ર બનાવ્યું છે. ‘ સમ્ય વર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ: ' એ આ શાસ્ત્રનું પહેલું સૂત્ર છે. તેનો આધાર લઈ અહીં ટીકાકાર મુનિરાજ કહે છે કે આવું શાસ્ત્રનું વચન છે. અને તેથી, કહે છે ‘માર્ગ તો શુદ્ધરત્નત્રય છે અને માર્ગળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભા-અલંકારરૂપ તિલકપણું છે ( અર્થાત્ માર્ગળ મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે છે).’ અહાહા...! કહે છે-‘માર્ગ તો શુદ્વરત્નત્રય છે.' જુઓ, અહીંથી ઉપાડયું છે કે માર્ગ તો શુદ્વરત્નત્રય નામ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે જ છે; માર્ગ બે છે એમ નહિ. એક નિશ્ચય શુદ્ઘરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ અને બીજો વ્યવહા૨ અશુદ્ઘરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ-એમ બે માર્ગ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨] લ્યો, પહેલેથી જ અહીં આ સિદ્ધ કરે છે. ભાઈ, આ એક જ વાત છે કે માર્ગ તો શુદ્ધરત્નત્રય છે, તેને નિશ્ચયરત્નત્રય કહો, અત્યંતરરત્નત્રય કહો કે અભેદરત્નત્રય કહો-બધું એક જ છે. અહા ! સ્વ-આશ્રયે જે વીતરાગી પરિણતિ ઉત્પન્ન થાય છે તેને અહીં શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ કહ્યો છે. આ શુદ્ધરત્નત્રય દઈને (એના મોલમાં) મોક્ષ લેવાનો છે. એટલે કે શુદ્ધરત્નત્રય પરિપૂર્ણ પ્રગટ કરતાં તેના ફળ તરીકે મોક્ષનિર્વાણપદ મળે છે. આવી વાત છે. અહા ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રય છે એ પર્યાય છે. એ કાંઈ દ્રવ્ય-ગુણ નથી. તે શુદ્ધરત્નત્રય માર્ગ હોવાથી મોક્ષનો માર્ગ છે તે પર્યાય છે એમ વાત છે. (જે) પરિણમતું હોય એ જ માર્ગ હોય ને? ધ્રુવ (દ્રવ્ય ) છે એ તો ધ્રુવ જ છે; અને એ શક્તિરૂપે સહજ અનંત ચતુર્યથી સદાય બિરાજમાન છે. અહા ! એ શક્તિનું પરિણમન જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થાય તે શુદ્ધરત્નત્રય પર્યાય છે અને તે મોક્ષનો માર્ગ છે. અહા ! એ કોના આશ્રયે પ્રગટ થાય એ જુદી–બીજી વાત છે, પણ તે (-મોક્ષનો માર્ગ) છે પર્યાય. વળી બીજી વાત આ છે કે શુદ્ધરત્નત્રયપણે પર્યાય પરિણમે છે તે સ્વતંત્ર છે, તેને કોઈનીયદ્રવ્યનીય અપેક્ષા નથી. ફક્ત તે (પર્યાય) દ્રવ્ય પ્રતિ ફરે (ઢળ) છે એટલું જ, બાકી તેનું પરિણમન સ્વતંત્ર છે. વળી શુદ્ધરત્નત્રયની પર્યાય, થાય છે તો દ્રવ્યના આશ્રય-દ્રવ્ય પ્રતિ ઢળતાં, છતાં તે ત્રિકાળીમાં-ધ્રુવ દ્રવ્યમાં નથી, કેમકે આ તો વર્તમાન નવું પરિણમન છે. અહીં તો તે દ્રવ્યના આશ્રયે થાય છે એમ વિશેષ સિદ્ધ કરવું છે. આવી ઝીણી વાત છે. અહા! કહે છે-માર્ગ તો શુદ્ધરત્નત્રય છે. જુઓ, આ એક જ વાત કરી છે, પણ કથંચિત શુદ્ધરત્નત્રય માર્ગ છે ને કથંચિત્ અશુદ્ધરત્નત્રય માર્ગ છે એમ અહીં નથી કહ્યું. અશુદ્ધરત્નત્રય કહો, વ્યવહારરત્નત્રય કહો, બાહ્યરત્નત્રય કહો-એ માર્ગ નથી. અહા ! આવી સ્પષ્ટ વાત છે. અરે ભાઈ ! તારામાં બધું જ છે ને પ્રભુ! તું ક્યાં ઓછો –અધૂરો કે વિપરીત છો? સ્વરૂપથી જ ભગવાન! તું શક્તિએ પરિપૂર્ણ-ભરપૂર ભર્યો છો ને? (“પ્રભુ! મેરે તૂ સબ બાતે પૂરા..') અહાહા..! એનું (શક્તિનું) પર્યાયરૂપે પરિણમન થવું તે માર્ગ છે. માર્ગ જ આ છે એમ અહીં એક જ સિદ્ધાંત કહ્યો છે. નિરૂપણ બે પ્રકારે છે એમ પણ અહીં લીધું નથી. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાન-આનંદ આદિ અનંત શક્તિઓનું પૂર્ણ શુદ્ધ ચૈતન્યદળ છે તેનો આશ્રય લેતાં, “સ્વાશ્રયો નિશ્ચય'-એ ન્યાયે જે પર્યાય પ્રગટ થાય છે તે શુદ્ધરત્નત્રય-નિશ્ચયરત્નત્રય છે અને તે માર્ગ છે. અહા! ચાલવાનો રસ્તો-માર્ગ શુદ્ધરત્નત્રય છે કે જે માર્ગે જતાં માર્ગનું ફળ (ગન્તવ્ય ). મોક્ષ-મુક્તિ પ્રાપ્ત થાય છે. અહા ! આવી અલૌકિક વાત છે. છે ને અંદર? અને માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભા-અલંકારરૂપ તિલકપણું છે (અર્થાત માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે છે).' વરવાના સમયે-લગ્ન સમયે સ્ત્રી શોભાઅલંકારરૂપ કપાળમાં તિલક-ચાંદલો કરે છે ને? એને લક્ષ કરીને કહે છે-માર્ગનું ફળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભા-અલંકારરૂપ તિલકપણું છે. મતલબ કે માર્ગના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ [ નિયમસાર પ્રવચન ફળરૂપે પુરુષ મુક્તિરૂપી સ્ત્રીને વરે છે અર્થાત મોક્ષને પ્રાપ્ત થાય છે. અહા ! માર્ગને પ્રાપ્ત પુરુષ મુક્તિનીપરમ આનંદની-પરિણતિને સ્વયંવર કરીને વરે છે. સ્વર્ય + વર-અહાહા..પોતે પ્રધાનદશા પ્રગટ કરીને મોક્ષને વરે છે, પ્રાપ્ત થાય છે; એમાં કોઈની અપેક્ષા-ગરજ નથી. આવી વાત! સમજાણું કાંઈ...? (મુક્તિરૂપી સ્ત્રી = નિર્મળ આનંદની પરિણતિ, વિશાળ ભાલપ્રદેશે તેની શોભા=અલંકારરૂપ તિલકપણું = વરવું.) અહાહા...માર્ગના ફળરૂપે પુરુષ (આત્મા) નિર્મળ આનંદની પરિણતિની શોભાને વરે છે–પ્રાપ્ત થાય છે. ભાઈ, આ જ માર્ગ છે, અને આ માર્ગથી જ મુક્તિ છે; બીજો કોઈ માર્ગ નથી, અને બીજા માર્ગથી મુક્તિ નથી.–આ સમ્યક એકાંત છે. વ્યવહાર જે રાગ છે તે કાંઈ મોક્ષમાર્ગ નથી, એ તો બીજોબંધમાર્ગ છે. જે વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે એ છે તો બંધરૂપ બંધનો માર્ગ, તેને વ્યવહાર મોક્ષમાર્ગ આરોપથી કહ્યો છે. બાકી તે મોક્ષમાર્ગ ક્યાં છે? ઉપચારથી કહેવું એ વ્યવહારનું લક્ષણ છે. (વ્યવહાર મોક્ષમાર્ગ એ તો ઉપચારમાત્ર છે, એ કાંઈ વાસ્તવિક મોક્ષમાર્ગ નથી.) સમજાણું કાંઈ? અહાહા..ભગવાન આત્મા જ્ઞાનાનંદનો દરિયો પ્રભુ અંદર પૂર્ણાનંદસ્વરૂપથી ડોલી રહ્યો છે. પણ એને કેમ બેસે? પામર-ભિખારી થઈને (ચતુર્ગતિમાં) જે રખડે છે તેને પોતાની આવી પ્રભુતા પ્રતીતિમાં કેમ આવે? અહા ! અંતર પરમ સ્વભાવભાવનો આશ્રય કરતાં અલૌકિક લાભ થાય એ વાત અજ્ઞાનીને બેસતી નથી. એનું ચિત્ત બહારમાં ભટકે છે તેથી તેને પોતાનો આત્મા-પૂર્ણાનંદનો નાથ-અતિ દુર્ગમ થઈ પડ્યો છે. સ્વસ્વરૂપનો આશ્રય તેને દુર્ગમ લાગે છે. માટે તે એમ માને છે કે બીજું કાંઈક કરીએ. પણ અરે ભાઈ ! તું બીજું શું કરી શકે છે? પોતામાં ઠરવા સિવાય તું બીજું શું કરી શકે? પોતાને જાણીઓળખી પોતામાં કરી શકે છે, અને એ જ કર્તવ્ય છે. ત્રીજી ગાથામાં આચાર્યદવ પોતે જ કહેશે કેનિયમથી કર્તવ્ય હોય તો તે આ જ છે. શું? કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ કર્તવ્ય છે, બીજું કાંઈ એને કર્તવ્ય છે જ નહિ. જુઓ, અહીં કહે છે-માર્ગનું ફળ એક જ (મોક્ષ જ) છે. અહાહા..! શું કીધું? જેમ માર્ગ એક છે તેમ તેનું ફળ પણ એક જ છે. માર્ગના ફળમાં બંધ થાય કે સ્વર્ગ (ગતિ) મળે એમ છે નહિ. (જેનાથી બંધ થાય કે ગતિ મળે એને માર્ગ કેમ કહીએ?) માટે માર્ગ બે નથી; કેમકે જો માર્ગ બે હોય તો તેનાં ફળ પણ બે હોવાં જોઈએ. હવે શુદ્ધરત્નત્રયનું ફળ તો મોક્ષ કહ્યું, તો વ્યવહારરત્નત્રયનું ફળ શું? શું એનું ફળ પણ મોક્ષ છે? (ના). તો શું મોક્ષ બે પ્રકારનો છે? ના. અરે ભાઈ, વ્યવહારરત્નત્રય તો વાસ્તવમાં બંધરૂપ ને બંધનું જ કારણ છે. એ તો ઉપચારથી એને માર્ગ (વ્યવહાર માર્ગ) કહેવામાં આવે છે. બાકી ત્રણ કાળ–ત્રણ લોકમાં શુદ્ધરત્નત્રય એક જ માર્ગ છે. શ્રીમદે કહ્યું છે ને કે “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ' . અહા ! અજ્ઞાનીઓ કહે છે-બે માર્ગ ન માને તે ભ્રમમાં છે, જ્યારે અહીં કહે છેમોક્ષમાર્ગ બે માને તે ભ્રમમાં છે. સમજાણું કાંઈ...? અહાહા...! બેહદ-અપરિમિત-અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા ઇત્યાદિ અનંત શક્તિઓનું એક સત્ત્વ ભગવાન આત્મા છે. તેનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨] ૨૯ આશ્રય લેવો બસ તે એક જ મોક્ષમાર્ગ છે. આ સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહિ. હવે કહે છે આ રીતે ખરેખર (માર્ગ અને માર્ગફળ એમ) બે પ્રકારનું, ચતુર્થજ્ઞાનધારી (મન:પર્યયજ્ઞાનના ધરનારા ) પૂર્વાચાર્યોએ પરમવીતરાગ સર્વજ્ઞના શાસનમાં કથન કર્યું છે.' શું કીધું? માર્ગ અને માર્ગફળ-એમ બે પ્રકારનું વીતરાગના શાસનમાં કથન છે. અહા! આવામાર્ગ ને માર્ગફળ એવા–બે પ્રકાર છે ખરા, પણ માર્ગ બે પ્રકારનો વા માર્ગફળ બે પ્રકારનું હોય એમ છે નહિ. તેમ જ માર્ગ બે પ્રકારે ને તેનું ફળ એક પ્રકારે-એમ પણ છે નહિ. એક જ માર્ગ છે, ને એક જ માર્ગફળ છે. અહાહા...! કહે છે-આ રીતે માર્ગ અને માર્ગફળ-એમ બે પ્રકારનું ચતુર્થજ્ઞાનધારી પૂર્વાચાર્યોએ અર્થાત્ અનંતા ગણધરદેવોએ અને બીજા જે મહાન શ્રતધર આચાર્યો થયા તેમણે પરમ વીતરાગ સર્વજ્ઞદેવના શાસનમાં કથન કર્યું છે. હવે, રત્નત્રય કોને કહીએ ? અને તે કેમ પ્રગટે ?–તેની વ્યાખ્યા કરે છે: કહે છે-“નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યકશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફળ સ્વાસ્મોપલબ્ધિ (-નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ) છે.' જુઓ, શું કીધું? કે “નિજ પરમાત્મતત્ત્વનાં...' , અહાહા....! અંદર જે ભગવાન આત્મા નિજ પરમાત્મા છે તેનાં , આ બહારમાં જે ભગવાન-પરમાત્મા બિરાજે છે એ નહિ હોં, એ તો પર પરમાત્મા છે; આ તો નિજ પરમાત્મા અર્થાત્ પોતે સ્વરૂપથી પરમાત્મા છે એની વાત છે. બાકી આને ભજો ને એને ભજો-એવી વાતો તો પરલક્ષની છે. અરે પ્રભુ! તું પોતે પરમાત્મસ્વરૂપ છો કે નહિ? અહા ! તું પોતાના - નિજ પરમાત્માના-લક્ષ પ્રાપ્ત થાય એવો છો, બીજા (પરમાત્મા) ના લશે નહિ. આ ટંકોત્કીર્ણ વાત છે કે સ્વલક્ષે જ ધર્મ થાય છે, પરલક્ષે નહિ; પરના લક્ષે તો વિકલ્પ જ થાય છે. એક સ્વના લક્ષે જ નિર્વિકલ્પતા ઉત્પન્ન થાય છે. તો કહે છે-“નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન.'—જુઓ, અહીં નવતત્ત્વનું શ્રદ્ધાન એમ કાંઈ કીધું નથી. પ્રશ્ન: હા, પણ તત્ત્વાર્થસૂત્રમાં ને મોક્ષમાર્ગપ્રકાશકમાં નવતત્ત્વના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. સમાધાનઃ હા, પણ ભાઈ, તેનો સરવાળો આ છે કે પોતાના ત્રિકાળી એક જ્ઞાયકભાવને જાણવો. નવતત્ત્વમાં એક નિજ પરમાત્મસ્વરૂપ જીવને જ્યારે જાણે છે ત્યારે નવને તે જાણે છે–ખરેખર તો એમ છે. ઝીણી વાત છે પ્રભુ! સમયસારની ૧૩મી ગાથામાં આવે છે કે-ભૂતાર્થથી એક જીવને-ભગવાન શાયકનેજાણતાં પર્યાય આદિના સમસ્ત પ્રકારો તેમાં નથી એમ જણાઈ જાય છે; અને તેને જ ભૂતાર્થથી નવ તત્ત્વને જાણ્યા કહેવાય છે. સમજાણું કાંઈ...? અહાહા...! ભગવાન આત્મા, અભેદ એક ચિન્માત્ર વસ્તુ, પોતે પરિપૂર્ણ સ્વભાવનો સાગર છે. અહાહા...! તેની સ્વસંવેદનજ્ઞાનપૂર્વક પ્રતીતિ થવી એનું નામ સભ્યશ્રદ્ધાન વા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩) [ નિયમસાર પ્રવચન સમ્યગ્દર્શન છે. અહા ! આ પ્રતીતિ ત્રિકાળી ધ્રુવ અભેદ દ્રવ્યના આશ્રયે જ થાય છે, તેથી આશ્રયની વાત હોય ત્યાં દ્રવ્ય મુખ્ય-પ્રધાન છે, ને પર્યાય ગૌણ છે. જ્યાં સીધી પર્યાયની (પર્યાયને જાણવાની) વાત હોય તેમાં મુખ્ય-ગૌણ નથી; પણ આશ્રય કરવામાં તો દ્રવ્ય (એક જ્ઞાયકભાવસ્વરૂપ) જ મુખ્ય છે, ને પર્યાય ગૌણ છે. અહાહા..! કહે છે-“નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ'.' જોયું? માર્ગ શુદ્ધરત્નત્રયસ્વરૂપ છે એમ કહ્યું છે. અહાહા..! પોતે પરમાત્મતત્ત્વ છે, નિજ સ્વરૂપે પરમાત્મા જ છે; તેને પરમતત્વ કહો, જ્ઞાયકતત્ત્વ કહો, પરમાત્મા કહો કે પરમસ્વરૂપ કહો-બધું એક જ છે. અહા ! આવા નિજ પરમતત્ત્વની સન્મુખની શ્રદ્ધા, તેના સન્મુખનું જ્ઞાન અને તેમાં જ સમ્યક અનુષ્ઠાન- આવો ત્રિરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ છે. અહીં ચારિત્ર માટે અનુષ્ઠાન શબ્દ વાપર્યો છે. અનુષ્ઠાન કરો, અનુષ્ઠાન કરો-એમ લોકો રાડો પાડે છે ને? એમ કે અનુષ્ઠાન કાંઈક બીજું હશે ને ચારિત્ર કાંઈક બીજું હશે; પણ બાપુ! એમ નથી; સ્વસ્વરૂપનું અનુષ્ઠાન એ જ ચારિત્ર છે. આ અનુષ્ઠાન જ ચારિત્ર છે. અહાહા..! નિજ પરમાત્મતત્ત્વમાં સમ્યક પ્રકારે ઠરવું-વિશ્રામ લેવો-એવું આ અનુષ્ઠાન જ ચારિત્ર છે. સમજાણું કાંઈ...? અહાહા....! અંદર આત્મા એક જ્ઞાયકતત્ત્વ પરિપૂર્ણ પ્રભુ છે. વસ્તુ છે ને? અસ્તિ અર્થાત્ સત્તા છે ને? માટે તે નિર્વિકલ્પ સ્વસહાય અર્થાત્ પોતે પોતાથી છે; અને તેથી પરિપૂર્ણ જ છે. શું વસ્તુમાં અપૂર્ણતા હોય? (ના.) એમ વસ્તુની ત્રિકાળ શક્તિઓમાં શું અપૂર્ણતા હોય? (ન હોય). હા, પણ અનંત ગુણોમાંથી એકાદ ઓછો હોય તો શું વાંધો? અરે ભાઈ ! જો એક ગુણ પણ ઓછો હોય (માનો) તો દ્રવ્ય જ સિદ્ધ ન થઈ શકે અર્થાત્ દ્રવ્ય જ ન રહે, (કેમકે અનંત ગુણોનું અભેદ એકરૂપ તે દ્રવ્ય છે.) તો ગુણ અનંત જ જોઈએ? હા, અનંત જ છે. અરે, પર્યાયનો એક અંશ કાઢી નાખો તો દ્રવ્ય સિદ્ધ ન થાય, કેમકે પર્યાયનો એક અંશ કાઢી નાખતાં આખો એક ગુણ સિદ્ધ ન થાય, અને એક ગુણ સિદ્ધ નહિ થતાં, અનંત ગુણોનું એકરૂપ દ્રવ્ય પણ સિદ્ધ નહિ થાય. અહાહા...! અનંતી પર્યાયોનો પિંડ તે ગુણ છે, અને અનંતા ગુણોનો પિંડ તે દ્રવ્ય છે. માટે એક પર્યાય કાઢી નાખો તો એક ગુણ સિદ્ધ નહિ થાય, અને એક ગુણ સિદ્ધ નહિ થતાં, અનંત ગુણોનું એકરૂપ એવું દ્રવ્ય-તે દ્રવ્ય સિદ્ધ નહિ થાય. આવી વાત છે. અહીં કહે છે-“નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી.' હા, પણ વ્યવહારથી નિશ્ચય થાય-એમ વ્યવહારની સાપેક્ષતા હોય ને? બે પૈડાથી રથ ચાલે છે, શું એક પૈડાથી રથ ચાલે? અહા ! પં. શ્રી બનારસીદાસજીએ ઉપાદાન-નિમિત્ત દોહામાં કહ્યું છે કેએક ચક્રસો રથ ચલે, રવિ કો યહૈ સ્વભાવ'. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧ ગાથા-૨] એમ અહીં કહે છે-શુદ્ધરત્નત્રયરૂપ માર્ગ પરમ નિરપેક્ષ છે. છે ને અંદર કે નહિ? “પરમ નિરપેક્ષ હોવાથી.” અહાહા...! આટલી તો સ્પષ્ટ–ચોખ્ખી વાત કરી છે. એમાં એકલો “નિરપેક્ષ'—એમ નહિ, શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ' કહ્યો છે. મતલબ કે તેને રાગની-વ્યવહારની જરાય અપેક્ષાગરજ નથી. શું કીધું? કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરે, વા નવતત્ત્વની ભેજવાળી શ્રદ્ધા કરે તો તેને સમ્યગ્દર્શન થાય એવી વ્યવહારની-વિકલ્પની અને અપેક્ષા નથી. અહાહા..! નિજ પરમાત્મતત્ત્વનું સમ્યકશ્રદ્ધાન અર્થાત્ સીધું તેનું શ્રદ્ધાન, સીધું તેનું જ્ઞાન અને સીધું તેનું અનુષ્ઠાન-એવો શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ, કહે છે, “પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે.' જોયું? પરમ નિરપેક્ષ હોવાથી (સ્વસહાય અર્થાત્ અસહાય હોવાથી) શુદ્ધરત્નત્રયરૂપ માર્ગ મોક્ષનો ઉપાય છે એમ કહે છે. જો ઉપાય સાપેક્ષ (પરસહાય) હોય તો તેનાથી મોક્ષ ન થાય એમ અર્થ છે. હવે કહે છે અને તે શુદ્ધરત્નત્રયનું ફળ સ્વાસ્મોપલબ્ધિ છે.” અહા! શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ છે અને તેનું ફળ સ્વાસ્મોપલબ્ધિ અર્થાત્ પોતાના આત્માની પૂર્ણ પર્યાયની પ્રાપ્તિ છે. અહાહા...પરમાનંદમય એવી પૂર્ણ દશા થાય તે સ્વાસ્મોપલબ્ધિ છે. સ્વ + આત્મ + ઉપલબ્ધિ = સ્વાસ્મોપલબ્ધિ અર્થાત્ નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ. ઓહો....! દ્રવ્ય તો (ત્રિકાળ) શુદ્ધ છે જ, પણ પર્યાય પૂર્ણ થઈ ગઈ તે શુદ્ધાત્માની પ્રાપ્તિ છે. રાગ સર્વથા ગયો, અપૂર્ણતા ગઈ, અને એકલી પરમજ્ઞાનરૂપ પરમાનંદમય દશા પ્રાપ્ત થઈ એનું નામ સ્વાત્મોપલબ્ધિ છે, અને તે મોક્ષ-નિર્વાણ છે. અહો ! આ તો અલૌકિક ટીકા છે! આમ માર્ગ અને માર્ગફળ કહ્યું. હવે, નીચે ફૂટનોટમાં અર્થ છે એ જોઈએ: શુદ્ધરત્નત્રય અર્થાત્ નિજ પરમાત્મતત્વની સમ્યક શ્રદ્ધા, તેનું સમ્યક જ્ઞાન અને તેનું સમ્યક આચરણ પરની તેમ જ ભેદોની લેશ પણ અપેક્ષા રહિત હોવાથી તે શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે..' જુઓ, અહીં સમ્યક અનુષ્ઠાનનો અર્થ સમ્યફ આચરણ અર્થાત્ સમ્યક ચારિત્ર કર્યો છે. વળી નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ શુદ્ધરત્નત્રય-તેને પરની અર્થાત્ પરદ્રવ્યની અને ભેદોની એટલે પોતાના પર્યાયભેદોની અર્થાત વ્યવહારાદિ ભેદોની લેશ પણ અપેક્ષા નથી એમ કહે છે. માટે, કહે છે, શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે. (ભાઈ, મોક્ષનો ઉપાય સ્વાધીન-સ્વસહાય છે, પરાધીન-પરસહાય નથી.) અહા! કેવો સ્પષ્ટ અર્થ કર્યો છે! હવે કહે છે-“તે શુદ્ધરત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાત્ મોક્ષ છે.” ટીકામાં સ્વાસ્મોપલબ્ધિ કહી છે. સ્વાસ્મોપલબ્ધિનો અર્થ શુદ્ધાત્માની પૂર્ણ પ્રાપ્તિ એવો છે.' અહાહા....! ભગવાન આત્માની પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાન્તિ, પૂર્ણ વિર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા....અહાહા..! એવી પૂર્ણ દશાની પ્રાપ્તિને સ્વાસ્મોપલબ્ધિ વા શુદ્ધાત્માની પૂર્ણ પ્રાતિ કહે છે. જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને અહીં રત્ન કહ્યા છે તો તેનું ફળ જે મોક્ષ તેને તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨ [નિયમસાર પ્રવચન એને શું કહેવું ? ( ૫૨મ રત્ન). અને એવી અનંતી પર્યાય ભગવાન આત્મામાં (ગર્ભિતપણે ) પડી છે તો કહીએ ? અહાહા...! એ તો અનંત રત્નોનો મહાસાગર એવો ભગવાન રત્નાકર છે. શું કીધું ? અહાહા...! ભગવાન! તું ભગવાન રત્નાકર છો. તું માન ન માન, પણ આવો જ છો પ્રભુ! છતાં તું સંજોગોમાં ભરમાઈને ખુશી થાય છે? શું થયું છે પ્રભુ! તને આ? અહા! તારા કટાક્ષે તો ચાર કર્મનો ભૂક્કો થાય એવો તું મહા પ્રભુ છો, છતાં તેનો મહિમા નહિ, આદર નહિ અને આ બહારમાં પ્રસન્નતા-આહ્લાદ થઈ જાય છે, વિષયોમાં વીર્ય ઉન્નસિત થઈ જાય છે? ભગવાન! એ તો દુઃખનો-સંસારનો પંથ છે. માટે ત્યાંથી ખસી વીર્યને અંદર જોડને? અહાહા...! તારા આત્માને પ્રસન્ન કર ને ? અહા ! તારા રત્નત્રયની એવી કિંમત છે કે એના ફળમાં પરમાનંદમય મોક્ષ મળે છે, અને એવા રત્નત્રયનો આધાર તું જ છો; તારા (-પોતાના ) આશ્રયે તે પ્રગટે છે. અહા! આવા મહા રત્નોનો તું સાગર હોવા છતાં આ કાંકરા વીણવા માંડયો ? ભાઈ, હંસલો અનાજ ન ખાય, એ તો મોતીના ચારા ચરે; ભૂખ્યો રહે પણ અનાજ ન ખાય. તેમ ભગવાન! તું સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ અણમોલ રત્નોનાં ભોજન-અનુભવ કરે, રાગાદિનાં ભોજન-અનુભવ ન કરે એ શોભા છે. અહા! આત્મજ્ઞ સંતો-જ્ઞાની ધર્માત્મા પુરુષો કદીય જ્ઞાન છોડીને રાગનો અનુભવ કરતા નથી. સમજાણું કાંઈ.. ? હવે બીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં મુનિરાજ શ્લોક કહે છેઃ શ્લોક ૯: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ જુઓ, આ નિયમસારનો જીવ અધિકા૨ છે. તેમાં આ બીજી ગાથા પછી કળશ (૯મો કળશ ) છે. બીજી ગાથામાં મોક્ષમાર્ગ અને તેનું ફળ કહ્યું ને ? હવે એનો ટોટલ (સરવાળો) કરે છે, અર્થાત્ સંસાર અને તેનું ફળ તથા મોક્ષમાર્ગ અને તેનું ફળ કળશ દ્વારા કહે છે. અહીં કામ, અર્થ અને મોક્ષ–એમ ત્રણ વાત લીધી છે. કહે છે-‘મનુષ્ય ક્યારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે.’ અહા! અનંતકાળમાં અનંત વા૨ સ્ત્રીના ભોગ પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ એણે ગતિ કરી છે; પણ એનું ફળ દુઃખરૂપ સંસાર મળ્યો છે. અહા! અહીં મોક્ષમાર્ગ અને એનું ફળ બતાવવું છે ને ? તો પહેલાં કુમાર્ગનું ફળ સંસા૨પરિભ્રમણનું દુ:ખ છે એમ કહે છે. શાસ્ત્રમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત આવે છે. તેને એક સ્ત્રીરત્ન હતી કે જેની હજાર દેવો સેવા કરતા હતા. તે સ્ત્રીરત્નમાં એ એવો તલ્લીન રહેતો કે મરતી વેળાએ ‘કુમતિ, કુમતિ ’–એમ કરતાં કરતાં તેનો દેહ છૂટયો. પરિણામે તે નરકમાં જઈ પડયો. અહા! કામિની પ્રતિ તીવ્ર વાસનાયુક્ત પ્રેમના ફળમાં તે ૩૩ સાગરની આયુષ્યની સ્થિતિ લઈ સાતમી નરકમાં જઈ પડયો. અહા! કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા (કલ્પનાથી માનેલા) સુખનું આ ફળ છે. આત્માથી ઉત્પન્ન થતા અતીન્દ્રિય સુખની એણે દરકાર કરી નહિ. ભગવાને કહેલા માર્ગને આચર્યો નહિ, અને કામથી વિવશ આવાં આચરણ કર્યાં તો એના ફળમાં તે સાતમી ન૨૬માં ગયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩ ગાથા-૨ ] બ્રહ્મદત્ત ચક્રવર્તી ૭૦૦ વર્ષ પર્યત કામ-ભોગમાં તલ્લીન રહ્યો. તેના ફળમાં તે સાતમી નરકે ૩૩ સાગરની સ્થિતિએ ગયો. અહા! અહીંના એક શ્વાસના કલ્પનાના સુખના ફળમાં એને ૧૧,પ૬,૯૨૫ પલ્યોપમનું નરકનું ઘોર દુઃખ આવી પડયું. પલ્યોપમ એટલે શું? એક પલ્યોપમના અસંખ્યાતા ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય છે. ભારે વાત ભાઈ ! એક શ્વાસના કલ્પનાના સુખનું આવું ફળ! એય સુખ ક્યાં છે? નરી આકુળતા એ તો છે. અરે! આને (આ જીવને) પણ આવા અનંતા ભવ થયા છે. (ખબર નથી તો શું થયું? તીવ્ર મોહવશ તીવ્ર કામ-ક્રોધાદિનાં આવાં જ ફળ હોય છે.) અહા! કહે છે-આત્માના અનાકુળ આનંદના સુખને ભૂલીને વિષયલંપટી થઈ જીવ ક્યારેક કામના-વિષયના સુખમાં લીન થાય છે; તે સુખની કલ્પનામાં એટલો બધો તલ્લીન થઈ જાય છે કે એના એક શ્વાસના માનેલા સુખના ફળમાં ૧૧,પ૬,૯ર૫ પલ્યોપમના ઘોર-અતિઘોર દુઃખને પામે છે. એના ભારે ભયાનક ફળનો વિચાર સુદ્ધાં એને થતો નથી. સમજાણું કાંઈ....? ભાઈ, જેમ માર્ગનું ફળ મુક્તિ છે તેમ આનું-કામભોગનું ફળ સંસાર છે, દુઃખ છે. આવી વાત છે. આ ભોગની વાત કરી, હવે પરિગ્રહની વાત કરે છે: અને વળી ક્યારેક ધનરક્ષાની બુદ્ધિ કરે છે.' શું કીધું? પૈસા મેળવવાની અને તેની રક્ષા કરવાની બુદ્ધિ કરે છે. “પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ”—એમ લોકો બોલે છે ને? તેમ અહા ! પૈસાનો દાસ-કિંકર થઈને તેની રક્ષાની બુદ્ધિ કરે છે. તીવ્ર લોભવશ પરિગ્રહ વધારવાની અને તેની રક્ષાની બુદ્ધિ કરે છે તો તે પણ નરકમાં જાય છે, ને ત્યાં અસંખ્ય અબજો વર્ષ પર્યત અસહ્ય દુ:ખને ભોગવે છે; અથવા તો તિર્યંચ આદિના દુઃખને પ્રાપ્ત થાય છે. જો તીવ્ર મમત્વાદિ હોય તો મરીને નિગોદમાં પણ જાય છે. અહા ! ત્યાં એના દુઃખની શી વાત કરવી? ૭૦ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિએ નિગોદમાં જાય છે. એક શ્વાસમાં ૧૮ ભવ કરે એના તીવ્ર દુ:ખને કોણ કહે ? અને તે ૭૦ ક્રોડાકોડી સાગરોપમ પર્યત. (૧ સાગરમાં ૧૦ ક્રોડાક્રોડી પલ્યોપમ જાય છે). અરે! ભગવાન જિનવરનો માર્ગ પામ્યા વિના એની આવી કરુણ દશા થઈ ! અરે ! વિષયસુખ પ્રતિ ગતિ કરનારા ને ધનરક્ષાની બુદ્ધિ કરનારને કેવા કહેવા? હવે કહે છે-“જે પંડિત ક્યારેક જિનવરના માર્ગને પામીને નિજ આત્મામાં રત થાય છે, તે ખરેખર આ મુક્તિને પામે છે.' જુઓ, ગાથામાં “નિસાસને ' પદ આવ્યું હતું ને? તે અહીં કહે છે–વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે માર્ગ કહ્યો છે તે જિનવરના માર્ગને પામીને, અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રય એવા માર્ગને પામીને જે પંડિત પુરુષ નિજ આત્મામાં રત થાય છે. , અહા! અજ્ઞાની કામિનીમાં રત હુતો, વા તે ધનની રક્ષામાં લીન હતો, જ્યારે આ પંડિત પુરુષ નિજ આત્મામાં રત થાય છે એમ કહે છે. અહાહા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેમાં આ લીન થાય છે તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પૂર્ણતા થઈ ખરેખર મુક્તિને પામે છે. અહા ! એના અસંખ્ય સમયના સાધકભાવનું-મોક્ષના માર્ગનું-ફળ અનંત...અનંત સાગરોપમનું અર્થાત્ સાદિ અનંતકાળનું સુખ એને પ્રાપ્ત થાય છે. (“સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” –લીન થાય છે.) અહા ! અસંખ્ય સમય નિજ સ્વરૂપમાં લીન થાય, અર્થાત એવો જે અસંખ્ય સમયનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ [ નિયમસાર પ્રવચન શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ છે તેનું ફળ અનંત કાળની મુક્તિ છે, પરમ સુખની પ્રાપ્તિ છે. અહા ! મોક્ષને માટે મોક્ષમાર્ગમાં અસંખ્ય સમય તો જોઈએ જ. તો તેના એક સમયનું કેટલું ફળ આવ્યું? અનંત અનંત ક્રોડાકોડી-જેનો અંત ન મળે એટલા કાળનું સુખ. માર્ગનું ફળ આવું અલૌકિક મળે છે. પણ શું થાય? વિષય અને ધનરક્ષાની પ્રવૃત્તિ આડ જીવો એ સુખથી વંચિત રહે છે. વિષયના સુખવાળા, પૈસાની રક્ષા કરવાવાળા અને આત્મસ્વરૂપમાં લીન રહેવાવાળા-એ ત્રણની અહીં વાત કરી છે. જે નિજ આત્મસ્વરૂપમાં લીન છે, આત્મામાં જેણે બુદ્ધિને રોકી છે તે ભગવાનના કહેલા શુદ્ધરત્નત્રયરૂપ માર્ગને પામીને આત્મામાં જ રત રહીને મુક્તિ પામે છે. જ્યારે રાગમાં-વિષય તૃષ્ણામાં-પુણ્ય-પાપના પરિણામમાં-રત રહેનારાઓને સંસાર અને તેનું દુઃખ ફળે છે. અહાહા..! પુણ્ય-પાપ આદિ રાગાદિથી છૂટી જે આનંદમૂર્તિ નિજ ભગવાન આત્મામાં લીન થાય છે તે શુદ્ધરત્નત્રયરૂપ એવા જિનમાર્ગને પામે છે. અહા ! જિનમાર્ગને પામીને સુખ-સાગર એવા નિજ આત્મામાં જ રત રહે છે તે ખરેખર તેના ફળમાં મુક્તિને પામે છે, પરમાનંદને પ્રાપ્ત થાય છે. આ માર્ગ અને માર્ગનું ફળ કહ્યું છે. પણ અરે! અજ્ઞાની જીવ એમ ને એમ સંસારમાં રખડી મરે છે! આ બે ગાથા થઈ, હવે ત્રીજી ગાથા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩] ગાથા – ૩ णियमेण य जं कजं तं णियमं णाणदंसणचरितं। विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं ।।३।। જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિહાર અર્થે “સાર' પદ યોજેલ છે. ૩. અન્વયાર્થ:- [: નિયમ:] નિયમ એટલે [ નિયમેન ] નિયમથી (નક્કી) [ ય વાર્થ] જે કરવાયોગ્ય હોય તે અર્થાત્ [ જ્ઞાનનવારિત્રમ્] જ્ઞાનદર્શનચારિત્ર. [ વિપરીતરિદાર્થ ] વિપરીતના પરિવાર અર્થે (-જ્ઞાનદર્શનચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે ) [ 7 ] ખરેખર [ સામ્ રૂતિ વેવ ] સાર' એવું વચન [ ભગત ] કહ્યું છે. ટીકા- અહીં આ (ગાથામાં), “નિયમ” શબ્દને સાર” શબ્દ કેમ લગાડ્યો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવરત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. જે સહજ પરમ પરિણામિક ભાવે સ્થિત, સ્વભાવ-અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તે નિયમ (–કારણનિયમ) છે. નિયમ (-કાર્યનિયમ) એટલે નિશ્ચયથી (નક્કી) જે કરવાયોગ્યપ્રયોજનસ્વરૂપ હોય તે અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર. તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે: (૧) પરદ્રવ્યને અવલંખ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય (–ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયોગ્ય) એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન (-જાણવું) તે જ્ઞાન છે. (૨) ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંત:તત્ત્વના ‘વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. (૩) નિશ્ચયજ્ઞાનદર્શનાત્મક કારણપરમાત્મામાં અવિચળ સ્થિતિ (નિશ્ચળપણે લીન રહેવું) તે જ ચારિત્ર છે. આ જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ ૧. આ પરમ પરિણામિક ભાવમાં “પારિણામિક' શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સુચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ પરમ પરિણામિક ભાવ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. [ વિશેષ માટે સમયસારની ૩૨૦મી ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકા જાઓ અને બૃહદ્રવ્યસંગ્રહની ૧૩મી ગાથાની ટીકા જાઓ. ) ૨. આ શુદ્ધજ્ઞાનચેતના પરિણામમાં “પરિણામ' શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. ૩. આ નિયમ તે કારણનિયમ છે, કેમ કે તે સમ્યજ્ઞાનદર્શનચારિત્રરૂપ કાર્યનિયમનું કારણ છે, [ કારણનિયમના આશ્રયે કાર્યનિયમ પ્રગટે છે.) ૪. વિલાસ = કીડા; મોજ; આનંદ. ૫. કારણના જેવું જ કાર્ય થાય છે; તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ | નિયમસાર પ્રવચન છે. તે “નિયમ” શબ્દને વિપરીતના પરિહાર અર્થે “સાર” શબ્દ જોડવામાં આવ્યો છે. [ હવે ત્રીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છે.] (ભાર્યા) इति विपरीतविमुक्तं रत्नत्रयमनुत्तमं प्रपद्याहम्। अपुनर्भवभामिन्यां समुद्भवमनंगशं यामि।।१०।। [ શ્લોકાર્ચ- ] એ રીતે હું વિપરીત વિનાના (-વિકલ્પરહિત) અનુત્તમ રત્નત્રયનો આશ્રય કરીને મુક્તિરૂપી સ્ત્રીથી ઉદ્દભવતા અનંગ (-અશરીરી, અતીન્દ્રિય, આત્મિક) સુખને પ્રાપ્ત કરું છું. ૧૦. ગાથા ૩: ગાથાર્થ ઉપરનું પ્રવચન: અહા! ગાથામાં શું કહે છે? કે “નિયમ એટલે નિયમથી (નક્કી) વત્ વાર્થ-જે કરવાયોગ્ય હોય તે...' તો શું કરવાયોગ્ય છે? પર્યાય; જુઓ, પર્યાય નક્કી-નિયમથી કરવાયોગ્ય છે. કઈ પર્યાય ? તો કહે છે TIળવંસારિત'—જ્ઞાનને આદિમાં લઈને જ્ઞાન-દર્શન-ચારિત્રની પર્યાય કરવાયોગ્ય છે એમ કહે છે. અહા ! નિયમથી જે કરવાયોગ્ય છે તે નિશ્ચય જ્ઞાનદર્શનચારિત્રની પર્યાય કરવાયોગ્ય છે. નિશ્ચયથી આ જ કર્તવ્ય છે, પણ વ્યવહાર રત્નત્રયનો પર્યાય કર્તવ્ય છે એમ નથી એમ આમાં કહે છે. સમજાણું કાંઈ....? અહા ! પરમાં તો એને કાંઈ કર્તવ્ય છે જ નહિ, કેમકે પરનું તો આત્મા કાંઈ કરી શકતો જ નથી; એ તો ફક્ત (જૂઠું) માને છે કે હું કરું છું, (બાકી શું કરે? પરમાં એનો પ્રવેશ જ નથી.) અને અશુભભાવ પણ કરવા લાયક નથી. અરે, ખરેખર તો વ્યવહાર રત્નત્રયના શુભભાવ પણ કરવાલાયક નથી એમ કહે છે; બહુ આકરી વાત બાપા! પણ આ સત્ય છે. નિયમથી બસ જ્ઞાન-દર્શન-ચારિત્ર કરવાલાયક છે. ભાઈ, કરવાયોગ્ય બસ આ નિશ્ચય જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. અહા ! તે કોના આશ્રયે થાય છે? તે દ્રવ્યના આશ્રયે થાય છે. શું કીધું? નિશ્ચય કરવાયોગ્ય જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકસ્વરૂપ આત્મદ્રવ્યના આશ્રયે થાય છે, એ કાંઈ પર્યાયના આશ્રયે થતા નથી; કેમકે એ (પર્યાય) તો કરવાયોગ્ય છે. અહાહા..! આનો ખુલાસો ટીકામાં આવશે. અરે ભાઈ તે તો ૧. વિપરીત વિરુદ્ધ. [ વ્યવહારરત્નત્રયરૂપ વિકલ્પોને-પરાશ્રિત ભાવોને-બાતલ કરીને માત્ર નિર્વિકલ્પ જ્ઞાનદર્શનચારિત્રનો જ-શુદ્ધરત્નત્રયનો જ સ્વીકાર કરવા અર્થે નિયમ’ સાથે “સાર' શબ્દ જોડયો છે.] ૨. અનુત્તમ=જેનાથી બીજુ કાંઈ ઉત્તમ નથી એવું; સર્વોત્તમ; સર્વશ્રેષ્ઠ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩] ૩૭ આજ લગી ભવન (ભવ થાય એવાં) કર્તવ્ય કાર્ય કર્યા છે. અહા ! જે અકર્તવ્ય છે અને તે કર્તવ્ય માન્યાં છે, અને એનું જ ફળ આ સંસાર છે. સમજાણું કાંઈ...? અહીં કહે છે-પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર પોતે આત્મા છે તેનો આશ્રય લઈને નિયમથી કરવાયોગ્ય હોય તો બસ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. અર્થાત્ આત્માનું જ્ઞાન, તેનું શ્રદ્ધાન અને તેનું જ આચરણ કરવાલાયક છે. હવે આવું જેના કાનેય પડે નહિ, તેને સમજવાનો અવસર ક્યો? એ ક્ય રે સમજે? અરે ભાઈ, આયુના સમય તો ( એક એક કરીને) ચાલ્યા જાય છે, અને એ મૃત્યુના મુખમાં જ રહ્યો છે; સમયે સમયે એ મૃત્યુની નજીક જાય છે. અહા ! તું જાણે છે કે હું કાંઈક વધુ છું, મોટો થાઉં છું, પણ વાસ્તવમાં તો મૃત્યુની સમીપ જ જઈ રહ્યો છો. (જો આ વસ્તુસ્થિતિ હમણાં સમજમાં ન લીધી તો પછી અવસર નહિ હોય.) અહા ! કહે છે-કરવાયોગ્ય હોય તો આ શુદ્ધરત્નત્રય જ છે. લ્યો, અહીંથી ઉપાડયું છે કે નિશ્ચયથી જીવને કરવાયોગ્ય હોય તો સમ્યગ્દર્શનશાનચારિત્ર છે. આ મોક્ષમાર્ગ કર્તવ્ય છે જેનું ફળ સિદ્ધદશા વા મોક્ષ છે. તીર્થ અને તીર્થનું ફળ-એમ સમયસારમાં (ગાથા ૧રમાં) આવે છે ને? તરવાનો ઉપાય તે તીર્થ, ને તેનું ફળ પૂર્ણદશારૂપ મોક્ષ છે. બન્ને પર્યાય છે ( –એક સાધક અને બીજી સાધ્ય. (તીર્થ વા મોક્ષમાર્ગ સાધક છે, ને મોક્ષ સાધ્ય છે.) હવે, “સાર' પદ જોડલ છે ને? તેનું પ્રયોજન બતાવે છે. કહે છે-“વિપરીતના પરિહાર અર્થે (–જ્ઞાનદર્શનચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે) ખરેખર “સાર” એવું વચન કહ્યું છે.' લ્યો, નિશ્ચય રત્નત્રયથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે સાર પદ જોડેલ છે એમ કહે છે. પ્રશ્નઃ વિપરીત એટલે મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રને ? સમાધાનઃ અહીં નિશ્ચયથી વિપરીત વ્યવહારની વાત છે, કેમકે બન્ને નયોના વિષય પરસ્પર વિપરીત-વિરુદ્ધ છે ને? બે નયને પરસ્પર વિરોધ છે. “સમયનયવિરોધ”—એમ (સમયસારના ચોથા કળશમાં) ન આવ્યું? નિશ્ચય અને વ્યવહાર-બે નયોને પરસ્પર વિરોધ છે. તેથી વિપરીત એવા વ્યવહાર જ્ઞાનદર્શનચારિત્રના પરિહાર માટે ખરેખર “સાર” એવું વચન કહ્યું છે. ભગવાન કુંદકુંદાચાર્યનો “સાર” પદ યોજવામાં આ આશય છે. અહાહા...! ભગવાન આત્મા ઉપર-સામાન્ય-સામાન્ય એવા દ્રવ્ય ઉપર-પર્યાય કર્તવ્ય છે એમ અહીં કહે છે. પ્રવચનસારમાં (ગાથા ૫૯માં) પણ આવે છે કે અનાદિ જ્ઞાનસામાન્યરૂપ સ્વભાવ ઉપર...", અહા ! ત્યાં પણ “ઉપર” એવો શબ્દ છે. એટલે કે અંદર દ્રવ્ય તો ત્રિકાળ જ્ઞાનસ્વભાવ સામાન્ય છે, પણ દ્રવ્યની ઉપર પર્યાયમાં કેવળજ્ઞાન આદિ પ્રગટ થાય છે. એ કેવળજ્ઞાનાદિ ઉપર છે, અર્થાત્ પર્યાયમાં છે, પણ અંદરમાં નથી, દ્રવ્યમાં નથી. અહા ! આવી ઝીણી વાત! અહીં કહે છે-દ્રવ્યના આશ્રયે ઉપર સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તે નિયમથી કર્તવ્ય છે. અહાહા....! અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પોતાનો પરમેશ્વર છે. તેનું જ જ્ઞાન, તેનું જ શ્રદ્ધાન અને તેમાં જ અવસ્થિતિરૂપ આચરણ–બસ આ કરવાલાયક છે; તથા “સાર” પદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ [ નિયમસાર પ્રવચન જોડીને તેનાથી વિરુદ્ધ જે વ્યવહારરત્નત્રય છે તેનો પરિહાર કર્યો છે, અર્થાત વ્યવહારરત્નત્રયનો પરિહાર કરવા સાર” પદ યોજેલ છે. ભાઈ, વ્યવહારરત્નત્રય છે તે પરિહાર કરવાલાયક છે, અને આ (-નિશ્ચયરત્નત્રય) કરવાલાયક છે એમ અહીં કહે છે. અહા ! આવો માર્ગ! લોકોને આકરો વા ઝીણો લાગે, પણ એ જ કર્યો છૂટકો (–મુક્તિ ) છે. એના વિના અનાકુળ શાન્તિ (બીજે ક્યાંય ) સંભવિત નથી. ' અરે ! ચોરાસીના અવતારમાં રઝળતાં-રઝળતાં બહારમાં અધિક-મોટો દેખાવા માટે એણે કેવા કેવા ભાવ કર્યા છે? પણ અંદરમાં હું રાગથી અધિક (ભિન્ન) ને પર્યાયથી પણ અધિક ભિન્ન એવો ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છું એવો એક ક્ષણ પણ ભાવ ન કર્યો. અહા ! આવા નિજ ચૈતન્યપદનો એને મહિમા ભાસ્યો નહિ! વ્યવહારનો મહિમા ભાસ્યો, પણ અંદર નિજ ચૈતન્યદેવનો મહિમા ભાસ્યો નહિ! તેથી કહે છે-એ વ્યવહાર પરિહાર કરવાલાયક છે. આ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણતરનો રાગ અને પંચમહાવ્રતના પાલનનો રાગ-એ રાગના આચરણનો પરિહાર કરવા સાર' પદ યોજેલો છે. ભાઈ, સઘળો વ્યવહાર છોડવાયોગ્ય હેય છે, આદરવાલાયક નથી. આવી વાત આકરી લાગે પણ આ સત્ય છે. સમજાણું કાંઈ...? હવે ટીકા ગાથા ૩: ટીકા ઉપરનું પ્રવચન: અહાહા...! કહે છે-“અહીં આ (ગાથામાં) “નિયમ” શબ્દને “સાર” શબ્દ કેમ લગાડ્યો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવરત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. ” “નિયમસાર–એમાં “સાર” શબ્દ કેમ જોડયો છે એનો મુનિરાજે ખુલાસો કરી નાખ્યો. કહે છે-એ વડે સ્વભાવરત્નત્રયનું પ્રતિપાદન કર્યું છે. અહા ! વ્યવહારરત્નત્રય એ સ્વભાવરત્નત્રય નથી; એ તો વિભાવ છે. જે શુદ્ધરત્નત્રય આમાં કહેશે એ સ્વભાવરત્નત્રય છે, ને એમાં વિભાવનો અભાવ છે. આવી વાત છે. પ્રશ્ન: શુદ્ધરત્નત્રયને સ્વભાવરત્નત્રય કહ્યાં; તો શું તે પ્રગટતાં ગુણ પ્રગટે છે? કેમકે સ્વભાવ એટલે ગુણ-એમ અર્થ છે ને? સમાધાનઃ ના, એ ગુણ નથી; સ્વભાવરત્નત્રય તો પર્યાય છે. અહીં સ્વભાવ કહેવાનો અર્થ એમ છે કે-વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે તે વિભાવ છે જ્યારે આ શુદ્ધરત્નત્રય સ્વભાવ છે. છે તો બન્નેપર્યાય. શુદ્ધરત્નત્રયને સ્વભાવરત્નત્રય કહ્યાં છે તેથી તે ગુણ છે અર્થાત્ સમ્યગ્દર્શન ગુણ છે, સમ્યજ્ઞાન ગુણ છે, સમ્યક્રચારિત્ર ગુણ છે એમ અર્થ નથી. તે છે તો પર્યાય, પરંતુ અવગુણ (વિભાવ) ટળીને તે પર્યાય પ્રગટ થઈ છે માટે તેને સ્વભાવ કહ્યું છે. અહા! જેમાં વિભાવનો અભાવ છે એવાં નિજ ત્રિકાળી સ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર સ્વભાવરૂપ છે, વિભાવ નથી. આ રીતે અહીં સ્વભાવરત્નત્રયનુંનિશ્ચય મોક્ષમાર્ગનું સ્વરૂપ કહ્યું છે. સમજાય છે કાંઈ...? હવે કહે છે-“જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત, સ્વભાવ-અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તે નિયમ (-કારણનિયમ ) છે.' શું કીધું આ? અહા! કારણનિયમને બતાવતાં અહીં બે બોલ લીધા છે. એક એમ લીધો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ -૩] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩ ૩૯ . કે–‘ જે સહજ પ૨મ પારિણામિક ભાવે સ્થિત '; જુઓ, આમાં ‘ પારિણામિક' શબ્દ આવ્યો. બીજો બોલ એમ લીધો કે-‘સ્વભાવ-અનંતચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ..'; આમાં પણ ‘ પરિણામ ’–એવો શબ્દ આવ્યો છે. હવે આનો શું અર્થ છે તેની વ્યાખ્યા (ખુલાસો ) નીચે ફૂટનોટમાં છે તે જોઈએ. (પહેલા બોલની વ્યાખ્યા ) ‘આ પરમ પારિણામિક ભાવમાં “પારિણામિક” શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી. અને પર્યાયાર્થિક નયનો વિષય નથી.' શું કીધું આ? ‘ પારિણામિક' એમ શબ્દ છે એ બદલતો-પલટતો ભાવ છે એમ બતાવવા માટે નથી. અહાહા...! પારિણામિક ભાવ છે તે બદલતો-પલટતો-પરિણમતો ભાવ એમ નથી. અહા ! આ ‘પારિણામિક' શબ્દ સંપ્રદાયમાં તો કોઈ દિ' સાંભળ્યોય ન હોય. અહા! આ પાંચ ભાવ છે ને? તેમાં ઉદય, ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક–એ ચાર ભાવો ક્ષણિક પર્યાયરૂપ છે, ને એક પ૨મ પારિણામિક ભાવ ત્રિકાળી ધ્રુવ ભાવ છે. શું કીધું? ક્ષાયિકભાવે (રહેલ ) કેવળજ્ઞાન ને સિદ્ધદશા છે તે પર્યાય છે, ગુણ નથી. 66 અહા ! કહે છે-આ પારિણામિક ભાવ છે તે ત્રિકાળી ધ્રુવ ભાવ છે, તે વર્તમાન પલટતી-બદલતી ઉત્પાદવ્યયરૂપ દશા નથી. અહા ! અવસ્થાપણે ઉપજે ને એનો નાશ થાય-એ પર્યાયભાવ આ નથી. મતલબ કે પર્યાયને-પરિણામને બતાવવા માટે આ ‘પારિણામિક' શબ્દ નથી. અહા ! ‘પારિણામિક' શબ્દ તો ત્રિકાળી ભાવને, સહજ ભાવને, નહિ પલટતા ભાવને, નહિ બદલતા ભાવને, ઉત્પાદવ્યયરહિત સદાય એકરૂપ રહેતા ભાવને બતાવવા માટે છે. ઉત્પાદવ્યયરૂપ ભાવ ને પરિણામ કહેવાય છે, અને આ પ૨મ ભાવને પારિણામિક કહેવાય છે; છતાં આ ‘પારિણામિક’ શબ્દ ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી. હવે આવું ક્યાં સાંભળવા મળે ? (બીજે તો રાગની કથા માંડે છે. ) અહા! ખરેખર જે આ પારિણામિક ભાવ છે તે જ અપરિણામી છે. સમજાણું કાંઈ...? પ્રશ્ન: તો પછી તેને પારિણામિક કેમ કહ્યો ? સમાધાનઃ કેમકે તે સહજ ભાવ છે માટે પારિણામિક કહ્યો છે. (અન્વયરૂપ ત્રિકાળ છે ને? માટે પારિણામિક કહ્યો છે.) પ્રશ્ન: તો પછી તેને અપરિણામી કેમ કહો છો? સમાધાનઃ કેમકે તે પલટતો-બદલતો નથી માટે અપરિણામી કહ્યો છે. આમ એક ને એક ભાવના બે નામ (છે). આ પારિણામિક ભાવ ધ્રુવ એકાકાર છે, જ્યારે મોક્ષનો માર્ગ તે પર્યાયરૂપ ભાવ છે, પર્યાય છે, પલટતો ભાવ છે. અહાહા...! કહે છે-પરમ પારિણામિક ભાવમાં ‘પારિણામિક' શબ્દ કહ્યો છે, પણ તે, જે પલટેબદલે છે એવા ઉત્પાદવ્યયને-પરિણામને સૂચવવા માટે નથી, તેમ જ તે પર્યાયાર્થિક નયનો વિષય નથી. અહા ! ‘પારિણામિક' શબ્દ કહ્યો માટે પારિણામિક ભાવ પર્યાયાર્થિક નયનો વિષય છે એમ નથી, કેમકે એ (પારિણામિક ભાવ) તો ત્રિકાળ ધ્રુવ છે, નિત્ય...નિત્ય એવો અનાદિ-અનંત અવિનાશી છે; તથા ઉત્પાદવ્યયરૂપ પરિણામમય કે જે પર્યાયાર્થિક નયનો વિષય છે તેમય એ (ભાવ) નથી. માટે એ પર્યાયાર્થિક નયનો વિષય નથી. આવું ઘણું ઝીણું ભાઈ ! ભાષા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ [નિયમસાર પ્રવચન તો સાદી છે, પણ ભાવ.... (ખૂબ ગંભીર છે). અહાહા....! ભગવાન આત્મા વસ્તુ છે કે નહિ? છે ને. છે તો અતિ છે ને? સત્તા છે ને? હોવાવાળું (તત્ત્વ) છે ને? અહા ! આ હોવાવાળો ભાવ એવા આત્મામાં બે અંશો છે; એક બદલતો અંશ ને બીજો ત્રિકાળ ટકતો અંશ. જે ત્રિકાળ–ટકતો ધ્રુવ અવિનાશી-અંશ છે તેને પરિણામિક કહ્યો છે, પરંતુ તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે કહ્યો નથી. સમજાણું કાંઈ..! અહા! આ તો વીતરાગ-વિજ્ઞાન બાપુ! વળી કહે છે-“આ પરમ પારિણામિક ભાવ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે.' શું કીધું આ? ઉત્પાદવ્યયરૂપ મોક્ષમાર્ગની જે અવસ્થા થાય છે તેનાથી આ પરમ પારિણામિક ભાવ નિરપેક્ષ એકરૂપ છે, ભિન્ન છે; કારણકે ઉત્પાદવ્યય-નવી અવસ્થા ઉપજે ને જુની અવસ્થા વ્યયરૂપ થાય-એમ કહેતાં જ બે ભાવ થઈ ગયા, જ્યારે આ પારિણામિક ભાવ તો એકરૂપ છે. અહા ! જે ઉપજે અને વિણસે એવી અવસ્થા-પર્યાયથી અપેક્ષા વિનાની આ ચીજ છે. અહા ! એ ત્રિકાળ ધ્રુવ.. ધ્રુવ. ધ્રુવ, નિત્ય... નિત્ય... નિત્ય એવી અનાદિ-અનંત અવિનાશી ચીજ છે. અહા ! પરમ પારિણામિક ભાવ-એક જ્ઞાયકભાવ જ છે...છે..છે એમ ત્રિકાળ છેપણે વિદ્યમાન છે તેને અહીં “પારિણામિક’ શબ્દ સૂચવે છે. અહા! આ પારિણામિક ભાવ, કહે છે, દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એટલે શું? કે દ્રવ્ય = વસ્તુ, અર્થ = પ્રયોજનદ્રવ્ય જેનું પ્રયોજન છે અર્થાત્ જેનું પ્રયોજન અખંડ અભેદ એકરૂપ ત્રિકાળી વસ્તુ છે તે દ્રવ્યાર્થિક નય છે; અને આ પારિણામિક ભાવ છે તે આ રીતે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. પર્યાયાર્થિક નયા વર્તમાન ઉત્પાદવ્યયરૂપ બદલતી અવસ્થા-પર્યાયને બતાવે છે, જ્યારે દ્રવ્યાર્થિક નય ત્રિકાળી એકરૂપ દ્રવ્યને બતાવે છે. સમજાણું કાંઈ..! પ્રશ્નઃ હા, પણ બધું શીખવા કરતાં છ કાયની દયા ન પાળીએ? સમાધાન: છ કાયની કોણ દયા પાળે? સાંભળને હવે; (પરમાં તો આત્માનું કાંઈ કર્તવ્ય જ નથી). પ્રશ્નઃ દેશની સેવા કરીએ તો? (જનસેવા તે પ્રભુસેવા-એમ કહ્યું છે ને?) સમાધાનઃ સાંભળને હવે; દેશ ક્યાં તારી ચીજ છે? એ તો બહારની બીજી ચીજ છે. ભાઈ ! તારો દેશ તો અહીં (અંદરમાં) છે. અહાહા..! અસંખ્ય પ્રદેશી અનંત ગુણોનો આખો એક સમાજ તારો દેશ છે. અહાહા..! અનંત ગુણોનું વાસ્તુ એવો તારો દેશ છે. અહાહા..! લોકના જેટલા પ્રદેશો છે એવડો અસંખ્યપ્રદેશી ભગવાન! તારો દેશ છે, અને એમાં અનંત ગુણનો સમાજ વસે છે. અહા ! આવડો મોટો દેશ! અને તેમાં અધધધ...આવડી મોટી સંખ્યા વસે! જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, વીર્ય અકર્તૃત્વ, અભોકતૃત્વ, કરણ, સંપ્રદાન, જીવત્વ આદિ અહાહા..! અનંત-અનંત શક્તિરૂપી સમાજનો જેમાં એકમેકપણે વાસ છે એવો મહાન દેશ પ્રભુ! તું આત્મા છો; અને તે, અહીં કહે છે, દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અહાહા...! આ જ્ઞાનનું પરમ જ્ઞય અને ધ્યાનનું (એકમાત્ર) ધ્યેય છે. અહા! આવું તારું તત્ત્વ બહુ ઝીણું-સૂક્ષ્મ છે પ્રભુ! પ્રશ્ન: પણ આ બધું કેટલું યાદ રાખવું? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧ ગાથા-૩] ઉત્તરઃ આમાં તો બહુ થોડું યાદ રાખવાનું છે. વેપાર-ધંધામાં કેટકેટલું યાદ રાખે છે? એ તો રુચિનો સવાલ છે; જેની જેમાં રુચિ હોય તેને યાદ રાખી લે છે. સમયસારની ૩૨૦ ગાથાની જયસેનાચાર્યકૃત ટીકામાં કહ્યું છે કે-શક્તિરૂપ જે મોક્ષ છે તે પારિણામિક ભાવે છે, ને જે વ્યક્તિરૂપ મોક્ષ છે તે ક્ષાયિક ભાવે છે. અહા ! આ જે વ્યક્તિરૂપ મોક્ષ છે એ તો નવી ઉત્પાદવ્યયરૂપ પર્યાય-પરિણામ છે, ને તે પર્યાયાર્થિક નયનો વિષય છે, જ્યારે શક્તિરૂપ મોક્ષ છે એ તો ક્ષાયિક ભાવથી નિરપેક્ષ ત્રિકાળ એકરૂપ ભાવ છે અને તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. આના ઉપરનાં વિસ્તારથી પ્રવચનો થઈ ગયાં છે ( ત્યાંથી વિશેષ જોવું.) બૃહદ્ દ્રવ્ય-સંગ્રહની ૧૩મી ગાથાની ટીકામાં ભવ્ય-અભવ્યની વાત આવે છે. ત્યાં પારિણામિક ભાવના શુદ્ધ-અશુદ્ધ એમ બે પ્રકાર લીધા છે. ભવ્ય-અભવ્યના ભેદ પડ્યા એ અશુદ્ધ પારિણામિક ભાવ છે, અને દસ પ્રાણરૂપ જીવત્વ પણ અશુદ્ધ પારિણામિક ભાવ છે અને તે પર્યાયાર્થિક નયનો વિષય છે. ભેદ છે ને? અનેકપણું છે એ જ અશુદ્ધ છે; માટે તે પર્યાયાર્થિક નયનો વિષય છે. અભેદ એકરૂપ અખંડ છે તે શુદ્ધ છે (શુદ્ધ પારિણામિક ભાવ છે ) અને તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. આ પારિણામિક ભાવની વ્યાખ્યા કરી. હવે એ પારિણામિક ભાવમાં શું સ્થિત છે? તો કહે છેસહજ પરમ પરિણામિક ભાવે સ્વભાવઅનંત ચતુટ્યાત્મક શુદ્ધજ્ઞાનચેતના પરિણામ સ્થિત છે અને તે નિયમ (–કારણનિયમ) છે. જુઓ, શું કીધું આ? કે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતઆનંદ તથા અનંતવીર્ય-એમ સ્વભાવચતુષ્ટયમય જે શુદ્ધજ્ઞાનચેતના છે તે પરમ પારિણામિક ભાવમાં સ્થિત છે. આ ત્રિકાળી જ્ઞાનચેતનાની વાત છે હોં. અહો ! પહેલાં ત્રિકાળી પરમ પારિણામિક ભાવ કહ્યો, અને હવે તેમાં રહેલા-સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટય એ ગુણ કહ્યા; અને તે સ્વભાવ અનંત ચતુષ્ટયનું એકરૂપ તે શુદ્ધજ્ઞાનચેતના છે એમ લીધું. સમજાણું કાંઈ...? પ્રશ્નઃ આ અનંતજ્ઞાનાદિ ચતુષ્ટય તે શું ધ્રુવ લેવા? સમાધાન: હા, ધ્રુવ લેવા; કેમકે આ ત્રિકાળી ગુણ છે. “સ્વભાવઅનંત ચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતના પરિણામ”—એમ લીધું છે ને? મતલબ કે સ્વભાવઅનંત ચતુષ્ટયાત્મક અર્થાત્ સ્વભાવ અનંતજ્ઞાનાદિ ચારતેનું એકરૂપ તે શુદ્ધજ્ઞાનચેતના પરિણામ છે. આવી ઝીણી વાત છે પ્રભુ! પ્રશ્ન: તો શું આ કારણશુદ્ધપર્યાય છે? સમાધાન: ના, અહીં તો ત્રિકાળી ગુણની વાત છે. કારણશુદ્ધપર્યાયની વાત તો ત્યાં (૧૫મી ગાથામાં) આગળ આવશે. અહીં તો કહે છે–પરમ પરિણામિક ભાવમાં-ત્રિકાળી ધ્રુવ ભાવમાં સ્થિત-રહેલ શુદ્ધજ્ઞાનચેતના પરિણામ છે. હવે અહીં જે “પરિણામ” કીધા છે (જે પરિણામ” શબ્દ છે) તેની વ્યાખ્યા કરે છે. પહેલાં ત્રિકાળી પરમ પારિણામિક ભાવની વ્યાખ્યા કરી હતી, અને હવે એમાં સ્થિત શુદ્ધજ્ઞાનચેતના પરિણામની વ્યાખ્યા કરે છે. નીચે ફૂટનોટમાં જુઓ. “આ શુદ્ધજ્ઞાનચેતના પરિણામમાં “પરિણામ' શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તો ઉત્પાદત્રય નિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૪૨ [નિયમસાર પ્રવચન શું કીધું ? ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ ’ માં ‘ પરિણામ' શબ્દ છે તે ઉત્પાદવ્યયરૂપ અવસ્થાને સૂચવવા માટે નથી; કેમકે ત્રિકાળી પ૨મ પારિણામિક ભાવમાં સ્થિત-રહેલા ભાવને અહીં ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ ’ કહેલ છે. અહા ! પહેલાં ત્રિકાળી પ૨મ પારિણામિક ભાવમાં ‘પારિણામિક' શબ્દ ઉત્પાદવ્યયને સૂચવવા માટે નથી એમ કહ્યું હતું અને હવે કહે છે-આ ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ ' માં ‘પરિણામ ’શબ્દ ઉત્પાદવ્યયને સૂચવવા માટે નથી. (આ તો ધ્રુવમાં સ્થિત ધ્રુવ ગુણોની વાત છે.) વળી, કહે છે–તે ‘ પર્યાયાર્થિક નયનો વિષય નથી.' અહા! આ ત્રિકાળી શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ પર્યાયને-વર્તમાન વર્તતી અવસ્થાને વિષય કરનાર પર્યાયાર્થિક નયનો વિષય નથી. એ તો ઉત્પાદવ્યયનિ૨પેક્ષ એકરૂપ છે, ધ્રુવ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અહા! બધા શબ્દો એક જ છે (ઉપ૨ના પારિણામિક ભાવના બોલ જેવા જ છે). અહાહા...! ૫૨મ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવઅનંતચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતનાપરિણામમાં ‘પરિણામ ’ શબ્દ ઉત્પાદવ્યયરૂપ પરિણામ સૂચવવા માટે નથી. તે શું સૂચવે છે? અહાહા...! પરમ પારિણામિક ભાવની જેમ ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ' પણ ધ્રુવપણાને સૂચવે છે. અહાહા...! નિયમ જે મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે તેના કારણરૂપ એવો ધ્રુવ...ધ્રુવ નિયમ (– કારણનિયમ ) અંદર છે એમ કહે છે. અહો! એમની (શ્રી પદ્મપ્રભમલધારીદેવની ) આખી શૈલી જ આવી છે. અને તે અહીંથી (કાર્યનિયમ સાથે કારણનિયમ કહીને) ઉપાડી છે. પછી આગળ પ્રાયશ્ચિત્ત આદિના બોલમાં પણ કહેશે. ( આત્મા પ્રાયશ્ચિત્તસ્વરૂપ છે એમ કહેશે ). અહાહા...! કહે છે-નિયમથી કરવાલાયક તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ છે. પણ તે નીપજે કેમ ? કોના આશ્રયે નીપજે? તો કહે છે-ત્રિકાળી શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ કે જે ૫૨મ પારિણામિક ભાવમાં સ્થિત છે તેના આશ્રયે નીપજે. અહા! પ૨મ પારિણામિક ભાવમાં જે સ્થિત છે તે પણ પરમ પારિણામિક ભાવે જ છે. શું કીધું ? અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતઆનંદ અને અનંતવીર્યનું એકરૂપ-કે જે સ્વભાવઅનંતચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતના પરિણામ છે તે પણ ત્રિકાળી પારિણામિક ભાવે છે, ધ્રુવ ભાવે છે, નિત્ય ભાવે છે, એક સદશ ભાવે છે, અને તે ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે; તથા તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અહાહા...! આવો તે નિયમ (–કારણનિયમ ) છે. હવે સંપ્રદાયમાં તો આ વાતની ગંધેય નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! કહે છે-અંદર વસ્તુ છે તેમાં, ત્રિકાળ ટકતો અંશ જે ધ્રુવ એકરૂપ છે તે પરમ પારિણામિક ભાવે છે; અને તે-રૂપ શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ છે એમ અહીં બતાવવું છે. અહાહા...! મોક્ષનો માર્ગ કે જે નિયમથી કરવાલાયક છે તે, આ ધ્રુવના આશ્રયે થાય છે. માટે એ ધ્રુવને પણ નિયમ (–કારણનિયમ ) કહેલ છે. સમજાણું કાંઈ...? ભાઈ, આ તો મહા ભાગ્ય હોય તો સાંભળવા મળે એવી ચીજ છે, કેમકે આ પરમ સત્ય વાત છે. અહાહા...! ટીકાકારે શું કાઢયું છે! ! ‘નિયમેળ ય ખં પ્નું' નિયમ-કાર્યનિયમ બતાવવો છે તો તેમાંથી આ કાઢયું કે–કાર્ય છે તો તેનું કારણ પણ નિયમરૂપ ત્રિકાળ છે; કેમકે દ્રવ્યનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩ ગાથા-૩] ત્રિકાળી સ્વરૂપ (-કારણનિયમ ) ન હોય તો તેની એક સમયની પર્યાય (-કાર્યનિયમ) જે પ્રગટ થાય તે પ્રગટે ક્યાંથી? માટે, કાર્યનિયમ જેના આશ્રયે પ્રગટે છે તે ત્રિકાળી કારણનિયમ વિદ્યમાન છે જ. એ તો પ્રાયશ્ચિત અધિકારમાં પણ આવશે કે સ્વભાવ અપેક્ષાએ જીવદ્રવ્યને પણ પ્રાયશ્ચિત કહેવું. (ગાથા ૧૧૬). અહાહા..! અંદર શુદ્ધજ્ઞાનચેતના પરિણામ એવો જે ધ્રુવ ત્રિકાળી ભાવ છે તે કારણનિયમ છે. આ ત્રિકાળી કારણનિયમ તે ધ્રુવ વસ્તુસ્થિત છે, તેથી ધ્રુવ છે, જ્યારે આ જે મોક્ષનો માર્ગ છે તે કાર્યનિયમ છે, પર્યાયનો નિયમ છે અને તે ત્રિકાળી ધ્રુવ કારણનિયમના આશ્રયે પ્રગટ થાય છે. શું કીધું? જે ત્રિકાળી કારણનિયમ છે તેના આશ્રયે કાર્યનિયમ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? આ સમજાય એવું છે હોં; પણ ધ્યાન તો રાખવું જોઈએ ને? અહા! અહીં આ કારણનિયમની વાત કરી તે ઓલા અજ્ઞાનીના જે વ્રત-તપ-પચખાણ છે તે આ નિયમ નથી; અને જે વ્યવહાર રત્નત્રય છે તે પણ આ નિયમ નથી. તેમ જ નિયમથી કરવાલાયક જે નિશ્ચય રત્નત્રય છે તે પણ આ નિયમ નથી. ભાઈ, આ તો ત્રિકાળી ધ્રુવ વસ્તુસ્થિત ત્રિકાળી કારણનિયમની વાત છે. આ લોકો (અજ્ઞાનીઓ) “કાંઈક નિયમ લો, કાંઈક નિયમ લો'એમ કહે છે ને? હવે એમને તો નિયમની (કાર્યનિયમ અને કારણનિયમની) ગંધય નથી. અહાહા..! વ્યવહાર રત્નત્રયરૂપ જે નિયમ તે આ નહિ, અને નિશ્ચય રત્નત્રયરૂપ જે નિયમ છે તેય આ નહિ, આ તો એનાથી જુદી ચીજ બાપુ! આ તો ત્રિકાળી ધ્રુવ કારણનિયમની વાત છે. અહો! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ કહેલું કોઈ અલૌકિક પદાર્થવિજ્ઞાન છે. આ તો વીતરાગી વિજ્ઞાન છે પ્રભુ! પાઠમાં (ગાથામાં) નિયમથી કરવાલાયક-એમ કાર્યથી-કાર્યનિયમથી વાત છે; તો તેમાંથી આ બીજો ભાવ કાઢયો કે ત્રિકાળી ધ્રુવ કારણનિયમ પણ છે. અહો ! ગજબની શૈલી! શ્રી અમૃતચંદ્રાચાર્યની એવી શૈલી છે કે પાઠમાં અતિ હોય તો તેમાંથી નાસ્તિની વાત પણ કાઢે, ને પાઠમાં નાસ્તિ હોય તો તેમાંથી અતિની વાત પણ કાઢે. એમ અહીં આમણે (પદ્મપ્રભમલધારીદેવે) પાઠમાં કાર્ય છે તો તેના કારણદ્રવ્યની વાત કાઢી છે. અહાહા...કાર્ય છે તો તેના કારણપણે ત્રિકાળ અતિરૂપ કારણદ્રવ્ય છે એમ કાઢયું છે. અહાહા....! કાર્યનિયમ છે તો તેના કારણરૂપ ત્રિકાળ કારણનિયમ પણ છે અને તે પરમ પરિણામિક ભાવે સ્થિત છે-એમ અલૌકિક વાત કાઢી છે. વ્યાખ્યા તો કાર્યનિયમની કરવી છે, પણ તેના પહેલાં કારણનિયમ સિદ્ધ કરે છે. કહે છે-“સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવ અનંત ચતુટ્યાત્મક શુદ્ધજ્ઞાન ચેતના પરિણામ તે નિયમ (–કારણનિયમ ) છે.” અહાહા...! ત્રિકાળી ધ્રુવમાં રહેલો આવો જે ત્રિકાળી ધ્રુવ ભાવ સ્વભાવ અનંત ચતુષ્ટયમય શુદ્ધજ્ઞાન ચેતના પરિણામ છે. તે કહે છે, કારણનિયમ છે; તે ઉત્પાદ વ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અહો ! આ તો અદ્દભુત અલૌકિક વાત કાઢી છે. હવે જે પાઠમાં છે તે વર્તમાન કાર્યનિયમની વાત કરે છે. કહે છે-“નિયમ (-કાર્યનિયમ) એટલે નિશ્ચયથી (નક્કી) જે કરવાયોગ્ય-પ્રયોજનસ્વરૂપ-હોય તે અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४ | [ નિયમસાર પ્રવચન લ્યો, આ હવે પાઠનો અર્થ આવ્યો. નિયમ એટલે કરવાયોગ્ય-પ્રયોજનસ્વરૂપ કાર્ય એવો મોક્ષમાર્ગ અર્થાત જ્ઞાનદર્શનચારિત્ર. આ કાર્યરૂપ નિયમ છે. તેનું કારણ પહેલાં સિદ્ધ કર્યું કે ત્રિકાળી ભગવાન આત્મામાં જે ત્રિકાળી શુદ્ધજ્ઞાનચેતનાભાવ છે તે કારણનિયમ છે, અને તેના આશ્રયે કાર્યનિયમ જે મોક્ષનો માર્ગ છે તે પ્રગટ થાય છે. (કારણ-કાર્યની આવી સંધિ છે.) મોક્ષનો માર્ગ તે કાર્યનિયમ, ને ત્રિકાળી ધ્રુવ શુદ્ધજ્ઞાનચેતનાભાવ તે કારણનિયમ છે. અહો! આચાર્યદેવે અલૌકિક ભાવ કાઢયા છે ! પ્રશ્ન: તમે ( અંતઃસ્થિત) કારણ, કારણ-એમ કહ્યા કરો છો તો તેનું કાર્ય તત્કાલ આવવું જોઈએ ને? કારણ વિધમાન છે તો કાર્ય તરત આવવું જ જોઈએ. સમાધાન: હા, એની કોણ ના કહે છે? પણ કાર્ય ક્યારે આવે? અહાહા...! પોતે અંતર્મુખ થઈ આ કારણ છે”—એમ જ્યારે જ્ઞાનમાં સ્વીકાર કરે ત્યારે આવે. “આ કારણ છે.”—એમ સ્વીકાર કરે ત્યારે તેને કારણ કહેવાય ને? હા, તો ત્યારે તે કારણે થાય જ છે, ને કાર્ય પણ આવે જ છે. અંદર જ્ઞાનમાં આ કારણ છે” એમ સ્વીકાર આવ્યા વિના કારણ કહેવું કોને? પ્રશ્ન: બહુ ચોખ્ખું ન થયું. (એમ કે વિશેષ ચોખ્ખું કરો ). સમાધાન: અહાહા...! આ કારણ અર્થાત પરમ પરિણામિક ભાવમાં સ્થિત છે સ્વભાવ અનંત ચતુષ્ટયમય શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તેનો પર્યાયમાં-જ્ઞાનમાં સ્વીકાર થાય ત્યારે તે કારણ છે એમ સિદ્ધ થાય ને? તો કારણ જ્યારે જ્ઞાનને પ્રતીતિમાં આવે ત્યારે કાર્ય થયા વિના રહે નહિ. (કારણનાં જ્ઞાન ને પ્રતીતિ એ જ કાર્યની સિદ્ધિ છે.) જરા ન્યાયથી એણે સમજવું પડશે પ્રભુ! આ તો અંદરની વાતુ ભગવાન! પાઠમાં તો કાર્યનિયમની વાત છે. પણ તેમાંથી ટીકાકારે કારણનિયમ કાઢયો છે. અહા ! આત્માને સુખરૂપ-આનંદરૂપ એવો જે નિશ્ચય મોક્ષમાર્ગ છે એ તો પર્યાય છે, અવસ્થા છે, કાર્ય છે. અહા ! આ કાર્યનું કારણ કોણ? તો કીધું કે-ત્રિકાળી એક જ્ઞાયકભાવમાં સ્થિત શુદ્ધજ્ઞાનચેતના પરિણામ એ કારણ છે, અને આ ત્રિકાળી નિયમની અંતર્મુખ થઈને જ્ઞાન-પ્રતીતિ કરે ત્યારે તે છે” એમ એની શ્રદ્ધામાં આવે છે અને ત્યારે એ જ્ઞાન-શ્રદ્ધાનરૂપ કાર્ય થઈ જ ગયું (થયા વિના ન રહ્યું). સમજાણું કાંઈ ? અહા ! “આ કારણનિયમ છે ”—એમ જ્યાં જ્ઞાનમાં સ્વીકાર થયો ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પરિણમી, અતીન્દ્રિય આનંદનું પરિણમન થઈ ગયું. ભાઈ, આ કારણ છે એમ એની હયાતીનો જ્ઞાનમાં સ્વીકાર કરે તેને નિયમથી કાર્ય આવે જ છે. આવી અંતરની વાતુ છે પ્રભુ! અહા! અજ્ઞાનીને એમ છે કે-કારણનિયમ છે તો કાર્ય આવવું જ જોઈએ. હા, એની કોણે ના પાડી, ભાઈ ? પણ ક્યારે અને કોને? કારણ છે એમ એની હયાતીનો પોતાના જ્ઞાનમાં સ્વીકાર કરે ત્યારે તેને કાર્ય આવે જ આવે, આવ્યા વિના ન રહે. પણ કારણની ખબર જ નથી, પ્રતીતિ નથી તેને કાર્ય ક્યાંથી આવે? (એટલે તો અજ્ઞાનીને કાર્ય પ્રગટતું નથી ). અહા ! વસ્તુસ્થિત ત્રિકાળી ધ્રુવ અંશ છે તેને કારણનિયમ કહ્યો. અને હવે કહે છે-કાર્યનિયમ એટલે “નિશ્ચયથી જે કરવાયોગ્ય હોય તે.” એટલે કે કારણનિયમ ઉપર પર્યાયનું કરવું-અવસ્થાનું કરવું એ નિશ્ચયથી કરવાયોગ્ય છે. (અહીં “કારણનિયમ ઉપર” એમ કહ્યું એટલે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩] ૪૫ કે કારણનિયમમાં નહીં, પણ તેની ઉપર પર્યાયમાં પર્યાયનું કરવું). વળી કાર્યનિયમ “પ્રયોજનસ્વરૂપ છે. આમ બે અર્થ કીધા છે. જુઓ, અંદર પાઠમાં છે કે “નિશ્ચયેન યત્ વાર્ય પ્રયોગ સ્વરુપ' અર્થાત્ કાર્યનિયમ એટલે નિયમથી જે કરવાયોગ્ય છે તે અર્થાત્ પ્રયોજનસ્વરૂપ. અહાહા..! પ્રયોજન તો દ્રવ્યનો આશ્રય લેવો તે છે. અહા ! એમ કરતાં જે પર્યાય પ્રગટ થઈ તે પ્રયોજનસ્વરૂપ છે એમ અહીં સિદ્ધ કરવું છે. કાર્યનિયમ પ્રયોજન સ્વરૂપ છે. અહા! ભગવાન આત્મા વસ્તુ છે તે ત્રિકાળ અસ્તિ-સત્તાવાળો-ભાવવાળો પદાર્થ છે. અને એવા ત્રિકાળી ભાવમાં-ધ્રુવભાવમાં સ્થિત શુદ્ધજ્ઞાનચેતના પણ ત્રિકાળ ધ્રુવભાવમય છે. અહા! આવા ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવની-જ્ઞાનમાત્રભાવની સન્મુખ થઈને તેનો જેણે સ્વીકાર કર્યો તેને, કહે છે, નિશ્ચયથી કરવાયોગ્ય કાર્ય થયું એટલે કે તે પ્રયોજનસ્વરૂપ થયું. આવી ઝીણી વાત! અહાહા....! કહે છે-નિયમ (-કાર્યનિયમ ) એટલે નિશ્ચયથી જે કરવાયોગ્ય-પ્રયોજનસ્વરૂપ-હોય તે અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર' . લ્યો, અહીં પહેલાં જ્ઞાનથી ઉપાડ્યું છે; કેમકે આ ચીજમાંથી (આત્મામાંથી) તેનો વેપાર થઈને જ્ઞાન ન આવે ત્યાંસુધી શ્રદ્ધાન કેવું? અહા ! જ્ઞાનમાં “આ ચીજ હું છું’ એમ ભાન ન થાય ત્યાંસુધી “આ આત્મશ્રદ્ધાન”—એમ કહેવું કોને ? અહાહા...! અહીં કહે છે-આ જ્ઞાનદર્શનચારિત્ર તે નિશ્ચયથી કરવાયોગ્ય કાર્ય છે અર્થાત્ તે આત્માને પ્રયોજનસ્વરૂપ છે. ભાઈ, આ બધાં જગતનાં કાર્ય થાય તેને હું કરું છું એવી માન્યતા અપ્રયોજનસ્વરૂપ છે, કેમકે તે અજ્ઞાનમય છે, આત્માને દુ:ખદાયી છે, પાખંડ છે તે પ્રયોજનસ્વરૂપમાં બાધક છે. વળી પુણ્ય-પાપના ભાવ જે થાય તેય અપ્રયોજનસ્વરૂપ કાર્ય છે, કેમકે તે દુ:ખદાયક છે. જીવને આનંદ જોઈએ છે ને? તો આ કાર્યનિયમ આનંદદાયક-સુખદાયક છે એમ કહે છે. અહા ! આનંદનું પ્રગટવું એ પ્રયોજનભૂત છે અને એ એનું નિયમરૂપ કાર્ય છે. અહાહા....! અતીન્દ્રિય આનંદનો આસ્વાદ દેનારી આલ્હાદરૂપ પર્યાય જીવને પ્રયોજન સ્વરૂપ છે. કેમકે જીવનું પ્રયોજન સુખ છે, અને તેથી અતીન્દ્રિય સુખમય પરિણમન થાય તે તેને પ્રયોજન સ્વરૂપ છે. આવું સુખમય પરિણમન એ સમ્યજ્ઞાનદર્શનચારિત્રરૂપ છે. માટે અનાકુળ આનંદને દેનારી સમ્યજ્ઞાનદર્શનચારિત્રની પર્યાય પ્રયોજનસ્વરૂપ છે ને નિશ્ચયથી કરવાયોગ્ય છે. સમજાણું કાંઈ....? અહા! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ છે બાપા! આવે છે ને કેહરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનાં કામ જો ને!' અહા ! પાવૈયા-હીજડા આ માર્ગમાં ઊભા ન રહે, એ તો પાછા ફરી જાય. તેથી હું વીરપુરુષ! તારી વીરતા આ છે કે કરવાયોગ્ય પ્રયોજન સ્વરૂપ પરિણતિના કાર્યને કર-એમ કહે છે. પહેલે ધડાકે જ આ વાત ઉપાડી છે. કહે છે-ભગવાન! તું પૂર્ણ છો ને પ્રભુ! અહાહા..! અમે આ જે કાર્યનિમય કહીએ છીએ તેના ઉત્પાદનું અક્ષય સ્થાન–ક્ષેત્ર-ધામ તું છો ને! અહાહા...! જેમાંથી પ્રયોજન સ્વરૂપ કાર્ય કરવું છે તે કારણપણે અંદર પૂર્ણ સ્વરૂપે પડ્યો છો. (તેમાં એકાગ્રતા કરી લીન થા, તો પ્રયોજન સ્વરૂપ જ્ઞાનદર્શનચારિત્રરૂપ કાર્ય પ્રગટ થશે.) અહા ! આવી અલૌકિક વાત છે ધર્મની ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes ૪૬ [નિયમસાર પ્રવચન હવે અજ્ઞાની તો બીજાની સેવા કરીએ-મકાન, કપડાં, અનાજ વગેરે દઈએ-એટલે ધર્મ થાય એમ માને છે. પણ ભાઈ, કોણ દે ને કોણ લે? સાંભળને પ્રભુ! એ તો એવો વિકલ્પ હોય ત્યારે એ ક્રિયા બનવાયોગ્ય હોય તો બને. (બન્ને જ એવો નિયમ નહિ.) અરે, વિકલ્પ પણ દુઃખદાયક છે, અપ્રયોજનભૂત છે એમ અહીં કહે છે. હવે અજ્ઞાની આ સાંભળી રાડો નાખે છે, પણ શું થાય? વસ્તુસ્થિતિ જ આવી છે. દયા-દાન આદિના વિકલ્પ અપ્રયોજનરૂપ દુઃખદાયક જ છે. ભાઈ, તને પ્રયોજન તો આનંદનું-અનાકુળ આનંદનું છે. તેથી અતીન્દ્રિય આનંદનું પ્રયોજન જેનાથી સિદ્ધ થાય તેને અહીં કાર્યનિયમ કહ્યો છે; અને એ કાર્યનિયમને ઉત્પન્ન થવાનું ક્ષેત્ર-અક્ષયધામ તો કારણનિયમરૂપે ભરપુર ભરેલું છે. અહાહા...! જેમાંથી કાર્યનો-પ્રયોજનસ્વરૂપ સુખમય કાર્યનો પ્રવાહ આવ્યા જ કરે એવા કારણથી ભરપુર ભરેલો પ્રભુ! તું સદાય પૂર્ણ તત્ત્વસ્વરૂપ છો–એમ કહે છે. અહા! આ રીતે જો સ્વરૂપ ન હોય તો કોઈ વસ્તુ જ સિદ્ધ ન થાય. સમજાય એટલું સમજવું બાપુ! ભાષા તો બહુ સાદી છે, ને ભાવ પણ સીધા-સરળ છે. સત્ તો સરળ જ હોય ને? અહા ! અંદર ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે, પણ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ રાગની કે એક સમયની પર્યાયમાત્ર હું છું એમ એણે વર્તમાન પ્રગટ પર્યાયમાં-અવસ્થામાં જ અનાદિકાળથી આત્માની રમતુ માંડી છે. પણ એ રમતુ પાછળ ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ પોતે છે એના ઉપર એની નજરું ગઈ જ નથી! ગજબ છે ને! કે અનંતકાળમાં એણે પ્રગટ પર્યાયમાં નજરું કરી પણ પોતાની આખી ચીજ–અક્ષય અનાદિઅનંત વસ્તુ-સુખધામ-એમાં એણે નજરું કરી નહિ! અહીં કહે છે–ભગવાન! તુ મહાન છો, સચ્ચિદાનંદમય ભગવાન છો. પણ અરે! પોતાની વર્તમાન દશાના અંશ સિવાય હું એક મહાન ત્રિકાળી ચિન્માત્ર ચીજ છું-એમ એને કોઈ દિ' વિશ્વાસ આવ્યો નહિ! અરેરે! પોતાને પોતાનો વિશ્વાસ આવ્યો નહિ! બપોરે આવ્યું' તું ને? કે (જ્ઞાનીની ) વર્તમાન પર્યાય એમ જાણે છે કે-આ ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે તે હું છું. પર્યાય હું છું એમ જે અનાદિનું હતું તે પલટીને હવે વર્તમાન દશા-પર્યાય એમ જાણે-અનુભવે છે કે આ ત્રિકાળી ધ્રુવ વસ્તુ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન હું છું. અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ કારણનિયમ છે. એનો જ્ઞાનમાં સ્વીકાર કરતાં એમાંથી કાર્યનિયમનો પ્રવાહ આવે છે. આ (–કારણનિયમ ) ‘ છે’–એમ એની હયાતી સ્વીકારતાં જ કાર્યનિયમનું તે કારણ થાય છે અર્થાત્ તે કારણરૂપ થતાં કાર્ય પ્રગટ થાય છે. અહા! હું આવો છું એમ જ્ઞાન-શ્રદ્ધાનમાં સ્વીકાર થતાં કાર્ય થયા વિના રહે જ નહિ. પણ એમ ને એમ ‘કારણ છે, કારણ છે’એમ વિકલ્પમાત્ર કર્યા જ કરે તે અજ્ઞાનીને (જ્ઞાન-શ્રદ્ધાન વિના) કાર્ય નીપજતું નથી. ભાઈ, કારણ તો ત્રિકાળ વિધમાન છે, પણ તે છે એમ એના અસ્તિત્વનું અંતરમાં જ્ઞાન-શ્રદ્વાન આવવું જોઈએ ને ? કારણનો ભરોસો-વિશ્વાસ આવવો જોઈએ ને? કારણનો અંતરમાં (અંતર્મુખ જ્ઞાનમાં) સ્વીકાર એ જ કાર્ય છે. આવી અલૌકિક વાતુ પ્રભુ! પ્રશ્નઃ આ વિચાર ઉદ્દભવે એ શું છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩] ૪૭ સમાધાન: એ તો મનમાં પેદા થતો વિકલ્પ છે બાપુ! એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી, (આત્માની પેદાશ નથી.) આત્મા કાંઈ એવું સ્થાન-ખેતર નથી જેમાં રાગનો પાક થાય. અહાહા...! જેમ કળથી પાકે એવા ખેતરથી ચોખા પાકવાનું ખેતર જુદું હોય છે તેમ જેમાં અતીન્દ્રિય આનંદ પાકે એવું આત્માનું ખેતર જુદું હોય છે. અહાહા...! આત્માનું ખેતર-ક્ષેત્ર તો એકલો આનંદ પાકે એવું છે; ભાઈ, જેમાં પુણ્ય-પાપના પાક થાય એ આત્માનું ખેતર નહિ. અહા! કોલસામાં કાંઈ કપુરની સુગંધ હોય? (ન હોય). એ તો કપુરમાં કપુરની સુગંધ હોય. તેમ મોક્ષનો માર્ગ કાંઈ પરમાંથી ને રાગમાંથી આવે ? એ તો બાપુ! આત્મામાંથી ફાટીને (પ્રગટ) થાય છે. હવે આત્મા (પોતે) શું ચીજ છે એની ખબરું ન મળે, અને બસ આ પુણ્ય-પાપ કરે ને થોડો ઉઘાડ હોય તે આત્મા વા બીજાનાં કામ કરી દે તે આત્મા-એમ માને એને હવે કાર્ય-પ્રયોજનસ્વરૂપ કાર્ય કેમ થાય ? કારણની ખબર નથી એને કાર્ય ક્યાંથી થાય ? ( ન થાય). અહીં કહે છે-ત્રિલોકીનાથ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે ભગવાન આત્મા ચિત્માત્રરૂપ જોયો અને કહ્યો છે. તો એવો જે કારણનિયમ પ્રભુ છે તેનો અંદરમાં ઢળીને સ્વીકાર કરતાં કાર્યનિયમ પ્રગટે છે; અર્થાત્ અંદરમાં ઢળીને કારણનિયમનો સ્વીકાર એ જ કાર્યનિયમ છે. અહાહા..! આવો અને આવડો હું છું –એમ અંદર શ્રદ્ધામાં-જ્ઞાનમાં જ્યાં સ્વીકાર આવ્યો ત્યાં જ કાર્યનિયમ પ્રગટ થાય છે; અર્થાત્ અંતર્મુખ જ્ઞાન-શ્રદ્ધાન થયાં એ જ કાર્ય છે. સમજાય છે કાંઈ....? હવે કહે છે-“તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે.” જુઓ, ચોથી ગાથામાં પણ એ ત્રણનું સ્વરૂપ કહેશે, પણ એ ભેદથી કહેશે; જ્યારે અહીં તો એ ત્રણનું જેવું યથાર્થ સ્વરૂપ છે એવું કહે છે. એ ત્રણનું એટલે જ્ઞાનદર્શનચારિત્રનું એટલે પ્રયોજનસ્વરૂપ કાર્યનિયમનું. એને પ્રયોજનસ્વરૂપ જ્ઞાનદર્શનચારિત્ર છે ને? માટે તેનું વાસ્તવિક સ્વરૂપ કહે છે. તેમાં પહેલો શબ્દ જ્ઞાન છે ને ? પાઠમાં પહેલું જ્ઞાન છે, ને ટીકામાં પણ પહેલાં જ્ઞાનનો અર્થ છે. અહાહા...! આ જ્ઞાન કોને કહેવું? પ્રયોજનભૂત જ્ઞાન, આનંદદાયક જ્ઞાન....અહાહા..! જેમાં અનાકુળ સુખનો-આનંદનો આસ્વાદ આવે એવું કાર્યરૂપ પ્રયોજન સ્વરૂપ જ્ઞાન કહેવું કોને? તે વાત હવે કહે છે: (૧) પરદ્રવ્યને અવલંડ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય (–ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયોગ્ય) એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન (–જાણવું) તે જ્ઞાન છે.' અહાહા..! કહે છે-“પદ્રવ્યને અવલંખ્યા વિના...' એટલે શું? કે મન અને મનજનિત વિકલ્પને અવલંખ્યા વિના, મન ને વિકલ્પનું જ્યાં અવલંબન નથી ત્યાં દેવ-ગુરુ-શાસ્ત્રના અવલંબનની તો વાત જ ક્યાં રહી ? જુઓને, આ ચોખ્ખું તો છે કે-“પદ્રવ્યને અવલંખ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય.' અહાહા...! પરદ્રવ્યનું આલંબન બિલકુલ નહિ અને સંપૂર્ણપણે અંતર્મુખ થઈને અંતર્મુખ ઉપયોગના વેપાર વડે ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવાયોગ્ય-પ્રગટ કરવાયોગ્ય એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે-એમ કહે છે. અહાહા..! સંપૂર્ણ અંતર્મુખ એવા ઉપયોગમાં “આ આત્મા (-હું ,” એમ જે ગ્રહણ અર્થાત્ જ્ઞાન થાય તેને અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન કહે છે; અને આ જ્ઞાન સુખરૂપ છે. બાકી આ બધાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ [નિયમસાર પ્રવચન વકીલાતનાં ને ડોકટરનાં ને ઈજનેરનાં જ્ઞાન એ જ્ઞાન નહિ, અજ્ઞાન છે, દુઃખદાયક અજ્ઞાન છે. સમજાણું કાંઈ...? “પદ્રવ્યને અવલંખ્યા વિના....” એમ કીધું ને? હવે ઉપદેશમાં તો શું આવે? બાકી સચ્ચિદાનંદસ્વરૂપ પોતે અંદર ભગવાન આત્મા છે એવા સ્વનું અવલંબન થયું તો પરનું અવલંબન છૂટી જાય છે. પણ અહીં તો સમજાવવું છે ને? એને પરનું-મનનું ને વિકલ્પનું અવલંબન અનાદિનું છે તે છોડાવવું છે, કેમકે તે વડે જે જ્ઞાન થાય છે તે અજ્ઞાન છે ને દુ:ખરૂપ છે. તેથી કહ્યું કેપદ્રવ્યને અવલંખ્યા વિના..' આમાં તો શાસ્ત્રનું ને પર્યાયમાં જે શાસ્ત્રનું (પરલક્ષી ) જાણપણુંજ્ઞાન છે તેનું પણ આલંબન છોડવાની વાત છે. બહુ ભારે વાત ભાઈ ! પણ આ તો ભગવાન થવાની કોલેજ ( વિધાલય) છે. અહાહા..! આ આત્મા પોતે ભગવાનસ્વરૂપ જ છે; તેનો સંપૂર્ણ અંતર્મુખ ઉપયોગ વડે સ્વીકાર કરતાં (ક્રમશ:) પૂર્ણ દશા થઈને ભગવાનની પ્રાપ્તિનું કાર્ય ઉત્પન્ન થાય છે. આવી વાત છે પ્રભુ! ખરેખર શાસ્ત્રનું જે પરલક્ષી જ્ઞાન છે તે પરદ્રવ્ય છે. શું કીધું? શાસ્ત્રમાં આમ કહ્યું છે એવું મનના લક્ષ, વિકલ્પના લક્ષે જે જાણપણું હોય, ભલે તે શાસ્ત્રના શબ્દોથી જાણ્યું નથી, કેમકે એ પોતાની પર્યાય છે, છતાં પણ તે પરદ્રવ્ય છે. (અજ્ઞાન છે ને?) તેને અવલંખ્યા વિના, કહે છે, નિઃશેષ-સંપૂર્ણપણે અંતર્મુખ ઉપયોગ વડે ગ્રહણ કરવાયોગ્ય-પ્રગટ કરવાયોગ્ય એવું જે નિજાત્માનું-સચ્ચિદાનંદસ્વરૂપ નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે. અહાહા...! ઉપયોગને સંપૂર્ણપણે સ્વમાં જોડી દેતાં “આ હું સચ્ચિદાનંદ પ્રભુ આત્મા’ એમ જે પરિજ્ઞાન થયું તે જ્ઞાન છે. આવી ઝીણી વાત છે. આ જ્ઞાન એટલે આત્મજ્ઞાનની વ્યાખ્યા ચાલે છે. આત્મજ્ઞાન અર્થાત આત્માનું જ્ઞાન-એમ કહ્યું ને? અહા! તે કેમ થાય? તો કહે છે-ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને કારણનિયમ એવી શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ આત્મામાં જોડતાં પ્રગટ થવાયોગ્ય જે શુદ્ધાત્માનું જ્ઞાન થાય તે આત્મજ્ઞાન છે. આ મોક્ષમાર્ગનો અવયવ એવું સાચું સમ્યજ્ઞાન છે. ભગવાન! તું ત્રિકાળ આવી (–શુદ્ધ ચૈતન્યમય ) વસ્તુ છો ને પ્રભુ? તેથી ઉપયોગને સંપૂર્ણપણે ત્યાં લગાવી દે, એમ કરતાં આત્મજ્ઞાન થશે, સુખ થશે; કેમકે આત્મજ્ઞાન સુખમય છે. ભાઈ, બહારમાં-મન-વિકલ્પમાં ક્યાંય આત્મા નથી; તેથી બહારનું લક્ષ છોડીને અંતરમાં ઉપયોગ જોડી દેતાં જે જ્ઞાન થાય તેને અહીં જ્ઞાન-આત્મજ્ઞાન કહે છે. સમજાણું કાંઈ...? અહા ! વસ્તુ તો જેમ છે તેમ યથાર્થ જાણવી જોઈએ ને ? બાકી તો અગિયાર અંગ ને નવપૂર્વ અનંતવાર ભણ્યો; પણ તે ક્યાં જ્ઞાન છે ? તે જ્ઞાન નથી, કેમકે એમાં સુખ આવ્યું નહોતું. અહા! આત્મામાં જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ પણ છે. તેથી આત્મજ્ઞાન જ્યારે પ્રગટે છે ત્યારે ભેગો આનંદ પણ આવે છે. અહા ! આ જ્ઞાનને મોક્ષમાર્ગનો-જ્ઞાનદર્શનચારિત્રનો અવયવ કહે છે. સમજાણું કાંઈ.? અહીં તો આવી વાત છે. હવે દર્શનની વ્યાખ્યા કરે છે: (૨) ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતઃતત્ત્વના વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે.' અહાહા...! કહે છે-“ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને...” પરમાત્મા એટલે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩ | ૪૯ પરમ + આત્મા; એટલે પોતાનું જે ભગવાનમય-ચૈતન્યલક્ષ્મીમય પરમાત્મસ્વરૂપ છે-ત્રિકાળ પરમ સ્વરૂપ છે-તેના સુખના-આનંદના અભિલાષી જીવને “શુદ્ધ અંત:તત્ત્વના વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય..' અહાહા..! જોયું? શુદ્ધ અંત:તત્ત્વના વિલાસનું એટલે આનંદનું-મોજાં-કીડાનું જન્મભૂમિસ્થાન અર્થાત્ ઉત્પત્તિનું સ્થાન નિજ શુદ્ધ જીવાસ્તિકાય છે. ભાઈ, કોઈ પણ વસ્તુ તારા આનંદનું સ્થાન નથી, પણ અતીન્દ્રિય આનંદ પાકે એવું ક્ષેત્ર ભગવાન આત્મા નિજ શુદ્ધ જીવાસ્તિકાય છે. અહાહા...! આનંદનો જન્મ દેનાર ક્ષેત્ર. કહે છે. નિજ શદ્ધ જીવાસ્તિકાય છે. અહા ! ભાષા કેવી છે? એકલો “જીવ” એમ નહિ લેતાં “જીવાસ્તિકાય” લીધો છે. મતલબ કે જૈનદર્શનમાં આત્મા છે તે અસ્તિકાય છે. અતિ = છે, ને કાય અર્થાત્ અસંખ્ય પ્રદેશ છે. અહાહા...! પોતાનો શુદ્ધ જીવ અસંખ્ય પ્રદેશ છે. સમજાણું કાંઈ...? પ્રશ્ન: અહીં “જીવાસ્તિકાય” કેમ કહ્યું? ઉત્તરઃ કેમકે તેને (-જીવને) જન્મભૂમિસ્થાન કહ્યો ને? તો તેનું ક્ષેત્ર આટલું (અસંખ્ય પ્રદેશ) છે એમ કહે છે. અહીં એનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર સિદ્ધ કર્યું છે. અહા! કહે છે-“જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે.” જુઓ, આ સમ્યગ્દર્શનની વ્યાખ્યા. અજ્ઞાની કહે છે–ખાલી દેવ-ગુરુ-શાસ્ત્ર ને નવ તત્ત્વને માનવા તે સમ્યગ્દર્શન છે. પણ એમ છે નહિ પ્રભુ! અહીં કહે છે–અંદર પૂર્ણ પરમાત્મસ્વરૂપે ભરેલા ભગવાન આત્માને-પૂર્ણ પ્રભુને અંતર્મુખ થઈને ભરોસામાં-પ્રતીતિમાં પચવવો તેને સમ્યગ્દર્શન કહે છે. અહા ! આનંદના જન્મનું સ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય અર્થાત્ અસંખ્ય પ્રદેશી અનંતગુણરૂપ જે પૂર્ણ એક ચૈતન્યમાત્ર વસ્તુ પોતે છે તેને અંતર્મુખ થઈને ભરોસામાં પચવવો તેને સમ્યગ્દર્શન કહે છે. નવ તત્ત્વનો ભેદરૂપ વિકલ્પ એ કાંઈ સમ્યગ્દર્શન નથી. પ્રશ્નઃ હા, પણ આવો તે આત્મા કેવો હશે? સમાધાન: ભાઈ, આ તો ભગવાન અરૂપીની વાતુ પ્રભુ! ઇન્દ્રિયાતીતની વાત છે. અહા ! પોતાની વસ્તુ આવી (અસંખ્ય પ્રદેશી અનંતગુણરૂપ એક ચિન્માત્ર) છે એમ તેનું પરિજ્ઞાન થતાં તેની શ્રદ્ધા થાય છે; કેમકે જાણવામાં આવ્યા વિના શ્રદ્ધા કોની? ( શ્રદ્ધા કેવી?) જેમકે કોઈ કહે કે સસલાનાં શીંગડાં જોયાં નથી તો પણ તેની શ્રદ્ધા કરો. પણ શેની શ્રદ્ધા કરે ? (કેવી રીતે કરે?) ભાઈ, આ તો અલૌકિક માર્ગ છે બાપા! ભગવાન! તું અંદર પૂર્ણ પ્રભુ જ છો; અને તેમાંથી જે પ્રભુપણાની પૂર્ણ પર્યાય પ્રગટ થાય છે તેનો આ ઉપાય છે. અહાહા...! ટીકાકારને પણ જુઓને, કેટલો આલ્હાદ છે? કહે છે–આનંદની ઉત્પત્તિનું જન્મસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ છે. છે? ટીકામાં છે ને? કે-જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ છે. છે? ટીકામાં છે ને? કે-“જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે.” અહા! જ્ઞાનની પર્યાયમાં પોતે જ્ઞાયક આખો શેય થયો-શુદ્ધ કારણનિયમ જ્ઞાનમાં ભાસ્યો એટલે (તત્કાળ) તેની પ્રતીતિ તેનાથી (–શુદ્ધ જીવાસ્તિકાયથી) ઉત્પન્ન થઈ છે, પરંતુ જે સમ્યજ્ઞાન થયું તે પર્યાયથી પ્રતીતિ થઈ છે એમ નથી એમ કહે છે. ગજબ વાત કરી છે! હવે બાહ્ય પર નિમિત્તથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦ [નિયમસાર પ્રવચન થાય એ તો ક્યાંય દૂર રહી ગયું. સમજાણું કાંઈ...? પ્રશ્નઃ જ્ઞાન ને શ્રદ્ધા સાથે થાય છે, માટે જ્ઞાનથી શ્રદ્ધા થાય છે ને? સમાધાનઃ ના, એમ નથી. જ્ઞાનપર્યાયની સાથે જ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે એ તો બરાબર છે, પરંતુ જ્ઞાનની પર્યાયથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે એમ નથી, એ તો શુદ્ધ જીવાસ્તિકાયથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. (શ્રદ્ધાન શુદ્ધ જીવાસ્તિકાયના આશ્રયે પ્રગટ થાય છે, તેને કાંઈ જ્ઞાનપર્યાયનો આશ્રય નથી). અરે પ્રભુ! તારાં ગાણાં તો એકવાર સાંભળ. અહીં કહે છે ભગવાન! તું શુદ્ધ જ્ઞાનચેતનાસ્વરૂપ કારણનિયમ છો, અને તેના આશ્રયે પ્રગટ થતું પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. “તે જ દર્શન છે'—એમ કીધું ને? મતલબ કે બીજું (નવતત્ત્વનો ભેદવિકલ્પ) દર્શન નથી; બીજા પ્રકારેય દર્શન નથી. જેમ શાસ્ત્રાદિનું જ્ઞાન તે જ્ઞાન નથી, પણ આત્માનું પરિજ્ઞાન તે જ્ઞાન છે, તેમ શુદ્ધ જીવાસ્તિકાયના આશ્રયે પ્રગટ થતું આત્માનું પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. “પરમ શ્રદ્ધાને તે જ દર્શન છે”—એમ કહીને બીજું સમ્યગ્દર્શન (વ્યવહાર સમ્યગ્દર્શન) હોવાનો નિષેધ કર્યો છે. –આમ જ્ઞાન અને દર્શનની-બેની વ્યાખ્યા કરી, હવે ચારિત્રની વ્યાખ્યા કરે છે: (૩) નિશ્ચયજ્ઞાનદર્શનાત્મક કારણપરમાત્મામાં અવિચળ સ્થિત (-નિશ્ચળપણે લીન રહેવું) તે જ ચારિત્ર છે.” અહાહા..! “નિશ્ચયજ્ઞાનદર્શનાત્મક કારણપરમાત્મામાં...' અહાહા...! કેવો છે કારણ૫રમાત્મા? તો કહે છે નિશ્ચય ત્રિકાળ જ્ઞાનદર્શનસ્વરૂપ છે. અહાહા..! ભગવાન આત્મા–કારણપરમાત્મા પ્રભુજ્ઞાનદર્શનસ્વરૂપ છે અને તેમાં અંતર્લીનતા-સ્થિરતા-રમણતા થાય તેને ચારિત્ર કહે છે. “કારણપરમાત્મા'—એ વસ્તુ કીધી; પણ એનો ભાવ શું? તો કહે છે-નિશ્ચય અર્થાત્ ત્રિકાળ જ્ઞાનદર્શનસ્વરૂપે છે તે કારણપરમાત્મા છે. અહા ! આવો ત્રિકાળી ભગવાન પોતે જ છે હોં. આવો પોતે હોવા છતાં અરેરે! એણે એને ક્યાં (વિષયાદિમાં) વેડફી નાખ્યો છે, હણી નાખ્યો છે? જુઓને! એક છાણનો પોદળો મળે ત્યાં તો એ રાજી રાજી થઈ જાય. અરે ! તું ક્યાં ગયો પ્રભુ? અહા! ભગવાન આત્મા ત્રિકાળી કારણપ્રભુ નિશ્ચય જ્ઞાનદર્શનસ્વરૂપ જ છે. પંચાસ્તિકાયમાં (ગાથા ૧૫૪ માં) પણ આત્મા નિયત જ્ઞાનદર્શનસ્વરૂપ છે એમ આવે છે. જ્યાં આખી ત્રિકાળ જીવવસ્તુ લીધી છે ત્યાં તો તે જ્ઞાનદર્શનસ્વરૂપ જ છે એમ લીધું છે. ભાઈ, જીવસ્વભાવ ખરેખર જ્ઞાન-દર્શન છે અને તેમાં નિશ્ચળ લીનતા-સ્થિરતા તે જ ચારિત્ર છે અને તે જ મોક્ષમાર્ગ છે. અહા! જીવસ્વભાવ કહેવો કોને? ભગવાન આત્માનો કાયમી-ત્રિકાળી સ્વભાવ કહેવો કોને? તો કહે છે-જ્ઞાન-દર્શનનું એકરૂપ તે જીવસ્વભાવ છે, અને તેમાં રમણતા-લીનતા-અવસ્થિતિને ચારિત્ર કહીએ છીએ અને તે ચારિત્ર જ મોક્ષનો માર્ગ છે. ત્રિકાળી જ્ઞાનદર્શનમય જીવવસ્તુ કારણજીવ છે, અને તેમાં અંતર્લીનતા-રમણતારૂપ ચારિત્ર તે કાર્યજીવ છે. આવી ઝીણી વાત! અહા ! લોકો તો ક્યાં ને ક્યાં ચારિત્ર માનીને બેઠા છે! અજ્ઞાનીઓ તો બાહ્ય ક્રિયા અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩] ૫૧ પંચ મહાવ્રતનાંય ઠેકાણાં ન મળે તોય પોતાને ચારિત્ર માની બેઠા છે. ભાઈ, તને તેમ કરવાથી દુ:ખ થશે, બહારમાં ચારિત્ર માનવાથી કાંઈ અંદર સુખ નહિ થાય, કેમકે બહારમાં ચારિત્ર છે જ નહિ. અરે ! અજ્ઞાનીઓ બહારની (મહાવ્રતાદિની) હુંફથી સંતુષ્ટ છે, પણ ભાઈ, અંદરની (અંતર્લીનતાની) હુંફ મળ્યા વિના આ બહારની ઝેરની (-દર્શનમોહની) હુંફ તારે માથે ચઢી બેઠી છે! પણ શું થાય? માર્ગ તો બાપુ ! સ્વભાવમાં અવસ્થિતિરૂપ અંતર્લીનતાનો જ છે. હવે કહે છે-“આ જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ છે.” જુઓ, ‘આ’ એટલે જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ કાર્યનિયમ તે નિર્વાણ અર્થાત્ મોક્ષનું કારણ છે. “આ” એટલે જ્ઞાનદર્શનચારિત્ર ત્રણ કહ્યા તેનું એકરૂપ હ. જુઓ, નીચે ફૂટનોટમાં અર્થ છે કે “કારણના જેવું જ કાર્ય થાય છે; તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે.' અહાહા..! ભગવાન આત્મા જ્ઞાનદર્શનમય પરમાત્મા છે. તેમાં સ્થિરતાનો અભ્યાસ જ સ્વરૂપમાં પૂર્ણ સ્થિરતારૂપ મોક્ષનો ઉપાય છે. આમાં તો એકલા થઈ જવાની વાત છે? હા, ભાઈ, પછી તારે (મોક્ષમાં પણ) અકેલા રહેવું છે ને? તો અત્યારથી જ એકલો થા ને? એકલા થવાનો અભ્યાસ કર ને? સોગાનજીએ એક જગાએ (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ બોલ-ર૬૮) કહ્યું છે કે અંતે તો (–મોક્ષમાં તો) એકલું જ રહેવું છે, તો હવે અત્યારથી જ એકલો થા ને? આ વિકલ્પ હોય તો ઠીક એમ મૂકી દે ને? કેમકે બેકલામાં (દ્વિતમાં) ક્યાંય મઝા-આનંદ નથી. અહાહા..! એકલો..એકલોએકાંત એકલો જે આ જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ નિયમ છે તે નિર્વાણનું કારણ છે. લ્યો, આ મોક્ષનો ઉપાય કહ્યો. હવે કહે છે-“તે “નિયમ” શબ્દને વિપરીતના પરિહાર અર્થે “સારા” શબ્દ જોડવામાં આવ્યો છે.” જુઓ, નીચે ફૂટનોટમાં આનો અર્થ છેઃ વિપરીત-વિરુદ્ધ. (વ્યવહારરત્નત્રયરૂપ વિકલ્પોનેપરાશ્રિત ભાવોને-બાતલ કરીને માત્ર નિર્વિકલ્પ જ્ઞાનદર્શનચારિત્રનો જ-શુદ્ધરત્નત્રયનો જ સ્વીકાર કરવા અર્થે “નિયમ” સાથે સાર” શબ્દ જડયો છે.” નિશ્ચય અને વ્યવહાર-એ બેય પરસ્પર વિરુદ્ધ છે. બે નય વિરુદ્ધ છે અને તેનો વિષય પણ વિરુદ્ધ છે. માટે, વ્યવહારના પરિહાર અર્થે સાર' શબ્દ કહેવામાં જોડવામાં આવ્યો છે, ને આનું જ નામ નિયમસાર છે. સમજાણું કાંઈ...? શ્લોક ૧૦: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: એ રીતે હું વિપરીત વિનાના (-વિકલ્પરહિત) અનુત્તમ રત્નત્રયનો આશ્રય કરીને” જુઓ, આમાં મુનિરાજ પોતાની વાત કહીને જગતને સમજાવે છે. શું? કે હે જગતના જીવો ! તમારે પણ નિજ શુદ્ધાત્મા કે જે નિત્ય આનંદસ્વરૂપ ને પૂર્ણ શાન્તસ્વરૂપ છે તેનાં શ્રદ્ધા જ્ઞાન ને રમણતા જ કરવાલાયક છે. ગાથાના પાઠમાં “ળિયમેળ ય = H ” એમ છે ને? મતલબ કે સુખના પંથે જવું હોય તો નિશ્ચયથી આ જ-શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કાર્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર [ નિયમસાર પ્રવચન જ-કરવાલાયક છે; આ સિવાય બાકી બધા દુઃખના પંથ છે. અહા! પુણ્ય-પાપ અને રાગ-દ્વેષ આદિ કરવા કે થવા એ દુ:ખના પંથ છે, એ તો દુઃખના ડુંગરે માથાં ફોડવા જેવું છે; સમજાય છે કાંઈ? બાપુ! તારે સુખ-સ્થાયી-કાયમી રહેનારું સુખ જોઈતું હોય તો, અહીં કહે છે, વિપરીત વિનાના અર્થાત્ વિકલ્પરહિત અનુત્તમ રત્નત્રયને પ્રાપ્ત કરવાં જોઈએ. પ્રશ્ન: અનુત્તમ રત્નત્રય એટલે? સમાધાન: “અનુત્તમ” નો એક અર્થ તો “ઉત્તમ નહિ” એવો થાય છે. પણ અહીં એ અર્થ નથી. અહીં તો એમ ભાવ છે કે “જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી” એવાં રત્નત્રય પ્રાપ્ત કરવાં જોઈએ. અહાહા...! ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ એક જ્ઞાયકસ્વરૂપ અંદર શાશ્વત ધ્રુવ છે; તેનું શ્રદ્ધાન કરવું, તેનું જ્ઞાન કરવું અને તેમાં જ ઠરવું-રમવું-એવાં શુદ્ધ રત્નત્રય સિવાય જગતમાં કોઈ ઉત્તમ ચીજ નથી. આ પૈસા-ધૂળ ને ઈજ્જત-આબરુ આદિ બધાં તો નરક-નિગોદમાં જવાનાં નિમિત્તો છે, અને આ ધંધા બધા ચાર ગતિમાં રખડવાના ધંધા છે, દુઃખના પંથે દોરી જનારા ધંધા છે. અરે ! જગત એમાં મજા માને છે! (પણ એ અજ્ઞાન છે). અહાહા...! પોતે ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર સ્વરૂપથી અતીન્દ્રિય આનંદમય જ છે. પણ અરે ! ત્યાં (-નિજ સ્વરૂપમાં) ન જતાં તેનાથી વિરુદ્ધ જે શુભાશુભ વિકલ્પ-રાગ-વિકાર છે તેના પંથે ગયો છે. અહીં તો વ્યવહાર રત્નત્રય-દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા ને પંચ મહાવ્રતના પરિણામ પણ રાગ છે ને તેથી આકુળતા છે, દુઃખ છે એમ કહે છે, તો પછી અશુભ પરિણામનું તો કહેવું જ શું? એ તો દુઃખ-મહાદુઃખ જ છે. અહાહા...! મુનિરાજ કહે છે-હું વિપરીત વિનાના અર્થાત્ રાગ વિનાના મારી ચીજના (નિજ શુદ્ધાત્માના ) શ્રદ્ધા-જ્ઞાન ને શાન્તિના ભાવને પામું છું. અંદર મારો ભગવાન ત્રિકાળી ચૈતન્ય મહાપ્રભુ નિત્ય બિરાજે છે તેના આશ્રયે જે નિર્મળ રત્નત્રય પ્રગટ થાય છે તેને હું પ્રાપ્ત કરું છું, અંગીકાર કરું છું, અર્થાત મને તે જ ઉપાદેય છે; કેમકે તે જ પરમાનંદની પ્રાપ્તિરૂપ મુક્તિનો ઉપાય છે. આવી વાત ! અહાહા...! કહે છે–અંદર મારો નાથ સ્વભાવે પૂર્ણ પરમાત્મા છે. તેને હું સમ્યગ્દર્શનમાં પચાવું છું, અર્થાત્ તેની પ્રતીતિ કરું છું. તથા તેને હું સ્વસંવેદનજ્ઞાન દ્વારા જાણું છું, તેમ જ તેમાં જ હું કરું છું, કેમકે આ મને મુક્તિનો ઉપાય છે. ભાઈ ! સુખ પામવાની આ એક જ રીત છે. અરેરે ! જગતના લોકોને જ્યાં પ્રીતિ જોઈએ ત્યાં પ્રીતિ નથી. શ્રીમદ્જીએ (ભાવનાબોધમાં) કહ્યું છે ને કે અનંત સૌખ્ય નામ દુ:ખ ત્ય રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા !' અઢારમાં વર્ષે આ કહ્યું છે. અહા ! આત્મામાં અનંત સુખ ભર્યું છે. તેના આશ્રમમાં જતાં અનંત સુખ પ્રગટ થાય છે અને ત્યાં નામ દુઃખ એટલે કે દુઃખ છે જ નહિ. છતાં અરે ! ત્યાં એણે મૈત્રી-સમીપતા ન કરી ! અને જ્યાં આત્માની શાન્તિથી વિરુદ્ધ અનંતી આકુળતા ને દુ:ખ છે તથા નામ સુખ-કલ્પનામાત્ર સુખ છે ત્યાં પ્રેમ કરે છે એ ભારે વિચિત્રતા છે. ગજબની મૂઢતા ભાઈ ! તેથી કહે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ -૩] ગાથા-૩ અહા ! Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ‘ ઉઘાડ ન્યાયનેત્રને નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.' આ નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ન્યાયનેત્ર છે; તેને ઉઘાડ. ૫૩ અહા! પણ લોકોને તો બધી અનુકૂળતા હોય તો એમ લાગે છે કે અમે સુખી છીએ. કબીર એક જગાએ કહ્યું છે: ‘સુખીયો સબ સંસાર, ખાય-પીકે સોવે; એક દુખીયો દાસ કબીર જબ જાગે તબ રોવે.’ ભાઈ ! હિ૨ નામ આત્મા તેના અંતર ભજન વિના આ ખાવા-પીવા ને સૂવામાં તારો કાળ મફતમાં–વ્યર્થ જાય છે. ખાઈ-પી પ્રમાદી થઈ આઠ-આઠ કલાક નિરાંતે સૂર્ય! શું છે બાપુ ? એ તો દુઃખનો પંથ છે પ્રભુ! તારો ખરો પંથ તો અંદર આનંદનું ધામ તું છો તેને સ્વીકારી એમાં રમણતા-લીનતા કરવી એ છે; અને એ સુખનો પંથ છે. આવી વાત છે. અહીં મુનિરાજ કહે છે-નિજ ચૈતન્યમહાપ્રભુને સ્વીકારી તેનાં શ્રદ્ધા-જ્ઞાન કરવાં અને ત્યાં જ રમવું-લીન થવું-વિશ્રામ લેવો-એ એક જ મને સુખનો ઉપાય છે. પણ આમાં કાંઈ ત્યાગ? ત્યાગ ને ગ્રહણ બંને છે ને? વિકલ્પમાત્રનો-વ્યવહાર રત્નત્રયના વિકલ્પનો ત્યાગ થતાં ત્રિકાળી આનંદસ્વરૂપ ભગવાન આત્માનું ગ્રહણ થયું ત્યાં નિર્મળ અનુત્તમ રત્નત્રયરૂપ માર્ગ પ્રકટ થયો. લ્યો, આ ત્યાગ ને આ ગ્રહણ ને આ સુખનો ઉપાય. સમજાણું કાંઈ...? અહીં મુનિરાજ કહે છે ‘એ રીતે હું વિપરીત વિનાના (–વિકલ્પરહિત) અનુત્તમ રત્નત્રયનો આશ્રય કરીને મુક્તિરૂપી સ્ત્રીથી ઉદ્દભવતા અનંગ સુખને પ્રાપ્ત કરું છું.’ મુક્તિરૂપી સ્ત્રી એટલે પોતાની ૫૨મ સુખની દશા-પરિણતિ અને તેનાથી ઉદ્દભવતા અનંગ એટલે અશરીરી-અતીન્દ્રિય આત્મિક સુખને હું પ્રાપ્ત કરું એમ કહે છે. જુઓ, અત્યારે-હમણાં પણ મુક્તિરૂપી પરિણતિથી ઉદ્દભવતા સુખને પ્રાપ્ત કરું છું એમ કહે છે. અહાહા...! મારો ભગવાન હું છું, મારો પ્રભુ હું છું, અને એવા નિજ પ્રભુને શરણે જઈને તેમાં હું સ્થિત રહું છું. તેથી, તેના ફ્ળમાં મને પૂર્ણ અશરીરી-અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે જ. હા થશે, પણ હમણાં શું છે? કળશમાં ‘યામિ' અર્થાત્ પ્રાપ્ત કરું છું એમ છે ને? એ તો પૂર્ણ સુખની પ્રાપ્તિના ઉપાયભૂત અનુત્તમ રત્નત્રયરૂપ માર્ગમાં સ્થિત એમ કહ્યું છે. અહો ! આ તો બહુ થોડામાં ઘણું ભર્યું છે ભાઈ ! જેમ કપાસિયાના વેપારીના ગળામાં ઝીણી ૨જ જાય તો ક્ષયનો રોગ થાય; તેમ પુણ્ય-પાપરૂપ વિકારની-રાગદ્વેષની રજથી આત્માની શાન્તિનો ક્ષય થાય છે. અફીણિયાની જેમ ૫૨માં સુખ માનનાર અજ્ઞાનીને પરના કેફમાં ને કેફમાં કાંઈ ભાન નથી પણ એ તો બધો દુઃખનો અમલ છે પ્રભુ! પરમાંવિકારમાં ક્યાં સુખ છે? તારો આનંદ તો તારામાં છે ને નાથ? તો એવા નિજ નિત્યાનંદસ્વરૂપનાં શ્રદ્ધાજ્ઞાન કરીને તેમાં જ ઠરી જા, ત્યાં જ લીન થઈ જા. લ્યો, આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com તો પ્રાપ્ત કરું છું Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ | નિયમસાર પ્રવચન કરવાલાયક કાર્ય છે. ભગવાન કુંદકુંદાચાર્યદવે ગાથામાં એ જ કહ્યું ને કે-“ળિયે ય નં વન્ન' નિશ્ચયથી કરવાલાયક બસ આ જ છે. શું? કે નિજ શુદ્ધાત્માનાં-નિજાનંદસ્વરુપનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા એ જ કરવાલાયક છે. અહા! ભગવાન આત્મા અંદર ત્રિકાળ આનંદસ્વરૂપે વિરાજે છે; પણ જગતના લોકોનેઅજ્ઞાનીઓને કાંઈ સૂઝ નથી. તેથી મુનિરાજ કહે છે-હું નિજ પૂર્ણાનંદસ્વરૂપ આત્માનાં નિર્મળ જ્ઞાનશ્રદ્ધા અને રમણતા વડે વર્તમાનમાં નિરાકુળ આનંદને પ્રાપ્ત કરું છું, અને આ જ માર્ગે પૂર્ણ અનંગ સુખને પ્રાપ્ત કરીશ. આ જ મોક્ષનો ઉપાય છે, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અશુભ ભાવ તો દુઃખ છે જ, અને શુભ ક્રિયાના ભાવ પણ દુઃખ જ છે. તેથી પુણ્ય-પાપરૂપ બને ભાવોનો પરિહાર કરીને, વિપરીત વિનાના-વિકલ્પરહિત અનુત્તમ રત્નત્રયને પ્રાપ્ત કરીને હું અતીન્દ્રિય-અનંગ સુખને પ્રાપ્ત કરું છું. એમ કહે છે. ભારે કામ ભાઈ ! બહુ આકરું (ક્રિયાકાંડીઓને) ! પણ આ જ માર્ગ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૪ नियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं । एदेसिं तिन्हं पि य पत्तेयपरूवणा होइ ॥ ४ ॥ છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ ૫૨મ નિર્વાણ છે; વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪. અન્વયાર્થ:- [ નિયમ: ] ( રત્નત્રયરૂપ ) નિયમ [ મોક્ષોપાય: ] મોક્ષનો ઉપાય છે; [તસ્ય તં] તેનું ફળ [પરમનિર્વાળ મતિ] ૫૨મ નિર્વાણ છે. [ અપિ = ] વળી ( ભેદથન દ્વારા અભેદ સમજાવવા અર્થે) [ તેષાં ત્રયાળાં] આ ત્રણનું [પ્રત્યેપ્રરૂપળા] ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ [મવૃત્તિ ] હોય છે. ટીકા:- રત્નત્રયના ભેદો પાડવા વિષે અને તેમનાં લક્ષણ વિષે આ કથન છે. ૫૫ સમસ્ત કર્મના નાશથી સાક્ષાત્ મેળવાતો મહા આનંદનો લાભ તે મોક્ષ છે. તે મહા આનંદનો ઉપાય પૂર્વોક્ત નિરુપચાર રત્નત્રયરૂપ પરિણતિ છે. વળી (નિરૂપચાર રત્નત્રયરૂપ અભેદપરિણતિમાં અંતર્ભૂત રહેલાં) આ ત્રણનું-જ્ઞાન, દર્શન અને ચારિત્રનું-જાદું જાદું નિરૂપણ હોય છે. કઈ રીતે ? આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે–એમ ભેદ પાડીને. (આ શાસ્ત્રમાં) જે ગાથાસૂત્રો આગળ કહેવાશે તેમાં દર્શન-જ્ઞાન-ચારિત્રનાં લક્ષણ જણાશે. [હવે ચોથી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છે.) (મવાાંતા) मोक्षोपायो भवति यमिनां शुद्धरत्नत्रयात्मा ह्यात्मा ज्ञानं न पुनरपरं दृष्टिरन्यापि नैव । शीलं तावन्न भवति परं मोक्षुभिः प्रोक्तमेतद् बुद्धा जन्तुर्न पुनरुदरं याति मातुः स भव्यः ।।११।। [ શ્લોકાર્થ:- ] મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્વરત્નત્રયાત્મક (શુદ્ઘરત્નત્રયપરિણતિએ પરિણમેલો ) આત્મા છે. જ્ઞાન આનાથી કોઈ બીજાં નથી, દર્શન પણ આનાથી બીજું નથી જ અને શીલ ( ચારિત્ર ) પણ બીજું નથી. આ, મોક્ષને પામનારાઓએ (અદ્વૈતભગવંતોએ ) કહ્યું છે. આ જાણીને જે જીવ માતાના ઉદરમાં ફરીને આવતો નથી, તે ભવ્ય છે. ૧૧. ગાથા ૪: ગાથાર્થ ઉ૫૨નું પ્રવચનઃ ‘( રત્નત્રયરૂપ ) નિયમ મોક્ષનો ઉપાય છે; તેનું ફળ ૫૨મ નિર્વાણ છે.' જુઓ, શું કીધું ? કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, તેનો જેમાં સ્વીકાર થયો છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check htfp://www.AfmaDharma.com for updates પદ [નિયમસાર પ્રવચન એવા અંતર્મુખ અનુભવમાં પ્રતીતિ અર્થાત્ તેનું શ્રદ્ધાન, તેનું વેઠવું-વેદન અર્થાત્ સ્વસંવેદન જ્ઞાન, તથા તેમાં રમણતા-લીનતા જે થાય તે રત્નત્રયરૂપ નિયમ છે; અને તે મોક્ષ નામ પૂર્ણ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. તેનું ફળ પૂર્ણ સુખમય એવું ૫૨મ નિર્વાણપદ છે. હવે ઓલો અજ્ઞાની કહે છે-આપણે આ કરવું તો છે, પણ હમણાં નહિ, એમ કે બહારમાં કાંઈક સરખાઈ થઈ જાય પછી વૃદ્ધાવસ્થા થયે કરીશું. પણ ભાઈ, હમણાં નહિ, ને પછી..પછી એમ કરતાં કરતાં જિંદગી ચાલી જાય છે. ‘સમ્યજ્ઞાન દીપિકા’ માં ધોબીનું દૃષ્ટાંત આવે છે. શું? કે નદીના ઘાટ પર કપડાં લઈને ધોબી ધોવા ગયો. જ્યાં થોડાં કપડાં ધોયાં ત્યાં તેને તરસ લાગી, પણ તેને થયું લાવને, હજુ થોડાં વધારે કપડાં ધોઈ લઉં, પછી પાણી પીશ. પછી થોડાં કપડાં ધોવાયાં ત્યાં તો તેને એકદમ ચક્કર આવ્યા ને તે પાણીમાં પડી ગયો, જોતજોતામાં દેહ છૂટી ગયો. એમ અજ્ઞાની હમણાં નહિ, પછી-પછી કરીશું એમ વિચારે છે પણ બાપુ! પછી તો પછી જ રહેશે, કોઈ દિ' પહેલું થાશે જ નહિ. માટે મુનિરાજ કહે છેઆ રત્નત્રયરૂપ નિયમ જે મોક્ષનો ઉપાય છે તે હમણાં જ કરું છું, તેનું ફળ ૫૨મ નિર્વાણ છે. આવી વાત છે. હવે કહે છે ‘વળી (ભેદકથન દ્વારા અભેદ સમજાવવા અર્થે) આ ત્રણનું ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ હોય છે.’ ભેદકથન દ્વારા અભેદ સમજાવવા અર્થે’–એટલે શું? કે નિશ્ચય રત્નત્રયને સમજાવવા માટે અહીં વ્યવહાર રત્નત્રય કહેશે. અહા! વ્યવહાર સમકિત, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ચારિત્રના નિરૂપણ દ્વારા નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કેવાં હોય છે તે બતાવવું છે. માટે આ ત્રણનુંવ્યવહા૨ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ હોય એમ કહે રત્નત્રય છે તો બંધનું કારણ, છતાં અબંધરૂપ અભેદ સમજાવવા તેનું નિરૂપણ હોય છે એમ વાત છે. સમજાણું કાંઈ..? વ્યવહાર ગાથા ૪: ટીકા ઉપરનું પ્રવચનઃ ‘રત્નત્રયના ભેદો પાડવા વિષે અને તેમનાં લક્ષણ વિષે આ કથન છે.' જુઓ, આમાં રત્નત્રયના ભેદો પાડવા વિષે અને તેમનાં સ્વરૂપ શું છે તે વિષે-એમ બે પ્રકારે કથન છે. તેમાં હવે (ભેદ પાડવા વિષે) પહેલી વાતઃ ‘સમસ્ત કર્મના નાશથી સાક્ષાત્ મેળવાતો મહા આનંદનો લાભ તે મોક્ષ છે.' શું કીધું? સમસ્ત આઠેય કર્મનો નાશ થતાં મોક્ષ એટલે કે મહા આનંદનો લાભ થાય છે. ‘સમસ્ત કર્મના નાશથી ’–એમ કીધું એ તો વ્યય થયો, પણ ઉત્પાદ શાનો થયો? તો કીધું કે–‘સાક્ષાત્ મેળવાતો મહા આનંદનો લાભ' તે ઉત્પાદ છે. અહા! ભગવાન આત્માને તેની દશામાં સાક્ષાત્ મહા આનંદનો અતીન્દ્રિય અનંત આનંદનો લાભ થયો તે મોક્ષ છે. લ્યો, આ મોક્ષ ! મોક્ષ એટલે શું? પર્યાયમાં મહા આનંદનો લાભ તે મોક્ષ છે. મોક્ષ (મુક્તિ) શબ્દ છે ને? એટલે પહેલાં પરિભાષા કહી કે–સમસ્ત આઠેય કર્મના નાશથી મોક્ષ થાય છે. આ નાસ્તિ કહી. પણ તેના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૪] પ૭ (કર્મના) નાશથી અસ્તિમાં મળ્યું શું? તો કહે છે-સાક્ષાત્ મહા આનંદનો લાભ મેળવાય છે. અહાહા...! ભગવાન આત્મા પૂર્ણ અમૃતનો સાગર પ્રભુ છે. તેમાંથી પૂર્ણ અમૃતનો પર્યાય પ્રગટ થાય એટલે કે આનંદથી તૃત-તૃત પરિતૃત પર્યાયનો લાભ થાય તેનું નામ મોક્ષ છે. અહાહા...! અંદર વસ્તુ તો અતીન્દ્રિય આનંદમય છે જ. વસ્તુ (આત્મા) જ અતીન્દ્રિય આનંદનો ભરપુર દરિયો છે. આત્મા વસ્તુ છે કે નહિ? છે ને. તો તેનો સ્વભાવ જ જ્ઞાન અને આનંદ છે. હવે સ્વભાવ છે તેનું માપ શું? હવે લોકોને બિચારાઓને આ વાતની ખબર નથી એટલે એમને આમાં વિશ્વાસ ન બેસે. પણ ભાઈ ! વિચાર કરીને નક્કી તો કર કે વસ્તુ શું છે? વિચાર કરતાં તને ખબર પડશે કે માર્ગ આ એક જ સાચો છે. બહારમાં વસ્તુના સ્વરૂપથી અજાણ કોઈ મોટા મહંતના-સાધુના નામ ધરાવીને ફરે પણ એ માર્ગ યથાર્થ નથી. પૂર્વના પુણ્યનો ઉદયકાળમાં બહારમાં સામગ્રી-ભપકો દેખાય છે, અને તે જ અજ્ઞાનીને પ્રસિદ્ધ છે. પણ અરે ! પોતાનું જે અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે તેને તે દેખતો નથી ! અહીં કહે છે-“સમસ્ત કર્મના નાશથી સાક્ષાત્ મેળવાતો....” “સાક્ષાત્ મેળવાતો' એટલે કે પર્યાયમાં પ્રાપ્ત થતો-પ્રગટ થતો આનંદ; કેમકે અંદર પોતે આનંદરૂપ તો છે જ. પુણ્ય-પાપના જે વિકલ્પો છે તે દુઃખ છે, આનંદની ઉલટી અવસ્થા છે; હવે ગુલાંટ ખાઈને અંદરમાં આનંદસ્વરૂપ હું ભગવાન છું એમ ભાન કરતાં અને એમાં જ લીન થતાં સાક્ષાત્ અતીન્દ્રય મહા આનંદની પર્યાય પ્રગટ થાય છે, અને એનું નામ મોક્ષ છે. અહા! જે દુ:ખ ઉભું થયું છે એ તો સ્વરૂપથી વિરુદ્ધ, ક્ષણિક ને કૃત્રિમ છે. હવે જે કૃત્રિમ ઉભું થયું છે એનાથી (દુઃખથી) વિરુદ્ધ અંદર અકૃત્રિમ શું છે? શું કીધું? જે દુ:ખ ઉભું થયું છે તે સ્વરૂપથી વિરુદ્ધ છે, તો તે દુઃખથી વિરુદ્ધ અંદર અવિરુદ્ધ, અકૃત્રિમ સ્વરૂપ શું છે? તો કહે છે-અંદર એકલો અતીન્દ્રિય આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ આત્મા અકૃત્રિમ છે; અને તે અતીન્દ્રિય આનંદ જે સ્વભાવરૂપ છે તે પર્યાયમાં સાક્ષાત્ પ્રાપ્ત થયો તેનું નામ મુક્તિ-મોક્ષ છે. અહાહા..! અતીન્દ્રિય આનંદસ્વરૂપ મોક્ષ શક્તિરૂપ-ધ્રુવરૂપ તો ત્રિકાળ વિદ્યમાન છે જ, કેમકે વસ્તુ છે તે મુક્તસ્વરૂપ જ છે, બંધસ્વરૂપ નથી. પણ તેની પર્યાયમાં-વર્તમાન હાલતમાં-અવસ્થામાં સાક્ષાત્ મહા આનંદનો લાભ પ્રાપ્ત થાય ત્યારે પ્રગટરૂપે મોક્ષ થાય છે. પર્યાયમાં મહા અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિનું નામ મોક્ષ છે. આવી મોક્ષની વ્યાખ્યા! હવે તે મહા આનંદના લાભનો, પૂર્ણ આનંદદશાની પ્રાપ્તિનો ઉપાય શું તે કહે છે. તે મહા આનંદનો ઉપાય પૂર્વોક્ત નિરુપચાર રત્નત્રયરૂપ પરિણતિ છે.” જુઓ, કલશ ૧૦માં રત્નત્રયને વિકલ્પરહિત કહ્યા હતા ને! અહીં તેને નિરુપચાર કહે છે. નિરુપચાર એટલે શું? કે ઉપચાર વિનાના, આશષ કર્યા વિનાના અનારોપિત રત્નત્રય. અહા! આવી અનરોપિત નિરુપચાર રત્નત્રયરૂપ પરિણતિ તે મોક્ષનો ઉપાય છે. સમજાય છે કાંઈ...? અહીં આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયને પરિણતિ-પર્યાય કહી છે. પ્રશ્નઃ સમ્યગ્દર્શન આદિ ગુણ છે ને? સમાધાનઃ ભાઈ ! એમ નથી. જુઓને! અહીં શું કહે છે? કે એ ત્રણેય પરિણતિ છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ [ નિયમસાર પ્રવચન પર્યાય છે. સમ્યગ્દર્શન આદિ પર્યાય છે, અવસ્થા છે. અહા ! અવસ્થાયી તો ત્રિકાળી ચીજ છે; પણ તેનું સમ્યગ્દર્શન-તેનો અનુભવ કરીને પ્રતીતિ, તેનું સમ્યજ્ઞાન-તેનો અનુભવ થઈને જ્ઞાન અને તેનું સમ્યક્રચારિત્ર-તેમાં સ્થિરતા-લીનતા-એ ત્રણેય પર્યાય છે, અવસ્થા છે, હાલત-દશા છે, અંશ છે, અને તેને અહીં પરિણતિ કહી છે. અહા! મહા આનંદનો સાક્ષાત્ લાભ થાય તેનું નામ મોક્ષ છે, અને તે મહા આનંદની પ્રાપ્તિનો ઉપાય પૂર્વોક્ત નિરુપચાર અર્થાત્ અણ-આરોપિત, વાસ્તવિક અભેદ રત્નત્રયરૂપ પરિણતિ છે. જુઓ, અહીં વ્યવહાર રત્નત્રય મોક્ષમાર્ગ વા મોક્ષનો ઉપાય છે એમ વાત સુદ્ધાં કરી નથી. ભાઈ, નિર્મળ નિરુપચાર અભેદ રત્નત્રયરૂપ પરિણતિ એ એક જ મોક્ષનો ઉપાય છે. અહા ! ત્રિકાળી નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન, ત્રિકાળી નિજ પરમતત્ત્વની પ્રતીતિ તે દર્શન, અને ત્રિકાળી નિજ પરમતત્ત્વમાં સ્થિરતા-લીનતા-રમણતા તે ચારિત્ર-એમ આત્માની નિર્મળ નિરુપચાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય પરિણતિ તે એક જ મોક્ષનો ઉપાય છે. સમજાણું કાંઈ...? હવે કહે છે – વળી (નિરૂપચાર રત્નત્રયરૂપ અભેદપરિણતિમાં અંતર્ભત રહેલાં) આ ત્રણનું-જ્ઞાન, દર્શન અને ચારિત્રનું-જુદું જુદું નિરૂપણ હોય છે.' “અંતર્ભત રહેલાં” એમ કીધું એટલે શું? કાંઈ નિશ્ચયમાં એ ત્રણ ભેદ રહેલા છે એમ વાત નથી; તો શું છે? નિશ્ચય રત્નત્રયની સાથે સહચરપણે તે હોય છે એમ વાત છે; અને તેનું ભેદરૂપ જુદું જુદું નિરૂપણ હોય છે. અભેદને સમજાવવો છે ને? તો તે ભેટવાળાં અર્થાત્ વિકલ્પવાળાં, રાગવાળાં વ્યવહાર રત્નત્રય દ્વારા અભેદને સમજાવે છે. કઈ રીતે? તો કહે છે આ જ્ઞાન છે, આ દર્શન છે, ને આ ચારિત્ર છે-એમ ભેદ પાડીને.' આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે-એમ વ્યવહાર વડે ભેદના નિરૂપણ દ્વારા નિશ્ચયને સમજાવે છે. આ જ્ઞાન છે”—એમ જે ભેદ પડ્યો તે વ્યવહાર છે, અને તે દ્વારા નિશ્ચયને સમજાવે છે. (ભેદનો આશ્રય કરવા ભેદનું નિરૂપણ નથી, પણ અભેદને સમજાવવા ભેદનું નિરૂપણ હોય છે.) સમજાણું કાંઈ..? હવે કહે છે-“(આ શાસ્ત્રમાં) જે ગાથાસૂત્રો આગળ કહેવાશે તેમાં દર્શન-જ્ઞાન-ચારિત્રનાં લક્ષણ જણાશે.”—વ્યવહારનાં હોં; નિશ્ચય રત્નત્રયનાં લક્ષણ તો પહેલાં (ત્રીજી ગાથામાં) આવી ગયાં છે. હવેનાં ગાથાસૂત્રોમાં વ્યવહાર રત્નત્રયનાં લક્ષણ જણાવશે. આવી વાત છે. શ્લોક ૧૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધરત્નત્રયાત્મક (શુદ્ધરત્નત્રયપરિણતિએ પરિણમેલો) આત્મા છે.” જુઓ, કળશમાં “મિનાં' શબ્દ છે ને? મતલબ કે યમીઓને-સંયમીઓને-મુનિઓને... , ભાઈ, મુખ્યપણે તો અહીં મુનિવરોની વાત છે; તેના પેટામાં શ્રાવક અને સમકિતી પણ આવી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૪] ૫૯ જાય છે. કહે છે-મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધરત્નત્રયસ્વરૂપ આત્મા છે. શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે એમ ન કહેતાં મોક્ષનો ઉપાય શુદ્ધરત્નત્રયમય આત્મા છે એમ કહીને અભેદ કરી નાખ્યું છે. સમજાણું કાંઈ..? અહા ! ધર્માત્માને મોક્ષનો સાક્ષાત્ પરમ આનંદની પ્રાપ્તિનો ઉપાય, કહે છે, શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રસ્વરૂપે પરિણમેલો થયેલો આત્મા છે. અહો! ભગવાન આત્મા પોતે શુદ્ધરત્નત્રય પરિણતિએસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રપણે પરિણમ્યો છે એમ અહીં કહે છે. પ્રશ્નઃ આત્મા તો અપરિણામી છે ને? સમાધાન: ભાઈ, અહીં પર્યાય પરિણમન લેવું છે ને? જે પર્યાય પરિણમે છે તે એની (-દ્રવ્યની) છે એમ લેવું છે; કેમકે એ (-પર્યાય) દ્રવ્ય-ગુણનો અંશ છે. અહા ! દ્રવ્ય-ગુણ જે ત્રિકાળ છે, તેનો જ પરિણમે છે તે અંશ છે એટલે કે ત્રિકાળી દ્રવ્યનો અંશ છે તે પરિણમે છે. અહીં અભેદ કરીને કીધું કે મુનિઓને—ધર્માત્મા પુરુષોને મોક્ષનો-પરમાનંદની પ્રાપ્તિનો ઉપાય શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્ર પરિણતિએ પરિણમેલો આત્મા જ છે, અર્થાત્ શુદ્ધપણે પરિણત આત્મા જ મોક્ષનો ઉપાય છે. લ્યો, આવી વાત, બહુ સૂક્ષ્મ-ઝીણી. આમ કેમ કહ્યું? તો કહે છે-કેમકે “જ્ઞાન આનાથી કોઈ બીજું નથી.' અહા! અંદર ભગવાન આત્મા જ્ઞાનાનંદ પ્રભુનું જે અંતર્મુખ જ્ઞાન થયું છે તે આત્માથી કાંઈ જુદું નથી, પણ અભેદ છે એમ કહેવું છે. આત્માને તદ્રુપ-અભેદ થઈને જાણે તે જ જ્ઞાન છે, અને એવા જ્ઞાનરૂપે પરિણમેલો આત્મા જ મોક્ષનો ઉપાય છે. તો શું પર્યાય અને દ્રવ્ય-બેય એક થઈ ગયા? ના, પર્યાય અને દ્રવ્ય ક્યાં એક થઈ ગયા? અહીં તો પરિણમેલો આત્મા કહ્યો છે ને? ભાઈ, આત્મા તે ધ્રુવ (દ્રવ્ય) છે, ને પરિણમેલી તે પર્યાય છે; અને તે બન્નેને અભેદ કરીને કહ્યું છે કે આત્મા જ મોક્ષનો ઉપાય છે. એટલે કે એ ત્રણનું (-રત્નત્રયનું) એકરૂપ તે મોક્ષનો ઉપાય છે. ભાઈ, વાત આવે ત્યારે એમ જ આવે ને કે દ્રવ્ય પોતે દ્રવે છે. છ દ્રવ્યમાં દ્રવ્યત્વગુણ સામાન્ય છે. આ દ્રવ્યત્વ ગુણ કોને કહીએ? ‘દ્રવતિ ઈતિ દ્રવ્યમ્’-એમ વ્યાખ્યા છે. અહા ! જે ગુણ-શક્તિના કારણે દ્રવ્યમાં નિરંતર પરિણમન થયા કરે, દ્રવ્યની અવસ્થા નિરંતર બદલ્યા કરે તેને દ્રવ્યત્વગુણ કહે છે. જુઓ, આમાં ગુણ-શક્તિના કારણે પરિણમે છે એમ આવ્યું, પણ અભેદપણું બતાવવું છે તો શી રીતે કહે? તેથી કહે છે–ગુણ પોતે જે સામાન્યપણે છે તે જ વિશેષપણે થાય છે. આવી ઝીણી વાત! અહીં કહે છે-અંદર જે આત્માનું જ્ઞાન છે તે કાંઈ જુદી ચીજ નથી; આ જ્ઞાન (પૃથક) છે ને આ આત્મા (પૃથક ) છે-એમ નથી; પણ જ્ઞાનરૂપે જે પરિણમેલો છે તે જ આત્મા છે. ‘દર્શન પણ આનાથી બીજું નથી જ...' ભાઈ, સમ્યગ્દર્શન કાંઈ આત્માથી જુદી ચીજ નથી.અહા ! પૂર્ણાનંદસ્વરૂપ નિજ આત્માને અંતરદૃષ્ટિ વડે ગ્રહણ કરતાં પ્રતીતિ થઈ તે આત્મા જ છે; માટે સમ્યગ્દર્શન કાંઈ આત્માથી જુદી ચીજ નથી. જેમ વ્યવહાર રત્નત્રય અનાત્મા-જુદી ચીજ-છે તેમ દર્શન જુદી ચીજ નથી. શું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬O [નિયમસાર પ્રવચન કીધું? આ દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા અને વ્રતાદિનો જે વિકલ્પ છે તે અનાત્મા છે, તે કાંઈ આત્મા નથી, જ્યારે આ શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્મા છે એમ અહીં કહે છે. સમજાય છે કાંઈ...? “અને શીલ (ચારિત્ર) પણ બીજું નથી.” જોયું ચારિત્રને અહીં શીલ કહ્યું છે અહાહા...! ભગવાન આત્મા શીલસ્વરૂપ જ છે, અર્થાત્ ચારિત્ર તેનો સ્વભાવ જ છે; અહીં કહે છે-તેમાં (આત્મામાં) રમણતાથી પરિણતિમાં જે ચારિત્ર પ્રગટ થયું તે પણ આત્મા જ છે; તે ચારિત્ર કાંઈ આત્માથી જુદી ચીજ નથી. અહા ! જ્ઞાનાનંદનો સાગર પ્રભુ આત્મા છે, ને તેમાં જે રમણતા થાય તે ચારિત્ર છે; આ ચારિત્ર કાંઈ બીજું નથી, આત્મા જ છે. જ્યારે વ્યવહારનો વિકલ્પ તો આત્માથી જુદી ચીજ છે, અનાત્મા છે. વ્યવહાર રત્નત્રયનો-પાંચ મહાવ્રતાદિનો જે વિકલ્પ છે એ આત્માથી જુદી ચીજ છે; પણ આ ચારિત્ર કાંઈ આત્માથી જુદી ચીજ નથી એમ સિદ્ધ કરે છે. અહા ! લોકોને ક્રિયાકાંડીઓને આવું સમજવું આકરું પડે છે. એટલે એમ માની લીધું છે કે ભગવાનની સેવા-ભક્તિ કરવી, દાન આપવાં, શાસ્ત્ર ભણવાં ને શરીરથી શીયળ પાળવું એ કરવાનું કામ છે. પણ અહીં કહે છે–આત્મા પોતે અખંડાનંદ પ્રભુ ધ્રુવ ચૈતન્યસ્વરૂપ છે, ને તેમાં એકાગ્ર-લીન થવું તે કરવાયોગ્ય કામ છે. તે ચારિત્ર છે. અને તે આત્માથી જદી ચીજ નથી. આત્મા જ છે. વળી કોઈ તો અજ્ઞાનીઓ રળવા-કમાવામાં વેપાર-ધંધામાં ગળાડૂબ મશગુલ થઈ ગયા છે. પણ ભાઈ, બહારનું બધું તો એના કારણે આવે છે ને જાય છે, તથા એના કારણે બદલે છે. હવે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ આત્મા નથી તો પછી બહારની ચીજનું તો શું કહેવું? એ તો ક્ય સંય દૂર રહી ગઈ. તારાં તો ભગવાન! તારું દર્શન, તારું જ્ઞાન, ને તારું ચારિત્ર છે,-એ તું છો, કેમકે તારાથી એ કોઈ જુદી ચીજ નથી. એ (શુદ્ધરત્નત્રય) સિવાય બીજું બધુંય અનાત્મા છે, તારાથી જુદું છે. આમ કોણે કહ્યું છે? તો કહે છે આ, મોક્ષને પામનારાઓએ (અહંતભગવંતોએ) કહ્યું છે. અહા ! જેને અહંતપદે પરમાનંદસ્વરૂપ મોક્ષ મળ્યો છે તેમણે આ કહ્યું છે. “મોક્ષને પામનારાઓએ' નો અર્થ “અહંતભગવંતોએ” કેમ કર્યો? કેમકે “આ કહ્યું છે”-એમ કહેવું છે ને? તો જેને વાણી હોય તે કહે ને? (માટે “મોક્ષને પામનારાઓએ” નો અર્થ સિદ્ધ ભગવંતોએ એમ ન કરતાં, “અહંતભગવંતોએ”—એમ કર્યો છે) ભગવાન અહંત ભાવમોક્ષને પામેલા છે. ભલે ચાર અઘાતિકર્મ બાકી હો, તોપણ પરમાનંદને પામેલા છે ને એવા અહંતભગવંતોએ આ કહ્યું છે. હવે કહે છે-“આ જાણીને જે જીવ માતાના ઉદરમાં ફરીને આવતો નથી, તે ભવ્ય છે.” અહા! આઠ-આઠ વર્ષના રાજકુમારો દીક્ષા લેવા માટે માતા પાસે રજા માગે છે ત્યારે કહે છે-હે માતા! આ જગતમાં રહેલી જગતની કોઈ ચીજ અપ્રાપ્ત રહી નથી, અનંતવાર બધીય ચીજો મળી છે. માટે માતા! આજે જ અમે અપૂર્વ એવા આત્માના ચારિત્રને અંગીકાર કરીશું, જેને અંગીકાર કરીને અમે ફરીને બીજી માતા નહિ કરીએ. માટે માતા ! હે જનેતા ! રજા દે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧ ગાથા-૪] એકવાર રોવું હોય તો રોઈ લે, પણ અમે કોલકરાર કરીએ છીએ કે આત્માના ધર્મને અંગીકાર કરીને અમે માતાની કુખે હવે ફરીને નહીં આવીએ. અહીં કહે છે-જે આ (–શુદ્ધરત્નત્રય) અંગીકાર કરશે તે ફરીને માતાની કુંખમાં નહિ આવે, અર્થાત્ તેને હવે પછી અવતાર નહિ હોય. અહા ! મુનિરાજ કહે છે-અમારું લક્ષ આત્મા સિવાય બીજે ક્યાંય નથી. અમે આનંદધામ પ્રભુ આત્મા છીએ, અમારામાં આનંદ ધ્રુવ શક્તિએ ભર્યો પડ્યો છે તેને અમે પર્યાયમાં સાક્ષાત્ મેળવવા માટે આ શુદ્ધરત્નત્રયને અંગીકાર કર્યા છે. અહા! “આ જાણીને' અર્થાત્ નિર્મળ રત્નત્રયને અંગીકાર કરીને જે સ્વસ્વરૂપમાં લીન રહે છે તે જીવ ફરીને માતાના પેટમાં આવતો નથી, અને તે ભવ્ય છે, મોક્ષને પાત્ર છે. ફરીને માતાની કુખે ન આવે તે લાયક જીવ છે, ભવ્ય છે. બાકી સ્વર્ગનો ભવ હો કે નરકનો-એ બધા કલંક છે. (ભવ ધારણ ન કરે તે નિષ્કલંક છે.) અહા! મોક્ષને પામનારા ભગવંતોએ આ કહ્યું છે કે ભગવાન! તારું શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તારાથી જુદું નથી, તું જ તે છો, તું જ પોતે એ રત્નત્રયસ્વરૂપે પરિણમ્યો છો. અહા ! આમ જાણીને અર્થાત્ એ પ્રમાણે આચરણ કરીને જે જીવ માતાના પેટમાં ફરીને આવે નહિ તે ભવ્ય છે. અરે ભાઈ, અવતાર તો કલક છે. યોગસારમાં (દોહા ૬૦માં) જન્મ એ શરમજનક કલંક છે એમ કહ્યું છે. જેમ પાંચ આંગળીઓ ઉપરાંત છઠ્ઠી લટકતી આંગળી કલંક છે, તેમ જિનસ્વરૂપ આનંદનો નાથ એવા ચૈતન્ય ભગવાનને અવતાર અર્થાત્ આ શરીરના લોચા ગ્રહણ કરવા એ કલંક છે; સ્વર્ગનો અવતારેય કલંક છે. જ્યારે ફરીને માતાના પેટમાં ન આવે, ને ભવરહિત થઈ મુક્તિ થાય એ નિષ્કલંક છે. એવો જીવ ભવ્ય છે. “સ: ભવ્ય:' એમ કહ્યું છે ને? મતલબ કે આત્માનાં શુદ્ધરત્નત્રય ગ્રહણ કરીને જે ફરીને અવતાર ધારણ ન કરે તે ભવ્ય છે, મુક્તિને યોગ્ય છે. લ્યો, આ કળશ પૂરો થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates m [ નિયમસાર પ્રવચન ગાથા – ૫ अत्तागमतचाणं सद्दहणादो हवेइ सम्मत्तं। ववगयअसेसदोसो सयलगुणप्पा हवे अत्तो।।५।। રે! આસ-આગમ-તત્ત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે; નિઃશેષદોષવિહીન જે ગુણસકળમય તે આસ છે. ૫. અન્વયાર્થ- [ગાતા મતત્ત્વોનાં] આપ્ત, આગમ અને તત્ત્વોની [ શ્રદ્ધાના] શ્રદ્ધાથી [સચવત્ત્વમ્ ] સમ્યકત્વ [મવતિ] હોય છે; [પતાશેષોષ:] જેના અશેષ (સમસ્ત) દોષો દૂર થયા છે એવો જે [સવનગુણાત્મા ] સકળગુણમય પુરુષ [: ભવેત્] તે આપ્ત છે. ટીકાઃ- આ, વ્યવહારસમ્યકત્વના સ્વરૂપનું કથન છે. આપ્ત એટલે શંકારહિત. શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો). આગમ એટલે આપ્તના મુખારવિંદમાંથી નીકળેલી, સમસ્ત વસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર વચનરચના, તત્ત્વો બહિ:તત્ત્વ અને અંત:તત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ એવા (બે) ભેદોવાળાં છે અથવા જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે સાત પ્રકારનાં છે. તેમનું (-આપ્તનું, આગમનું અને તત્ત્વનું ) સમ્યક શ્રદ્ધાન તે વ્યવહારસમ્યકત્વ છે. [ હવે પાંચમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છે: ] . (માર્યા) भवभयभेदिनि भगवति भवतः किं भक्तिरत्र न शमस्ति। तर्हि भवाम्बुधिमध्यग्राहमुखान्तर्गतो भवसि ।।१२।। [શ્લોકાર્ચ- ] ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? તો તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે. ૧૨. ગાથા પ: ટીકા ઉપરનું પ્રવચન: જુઓ, આ, પરમાગમ શ્રી નિયમસારનો જીવ અધિકાર છે. તેમાં ચાર ગાથા પૂરી થઈ; હવે પાંચમી ગાથા. આમાં શું કહે છે? કે આ, વ્યવહારસમ્યકત્વના સ્વરૂપનું કથન છે.' અહા! જેને નિશ્ચય સમ્યગ્દર્શન અર્થાત્ સ્વભાવના દષ્ટિ-જ્ઞાન ને રમણતા હોય તેને આવું વ્યવહાર સમકિત હોય છે એમ અહીં સિદ્ધ કરે છે. એ વ્યવહાર સમકિતનું ગાથામાં સ્વરૂપ કહેવામાં આવ્યું છે. કહે આત એટલે શંકારહિત. શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો).” જુઓ, પોતાના હિતને માટે માનવાલાયક દેવ અર્થાત્ આસ-પરમેશ્વર શંકારહિત હોય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૫] ભગવાન આસને શંકા હોતી નથી. શંકા એટલે શું? કે મિથ્યાત્વ-રાગદ્વેષ આદિ બધા દોષોને અહીં શંકા કહેવામાં આવી છે. અહા ! એ રાગ-દ્વેષ-મોહ આદિ સઘળા દોષો જેનામાં નથી એવા સકળગુણમય પુરુષ તે ભગવાન આત છે. આ પ્રમાણે આમ અર્થાત્ દેવ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર કેવા હોય તેની વ્યાખ્યા કરી. હવે આગમ-શાસ્ત્ર કોને કહીએ તે કહે છે: આગમ એટલે આતના મુખારવિંદમાંથી નીકળેલી, સમસ્ત વસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર વચનરચના.” અહાહા...આમ નામ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જે સકળ દોષરહિત કહ્યા છે. તે દોષોનાં નામ હવે પછી (છઠ્ઠી ગાથામાં) આવશે. અહા ! એ આતના મુખારવિંદમાંથી–મુખરૂપી અરવિંદ (-કમળ) માંથી નીકળેલી, અહા! ભાષા તો આવી કરી છે કે “મુખારવિંદમાંથી નીકળેલી '... કેમ? કેમકે મુખમાંથી બોલાય છે ને? નહીંતર એમ તો ભગવાનની વાણી ૐધ્વનિ હોય છે, તે કાંઈ હોઠમાંથી નીકળતી નથી. હોઠ તો બંધ હોય છે. અહા ! ભગવાનને અસંખ્ય પ્રદેશે કેવળજ્ઞાન પ્રવર્તે છે તેથી સર્વાગ આખી-અખંડ ધ્વનિ ઊઠે છે, “3ૐ”—એવો ધ્વનિ ઊઠે છે. અહા ! જે પરમ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા હોય છે તેમને આવી ( દિવ્ય) ધ્વનિ હોય છે. પણ વ્યવહારે લોકોની શૈલીમાં એમ આવે ને કે મુખકમળમાંથી બોલાય છે, તેથી અહીં આ શબ્દ મૂક્યો છે કે-“આતના મુખારવિંદમાંથી નીકળેલી” . શુ ? વાણી, આગમ. કેવી છે તે વાણી? તો કહે છે – સમસ્ત વસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ છે. અહાહા...! જગતમાં વસ્તુનો જે સ્વભાવ છે તેને, એટલે કે અનંત આત્માઓ, અનંતાનંત પુદ્ગલો વગેરે છ દ્રવ્યો છે તે પ્રત્યેક-એમ અનંત અનંત વસ્તુઓના ગુણ ને પર્યાયોનો જે વિસ્તાર છે તેનું સ્થાપન કરવામાં સમર્થ છે. અહા ! આ ચીજ આવી છે એમ યથાતથ્ય સ્થાપન કરવામાં ભગવાનની વાણી સમર્થ છે. અહો! ભગવાનની વાણી આવી કોઈ અલૌકિક ચતુર વચનરચના હોય છે. ભાઈ, વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિ વસ્તુના સ્વરૂપને યથાતથ્ય નિશ્ચિત કરનારી પરમ હિતકારી ને સાતિશય એવી અદભુત અલૌકિક હોય છે. અહા ! ભગવાનની દિવ્યધ્વનિની શી વાત! જેનાં પરમ ભાગ્ય હોય તેના કાને પડે. ઈશ્વર કહો કે પરમેશ્વર કહો એક જ છે. સ્વરૂપથી તો જીવ પરમેશ્વરસ્વરૂપ જ છે. પણ જેને તે પરમેશ્વરતા પર્યાયમાં-અવસ્થામાં પ્રગટ થઈ છે તેમની જે દિવ્યધ્વનિ નામ પ્રધાન વચનો છે તે સાતિશય ચતુર વચનરચના છે; અને તેને આગમ કહેવામાં આવે છે. આ આગમની-ભગવાનના મુખકમળમાંથી નીકળેલી વાણીની-શ્રદ્ધા તે વ્યવહાર સમકિત છે. તો, અહંત પરમાત્મા કોણ છે? તેમની વાણી ક્યાં છે?— એ નક્કી કરવું પડશે કે નહીં? કોઈએ ભગવાનના નામે પોતાની કલ્પનાથી કલ્પિત શાસ્ત્રો રચ્યાં હોય તો તે કાંઈ ભગવાનની વાણી નથી. તેથી અહીં કહે છે કે સમસ્ત વસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ અર્થાત્ વસ્તુ ને વસ્તુવ્યવસ્થા આમ જ છે એમ યથાતથ્ય કહેવામાં સમર્થ એવી જે ચતુર વચનરચના છે. તે ભગવાન આતની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૬૪ વાણી છે. આમ આમ ને આમની વાણી બરાબર ઓળખવાં પડશે. -બે વાત થઈ. (૧) આસ અર્થાત્ સર્વજ્ઞ ૫રમાત્મા ને (૨) આસની વાણી અર્થાત્ આગમ. હવે તત્ત્વોની વાત કહે છે: ‘તત્ત્વો બહિ:તત્ત્વ અને અંતઃતત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ એવા ( બે ) ભેદોવાળાં છે અથવા જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે સાત પ્રકારનાં છે. તેમનું (-આસનું, આગમનું અને તત્ત્વનું) સમ્યક્ શ્રદ્વાન તે વ્યવહારસમ્યક્ત્વ છે.’ આ શું કીધું ? અહા ! પોતાનું ચિદાનંદમય ૫૨માત્મસ્વરૂપ એ અંત:તત્ત્વ છે, અને તેથી સાથેના અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ તથા પુણ્ય-પાપ એ બહિ:તત્ત્વ છે. આ બંનેની શ્રદ્ધા તે વ્યવહાર સમકિત છે; કેમકે તેમાં બે આવ્યાં ને? અહા ! એકલા ૫૨માત્મસ્વરૂપ નિજ અંતઃતત્ત્વનો અનુભવ ને તેની શ્રદ્ધા તે નિશ્ચય સમકિત છે. પણ અંતઃતત્ત્વની સાથે ભેગી સાતેય પર્યાયની શ્રદ્ધાને વા આસની શ્રદ્ધા, આગમની શ્રદ્ધા અને આ બે (અંતઃ ને બહિ: ) તત્ત્વોની શ્રદ્ધાને વ્યવહાર સમકિત કહે છે. અહા! ભગવાન આત્મા જે નિશ્ચય વસ્તુ છે તેનીઅંતઃતત્ત્વરૂપ નિજ ૫૨માત્માની જેને અંત૨માં ભાન થઈને અનુભવમાં પ્રતીતિ થઈ છે એવા જીવને વ્યવહા૨ સમકિતમાં આવા તત્ત્વસંબંધી ને દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા હોય છે એમ અહીં સિદ્ધ કરે છે. ચૈતન્યમૂર્તિ નિજ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિની સાથે આવો જ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વ્યવહાર (વિકલ્પ ) હોય છે એમ અહીં નિર્દેશ કરે છે. સમજાણું કાંઈ...? અહો! મુનિરાજે શું અલૌકિક ટીકા કરી છે! કહે છે-તત્ત્વોની (ભેદરૂપ ) સમ્યક્શ્રદ્ધા એ વ્યવહારસમ્યક્ત્વ છે. પણ તત્ત્વો કેવાં છે? કેટલાં છે? અંત:તત્ત્વરૂપ પોતે અને બહિ:તત્ત્વરૂપ સાત-એમ તત્ત્વો બે ભેદવાળાં છે; અને આ તત્ત્વોની શ્રદ્ધાને વ્યવહારસમ્યક્ત્વ કહે છે. ‘ અથવા ' શબ્દથી આગળ એમ કહેવું છે કે આ બે (અંતઃતત્ત્વ અને બહિ:તત્ત્વ) ની શ્રદ્ધા અથવા તો જીવ-અજીવ આદિ સાત તત્ત્વની શ્રદ્ધા એ વ્યવહારસમ્યક્ત્વ છે. અહા! જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-આ જે સાત તત્ત્વો છે તેમની શ્રદ્ધા એ વ્યવહારસમ્યક્ત્વ છે. પુણ્ય-પાપ એ આસવમાં ગર્ભિતપણે આવી જાય છે. આવી વાત છે. પ્રશ્ન: અહીં (સાત તત્ત્વોમાં) જીવ ક્યો લેવો? સમાધાન: એક સમયની પર્યાયવાળો લેવો; કેમકે એ બધા ભેદ છે ને ? બીજી રીતે કહીએ તો જીવ એટલે આખો આત્મા (જીવદ્રવ્ય) લેવો. અહા ! એ બધાં-એક સમયની પર્યાયવાળો જીવ અને અજીવ આદિ બધાં તત્ત્વો સાત પ્રકારનાં અને તેમની શ્રદ્ધા એ વ્યવહાર સમકિત છે. સમજાણું કાઈ... ? અંતઃતત્ત્વ અને બહિ:તત્ત્વ-એમ બે કહ્યાં તે સામાન્ય કહ્યું અને આ (‘અથવા ' કહીને ) તેનો વિસ્તાર કહ્યો છે. આવી વાત! પણ ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ માં નવ તત્ત્વની શ્રદ્ધાને નિશ્ચય સમક્તિ કહ્યું છે? હા, ત્યાં તો તત્ત્વોમાં એકરૂપ અભેદ (અંતઃતત્ત્વ) ની અભેદરૂપ શ્રદ્ધાની વાત છે. અહીં એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૫ ] ૫ વાત નથી. અહીં તો તત્ત્વોની ભેદરૂપ શ્રદ્ધાની વાત છે, ને એવી ભેદરૂપ શ્રદ્ધાને અહીં વ્યવહાર સમકિત કહ્યું છે. જુઓ, આ ‘નિયમસાર’ ના ‘શુદ્ધભાવઅધિકાર’ માં (૫૦ ગાથામાં ) આવે છે કેઅંત:તત્ત્વ શુદ્ધ આત્મા છે, અને આ બધાં (-પર્યાયો )–એક સમયની પર્યાયથી માંડીને મોક્ષ પર્યંતની બધી પર્યાયો-બહિ:તત્ત્વ છે, કેમકે પર્યાય તો વ્યક્ત-પ્રગટ છે ને? જ્યારે આખો દ્રવ્યસ્વભાવ અંદર (અવ્યક્ત ) છે. ભાઈ, ત્રિકાળી આત્મા એક જ્ઞાયકભાવ પૂર્ણાનંદ ૫૨મસ્વભાવ પ્રભુને અંતઃતત્ત્વ કહ્યો છે, અને બધાં પર્યાયતત્ત્વોને બહિ:તત્ત્વ કહ્યાં છે. મોક્ષની પર્યાયને પણ બહિ:તત્ત્વ કહી, કેમકે તે પ્રગટરૂપ છે ને ? માટે. અહીં કહે છે–‘તેમનું ' એટલે ‘આસનું ’–પહેલાં આમ કહ્યાં તેમનું, ‘આગમનું-પછી આસની વચનરચના (દિવ્યધ્વનિ) કહી તેનું, ‘અતે તત્ત્વનું સમ્યક્ શ્રદ્ધાન તે વ્યવહારસમ્યક્ત્વ છે.' એટલે કે નિશ્ચય સમકિતીને સહચર આવો શુભભાવરૂપ વિકલ્પ હોય છે. પ્રશ્ન: પણ તેને (શુભભાવરૂપ વિકલ્પને ) સમકિત કેમ કહ્યું ? સમાધાનઃ પૂર્ણાનંદસ્વરૂપ અભેદ અખંડ આત્માનું જ્યાં અનુભવમાં સમ્યક્ શ્રદ્ધાન હોય છે ત્યાં તેની જોડે આવી ભેદરૂપ શ્રદ્ધા હોય છે. તેથી નિશ્ચય શ્રદ્ધાન છે તેનો આમાં આરોપ દઈને તેને વ્યવહાર સતિ કહ્યું છે. ખરેખર તો એ (વ્યવહાર શ્રદ્ધા) શુભરાગ છે; પણ નિશ્ચય સમતિ હોય ત્યાં તેની સાથે આવી જ બહારમાં ભેદરૂપ શ્રદ્ધા હોય છે તેથી ઉપચાર કરીને તેને વ્યવહાર સમક્તિ કહ્યું છે. ‘ એક જ આત્મા છે, ને બહા૨માં બીજું કાંઈ નથી ’–એવી માન્યતા સમકિતીને હોતી નથી-એમ કહેવું છે. સમજાણું sirs...? પ્રશ્ન: વ્યવહાર સમકિત પણ બરાબર (સાચું ) સમકિત છે ને ? સમાધાનઃ એમ નથી બાપુ! કેમકે વ્યવહાર સમકિત તો વિકલ્પ છે; પણ નિશ્ચય સમતિની સાથે આવો ભેદ-વિકલ્પ છે એમ બતાવવું છે. અહા! નિમિત્ત (વ્યવહા૨ સમતિ ), નૈમિત્તિક જે નિશ્ચય (સમકિત ) છે તેની પ્રસિદ્ધિ કરે છે કે અહીં આ (નિશ્ચય) છે. અરે ભાઈ, જેને વ્યવહા૨ સમકિતનાંય ઠેકાણાં નથી તેને નિશ્ચય સમકિત હોય નહિ, અને જ્યાં નિશ્ચય સમતિ હોય ત્યાં આવી જ વ્યવહા૨ સમકિતમાં ભેદરૂપ શ્રદ્ધા હોય છે એમ અહીં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ... ? હવે અત્યારે તો, જુઓને! ચારે કોર ભારે ગોટા ઉઠયા છે. નિશ્ચય શું ને વ્યવહાર શું? વસ્તુ શું ને તેની દશા શું? તથા તેના કહેનારા સર્વજ્ઞ પરમેશ્વર કેવા હોય? અને એમની વાણી કેવી હોય ?–ઇત્યાદિ કાંઈ ખબર ન મળે. (બધું જ આંધળુ-બહેરું કૂટે રાખે;) પણ ભાઈ! વસ્તુના યથાર્થ ભાન વિના તને ધર્મ કેમ થશે ? જ્યાં શ્રદ્ધા ખોટી છે, જ્યાં અજ્ઞાન છે ત્યાં ધર્મ કેવો? અહીં કહે છેભગવાને કહેલી આ વસ્તુસ્થિતિ છે, ને તેનાથી કાંઈ પણ ઓછું, અધિક કે વિપરીત માનનારા મૂઢ અજ્ઞાની છે. પછી ભલે ને તે અગિયાર અંગના ભણનારા કેમ ન હોય? અને બહારના લૌકિક ભણતરમાં તો આ વાત જ ક્યાં છે? અહા! આવી તત્ત્વની વાત ભગવાન સર્વજ્ઞ સિવાય બીજે હોય નહિ. અહા! એ સર્વજ્ઞ એટલે ? સર્વજ્ઞ એટલે મોક્ષનો પર્યાય. અહાહા...! જે એક સમયની પર્યાયમાં ત્રણ કાળ, ત્રણ લોકને યુગપત્ જાણવાની શક્તિનો વિકાસ થયો છે તે સર્વજ્ઞ મોક્ષની પર્યાય છે. એ મોક્ષ પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ [નિયમસાર પ્રવચન બહિ:તત્ત્વ છે; અને અંત:તત્ત્વ તો એવી અનંત-અનંત પર્યાયોનો પિંડ આખી સામાન્ય એકસદશ ચૈતન્યવસ્તુ છે. અહા ! આવા અંતતત્ત્વ અને આવા બહિતત્ત્વની (એની) ભેદરૂપ શ્રદ્ધાને વ્યવહાર સમકિત કહે છે. તથા તેય અંતઃતત્ત્વના અનુભવમાં જેને નિશ્ચય સમકિત છે તેને આવું સહુચરપણે વ્યવહાર સમકિત હોય છે. અહા! સમકિતી ( નિશ્ચયથી તો) પોતાનો-શુદ્ધાત્માનો-ભક્ત છે; અને વ્યવહારે તે અહંતનોતીર્થકરનો ભક્ત હોય છે એમ અહીં સિદ્ધ કરે છે. અહા ! અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ અખંડ વસ્તુ છે; તેની નિશ્ચય ભક્તિ એટલે નિશ્ચય સમકિત. આવી નિશ્ચય ભક્તિ જ્યાં છે, આત્મભક્તિ જ્યાં છે ત્યાં તેને વ્યવહાર ભક્તિમાં અહંત પરમેશ્વરની જ ભક્તિ હોય, તેમના જ બહુમાનનો ને ગુણાનુવાદનો વિકલ્પ તેને હોય એમ અહીં સાબિત કરવું છે. સમજાણું કાંઈ....? અહા ! શુદ્ધ અંત:તત્ત્વના આશ્રયે નિર્મળ રત્નત્રયરૂપ નિયમ-મોક્ષમાર્ગ જેને અંતરમાં પ્રગટયો છે તેને બહારમાં આવો જ વ્યવહાર હોય છે; એટલે કે તે આવા અહંતને જ પરમેશ્વર માને. અહંતને તેની પર્યાય પૂર્ણ થઈ છે; અને એવી અનંતી પર્યાયોનો પિંડ એવા નિજ અંત:તત્ત્વનું તેને ( – સમ્યગ્દષ્ટિને) ભાન છે. ભાઈ, આમ અભેદનું જેને ભાન છે તેને ભેદરૂપ તત્ત્વોની શ્રદ્ધા પણ સાચી હોય છે. અહા ! આસ્રવ, સંવર, નિર્જરા આદિ એ વસ્તુની સ્થિતિ છે. જેમ આત્મા જીવવસ્તુ છે, તેમ બીજી વસ્તુ અજીવ પણ છે. જીવ છે માટે અજીવ છે એમ નહિ, પણ પોતાથી જ બીજી વસ્તુ અજીવ છે. હવે જ્યારે સંસાર છે તો પુણ્ય-પાપના ભાવ પણ છે. એ પુણ્ય-પાપના ભાવ તે આસ્રવ છે. જેમ આસ્રવ છે તેમ તેનો અભાવ થઈને પ્રગટ થતી શુદ્ધતાના અંશરૂપ સંવર પણ છે. વળી શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેથી નિર્જરા પણ છે. તે શુદ્ધિની પૂર્ણતા થાય છે તેથી મોક્ષ પણ છે. મતલબ કે અશુદ્ધતા અને શુદ્ધતાના આવા પ્રકાર પર્યાયમાં હોય છે. અહા ! વસ્તુ છે તો તેની અશુદ્ધતા (પુણ્યપાપ, આસ્રવ ને બંધ) અને શુદ્ધતા (સંવર, નિર્જરા ને મોક્ષ) હોય છે. ભાઈ, વસ્તુની સ્થિતિ જ આવી છે. તો આવી સ્થિતિવાળાં જે તત્ત્વો છે તેને જેમ છે તેમ શ્રદ્ધ-માને, એટલે કે આસ્રવને અશુદ્ધતારૂપે, સંવરને અંશ શુદ્ધતારૂપે, નિર્જરાને શુદ્ધિની વૃદ્ધિરૂપે ને મોક્ષને પૂર્ણ શુદ્ધતારૂપે જેમ છે તેમ માને-જાણે તે વ્યવહાર સમકિત છે. અહા! (સમ્યગ્દષ્ટિને) વ્યવહાર સમકિતની આવી દશા હોય છે એમ કહે છે. ભારે ગંભીર વાત પ્રભુ! અહા! જેના આશ્રયે શુદ્ધ-શુદ્ધ પર્યાય પ્રગટે છે એવા પૂર્ણાનંદમય નિજ દ્રવ્યસ્વભાવની જેને અંતરમાં પ્રતીતિ થઈ છે તેને આવા (-પૂર્ણ શુદ્ધ) પ્રગટેલા પર્યાયવાળાની (અતાદિની) શ્રદ્ધા વ્યવહાર બરાબર હોય છે-એમ કહે છે. અહો! અંત:તત્ત્વસ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા નિશ્ચય દેવ છે, તે જ નિશ્ચય ગુરુ છે, ને તે જ નિશ્ચય ધર્મસ્વરૂપ છે. અહા ! આવા આત્માના આશ્રયે-સ્વાશ્રયે જેને અંતરંગમાં સમ્યકત્વ થયું છે તેને, જેને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ છે એવા અહંતાદિ દેવની અર્થાત્ મોક્ષતત્ત્વની, અને સાધકભાવ એવા સંવર-નિર્જરા તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા હોય છે. જુઓ, આમાં દેવ, ગુરુ ને ધર્મ ત્રણેય આવી ગયા. પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષની શ્રદ્ધામાં દેવ આવી ગયા, ને સંવર-નિર્જરાની શ્રદ્ધામાં ગુરુ આવ્યા, ને સંવર-નિર્જરા પોતે ધર્મ છે એટલે ધર્મ પણ આવ્યો. ભાઈ, આવું શ્રદ્ધાન જ્યાં નથી ત્યાં અજ્ઞાન છે, મૂઢતા છે એમ કહે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૫] અહા! આવા વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, વીતરાગની વાણી-આગમ અને વીતરાગે કહેલાં સાત તત્ત્વો-તેની વ્યવહાર શ્રદ્ધાનાં પણ જ્યાં ઠેકાણાં નથી ત્યાં તેને નિશ્ચય (ધર્મ) હોઈ શકે નહિ. તેથી આ નિઃસંદેહુ છે કે જેના વ્યવહારમાં ફેર (ફર્ક) છે તેના નિશ્ચયમાં કાંઈ જ માલ નથી, અર્થાત તેને નિશ્ચય હોતો જ નથી. જેને નિજ પૂર્ણ સ્વરૂપનું ભાન છે તેને જ એક-એક સમયના પર્યાયની પૂર્ણતાવાળાની, સંવર-નિર્જરાવાળા સાધક જીવની–ગુરુની, અને પુણ્ય-પાપ-આસ્રવ-બંધમાં રહેલ બાધક જીવની શ્રદ્ધા બરાબર હોય છે. શ્લોક ૧૨: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી?' આ શું કીધું? “ભવના ભયને ભેદનારા...' અહા ! ભાષા તો જુઓ! “ભવમ મેજિનિ'એમ પાઠમાં છે ને? અહાહા...! આ ભગવાન ભવના ભયને ભેદનારા છે એમ કહે છે. અરે ! ચોરાસીના અવતારની માથે મોટી ડાંગ છે; અને એવા અવતારના-ભવના ભયને ભેદનારા આ ત્રિલોકનાથ દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્મા છે. આવા ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? મતલબ કે ધર્માત્માને ભક્તિ હોય જ. જો તને ભક્તિ નથી તો તને સર્વજ્ઞસ્વભાવી નિજ આત્માનીય ભક્તિ નથી એમ કહે છે. વ્યવહાર શ્રદ્ધાની આ વાત છે ને? એટલે અહીંથી ઉપાડયું છે કે “ભવના ભયને ભેદનારા આ ભગવાન.' અહા ! ભવના ભયને ભેદનારા ભગવાન છે એ તો નિમિત્તની મુખ્યતાથી વાત છે, કેમકે ભગવાનની વાણીમાં ભવના અભાવની જ વાત આવે છે. ભગવાન પોતે ભવરહિત થઈ ગયા છે અને તેથી એમની વાણીમાં સહજ જ ભવરહિત થવાની વાત આવે છે. ભવથી લાભ છે, ને (કોઈ) ભવ ભલો છે એવી વાત ભગવાનની વાણીમાં કદીય આવે નહિ. તો આવા ભગવાનની શ્રદ્ધા તને કેમ ન હોય ? હોય જ, હોવી જ જોઈએ-એમ અહીં કહેવું છે. નિશ્ચય શ્રદ્ધા ભગવાન આત્માની છે તો આવા ભગવાનની પણ તને શ્રદ્ધા-ભક્તિ હોવી જોઈએ. અહાહા...! પૂરણ જ્ઞાનાનંદની લક્ષ્મી અંદર જે શક્તિપણે વિદ્યમાન છે કે જેને પર્યાયમાં પ્રગટ થઈ ગઈ છે તેને ભગવાન કહે છે. પણ અત્યારે તો બહારમાં જે તે (રાગીઓ) પોતાને ભગવાન મનાવે છે. પણ એવા કોઈ ભગવાન નથી, એ તો બધા ભિખારા છે. અહીં તો આત્મવસ્તુનો જે બેહદ-અનંતઅપરિમિત જ્ઞાનાનંદ સ્વભાવ છે તે સ્વભાવના સત્ત્વનું તત્ત્વ જેને પર્યાયમાં પૂરણ પ્રગટ થઈ ગયું છે તે, કહે છે, ભગવાન છે અને એવા ભગવાનની વાણીમાં ભવને ભેદવાની જ વાત આવે છે. અહીં ! ભગવાને પોતે ભવ છેદી દીધો છે, ને તેમની વાણીમાં પણ ભવને છેદવાની જ વાત આવે છે. તેથી ભગવાનની વાણી પણ ભવને છેદનારી છે. અહા ! આવા ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? એટલે કે તને ભક્તિ હોવી જોઈએ. જો ભક્તિ ન હોય તો? તો તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ | નિયમસાર પ્રવચન શું કીધું આ? એમ કે જો તને વીતરાગ પરમેશ્વરની ભક્તિ-શ્રદ્ધા નથી તો ચોરાસીના અવતાર સમુદ્રની મધ્યમાં રહેલા મગરમચ્છના મુખમાં તું છો; અર્થાત્ તું ક્યાંય ભવસમુદ્રમાં ઊંડે ડૂબવાનો છો. અહો ! ભગવાન ત્રિલોકીનાથ અહંત પરમાત્મા જેવો પોતે આત્મા છે. તો પોતાની (નિજ આત્માની) જેને ભક્તિ છે તેને આવા (ભવભયને ભેદનારા) ભગવાનની ભક્તિનો વિકલ્પ અવશ્ય હોય છે. તે એમ જણાવે છે કે તેને નિશ્ચય સમકિત છે, અર્થાત ભેદ અભેદને બતાવે છે. અહીં જેને નિશ્ચય સમકિત છે તેની જ વાત છે હોં. બાકી એકલો વ્યવહાર જેને હોય એની અહીં વાત નથી. અહાહા ! “આ ભગવાન પ્રત્યે.' જુઓ, “આ” ભગવાન લીધું છે. એટલે શું? કે જેમને મોક્ષદશા-કેવલજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ આદિ પર્યાયમાં પ્રગટ છે તે કેવળી સાક્ષાત્ ભગવાન છે, પ્રભુ છે. જો કે તે પર્યાય તો બહિતત્ત્વ છે, છતાં જેને અંતરમાં નિજ શુદ્ધ અંત:તત્ત્વનું ભાન છે તેને આવા બહિતત્ત્વની (દેવતત્ત્વની) શ્રદ્ધાનો વિકલ્પ હોય છે એમ અહીં સિદ્ધ કરવું છે. જેમ બીજો કોઈ જગતનો કર્તા એવો દેવ છે એવી માન્યતા અને એવો વ્યવહાર અને હોતો નથી. તેથી કહ્યું કે જો તને આવા પરમેશ્વરની ભક્તિ નથી તો તું સંસારસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છો; તું સંસારસમુદ્રમાં ક્યાંય ખોવાઈ જવાનો છો. સમજાણું કાંઈ...? “તમે અમારું ભજન કર્યા કરો, ને અમે તમને મોક્ષ આપશું”—એમ કહે તે ભગવાન જ નથી, અને તે માર્ગ પણ નથી. ભગવાન તો એમ કહે છે કે હું જેવો પર્યાયમાં છું તેવું જ તારું અંદર સ્વરૂપ છે; તેથી અંતરષ્ટિ વડે જે તારી ભક્તિ તને પ્રગટી હોય તો તમે અમારા પ્રત્યેની ભક્તિનો વિકલ્પ હોય છે –બસ આટલું જ. (એ ભક્તિથી કલ્યાણ થઈ જાય એમ નહિ). ભક્તિ બે પ્રકારે છે ને? (૧) નિશ્ચય ભક્તિ ને (૨) વ્યવહાર ભક્તિ. નિશ્ચય ભક્તિ અને કહીએ કે પોતે સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે,–તેની અંતર્મુખ એકતાથી પ્રાપ્ત શ્રદ્ધાન તે નિશ્ચય ભક્તિ અર્થાત્ સમકિત છે; અને તેને નિમિત્તરૂપે બતાવનાર આવા ભગવાનની શ્રદ્ધાનો વિકલ્પ તે વ્યવહાર ભક્તિ છે. પ્રશ્ન: નિશ્ચય ને વ્યવહાર પરસ્પર સાધ્ય-સાધક છે, પરસ્પર સાપેક્ષ છે-એમ શ્રી જયસેનાચાર્યની ટીકામાં આવે છે? સમાધાન: હા, પણ એનો અર્થ શું? કે જ્યાં નિશ્ચય અંતરંગમાં હોય ત્યાં વ્યવહાર આવો હોય જ છે, અને વ્યવહાર આવો હોય ત્યાં નિશ્ચય પણ એવો હોય છે. લ્યો, એમ પરસ્પર સાપેક્ષ છે. એ તો પ્રવચનસારમાં (શ્લોક ૧૨માં) ન આવ્યું કે જેને આવો સાચો વ્યવહાર હોય તેને, તે વ્યવહાર પરથી અનુમાન કરવું કે ત્યાં અંદર આવું નિશ્ચય છે, અર્થાત્ એને આવો નિશ્ચય હોય છે. અને જેને આવો નિશ્ચય-છઠ્ઠી ગુણસ્થાનની વીતરાગી દશા હોય તેને બહારમાં વ્યવહાર પણ આવો જ પંચમહાવ્રતાદિના પરિણામ હોય છે. ત્યાં “અનુસાર” શબ્દ વાપર્યો છે; અર્થાત વ્યવહાર નિશ્ચયાનુસાર અને નિશ્ચય વ્યવહારાનુસાર હોય છે. મતલબ કે જેને અંતરંગમાં નિશ્ચય હોય તેને બહારમાં એવો વ્યવહાર હોય છે, અને બહારમાં જેને આવો વ્યવહાર હોય છે તેને અંતરંગમાં નિશ્ચય હોય છે. લ્યો, અહીં આ સિદ્ધ કરે છે. ( નિશ્ચય-વ્યવહાર આ રીતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૫ | ૬૯ સાધ્ય-સાધક છે, પણ નિશ્ચયને વ્યવહાર કરી દે છે એમ સાધ્ય-સાધક નથી.) સમજાણું કાંઈ....? અહા ! આત્મા મહાપ્રભુ છે; કેમકે સંવર-નિર્જરા-મોક્ષ તેના ગર્ભમાં પડ્યાં છે. બીજે (મોક્ષપાહુડ ગાથા ૧૦૪) આવે છે ને કે-પંચ પરમેષ્ઠી તારા પેટમાં-તારા આત્મામાં છે, અર્થાત પંચપરમેષ્ઠી સ્વરૂપ જ ભગવાન! તું છો. અહા ! આવી સંવર-નિર્જરા ને મોક્ષની દશાનો-સઘળી | દશાનો સાગર ભગવાન આત્મા છે તેનાં જેને પ્રતીતિ અને અનુભવ થયાં છે એવા સમ્યગ્દષ્ટિને આવા પરમેશ્વરની જ–પૂર્ણ મોક્ષદશા–પરમ સુખની દશા પ્રગટ છે તે પરમેશ્વરની જ શ્રદ્ધા બહારમાં હોય છે. એ સિવાય બીજાનાં શ્રદ્ધા-ભક્તિ તેને હોય નહિ. અહા ! જેને પૂર્ણ દશાની શ્રદ્ધા હોય છે તે સમકિતીને જ નવતત્ત્વની સાચી શ્રદ્ધા હોય છે; અર્થાત્ સાધક જીવને આવાં સંવરનિર્જરા હોય છે અને સાથે આવાં આસવાદિ બાધકભાવ પણ હોય છે એમ બધુંય એની નવતત્ત્વની શ્રદ્ધામાં આવી જાય છે. અહીં કહે છે-જો તને આ ભગવાનની ભક્તિ નથી તો અરે! “તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા.” જોયું? ભવસમુદ્રના કિનારે નહિ, પરંતુ મધ્યમાં હોં! અહા ! તું પુરણ પરમાત્મસ્વરૂપ છે, પણ તેનું તને ભાન ન હોય તો આવા ભગવાનની પણ તને શ્રદ્ધા નથી, અને તો તું ભવસમુદ્રની મધ્યમાં છો, અને તે પણ (મિથ્યાભાવરૂપ) મગરના મુખમાં છો. મતલબ કે ચોરાસીના અગાધ ભવસમુદ્રમાં ક્યાંય ઊંડે ઊંડે ડૂબી જઈશે. ત્યાં એવા ક્ષુદ્ર ભવ મળે કે જ્યાં મન પણ ન મળે. અનંતકાળે કદાચિત્ મનવાળો થાય તો તિર્યંચના ભવ મળે. અરે ! કેવા કેવા ભવ થાય છે જુઓને! વાઘ, વરૂ, સિંહ, સર્પ, લોંકડી ઇત્યાદિના ભવ! ભાઈ, એમ ક્યાંય ઊંડે ઊંડે ડૂળ્યો હતો કે જ્યાંથી મનુષ્યપણું મળવું મહા દુર્લભ હતું પણ અરેરે ! એને વિચારેય નથી કે હું કોણ છું ને ક્યાં છું? અને ક્યાં જઈશ ? આ શું થઈ રહ્યું છે? ને આનાં ફળ શું આવશે? વિચારવાનો આ અવસર છે ભાઈ ! હોં. (પછી અવસર નહિ હોય). અહા! કહે છે-જો દેવ-ગુરુ-ધર્મની વા નવતત્ત્વની શ્રદ્ધાનાંય ઠેકાણાં નથી તો તને આત્માનીય શ્રદ્ધા નથી, અને તો તું ભવસમુદ્રમાં ડૂબેલો ને ડૂબેલો જ છો. અહો ! આ તો કાંઈ કળશ છે! હા, પણ આ તો માર્ગ કઠણ છે; એના કરતાં ( લોકોની) સેવા કરીએ તો? કોની સેવા કરે બાપા! ક્યાં ગયો તું ઊંડો? શું કરી શકે એનીય ખબર ન મળે ! હવે એમાંથીબહારની મોટપ-મોટાઈ ને કર્તાપણાના અભિમાનમાંથી નીકળવું બહુ કઠણ પડશે. બહારની આવડતમાંપ્રવચનકર્તાની મોટાઈમાં કાંઈક વખણાઈ ગયો તો ત્યાંથી નીકળવું કઠણ પડશે. બહારની પ્રશંસા, મોટાઈ ને આબરું શું ચીજ છે? એ તો બધું સંસારસમુદ્રમાં ડૂબવાનું જ છે; એ તને કામ નહિ આવે. સમજાય છે કાંઈ...? નિજ સ્વરૂપની ભક્તિ અને જોડે ભવભયને ભેદનારા ભગવાનની ભક્તિ જો નથી તો બીજું કાંઈ તને કામ નહિ આવે. આવી વાત ! -એ પાંચમી ગાથા થઈ. પાંચમી ગાથામાં દોષ-શંકારહિત આસ–દેવ કહ્યા હતા ને? એ દોષો કયા કયા છે એની વ્યાખ્યા હવે (છઠ્ઠી ગાથામાં) કહેશે. અહીં આસ એટલે વાણીવાળા અહંત પરમાત્મા હોં, સિદ્ધની અત્યારે અહીં વાત નથી. અહા! જેનાથી આગમ પ્રવર્તે છે તે ઓમધ્વનિના કરનારા સાક્ષાત્ ભગવાન અહંત સર્વજ્ઞ પરમેશ્વર કેવા હોય તે હવે કહેશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭) | [ નિયમસાર પ્રવચન ગાથા – ૬ छुहतण्हभीरुरोसो रागो मोहो चिंता जरा रुजा मिचू। सेदं खेदं मदो रइ विम्हियणिद्दा जणुव्वेगो।।६।। ભય, રોષ, રાગ, સુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ ને રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. ૬, અન્વયાર્થઃ- [વા ] સુધા, [ ZT] તૃષા, [ભયં] ભય, [ રોષ: ] રોષ (ક્રોધ), [TT: ] રાગ, [ મોદ:] મોહ, [ ચિન્તા ] ચિંતા, [નરા] જરા, [ના] રોગ, [મૃત્યુ:] મૃત્યુ, [ā] સ્વેદ (પરસેવો), [ā] ખેદ, [મ:] મદ, [તિઃ] રતિ, [વિરમયનિદ્ર] વિસ્મય, નિદ્રા, [ નખ્ખોદ્દે] જન્મ અને ઉદ્વેગ (-આ) અઢાર દોષ છે. ટીકા- આ, અઢાર દોષના સ્વરૂપનું કથન છે. (૧) અશાતાવેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ કલેશની કરનારી તે સુધા છે (અર્થાત્ વિશિષ્ટખાસ પ્રકારના-અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે ખાવાની ઇચ્છારૂપ દુઃખ તે ક્ષુધા છે). (૨) અશાતાવેદનીય સંબંધી તીવ્ર, તીવ્રતર (–વધારે તીવ્ર ), મંદ અથવા મંદતર પીડાથી ઊપજતી તે તૃષા છે (અર્થાત્ વિશિષ્ટ અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે પીવાની ઇચ્છારૂપ દુઃખ તે તૃષા છે). (૩) આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાભય, અગુભિય, મરણભય, વેદનાભય અને અકસ્માતભય એમ ભય સાત પ્રકારે છે. (૪) ક્રોધી પુરુષનો તીવ્ર પરિણામ તે રોષ છે. (૫) રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે; દાન, શીલ, ઉપવાસ તથા ગુરુજનોની વૈયાવૃત્ય વગેરેમાં ઉત્પન્ન થતો તે પ્રશસ્ત રાગ છે અને સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી તથા ભોજન સંબંધી વિકથા કહેવાના ને સાંભળવાના કૌતૂહલપરિણામ તે અપ્રશસ્ત રાગ છે. (૬) *ચાર પ્રકારના શ્રમણ સંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે અને તે સિવાયનો મોહ અપ્રશસ્ત જ છે. (૭) ધર્મરૂપ તથા શુક્લરૂપ ચિંતન (-ચિંતા, વિચાર) પ્રશસ્ત છે અને તે સિવાયનું (આર્તરૂપ તથા રૌદ્રરૂપ ચિંતન) અપ્રશસ્ત જ છે. (૮) તિર્યંચો તથા મનુષ્યોને વયકૃત દેહવિકાર (ન્વયને લીધે થતી શરીરની જીર્ણ અવસ્થા) તે જ જરા છે. (૯) વાત, પિત અને કફની વિષમતાથી ઉત્પન્ન થતી કલેવર (–શરીર) સંબંધી પીડા તે જ રોગ છે. (૧૦) સાદિ–સનિધન, મૂર્ત ઇન્દ્રિયોવાળા, વિજાતીય નરનારકાદિ વિભાવવ્યંજનપર્યાયનો જે વિનાશ તેને જ મૃત્યુ કહેવામાં આવ્યું છે. (૧૧) અશુભ કર્મના વિપાકથી જનિત, શારીરિક શ્રમથી ઉત્પન્ન થતો, જે દુર્ગધના સંબંધને લીધે ખરાબ વાસવાળા જળબિંદુઓનો સમૂહ તે સ્વેદ છે. (૧૨) અનિષ્ટની પ્રાપ્તિ (અર્થાત્ કોઈ * શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છે: (૧) ઋષિ, (૨) મુનિ, (૩) યતિ અને (૪) અણગાર. ઋદ્ધિવાળા શ્રમણ તે ઋષિ છે; અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, અથવા કેવળજ્ઞાનવાળા શ્રમણ તે મુનિ છે; ઉપશમક અથવા ક્ષેપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે; અને સામાન્ય સાધુ તે અણગાર છે. આ પ્રમાણે ચાર પ્રકારનો શ્રમણ સંઘ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૬ ] ૭૧ વસ્તુ અનિષ્ટ લાગવી ) તે ખેદ છે. (૧૩) સર્વ જનતાના (-જનસમાજના ) કર્ણમાં અમૃત રેડતા સહજ ચતુર કવિત્વને લીધે, સહજ (સુંદર ) શરીરને લીધે, સહજ (ઉત્તમ ) કુળને લીધે, સહજ બળને લીધે તથા સહજ ઐશ્વર્યને લીધે આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે. (૧૪) મનોજ્ઞ (મનપસંદ ) વસ્તુઓમાં પરમ પ્રીતિ તે જ રિત છે. (૧૫) ૫૨મ સમરસીભાવની ભાવના રહિત જીવોને (૫૨મ સમતાભાવના અનુભવ રહિત જીવોને ) ક્યારેક પૂર્વે નહિ જોયેલું જોવાને લીધે થતો ભાવ તે વિસ્મય છે. (૧૬) કેવળ શુભ કર્મથી દેવપર્યાયમાં જે ઉત્પત્તિ, કેવળ અશુભ કર્મથી નાકપર્યાયમાં જે ઉત્પત્તિ, માયાથી તિર્યંચપર્યાયમાં જે ઉત્પત્તિ અને શુભાશુભ મિશ્ર કર્મથી મનુષ્યપર્યાયમાં જે ઉત્પત્તિ, તે જન્મ છે. (૧૭) દર્શનાવરણીય કર્મના ઉદયથી જેમાં જ્ઞાનજ્યોતિ અસ્ત થઈ જાય છે તે જ નિદ્રા છે. (૧૮) ઇષ્ટના વિયોગમાં વિક્લવભાવ (ગભરાટ ) તે જ ઉદ્વેગ છે.-આ (અઢાર) મહા દોષોથી ત્રણ લોક વ્યાસ છે. વીતરાગ સર્વજ્ઞ આ દોષોથી વિમુક્ત છે. [વીતરાગ સર્વજ્ઞને દ્રવ્ય-ભાવ ઘાતિકર્મોનો અભાવ હોવાથી તેમને ભય, રોષ, રાગ, મોહ, શુભાશુભ ચિંતા, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા તથા ઉદ્વેગ ક્યાંથી હોય ? વળી તેમને સમુદ્ર જેટલા શાતાવેદનીયકર્મોદય મધ્યે બિંદુ જેટલો અશાતાદેવનીયકર્મોદય વર્તે છે તે, મોહનીયકર્મના તદ્દન અભાવમાં, લેશમાત્ર પણ ક્ષુધા કે તૃષાનું નિમિત્ત ક્યાંથી થાય? ન જ થાય; કારણ કે ગમે તેટલું અશાતાવેદનીયકર્મ હોય તોપણ મોહનીયકર્મના અભાવમાં દુ:ખની લાગણી હોઈ શકે નહિ, તો પછી અહીં તો જ્યાં અનંતગુણા શાતાવેદનીયકર્મ મધ્યે અલ્પમાત્ર ( -અવિધમાન જેવું ) અશાતાવેદનીયકર્મ વર્તે છે ત્યાં ક્ષુધાતૃષાની લાગણી ક્યાંથી હોય? ક્ષુધાતૃષાના સદ્ભાવમાં અનંત સુખ, અનંત વીર્ય વગેરે ક્યાંથી સંભવે? આમ વીતરાગ સર્વજ્ઞને ક્ષુધા (તથા તૃષા) નહિ હોવાથી તેમને કવલાહાર પણ હોતો નથી. કવલાહાર વિના પણ તેમને (અન્ય મનુષ્યોને અસંભવિત એવાં,) સુગંધિત, સુરસવાળાં, સપ્તધાતુરહિત પરમૌદારિક શરીરરૂપ નોકર્માહારને યોગ્ય, સૂક્ષ્મ પુદ્દગલો પ્રતિક્ષણ આવે છે અને તેથી શરીરસ્થિતિ રહે છે વળી પવિત્રતાને અને પુણ્યને એવો સંબંધ હોય છે અર્થાત્ ઘાતિકર્મોના અભાવને અને બાકી રહેલાં અઘાતિકર્મોને એવો સહજ સંબંધ હોય છે કે વીતરાગ સર્વજ્ઞને તે બાકી રહેલાં અઘાતિકર્મોના ફળરૂપ ૫૨મૌદારિક શરીરમાં જરા, રોગ અને પરસેવો હોતાં નથી. વળી કેવળી ભગવાનને ભવાંતરમાં ઉત્પત્તિના નિમિત્તભૂત શુભાશુભ ભાવો નહિ હોવાથી તેમને જન્મ હોતો નથી; અને જે દેવિયોગ પછી ભવાંતરપ્રાપ્તિરૂપ જન્મ થતો નથી તે દેવિયોગને મરણ કહેવાતું નથી. આ રીતે વીતરાગ સર્વજ્ઞ અઢાર દોષ રહિત છે.) એ જ રીતે (અન્ય શાસ્ત્રમાં ગાથા દ્વારા) કહ્યું છે કેઃ 66 'सो धम्मो जत्थ दया सोवि तवो विसयणिग्गहो जत्थ । दसअट्ठदोसरहिओ सो देवो णत्थि संदेहो । Please inform us of any errors on rajesh@AtmaDharma.com , Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭ર [નિયમસાર પ્રવચન [ ગાથાર્થ- ] તે ધર્મ છે જ્યાં દયા છે, તે તપ છે જ્યાં વિષયોનો નિગ્રહ છે, તે દેવ છે જે અઢાર દોષ રહિત છે; આ બાબતમાં સંશય નથી.” વળી શ્રી વિધાનંદસ્વામીએ (શ્લોક દ્વારા) કહ્યું છે કે (માલિની) “ अभिमतफलसिद्धेरभ्युपायः सुबोधः स च भवति सुशास्त्रात्तस्य चोत्पत्तिराप्तात्। इति भवति स पूज्यस्तत्प्रसादात्प्रबुद्धैः न हि कृतमुपकारं साधवो विस्मरन्ति।।" “ [ શ્લોકાર્થ:- ] ઇષ્ટ ફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે (અર્થાત્ મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યજ્ઞાન છે ), સુબોધ સુશાસ્ત્રથી થાય છે, સુશાસ્ત્રની ઉત્પત્તિ આસથી થાય છે, માટે તેમના પ્રસાદને લીધે આમ પુરુષ બુધજનો વડે પૂજવાયોગ્ય છે ( અર્થાત્ મુક્તિ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે ), કેમ કે કરેલા ઉપકારને સાધુ પુરુષો (સજ્જનો) ભૂલતા નથી. વળી (છઠ્ઠી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક દ્વારા સર્વજ્ઞ ભગવાન શ્રી નેમિનાથની સ્તુતિ કરે છે ) : (માલિની) शतमखशतपूज्यः प्राज्यसद्वोधराज्यः स्मरतिरसुरनाथः प्रास्तदुष्टाघयूथः। पदनतवनमाली भव्यपद्मांशुमाली दिशतु शमनिशं नो नेमिरानन्दभूमिः ।।१३।। [શ્લોકાર્ચ- ] જે સો ઇન્દ્રોથી પૂજ્ય છે, જેમનું સબોધરૂપી (સમ્યજ્ઞાનરૂપી) રાજ્ય વિશાળ છે, કામવિજયી (લૌકાંતિક) દેવોના જે નાથ છે, દુષ્ટ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે, શ્રી કૃષ્ણ જેમનાં ચરણોમાં નમ્યા છે, ભવ્યકમળના જે સૂર્ય છે (અર્થાત્ ભવ્યોરૂપી કમળોને વિકસાવવામાં જે સૂર્ય સમાન છે), તે આનંદભૂમિ નેમિનાથ (–આનંદના સ્થાનરૂપ નેમિનાથ ભગવાન) અમને શાશ્વત સુખ આપો. ૧૩. ગાથા ૬: ટીકા ઉપરનું પ્રવચન: આ, અઢાર દોષના સ્વરૂપનું કથન છે.' અહાહા...! ભગવાન કેવળી પરમાત્મા કે જેમની વાણીની રચના આગમરૂપ છે તે કેવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૬ ] દોષોથી રહિત હોય તેનું આ વર્ણન છે. (૧) અશાતાવેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ કલેશની કરનારી તે સુધા છે. (અર્થાત્ વિશિષ્ટખાસ પ્રકારના-અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે ખાવાની ઇચ્છારૂપ દુઃખ તે સુધા છે ) અહા ! પૂર્ણ અમૃતનો સાગર જ્યાં અનુભવાય છે ત્યાં ભગવાનને ક્ષુધા કેવી? અહા ! અંદર આત્મા અનંત અમૃતનો સાગર ભરેલો છે. તે જ્યાં પર્યાયમાં પૂરણ ઉછળી રહ્યો છે ત્યાં એવા અમૃતના અનુભવનારને-ભગવાન કેવળી પરમાત્માને ક્ષુધા કેવી ? ભાઈ, ભગવાન તો અનંત અમૃતના આનંદનું ભોજન કરી રહ્યા છે. તેમને ક્ષુધા ન હોય. અહા ! અર્હત, પરમેશ્વર, દેવ એને કહીએ જેને સુધા ન હોય. અરે ! નીચે (ચોથા, પાંચમા ને છઠ્ઠી ગુણસ્થાને) પણ જ્યારે જીવ અમૃતસાગર પ્રભુ આત્માના અનુભવમાં હોય છે ત્યારે તેને આહારની ઈચ્છા હોતી નથી ( જો કે બહાર વિકલ્પમાં આવશે ત્યારે વત્તિ ઉઠશે). તો પછી આ કેવળી પ્રભ તો અનંત આનંદના સાગરમાં ડોલી રહ્યા છે, તેમને અતીન્દ્રિય આનંદનું પૂર્ણ (પ્રતિ સમય) વેદન છે; પછી તેમને ક્ષુધા કેવી ? અહો ! સમયે-સમયે પરમેશ્વર અરિહંતદેવને અનંત અતીન્દ્રિય આનંદના ભોગવટાનું ભોજન હોય છે. તેમને ક્ષુધા હોય, ને તેઓ આહાર કરે એમ માનવું એ કલંક છે. એમ માનનાર સાચા દેવને ઓળખતો જ નથી. અહા! ભગવાન સર્વશદેવને અશાતાનો તીવ્ર ઉદય હોતો નથી. એવો વિશિષ્ટ-ખાસ પ્રકારનોઅશાતા વેદનીય કર્મનો ભગવાનને ઉદય નથી, અને મોહનીયનો તો સર્વથા અભાવ છે. તેથી ભગવાનને ભોજનની ઇચ્છારૂપ કલેશ-દુઃખ-સુધા અને ભોજન હોતાં નથી. અહા ! જેમની વાણી-દિવ્યધ્વનિ આગમ કહેવાય છે તે ભગવાનને સુધાદિ દોષ હોય નહિ અને એવા દોષવાળાની વાણીને આગમ કહેવાય નહિ, અને તે દેવ પણ હોય નહિ. સમજાણું કાંઈ...? અહા! ભગવાનને શરીરમાં રોગ થયો ને તેમણે આહાર લીધો એ બધાં કથન ખોટાં છે. અહા ! જે પરમેશ્વર થયા એમને પણ હજી સુધા? અરે ! જેના ભક્તો જે દેવો ને ઇન્દ્રો છે તેમને પણ જ્યાં ૩૩ હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે ત્યાં તેમને (–ભગવાનને) દિન-દિન પ્રતિ (દરરોજ ) આહાર? એમ હોઈ શકે નહિ. ભાઈ, તીર્થંકરના શરીર તો સદાય સુંદર જ હોય છે, તેમને નોકર્મરૂપ આહાર (શરીરને યોગ્ય રજકણો) સદાય આવ્યા જ કરે છે. પણ આ કવલાહાર તેમને હોય જ નહિ; જેઓ ભગવાનને કવલાહાર માને છે તેઓ ભગવાનને ઓળખતા જ નથી, અને પોતે પૂર્ણ પરમાત્મસ્વરૂપ ચીજ શું છે તેની તેને ખબર નથી. અહા ! જેની અંશ દશામાં પણ પૂર્ણતા છે એવાને જે ક્ષુધા ઠરાવે છે તેને, આખા આત્માની-નિજ પૂર્ણાનંદસ્વરૂપ અંશીની ખબર ને શ્રદ્ધા નથી એમ કહે છે. અહીં તો આ ચોખ્ખી વાત છે. અહા! શરીરની અવસ્થામાં જઠરની વિશિષ્ટ અવસ્થા થતાં તેના ઉપર લક્ષ જાય ત્યારે મોહનીય કર્મના નિમિત્તે થતું ખાવાની ઇચ્છારૂપ દુઃખ-પીડા તે ક્ષુધા છે, અને તે (-સુધા) વીતરાગ પરમેશ્વરપરમાત્માને તેઓ શરીરવાળા ને વાણીવાળા હોવા છતાં હોતી નથી, હોઈ શકે નહિ. અહા ! જ્યાં મોહનો સર્વથા અભાવ થયો, અને જ્યાં અમૃતના દરિયા સર્વાગ (–સર્વ પ્રદેશ) ઉછળ્યા છે ત્યાં સુધી કેવી? અરે ! સમકિતમાં પણ-કે જ્યાં અમૃતનો એક અંશ અનુભવમાં આવે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ | [નિયમસાર પ્રવચન છે ત્યાં પણ–તેને આખી દુનિયાની તૃષ્ણા અંદરથી ઉઠી જાય છે, અર્થાત્ રુચિમાં આખો સંસાર છૂટી જાય છે, તો પછી નિરંતર આત્માના પૂર્ણ અમૃતના આનંદના સ્વાદિયા એવા ભગવાનને-પૂર્ણ વીતરાગ પરમેશ્વરને સુધા હોય એમ કેમ બને? અહા ! જેને સુધાદિ દોષો નથી તેને જ ભગવાન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ..? અહા! ભગવાન આત્માના અનંત આનંદમાંથી એક અંશનો પણ સ્વાદ જ્યાં સમકિતમાં આવ્યો ત્યાં ધર્મી ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં... પ્રશ્નઃ ધર્મી તો બહારમાં-ગૃહસ્થાશ્રમમાં ન હોય ને? સમાધાન: હા, સમકિતી તો પોતાના આત્મામાં આત્માના આનંદમાં જ છે; તે ગૃહસ્થાશ્રમમાંય નથી ને બીજે ક્યાંય શરીરાદિમાંય નથી. પણ ભાષા શું કહેવી? (નિમિત્તપરમ ભાષા એવી જ આવે છે). બાકી એ રાગમાં નથી, પુણ્યમાં નથી, શરીરમાં નથી, સ્ત્રી-પુત્રમાં નથી અને રાજ્યમાં પણ નથી. અહા ! આત્માના આનંદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો અને ઇન્દ્રાણીના ભોગ ધર્મીને ઝેર સમાન અરુચિકર લાગે છે. તેનો એને પ્રેમ હોતો નથી. અહીં કહે છે-ભગવાનને આહાર લેવાનો ભાવ આવે ને તે લેતાં શરીર સુંદર પુષ્ટ રહે એવી બાપુ! વસ્તુસ્થિતિ નથી અને જેવી વસ્તુસ્થિતિ નથી તેવું માનવું એ તો ભ્રમણા-ભ્રાન્તિ છે. ભગવાન! તું ભ્રમણાએ ચઢી ગયો છો. આ નિયમસાર સિદ્ધાંત-શાસ્ત્ર છે. તેની છઠ્ઠી ગાથા ચાલે છે. તેમાં શું કહે છે? કે જેને આત્માના આનંદની પૂર્ણ દશા પ્રગટ થઈ છે એવા વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરને, ભલે શરીર હો તો પણ, સુધાદિ દોષો હોતા નથી. એવી જ વસ્તુસ્થિતિ છે. અહા! આત્મા ચૈતન્યવસ્તુ દ્રવ્ય છે, તેના ગુણ છે, અને વર્તમાન, વર્તમાન વર્તતી પર્યાય તે અવસ્થા છે. બસ, આ ત્રણ એની હયાતીમાં છે, આ એની હયાતી છે. અહા ! આત્મા વસ્તુ ત્રણ પ્રકારે છે: (૧) દ્રવ્યપણે (૨) ગુણપણે ને (૩) પર્યાયપણે અવસ્થાપશે. આ ત્રણમાં એ છે, પરંતુ એ સિવાય નથી આત્મા કર્મમાં કે નથી આત્મા શરીર, વાણી, સ્ત્રી, પુત્ર કે કુટુંબમાં, કેમકે એ તો બધી પર ચીજો છે. તેથી એમાં આત્મા નથી, અને એ ચીજ આત્મામાં નથી. હવે એનામાં જે રાગદ્વેષમોહની એક સમયની અંશ-દશા છે એ ઉપર તેની અનાદિની રુચિ છે, અને તેને જ તે માને છે. તેથી હવે જેને હિત કરવું છે, દુ:ખ ટાળી સુખી થવું છે તેણે પર્યાયમાં-દશામાં જે રાગદ્વેષમોહ જણાય છે તેની રુચિ અને તેનો આશ્રય છોડવો જોઈએ; કેમકે એની રુચિમાં અનાદિથી એ છે અને તેથી તો એ દુઃખી છે. ઝીણી વાત છે પ્રભુ! પણ અરે ! રાગની ને શરીરની રુચિ આડે એણે આ સાંભળવાની દરકાર કરી નથી! અહા! આ હાડકાં ને શરીર તો જડ છે, અને એ તો એનામાં જડપણે જડ થઈને રહ્યાં છે. તે કાંઈ નથી. તેમ આત્મા-ચૈતન્યબસ્ત પણ એમાં નથી. હવે એનામાં ( આત્મામાં) તેની અનાદિની દશામાં પ્રગટ છે તે રાગદ્વેષમોહ છે. પણ એ દુઃખરૂપ છે; તે વડે તે અનાદિથી દુ:ખી છે. માટે દુ:ખનો જેણે નાશ કરવો હોય તેણે પર્યાયમાં રહેલ અંશપણાની ને રાગદ્વેષમોહની રુચિ છોડીને, અર્થાત્ તે છે છતાં લક્ષમાંથી તેને છોડીને આખી ચીજનો કે જે અનંત આનંદનો કંદ છે ને જે વ્યક્ત નથી છતાં અંદરમાં ત્રિકાળ વિધમાન છે તેનો આશ્રય લેવો જોઈએ. અહા! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૬ ] ૭૫ વસ્તુ જે પૂર્ણ છે તે પર્યાયપણે પ્રગટ નથી, છતાં વસ્તુપણે તો તે અંદર પ્રગટ જ છે, કેમકે વસ્તુ છે ને ? અહા ! આ વસ્તુસ્થિતિ છે, અને એ રીતે અહીં વાત ચાલે છે. અહા ! એ ત્રિકાળી ધ્રુવ નિજ ચૈતન્યવસ્તુ છે તેના પર દષ્ટિ મૂકતાં ને તેમાં જ લીનતા કરતાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન ને શાંતિનું પરિણમન થાય તેને અહીં દુ:ખથી મુક્ત થવાનો ઉપાય કહેવામાં આવ્યો છે. અને તે સાચો મોક્ષમાર્ગ છે. અહા! આવો નિશ્ચય મોક્ષમાર્ગ જેને પ્રગટયો હોય તે ધર્માત્માને દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધા કેવી હોય તે અહીં કહે છે. તેમાં આ દેવના સ્વરૂપની વાત છે. અહા! અનાદિથી સંસારદશા હતી તેનો નાશ થઈને જેમને દિવ્યશક્તિ પ્રગટ પર્યાયરૂપે પરિણમી ગઈ છે, અર્થાત્ જે પર્યાયબુદ્ધિ હતી તેનો નાશ કરીને નિજ સ્વભાવમાં બુદ્ધિ સ્થાપીને, ને તેમાં જ સ્થિર-લીન થઈને જેમણે વર્તમાન દશામાં પૂર્ણ અનંત જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રગટ કર્યાં છે એવી દિવ્યતાના ધારક દેવ છે. તે દેવને સમિતી વ્યવહારદેવ તરીકે માને છે. અહાહા...! નિશ્ચય દેવ તો દિવ્યશક્તિનો ભંડાર ભગવાન આત્મા પોતે છે, અને જેને પૂર્ણ દિવ્યતા પર્યાયમાં પ્રગટ થઈ છે તેને જ સમ્યગ્દષ્ટિ દેવ તરીકે સ્વીકારે છે. આ સિવાય કોઈ બીજાને (–રાગીને ) તે દેવ તરીકે માને નહિ; કેમકે જે ક્ષુધાદિ અઢાર દોષરહિત પૂર્ણ દશાને પ્રાપ્ત હોય છે તે જ દેવ છે. અહા! સુખના પંથે ચઢેલો સમ્યગ્દષ્ટિધર્મી પૂર્ણ સુખી વીતરાગદેવને જ દેવ માને છે. અહા ! જે સર્વજ્ઞ વીતરાગ દેવ હોય તેમને ક્ષુધા ન હોય એમ વાત ચાલે છે. અહાહા...! અનંતઅનંત આનંદ-અમૃતરસના સ્વાદિયા સ્વરૂપાનંદી પ૨માત્માને ક્ષુધા કેમ હોય કે જેથી તે આહાર લે અને ખાય ? ભાઈ, જે આહાર લે અને ખાય તે પરમાત્મા જ ન હોય. ભગવાનને રોગ થયો ને કોળાપાકનો આહાર લીધો એ બધી તદ્દન કલ્પિત વાતો છે. એમ કહેનારને સાચા દેવના સ્વરૂપની ખબર નથી, અને તેને અંદર પોતે આત્મા દેવ કેવો છે એનીય ખબર નથી. અજ્ઞાનવશ સ્વાનુભવરહિત તે સાચા દેવને સ્વીકારતો નથી, અને એનાથી વિપરીત દેવને માને છે. વાસ્તવમાં પર્યાયબુદ્ધિ પલટીને જેને દ્રવ્યષ્ટિ થઈ છે તેને જ દોષરહિત સાચા દેવની શ્રદ્ધા હોય અને તેવી શ્રદ્ધાને વ્યવહા૨ સમિતિ કહે છે. સમજાણું sis...? ભાઈ, આહારની ઇચ્છારૂપ દુ:ખ તે ક્ષુધા છે. ક્ષુધા તો દુઃખ-પીડા છે, અને તે ભગવાનને કેમ હોય ? અહાહા...! જેમના અંતરમાં ૫૨મ અમૃતનાં-પરમાનંદનાં વેણલાં (-વહેણ ) પૂર્ણ વહી રહ્યાં છે તે દેવને ક્ષુધા હોય નહિ; ને ક્ષુધા હોય તે દેવ હોય નહિ. જો ભગવાન આહાર લે ને તેમને ક્ષુધાનું દુ:ખ હોય તો અનંત આનંદને બાધા આવે, ભગવાનને અનંત આનંદ છે એમાં બાધા આવે. પણ એમ છે નહિ, હોઈ શકે નહિ. અહા ! નિર્મળાનંદનો નાથ પૂર્ણાનંદ પ્રભુ અંદર આત્મા છે તેનો જેને અંતર્દષ્ટિમાં સ્વીકાર થયો છે તે ધર્મી પુરુષ, ક્ષુધાદિ દોષરહિત વીતરાગ સર્વજ્ઞદેવને જ દેવ તરીકે સ્વીકારે છે અને તે જ યથાર્થ છે. આ પહેલો બોલ થયો. હવે બીજો બોલ ‘તૃષા' નોઃ (૨) અશાતાવેદનીય સંબંધી તીવ્ર તીવ્રત (–વધારે તીવ્ર ), મંદ અથવા મંદતર પીડાથી ઊપજતી છે (અર્થાત્ વિશિષ્ટ અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ તૃષા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ [ નિયમસાર પ્રવચન શરીર-અવસ્થા તેના પર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે પીવાની ઇચ્છારૂપ દુઃખ તે તૃષા છે.)” અહા! કેવળી પરમાત્માને તૃષા ન હોય. અહા! અંદર આત્મા વસ્તુ જ એવી અતીન્દ્રિય સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે કે તેનું જ્યાં ભાન થાય છે ત્યાં ધર્મી-સમ્યગ્દષ્ટિ પુરુષ પણ સમ્યગ્દર્શનમાં ને સ્વાનુભવમાં અતીન્દ્રિય આનંદનો નિર્વિકલ્પ રસ પીવે છે. તો જેને પરમાત્મદશા થાય તેને તો નિરંતર પૂર્ણ નિર્વિકલ્પ આનંદના રસનું જ પીણું હોય છે; પરંતુ આ પાણી પીવું એ હોતું નથી. “નિર્વિકલ્પ રસ પીજીએ” –એમ આવે છે ને? અહા! નિરંતર, નિર્વિકલ્પ આનંદના રસને પીનારાને શું પીડા છે કે તે પાણી પીવે? ભગવાનને તુષાય હોતી નથી ને પાણીનું પીવુંય હોતું નથી. ભાઈ, આ પુણ્ય-પાપના ભાવ કે જે વિકલ્પ-રાગ છે એ તો ઝેરના પીણાં છે બાપા! અને એ રાગનો રસ-ઝેરનો રસ તો અનાદિથી પીવે છે. અરે ! પણ એને કાંઈ ખબર નથી ! ઝેર પીને માને છે કે હું સુખી છું. શરીર ઠીક હોય એટલે માને કે સુખી છું. પણ બાપુ ! આ દેહુ તો માટીધૂળ જગતની ચીજ છે, એ ક્યાં એની (–આત્માની) છે? અને એ ક્યાં એની ( –આત્માની) થઈને રહી છે? શું તે આત્માની થઈને રહી છે? ના, એ તો જડની જડરૂપ થઈને રહી છે, તે કદીય જીવ પણે થઈ નથી, ન થઈ શકે. પણ એની એને ખબર નથી ! અહાહા...! ભગવાન આત્મા તો દેહરહિત, દેથી ભિન્ન એકલા અમૃતમય આનંદનો સાગર છે. અહીં કહે છે–તેની (આત્માની) અંતર્દષ્ટિ કરીને જેણે નિર્વિકલ્પ અમૃતના પ્યાલા પીધા છે, જેને ધર્મદષ્ટિ પ્રગટ થઈ છે તે, જેને તૃષા ન હોય એવા પૂર્ણ અનંત અમૃતરસના સ્વાદિયાને જ દેવ તરીકે વ્યવહાર માને છે. ભારે કામ ભાઈ ! અહા! જેમને પૂર્ણ આનંદ પ્રગટ છે એવા ભગવાન કેવળીને જેમ સુધા ન હોય તેમ તૃષા પણ ન હોય-એવો કોઈ દોષ ન હોય. પણ એવા પરમાત્માની અજ્ઞાનીને ખબર નથી. અહા ! તીવ્ર, તીવ્રતર, મંદ કે મંદતર પીડાથી ઊપજતી તૃષા ભગવાનને હોતી જ નથી, કેમકે એવો વિશિષ્ટ-ખાસ પ્રકારનો (તૃષા ઊપજવે તેવો) અશાતાવેદનીયનો ઉદય ભગવાનને હોતો નથી. સાધારણ અશાતાનો ઉદય કેવળીને હોય છે; પણ અહીં “વિશિષ્ટ' શબ્દ છે ને? મતલબ કે ખાસ પ્રકારનો ઉદય નથી. વળી ભગવાન વીતરાગ પરમેશ્વરને મોહનીયનો તો સંપૂર્ણ અભાવ છે; તેથી તેમને ઇચ્છાનો સર્વથા અભાવ જ છે, અને પૂર્ણ આનંદ પ્રગટ છે. તો પછી પીવાની ઇચ્છા કેમ હોય ? ન હોય. ભગવાનને પીવાની ઇચ્છાય નથી અને ઇચ્છાજનિત તૃષાની પીડાય નથી. સમજાય છે કાંઈ? અહાહા....! અહંત પરમેશ્વર સર્વજ્ઞ પરમાત્માને તૃષા હોતી જ નથી, હોઈ શકે જ નહિ. અહા! શરીરમાં રહ્યા છતાં (આ નિમિત્તથી કથન છે હોં) કેવળજ્ઞાની પરમાત્માને કે જે એક સમયમાં યુગપત્ ત્રણ કાળ-ત્રણ લોકને જાણે છે, તથા જે અનંત આનંદ-અમૃતરસને પીવે છે તે સ્વરૂપાનંદી પ્રભુને તૃષા હોય જ નહિ. અહા! ભગવાન અર્હતદેવ તો સર્વ ઇચ્છાઓનો નાશ કરીને પોતાના સ્વરૂપમાં તૃત-તૃત-તૃત થઈ ગયા છે. નિજાનંદરસલીન સ્વરૂપતૃત એવા ભગવાનને તૃષા ન હોય; છતાં તેમને તૃષા માનવી તે કલંક છે, તે ભગવાનને આળ આપે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૬] આવી વાત છે. હવે ત્રીજો બોલઃ (૩) આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાભય, અગુભિય, મરણભય, વેદનાભય અને અકસ્માતભય એમ ભય સાત પ્રકારે છે.” અહા! ભગવાનને કોઈ ભય હોતો નથી. સાક્ષાત પરમામૃતના અનુભવમાં પડયા છે તેમને ભય કેવા? અરે! સમ્યગ્દષ્ટિને પણ ભય નથી. એ આવે છે ને (સમયસાર, નિર્જરા અધિકારમાં) ? ઓહો ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર આત્મા છે. અહાહા ! વસ્તુ... વસ્તુ... વસ્તુ.. અસ્તિ-સત્તારૂપ પદાર્થ આત્મા છે કે નહિ? છે ને. અહા ! આત્મા વસ્તુ અસ્તિ છે તે સ્વભાવવાના છે. તો તેનો સ્વભાવ શું? અહાહા....! અનંત જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ સ્વભાવથી તે ભરપૂર ભરેલો છે. સ્વભાવ છે તેની હદ શું? અનંતઅનંત જ્ઞાન-આનંદથી ભરપુર ભરેલો પ્રભુ આત્મા છે. અહા ! આવા નિજ સ્વરૂપની જેને અંતર્દષ્ટિ થઈને ધર્મની દષ્ટિ પ્રગટી છે, અંતરમાં ભાન થયાં છે-તેને પણ ભય હોતો નથી, તે નિર્ભય છે, તો પછી જેમને પૂર્ણ ધર્મ પ્રગટ છે તે ધર્મના ઈશ્વર ભગવાન કેવળીને ભય કેમ હોય? ન હોય, ન હોઈ શકે. અહા! દેવને-ભગવાન કેવળીને આ લોકનો ભય હોતો નથી. કેમ? કેમકે નિજ ચૈતન્ય લોક જ પોતાનો લોક છે. હવે એમાં તેમને ભય કોનો? અરે ! આ લોકમાં લક્ષ્મી ચાલી જશે તો? દીકરો જન્મીને મરી જશે તો?–આદિ ભય હોતો નથી. પણ એ લોકના પદાર્થો એના ચૈતન્યલોકમાં જ નથી તો ભય શાનો? ભગવાન પૂર્ણ નિર્ભય છે. અહા! જ્યાં સમ્યગ્દષ્ટિ નિર્ભય છે તો કેવળીની “તો શી વાત? નિર્ભય-નિર્ભય-પૂર્ણ નિર્ભય. સમ્યગ્દષ્ટિનો પહેલો જ ગુણ નિઃશંકપણું-નિર્ભયતા છે. અહો! નિઃશંક ને નિર્ભય એવો અખંડાનંદસ્વરૂપ ચૈતન્યવજની મૂર્તિ હું આત્મા છે. આ શરીર ને રાગ ને પુણ્ય-પાપ-એ હું નહિ; કેમકે એ બધા અનાત્મા છે, પર છે. અહા ! આવું જેને સ્વાનુભવની દશા થઈને ભાન થયું છે એવા ધર્મીને-કે જે સુખના પંથે ચઢેલો છે તેને-ભય હોતો નથી. અંદર નિઃશંક છે ને? તેથી અહા! ઉપરથી ઇન્દ્રોનાં વજ પડ તોય તે ભય પામતો નથી. “નિર્ભય મારી નગરી છે”—એમ તે સદાય જાણે છે. અહાહા...! નિર્ભય નગરી સોહામણી રે, જ્યાં વસે મારો નાથ.' નાથ” એટલે પોતે હો. હવે સમકિતી–ધર્મીને જ્યાં ભય નથી ત્યાં જેને પૂર્ણ કેવળજ્ઞાનદશા-પૂર્ણ દિવ્યશક્તિ પ્રગટ થઈ છે તે ભગવાન કેવળીને કેમ ભય હોય? અહાહા..! કેવળજ્ઞાની સર્વજ્ઞદેવને શું શંકા ને શું ભય? અહા! અજ્ઞાની તો દેવ નામ ધરાવે ને હાથમાં ધારણ કરે ત્રિશૂળાદિ હથિયાર! તેનો અર્થ શું? એ જ કે તે ભયવાન છે. તેથી તે દેવ કહેવાય નહિ. ધનુષ્ય, તીર, ગદા આદિ ધારણ કરે તે દેવ નથી, કેમકે તેને શત્રુનો ભય લાગે છે, તેથી તો તે હથિયાર રાખે છે. હથિયારધારી દેવ, પરમાત્મા કે પરમેશ્વર હોય નહિ. અરે! લોકોને હું કોણ? ને પરમાત્મા કોણ? કાંઈ ખબર નથી. એ તો આ દુનિયાની વ્યવસ્થામાં-આ શરીર, સ્ત્રી-પુત્ર-પરિવાર ને મકાન, ધંધા વગેરે ધૂળની કે જે પોતાનામાં નથી તેની વ્યવસ્થામાં પડ્યા છે. મૂઢ ઉકરડાને ઉથાપે છે! પોતે જેનામાં નથી તેની (વૃથા) સંભાળ રાખવા મથે છે, અને પોતે જેમાં છે તે આત્માની સંભાળ કરવાની દરકારેય કરતો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७८ [ નિયમસાર પ્રવચન નથી. અહીં કહે છે જેણે પોતાની નિજ ચૈતન્યવહુની સંભાળ કરી છે તે સમકિતીને ભય નથી, તો પછી જે પૂર્ણ પરમાત્મા થયા છે તેમને ભય કેવો? આવી નિઃશંક નિજ વસ્તુ જેણે જાણી ને માની છે તે ધર્મીના વ્યવહાર પરમેશ્વર પણ એવા પૂર્ણ નિર્ભય હોય છે, તેને તે દેવ માને છે, બીજાને નહિ. સમજાણું કાંઈ...? વળી અહીંથી મરીને બીજે ક્યાં જઈશ? એવો પરલોકનો ભય સમકિતીને નથી. અહા ! હું ક્યાં જાઉં? હું તો ચિદાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ આત્મા જ્યાં હોઉં ત્યાં સદા મારામાં જ છું. સમજાય છે કે નહિ આ? આ સ્ત્રી-પુત્રાદિમાં કે દેવ-નરકમાં ક્યાંય આત્મા નથી એમ કહે છે. ભારે વાત ભાઈ ! અરે ! એને મોટી લપકમાં-વળગાડ છે. શું? કે જે પોતામાં નથી તેમાં રોકાઈ ગયો છે, ને પોતાને સંભાળવાનું સાવ ચૂકી ગયો છે. અહીં તો ભગવાન! તારા જન્મ-મરણના દુ:ખના ફેરા કેમ ટળે, ને તને અંતરની શાશ્વત શાન્તિ કેમ મળે એ એક જ વાત છે. બાકી બધા આ લોકમાં કે પરલોકમાં હેરાન-હેરાન દુઃખી છે. કરોડપતિ દુઃખી ને અબજોપતિય દુઃખી, રાજા દુઃખી ને રંક પણ દુ:ખી;-એ બધા દુ:ખની વાણીમાં પીલાય છે. અહા ! વસ્તુ પોતે ભગવાન આત્મા આનંદનો નાથ છે, પણ તેની ખબરું વિના બધા પુણ્ય-પાપ ને મિથ્યા ભાવની લઢણમાં પડ્યા છે તેથી દુઃખી જ છે. ઠીક છે એમ બહારમાં ભલે દેખાય, પણ અંદર તો હોળી સળગે છે. પણ અહીં કહે છે-જેને અંતરમાં ભાન થયું કે હું ચૈતન્યદેવ છું તે ધર્મી પુરુષને પરલોકનો ભય નથી. તો પછી ભગવાનને પરલોકનો ભય ક્યાંથી હોય ? વળી ભગવાનને અરક્ષાભય નથી. (જ્યાં શાશ્વત ચૈતન્યવહુ આત્મા ત્રિકાળી અવિનશ્વર સત્ સ્વયમેવ પોતામાં સુરક્ષિત-સ્વરક્ષિત છે ત્યાં અરક્ષણ શું? તેથી પૂર્ણ શાશ્વત દશાને પ્રાપ્ત ભગવાન કેવળીને અરક્ષાભય હોતો નથી.) ભગવાનને અગુભિય નથી. ગઢ આદિમાં સંતાઈ જઉં જેથી અગુમિ ટળે એવો ભય ભગવાનને હોતો નથી. અહા ! સર્વજ્ઞ પરમાત્મા તો અનંત આનંદના સ્વરૂપગઢમાં જ ગુમ રહ્યા છે, ત્યાં કોઈનો પ્રવેશ જ નથી તો શાનો ભય? ભગવાનને મરણનો પણ ભય નથી. કાર્પણ શરીર રહે ને ઔદારિક દેહ છૂટે તેને મરણ કહે છે. પણ ભગવાનને તો ઔદારિક દેહ છૂટતાં જ સાથે કામણ શરીર છૂટી જાય છે. એટલે તેમને મરણ જ નથી, ને તેથી મરણભય પણ નથી. ભગવાનને વેદનાભય નથી. પૂર્ણ આનંદનું જ્યાં વેદન છે ત્યાં બીજી વેદના શરીરની વેદના ક્યાં છે કે વેદનાભય હોય? અરે, પરમેશ્વર–પરમાત્મા કોને કહીએ તેની અજ્ઞાનીઓને ખબરું નથી! જેને જિન પરમાત્મસ્વરૂપની ખબર છે તેને બીજા પરમેશ્વર કેવા હોય તેની બરાબર ખબર હોય જ. અને જેને બીજા પરમેશ્વરની ખબર નથી તેને પોતાના પરમેશ્વરનીય ખબર નથી. એ તો જ્યાં-ત્યાં બહારના દેવ-દેવલાંને માને છે, ને માથાં ફોડ છે. ભાઈ, પોતે દેવ કેવો છે, ને બહારમાં કેવા દેવની શ્રદ્ધા હોવી જોઈએ એની આ વાત છે. ઓહો..ભગવાનનું શરીર તો પરમ ઔદારિક થઈ ગયું છે. તેમના શરીર પર બીજો નજર કરે તો તે તેના સાત ભવ ભાળે એવા તો શરીરના રજકણો નિર્મળ-સ્વચ્છ થઈ જાય છે. હવે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૬] ૭૯ એવા શરીરમાં વેદના થાય એવી વાતુ બાપા! શું વીતરાગ મારગમાં હોય? ના હોય. આ તો વીતરાગ પરમેશ્વરનો મારગ પ્રભુ! અહા ! સચ્ચિદાનંદ પ્રભુ પોતે આત્મા જ છે; એનું અંતરમાં ભાન ને લીનતા થઈને જેને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ છે તેને વેદના ને વેદનાભય છે જ નહિ. વળી ભગવાનને અકસ્માતભય અર્થાત્ નવું કાંઈક થઈ જશે એનો ભય નથી. દિવાલ પડશે, વીજળી પડશે એવો ભય પરમાત્માને હોતો નથી. અહા ! જ્યાં સમ્યગ્દષ્ટિને પણ એવો ભય નથી ત્યાં કેવળીને ભય કેવો? તેમને વળી અકસ્માત્ ને આકસ્મિક શું? ભગવાનને કેવળજ્ઞાનમાં ત્રણ કાળ-ત્રણ લોક યુગપતું પ્રત્યક્ષ ભાસે છે ત્યાં તેમને નવું આકસ્મિક શું હોય? કાંઈ જ નહિ. તેથી ભગવાનને વિસ્મય કે અકસ્માતભય હોતો નથી. આ રીતે સાત પ્રકારના ભય દેવને હોતા નથી. હવે ચોથો દોષ (૪) ક્રોધી પુરુષનો તીવ્ર પરિણામ તે રોષ છે.' ક્રોધાવેશમાં આવી જાય તેને રોષ થાય છે ને ? પણ એ ભગવાનને હોતો નથી. રાક્ષસને મારવા ધનુષ્ય ચઢાવે ને ભૂકુટિ ચઢાવે તે ભગવાન ન હોય. અહા ! જે પૂર્ણાનંદના શીતળસ્વભાવમાં પરમ શાંત વીતરાગ થઈને રહ્યા છે તેમને રોષ ન હોય, ને રોષ હોય તે ભગવાન ન હોય. સમજાય છે કાંઈ? હવે પાંચમો બોલઃ (પ) રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે.” જુઓ, રાગના બે પ્રકાર કીધાઃ (૧) પ્રશસ્ત અને (૨) અપ્રશસ્ત અર્થાત્ શુભ ને અશુભ, અને તે ભગવાન કેવળીને હોતા નથી. હવે આમાં વિશેષ ન્યાય કહે છે. દાન, શીલ, ઉપવાસ તથા ગુરુજનોની વૈયાવૃત્ય વગેરેમાં ઉત્પન્ન થતો તે પ્રશસ્ત રાગ છે. બીજાને દાન આપે છે ને? તો તેમાં શુભરાગ થાય છે; શીલ-બ્રહ્મચર્ય પાળે ને ઉપવાસ કરે તેમાં શુભરાગ થાય છે. જુઓ, ઉપવાસને અહીં શુભરાગ કીધો છે! વળી, ગુરુજનોની-પોતાના ગુરુ કે સંત-મહામુનિવરોની વૈયાવૃજ્યમાં શુભરાગ છે, તે ધર્મ નથી એમ કહે છે. અહા ! દાન, શીલ, ઉપવાસ ને ગુરુજનોની સેવા એ પ્રશસ્ત રાગ-શુભરાગ છે, અને એ રાગ કેવળી પરમાત્મા-તીર્થકરદેવને હોતો નથી. અર્થાત્ કેવળી બીજાની સ્તુતિ કરે કે વિનય-વંદના કરે એમ હોતું નથી, કેમકે ભગવાનને એવો રાગ હોતો નથી. જુઓ, છે કે નહિ આમાં? અહા ! કેવળી ભગવાન છમસ્થ ગુરુની સ્તુતિ-વિનય કરે એમ કોઈદિ' હોય નહિ; કેમકે કેવળીને પ્રશસ્ત રાગ નથી. વળી સેવા તો પોતાથી મોટા હોય એની હોય. પણ ભગવાનથી મોટું કોણ છે? પ્રશ્ન: જે એમનાથી પહેલા કેવળજ્ઞાન પામ્યા છે એ મોટા છે કે નહિ? સમાધાન: ના, એ મોટા નથી. કેવળીને બીજા કેવળી પ્રત્યે રાગ હોતો નથી. આ વાત હવે પછી (છઠ્ઠી બોલમાં) આવશે. અત્યારે તો ગુરુજનોની વૈયાવૃત્યથી ઉત્પન્ન થતો પ્રશસ્ત રાગ કેવળીને હોતો નથી એમ સિદ્ધ કરવું છે. અહીં ! કેવળીને કેવળી પ્રત્યે રાગ ન હોય ત્યાં છદ્મસ્થ પ્રત્યે રાગ-વિનય હોય એમ કેમ બને? ન બને, કેમકે પ્રશસ્ત રાગ કેવળીને-દેવને હોતો નથી. આવો મારગ છે બાપા! આમાં બે વાત થઈ: (૧) કોઈ દાન, શીલ, ઉપવાસ કે ગુરુની સેવાને ધર્મ માને તોપણ એ ધર્મ નથી. માત્ર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ८० Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates શુભરાગ-પ્રશસ્ત રાગ છે. (૨) આવો પ્રશસ્ત રાગ ભગવાન કેવળીને હોતો નથી. હવે આગળ કહે છેઃ ‘અને સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી તથા ભોજન સંબંધી વિકા કહેવાના ને સાંભળવાના કૌતુહલપરિણામ તે અપ્રશસ્ત રાગ છે.’ [નિયમસાર પ્રવચન જુઓ, અહીં દેશકથાને રાજા સંબંધી કથામાં સમાવી લીધી છે. અહા! આવી વસ્તુઓ ભોજનમાં હતી તે કહેવાના ને સાંભળવાના કૌતુહલભાવ તે અપ્રશસ્ત રાગ છે-અશુભ રાગ છે-પાપના ભાવ છે. નવરો થાય ને માંડે કે આજે ભોજનમાં આ હતું ને તે હતું, પણ એમાં શું (લાભ ) છે? ધૂળેય લાભ નથી સાંભળને. એ તો વિકથા-પાપકથા છે, અપ્રશસ્ત રાગ છે; અને તે ભગવાન કેવળીને હોતો નથી એમ વાત છે. અહા ! સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી કે ભોજન સંબંધી વિથા કહેવાના કે સાંભળવાના કૌતુહલપરિણામ તે અપ્રશસ્ત રાગ અર્થાત્ પાપનો ભાવ છે; અને તે કેવળી ૫૨મેશ્વરને હોતો નથી. બહુ ઝીણો ધર્મ બાપુ! જગતને તે હાથ આવ્યો નથી એટલે વાડા બાંધીને બેઠા છે. (પણ એ તો ચા૨ ગતિમાં આથડવાનું છે.) શ્રીમદ્દમાં આવે છે ને? “ અનંતકાળથી આથડયો, વિના ભાન ભગવાન; સેવ્યા, નહિ ગુરુ-સંતને મૂક્યું નહિ અભિમાન. હવે છઠ્ઠો બોલ જરી ઝીણો છે: (૬) ચાર પ્રકારના શ્રમણસંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે અને તે સિવાયનો મોહ અપ્રશસ્ત જ છે.’ આ ચાર પ્રકારના શ્રમણ નીચે ફૂટનોટમાં કહ્યા છે. જુઓ, ‘શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છે: (૧) ઋષિ (૨) મુનિ (૩) યતિ અને (૪) અણગાર.’ અહાહા...! આ ઋષિ એટલે સાચા જૈન શ્રમણની વાત છે હોં; કેમકે તે સિવાય બીજા કોઈ ઋષિ હોય નહિ. અહાહા...! જૈનના ઋષિ એટલે ? જેમણે આત્મા આનંદસ્વરૂપ છે એના ભાન વડે તેમાં લીનપ્રલીન થઈ, રાગને જીતીને ઉગ્રપણે અંતરમાં આનંદ પ્રગટ કર્યો છે તે જૈન સાધુ ઋષિ છે. અહા ! જૈન કોઈ સંપ્રદાય નથી, પણ વસ્તુનો સ્વભાવ છે. તે સ્વભાવની ઉગ્ર આરાધનામાં પડેલા જૈનના સાચા સંત એવા ઋષિ છે. ઋષિના શાસ્ત્રમાં ઘણા ભેદ છે. અહીં તો એટલું જ લીધું છે કે- ઋદ્ધિવાળા શ્રમણ તે ઋષિ છે.' અહા ! તેમના પ્રત્યેનો વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત રાગ છે ને તે ભગવાનને હોતો નથી. મુનિ છે.’ હવે બીજો પ્રકાર: મુનિ. ‘ અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, અથવા કેવળજ્ઞાનવાળા શ્રમણ લ્યો, આ કેવળીઓ પ્રત્યે કે મુનિઓ પ્રત્યે વાત્સલ્ય-પ્રેમ મોહ છે એમ કહે છે અને તે ભગવાન કેવળીને હોતો નથી એમ વાત છે. જુઓ, કેવળીને બીજા કેવળી પ્રત્યે મોહ હોતો નથી એમ આમાં આવ્યું કે નહિ? તો પછી કેવળીને બીજા છદ્મસ્થ પ્રત્યે પ્રેમ-વાત્સલ્ય-વિનય હોય એમ કેમ બને? એમ હોતું જ નથી. ભાઈ, ત્રણકાળ-ત્રણલોકમાં વીતરાગ મારગનું કહેલું તત્ત્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૬] આ છે. શું? કે ચાર પ્રકારના શ્રમણ સંઘ પ્રત્યે વાત્સલ્ય તે મોહ છે, ને તે ભગવાન કેવળીને હોતો નથી. (આ ચતુર્વિધ સંઘ કેમ નભે એવો રાગ ભગવાનને હોતો નથી.) અહા ! કેવળીને કેવળી પ્રત્યે કે છબસ્થ સાધુ પ્રત્યે જ્યાં મોહ જ નથી ત્યાં શું એમનો વિનય કરે ? ના કરે. હા, સાધુને ભગવાન કેવળી પ્રત્યે રાગ-વિનય હોય છે, કેમકે સાધુને કિંચિત્ રાગનો ભાગ છે ને ? પણ કેવળીને તે હોતાં નથી, કેમકે ભગવાન પરમ વીતરાગ છે. ભાઈ, દેવ-ગુરુ પ્રત્યેનો પ્રેમ-ભક્તિ-વાત્સલ્ય એ કાંઈ ધર્મ નથી, પણ શુભરાગ છે, ને તે પુણ્યબંધનું કારણ છે. આવો વીતરાગનો મારગ છે. પ્રશ્નઃ પ્રશસ્ત રાગ ને મોહમાં શું ફેર ? સમાધાન: એ તો એનું એ છે. “શ્રમણસંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ” એમ છે ને? અહીં મોહ શબ્દથી પર તરફ સાવધાની જાય છે એટલું કહેવું છે. હવે ત્રીજો પ્રકાર: યતિ. “ઉપશમક અથવા ક્ષેપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે.” અહા ! શ્રમણ આત્માની જતનામાં ચઢયા છે તે યતિ છે; ને તેમના પ્રત્યે પ્રેમ-વાત્સલ્ય તે મોહ છે. હવે આ યતિ પણ બીજા પ્રત્યે પ્રેમ કરતા નથી. તેઓ શ્રેણિમાં આરૂઢ છે ને? અંદર ધ્યાનમાં છે, આત્માની સ્થિરતામાં રમે છે. તેથી તેમને બીજા પ્રત્યે પ્રેમ નથી. તો પછી કેવળીને બીજા પ્રત્યે પ્રેમ કેવો? અહા ! એક-એક વાતમાં બીજી કેટલી વાત ભરી છે? હવે ચોથો પ્રકારઃ અણગાર. “અને સામાન્ય સાધુ તે અણધાર છે.' પ્રશ્ન: સામાન્ય સાધુ એટલે? સમાધાનઃ જે છઠ્ઠી-સાતમાં ગુણસ્થાનમાં બિરાજમાન છે, ને જેમને કોઈ ઋદ્ધિ પ્રગટી નથી, જે અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન વા કેવળજ્ઞાનથી રહિત છે તથા ઉપશમક કે ક્ષપક શ્રેણિ વિનાના છે તે સામાન્ય સાધુ એમ અર્થ છે. પણ સામાન્ય સાધુ એટલે જૈન સિવાયના આ બધાય સાધુ એમ નહિ, તથા જૈનના નામે ભેખ ધારીને બેઠા છે એય નહિ. શ્રમણના ચાર ભેદ કીધાઃ (૧) ઋષિ-ઋદ્ધિસહિત શ્રમણ તે ઋષિ છે. (૨) મુનિ-અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન વા કેવળજ્ઞાનથી સહિત શ્રમણ તે મુનિ છે. (૩) યતિ-ઉપશમક વા ક્ષેપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે. (૪) અણગાર-ઉપરોક્ત ત્રણ સિવાયના અર્થાત ઋદ્ધિ વિનાના, અવધિ, મન:પર્યય કે કેવળજ્ઞાન વિનાના, અને શ્રેણિ વિનાના શ્રમણ તે સામાન્ય સાધુ અણગાર છે. તે પાંચમા ગુણસ્થાનથી ઉપર અને આઠમાં ગુણસ્થાનથી નીચે છઠ્ઠી-સાતમાં ગુણસ્થાનમાં બિરાજમાન હોય છે. આ ચારેય શ્રમણો પ્રત્યેનો વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે ને તે ભગવાન કેવળી પરમાત્માને હોતો નથી. અને આ સિવાયનો બીજા પ્રત્યેનો મોહ તે અપ્રશસ્ત અર્થાત્ અશુભભુંડો જ છે. કુટુંબપરિવાર, ધન-સંપત્તિ પ્રત્યેનો મોહ-રાગ અશુભ છે; અને તેય ભગવાનનો હોતો નથી. અરે ભાઈ ! ચાર પ્રકારના સાધુ પ્રત્યેનું વાત્સલ્ય પણ શુભરાગ છે, શાન્તિને બાળનારી આગ છે, તો પછી અશુભનું તો શું કહેવું? છ૭ઢાલામાં આવે છે ને કે-“રાગ આગ દહૈ સદા” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ નિયમસાર પ્રવચન અહા! મુનિવરોને પ્રેમથી-વત્સલતાથી-ભક્તિથી આહાર-પાણી દેવાં એ પણ રાગ-મોહ છે, અને તે ભગવાનને હોતો નથી. ભગવાન કોને આહાર દે ને કોણ લે? ભાઈ, અનંત-અનંત..આનંદ-આનંદ કોને કહે? અરે! ધર્મ કોને કહેવો એ લોકોને ખબર નથી ! એ તો બહારમાં લઈ બેઠા છે કે આ ભક્તિ કરી ને ભગવાનની પૂજા કરી એટલે બસ થઈ ગયો ધર્મ; પણ એમાં ધૂળેય ધર્મ નથી, સાંભળ ને? તું લાખ ભક્તિ કરને, પણ એ તો બધો શુભરાગ છે, ને એવો પ્રશસ્ત વા અપ્રશસ્ત મોહ કેવળીને હોતો નથી. તેમને ચતુર્વિધ શ્રમણસંઘ પ્રતિ પણ રાગ હોતો નથી એમ કહે છે. પ્રશ્ન: તો ભગવાન ઉપદેશ શું કામ આપે છે? સમાધાનઃ ઉપદેશ? ઉપદેશ કોણ આપે? ઉપદેશ તો વાણી છે, ને વાણી વાણીના કારણે એના કાળે નીકળે છે. ભગવાનમાં એ વાણી ક્યાં છે? (“ભગવાનની વાણી –એ તો વ્યવહારનું કથન છે.) હવે સાતમો બોલ: “(૭) ધર્મરૂપ તથા શુક્લરૂપ ચિંતન (-ચિંતા, વિચાર) પ્રશસ્ત છે અને તે સિવાયનું (આર્તરૂપ તથા રોદ્રરૂપ ચિંતન) અપ્રશસ્ત જ છે.' જુઓ, શું કીધું? કે ધર્મધ્યાન ને શુક્લધ્યાન પ્રશસ્ત છે; ને એ ભગવાનને નથી. પ્રશ્નઃ કેવળજ્ઞાનીને શુક્લધ્યાન કહ્યું છે ને? સમાધાનઃ એ તો ઉપચારથી કહ્યું છે, કેમકે કર્મ ખરે છે ને ? માટે એટલી અપેક્ષા ગણીને કહ્યું છે. વળી કેવળીને કષાય તો સર્વ નીકળી ગયો છે, પણ હજુ યોગ સાથે રહ્યો છે ને? એટલે એ અપેક્ષા ગણીને કહ્યું કે શુક્લધ્યાન છે; બાકી શુક્લધ્યાન તેમને છે કે દિ' ? જુઓ, કેવળીને શુક્લધ્યાન નથી એમ આમાં કહે છે. છે કે નહિ? છે. એ તો પ્રવચનસારમાં એમ આવ્યું છે કે કેવળજ્ઞાની કોનું ધ્યાન કરે છે? ત્યાં સમાધાન કર્યું કે-આનંદનું ધ્યાન ધરે છે, અર્થાત્ તેઓ અતીન્દ્રિય આનંદને અનુભવે છે. બાકી ભગવાનને ત્યાં ધ્યાન ક્યાં છે? તેઓ તો ધારાવાહી અનંત આનંદરૂપે પરિણમે જ છે. એકાગ્રતા તો અંદર પૂરણ પડી જ છે, નવી એકાગ્રતા કયાં કરવી છે? અહો! પરમેશ્વર શરીરમાં રહ્યા છે એમ દેખાય છતાં, તેમને વાણી નીકળે છે એમ દેખાય છતાં, તેઓ સમવસરણમાં બેઠા છે એમ દેખાય છતાં, તેઓ અનંત આનંદમાં જ સ્થિત-બેઠા છે. અહા ! એવા ભગવાનને, અહીં કહે છે, ધર્મધ્યાન કે શુક્લધ્યાન હોતું નથી. સમજાણું કાંઈ...? આવો મારગ બહુ ઝીણો બાપુ! વળી તે સિવાયનાં આર્ત-રૌદ્રરૂપ અપ્રશસ્ત-માઠાં ચિંતન-ધ્યાન છે તેય ભગવાનને હોતાં નથી. હવે આઠમો બોલઃ “(૮) તિર્યંચો નથા મનુષ્યોને વયકૃત દેહ-વિકાર (વયને લીધે થતી શરીરની જીર્ણ અવસ્થા) તે જ જરા છે.' જુઓ, પશુ અને મુનષ્યોને વયકૃત જે શરીરનો વિકાર-વૃદ્ધાવસ્થા થાય છે તે ભગવાનને હોતી નથી. નારકીને વૃદ્ધાવસ્થા સદાય હોય છે, અને દેવને તે ક્યારે ય હોતી નથી. એટલે અહીં એ વાત લીધી નથી. પણ મનુષ્યને ને પશુને વયકૃત જીર્ણાવસ્થા થાય છે (માટે તેની વાત કરી છે.) દેહવિકાર એટલે શું? કે આ વાળ ધોળા થાય, શરીરમાં કરચલી પડે ને શરીર જીર્ણ થાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૬ ] ૮૩ અહા ! એવી જરા-અવસ્થા ભગવાનને હોય નહિ. ક્રોડ પૂર્વ સુધી દેહ રહે તોય ભગવાનને દેહમાં જરા ન હોય. ક્યાંથી હોય? કેમકે અશાતાનો ઉદય ક્યાં છે? ઓહો ! પૂર્ણાનંદને પ્રાપ્ત ભગવાનને પૂર્ણ શાંતિશાંતિ-શાંતિ છે, ને દેહ પણ જરારહિત જ છે. ઓહો ! અબજો-અબજો વર્ષ સુધી કેવળજ્ઞાનીપણે રહે તોપણ શરીરમાં જરા ન થાય. અહા ! રોટલા ખાય નહિ ને જરા હોય નહિ. ( એવો કોઈ અલૌકિક દિવ્ય દેહ ભગવાનને હોય છે.) નવમો બોલઃ “(૯) વાત, પિત્ત અને કફની વિષમતાથી ઉત્પન્ન થતી કલેવર (-શરીર) સંબંધી પીડા તે જ રોગ છે.” અહા! ગોશાળાએ તેજલેશ્યા ફંકી ને તેથી ભગવાનને છ માસ સુધી રોગ થયો એ બધી ખોટીકલ્પિત વાત છે, ગપગપ છે; કેમકે ભગવાનને એ બધું હોય જ નહિ. અહા ! અનંત આનંદની નીરોગતા જ્યાં અંદર પ્રગટ થઈ છે ત્યાં દેહમાં રોગ કેવો? અહો ! ભગવાનને તો પરમ ઔદારિક અત્યંત સ્વચ્છ નિર્મળ સ્ફટિકરતન સમાન દિવ્ય દેહુ હોય છે. તેથી એવા શરીરમાં રોગ હોઈ શકે જ નહિ. હવે જેને સાચા દેવના સ્વરૂપની શ્રદ્ધાની ખબર ન મળે તેને પોતાના આત્માના સ્વરૂપની શું ખબર હોય? એ તો પ્રગટ અજ્ઞાની છે. જુઓ, આ ભેદરૂપ સમકિતની વ્યાખ્યા છે ને? તેથી જેને અંતરમાં અભેદ સમકિત છે તેને સાચા દેવસંબંધી યથાર્થ શ્રદ્ધા હોય છે અને તે ભેદ સમકિત છે એમ કહે છે. દસમો બોલઃ “(૧૦) સાદિ–સનિધન, મૂર્ત ઇન્દ્રિયોવાળા, વિજાતીય નરનારકાદિ વિભાવવ્યંજનપર્યાયનો જે વિનાશ તેને જ મૃત્યુ કહેવામાં આવ્યું છે.' શું કહ્યું? કે “સાદિ-સનિધન' અર્થાત જે નવો ઉત્પન્ન થયો છે ને જેનો અંત છે એવા મૂર્તિ ઈન્દ્રિયોવાળા અને આત્માથી વિરુદ્ધ જાતિવાળા નરનારકાદિ વિભાવવ્યંજનપર્યાય-શરીરપર્યાય તેનો વિનાશ થાય તેને મૃત્યુ કહેવામાં આવે છે; અને તે ભગવાનને છે નહિ. કાર્પણ શરીર સાથે લઈને જાય અને ઔદારિક શરીર નાશ પામે તેને મૃત્યુ કહીએ. પણ ભગવાનને તો ઔદારિક શરીરની સાથે જ કાર્પણ શરીર નાશ પામે છે. માટે તેમને મૃત્યુ છે જ નહિ. દેહ છૂટતાં પછી જન્મે તેને મૃત્યુ કહીએ, પરંતુ તેય ભગવાનને ક્યાં છે? માટે ભગવાનને મૃત્યુ છે નહિ. હવે અગિયારમો બોલઃ “(૧૧) અશુભ કર્મના વિપાકથી જનિત, શારીરિક શ્રમથી ઉત્પન્ન થતો, જે દુર્ગધના સંબંધને લીધે ખરાબ વાસવાળા જળબિંદુઓનો સમૂહ તે સ્વેદ છે.' અહા! શ્વાસ ગંધ મારે, ને શ્રમથી પરસેવો થઈ ગંધ મારે તે અશાતાના ઉદયને લીધે હોય છે. પણ એ પરસેવો ભગવાનને હોય નહિ, કેમકે ભગવાનને અશાતાનો ઉદય નથી. અહો ! ભગવાન તો અનંત અનંત આનંદ અને અનંત બળમાં બિરાજે છે; તેમને પરસેવો કેવો? જુઓ, અહીં અરિહંતદેવના સ્વરૂપનું કથન ચાલે છે. જેને નિજ આત્માનું શ્રદ્ધાન-સમ્યગ્દર્શન હોય તેને વ્યવહારે આવા નિર્દોષ દેવની જ માન્યતા હોય છે એમ અહીં કહેવું છે. અહાહા...! ભગવાન આત્મા નિર્મળાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ છે. તેનું અંતરમાં જ્ઞાન થઈને પ્રતીતિ થવી-શ્રદ્ધાન થવું તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શનથી ધર્મની શરૂઆત થાય છે, અને ત્યારથી જીવ સુખના પંથે ચઢે છે. પરંતુ જ્યાં સુધી પર્યાય નામ અવસ્થા અને શુભાશુભ રાગાદિ ઉપર દષ્ટિ છે ત્યાંસુધી પર્યાયબુદ્ધિવાળો તે જીવ દુઃખી છે. તેથી કહીએ છીએ-ભાઈ ! “સર્વમ્ લ્યન કમ્ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન મન.' શું કીધું? “સર્વમ્ ત્યન’–મતલબ નિજ શુદ્ધાત્મા સિવાય બધું જ દષ્ટિમાંથી છોડી દે, ને “ઉ” મન'–અર્થાત્ અનંત આનંદસ્વરૂપ નિજ એક શુદ્ધાત્માને ભજ. ભજ એટલે ત્યાં એકાગ્ર થા. (પોતામાં એકાગ્ર થવું તે ભજન છે). નથી કહેતા કે-પરથી ખસ, સ્વમાં વસ, બસ આ ટૂંકું ને ટચ. લ્યો, આ સુખી થવાનો ઉપાય છે. પણ અરે! એને રાગની-જડની મીઠાશ છે. પણ એ તો તને ઝેરની મીઠાશ છે બાપુ! અનાદિથી ત્યાં રોકાણો છો, પણ અમૃત માનીને તે ઝેર જ પીધાં છે. પ્રશ્ન: પણ અમૃત માનીને પીવે છે ને? ઉત્તરઃ તે અમૃત માનીને જ પીવે ને? કાંઈ ઝેર માનીને પીતો હશે? પણ એ ઝેર જ છે, અમૃત નથી. અહા! આ નિયમસાર છે ને? અહાહા...! અમૃતનો-મોક્ષનો માર્ગ તે નિયમસાર છે. અહો ! અમૃતસ્વરૂપ સુખકંદ-આનંદકંદ પ્રભુ આત્મા છે, તો એ નિજ વસ્તુની અંતરમાં દષ્ટિ કરીને દિશા ફેરવી નાખ; પર્યાય ને રાગ ઉપર દષ્ટિની દિશા છે તે ફેરવી નાખ, અને નિજ સ્વરૂપની દષ્ટિ કર. સંસાર નામ ઉદયભાવનો અભાવ કરવાની આ જ રીત છે. આનું નામ “પરથી ખસ ને સ્વમાં વસ” ના “સ્વને ભજ, પરને તજ'–કહે છે. ભાઈ, આ શબ્દો તો થોડાં છે, પણ એનો ભાવ ગંભીર છે. હવે બારમો બોલઃ “(૧૨) અનિષ્ટની પ્રાપ્તિ (અર્થાત્ કોઈ વસ્તુ અનિષ્ટ લાગવી) તે ખેદ છે'. અહા! જગતમાં કાંઈ અનિષ્ટ જ નથી. (અને પરમ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરને કાંઈ અનિષ્ટ ભાસતું જ નથી.) તેથી ભગવાનને ખેદ હોતો નથી. રોગ થવો, શત્રુ હોવો, સર્પ કે વીંછી કરડવો ઇત્યાદિને અજ્ઞાની જીવ અનિષ્ટ માને છે. પણ ભગવાન કેવળીને તો લોકમાં કાંઈ અનિષ્ટ જ નથી, અને તેથી ખેદ નથી. (૧૩) સર્વ જનતાના (–જનસમાજના) કર્ણમાં અમૃત રેડતા સહજ ચતુર કવિત્વને લીધે..આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.” અહા! ભગવાનની દિવ્યવાણી ને કવિત્વશક્તિનું શું કહેવું? તેમને એવી સહુજ ચતુર કવિત્વશક્તિ હોય છે કે લાખો-કોડ જીવોની સભા તે સાંભળીને જાણે અમૃત પીતા હોય તેમ બધા ડોલી-નાચી ઊઠે. અહા! ભગવાન તો સર્વ વિદ્યાના પારગામી હોય છે, પણ એમને એવી કવિત્વશક્તિનું અભિમાન હોતું નથી. ભગવાન મદરહિત જ હોય છે. તેવી રીતે સહજ (સુંદર) શરીરને લીધે...આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.” ઓહો ! ભગવાનના શરીરના દરેક અવયવ કોમળ, સુંદર નમણાઈવાળા હોય છે. ત્રણ લોકમાં કોઈનેય ન હોય એવો ભગવાનને (-તીર્થકરને) સુંદર દિવ્ય દેહુ હોય છે. ઇન્દ્ર પણ તેને દેખીને ચક્તિ થઈ જાય છે. તેમના જન્મકાળે બે આંખેથી જોઈને સંતોષ ન થાય એટલે ઇન્દ્ર હજાર નેત્ર કરીને જુએ છે. અહા! એવું અદ્ભુત અલૌકિક ભગવાનના દેહનું રૂપ હોય છે. છતાં ભગવાનને શરીરનો મદ હોતો નથી. કેમ? કેમકે શરીર ક્યાં એમનું પોતાનું છે? એ તો જડ માટી-ધૂળનું છે. અહા! ભગવાન તો જન્મથી જ સમ્યગ્દર્શન અને ત્રણ જ્ઞાન લઈને જન્મે છે, અને આ શરીર મને છે એવો મદ તો પહેલેથી જ સમકિત થયું ત્યારથી જ-નથી. તો પછી પૂર્ણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૫ ગાથા-૬] દશા થતાં આ સુંદર શરીર હું છું એવો મદ ક્યાંથી હોય? એ તો અજ્ઞાની જ્યાં જરીક રૂપાળું શરીર હોય ત્યાં અભિમાન કરે છે. અને શરીર ઉજળું રૂપાળું ન હોય તો પાઉડર વગેરે ચોપડીને રૂપાળો દેખાવા મથે છે. પણ એ તો મડદાને શણગારે છે બાપુ! અહા ! આ શરીર તો માંસ-હાંડ-ચામનો કોથળો એવો મડદું છે. એમાં ક્યાં આત્મા છે? પ્રશ્ન: પણ તેને શણગારતાં રૂપાળું તો લાગે છે? ઉત્તર: ભાઈ, એ તો બધું ચુડલનું શરીર છે બાપા! એ જડને શણગાર શાં? અને એનાં અભિમાન શાં? અહીં કહે છે–ભગવાનને સહુજ સુંદર શરીર હોવા છતાં મદ હોતો નથી. હવે સમકિતીને પણ શરીરમદ ન હોય તો સર્વજ્ઞ ભગવાનને કેમ હોય? હોતો જ નથી. વળી, સહજ, (ઉત્તમ ) કુળને લીધે...આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.” ભગવાનને સ્વાભાવિક ઉત્તમ કુળમાં જન્મ હોય છે, છતાં તેનું તેમને અભિમાન ન હોય કે મારા પિતા આવા રાજા હતા અને એના અમે પુત્ર છીએ. શ્રીમંતને-લક્ષ્મીવંતને ઘરે અમારા અવતાર છે એમ કુળનું-ધૂળનું અભિમાન ભગવાનને હોતું નથી. અરે ! સમ્યગ્દષ્ટિને કુળમદ હોતો નથી તો પછી ભગવાનને તો ક્યાંથી હોય? ન હોય. કેમકે આત્માને કુળ કેવું? ભગવાન આત્મા તો નિર્લેપ, નિરાળો ચિદાનંદ પ્રભુ છે. તેમાં રાગ પણ નથી ત્યાં વળી શરીર ને કુળ કેવું? માટે કેવળી ભગવાનને કુળનું અભિમાન હોતું નથી. તેવી રીતે સહજ બળને લીધે...આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.' ભગવાનને સ્વાભાવિક એટલું બધું બળ હોય કે એવું બીજાને હોય નહિ. ભગવાનને (તીર્થકરને ) અતુલ-અપાર બળ હોય છે. શરીરનું બળ હોં. છતાં તેમને તેનો અહંકાર-મદ હોતો નથી. તથા સહજ ઐશ્વર્યને લીધે.આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.” અહા ! મોટાં ચક્રવર્તીનાં પદ કે બળદેવનાં પદ કે મહાન ઈશ્વરતાનાં પદ પ્રાપ્ત થયાં હોય છતાં ભગવાનને તેનાં અભિમાન હોતાં નથી. અજ્ઞાની તો કોઈ સંસ્થાનો મંત્રી–પ્રમુખ હોય ત્યાં અહંકારમાં ચઢી જાય. જ્યારે ત્રણ લોકના ઈશ્વર-સ્વામી ભગવાન હોવા છતાં તેમને ઐશ્વર્યનો મદ હોતો નથી. ગજબ વાત છે ને? - ચૌદમો બોલઃ “(૧૪) મનોજ્ઞ (મનપસંદ) વસ્તુઓમાં પરમ પ્રીતિ તે જ રતિ છે.” પણ ભગવાનને કાંઈ મનોજ્ઞ છે જ નહિ; અને તેથી રતિ નથી. (૧૫) પરમ સમરસીભાવની ભાવના રહિત જીવોને (પરમ સમતાભાવના અનુભવ રહિત જીવોને) ક્યારેક પૂર્વે નહિ જોયેલું જોવાને લીધે થતો ભાવ તે વિસ્મય છે.” અહાહા...! ભગવાન આત્મા સમતારસનો પિંડ પરમ વીતરાગી સ્વભાવનો રસકંદ છે. અહા ! આવા નિજ આત્મસ્વરૂપની ભાવનાથી રહિત અજ્ઞાની જીવોને “આ શું? આ શું?”—એવો વિસ્મયભાવ થતો હોય છે. કાંઈક નવું જુએ ત્યાં તેમને વિસ્મય થાય છે. પણ સર્વજ્ઞ ભગવાનને શું નવું છે? શું જોયા વિનાનું છે? કાંઈ જ નહિ. તેથી પરમ સમરસીભાવથી ભરપૂર ભગવાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૮૬ કેવળીને વિસ્મય હોતો નથી. હવે જન્મની વ્યાખ્યા કરે છે: ‘(૧૬) કેવળ શુભ કર્મથી દેવપર્યાયમાં જે ઉત્પત્તિ, કેવળ અશુભ કર્મથી ના૨કપર્યાયમાં જે ઉત્પત્તિ, માયાથી તિર્યંચપર્યાયમાં જે ઉત્પત્તિ અને શુભાશુભ મિશ્ર કર્મથી મનુષ્યપર્યાયમાં જે ઉત્પત્તિ, તે જન્મ છે.’ જુઓ, કર્મના નિમિત્તે કોઈ ને કોઈ ગતિમાં ઉપજવું તે જન્મ છે. અહીં ચાર વાત લીધી છે. (૧) જીવ કેવળ પુણ્ય કર્મથી દેવપર્યાયમાં ઉપજે છે. (૨) કેવળ અશુભ-પાપ કર્મથી ના૨કપર્યાયમાં ઉપજે છે. (૩) માયાથી તિર્યંચપર્યાયમાં ઉપજે છે. અહા ! જનમવાનાં ઘણાં સ્થાન તિર્યંચમાં છે હોં. પંચેન્દ્રિય તિર્યંચો પણ દેવથી ઝાઝાં છે. ઘણા દેવો, નારકીઓ, મનુષ્યો ને પોતે પશુઓ પણ મરીને ત્યાં તિર્યંચમાં જન્મે છે. (૪) કાંઈક પુણ્ય અને કાંઈક પાપ-એમ મિશ્ર કર્મના નિમિત્તે મનુષ્યપર્યાયમાં જન્મ થાય છે. અહા ! ચોરાસીનો જન્મસમુદ્ર અપાર, અગાધ છે. અહીં કહે છે સર્વ કર્મથી રહિત પરમપદનેઅરિહંતદશાને પ્રાપ્ત ભગવાનને જન્મ હોતો નથી. ‘(૧૭) દર્શનાવરણીય કર્મના ઉદયથી જેમાં જ્ઞાનજ્યોતિ અસ્ત થઈ જાય છે તે જ નિદ્રા છે. ' જુઓ, જ્ઞાનજ્યોતિ નિદ્રામાં અસ્ત થઈ જાય છે પણ ભગવાનને જ્ઞાનજ્યોતિ નિરંતર પ્રગટ જ છે, કેમકે ભગવાનને દર્શનાવરણીય કર્મનો સર્વથા અભાવ છે. તેથી ભગવાનને નિદ્રા હોતી નથી. · ( ૧૮ ) ઇષ્ટના વિયોગમાં વિકલવભાવ (ગભરાટ) તે જ ઉદ્વેગ છે.-આ (અઢાર) મહા દોષોથી ત્રણ લોક વ્યાસ છે. વીતરાગ સર્વજ્ઞ આ દોષોથી વિમુક્ત છે.' અહા ! ભગવાનને લોકમાં કાંઈ ઇષ્ટ નથી, અને તેથી તેના વિયોગમાં ઉદ્વેગ હોતો નથી. અહા! આવા અઢાર દોષોથી રહિત દેવને જ સમકિતી દેવ માને છે, તે સિવાય બીજાને તે કદીય દેવ માને નહિ. જે બીજાને દેવ માને તે તો પ્રગટ મિથ્યાદષ્ટિ જ છે. આ કોઈ પક્ષ નથી, આ તો વસ્તુની સ્થિતિ જ આવી છે. જ્યાં પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ ત્યાં પછી આ કોઈ દોષ રહેતા નથી. આવી વાત ! સમજાણું કાંઈ... ? હવે જરા વિશેષ ખુલાસો કરે છે: વીતરાગ સર્વજ્ઞને દ્રવ્ય-ભાવ ઘાતિકર્મોનો અભાવ હોવાથી...' ચાર ઘાતિકર્મો છે ને? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય ને અંતરાય. આ ચાર દ્રવ્યકર્મનો ને તેના ભાવકર્મનો અભાવ હોવાથી વીતરાગ સર્વજ્ઞને ‘ભય, રોષ, રાગ, મોહ, શુભાશુભ ચિંતા, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા નથા ઉદ્વેગ ક્યાંથી હોય ?' જેણે ચાર ઘાતિકર્મો નાશ કર્યા છે તેને આવા અગિયાર દોષ ન હોય એમ કહે છે. આ રીતે અગિયાર દોષ કહ્યા. હવે, બે મુખ્ય દોષ ક્ષુધા ને તૃષાનો જરા વિસ્તારથી ખુલાસો કરે છે. ‘વળી તેમને સમુદ્ર જેટલા શાતાવેદનીયકર્મોદય મધ્યે બિંદુ જેટલો અશાતાવેદનીયકર્મોદય વર્તે છે તે, મોહનીયકર્મના તદ્દન અભાવમાં, લેશમાત્ર પણ ક્ષુધા કે તૃષાનું નિમિત્ત ક્યાંથી થાય? ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૬] જ થાય..” જોયું? ભગવાનને મોટા દરિયા જેટલો શાતાનો ઉદય છે, અને કિંચિત્ બિંદુમાત્ર નહિવત્ અશાતાનો ઉદય હોય છે, વળી તેમને મોહનીયનો તદ્દન અભાવ છે. તેથી કિંચિત્ અશાતાનો ઉદય સુધા કે તૃષાનું નિમિત્ત બનતો નથી. અહા ! જ્યાં મોહ નથી ત્યાં દુ:ખ ક્યાં છે? મોહનીયના અભાવમાં દુ:ખની લાગણી હોઈ શકે નહિ. એ જ કહે છે કારણ કે ગમે તેટલું અશાતાવેદનીયકર્મ હોય તોપણ મોહનીયકર્મના અભાવમાં દુઃખની લાગણી હોઈ શકે નહિ, તો પછી અહીં તો જ્યાં અનંતગુણા શાતાવેદનીયકર્મ મધ્ય અલ્પમાત્ર (-અવિધમાન જેવું) અશાતાવેદનીયકર્મ વર્તે છે ત્યાં સુધા-તૃષાની લાગણી ક્યાંથી હોય? ક્ષુધા-તૃષાના સદ્ભાવમાં અનંત સુખ, અનંત વીર્ય વગેરે ક્યાંથી સંભવે? આમ વીતરાગ સર્વજ્ઞને ક્ષુધા (તથા તૃષા) નહિ હોવાથી તેમને કવલાહાર પણ હોતો નથી.' ભગવાન કોળિયો ખાય એમ હોતું નથી. ભગવાનને અશાતાવેદનીય છે માટે રોગ થયો ને દવા લીધી ને ભગવાનને કવલાહાર હોય એ બધી તદ્દન વિપરીત અને કલ્પિત જુઠી વાત છે. પણ જે સંપ્રદાયમાં હોય તેને સંપ્રદાયની વાત એવી બેસી જાય કે તેમાંથી નીકળવું ભારે કઠણ પડે. અહા! ત્રણ લોકના નાથ ભગવાન કેવળીને અમૃતનાં-આનંદનાં ભોજન હોય છે. તેમને ક્ષુધાતૃષા કેવી ? અહા ! એક સમયની દશામાં કેટલો આનંદ? જેની લોકમાં ઉપમા નથી એવો અનંત..અનંત... અનંત અતીન્દ્રિય આનંદ હોય છે. બાપુ! આ ઇન્દ્રની ને મોટા શેઠિયા ને રાજાની સંપત્તિ-ધૂળમાં માનેલો આનંદ તો ઝેર છે. તેની સાથે અતીન્દ્રિય આનંદની સરખામણી શું? અહા ! એવા અનુપમ આત્માના આનંદના સ્વાદિયા સ્વરૂપાનંદી ભગવાનને ક્ષુધા-તૃષા હોય નહિ. અરે ! સમકિતી પણ સ્વરૂપાનંદને લઈને, જો કે નબળાઈ છે એટલે સુધા-તૃષાની વૃત્તિ ઊઠે છે તોપણ, તેનો સ્વામી થતો નથી, આનંદના સ્વામીપણે વર્તે છે, તો જેને પછી પૂર્ણ આનંદના ભોજન છે તે ભગવાનને ભૂખ-તરસ કેવી? ભાઈ, વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે, ને તેનું ફળ પણ અલૌકિક છે. ભગવાન! તું મોટો, તારો પામવાનો માર્ગ મોટો ને તેનાં ફળ પણ મોટાં છે. સમજાય છે કાંઈ....? અહા ! આનંદમૂર્તિ પ્રભુ આત્મા અને વેદનામૂર્તિ એવું જડ શરીર-એ બેની વહેંચણીની-જુદાઈની જેને ખબર નથી તે અજ્ઞાની જીવો સુધા-તૃષાના રાગથી પીડાતા હોય છે, પણ ભગવાનને એ કાંઈ હોતું નથી, અને તેથી તેમને કવલાહાર પણ હોતો નથી. કેવળીને આહાર ન હોય તો લાખો-કોડો વર્ષ સુધી શરીર કેમ ટકે? તો કહે છે-“કવલાહાર વિના પણ તેમને (અન્ય મનુષ્યોને અસંભવિત એવાં,) સુગંધિત, સુરસવાળાં, સપ્તધાતુરહિત પરમૌદારિક શરીરરૂપ નોકર્ણાહારને યોગ્ય, સૂક્ષ્મ પુદ્ગલો પ્રતિક્ષણ આવે છે અને તેથી શરીરસ્થિતિ રહે છે.” શાતાને લઈને આવાં રજકણો કેવળીને નિરંતર આવ્યા જ કરે છે ને તેથી શરીર ટકે છે.-આમ તેર બોલ થયા. હવે બીજા ત્રણ બોલ: શરીરમાં રહેવા છતાં ભગવાનને જરા, રોગ ને પરસેવો હોતાં નથી એ વાત કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ८८ [નિયમસાર પ્રવચન ‘વળી પવિત્રતાને અને પુણ્યને એવો સંબંધ હોય છે અર્થાત્ ઘાતિકર્મોના અભાવને અને બાકી રહેલાં અઘાતિકર્મોને એવો સહજ સંબંધ હોય છે કે વીતરાગ સર્વજ્ઞને તે બાકી રહેલાં અઘાતિકર્મોના ફળરૂપ પ૨મૌદારિક શરીરમાં જરા, રોગ અને પરસેવો હોતાં નથી.’ અહા! આ હીરા મૂકવાના ડાબલા જુદી જાતના હોય છે, એ કાંઈ કોથળામાં ન રહે. એમ જ્યાં અનંતચતુષ્ટયમય ૫૨માત્મદશા પ્રગટ થાય ત્યાં એનો ડાબલો-શ૨ી૨ જુદી જાતનું થઈ જાય છે, અર્થાત્ ભગવાનને પરમૌદારિક શરીર હોય છે. માટે ભગવાનને જરા-શરીરની જીર્ણતા નથી, રોગ નથી ને પરસેવો પણ નથી. હવે છેલ્લા બે બોલઃ ‘વળી કેવળી ભગવાનને ભવાંતરમાં ઉત્પત્તિના નિમિત્તભૂત શુભાશુભ ભાવો નહિ હોવાથી તેમને જન્મ હોતો નથી; અને જે દેહવિયોગ પછી ભવાંતરપ્રાપ્તિરૂપ જન્મ થતો નથી તે દેવિયોગને મરણ કહેવાતું નથી.' પુણ્યને પાપના ભાવ હોય તો એને જનમવું ને મરવું પડે. પણ પુણ્ય-પાપના ભાવ તો ભગવાનને નાશ પામી ગયા છે. માટે તેમને હવે જન્મ હોતો નથી; અને દેહવિયોગ પછી જન્મ નથી તો તેને મરણ કહેવાતું નથી તેથી મરણ પણ નથી. લ્યો, એમ અઢાર બોલ થઈ ગયા. ‘આ રીતે વીતરાગ સર્વજ્ઞ અઢાર દોષ રહિત છે.’ ‘એ જ રીતે (અન્ય શાસ્ત્રમાં ગાથા દ્વારા) કહ્યું છે કેઃ 66 (ગાથાર્થ ) :- તે ધર્મ છે જ્યાં દયા છે, તે તપ છે જ્યાં વિષયોનો નિગ્રહ છે, તે દેવ છે જે અઢાર દોષ રહિત છે; આ બાબતમાં સંશય નથી. "" શું કહે છે? ‘તે ધર્મ છે જ્યાં દયા છે; ' આ દયા એટલે? ભગવાન આત્માની દશામાં રાગનીવિકલ્પની ઉત્પત્તિ ન થાય એવી જે અહિંસા તે દયા છે, અને તે ધર્મ છે. અહા! ધર્મ એને કહીએ જ્યાં રાગની ઉત્પત્તિ નથી. રાગની ઉત્પત્તિ તે હિંસા છે, અધર્મ છે. ‘અહિંસા ૫૨મો ધર્મ:’ કહે છે ને ? તે આ કે-ભગવાન આત્માના આશ્રયે વીતરાગદશાની ઉત્પત્તિ થાય તે અહિંસા છે, દયા છે, ધર્મ છે. અહા! પોતાની દયા તે દયા છે. પોતાના આત્માને રાગ રહિત કરવો એનું નામ દયા છે. બાકી પરની દયા તો કોણ પાળી શકે? અહા! વહાલામાં વહાલી સ્ત્રી-અર્ધાંગનાને રોગ થાય તો તેને બચાવવા લાખો રૂપિયા ખર્ચી નાખે, છતાં તે મરી જાય છે. સ્ત્રીને રાખવાના-રક્ષવાના ભાવ છે; પણ રાખી શકે નહિ. પરની દયા પાળું એમ વિકલ્પ ઊઠે, પણ તેને બચાવી શકે નહિ. આ તો રક્ષાનો વિકલ્પ ઊઠે ને બચી જાય તો એની દયા પાળી એમ કહેવાય, બાકી ૫૨ની દયા કોણ પાળી શકે? જો બચાવી શકતો હોય તો વહાલી સ્ત્રીને મરવા શું કામ દે? વળી સંસારની વિચિત્રતા તો જુઓ! પત્ની મરી જાય તો બહાર તો ન કહે, પણ અંદર વિકલ્પ આવે કે હવે હું ૫૦ વર્ષે એકલો રહી ગયો. આના કરતાં તો દસ વર્ષ પહેલાં મરી ગઈ હોત તો બીજી તો થાત. જુઓ આ પત્ની માટેનું વહાલ ને જુઓ એની ભાવના! અલ્યા, પત્ની મારી વહાલી છે એમ કહેતો ’ તો ને? ધૂળેય તારી નથી સાંભળને! બાપુ! આ સગાં-સંબંધી બધાં સ્વાર્થનાં પૂતળાં છે; અર્થાત્ કોઈ કોઈનું સંબંધી છે જ નહિ. મારાં સગા, મારાં સગાં-એમ કહે, પણ ધૂળેય તારાં નથી. સમજાય છે sis...? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૯ ગાથા-૬] અહીં કહે છે–પોતાની દયા-સ્વદયા તે દયા છે, બાકી પરની દયાનો ભાવ આવે પણ પરને કોઈ બચાવી શકતું નથી. વળી, પરની દયાનો ભાવ તે રાગ છે ને તેથી તે ખરેખર તો (પોતાની) હિંસા છે. અહા! આનંદમૂર્તિ પ્રભુ આત્મા છે, તેનું લક્ષ કરી અંદર અતીન્દ્રિય આનંદની ઉત્પત્તિ કરવી તેનું નામ દયા છે ને તે ધર્મ છે. તે તપ છે જ્યાં વિષયોનો નિગ્રહ છે.' અહા! જ્યાં પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ અટકી ગયું હોય તેને તપ કહીએ. પાંચ ઇન્દ્રિયોના વિષય એટલે શુભ કે અશુભ બધા હોં. લૌકિક સાંભળવું કે ભગવાનની વાણી સાંભળવી એ બધો ઇન્દ્રિયનો વિષય છે; અને તેનો નિગ્રહું કરી અર્થાત્ પાંચેય ઇન્દ્રિયના વિષય તરફના વલણથી થતા શુભાશુભભાવને રોકી અતીન્દ્રિય નિજ આત્મસ્વરૂપમાં એકાકાર થવું તેનું નામ તપ છે. લ્યો, આ તપ. બાકી અજ્ઞાની તો રોટલા ન ખાય ને લાંઘણ કરે, ને માને કે ઉપવાસ થયા. પણ એમાં તો જો રાગ મંદ હોય તો મિથ્યાત્વ સહિત પુણ્ય બંધાય. બાકી ઉપવાસ કે તપ એ નથી. ગજબ વાતુ, બાપા! અહા ! તારા મારગડા જુદા છે નાથ ! અહા! જેનાથી અનંત સંસારના દુ:ખનો અંત આવે, ને અનંતકાળ અનંત આનંદમાં રહે તે ભાવ (માર્ગ) તો અલૌકિક જ હોય ને? પણ અરે! એને કાંઈ વિચાર જ નથી. મારું શું થશે? હું ક્યાં છું? ને ક્યાં જઈશ?-કાંઈ વિચાર જ નથી, એને કાંઈ પડી જ નથી. શ્રીમદ્ભાં આવે છે ને કે “હું કોણ છું, ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા? અહાહા...! આ વળગણા શું છે? તારે કોઈ સંબંધ નથી. ભગવાન ! તારે ને એને શેઢે ને સીમાડ કોઈ સંબંધ નથી અહાહા...! હું તો મારા પ્રયોજનનો (અતીન્દ્રિય આનંદનો) સાધનારો છું એમ વિચારી જે પૂર્ણાનંદસ્વરૂપ નિજ ભગવાન આત્માના આશ્રયે પ્રવર્તે છે, વિષયથી વિરમે છે ને સ્વમાં રમે છે તેને તપ છે. આનું નામ તપ છે. “રૂછ નિરોધ: તપ:' એમ વ્યાખ્યા છે ને? અાહા...! પાંચ ઇન્દ્રિય તરફના વલણની ઈચ્છા જ્યાં રોકાઈ ગઈ છે, ને સ્વસ્વરૂપ એવા નિજ આનંદસ્વરૂપમાં રમતાં જ્યાં અતીન્દ્રિય આનંદની દશા પ્રગટ થઈ છે ત્યાં તપ છે. અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે-ભોગવટો થાય તેને તપ કહેવામાં આવે છે. હવે કહે છે-“તે દેવ છે જે અઢાર દોષ રહિત છે.” વાત તો આ સિદ્ધ કરવી છે. અહા ! દેવ એને કહીએ જેને અઢાર દોષ હોતા નથી. “આ બાબતમાં સંશય નથી”—આમાં ક્યાંય સંદેહને સ્થાન નથી. વળી શ્રી વિદ્યાનંદસ્વામીએ (શ્લોક દ્વારા) કહ્યું છે કે:-' શ્લોકવાર્તિક કે જેમાં તત્ત્વાર્થસૂત્રની ટીકા છે તેનો આ શ્લોક છે. તેના રચયિતા શ્રી વિધાનંદસ્વામી છે. તે શ્લોકને અહીં શ્રી પદ્મપ્રભમલધારિદેવ પોતાની વાતના આધાર માટે મૂકે છે. અહા ! વિધાનંદસ્વામી પહેલાં તો બ્રાહ્મણ હતા. એક વાર એક નગ્ન મુનિવર-સંત શાસ્ત્ર-સ્વાધ્યાય કરતા હતા ત્યાં એ વાત એમના કાને પડી ગઈ. તેમને મન થયું કે-અહો ! આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates CO [નિયમસાર પ્રવચન તો અલૌકિક વાત ! પછી ગયા અંદર. જોયું તો, અહો ! આવા મુનિવર! અને પોતે સાધુ થઈ ગયા. હતા ગૃહસ્થ બ્રાહ્મણ ને થયા દિગંબર મુનિ, મહા સમર્થ મુનિરાજ. તેમણે સંસ્કૃતમાં મોટું શ્લોકવાર્તિક રચ્યું. તેમાં આ કળશ છે. શું કહે છે? કે “ઈષ્ટ ફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે.” ઇષ્ટ એટલે મોક્ષમાર્ગ, ને તેનું ફળ એટલે મુક્તિ. અહાહા....! આત્મા સર્વ દુઃખથી મુક્ત થઈને પૂર્ણાનંદને પામે તેનું નામ મુક્તિ છે. અહા ! આ ઇષ્ટ ફળની સિદ્ધિનો ઉપાય અર્થાત્ મુક્તિનો ઉપાય, કહે છે, સુબોધ છે, સમ્યજ્ઞાન છે. અહીં મુક્તિનો ઉપાય જ્ઞાન છે એમ કહ્યું. તો દર્શન ( સમ્યગ્દર્શન) ક્યાં ગયું? તેમાં જ્ઞાનમાં ભેગું આવી ગયું; કેમકે બેય સાથે જ હોય છે ને? પણ જ્ઞાનની પ્રધાનતાથી અહીં સુબોધ-સમ્યજ્ઞાનને મુક્તિનો ઉપાય કહ્યો છે. અહા! શુદ્ધનય અનુસાર “આ ચીજ છે'—એમ શુદ્ધાત્માનું ભાન થતાં, એની પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે. માટે છે તો બંને (જ્ઞાન ને દર્શન) સાથે જ. અહીં જ્ઞાનની મુખ્યતા વડે સુબોધને કારણ કહ્યું છે. અહા! કહે છે-મુક્તિનો ઉપાય સુબોધ-સમ્યજ્ઞાન છે. અહાહા....! આત્માને પરમાનંદની-પરમસુખની પ્રાણિરૂપ પરમપદનો-મુક્તિનો ઉપાય સમ્યજ્ઞાન છે. અર્થાત્ વિના સમ્યજ્ઞાન મુક્તિ હોતી નથી. અહા ! આવું સમ્યજ્ઞાન કેમ થાય ? તો કહે છેસુબોધ સુશાસ્ત્રથી થાય છે.' લ્યો, આવું સમ્યજ્ઞાન, કહે છે, સુશાસ્ત્રથી થાય છે. સુશાસ્ત્ર કહ્યું છે હો. (કુશાસ્ત્ર નહિ). પણ આપ એક કોર તો એમ કહો છો કે શાસ્ત્રથી જ્ઞાન થાય નહિ ? અરે ભાઈ, અહીં શું અપેક્ષા છે તે સમજવી જોઈએ. અહીં આ તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સિદ્ધ કરે છે. દેવને માનવા છે ને? તો, એ (-સુશાસ્ત્ર ) નિમિત્ત છે, ને તેની અહીં પ્રસિદ્ધિ (હાજરી) સિદ્ધ કરે છે. એમ કે નિમિત્ત એ જ હોય, પણ બીજું (-કુશાસ્ત્ર ) નિમિત્ત હોય નહિ. અહા ! વ્યવહાર સિદ્ધ કરવો છે, અરિહંત દેવ સિદ્ધ કરવા છે, દેવનો ઉપચાર સિદ્ધ કરવો છે (અર્થાત્ વ્યવહારે દેવ કેવા હોય તે બતાવવું છે ) તો તેમાં શું હોય ? આ તો નિમિત્તની ભાષા બાપુ! જુઓ, હવે શું કહે છે? કે સુશાસ્ત્રની ઉત્પત્તિ આસથી થાય છે.” સાચાં શાસ્ત્રની ઉત્પત્તિ સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરથી થાય છે એમ કહે છે. આમ એટલે હિતને માટે માનવાલાયક. અહા! આવા જે આત-સર્વજ્ઞ પરમાત્મા છે તેમનાથી શાસ્ત્રની ઉત્પત્તિ થાય છે. જુઓ, શાસ્ત્રની ઉત્પત્તિ ભગવાનથી થાય છે એમ કહે છે. અહા! નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહેવો છે ને? એટલે સુશાસ્ત્રો સર્વજ્ઞ પરમાત્માનાં કહેલાં છે એમ કહે છે. અહા ! પૂર્ણ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરને “ૐ' એવો ઓમકાર ધ્વનિ સર્વાગ ઊઠે છે. તેઓ આમ (ખંડ ખંડરૂપે) ન બોલે. તો, આવા સર્વજ્ઞ પરમાત્માથી સુશાસ્ત્રની ઉત્પત્તિ થાય છે. તેથી કહે છેમાટે તેમના પ્રસાદને લીધે આસ પુરુષ બુધજનો વડે પૂજવાયોગ્ય છે. “શ્રીમમાં આવે છે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ગાથા-દ :] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 66 કરુણા હમ પાવત હૈ તુમકી, વહુ બાત રહી સુગુરુગમકી.” અહા ! ભગવાનને કહે છે-પ્રભુ! આપની કરુણાથી અમે આ પામીએ છીએ. આ નિમિત્તથી થન છે હોં. તેમ અહીં પણ કહે છે− માટે તેમના પ્રસાદને લીધે ' મતલબ મુક્તિમાર્ગ ને મુક્તિ આસ પુરુષના પ્રસાદનું ફળ છે. અને તેથી જ આસ પુરુષ-અઢાર દોષ રહિત અરિહંત પરમાત્મા બુધજનો વડે પૂજવાયોગ્ય છે. ‘ બુધજનો વડે' કેમ કહ્યું ? કેમકે મૂઢજનોને એનું ભાન હોતું નથી. ૯૧ ... અહા! આમ પુરુષ, હિતને માટે માનવાલાયક એવા સર્વજ્ઞ પરમેશ્વર કે જેમને આત્માની રિદ્ધિ, સિદ્ધિ પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે તે જિનવાણી-સુશાસ્ત્રનું નિમિત્ત છે, અને સુશાસ્ત્ર સમ્યગ્નાનમાં નિમિત્ત થાય છે, અને તે જ્ઞાનથી મુક્તિ થાય છે. અહા! આવો વ્યવહાર છે ને? તો એ વ્યવહાર છે એટલું અહીં સિદ્ધ કરે છે, કેમકે એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. અહા ! જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છે તેની પૂર્ણ જ્ઞાન ને આનંદની દશાની પ્રાપ્તિ થવી તે ઇષ્ટફળ-મુક્તિ છે; ને આ ઇષ્ટફળ-મુક્તિ જ્ઞાનથી-સમ્યજ્ઞાનથી થાય છે, અર્થાત્ જ્ઞાન મુક્તિનું કારણ છે. એકલા જ્ઞાનને મુક્તિનું કારણ કહ્યું તો દર્શન, ચારિત્ર ને તપ ક્યાં ગયાં ? હવે સાંભળને, પ્રભુ! એ બધાં એમાં આવી ગયાં. પોતાના આત્માનું જે જ્ઞાન છે તે આત્મજ્ઞાનમાં દર્શન, ચારિત્ર અને ઇચ્છાના નિરોધરૂપ તપ આદિ બધાં આવી જાય છે; કેમકે તે બધી જ્ઞાનની દશાઓ છે, એ કાંઈ રાગની દશા નથી. અહા ! આવું સમ્યગ્નાન-સુબોધ સુશાસ્ત્રથી ( ભગવાનની વાણીથી) થાય છે, ને સુશાસ્ત્રની ઉત્પત્તિ ભગવાનથી થાય છે. માટે, કહે છે, તેમના પ્રસાદને લીધે આસ પુરુષ બુધજનો વડે પૂજવાયોગ્ય છે. ‘અર્થાત્ મુક્તિ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી...' જોયું? અહીં મુક્તિ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ કહ્યું. એમ કેમ કહ્યું ? ભાઈ! પોતે સમ્યગ્દર્શન-જ્ઞાન પામે છે તો તેમાં નિમિત્ત કોણ છે? કે સુશાસ્ત્ર; અને સુશાસ્ત્રમાં નિમિત્ત કોણ છે? કે સર્વજ્ઞ. લ્યો, આ સિદ્ધ કરવું છે. ભારે વાત ભાઈ! અહા! કહે છે-વાણીથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે કે જ્ઞાન ઉત્પન્ન થવામાં જો કોઈ વાણી નિમિત્ત હોય તો તે ભગવાનની જ હોય છે એમ કહેવું છે. અને તે વાણી ભગવાનથી ઉત્પન્ન થાય છે. તો શું ભગવાન વાણીના કર્તા છે? ભગવાન છે માટે વાણી નીકળે છે? ના; પણ અહીં નિમિત્ત-નૈમિત્તિક સંબંધની વાત છે, એટલે આમ કહ્યું છે; બાકી વાણી તો વાણીના કારણે નીકળે છે. વાણીની પર્યાય તો વાણીથી જ છે. (તેમાં ભગવાનનું કાંઈ કર્તવ્ય નથી.) પણ એવી ( ઓમધ્વનિ ) વાણીમાં સર્વજ્ઞદેવ જ નિમિત્ત હોય છે, ને સમ્યજ્ઞાન પામનારને એવી વાણી જ નિમિત્ત હોય છે એમ વાત છે. સંવર અધિકારમાં (ગાથા ૧૯૦-૧૯૨ ) આવે છે કે-અધ્યવસાન આસ્રવનું કારણ છે, આસ્રવ કર્મનું કારણ છે, ને કર્મ નોકર્મનું કારણ છે.-એમ આવે છે ને? લ્યો, કર્મને લઈને શરીર મળે છે એમ કહે છે. પણ શું થાય ? નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવો છે તો શું કહે ? ( એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૯૨ તો નિમિત્ત૫૨ક ભાષા જ એવી હોય છે.) તો ઊંધામાં (વિપરીતમાં ) એમ છે તો સવળામાં પણ આ છે. અહીં કહે છે–‘મુક્તિ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે.' મતલબ કે જેને આત્માનાં ભાન થયાં છે તે ધર્મી પુરુષ ભગવાન સર્વજ્ઞદેવને પૂજવાલાયક માને છે. આવો વ્યવહાર છે. જ્યારે બીજી બાજુ ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ માં (ભાગ-૩, બોલ ૨૮૫ ) એમ આવ્યું છે કે-ભગવાનની વાણી સાંભળવાનું કેટલાકને વ્યસન થઈ ગયું છે. વળી કહ્યું કે તે સાંભળવું તે નુકસાન છે. આમ શા માટે કહ્યું ? કારણ કે તે વિકલ્પ છે તેમજ તે વિકલ્પ વખતે પરલક્ષી જ્ઞાન થાય છે જે આત્માને હિતનું કારણ નથી. આ નિશ્ચય-૫૨માર્થની વાત છે, જ્યારે અહીં નિમિત્ત બતાવતાં વ્યવહારની વાત કહી. એકાંતમાં બેસી વિચારણા કરવી-એમ પણ તેમાં આવે છે ને ? વિચારણા એટલે એકાગ્રતા; ને એકાંતમાં બેસવું એટલે રાગથી ખસી અંદરમાં બેસવું એમ તેનો અર્થ છે. આ જ એકાંત છે, બીજું વળી એકાંત કેવું ? અરે! લોકો કઈ અપેક્ષાએ કથન છે તે જાણે નહિ ને વિરોધ કરે; પણ એમ ન થાય બાપા! જ્યાં જેમ છે ત્યાં તેને તેમ સમજવું જોઈએ. “ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” -શ્રીમદ્દ રાજચન્દ્ર (આત્મસિદ્ધિ ). જુઓ, મરતી વખતે શરીરમાં શૂળ ચડે, આંતરડાં ખેંચાય, ને શ્વાસ ધમણની જેમ ચાલે તોય જ્ઞાની તો આત્મામાં જ રહે છે. આ તે કાંઈ સાધારણ વાત છે? જ્યારે અજ્ઞાની તો મરતી વેળા ‘હાય રે હાય’ પોકારે. ગમે તેટલા પૈસા હોય તોય શું કામ આવે? પૈસાના ઢગલા કરને સામે, અને માગ કે મેં કમાવામાં ઘણો શ્રમ વેઠયો, હવે તો તું શરણ દે? શું તે શરણ દે? કાંઈ કામ ન આવે બાપુ! પણ અરે! શું મોહની જંજાળ ! માણસને બે પગ હોય છે. સ્ત્રી આવે એટલે ચાર પગવાળો થયો-ઢોર થયો. ઢોરને ચાર પગ હોય ને? પછી તેને છોકરો થયો એટલે છ પગવાળો થયો-ભમરો થયો. મારો છોકરો, મારો છોકરો એમ ગુંજ્યા કરે. પછી તે છોકરાની સ્ત્રી આવે એટલે આઠ પગવાળો થયો-કરોળિયો થયો, ને મોંમાંથી લાળ કાઢીને ગુંચાઈને મરી જાય છે. જુઓ, આ જંજાળ! મારે સ્ત્રીનું કામ કરવું છે, છોકરાનું કામ કરવું છે ને તેની સ્ત્રીનું કામ કરવું છે.–આમ મોટી લાંબી લંગાર ચાલે છે. પણ બાપા! તારું કામ કરવાનું છે એ તો જો ? અરે! બહારનું કામ પોતાનું માનીને એ મરી ગયો છે! માનીને મરી ગયો છે હોં, કરીને નહિ; કેમકે પરનાં કામ તો કરે છે કે દિ' ? (પરનાં કામ કોઈ કરી શકતું જ નથી ). અહીં કહે છે-મુક્તિ સર્વજ્ઞની કૃપાનું ફળ છે. એ તો શ્રી કુંદકુંદાચાર્યદેવે (સમયસાર, ગાથા પાંચમાં ) કહ્યું ને? કે અમારા ગુરુએ અનુગ્રહ કરીને અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો છે. અહાહા...! ભગવાન! તું શુદ્ધ છો, બુદ્ધ છો, રાગરહિત છો, પ્રભુ છો એમ અમને દેવ-ગુરુએ કૃપા કરીને અમારા નિધાનરૂપ શુદ્ધાત્મા બતાવ્યો છે, અને એમની કૃપાના ફળરૂપે અમને અમારો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-દ ] નિજ વૈભવ પ્રગટયો છે. એમ કીધું છે કે નહિ ? ( કીધું છે.) પણ નિજ દ્રવ્યને આશ્રયે વૈભવ પ્રગટયો છે ને પ્રભુ ? (હા, એ ૫રમાર્થ છે). પણ ભાઈ, આમાં આ બધો વ્યવહાર બતાવ્યો છે દ્રવ્યને આશ્રયે વૈભવ પ્રગટયો તેમાં બહાર આવા જ નિમિત્ત હોય છે એમ સિદ્ધ કરવા નિમિત્તથી એમ કહેવામાં આવ્યું છે. બીજું શું કહેવાય ? અહા! અમારા છદ્મસ્થ ગુરુ પણ અંતર્મુખ લીન હતા, અંત:નિમગ્ન હતા, અને એ ગુરુએ કૃપા કરીને અમને શુદ્ધ-આત્મા આપ્યો–બતાવ્યો. પ્રશ્ન: બસ, શુદ્ધાત્મા જ આપ્યો-બતાવ્યો ? સમાધાનઃ બીજું ઘણું બધું કહ્યું છે તેનો સાર આ કહેવો છે કે ભગવાન! તું શુદ્ધાત્મા છો, તેને પકડ ને ત્યાં લીન થા. આવી સૂક્ષ્મ વાત ! ૯૩ અહાહા...! કહે છે-મુક્તિ સર્વદેવની કૃપાનું ફળ હોવાથી ભગવાન સર્વદેવ જ્ઞાનીઓ વડે પૂજવાયોગ્ય છે. કેમ ? કેમ કે કરેલા ઉપકારને સાધુ પુરુષો (સજ્જનો ) ભૂલતા નથી ?' જુઓ, ઉપકારની-અનુગ્રહની વાત આવી છે કે સજ્જન પુરુષો જેનાથી ઉપકાર થયો છે તેનો ઉપકાર ભૂલતા નથી. આમ કહીને દેવનું બહુમાન કર્યું છે. અહો ! ભગવાન આસ-સર્વજ્ઞદેવ આવા જ હોય છે અને એ જ અમારા જ્ઞાનમાં નિમિત્ત છે, અર્થાત્ એમની જે દિવ્યવાણી છે તે વાણી જ જ્ઞાનમાં નિમિત્ત હોય છે, પણ અજ્ઞાનીની વાણી નિમિત્ત હોતી નથી. આમ ભગવાનની ઓનિનું નિમિત્તપણું સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ...? આ નિયમસારનો જીવ અધિકાર છે. તેમાં આ આત્માના હિત માટે માનવાલાયક ભગવાન આસદેવ કેવા હોય તેનું આ વર્ણન છે. ધર્મી જીવ આવા દેવને વ્યવહારે દેવ માને છે. તો, જે જ્ઞાનથી મુક્તિ મળે તે જ્ઞાન જેના વચનથી થાય છે એવા આમ પુરુષને જ્ઞાનીજનો દેવ તરીકે સ્વીકારે છે, તેમને વંદન કરે છે, ને તેમનું પૂજન કરે છે. હવે, મુનિ પોતે બ્રહ્મચારી છે એટલે તીર્થંકરોમાંથી ભગવાન નેમિનાથને યાદ કરીને વંદન કરે છેઃશ્લોક ૧૩: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ ચોવીસ તીર્થંકરોમાં બાવીસમા શ્રી નેમિનાથ ભગવાન થયા છે. તેઓ બાળબ્રહ્મચારી હતા. તેમને અહીં યાદ કરીને કહે છે-પ્રભુ! આપ સો ઇન્દ્રોથી પૂજ્ય છો. છે ને કળશમાં ? કે જે સો ઇન્દ્રોથી પૂજ્ય છે...' જુઓ, મનુષ્યનો ઇન્દ્ર ચક્રવર્તી, તિર્યંચનો ઇન્દ્ર સિંહ અને બીજા ભવનવાસી, વ્યંતરવાસી, જ્યોતિષી અને કલ્પવાસી-એમ મળીને સો ઇન્દ્રો છે, અને તેમનાથી ભગવાન નેમિનાથ પૂજ્ય છે. વળી કહે છે–જેમનું સબોધરૂપી રાજ્ય વિશાળ છે.' અહાહા...! ભગવાનનું સમ્યજ્ઞાનરૂપી રાજ્ય વિશાળ છે. કેવું ? કે એવું રાજ્ય કોઈને હોતું નથી. એક સમયમાં લોકાલોકને જાણે એવું એમનું રાજ્ય વિશાળ છે. ચક્રવર્તીનું રાજ્ય તો છ ખંડમાં જ છે, જ્યારે ભગવાનનું રાજ્ય તો ત્રણ લોકમાં છે, અર્થાત્ ભગવાન ત્રણ લોકને જાણે છે. અમસ્તુય (એમેય ) રાજ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૯૪ કરનારો શું કરે છે? ખરેખર તો તે રાજ્યને જાણે જ છે; પણ એ ઉપરાંત ‘આ મારું રાજ્ય છે' એમ મફતમાં રાગ કરે છે. જ્યારે ભગવાનને રાગ જરીય નથી ને જાણે છે લોકાલોકને. અહા! આવા દેવ તે દેવ-પરમાત્મા તરીકે પૂજવાલાયક છે. અહા! ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપ હું આત્મા છું એમ અંદરમાં ભાન થઈને જેને અતીન્દ્રિય આનંદનું વેદન વર્તે છે તેને આવા સર્વદોષરહિત અરિહંત પરમાત્મા દેવ તરીકે માનવાલાયક હોય છે; બીજાને તે ીય દેવ માને નહિ, કેમ કે બીજા કોઈ દેવ જ નથી. બીજા તો દેવ તરીકેનું અભિમાન કરનારા દેવાભાસ છે. સમજાણું કાંઈ.. ? હવે કહે છે–‘ કામવિજયી દેવોના જે નાથ છે...’ અંદર ‘સ્મરતિર' શબ્દ છે ને ? સ્મર એટલે કામભોગ, ને તેના વિજયી લોકાંતિક દેવ છે. ઉ૫૨ સૌધર્મ, ઐશાન, સાનકુમા૨ ને માહેન્દ્ર પછી પાંચમું બ્રહ્મ સ્વર્ગ છે. તેમાં લોકાંતિક દેવો છે. તે બધા બ્રહ્મચારી હોય છે, તથા આઠ સાગર પ્રમાણ તેમની આયુસ્થિતિ હોય છે. (એક સાગરમાં દશ ક્રોડાક્રોડી પલ્યોપમ જાય, ને એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય). આ ચંદ્ર, સૂર્ય આદિ જ્યોતિષી દેવોનાં વિમાનો છે તેની પણ ઉ૫૨ (પાંચમા સ્વર્ગમાં ) આ બધા કામવિજયી લોકાંતિક દેવો રહે છે. તેઓ દેવ હોવા છતાં બ્રહ્મચારી છે. તેમને ઇન્દ્રાણીઓ હોતી નથી. આવા કામના જીતનારા લોકાંતિક દેવો લોકના અંતને પામ્યા છે, કેમ કે હવે એક જ ભવ કરી, સ્વર્ગથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ જશે. ભગવાન (તીર્થંકર ) જ્યારે દીક્ષા લેવાની તૈયારીમાં હોય ત્યારે તેમનો નિયોગ છે કે તેઓ આવીને ભગવાનને સંબોધે છે કે હે પ્રભુ! આપ દીક્ષિત થવા પધારો, જગતને ધર્મની જરૂર છે; જો કે પ્રભુ તો પોતે જ તૈયાર છે, છતાં આવો એક વ્યવહાર સંબંધ હોય છે. અહા! આ લોકાંતિક દેવોના ભગવાન નાથ છે. જેઓ બ્રહ્મચારી છે, ને એક ભવ કરીને મોક્ષ જશે તે લોકાંતિક દેવોના ભગવાન નાથ છે એમ કહે છે. ઓહો ! બ્રહ્મચારી (મુનિ ) એ બ્રહ્મચારી (દેવો) ને તથા બ્રહ્મચારી ભગવાનને યાદ કર્યા છે. અહા! કેવો યોગ! નેમિનાથ ભગવાન બાળ બ્રહ્મચારી, ટીકાકાર મુનિ પોતે પણ બ્રહ્મચારી; ને નેમિનાથ ભગવાન બ્રહ્મચારી દેવોથી પૂજ્ય છે એમ કહીને એ બ્રહ્મચારી દેવોને પણ અહીં યાદ કર્યાં છે. હવે કહે છે – ‘દુષ્ટ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે.' જુઓ, ભગવાને દ્રવ્ય-ભાવ ઘાતિકર્મોનો નાશ કર્યો છે ને ? તો કહે છે દુષ્ટ પાપોના સમૂહનો ભગવાને નાશ કર્યો છે; અર્થાત્ ભગવાનને અનંતચતુષ્ટય પ્રગટ થયાં છે એમ કહેવું છે. વળી, શ્રીકૃષ્ણ કે જેઓ વાસુદેવ હતા, તેમના શ્રી નેમિનાથ કાકાના દીકરા ભાઈ હતા. તો કહે છે‘શ્રીકૃષ્ણ જેમનાં ચરણોમાં નમ્યા છે.’ અંદર ‘વનમાલી ’ શબ્દ છે ને? શ્રીકૃષ્ણને વનમાળી પણ કહે છે. (અહીં મહાન પુરુષોથી ભગવાન વંધ છે એમ કહેવું છે. ) 6 વળી, ભવ્યકમળના જે સૂર્ય છે...' ‘અંશુમાની' એટલે સૂર્ય. અહીં! ભવ્યરૂપી કમળને વિકસવામાં ભગવાન નેમિનાથ નિમિત્ત છે. અહાહા...! પ્રત્યેક આત્મા કેવળજ્ઞાનમય છે, ને તે કેવળજ્ઞાનમય આત્મારૂપી કમળને, સૂર્યની જેમ, ખીલવવામાં ભગવાન નેમિનાથ નિમિત્ત છે. અહા ! એવા ‘તે આનંદભૂમિ નેમિનાથ...' અહાહા...! નેમિનાથ ભગવાન આનંદનું સ્થાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૬] છે, આનંદની ભૂમિ છે. એટલે કે જેમાં એકલો અતીન્દ્રિય આનંદ પાકે છે-પૂરણ અને અનંત અહાહા....! એવું એમનું ક્ષેત્ર છે. તો એવા આનંદનું સ્થાન શ્રી નેમિનાથ ભગવાન, “અમને શાશ્વત સુખ આપો.' એમ અહીં કહે છે. તો શું ભગવાન સુખ આપે ? (ના, ભગવાન કાંઈ ન આપે; ) પણ ભાઈ ! બીજું શું કહે? વિનય-ભક્તિના શબ્દો તો એવા જ હોય ને? અહા ! પોતાનું શાશ્વત સુખ પામવામાં ઉપાદાન તો પોતે જ છે, પણ અહીં નિમિત્ત બતાવવું છે ને? ભગવાન નિમિત્ત છે, તો ભક્તિમાં બીજું શું કહે? પ્રભુ! તમારાથી મને કાંઈ સુખ ન થાય શું એમ કહે? (એ વિનયની ભાષા નથી.) તો અહીં કહે છે-એવા નેમિનાથ ભગવાન “અમને શાશ્વત સુખ આપો.' અંતરમાં શાશ્વત સુખની ભાવના છે તો બહારમાં. કહે છે-“ભગવાન અમને સુખ આપો.' અર્થાત્ અમારા શાશ્વત આનંદની પ્રાપ્તિમાં આપ નિમિત્ત હો. આવી વાત છે. અહા! ત્રણલોકના નાથ ભગવાન શ્રી નેમિનાથ જ્યારે સમવસરણમાં બિરાજતા હતા તે સમયને યાદ કરીને આ વાત છે. જુઓને, શ્રીકૃષ્ણ ચરણોમાં નમ્યા છે એમ કહ્યું છે ને? તેમ જ સો ઇન્દ્રોથી પૂજનીક છે એમ પણ કહ્યું છે. અહા ! પોતે મુનિ જ્યારે આ લખે છે ત્યારે તો ભગવાન મોક્ષ પધારેલા છે; પણ જ્યારે તેઓ સમવસરણમાં હતા તે પ્રસંગને યાદ કરીને કહે છે એવા ભગવાન નેમિનાથ અમને શાશ્વત સુખ આપો. લ્યો, આમ મુનિરાજ, ભગવાન શ્રી નેમિનાથનો વિનય કરી તેમને વંદન કરે છે. આ રીતે ભૂતકાળને વર્તમાન બનાવી દીધો છે. –એ છ ગાથા પૂરી થઈ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ [ નિયમસાર પ્રવચન ગાથા – ૭ णिस्सेसदोसरहिओ केवलणाणाइपरमविभवजुदो। सो परमप्पा उच्चइ तविवरीओ ण परमप्पा।।७।। સૌ દોષ રહિત, અનંતજ્ઞાનદગાદિ વૈભવયુક્ત જે, પરમાત્મ તે કહેવાય, તવિપરીત નહિ પરમાત્મા છે. ૭. અન્વયાર્થ:- [નિ:શેષોષરહિત ] (એવા) નિઃશેષ દોષથી જે રહિત છે અને [વનંજ્ઞાનાવિપરમવિમવયુત:] કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે, [ સ:] તે [પરમાત્મા ઉચ્યતે] પરમાત્મા કહેવાય છે; [ તદ્વિપરીત:] તેનાથી વિપરીત [૫રમાત્મા ન] તે પરમાત્મા નથી. ટીકા - આ, તીર્થંકર પરમદેવના સ્વરૂપનું કથન છે. આત્માના ગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મો-જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મ અને મોહનીયકર્મ-છે; તેમનો નિરવશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી (-કાંઈ બાકી રાખ્યા વિના નાશ કર્યો હોવાથી) જે “નિઃશેષદોષરહિત છે અથવા પૂર્વ સૂત્રમાં (છઠ્ઠી ગાથામાં) કહેલા અઢાર મહાદોષોને નિર્મૂળ કર્યા હોવાથી જે “નિઃશેષદોષરહિત” કહેવામાં આવ્યા છે અને જે “સકળવિમળ (-સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન-કેવળદર્શન, પરમવીતરાગાત્મક આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ' છે, એવા જે પરમાત્મા–એટલે કે ત્રિકાળનિરાવરણ, 'નિત્યાનંદ-એક સ્વરૂપ નિજ કારણપરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્યપરમાત્મા, તે જ ભગવાન અત્ પરમેશ્વર છે. આ ભગવાન પરમેશ્વરના ગુણોથી વિપરીત ગુણોવાળા બધા (દેવાભાસો), ભલે દેવપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ, સંસારી છે.-આમ (આ ગાથાનો ) અર્થ છે. એવી જ રીતે (ભગવાન) શ્રી કુંદકુંદાચાર્યદવે ( પ્રવચનસારની ગાથામાં) કહ્યું છે કે "तेजो दिट्ठी णाणं इड्डी सोक्खं तहेव ईसरियं। तिहुवणपहाणदइयं माहप्पं जस्स सो अरिहो।।" “ [ ગાથાર્થ:- ] તેજ (ભામંડળ), દર્શન (કેવળદર્શન), જ્ઞાન (કેવળજ્ઞાન), ઋદ્ધિ (સમવસરણાદિ વિભૂતિ), સૌખ્ય (અનંત અતીન્દ્રિય સુખ ), (ઇન્દ્રાદિક પણ દાસપણે વર્તે એવું) ઐશ્વર્ય, અને (ત્રણ લોકના અધિપતિઓના વલ્લભ હોવારૂપ) ત્રિભુવન પ્રધાનવલ્લભપણું-આવું જેમનું માહાભ્ય છે, તે અહત છે.” ૧. નિત્યાનંદ–એકસ્વરૂપ = નિત્ય આનંદ જ જેનું એક સ્વરૂપ છે એવા. [ કારણપરમાત્મા ત્રણે કાળે આવરણરહિત છે અને નિત્ય આનંદ જ તેનું એક સ્વરૂપ છે. દરેક આત્મા શક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય જ છે તેથી દરેક આત્મા કારણપરમાત્મા છે; જે કારણપરમાત્માને ભાવે છે-તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય થાય છે અર્થાત્ કાર્યપરમાત્મા થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ પરમાત્માને કારણપરમાત્મા કહેવાય છે અને વ્યક્ત પરમાત્માને કાર્યપરમાત્મા કહેવાય છે. ૨. જાઓ શ્રી પ્રવચનસાર, દ્વિતીય આવૃત્તિ, પાનું ૧૧૯. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૭ ૯૭ વળી એ જ રીતે ( આચાર્ય દેવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (આત્મખ્યાતિના ૨૪મા શ્લોકમાંકળશમાં ) કહ્યું છે કેઃ (શાર્દૂતવિદ્રીડિત) “ कान्त्यैव स्नपयन्ति ये दशदिशो धाम्ना निरुन्धन्ति ये धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रुपेण ये । दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः સૂય:।। 66 · [શ્લોકાર્થ:- ] જેઓ કાન્તિથી દશે દિશાઓને ધુએ છે-નિર્મળ કરે છે, જેઓ તેજ વડે અત્યંત તેજસ્વી સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે, જેઓ રૂપથી જનોનાં મન હરી લે છે, જેઓ દિવ્યધ્વનિ વડે (ભવ્યોના ) કાનોમાં જાણે કે સાક્ષાત્ અમૃત વરસાવતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે અને જેઓ એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરે છે, તે તીર્થંકરસૂરિઓ બંધ છે.” जगदिदमजगच्च ज्ञाननीरेरुहान्त भ्रमरवदवभाति प्रस्फुटं यस्य नित्यम् । तमपि किल यजेऽहं नेमितीर्थंकरेशं ,, વળી (સાતમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક દ્વારા શ્રી નેમિનાથ તીર્થંકરની સ્તુતિ કરે છે) : (માલિની ) ગાથા ૭: ટીકા ઉપરનું પ્રવચનઃ जलनिधिमपि दोर्भ्यामुत्तराम्यूर्ध्ववीचिम् ।।१४।। [શ્લોકાર્થ:- ] જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે તેમ જેમના જ્ઞાનકમળમાં આ જગત તેમ જ અજગત (લોક તેમ જ અલોક) સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે–જણાય છે, તે નેમિનાથ તીર્થંકર ભગવાનને હું ખરેખર પૂજું છું કે જેથી ઊંચા તરંગોવાળા સમુદ્રને પણ (–દુસ્તર સંસારસમુદ્રને પણ ) બે ભુજાઓથી તરી જાઉં. ૧૪. ‘આ, તીર્થંકર ૫૨મદેવના સ્વરૂપનું કથન છે.' આત્માના ગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મો-જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મ અને મોહનીયકર્મ–છે. ’ પ્રશ્ન: એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ–આપ એમ કહો છો ને ? સમાધાનઃ ભાઈ, અહીં ગુણનો અર્થ પર્યાય છે, અને આત્માના ગુણની દશાનો-પર્યાયનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૯૮ ઘાત કરનારાં ઘાતિકર્મો છે એમ જે કહ્યું છે એ નિમિત્તનું કથન છે. ભાઈ, આ કયા નયનું કથન છે તે જાણી આનો બરાબર અર્થ સમજવો જોઈએ. અહા ! આત્માના જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણો છે. તેથી તેના જેવી જ તેની વર્તમાન પ્રગટ પર્યાય-દશા થવી જોઈએ. છતાં પણ તેમ ન થતાં, પોતાના અપરાધથી તેમાં અશુદ્ધ પરિણમન થાય છે, અને તેમાં એ ઘાતિકર્મો નિમિત્ત છે; તેથી તેને ‘ઘાત કરનારાં ઘાતિકર્મો' કહેવામાં આવે છે. જ્ઞાનને આવરણમાં-ઘાતમાં જ્ઞાનાવરણીયકર્મ નિમિત્ત છે, દર્શનને આવરણમાં દર્શનાવરણીયકર્મ નિમિત્ત છે, વીર્યને આવરણમાં અંતરાયકર્મ નિમિત્ત છે, અને શ્રદ્ધા ને ચારિત્રને આવરણમાં મોહનીયકર્મ નિમિત્ત છે. પોતાની અશુદ્ધ દશા પોતાથી-પોતાના અપરાધથી છે, તેમાં ઘાતિકર્મો નિમિત્ત છે બસ. હવે કહે છે–‘તેમનો નિરવશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી (-કાંઈ બાકી રાખ્યા વિના નાશ કર્યો હોવાથી ) જે નિઃશેષદોષરહિત છે...’ જોયું ભગવાન સર્વદોષરહિત છે. પાઠમાં ‘બિપ્સેસવોસરહિયો' છે ને? મતલબ ભગવાનને સર્વ દોષો નાશ પામી તેઓ નિ:શેષદોષરહિત થયા છે. તેમણે ચાર ઘાતિકર્મોનો કાંઈ પણ બાકી રાખ્યા વિના નાશ કર્યો હોવાથી તેઓ ‘નિઃશેષદોષરહિત’ છે. ‘ણમો અરિહંતાણમ્' કહે છે ને? અરિ નામ કર્મઘાતિકર્મ–તેમનો ભગવાને નાશ કર્યો છે, હણ્યા છે; તેથી તે અરિહંત છે. હવે કહે છે– અથવા પૂર્વ સૂત્રમાં (છઠ્ઠી ગાથામાં) કહેલા અઢાર મહાદોષોને નિર્મૂળ કર્યા હોવાથી જે નિ:શેષદોષરહિત કહેવામાં આવ્યા છે, પહેલાં છઠ્ઠી ગાથામાં ક્ષુધા, તૃષા, આદિ અઢાર દોષ કીધા ને? તેમને નિર્મૂળ અર્થાત્ મૂળમાંથી ઉખાડી નાખીને નાશ કર્યા હોવાથી ભગવાન નિ:શેષદોષરહિત છે. આ જૈન પરમેશ્વર કેવા હોય તેની વાત છે. તો, કહે છે– ‘ અને જે સકવિમળ ( –સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન-કેવળદર્શન, પરમવીતરાગાત્મક આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ છે;... જુઓ, આ વૈભવ ! બાકી આ તમારા બાગ-બંગલા ને હજીરા એ તો ધૂળના વૈભવ છે, ધૂળેય તારા વૈભવ નથી. એ તો તેં કલ્પનાથી માન્યા છે કે મારા છે, પણ તારા ક્યાં છે? તારા તો જ્ઞાન ને આનંદ છે. ઓહો...! અહીં કહે છે-ભગવાન પરમ વીતરાગી નિર્દોષ આનંદ અને અત્યંત નિર્મળ કેવળજ્ઞાન, કેવળદર્શન ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ છે. અહા! ભગવાનને ૫૨મ નિર્દોષ આનંદ પ્રગટ થયો છે. હા, પણ અજ્ઞાનીઓ પણ બહારમાં આનંદ માને છે? એ તો દુઃખને આનંદ માને છે. રાગી જીવો જે દુઃખ જ છે તેને કલ્પનાથી આનંદ માને છે; બાકી બહારમાં આનંદ ક્યાં છે? આનંદમૂર્તિ તો નિજ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે, અને તેને પામીને ભગવાન ૫૨મ વીતરાગી નિર્દોષ અતીન્દ્રિય આનંદને પ્રાપ્ત થયા છે. સમજાય છે કાંઈ...? શ્રીમમાં આવે છે કે “નિર્દોષ, સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે...' અહીં કહે છે-પૂરણ જ્ઞાન, દર્શન ને નિર્દોષ આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી ભગવાન કેવળી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭ ] ૯૯ તીર્થંકર દેવ સમૃદ્ધ છે. આ દુનિયામાં નથી કહેતા કે એમને હામ, દામ ને ઠામ-બધુંય છે!–એમ ત્રણ વાત લૌકિકમાં કહેવાય છે. તો, હામ એટલે ભારે હિંમતવાળા, દામ એટલે ઘણા પૈસા-લક્ષ્મીવાળા, ને ઠામ એટલે સરસ મઝાના બંગલા-જમીનવાળા. પણ એ તો બધી ધૂળની ધૂળ બાપુ! એ ક્યાં એનામાં છે? અહીં ભગવાનને તો હામ-દામ-ઠામ-બધુંય આત્મામાં વસે છે. હામ એટલે અનંત વીર્ય-પુરુષાર્થ, દામ એટલે અનંત જ્ઞાન-દર્શન-આનંદની લક્ષ્મી અને ઠામ એટલે અસંખ્ય પ્રદેશી નિજક્ષેત્ર. લ્યો, આવા અલૌકિક વૈભવથી ભગવાન સમૃદ્ધ છે. ઓહો...! બહારમાં સમવસરણ આદિ લક્ષ્મી ને અંતરંગમાં જ્ઞાનદર્શન ને પરમાનંદ આદિ લક્ષ્મી-એવા અલૌકિક વૈભવથી ભગવાન સમૃદ્ધ છે. સમજાય sis...? Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૭ હવે કહે છે–‘ એવા જે પરમાત્મા...' હવે એવા પરમાત્મા કેમ થયા એની વ્યાખ્યા કરે છે. અહાહા...! એ આત્મામાંથી ૫રમાત્મા કેમ થયા તે કહે છે. તેઓ પહેલાં ( અનાદિથી ) બહિરાત્મા હતા, પછી અંતરાત્મા થઈને પરમાત્મા થયા. તો તેવો પરમાત્મા કેવી રીતે થયા એ બતાવીને બીજા જીવોને પરમાત્મા કેમ થવાય તેનો નિર્દેશ કરે છે. અહો ! ટીકાકારની શું ગજબની વ્યાખ્યા છે! કહે છે–‘ એવા જે પરમાત્મા-એટલે કે ત્રિકાળનિરાવરણ, નિત્યાનંદ-એકસ્વરૂપ નિજ કા૨ણપ૨માત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્યપ૨માત્મા, તે જ ભગવાન અર્હત્ ૫રમેશ્વર છે.’ શું કહે છે? જુઓ નીચે ફૂટનોટમાં ખુલાસો કીધો છેઃ ‘નિત્યાનંદ-એકસ્વરૂપ = નિત્ય આનંદ જ જેનું એક સ્વરૂપ એવા.' અહા ! ભગવાન આત્માનું નિત્ય આનંદ જ એક સ્વરૂપ છે. આ પર્યાયમાં જે દુઃખ ને રાગાદિ છે તે કાંઈ ત્રિકાળી આત્માની ચીજ ( –સ્વરૂપ ) નથી. અહા! આત્મા કે જેને અહીં કા૨ણપ૨માત્મા કહ્યો છે ને જેમાંથી કાર્યપરમાત્મા પ્રગટ થાય છે તે ત્રિકાળ નિત્યાનંદસ્વભાવી જ છે. કહે છે–ભગવાન! તું નિત્યાનંદસ્વભાવી છો. અહા! બધાય આત્મા એવા જ છે. આ વર્તમાન પર્યાયમાં પુણ્ય-પાપ, વિકાર ને દુ:ખ છે તે તો કૃત્રિમ છે, નિજસ્વરૂપ નથી. માટે હવે આમ ગુલાંટ ખાતો આત્મા નિત્યાનંદસ્વરૂપ જ જણાશે. અહા! આનંદની ઉલટી દશા-વિકૃત અવસ્થા વર્તમાનમાં છે તે એમ સૂચવે છે કે તેનાથી ઉલટી આનંદશક્તિ આત્મામાં છે. અહાહા...! નિત્યાનંદ-એકસ્વરૂપ અર્થાત્ આનંદ જ જેનું એક સ્વરૂપ છે એવો ભગવાન આત્મા છે. કોને ? કે પ્રત્યેક આત્માને. અહા! પ્રત્યેક આત્માનો અંદર ત્રિકાળી ભાવ (–સ્વભાવ ) આવો છે. પણ માપનાં કાટલાં જ ખોટાં ત્યાં સાચું માપ કઈ રીતે આવે? અહા ! હું આવો છું એમ કયા માપે માપવું ( -જાણવું ) ? એમ અજ્ઞાનીને થાય છે. તો કહે છે-ભાઈ, તું અનુમાન કર તો ખબર પડશે કે આત્મા ત્રિકાળ નિરાવરણ, નિત્યાનંદમય જ છે. અહા ! જેમણે ૫૨માત્મપદ પ્રગટ કર્યું તેમને તે ક્યાંથી આવ્યું ? શું અદ્ધરથી આવ્યું? ના; જે ત્રિકાળી નિત્યાનંદસ્વરૂપ તેમાંથી આવ્યું છે. અથવા વર્તમાનમાં દુઃખ, અણગમો લાગે છે તે વિકૃત દશા કોની છે? અહા ! એ ત્રિકાળ આનંદસ્વરૂપ છે તેની વિકૃત-ઉલટી દશા છે. માટે, એ પુણ્ય-પાપના વિકૃત ભાવથી ભિન્ન અંદર પ્રભુ આત્મા એકલા આનંદનો દરિયો છે, એકલો આનંદ-અમૃતનો માવો છે એમ કહે છે. સમજાણું કાંઈ ? કેટલાક બોલે છે ને કે–વનમાં એકલું ઝાડેય ન હજો ?' (એમ કે કુટુંબ-પરિવાર વિના કોઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO [નિયમસાર પ્રવચન એકલું ન હશો.) પણ ભાઈ ! અહીં મુનિરાજ કહે છે કે તું ત્રણે કાળ એકલો છો. પરદ્રવ્ય વિનાનો ભગવાન! તું એકલો જ છો. અવસ્થામાં જે રાગ છે તેને દષ્ટિમાંથી કાઢી નાખ તો એકલો આનંદ જ તું છો. ગજબ વાત છે! અરે, બહુ બહુ તો તું કરે છે શું? પરને પોતાથી એકપણે માને છે. પણ તેથી તે પર તારા થાય છે? ના; વળી તું રાગને પોતાથી એકપણે માન. પણ એય તારા રૂપે થતા નથી. તેથી એ પ્રમાણે જૂઠી માન્યતામાં ને માન્યતામાં હું રાગ છું, હું દેહ છું એમ તને થાય છે, અર્થાત્ તું એક ફીટીને (માન્યતામાં) બે થયો છે. અહા ! ત્રિકાળ આનંદમૂર્તિ એક નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્મા દેહ ને પુણ-પાપના વિકલ્પના એત્વમાં એક ફીટીને બે થઈ બગડે છે. બગડે બે; સમજાણું કાંઈ? પણ અહા ! એને આ કેમ બેસે? સવારમાં બે સિગારેટ પીવે ને બે કપ ચા પીવે ત્યારે તો ભાઈ–સાહેબને માંડ સ્કૂર્તિ આવે છે, આવાં જ્યાં એનાં અપલખણ છે ત્યાં હું એકરૂપ આનંદમૂર્તિ આત્મા છું એમ માનવું એને મહા કઠણ પડે. અહા ! એમાં તો અનંતો પુરુષાર્થ જોઈએ ભાઈ ! આ લીંડીપીપર નથી આવતી? તે કદમાં નાની ને રંગે કાળી હોય છે. એ લીંડીપીપરમાં શક્તિરૂપે અંદર ચોસઠ પોરી તીખાશ ભરી છે. તેને ઘસતાં તેમાંથી ચોસઠ પહોરી તીખાશ પ્રગટે છે, તો તે ક્યાંથી પ્રગટે છે? શું બહારથી પ્રગટે છે? ના, શું પથરામાંથી પ્રગટે છે? પથરામાંથી પ્રગટતી હોય તો કોલસા ઘસે ને? અહા ! એ તો પૂરણ-ચોસઠ પહોરી-રૂપિયે-રૂપિયો તીખાશ સત્ત્વરૂપે લીંડીપીપરમાં ભરી છે, ને લીલો રંગ પણ અંદર પૂરો ભર્યો છે તે પોતાના કારણે અને ઘસવાના નિમિત્તે પ્રગટ થાય છે. અહા ! લીંડીપીપર જેમ સ્વભાવથી ચોસઠ પહોરી તીખાશની તાકાત રાખે છે તેમ અહીં કહે છે ભગવાન આત્મા સ્વભાવથી નિજસત્ત્વના સામર્થ્યરૂપે પરમાત્મા જ છે. અહા ! કીડીનો આત્મા હો કે કુંજરનો, નિત્યાનંદ એકરૂપ જેનો સ્વભાવ છે એવો પ્રત્યેક આત્મા ભગવાનસ્વરૂપ-પરમાત્મસ્વરૂપ જ છે. આ બટાટા હોય છે ને? તેની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, ને એકેક શરીરમાં અનંત નિગોદિયા જીવ છે. અહા ! તે પ્રત્યેક જીવ, અહીં કહે છે, શક્તિએ પૂર્ણાનંદ- નિત્યાનંદ પ્રભુ પરમાત્મા છે. આત્મા શક્તિપણે સ્વભાવથી જ પરમાત્મા છે તેથી તેને “કારણપરમાત્મા' કહે છે. આ પ્રમાણે દરેક આત્મા આનંદની કાર્યદશાના કારણરૂપે પરમાત્મા જ છે. પ્રશ્નઃ કારણપરમાત્મા હોય તો કાર્ય આવવું જોઈએ ને? સમાધાન: હા; કોણ ના કહે છે? સાંભળને બાપા! પણ તું તેનું કારણ બનાવે ત્યારે કાર્ય આવે ને? કારણ તો છે જ, પણ તેને દષ્ટિમાં લઈને કારણ બનાવે ત્યારે કાર્ય થાય ને? અહાહા....! મારી કારણશક્તિ પૂર્ણ છે, હું પૂર્ણ કારણપરમાત્મા છું એમ અંતર્મુખ થઈ સ્વાનુભવમાં પ્રતીતિ કરે ત્યારે પર્યાયમાં આનંદનું કાર્ય આવે જ આવે છે; પણ જ્યાં એની સત્તાનો સ્વીકાર જ નથી ત્યાં એણે કારણ ક્યાં માન્યું છે? ને તો કાર્ય પણ ક્યાંથી આવે? અહાહા..! કહે છે-“દરેક આત્મા શક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય જ છે તેથી દરેક આત્મા કારણપરમાત્મા છે; જે કારણપરમાત્માને ભાવે છે–તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય થાય છે અર્થાત્ કાર્યપરમાત્મા થાય છે.” અહા ! જે કારણપરમાત્માને ભાવે છે અર્થાત્ હું નિરાવરણ નિત્યાનંદસ્વરૂપ છું એમ સ્વીકારી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૭] ૧૦૧ અંતરએકાગ્ર થઈને પ્રલીન થાય છે તે કાર્યપરમાત્મા થાય છે, અથવા જેને અહીં દેવ કીધા છે એવો દેવ થાય છે. જુઓ, અહીં એકલા થાવું હોય તેણે એકનો આશ્રય કરવાની વાત છે. “મૂલ્પમસિવો રહેતુ.' એમ સમયસારની અગિયારમી ગાથામાં આવ્યું ને? મતલબ કે ભૂતાર્થ ત્રિકાળ નિરાવરણ નિત્યાનંદસ્વરૂપ આત્મા છે તેનો જે અંદર આશ્રય લે છે તે વ્યક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય થાય છે. જેમ લીંડીપીપરમાં ચોસઠ પહોરી તીખાશ અંદર ભરી છે તે પ્રગટ થાય છે તેમ શરીરપ્રમાણ આત્મા જે ક્ષેત્રથી દેખાય છે તે પૂર્ણ જ્ઞાન ને આનંદનું ભરેલું તત્ત્વ છે ને તે પૂર્ણ અંતરએકાગ્ર થઈ લીન થતાં પ્રગટ થાય છે. આ કાર્યપરમાત્મા થવાની રીત છે. માળો મૂઢ પીપરને તો માને છે, પરંતુ આત્માને માનતો નથી ! અહાહા...! મારો આનંદ મારામાં પૂરો છે, મારા આનંદ માટે મને કોઈ બીજાની જરૂર–ગરજ નથી. અરે, શુભ વિકલ્પનીય જરૂર નથી. બસ, એ તો સ્વરૂપથી ત્રિકાળી આનંદ છે તેનો સ્વીકાર થતાં જ આનંદ આવે છે. સૂક્ષ્મ વાત પ્રભુ! કહે છે-જે શક્તિરૂપે અંદર કારણપરમાત્મા આનંદમય છે તેની અંતરએકાગ્રતા કરતાં, તેનો આશ્રય કરતાં, તેની ભાવના કરતાં, તેમાં લીન થતાં તે વ્યક્તિરૂપે આનંદમય કાર્યપરમાત્માપણે પ્રગટ થાય છે. આ એનો ઉપાય છે. વચ્ચે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પ આવે, પણ તે ઉપાય નથી. એ તો બીજી ચીજ છે. સમજાણું કાંઈ...? અહા! ભગવાન આત્મા અનંત-અનંત ગુણ-શક્તિનો પિંડ છે. જેમ ઘરે મહેમાન આવ્યા હોય તેને નવી નવી વાનગીઓ જમવામાં આપે. તેમ નિજ આત્માને ઘરે જતાં તેને અવનવી વાનગીઓ મળે છે. અહાહા..! અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા ઇત્યાદિ શક્તિની વ્યક્તિરૂપ અનંતી અવનવી વાનગીઓ તેને મળે છે. અહાહા...! જેવું શક્તિમાં પરમાત્મપદ છે તેવું વ્યક્તમાં આવે છે. પણ ક્યારે ? તેનો સ્વીકાર કરી અંદર ઘરમાં એકાગ્ર થઈ રહે ત્યારે. માટે ભગવાન! નિજ આત્મામાં-ઘરમાં જા તો તને કેવળજ્ઞાન ને અનંત આનંદ પ્રાપ્ત થશે. પણ એને હું આવડો મોટો છું એમ વિશ્વાસ આવતો નથી. બીજો કોઈ મોટો છે એમ વિશ્વાસ આવે પણ... (પોતાનો ન આવે.) તેથી તો લોકોએ પોતાનું બધું ઈશ્વરને સોંપી દીધું છે. એમ કે ઈશ્વર સૌથી મોટા છે, ને તે જ કર્તા-હર્તા છે. અહીં કહે છે-પ્રભુ! તું જ પોતે ઈશ્વર છો, સાંભળને! એ ઈશ્વરતો એના ઈશ્વર છે; એ તારા ઈશ્વર ક્યાંથી આવ્યા? અરે ! અજ્ઞાની જીવોની એવી ભ્રમણા છે કે ઈશ્વર બધું કરે-આપણને મોક્ષય આપે ને આપણને સંસારમાં રખડાવે. પરંતુ ભાઈ, જો એમ જ હોય તો તારું અસ્તિત્વ ક્યાં ગયું? ને તારા હાથમાં શું રહ્યું? અહાહા...! તું પોતે જ ઈશ્વર પૂર્ણાનંદ પ્રભુ પરમેશ્વર છો. “તું તને પરમેશ્વર તરીકે સ્થાપ”—એમ આવે છે ને ? દીપચંદજીએ કહ્યું છે કે તું તને પહેલેથી પરમેશ્વર તરીકે સ્થાપ; કેમકે એવી પરમેશ્વરની પૂર્ણશક્તિ ભગવાન આત્મામાં છે. માટે હું પોતે પ્રભુ છું, મારા માથે કોઈ બીજો પ્રભુ નથી, ને હું બીજાનો પ્રભુ નથી. અહા ! જ્યાં બધા જ પ્રભુ છે ત્યાં કોણ કોનો પ્રભુ હોય ? અહીં કહે છે-ભગવાન આત્મા શક્તિરૂપે, સામર્થ્યરૂપે, સનું જે સત્ત્વ છે તે રૂપે સ્વભાવથી કારણપરમાત્મા જ છે. તો તેને જે ભાવે છે, અર્થાત્ તેનો જે આશ્રય કરે છે-વ્યવહારનો કે વિકલ્પનો આશ્રય નહિ હો પણ એક કારણ પરમાત્માનો જ જે આશ્રય કરે છે–તે વ્યક્તિ-અપેક્ષાએ નિરાવરણ ને આનંદમય થાય છે. લ્યો, આ કરવાનું છે, કેમકે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ [નિયમસાર પ્રવચન “શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે ને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ પરમાત્માને કારણપરમાત્મા કહેવાય છે અને વ્યક્ત પરમાત્માને કાર્યપરમાત્મા કહેવાય છે.” અહાહા..! શક્તિરૂપે કારણપરમાત્મા છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન ને તેમાં એકાગ્રતા-લીનતા થાય તો પર્યાયમાં કેવળજ્ઞાન થઈ જાય ને તે કાર્યપરમાત્મારૂપે પ્રગટ થાય છે. માટે કહે છે-શક્તિ કારણ છે, ને વ્યક્તિ કાર્ય છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવ કારણ છે, ને વર્તમાન પ્રગટ પર્યાય કાર્ય છે. એથી શક્તિરૂપ પરમાત્માને કારણપરમાત્મા કહે છે, ને વ્યક્તિરૂપ પરમાત્માને કાર્યપરમાત્મા કહે છે. અહા ! હું આવો કારણપરમાત્મા છું એમ જે જ્ઞાન-શ્રદ્ધાનમાં સ્વીકાર થાય તેની કિંમત કેટલી? સમજાય છે કાંઈ....? બહુ સરસ વાત! હવે જુઓ, આ ટીકાનો અંશઃ કહે છે-“એવા જે પરમાત્મા–એટલે કે ત્રિકાળનિરાવરણ, નિત્યાનંદએકસ્વરૂપ નિજ કારણપરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્યપરમાત્મા.' અહાહા...! ત્રણે કાળ ભગવાન આત્મા આવરણ વિનાનો છે. શું વસ્તુને આવરણ હોય? જો વસ્તુને આવરણ હોય તો તે વસ્તુ અવસ્તુ થઈ જાય, વસ્તુ જ ના રહે. અહાહા...! જેમ વસ્તુ નિરાવરણ નિત્ય છે તેમ તેનો આનંદસ્વભાવ નિત્ય એકરૂપ છે. અહા ! આવા નિજ કારણ પરમાત્માની ભાવનાથી. લ્યો, આ મોક્ષનો માર્ગ. આ નિયમસાર છે ને? એટલે મોક્ષમાર્ગની વ્યાખ્યા કરી. ભગવાન ત્રિકાળી નિત્યાનંદમય કારણપરમાત્માની ભાવના અર્થાત્ શ્રદ્ધાન-જ્ઞાન ને રમણતા તે મોક્ષમાર્ગ છે; ને તેનાથી કાર્યપરમાત્મા ઉત્પન્ન થાય છે. સમજાય છે કાંઈ....? હવે આ બધું મારાથી થાય એમ એને બેસતું નથી. કાંઈક... કાંઈક તો બહારનો ટેકો જોઈએ, કાંઈક મંદ રાગની વા દેવ-ગુરુ-શાસ્ત્રની મદદ જોઈએ એમ એના મનમાં (શલ્ય ) રહ્યા કરે છે. કેમકે પોતાને પાંગળો માન્યો છે ને? પણ ભાઈ ! તને મદદ છે ને તારી. તું ક્યાં મદદ વિનાનો છો? તું તો સર્વ વાતે પૂરો ભરપૂર છો ને પ્રભુ! તો પછી તને તારા માટે બીજાની ક્યાં જરૂર છે? અહાહા...! કહે છે-“નિજ કારણપરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્યપરમાત્મા તે જ ભગવાન અર્હત્ પરમેશ્વર છે.” લ્યો, આને અર્હત્ પરમેશ્વર કહીએ. અરે, અજ્ઞાની તો “નમો રિહંતાણ' એમ ગોખે રાખે, પણ ભાન ન મળે કે અત્ કોને કહેવા? અહાહા...! જેમણે રાગદ્વેષમોહ ને અજ્ઞાનને હણીને પૂર્ણ જ્ઞાન ને આનંદની દશા પ્રગટ કરી છે એવા કાર્યપરમાત્મા તે અત્ પરમેશ્વર છે. ભાઈ, આ કોઈ પક્ષની વાત નથી, આ તો વસ્તુની સ્થિતિ છે. અહાહા...! વસ્તુ નિત્યાનંદમય ત્રિકાળ ધ્રુવ કારણસ્વભાવે છે તેની ભાવના કરતાં, તેમાં એકાગ્રલીન થતાં શક્તિમાંથી કાર્યપરમાત્માની વ્યક્તિ થાય છે, અને તે અર્હત્ પરમેશ્વર છે. આ પ્રમાણે કારણપરમાત્માને સિદ્ધ કર્યો, તેની ભાવના-એકાગ્રતા બતાવીને મોક્ષમાર્ગ સિદ્ધ કર્યો, અને તેના ફળ તરીકે કાર્યપરમાત્મા થાય છે એમ કહીને દેવને સિદ્ધ કર્યા. અહા! આમાં બધું (સાર, સાર બધું) આવી ગયું. પણ ભાઈ, આ કાંઈ વાતે વડાંથાય એમ નથી હોં. જેમ વડાં થવામાં લોટ જોઈએ, તેલ જોઈએ, તાવડો ઇત્યાદિ જોઈએ,–જોઈએ કે નહિ? તેમ આમાં પણ કેટલું દષ્ટિનું જોર જોઈએ? કેટલો અંતઃપુરુષાર્થ જોઈએ? દિશાનો કેટલો ફેર જોઈએ? હવે કહે છે-“આ ભગવાન પરમેશ્વરના ગુણોથી વિપરીત ગુણોવાળા બધા (દવાભાસો), ભલે દેવપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ, સંસારી છે.-આમ (આ ગાથાનો) અર્થ છે.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૭] ૧૦૩ અહા! અહીં જે કીધા એનાથી ઉલટા ગુણોવાળા બધાય દેવાભાસો અર્થાત્ દેવ હોવાનો દેખાવ કરનારા છે. એટલે શું? કે તેઓ દેવ નથી પણ દેવના આભાસમાત્ર છે. અમે ઈશ્વર છીએ ને જગતના કર્તા-હર્તા છીએ એમ કહેનારા બધા દેવાભાસો છે, દેવના અભિમાનીઓ છે; કેમકે તેઓને વસ્તુની ને વસ્તુવ્યવસ્થાની ખબર જ નથી. ભલે તેઓ દેવપણાના અભિમાનથી દગ્ધ-બળી રહ્યા હોય તો પણ તેઓ સંસારી છે.-આમ આ ગાથાનો અર્થ છે. હવે આધાર આપે છે: તેજ (ભામંડળ)..' અહા! ભગવાનના શરીરમાં ભામંડળ હોય છે. અહા ! જ્યાં કેવળજ્ઞાનકેવળદર્શન અંદર પ્રગટ થયાં ત્યાં એના શરીરના તેજ એવાં હોય છે કે આખા શરીરની આસપાસ તેજનું ચક-કુંડાળું દેખાય છે. ભગવાનને ભા = તેજ, મંડળ = ચક્રભામંડળ અર્થાત્ પ્રકાશનું મંડળ રચાય છે. અહા! આવી એ પુણ્ય પ્રકૃત્તિ હોય છે. હવે, “દર્શન (કેવળદર્શન), જ્ઞાન (કેવળજ્ઞાન)...” ઓહો! એક સમયમાં ત્રણ કાળ અને ત્રણ લોકને દેખે ને જાણે એવી શક્તિની પૂર્ણ વ્યક્તતા ભગવાનને પ્રગટ થઈ હોય છે. ઋદ્ધિ (સમવસરણાદિ વિભૂતિ)...” અહા! ઇન્દ્રો આવીને મોટી સમવસરણની સભા રચે. (ભગવાનને બહારમાં પણ અભુત અલૌકિક વિભૂતિ હોય છે. ) તો શું ભગવાનને સમવસરણની વિભૂતિ છે? અરે ભાઈ ! તું ભગવાનને ઓળખતો નથી ! ભગવાનની ક્યાં તે વિભૂતિ છે? એ તો પુણ્યોદયે પ્રગટ બહારની ચીજ ( રચાઈ ) છે. ભગવાન તો પોતે કેવળજ્ઞાનમાં ને પૂર્ણ આંનદમાં છે, નિજાનંદરસલીન છે. એમને એ બાહ્ય વિભૂતિથી શું સંબંધ છે? પણ પહેલાં કાંઈ નહોતું તે હવે આવડી મોટી ( ઝાકઝમાળ) સભા છે, વળી ઇન્દ્રો ચામર ઢોળે છે; આ બધું છે ને? તને ખબર નથી બાપા ! વીતરાગી બિંબ એવા ભગવાન તો નિજ આનંદમાં જ લીન છે. એ તો ભક્તોને એવો ભાવ આવે છે ને એમનાં એવાં પૂર્વનાં પુણ્ય છે તેને કારણે એ બધી સામગ્રીઓ રચાય છે, છતાં એ ચીજથી ભગવાનના કેવળજ્ઞાનને કે વીતરાગતાને કોઈ આંચ-બાધા નથી. અહા ! શું થાય ? જેને માપ કરતાં આવડે નહિ એના ગજ-માપલાં જ બધાં ખોટાં હોય છે. હવે કહે છે-“સૌખ્ય (અનંત અતીન્દ્રિય સુખ), ' અહો ! ભગવાનને અનંત અતીન્દ્રિય આનંદ હોય છે. કેવો? કે જેના એક અંશનો સમકિતમાં મીણો ચઢતાં સમકિતીને ઇન્દ્રનાં ઇન્દ્રાસન પણ ઝેર જેવાં ભાસે છે. ચક્રવર્તીને ૯૬ હજાર રાણીઓ હોય છે, પણ સમકિત હોતાં છ ખંડના રાજ્ય સહિત એ બધો વૈભવ કાળા નાગ જેવો ભાસે છે, ઝેર જેવો જણાય છે. અહા ! અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે, તેનું જેને ભાન થઈને તેનો આસ્વાદ આવ્યો-અંશે હોં, તેના સુખની પણ જ્યાં કોઈ બીજા સાથે તુલના થઈ શકતી નથી તો આ તો પૂર્ણ પરમાત્મા! અહાહા...! તેમના અનંત ને પૂરણ સુખની શી વાત? પણ એ આવા (અર્હત્ ) પરમાત્મા હોં. વળી, “(ઇન્દ્રાદિક પણ દાસપણે વર્તે એવું) ઐશ્વર્ય..' અહા! જુઓ ઈશ્વરતા! અર્ધ લોકના સ્વામી શકેન્દ્ર ને ઇશાનંદ્ર પણ (ભક્તિયુક્ત થઈ ) ગલુડિયાની-દાસની જેમ વર્તે એવી ભગવાનની ઈશ્વરતા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ [નિયમસાર પ્રવચન · અને (ત્રણ લોકના અધિપતિઓના વલ્લભ હોવારૂપ) ત્રિભુવનપ્રધાનવલ્લભપણું...' અહા ! ત્રણ લોકના અધિપતિઓ-મહાન પુરુષો જે છે તે ઇન્દ્રો, દેવો, મનુષ્યોના ભગવાન વલ્લભ છે, પ્રિય છે, ઇષ્ટ છે. ઇષ્ટદેવ કહેવાય છે ને? તો આવા પરમેશ્વર ઇષ્ટદેવ છે. અહા ! કહે છે ‘આવું જેમનું માહાત્મ્ય છે તે અ ંત છે.' લ્યો, આવી જેને અંતર ને બાહ્યમાં ઋદ્ધિ હોય તે પરમેશ્વર અર્હત છે. અહાહા...! જે પવિત્રતામાં પૂરા ને પુણ્યમાં પણ પૂરા છે એવા ભગવાન અદ્વૈત પરમેશ્વર છે; અને સમકિતી આવા પરમેશ્વરને દેવ તરીકે માને છે. આ સિવાય કોઈ દેવ હોઈ શકે નહિ. હવે ભગવાનને ભૂખ-તરસ લાગે ને તેમને રોગ થાય ને તે આહાર કરે એમ જે માને છે તેમને ભગવાન અદ્વૈતના સ્વરૂપની ખબર નથી; તેઓ તો અજ્ઞાની જ છે. હવે જે અદ્વૈતના દાસ છે તે ઇન્દ્રોને રોગ ન થાય ને શું આ અદ્વૈતને રોગ થાય? એ તદ્દન વિપરીત વાત છે. અહા! અજ્ઞાનીની વાતનો ક્યાંય મેળ છે? અહા! આત્મા વસ્તુ છે કે નહિ? છે ને; અસ્તિ છે ને? સત્તા છે ને? જેમ આ શરીર હોવાપણે માટી–ધૂળ-જડ છે, તેમ આત્મા હોવાપણે ત્રિકાળ ચૈતન્યવસ્તુ છે. અહા ! આત્મા હોવોપણે સત્ છે તો તેનું સત્ત્વ શું છે? એનો ભાવ શું છે? એની શક્તિ શું છે? તો કહે છે-જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આનંદ ઇત્યાદિ એનો ભાવ ને શક્તિ ત્રિકાળ છે. અહા! એવો અનંત શક્તિનો ભંડાર જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છે તેનો જેણે આશ્રય લીધો છે તે નિશ્ચય સમ્યગ્દષ્ટિ છે; અને તેને ભગવાન અરિહંતદેવ કેવા હોય તેની યથાર્થ શ્રદ્ધા હોય છે. અહીં! પોતાને (–સમ્યગ્દષ્ટિને) જ્ઞાન ને આનંદ પૂર્ણ પ્રાપ્ત થયા નથી, પણ આત્માના જ્ઞાન-આનંદાદિ જેને પૂર્ણ પ્રાપ્ત થયા છે તે અર્હત પરમેશ્વર કેવા હોય તેનું તેને બરાબર શ્રદ્ધાન હોય છે. સમજાણું કાંઈ... ? પણ આવી વાત તો પહેલાં ઘણી સાંભળી છે? ના, એણે પૂર્વે કદી સાંભળી જ નથી. અહા! સાંભળી છે એમ ક્યારે કહેવાય કે જ્યારે અંદર સચ્ચિદાનંદ પ્રભુ આત્માની અંતર્મુખ ષ્ટિ થઈને પરિણમન થાય. સમજાય છે કાંઈ...? અહા ! આ શરીર-મન-વાણી તો જડ-માટી–ધૂળ છે; ને પુણ્ય-પાપના ભાવ જે થાય છે તે વિપરીત ભાવ છે. શું કીધું? આ ૨ળવા-કમાવાના ઇત્યાદિ આરંભરૂપ ભાવ તે પાપભાવ છે, ને જે દયાદાન-વ્રત-ભક્તિ આદિના ભાવ છે તે પુણ્યભાવ છે. પરંતુ એ બેય વિપરીત ને વિકારી ભાવ છે. એ કાંઈ આત્માના ત્રિકાળી ભાવ નથી. અહા ! આત્માના ત્રિકાળી ભાવ તો અનંત જ્ઞાન-દર્શનાદિ છે. ‘ અનંત ’ કેમ કહ્યું ? કેમકે તે સ્વભાવ છે, ને જે સ્વભાવ હોય તેની હદ શું? મર્યાદા શું? જેનો જે સ્વભાવ હોય તેની દ-મર્યાદા ન હોય. તો એવું અનંત-બેદ જ્ઞાન, બેદ-અપરિમિત આનંદ, બેહુદ-અપરિમિત શાન્તિ એ ભગવાન આત્માનો સ્વભાવ છે. અહા! આવા નિજસ્વરૂપનો અંતરમાં સ્વીકાર થઈને જેને અંતર્મુખ દૃષ્ટિ પ્રગટી છે તે સમ્યગ્દષ્ટિ છે. અહા! આ સમ્યગ્દષ્ટિ, કેવા પુરુષને બહારમાં પોતાના દેવ હોવાનું સ્વીકારે છે તે પૂર્ણતાને પ્રાપ્ત એવા અરિહંત પરમાત્માની અહીં વ્યાખ્યા કીધી છે. હવે આધાર આપી તેમના બહારના વૈભવને વિશેષ કહે છે: જુઓ, ભગવાનને કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ ઇત્યાદિ જે ગુણો-પર્યાયો પ્રગટ થયા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૫ ગાથા-૭] છે તેનું વર્ણન આ પહેલાંની આધારરૂપ ગાથામાં આવી ગયું. હવે કહે છે-તેમનું શરીર કેવું હોય છે? તેમની વાણી કેવી હોય છે? એનું આ કળશમાં વર્ણન છે. અહાહા...! આ (ચૈતન્ય ) હીરો જેમાં મૂકે તે દાબડો (-શરીર) કેવો હોય તે હવે કહે છે. કોથળામાં કાંઈ હીરો ન મૂકાય. એમ અંદર પૂર્ણ થયેલા પરમાત્માનું-અનંત જ્ઞાન-દર્શન-આનંદને પામેલાનું-શરી૨ (–રૂપ) પણ કેવું અલૌકિક હોય છે તે અહીં કહે છે. અહા! જેને પૂર્ણ પરમાત્મદશા પ્રગટી છે તે અરિહંતદેવને પુણ્ય પણ વધી ગયેલા હોય છે તે હવે કહેશે. કહે છે– ‘જેઓ કાન્તિથી દશે દિશાઓને ધુએ છે–નિર્મળ કરે છે,...' અહા ! ભગવાન અદ્વૈતના આત્મામાં (-પર્યાયમાં) તો ત્રણ કાળ-ત્રણ લોકનું જ્ઞાન વર્તે છે, કેમકે આત્માનો સ્વભાવ જ સર્વજ્ઞ છે, અને તે તેમને પૂર્ણ પ્રગટ છે. પરંતુ અહીં કહે છે-એમના દેહની કાન્તિ કોઈ અદ્દભુત અલૌકિક હોય છે કે તે દશે દિશાઓને ધુએ છે-નિર્મળ કરે છે અર્થાત્ દશે દિશાઓને પ્રકાશિત કરે છે. વળી, . જેઓ તેજ વડે અત્યંત તેજસ્વી સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે,...' અહાહા ! સૂર્ય-ચંદ્રના તેજ પણ ભગવાનના શરીરના તેજ આગળ ઢંકાઈ જાય છે. અહાહા...! અરિહંતના શરીરની કાંતિ-તેજ જ કોઈ જુદી જાતનું હોય છે ભાઈ ! અહા ! અંતરમાં ચૈતન્યનો પૂર્ણ પ્રકાશ પ્રગટ થઈ ગયો તે પરમેશ્વરને બહા૨માં સૂર્ય-ચંદ્રને ઢાંકી દે તેવું શરીરનું તેજ હોય છે. વળી, ‘જેઓ રૂપથી જનોનાં મન હરી લે છે,...’ અહા! ૫રમાત્માના શરીરની નમણાઈ ને સુંદરતા એવી હોય છે કે તે જનોનાં મન હરી લે છે; કેમકે ભગવાનના શ૨ી૨ના રૂપ જેવું રૂપ-સૌંદર્ય લોકમાં કોઈનેય હોતું નથી. પણ શરી૨ આત્માનું નથી ને? હા, શરીર આત્માનું નથી, કેમકે એ તો જડ, જડનું જ છે. છતાં ‘પરમાત્માનું શરીર ' એમ ઉપચારમાત્રથી કહેવામાં આવ્યું છે; કેમકે આત્માની જોડે તે રહેલું છે ને? અહા ! એવા પરમાત્માના સુંદર શરીરનું રૂપ જનોનાં મનને હરી લે છે.-એ શરીરનું વર્ણન કર્યું. હવે ભગવાનની વાણી કેવી હોય તે કહે છે: · જેઓ દિવ્યધ્વનિ વડે (ભવ્યોના ) કાનોમાં જાણે કે સાક્ષાત્ અમૃત વરસાવતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે...' અહાહા...! ભગવાનની દિવ્યધ્વનિની કોઈ અલૌકિક ગર્જના હોય છે. આનંદસ્વરૂપ આત્માની જેને પૂર્ણ ઉપલબ્ધિ થઈ તેમની વાણીની-દિવ્યધ્વનિની ગર્જના પણ કોઈ ઓર હોય છે. આમ આપણા જેવી ભાષા એમને ન હોય. પણ સર્વાંગે ‘ૐૐ’ ધ્વનિ એમને ઊઠે છે. કેવી છે એ દિવ્યધ્વનિ ? તો કહે છેભવ્યજનોના કાનોમાં જાણે સાક્ષાત્ અમૃત ન વરસાવતી હોય! અહાહા...! દિવ્યધ્વનિ વડે જાણે ભગવાન કાનોમાં સાક્ષાત્ અમૃત રેડતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે. અહા ! આત્માનો અમૃતમય-આનંદમય સ્વભાવ પ્રાપ્ત થવામાં તે વાણી નિમિત્ત છે ને? તેથી દિવ્યધ્વનિ સાક્ષાત્ અમૃત વરસાવે છે એમ કહે છે. જુઓ, મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે અત્યારે વર્તમાનમાં શ્રી સીમંધર પરમાત્મા સાક્ષાત્ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧/૬ [ નિયમસાર પ્રવચન બિરાજે છે. કોડ પૂર્વનું તેમનું આયુષ્ય છે, અને પાંચસો ધનુષ્ય ઊંચાઈનો–હજાર હાથ ઊંચો-દેહ છે. તે ભગવાનની, કહે છે, વાણીની-દિવ્યધ્વનિની ગર્જના સર્વાગે ઊઠે છે. તે ઓધ્વનિ જગતના ભવ્ય પ્રાણીઓને સાક્ષાત્ અમૃત વરસતું હોય એવું સુખ આપે છે. અહા ! એ દિવ્યધ્વનિમાં શું આવે છે? કે ભગવાન! તું આનંદસ્વરૂપ-નિત્યાનંદસ્વરૂપ આનંદનો નાથ છો. અહાહા....! પ્રભુ! તું શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ છો; ઈશ્વર-પરમેશ્વર છો. તારી ઈશ્વરતા તારામાં જ પૂરી પડી છે. તે પૂર્ણ જ્ઞાનનંદસ્વભાવી છો. (અંતર-એકાગ્ર થઈને તેની-નિજસ્વરૂપની ઉપલબ્ધિ કર.) આવો દિવ્યધ્વનિનો અવાજ ભગવાનની વાણીમાં આવે છે, અને તેથી ભગવાન જાણે અમૃત વરસાવતા હોય તેવું સુખ ઉપજે છે. વળી, અને જેઓ એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરે છે, તે તીર્થકરસૂરિઓ બંધ છે.” તીર્થંકરના શરીરમાં ૧OO૮ લક્ષણો હોય છે એમ કહે છે. અને આવા તીર્થકરસૂરિઓ બંધ છે અર્થાત્ અર્હત પરમેશ્વર તરીકે વંદન કરવાલાયક છે. આવી વાત છે. હવે પોતે ટીકાકાર શ્લોક કહે છે જેમાં તીર્થકરની સ્તુતિ કરે છે: શ્લોક ૧૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે.' અહા! શું કીધું? કમળ મોટું હોય છે, ને ભમરો તો નાનો હોય છે; તેથી કમળમાં તે સમાઈ જાય છે. શું કહેવું છે એ ધ્યાન રાખજો હોં. કહે છે-“તેમ જેમના જ્ઞાનકમળમાં...' અહાહા...! ભગવાન શક્તિએ તો સર્વજ્ઞસ્વરૂપ હતા જ, પણ તેમાંથી તેમણે અંતરના ધ્યાન દ્વારા સર્વજ્ઞતા પ્રગટ કરી છે. અહા! શક્તિમાંથી વ્યક્તિ પ્રગટ કરી છે. “છે એમાંથી જ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે. તો એવું જે પૂર્ણ ખીલેલું જ્ઞાન છે તે જ્ઞાનકમળમાં, આ બધાય આત્મા સ્વભાવે આવા જ છે હોં; પણ એને કેમ બેસે ? જરી જ્યાં અપમાન થાય ત્યાં (ભભુકી ઊઠ) ઊંધ આવે નહિ હવે એને આવો આત્મા કેમ બેસે? અહીં કહે છે-“જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે તેમ જેમના જ્ઞાનકમળમાં આ જગત તેમ જ અજગત (-લોક તેમ જ અલોક) સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે-જણાય છે...' અહાહા...! જ્યાં શક્તિ પૂર્ણ વ્યક્ત-પ્રગટ થઈ ત્યાં પૂર્ણ ખીલેલું જ્ઞાન કોને ન જાણે ? ભાઈ, અગ્નિ કોને ન બાળે ? તેમ જ જ્ઞાન પૂર્ણ પ્રગટ થયું તે કોને ન જાણે? (બધાને જાણે). અહાહા...! ત્રણ કાળ-ત્રણ લોકને સહજપણેપોતાની પરિણતિને જાણતાં-જાણે. અને તે પણ “સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે-જણાય છે” એમ કહે છે. જોયું? એ જ્ઞાનમાં આખો લોકાલોક સ્પષ્ટ સમાઈ જાય છે અર્થાત્ પ્રત્યક્ષ જણાય છે, જણાઈ જાય છે એમ કહે છે. અહા ! આવી પર્યાયની પૂર્ણ પ્રગટતા જેને થઈ છે તેને પરમાત્મા અર્હત્ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ....? ' અરે ! અજ્ઞાની તો “નમો અરહંતા, નમો અરહંતાણં'—એમ બોલ્યા જાય છે, તે રટયે જાય છે, પણ શું “નમો અરહંતા ' છે એની કાંઈ ખબર નથી. અરે ભાઈ, “નમો અરહંતા –એ તો ભાષા થઈ, એ તો વાચક શબ્દો છે: પણ એનું વાચ્ય શું ? એનો ભાવ શું ? તે કઈ ચીજને બતાવે છે ? અહા ! ભગવાનને એક સમયમાં જ્ઞાનની એવી કળા ખીલી ગઈ છે કે તેમાં લોક ને અલોક સદા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૭] ૧૦૭ સ્પષ્ટપણે જણાઈ જાય છે; અર્થાત ભગવાનને જ્યારથી કેવળજ્ઞાન પ્રગટયું છે ત્યારથી તેમાં પ્રતિસમય લોકાલોક પ્રત્યક્ષ જણાઈ જાય છે, અને એવો જ પરમાર્થ તું છો એમ કહે છે. પણ એને કેમ બેસે? અરે ભગવાન! તું અંદર આત્મા છો કે નહિ? ભલે શરીર સ્ત્રીનું હોય કે બાળકનું, આત્મા ક્યાં સ્ત્રી કે બાળક થઈ ગયો છે? કેમકે એ શરીર તો જડ-માટી–ધૂળ છે. અહા ! એ ધૂળના ઢગલામાં જુદો ચૈતન્ય ભગવાન તું બિરાજે છે. અહાહા...! સચ્ચિદાનંદ-સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદનો ધરનારો એવો ભગવાન આત્મા સદાય સ્વભાવથી શક્તિપણે પરમેશ્વર જ છે અને તે જેને પર્યાયમાં વ્યક્ત થયો છે તેને અહીં સાક્ષાત્ અર્હત્ પરમેશ્વર કહે છે. તો કહે છે-“તે નેમિનાથ..' નેમિનાથને કેમ સંભાર્યા? કેમકે પોતે મુનિવર શ્રી પદ્મપ્રભમલધારિદેવ બ્રહ્મચારી છે, એટલે બ્રહ્મચારી તીર્થંકરદેવને યાદ કર્યા છે. ચોવીસ તીર્થકરોમાં એમ તો વાસુપૂજ્ય, મલ્લિનાથ, પાર્શ્વનાથ ને મહાવીર ભગવાન પણ બ્રહ્મચારી હતા; પરંતુ ભગવાન નેમિનાથ બહારમાં વધારે પ્રસિદ્ધ છે ને? એટલે તેમને યાદ કર્યા છે. તો, કહે છે-“તે નેમિનાથ તીર્થંકરભગવાનને હું ખરેખર પૂજું છું...' જેમણે આત્માની શક્તિની પૂર્ણ દશા પ્રગટ કરી છે એવા પરમાત્માને હું વંદન કરું છું, સ્તુતિ કરું છું. પણ તે સિવાય બીજી ચીજનો હું આદર-વિનય કરતો નથી. લ્યો, આવી વાત છે. કેમ પૂજું છું? “કે જેથી ઊંચા તરંગોવાળા સમુદ્રને પણ (-દુસ્તર સંસારસમુદ્રને પણ) બે ભુજાઓથી તરી જાઉં.” અહા! અગાધ સંસારસમુદ્રમાં-ચોરાસીના અવતારમાં ભવના લોઢ ઉછળે છે. કીડા, કંથવા, કાગડા, કૂતરા, મનુષ્ય, નારકી ને દેવ આદિ એ બધાના-ચતુર્ગતિમાં રખડવાના ભવના હિલોળા ઊઠે છે. અહા ! આવા ઊંચા તરંગોવાળો સમુદ્ર છે તોપણ કહે છે હું બે ભુજાઓથી તરી જાઉં છું. જુઓ આ મુનિરાજની ભાવના! મતલબ કે હું સમ્યગ્દર્શન અને સમ્યગ્વારિત્ર-એ બે દ્વારા તરી જવાનો છું. અહા! જેવા હું ભગવાનને માનું છું તેવો જ મેં મારા આત્માને ભાળ્યો છે ને માન્યો છે. તેથી તેમાં લીન થઈ હું તરી જવાનો છું. અહા ! જેવો હું અંદર પૂર્ણ જ્ઞાનાનંદસ્વરુપે છું એવો મેં મારા આત્માને જાણ્યો છે, અનુભવ્યો છે, અને તે ( અભ્યાસ) દ્વારા હું તરી જઈશ. અહા! ભગવાન અર્હત વ્યવહારે મારી શ્રદ્ધામાં છે, અને અંતરંગ નિજસ્વરૂપની શ્રદ્ધા છે, તો તે દ્વારા હું તરી જવાનો છું એમ ભાવના વ્યક્ત કરે છે. અહા! વ્યવહાર-નિમિત્તથી એમ જ આવે કે નિશ્ચય ને વ્યવહાર-એમ બે મોક્ષના કારણ છે. તો કહે છે બે ભુજાઓથી હું અગાધ સંસારસમુદ્રને તરી જઈશ. દરિયામાં બે હાથે તરે છે ને? તો અહીં કહે છે સંસારસમુદ્રને હું બે ભુજાઓથી તરી જાઉં. અહા ! ૮૪ના અવતારનું કારણ તો મિથ્યાત્વ ને રાગદ્વેષ છે. પણ તેઓ મારામાં (–આત્મામાં) નથી એવો મેં મને (–શુદ્ધાત્માને ) માન્યો છે, ને હવે તેમાં જ સ્થિરતા વડે હું તરી જાઉં-એમ નિશ્ચિતપણે ભાવના કરે છે. સમજાય છે કાંઈ....? તો હું તરી જઈશ કે નહિ એમ શું ભગવાનને પૂછવું ના પડે ? ના; (શું કામ પૂછે?) જેવો ભગવાનનો આત્મા છે તેવો જ પોતાનો ભગવાન આત્મા અંદર પુણ્ય-પાપના વિકલ્પથી પાર ને દેહથીય ભિન્ન છે એમ અનુભવ્યો છે, ને એવા અનુભવથી હું તારી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ [ નિયમસાર પ્રવચન જઈશ એમ નિશ્ચય થયો છે તો પછી શું કામ પૂછે? અરે, ચોરાસીના અવતારમાં એ ગોથાં ખાય છે. ત્યાં કાંઈક અનુકૂળતા થતાં “હું પહોળો ને શેરી સાંકડી” એમ અભિમાન ચઢે છે. પણ એ તો ધૂળેય નથી સાંભળને? તું પહોળો-મોટો થયો, પણ શેમાં? રખડવામાં બાપા ! એ બાહ્ય (અનુકૂળતાઓ ) તો પરવસ્તુ છે પ્રભુ! એ તો જડ છે, ને સંયોગે આવી છે તો વિયોગે ચાલી જશે. એ શું કામ આવે? જે ચીજ તારામાં નથી, તારી નથી તે શું કામ આવે? અહા ! આ શરીર, વાણી, લક્ષ્મી આદિ તારામાં નથી ને તું એમાં નથી, છતાં એ મારા છે ને હું એનો છું એ ભ્રમણામાં ન ભ્રમણામાં ભગવાન! તું ભવસમુદ્રમાં ગોથાં ખાય છે. ભારે વિચિત્રતા પ્રભુ! જુઓ, અહીં મુનિરાજ પોતે છબસ્થ છે, ને પંચમકાળના છે, તોય કહે છે બે ભુજાઓ વડે હું તરી જઈશ. બે ભુજા એટલે દર્શન ને ચારિત્ર; કેમકે તે બે તરવાનો ઉપાય છે. જ્યારે જ્ઞાન તો પ્રકાશે જ છે. અહા! જેવો ભગવાન અહૂતને આત્મા પરમાત્મદશાએ પ્રગટ થયો છે એવો જ મારો આત્મા શક્તિરૂપે પરમાત્મસ્વરૂપ છે એમ મેં અનુભવ્યું છે, મારી દષ્ટિમાં એની (-શુદ્ધાત્માની) ખબરું મને પડી છે. તેથી હવે, તરવા માટે મને હવે સ્થિરતા જ જોઈએ છે, અને તે (-સ્થિરતા ) વડે હું તરી જઈશ, ને સંસાર તરીને પાર કરીને હું મુક્તિમહેલમાં પહોંચીશ જ પહોંચીશ. લ્યો, આવો મુનિરાજને નિશ્ચય છે. અહા ! ચાર ગતિના અવતાર એ તો કલંક-કલંક છે. અમૃતનો સાગર એવા આત્માને આ ભારે કલંક છે. હું એ કલંકથી પાર થઈ મુક્તિને પામીશ એમ મુનિરાજ નિશ્ચય કરી ભગવાન નેમિનાથને વંદન કરે છે.. લ્યો, એ સાત ગાથા થઈ. આમાં દેવની વ્યાખ્યા થઈ, હવે આગમ કેવાં હોય તે કહેશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૮] ૧OG ગાથા - ૮ तस्स मुहुग्गदवयणं पुव्वावरदोसविरहियं सुद्धं । आगममिदि परिकहियं तेण दु कहिया हवंति तच्चत्था।।८।। પરમાત્મવાણી શુદ્ધ ને પૂર્વાપરે નિર્દોષ જે, તે વાણીને આગમ કહી; તેણે કહ્યા તત્વાર્થને. ૮. અન્વયાર્થ- [ તસ્ય મુક્વોત્તવનં] તેમના મુખમાંથી નીકળેલી વાણી કે જે [પૂર્વાપરવોષવિરહિતં શુદ્ધ ] પૂર્વાપર દોષ રહિત (–આગળપાછળ વિરોધ રહિત) અને શુદ્ધ છે, તેને [ ની મમ્ રૂતિ પરિથિતં] આગમ કહેલ છે; [ તેન તુ] અને તેણે [ તત્ત્વાર્થી] તત્ત્વાર્થો [wfથતા. ભવન્તિ] કહ્યા છે. ટીકાઃ- આ, પરમાગમના સ્વરૂપનું કથન છે. તે (પૂર્વોક્ત) પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલ ચતુર વચનરચનાનો વિસ્તાર-કે જે “પૂર્વાપર દોષ રહિત છે અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી પાપસૂત્રની માફક હિંસાદિ પાપક્રિયાશૂન્ય હોવાથી “શુદ્ધ' છે તે-પરમાગમ કહેવામાં આવેલ છે. તે પરમાગમે-કે જે (પરમાગમ ) ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી (ખોબાથી) પીવાયોગ્ય અમૃત છે, જે મુક્તિસુંદરીના મુખનું દર્પણ છે (અર્થાત્ જે પરમાગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે), જે સંસારસમુદ્રના મહા વમળમાં નિમગ્ન સમસ્ત ભવ્ય જનોને હસ્તાવલંબન (હાથનો ટેકો) આપે છે, જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો *શિખામણિ છે, જે કદી નહિ જોયેલા (–અજાણ્યા, અનનુભૂત, જેના ઉપર પોતે પૂર્વે કદી ગયેલો નથી એવા) મોક્ષ-મહેલનું પ્રથમ પગથિયું છે અને જે કામ ભોગથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત રાગરૂપ અંગારાઓ વડે શેકાતા સમસ્ત દીન જનોના મહાકલેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ (–પાણી ભરેલું વાદળું) છે, તેણેખરેખર સાત તત્ત્વો તથા નવ પદાર્થો કહ્યાં છે. એવી જ રીતે (આચાર્યદવ) શ્રી સમતભદ્રસ્વામીએ (રત્નકાંડશ્રાવકાચારમાં ૪૨ મા શ્લોક દ્વારા) કહ્યું છે કે: (માર્યા) “अन्यूनमनतिरिक्तं याथातथ्यं विना च विपरीतात्। निःसन्देहं वेद यदाहुस्तज्ज्ञानमागमिनः।।" [ શ્લોકાર્ચ- ] જે ન્યૂનતા વિના, અધિકતા વિના, વિપરીતતા વિના યથાતથ વસ્તુસ્વરૂપને નિઃસંદેહપણે જાણે છે એમ (સર્વશદેવોએ) કહ્યું છે, તે આગમીઓનું જ્ઞાન (–આગમદ્વારા થતું સમ્યજ્ઞાન) કહે છે.” * શિખામણિ = ટોચ ઉપરનું રત્ન ચૂડામણિ, કલગીનું રત્ન. (પરમાગમ સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખામણિ સમા છે, કારણ કે પરમાગમનું તાત્પર્ય સહજ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા છે.) ૧. આગમીઓ = આગમવતો; આગમના જાણનારાઓ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦ [નિયમસાર પ્રવચન [હવે આઠમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા જિનવાણીને-જિનાગમને વંદન કરે છેઃ ] (હરિની) ललितललितं शुद्धं निर्वाणकारणकारणं निखिलभविनामेतत्कर्णामृतं जिनसद्वचः। भवपरिभवारण्यज्वालित्विषां प्रशमे जलं प्रतिदिनमहं वन्दे वन्द्यं सदा जिनयोगिभिः । । १५ ।। [ શ્લોકાર્થ:- ] જે (જિનવચન ) ‘લલિતમાં લલિત છે, જે શુદ્ધ છે, જે નિર્વાણના કારણનું કારણ છે, જે સર્વ જીવોના કર્ણોને અમૃત છે, જે ભવભવરૂપી અરણ્યના ઉગ્ર દાવાનળને શમાવવામાં જળ છે અને જે જૈન યોગીઓ વડે સદા બંધ છે, તે આ જિનભગવાનનાં સદ્દવચનને (સમ્યક્ જિનાગમને ) હું પ્રતિદિન વંદું છું. ૧૫. ગાથા ૮: ટીકા ઉ૫૨નું પ્રવચનઃ ‘આ, પરમાગમના સ્વરૂપનું કથન છે.’ અહા! પરમાગમ નામ સિદ્ધાંતશાસ્ત્ર કોને કહેવાં તેના સ્વરૂપનું આ કથન છે. દેવ કોને કહેવા તેની વ્યાખ્યા (૭મી ગાથામાં ) આવી ગઈ; હવે આગમ-સુશાસ્ત્રની વ્યાખ્યા કરે છે. જુઓ, અહીં પરમાગમ શબ્દ વાપર્યો છે હોં. ‘તે (પૂર્વોક્ત) પરમેશ્વરના...' જુઓ, ગાથામાં-પાઠમાં પહેલો શબ્દ તસ્સ છે ને ? તો, તેનો અર્થ કર્યો કે ‘તે પરમેશ્વરના' અર્થાત્ આવા અરિહંત સર્વજ્ઞદેવ કે જેમને જ્ઞાનાદિ દિવ્યશક્તિ પર્યાયમાં પ્રગટ થઈ ગઈ છે તેમના..; અહાહા...! બધા જ આત્મા શક્તિએ દિવ્યશક્તિવાળા દેવ છે, પણ અંતરના ધ્યાન દ્વારા જેમણે તે શક્તિની પૂર્ણ વ્યક્તતા પ્રગટ કરી છે એવા પરમેશ્વર અદ્વૈતદેવના...એમ વાત છે. સમજાણું sis...? = અહાહા...! કહે છે-‘ તે (પૂર્વોક્ત ) પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલ...' જુઓ, મુખમાંથી વાણી નીકળેલ છે એમ સમજાવવા કહ્યું છે હોં, કેમકે લોકો એ રીતે સમજે છે; બાકી ભગવાનની વાણી તો એવી હોય છે કે હોઠ હલે નહિ–બંધ હોય, કંઠ ધ્રુજે નહિ, ને સર્વાંગે ‘ૐૐ’ એવો ધ્વનિ-ગર્જના ઊઠે. આપણે બોલીએ છીએ એવી મુખ દ્વારા તેમને ભાષા હોય નહિ. આવી ઓધ્વનિને પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલ છે એમ કહ્યું છે. માણસને વાણી મુખમાંથી નીકળે છે એમ લોકો જાણે છે ને? તેથી ‘પરમેશ્વરના મુખકમળમાંથી ' વાણી નીકળેલ છે એમ અહીં કીધું છે. અહા! આવી સર્વાંગે ઊઠેલી ૫રમેશ્વરની ઓધ્વનિને આગમ કહે છે. પણ અજ્ઞાનીઓ આગમનું નામ આપી પોતાની કલ્પનાથી પુસ્તક બનાવે તે કાંઈ આગમ કહેવાય નહિ. ૨. લલિતમાં લલિત અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવાં; અતિશય મનોહર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૮] ૧૧૧ તો, અહીં કહે છે પૂર્વે કહેલા એવા “પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલ ચતુર વચનરચનાનો વિસ્તારતે આગમ છે, “કે જે પૂર્વાપર દોષ રહિત છે.' અહા ! પહેલાં કાંઈક કહ્યું હોય ને પછી કાંઈક ( વિરુદ્ધ) કહે એવો દોષ ભગવાનની વાણીમાં હોતો નથી. અહા ! ભગવાનની વચનરચના પૂર્ણ વિવેકયુક્ત ચતુર હોય છે અને પહેલાંનાં ને પછીનાં-બધાંય વચનો મેળવાળાં અવિરુદ્ધ હોય છે. પૂર્વાપર એટલે પહેલાંનાં ને પછીનાં વચનોમાં વિરુદ્ધતા હોય એવો દોષ ભગવાનની વાણીમાં હોય જ નહિ. વળી, કહે છે “અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી પાપસૂત્રની માફક હિંસાદિ પાપક્રિયાશૂન્ય હોવાથી “શુદ્ધ” છે...' , અહા ! પાપસૂત્ર એટલે શું? કે જેમાં મારવાનાં, લડાઈનાં ઇત્યાદિ હિંસાદિનાં વચનો છે એ બધાં પાપસૂત્રો છે, જ્યારે ભગવાનની વાણી એવી પાપક્રિયાથી શૂન્ય છે. કેમ? કેમકે ભગવાનને રાગનો અભાવ છે, ભગવાન પરમ વીતરાગ છે. આ રીતે હિંસાદિ પાપક્રિયાશૂન્ય હોવાથી પરમાગમ શુદ્ધ' છે. એ વચનો-પરમાગમ શુદ્ધ છે, નિર્દોષ છે એમ કહે છે. અહાહા....! શુદ્ધતાને બતાવનારાં અને શુદ્ધતામાંથી નીકળેલાં વચનો “શુદ્ધ' છે; કેમકે તેમાં શુદ્ધતા નિમિત્તરૂપે છે ને? ભાઈ, વાણી તો વાણીના કારણે નીકળે છે. પણ એ 38 ધ્વનિ ઊઠે છે એમાં પૂર્ણ શુદ્ધ પરમાત્મદશા નિમિત્ત છે. અહા ! તે વાણી પાપક્રિયાશૂન્ય હોવાથી, અહીં કહે છે, શુદ્ધ છે; અર્થાત્ પરમેશ્વરની એવી વાણી નિર્દોષ છે અને તે પરમાગમ છે. એ જ કહે છે – ... પાપસૂત્રની માફક હિંસાદિ પાપક્રિયાશૂન્ય હોવાથી “શુદ્ધ” છે તે–પરમાગમ કહેવામાં આવેલ છે.' અહાહા...! જે વાણી શુદ્ધ-નિર્દોષ છે તેને પરમાગમ કહેવામાં આવે છે. પરંતુ પૂર્વાપર વચનોમાં વિરુદ્ધતા હોય એવાં દોષવાળાં કથનો જેમાં હોય તે આગમ-પરમાગમ નથી. અરે! એને આગમની ઓળખાણ કરવી જોઈશે ને? ભગવાન અહંતનાં વચનો કેવાં છે? ક્યાં છે? એ જાણવું જોઈશે ને? (કેમકે નિજ પ્રયોજનની સિદ્ધિમાં પરમાગમ નિમિત્ત છે ). હવે કહે છે-“તે પરમાગમે-કે જે (પરમાગમ) ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી (ખોબાથી) પીવાયોગ્ય અમૃત છે.” આ તૃષા લાગે તો પાણી પીવે છે ને? તેમ સંસારની તૃષા ટાળવી શમાવવી હોય તો...(આ પરમાગમ પીવાયોગ્ય અમૃત છે). અરે! મૂઢ અજ્ઞાનીઓ બિચારા ચાર ગતિમાં બની રહ્યા છે, દુઃખની હોળીમાં ભડકે સળગી રહ્યા છે! પ્રશ્નઃ શું આ પૈસાવાળા પણ દુઃખી છે? લોકો તો તેમને સુખી કહે છે? ઉત્તર: હા; એ પૈસાવાળો કહેવાય છે ને? તો, એ તો “વાળો' થયો, એને “વાળો” નીકળ્યો. અહા ! એક “વાળો” (“વાળો' રોગ છે) નીકળે ત્યાં તો રાડ પાડી જાય છે, જ્યારે આ તો પૈસાવાળો, બાયડીવાળો, ઘરવાળો, છોકરાંવાળો, આબરૂવાળો-અધધધ! કેટલા “વાળા” એને વળગ્યા? એને કેટલું દુ:ખ? વળી, “વાળો” નો અર્થ તો એ છે કે એ એના (-જીવના) નથી, છતાં “એ-વાળો” હું છું એમ માની બિચારા ભ્રમણામાં ને ભ્રમણામાં મહાદુઃખી થાય છે, દુઃખની હોળીમાં બળે છે. તેથી તો કહે છે-આ ભગવાને કહેલાં પરમાગમ ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી પીવાયોગ્ય અમૃત છે. પીવા માટે ખોબામાં બે હાથ હોય છે ને? તેમ સાંભળવા માટે બે કાન હોય છે. તો, આ પરમાગમ બે કાનરૂપી ખોવાથી પીવાયોગ્ય અમૃત છે. લ્યો, ભગવાનની વાણીને-પરમાગમને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ [નિયમસાર પ્રવચન અમૃત કહ્યાં છે. શ્રીમદે પણ કહ્યું છે ને કે “વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.' અહો ! પરમ શાંતરસથી ભરપૂર એવી વીતરાગની વાણી અમૃત છે. અહા! ભવરોગનું ઔષધ છે. પણ અરે! એ વાણી કાયરને-વીર્યહીન પુરુષોને-હીજડાઓને-રુચતી નથી, બેસતી નથી. અહા ! વીરની વાણી વીર્યને જગાડનારી છે. જાગ રે જાગ પ્રભુ ! તું તો આનંદનો નાથ છો, ચૈતન્ય મહાપ્રભુ છો; છતાં આનંદને તું ક્યાં ગોતવા ગયો? આ શું થયું છે તને ? અહા ! આવી ચેતનવંતી ભગવાનની વાણી ભવ્યજીવોએ કર્ણરૂપી અંજલિથી-ખોબાથી (ભરીભરીને) પીવાયોગ્ય અમૃત છે. તો આપ એક કોર કહો છો-ભગવાનની વાણી સાંભળવામાં રાગ થાય છે ને તે દુઃખ છે તે કેવી રીતે? હા, સોગાનીજીમાં (દ્રવ્યદષ્ટિ ભાગ ૩માં) એમ આવે છે. સોગાનીજી કલકત્તાના રહેવાસી હતા. મોટા લાખોપતિ ગૃહસ્થ હતા. છતાં અહીં (સોનગઢમાં) સં. ૨૦૦૨ની સાલમાં આત્મજ્ઞાન પામ્યા હતા. એમનું લખાણ (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ) બહુ ઝીણું છે. તેઓ કહે છે–વીતરાગની વાણી અને ગુરુની વાણી સાંભળતાં રાગ થાય છે, અને રાગ છે તે દુઃખ છે, દોષનું કારણ છે. જ્યારે અહીં કહે છે–વીતરાગની વાણી પીવાયોગ્ય અમૃત છે. બંને વાત બરાબર છે. એ કેવી રીતે? કઈ અપેક્ષાએ? જુઓ, વાણી તરફ લક્ષ છે ત્યાં સુખી વિકલ્પ-રાગ છે. તો એ અપેક્ષાએ વાણી સાંભળતા દુઃખ થાય છે એવી સોગાનીજીની વાત બરાબર છે. બાકી, વાણીમાં ઉપાદેય શું કહેવા માગે છે એ ધ્યાનમાં લઈ પોતાના લક્ષે સમજવાની દરકાર હોય તો એ સુખરૂપ છે. અર્થાત્ વાણી ને રાગને ગૌણ કરી પોતાના લક્ષે સાંભળે તો તેને એ અમૃત જેવું ફળ આપે છે એમ અહીં કહે છે. સમજાણું કાંઈ...? અહા ! અજ્ઞાનીને તો અપેક્ષા સમજ્યા વિના મુંઝવણ જ મુંઝવણ છે. ભાઈ, જ્યાં જે અપેક્ષાથી વાત હોય તે યથાર્થ સમજવી જોઈએ. અહાહા...! કહે છે પરમાગમ-ભગવાનની વાણી કર્ણરૂપી ખોબા વડે પીવાયોગ્ય અમૃત છે. પણ માળો એના વેપારના ચોપડા જોવા આડે નવરો થાય ત્યારે ને? જિનવાણી સાંભળવામાં એને નવરાશ નથી. મગજના ફાટેલા કહે છે-હુમણાં તો વ્યવસાયમાં એવા ગુંચાઈ–ગુંથાઈ ગયા છીએ કે મરવાનીય ફુરસદ નથી. ઠીક ભાઈ ! હવે મરી જઈશ ત્યારે આ બધુંય પડયું રહેશે. એમાં છે શું? એ ઝેરના પ્યાલા પ્રભુ! હવે ઝેર પીવે છે તો આ અમૃત પી ને? જુઓ, ત્રણ જ્ઞાનના ધારી એકાવતારી ઇન્દ્રો પણ વાણી સાંભળવા ભગવાન પાસે આવે છે. સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર શક્રેન્દ્ર છે ને? તે ૩ર લાખ વિમાનનો સ્વામી છે, અને કેટલાક વિમાનમાં તો અસંખ્ય દેવ છે. અહા! તે ઇન્દ્ર અને ઇન્દ્રાણી શચી-કે જેઓ બંને એકાવતારી છે, એક મનુષ્યનો ભવ કરીને તે ભવે મોક્ષ જવાનાં છે-તેઓ પણ ભગવાનની વાણી સાંભળે છે. અહા ! સૌધર્મ દેવલોક છે હોં. એ લોજિકથી-ન્યાયથી સિદ્ધ થાય એવી વાત છે, કાંઈ એમ ને એમ માની લેવું એમ વાત નથી. પણ અહીં ચાલતા વિષયમાં તેની સિદ્ધિ કરવા જાય તો વિષય આગળ ચાલે નહિ. અહા ! તો એ સૌધર્મ સ્વર્ગનો ઇન્દ્ર કે જેને ત્રણ જ્ઞાન છે ને એકાવતારીપણું છે તે પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૮] ૧૧૩ ભગવાનની વાણી સાંભળવા આવે છે. અહા! મહાવિદેહ ક્ષેત્રમાં પરમાત્મા સાક્ષાત્ બિરાજે છે, તેમને પ્રત્યક્ષ સાંભળવા ઇન્દ્ર ત્યાં જાય છે. અહીં ! અમૃતરૂપ વાણીને કોણ સાંભળવા ન જાય? અરે! મૂઢ અજ્ઞાની નામું કરવામાં (લખવામાં) રાતના દસ-અગિયાર વગાડે, પણ આ સાંભળવા વખત મેળવે નહિ. મજૂર છે ને મોટો? પાંચ-દસ લાખની પેદાશ થાય ત્યાં રાજી-રાજી થઈ જાય. પણ એમાં શું છે? એ તો ધૂળેય પેદાશ નથી સાંભળ ને? એ બધી બહારની અનુકૂળતાઓ તો સોજા” છે બાપુ! એ “સોજા” સમાશે ને, ત્યારે રાડ નાખી જઈશ. અહીં મુનિરાજ કહે છેભગવાનની વાણી-પરમાગમ પીવાયોગ્ય અમૃત છે, ને તું પીતો નથી? પીવા નવરો થતો નથી? વળી, કહે છે-“જે મુક્તિસુંદરીના મુખનું દર્પણ છે (અર્થાત જે પરમાગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે)...' અહાહા..! ભાઈ, તારી પરમસુખની પ્રાપ્તિરૂપ મોક્ષદશા કેવી હોય તે ભગવાનની વાણી બતાવે છે. અહીં ભગવાન! અનાદિથી તું સંસારદશામાં-મિથ્યાત્વસહિત રાગદ્વેષમોહરૂપ દુર્દશામાં-ઝરમાં ખુંચી ગયો છો. તો એવા તને જેમાં અમૃતનો સાગર પૂર્ણ પ્રગટ થાય છે એવી પરમાનંદમય મોક્ષદશાને ભગવાનની વાણી બતાવે છે અર્થાત દર્પણની જેમ પરમાગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે. પ્રશ્ન: તો શું એમાં બંધની-બંધનની વાત નથી હોતી? ઉત્તરઃ પરમાગમ તો, ભાઈ, મુખ્યપણે મુક્તિની-મુક્તપણાની વાત બતાવે છે, ને તેમાં જે બંધનની–બંધપણાની વાત આવે છે તે તો જાણવા માટે છે એમ કહેવું છે. અહા ! જીવ છૂટો કેમ થાય? તેની મુક્તિ કેમ થાય? ને મુક્તિ કેવી હોય ઇત્યાદિ સ્વરૂપ ભગવાનનું પરમાગમ બતાવે છે. અહા ! ભગવાન આત્મા વસ્તુ તરીકે સદાય વીતરાગસ્વભાવે બિરાજે છે; છતાં પણ તેની પર્યાયમાં-અવસ્થામાં તે રાગ ને દેહના એકત્વમાં પડ્યો છે જે સંસાર છે, દુઃખ છે, બંધ છે. તો ભગવાનની વાણી આ દુઃખથી ને બંધથી મુક્ત કેમ થવાય તે દર્શાવે છે. અહા! બંધનથી કેમ છૂટવું, ને છૂટેલાની દશા કેવી હોય તે આગમભગવાનનું પરમાગમ બતાવે છે. ભગવાનના પરમાગમ સિવાય એવી વાત બીજે ક્યાંય નથી. અહીં ! રાગ કરો, પુણ્ય કરો જેથી એના ફળમાં સ્વર્ગ મળશે એવી વાત ભગવાનની વાણી ન બતાવે. અંતર્મુખ થઈ વીતરાગતા પ્રગટ કર કે જેથી તેના ફળમાં મુક્તિ થાય એ જ પ્રયોજન ભગવાનની વાણી પ્રગટ કરે છે. સમજાણું કાંઈ...? હવે કહે છે-“જે સંસારસમુદ્રના મહા વમળમાં નિમગ્ન સમસ્ત ભવ્ય જનોને હસ્તાવલંબન (હાથનો ટેકો) આપે છે.' જોયું? સંસારસમુદ્ર અગાધ છે, ને તેના મહા વમળમાં અર્થાત્ ૮૪ના અવતારોની પરંપરામાં એ ફસાયેલો પડ્યો છે. અરે! અનાદિથી ભગવાન આત્મા ભવસમુદ્રના ભારે વમળમાં ફસાયેલો છે. અરે ! કીડા, કંથવા, કાગડા, કૂતરા ને નિગોદ પયંતના... જુઓ તો ખરા! અરરર! એણે કેવા કેવા ભવ કર્યા છે! થોરની એક નાની કટકીમાં અનંત જીવ છે. પણ આ કોણ માને? (માને કે ન માને; ) એવડામાં અનંતા જીવ છે અને તે પ્રત્યેક જીવ અનંતકાળથી રખડે છે. આવા સંસારના મહાવમળમાં પડેલો એવો તું પણ ભગવાન! અનંતકાળથી રખડે છે. અહા ! એનો આવો રખડવાનો બહુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૧૧૪ લાંબો (–અનંતો ) કાળ છે ભાઈ! અહા! આવું જેના જ્ઞાનમાં પ્રતિભાસ્યું તે જ્ઞાન કેવડું મોટું? અહા! એક નાની બટાટાની કટકીમાં અનંતા જીવ, પ્રત્યેકના અનંત ભવ, અને વર્તમાન અનંત દુ:ખમાં પ્રત્યેક ડૂબેલો છે. અહા! આવું બધું જેના જ્ઞાનમાં-જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ્યું તે જ્ઞાનની દશા કેવડી મોટી ? અહા ! એવીએવી ( –કેવળજ્ઞાનની) અનંત-અનંત દશાઓ જેના ગર્ભમાં પડેલી છે એવો તું ભગવાન આત્મા છો પ્રભુ ! અહીં કહે છે– સંસારસમુદ્રના મહા વમળમાં...' અહા ! દરિયામાં વમળ થાય છે ને? તો, તેમાં જો વહાણ ફસાઈ જાય તો તે ચક્રાવે ચઢે છે. પછી વમળ છૂટે તો વહાણ છૂટે. તેમ ૮૪ના અવતાર એ સંસારસમુદ્રમાં મહા વમળ છે. અહાહા...! એમાં ફસાયેલો જીવ જુઓને! રાજા મરીને ભુંડ થાય, ભુંડ મરીને નારકી થાય, નારકી મરીને રાજા થાય, કીડી મરીને હાથી થાય અને હાથી મરીને નરકે જાય-એમ ચક્રાવે-ભવચક્રના ચક્રાવે ચઢે છે. અહા! આમ જે સંસારસમુદ્રના મહા વમળમાં નિમગ્ન છે એવા સમસ્ત ભવ્ય જીવોને, કહે છે, વીતરાગનાં, ૫૨માગમ હસ્તાવલંબન-હાથનો ટેકો-આપે છે. મહા વમળમાંથી છૂટવા ઉધમ તો પોતે (ભવ્ય જીવ) કરે છે, પણ તેને ટેકો આપનાર-નિમિત્ત પરમાગમ છે એમ કહે છે. લ્યો, આ આગમની વ્યાખ્યા છે, અર્થાત્ આવું ૫૨માગમ હોય છે. વળી, ‘જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ છે...’ અહાહા...! શું કીધું આ? કે પરમાગમ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણ અર્થાત્ ચૂડામણિ-ટોચ ઉ૫૨નું કલગીનું રત્ન છે. પહેલાં કહ્યું કે પરમાગમ મુક્તિને બતાવનાર છે (એ જ્ઞાનની વાત કરી ); હવે વૈરાગ્યની વાત કરે છે. કહે છે-૫૨માગમ વૈરાગ્યરસથી ઉત્કૃષ્ટ ભરપુર છે. તે બહારથી ઉદાસીન કરી ત્યાંથી પાછા વળવાની વાત કરે છે. અરે ભગવાન! તું કોણ છો કયા ગયો છો ? હવે રાગ-દ્વેષ ને પુણ્ય-પાપથી પાછો વળ, કેમકે એ તો દુ:ખનો દાવાનળ છે; એમાં તું બળી રહ્યો છો પ્રભુ! તો શું આ શ્રીમંતોય દુઃખી છે? અરે, એને તો ( તૃષ્ણાની ધગધગતી) હોળી સળગતી હોય છે; એને ધૂળેય સુખ નથી સાંભળને હવે. સુખ તો બહારથી પાછા વળવામાં છે. ક્યાં? નિજ ચૈતન્યમય આત્મામાં. લ્યો, આ પરમાગમનું તાત્પર્ય. સહજ વૈરાગ્યરસની ઉત્કૃષ્ટતા એ પરમાગમનું તાત્પર્ય છે. અહા! તું બધેથીસંયોગથી, રાગથી ને પર્યાયથી પાછો વળ, ને ત્યાંથી ખસીને અંદર આવ કે જ્યાં તારાં ભરપુર ચૈતન્યનિધાન પડયાં છે. આ રખડવામાં ક્યાં રહ્યો છો ?-આમ ભગવાનની વાણી પરથી વૈરાગ્યઉદાસીનતા જગાડે છે. અહા! વીતરાગની વાણી-૫૨માગમ-કોને કહીએ ? કે જે ચાર ગતિના (દુઃખના ) વેગમાં તણાઈ રહ્યા છે એવા જીવોને ત્યાંથી પાછા વાળે ને નિજાનંદસ્વરૂપમાં સ્થાપિત કરે-સ્થિર કરે એનું નામ ૫૨માગમ છે. ‘ સહજ વૈરાગ્યરૂપી...' એમ ‘સહજ’ શબ્દ છે ને? એટલે કે આ સ્મશાન વૈરાગ્ય હોય છે એ નહિ, પણ ઉદાસીનતારૂપ સ્વાભાવિક વૈરાગ્યની વાત છે. અહા ! ૨૦ વર્ષનો જુવાન–જોધ દીકરો મરી જાય ને ત્યારે જરા વૈરાગ્ય થઈ જાય છે એ સ્મશાન વૈરાગ્ય છે જ્યારે આ તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૮] ૧૧૫ સહજ-સ્વાભાવિક વૈરાગ્યની વાત છે. એટલે શું? કે આ નિમિત્ત, રાગાદિ ભાવો ને એક સમયની પર્યાય તે તારું સ્વરૂપ નથી, તું એમાં નથી, ને તારામાં એ નથી; માટે ત્યાંથી પાછો વળી જા, ને નિજ પરમાત્મસ્વરૂપમાં-આનંદસ્વરૂપમાં સ્થિર થા. લ્યો, આમ પરમાગમ જીવોમાં સહુજ વૈરાગ્યરસનું સિંચન કરે છે. અહો ! ભગવાનની વાણી ઉત્કૃષ્ટ વૈરાગ્યરસના ધોધ વહાવી જીવોને પરથી ઉદાસ કરીને સ્વમાં સમાવી દે છે. અહા ! વીસ-વીસ વર્ષના રાજકુમારો.... , આ શ્રીકૃષ્ણના ભાઈ ગજસુકુમાર લ્યોને ! તેમણે જ્યાં ભગવાનની વાણી સાંભળી ત્યાં તેઓ એકદમ ઉદાસ-ઉદાસ થઈ ગયા. દીક્ષા માટે માતા પાસે રજા માગવા લાગ્યા કે માતા! મને હમણાં જ રજા આપ. મારો આનંદનો નાથ કે જે મારી પાસે છે ને જે મેં જાપ્યો છે, હવે હું ત્યાં જવા માગું છું. બા ! હવે સંસારથી બસ છે. રાગ ને રાગના ફળમાં હવે હું ન રાચું, બા! માડી મોરી રે હવે નહિ રાચું આ સંસારમાં” અહા ! પરથી ભિન્ન, શરીરથી ભિન્ન ને રાગથીય ભિન્ન મારું પૂર્ણાનંદમય ચૈતન્યધામ છે ત્યાં હવે હું જવા માગું છું, બા ! પ્રવચનસારમાં પણ આવે છે ને કે વૈરાગ્યરસ તીવ્ર વધી જતાં દીક્ષાર્થે ભવ્ય જીવ બંધુવર્ગ, માતપિતા ને પત્ની-એ બધાની રજા માગે છે. અહા ! પરમાગમમાં બધું ભર્યું છે ભાઈ ! એક રખડવું થાય એવો ભાવ એમાં નથી. તો પ્રવચનસારમાં (૨૦) ગાથા) એ વાત આવે છે. જુઓ ! “અહો આ પુરુષના શરીરથી રમણીના આત્મા! આ પુરુષના આત્માને તું રમાડતો નથી. એમ નિશ્ચયથી તું જાણ.” જુઓ, શું કીધું? એમ કે તે શરીરની રમણી છો, ને હું તો આત્મા છું તો તું મને-આત્માને રમાડી શકે? ન રમાડી શકે; કેમકે હું તો આનંદમાં રમું એવો આત્મા છું, એ કાંઈ આ શરીરમાં-ધૂળમાં રમે એવો નથી. તેથી આ આત્માને તું છોડ.' અહાહા....! “જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે સ્વાનુભૂતિરૂપી જે પોતાની અનાદિ રમણી તેની પાસે જાય છે.” અહા! હવે તું નહિ પણ સ્વાનુભૂતિ-મારા આનંદનો અનુભવ-એ મારી રમણી છે, અને તેની પાસે હું જાઉં છું. જુઓ, આ સહુજ વૈરાગ્ય ! એવી રીતે બંધુવર્ગની રજા લે છે કે-હે બંધુ! તું નહિ પણ મારો આત્મા કે જે મારો પોતાનો અનાદિ બંધુ છે તેની પાસે હું જવા માગું છું. એમ પછી માતાની રજા લે છે કે-હે માતા! હે જનની ! તેં આ આત્માને જન્મ આપ્યો નથી. તું તો આ પુરુષના શરીરની જનની છો એમ નિશ્ચયથી તું જાણ. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જનક તેની પાસે જાય છે, માટે આ આત્માને તમે છોડો. સમજાણું કાંઈ....? એમ બધાની એમાં વાત છે. ભાઈ, શાસ્ત્રમાં શું ન હોય ? વળી કહે છે-“જે કદી નહિ જોયેલા (–અજાણ્યા, અનનુભૂત, જેના ઉપર પોતે પૂર્વે કદી ગયેલો નથી એવા) મોક્ષ-મહેલનું પ્રથમ પગથિયું છે.' અહાહા..! પરમાત્મા કેવળી ભગવાન શું કહે છે? અર્થાત્ પરમાગમ શું કહે છે?–તે જાણવું, તે મોક્ષના મહેલનું પ્રથમ પગથિયું છે. અહા ! આગમ-પરમાગમમાં હેય-ઉપાદેય તત્ત્વો જે કહ્યાં છે તે જાણ્યા સિવાય મોક્ષમાર્ગમાં એક ડગલું પણ ક્યાંથી ભરાય? ન ભરાય. તેથી પરમાગમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ | નિયમસાર પ્રવચન એ મોક્ષ-મહેલનું પહેલું પગથિયું છે. હવે કહે છે અને જે કામ ભોગથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત રાગરૂપ અંગારાઓ વડે શેકાતા સમસ્ત દીન જનોના મહાકાલેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ (પાણી ભરેલું વાદળું) છે.” અહા! જુઓ, આ શું કીધું? કે વિષયની વાસનાનો જે રાગ છે તે આગ-અંગારા છે. તે રાગરૂપી અંગારાથી બિચારા પ્રાણીઓ નિરંતર બળી રહ્યાં છે, સળગી રહ્યાં છે એમ કહે છે. અંદર છે? પુસ્તક સામે છે કે નહિ? છે. તો જુઓ, અંદર શું કહે છે? અહા ! જેમ અગ્નિમાં શક્કરિયું શેકાય છે તેમ બિચારા અજ્ઞાનીઓ અપ્રશસ્ત અને પ્રશસ્ત એવા રાગરૂપી અગ્નિમાં શેકાય છે. જો કે અહીં તો અપ્રશસ્ત-અશુભ રાગની જ વાત કરી છે, તથાપિ પ્રશસ્ત રાગ પણ આગ-અંગારા જ છે. તો, આ ભગવાનનું કહેવું પરમાગમ એવા શેકાતા સઘળા દીન જનોના મહાકાલેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ છે એમ કહે છે. અહાહા...! પાણી ભરેલું વાદળું છે હોં. અમથાં (પાણી વિનાનાં ) વાદળાં તો ઘણાં હોય, પણ એ નહિ; આ તો પાણી ભરેલું વાદળું (પરમાગમ ) છે એમ કહે છે. અહા ! એવા આગમે-તેણે -ખરેખર સાત તત્ત્વો તથા નવ પદાર્થો કહ્યાં છે.” લ્યો, આ ભગવાનની વાણીમાં શું નિરૂપણ છે એનો સાર કીધો. અહા! તીર્થંકર પરમાત્માના મુખકમળમાંથી નીકળેલી વાણી આગમ છે. અને સમ્યગ્દષ્ટિને તે આગમ-પરમાગમની યથાર્થ ઓળખાણ અને શ્રદ્ધાન હોય છે. અહા ! તે આગમની શ્રદ્ધાવાળા કેવા હોય છે તે હવે આધાર આપી વાત કરે છે. કહે છે “જે ન્યૂનતા વિના,..' અહાહા...! ભગવાને-કેવળી પરમાત્માએ જ કહ્યું છે તેનાથી ન્યૂનઓછું ન જાણવું જોઈએ. જે વસ્તુને (વસ્તુસ્વરૂપને) તેનાથી ઓછું જાણે તો તે જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર કે જેમણે યુગપતુ એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જોયા છે તેમની-ભગવાન અરિહંતની-શ્રદ્ધા પહેલાં કરી, અને હવે એમની વાણી કેવી હોય તેનાં જ્ઞાન-શ્રદ્ધાન કરવાની વાત છે. તો, કહે છે, વાણીનું જ્ઞાન કરનારી વસ્તુને ન્યૂન-ઓછું જાણે એમ હોય નહિ. ભગવાને કહ્યું હોય કાંઈ ને તેનાથી ઓછું માને તો તે મિથ્યાદષ્ટિ છે. સમજાય છે કાંઈ..? બહુ આકરી વાત! વળી, કહે છે-અધિકતા વિના.' અહા ! વસ્તુ કહી છે તેનાથી અધિક પણ જાણે નહિ. અહા ! ભગવાને કહ્યું હોય તેનાથી આ (-સમ્યગ્દષ્ટિ) અધિક કહે એમ કદી હોય નહિ. પણ જેને આ (આગમ જાણવાની) ગરજ જ નથી એનું શું કહેવું? એ તો બાપા! ચોરાસીના અવતારમાં ચાર ગતિમાં રખડી મરશે. વળી, કહે છે-(જે) “વિપરીતતા વિના યથાતથ વસુસ્વરૂપને નિ:સંદેહપણે જાણે છે એમ (સર્વશદેવોએ) કહ્યું છે...' અહા! શું કહ્યું આ? કે ભગવાને વસ્તુસ્વરૂપ કહ્યું છે તેને ધર્મી જીવ યથાતથ નિઃસંદેહપણે જાણે છે, વિપરીત જાણતો નથી. અહા ! જન્મ–જરા-મરણની પરિપાટી અનંતકાળથી તે કરી રહ્યો છે. હવે જેને જન્મ-મરણનાં દુઃખ ભારરૂપ લાગ્યો હોય, અર્થાત્ હું દુઃખી છું એમ જેને કઠતું હોય તો તેણે આ સમજવું પડશે; આ સમજવાયોગ્ય વાત છે પ્રભુ! અરે ! હું આનંદસ્વરૂપ છું છતાં મારો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૮] ૧૧૭ આનંદ મને નથી! શું છે આ?–એમ બહારમાં ક્યાંય આનંદ ભાસે નહિ, વર્તમાન હું દુ:ખી છું એમ બોજો લાગે તેને માટે આ સમજવાયોગ્ય વાત છે. પ્રતિકૂળ સંયોગ હોય તો દુ:ખી-એવી દુ:ખની વ્યાખ્યા નથી. પણ આત્માના સ્વભાવની વિપરીત માન્યતા તે જ મહા દુ:ખ ને મહા ઝેર છે; તેને જ મિથ્યાત્વ કહે છે. અહા! ભગવાને કહેલા વસ્તુતત્ત્વથી ઓછું, અધિક કે વિપરીત જાણે અને વિપરીત માને તે મિથ્યાત્વરૂપી ઝેર છે, અને તે વડે જ મૂઢ અજ્ઞાની જીવ દુઃખથી પીડાઈ રહ્યો છે. પણ અરે! એને કાંઈ ખબર નથી, ને દુઃખ લાગતું નથી ! શું થાય? હા, પણ અઢળક ધન હોય, શરીર સારું હોય તો એ સુખી છે કે નહિ? તેને દુઃખી કોણ કહે ? અરે ભાઈ! અજ્ઞાની મૂઢ જીવને સુખ શું છે? ને દુ:ખ શું છે?—એની ક્યાં ખબર છે? (એને કાંઈ સુધ-બુધ નથી.) અહાહા...! અંદર પરમાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે, તેના આનંદસ્વરૂપની નિરાકુળ દશાથી ઉલટી દશા તે દુ:ખ છે. પુણ્ય-પાપના ભાવ અને તેનાં ફળ મને ઠીક છે એવી દષ્ટિ તે વિપરીત દષ્ટિ છે, ને તે દુ:ખ છે. અહા! શું કીધું? કે આ પુણ્ય કરીશું ને એના ફળમાં સ્વર્ગે જાશું ને ત્યાં સુખ ભોગવશું આવી જે તારી દષ્ટિ છે તે મિથ્યારૂપ પાપની દષ્ટિ છે, દુઃખ-દષ્ટિ છે; કેમકે વિપરીત દષ્ટિ એ જ દુઃખ છે અને તે દુઃખના દાવાનળમાં અજ્ઞાની બળી રહ્યો છે. પણ તેને આ ખબર નથી. અહા ! સુખ જોઈતું હોય તો એને નક્કી તો કરવું પડશે ને કે આ વાણી પરમાગમ છે ને આ વાણી કલ્પિત છે? અહીં કહે છે-ભગવાનની વાણીથી ન્યૂન, અધિક કે વિપરીત ધર્માત્મા ન જાણે, પણ વસ્તુ યથાતથ નિઃસંદેહપણે જાણે. ભાઈ, ભગવાનની વાણીથી ન્યૂન-ઓછું, અધિક કે વિપરીત જાણે ને માને એ તો અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. અરે ! મૂળ વસ્તુ આખી પડી રહી (રહી ગઈ ) ને અજ્ઞાની બાહ્ય આચરણ ને ધર્મ માની કરવા લાગ્યો છે. પણ એ તો બધું ધૂળધાણી છે બાપા! અહા ! મિથ્યાત્વનું પાપ કેટલું કૂર ને ભયંકર છે એ લોકોને ખબર નથી. સાધારણ હિંસા કે રાગદ્વેષ કે ભોગાદિ તો એકલો ચારિત્રનો દોષ છે, જ્યારે આ મિથ્યાશ્રદ્ધાનો દોષ તો એવું મહાપાપ છે કે જે નરક-નિગોદના ભવ કરાવે છે. ભાઈ ! તને તેની ખબર નથી. અહા! ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ તીર્થંકરદેવે આત્માનું સ્વરૂપ, ધર્મ-અધર્મનું સ્વરૂપ અને દેવગુરુ-શાસ્ત્રનું સ્વરૂપ કહ્યું છે, અને તે વાણી પરમાગમ છે. તો કઈ વાણી ભગવાનની છે ને કઈ વાણી કલ્પિત છે એનો નિર્ણય એણે કરવો પડશે. અહા! ભગવાન તીર્થંકરદેવે જાતિ અપેક્ષા (લોકમાં) છ દ્રવ્ય જોયાં છે ને કહ્યાં છે. અને તેની સંખ્યા અનંત છે. તો, તેનું દરેકનું શું સ્વરૂપ છે? દ્રવ્યનું શું સ્વરૂપ છે? ગુણનું શું સ્વરૂપ છે? અને તેની પર્યાય-અવસ્થાનું શું સ્વરૂપ છે?–તે એણે જાણવું જોઈશે. માટે અહીં કહે “. વિપરીતતા વિના યથાતથ વસ્તુસ્વરૂપને નિઃસંદેહપણે જાણે છે એમ (સર્વદેવોએ) કહ્યું છે, તે આગમીઓનું જ્ઞાન (-આગમ દ્વારા થતું સમ્યજ્ઞાન) છે.' અહા ! આગમના જાણનારા સંતો-મુનિવરો તેને સમ્યજ્ઞાન કહે છે જે વસ્તુને યથાતથ નિઃસંદેહુ જાણે છે. અહા! આવું સમ્યજ્ઞાન આત્માના ઉદ્ધારનું કારણ છે. બાકી આ જે તમારા (લૌકિક) ભણતર છે એ બધાં કુશાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૧૧૮ ને કુવિધા છે. સમજાણું કાંઈ.. ? હા, પણ જે વડે ૨૫-૫૦ હજારનો માસિક પગાર મળે એવી વિદ્યાય શું કુવિધા છે? હવે ધૂળમાંય એ વિધા નથી સાંભળને! જે વડે ભગવાન આત્મા ન જણાય એ બધી જ કુવિધા છે. વળી, પૈસા-ધૂળ મળે એ તો પુણ્ય-ઉદયનું કાર્ય છે, એને વિધાથી શું સંબંધ છે? બાપુ! એ પૈસાધૂળેય એને અનંતવાર મળી છે, ને એ કુવિધામાં તો તે અનંતકાળથી પડેલો છે. એમાં શું છે? અહીં તો આ કહે છે કે ભગવાને જે દ્રવ્યનું સ્વરૂપ કહ્યું છે, ગુણનું સ્વરૂપ કહ્યું છે, મલિન કે નિર્મળ પર્યાયનું જે સ્વરૂપ કહ્યું છે તેને યથાતથ-તે રીતે અર્થાત્ ઓછું, અધિક કે વિપરીતતાથી રહિત માને ને તે રીતે નિઃસંદેહપણે જાણે..., નિઃસંદેહપણે હોં; સ્વરૂપ કેમ હશે ? આમ હશે કે આમ હશે ? વા આનું સાચું હશે કે આનું સાચું હશે-એવા સંદેહથી રહિત વસ્તુના સ્વરૂપને જાણે તેને આગમના જાણનારાઓ-સિદ્ધાંતના જાણનારાઓ-સમ્યજ્ઞાન કહે છે. શ્લોક ૧૫: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ ' ‘ જે ( જિનવચન ) લલિતમાં લલિત છે,...' અહા! શું કહે છે? કે વીતરાગ પરમેશ્વરનાં વચનો લલિતમાં લલિત અર્થાત્ અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવાં છે; કેમકે એ વીતરાગતા બતાવે છે ને? અહાહા...! વીતરાગની વાણી ચારે કોરથી-૫રથી, સંયોગથી, નિમિત્તથી અને રાગથી-આત્માને ભિન્ન બતાવી ઉદાસીનતા પ્રેરે છે, તથા પોતાનો જે નિત્યાનંદ સ્વભાવ છે તેનાથી એકતા કરાવે છે. અહા! ‘ જિનવાણી ’ માં ‘ જિન’ શબ્દ છે ને? તો ‘જિન’ એટલે વીતરાગ. માટે, જિનવાણી એને કહીએ જે રાગથી ભિન્ન પડાવે અને નિજ સ્વભાવમાં એકતા કરાવે. રાગ કરવા જેવો છે, ભલો છે, ને એનાથી લાભ થાય એમ જિનવાણી કહે નહિ, ને એમ કહે તે જિનવાણી હોય નહિ. અહા ! દયા, દાન, વ્રત પૂજા, ભક્તિ ઇત્યાદિના પરિણામ રાગ છે, ને તે વડે પુણ્યબંધ થાય, પણ એનાથી લાભ થાય એમ કહે તે જિનવાણી નહિ. અહીં કહે છે-તે (જિનવાણી ) ચિત્તમાં અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવી અમૃતરસથી ભરેલી છે. અહા ! ‘વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસ મૂળ '. ભાઈ ! જિનવચનની પરીક્ષા જ આ છે. શું? કે જે અતીન્દ્રિય શાન્તિ-આાદ ઉપજાવે ને અશાંતિ ટાળે તે જિનવાણી-જિનવચન છે. અરે! આખો લોક અજ્ઞાનવશ કષાયની હોળીમાં સળગી રહ્યો છે. ભલે મોટો રાજા હો, કે મોટો શેઠિયો હો કે મોટો દેવ હોય, તે અજ્ઞાનવશ રાગની આગમાં બળી રહ્યો છે. તેને રાગથી ખસી જ્યાં પરમાનંદ ભર્યો છે એવા નિજ જ્ઞાનાનંદસ્વભાવમાં ઠરવાનું બતાવે તે જિનવાણી છે. અહો ! વીતરાગની વાણી અલૌકિક હોય છે ‘સર્વમ્ ત્યજ્ઞ સ્વમ્ મન’-અર્થાત્ ૫૨થી ખસ ને સ્વમાં વસ; એ ટૂંકું ને ટચ-આવી વીતરાગ પરમેશ્વરની વાણી છે. અહા! જે નિમિત્તથી ને રાગની ક્રિયાથી છોડાવી નિર્વિકાર નિજ ચિદાનંદમૂર્તિ શુદ્ધ આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન કરાવે ને ત્યાં જ ઠરવા-રમવાનું બતાવે તે જિનવાણી છે. બાકી વીતરાગને નામે બીજી રીતે કહે, રાગ કરવો ભલો કહે-એ તો વીતરાગની વાણીનો લોપ કરે છે. સમજાય છે કાંઈ...? પણ અરે ! એને સમજવાની ક્યાં પડી છે? ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવું હોય તો વાણિયા ઝટ કાઢી દે, (પણ અહીં મૂર્ખ રહે છે!) પણ બાપા! એ બધી રખડવાની આવડત કરે છે. તો આ કર ને? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા−૮ ] ૧૧૯ –એમ કહેવું છે. અહાહા...! વસ્તુ...વસ્તુ (ઉપરના કળશમાં )...વસ્તુ કીધી ને ? એમ કે વસ્તુનેવસ્તુસ્વરૂપને યથાતથ નિઃસંદેહ જાણે છે તે સમ્યજ્ઞાન છે. અહા ! આ સમ્યગ્નાનપૂર્વક વસ્તુમાં સ્થિર થવું-ઠરવું–રમવું તે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. બાકી બધાં તો દુઃખના ડાળિયા છે બાપા! સમજાણું કાંઈ... ? ણ વિ સુહી દેવતા દેવ લોએ, ણ વિ સુહી સેનાપતિ ઈહ લોએ, ણ વિ સુહી પૃથવીપતિ રાયા, (સવ્વુ દુઠ્ઠી રાગી ૫૨-સહાયા ). અહા ! દેવલોકના દેવ સુખી નથી, આ લોકમાં કોઈ મોટા સેનાપતિ સુખી નથી, મોટા પૃથ્વીપતિજડના પતિ એવા રાજા સુખી નથી, વાસ્તવમાં પરાધીન એવા સર્વ રાગી જીવો દુ:ખી જ દુઃખી છે. અહા ! મિથ્યાત્વના વમળમાં જે ખૂંચ્યા છે તે બધા દુ:ખી જ છે. રાગનો એક કણ (અંશ ) પણ ભલો છે એમ માનનારા મિથ્યાદષ્ટિ છે, અને તે મહા મિથ્યાત્વના કાદવમાં ઊંડા ખૂંચી ગયા છે. તેઓ મહા દુ:ખી છે. આવી વ્યાખ્યા છે. અરે ભગવાન! તું એકેલો છો તો આ (રાગદ્વેષવાળો, શરી૨વાળો) બેકલો ક્યાંથી થઈ ગયો ? ભાઈ! તું સદાય એકલો છો હોં; આ દયા-દાન આદિ રાગના વિકલ્પ ઊઠે છે તે પરમાર્થે તારું સ્વરૂપ નથી, એ (રાગ) તારી ચીજ નથી; કેમકે એ તો વિભાવ છે. આમ કહીને વીતરાગની વાણી એકત્વવિભક્ત આત્માને બતાવે છે. અહા ! આવાં જિનવચન અંતરમાં, અહીં કહે છે, અત્યંત પ્રસન્નતા-આાદઆનંદ ઉપજાવે છે. અહાહા...! કેવો આનંદ? આ ધૂળનો આનંદ નહિ હોં. અરે, એ ધૂળમાં-પૈસામાં તો બિચારા આ શેઠિયાઓ ભારે સંતત છે. એ સંતાપ આડે તત્ત્વની વાર્તાય સાંભળવાની નવરાશ નથી. બાપા! તે દુ:ખના દાવાનળમાં બળી રહ્યા છે. અહા! આવા દુ:ખથી સંતત જીવોને જિનવાણી પરમ (અતીન્દ્રિય ) આલ્હાદ-આનંદ ઉપજાવે છે. જિનવાણીમાં બે વાત છેઃ (૧) પરથી ખસવું, અને (૨) સ્વમાં વસવું, જમવું, રમવું, ઠરવું. અહો! આ બે વાત કહીને જિનવાણી ૫રમ આલ્હાદ ઉપજાવે છે. પરંતુ ભગવાન! તું રાગમાં (પ્રશસ્તમાં પણ) રહે અને તેથી તને લાભ (–ધર્મ) થાય એમ કહે એ વીતરાગની વાણી નથી. સમજાય છે કાંઈ... ? હવે કહે છે- જે શુદ્ધ છે,...' જુઓ, વાણી-જિનવાણી શુદ્ધ છે એમ કહે છે; કેમકે વસ્તુ (-આત્મા ) નિર્વિકાર શુદ્ધ છે, ને વાણી પણ નિર્વિકાર ‘શુદ્ધ' માં રહેવાનું કહે છે. તે રાગ-વિકારથી ધર્મ બતાવતી નથી, તેથી વાણી શુદ્ધ છે. અહાહા...! ‘શુદ્ધ' ને બતાવનારી વાણી પણ શુદ્ધ છે એમ કહે છે. વાણીને અહીં શુદ્ધ કેવી રીતે કીધી છે? કેમકે વાણી પોતે શુદ્ધ ભાવને બતાવે છે ને? તેથી ઉપચાર કરીને તેને અહીં શુદ્ધ કીધી છે. અહાહા...! શ્રીમદે કહ્યું છે ને કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન 66 “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ. ભગવાન! તું શુદ્ધ છો, બુદ્ધ નામ જ્ઞાનનો પિંડ છો, ચૈતન્યઘન છો. અહાહા...! ચૈતન્યથી ભરેલો અસંખ્ય-પ્રદેશી પ્રભુ છો, સ્વયંજ્યોતિ છો અર્થાત્ પ્રકાશવામાં (સ્વ-પરને પ્રકાશવામાં ) કોઈ બીજાની અપેક્ષા-ગરજ નથી. વળી સુખધામ અર્થાત્ આનંદનું ધામ પ્રભુ! તું છો. આવું નિજસ્વરૂપ બતાવીને વીતરાગ પરમેશ્વર વીતરાગ થવાની જ વાત કહે છે. ભાઈ, શાસ્ત્રનું તાત્પર્ય પણ વીતરાગતા જ કહ્યું છે ને? એનો અર્થ જ આ છે કે-૫૨થી ખસ, ને સ્વમાં વસ.’ અહો ! આવી શુદ્ધને બતાવનારી વીતરાગની વાણી શુદ્ધ છે. સમજાય છે કાંઈ...? વળી કહે છે– જે નિર્વાણના કારણનું કારણ છે... ' શું કીધું આ ? અહાહા...! નિર્વાણ નામ અનંત સુખસ્વરૂપ જે મોક્ષ છે તેનું કારણ જે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગ–તેનું જિનવાણી નિમિત્ત કારણ છે. પ્રશ્ન: હા, પણ આવું સાંભળવામાં તો ધંધાની હોંશ ઉડી જાય; કામનો ઉત્સાહ જ ભંગ થઈ જાય. સમાધાનઃ હવે સાંભળને બાપા! આ તારા ધંધાને, ને ધંધાની હોંશને શું સંબંધ છે? હોંશ છે એ તો રાગ છે, અને શું એ હોંશથી-રાગથી ધંધો ચાલે છે? વળી તું ધંધો (બીજી ચીજમાં વેપા૨) કરે છે કે દિ' ? કેમકે આ આંગળી આમ હાલે ને? એય તારા અધિકારની વાત નથી. એ જડ તો જડના કારણે હાલે છે, તારા (-આત્માના) કારણે નહિ. પણ માર્ગની તને ખબર જ નથી ત્યાં શું થાય? પરંતુ બાપુ! આવું જ વસ્તુનું સ્વરૂપ વીતરાગદેવે કહ્યું છે. સમયસારની ત્રીજી ગાથામાં આવ્યું છે કેદરેક પદાર્થ પોતાનામાં રહેલા ધર્મો નામ સ્વભાવોને ચુંબે છે, સ્પર્શે છે, પણ પરદ્રવ્યના દ્રવ્ય, ગુણ કે પર્યાયને કોઈ ( -કોઈ અન્ય દ્રવ્ય ) ચુંબતું કે સ્પર્શતું નથી. એક ૫૨માણુ બીજા ૫૨માણુને પણ સ્પર્શતો-અડતો નથી. આ મૂળ વાત છે ભાઈ, ભિન્ન-ભિન્ન ચીજ ભિન્ન-ભિન્નપણે રહીને જ સ્વયં ટકીને બદલી રહી છે. તેથી તું ધંધો (૫૨માં પ્રવૃત્તિ ) કરે, ને તારી હોંશથી ધંધો ચાલે છે એમ વસ્તુસ્થિતિ છે જ નહિ. સમજાણું કાંઈ...? અહીં કહે છે-જિનવાણી-ભગવાનનાં આગમ-નિર્વાણના કારણનું કારણ છે. અહા! આ સમયસાર, પ્રવચનસાર આદિ પરમાગમ જે ભગવાનની વાણી અનુસાર સંતોની વાણી છે તે નિર્વાણના કારણનું કારણ છે. ભાઈ, પરંપરાએ ભગવાન સર્વજ્ઞદેવે કહેલ વાણીમાંથી આ બધું આવ્યું છે; અને તે નિર્વાણ નામ પરમસુખસ્વરૂપ, પરમશાંતિસ્વરૂપ, પરમાનંદમય એવી જે મુક્તિ તે મુક્તિના કારણનું કારણ છે. અહા ! મુક્તિનું કારણ શુદ્ઘરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ છે, ને તે મોક્ષમાર્ગનું (બાહ્ય) કારણ આ પરમાગમ છે. અહાહા...! આત્માની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને આત્મામાં રમણતા તે સમ્યક્ ચારિત્ર–એમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ તેનું પરમાગમ નિમિત્ત કારણ છે. જુઓ, મોક્ષમાર્ગ તે મોક્ષનું કારણ છે, ને સાચાં આગમ-પરમાગમ તે મોક્ષમાર્ગનું કારણ છે એમ અહીં કહે છે. પ્રશ્નઃ તો અહીં આગમને મોક્ષમાર્ગનું કારણ કહ્યું છે? (એમ કે બે ભિન્ન ચીજ છે તો કા૨ણ કેવી રીતે કહ્યું ? ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮ ] ૧૨૧ સમાધાનઃ ભાઈ, આ નિમિત્તથી વાત છે; એમ કે બહા૨માં નિમિત્ત હોય તો એ જ હોય છે. અહા ! મોક્ષમાર્ગનું જો કોઈ નિમિત્ત હોય તો સર્વજ્ઞ ૫૨મેશ્વરે કહેલાં આગમો જ નિમિત્ત હોય છે; પણ અજ્ઞાનીએ કહેલાં કલ્પિત શાસ્ત્રો એને (–મોક્ષમાર્ગને) નિમિત્ત હોય નહિ એમ અહીં સિદ્ધ કરવું છે. અહો ! વીતરાગી શાન્તિનાં બાહ્ય નિમિત્ત પણ વીતરાગનાં જ વચનો હોય છે. સમજાણું sis...? Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ગાથા-૮ વળી કહે છે– જે સર્વ ભવ્યોના કર્ણોને અમૃત છે...' જુઓ, એમ તો ભગવાનની વાણી સર્વ જીવોના કર્ણોને અમૃત છે. પરંતુ, અહીં ‘નિવિન વિજ્ઞાન્’–સર્વ ભવ્ય જીવોના કર્ણોને અમૃત છે એમ કેમ કહ્યું? કેમકે સાંભળીને જેને અમૃત પ્રગટે છે તેવા ભવ્ય જીવોને વાણી અમૃતરૂપ એમ અહીં કહેવું છે. (અભિવને અંતરમાં અમૃત પ્રગટતું જ નથી ). વળી, કહે છે‘જે ભવભવરૂપી અરણ્યના ઉગ્ર દાવાનળને શમાવવામાં જળ છે,...' અહાહા... ! વીતરાગની વાણી, કહે છે, કષાયરૂપી દાવાનળને ઓલવવા માટે જળ છે. જેમ મોટું વન-અરણ્ય સળગતું હોય, ને તેમાં જો જળ વરસે તો તે શાંત થઈ જાય છે; તેમ ભવભવરૂપી..., અહા ! એકેન્દ્રિયના ભવ, નિગોદના ભવ, થોરના ભવ-એમ એકેક શરીરમાં અનંતા જીવ હોય એવા ભવભવરૂપી ૮૪ લાખના અવતારોનું રખડવાનું મહાવન છે. તેમાં રાગ-દ્વેષ-મોહાદિરૂપ ઉગ્ર દાવાનળ સળગી રહ્યો છે. અહીં કહે છે –તે ઉગ્ર દાવાનળને શમાવવા વીતરાગની વાણી જળ છે. અહા ! પુણ્ય-પાપના જે ભાવ થાય છે તે અગ્નિભઠ્ઠી છે, દાવાનળ છે. જેમ હિંસાદિ પાપના ભાવ દાવાનળ છે તેમ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્યના ભાવ પણ દાવાનળ છે, ભઠ્ઠી છે; ને તેને ઓલવવા માટે, કહે છે, વીતરાગની વાણી જળ સમાન છે. અહા! આવું તો એક વીતરાગની જ વાણી બતાવે કે આ પુણ્યભાવ જે રાગ છે તેને છોડીને અહીં નિજ અંતરની ચીજમાં આવી જા, તને શાંતિ થશે, એ સિવાય શાંતિ થાય એમ નથી. બહુ આકરી વાત બાપા! (પણ આ વસ્તુસ્થિતિ છે ). અહા! જેમ કાંટાળા વનમાં કોઈ ભૂલો પડી જાય કે જ્યાં બધે કાંટા જ કાંટા હોય, ને ઉપરથી પણ કાંટા જ પડતા હોય તો, એને કેડી (માર્ગ) સૂઝે નહિ; અહીંથી ક્યાં જવું? ને ક્યાં નીકળવું ?બિચારો ભારે મૂંઝાય. ઉ૫૨ આભ ને નીચે (કાંટાળી ) ધરતી દેખાય, પણ વચ્ચે માર્ગ મળે નહિ તો મૂંઝાય કે નહિ? તેમ આ ભવભવરૂપી વનમાં ભારે આગ સળગી રહી છે. ભાઈ, આ સ્ત્રીનો, છોકરાંનો ને ધન કમાવાનો જે પ્રેમ છે તે બધી આગ છે બાપા! અહા! તે ઓલવવી કઠણ એવી મોટી ઉગ્ર સળગતી આગ છે. હવે એણે ક્યાં જવું? અહીં કહે છે-વીતરાગની વાણી તે આગને ઓલવવા માટે જળ છે. વીતરાગની વાણી કહે છે- પ્રભુ! તું અંદર નિત્યાનંદસ્વરૂપ છો ત્યાં જા, તને માર્ગ મળશે, આગ ઓલવાશે, શાંતિ થશે. લ્યો, આવી અલૌકિક વાણી! પણ માણસને આકરી પડે? શું થાય? જુઓ, દ્વારિકા નગરી નવ જોજન લાંબી ને બાર જોજન પહોળી હતી. તેના ગઢ સોનાના હતા, ને કાંગરા મણિરત્નના હતા. તો, તે દ્વારિકા જ્યારે સળગી ત્યારે છ મહિના સુધી તે બળતી રહી. તેમ આ જીવની ચૈતન્ય-નગરી અંદર અનંતકાળથી સળગી રહી છે. પુણ્ય-પાપના ભાવોરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ નિયમસાર પ્રવચન દાવાનળથી ઉગ્ર બની રહી છે. અહા ! આ મોટા પૈસાવાળા ને મોટા દેવતા પણ દાવાનળમાં બળી રહ્યા છે. અહીં તો આ વાત છે ભાઈ ! પૈસાવાળાય ને મોટી રિદ્ધિવાળાય સુખી નથી એમ અહીં કહે છે. તેમને સુખી કોણ કહે? એમના જેવા પાગલ હોય તે તેમને સુખી કહે. અહા ! ભવભવરૂપી જે અરણ્ય છે તેમાં મિથ્યાત્વ ને કષાયરૂપી ઉગ્ર દાવાનળ અનંતકાળથી જીવને બાળી રહ્યો છે. અહા ! તે દાવાનળને ઓલવવો કેવી રીતે ? તો કહે છે-તેને શમાવવામાં ભગવાનની વાણી જળ સમાન છે. અહા ! મિથ્યાત્વ ને પુણ્ય-પાપથી હઠીને અંદર ભગવાન! તું ચિદાનંદસ્વરૂપ છો તેમાં એકાગ્ર થા, તેમાં લીન થા ને વીતરાગતા પ્રગટ કર, આગ ઓલવાઈ જશે ને પરમ શાંતિ થશે-લ્યો, આવું વીતરાગની વાણી બતાવે છે તેથી તે આગ ઓલવવામાં જળ સમાન છે. અહા! ભગવાન વીતરાગદેવ એમ ફરમાવે છે કે-અમારા સામું જોવાથી, અમને માનવાથી, અમારા લઉં તને રાગ જ થશે, કારણ કે અમે (તારા માટે ) પરદ્રવ્ય છીએ. અને ભલે તે શુભરાગ હો, તોપણ તે આગ છે, ભઠ્ઠી છે. આવું તો વીતરાગ જ કહે, બાકી અજ્ઞાનીનાં શું ગજાં? માર્ગ તો આવો છે બાપા ! અહાહા..! અંદર વીતરાગી અમૃતથી ભરપૂર ભરેલો ચૈતન્યનો પુંજ પ્રભુ આત્મા છે. પણ અરે ! એ રાંકને કેમ બેસે ? અહા ! અંદર જએ તો રતન જોવા મળે, પણ તે દેખતો નથી: તો પછી રતન પામે તો ક્યાંથી ? મોક્ષમાર્ગ પ્રકાશકમાં (પહેલા અધિકારમાં ) કહ્યું છે ને કે-કોઈ કોઢિયાને અમૃત મળે, તો પણ તેનું તે પાન ન કરે, વા કોઈ દરિદ્રીને ચિંતામણિ રત્ન મળે છતાં તેને જ જુએ તો તે મહા ભાગ્યહીન છે. તેમ ભગવાન વીતરાગદેવનાં કહેલાં આવાં પરમાગમ કોઈ ન સાંભળે, ને પ્રેમથી ન વિચારે તો તેના અભાગ્યનો મહિમા કોણ કહે? (તે તો મહા દુર્ભા બહારમાં તે ગમે તેવો મોટો (રાજા કે શેઠ) હોય, તો પણ તે અભાગિયો છે. સમજાણું કાંઈ? અહો ! ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવે તો પરમ વીતરાગસ્વભાવ દેખાડયો છે; ને રાગના કાંકરા તો વીણી-વીણીને કાઢી નાખવાની વાત કરી છે. અહા ! આવી વીતરાગની વાણી, અહીં કહે છે, ભવભવરૂપી અરણ્યના ઉગ્ર દાવાનળને શમાવવામાં જળ સમાન છે. “અને જે જૈન યોગીઓ વડે સદા વંધે છે, તે આ જિનભગવાનનાં સવચનને (સમ્યક જિનાગમન ) હું પ્રતિદિન વંદું છું.” અહા ! જુઓ, જેણે વીતરાગની વાણી જાણી છે, ને અંદર જેણે વીતરાગતા પ્રગટ કરી છે એવા યોગીઓને-મુનિવરોને તે સદાય બંધ છે; પણ રાગના અર્થીઓને આ વાણી બંધ હોતી નથી; કેમ? કેમકે તેઓ વાણીને જાણતા જ નથી. લ્યો, આવો ધર્મ છે ભાઈ ! બાકી બહાર (રાગમાં) તો હોળી જ હોળી અહા! વીતરાગદેવ કહે છે-અંદર તારો ભગવાન અનાકુળ વીતરાગતાની મૂર્તિ સ્વરૂપે નિત્ય બિરાજે છે તેનાં દર્શન કર ને તેમાં જ રમ. હવે સવારના ઉઠીને એકદમ મંદિરમાં દોડે છે, તો ત્યાં અંદર જા ને પ્રભુ! કેમકે મંદિર તો પરવસ્તુ છે. એ તો શુભભાવ હોતાં ત્યાં લક્ષ જાય છે, પણ એ શુભભાવ કાંઈ ધર્મ નથી. ભારે આકરી વાત ! પણ આ સર્વજ્ઞદેવે કહેલી વાત છે. અહાહા...! ભગવાન! તું કોણ છો ? પ્રભુ! તું પરમેશ્વર છો; મારી જાતનો જ તું છો હાં, જેમ હું પરમેશ્વર થયો છું તેમ તું પણ પરમેશ્વર થવાને લાયક છો, સંસારમાં રખડવાને લાયક નથી. માટે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા−૮ ] વિકલ્પમાત્રથી ખસી જા, ને સ્વભાવમાં આવી જા. અહા ! આવો માર્ગ! અહાહા..! વીતરાગ પરમેશ્વરની વાણી જૈન યોગીઓ વડે સદાય વંધ છે. એટલે શું? કે જેને અંશે અંદર વીતરાગતા પ્રગટી છે એવા જૈન સંતો વડે આ વીતરાગતાને બતાવનારી જિનવાણી આદરણીય છે, પૂજનીક છે. કલશ ટીકામાં પણ (બીજા કળશમાં) આવ્યું છે ને કે જિનવાણી સર્વજ્ઞ અનુસારિણી હોવાથી પૂજ્ય છે. ભાઈ ! આ સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, તત્ત્વાર્થસૂત્ર, સર્વાર્થસિદ્ધિ વગેરે જિનવાણી જ છે. ભગવાને કહેલી વાણી જે પરંપરાએ ચાલી આવી છે તે આ જે છે. બાકી શ્વેતાંબરમાં એ વાણી આવી જ નથી, ને છેય નહિ; કેમકે એમણે તો નવાં જ કલ્પિત શાસ્ત્રો બનાવ્યાં છે. ભાઈ ! વસ્તુ આમ છે. તમને ગોઠે કે ન ગોઠે તમારી મરજી, બાકી વસ્તુ આ રીતે સિદ્ધ થયેલી છે. તેથી તો આગમ ઉપર અહીં જોર આપે છે કે સાચાં આગમને ઓળખો-જાણો, અને સાચાં આગમમાં કહ્યું છે તે રીતે–ઓછું, અધિક કે વિપરીતતા રહીત-વસ્તુને યથાતથ જાણો. સમજાય છે કાંઈ... ? ૧૨૩ અહાહા...! મુનિરાજ કહે છે-‘તે આ જિનભગવાનનાં સચનને (સમ્યક્ જિનાગમને ) હું પ્રતિદિન વંદું છું.' લ્યો, આ રીતે ભગવાને કહેલાં સચનો કે જે સમ્યક્ જિનાગમ છે તેને મુનિરાજ વંદે છે, તેનો મહિમા જાણી તેનો આદર-વિનય કરે છે. -આમ આ આઠમી ગાથા પૂરી થઈ. જુઓ, પહેલાં દેવની વ્યાખ્યા કરી, ને કહ્યું કે વીતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્મા જ યથાર્થ દેવ છે. ભાઈ, આમ અરિહંત...અરિહંત...કરે તો કાંઈ ન થાય, પણ તેના (દેવના ) સ્વરૂપને યથાર્થ જાણવું જોઈએ. અહાહા...! અરિહંતદેવ આવા જ હોય છે એવી ધર્મી જીવને યથાર્થ શ્રદ્ધા હોય છે. અહા ! નિજ આત્માની સમ્યક્ (નિશ્ચય) શ્રદ્ધા સાથે આવો એક દેવના સ્વરૂપની શ્રદ્ધાનો ભાવ તેને અવશ્ય હોય છે. પછી આગમની પણ તેને કેવી યથાર્થ શ્રદ્ધા હોય છે તે બતાવ્યું. હવે આગમે કહેલાં નવ તત્ત્વોની-નવ પદાર્થોની વાત કરે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ [ નિયમસાર પ્રવચન ગાથા – ૯ जीवा पोग्गलकाया धम्माधम्मा य काल आयासं। तच्चत्था इदि भणिदा णाणागुणपजएहिं संजुत्ता।।९।। જીવદ્રવ્ય, પુદ્ગલ, કાળ તેમ જ આભ, ધર્મ, અધર્મ-એ ભાખ્યા જિને તત્ત્વાર્થ, ગુણપર્યાય વિધવિધ યુક્ત જે. ૯. અવયાર્થ- [ નીવા] જીવો, [પુનિયા:] પુદ્ગલકાયો, [ ] ધર્મ, અધર્મ, [:] કાળ, [૨] અને [ગોવશન્] આકાશ[તત્ત્વર્થીિ: રૂતિ મળતી:] એ તત્ત્વાર્થો કહ્યા છે, કે જેઓ [નાના ગુણપર્યાયે: સંયુ$T: ] વિવિધ ગુણપર્યાયોથી સંયુક્ત છે. ટીકા:- અહીં (આ ગાથામાં), છ દ્રવ્યોના પૃથક પૃથક નામ કહેવામાં આવ્યાં છે. સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, વચન, કાય, આયુ અને શ્વાસોચ્છવાસ નામના દશ પ્રાણોથી (સંસારદશામાં) જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે “જીવ” છે.-આ સંગ્રહનય કહ્યો. નિશ્ચયથી ભાવપ્રાણ ધારણ કરવાને લીધે “જીવ” છે. વ્યવહારથી દ્રવ્યપ્રાણ ધારણ કરવાને લીધે જીવ” છે. શુદ્ધ-સદ્દભૂત-વ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોનો આધાર હોવાને લીધે *કાર્યશુદ્ધ જીવ” છે. અશુદ્ધસદ્ભૂત-વ્યવહારથી મતિજ્ઞાનાદિ વિભાવગુણોનો આધાર હોવાને લીધે “અશુદ્ધ જીવ' છે. શુદ્ધનિશ્ચયથી સહુજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણોનો આધાર હોવાને લીધે *કારણ શુદ્ધ જીવ' છે. આ (જીવ) ચેતન છે; આના (-જીવના ) ચેતન ગુણો છે. આ અમૂર્ત છે; આના અમૂર્ત ગુણો છે. આ શુદ્ધ છે; આના શુદ્ધ ગુણો છે. આ અશુદ્ધ છે; આના અશુદ્ધ ગુણો છે. પર્યાય પણ એ પ્રમાણે છે. વળી, જે ગલન-પૂરણસ્વભાવ સહિત છે (અર્થાત્ છૂટા પડવાના અને ભેગા થવાના સ્વભાવવાળું છે) તે પુદ્ગલ છે. આ (પુદ્ગલ) શ્વેતાદિ વર્ણોના આધારભૂત મૂર્ત છે; આના મૂર્ત ગુણો છે. આ અચેતન છે; આના અચેતન ગુણો છે. “સ્વભાવગતિક્રિયારૂપે અને વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવ-પુદ્ગલોને સ્વભાવગતિનું અને વિભાવગતિનું નિમિત્ત તે ધર્મ છે. * દરેક જીવ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ છે અર્થાત સહજજ્ઞાનાદિક સહિત છે તેથી દરેક જીવ “કારણશુદ્ધ જીવ” છેજે કારણશુદ્ધ જીવને ભાવે છે–તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ શુદ્ધ (-કેવળજ્ઞાનાદિ સહિત) થાય છે અર્થાત્ “કાર્યશુદ્ધ જીવ’ થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને કારણશુદ્ધ જીવ કહેવાય છે અને વ્યક્ત શુદ્ધતાવાળા જીવને કાર્યશુદ્ધ જીવ કહેવાય છે. [ કારણશુદ્ધ એટલે કારણ–અપેક્ષાએ શુદ્ધ અર્થાત્ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ. કાર્યશુદ્ધ એટલે કાર્ય–અપેક્ષાએ શુદ્ધ અર્થાત વ્યક્તિ-અપેક્ષાએ શુદ્ધ.] ૧. ચૌદમાં ગુણસ્થાનના અંતે જીવ ઊર્ધ્વગમનસ્વભાવથી લોકાંતે જાય તે જીવની સ્વભાવ-ગતિક્રિયા છે અને સંસારાવસ્થામાં કર્મના નિમિત્તે ગમન કરે તે જીવની વિભાવગતિક્રિયા છે. એક છૂટો પરમાણુ ગતિ કરે તે પુદ્ગલની સ્વભાવગતિક્રિયા છે અને પુદ્ગલસ્કંધ ગમન કરે તે પુગલની (-સ્કંધમાંના દરેક પરમાણુની) વિભાવગતિક્રિયા છે. આ સ્વાભાવિક તેમ જ વૈભાવિક ગતિક્રિયામાં ધર્મદ્રવ્ય નિમિત્તમાત્ર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯] ૧૨૫ સ્વભાવસ્થિતિક્રિયારૂપે અને વિભાવસ્થિતિક્રિયારૂપે પરિણત જીવ-પુગલોને સ્થિતિનું (-સ્વભાવસ્થિતિનું અને વિભાવસ્થિતિનું) નિમિત્ત તે અધર્મ છે. (બાકીનાં) પાંચ દ્રવ્યોને અવકાશદાન (–અવકાશ દેવો તે) જેનું લક્ષણ છે તે આકાશ છે. (બાકીનાં) પાંચ દ્રવ્યોને વર્તનનું નિમિત્ત તે કાળ છે. (જીવ સિવાયનાં) ચાર અમૂર્ત દ્રવ્યોના શુદ્ધ ગુણો છે; તેમના પર્યાયો પણ તેવા (શુદ્ધ જ) છે. [ હવે નવમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા છ દ્રવ્યની શ્રદ્ધાનું ફળ વર્ણવે છે:]. (માલિની) इति जिनपतिमार्गाम्भोधिमध्यस्थरत्नं द्युतिपटलजटालं तद्धि षड्द्रव्यजातम्। हृदि सुनिशितबुद्धिर्भूषणार्थं विधत्ते स भवति परमश्रीकामिनीकामरूपः।। १६ ।। [શ્લોકાર્ચ- ] એ રીતે તે પદ્રવ્યસમૂહુરૂપી રત્નને-કે જે (રત્ન) તેજના અંબારને લીધે કિરણોવાળું છે અને જે જિનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું છે તેને જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ હૃદયમાં ભૂષણાર્થે (શોભા માટે) ધારણ કરે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ જે પુરુષ અંતરંગમાં છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે, તે મુક્તિલક્ષ્મીને વરે છે). ૧૬. ગાથા ૯:ટીકા ઉપરનું પ્રવચન: અહીં (આ ગાથામાં), છ દ્રવ્યોનાં પૃથક પૃથક નામ કહેવામાં આવ્યાં છે.' જુઓ, ભગવાને છ દ્રવ્ય જોયાં છે. અહાહા...! અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ-એમ છ દ્રવ્ય ભગવાનના જ્ઞાનમાં આવ્યાં છે. અહા ! આ છ દ્રવ્યને પાઠમાં તથ્વત્થા” તત્ત્વાર્થ પણ કહ્યા છે. આ છ દ્રવ્યનું સ્વરૂપકથન ભગવાનની વાણીમાં આવ્યું છે. આ છ દ્રવ્યને એણે યથાર્થ-જેમ કહ્યા છે તેમ-જાણવા-માનવા જોઈએ. (અર્થાત્ સમકિતી ધર્માત્મા છ દ્રવ્યને યથાર્થ જાણે માને છે ). પ્રશ્ન: પણ એ બધું જાણવામાં તો ઘણો બોજો? ૨. સિદ્ધદશામાં જીવ સ્થિર રહે તે જીવની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સંસારદશામાં સ્થિર રહે તે જીવની વૈભાવિક સ્થિતિક્રિયા છે. એકલો પરમાણુ સ્થિર રહે તે પુગલની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સ્કંધ સ્થિર રહે તે પુગલની (-સ્કંધમાંના દરેક પરમાણુની) વૈભાવિક સ્થિતિક્રિયા છે. આ જીવ-પુગલની સ્વાભાવિક તેમ જ વૈભાવિક સ્થિતિક્રિયામાં અધર્મદ્રવ્ય નિમિત્તમાત્ર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬ [નિયમસાર પ્રવચન સમાધાન: એમાં બોજો નથી બાપુ! એ તો વસ્તુસ્થિતિ છે, કેમકે જ્ઞાનની એક સમયની પર્યાય છે દ્રવ્યને જાણે એ એનો ધર્મ છે. અને એને પ્રયત્નથી જાણ એમ શું નથી કહ્યું? યોગસાર (ગાથા ૩૫) માં કહ્યું છે કે “જાણો કરી પ્રયત્ન.” ત્યાં યોગસારમાં તો નિશ્ચયથી (નિશ્ચયની મુખ્યતાથી) વાત કરી છે, છતાં કહ્યું છે કે-છ દ્રવ્યને પ્રયત્નથી જાણો. પ્રશ્નઃ છ દ્રવ્યને જાણવાં તે તો વ્યવહાર છે ને? ઉત્તરઃ ( હા; ) છતાં એમ ને એમ ( ઓથે ઓથે) નહિ, પણ ( સ્વરૂપસહિત) પ્રયત્નથી જાણો એમ ત્યાં કહ્યું છે. હવે પહેલાં જીવની વ્યાખ્યા કરે છે: સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, વચન, કાય, આયુ અને શ્વાસોચ્છવાસ નામના દશ પ્રાણોથી (સંસારદશામાં) જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે “જીવ” છે-આ સંગ્રહનય કહ્યો.' જુઓ, પહેલાં વ્યવહાર જીવ સિદ્ધ કર્યો. એમ કે પાંચ ઇન્દ્રિયો, ત્રણ-મન, વચન ને કાય, ને શ્વાસોચ્છવાસ ને આયુ-એમ દશ પ્રાણોથી સંસારદશામાં જે જીવે છે, જીવશે, ને જીવતો હતો તેને જીવ કહીએ. આ સંગ્રહનય કહ્યો, સંગ્રહથી બધાને એકરૂપ વર્ણવ્યા. હવે કહે છે-“નિશ્ચયથી ભાવપ્રાણ ધારણ કરવાને લીધે “જીવ” છે.” ખરેખર તો, જ્ઞાન, આનંદ, સત્તા આદિ ભાવપ્રાણ ધારણ કરનારને જીવ કહીએ; પણ ભાવપ્રાણમાં અશુદ્ધ ભાવપ્રાણ પણ લેવાય ને? માટે શુદ્ધ ભાવપ્રાણ અને અશુદ્ધ ભાવપ્રાણ-એમ બન્ને લેવા. અશુદ્ધ ભાવપ્રાણ એટલે? આ જડ પાંચ ઇન્દ્રિય, મન-વચન-કાય, શ્વાસોચ્છવાસ ને આયુના નિમિત્તે જીવની અશુદ્ધ દશ પ્રાણની જે યોગ્યતા છે તે અશુદ્ધ ભાવપ્રાણ છે, ને તે વડે જે જીવે તે જીવ છે-એ અશુદ્ધનય કહ્યો. આમાં શું કહ્યું તે સમજાણું? આ જડ પ્રાણોથી જીવ જીવે છે એમ કહેવું એ અસદભૂત વ્યવહારનો વિષય છે. તથા પોતે પોતાની (અશુદ્ધ ભાવપ્રાણની) યોગ્યતાથી જીવે છે એમ કહેવું તે અશુદ્ધનયનું કથન છે. પાંચ ઇન્દ્રિયની યોગ્યતા, મન-વચન-કાયનું વીર્ય, શ્વાસોચ્છવાસ ને આયુના પ્રમાણે રહેવાની યોગ્યતા એ અશુદ્ધ ભાવપ્રાણ છે, અને એનાથી જીવે છે તેને અશુદ્ધ નયથી જીવ કહીએ. રોટલા ખાવાથી જીવે તે જીવ છે-એમ નથી. સમજાણું કાંઈ..? જો અંદરના ભાવપ્રાણ લઈએ તો શુદ્ધજ્ઞાન-દર્શન-આનંદ-સત્તા-એવા શુદ્ધ ભાવપ્રાણને ધારણ કરી એનાથી જીવે છે તેને જીવ કહીએ છીએ. આવી વાત ! વળી, વ્યવહારથી દ્રવ્યપ્રાણ ધારણ કરવાને લીધે “જીવ” છે.' શું કીધું? આ પાંચ ઇન્દ્રિય, મનવચન-કાય, શ્વાસોચ્છવાસ ને આયુ-એ બધા દ્રવ્યપ્રાણ છે ને? તો, વ્યવહારથી તેને ધારણ કરવાને લીધે જીવ છે. હવે કહે છે-“શુદ્ધ-સભૂત-વ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોનો આધાર હોવાને લીધે “કાર્યશુદ્ધ જીવ છે. ' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯] ૧૨૭ અહાહા...! ભગવાન આત્મા શક્તિપણે અંદર સદાય કેવળજ્ઞાનસ્વભાવમય વસ્તુ છે. હવે જેણે સ્વાનુભવ વડે એમાં જ પૂર્ણ લીનતા કરીને કેવળજ્ઞાનની કાર્યદશાને પ્રગટ કરી છે તેને કાર્યશુદ્ધ જીવ કહે છે. મતલબ કે એનું કાર્ય હવે પૂર્ણ શુદ્ધ થઈ ગયું. “શુદ્ધ-સદ્દભૂત-વ્યવહારથી' એમ કહ્યું ને? મતલબ કે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ ને અનંત વીર્ય-એવી જ (અનંત ચતુષ્ટયમય) પર્યાય પ્રગટ થઈ તે પૂર્ણ શુદ્ધ છે માટે શુદ્ધ, તે પોતાની પર્યાય છે માટે સદ્દભૂત, અને ભેદ પડ્યો માટે વ્યવહાર-એમ શુદ્ધસભૂત-વ્યવહારથી જે કેવળજ્ઞાન, અનંત આનંદ આદિ પ્રાણ વડે જીવે છે તે કાર્યશુદ્ધ જીવ છે. અહા ! આ બહુ ઝીણું ! અરે! અત્યારે તો મૂળ મુદ્દાની વાત જ ગુમ (લુસ) થઈ ગઈ છે, ને બહારની વાતો રહી ગઈ છે. અહા ! તેમાં (–બહારમાં) જ જો જિંદગી ચાલી જાય તો એને કાંઈ ફળ મળે નહિ; હા, એક સંસારમાં રખડવાનું ફળ મળે. અર્થાત્ એને ૮૪ના અવતાર ફળે ને ફાલે-ફૂલે. અહા! જીવને-આત્માને અરિહંતપદની એટલે કે કેવળજ્ઞાન, કેવળદર્શન આદિની પ્રાપ્તિ થાય તે વ્યવહાર છે, કેમકે એ પર્યાય છે, ભેદ છે; તે (પર્યાય ) એનામાં (–જીવમાં) છે માટે સદભૂત છે અને તે પર્યાય પૂર્ણ નિર્મળ છે માટે શુદ્ધ-એમ “શુદ્ધ-સભૂત-વ્યવહારથી'...અહાહા ! જુઓ, છે અંદર? શુદ્ધસદ્ભૂત-વ્યવહારથી-એમ ત્રણ શબ્દો છે કે નહિ ? છે ને ! તો કહે છે શુદ્ધ-સદ્દભૂત-વ્યવહારથી કેવળજ્ઞાની અરિહંત પરમાત્માને અહીં કાર્યશુદ્ધ જીવ કહ્યા છે. અહાહા...! જ્ઞાન, આનંદ આદિની પૂર્ણ દશાને પ્રાપ્ત પરમાત્માને અહીં કાર્યશુદ્ધ જીવ કહ્યા છે, જ્યારે ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવી જીવને કારણશુદ્ધ જીવ કહું છે. આમ એક જીવદ્રવ્યમાં કારણ અને કાર્યનો બે ભેદ છે. સમજાણું કાંઈ..? હા, પણ વીતરાગના માર્ગને પડખે ચઢે તો ને? અહાહા...! કહે છે ભગવાન કેવળી પરમાત્મા “કાર્યશુદ્ધ જીવ' છે. કેમ? કેમકે “કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોને આધાર હોવાને લીધે કાર્યશુદ્ધ જીવ છે.” જુઓ, આમાં “કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણો’એમ “ગુણ” શબ્દ લીધો છે. પણ ભાઈ, એ તો પર્યાય છે તેને અહીં ગુણ કહ્યા છે. જે કેવળજ્ઞાનાદિ છે એ તો પર્યાય નામ અવસ્થા છે, ને તે ક્ષાયિકભાવે છે, જ્યારે જ્ઞાનાદિ ગુણો છે તે ત્રિકાળી છે, ને તે પરિણામિકભાવે અહાહા....! આત્મા વસ્તુ છે કે નહિ? છે; તો તે અનંતગુણનું એકરૂપ (એકપિંડરૂપ) એવી એક આખી વસ્તુ છે; અને તેને કારણજીવ કહીએ; તથા તેનો અંતરંગમાં સ્વીકાર થઈને તેમાં સ્થિરતા થાય ને પૂર્ણ દશા પ્રગટે તેને કાર્યશુદ્ધ જીવ કહીએ. આમ એક જીવમાં કારણ અને કાર્યના બે ભેદ પડે છે. પ્રશ્ન: આજે આ તદ્દન નવી વાત આવે છે? સમાધાન: ભાઈ, એ તો તને અજાણી છે માટે નવી લાગે છે, બાકી આ તો અનાદિની છે. ભગવાન તીર્થંકરદેવો અનંતકાળથી આ કહેતા આવ્યા છે. અહા! અહીં કાર્યશુદ્ધ જીવ કોને કહીંએ તેની વ્યાખ્યા કરે છે. તો -પરમાં કાર્ય નીપજે તે કાર્યશુદ્ધ જીવ નથી, -જીવમાં અશુદ્ધ રાગાદિ કાર્ય નીપજે તે કાર્યશુદ્ધ જીવ નથી, -જીવમાં અપૂર્ણ (શુદ્ધ) પર્યાય નીપજે તેય કાર્યશુદ્ધ જીવ નહિ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ [નિયમસાર પ્રવચન -પરંતુ જીવમાં પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટે અર્થાત્ કેવળજ્ઞાનાદિ પ્રગટે તે કાર્યશુદ્ધ જીવ છે. જુઓ, છે ને અંદર? કે કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોનો અર્થાત્ શુદ્ધ પર્યાયોનો આધાર હોવાને લીધે કાર્યશુદ્ધ જીવ છે. ભાઈ, જે કાર્યશુદ્ધ જીવ છે તે આવી પૂર્ણ શુદ્ધ પર્યાયોનો આધાર છે; પરનો આધાર નહિ, રાગાદિનો નહિ, ને અપૂર્ણ પર્યાયનોય નહિ. આવી ઝીણી વાત છે. સમજાણું કાંઈ....? હવે કહે છે-“અશુદ્ધ-સભૂત-વ્યવહારથી મતિજ્ઞાનાદિ વિભાવગુણોનો આધાર હોવાને લીધે અશુદ્ધ જીવ છે.' જુઓ, આ શું કીધું? કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ને મન:પર્યયજ્ઞાન તે પર્યાય છે, ને તે અપૂર્ણ છે માટે અશુદ્ધ છે, વળી તે જીવની છે માટે સદ્દભૂત છે, ને ભેદ છે માટે વ્યવહાર છે;-આમ અશુદ્ધ-સભૂત-વ્યવહારથી મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાન વડે જીવે તે વિભાવિક જીવ-અશુદ્ધ જીવ છે એમ કહે છે. ચાર જ્ઞાન અપૂર્ણ છે ને? તો તે અશુદ્ધ છે, માટે અશુદ્ધ જીવ છે. એક પૂર્ણ કેવળજ્ઞાનને પ્રાપ્ત છે તે કાર્યશુદ્ધ જીવ છે, ને આ ચાર જ્ઞાનને પ્રાપ્ત છે તે અશુદ્ધ જીવ છે. જુઓ, અહીં મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનને વિભાવગુણો કહ્યા છે. કેમ? કેમકે અપૂર્ણ હોવાથી વિભાવ પર્યાય છે, તેમ જ તેમાં કર્મનું નિમિત્તપણે પણ છે. હવે આ વસ્તુસ્થિતિ.. અહાહા...! અંદર પોતાની ચીજ છે તે સમજ્યા વિના બાપુ! આ તારા સામાયિકાદિ શું કામ આવે? પણ એ પાઠ તો કરે છે ને? હવે કાંઈ જ સમજ્યા વિના એ સામાયિકનો પાઠ બોલી જાય ને બાળક ગડિયા બોલે તેમ હાંકે રાખે, ને માને કે સામાયિક થઈ ગઈ, પણ એમાં ધૂળેય સામાયિક નથી સાંભળને! અહા! ભગવાન ત્રિકાળી ચૈતન્યપ્રભુ શું? ને તેની પૂર્ણ પર્યાય ને અપૂર્ણ પર્યાય શું છે-એ જાણ્યા વિના સાચું જ્ઞાન (સમ્યજ્ઞાન) થાય નહિ અને સાચા જ્ઞાન વિના સામાયિક કેવી? સાચું જ્ઞાન થયા વિના સામાયિક હોય જ નહીં. ત્યારે કોઈ કહે છે–અમારે બૈરાં-છોકરાં સાચવવાં કે આ જાણવામાં રોકાવું? અરે ભાઈ ! તું કોને સાચવે ? બીજાને સાચવું છું એ તો તારું મિથ્યા અભિમાન છે. અહા ! એ તો બધા જગતના જીવ છે, ને તે પોતાના કારણે ટકી રહ્યા છે ને પોતાથી બદલી રહ્યા છે. શું તારા કારણે એ બધા નભે છે? બાપુ ! એમ છે જ નહિ. પણ અમે રોટલા આપીએ તો તેઓ નભે છે ને? અહા ! રોટલા કોણ આપે? શું રોટલા તારા છે કે તું આપી શકે ? એ તો જડના છે, એ જડને તું કેમ આપી શકે? જડનો સ્વામી તો જડ છે, ને જો તું તેનો સ્વામી થા તો તું પણ જડ થયો. બાપુ! આ તો મોટા માંધાતાના મીણા ઉતરી જાય એવું છે! અહા ! મોટો અમલદાર હોય તો તેને (સત્તાનો) અમલ ચઢે ને રૂઆબ કરે. જાણે કે હું મોટો છું એમ હુકમો કરે. પણ ધૂળમાંય મોટો નથી સાંભળને! પાપમાં મોટો થઈ ગયો છો, મોટો પાપી થઈ ગયો છો. બાકી એ હુકમની વાણીય તારી નથી હોં. હવે કહે છે-“શુદ્ધનિશ્ચયથી સહજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણોનો આધાર હોવાને લીધે “કારણ શુદ્ધ જીવ” છે.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯ ] ૧૨૯ જુઓ, અહીં જે “સહજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણો' કહ્યા તે ગુણો જ છે, પર્યાય નહિ, અને તેનો આધાર હોવાને લીધે કારણશુદ્ધ જીવ છે. અહા! ભગવાન આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ જે ત્રિકાળી ગુણો છે તે ગુણોનો આધાર છે. આમાં દ્રવ્ય આધાર ને ગુણો આધેય છે એમ કહે છે. અહા ! સહુજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણોનો આધાર દ્રવ્ય છે તેથી તેને કારણશુદ્ધ જીવ કહે છે. પ્રશ્નઃ એકેન્દ્રિય જીવ, બે-ઇન્દ્રિય જીવ, ત્રિ-ઇન્દ્રિય જીવ ઇત્યાદિ જીવ તો સાંભળ્યા હતા, પણ આ કારણશુદ્ધ જીવ ને કાર્યશુદ્ધ જીવ ક્યાંથી કાઢયા? ઉત્તરઃ હવે સાંભળને, બાપા! તે કદી સાચું સાંભળ્યું જ નથી. આ એકેન્દ્રિય ને બે-ઇન્દ્રિય આદિ જીવ જ નથી, કેમકે અંદર જ્ઞાનાનંદમૂર્તિસ્વરૂપ જે છે તે જીવ છે. અહાહા..! અહીં તો ત્રિકાળી જ્ઞાન, આનંદ આદિ ગુણોનો આધાર એવો આત્મા જે પોતે ધ્રુવ-ધ્રુવ શાશ્વત ચીજ છે તેને કારણશુદ્ધ જીવ કહે છે, અને તેનો આશ્રય લઈને તેમાં જ લીનતા કરતાં જે પૂર્ણ વીતરાગ દશા ને કેવળજ્ઞાનાદિ પ્રગટ થાય છે તેને કાર્યશુદ્ધ જીવ કહે છે. આમ જીવમાં (કારણશુદ્ધ જીવ ને કાર્યશુદ્ધ જીવ એવા) બે ભેદ પડે છે. અહો! મુનિરાજે આવી રીતે જીવની વ્યાખ્યા કરીને બહુ સ્પષ્ટીકરણ કર્યું છે. તો, એણે વસ્તુ જેમ છે તેમ યથાર્થ જાણવી જોઈએ. જુઓ, અહીં કારણ જીવ ને કાર્યજીવની વ્યાખ્યા કરી છે. સાતમી ગાથામાં કારણપરમાત્મા ને કાર્યપરમાત્માની વ્યાખ્યા હતી. ત્યાં, કેવળજ્ઞાનને પ્રાપ્ત એવા અરિહંત પરમાત્માને કાર્યપરમાત્મા કહ્યા હતા, અને તેના કારણરૂપ ત્રિકાળી શુદ્ધ જીવને કારણપરમાત્મા કહ્યો હતો. અહાહા..! દોષરહિત ને કેવળજ્ઞાનાદિસહિત એવા દેવને પરમાત્મા કીધા; પણ એનાથી વિપરીત કોઈ પરમાત્મા ન હોય. અહાહા...! પરમાત્મા કોને કહીએ? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ આદિ જેને પ્રગટ થયાં છે, એવી પૂર્ણ દશાને જે પ્રાપ્ત છે તે અહંત ભગવાનને પરમાત્મા કહે છે, અને તેમને કાર્યપરમાત્મા કહેવાય છે. કેમ ? કેમકે ત્રિકાળી જે કારણ પરમાત્મા છે તેમાંથી તે કાર્ય પ્રાપ્ત થયું છે. સમજાય છે કાંઈ....? પ્રશ્ન: પણ આમાં બીજા જીવની દયા પાળવી-એવું તો કાંઈ આવ્યું નહિ? ઉત્તર: ભાઈ, અહીં તો પોતાના જીવની દયાની વાત છે. પોતે જીવ છે કે નહિ? અહાહા...! હું એક ત્રિકાળી જ્ઞાયક, આનંદકંદ છું એમ સ્વીકારીને તેમાં જ લીન રહેવું તે જીવની દયા છે, ને તે પરમ ધર્મ છે. બાકી પરની તો કોણ દયા પાળી શકે છે? તો, અહીં કહે છે અહાહા..! અરિહંત ભગવાન પૂર્ણ દશાને પ્રાપ્ત થયા છે, અર્થાત્ જ્ઞાનાદિ ગુણો જે શક્તિરૂપે ત્રિકાળ છે તે વર્તમાન દશામાં-અવસ્થામાં તેમને પૂર્ણતાએ પ્રાસ છે; અને તેમને કાર્યપરમાત્મા કહે છે. અહા! પણ તે કાર્યપરમાત્મા થયા ક્યાંથી ? ત્રિકાળ કારણરૂપ વસ્તુ વિદ્યમાન છે તેમાંથી. અહાહા...! વસ્તુપણે તો ભગવાન આત્મા અંદર સહજજ્ઞાન-દર્શન-ચારિત્રાદિ અનંત શક્તિનો આધાર એવો કારણપરમાત્મા જ છે. પરંતુ જ્યારે તે કારણપરમાત્માને અંતર્દષ્ટિમાં સ્વીકારે છે, ને તેમાં જ લીન થાય છે ત્યારે તેનું કેવળજ્ઞાનાદિ કાર્ય પ્રગટ થાય છે, અને ત્યારે તે કાર્યપરમાત્મા થાય છે. આમ સાતમી ગાથામાં કારણ પરમાત્મા ને કાર્યપરમાત્માની વ્યાખ્યા આવી, ને અહીં કારણ શુદ્ધ જીવ ને કાર્યશુદ્ધ જીવની વ્યાખ્યા છે. અહા! વસ્તુ તો એની એ જ છે; અહીં જીવમાં (કારણ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦ [નિયમસાર પ્રવચન કાર્ય) ઉતારવું છે ને ? તેથી કારણશુદ્ધ જીવ અને કાર્યશુદ્ધ જીવની વાત કરે છે. અહાહા...! આ જે અંદર એક્લી ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય એવી ત્રિકાળ, ધ્રુવ, નિત્ય, અભેદ, એકરૂપ, શક્તિરૂપ વસ્તુ છે તેને અહીં કારણશુદ્ધ જીવ કહ્યો છે. તેની વ્યાખ્યા જુઓ, નીચે ફૂટનોટમાં આપી છે. 66 ‘દરેક જીવ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ છે અર્થાત્ સહજજ્ઞાનાદિક સહિત છે તેથી દરેક જીવ કારણશુદ્ધ જીવ ” છે;... ’ , શું કીધું આ ? કે ભગવાન આત્મા..., પ્રત્યેક આત્મા હોં, શક્તિ નામ સ્વભાવના સામર્થ્ય અપેક્ષાએ શુદ્ધ છે. વળી તે સહજ અર્થાત્ અકૃત્રિમ ત્રિકાળ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ જે ગુણો છે તે સહિત છે. તેથી, કહે છે, દરેક જીવ છે તે કારણશુદ્ધ જીવ છે. અહીં જે ‘સહજજ્ઞાનાદિ' કીધા તે ત્રિકાળી ગુણોશક્તિઓની વાત છે, પર્યાયની નહિ. અહાહા...! ધ્યાન દઈને સાંભળવું બાપુ? બાકી આવી સરસ વાત સાંભળવા મળવી કઠણ છે. અહા ! ક્યાંય સાંભળી ન હોય એવી ઊંચી સાર સાર વાત છે. અહાહા...! જેમ લીંડીપીપરના દાણામાં ચોસઠ–પહોરી તીખાશની શક્તિ ભરી છે, તેમ ભગવાન આત્મામાં-પ્રત્યેકમાં-જ્ઞાન-દર્શનાદિની શક્તિ ભરી પડી છે. અહાહા...! આવી અનંત અનંત શક્તિનો સમુદ્ર ભગવાન આત્મા છે. એ પામર નથી પ્રભુ! પ્રશ્ન: પણ એ પામર દેખાય ને? ઉત્તરઃ શું દેખાય છે? એ તો બહારથી મફ્તનો એમ માને છે. મૂરખ છે ને? એટલે અંદરમાં પરમાત્મા હોવા છતાં પોતાને પામર માને છે. જુઓ, અહીં શું કહે છે? કે ‘દરેક જીવ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ છે.' અહાહા...! સહજ જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય ઇત્યાદિ ત્રિકાળી ગુણો સહિત હોવાથી પ્રત્યેક જીવ કારણશુદ્ધ જીવ છે. અહો ! નિગોદથી માંડીને બધાય અનંત આત્માઓ પ્રત્યેક-આ રીતે નિશ્ચયથી ત્રિકાળ કારણશુદ્ધ જીવ છે. સમજાણું કાંઈ...? હવે કહે છે- જે કારણશુદ્ધ જીવને ભાવે છે-તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ શુદ્ધ (–કેવળજ્ઞાનાદિ સહિત ) થાય છે અર્થાત્ “ કાર્યશુદ્ધ જીવ થાય છે.... "" અહાહા...! શું કહે છે? કે અંદર પોતે કારણપ્રભુ-કારણશુદ્ધ જીવ-છે તેની જે ભાવના કરે છે, અર્થાત્ તેમાં જ એકાગ્ર થાય છે તે વ્યક્તિપણે અર્થાત્ પ્રગટ પર્યાયપણે કેવળજ્ઞાનાદિ સહિત થાય છે. અહાહા...! અંદર સામાન્ય...સામાન્ય...સામાન્ય ધ્રુવ એકરૂપ ચૈતન્યવસ્તુ પોતે છે તેનો જ જે આશ્રય કરે છે અર્થાત્ લીનતા દ્વારા તેમાં જ એકાગ્ર થઈ રહે છે તે વ્યક્ત પ્રગટ દશામાં પૂર્ણ કેવળજ્ઞાનાદિ સહિત થાય છે, અર્થાત્ કાર્યશુદ્ધ જીવ થાય છે. અહા! એનું કાર્ય પૂર્ણ ને સફળ (મોક્ષરૂપ) થઈ ગયું ને? તો, તેને ‘કાર્યશુદ્ધ જીવ’ કહે છે. લ્યો, આમાં મોક્ષનું કારણ અને કાર્ય બંને આવી ગયાં. ભાષા તો સાદી છે, બાકી ભાવ તો અંદર જે છે તે છે. અહા! આ લીંડીપીપર નથી આવતી? તે કદમાં નાની હોવા છતાં તેમાં લીલો રંગ ને ચોસઠ– પહોરી તીખો રસ શક્તિપણે ભર્યો પડયો છે; તો, તેને કારણલીંડીપીપર કહીએ અને તેને ઘસતાં અંદર શક્તિ છે તે પ્રગટ થઈ ચોસઠ-પહોરી તીખાશ પૂર્ણ પ્રગટ થાય છે; તો, તેને કાર્યલીંડીપીપર કહીએ. અહાહા...! તેમ ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદપ્રભુ તેમાં કેવળજ્ઞાનાદિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯] ૧૩૧ શક્તિપણે ભર્યાં પડ્યાં છે, તો તેને “કારણશુદ્ધ જીવ’ કહીએ; ને સમ્યક શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્ર દ્વારા તેમાં જ એકાગ્ર-લીન થઈ રહેતાં શક્તિ છે તે પ્રગટ થઈ કેવળજ્ઞાનાદિ સહિત તેની પૂર્ણ દશા પ્રગટ થાય છે; અહા! તો તેને “કાર્યશુદ્ધ જીવ’ કહીએ. અહા! આવી વાત ! પણ એને પોતાના ઘરની ખબર નથી, ને પારકી માંડે છે. બહારમાં હોંશિયારી કરે, પણ પોતે કોણ છે?—એની કાંઈ ખબર ન મળે! એ તો જેમ દીવા નીચે અંધારું”—એમ પોતે ચૈતન્યના પ્રકાશરૂપ હોવા છતાં મૂઢ અજ્ઞાની અંધારે છે, એને કાંઈ ખબર નથી. જુઓ ભગવાનના આગમમાં નવ તત્ત્વ કહ્યાં છે. તેમાં આ જીવતત્ત્વનું વર્ણન છે. તો કહે છે–અંદર આત્મા શુદ્ધ ચૈતન્યવસ્તુ છે તે પરથી તદ્દન ભિન્ન છે, ને અંદર નિજ શક્તિથી અભિન્ન છે. અહાહા...! પોતાની જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય આદિ જે સહજ શક્તિ-ગુણો છે તેનાથી તે અભિન્ન છે. અહા ! એવા આત્મસ્વરૂપને અહીં “કારણશુદ્ધ જીવ' કહ્યો છે, એની એકાગ્રતા કરતાં તેને અંતર્દષ્ટિ વડે સ્વીકારીને તેમાં લીન થતાં-કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ ઇત્યાદિરૂપ જે કાર્યદશા પ્રગટ થાય છે તેને અહીં “કાર્યશુદ્ધ જીવ' કહ્યો છે. અહાહા...! તે કોનાં કાર્ય કરવા જાય? શું પરનાં કાર્ય કરે? પરનાં કાર્ય તે (આત્મા) કરી શકતો જ નથી. શું તે રાગનાં કાર્ય કરે? રાગેય એનું કર્તવ્ય નથી. અહીં તો એમ કહે છે કે આત્મ પરનું ને રાગનું કાર્ય કરે છે એમ જે માને છે તે વાસ્તવમાં જીવ ને માનતો જ નથી. તો જીવ શું (-કોણ) છે? અહાહા...! અંદર ભગવાન આત્મા જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત અનંત ગુણ-શક્તિરૂપ છે તે કારણશુદ્ધ જીવ છે. તેનો નિજ જ્ઞાન-શ્રદ્ધાનમાં સ્વીકાર કરીને તેમાં જ જે એકાગ્ર-લીન-સ્થિર થાય છે તેને પર્યાયમાં કાર્યશુદ્ધતા પ્રગટ થાય છે. (નિજ સ્વભાવમાં એકાગ્રતા-લીનતા તે ચારિત્ર છે.) આમ કેવળજ્ઞાનાદિ સહિત પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે તેને અહીં કાર્યશુદ્ધ જીવ કહ્યો છે. સાતમી ગાથામાં તેને જ કાર્યપરમાત્મા કહ્યો હતો, ને અહીં તેને કાર્યશુદ્ધ જીવ કહ્યો છે. લ્યો આ જીવની વ્યાખ્યા છે. અહો ! આચાર્યદવ અલૌકિક વ્યાખ્યા કરી છે. પ્રશ્નઃ જીવમાંય કારણજીવ ને કાર્યજીવ-આ શું? ઉત્તર: ભાઈ, અંદર ત્રિકાળી શક્તિ કારણપણે વિદ્યમાન છે તેથી તે કારણશુદ્ધ જીવ છે. અહા ! આત્મા વસ્તુ-પદાર્થ છે કે નહિ? અસ્તિ છે કે નહિ? છે ને. તે અતિ-હોવાપણે છે તો તેની જ્ઞાન, આનંદ આદિ ગુણો-શક્તિઓ પણ હોવાપણે ત્રિકાળ છે. અહા ! આવી શક્તિરૂપ કારણપરમાત્મા અથવા કારણશુદ્ધ જીવ છે. અને આ નિયમસાર છે ને? તેથી મોક્ષનો માર્ગ જેણે પ્રગટ કરવો હોય તેણે આ કારણશુદ્ધ જીવમાં એકાગ્ર થવું એમ કહે છે. અહા ! પોતે જ કારણપરમાત્મા અર્થાત્ કારણશુદ્ધ જીવ (છે તેમાં એકાગ્ર-લીન થતાં જે પૂર્ણ દશા પ્રગટ-પ્રાપ્ત થાય છે તે કાર્યશુદ્ધ જીવ) છે. અહાહા...! કેવળજ્ઞાનાદિ સહિત છે તે કાર્યશુદ્ધ જીવ છે. અહો ! આ અલૌકિક વાત છે! આવી વાત બીજે ક્યાંય-શ્વેતાંબરમાંય નથી. હવે કહે છે-“શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને કારણશુદ્ધ જીવ કહેવાય છે અને વ્યક્ત શુદ્ધતાવાળા જીવને કાર્યશુદ્ધ જીવ કહેવાય છે.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૨ [નિયમસાર પ્રવચન અહાહા...! કહે છે-‘શક્તિમાંથી વ્યક્તિ થાય છે,..' ભાઈ, આ તો પ્રાસની પ્રાપ્તિ થાય છે. જેમાં હોય તેમાંથી આવે ને? જેમ કૂવામાં પાણી હોય તો અવેડામાં આવે. અહાહા...! તેમ ભગવાન આત્મા અનંત જ્ઞાન-દર્શન-આનંદરૂપી શક્તિનો મોટો કૂવો છે તેમાં પ્રવેશતાં-એકાગ્ર થતાં તેની પર્યાયમાં વ્યક્તિઅપેક્ષાએ પૂર્ણ દશા પ્રગટ થાય છે. મતલબ કે શક્તિમાં છે તો તેમાંથી પ્રગટતા થાય છે. પણ અરે! એ તો બહારમાં શોધતો ભટકે છે! આમ તો પહેલાં ટીકામાં સાધારણ રીતે દ્રવ્યપ્રાણ ને ભાવપ્રાણથી જીવનું વર્ણન કર્યું. પણ પછી આ ખાસ વર્ણવ્યું. શું? કે શક્તિરૂપ ત્રિકાળ શુદ્ધ ચૈતન્યવસ્તુ તે કારણશુદ્ધ જીવ છે, અને તેની શક્તિમાંથી પૂર્ણ વ્યક્તતા પ્રગટ થાય તે કાર્યશુદ્ધ જીવ છે.-આમ કા૨ણજીવ ને કાર્યજીવના બે ભેદ પાડયા. અહાહા...! તારા કાર્યનું કારણ તારી અંદર જ છે પ્રભુ! તેથી તને વ્યવહારની-દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાના વિકલ્પની કાર્યશુદ્ધ જીવ વા કાર્યપરમાત્મા થવામાં બિલકુલ જરૂર નથી. તેમ જ નિજ શક્તિમાં એકાગ્ર થતાં જે મોક્ષમાર્ગ પ્રગટ થાય તેય ખરેખર કાર્યશુદ્ધ જીવનું (–મોક્ષનું) સાક્ષાત્ કારણ નથી. કેમ ? કેમકે પૂર્ણ કાર્યશુદ્ધ જીવનું કારણ વાસ્તવમાં પૂર્ણ કારણશુદ્ધ જીવ છે એમ કહે છે. સમજાણું કાંઈ...? પણ પામર થઈને પડયો છે ને? એટલે એને આ વાત બેસવી ભારે આકરી પડે છે. ભિખારી થઈને હું રાગી છું, હું દીન-હીન પામર છું એમ તે માને છે. પણ ભગવાન! તારામાં તો અમે અનંત શક્તિ દેખીએ છીએ ને? અનંત ચૈતન્યલક્ષ્મીનો ભંડાર તું છો ને પ્રભુ! પણ અરે! એને કેમ બેસે ? જેતપુરમાં એક કંદોઈનો છોકરો હતો. તેનું નામ ભગવાન હતું. તે બહુ ભોળો હતો એટલે લોકો તેને ભગુ કહેતા. તે એમ બોલતો કે મહારાજ! ભગુ પશુ છે. એમ આ (અજ્ઞાની ) અંદર ભગવાન હોવા છતાં પશુ (મૂઢ) થઈને એમ બોલે છે કે હું પશુ (−મૂઢ) છું. અહા ! હું માણસ છું, ને ઢોર છું, પૈસાવાળો છું, નિર્ધન છું, રૂપાળો છું, કાળો છું, શ૨ી૨વાળો છું ને અલ્પજ્ઞ છું-એમ એ પોતાને માની બેઠો છે તે ઓલા ભગુની જેમ પશુ-મૂઢ છે. અહા! ભગવાન! આ બધું તું ન હોય, તું એવો છો જ નહિ. તું તો ભગવાન છો. તું અંદર સાક્ષાત્ કારણભગવાન-કા૨ણપ૨માત્મા ને કારણશુદ્ધ જીવ છો. પણ અંદર હું કા૨ણભગવાન છું એમ બેસ-એમ પ્રતીતિ થાય ત્યારે એને પ્રગટ થાય ને? અહાહા...! આવો હું કારણભગવાન છું એવી જેને પ્રતીતિ ને જ્ઞાન થાય અને જે એમાં સ્થિર-લીન થઈને રહે તેને પૂર્ણ આનંદ સહિત કાર્યશુદ્ધ જીવ પ્રગટ થાય છે. ભાઈ, આ તો ઘ૨માં છે તે બહાર કાઢવાનું છે; ક્યાંય બહારથી લાવવાનું નથી, બહારથી આવવાનું નથી. અંદર કારણભગવાન છે તે ‘enlarge' થઈને પર્યાયમાં કાર્યભગવાન થાય છે. સમજાય છે કાંઈ...? ભાઈ, હું જીવ છું એમ તારે નિજ સત્તાનો સ્વીકાર કરવો હોય તો હું આવો (-કારણશુદ્ધ જીવ ) છું એક સ્વીકારવું પડશે. બાપુ! હું પરની દયા પાળનારો, ને ૫૨ને મારનારો, લક્ષ્મી-ધન કમાનારો ને મોટો દાનનો દેનારો દાનવીર છું-એ વાત જવા દે પ્રભુ! કેમકે એ બધું તું છો જ નહિ. એ તો મફતનો તું પોતાને એવો માને છે. બહુ આકરી વાત બાપા! અહીં કહે છે-શક્તિ ત્રિકાળ છે તેમાંથી વ્યક્તિ થાય છે. આ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે; છે એમાંથી આવે છે; ન હોય એમાંથી શું આવે? શૂન્યમાંથી શું આવે? કાંઈ જ ન આવે. એમ ત્રિકાળી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ ૯ ] ૧૩૩ ધ્રુવ સચ્ચિદાનંદ પ્રભુ સહજ જ્ઞાનાદિ શક્તિરૂપે ત્રિકાળ વિધમાન છે જ, પોતે અંદ૨ કા૨ણપ૨માત્મારૂપ છે જ, અને તેમાંથી વ્યક્તિરૂપ પ્રગટ થાય છે. માટે કહે છે, શક્તિ કારણ છે ને વ્યક્તિ કાર્ય છે. લ્યો, આમ અંદર ને અંદર જ કા૨ણ ને કાર્ય છે. બહા૨માં કાંઈ નથી. અહા ! પિતા પુંજી મૂકી ગયા હોય તો તે તરત તપાસે, પણ આ ( ધર્મપિતાએ મૂકેલી પુંજી) તપાસતો નથી! શું થાય? મૂઢ છે ને ? Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates કહે છે– આમ હોવાથી '...એટલે શું? કે શક્તિ કારણ ને વ્યક્તિ કાર્ય છે,-આમ હોવાથી ‘શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને...' અહાહા...! જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ અનંત સહજ ગુણ-શક્તિવાળા જીવને ‘કા૨ણશુદ્ધ જીવ કહેવાય છે; અને વ્યક્ત શુદ્ધતાવાળા જીવને કાર્યશુદ્ધ જીવ કહેવાય છે.' અહાહા...! જેવો નિર્મળ-પવિત્ર સ્વભાવ છે એવી પૂર્ણ નિર્મળ-પવિત્ર પર્યાય પ્રગટ થઈ ગઈ ત્યાં તેને કાર્યશુદ્ધ જીવ કહેવાય છે. અહા ! આ એકલું માખણ છે! . ભાઈ, આ તારા પરમ હિતની વાત છે. શું? કે તારે નિજ ૫૨મકલ્યાણરૂપ કેવળજ્ઞાનના કાર્યરૂપે થવામાં તને બીજાની જરૂર-અપેક્ષા નથી. અહાહા...! મનુષ્ય શરીર હોય, વજ્રર્ષભનારાચ સંહનન હોય, ચોથો કાળ હોય ને પુણ્યનો વિશિષ્ઠ એવો વિકલ્પ હોય તો કેવળજ્ઞાન થાય એવું કાંઈ છે નહિ. ભગવાન ! તું અંદરમાં પૂર્ણ કારણભગવાનપણે રહ્યો છો ત્યાં જો, ત્યાં જા ને ત્યાં જ લીન થા, તને પરમકલ્યાણરૂપ મોક્ષદશા અર્થાત્ કાર્યશુદ્ધ જીવ પ્રગટ થઈ જશે. અંતઃપુરુષાર્થનો આવો મારગ છે. બીજી ચીજ નિમિત્ત હો, પણ એની ગરજ નથી. સમજાય છે કાંઈ... ? 6 અહાહા...! ‘કારણશુદ્ધ' એટલે શું? ‘કારણશુદ્ધ એટલે કારણ-અપેક્ષાએ શુદ્ધ અર્થાત્ શક્તિઅપેક્ષાએ શુદ્ધ.' મતલબ કે પ્રગટ અપેક્ષાએ શુદ્ધ નહિ, પણ સ્વભાવ-સામર્થ્ય અપેક્ષાએ શુદ્ધ. અને કાર્યશુદ્ધ એટલે કાર્ય-અપેક્ષાએ શુદ્ધ અર્થાત્ વ્યક્તિ-અપેક્ષાએ શુદ્ધ.' ભાઈ, જો તારે જીવને માનવો હોય તો તું જીવ આવો છો એમ તારે માનવું ને જાણવું પડશે. આ એકેન્દ્રિય ને બે-ઈન્દ્રિય આદિ જીવ એ જવા દે પ્રભુ! કેમકે જીવ એવો છે જ નહિ. જીવ તો આને-કારણશુદ્ધ ભગવાનને-કહે છે, ને તેને તું જીવ ન માન તો તેં તારા જીવને હણ્યો છે. અહા! શુદ્ધ ચૈતન્યમય જીવનથી જીવનારું એવું તારું જીવતત્ત્વ છે તેને એવું ન માનતાં, હું દયાનો પાળનારો ને રાગનો કરનારો-એવું માન્યું તો તેં તારા જીવનો ઘાત કર્યો છે, અર્થાત્ કારણશુદ્ધ જીવ હું નહિ–એમ માન્યું એનું નામ જ હિંસા છે. સમજાય છે કાંઈ... ? પ્રશ્ન: તો શું હું મનુષ્ય છું એમ માનવું તે હિંસા છે? ઉત્તરઃ હા, તે હિંસા છે; કેમકે તું મનુષ્ય કે દિ' હતો? અહા! પોતાને પામર માનીને, અન્યથા માનીને તું મરી ગયો છો. પ્રશ્ન: હા, પણ તે વાણિયો તો છે ને? ઉત્તરઃ ના, તે વાણિયોય નથી, ને લક્ષ્મીવાળોય નથી, ને મનુષ્યેય નથી. અહા ! કારણશુદ્ધ જીવથી જુદો હું આવો છું ને તેવો છું–એમ માનીને એણે જીવને (–પોતાને) હણી નાખ્યો છે. અરે ! હું વિકલ્પ તો નહિ, પણ હું અલ્પજ્ઞાનવાળો-ક્ષયોપશમના અંશવાળો છું એમ માનનારે પણ જીવને મારી નાખ્યો છે, કેમકે જીવને તેણે અન્યથા માન્યો છે. અહા ! હું દેવ છું, મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, ક્ષત્રિય છું, વાણિયો છું, પરની દયા પાળનારો છું, ભક્તિ કરનારો છું–એમ માનીને ભગવાન ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ | નિયમસાર પ્રવચન તેં તારા ત્રિકાળી કારણજીવનો અનાદર કર્યો છે, અને એનો અનાદર કર્યો એ જ હિંસા છે. અહીં તો આ વાત છે બાપા! પ્રશ્ન: પણ આમાં તો હિંસા પણ જગતથી જુદી જાતની છે? ઉત્તર: ભાઈ, વસ્તુ (કારણશુદ્ધ જીવ) છે એનો નકાર કર્યો એનું નામ જ હિંસા છે, બીજું શું? અહા ! જગતને (-જગતના જીવોને) પોતે કોણ છે? કેવડો છે?-ઇત્યાદિ કાંઈ ખબર નથી. અહા ! વસ્તુ કારણપણે તો વિદ્યમાન છે, પણ હું આવો છું એમ એને ભાન નથી એટલે ક્યાંક બીજે જ એણે પોતાનું અસ્તિત્વ માન્યું છે. ને તેથી જ, હું વાણિયો છું, ક્ષત્રિય છું, ગરીબ છું, પૈસાદાર છું, દેવ છું, મનુષ્ય છું ને નારકી છું, મૂર્ખ છું ને પંડિત છું-એમ અનેક પ્રકારે તે પોતાને માને છે. પણ બાપુ! આવું માનનારા બધાય (જગત આખું) પોતાના આત્માના હણનારા છે. ખરેખર તો, હું મુનિ છું, શ્રાવક છું ને સમકિતી છું એમ જે પોતાને પર્યાય જેટલો જ માને છે તેય પોતાને હણે છે, કેમકે તેણે નિજ કારણશુદ્ધ જીવને માન્યો જ નથી. અહા ! તું ક્યાં મુનિ છો ? કેમકે મુનિની અવસ્થા તો એક સમયની છે, ને તું તો ભગવાન! ત્રિકાળી કારણશુદ્ધ જીવ-કારણભગવાન છો. પ્રશ્નઃ હું દીકરા-દીકરીનો પિતા તો છું ને? ઉત્તર: અહા! કોના દીકરા ને કોની દીકરી? એ તો કોઈકની ચીજ-કોઈક બીજું જ દ્રવ્ય છે. અરે! પણ અભિમાને જગતને મારી નાખ્યા છે! પ્રશ્ન: દીકરાને પૈસા મળે તો પિતા ખુશી તો થાય છે? ઉત્તરઃ પણ કોઈ દીકરો જ નથી ને? પછી તેને પૈસા મળે ને પિતા ખુશી થાય એ ક્યાંથી લાવ્યો? અહીં કહે છે-કારણશુદ્ધ જીવ સહજશક્તિરૂપે ત્રિકાળ પૂર્ણ ભર્યો પડ્યો છે, ને તેમાંથી પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થાય છે. પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થયે તેને કાર્યશુદ્ધ જીવ વા કાર્યપરમાત્મા કહે છે. જીવનું કાર્ય પૂરું થયું ને ? તો તેને કાર્યશુદ્ધ જીવ કહે છે. આ જીવ (કારણજીવ ને કાર્યજીવ) સંબંધી મૂળ મુદ્દાની વાત છે. હવે કહે છે-“આ (જીવ) ચેતન છે; આના (-જીવના) ચેતન ગુણો છે.' અહાહા...! ભગવાન આત્મા ચેતન છે, જાણનાર...જાણનાર...જાણનાર-એવો એ ચૈતન્યસૂર્ય છે. અહાહા..! ચૈતન્યની ઝળહળતી જ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા છે અને તેના ગુણો પણ ચેતન જ હોય, અચેતન ન હોય. અહા ! જીવના બધા ગુણો ચૈતન્યના સંબંધથી ચેતન હોય છે. વળી, કહે છે-“આ અમૂર્ત છે; આના અમૂર્ત ગુણો છે.” અહા! ભગવાન આત્મા અમૂર્ત છે, અરૂપી છે અમૂર્ત નામ સ્પર્શ, રસ, ગંધ, ને રંગ વિનાની એ અરૂપી ચીજ-વસ્તુ છે. એના અનાદિ ગુણો પણ અમૂર્ત ને અરૂપી છે. આમ સ્પર્શારિરહિત ચેતનની બધા પ્રકારે ઓળખાણ આપે છે. પણ એને ક્યાં પડી છે? વળી કહે છે-“આ શુદ્ધ છે; આના શુદ્ધ ગુણો છે. આ અશુદ્ધ છે; આના અશુદ્ધ ગુણો છે. પર્યાય પણ એ પ્રમાણે છે.” જુઓ, શું કહે છે? કે આ અર્થાત્ જીવ શુદ્ધ છે. પહેલાં કારણશુદ્ધ જીવ કહ્યો હતો ને? તો, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯] ૧૩પ. તે શુદ્ધ છે, ભગવાન આત્મા શુદ્ધ છે. અને એના ગુણો અર્થાત્ કેવળજ્ઞાનાદિ પર્યાયો શુદ્ધ છે. જે કાર્યશુદ્ધ જીવ કહ્યો હતો તેની આ વાત છે. અહીં પર્યાયને ગુણ શબ્દથી વર્ણવી છે. અહા ! આત્માની જે કેવળજ્ઞાનાદિ પર્યાયો છે તેને અહીં “શુદ્ધ ગુણો કહ્યા છે. ત્રિકાળ કારણ શુદ્ધ જીવનું જે કાર્ય આવ્યું તે કાર્યશુદ્ધ જીવ છે, અને તે કાર્યશુદ્ધ જીવને અહીં “શુદ્ધ ગુણો” તરીકે વર્ણવીને “આ શુદ્ધ છે; આના શુદ્ધ ગુણો છે'—એમ કહ્યું વળી, “આ અશુદ્ધ છે; આના અશુદ્ધ ગુણો છે”—એટલે શું? કે મતિ-શ્રુતજ્ઞાનાદિ પર્યાયોને અશુદ્ધ ગુણો કહેવામાં આવે છે. મતિ જ્ઞાનાદિ છે તો પર્યાય, છતાં પણ તેને અશુદ્ધ ગુણો કહ્યા છે. પ્રશ્ન: ત્યારે કોઈ કહે છે કે આત્મામાં (-પર્યાયમાં) રાગાદિ હોતાં દ્રવ્ય-ગુણ અશુદ્ધ થઈ જાય છે, શું આ બરાબર છે? ઉત્તરઃ ના, એમ નથી. રાગાદિને લીધે પર્યાય અશુદ્ધ છે, પણ તેથી દ્રવ્ય-ગુણ અશુદ્ધ છે એમ નથી. અહીંયાં તો, પર્યાયમાં અપૂર્ણતા નામ મતિ-શ્રુતજ્ઞાનાદિ ભાવ છે તેથી પર્યાયની અપૂર્ણતાની અપેક્ષાએ તેને (-આત્માને) પણ અશુદ્ધ કહ્યો છે; બાકી તેના દ્રવ્ય ને ગુણ તો ત્રિકાળ શુદ્ધ જ છે. અહીં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ને મન:પર્યયજ્ઞાન-એ ચાર જ્ઞાનની અપૂર્ણ પર્યાયને વિભાવ કહીને અશુદ્ધ ગુણો' કહેવામાં આવ્યા છે. અહીં સાધક જીવની જ્ઞાનની આ ચાર પર્યાયોને અશુદ્ધ ગુણો કહીને ઓળખાવી છે. આ અશુદ્ધ છે'—એમ કહ્યું ને? કેમકે એ તો મતિ-શ્રુતજ્ઞાનાદિ પર્યાયો અશુદ્ધ (અપૂર્ણ) છે તેથી જીવને (દ્રવ્યને) પણ અશુદ્ધ કહ્યો છે; અને આ તો અશુદ્ધ પર્યાયની અપેક્ષા એ વાત છે. જ્યારે ઉપર દ્રવ્યને શુદ્ધ કહ્યું હતું તે શક્તિ અપેક્ષાએ કહ્યું હતું. ભાઈ, જ્યાં જે અપેક્ષાથી વાત હોય તે યથાર્થ સમજવી જોઈએ. વળી કહે છે-“પર્યાય પણ એ પ્રમાણે છે.” જુઓ, અહીં પર્યાય એટલે વ્યંજનપર્યાયની વાત છે. ભગવાન સિદ્ધને શુદ્ધ વ્યંજનપર્યાય છે, જ્યારે દેવ, નારકી, મનુષ્ય ને તિર્યંચની જે વ્યંજનપર્યાય છે તે અશુદ્ધ વ્યંજનપર્યાય છે.-આમ આ વ્યંજનપર્યાયની અપેક્ષાએ વાત છે. અહા! અરિહંત પરમાત્મા એ જ દેવ છે, એનાથી વિપરીત કોઈ દેવ કે પરમાત્મા નથી–એમ પહેલાં કહ્યું હતું. વળી તીર્થંકર પરમાત્માએ કહેલાં તે આગમો છે જેમાં તત્ત્વો કહેલાં છે. તેમાં આ જીવતત્ત્વ કહ્યું. જીવતત્ત્વ કહો કે જીવદ્રવ્ય કહો-એક જ છે. ગાથામાં “તન્વત્થા” શબ્દ છે ને? તેથી, તેમાં તત્ત્વ ને દ્રવ્ય-બેય આવી ગયા. -આ રીતે જીવની વ્યાખ્યા થઈ. તેમાં જીવનું કોઈ અલૌકિક સ્વરૂપ વર્ણવ્યું. હવે પુગલની વાત કરે છે; વળી, જે ગલન-પૂરણસ્વભાવ સહિત છે (અર્થાત્ છૂટા પડવાના અને ભેગા થવાના સ્વભાવવાળું છે કે તે પુદ્ગલ છે.” જુઓ, પરમાણુઓ ભેગા થાય ને વળી છૂટા પડી જાય એવો પુગલ પરમાણુનો સ્વભાવ છે. આ લાડવો આમ વળે ને વળી તેનો ભુકો થઈ જાય એ બધો પુદ્ગલનો સહજ જ ગલન-પૂરણસ્વભાવ છે. એટલે શું? કોઈ જીવ કરે તો લાડવો વળે ને જીવ કરે તો ભૂકો થઈ જાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ [નિયમસાર પ્રવચન એમ છે નહિ એમ કહે છે. ભારે વાત ભાઈ ! આ શરીર પણ પુદ્ગલ-પિંડ છે. માટે જીવ ધ્યાન રાખે તો શરીર પુષ્ટ થાય, ને બરાબર ધ્યાન ન રાખે તો તે ગળી જાય એમ છે નહિ. કેમ? કેમકે તેમાં પુદ્ગલ પરમાણુ સ્વયં પુરાય તો તે પુષ્ટ થાય, ને સ્વયં વિખરાય-છૂટા પડે તો તે ગળી જાય છે. ભાઈ, આવો જ પરમાણુનો સહુજ ગલન-પૂરણસ્વભાવ છે, જીવ તેમાં કાંઈ જ કરી શકતો નથી. કારણ કે જીવતત્ત્વ પુગલમાં નથી, ને પુદ્ગલતત્ત્વ જીવમાં નથી. માટે શરીરને કેમ રાખવું એ જીવના હાથની વાત નથી. શરીર પુદ્ગલસ્વભાવ હોવાથી તેનું જેમ થવાનું હોય તે તેનાથી થાય છે, પરંતુ જીવ વડે તેનું રખાવું કે નાશ થવું-કાંઈ જ-થતું નથી. આ તો વસ્તુસ્થિતિ છે બાપુ! અહાહા....! કહે છે પુદ્ગલનો સહજ જ ગલન-પૂરણસ્વભાવ છે. હવે એને બદલે જીવ તેનો (પુદ્ગલની ગલન-પૂરણક્રિયાનો) સ્વામી થાય તો તે મૂઢ છે, જડ છે; કેમકે જડનો સ્વામી જડ હોય છે. પ્રશ્ન: પણ ડોકટર ઇજેકશન આપે તો દર્દી સાજા થાય ને? ઉત્તરઃ કોણ ઇજેકશન આપે? કોઈ ઈજેકશન આપી શકે નહિ, ને કોઈ તે લઈ શકે નહિ. એ તો પુદ્ગલનું જેમ થવું હોય તેમ તેનાથી થાય છે, તેમાં જીવનું કાંઈ જ કર્તવ્ય નથી. પ્રશ્નઃ તો કરેલા ઉપકારને જ્ઞાનીઓ ભૂલતા નથી એમ આવ્યું ને? સમાધાન: હા, પણ એ શું વાત છે? શું એ પુદગલની વાત છે? એ તો, ભગવાન કેવળી પરમાત્માએ જે તત્ત્વો કહ્યાં છે તે જેણે સાંભળ્યાં, ને સમજણમાં લઈ તદનુસાર જે જ્ઞાનપરિણત થયો એવો જ્ઞાની ધર્માત્મા તે ઉપકારને (નિમિત્તને) જ્ઞાનમાં ઓળવતો નથી એમ ત્યાં કહેવું છે. (એવો જ વિનયનો ભાવ જ્ઞાનીને હોય છે.) બાકી બહારનું-પુદ્ગલનું કરવાની વાત એમાં ક્યાં છે? અહાહા....! પુદગલનો, કહે છે, ગલન-પૂરણસ્વભાવ છે. આ આંખ..આંખ-દષ્ટિ છે ને ? સરસ તેજ દેખાતાં હોય ત્યાં ઘડીકમાં તો ઝામર આવે ને કાંઈ ન દેખાય. અરે પ્રભુ! એ તો એમ થવાનો પુદ્ગલનો સ્વભાવ છે. હવે એને કાંઈ ખબર નથી એટલે પુદ્ગલના નાટકને એણે પોતાનાં માન્યાં છે. અહા ! પ્રભુ! તારી પ્રભુતા તારા ગુણમાં ને તારી પર્યાયમાં ચાલે, પણ શું તારી પ્રભુતા પરમાં ચાલે! આ દેહ રૂપાળો ચાલતો-દોડતો હોય, ને ઘડીકમાં પક્ષઘાત થઈ જાય તો ડગલુંય ન ચાલે. બાપુ! એ તો પુદ્ગલનો-જડનો સ્વભાવ છે કે તે કાળે શરીરમાં તેમ જ થવાયોગ્ય થાય છે. વળી તે ( પુલ) તને ક્યાં અડે છે? તારાથી તો તે તદ્દન ભિન્ન છે. તેને ને તારે સેઢે-સીમાડે કાંઈ જ સંબંધ નથી. ભગવાન! તારી સત્તાના સીમાડામાં (–ક્ષેત્રમાં) તું રહ્યો છો, ને તેની સત્તાના સીમાડામાં તે પુદગલ રહ્યું છે; કોઈનો કોઈમાં પ્રવેશ નથી. પણ આ તો ભારે કઠણ પડે એવી વાત છે. ભાઈ, તને અભ્યાસ નથી, ને ઊંધે રવાડે ચઢી ગયો છો તેથી પોતાને પાછો વાળવો કઠણ પડે છે; પણ આ જ વસ્તુસ્થિતિ છે. જુઓ, શું છે અંદર? કે પુગલ ગલન-પૂરણસ્વભાવ સહિત છે. અહા! આ કર્મમાં જે પુદ્ગલ પરમાણુઓ આવે છે, બંધાય છે ને છૂટે છે–ખરી જાય છે તે પુદગલનો સ્વભાવ છે, તે કાંઈ જીવના કારણે છે એમ છે નહિ. જીવે ધર્મની દશા પ્રગટ કરી માટે કર્મને ખરવું પડ્યું છે એમ નથી; પરંતુ ગલન-પૂરણસ્વભાવ સહિત હોવાથી કર્મના પરમાણુ પોતે જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯] ૧૩૭ પોતાથી તે તે અવસ્થાએ થાય છે. અહા! પરમાણુમાં એવો જ કોઈ સ્વભાવ છે કે ક્ષણમાં અનંતગુણા રસની પર્યાય પરિણમે, ને ક્ષણમાં તે જ પરમાણુ એકગુણ રસવાળો થઈ જાય. અહા ! કદીક બંધાય ને કદીક વિખરાઈ જાય એવો જ પરમાણુનો સ્વભાવ છે એવું જ પુદ્ગલનું શક્તિપણે સ્વરૂપ છે, અને તેથી વ્યક્તપણામાં પણ તે તે-પણે થાય છે, પરિણમે છે. વળી કહે છે-“આ (પુદ્ગલ) શ્વેતાદિ વર્ણોના આધારભૂત મૂર્તિ છે; આના મૂર્ત ગુણો છે. આ અચેતન છે; આના અચેતન ગુણો છે.' જુઓ, ચેતાદિ રંગ છે તે તો પર્યાય છે, છતાં અહીં તેને ગુણ કીધો છે, એ (પર્યાયને ગુણ કહેવાની) આ નિયમસારની શૈલી છે. અહા ! પુદગલમાં ધોળો, પીળો, લીલો આદિ જે વર્ણ છે એ પર્યાય છે, અને જે ત્રિકાળી રંગ, રસ, સ્પર્ધાદિ છે તે ગુણ છે. અહીં તે વર્ણાદિની પર્યાયને જ ગુણ તરીકે કહી છે. તો, કહે છે આ પુલ પરમાણુ ધોળો, પીળો, લીલો આદિ વર્ણોના આધારભૂત મૂર્તિ છે. અહા ! પુદ્ગલ મૂર્તિ છે અને એના મૂર્ત ગુણો છે. પુદ્ગલના બધા ગુણો (પર્યાયો) મૂર્ત છે. જ્યારે ભગવાન આત્મા અમૂર્ત છે. આમ બંને-આત્મા અને પુદ્ગલ-અત્યંત ભિન્ન ભિન્ન છે. સમજાણું કાંઈ..? વળી, આ પુદ્ગલ, કહે છે, અચેતન છે, ને એના અચેતન ગુણો છે. ભાઈ, આ શરીર, હાડકાં, આંગળાં, વગેરે છે ને? તે અચેતન છે, કેમકે એ તો ધૂળ-માટી છે; અને તેના અચેતન ગુણો છે. એટલે શું? કે તેના ગુણો ચેતનમાં નથી, અને ચેતનના ગુણો એમાં નથી. અહાહા..! શરીર ચેતનમાં-જીવમાં નથી, ને જીવ, શરીરમાં નથી. બહુ આકરી વાત બાપા! પણ આમ પુદ્ગલદ્રવ્યને સ્વતંત્ર સ્વીકારવું તે યથાર્થ જ્ઞાન છે; પણ પુદ્ગલમાં-શરીરાદિમાં કાંઈ પણ ફેરફાર થતાં તે હું કરું છું એમ જાણવું તે વિપરીત જ્ઞાન છે. સમજાણું કાંઈ....? અહા! ભગવાન સર્વજ્ઞદેવના જ્ઞાનમાં છ દ્રવ્યો જાણવામાં આવ્યાં છે. તેનું શું સ્વરૂપ છે તે સંબંધીનું જ્ઞાન મોક્ષમાર્ગની અંદર (મોક્ષમાર્ગમાં સ્થિત જીવને) અવશ્ય હોય છે. સમકિતીને છ દ્રવ્યનું સ્વરૂપ યથાસ્થિત નિઃસંદેહ જ્ઞાનમાં જાણવામાં આવી ગયું હોય છે, કેમકે જ્ઞાનની એક સમયની જે પર્યાયઅવસ્થા છે તેમાં છ દ્રવ્યને જાણવાનું સામર્થ્ય હોય છે. અહા ! એક સમયની પર્યાયમાં પણ આટલી તાકાત! ને એવી અનંતી પર્યાયોનો પિંડ એક જ્ઞાનગુણ છે, ને એવા અનંતા ગુણોનો પિંડ ભગવાન આત્મા છે. તે ચેતન છે, ને પુદ્ગલ અચેતન છે; ને એના અચેતન ગુણો છે. અહાહા...! પહેલાં કહ્યું કે પુદ્ગલનો સહજ જ ગલન-પૂરણસ્વભાવ છે, અર્થાત્ પુદ્ગલ પરમાણુ આવે-જાય, છૂટા પડે ને ભેગા થાય એવો એનો સ્વતંત્ર સ્વભાવ છે. અહા ! આ શરીર બંધાણું છે તે પુદ્ગલના કારણે છે. અહા! પરમાણુનો સંગ્રહ થઈને જે આ હાથ, પગ, હાડકાં, નાક ને આંગળાં વગેરે રચાણાં છે તે પુદ્ગલ-જડ રજકણોની શક્તિથી રચાણાં છે, ને તે પુષ્ટ થાય વા ગળે તેય પુદ્ગલની શક્તિથી છે, એમાં જીવને કાંઈ જ નથી, કેમકે એ તો તદ્દન જુદું ચેતન તત્ત્વ છે. ભાઈ, આ આત્માને અને પૌદ્ગલિક શરીરને કાંઈ જ સંબંધ નથી. પ્રશ્ન: સાથે રહે છે તોય જીવને ને એને (-શરીરને) કોઈ જ સંબંધ નથી ? ઉત્તરઃ સાથે રહે તેથી શું થયું? બંનેને પરસ્પર કાંઈ સંબંધ નથી. એ તો જીવ તેને જાણે છે બસ એટલો જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે; અને એનો અર્થ જ એ છે કે તેઓ બંને પૃથક પૃથક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ નિયમસાર પ્રવચન છે. આ શરીર પુષ્ટ રહે કે જીર્ણ થાય એ પુદ્ગલના સ્વભાવને લઈને છે, જીવને લઈને શરીરમાં કાંઈ થાય છે એમ છે જ નહિ. સમજાણું કાંઈ...? પ્રશ્ન: પણ એમાં ચેતનપણું નથી ને? ઉત્તરઃ એથી શું? તે પરમાણુ છે કે નહિ? રજકણ છે કે નહિ? તો તેમાં સમયે સમયે થતું પરિણમન તેનાથી પોતાથી થાય છે. જુઓ, આ (–શરીર) અવસ્થા કોની છે? રજકણની-પુદ્ગલની છે કે નહિ? શું આ જીવની અવસ્થા છે? ના; કેમકે તે (-શરીર) મૂર્ત છે, રૂપી છે; રંગ-ગંધ-રસ-સ્પર્શની દશા છે. તો, તેના જે રજકણો-પરમાણુ છે તે કાયમી છે, તેના વર્ણાદિ ગુણો છે તેય કાયમી છે, ને ધોળી, પીળી આદિ અવસ્થા છે તે પર્યાય છે. તે ધોળી આદિ પર્યાયનો આધાર પરમાણુ છે, પણ તેનો આધાર જીવ નથી; કેમકે જીવ તો તદ્દન જુદી ચેતન ચીજ છે. આવી વાત છે! ભાઈ, આ પૈસા આવે ને જાય એય પુદ્ગલના સ્વભાવને લઈને છે. આ માણસ ડાહ્યો-હોંશિયાર છે માટે કમાય છે ને પૈસા આવે છે એમ નથી. પ્રશ્ન: એમ ન હો, પણ પૂર્વનાં પુણ્ય તો તે (જીવ) લઈને આવ્યો છે ને? ઉત્તર: બાપુ! પુણ્ય પણ એનું ક્યાં છે કે એ લઈને આવે ? એ તો પર છે, જડ-અચેતન છે. તેને કોણ લાવે ? એ (-પુણ્યના) પરમાણુઓ તો તેના કારણે આવ્યા છે. પૂર્વનાં પુણ્યકર્મ પણ પરમાણુઓ છે, ને તેથી, તેનો પૂરણ-ગલનસ્વભાવ હોવાથી પોતાથી આવે છે, ને વળી ઉદયમાં આવીને પોતે જ ખરી જાય છે; એમાં જીવને-આત્માને શું છે? કાંઈ જ સંબંધ નથી. આત્મા પૈસા કમાય છે એમ છે જ નહિ. પ્રશ્નઃ પણ લોકમાં તો કહે છે કે એણે પૈસા ભેગા કર્યા છે? ઉત્તરઃ ધૂળેય કર્યા નથી સાંભળને! એ તો મફતમાં એવું અભિમાન કર્યું છે. એ બધું (પૈસાનું આવવું-જવું) તો સ્વતંત્ર પુદ્ગલની ગલન-પૂરણસ્વભાવગત વર્તમાન યોગ્યતાને લઈને થાય છે; એમાં આત્માનો કાંઈ ચમાત્ર અધિકાર નથી. અહા! આવું પુદ્ગલનું વાસ્તવિક સ્વરૂપ છે એવું આત્મા જાણેમાત્ર જાણે જ હોં; પણ એમાં કાંઈ ઘાલમેલ કરે એમ છે નહિ. -આ રીતે બે દ્રવ્યની-જીવ ને પુદ્ગલની વ્યાખ્યા થઈ. હવે ધર્માસ્તિકાય નામનું ત્રીજું દ્રવ્ય છે તેની વ્યાખ્યા કરે છેઃ “સ્વભાવગતિક્રિયારૂપે અને વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવ-પુગલોને સ્વભાવગતિનું અને વિભાવગતિનું નિમિત્ત તે ધર્મ છે.” અહા! એવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય હોય નહિ. જુઓ ચૌદ રાજુપ્રમાણ લોક છે. તેમાં જીવ-પુદ્ગલો ગતિ કરે તેમાં નિમિત્તરૂપે લોકપ્રમાણ ધર્માસ્તિકાય નામનું તત્ત્વ છે અને તેની આ વ્યાખ્યા છે. જરી ઝીણું છે ભાઈ ! પ્રશ્ન: શું આમાં આવી વ્યાખ્યા છે? ઉત્તર: હા, આ નિયમસાર અર્થાત્ મોક્ષમાર્ગ છે ને? મોક્ષમાર્ગ પોતે પર્યાય છે, એટલે પર્યાયનું વર્ણન આમાં વિશેષ છે; અને તેથી પર્યાયના વર્ણનમાં કારણપર્યાય, કાર્યપર્યાય ઇત્યાદિ બધું વર્ણન આમાં આવ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯] ૧૩૯ તો, કહે છે-“સ્વભાવગતિક્રિયારૂપે....' અહા ! તેની વ્યાખ્યા જુઓ, નીચે ફૂટનોટમાં છે: ચૌદમાં ગુણસ્થાનના અંતે જીવ ઊર્ધ્વગમનસ્વભાવથી લોકાંતે જાય તે જીવની સ્વભાવગતિક્રિયા છે.' અહાહા...! આત્માનું ભાન થઈને કેવળજ્ઞાન થયા પછી અયોગી દશા-અવસ્થા પ્રગટે તે ચૌદમું ગુણસ્થાન છે; અને તેને અંતે જીવ દેહથી છૂટો પડી સિદ્ધદશા પ્રાપ્ત કરે છે ત્યારે અહીંથી પોતાના કારણે તે આમ ઊર્ધ્વ લોકાંતે જાય છે. તો ઊર્ધ્વગમનસ્વભાવથી જીવ આમ લોકાંતે જાય તે જીવની સ્વભાવગતિક્રિયા છે. અહા ! આત્મા જ્યારે પૂર્ણ અયોગી દશા પ્રાપ્ત કરે છે ત્યારે શુદ્ધતાની છેલ્લી-પૂર્ણ દશા થતાં દેહ છૂટી જાય છે, અને આત્મા, જેમ ધુમાડો હવામાં ઊંચે જાય તેમ, ઊર્ધ્વગમન કરે છે તે જીવની સ્વભાવગતિક્રિયા છે. અને સંસારાવસ્થામાં કર્મના નિમિત્તે ગમન કરે તે જીવની વિભાગતિક્રિયા છે. કર્મ તો નિમિત્તમાત્ર જ છે હોં, બાકી જીવ પોતે પોતાની યોગ્યતાથી જ ગમન કરે છે. આ શરીર આમ ચાલે તો આત્મા પણ-આત્માના પ્રદેશો પણ-એમ ચાલે છે, ગતિ કરે છે ને તે વિભાવગતિક્રિયા છે. જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તે જીવની પોતાની વિભાવગતિક્રિયા છે, ને તેમાં ધર્માસ્તિકાયનું નિમિત્તપણું છે. સિદ્ધદશા થાય ત્યારે સ્વભાવગતિક્રિયા છે, ને જીવ સંસારમાં ગતિ-ગમન કરે તે વિભાવગતિક્રિયા છે. ભાઈ, આ તો સર્વજ્ઞ પરમાત્માએ જાણ્યું ને કહ્યું છે, અને તે અનુભવમાં આવવાલાયક છે. બહુ ઝીણી વાત પ્રભુ! વળી, “એક છૂટો પરમાણુ ગતિ કરે તે પુદ્ગલની સ્વભાવગતિક્રિયા છે અને પુદ્ગલસ્કંધ ગમન કરે તે પુદ્ગલની (-સ્કંધમાંના દરેક પરમાણુની) વિભાવગતિક્રિયા છે.' જુઓ, આ આંગળી છે ને? એ કાંઈ વસ્તુ નથી, પણ એ તો ઘણા પરમાણુઓનું દળ છે. તેના કટકા-વિભાગ કરો તો થઈ શકે છે. તો, તેના વિભાગ થતાં થતાં છેલ્લો-નાનામાં નાનો-અવિભાગી પોઈન્ટ (અંશ) એટલે કે એક રજકણમાત્ર રહે તે પરમાણુ છે. પરમાણુ = પરમ + અણુ; છેલ્લામાં છેલ્લો સૂક્ષ્મ-સૂક્ષ્મ ભાગ તે પરમાણુ છે. આવો એક છૂટો પરમાણુ ગતિ કરે તે પુદગલની સ્વભાવગતિક્રિયા છે. તેમાં વિભાવગતિક્રિયા નથી; કેમકે બીજા પરમાણુનો ત્યારે સંબંધ નથી તેથી તેને સ્વભાવગતિક્રિયા કહે છે. એટલે કે છૂટો રજકણ-પરમાણુ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે તેની મેળાએ જાય એવો એનો સ્વભાવ છે, અર્થાત્ સ્વભાવગતિક્રિયારૂપે પરિણમન એ એનો (છૂટા પરમાણુનો) સ્વભાવ છે. જુઓ, ઉપર ટીકામાં પણ કહ્યું છે ને કે-“સ્વભાવગતિક્રિયારૂપે અને વિભાગતિક્રિયારૂપે પરિણત જીવ-પુદગલોને...” એટલે કે જીવ-પુદ્ગલોને જે સ્વભાવગતિનું કે વિભાવગતિનું પરિણમન છે તે પોતાનું છે, અને તેમાં ધર્મદ્રવ્ય નિમિત્ત છે. લ્યો, આ શરીર ને ધ્વનિતરંગો વગેરે છે તે ઘણા રજકણોનું દળ છે, એટલે તે વિભાવિક વસ્તુ છે. માટે, તે આમ જે ગતિ કરે છે તે વિભાવગતિક્રિયા છે. પ્રશ્ન: આખું દળ (સ્કંધ) ગતિ કરે છે ત્યારે તેમાંના એક-એક પરમાણુની કઈ ગતિક્રિયા છે? ઉત્તર: એક-એક પરમાણુની ત્યારે વિભાવગતિક્રિયા છે; કેમકે તે દરેક પરમાણુ ત્યારે સ્કંધમાં રહેલા બીજા પરમાણુના સંબંધમાં રહેલો છે. ગતિ કરતી વખતે તેને બીજા પરમાણુનો સંબંધ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪) [નિયમસાર પ્રવચન માટે તે પુદ્ગલની વિભાવગતિક્રિયા છે. અહા ! આ તો વીતરાગી વિજ્ઞાન છે. શું કહ્યું આ? કે જુઓ, આ આંગળી છે ને? તો તે અનંત રજકણોનો પિંડ છે. તે આમ ગતિ કરે છે એ વિભાવગતિક્રિયા છે. હવે એ વિભાવગતિક્રિયા તો આખા દળની (સ્કંધની) થઈ. પણ તેનો છેલ્લો પોઈન્ટ જે પરમાણુ છે તેની ગતિને તે વેળા કેવી કહેવી? તો કહે છે તે પણ વિભાવગતિક્રિયા છે. આમ, ૧. સિદ્ધદશા પ્રાપ્ત થતાં જે ઊર્ધ્વગતિ થાય તે જીવની સ્વભાવગતિક્રિયા છે. ૨. એકલો છૂટો પરમાણુ ગતિ કરે તે પુદગલની સ્વભાવગતિક્રિયા છે. ૩. કર્મના સંબંધવાળો જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય અથવા તેના આત્માના પ્રદેશો ગતિ કરે તે જીવની વિભાવગતિક્રિયા છે; કેમકે કર્મનું તેમાં નિમિત્તપણું છે. ૪. પુદ્ગલસ્કંધ ગતિ કરે તે પુદ્ગલની વિભાવગતિક્રિયા છે. બહુ ઝીણું ભાઈ ! પણ આ તો વિષય આવ્યો એટલે બધી જ વાત આવે ને? મુનિરાજ પણ (૧૬મા) શ્લોકમાં કહેશે કે અહો! જિનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું આ છ દ્રવ્યનું સ્વરૂપ તેજના અંબારથી ભરેલું છે. અર્થાત્ અનંત ગુણ-પર્યાયના તેજથી ભરેલા તે પદાર્થો છે. હવે કહે છે-“આ સ્વાભાવિક તેમ જ વૈભાવિક ગતિક્રિયામાં ધર્મદ્રવ્ય નિમિત્તમાત્ર છે. આ ધર્માસ્તિકાયને સિદ્ધ કરે છે. કહે છે-એક ધર્માસ્તિકાય નામનું ચૌદ રાજુપ્રમાણ (લોકપ્રમાણ) દ્રવ્ય છે, અને તે, જીવ સ્વાભાવિક ગતિક્રિયા કરે કે વૈભાવિક ગતિક્રિયા કરે તેમાં નિમિત્ત છે; ને તેવી જ રીતે (છૂટો ) પરમાણુ સ્વાભાવિક ગતિક્રિયા કરે કે પુદ્ગલ-સ્કંધ વૈભાવિક ગતિક્રિયા કરે તેમાં ધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્ત -આ રીતે ધર્માસ્તિકાય દ્રવ્યને સિદ્ધ કર્યું. હવે ચૌદ રાજુપ્રમાણ એક અધર્માસ્તિકાય નામનું અરૂપી દ્રવ્ય છે કે જે સ્થિતિમાં નિમિત્ત છે તેની વ્યાખ્યા કરે છે: સ્વભાવસ્થિતિક્રિયારૂપે અને વિભાવસ્થિતિક્રિયારૂપે પરિણત જીવ-પુગલોને સ્થિતિનું (-સ્વભાવસ્થિતિનું અને વિભાવસ્થિતિનું) નિમિત્ત તે અધર્મ છે.” જુઓ, આનો અર્થ નીચે ફૂટનોટમાં આપ્યો છે સિદ્ધદશામાં જીવ સ્થિર રહે તે જીવની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સંસારદશામાં સ્થિર રહે તે જીવની વૈભાવિક સ્થિતિક્રિયા છે.' શું કીધું આ? કે આત્મા શરીર રહિત અશરીરી પરમાત્મા થાય ત્યારે સિદ્ધદશામાં તે સ્થિર રહે છે. ત્યાં તેને ગતિક્રિયા હોય નહિ, માત્ર સ્થિતિ જ હોય છે. આ જીવની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે. સિદ્ધદશામાં સ્થિર રહેવું તે સ્વભાવસ્થિતિક્રિયા છે, જ્યારે સંસારદશામાં જીવ સ્થિર રહે તે જીવની વૈભાવિક સ્થિતિક્રિયા છે; વળી, એકલો પરમાણુ સ્થિર રહે તે પુદ્ગલની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સ્કંધ સ્થિર રહે તે પુદ્ગલની (-સ્કંધમાંના દરેક પરમાણુની) વૈભાવિક સ્થિતિક્રિયા છે.' જુઓ, એક છૂટો પોઈન્ટ-રજકણ અથવા પરમાણુ સ્થિર રહે તે તેની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે; કેમકે બીજા પરમાણુ કે સ્કંધનો ત્યારે એને સંબંધ નથી. જ્યારે આ આંગળી કે પુસ્તકાદિ–કે જે અનંત રજકણોના સ્કંધ છે તે-સ્થિર રહે તે પુદ્ગલની વૈભાવિક સ્થિતિક્રિયા છે. તેમાંના દરેક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯ ૯ ] ૧૪૧ પરમાણુની પણ વૈભાવિક સ્થિતિક્રિયા છે, કેમકે તે પ્રત્યેક પરમાણુ સ્કંધના બીજા પરમાણુના સંબંધ સહિત છે. હવે કહે છે—‘ આ જીવ-પુદ્દગલની સ્વાભાવિક તેમ જ વૈભાવિક સ્થિતિક્રિયામાં અધર્મદ્રવ્ય નિમિત્તમાત્ર છે.' આ રીતે લોકપ્રમાણ એક અરૂપી અધર્માસ્તિકાય દ્રવ્ય સિદ્ધ થયું. હવે આકાશદ્રવ્ય: ‘(બાકીનાં) પાંચ દ્રવ્યોને અવકાશદાન (–અવકાશ દેવો તે) જેનું લક્ષણ છે તે આકાશ છે.’ અહા! અરૂપી ને સર્વવ્યાપક એવો આકાશ નામનો એક પદાર્થ છે. પોતાના સિવાય બાકીનાં પાંચ દ્રવ્યોને અવકાશ દેવો તે તેનું વિશેષ લક્ષણ છે. આ રીતે અનંત સર્વત્રવ્યાપી અરૂપી આકાશદ્રવ્ય કહ્યું. હવે છેલ્લે કાળદ્રવ્ય: ‘(બાકીનાં ) પાંચ દ્રવ્યોને વર્તનાનું નિમિત્ત તે કાળ છે.’ અહા ! પોતાના (-કાળના) સિવાય પાંચ દ્રવ્યોને વર્તનાનું નિમિત્ત બને તે કાળ નામના અસંખ્ય અરૂપી અણુઓ-કાલાણુઓ છે. ચૌદ રાજુપ્રમાણ લોકમાં અસંખ્ય અરૂપી કાલાણુઓ છે કે જે પોતાને કા૨ણે બદલતા જીવાદિ દરેક પદાર્થને બદલવામાં (પરિણમનમાં ) નિમિત્ત છે. વળી, ‘(જીવ સિવાયનાં ) ચાર અમૂર્ત દ્રવ્યોના શુદ્ધ ગુણો છે; તેમના પર્યાયો પણ તેવા (શુદ્ધ જ) છે. ’ અહાહા...! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ દ્રવ્યના ગુણો શુદ્ધ છે, અને તેઓની પર્યાય-અવસ્થા-હાલત પણ શુદ્ધ જ હોય છે. જીવ-પુદ્દગલની જેમ તેમાં વિભાવ છે નહિ. આવી વાત છે. ‘(હવે નવમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા છ દ્રવ્યની શ્રદ્ધાનું ફળ વર્ણવે છેઃ ]' અહા! જેને અંદર આત્માની શ્રદ્ધા હોય તેને ભેગી આવા છ દ્રવ્યના સ્વરૂપની શ્રદ્ધા હોય જ છે, અને તેને, આ છ દ્રવ્યની શ્રદ્ધા મુક્તિનું કારણ છે એમ કળશ દ્વારા કહે છે. શ્લોક ૧૬: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ ‘એ રીતે...' અહા ! છ દ્રવ્યની ઉપર વ્યાખ્યા કરીને ? તો, ‘એ રીતે ’–એમ કહીને ઉપાડયું છે. ‘એ રીતે તે પદ્વવ્યસમૂહુરૂપી રત્નને-કે જે (રત્ન) તેજના અંબારને લીધે કિરણોવાળું છે...’ અહાહા...! એક-એક દ્રવ્ય-વસ્તુ છે તે અનંત ગુણ ને અનંત પર્યાયના તેજથી ભરપૂર ભરેલી છે. અહા! એવા છ દ્રવ્યના સમૂહુરૂપી આ જે રત્ન છે તે, કહે છે, તેજના અંબારવાળું છે, તેજપુંજ છે; અને તેજના અંબારને લીધે કિરણોવાળું છે. અહાહા...! અનંત અનંત ગુણોના પર્યાયરૂપી કિરણો જેમાં સ્ફુરાયમાન છે એવું એ તેજોમય રત્ન છે. અહા ! આવું રત્ન ક્યાં રહેલું છે ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તો કહે છે Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ‘અને જે જિનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું છે.' અહાહા...! જિનપતિના માર્ગરૂપી અગાધ સમુદ્ર છે. તો વીતરાગ જિન૫૨મેશ્વરે કહેલો જે માર્ગ છે તે માર્ગરૂપી..., અહા! આ નિયમસાર એટલે મોક્ષમાર્ગ છે ને? તો, તે મોક્ષમાર્ગરૂપી સમુદ્રના મધ્યમાં એ છ દ્રવ્યના સમૂહરૂપી તેજોમય રત્ન છે; અર્થાત્ મોક્ષમાર્ગમાં એ છ દ્રવ્યનું જ્ઞાન રહેલું છે. એટલે કે ભગવાને આ જે છ દ્રવ્ય કહ્યાં છે તેના સ્વરૂપનું-આ છ વસ્તુ છે તેના સ્વરૂપનું-જ્ઞાન મોક્ષમાર્ગના મધ્યમાં રહેલું છે એમ કહે છે. સમજાણું કાંઈ... ? હવે કહે છે ‘તેને જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ હૃદયમાં ભૂષણાર્થે (શોભા માટે) ધારણ કરે છે...' - અહાહા...! · જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ'...., આ નિયમસારની ૩૮મી ગાથામાં પણ આવે છે કે‘સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને “આત્મા” ખરેખર ઉપાદેય છે. ' અહાહા...! ચૈતન્યચમત્કારરૂપી વસ્તુ ચિદાનંદમય ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે. અહા! આવું આ જે સ્વદ્રવ્ય છે તેમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે તે પુરુષ નિજ સ્વદ્રવ્ય એવા આત્માને ઉપાદેયપણે અંગીકાર કરે છે. તો, ત્યાં પણ ‘તીક્ષ્ણ બુદ્ધિ' લીધી હતી. ભાઈ, દુનિયાથી આ તદ્દન જુદી વાત છે; શબ્દો પણ જુદા ને ભાવ પણ જુદા. . અહીં કહે છે–‘જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ...' અહાહા...! જેની તીક્ષ્ણ, સૂક્ષ્મ બુદ્ધિ છે તે પુરુષ હૃદયમાં અર્થાત્ અંદર જ્ઞાનમાં છ દ્રવ્યના જ્ઞાનને ભૂષણાર્થે ધારે છે, શોભા માટે ધારે છે. જુઓ, આ આભૂષણ ને આ શોભા! શું ? કે છ દ્રવ્યના સ્વરૂપનું જ્ઞાન ને જ્ઞાનનું આભૂષણ-શણગાર છે. અહાહા...! જે પુરુષ તેને ધારણ કરે છે..., કહે છે ‘તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ જે પુરુષ અંતરંગમાં છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે, તે મુક્તિલક્ષ્મીને વરે છે).’ અહાહા! તે પુરુષ પરમશ્રી અર્થાત્ મોક્ષરૂપી લક્ષ્મી... અહાહા...! આત્માની અનંત જ્ઞાન-દર્શનઆનંદરૂપ દશાની લક્ષ્મી તે-રૂપી કામિની અર્થાત્ તે-રૂપી પરિણતિનો વલ્લભ થાય છે. એટલે કે તે પુરુષ પૂર્ણાનંદરૂપ પરિણતિને એવો પ્રિય થાય છે કે તેને તે કદી છોડતી નથી. અહા! આ ચામડાં, માંસ ને હાડકાંની સ્ત્રીને પરણે છે ને? અરે, પરણે છે ક્યાં? એ તો કહેવાય છે, માને છે; બાકી પરણે કોને ? ધૂળને? પણ લોકમાં વહાલી સ્ત્રી જેમ એના પતિને ન છોડે તેમ આવું તત્ત્વ જેને અંદર જ્ઞાનમાં-અનુભવમાં આવ્યું છે તે, ૫૨મશ્રીરૂપી કામિનીનો અર્થાત્ મુક્તિરૂપી જે લક્ષ્મી, ને તે-રૂપી જે રમણી-સ્ત્રી તેનો વલ્લભ થાય છે; અર્થાત્ તેની પરિણતિની પૂર્ણ શુદ્ધતાથી ને પૂર્ણ આનંદથી તે એક સમય પણ અલગ થતો નથી એમ કહે છે. અહાહા...! મોક્ષલક્ષ્મીરૂપી રમણીનો તેને એક સમય પણ વિરહ થતો નથી એમ કહે છે. અહા! અનાદિથી તો જીવ તેની પૂર્ણાનંદની શુદ્ધ દશાથી રહિત છે. પણ ભગવાને કહેલાં આ છ દ્રવ્યનું સ્વરૂપ જેના જ્ઞાનમાં આવે છે તે, પૂર્ણાનંદની દશાનો વલ્લભ થાય છે. આ છ દ્રવ્યમાં જીવ આવ્યો ને? અને તેમાં કારણજીવ અને કાર્યજીવ પણ આવ્યા ને? ત્રિકાળી દ્રવ્ય તે કારણજીવ છે, અને તેની વર્તમાન દશા પૂર્ણ થાય તે કાર્યજીવ છે; પુદ્દગલનો ગલન-પૂરણસ્વભાવ છે, અને ધર્મ, અધર્મ, આકાશ ને કાળનું સ્વરૂપ પણ ભગવાને કહ્યું છે. અહા ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯] ૧૪૩ આ છ દ્રવ્યોનું સ્વરૂપ જ્ઞાનસ્વભાવમાં જણાવાયોગ્ય છે, અર્થાત્ તે જ્ઞાનમાં જણાઈ જાય છે. અહા ! આ છે દ્રવ્યનું જ્ઞાન અંતરમાં-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં-શોભારૂપ છે; તથા કહે છે, તેના ફળમાં પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા-એવી પૂર્ણદશાની-મોક્ષદશાની પ્રાપ્તિ થાય છે, અને તે દશાથી તે કદીય છૂટો પડતો નથી. અર્થાત્ જે પુરુષ અંતરંગમાં છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે, તે મુક્તિલક્ષ્મીને વરે છે.” અહા! આ છ દ્રવ્યનાં જ્ઞાન-શ્રદ્ધાન જે કરશે તે નિજ પૂર્ણાનંદસ્વરૂપ આત્માને પામશે; અર્થાત્ જેવો આત્મા જ્ઞાન-દર્શન-આનંદ આદિ શક્તિરૂપે પૂર્ણ છે તેવો વર્તમાન દશામાં પ્રાપ્ત થશે. આવી વાત છે ! આમાં સમજાય છે કે નહિ? એમાં મગજ પરોવે, ધ્યાન રાખે તો સમજાય એવું છે; બાકી બીજે મગજ ભટકતું હોય તો આ સમજાય નહિ. અહા! આ છ દ્રવ્યોનું જ્ઞાન તે પુરુષના જ્ઞાનની શોભા છે, અને તે મોક્ષમાર્ગમાં (નિયમથી) હોય છે. તેને જે પુરુષ ધારણ કરે છે તે પુરુષ તેના ફળરૂપે મુક્તિલક્ષ્મીને વરે છે; અર્થાત મોક્ષ પામે છે એમ કહે છે. લ્યો, આ ૯મી ગાથા થઈ. તેમાં જીવદ્રવ્યનું વર્ણન કરતાં કારણ જીવ ને કાર્યજીવની વ્યાખ્યા કીધી. હવે આગળની (દસમી) ગાથમાં જીવનો ગુણ શું? તે કહેશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦ जीवो उवओगमओ उवओगो णाणदंसणो होइ । णाणुवओगो दुविहो सहावणाणं विहावणाणं ति ।। १० ।। ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-શાન છે; [નિયમસાર પ્રવચન જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે. ૧૦. અન્વયાર્થ:- [ નીવ: ] જીવ [૩૫યોગમય: ] ઉપયોગમય છે. [૩પયોગ: ] ઉપયોગ [જ્ઞાનવર્શન મતિ] જ્ઞાન અને દર્શન છે. [ જ્ઞાનોપયોગ: દ્વિવિધ: ] જ્ઞાનોપયોગ બે પ્રકારનો છે: [ સ્વમાવજ્ઞાન] સ્વભાવજ્ઞાન અને [વિમાવજ્ઞાનમ્ કૃતિ] વિભાવજ્ઞાન. ટીકા:- અહીં ( આ ગાથામાં) ઉપયોગનું લક્ષણ કહ્યું છે. આત્માનો ચૈતન્ય-અનુવર્તી (ચૈતન્યને અનુસરીને વર્તનારો) પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ ધર્મ છે, જીવ ધર્મી છે. દીપક અને પ્રકાશના જેવો એમનો સંબંધ છે. જ્ઞાન અને દર્શનના ભેદથી આ ઉપયોગ બે પ્રકારનો છે (અર્થાત્ ઉપયોગના બે પ્રકાર છે: જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ ). આમાં જ્ઞાનોપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદને લીધે બે પ્રકારનો છે (અર્થાત્ જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છે: સ્વભાવજ્ઞાનોપયોગ અને વિભાવજ્ઞાનોપયોગ ). તેમાં સ્વભાવજ્ઞાન અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે; તે પણ કાર્ય અને કારણરૂપે બે પ્રકારનું છે (અર્થાત્ સ્વભાવજ્ઞાનના પણ બે પ્રકાર છે: કાર્યસ્વભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાન ). કાર્ય તો સકવિમળ ( સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન છે અને તેનું કારણ પ૨મ પારિણામિકભાવે રહેલું ત્રિકાળનિરૂપાધિરૂપ સહજજ્ઞાન છે. કેવળ વિભાવરૂપ જ્ઞાનો ત્રણ છેઃ કુમતિ, કુશ્રુત અને વિભંગ. આ ઉપયોગના ભેદરૂપ જ્ઞાનના ભેદો, હવે કહેવામાં આવતાં બે સૂત્રો દ્વારા (૧૧ ને ૧૨ મી ગાથા દ્વારા ) જાણવા. [ભાવાર્થ:- ચૈતન્યાનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ બે પ્રકારનો છેઃ (૧) જ્ઞાનોપયોગ અને ( ૨ ) દર્શનોપયોગ. જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છેઃ (૧) સ્વભાવજ્ઞાનોપયોગ અને (૨) વિભાવજ્ઞાનોપયોગ. સ્વભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છેઃ (૧) કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ ( અર્થાત્ કેવળજ્ઞાનોપયોગ ) અને (૨) કા૨ણસ્વભાવજ્ઞાનોપયોગ ( અર્થાત્ *સહજજ્ઞાનોપયોગ ). વિભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છે: (૧) સમ્યક વિભાવજ્ઞાનોપયોગ અને ( ૨ ) મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગ ). સમ્યક્ વિભાવજ્ઞાનોપયોગના ચાર ભેદો ( સુમતિજ્ઞાનોપયોગ, સુશ્રુતજ્ઞાનોપયોગ, સુઅવધિજ્ઞાનોપયોગ અને મન:પર્યયજ્ઞાનોપયોગ ) વેની બે ગાથાઓમાં કહેશે. મિથ્યા વિભાવજ્ઞાનોપયોગના અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગના ત્રણ ભેદો છેઃ (૧) કુમતિજ્ઞાનોપયોગ, (૨) કુશ્રુતજ્ઞાનોપયોગ અને * સહજજ્ઞાનોપયોગ પરમ પારિણામિકભાવે સ્થિત છે તેમ જ ત્રણે કાળે ઉપાધિ રહિત છે; તેમાંથી (સર્વને જાણનારો ) કેવળજ્ઞાનોપયોગ પ્રગટે છે. માટે સહજજ્ઞાનોપયોગ કારણ છે અને કેવળજ્ઞાનોપયોગ કાર્ય છે. આમ હોવાથી સહજજ્ઞાનોપયોગને કારણસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે અને કેવળજ્ઞાનોપયોગને કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Please inform us of any errors on rajesh@AtmaDharma.com શ્રી નિયમસારજી ગાથા ૧૦ થી ૧૫ અનુસાર ઉપયોગના (ાન-દર્શનના) ભેટો. કારણ 1 સહજાન (૫૫૧) સ્વભાવજ્ઞાન જ્ઞાન કાર્ય T કેવળજ્ઞાન (સકળપ્રત્યક્ષ) તિ ઉપલબ્ધિ ભાવના ઉપયોગ લબ્ધિ - અવગ્રહ ઈહા અવાય ધારણા આ અવગ્રહાદિ ચારેના બહુ, બહુવિધાદિ બાર-બાર પ્રકારો છે. પરોક્ષ સમ્યક્ می શ્રુત અવિધ ભાવના ઉપયોગ નય દેશ પરમ જીવ ઉપયોગમય છે. ઉપયોગ વિકલપ્રત્યક્ષ વિભાવજ્ઞાન [અપૂર્ણજ્ઞાન] કુમતિ મન:પર્યય સર્વ ઋજુમતિ M કુદ્યુત વિભંગ (કવિ) વિપુલમતિ સ્વભાવદર્શન કારણ સહદર્શન [સ્વરૂપ શ્રદ્ધા] દર્શન વિભાવદર્શન કાર્ય ચતુ અચક્ષુ T કેવળદર્શન અવિધ ઉપયોગ : આત્માના ચૈતન્ય ગુણને અનુસરીને વર્તવાવાળા પરિણામને ઉપયોગ કહે છે; ઉપયોગ બધા જીવોને સમયે સમયે થઇ રહ્યો છે. કારણસ્વભાવજ્ઞાનઉપયોગ : આ ઉપયોગ નિરપેક્ષ છે, તે પ્રગટરૂપ નથી; વર્તમાનમાં ધ્રુવપણે છે. તેમાં ઉત્પાદ-વ્યય નથી. આ ઉપયોગ બધા જીવોમાં વર્તે છે. આ ઉપયોગ અનાદિ-અનંત એકરૂપ છે. તેનો આશ્રય કેવળજ્ઞાન પ્રગટવાનું કારણ છે. કારણસ્વભાવજ્ઞાનઉપયોગ વર્તમાન-વર્તમાન છે પણ તેમાં પ્રગટરૂપ પરિણમન નથી. તેમાંથી જે કેવળજ્ઞાન વગેરે કાર્યરૂપ પર્યાય પ્રગટે છે તે તેનું સાપેક્ષ પરિણમન છે. કારણસ્વભાવજ્ઞાનઉપયોગનું સહજઆનંદ, સહજજ્ઞાન, વગેરેને જાણવાનું સામર્થ્ય છે અને આનંદદાતા છે. કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ : (કેવળજ્ઞાન) : કારણસ્વભાવજ્ઞાનમાં એકાગ્રતાના જોરે જે કાર્ય પ્રગટે છે તે કાર્યસ્વભાવજ્ઞાન-ઉપયોગ અર્થાત્ કેવળજ્ઞાન છે, આ સાદિ-અનંત એકરૂપ છે, ઉત્પાદ-વ્યય સહિત છે. મહિમા કારણનો જ છે, કારણ ત્રિકાળ છે, કારણના જોરે કાર્ય નવું પ્રગટે છે, કાર્યનો દષ્ટિમાં મહિમા નથી, પણ કારણ જે ત્રિકાળ એકરૂપ પડ્યું છે તેનો મહિમા છે, ભોગવટો કારણનો નથી-કાર્યનો છે.] દર્શનઉપયોગ : આત્માના ચૈતન્યગુણનો ભેદ રહિત વેપાર તે દર્શનઉપયોગ છે. વિભાવઉપયોગ : અપૂર્ણદશામાં ચૈતન્યના વેપાર (પરિણામ)ને વિભાવઉપયોગ કહેવાય છે. [નિયમસાર-પ્રવચનોના આધારે] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૫ ગાથા-૧૦] (૩) વિર્ભાગજ્ઞાનોપયોગ અર્થાત્ કુઅવધિજ્ઞાનોપયોગ.) [ હવે દસમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ] (માલિની) अथ सकलजिनोक्तज्ञानभेदं प्रबुवा परिहृतपरभावः स्वस्वरूपे स्थितो यः। सपदि विशति यत्तच्चिच्चमत्कारमात्रं स भवति परमश्रीकामिनीकामरूपः।।१७।। [શ્લોકાર્ચ- ] નિંદ્રકથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પરભાવોને પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થકો શીધ્ર ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જાય છે-ઊંડો ઊતરી જાય છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૭. ગાથા ૧૦: ટીકા ઉપરનું પ્રવચન: અહીં (આ ગાથામાં) ઉપયોગનું લક્ષણ કહ્યું છે.' અહાહા...! ભગવાન આત્માનો જે જ્ઞાન-દર્શન ઉપયોગ છે તેનું અહીં લક્ષણ કહ્યું છે. હવે તેની વ્યાખ્યા: “આત્માનો ચૈતન્ય-અનુવર્તી (ચૈતન્યને અનુસરીને વર્તનારો ) પરિણામ તે ઉપયોગ છે.” હવે આમાં નવા માણસને તો ગ્રીક-લેટિન જેવું લાગે. અહાહા....! જેમ સૂરજ છે તેનો પ્રકાશ ગુણ (લક્ષણ) છે તેમ, કહે છે, આત્મા વસ્તુ છે તેનો જ્ઞાન-દર્શન અર્થાત્ જાણવું-દેખવું એવો જે ઉપયોગ છે તે ગુણ (લક્ષણ) છે. પહેલાં (૯મી ગાથામાં) દ્રવ્ય-વસ્તુ કહી હતી. હવે જીવનો ગુણ શું છે? તે કહે છે. તો કહે છેજીવનો ગુણ ઉપયોગ છે. તો ઉપયોગ એટલે શું? તો કહે છે-આત્માનો'... અહાહા...! અંદર વસ્તુ ચિદાનંદમય જે ભગવાન આત્મા છે તેનો “ચૈતન્ય-અનુવર્તી' અર્થાત્ જાણવા-દેખવાનો જે ત્રિકાળી ભાવ છે તેને અનુસરીને વર્તનારો-થનારો વર્તમાન પરિણામ-પર્યાય તે ઉપયોગ છે. અહાહા.! કીધું? જેમ મોટી સર્ચલાઈટ હોય છે ને? તેમ આ ભગવાન આત્મા વસ્તુ છે કે જેમાં જ્ઞાન-દર્શનરૂપી અભૂત અલૌકિક સર્ચલાઈટ છે, અને તેમાંથીઅંદરમાંથી અનંત અનંત ઉપયોગરૂપ કિરણો ફાટે (-ફૂરે) છે. પણ અરે! એને એની કાંઈ ખબર નથી ! અહાહા....! આત્મા મહાપ્રભુ અંદર ચૈતન્યસૂર્ય છે. જ્યારે આ સર્ચલાઈટ તો જડ પરમાણુ છે. તે જડ પ્રકાશનો પણ પ્રકાશક એવો જીવનો ચૈતન્ય-ઉપયોગ છે. અહા! આ જડ પ્રકાશ છે તેની સ્થાતીને કોણ જાણે? અહો ! એ તો ચૈતન્ય-ઉપયોગના પ્રકાશમાં જણાય છે કે આ જડ પ્રકાશ છે. તો એ ચૈતન્યના તેજનો અંબાર-પ્રકાશ એ ઉપયોગ છે; અને તે ઉપયોગ આત્માનો છે. અહો ! આચાર્યદવ પરમ કરુણા કરીને આવી અલૌકિક વાત કરી છે; પણ ધંધા આડે આને વાંચવાની એને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ [ નિયમસાર પ્રવચન નવરાશ મળે ત્યારે ને? બિચારાને કોઈ દિ' ફુરસદ નથી. પણ ભાઈ ! હમણાં (આ અવસરમાં) નવરાશ નહિ મળે તો પછી ક્યારે મળશે? પહેલાં લોકમાં છ વસ્તુ જે જ્ઞાનનો વિષય છે તેને સિદ્ધ કરી ને હવે આત્માનું જ્ઞાન-દર્શન અર્થાત્ જાણવું-દેખવું એવું જે લક્ષણ છે તેનું વર્ણન કરે છે. તો કહે છે-આત્માનો....' અહા ! આત્મા એ તો વસ્તુ છે, પણ તેનો ભાવ શું છે? એમ કે જે કાયમી ચીજ આત્મા છે તેનો ભાવ શું છે? કે ચૈતન્ય-ચૈતન્ય; જાણવા-દેખવાના સ્વભાવરૂપ-શક્તિરૂપ જે ત્રિકાળી ભાવ છે તે એનો ગુણ છે; અને તે ગુણને અનુવર્તીઅનુસરીને જે વર્તમાન દશા-પરિણામ થાય તે ઉપયોગ છે. ભાઈ, ઇન્દ્રિયોને કે બીજાને અનુસરીને તે થાય છે એમ છે નહિ. આ પુસ્તક છે ને? તેને અનુસરીને કે તેના વાંચન (સ્વાધ્યાય) ને અનુસરીને તેના (-જ્ઞાનના) પરિણામ થાય છે એમ છે નહિ. પ્રશ્નઃ શું જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને અનુસરીને પણ નહિ? ઉત્તરઃ એમેય નહિ. તેને (કર્મના ક્ષયોપશમને) અનુસરીને જ્ઞાન થાય છે એ વાત જ ક્યાં છે? અહીં તો આ સામે વસ્તુ પડી છે કે ઇન્દ્રિયો છે માટે જાણવાના પરિણામ થાય છે એય તદ્દન જુઠી વાત છે એમ કહે છે; કેમકે ચૈતન્યના ઉપયોગનું સ્વતઃસિદ્ધ સ્વરૂપ છે. જેમ સાકર એ વસ્તુ થઈ. તે સાકરનું ગળપણ એ એનો ત્રિકાળી સ્વભાવ, કાયમી સ્વભાવ થયો; અને તેની ગળપણની તારતમ્યતાવાળી ઓછી-વત્તી મીઠાશ થાય તે પર્યાય, હાલત છે. એમ આ ત્રિકાળી ભગવાન આત્મા એ દ્રવ્ય-વસ્તુ છે, તેના જ્ઞાન-દર્શન આદિ શક્તિ-ગુણ એ ત્રિકાળી સ્વભાવ છે અને એવા જ્ઞાન-દર્શન ગુણને અર્થાત ચૈતન્યને અનુસરીને–તેનો આશ્રય લઈને-જે વર્તમાન જાણવા–દેખવાના પરિણામ થાય તેને અહીં ઉપયોગ કહે છે. લ્યો, આ ઉપયોગની વ્યાખ્યા છે. પંચાસ્તિકાયની ૪૦મી ગાથામાં પણ ચૈતન્ય-અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે-એમ લીધું છે અને અહીંયા ચૈતન્ય અનુવર્તી (ચૈતન્યને અનુસરીને વર્તનારો ) પરિણામ તે ઉપયોગ છે એમ કહે છે. બન્ને એક જ વાત છે. શું કીધું આમાં! ભાઈ, પરનું તો પરમાં રહ્યું; પર સાથે તને શું સંબંધ છે? અહીં તો તારી મૂડીપુજી શું છે? તારામાં શું છે? એ કહે છે. તો, કહે છે-આત્મામાં જે વર્તમાન જાણવા-દેખવાના ભાવ છે તે પરિણામ અસ્તિ છે ને? તો, તે જાણવા–દેખવાના પરિણામ કાંઈ સામે જાણવા-દેખવાની ચીજ છે તેને લઈને અહીં (જીવમાં) થાય છે એમ નથી; પણ પોતે અંદર ભગવાન આત્મા ચૈતન્યવહુ ત્રિકાળ છે તેની ચૈતન્ય જ્ઞાન ને દર્શન–એવી શક્તિને અનુસરીને તે થાય છે. આ રીતે તેના જીવના) દ્રવ્ય-ગુણ ને પર્યાયની સ્વતંત્રતા છે, સ્વતંત્ર અસ્તિ છે એમ કહે છે. અહાહા.! તેના (જીવના) ગુણ દ્રવ્યના આશ્રયે છે, ને તેનું પરિણમન પણ ગુણને આશ્રયે છે; અર્થાત્ જાણવા-દેખવારૂપ જે પ્રકાશ છે–કાયમી ગુણ હોં–તે કાયમી ગુણરૂપ પ્રકાશ દ્રવ્યના આશ્રયે છે, અને તે જે પ્રકાશ છે તેના આશ્રયે-તેને અનુસરીને-આ જાણવા-દેખવાના ભાવ-પરિણામ થાય છે; પણ તે પરિણામ જ્ઞયને કે ઇન્દ્રિયને અનુસરીને થતા નથી. ભારે વાતુ ભાઈ ! અહા! કહે છે-“આત્માનો...' અહાહા....! આત્મા એ તો સ્વભાવવાન ત્રિકાળી દ્રવ્ય-વસ્તુ થઈ, ને “ચૈતન્ય”—એ એનો ધ્રુવ, અવિનાશી ગુણ-શક્તિ-ભાવ-સ્વભાવ થયો અને તેને “અનુવર્તી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦] ૧૪૭ પરિણામ–તેને અનુસરીને થતો વર્તમાન પરિણામ, વર્તમાન દશા, વર્તમાન અંશ, વર્તમાન અવસ્થાહાલત “તે ઉપયોગ છે' , અર્થાત્ તેને ઉપયોગ કહેવામાં આવે છે. જુઓ, આ ઉપયોગનું સ્વરૂપ ! ભાઈ, તારે મન જો એમ હોય કે આ આંખ આદિ ઈન્દ્રિય છે કે સામે પુસ્તક છે તો અંદર જાણવાદેખવાની પર્યાય-વર્તમાન દશા થાય છે તો તે તારો ભ્રમ છે, ભ્રાન્તિ છે; એ તારું અજ્ઞાન છે. સમજાય છે કાંઈ...? અહાહા...! આત્મા એ ત્રિકાળી ચેતન દ્રવ્ય છે, ને ચૈતન્ય એ ચેતનનો (ચેતન દ્રવ્યનો) ગુણ છે. અહાહા...! ચૈતન્ય અર્થાત્ જાણવું-દેખવું એ આત્માનો ત્રિકાળી ગુણ છે. તો, તેનું હવે વર્તમાન શું છે? તો કહે છે-ત્રિકાળી ચૈતન્યને અનુસરીને થતો પરિણામ તે તેનું વર્તમાન છે, ને તે ઉપયોગ છે. સમજાય છે કાંઈ? આ તો વીતરાગી વિજ્ઞાન બાપા! બહુ સૂક્ષ્મ. તેને સમજવા રસ-રુચિ અને ગરજ જોઈએ, (ઉલ્લસિત વીર્યથી) અંદરનો પ્રયત્ન જોઈએ. ઉપયોગ સૂક્ષ્મ કરી જરી ધ્યાન આપે તો સમજાય એવું છે. નહિતર આ સમજાય નહિ. અહાહા...! જુઓને! આમાં તો કેવળજ્ઞાન કેમ થાય એ સિદ્ધ કર્યું છે. મોક્ષમાર્ગ પ્રગટ કરે માટે કેવળજ્ઞાન થાય છે? તો કહે છે-ના; ત્યારે? કે જે આત્મા વસ્તુ છે, અતિ છે તેનો જે ચૈતન્ય-જાણવાદેખવાનો ગુણ-શક્તિ છે તેને અનુસરીને કેવળજ્ઞાન થાય છે, કેમકે કેવળજ્ઞાન પણ પર્યાય છે, પરિણામરૂપ ચૈતન્યનો ઉપયોગ છે. અહા ! જુઓને! સને કેટલું સ્વતંત્ર સિદ્ધ કરે છે? અહો ! સતને સ્વતંત્ર સિદ્ધ કરનારી આચાર્યની કોઈ અલૌકિક શૈલી-પદ્ધતિ છે! ભાઈ, તારામાં ગુણ તો અનંત છે, પણ તેની અહીં અત્યારે મુખ્યતા નથી. અહીં તો, અંદર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે ને તેમાં જાણવું-દેખવું એવું જે લક્ષણ છે એ એનો ઉપયોગ છે એમ કહે છે. અહાહા...! જાણવા-દેખવાનો છે તેનો ત્રિકાળી સ્વભાવ છે તેને અનુસરીને થતો જે વર્તમાન પરિણામ તે ઉપયોગ છે; અને તે જાણવું-દેખવું એ જ આત્મા છે. તો, કહે છે કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન ને કેવળજ્ઞાન કે અજ્ઞાન આદિ જે કાંઈ પરિણામ વર્તમાન દશામાં વર્તે છે તે ગુણને-ચૈતન્યને અનુસરીને થયેલા પરિણામ છે, પણ નિમિત્તને કે ઈન્દ્રિયને અનુસરીને થયેલા તે પરિણામ નથી. ભાઈ ! આ તો તારું સત આવું (સ્વતંત્ર) છે એમ યથાર્થ સમજવાની આ વાત છે. સમજાય છે કાંઈ...? પ્રશ્ન:- પણ આમાં ધર્મ શું આવ્યો? જાપ કરવા, કે ધ્યાન કરવું એવું જો ધર્મમાં હોય તો સમજાય પણ ખરું? ઉત્તર- ધૂળ સમજાય એમાં? ધ્યાન કરો, ધ્યાન કરો એમ તો સૌ કોઈ કહે છે; પણ શાનાં ધ્યાન કરે? બાપુ! હજી વસ્તુ પોતે કોણ છે એના ભાન વિના કોનું ધ્યાન કરે? અહા ! પોતે પદાર્થ શું છે? એની શક્તિ શું છે? અને એની વર્તમાન દશા કોને અનુસરીને થાય છે?-હવે એના જ્ઞાન વિના, અહાહા...! સની વાસ્તવિક સ્થિતિના ભાન વિના એ શામાં એકાગ્ર થાય ને કોનું ધ્યાન કરે? પ્રશ્ન:- આપ ધ્યાનની તો વાત કરો છો? ઉત્તર:- હા; પણ ધ્યેય શું ચીજ છે એનું પહેલાં જ્ઞાન હોય તો ધ્યેયનું ધ્યાન કરે ને? ધ્યાન તો એક વર્તમાન પર્યાય-દશા છે. તે દશા કોના લક્ષ-કોના આશ્રયે થાય? અહાહા.. ! પોતે અનંત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ | નિયમસાર પ્રવચન ગુણનો પિંડ અભેદ એકરૂપ ચૈતન્યવસ્તુ છે તેના ઉપર દૃષ્ટિ આપતાં, તેમાં એકાગ્ર થતાં ધ્યાન થાય છે. આ તો ભાઈ, દુનિયાથી જુદી જ જાત છે. આ કાંઈ ક્રિયાકાંડથી મળે એવું નથી. અહા! વસ્તુસ્થિતિ, વસ્તુની મર્યાદા જ આવી છે. (ધ્યયના ભાન વિના ધ્યાન હોતું જ નથી.) અહા! લોકો નથી કહેતા કે દેશાંતર કરીએ, ને પર્યટન કરીએ તો જ્ઞાન વધે? પણ અહીં કહે છેમૂરખ છો કે શું? કેમકે ઊંધું જ્ઞાન પણ પોતાથી થાય છે, બહારથી–બીજી ચીજથી નહિ. અહા ! વસ્તુની સત્યતા શું છે? અર્થાત્ વસ્તુની સ્થિતિ-મર્યાદા શું છે એની બાપુ! તને ખબર નથી; અને વિપરીત વાતને સાચી માની બેઠો છો. પ્રશ્ન:- પણ પહેલાં માણસને શીખવાડીને થોડોક હોંશિયાર-પાવરધો કરે પછી તે વેપાર કરે ને? કે એમ ને એમ સીધો વેપાર કરવા મંડી પડે? ઉત્તર:- ભાઈ, માણસને શીખવાડીને વેપારમાં પાવરધો થાય ને એ વેપાર કરે. એ બધીય તારી ખોટી વાત છે (કલ્પના છે.) કેમકે તારા અસ્તિત્વથી પ્રભુ! તારામાં બધું થાય છે, પણ પરના અસ્તિત્વને લઈને તારામાં કાંઈ થતું નથી અને એ જ અહીં સિદ્ધ કરવું છે. અહા! આ એક લીટીમાં તો કેટલું ભર્યું અહાહા..! ભગવાન આત્મા વસ્તુ છે ને? તો, “ભગ' એટલે શું? કે જ્ઞાન-આનંદની લક્ષ્મી તેને ‘ભગ’ કહીએ, અને “વાન” મતલબ વાળો. તો, આત્મા ભગવાન નામ જ્ઞાન-આનંદની લક્ષ્મીનો ભરપુર ભંડાર છે. અહા ! જાણવા-દેખવાની શક્તિનો એ ભંડાર છે, પણ આ પૈસાનો એ ભંડાર નથી, કેમકે એ પૈસા તો જડ માટી-ધૂળ છે. અહીં કહે છે તે જડ ધૂળને-પૈસાને આવવા-જવાના કાળે આત્મા જે જાણવાની દશા કરે છે તે કોને લઈને કરે છે? અહા ! પરનાં કામ તો આત્મા કરે નહિ કરી શકે નહિ, પણ તેને (પરને) જાણવા-દેખવાનો ભાવ કોને લઈને છે? શું તે પર ચીજને લઈને છે? તો, કહે છે-ના; તે ગુણને (-જ્ઞાનગુણને) અનુસરીને થાય છે; પરને અનુસરીને થાય છે એમ છે જ નહિ. અહાહા..! ભગવાન! સાંભળને પ્રભુ! અહા ! તારું અસ્તિત્વ શું છે? તારી સત્તા શું છે? ને તારામાં શું થાય છે? અહા! ભગવાન! તું આત્મા ચૈતન્યવસ્તુ અનાદિ-અનંત છો. તારામાં જ્ઞાન-દર્શનની શક્તિ-ગુણ છે, ને એય અનાદિ-અનંત છે. તથા ક્ષણે ક્ષણે અનેક પ્રકારના સંયોગમાં તને જે જ્ઞાનદર્શનની અર્થાત્ જાણવા-દેખવાની અવસ્થા થાય છે તે તારા અંતરનાં ગુણ-શક્તિને અનુસરીને થાય છે. અહાહા...! તું જ્યાં છો ત્યાં તારું-આત્માનું અસ્તિત્વ તો ત્રિકાળી છે, ને તારા જ્ઞાન-દર્શનનો સ્વભાવગુણ-શક્તિ પણ ત્રિકાળી છે. તેથી, જ્યાં જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંયોગોમાં તું ઊભો છો ત્યાં સંયોગરૂપ તો તું થયો નથી, કેમકે નિજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં સંયોગનો પ્રવેશ જ નથી ને? અને ભગવાન! તે સંયોગોને લઈને તારી વર્તમાન જાણવાની દશા થાય છે એમ પણ છે નહિ; પરંતુ વર્તમાન જાણવા-દેખવાના જે પરિણામ-ભાવ વર્તે છે તેનું અસ્તિત્વ અંદરના (જ્ઞાન-દર્શન) ગુણને લઈનેઅનુસરીને આવ્યું છે. અહા ! આ તો ગજબ અલૌકિક વાત કરી છે. અહા ! આત્મા છે એ ત્રિકાળી ચીજ છે, ત્રિકાળી સત છે; ને ત્રિકાળી સત્ છે તો તેની ઉત્પત્તિ ન હોય, અને જેની ઉત્પત્તિ ન હોય તેનો નાશ પણ ન હોય. આમ આત્મા ત્રિકાળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦] ૧૪૯ છે” પણે છે. અહા ! આત્મા છે તો તેની શક્તિ શું છે? અહા ! “છે” એ તો શક્તિવાન વસ્તુ થઈ પણ તેની શક્તિ શું છે? કે જાણવું–દેખવું અર્થાત્ ચૈતન્ય એ એની મૂળ શક્તિ છે. તો, એ ચૈતન્યશક્તિની વર્તમાન દશા શું છે? ને તે કેમ થાય? તો કહે છે-ઉપયોગ એ ચૈતન્યશક્તિની વર્તમાન દશા છે અને તે અંતરંગ ત્રિકાળી શક્તિને અનુસરીને થાય છે; પણ બાહ્ય નિમિત્તને અનુસરીને તે થાય છે એમ છે નહિ. આ કાન છે તો સાંભળવા સંબંધી જાણપણું થાય છે, એમ છે નહિ; તેવી રીતે આંખ છે તો અક્ષર દેખાય છે પદાર્થનું જાણપણું થાય છે એમ છે નહિ. અહા ! જે દેખવા-જાણવાનું ત્રિકાળ અસ્તિત્વ પડયું છે તેને અનુસરીને દેખવા-જાણવાની પર્યાય થાય છે. સમજાણું કાંઈ....? અહા! આવું વસ્તુનું સત્-સ્વરૂપ છે બાપુ ! અહાહા...! કહે છે-આત્માનો.'—એમ કહીને શું કહેવું છે? કે પરિણામ આત્માનો છે, અને તેથી “નો” શબ્દ વાપર્યો છે. તો “આત્માનો ચૈતન્ય” . આમાં ચૈતન્ય એ ગુણ કીધો ને તેને અનુવર્તી' અર્થાત્ ચૈતન્યને અનુસરીને વર્તનારો પરિણામ તે ઉપયોગ છે. આ ઉપયોગની વ્યાખ્યા હવે કહે છે-“ઉપયોગ ધર્મ છે, જીવ ધર્મી છે. દીપક અને પ્રકાશના જેવો એમનો સંબંધ છે.' લ્યો, ઉપયોગ જીવનો ધર્મ નામ સ્વભાવ છે, અને જીવ સ્વભાવવાન અર્થાત્ ધર્મી છે એમ કહે છે. અહા ! જેમ દીપક સ્વભાવવાન ને પ્રકાશ તેનો સ્વભાવ અર્થાધર્મ છે, તેમ જીવ ધર્મીસ્વભાવવાન છે ને ઉપયોગ એનો સ્વભાવ અર્થાત્ ધર્મ છે, માટે, ઉપયોગ પરને લઈને છે એમ છે નહિ. અહા ! વર્તમાન ઉપયોગ પણ પરને લઈને નથી. આમ પર્યાયને અહીં સ્વતંત્ર સિદ્ધ કરી છે અહા! ઉપયોગ જીવનો ધર્મ નામ સ્વભાવ હોવાથી આત્માના જે જાણવા-દેખવાના ભાવ-પરિણામ થાય છે તે ઈન્દ્રિયો છે માટે થાય છે, વા જાણવામાં આવતા શેયોને કારણે થાય છે એમ છે નહિ. બાપુ ! એ તો એનું સત્ સ્વરૂપ જ એવું છે કે ત્રિકાળી આત્માનો જે જ્ઞાન-દર્શનમય એવો ચૈતન્યગુણ છે તેને અનુસરીને તે થાય છે. અહા! આ ઉપયોગના પછી વિશેષ ભેદો કહેશે. પરંતુ તે બધાય વર્તમાન-વર્તમાન વર્તતા પરિણામ પોતાના સામાન્ય ત્રિકાળી જ્ઞાન-દર્શનભાવને અનુસરીને થાય છે. માટે આ જ્ઞયો છે, ને આંખ આદિ ઇન્દ્રિયો છે તેથી અંદર જાણવાના પરિણામ થાય છે એમ છે નહિ. પ્રશ્ન:- પણ આંખ બંધ કરી રાખે તો? ઉત્તર:- આંખ બંધ કરે તો “આંખ બંધ છે” એવું જાણપણું તો છે કે નહિ? એવા જાણપણાના પરિણામ તો ત્યારેય ત્યાં છે. પ્રશ્ન- પણ વસ્તુ તો દેખાતી નથી ને? ઉત્તર ભલે વસ્તુ ન દેખાય, પણ જાણપણાના પરિણામ તો છે ને? જાણપણું ક્યાં બંધ થયું છે? અહા ! ખરેખર તો એ વસ્તુ ક્યાં દેખાય છે? એ તો વસ્તુસંબંધી પોતાના જ્ઞાનના પરિણામ કે જે પોતાના જ્ઞાનગુણને અનુસરીને થયા છે તે ખરેખર તો જણાય છે. અહા! આત્મા ત્રિકાળ અસ્તિ-સત્ છે ને? તો વસ્તુ આત્મા જેમ ત્રિકાળ અસ્તિ-સત્ છે, તેમ તેનો જ્ઞાન-દર્શનનો ભાવ પણ ત્રિકાળ સત્ છે, ને તેવી રીતે તેને અનુસરીને થતા જાણવા-દેખવાના પરિણામ પણ તેની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫) | નિયમસાર પ્રવચન પર્યાયરૂપે તેને પોતાને કારણે વર્તમાન-વર્તમાન સત્ છે. અહા ! તે પોતાને કારણે સત્ છે, કાંઈ પરનાનિમિત્તના કે ઇન્દ્રિયના કારણે સત્ છે એમ છે નહિ. ભારે વાતુ ભાઈ ! પણ આ તો બહુ ઝીણું છે? હા, ઝીણું છે. અહા ! આત્મા-પોતે વસ્તુ ઝીણી છે કે નહિ? પણ અરે! એણે અંદર હું આત્મા છું એમ જાણવાની દરકાર જ કરી નથી. અહીં શું કહે છે? કે આ સ્પર્ધાદિ ઈન્દ્રિયો છે એટલે અહીં જીવમાં જાણવાનું થાય છે એમ નથી; કેમકે ઈન્દ્રિયો તો જડ માટી-ધૂળ છે, અજીવનું અસ્તિત્વ છે, અને જાણવાપણે જે ઉપયોગ છે એ તો ચેતન છે, જીવનું અસ્તિત્વ છે. હવે એ ચેતનને જડ ઈન્દ્રિયો કેમ કરે ? અને એ ચેતન જડ ઈન્દ્રિયોને-પરને કેમ અનુસરે ? તો શું છે? તો કહે છે-આત્માનો જે જ્ઞાન-દર્શન ગુણ ત્રિકાળ હોવાપણે છે તેને અનુસરીને તે વર્તમાન જાણપણારૂપ ઉપયોગનું હોવું છે. કહ્યું કે આમાં? કે ઉપયોગ ધર્મ નામ સ્વભાવ છે, ને જીવ ધર્મી નામ સ્વભાવવાન છે. ઉપયોગ જીવનો સ્વભાવ છે બાપુ! તેથી તે ત્રિકાળી ગુણને અનુસરીને થાય છે, પણ જડ ઈન્દ્રિયોને કે પરજ્ઞયોને અનુસરીને તે પરિણામ થતા નથી; કેમકે તે પરિણામ પરમાં નથી, પરસ્વભાવે નથી. સમજાય છે કાંઈ....? પ્રશ્ન- પણ કર્મનો ક્ષયોપશમ હોય તે અનુસાર જ્ઞાન થાય ને? ઉત્તર:- કોનો ક્ષયોપશમ? જીવનો કે કર્મનો? કર્મના ક્ષયોપશમનું અહીં શું કામ છે? કર્મ તો કર્મને ઘરે રહ્યાં, અહીં તો, પોતાની અંદર જ્ઞાન-દર્શનને અનુસરીને જેટલો ભાવ (વિકાસરૂપ) થાય તે પોતાના પરિણામનું સત્પણું છે, અને તેથી, તે પરિણામ પોતાના ત્રિકાળી સત્તા આશ્રયે થાય છે એમ કહે છે. જયધવલામાં પણ લીધું છે કે જો ઇન્દ્રિયથી જ્ઞાન થતું હોય તો-ત્યારે સામાન્ય જ્ઞાન વિશેષપણે થયું છે કે નહીં? તેમ જ -સામાન્ય જ્ઞાન વિશેષપણે થયું છે કે ઇન્દ્રિયો ( વિશેષપણે ) થઈ છે? અહા ! જડ ઇન્દ્રિયો જ્ઞાનના વિશેષપણે કેમ થાય? ન જ થાય. તેથી જે જ્ઞાન ત્રિકાળ સામાન્યપણે છે તે જ વર્તમાન વિશેષપણે થાય છે.-આમ ઉપયોગ સામાન્યને અનુસરીને જ હોય છે, થાય છે; ઈન્દ્રિયને કે કર્મને અનુસરીને થતો નથી. આમ આત્માનું હોવાપણું દ્રવ્ય, ગુણે ને પર્યાયે કેવું છે તે સિદ્ધ કરે છે. અરે ! પણ એને સમજવાની કોને પડી છે? અહાહા...! કહે છે-“ ઉપયોગ ધર્મ છે' ને “જીવ ધર્મી છે'. અહા ! ધર્મ એટલે ધારી રાખેલો ભાવ. કોણે? કે ધર્મી એવા જીવે. અહાહા....! આમ તારું હોવાપણું-તારા દ્રવ્ય, ગુણ ને પર્યાય-ભગવાન! તારે લઈને છે, પણ તારું હોવાપણું-વર્તમાન દશાનું પણ-પરની સત્તાના હોવાપણાને લઈને છે નહિ. લ્યો, આવું ભારે ઝીણું ! આ બહારમાં બુદ્ધિ ઉઘડે છે ને? ભલે તે અજ્ઞાન હોય, તો પણ તે બહારના અભ્યાસને લઈને છે એમ નથી, પણ અંદરને અનુસરીને તે પરિણામ થાય છે. અહા! આ સંસારનાં ભણતર–વકીલાતનાં ને ડોકટરનાં ભણતર એ બધું કુશાન છે. છતાં તે કુશાન અંદરમાં પોતાને અનુસરીને થાય છે, પરને લઈને નહિ. દેશ-દેશાવર ફરે ને બહુ અભ્યાસ કરે તો બુદ્ધિ ખીલે એમ લોકો કહે છે ને? પણ એ વાત તદ્દન ખોટી છે; કેમકે એ વિકાસ અંદરના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦] ૧૫૧ જ્ઞાનને અનુસરીને બહાર આવે છે. ભલે તે કુબુદ્ધિ છે, પણ તે વિકાસ બહારમાંથી આવે છે એમ નથી. જુઓને! અનેક માણસો બહારમાં ફરે છે ને અભ્યાસ કરે છે, પણ કોઈની થોડી ને કોઈની ઘણી જ બુદ્ધિ હોય છે, કારણ કે તે (બુદ્ધિનો વિકાસ) અંતરના ગુણને અનુસરીને થાય છે. ભલે તે અજ્ઞાન છે, પણ જ્ઞાનમાંથી-અંદર યોગ્યતા છે તેમાંથી–તે ઉઘાડની પરિણતિ આવે છે. પ્રશ્ન- તો, તે અજ્ઞાન-કુબુદ્ધિ કેમ છે? ઉત્તર- કેમકે તે આવી વસ્તુસ્થિતિને સ્વીકારતો જ નથી. અરે! આવો હું (એકત્વ-વિભક્તિ) આત્મા છું એમેય એ ક્યાં માને છે? અને તેથી તે કુબુદ્ધિ છે. જુઓ, આ સામે શાસ્ત્રના શબ્દો છે માટે અહીં જીવમાં જાણવાના પરિણામ થાય છે એમ છે નહિ. પ્રશ્ન- તો પછી આપ વાંચો છો શું કામ? ઉત્તર- કોણ વાંચે બાપુ? શું એ જડની ક્રિયાને જીવ કરે? એ તો માત્ર જાણે જ બસ; અને આ જાણવાની ક્રિયા-જાણવાના પરિણામ, અહીં કહે છે, અંદર જાણવું-દેખવું એવો ત્રિકાળી ગુણ છે તેને અનુસરીને થાય છે. માટે વાંચતાં ને સાંભળતાં જે વર્તમાન જાણવાના પરિણામ થાય છે તે કાંઈ શબ્દોને અનુસરીને થતા નથી, પણ જીવના ત્રિકાળી જ્ઞાન-દર્શન ગુણને અનુસરીને થાય છે. આવી વાતું છે. પ્રશ્ન- આવું સાંભળીને તો છોકરાં નિશાળે ભણવાય નહિ જાય? ઉત્તર- એ તો તને બ્રાન્તિ છે બાપુ! બાકી એની પર્યાયનો ઉઘાડ જે આવવાયોગ્ય છે તે અંદરથી આવશે જ, અને બહારમાં જડની ક્રિયા તે કાળે થવા યોગ્ય થશે; છતાં અહીં તો આ વાત છે કે એનો ઉઘાડ પરને લઈને-બહારની જડની ક્રિયાને લઈને થતો નથી. હવે ઉપયોગના પ્રકાર કહે છે: “જ્ઞાન અને દર્શનના ભેદથી આ ઉપયોગ બે પ્રકારનો છે (અર્થાત્ ઉપયોગના બે પ્રકાર છે: જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ). આમાં જ્ઞાનોપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદને લીધે બે પ્રકારનો છે (અર્થાત જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છેઃ સ્વભાવજ્ઞાનોપયોગ અને વિભાવજ્ઞાનોપયોગ).” જોયું? જાણવાનો વ્યાપાર અને દેખવાનો વ્યાપાર એમ ઉપયોગના બે પ્રકાર છે અને તેમાં જાણવાના વ્યાપારના પણ બે ભેદ છે. એક સ્વાભાવિક જ્ઞાનોપયોગ અને બીજી વૈભાવિક જ્ઞાનોપયોગ. તેનો ખુલાસો આગળ આવશે. હવે કહે છે તેમાં સ્વભાવજ્ઞાન અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે,...” અહાહા...! ભગવાન આત્મા અતીન્દ્રિય અરૂપી વસ્તુ છે ને તેનો જે ત્રિકાળી જ્ઞાન ગુણ છે તે સ્વભાવજ્ઞાન છે, તથા તેની કેવળજ્ઞાનરૂપ જે નિર્મળ પૂર્ણ અવસ્થા થાય તે સ્વભાવજ્ઞાન છે. એક ત્રિકાળ અને બીજું વર્તમાન-એમ બંને સ્વાભાવિક જ્ઞાન છે અને તે અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે. શું બન્નેય અમૂર્ત, અતીન્દ્રિય, અવ્યાબાધ અને અવિનાશી છે? હ, બન્નેય; ત્રિકાળી સ્વભાવજ્ઞાન પણ અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય ને અવિનાશી છે, ને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ર | નિયમસાર પ્રવચન વર્તમાન કેવળજ્ઞાન પણ અપેક્ષાએ અવિનાશી, અમૂર્ત, અવ્યાબાધ ને અતીન્દ્રિય છે. (કેવળજ્ઞાન પ્રગટયા પછી કેવળજ્ઞાન.કેવળજ્ઞાન....કેવળજ્ઞાન એમ અનંતકાળ કેવળજ્ઞાન જ રહે છે.) હવે કહે છે તે પણ કાર્ય અને કારણરૂપે બે પ્રકારનું છે (અર્થાત્ સ્વભાવજ્ઞાનના પણ બે પ્રકાર છે; કાર્યસ્વભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાન ).' અહાહા...! શું કીધું? કે આ સ્વાભાવિક જ્ઞાન પણ બે પ્રકારનું છે. એક કાર્યસ્વભાવજ્ઞાન અર્થાત્ કાર્યરૂપ-પર્યાયરૂપ જે કેવળજ્ઞાન પ્રગટ થાય છે, અને બીજું કારણસ્વભાવજ્ઞાન જે ત્રિકાળી ગુણરૂપ સ્વભાવજ્ઞાન છે તે. પ્રશ્ન:- આમાં કેટલા ભેદો સમજવા? આ તો યાદ રાખવુંય કઠણ છે. ઉત્તર- (હવે વેપારની હજાર વાતો યાદ રાખે છે તો) આમાં શું યાદ રાખવાનું છે? આ તો સહેલું લ્યો, આટલી વાત આવી: ૧. આત્મા ત્રિકાળી વસ્તુ છે. ૨. જ્ઞાન-દર્શન તેના ત્રિકાળી ગુણ છે ૩. તેને અનુસરીને થતો-વર્તતો પરિણામ તે ઉપયોગ છે. તે ઉપયોગના બાર પ્રકાર છે. ૪. આ ઉપયોગના પહેલાં બે સાધારણ ભેદ કહ્યાઃ ૧. જ્ઞાન ૨. દર્શન. ૫. પછી જ્ઞાનોપયોગના બે ભેદ કહ્યા: ૧. સ્વભાવજ્ઞાન, ૨. વિભાવજ્ઞાન. ૬. અને પછી સ્વભાવજ્ઞાનના બે ભેદ કીધા: ૧. કાર્યસ્વભાવજ્ઞાન ને ૨. કારણસ્વભાવજ્ઞાન. હવે કહે છે-“કાર્ય તો સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન છે.” અહાહા..! આત્મામાં એક સેકન્ડના અસંખ્યમા ભાગમાં કાર્યપણે જે કેવળજ્ઞાન થાય છે તે સર્વતઃ નિર્મળ છે, અને તે યુગપત્ ત્રણ કાળ-ત્રણ લોકને સાક્ષાત્-પ્રત્યક્ષ જાણે છે. અહા ! આવા જે કેવળજ્ઞાનરૂપી પરિણામ છે તે અંતરંગ ગુણને અનુસરીને થતા પરિણામ છે, અને તેને કાર્યસ્વભાવજ્ઞાન કહે છે. કેમ? કેમકે તે કાર્ય-પર્યાય છે ને? તેથી તેને કાર્યસ્વભાવજ્ઞાન કહેવામાં આવે છે. આ તો ધીમે, ધીમે હળવે-હળવે લઈએ છીએ. પણ બહારનાં થોથાં ( ક્રિયાકાંડ) માં એ પડ્યો છે, ને અંતરની ચીજના અભ્યાસમાં કોઈ દિ' આવ્યો જ નથી ત્યાં શું થાય ? અહા! આત્મા અસ્તિ તરીકે, સત્તા તરીકે ત્રિકાળ વસ્તુ છે, ને તેના જ્ઞાન-દર્શન ગુણ શક્તિરૂપે ત્રિકાળ-કાયમી છે; અને તેને અનુસરીને થતો વર્તમાન-વર્તમાન વર્તતો પ્રગટ પરિણામ તે ઉપયોગ છે. અહા! આ ઉપયોગ બે પ્રકારે છેઃ જ્ઞાન ને દર્શન, અર્થાત્ જાણવું ને દેખવું-એમ બે પ્રકારે ઉપયોગ છે. તેમાં જાણવું એવું જે જ્ઞાન છે તેના બે પ્રકાર છે. એક સ્વાભાવિક જ્ઞાન ને બીજું વિભાવિક જ્ઞાન. તે સ્વાભાવિક જ્ઞાનના પણ બે પ્રકાર છે: ૧. કાર્યસ્વભાવજ્ઞાન ને ૨. કારણસ્વભાવજ્ઞાન. હવે આ નિયમસાર તો ઘરે પડયું હશે, પણ નવરાશ લે ત્યારે ને? અહાહા...! ભગવાન આત્માનો જે ત્રિકાળી જ્ઞાનસ્વભાવ શક્તિરૂપ છે તેને કારણપણે હવામાં આવતાં વર્તમાન એક સમયમાં જે કેવળજ્ઞાનરૂપ પરિણામ પ્રગટ થાય તે કાર્યસ્વભાવજ્ઞાન છે. અહા ! કેવળજ્ઞાનના પરિણામ નામ પર્યાય છે તે ગુણનું કાર્ય છે અને તેથી તેને કાર્યસ્વભાવજ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦] . ૧૫૩ કહે છે. સમજાણું કાંઈ....? ભાઈ, તારે આત્મા સમજવો છે ને? જો આત્મા સમજવો ને સ્વીકારવો હોય તો તેની આ સીમા છે. શું? કે-તે, ૧. દ્રવ્યરૂપે ત્રિકાળી છે. અહા ! અનંતગુણનો પિંડ દ્રવ્યરૂપ ત્રિકાળી છે. ૨. તેના ગુણરૂપે ત્રિકાળી છે. ૩. તેના કાર્યરૂપે વર્તતા વર્તમાન-વર્તમાન પરિણામ તરીકે તેને વર્તનારી પર્યાય છે. –બસ આટલામાં જ આત્માની સીમા છે; બાકી બધી સીમા જડમાં ને પરમાં જાય છે. તો, અહીં કહે છે-કેવળજ્ઞાન પર્યાય છે, અને તે આત્માના ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. તે ગુણનું-જ્ઞાનનું વર્તમાન કાર્ય હોઈ તેને અહીં કાર્યસ્વભાવજ્ઞાન કહેવામાં આવેલ છે. આવી વાત છે. સમજાય છે કાંઈ...? હવે કહે છે અને તેનું કારણ પરમ પારિણામિકભાવે રહેલું ત્રિકાળનિરુપાધિરૂપ સહુજજ્ઞાન છે.' જુઓ, આમ સ્વભાવજ્ઞાનના બે ભેદ પાડ્યાઃ એક સ્વભાવજ્ઞાન કાર્યરૂપે-પર્યાયરૂપે પૂર્ણ છે, ને બીજું સ્વભાવજ્ઞાન અંદર શક્તિરૂપે-ગુણરૂપે પૂર્ણ છે. સ્વભાવજ્ઞાન જે પર્યાયરૂપે પૂર્ણ છે તેને કેવળજ્ઞાન અર્થાત્ કાર્યસ્વભાવજ્ઞાન કહ્યું; ને બીજું સ્વભાવજ્ઞાન કે જે અંદર શક્તિરૂપે પૂર્ણ છે, ધ્રુવ છે ને જેમાંથી જ્ઞાનપર્યાય આવે છે તેને કારણસ્વભાવજ્ઞાન કહ્યું. ઝીણું છે તો ધીમે ધીમે સમજવું બાપું! તો, અહીં કહે છે-તેનું કારણ...' કોનું કારણ? કે કેવળજ્ઞાનનું કારણ. અહા! કેવળજ્ઞાન થવાનું કારણ તો મોક્ષમાર્ગ છે. પણ એ વાત અત્યારે અહીં લેવી નથી. એમ તો, કેવળજ્ઞાન મોક્ષ છે, ને તેનું કારણ મોક્ષમાર્ગ છે. પણ તે વાત અહીં નથી. અહીં તો, કેવળજ્ઞાનરૂપી કાર્ય ત્રિકાળી કારણ જ્ઞાનમાંથી આવે છે માટે તેને કારણે કહ્યું છે. જેમ કૂવામાં હોય એ (-પાણી) અવેડામાં આવે, કૂવામાં જ ન હોય તો અવેડામાં શું આવે? તેમ, અહાહા...! અંદર પૂર્ણ ચિદાનંદમય ભગવાન આત્મા જ્ઞાનશક્તિના ઉપયોગરૂપ છે, અને તેમાંથી કેવળજ્ઞાન આવે છે. જુઓ. ત્રિકાળી જ્ઞાનસ્વભાવને પણ અહીં ઉપયોગ કહ્યો છે હોં. અહાહા...! ભગવાન આત્મા એકલો ચૈતન્યનો ગોળો છે. શું કીધું? કે જાણવા-દેખવાના સામર્થ્યનો આત્મા ગોળો છે. તો, કહે છે-કેવળજ્ઞાનનું “કારણ પરમ પારિણામિકભાવે રહેલું...' જોયું? કેવળજ્ઞાનનું કારણ ભગવાન આત્મામાં સહજ સ્વભાવે રહેલું છે, સહજાનંદ પ્રભુ આત્મામાં ત્રિકાળભાવે રહેલું છે; અને ‘ત્રિકાળનિરપાધિરૂપ”...અહાહા..! ત્રણે કાળ જેમાં કાંઈ ઉપાધિ નથી એવું એ છે. અહા! આવું જે ત્રિકાળ કારણજ્ઞાન તે સહજજ્ઞાન” છે, અને તેને કારણસ્વભાવજ્ઞાન કહેવામાં આવ્યું છે. લ્યો, આમ-આ રીતે વસ્તુનું અસ્તિત્વ છે તે સિદ્ધ કરે છે. પ્રશ્ન:- પણ ઉપયોગ તો પર્યાય છે, ને પર્યાયનું અમારે શું કામ છે? ઉત્તર- શું જાણવા માટે પર્યાય નથી ? બાપુ! આ કેવળજ્ઞાન છે તેય પર્યાય છે. અહા ! આ પરમાત્મદશા થવાના કાળમાં આત્માને જે કેવળજ્ઞાન-ત્રણ કાળ-ત્રણલોકને જે એક સમયમાં પ્રત્યક્ષ જાણે એવી જ્ઞાનની પર્યાય થાય છે તે “છે” કે નહિ? છે ને? તો એ તેના (-જીવના) અસ્તિત્વનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ નિયમસાર પ્રવચન ભાવ છે, ને તેને કાર્યસ્વભાવજ્ઞાન કહે છે. ધ્રુવ શક્તિરૂપે અંદર છે તેનું કાર્ય પ્રગટ બહાર આવ્યું ને? તેથી તેને કાર્યસ્વભાવજ્ઞાન કહ્યું છે, અને અંતરમાં તેનું કારણ જે સહજ ત્રિકાળી સ્વભાવે રહેલું છે તેને કારણસ્વભાવજ્ઞાનોપયોગ કહેલ છે. બહુ ઝીણું પ્રભુ! પણ એટલે તો હળવે-હળવે ઘૂંટી-ઘૂંટીને કહીએ છીએ. - બાપુ! આ જે કેવળજ્ઞાનની દશારૂપ કાર્ય છે તે તારી પર્યાયના અસ્તિત્વમાં છે. જોકે તે પ્રગટ ત્યારે હોય છે. પણ તે છે તારી પર્યાયના અસ્તિત્વમાં, અને તેને કાર્યસ્વભાવજ્ઞાન કહે છે, કેમકે તે પ્રગટ કાર્યરૂપ છે; અને તેનું કારણ, કહે છે, અંદર ત્રિકાળ સહજ જ્ઞાનસ્વભાવે રહેલું છે. અહાહા...! ત્રિકાળ જ્ઞાનસ્વભાવરૂપ શક્તિ જે પડી છે તે પિંડમાંથી એ કાર્ય આવે છે. પણ સંહનન મજબૂત છે (વર્ષભનારાચ સંહનન છે) તેને લઈને, કે પૂર્ણ પર્યાતપણાને લઈને, કે મનુષ્યપણાને લઈને કે કર્મનો અભાવ થયો છે માટે તેને લઈને કેવળજ્ઞાન કાર્ય થાય છે એમ નથી. એ તો આત્માનો ત્રિકાળ શક્તિરૂપ સહુજ જ્ઞાનસ્વભાવ છે તેમાંથી–તેને અનુસરીને-કેવળજ્ઞાનરૂપ કાર્ય પ્રગટ થાય છે. અહાહા..! આ તો ત્રિકાળ કારણપણે વિધમાન છે તેમાંથી વર્તમાન આવે છે. સમજાય છે કાંઈ...? અહા! કેવળજ્ઞાનરૂપ કાર્ય પ્રગટ થાય છે ત્યારે કર્મનો ક્ષય કર્મના કારણે અવશ્ય થાય છે, પણ અહીં તો પોતાના કેવળજ્ઞાનના પરિણામ પોતાથી થાય છે, કર્મના ક્ષયને લઈને નહિ એમ વાત છે. શું કીધું? કે કેવળજ્ઞાન થતાં, પહેલાં આવરણરૂપ જે કર્મ નિમિત્ત હતું તે કર્મ અકર્મરૂપે પરિણમી જાય છે. તો, એ કર્મનું અકર્મ થવું તો એમાં રહ્યું, તે કર્મ અકર્મરૂપે પરિણમ્યું માટે અહીં જીવમાં કેવળજ્ઞાનના પરિણામ થયા છે એમ નથી. ભારે વાતુ ભાઈ ! અહા! પરમાત્મદશાના કાળે આત્મામાંથી જે કેવળજ્ઞાન પ્રગટ થાય છે તે કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ છે; કેમકે કાર્ય પ્રગટ થયું ને? પર્યાય પ્રગટ થઈ ને? કાર્ય કહો, પર્યાય કહો કે પરિણામ કહો એક જ છે. વળી તે કાર્ય સ્વાભાવિક કાર્ય છે, કેમકે તે થવામાં બીજા કોઈની અપેક્ષા નથી, કર્મ કે નિમિત્તની અપેક્ષા નથી; તે કાર્યજ્ઞાન અંદર જ્ઞાનશક્તિરૂપ ત્રિકાળ કારણ પડ્યું છે તેને અનુસરીને થાય છે. અહા ! ત્રિકાળી જ્ઞાન કે જે પરમ પરિણામિકભાવે સ્થિત છે તેને અનુસરીને કાર્યજ્ઞાન પ્રગટ થતું હોવાથી તેને કારણસહજજ્ઞાન કહે છે, ને પ્રગટ કેવળજ્ઞાનની દશાને કાર્યસહજજ્ઞાન કહીએ છીએ. લ્યો, આવી વસ્તુ બહુ ઝીણી બાપુ! આમાં એમ સિદ્ધ થયું કે-ભગવાન! તારા કાર્ય માટે તું બીજે ન જો, અંદર જ્યાં કારણ પડયું છે ત્યાં જો ને તેમાં એકાગ્ર થા. તારી જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થશે તે પરને લઈને નહિ થાય, પણ તારા કારણે થશે. અહા! અત્યારે જે જ્ઞાનની દશા વર્તે છે તેય તારા કારણે, ને પૂર્ણ થશે તે પણ તારા કારણે. (માટે અંદર કારણ છે ત્યાં જા, ને ત્યાં એકાગ્ર થા). ભાઈ, ધર્મ પામવા માટે અંતઃપુરુષાર્થ કરવો પડશે હોં, કાંઈ ગુરુ-કૃપાથી કે ગુરુના આશીર્વાદમાત્રથી ધર્મ થઈ જાય, કેવળજ્ઞાન થઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. પ્રશ્ન:- એવું (સ્તુતિમાં) આવે તો છે? ઉત્તરઃ- એ તો નિમિત્તના કથન બાપુ ! બાકી પોતાની કૃપા થતાં અર્થાત્ અંદર જે ગુણો ત્રિકાળ કારણભાવે પડ્યા છે તેનું ગ્રહણ થતાં તેને અનુસરીને કેવળજ્ઞાન થાય છે. આ તો પ્રાપ્તની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦] ૧૫૫ પ્રાપ્તિ છે બાપુ! ગજબ વાત છે ને? પ્રશ્ન-દેવ-ગુરુ-શાસ્ત્રને અનુસરીએ તો? ઉત્તરઃ- દેવ-ગુરુ-શાસ્ત્ર તો બાહ્ય નિમિત્ત છે બાપુ! એનું ભેદરૂપ શ્રદ્ધાન અને એનું અનુસરણ અર્થાત્ વિનય-ભક્તિ એ તો વિકલ્પ છે, રાગ છે, અને રાગથી તો બંધ થાય છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! (સાધકદશામાં વ્યવહાર વિકલ્પનું હોવું જુદી વાત છે, ને એના અનુસરણનો અભિપ્રાય જુદી વાત છે.) પ્રશ્ન:- પણ ગુરુ વિના જ્ઞાન નહિ–એમ આવે છે ને? ઉત્તર- અહા! ગુરુથી જ્ઞાન થાય છે, વા ગુરુ વિના જ્ઞાન નહિ એ તો નિમિત્તથી કથન છે; કેમકે જ્ઞાન થવામાં બાહ્ય નિમિત્તે એવું જ હોય છે; પણ જ્ઞાન તો પોતે પોતામાં એકાગ્ર થાય, અંતર્દષ્ટિ કરે ત્યારે જ થાય. આવી જ વસ્તુસ્થિતિ છે. જુઓ, અહીં શું કહે છે? ત્રિકાળી કારણસ્વભાવજ્ઞાનને અનુસરીને–તેનો આશ્રય પામીને-કાર્યસ્વભાવજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આ જ રીત છે બાપુ ! બધે આ જ વાત છે. અહાહા...! આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ એક ચીજ છે, વસ્તુ છે, અસ્તિ છે, તત્ત્વ છે; અને તે તત્વમાં જ્ઞાન-દર્શનની શક્તિરૂપ સ્વભાવ છે. અહાહા...! આત્મા સ્વભાવવાન વસ્તુ છે, તો તેનો સ્વભાવ શું? કે જ્ઞાન ને દર્શન. અત્યારે તો આ જ લેવા છે ને ? હવે તેમાં જાણગસ્વભાવે જે ત્રિકાળી સનું સત્ત્વ છે, શક્તિ છે તેને કારણસ્વભાવજ્ઞાન કહે છે, અને તેને અનુસરીને વર્તમાન સ્વાભાવિક અર્થાત્ પરની અપેક્ષા રાખ્યા વિના જે પૂર્ણ દશા પ્રગટ થાય તેને કાર્યસ્વભાવજ્ઞાન કહે છે. જુઓ, અહીં તો આ વાત છે કે પરની અપેક્ષા વિના જ કાર્યજ્ઞાનની દશા થાય છે અહા ! આ ધ્યાનમાં લે તો એના બીજા બધા વિકલ્પ ઓછા થઈ જાય હોં. અહો ! એવું આ તો અંદર ભારે “પાવરફૂલ' (સર્વશક્તિમાન) ઈજેકશન છે. પણ એને વિશ્વાસ આવે ત્યારે ને? અહા! અંતર-એકાગ્ર થતાં અંદરમાંથી “પાવર' (શક્તિ) ફાટે છે, હુરે છે, પ્રગટે છે, ને કાર્યરૂપ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહા! અંદર ત્રિકાળ જ્ઞાનસ્વભાવરૂપ શક્તિ છે તે કાર્યનું (-કેવળજ્ઞાનનું ) કારણ છે, તેનું કારણ કોઈ વ્યવહારની ક્રિયા, ઇન્દ્રિયો, મનુષ્યદેહ કે સંનન નથી; તેમ જ દેવ-ગુરુશાસ્ત્રથી તે થાય છે એમેય નથી. અહા! આવું અજબ-ગજબ છે! પણ શું થાય? માણસને અંતરનો અભ્યાસ જ નથી, ને વિના આત્મ-વિધા બહારની કડાકૂટમાં (ક્રિયાકાંડમાં) રચ્યા-પચ્યો રહે છે. જુઓ, આ પ્રમાણે કાર્યસ્વભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાન-એમ સ્વાભાવિક જ્ઞાનના બે બોલ થયા. હવે વિભાવિક જ્ઞાનની વાત કરે છે. તો કહે છેઃ કેવળ વિભાવરૂપ જ્ઞાનો ત્રણ છેઃ કુમતિ, કુશ્રુત, અને વિભંગ'. અહા ! આ બધી બહારની (બહારના એકત્સહિત) બુદ્ધિઓ છે ને? તે બધી કુમતિ, કુશ્રુત આદિ કુશાન છે. પ્રશ્ન:- પણ એ (-કુબુદ્ધિઓ) તો કેટલી મહેનતથી પ્રાપ્ત થાય છે? ઉત્તર:- ધૂળેય મહેનતથી પ્રાપ્ત થતાં નથી સાંભળને! એ કુજ્ઞાનની પર્યાય પણ અંદરમાં જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. એ તો દષ્ટિ ભ્રાન્ત-મિથ્યા છે માટે તેને કુશાન કહે છે; બાકી, તે કુશાન પણ થાય છે તો અંદર શક્તિરૂપ જ્ઞાન છે તેને અનુસરીને. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન પ્રશ્ન:- એ બધું (કુજ્ઞાન ) તો કાઢી નાખવા જેવું છે ને ? ઉત્તર:- હા, પણ એ કાઢે છે ક્યાં? ઉલટાનું ઘૂંટે છે, દઢ કરે છે, ને વળી એનાથી જાણે કે હું હોશિયાર થઈ ગયો છું એમ માને છે. પણ એ બધું ધૂળધાણી ને વા-પાણી છે. પ્રશ્ન:- પરંતુ મન એમાં લલચાઈ જાય છે. ઉત્તર:- ધૂળમાંય લલચાવા જેવું એ નથી. જગતમાં આવું જ્ઞાન હોય છે પણ એથી શું? એનાથી ( એ કુશાનથી ) કાંઈ સામગ્રી થોડી આવે છે? એ તો પૂર્વના પુણ્યને લઈને આવે છે. કાંઈ આવું (અભ્યાસનું) જ્ઞાન થયું છે માટે તે આવે છે એમ નથી, અને બહારના અભ્યાસાદિથી એવું જ્ઞાન થયું છે એમેય નથી; એ તો અંદર શક્તિરૂપ છે તેને અનુસરીને થયું છે. આવી વાત છે. અહા ! કહે છે–‘ કેવળ વિભાવરૂપ જ્ઞાનો...' એટલે શું? કે વિભાવરૂપ બીજાં મતિ-શ્રુતાદિ ચાર જ્ઞાન પણ છે, પરંતુ એ સભ્યજ્ઞાનરૂપ છે, જ્યારે ‘કેવળ ’ એટલે એકલા વિભાવરૂપ (વિપરીત) જ્ઞાનો તો આ ત્રણ છે–કુમતિ, કુશ્રુત, અને વિભંગ. અહા ! કુમતિ એટલે શું? કે જે આત્માનું જ્ઞાન નથી, અર્થાત્ જેમાં આત્માનો સમ્યક્ આશ્રય નથી, પણ અવળાઈ-વિપરીતતા છે, ને માત્ર પરના લક્ષથી જે બુદ્ધિ ઉઘડી છે તે કુમતિ છે. જો કે તે છે પોતાનામાં ને પોતાથી, છતાં પણ તે કુમતિ છે. અહા! પચીસ-પચાસ લાખ પેદા કરે એવી કોઈને (– અજ્ઞાનીને ) બુદ્ધિ હોય, અને હું બુદ્ધિમાન છું એમ એ માને તો તે બુદ્ધિ તો છે, પણ કુબુદ્ધિ છે; અને તે કુબુદ્ધિ પણ, અહીં કહે છે, તેના જ્ઞાનને અનુસરીને અજ્ઞાનપણે થઈ છે. તેવી રીતે માત્ર બહા૨ની યાદશક્તિ બહુ હોય તે પણ કુમતિ કહેવાય છે; અને તે કુમતિનું જ્ઞાન ઘણું વાંચન ને ઘણા બધા પુસ્તકોનો અભ્યાસ કર્યો માટે પ્રગટયું છે એમ નથી-એમ કહે છે. તે કુમતિ સાધારણ જ્ઞાન છે, જ્યારે કુશ્રુત એ તર્કશાન છે. જેમાં વિપરીત-ઊંધા તર્કસહિત જ્ઞાન હોય તે કુશ્રુત છે. તે કુશ્રુત પણ અંદરના જ્ઞાનને અનુસરીને થનારું છે; બહા૨ના ઘણા ચોપડા ભણ્યો માટે તે થયું છે એમ નથી. આ T. C. S., L. L. B. ને M. A. ઇત્યાદિનાં જ્ઞાન ભલે અજ્ઞાન છે, છતાં એ બધી જ્ઞાનની પર્યાય અંદરને કારણે ઉઘડે છે. તેવી રીતે ધંધામાં તર્ક ઊઠે તે કુશ્રુત છે, પણ તે અંદર જ્ઞાન (શક્તિ) છે તેને અનુસરીને થાય છે, પ૨ને લઈને થાય છે એમ નથી. વળી, અજ્ઞાનીને કોઈને એક વિશેષ વિકાસરૂપ વિભંગજ્ઞાન થાય છે. આ એવું જ્ઞાન છે કે અંદર સાત દ્વીપ ને સમુદ્ર સાક્ષાત્ દેખાય. આવું એક વિભંગાવધિ-કુઅવધિ જ્ઞાન થાય છે, અને તેય પોતાના જ્ઞાનને અનુસરીને થાય છે, પ૨ને લઈને નહિ. જુઓ, કેટલાક મિથ્યાદષ્ટિ હોવા છતાં તેઓને અંદર રાગની મંદતા ને એ જાતનો ક્ષયોપશમ-ઉઘાડ હોય છે કે જેથી તે અંદરમાં સાત દ્વીપ ને સમુદ્રને પણ ભાળે છે. છતાં તે કુશાન છે, સમ્યજ્ઞાન નથી, અને તે અંદર શક્તિ છે તેને અનુસરીને થાય છે, પરંતુ બહારમાં કર્મનો ક્ષયોપશમ થયો માટે વિભંગજ્ઞાન જ્ઞાન થયું છે કે તેને અનુસરીને થયું છે એમ નથી. ‘આ ઉપયોગના ભેદરૂપ જ્ઞાનના ભેદો, હવે કહેવામાં આવતાં બે સૂત્રો દ્વારા (૧૧ ને ૧૨ મી ગાથા દ્વારા ) જાણવા. ’–હવે એ આગળ કહેશે. ગાથા ૧૦: ભાવાર્થ ઉ૫૨નું પ્રવચનઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦] ૧૫૭ “ચેતન્યાનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે.' અહા! આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન એવું વીતરાગી વિજ્ઞાન બાપુ! કહે છે-ચૈતન્યને અનુવિધાયી.. અહા ! સંસ્કૃત ટીકામાં “અનુવર્તી' શબ્દ છે, ને ગુજરાતી ટીકામાં, “અનુસરીને વર્તનારો' એમ અર્થ કર્યો છે; જ્યારે અહીં “અનુવિધાયી” શબ્દ લીધો છે. બધાનો એક જ અર્થ છે. પંચાસ્તિકાયમ (ગાથા ૪૦માં) અનુવિધાયી' શબ્દ આવ્યો છે. ઉપયોગ બે પ્રકારનો છેઃ (૧) જ્ઞાનોપયોગ અને (૨) દર્શનોપયોગ.' એક જાણવાનો ને બીજો દેખવાનો એમ ઉપયોગ બે પ્રકારે છે. બધાને ભિન્ન-ભિન્નપણે જાણવું તે જ્ઞાનોપયોગ છે, ને અભિન્નસામાન્યપણે દેખવું તે દર્શનોપયોગ છે. દર્શનોપયોગમાં માત્ર સામાન્ય દેખવું છે, કે જેમાં વસ્તુને ભિન્નભિન્ન જાણવું થાય તે જ્ઞાનોપયોગ છે. જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છે: (૧) સ્વભાવજ્ઞાનોપયોગ અને (૨) વિભાવજ્ઞાનોપયોગ. સ્વભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છે: (૧) કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળજ્ઞાનોપયોગ) અને (૨) કારણસ્વભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ સહજજ્ઞાનોપયોગ).”—આપણે આ બધાની વ્યાખ્યા વિસ્તારથી ટીકામાં આવી ગઈ છે. સહજજ્ઞાનોપયોગ” ની નીચે ફૂટનોટમાં વ્યાખ્યા છે. જુઓ સહજજ્ઞાનોપયોગ પરમ પરિણામિકભાવે સ્થિત છે તેમ જ ત્રણે કાળે ઉપાધિ રહિત છે; તેમાંથી (સર્વને જાણનારો) કેવળજ્ઞાનોપયોગ પ્રગટે છે. માટે સહજજ્ઞાનોપયોગ કારણ છે અને કેવળજ્ઞાનોપયોગ કાર્ય છે.” જુઓ, આ કારણ ને કાર્યની વ્યાખ્યા આપણે ટીકામાં આવી હતી ને? તો, કહે છે-“આમ હોવાથી સહજજ્ઞાનોપયોગને કારણસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે અને કેવળજ્ઞાનોપયોગને કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે.' લ્યો, આ બધું વ્યાખ્યાનમાં વિસ્તારથી આવી ગયું છે. હવે કહે છે-“વિભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છેઃ (૧) સમ્યક વિભાવજ્ઞાનોપયોગ અને (૨) મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગ.) સમ્યક વિભાવજ્ઞાનોપયોગના ચાર ભેદો (સુમતિજ્ઞાનોપયોગ, સુશ્રુતજ્ઞાનોપયોગ, સુઅવધિજ્ઞાનોપયોગ અને મન:પર્યયજ્ઞાનોપયોગ) હવેની બે ગાથાઓમાં કહેશે.” લ્યો, આ સમ્યજ્ઞાનના ચાર ભેદો-સુમતિ, સુશ્રુત, સુઅવધિ ને મન:પર્યયજ્ઞાન-પણ વિભાવજ્ઞાન છે. કેમ? કેમકે તે અપૂર્ણ-અધુરાં જ્ઞાન છે, ને તેમાં કર્મની-નિમિત્તની અપેક્ષા આવે છે. આ ચાર ભેદોનું કથન હવેની ગાથાઓમાં આવશે. મિચ્યા વિભાવજ્ઞાનોપયોગના અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગના ત્રણ ભેદો છે: (૧) કુમતિજ્ઞાનોપયોગ, (૨) કુશ્રુતજ્ઞાનોપયોગ અને (૩) વિર્ભાગજ્ઞાનોપયોગ અર્થાત્ કુઅવધિજ્ઞાનોપયોગ.' આની ચર્ચા ટીકાની વ્યાખ્યા વેળાએ આવી ગઈ છે. શ્લોક ૧૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ જિનેન્દ્રકથિત સમસ્ત જ્ઞાનના ભેદોને...” અહાહા...! જોયું? આ બધા જ્ઞાનના ભેદોકારણસ્વભાવજ્ઞાનોપયોગ અને કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ ઇત્યાદિ બધા જ્ઞાનના ભેદો-ભગવાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૧૫૮ કેવળી વીતરાગ પરમેશ્વર દેવાધિદેવ તીર્થંકરદેવે કહ્યા છે. આ ‘જિનેન્દ્રકથિત ’–ભગવાન જિનેન્દ્રદેવે કહેલા–એમ કેમ કહ્યું? કેમકે એ તો મુનિરાજે પહેલેથી જ કહ્યું છે કે-આ શાસ્ત્રની ટીકા કરનારા અમે મંદબુદ્ધિ તે કોણ ? ગણધરોથી ને પરંપરાના આચાર્યોથી ચાલી આવે છે. માટે, કહે છે, જે તે ૫રમાત્માએ વર્ણવ્યા છે. ટીકા તો કેવળીના શાસનમાં આ બધા જ્ઞાનના ભેદો વર્ણવ્યા છે તો, કહે છે–‘જિનેન્દ્રકથિત સમસ્ત જ્ઞાનના ભેદો જાણીને જે પુરુષ પરભાવોને પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થકો શીઘ્ર ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જાય છે-ઊંડો ઊતરી જાય છે,...’ અહાહા...! આ ભેદોને જાણીને શું કરવું? તો, કહે છે ૫૨ભાવને-વિકારભાવોને છોડવા. પરભાવનું લક્ષ છોડવું, ને નિજસ્વરૂપમાં સ્થિત થઈ શીઘ્ર ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જવું અહાહા...! પોતે અંદર ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપ છે તેમાં સ્થિત રહ્યો થકો અંદર પેસી જવું-ઊંડા ઊતરી જવું–લીન થઈ જવું. આવી વાત છે. અહાહા...! એનું ફળ શું? અહા! આ જ્ઞાનના ભેદોને જાણીને જે પરભાવને છોડે છે. પુણ્ય-પાપના ભાવને છોડે છે અર્થાત્ તેનું લક્ષ છોડે છે ને અંદર ચૈતન્યચમત્કારમાત્ર પોતે ભગવાનસ્વરૂપ છે તેમાં ઊંડો ઊતરી જાય છે, લીન થઈ જાય છે તે કેવળજ્ઞાનરૂપી મુક્તિ-લક્ષ્મીને પામે છે, મોક્ષ પામે છે. આ નિયમસાર એટલે મોક્ષમાર્ગ છે ને? તેથી તેનો સરવાળો-અંતિમ ફળ મુક્તિ બતાવે છે. આ નિયમસારનું–મોક્ષમાર્ગનું ફળ મોક્ષ બતાવે છે. સમજાણું કાંઈ... ? પ્રશ્ન:- હા, પણ એને જાણ્યા વિના જ સીધો અંદર ઊતરી જાય તો શું વાંધો? સમાધાનઃ- અરે ભાઈ! જાણ્યા વિના અંદર શેમાં ઊતરે ? ને કેવી રીતે ઊતરે ? અહા! અંદર દ્રવ્ય પોતે વસ્તુ શું છે? પર્યાય શું છે? અંદર જે ઊતરે છે તે શું છે? ને શેમાં ઊતરવું છે? આ બધાના ભાન વિના એ ઊતરે શેમાં ? આંધળી દોટ મૂકે એમાં તે અંદર વસ્તુમાં કેવી રીતે જાય ? અહાહા...! અંદરમાં ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ વસ્તુ કારણસ્વભાવજ્ઞાનોપયોગ છે, તેની પૂર્ણ દશા તે કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ છે, તેની ચાર અપૂર્ણ દશા તે સમ્યક્ વિભાવજ્ઞાનોપયોગ છે. અને ત્રણ અજ્ઞાનદશા તે મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ છે. તેવી રીતે દર્શનમાં, એક દર્શન સ્વભાવરૂપ છે અને બીજાં ત્રણ દર્શન વિભાવરૂપ છે. હવે આવું એને ભાન થયા વિના ક્યાંથી ખસવું-પાછા વળવું છે, ને ક્યાં જવુંવસવું છે એવો વિવેક એને ક્યાંથી સૂઝે? ન સૂઝે. તેથી કહે છે-જિનેન્દ્રકથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ વિભાવને પરિહરી-વિભાવનું લક્ષ છોડી નિજ ચૈતન્યચમકારમાત્ર તત્ત્વમાં-અહાહા..! નિજ કારણભગવાનસ્વરૂપ જે પોતાનું તત્ત્વ છે તેમાં–જે પુરુષ પેસી જાય છે, શીઘ્ર અંદર ઊંડો ઊતરી જાય છે તે પુરુષ મુક્તિસુંદરીનો સ્વામી થઈ જાય છે. લ્યો, આવી વાત ! અંદર છે ને કે — स भवति परमश्रीकामिनीकामरूपः ' અહાહા...! ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ એવું શુદ્ધ ચૈતન્યનું દળ પોતે છે તેની અંદર એટલે કે ઉ૫૨-ઉ૫૨ પર્યાયમાં ન રહેતાં અંદર ધ્રુવમાં ઊતરી જે પુરુષ ત્યાં લીન થઈ રહે છે ‘તે પુરુષ ૫૨મશ્રીરૂપી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦] ૧૫૯ કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે).' પરમશ્રી કહેતાં કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી. લ્યો, આ લક્ષ્મી છે, બાકી તો બધી ધૂળ છે. અહા ! અંતરમાં એકાગ્ર થઈ રહેતાં અનંત જ્ઞાન ને આનંદની જે પોતાની પરિણતિ છે તે પૂર્ણ કાર્યદશાનો, કે જે કદી છોડશે નહિ તેનો, તે પુરુષ વલ્લભ થાય છે. આવો મારગ છે. –એ દશમી ગાથા થઈ. હવે ૧૧-૧ર ગાથા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ગાથા-૧૧-૧૨ केवलमिंदियरहियं असहायं तं सहावणाणं ति । सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं । । ११ ।। सण्णाणं चउभेयं मदिसुदओही तहेव मणपज्जं । अण्णाणं तिवियप्पं मदियाई भेददो चेव ।। १२ ।। અસહાય, ઈન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવિક જ્ઞાન છે; સુજ્ઞાન ને અજ્ઞાન-એમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય-ભેદ છે સુજ્ઞાનના; કુમતિ, કુઅવધિ, કુશ્રુત-એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧૨. અન્યવાર્થ:- [ વ્હેવલમ્] જે (જ્ઞાન ) કેવળ, [ફન્દ્રિયરહિતમ્ ] ઈન્દ્રિયરહિત અને [અસહાય ] અસહાય છે, [ તત્] તે [ સ્વભાવજ્ઞાનમ્ કૃતિ ] સ્વભાવજ્ઞાન છે; [ સંજ્ઞાનેતરવિજ્યે] સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ ભેદ પાડવામાં આવતાં, [વિમાવજ્ઞાન] વિભાવજ્ઞાન [દ્વિવિધ ભવેત્] બે પ્રકારનું છે. [ સંજ્ઞાનં ] સમ્યજ્ઞાન [ ચતુર્મેવું] ચાર ભેદવાળું છેઃ [ મતિશ્રુતાવધય: તથા વ મન:પર્યયમ્] મતિ, શ્રુત, અવધિ તથા મન:પર્યય; [અજ્ઞાનં 7 yq] અને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન ) [ મત્યાવે: મેવત: ] મતિ આદિના ભેદથી [ત્રિવિરુપક્] ત્રણ ભેદવાળું છે. ટીકા:- અહીં (આ ગાથાઓમાં) જ્ઞાનના ભેદ કહ્યા છે. જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી *કેવળ છે, આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી ક્રમઇન્દ્રિય અને (દેશ-કાળાદિ) ‘વ્યવધાન રહિત છે, એક એક વસ્તુમાં નહિ વ્યાપતું હોવાથી ( –સમસ્ત વસ્તુઓમાં વ્યાપતું હોવાથી) અસહાય છે. તે કાર્યસ્વભાવજ્ઞાન છે. કારણજ્ઞાન પણ તેવું જ છે. શાથી? નિજ પરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહજચારિત્ર, સહજસુખ અને સહજપરમચિત્શક્તિરૂપ નિજ કારણસમયસારનાં સ્વરૂપોને યુગપદ્દ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું હવે આ ( નીચે પ્રમાણે ), શુદ્ધાશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ અને ભેદ કહેવામાં આવે છેઃ ‘ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગથી તથા ૐઅવગ્રહાદિ ભેદથી અથવા *બહુ, બહુવિધ વગેરે ભેદથી મતિજ્ઞાન * કેવળ= એકલું, નિર્ભેળ; શુદ્ધ ૧. વ્યવધાન= આડ; પડદો; અંતર; આંતરું; વિજ્ઞ. ૨. મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છેઃ ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણશક્તિ (-પદાર્થને જાણવાની શક્તિ) તે ઉપલબ્ધિ છે; જાણેલા પદાર્થ પ્રત્યે ફરીફરીને ચિંતન તે ભાવના છે; આ કાળું છે,' આ પીળું છે' ઇત્યાદિરૂપે અર્થગ્રહણવ્યાપાર (-પદાર્થને જાણવાનો વ્યાપાર ) તે ઉપયોગ છે. ૩. મતિજ્ઞાન ચાર ભેદવાળું; અવગ્રહ, ઈહા (-વિચારણા ), અવાય (નિર્ણય ) અને ધારણા, [વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત ) જુઓ. ] ૪. મતિજ્ઞાન ચાર ભેદવાળું છે: બહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિઃસૃત, નિઃસૃત, અનુક્ત, ઉક્ત, ધ્રુવ અને અધ્રુવ. [વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત ) જુઓ. ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૧૬૧ ગાથા–૧૧–૧૨ ] અનેક ભેદવાળું છે. લબ્ધિ અને ભાવનાના ભેદથી શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. દેશ, સર્વ અને પરમના ભેદથી ( અર્થાત્ દેશાધિ, સર્વાવિધ અને ૫૨માધિ એવા ત્રણ ભેદોને લીધે) અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે. ઋન્નુમતિ અને વિપુલમતિના ભેદને લીધે મનઃપર્યયજ્ઞાન બે પ્રકારનું છે. ૫૨મભાવમાં સ્થિત સમ્યગ્દષ્ટિને આ ચાર સભ્યજ્ઞાનો હોય છે. મિથ્યાદર્શન હોય ત્યાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન ‘ કુમતિજ્ઞાન ’, ‘કુશ્રુતજ્ઞાન ’ અને ‘વિભંગજ્ઞાન ’–એવાં નામાંતરોને (અન્ય નામોને ) પામે છે. ' અહીં (ઉપ૨ કહેલાં જ્ઞાનોને વિષે) સહજજ્ઞાન, શુદ્ધ અંત:તત્ત્વરૂપ પરમતત્ત્વમાં વ્યાપક હોવાથી, સ્વરૂપપ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ (સંપૂર્ણ પ્રત્યક્ષ ) છે. ‘ રુપિણ્વવષે: (અવધિજ્ઞાનનો વિષય-સંબંધ રૂપી દ્રવ્યોમાં છે)' એવું (આગમનું) વચન હોવાથી અવધિજ્ઞાન વિકલપ્રત્યક્ષ (એકદેશપ્રત્યક્ષ ) છે. તેના અનંતમા ભાગે વસ્તુના અંશનું ગ્રાહક (−જાણનારું) હોવાથી મન:પર્યયજ્ઞાન પણ વિકલપ્રત્યક્ષ છે. મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન બન્ને ૫૨માર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે. વળી વિશેષ એ કે–ઉક્ત (ઉપર કહેલાં) જ્ઞાનોમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજ૫૨મતત્ત્વમાં સ્થિત એવું એક સહજજ્ઞાન જ છે; તેમ જ સહજજ્ઞાન (તેના) પારિણામિકભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમસ્વભાવ હોવાથી, સહજજ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. આ સહચિદ્વિલાસરૂપે (૧) સદા સહજ ૫૨મ વીતરાગ સુખામૃત, (૨) અપ્રતિત નિરાવરણ ૫૨મ ચિત્શક્તિનું રૂપ, (૩) સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ પરમ ચારિત્ર, અને (૪) ત્રણે કાળે અવિચ્છિન્ન (અતૂટક) હોવાથી સદા નિકટ એવી ૫૨મ ચૈતન્યરૂપની શ્રદ્ધા-એ સ્વભાવ-અનંતચતુષ્ટયથી જે સનાથ (સહિત) છે એવા આત્માને-અનાથ મુક્તિસુંદરીના નાથને-ભાવવો (અર્થાત્ સહજજ્ઞાનવિલાસરૂપે સ્વભાવઅનંતચતુષ્ટયયુક્ત આત્માને ભાવવો-અનુભવવો ). આમ સંસારરૂપી લતાનું મૂળ છેદવાને દાતરડારૂપ આ ‘ઉપન્યાસથી બ્રહ્મોપદેશ કર્યો. [હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છેઃ ] (માલિની ) इति निगदितभेदज्ञानमासाद्य भव्यः परिहरतु समस्तं घोरसंसारमूलम् । सुकृतमसुकृतं वा दुःखमुच्चैः सुखं वा तत उपरि समग्रं शाश्वतं शं प्रयाति ।। १८ ।। ૧. સુમતિજ્ઞાન ને સુશ્રુતજ્ઞાન સર્વ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. સુઅવધિજ્ઞાન કોઈ કોઈ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. મન:પર્યયજ્ઞાન કોઈ કોઈ મુનિવરોને-વિશિષ્ટ સંયમધોને-હોય છે. સ્વરૂપે પ્રત્યક્ષ; સ્વરૂપ-અપેક્ષાએ પ્રત્યક્ષ; સ્વભાવે પ્રત્યક્ષ. ૨. સ્વરૂપપ્રત્યક્ષ ૩. ઉપન્યાસ = કથન; સૂચન; લખાણ; પ્રારંભિક કથન; પ્રસ્તાવના. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨ [ નિયમસાર પ્રવચન [શ્લોકાર્ચ- ] એ રીતે કહેવામાં આવેલા ભેદોના જ્ઞાનને પામીને ભવ્ય જીવ ઘોર સંસારના મૂળરૂપ સમસ્ત સુકૃત કે દુષ્કૃતને, સુખ કે દુઃખને અત્યંત પરિહરો. તેનાથી ઉપર (અર્થાત્ તેને ઓળંગી જતાં), જીવ સમગ્ર (પરિપૂર્ણ) શાશ્વત સુખને પામે છે. ૧૮. (અનુષ્ટ્રમ) परिग्रहाग्रहं मुक्त्वा कृत्वोपेक्षां च विग्रहे। निर्व्यग्रप्रायचिन्मात्रविग्रहं भावयेद् बुधः।।१९।। [ શ્લોકાર્ચ- ] પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમ જ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુધ પુરુષે અવ્યગ્રતાથી (નિરાકુળતાથી) ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને (-આત્માને) ભાવવો. ૧૯. (શાર્દૂનવિક્રીડિત) शस्ताशस्तसमस्तरागविलयान्मोहस्य निर्मूलनाद् द्वेषाम्भः परिपूर्णमानसघटप्रध्वंसनात्पावनम्। ज्ञानज्योतिरनुत्तमं निरूपधि प्रव्यक्ति नित्योदितं भेदज्ञानमहीजसत्फलमिदं वन्द्यं जगन्मंगलम्।।२०।। [શ્લોકાર્ચ- ] મોહને નિર્મૂળ કરવાથી, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત રાગનો વિલય કરવાથી અને વૈષરૂપી જળથી ભરેલા મનરૂપી ઘડાનો નાશ કરવાથી, પવિત્ર, અનુત્તમ, નિરૂપધિ અને નિત્ય-ઉદિત (સદા પ્રકાશમાન) એવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. ભેદજ્ઞાનરૂપી વૃક્ષનું આ સત્કળ વંઘ છે, જગતને મંગળરૂપ છે. ૨૦. (મંવાદ્રમંતા ) मोक्षे मोक्षे जयति सहजज्ञानमानन्दतानं निर्व्याबाधं स्फुटितसहजावस्थमन्तर्मुखं च। लीनं स्वसिमन्सहजविलसचिच्चमत्कारमात्रे स्वस्य ज्योतिःप्रतिहततमोवृत्ति नित्याभिरामम्।।२१।। [ શ્લોકાર્ચ- ] આનંદમાં જેનો ફેલાવે છે, જે અવ્યાબાધ (બાધા રહિત) છે, જેની સહજ અવસ્થા ખીલી નીકળી છે, જે અંતર્મુખ છે, જે પોતામાં-સહજ વિલસતા (ખેલતા, પરિણમતા) ચિત્રમત્કારમાત્રમાં-લીન છે, જેણે નિજ જ્યોતિથી તમોવૃત્તિને (-અંધકારદશાને, ૧. સુકૃત કે દુષ્કૃત = શુભ કે અશુભ ૨. અનુત્તમ = જેનાથી બીજાં કાંઈ ઉત્તમ નથી એવી; સર્વશ્રેષ્ઠ. ૩. નિરૂપધિ = ઉપધિ વિનાની; પરિગ્રહ રહિત; બાહ્ય સામગ્રી રહિત, ઉપાધિ રહિતછળકપટ રહિત-સરળ. ૪. સલ્ફળ = સુંદર ફળ; સારું ફળ; ઉત્તમ ફળ; સાચું ફળ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૧-૧૨] ૧૬૩ અજ્ઞાનપરિણતિને) નષ્ટ કરી છે અને જે નિત્ય અભિરામ (સદા સુંદર) છે, એવું સહજજ્ઞાન સંપૂર્ણ મોક્ષમાં જયવંત વર્તે છે. ૨૧. (અનુપુમ ) सहजज्ञानसाम्राज्यसर्वस्वं शुद्धचिन्मयम्। ममात्मानमयं ज्ञात्वा निर्विकल्पो भवाम्यहम्।।२२।। [શ્લોકાર્ચ- ] સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે એવો શુદ્ધચૈતન્યમય મારા આત્માને જાણીને, હું આ નિર્વિકલ્પ થાઉં. ૨૨. ગાથા ૧૧-૧૨ઃ ટીકા ઉપરનું પ્રવચનઃ અહીં (આ ગાથાઓમાં) જ્ઞાનના ભેદ કહ્યા છે.” જુઓ, આ બે ગાથાઓમાં (૧૧-૧રમાં) જ્ઞાનના ભેદોનું કથન છે. તો, કહે છે જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી કેવળ છે,...” જુઓ, આ કેવળજ્ઞાનની વાત છે હોં. અહાહા..! આત્માના ત્રિકાળી જ્ઞાનભાવને અવલંબીનેઅનુસરીને ઉત્પન્ન થતું જે પૂર્ણ કેવળજ્ઞાન તે શુદ્ધ છે. અહા ! ભગવાનને પરમાત્મદશાની પ્રાપ્તિ-કાળે જે કેવળજ્ઞાન થાય છે તે કેવળજ્ઞાન, અંદર ચૈતન્યચમત્કારમાત્ર જે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપી આત્મા છે તેને અનુવર્તીને થાય છે અને તે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી, કહે છે, કેવળ છે અર્થાત્ એકલું, નિર્ભેળ, શુદ્ધ છે. વળી, તે (-કેવળજ્ઞાન) આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી ક્રમ, ઇન્દ્રિય અને દેશ-કાળાદિ) વ્યવધાન રહિત છે...' જોયું? આ કાર્યસ્વભાવજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન આવરણ વિનાના સ્વરૂપવાળું છે, આવરણરહિત નિરાવરણ છે, અને તેથી ક્રમે ક્રમે જાણવું એવું તેને હોતું નથી, ઇન્દ્રિયનું તેને સાધન નથી, (ઇન્દ્રિયરહિત પ્રત્યક્ષ છે, ) તેમ જ દેશ-કાળાદિના વિઘ-અંતરાય વિનાનું છે. એટલે કે કોઈ દેશ-કાળનું તેને આંતરુંઆડ-પડદો કે અંતર નથી. અહાહા...! પોતાની કેવળજ્ઞાન લક્ષ્મી... , લ્યો, આ લક્ષ્મી છે! અહા! જે અંદરમાં શક્તિરૂપે ભરી છે, કારણકેવળજ્ઞાનરૂપે (એકલા જ્ઞાનસ્વભાવે) ભરેલી છે, અહાહા...! તેમાં એકાગ્ર થતાં તેને અનુસરીને આ (કેવળજ્ઞાનલક્ષ્મી) કાર્યરૂપે પ્રગટ થાય છે; પરમાંથી–નિમિત્તમાંથી તે ન આવે; અને તે, પૂર્વની જ્ઞાનપર્યાય પ્રગટી હતી માટે તેના કાર્યરૂપે પ્રગટ થાય એમેય નથી. શું કીધું? ચાર જ્ઞાન પૂર્વે હોય તેના કાર્યરૂપે કેવળજ્ઞાન પ્રગટ થાય છે એમ નથી, પરંતુ ત્રિકાળી કારણજ્ઞાનની સ્વભાવરૂપ જે સત્તા છે તેમાં એકાગ્ર થતાં તેને અનુસરીને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહા! આ કેવળજ્ઞાન સર્વ-પ્રત્યક્ષ છે અને તે ક્રમ, ઇન્દ્રિય તેમ જ દેશ-કાળના વ્યવધાન-વિધ વિનાનું છે. અહો ! આવું કેવળજ્ઞાન તે નિજ સંપદા છે, નિજ ચૈતન્યલક્ષ્મી છે. આ લક્ષ્મી !! બાકી તો બધી ધૂળ છે. સમજાય છે કાંઈ...? વળી, જે (-કેવળજ્ઞાન) “એક એક વસ્તુમાં નહિ વ્યાપણું હોવાથી (-સમસ્ત વસ્તુઓમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ [નિયમસાર પ્રવચન વ્યાપતું હોવાથી ) અસહાય છે, તે કાર્યસ્વભાવજ્ઞાન છે.” અહા! કાર્યસ્વભાવજ્ઞાનનો પર્યાય-કેવળજ્ઞાન પહેલાં એકને જાણે ને પછી બીજાને જાણે એવું છે નહિ. તે સમસ્ત વસ્તુઓમાં યુગપ-એકસાથે વ્યાપે છે અને તેથી તે અસહાય છે. આ અસહાયની વ્યાખ્યા કરી. શું? કે પહેલાં એકને જાણે ને પછી બીજાને જાણે એવું કેવળજ્ઞાન છે નહિ, માટે તે અસહાય છે. અહા ! આમ જે કેવળ-શુદ્ધ છે, ક્રમ, ઇન્દ્રિય ને વ્યવધાન રહિત છે, અને જે અસહાય છે તે કાર્યસ્વભાવજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન છે. લ્યો, આવું અરિહંત પરમાત્માનું કેવળજ્ઞાન! તે પર્યાયરૂપ નવું પ્રગટ થયું ને? માટે તેને કાર્યસ્વભાવજ્ઞાન કહ્યું છે. હવે કહે છે-“કારણજ્ઞાન પણ તેવું જ છે.' અહાહા...! કાર્યનું કારણ જે અંદર ત્રિકાળી જ્ઞાન છે તે પણ એવું જ કેવળ-શુદ્ધ, નિરાવરણ અને અસહાય છે એમ કહે છે. “શાથી?' તો, કહે છે – નિજ પરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહજચારિત્ર, સહજસુખ અને સહજપરમચિન્શક્તિરૂપ નિજ કારણસમયસારનાં સ્વરૂપોને યુગપદ્ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે.” નિજ પરમાત્મામાં રહેલાં...” જુઓ, પોતાનો આત્મા, કહે છે, પરમાત્મસ્વરૂપ જ છે. પરમાત્મા = પરમ+આત્મા = પરમસ્વરૂપ. અહાહા....! એવા ત્રિકાળી નિજ પરમસ્વરૂપ પરમાત્મામાં રહેલાં...શું? કે સહજદર્શન-સ્વાભાવિક ત્રિકાળી દર્શન, સહજચારિત્ર-સ્વભાવિક ત્રિકાળી ચારિત્ર, સહજસુખ-સ્વાભાવિક ત્રિકાળી સુખ, અને સહજપરમચિક્તિરૂપ અર્થાત્ સ્વાભાવિક પરમ જ્ઞાનશક્તિરૂપ નિજ કારણસમયસારનાં સ્વરૂપો... અહાહા ! તેને યુગપ૬ જાણવાને સમર્થ હોવાથી, કહે છે, આ કારણજ્ઞાન પણ તેવું જ છે. ઝીણી વાત છે પ્રભુ! અહાહા...! ત્રિકાળી જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ને ચારિત્ર આદિરૂપ અંદર વસ્તુનું ત્રિકાળી સ્વરૂપ છે. અહાહા..! અંદર જે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા કારણસમયસારસ્વરૂપ બિરાજે છે તેના સ્વરૂપને એ અંતરનું જ્ઞાન (–કારણજ્ઞાન) એક સાથે-યુગપ૬ જાણવાને સમર્થ છે. આ શક્તિની વાત છે હોં. અહા ! કારણજ્ઞાન જો કે છે તો ધ્રુવ-ધ્રુવ ત્રિકાળ, છતાં તેનું સામર્થ્ય, તેની શક્તિ-તાકાત આવી છે એમ અહીં વાત છે. સૂક્ષ્મ વાત બાપા! અહાહા..! વસ્તુનું સ્વરૂપ અંદર ધ્રુવ.ધ્રુવ..ધ્રુવ એવું ત્રિકાળ ઉત્પાદ-વ્યય વિનાનું છે, અર્થાત્ સહજદર્શન ઉત્પાદ-વ્યય વિનાનું છે, સહજચારિત્ર ઉત્પાદ-વ્યય વિનાનું છે, સહજસુખ ઉત્પાદ-વ્યય વિનાનું છે, અને સહજજ્ઞાન પણ ઉત્પાદ–વ્યય વિનાનું છે. અહા ! આવી ઉત્પાદ-વ્યયરહિત ત્રિકાળી શક્તિઓરૂપ જે વસ્તુ કારણસમયસારનું પૂર્ણ સ્વરૂપ છે તેને, કહે છે, અંદરનું કારણજ્ઞાન જાણવાને સમર્થ છે. લ્યો, આ નિજ વૈભવ! અહો! આવો અદ્ભુત ચમત્કારિક આત્માનો નિજ વૈભવ છે! આ નિજ વૈભવ બતાવીને એમ કહે છે કે ભગવાન! આ જે કાર્યરૂપ કેવળજ્ઞાન-લક્ષ્મી પ્રગટ થાય છે તે, આ જે નિજ કારણસમયસારમાં રહેલું જાણવાના સામર્થ્યરૂપ ત્રિકાળી પૂર્ણ જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. અહા ! નિજ સ્વરૂપમાં જે દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય ને જ્ઞાનાદિ સહજ ત્રિકાળી શક્તિઓ છે તેને, અહીં કહે છે, તેની સાથે રહેલું પૂર્ણ ત્રિકાળી સહજજ્ઞાન જાણવાને સમર્થ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૧-૧૨] ૧૬૫ છે, અને એવા આ જ્ઞાનને અનુસરીને કેવળજ્ઞાન થાય છે. અહા ! આવી આ ગજબ વાત છે! તો, કહે છે-“આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું.' કહે છે-આ પ્રમાણે કાર્યરૂપ શુદ્ધ જ્ઞાન એવું કેવળજ્ઞાન અને તેનું અંતરમાં કારણ ત્રિકાળ વિદ્યમાન છે એવું કારણરૂપ શુદ્ધ જ્ઞાન-એમ બેયનું સ્વરૂપ કહ્યું. અહો! દિગંબરના શાસ્ત્રોમાં તો શૈલી જ કોઈ ઓર-જુદી જાતની છે. ત્રિકાળી કારણસ્વભાવજ્ઞાન, કારણશુદ્ધજીવ, કારણપરમાત્મા, કારણસમયસાર વગેરેની વાત બીજે-શ્વેતાંબરમાંય ક્યાંય નથી. અહાહા.વસ્તુ પોતે (–આત્મા) પદાર્થ અસ્તિ છે, હોવાવાળું તત્ત્વ છે, ને તેનામાં અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ચારિત્ર-વીતરાગતા (આ ત્રિકાળી વીતરાગતા હોં) રહેલાં છે, અને - ત્રિકાળી વસ્તુમાં રહેલું કારણ જ્ઞાન જાણવાને સમર્થ છેએમ દર્શાવીને કારણશુદ્ધજ્ઞાનનું સ્વરૂપ કહ્યું, અને તેને અનુસરીને અંતર-એકાગ્ર થતાં વર્તમાન પ્રગટતું જે કેવળજ્ઞાન તેને દ કાર્યશુદ્ધજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ દર્શાવ્યું. “હવે આ (નીચે પ્રમાણે), શુદ્ધાશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ અને ભેદ કહેવામાં આવે છે. તેમાં પહેલાં મતિજ્ઞાનની વાત કરે છેઃ ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગથી તથા અવગ્રહાદિ ભેદથી અથવા બહુ, બહુવિધ વગેરે ભેદથી મતિજ્ઞાન અનેક ભેદવાળું છે.” શું કીધું? કે “ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગથી...' નીચે ફૂટનોટમાં જુઓ, વ્યાખ્યા છે કે મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છે. ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ.” જુઓ, આ વ્યાખ્યા પંચાસ્તિકાયમાં જયસેનાચાર્યની ટીકામાં (ગાથા ૪૧માં) છે, અને તેના ઉપરથી આ લીધું છે કે-ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ એ મતિજ્ઞાનના ત્રણ પ્રકાર છે. મતિજ્ઞાન પ્રગટ પર્યાય છે, ને આ મતિજ્ઞાનની પ્રગટ પર્યાયના ત્રણ ભેદ છે. હવે ઉપલબ્ધિની વ્યાખ્યા કરે છે: ઉપલબ્ધિની વ્યાખ્યાઃ “મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણશક્તિ (પદાર્થને જાણવાની શક્તિ) તે ઉપલબ્ધિ છે.' અહા! બીજા પદાર્થોને જાણવાની શક્તિ તે ઉપલબ્ધિ છે. ઉપલબ્ધિ કહો કે લબ્ધિ કહો–એક જ છે. અહા! તે પ્રગટ થયેલી લબ્ધિરૂપ દશા અંદરના ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થાય છે; સાંભળીને કે વાંચીને તે પ્રગટ થાય છે એમ નથી. પ્રશ્નઃ શું સાંભળીને કે વાંચીને જ્ઞાન ન થાય? સમાધાન: ના; તે જ્ઞાન વાંચીને કે સાંભળીને થાય છે એમ નથી પરંતુ અંદર ત્રિકાળી શક્તિરૂપ જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. અહા ! બીજા પદાર્થોને જાણવાની તાકાતવાળો મતિજ્ઞાનનો તે અંશ અંદરના ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થાય છે. આવી વાત છે ભાઈ ! હવે ભાવનાની વ્યાખ્યાઃ “જાણેલા પદાર્થ પ્રત્યે ફરીફરીને ચિંતન તે ભાવના છે.” અહા ! વારંવાર ચિંતવનારૂપ ભાવને ભાવના કહે છે. તે પણ મતિજ્ઞાનની પ્રગટ વર્તમાન દશાનો અંશ-ભાગ છે; ને તેય અંદર શક્તિરૂપ જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. મતિજ્ઞાનના ત્રણ ભેદ-અંશ કહ્યા ને? એક લબ્ધિરૂપ, એક ભાવનારૂપ અને એક ઉપયોગરૂપ. તો, હવે ઉપયોગની વ્યાખ્યા કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬ [નિયમસાર પ્રવચન ‘આ કાળું છે, આ પીળું છે ઇત્યાદિરૂપે પદાર્થગ્રહણનો વ્યાપાર (પદાર્થને જાણવાનો વ્યાપાર ) તે ઉપયોગ છે.' આવા ત્રણ પ્રકાર છે. શ્વેતાંબરમાં ક્યાંય આવા ત્રણ પ્રકારની વાત નથી. લબ્ધિ ને ઉપયોગની ત્યાં વાત કરી છે, પણ છેક સાધારણ. અરે! બહારનું તેમાં ઘણું છે, પુદ્દગલનો બધો ગ્રંથ છે, પણ અંતરની આખી વાત જ ત્યાં રહી ગઈ છે. અહા! વસ્તુ નામ ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ છે, ત્રિકાળી ગુણ-શક્તિ છે, ને તેને અનુસરીને વર્તમાન મતિજ્ઞાનના પ્રકારો થાય છે. આ લબ્ધિ, ભાવના ને ઉપયોગ-એમ મતિજ્ઞાનના જે ત્રણ પ્રકાર થાય તે ત્રણેય ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થાય છે. (મતિજ્ઞાનાવરણ ક્ષયોપશમ તો તેમાં નિમિત્રમાત્ર છે; તેને અનુસરીને મતિજ્ઞાન થાય છે એમ છે નહિ.) હવે કહે છે ‘તથા અવગ્રહાદિ ભેદથી...' અહા ! નીચે ફૂટનોટ જુઓ, કે– ‘મતિજ્ઞાન ચાર ભેદવાળું છે; અવગ્રહ, ઇહા (વિચારણા), અવાય (–નિર્ણય ) અને ધારણા. તો, અવગ્રહ એટલે શું? કે જ્ઞાનમાં આ ચીજ છે એમ પહેલાં જાણવામાં આવે તેને અવગ્રહ કહે છે. અહા! આ શું છે?એમ જે જ્ઞાનમાં જાણવામાં આવે તે જાણવાનો પર્યાય, અંદર ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થાય છે, બહારના શેયને અનુસરીને નહિ. ‘ અવગ્રહ '–એ મતિજ્ઞાનનો એક અંશ-ભાગ છે. અવ = નિશ્ચયથી, ગ્રહ = જાણવું. બીજી ચીજ શું છે એમ અંદરમાં જાણવું તે અવગ્રહ છે, ને તે અંદર ત્રિકાળી જ્ઞાન શક્તિરૂપ છે તેને અનુસરીને થાય છે, શેયને અનુસરીને નહિ. આવી ભારે વાત ભાઈ ! અહા ! અહીં અસ્તિ સિદ્ધ કરવી છે ને? તો, કહે છે વસ્તુ-આત્મા અસ્તિ છે, સત્તા છે, તેમ જ તેના ગુણ પણ અસ્તિ, સત્તા છે. માટે તેની પર્યાયરૂપ સત્તા પણ તેને (દ્રવ્ય-ગુણને) અનુસરીને થયેલ છે. ખરેખર તો તેમાં (દ્રવ્યમાં) એ જ અંશના આવવાની વર્તમાન યોગ્યતા-લાયકાત હતી તેથી તે અંશ ત્યાં પ્રગટ આવ્યો છે. ઝીણી વાત છે ભાઈ ! અહા! અવગ્રહ એ મતિજ્ઞાન-પર્યાયનો એક ભેદ છે, ને તે અંતરમાં શક્તિરૂપ જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. અહા ! આ ભગવાન છે તે શું છે? આ શબ્દ છે તે શું છે?-એમ પહેલાં જે જાણ્યું તે અવગ્રહ છે, છતાં પરને લઈને તે જાણ્યું છે એમ નથી. અહા! ૫૨ને જાણ્યું તે પરને લઈને નથી, પરંતુ અંતર-જ્ઞાનને અનુસરીને થયેલ છે અને પોતાના જ્ઞાનની પર્યાયમાં તે જાણવું થયું છે. સમજાણું કાંઈ...? હવે ‘ઈહા ( વિચારણા )' શું છે? અહા ! મતિજ્ઞાનમાં વિચાર ચાલે તે ઈહા છે. આ વિચારણા પણ પ૨ પદાર્થને લઈને થાય એમ નથી; વિચારણા પણ અંતર-જ્ઞાનને અનુસરીને થાય છે. જો કે અહીં સમ્યજ્ઞાનની વાત ચાલે છે, છતાં અજ્ઞાન સંબંધી પણ વસ્તુ આમ જ છે. જ્ઞાન હો કે અજ્ઞાન,–બન્નેમાં આમ જ વસ્તુસ્થિતિ છે. શું? કે ઇહા-વિચારણાનો પર્યાય અંતરના જ્ઞાનભાવને અનુસરીને જ થાય છે. અહા! ભગવાન આત્માના જ્ઞાનની-જ્ઞાનગુણની સત્તાની આ સીમા-મર્યાદા છે કે તે ત્રિકાળી દ્રવ્યમાં રહે, અને તેને અનુસરીને થવું એ તેની વર્તમાન પર્યાયની સીમા-મર્યાદા છે. મતલબ કે બધું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૧-૧૨] ૧૬૭ જ્ઞાન પોતાના જ કારણે થાય છે, પર શેયને કારણે નહિ. આ વસ્તુસ્થિતિ છે. જો કે વ્યવહારથી ભાષા આવે ત્યારે એમ જ કહેવાય કે આ જીવ ભવિ છે કે અભવિ?–આમ જ્ઞાનમાં પહેલી પકડ થઈ તે અવગ્રહ છે. ત્યાં “ધવલા' માં એમ લીધું છે, જ્યારે “મોક્ષમાર્ગ પ્રકાશક' માં એમ આવે છે કે આ દક્ષિણી છે કે કાઠિયાવાડી માણસ? અહા ! આ જાતની પહેલાં પકડ થઈ તે અવગ્રહ છે. તો આ ભવ્ય છે કે અભવ્ય ? એવી જે વિચારધારા આવી છે તે ખરેખર તો અંતરના શક્તિરૂપ જ્ઞાનને અનુસરીને આવી છે, પણ બીજો જે ભવિ-અભવિ જીવ છે તેને અનુસરીને નહિ; કેમકે વસ્તુનું પૂરું અસ્તિત્વ જ સ્વયંસિદ્ધ છે, ને તેથી તેનું તે તે સમયનું વર્તમાન સત્ તેના ત્રિકાળને અનુસરીને જ થાય છે. ભલે તેમાં બીજી ચીજ નિમિત્ત હો, પણ એ નિમિત્તથી જ્ઞાન થયું છે, વા જ્ઞાય છે એમ નથી. લ્યો, આવું નિશ્ચયનું સ્વરૂપ અહીં સિદ્ધ કર્યું છે. સમજાય છે કાંઈ....? પ્રશ્ન: પણ બીજા વ્યવહારના ગ્રંથોમાં તો એમ આવે છે કે એક કાર્યનાં બે કારણ હોય છે? સમાધાનઃ હા, આવે છે; પણ બાપુ! એ તો બીજી ચીજનું જ્ઞાન કરાવવા માટે છે. બાકી વસ્તુસ્વરૂપ તો આ છે કે અંદર જે વિચારણા ચાલે છે તે કોઈ પરને કે ઈન્દ્રિયને કે મનને કે કર્મને કારણે ચાલે છે એમ નથી. બીજો કોઈ પદાર્થ લક્ષમાં આવ્યો માટે તેના કારણે અહીં વિચારણા ચાલે છે એમ નથી. એ તો ભાઈ, અંદર ભગવાન આત્માની જે જ્ઞાનગુણની અક્ષય-અમેય ખાણ છે તેને અનુસરીને વિચારણા ચાલે છે, અને આ વિચારણા મતિજ્ઞાનની એક “હા” નામની પર્યાય છે. આવી સૂક્ષ્મ વાત બાપા! હવે “અવાય (-નિર્ણય)” એટલે શું? કે આ ભવિ જ છે એવો નિર્ણય થવો તે અવાય છે. કેમકે તેનામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ દેખાય છે માટે એ ભવિ છે–આવો જ્ઞાનમાં નિશ્ચય-નિર્ણય થાય તે અવાય છે. અહીં ! આવો નિર્ણય પોતામાં રહેલા જ્ઞાનને કારણે થાય છે હોં, એ કાંઈ પરવસ્તુને કારણ કે પારને અનુસરીને થાય છે એમ નહિ. આવી મતિજ્ઞાનની કેટલી તાકાત! અહો ! સામો જીવ સમ્યગ્દષ્ટિ-જ્ઞાની છે, માટે ભવિ જ છે એવો નિર્ણય કરવાની મતિજ્ઞાનની અચિંત્ય તાકાત છે. અહો ! આવું મતિજ્ઞાન! છતાં, તે નિર્ણયનો પર્યાય સામા જીવને લઈને થાય છે એમ નથી. સામો જીવ છે તો આ નિર્ણય થયો છે. એમ નથી; પરંતુ અંદરમાં ત્રિકાળી સ્વભાવજ્ઞાન છે તેને અનુસરીને આ નિર્ણય થયો છે, અને થાય છે. જુઓ, આ ભગવાન આત્માના જ્ઞાનનો વૈભવ! આ તારા બાગ-બંગલા ને મોટર આદિ તો જડનો વૈભવ છે બાપુ! એમાં તારું શું છે? તારું તો એક જ્ઞાન છે, ને એ તારો સાચો વૈભવ ને સાચી શોભા છે. સમજાણું કાંઈ....? અહા! પર પદાર્થના નિર્ણયના કાળમાં પણ, એ નિર્ણય પર પદાર્થનો નથી, કેમકે એ નિર્ણય તો પોતાના જ્ઞાનને અનુસરીને થયો છે, પણ એ નિમિત્તને અનુસરીને થયો નથી. અહા! પહેલાં પ્રથમનું જ્ઞાન-અવગ્રહ થાય, પછી ઈહા-વિચારણા થાય, ને પછી અવાય-નિર્ણય થાય છે. તો તે બધીય પર્યાયોનો પ્રવાહ અંદરના ત્રિકાળી જ્ઞાનગુણને અનુસરીને આવે છે, અર્થાત્ એ ધ્રુવ ખાણમાંથી–અંદરમાંથી-પ્રવાહ આવે છે, બહારમાંથી નહિ. પ્રશ્ન: શું વાંચવાથી એ પ્રવાહ ન આવે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ [નિયમસાર પ્રવચન સમાધાનઃ અરે બાપુ! શાસ્ત્રમાં ક્યાં જ્ઞાન છે કે એમાંથી પ્રવાહ આવે ? એ તો જેમાં જ્ઞાન છે તેમાંથી તે આવે છે. અર્થાત્ દ્રવ્ય-સત્તા ને ગુણ-સત્તા ત્રિકાળ છે તેમાંથી વર્તમાન પર્યાય સત્તાનું હોવાપણું આવે છે. ત્રિકાળ છે એમાંથી જ્ઞાનનો પ્રવાહ વહે છે એમ વાત છે. હવે ‘ધારણા ’ કોને કહીએ ? કે નિર્ણય થયા પછી એને ધારી રાખનારું જ્ઞાન થાય છે તે ધારણા છે. તે ધારણામાંથી જ સ્મૃતિ આવે છે ને? જે પૂર્વભવનું જાતિસ્મરણ થાય છે તે, પૂર્વે ધારણા કરી હોય તેમાંથી આવે છે. તો, પૂર્વે જે ધારણા કરી હોય તે મતિજ્ઞાનનો એક ભેદ છે. તે ધારણા પણ પોતાના ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થતી હોય છે, ૫૨ ચીજને અનુસરીને નહિ. અહા! જે સ્વભાવ છે તેની શું વાત કરવી? ‘વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત) જુઓ.’ અહીં તો વિશેષ આ કહેવું છે કે જે જ્ઞાનગુણરૂપ ત્રિકાળ અસ્તિ છે તેને અનુસરીને મતિજ્ઞાનનો પર્યાયરૂપ અંશ પ્રગટ થાય છે. મતિજ્ઞાનના અવગ્રહાદિ બધા ભેદો અંદર જ્ઞાનગુણ ત્રિકાળ છે તેને અનુસરીને પ્રગટ થાય છે; પરંતુ આ સામે જ્ઞેય છે માટે આ જ્ઞાન થાય છે એમ નથી. ૫૨જ્ઞેય, મન, વચન, ઇન્દ્રિય કે કર્મ-એમ કોઈ પ૨ને અનુસરીને આ જ્ઞાનનું હોવાપણું નથી. ત્રિકાળ જ્ઞાનના હોવાપણામાંથી જ વર્તમાન જ્ઞાનના-મતિજ્ઞાનના પર્યાયોનો પ્રવાહ આવે છે. આ પ્રમાણે એ ચાર ભેદવાળું મતિજ્ઞાન કહ્યું. જુઓ, પહેલાં મતિજ્ઞાનના ત્રણ ભેદ કહ્યાઃ ઉપલબ્ધિ, ભાવના ને ઉપયોગ. પછી ચાર ભેદ કહ્યાઃ અવગ્રહ, ઇહા, અવાય, ને ધારણા. અને હવે બહુ, બહુવિધ આદિ વિશેષ ભેદ કહે છે: ‘અથવા બહુ, બહુવિધ વગેરે ભેદથી મતિજ્ઞાન અનેક ભેદવાળું છે.’ નીચે ફૂટનોટમાં છે, જુઓઃ ‘મતિજ્ઞાન બાર ભેદવાળું છેઃ બહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિઃસૃત, નિઃસૃત, અનુક્ત, ઉક્ત, ધ્રુવ અને અધ્રુવ.’ લ્યો, આ પ્રમાણે મતિજ્ઞાન બાર ભેદવાળું છે. ત્યાં ઘણાને જાણે તે ‘બહુ’ ને એકને જાણે તે ‘એક’ છે. ‘બહુવિધ ’ મતલબ કે બધા પ્રકારને જાણે. આ પણ પોતાની (જ્ઞાનને અનુસરીને થયેલી ) પર્યાય છે હોં. સામે ઝાઝેરા દ્રવ્ય છે માટે ઝાઝા દ્રવ્ય જણાય છે એમ નથી. ‘એકવિધ’ માં એક પ્રકારનું જ્ઞાન થાય. ‘ક્ષિપ્ર ’–એકદમ થાય, ને ‘ અક્ષિપ્ર ’– હળવે હળવે થાય. ‘ અનિઃસૃત ’અધુરું થાય, ને ‘નિઃસૃત ’–પૂર્ણ થાય. ‘અનુક્ત ’–કહ્યા વિનાનું થાય, અર્થાત્ કોઈ ચિહ્નથી નહિ પણ એમ ને એમ થાય. ‘ઉક્ત ’–કહ્યું હોય ને થાય. ‘ ધ્રુવ ’–થયેલું જ્ઞાન ટકે, અને ‘ અધ્રુવ’જ્ઞાન ન ટકે. આવા આમ મતિજ્ઞાનના બાર ભેદો છે. આ ભેદો પણ પોતાની જ્ઞાનપર્યાયના છે અને તે જ્ઞાનગુણને અનુસરીને થાય છે. હવે શ્રતુજ્ઞાનની વાત કરે છે: હવે બીજું શ્રુતજ્ઞાન: શ્રુતજ્ઞાન એટલે આ શાસ્ત્રજ્ઞાન એમ નહિ, પણ અંદરનું ભાવશ્રુતજ્ઞાન. મતિજ્ઞાનપૂર્વક અંદરમાં એક ઉત્તરતર્કણારૂપ જ્ઞાન થાય છે જે અરૂપી આત્માની શ્રુતજ્ઞાનપર્યાય છે. એટલે કે મતિજ્ઞાન પછી વિશેષ તર્ક ઊઠે તે શ્રુતજ્ઞાન છે. અહીં કહે છે–‘લબ્ધિ અને ભાવનાના ભેદથી શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે.’ અહા ! ઉઘાડરૂપ અને ભાવનારૂપ-એમ શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. મતિજ્ઞાનમાં પણ ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ એવા ભેદ હતા. પણ શ્રુતજ્ઞાનના તે (-લબ્ધિ ને ભાવના) જુદા છે. વળી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા–૧૧–૧૨ ] ૧૬૯ પંચાસ્તિકાયમાં લબ્ધિ ને ભાવના સિવાય શ્રુતજ્ઞાનના ઉપયોગ (પ્રમાણ ) ને નય એવા બે ભેદ પણ કહ્યા છે પ્રશ્ન:- હવે આમાં કેટલું ધારવું? (યાદ રાખવું ? ) સમાધાનઃ- હવે ધારવું એમાં શું મોટી વાત છે? કેમકે જ્ઞાનને અનુસરીને ધારણા થવી એ તો તારો (–જ્ઞાનનો ) સ્વભાવ છે. પંચાસ્તિકાયમાં શ્રુતજ્ઞાનના બે ભેદ કહ્યા છેઃ એક ઉપયોગરૂપ ને બીજો નયરૂપ. તેથી નયજ્ઞાન પણ શ્રુતજ્ઞાનનો એક ભેદ છે, ને આખું પ્રમાણજ્ઞાન પણ શ્રુતજ્ઞાનનો એક ભેદ છે. પરંતુ અહીં તો વિશેષ આ વાત છે કે-શ્રુતજ્ઞાનમાં જે આખું પ્રમાણજ્ઞાન થાય છે તે અંદરના જ્ઞાનગુણને અનુસરીને થાય છે; અને નયજ્ઞાન-શુદ્ધનયરૂપ જ્ઞાન કે વ્યવહારનયરૂપ જ્ઞાન-પણ શ્રુતજ્ઞાનનો એક ભેદ-ભાગ હોવાથી અંદરના જ્ઞાનગુણને અનુસરીને વર્તે છે. અર્થાત્ અહીં એમ કહેવું છે કે ૫૨ તરફનું જે જ્ઞાન છે તે પણ પોતામાંથી થયું છે, પણ બહારને-૫૨ને લઈને થયું નથી.-આમ અહીં તો પહેલેથી જ કહેતા આવ્યા છે કે સમયે સમયે જ્ઞાનના આઠ પ્રકારમાંથી જેનું પરિણમન છે તે પરિણમન, અંદરના ત્રિકાળી જ્ઞાનગુણને અનુસરીને તે તે પ્રકારે થયેલું છે. અહો! આ તો ગજબની વાત છે! એ તો પહેલેથી જ કહી રહ્યા છે કે -ચૈતન્ય-અનુવર્તી પરિણામ: સ ઉપયો:' (ગાથા-૧૦). મતલબ કે પર્યાયમાં જે આ ઉપયોગરૂપ ને નયરૂપ જ્ઞાન છે અર્થાત્ પ્રમાણરૂપ એકદેશરૂપ જે જ્ઞાન છે શ્રુતજ્ઞાનનો ભાગ છે, અને તે શ્રુતજ્ઞાનનો પર્યાય, જ્ઞાનગુણને અનુસરીને થાય છે. વળી જે આ નયરૂપ જ્ઞાન છે તે પણ ઉપયોગરૂપ જ્ઞાન છે. શું કીધું ? કે નિશ્ચય આદિ નયો પણ ઉપયોગરૂપ જ્ઞાન છે, લબ્ધરૂપ નહિ. ઝીણી વાત ભાઈ! પણ વાત આવે ત્યારે તો બધી ઝીણીય આવે ને? તો કહે છે નયજ્ઞાન ને પ્રમાણજ્ઞાન-એ બન્ને ઉપયોગ છે. અને તે ઉપયોગરૂપ જ્ઞાન શ્રુતજ્ઞાન છે. વળી એ શ્રુતજ્ઞાનનો પર્યાય, ત્રિકાળી શક્તિરૂપ જ્ઞાનનો ભંડાર છે તેને અનુસરીને આવે છે. -આમ લબ્ધિ અને ભાવનાના ભેદથી શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. અને પંચાસ્તિકાયમાં ઉપયોગ (પ્રમાણ ) ને નય એમ બે પ્રકાર બીજા વિશેષરૂપથી લીધા છે. આવી વાત ! હવે ત્રીજું અવધિજ્ઞાનઃ અંદરમાં અવધિજ્ઞાન થતાં મનના અવલંબન વિના ને રૂપી પદાર્થના અવલંબન વિના રૂપી પદાર્થ જણાય છે. તો, એ જ્ઞાનનો પર્યાય પણ અંદર જ્ઞાનગુણને અનુસરીને થાય છે. તે અવધિજ્ઞાનના ત્રણ ભેદ છે: ‘દેશ, સર્વ અને પરમના ભેદથી (અર્થાત્ દેશાવધિ, સર્વાધિ અને પરમાધિ એવા ત્રણ ભેદોને લીધે ) અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે.' અહા ! દેશાધિ એટલે થોડું, સર્વાધિ એટલે પૂરું અને પરમાધિ એટલે ઉત્કૃષ્ટ, સર્વથી વિશેષ. તો, ભગવાન આત્મામાં જે આ અવધિજ્ઞાનની લબ્ધિપર્યાય પ્રગટે છે તે પણ અંદરમાં રહેલા જ્ઞાનગુણને અનુસરીને પ્રગટે છે. હવે, મનઃ પર્યયજ્ઞાનઃ આ જ્ઞાન કોઈ મુનિને જ હોય છે. તે બે પ્રકારનું છે. એ જ કહે છે: ‘ ઋજુમતિ અને વિપુલમતિના ભેદને લીધે મન:પર્યયજ્ઞાન બે પ્રકારનું છે.’ સામા જીવના મનમાં રહેલા ભાવને, પદાર્થને જાણે એવો એક આત્માના જ્ઞાનપર્યાયનો આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૦ [નિયમસાર પ્રવચન ભેદ છે. આ બધા પર્યાયના ભેદો છે હોં. તેમાં વિપુલમતિ મન:પર્યયજ્ઞાન એ વિશેષ સ્પષ્ટ છે. તો એવા ભેદને લીધે મન:પર્યયજ્ઞાન બે પ્રકારનું છે. આ મન:પર્યયજ્ઞાનનો પર્યાય પણ અંદરના ગુણને અનુસરીને પ્રગટ થાય છે. જ્યારે શરીરમાં ચિહ્નો હોય તેનાથી અવધિજ્ઞાન કે મન:પર્યયજ્ઞાન જાણે છે એ બધી વાતો વ્યવહા૨ની છે. અહા! અહીં તો એમ વાત છે કે જ્ઞાન, જ્ઞાનથી જ જાણે છે. અર્થાત્ જ્ઞાનમાં પોતાથી જ જણાય છે. તેને ઈન્દ્રિયાદિની પણ જરૂર નથી. અહા! જીવના ગુણની વર્તમાન પર્યાય પોતાથી સ્વતંત્ર જ પ્રગટ થાય છે. અહા! આવું તે સ્વતંત્ર તત્ત્વ છે, માટે તેને ૫૨ના અવલંબનની કે આશ્રયની જરૂર નથી. હવે કહે છે– પરમભાવમાં સ્થિત સમ્યગ્દષ્ટિને આ ચાર સભ્યજ્ઞાનો હોય છે.' શું કીધું આ ? કે જે આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને મન:પર્યયજ્ઞાન-એમ ચાર સભ્યજ્ઞાનો છે તે ૫૨મભાવમાં સ્થિત..., અહાહા...! પોતાનો જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાનાનંદસ્વરૂપ પરમભાવ છે, ૫૨મસ્વભાવ છે તેમાં સ્થિત એવા સમ્યગ્દષ્ટિને હોય છે. અહાહા...! સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા ચૈતન્ય...ચૈતન્ય...ચૈતન્ય એવો પરમભાવસ્વરૂપ છે. અહા ! તેમાં જે સ્થિત છે, એટલે કે એક પરમભાવને જેને ગ્રહ્યો–પકડયો છે એવા સમ્યગ્દષ્ટિને.., લ્યો, આ સમ્યગ્દષ્ટિની વ્યાખ્યા! અહા! સમ્યગ્દષ્ટિ કોને કહીએ ? કે જે નિજ પરમભાવમાં સ્થિત છે તે સમ્યગ્દષ્ટિ છે; અને તેને આ ચાર સમ્યગ્રાનો-મતિ-શ્રુતઅવધિ અને મન:પર્યયજ્ઞાન-હોય છે. નીચે ફૂટનોટમાં થોડો ખુલાસો છે તે જુઓઃ ‘સુમતિજ્ઞાન ને સુશ્રુતજ્ઞાન સર્વ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. સુઅવધિજ્ઞાન કોઈ કોઈ સમ્યગ્દષ્ટિઓને જ હોય છે, મન:પર્યયજ્ઞાન કોઈ કોઈ વિશિષ્ટસંયમધોને–હોય છે.’ જોયું ? સુમતિ-સુશ્રુતજ્ઞાન સર્વ સમ્યગ્દષ્ટિઓને હોય છે, પણ સુઅવધિજ્ઞાન કોઈ કોઈ સમ્યગ્દષ્ટિઓને જ હોય છે, સર્વ સમ્યગ્દષ્ટિઓને નહિ; તથા મન:પર્યયજ્ઞાન સંયમીઓમાં કોઈ વિશિષ્ટ સંયમધરોને જ હોય છે, પણ સર્વ મુનિવરોને નહિ. અહા ! આવા ભેદો પર્યાયમાં છે હોં; ત્રિકાળી સ્વરૂપમાં કોઈ ભેદો હોતા નથી, ત્રિકાળી સ્વરૂપ તો ધ્રુવ, અભેદ એકરૂપ છે. આવું સ્વરૂપ છે! હવે આગળ કહે છે–‘મિથ્યાદર્શન હોય ત્યાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને વિભંગજ્ઞાન-એવાં નામાંતરોને (અન્ય નામોને ) પામે છે.’ અહા ! જોયું? જ્યાં મિથ્યાશ્રદ્ધા છે.., અહા ! મિથ્યાશ્રદ્ધા એટલે શું? કે આ રાગ મારો છે, મને તે ભલો છે, એનાથી ( શુભરાગથી ) મને ધર્મ થાય છે, રાગમાંથી ને પરમાંથી મને સુખ આવે છે તથા પર્યાયના અંશ જેટલો હું છું, પર્યાયસ્વરૂપ જ હું છું એવી એવી મિથ્યા-વિપરીત માન્યતા છે તે મિથ્યાશ્રદ્ધા છે; અને એવી જ્યાં મિથ્યાશ્રદ્ધા છે ત્યાં મતિજ્ઞાન છે તે કુમતિજ્ઞાન છે એમ કહે છે. ભાઈ, આ જે શેરબજારનું ને વકીલાતનું ને ડોકટરનું જ્ઞાન એ બધું કુમતિજ્ઞાન છે. તેમ છતાં તે કુમતિજ્ઞાનની પર્યાય જ્ઞાનને અનુસરીને થઈ છે હોં. અહા! એ તો શ્રદ્ધામાં ફેર (વિપરીતતા) છે માટે કુમતિજ્ઞાન છે, બાકી તે થઈ છે તો અંતરના ગુણને અનુસરીને. અહા! અંદર ત્રિકાળી ગુણ છે તેમાંથી એ સમયનો તે પ્રવાહ આવ્યો છે. અહા ! ગજબ વાત કરી છે! મિથ્યાદષ્ટિ જીવનું જે શ્રુતજ્ઞાન છે. તે કુશ્રુતજ્ઞાન છે. ભલેને તે અગિયાર અંગ ને નવ પૂર્વ ભણ્યો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૧-૧૨] ૧૭૧ હોય, તો પણ તે કુશ્રુતજ્ઞાન છે. કેમકે ભગવાન આત્મા તેને હાથ (નજરમાં-દષ્ટિમાં) આવ્યો નથી. અહા ! ભગવાન આત્માના તળનાં તળિયાં અજ્ઞાનીએ તપાસ્યાં નથી. ઉપર-ઉપર એકલા રાગ ને પર્યાયને તપાસી–જોઈ છે, ને તેને જ પોતાનું સ્વરૂપ માન્યું છે. માટે વિપરીત શ્રદ્ધાવાળું હોવાથી તેના શ્રુતજ્ઞાનને કુશ્રુતજ્ઞાન કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ....? અજ્ઞાનીના અધિજ્ઞાનને કુઅવધિજ્ઞાન અથવા વિગજ્ઞાન કહે છે. કોઈ મિથ્યાદષ્ટિને–તે અભવિ હોય તો પણ તેને-વિર્ભાગજ્ઞાન થાય છે, કે જેમાં સાત દ્વિપ ને સાત સમુદ્ર જણાય છે. પરંતુ એ બધું વિપરીત જ્ઞાન છે. હવે સરવાળો કરે છે: “અહીં (ઉપર કહેલાં જ્ઞાનોને વિષે) સહજજ્ઞાન, શુદ્ધ અંત:તત્ત્વરૂપ પરમતત્ત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે.' અહાહા..! સહજજ્ઞાન, અર્થાત્ ત્રિકાળી આત્મવસ્તુમાં સ્થિત સ્વાભાવિક જ્ઞાન શુદ્ધ અંત:તત્ત્વરૂપ પરમતત્વમાં વ્યાપક-વ્યાપેલું છે, અને તે (-સહજજ્ઞાન) પરમતત્ત્વમાં વ્યાપેલું હોવાથી, કહે છે, સ્વરૂપપ્રત્યક્ષ છે. અહાહા..! ત્રિકાળી ધ્રુવ..ધ્રુવ..ધ્રુવ એવું જે શુદ્ધ અંત:તત્ત્વરૂપ નિજ પરમતત્ત્વ છે તેમાં આ ત્રિકાળી સહજજ્ઞાન વ્યાપક છે અને તેથી, કહે છે, તે સ્વરૂપ પ્રત્યક્ષ છે. આ ત્રિકાળી જ્ઞાનની વાત છે હોં. અહા ! સ્વરૂપપ્રત્યક્ષની આવી વ્યાખ્યા અહીં આ નિયમસારમાં જ આવી છે હોં. અહો ! આ અલૌકિક ટીકા છે! આટલાં બધા શાસ્ત્રોમાંથી સ્વરૂપ પ્રત્યક્ષનું સ્વરૂપ અહીં જ છે. અહા! નિયમસારનો અર્થ મોક્ષમાર્ગ છે ને? અને મોક્ષમાર્ગ પર્યાય છે. તો, એ (–મોક્ષમાર્ગની) પર્યાયનું કારણ અંદરમાં (દ્રવ્યમાં) છે એમ અહીં સિદ્ધ કરે છે. અહા ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે તે પર્યાય છે. તો, તે પર્યાય આવી ક્યાંથી ? કે અંદરના ત્રિકાળી સહુગુણમાંથી તે આવે છે. અહા ! સહુજશ્રદ્ધા ગુણમાંથી સમ્યગ્દર્શન, સહુજજ્ઞાન ગુણમાંથી સમ્યજ્ઞાન ને સહુજચારિત્ર ગુણમાંથી ચારિત્ર-વીતરાગતા આવે છે. લ્યો, અંદરમાં કારણ ત્રિકાળ વિદ્યમાન છે તેમાંથી કાર્ય આવે છે એમ કહે છે. આ તો ગજબ વાત છે બાપુ! જુઓ, નીચે ફૂટનોટમાં “સ્વરૂપ પ્રત્યક્ષ” નો અર્થ લખ્યો છે કે“સ્વરૂપપ્રત્યક્ષ સ્વરૂપે પ્રત્યક્ષ સ્વરૂપ અપેક્ષાએ પ્રત્યક્ષ સ્વભાવે પ્રત્યક્ષ.” -આ પ્રગટ પર્યાયની વાત નથી હોં. આ તો સ્વભાવે પ્રત્યક્ષ એવો ત્રિકાળી ગુણ અંદર પડ્યો છે એની વાત બાપુ! અહાહા...! સહુજજ્ઞાન-ત્રિકાળી સ્વાભાવિક જ્ઞાન કહે છે, સ્વભાવે પ્રત્યક્ષ છે, સ્વરૂપ અપેક્ષાએ પ્રત્યક્ષ છે. અહા! આ સહજજ્ઞાન-સ્વાભાવિક જ્ઞાન, કેવળજ્ઞાનાદિથી ભિન્ન-જુદી ચીજ છે; કેમકે કેવળજ્ઞાનાદિ તો ઉત્પાદ-વ્યયરૂપ એવી પર્યાયો છે, જ્યારે આ તો ત્રિકાળી ધ્રુવ શક્તિ છે. તો, કહે છે, સહજજ્ઞાન સ્વરૂપે પ્રત્યક્ષ છે, અંદરમાં-વસ્તુમાં વ્યાપક હોવાથી સ્વરૂપપ્રત્યક્ષ છે. ઓહો...! આ તો અલૌકિક વાત! હવે કહે છે-“કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ (સંપૂર્ણપ્રત્યક્ષ) છે.” અહા! વર્તમાન એક સમયમાં ત્રણ કાળ-ત્રણ લોકને પ્રત્યક્ષ જાણનારી પર્યાય સકલપ્રત્યક્ષ છે. અહા ! કેવળજ્ઞાન ત્રણ કાળ-ત્રણ લોકને જાણે છે એય વ્યવહારથી વાત છે હોં. પણ શું થાય? એ સિવાય સમજાવવું શી રીતે ? તો, કહે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૨ [નિયમસાર પ્રવચનો છે, ત્રણકાળ-ત્રણલોક જેમાં પ્રત્યક્ષ જણાય એવું કેવળજ્ઞાન તે સકલપ્રત્યક્ષ છે. અહા! એવો જ ભગવાન આત્માની કાર્યરૂપ કેવળજ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. જુઓ, પહેલાં ત્રિકાળી સહજજ્ઞાનને સ્વરૂપપ્રત્યક્ષ કહ્યું, ને હવે અહીં વર્તમાન પ્રગટ કાર્યસ્વભાવજ્ઞાન એવા કેવળજ્ઞાનને સલપ્રત્યક્ષ કહ્યું છે. આ કારણ અને કાર્યની સંધિ છે. સહજજ્ઞાન ત્રિકાળી કારણસ્વભાવજ્ઞાન છે, ને કેવળજ્ઞાન વર્તમાન કાર્યસ્વભાવજ્ઞાન છે. અહા! આવી વાતુ! ‘ રુવિષ્યવધે: ( અવધિજ્ઞાનનો વિષય-સંબંધ રૂપી દ્રવ્યોમાં છે) એવું (આગમનું) વચન હોવાથી અવધિજ્ઞાન વિકલપ્રત્યક્ષ (એકદેશપ્રત્યક્ષ ) છે. તેના અનંતમા ભાગે વસ્તુના અંશનું ગ્રાહક (–જાણનારું ) હોવાથી મન:પર્યયજ્ઞાન પણ વિકલપ્રત્યક્ષ છે.’ જુઓ, શું કીધું? કે અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યો છે. અહા! પુદ્દગલ દ્રવ્ય કે જે રૂપી તે અવધિજ્ઞાનનો વિષય છે, પણ અરૂપી દ્રવ્ય તેનો વિષય નથી. જુઓ, આ આગમનું વચન છે. અહા ! કેવળી ૫૨માત્માની વાણીમાં આવેલી આ વાત છે. તેથી કહે છે, અવધિજ્ઞાન વિકલપ્રત્યક્ષ છે. અપૂર્ણ છે ને ? તેથી વિકલપ્રત્યક્ષ છે. વળી અવધિજ્ઞાનના અનંતમા ભાગે વસ્તુના અંશને જાણતું એવું પ્રત્યક્ષ મન:પર્યયજ્ઞાન પણ વિકલપ્રત્યક્ષ છે. અહા! જેમ વિલેન્દ્રિય એટલે ઈન્દ્રિયો પૂરી નથી-ઓછી છે, તેમ આ મન:પર્યયજ્ઞાન વિકલપ્રત્યક્ષ એટલે પૂરું નથી, પણ ઓછું-અધુરું ને અપૂર્ણ છે. ‘મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન બન્ને પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહા૨થી પ્રત્યક્ષ છે.' અહા! આ ઘડો છે–એમ જણાય છે ને? તેથી પરમાર્થે પરોક્ષ હોવા છતાં તે બન્ને જ્ઞાનને વ્યવહારથી પ્રત્યક્ષ કહેવામાં આવ્યાં છે. છતાં, અંદર નિશ્ચય સ્વસંવેદનમાં તો તે બન્ને પ્રત્યક્ષ જ છે. અહા! સ્વાનુભવમાં તેઓ પ્રત્યક્ષ છે, પણ એ બીજી વાત છે. હવે કહે છે ‘વળી વિશેષ એ કે–ઉક્ત (ઉ૫૨ કઠેલાં) જ્ઞાનોમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજ૫૨મતત્ત્વમાં સ્થિત એવું એક સહજજ્ઞાન જ છે;...' અહા! આ બધા જ્ઞાનના ભેદો કહ્યા તેમાં મોક્ષનું સાક્ષાત્ મૂળ શું? તો કહે છે-નિજ૫૨મતત્ત્વમાં સ્થિત..., અહાહા...! ચૈતન્ય...ચૈતન્ય...ચૈતન્ય એવો એક પરમભાવ જેનો સ્વભાવ છે એવા ભગવાન આત્મામાં સ્થિત એવું એક સહજજ્ઞાન જ મોક્ષનું મૂળ કારણ છે. પહેલાં સ્વરૂપપ્રત્યક્ષ કહ્યું ને? અહાહા...! જે સ્વરૂપપ્રત્યક્ષ છે એવું નિજપરમતત્ત્વમાં સ્થિત સહજજ્ઞાન-સ્વાભાવિક જ્ઞાન જ મોક્ષનું મૂળ છે અર્થાત્ તે મૂળમાંથી મોક્ષ ફાટે છે, તેમાંથી મોક્ષ પ્રગટે છે. સમજાય છે કાંઈ ? હવે કોઈને (અજ્ઞાનીને) એમ થાય કે ધર્મની આવી શું લુખી વાતો? અરે ભાઈ! આ લુખી વાતો નથી; આ તો વીતરાગની વાણી! આમાં તો પરમ સુખી થવાની વાતો છે ને પ્રભુ! આ તો એકલું અમૃત છે. તને સંસારના રસની અધિકતા છે એટલે લુખી લાગે છે. જો ને આ શું કહે છે? ‘તેમ જ સહજજ્ઞાન (તેના ) પારિણામિકભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો ૫૨મસ્વભાવ હોવાથી, સહજજ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી.’ અહાહા...! કહે છે આ સહજજ્ઞાન-મોક્ષના કારણરૂપ સ્વાભાવિક જ્ઞાન-તેના ત્રિકાળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૧-૧૨] ૧૭૩ સહજભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો-લાયક જીવનો પરમસ્વભાવ હોવાથી, મોક્ષાર્થીને-ધર્મી જીવને એના (સહજજ્ઞાન) સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. અરે ! વર્તમાન પ્રગટ પર્યાય પણ ઉપાદેય નથી. રાગાદિ તો ક્યાંય દૂર રહી ગયા. માર્ગ તો આ છે બાપુ! ને સતનું-વસ્તુનું સ્વરૂપ પણ આ જ છે કે પરમ પરિણામિકભાવમાં સ્થિત જે સહજ ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે તે જ ભવ્ય જીવને ઉપાદેય છે, તે જ અંગીકાર કરવાલાયક છે, અર્થાત્ તેમાં જ દષ્ટિ દેવાયોગ્ય છે; આ સિવાય બીજું કાંઈ ઉપાય નથી. અહાપહેલાં જ્ઞાનના ભેદો વર્ણવ્યા. કારણસ્વભાવજ્ઞાન ત્રિકાળ સ્વરૂપ પ્રત્યક્ષ છે, કાર્યસ્વભાવજ્ઞાન-કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ છે, મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અવધિજ્ઞાન ને મન:પર્યયજ્ઞાન વિકલપ્રત્યક્ષ છે-આમ બધા ભેદો વર્ણવ્યા. પણ એમાં સાર શું? અર્થાત્ એ બધાને જાણીને એણે શું કરવું? કે જેથી આત્માની પરમસુખની પ્રાપ્તિરૂપ મુક્તિ થાય? તો, કહે છે “આ સહજચિઢિલાસરૂપે-' અહાહા..! આ આત્મા છે તે સ્વાભાવિક જ્ઞાનના વિલાસરૂપે રહેલો છે. આ ત્રિકાળી ધ્રુવની વાત છે હોં. ‘આ’ શબ્દ છે તે “પ્રત્યક્ષપણું” બતાવે છે. તો, ભગવાન આત્મા સ્વાભાવિક ચિદ્' નામ જ્ઞાનના વિલાસરૂપે છે; અર્થાત્ તેમાં ત્રિકાળ સહજજ્ઞાનનો વિલાસ છે. તો, કહે છે-“આ સહજચિહિલાસરૂપે (૧) સદા સહજ પરમ વીતરાગ સુખામૃત, (૨) અપ્રતિહત નિરાવરણ પરમચિન્શક્તિનું રૂપ, (૩) સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ પરમચારિત્ર, અને (૪) ત્રણે કાળે અવિચ્છિન્ન (અતૂટક) હોવાથી સદા નિકટ એવી પરમ ચૈતન્યરૂપની શ્રદ્ધા-એ સ્વભાવ-અનંત ચતુષ્ટયથી જે સનાથ (સહિત) છે એવા આત્માને-અનાથ મુક્તિસુંદરીના નાથને-ભાવવો (અર્થાત સહજજ્ઞાનવિલાસરૂપે સ્વભાવ અનંત ચતુષ્ટયયુક્ત આત્માને ભાવવો-અનુભવવો.)' ૧. અહાહા....! કહે છે-આ સહજચિઢિલાસરૂપ આત્મા સદા પરમ વીતરાગ સુખામૃતસ્વરૂપ છે. ભગવાન આત્મા સદાય અંદર સ્વભાવથી જ વીતરાગ પરમાનંદની મૂર્તિ સ્વરૂપ છે. અહાહા..! સ્વભાવથી જ પરમ સુખામૃતસ્વરૂપ ભગવાન આત્મા છે. માટે, ત્યાં જ નજર નાખ; બીજે નજરું કરવાનું રહેવા દે, ને તારી નજરું ત્યાં જ નાખ. ભગવાન! તારે સુખ જોઈએ છે ને? તો નિત્યાનંદસ્વરૂપ તું પ્રભુ પરમસુખામૃતથી ભરેલો છો ત્યાં નજર નાખ. ૨. વળી, તે અપ્રતિત અર્થાત્ કદીય પાછું પડે નહિ, હીણું થાય નહિ એનું નિરાવરણ પરમ ચિન્શક્તિનું રૂપ છે. અહાહા...! આવો તું અંદર ભગવાન આત્મા છો. કેવો? અપ્રતિહત નિરાવરણ ચિન્શક્તિરૂપ એવો આત્મા અંદર સ્વભાવથી જ નિત્યાનંદ પ્રભુ છે. અહાહા..! અંદર સ્વાભાવિક ચિ7ક્તિનુંરૂપ એવું છે કે કદી પાછું પડે નહિ, હીણું થાય નહિ. ૩. તે સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ ચારિત્ર છે. અહાહા..! આ ભગવાન આત્મા સ્વભાવિક જ્ઞાનવિલાસરૂપે પરમ સુખામૃતસ્વરૂપ છે, ચિલ્શક્તિનું રૂપ છે, અને સદા અંતર્મુખ એવા સ્વસ્વરૂપમાં અવિચલ સ્થિતિરૂપ પરમ ચારિત્રમય છે. અહાહા..સ્વભાવથી જ અવિચળ ચારિત્રની શક્તિરૂપ ભગવાન આત્મા છે. ભાઈ, આ વર્તમાન ચારિત્રપર્યાય-કે જે પ્રગટ કરવી છે-તેની વાત નથી. આ તો અંદર આત્માનું સ્વરૂપ જ સદાય વીતરાગસ્વભાવરૂપ-ત્રિકાળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૧૭૪ ચારિત્રમય છે એમ વાત છે. ગજબ વાત છે! ૪. વળી, ત્રણે કાળે અવિચ્છિન્ન હોવાથી..., લ્યો, ત્રણ કાળમાં કદીય તૂટે નહિ એવું અંદર ચૈતન્યની ત્રિકાળી શ્રદ્ધાનનું સ્વરૂપ છે. અહા ! ત્રણે કાળ અતૂટ હોવાથી અંદરમાં સદાય નિકટ એવી પરમ ચૈતન્યની-કે જે સહજ વિલાસરૂપે રહેલ છે તેની-શ્રદ્ધા પણ અંદર ત્રિકાળ રહેલી છે એમ કહે છે. સમજાય છે કાંઈ... ? બહુ સૂક્ષ્મ બાપા! અહાહા...! એક સમયની વર્તમાન પર્યાયને બાદ કરીએ તો અંદર ભગવાન આત્માનું આવું સ્વરૂપ છે. હવે, આત્મા આવો છે, અર્થાત્ હું અંદર આવો છું એમ એણે કોઈ દિ' સાંભળ્યું નથી, પછી લક્ષમાં તો ક્યાંથી લે? એણે તો પામર તરીકે પોતાને-આત્માને માન્યો છે, ને પામર થઈને, બિચારો થઈને એ રહ્યો છે. શું થાય? (વસ્તુને ઓળખે નહિ તો શું થાય?) અહીં કહે છે–અંદર ભગવાન આત્મા, સ્વભાવિક જ્ઞાનના વિલાસરૂપે રહેલો છે, મહા ૫૨મ વીતરાગ સુખામૃતનો દરિયો છે, અપ્રતિત ચિત્શક્તિનું રૂપ છે, ત્રિકાળ અવિચળ ચારિત્રમય છે અને ૫૨મ ચૈતન્યરૂપની સહજશ્રદ્ધા સહિત છે. આ ત્રિકાળી શ્રદ્ધાની વાત છે હોં. નવી શ્રદ્ધા પ્રગટે એ તો પર્યાય છે. તેની આ વાત નથી. અહીં તો, ૫૨મ ચૈતન્યરૂપની સહજશ્રદ્ધાથી તે અંદર સદાય ભરેલો જ છે એમ વાત છે. પ્રશ્ન:- શું આવો આત્મા ? અમે તો આત્મા એકેન્દ્રિય, બે-ઈન્દ્રિય, આદિ સાંભળ્યો છે? સમાધાનઃ- ભાઈ, (જેવો તેં સાંભળ્યો છે) એવો આત્મા એકેન્દ્રિય આદિ છે જ નહિ. ઈન્દ્રિય તો જડ-અચેતન છે; અને સદાય ચૈતન્યના વિલાસરૂપ એવો આત્મા તો અંદર જુદો જ છે. એ તો અહીં કહ્યો એવો સ્વભાવઅનંતચતુષ્ટયમય છે. લ્યો, એ જ અહીં કહે છેઃ એ સ્વભાવઅનંતચતુષ્ટયમય જે સનાથ (સહિત ) છે એવા આત્માને-અનાથ મુક્તિસુંદરીના નાથને ભાવવો.’ અંદર ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ, ત્રિકાળ ધ્રુવ, અંતર્મુખ છે. તે સહજ અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખને અનંતવીર્ય-એમ સ્વભાવઅનંતચતુષ્ટયથી સનાથ એટલે સહિત છે. અનાદિથી આવા ચાર સ્વભાવથી આત્માનું સ્વરૂપ સદા સનાથ જ છે, સહિત જ છે. હવે આવો આત્મા એણે કદી સાંભળ્યો નહિ હોય ! ભાઈ, આ અવસર છે. (એમ કે હમણાં ન સમજ્યો તો પછીઅવસર નહિ હોય ). અહા! આ શરીર, મન, વાણી ને ઈન્દ્રિય તો જડ-અચેતન છે; તેની અહીં વાત નથી. તેમ પુણ્યપાપના વિકલ્પો પણ આસ્રવ છે; તેય ભિન્ન છે, તેનીય અહીં વાત નથી. વળી તેવી રીતે એક સમયની વર્તમાન પ્રગટ દશાનીય અહીં વાત નથી. અહીં તો એ બધાયથી રહિત, ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ આત્મા કે જે સ્વભાવઅનંતચતુષ્ટયથી સનાથ-સહિત છે એવા સહચિદ્વિલાસરૂપ આત્માની વાત છે. અહાહા..! સહજઅનંતદર્શન, સહજઅનંતજ્ઞાન, સહજઅનંતસુખ અને સહજઅનંતવીર્યથી ભગવાન આત્મા સદાય સનાથ જ છે, સુરક્ષિત જ છે. અહા ! આવો ધ્રુવ, નિત્ય, અવિચળ, સહજઅનંતચતુષ્ટયમય ભગવાન આત્મા છે તેને-અનાથ મુક્તિસુંદરીના નાથને-કહે છે, ભાવવો-અનુભવવો લ્યો, આવો મારગ! સમજાય છે કાંઈ...! અહા ! ભગવાન આત્મા અનાથ છે. એટલે શું? કે તેને માથે કોઈ નાથ નથી. તેના માથે કોઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૧-૧૨] ૧૭પ ધણી-માલિક નથી; પણ પોતે જ પોતાનો નાથ છે. અહા! આવા મુક્તિસુંદરીના નાથને ભાવવોઅનુભવવો એમ કહે છે. મુક્તિસુંદરી એટલે સુંદર શુદ્ધસ્વરૂપની ચિસ્વરૂપ પરિણતિ. અહા ! તેનો આત્મા નાથ છે અને એવા આત્માને અનુભવવો એમ અહીં કહે છે. લ્યો, આ મારગ ને આ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર! અહા! અંદરમાં વસ્તુ-આત્મા સ્વભાવ અનંત ચતુષ્ટયમય ત્રિકાળ છે તેની એકાગ્રતા ને ભાવના કરવી એ મોક્ષમાર્ગ છે, ને એ ધર્મ છે. બાકી બધું થોથાં છે. અહીં ત્રણ શબ્દો નાખ્યા છેઃ સનાથ, અનાથ, ને નાથ. ત્રિકાળ ધ્રુવ ધ્રુવ અવિચળ ચિઢિલાસરૂપ એવો ભગવાન આત્મા અંદરમાં ત્રિકાળ સહજજ્ઞાનાદિ અનંતસ્વભાવચતુષ્ટયથી સહિત હોવાથી સનાથ છે; ને તેના માથે કોઈ નાથ નથી માટે અનાથ છે; ને પોતે મુક્તિસુંદરીનો નાથ છે અહા ! આવો અંદરમાં નિજ ભગવાન આત્મા છે એને જાણીને અંતર-એકાગ્ર થવું, તેને અનુભવવો, તેમાં લીન રહેવું તે ધર્મ છે, મોક્ષનો માર્ગ છે; ને તેનું ફળ મુક્તિ છે કે જેનો પોતે જ નાથ છે. આવી અલૌકિક વાત છે. પ્રશ્ન- પણ લોકો તો એને પૈસાવાળો, ને બંગલાવાળો ને બહોળા પરિવારવાળો-એમ કહે છે ને? સમાધાન - ભાઈ, લોકો કહે છે એ-વાળો એટલે એવો આત્મા નથી. એ તો બધી પર ચીજ બાપા ! આત્માનો એનાથી શું સંબંધ છે? કાંઈ જ નહિ. પ્રશ્ન- હા, પણ એ પુણ્યશાળી-પુષ્યવાળો તો છે ને? સમાધાન:- અહા ! આત્મા પુણવાળો કે રાગવાળોય નથી. લોકો (–અજ્ઞાનીઓ) કહે છે એવો આત્મા કદીય નથી. અહા! ભગવાન ત્રિકાળી પ્રભુ એક સમયની પર્યાયવાળો પણ નથી ત્યાં એ બધાની તો શી વાત? અહા ! એ તો સહજ અનંતજ્ઞાન, અનંતસુખામૃત, અનંતચિન્શક્તિ ને ત્રિકાળ શ્રદ્ધાથી ભરપૂર ભરેલો ભગવાન છે. અહીં કહે છે–એવા નિજ આત્મસ્વરૂપને ભાવવું અનુભવવું, અર્થાત્ એમાં એકાગ્રતા ને રમણતા-લીનતા કરવી. અહીં “ભાવવો' એટલે વિકલ્પ કરવો એમ વાત નથી. પણ પ્રથમ તેને શ્રદ્ધામાં લઈને, ય બનાવીને પછી તેમાં રમવું-લીન થવું એમ વાત છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર છે ને આ મોક્ષમાર્ગ છે. હવે કહે છે “આમ સંસારરૂપી લતાનું મૂળ છેદવાને દાતરડારૂપ આ ઉપન્યાસથી બ્રહ્મોપદેશ કર્યો.' અહા! ચોરાસીના જન્મ-મરણના અવતાર જેમાંથી ફળે એવી સંસારરૂપી લતા-વેલ છે. અને આવા (ઉપર કહ્યા તેવા) નિજ સ્વરૂપથી ખસતાં ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિના જે વિભાવ પરિણામ તે આ વેલનું મૂળ છે. અહીં કહે છે-એ સંસારરૂપી વેલના મૂળને છેદવાના દાતરડારૂપ આ ઉપન્યાસથી-આ કથનથી–બ્રહ્મોપદેશ કર્યો. અહા ! આ ઉપન્યાસથી એટલે આ કથનથી, આ સૂચનથી, લખાણથી, પ્રારંભિક કથનથી, પ્રસ્તાવનાથી બ્રહ્મોપદેશ કર્યો. જુઓ, આ ઉપદેશ! અહાહા...જેનાથી સંસારની વેલ મૂળથી છેદાઈ જાય અને બ્રહ્મ નામ આનંદસ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય તે ઉપદેશ છે, બ્રહ્મોપદેશ છે. લ્યો, જ્ઞાનના ભેદો કહીને આ સરવાળો કીધો. શું? કે બ્રહ્મસ્વરૂપ અંદર ભગવાન આત્મા ત્રિકાળ વિદ્યમાન છે તેની એકાગ્રતા કર, ને તેમાં લીન થા. આ બ્રહ્મોપદેશ છે. અહા! ત્રિકાળી સહજજ્ઞાનાદિ શક્તિઓથી સનાથ ભગવાન આત્મા છે. એવો ભગવાન આત્મા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૧૭૬ અનાથ છે, અર્થાત્ ભગવાન આત્માને માથે બીજો કોઈ નાથ નથી; બીજો કોઈ તેનો ધણી-માલિક નથી અહા! તેનો કોઈ કર્તા નથી, પરંતુ પોતે પોતાની પરમ પવિત્ર પરિણતિનો નાથ છે. અહા ! અહીં કહે છેઆવો (સનાથ, અનાથ ને નાથ) આત્મા અંદર છે તેને અંત૨માં એકાગ્ર થઈને ભાવવો. આ મુક્તિનો ઉપાય ને મોક્ષનો મારગ છે. આમ આખા શાસ્ત્રમાં જે કહેવું છે તે અહીં ટૂંકામાં કહ્યું. જેમ સમયસારમાં બાર ગાથા સુધી પીઠિકા છે, તેમ અહીં બાર ગાથા પૂરી થઈ એટલે આ શાસ્ત્રના સારરૂપ બ્રહ્મોપદેશ કર્યો. અહા ! સંસારરૂપી વેલડીનું મૂળ મિથ્યાત્વ છે, કેમકે ચોરાસીના અવતારની પરંપરા મિથ્યાત્વથી થાય છે. અરે! ચોરાસીના અવતારની કેવી રઝળપટી! અંકનો રાજા થાય, રાજામાંથી નારકી થાય, નારકીમાંથી પશુ થાય, પશુમાંથી દેવ થાય અને દેવામાંથી વળી પાછો એકેન્દ્રિયાદિ તિર્યંચ થાય. આમ આવા અવતાર ધરી-ધરીને એ, અરેરે! અનંતવાર જન્મ્યો ને મર્યો છે. તો, આવી જે સંસારરૂપી વેલ ફળી-ફૂલી છે તેને છેદવાનો આ ઉપાય છે કે અંદર ચિદ્વિલાસરૂપ સહજઅનંતચતુષ્ટયમય એવો બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્મા છે તેની ભાવના કરવી. અહા! જેમ મિથ્યાત્વભાવ સંસારવેલનું મૂળ છે, તેમ ભગવાન આત્મા મુક્તિનું મૂળ છે. માટે, કહે છે, અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન પોતે બિરાજે છે તેની ભાવના કર, ને તેમાં એકાગ્ર થઈ લીન થા. બસ, આ જ ક૨વાયોગ્ય કાર્ય છે. સમજાણું કાંઈ ? પ્રશ્ન:- પણ આમાં વ્રત-નિયમ પાળવાનું તો ન આવ્યું? સમાધાનઃ- ભાઈ, એ બધું જ આમાં આવી ગયું; કેમકે અંતર્લીનતા થતાં જ્યાં રાગ જ છૂટી ગયો ત્યાં તેને અગ્રતાદિ કાંઈ રહેશે જ નહિ. (વ્રતાદિનો રાગ પણ ક્રમશઃ છૂટી જશે તો પછી અવ્રતાદિ કેમ રહેશે ?) સમજાણું કાંઈ... ? શ્લોક ૧૮: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ અહો ! દિગંબર સંતોએ અમૃતનાં વેણલાં વાયા છે. લગ્નમાં ગીત ગાય છે ને કે−વેણલાં ભલાં વાયાં રે'; પણ એ તો બધાં પાપનાં વેણલાં બાપુ! એથી તો સંસાર ફળે. જ્યારે અહીં તો મોક્ષના મંડપ રોપવાનાં વેણલાં છે કે જેનાથી મોક્ષરૂપી વેલ ફાલે ને ફળે. અહાહા...! ભગવાન આત્મા..., અહા ! એકવાર તેને દૃષ્ટિમાં તો લે પ્રભુ! અરે! એને આત્માની (–પોતાની ) કાંઈ પડી નથી! અહા! એણે જગતની કિંમતો કરી, પણ પોતાની તો કિંમત આંકી નહિ! અહા ! જે ચીજનું મૂલ્ય નથી એવી ચીજનાં એણે મૂલ્ય કર્યાં; પરંતુ અણમોલ અનુપમ પોતે આત્મા છે એની દરકારેય ન કરી; ને તેને મહા મોંઘી (દુર્લભ ) માની લીધી છે. અહીં કહે છે-ભગવાન આત્મા કે જે નિજ સતાના સ્વભાવમાં નિત્ય બિરાજમાન છે, ને જે સહજઅનંતજ્ઞાન ને સહજઅનંતઆનંદથી સનાથ પ્રભુ બિરાજે છે તેની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થા. એથી તને મુક્તિ ને ૫૨માનંદની પ્રાપ્તિ થશે. આ સિવાય બીજું બધું ધૂળધાણી છે. તો, કહે છે-એ રીતે કહેવામાં આવેલા ભેદોના જ્ઞાનને પામીને ભવ્ય જીવ ઘોર સંસારના મૂળરૂપ સમસ્ત સુકૃત કે દુષ્કૃતને, સુખ કે દુ:ખને અત્યંત પરિહરો.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૧-૧૨] ૧૭૭ અહાહા...! શું કીધું? આવા જે જ્ઞાનના ભેદો-પ્રકારો કીધા તેને બરાબર જાણીને-સમજીને. અહા! આવો હું સદાય એક જ્ઞાનસ્વભાવ જ છું-એમ સર્વથી ભિન્ન થઈને-ભેદજ્ઞાન પામીને-ભવ્ય જીવ, ઘોર સંસારના મૂળરૂપ એવા સમસ્ત સુકૃત કે દુષ્કૃતને અત્યંત પરિહરો. જોયું? શું કીધું આ? કે સમસ્ત સુકૃત નામ શુભભાવ ને દુષ્કૃત નામ અશુભભાવ ઘોર સંસારનું મૂળ છે. અહા! હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, કામ-ભોગની વાસના, ક્રોધ, માન, માયા ને લોભ ઇત્યાદિ પાપભાવ તે દુષ્કત છે; ને દયા, દાન, વ્રત, ભક્તિ ને પૂજા ઇત્યાદિ પુણ્યભાવ તે સુકૃત છે. અહા ! એ બેય (સુકૃત ને દુષ્કૃત) ઘોર સંસારનું મૂળ છે. જુઓ, અહીં પુણ્યભાવને પણ ઘોર સંસારનું મૂળ કીધું છે. તે પરભાવ છે ને? તેથી ઘોર સંસારનું મૂળ છે. અહાહા..! કહે છે ઘોર સંસારના મૂળરૂપ એવા સમસ્ત સુકૃત કે દુષ્કૃત અર્થાત્ શુભ કે અશુભ, તેમ જ સુખ કે દુઃખને અત્યંત પરિહરો. આ પૈસા, ઈન્દ્રિય આદિ સંજોગમાં સુખ છે, ને નરકાદિ સંજોગમાં દુ:ખ છે એવી કલ્પનાને અર્થાત્ એવા કલ્પનાયુક્ત સુખ-દુ:ખને, કહે છે, અત્યંત પરિહરો. જુઓ, કર્તાપણું ને ભોક્તાપણું-બેય લીધું છે. એમ કે શુભાશુભભાવનું કરવાપણું ને તેનું ભોગવવાપણું-આ સુખ-દુઃખનું ભોગવવાપણું-એમ બેયને અત્યંતપણે છોડ. આવી સ્પષ્ટ ખુલાસાથી વાત આવે એટલે અજ્ઞાનીને (શુભના એકાંત પક્ષવાળાને ) આકરી લાગે, ને પછી આ આચાર્યનું કથન નથી, મુનિનું છે એમ કહીને કાઢી નાખે. અરે પ્રભુ! તું શું કરે છે આ? એને મન એમ કે અમે આ પૂજા-ભક્તિ વગેરે સુકૃત કરીએ છીએ તે શું ઘોર સંસારનું મૂળ છે? હા, ભાઈ ! એ ઘોર સંસારનું મૂળ છે. પ્રશ્ન- તો પુણ્ય પવિત્રતાનું કરનારું છે એમ શાસ્ત્રમાં આવે છે ને? સમાધાન- હા, આવે છે. ભાઈ, ત્યાં પુણ્ય, પાપને ઓછું કરે છે એ અપેક્ષાએ વ્યવહારથી કહ્યું છે કે પુણ્ય પવિત્ર છે. વળી નિશ્ચયથી પુણ્ય તો પવિત્રતાને કહે છે. (કેમકે પુણ્યનો અર્થ પવિત્રતા છે). આત્માના શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર એ પુણ્ય છે કે જે પવિત્ર છે. અહા! ભગવાન આત્મા જ્ઞાનાનંદની મૂર્તિ પોતે અંદર પ્રભુ છે. તેમાં (પર્યાયમાં) આ શુભ ને અશુભભાવના વિકલ્પ ઊઠે તે ઝેર છે. એટલે કે અમૃતથી ઉલટા એવા એ શુભાશુભભાવો ઝેરનાં પીણાં છે પ્રભુ! તેથી જ મુનિરાજ અહીં કહે છે કે તે શુભભાવ ને અશુભભાવનું કરવાપણું છોડ; તથા તેમાં હરખ-શોક કે સુખ-દુઃખના ભોક્તાપણાની કલ્પના પણ છોડ, અત્યંત છોડ. પ્રશ્ન:- પણ શુભભાવ કંઈક ઠીક છે માટે તેને તો અંશ છોડવો ને? સમાધાન- ના; બેયને અત્યંત પરિહરો. અંદર (કળશમાં) એમ છે કે નહિ? ભાઈ, દાનમાં પૈસાનો રાગ ઘટાડે તો તેથી પુણ્ય થાય, અને તો પણ, અહીં કહે છે, તે ઘોર સંસારનું મૂળ છે. આકરી વાત બાપા ! પણ તે ભાવ વિકલ્પ-રાગ છે ને? ને રાગ છે તે આગ છે. છઠુંઢાળામાં આવે છે કે રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સેઈએ.” અરે ! શુભભાવમાં જ માણસો અટકયા છે. પરંતુ, ભાઈ ! શુભ કે અશુભ-બેય ભાવો ઘોર સંસારનું મૂળ છે. આ પરનાં દયા-દાનનો ભાવ, કે ભગવાનની ભક્તિ-પૂજાના ભાવ, બધા શુભરાગ છે ને તે ઘોર સંસારનું મૂળિયું છે એમ કહે છે કેમકે તેનાથી પુણ્ય બંધાય છે ને તે વડે સંસારનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ [નિયમસાર પ્રવચન ભવ મળે છે. અહા ! આ અંદર છે કે નહિ? મૂળ શ્લોકમાં જ છે. જુઓ, ‘પરિષ્ઠરતુ સમાં ઘોરસંસારભૂતમ્'—લ્યો, આ બીજી લીટીમાં છે. અરે ભગવાન! જે ભાવથી તને ભવ મળે તેને ભલો કેમ કહીએ ? કેમકે ભવ તો સંસાર છે, દુઃખરૂપ છે. અશુભભાવ ટાળવા માટે કદાચિત્ તે શુભભાવ હો, પણ તે છે તો ઘો. સંસારનું મૂળ.-આ અજ્ઞાનીને બહું આકરું લાગે હોં. શુભભાવ હોય તે બીજી વાત છે, ને તેને ભલો જાણવો-માનવો તે બીજી વાત છે, અહા ! પાપભાવથી બચવા શુભભાવ હોય છે, પરંતુ એ છે સંસારનું કારણ; કેમકે એનાથી જન્મમરણનો અંત આવે એમ છે નહિ. અહા! જે ભાવથી ભવ મળે ને જન્મ-મરણની પરંપરા થયા કરે તે ભાવથી જન્મ-મરણનો અંત ક્યાંથી આવે? ભગવાન! દાન દેવાનો ભાવ થાય તે શુભવૃત્તિનું ઉત્થાન છે ને તેમાંથી પણ સંસાર ફળે છે. અહા! આત્માને અનુકુળ શાંતિ મળે એવું કાંઈ શુભવૃત્તિમાં છે જ નહિ. અહા ! અહીં કલશમાં ભાષા વાપરી છે એ તો જુઓઃ કે સમસ્ત સુકૃત કે દુષ્કૃત ઘોર સંસારનું મૂળ છે–એક વાત; અને તેને અત્યંત પરિહરો.-આમ બે વાત કરી છે. ભાઈ, રાગ શુભ હો કે અશુભ હો, બંને કર્મચેતના છે અને બેય સંસારનું મૂળ છે. જ્યારે સુખદુ:ખની કલ્પના છે તે કર્મફળચેતના છે, ને એય સંસારનું મૂળ છે. સંસારને છેદનારી ને ભવનો અંત કરનારી તો એક જ્ઞાનચેતના જ છે. અરે! ૮૪ના અવતારમાં-ભવસમુદ્રમાં પ્રભુ! તું ક્યાંય ઊંડો ઉતર્યો છો! અહા! તારા રખડવાના આરા ન આવે ને એમાં ને એમાં તું રખડયા કરે એ શું ઠીક છે? ના. તો કહે છે–ભગવાન ! તારો આત્મા સહજઅનંતચતુષ્ટયયુક્ત અંતરમાં ચૈતન્યમહાપ્રભુ છે. અહા! પુણ્ય-પાપ ને હરખ-શોકના પરિણામથી ભિન્ન તારા નિર્મળ સ્વભાવપરિણામ ઉત્પન્ન થાય એવી તારી ચીજ છે. અહો! પુણ્ય-પાપ ને તેના ફળરૂપે જે ભાવ થાય છે તેનાથી ભિન્ન તારી નિર્મળનિર્મળ પર્યાયને ઉત્પન્ન થવાનું તું સ્થાન છો. તો ત્યાં જા, ત્યાં એકાગ્ર થા, ને તેમાં લીન થા. આ પુણ્ય-પાપમાં સંસારને છેદવાનું સામર્થ્ય નથી. કેમકે પુણ્ય-પાપથી નિર્મળપર્યાય ઉત્પન્ન થતી નથી. અહા! કર્મની ૧૪૮ પ્રકૃતિને ઝેર કહી છે ને પ્રભુ? સમયસારમાં કહ્યું છે કે ૧૪૮ કર્મપ્રકૃતિ ઝેર-વિષવૃક્ષનાં ફળ છે. તો, ત્યાં તીર્થંકરપ્રકૃતિનેય ઝેર કહીને પ્રભુ? ઓહો...! ગજબ વાત કરી છે! દિગંબર સંતોએ વાણી દ્વારા કેવળીનાં પેટ ખોલ્યા છે! અહા ! ભગવાન આત્મા મુક્તિનું મૂળ છે. તો, ભગવાન આત્મામાં જ્ઞાનના જે પ્રકારો કહ્યા છે તેને યથાર્થ જાણીને, અર્થાત્ સર્વ ભેદોથી ભિન્ન એવા નિજ સહજ જ્ઞાનાનંદસ્વરૂપને પામીને અંતરમાં વળવા ને ઠરવા આ સમસ્ત શુભાશુભભાવ ને હરખ-શોકના ભાવને અત્યંત છોડી દે. સમસ્ત-શુભ-અશુભ કહ્યું છે હોં. શુભના કે અશુભના એક અંશને પણ રાખ કે રાખવાયોગ્ય છે એમ નહિ. આવી વાત હવે કોઈને (શુભના આગ્રહવાળાને) આકરી લાગે, પણ શું થાય? આ વસ્તુસ્થિતિ છે. હવે કહે છે–‘તેનાથી ઉપ૨ (અર્થાત્ તેને ઓળંગીને જતાં), જીવ સમગ્ર (પરિપૂર્ણ) શાશ્વત સુખને પામે છે.' લ્યો, આ શુભાશુભ રાગને ઓળંગી જતાં ભગવાન આત્મા શાશ્વત ને પરિપૂર્ણ આનંદ ને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૧-૧૨]. ૧૭૯ સુખને પામે છે, પરમાનંદ ને પરમસુખને પામે છે. ભાઈ, તારી આ પૈસામાં ને પરિવારમાં સુખની કલ્પના છે એ તો ક્ષણભંગુર છે, થોડા કાળની છે. એ ક્યાં સુખ છે? એ તો ભજનમાં આવે છે ને કે “સગા રે સગાં તમે શું કહો? સગાં વળાવીને વળશેજી, સગાં તો વન કેરાં લાકડાં, સાથે આવીને બળશેજી.” આ મારી સ્ત્રી, ને આ મારો પુત્ર-એમ તું માને છે, પણ ભાઈ, એ તો તને વળાવીને પાછાં વળશે. એ ક્યાં સગાં છે? ને એમાં ક્યાં સુખ છે? એ તો વનનાં લાકડાં દેહ સાથે બળશે; ને કોણ જાણે તું તો ક્યાંય ચાલ્યો ગયો હોઈશ. અહા ! જુઓને! એક રે દિવસ એવો આવશે.” અહા! આવો એક દિ' આવશે કે નહીં? અને ત્યારે“કાઢો રે કાઢો એમ સહુ કહે, જાણે જભ્યો જ ન હોતો. એક રે દિવસ એવો આવશે...” આત્મા ચાલ્યો ગયો, ને આ મડદું છે એ રહ્યું. અત્યારેય આ મડદું છે હોં. તો એને કાઢો જ કાઢો, નહીંતર એ ગંધ મારશે, હુવા બગાડશે. જુઓ આ દુનિયા ને આ સગાં ! પણ એ હતો ત્યારે તો ઘર સુધારું છું-એમ કહેતો” તો ને? હવે સાંભળને! ઘર કોણ સુધારે? ને ઘરથી એને શું સંબંધ? જ સંબંધ હોય તો શું કામ ચાલ્યો જાય? બાપુ! એને ( આત્માને) સ્ત્રી-કુટુંબ આદિ ઘર સાથે કોઈ સંબંધ નથી. આ મારો પતિ, ને આ મારા પિતા, ને આ મારો પુત્ર એમ તું હરખાય પણ એ કોઈથી એને (નિજ આત્માને) સંબંધ નથી. એ તો બધું સંજોગમાં કલ્પનાથી માનેલું સુખ છે જે ક્ષણમાં નાશ પામી જાય છે. શરીરને આત્મા સમજનારા અજ્ઞાની જીવો સંજોગમાં સુખ માને છે, પણ એ સુખ સુખ નથી, કલ્પનામાત્ર જ છે, અને ક્ષણમાત્રમાં નષ્ટ થઈ જાય છે. તેથી અહીં કહે છે-શુભાશુભને અને હરખ-શોકના ભાવને ઓળંગીને, સંસારરૂપી વેલને છેદી, નિજ જ્ઞાનાનંદસ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન ને રમણતા દ્વારા તે શાશ્વત-સાદિ-અનંત અને પરિપૂર્ણ એવા સુખને પામશે. આવી વાત ! શ્લોક ૧૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન “પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમ જ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને.. અહા! ભાઈ, આ તારા ધૂળના ઢગલા-બંગલા, પૈસા, દાગીના ને ઝવેરાત ઇત્યાદિની, કહે છે, મમતા છોડ. “પરિગ્રહીઝ૬ –પરિગ્રહનો આગ્રહ એમ શબ્દ છે ને ? તો, આગ્રહુ એટલે ગ્રહણ-પકડ એમ અર્થ છે. મતલબ કે આ સોનાના લાટા, ને ઝવેરાતના-હીરા-માણેકના પટારા ને લાખોના બંગલા મારા છે એવી પકડ છોડ એમ કહે છે. કેમ? કેમકે એ ક્યાં તારા છે? એ તો જૂઠી પકડ છે, મમતા છે. બાકી એમાં તું નહિ અને એ તારામાં નહિ એ વસ્તુસ્થિતિ છે. માટે કહે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮) [નિયમસાર પ્રવચન છે, એ બધાની દષ્ટિ છોડ અહા ! અમે પૈસાવાળા ને બંગલાવાળા છીએ એવી માન્યતા છોડી દે, કેમકે તું તો અંદર જ્ઞાનાનંદની લક્ષ્મી-ચૈતન્યલક્ષ્મીવાળો ભગવાન છો. વળી, વિગ્રહ નામ શરીરની પણ ઉપક્ષા કર; કેમકે શરીર તારી ચીજ નથી. અહા! શરીર તો જડ માટીનું ઢીંગલ પ્રભુ! તું ચેતન એનો સ્વામી કેમ હોય? માટે તેના પ્રત્યેનું સ્વામીપણું-ધણીપણું છોડી દે એમ કહ્યું છે. અહા ! આ બહારના પૈસા-ધન, આબરૂ આદિ પરિગ્રહ દષ્ટિમાંથી છોડ ને શરીરથી પણ ઉપેક્ષિત-મધ્યસ્થ થઈ જા એમ કહે છે. પ્રશ્ન- તો અમે સ્ત્રી-પુત્રાદિ ને બાગ-બંગલાદિને છોડીને સાધુ થઈ જઈએ તો બધો પરિગ્રહ છોડયો કહેવાય કે નહિ? સમાધાન - ના, એમ નહીં. પરંતુ એ પરિગ્રહ મારો છે એવી મમતા, એવી મિથ્યા માન્યતા છોડવાની વાત છે. એ બધા બહારના પદાર્થો તો છૂટા જ પડયા છે; એ ક્યાં તારામાં આવી ગયા છે? પણ તને એમ છે કે આ શરીર, પૈસા, બંગલા, સ્ત્રી-પુત્રાદિ બધાં મારાં છે, તો એવી મિથ્યા માન્યતા અને એની મમતા છોડ એમ વાત છે. કેમકે એ મિથ્યા માન્યતા અને એ બધા પ્રત્યેનો તારો મમત્વભાવ જ સંસારલતાનું મૂળ છે ને એનાથી જ તે વેલ ફાલે-ફૂલે છે. સમજાણું કાંઈ....? જુઓ, અહીં પરિગ્રહ અને વિઝ-એમ બે લીધા છે. તો, પરિગ્રહું એટલે પૈસા, મકાન, સુવર્ણ આદિ, અને વિગ્રહ એટલે શરીર. અહા ! ભગવાન! જ્યાં તું છો ત્યાં આ બાહ્ય ચીજો નથી, ને જ્યાં એ ચીજો છે ત્યાં તું નથી. અહા ! એ ચીજોથી તે અત્યંત ભિન્ન છો. તું એકલો છો. ને સદાય એકલો જ રહેવાનો છો ને પ્રભુ ? તો પછી એ બધાની મમતા છોડ ને ? અરે! પણ આત્મા આવો છે એવી વાત જગતમાં ચાલતી નથી ! લોકમાં તો “ આ કરું ને તે કરું-એવું બધું ચાલે છે. પણ ભાઈ, એ તો બધો મિથ્યાભાવ છે, સંસારનું મૂળ છે. કરવું એ તો મરવું છે બાપુ! સોગાનીજીએ કહ્યું છે કે-“શુભરાગ કરના સો મરના હૈ.' હવે આ માણસને ભારે આકરું લાગે, પણ ભાઈ ! આ જ વસ્તુસ્થિતિ છે, એ આવો જ મારગ છે. પ્રશ્ન- “સમાજ સુધારો –આવો ઉપદેશ સારો લાગે. સમાધાનઃ- કહ્યું ને કે તું સદાય એકલો છો. સમાજમાં ક્યાં તારો છે? અને એને કોણ સુધારે? એ તો મિથ્યાભાવરૂપ ઝેરનાં પીણાં બાપુ! અને એ તને સારાં લાગે છે? અહીં તો આ સ્પષ્ટ કહે છે કે પરિગ્રહનું ગ્રહણ છોડી દે. કેમકે પરિગ્રહથી કાંઈ લાભ નથી. આવી વાત છે! પ્રશ્ન:- પણ પૈસા હોય તો દાન દેવાય ને ધર્મ ટકે? સમાધાન:- અહીં તેની ના પાડે છે. કોના પૈસા? ને કોણ દાન દે? પૈસાના દાનની ક્રિયા થાય એ કાંઈ તારી ક્રિયા નથી, એ તો જડની છે, અને તેમાં થતો ભાવ પણ પુણ્યભાવ છે કે જે બંધનું-સંસારનું કારણ છે. ધર્મ તો અંતરની ક્રિયા છે બાપુ! ને એ અંતરની ક્રિયાથી ટકે છે, પુણ્યથી નહિ. સમજાણું કાંઈ..? તો, કહે છે-“બુધ પુરુષે અવ્યગ્રતાથી (નિરાકુળતાથી) ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને (-આત્માને) ભાવવો અહા! “બુધ પુરુષે..” અર્થાત્ હિત કરવાના કામી એવા વિચક્ષણ પુરુષે પરિગ્રહ અને શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને..અહાહા...! શરીર ને શરીરની ક્રિયા મારાં નથી, ને પરિગ્રહનો આ ઢગલો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૧ ગાથા–૧૧–૧૨ ] મારી ચીજ નથી એમ શ્રદ્ધામાં ગુલાટ ખાઈને, કહે છે, એક ચૈતન્યમૂર્તિ આત્માને ભાવવો. અહાહા...! અંદર નિરાકુળ આનંદથી ભરપૂર ભરેલો ભગવાન આત્મા છે. આ શરીર ને પરિગ્રહ તો આકુળતાનાં સ્થાન છે, જ્યારે અંદર ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ સહજ નિરાકુળસ્વરૂપ છેઅવ્યગ્રતાથી ભરેલો છે. જુઓ, અંદર છે કે-‘ નિર્વ્યવ્ર ’=અવ્યગ્રતા-અનાકુળતા, ને ‘ પ્રાય ’=સહિત, પૂર્ણ ભરેલો. અહાહા...! આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ અવ્યગ્રતા-અનાકુળતાથી ભરેલો ભગવાન છે. તેથી બુધ પુરુષે ચૈતન્યમાત્ર જેનું શરીર છે એવા ભગવાન અનાકુળસ્વરૂપ આત્માને ભાવવો અર્થાત્ તેમાં એકાગ્રતા કરવી એમ ઉપદેશ છે. અહા! કહે છે-આત્મા જ્ઞાનશ૨ી૨ી છે; આ અંદર રહેલું સહજજ્ઞાન આત્માનું શરીર છે. આ બહારમાં શરીર છે એ તો ધૂળ-માટીનું જડ પિંડલું છે, અને અંદર જ્ઞાનનો પુંજ-જ્ઞાનની મૂર્તિ એ તારું શરીર છે. તો તેને ભાવવો, તેમાં એકાગ્ર થવું-એમ કહે છે; કેમકે તે કલ્યાણનું કારણ છે. ભાઈ! આ જ્ઞાનશ૨ી૨ી આત્માને છોડીને બીજી બધી વાતુ રખડવાની છે. અહા! અજ્ઞાનીને પાંચપચીસ કરોડની સંપત્તિ મળે ત્યાં તો તે ગાંડો-પાગલ થઈ જાય છે, પણ બાપુ! એ તો તારી રઝળવાની ચેષ્ટા છે. પ્રશ્ન:- પણ પૈસા વિના કાંઈ ધર્મની પ્રભાવના થોડી થાય છે? સમાધાનઃ- અરે ભાઈ, એ તો બધી બહારની ચીજ બાપુ! તે કાંઈ તારી કરી થતી નથી. તારાં કર્યા તો કાં વિકાર થાય ને કાં ધર્મ થાય-આ બે વાત છે. આ સિવાય ત્રીજું કાંઈ તારું કર્યું થતું નથી. હવે, વિકાર તો તેં અનંતવાર કર્યો છે. માટે, કહે છે-ભાઈ, એકવાર તું આ અનુકુળ ચૈતન્યશીરી આત્માની ભાવના કર. એનાથી ધર્મ ને ધર્મની પ્રભાવના થશે, ને તને અનુકુળ આનંદની પ્રાપ્તિ થશે. અહાહા...! અંદર નિર્મળાનંદનો નાથ ચૈતન્યશરીરી જ્ઞાનનો પુંજ પ્રભુ આત્મા છે, તો તેની ભાવના કર. તેમાં એકાગ્ર થઈ ત્યાં જ લીનતા ક૨, જેથી તું મુક્તિસુંદરીનો નાથ થઈ જઈશ. લ્યો, આ કલ્યાણનો પંથ છે, ને આ ધર્મની પ્રભાવના છે. શ્લોક ૨૦: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ ‘મોહને નિર્મૂળ કરવાથી..' અહાહા...! શું કીધું ? પરમાં પોતાપણાની માન્યતા ને રાગનો કણ પણ-શુભભાવ પણ-મારો છે, મને ભલો છે એવી માન્યતા તે મોહ છે, મિથ્યાત્વ છે; અને તેને નિર્મૂળ કરવો ( અર્થાત્ મૂળમાંથી ઉખાડી નષ્ટ કરવો એમ કહે છે.) ભાઈ, શુભભાવ છે તે આસ્રવતત્ત્વ છે, ને ભગવાન આત્મા જ્ઞાયકતત્ત્વ છે. તો બંનેને એક માનવા, વા ભગવાન શાયકને આસ્રવતત્ત્વરૂપ માનવો તે મિથ્યાત્વ છે, મોહ છે; અને તેનો મૂળમાંથી નાશ કરવો એમ કહે છે. હવે કહે છે–‘પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત રાગનો વિલય કરવાથી અને દ્વેષરૂપી જળથી ભરેલા મનરૂપી ઘડાનો નાશ કરવાથી...’ જુઓ, પહેલાં શ્રદ્ધાનો દોષ દૂર કરીને હવે કહે છે-ચારિત્રનો દોષ જે શુભાશુભ રાગ છે અને અણગમારૂપ જે દ્વેષ છે તેને પણ દૂર કરવો-નાશ કરવો એમ કહે છે. અહા! ભગવાનની ભક્તિ, વંદના, દાન, વ્રતાદિનો જે ભાવ છે તે શુભરાગ છે, ને સ્ત્રી-પુત્રાદિ પ્રત્યે પ્રેમ છે તે અશુભ રાગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ [ નિયમસાર પ્રવચન છે. તે શુભાશુભ રાગનો નાશ કરવો એમ કહે છે. વળી પ્રતિકૂળતા લાગતાં અંદર મનમાં જે અણગમો લાગે છે તે દ્વેષ છે. અહા ! એવા દ્વષરૂપી જળથી ભરેલા મનરૂપી ઘડાનો નાશ કરવો એમ વાત કરે છે. અહા ! પહેલાં મોહ નિર્મૂળ કરવાની વાત કરી ને હવે શુભાશુભ રાગ ને દ્વેષનો નાશ કરવાનું કહે છે. શરીરમાં રોગ આવે, વીંછી કરડે, શ્વાસ સરખો ચાલે નહિ ને મૂંઝવણ થાય, કોઈ અપશબ્દ કહે ને અપમાન કરે-ઇત્યાદિ પ્રસંગમાં મનમાં જે અણગમો લાગે છે તે દ્વષ છે; ને તેનાથી મન ભરેલું છે. તો કહે છે, તેનો નાશ કરવો કેમ? તો કહે છે ..નાશ કરવાથી, પવિત્ર, અનુત્તમ, નિરુપધિ અને નિત્ય-ઉદિત (સદા પ્રકાશમાન ) એવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે.' અહાહા....! ભગવાન આત્મા અંદર ઝળહળ ચૈતન્યજ્યોતિસ્વરૂપ ત્રિકાળ છે. તો, મોહને છોડી, શુભાશુભભાવને તોડી, ને હૈષના જળથી ભરેલા મનરૂપી ઘડાને ફોડી, તેના (-આત્માના) અનુભવમાં લીન રહેવાથી, તે પવિત્ર, નિરુપધિ અર્થાત્ સર્વ પરિગ્રહની ઉપાધિથી રહિત, જેનાથી કાંઈ ઉત્તમ નથી એવી અનુત્તમ-સર્વશ્રેષ્ઠ અને નિત્ય પ્રકાશમાન એવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે અર્થાત્ પર્યાયમાં પ્રાપ્ત થાય છે. અહા ! મિથ્યાત્વ અને રાગ-દ્વેષનો નાશ કરવાથી, અંદર પરમ પવિત્ર નિત્ય પ્રકાશમાન ઝળહળતી ચૈતન્યજ્યોતિ બિરાજે છે તે પ્રગટ થાય છે, અર્થાત્ પર્યાયમાં પ્રાપ્ત થાય છે અર્થાત્ આત્માની પરમ પવિત્ર પૂર્ણદશાની ઉત્પત્તિ થાય છે. અહા ! મોહ–રાગ-દ્વેષનો વ્યય થતાં અંદર પૂર્ણ જ્ઞાનની-કેવળજ્ઞાનની દશા પ્રાપ્ત થાય છે. અહા ! અંદર ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ જ્ઞાનજ્યોતિસ્વરૂપ પોતે છે તેના આશ્રમમાં રહેતાં મોહ–રાગ-દ્વેષનો નાશ થઈ આ જ્ઞાન પ્રગટ થાય છે એમ આ વાત છે. સમજાય છે કાંઈ ? તો, કહે છે-“ભેદજ્ઞાનરૂપી વૃક્ષનું આ સલ્ફળ બંધ છે, જગતને મંગળરૂપ છે.' અહા! શુભાશુભ રાગના વિકલ્પથી અંદર નિત્યાનંદ ચૈતન્યજ્યોતિ સ્વરૂપ આત્મા ભિન્ન છે. તો, શુભાશુભથી ભેદ કરીને કરવાનું તો આ છે. બાકી બધું થોથાં છે. અરે! પહેલાં શ્રદ્ધાનમાં, અભિપ્રાયમાં તો ભિન્નતા કર; સમજણમાં તો લે કે હું ચૈતન્યજ્યોતિસ્વરૂપ (રાગથી) આવો ભિન્ન છું. અરે! એણે અનાદિથી મમતારૂપી વૃક્ષ વાવ્યું છે તો તેના ફળમાં ચોરાસીના અવતાર એને ફળ્યા છે, રઝળપટ્ટીનું દુઃખ ફળ્યું છે. પણ આવું ભેદજ્ઞાનરૂપી વૃક્ષ વાવે તો તેને આ સલ્ફળ (મુક્તિ) મળે કે જે વંધ છે. સલ્ફળ એટલે શું? કે સુંદર ફળ, સારું ફળ, ઉત્તમ ફળ, સાચું ફળ. અર્થાત્ પરમ આનંદ ને શાન્તિ તે સલ્ફળ છે ને તે વંધ છે, વંદનીય છે. પ્રશ્ન- હવે સાધારણ માણસને આવી મોટી વાતુ? સમાધાન - પ્રભુ! તું સાધારણ નથી હોં; તું તો અંદર ચૈતન્ય મહાપ્રભુ છો. તારા સ્વભાવથી પ્રત્યક્ષ થઈ શકે એવો તું સાક્ષાત્ આત્મા છો ને પ્રભુ ! તને કોઈ પરની જરૂર નથી એવો તું ભગવાન છો. અરે! પણ એને કેમ બેસે ? પાંગળો થઈને રહ્યો હોય તેને આ કેમ બેસે? પણ ભાઈ ! તારો કોઈ નાથ નથી એવો તુંઅનાથ છો, ને સ્વરૂપપ્રત્યક્ષ એવા સહજજ્ઞાનથી સનાથ છો. તો પછી તને કોની જરૂર છે? કોઈનીય નહિ. અહા ! આવા ભેદજ્ઞાનરૂપી વૃક્ષનું આ સલ્ફળ, કહે છે, વંધ છે, ને જગતને મંગળરૂપ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૧-૧૨] ૧૮૩ અહા! કહે છે-મિથ્યાત્વનો તેમ જ રાગ-દ્વેષનો નાશ કરીને સ્વસ્વરૂપે લીન-સ્થિત થતાં અંદર શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર ને આનંદની પરમ પવિત્ર દશા પ્રગટ થાય છે. અહા! આવું જે આ ભેદજ્ઞાનનું સલ્ફળ છે તે જગતને મંગળરૂપ છે. લ્યો, આ માંગલિક ! બાકી કાંઈ પાંચ-પચાસ લાખ પેદા થાય કે ઘેર દીકરાનાં લગ્ન થાય તે માંગલિક નથી. એ તો પાપની-સંસારની હોળી બાપા! અંદર સ્વરૂપનાં શ્રદ્ધા–જ્ઞાન કરીને તેનું ફળ પરમ પવિત્રતા પ્રાપ્ત થાય તે જગતમાં મંગળરૂપ છે. પહેલાં મોહાદિ પાપનો નાશ કરવો કહ્યો ને? તો તેમાં જ માંગલિકનો અર્થ આવી ગયો; કેમકે પાપનો નાશ કરે તે માંગલિક છે. મંત્રપાપ, ને ગળ=ગાળે તે. પાપને ગાળે તે દશા મંગળ છે. અથવા મંગ-પવિત્રતા, ને લ=પ્રાપ્ત કરવું અહા ! પાપનો નાશ કરી પવિત્રતાને પ્રાપ્ત કરે એવી દશા તે માંગલિક છે. તો એવું ભેદજ્ઞાનનું ફળ માંગલિક છે ને તે બંધ છે. આ પ્રમાણે માંગલિક કીધું. શ્લોક ૨૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ અહાહા! ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ જ્ઞાનસ્વભાવમય શુદ્ધ ચૈતન્યવસ્તુ છે. અહા ! પોતાની ચીજ અંદર આવી છે કે જેનું સર્વસ્વ એક જ્ઞાનસ્વભાવ છે. અહા ! તેને અહીં (૧૧-૧ર ગાથામાં) સહજજ્ઞાન વા કારણસ્વભાવજ્ઞાનોપયોગ કહેલ છે. તો, આવા નિજ કારણસ્વભાવઉપયોગમાં એકાગ્ર થઈને તેનું ધ્યાન કરવામાં આવતાં અર્થાત્ તેને ધ્યેય બનાવતાં શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે, અને તેના ફળમાં મોક્ષ થાય છે. તો તે મોક્ષ કેવો છે તેની અહીં વ્યાખ્યા છે. પણ અરે! અનંતકાળમાં એણે આ વાત કદી સાંભળી નથી, અને તેથી તેને પોતાની ચીજ દુર્લભ થઈ પડી છે, જાણે પોતે અલભ્ય હોય એમ એને લાગે છે. પણ પ્રભુ! આ તો તારા ઘરની ચીજ છે માટે તે પ્રાપ્ત ન થાય એમ કેમ બને? અહા ! એક સમયની દશાથી પણ ભિન્ન ત્રિકાળ જ્ઞાનમૂર્તિ પ્રભુ આત્માનું સર્વસ્વ જ્ઞાનસ્વભાવ છે. તો તેમાં એકાગ્રતા કરી લીન થા જેથી સમ્યગ્દર્શન-જ્ઞાન-અને શાન્તિની પ્રાપ્તિ થશે. આ મોક્ષમાર્ગ છે, ને એનાથી મોક્ષ થાય છે. અહા! મોક્ષના સ્વરૂપની અહીં વ્યાખ્યા છે. તો, કહે છે- “આનંદમાં જેનો ફેલાવ છે..' અહાહા ! શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્મા આવી છે. કેવો? કે જેમાં આનંદનો ફેલાવ છે. માટે, તેની જે દશા પ્રગટ થાય તે પણ આનંદમય પ્રગટ થાય છે અહા ! આત્માની પૂરણ એકાગ્રતાથી મુક્તિની જે પર્યાય થાય છે તેનો આનંદમાં વિસ્તાર છે, ત્યાં આનંદ ફળે છે એમ કહે છે. જ્યારે આ સંસારની દશા તો એકલા દુઃખનો જ વિસ્તાર છે. પુણ્ય-પાપનું ફળ આ એકલા દુઃખના વિસ્તારરૂપ છે. માટે પુણ્ય-પાપથી ખસી એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મામાં એકાગ્રતા કરવાથી તેના ફળમાં નિરાકુળ આનંદનો ફેલાવ થાય છે, અર્થાત્ જેમાં પૂર્ણ અતીન્દ્રિય આનંદ ફળે તે મુક્તિ છે. -આમ આ શ્લોકમાં મુક્ત પર્યાયની વાત છે. જેમ ગુલાબનું ફૂલ સંકોચરૂપ હોય ત્યારે બહારમાં બીડાયેલી કળીરૂપે દેખાય છે. પણ જ્યારે તે વિકસિત થાય છે ત્યારે તે ખીલી ઊઠે છે. તેમ ભગવાન આત્મા ચિત્રમત્કાર પ્રભુ જો કે અંતરના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪ [ નિયમસાર પ્રવચન સ્વભાવમાં અતીન્દ્રિય આનંદમય છે, તો પણ જે ચીજ પોતામાં નથી એવાં શરીર, મન, વાણી, ઈન્દ્રિય મારાં છે, ને પુણ્ય-પાપના વિકલ્પ થાય તે મારા છે એમ અનાદિથી એની માન્યતા હોવાથી તેનો આનંદનો ભાવ પર્યાયમાં સંકોચાઈ ગયો છે, બીડાઈ ગયો છે. અહા ! પોતે નિત્યાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદના સ્વભાવે ત્રિકાળ વિદ્યમાન હોવા છતાં, પોતાનો ઈનકાર કરવાથી એની દશામાં આનંદનો ભાવ બીડાઈ ગયો છે, અને અનાદિથી એને દુ:ખરૂપ દશા પ્રગટી છે. ભલે તે મોટો રાજા થયો હો કે મોટો દેવા થયો હો, પણ અજ્ઞાનદશામાં તે અનાદિથી દુઃખના દરિયામાં જ ડૂબેલો રહ્યો છે. સમજાય છે કાંઈ? અહીં કહે છે-અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે એમ ભાન થતાં, નિજ કારણપરમાત્માને પામીને, અંતર એકાગ્રતા-લીનતા દ્વારા જ્યારે તે સિદ્ધપદને પામે છે, મોક્ષદશાને પ્રાપ્ત થાય છે ત્યારે તે દશાનો આનંદમાં-અતીન્દ્રિય આનંદમાં ફેલાવ થાય છે; અહાહા...! ત્યારે આત્માની દશામાં, જેવો અતીન્દ્રિય આનંદ અંદર સ્વભાવરૂપ છે તેવો ખીલી પ્રગટ ફેલાવરૂપ-વિસ્તારરૂપ થાય છે. આવો મોક્ષ, પૂર્ણ ખીલેલા કમળની જેમ, અતીન્દ્રિય આનંદના ફેલાવથી ભરપૂર હોય છે. વળી, “જે અવ્યાબાધ (બાધા રહિત ) છે...' અહાહા...! ભગવાન આત્માની મોક્ષદશામાં જે પરમાનંદ, અનંત આનંદનો ફેલાવ થયો છે તે અવ્યાબાધ છે, બાધારહિત છે. જુઓ, આ સંસારમાં તો ક્ષણે ને પળે, ડગલે ને પગલે બાધા જ બાધા છે, વિધ્ર જ છે; કેમકે પુણ્ય-પાપના ભાવો ઉત્પન્ન થાય તે જ વિધ્ર છે. અહા! શુભાશુભ ભાવો આત્માની શાન્તિને બાધા કરનારા છે. જ્યારે ભગવાન આત્માની જે મુક્તિ થાય તેમાં કોઈ વિદ્ઘ કે વિરોધ હોય નહિ. એવી એ અવ્યાબાધ છે. આવી દશાને મોક્ષ કહીએ. ' અરે! વિષય-વાસનામાં ડુબેલા જગતને મોક્ષતત્ત્વ શું છે એની ખબર નથી. બાપુ! આ જે વિષય-ભોગની વાસના છે તે દુઃખ છે, અને એથીય વિશેષ, તે મને સુખરૂપ છે એવી તારી માન્યતા છે તે અનંત દુઃખનું મૂળ છે. એ શું કહ્યું? કે જે રાગની, વિષયની, ભોગની કે માન આદિની વાસના ઊઠે છે એ પાપ છે, દુઃખ છે; પણ એના કરતાં પણ, તેમાં મને ઠીક પડે છે. મઝા પડે છે એવી જે માન્યતા છે તે મિથ્યાત્વનું અનંતુ પાપ છે, અને તે અનંતા દુઃખનું મૂળ છે. મોક્ષમાં એકલા નિરાબાધ પરમાનંદના ફેલાવની સામે આ સંસારમાં એકલા દુઃખના ફેલાવની વાત કહી. અરે ભગવાન! સંસારમાં એને કેટલું દુઃખ છે એની એને ખબરુ નથી ! અહા ! “અવ્યાબાધ” એટલે શું? અતીન્દ્રિય આનંદના સ્વભાવમાં કલ્લોલ કરતો આત્મા પર્યાયમાં પૂર્ણ ભાવથી ખીલી ઉઠયો ત્યાં તેનો પૂર્ણ આનંદમાં ફેલાવે છે, અને તે વિધ્રરહિત અવ્યાબાધ છે, એની પૂર્ણ એકાંત આનંદની દશામાં કોઈ વિઘ્ર-બાધા-અંતરાય-વિરોધ હોતો નથી. જ્યારે સંસારમાં તો પ્રતિપળ એની શાન્તિમાં બાધા હોવાથી એકલું દુ:ખ જ છે. અહીં સંસારમાં એકલું દુ:ખ છે એની સામે મોક્ષમાં પરમ આનંદ છે પૂર્ણ આનંદ છે. એકલો આનંદ છે એમ લેવું છે. તો, કહે છે-પર પદાર્થથી મને સુખ છે, પણ-પાપના વિકારી ભાવોથી મને આનંદ-મઝા પડે છે, ને વિષય-ભોગની વાસનાની કલ્પનામાં મને ઠીક પડે છે એવો જે ભાવ છે તે મહા મિથ્યાત્વ છે, ને તે અનંતા તીવ્ર દુઃખથી ફેલાએલો ભાવ છે. અહા ! તે મિથ્યાત્વના ભાવમાં આને પ્રતિક્ષણ વિધ્ર-બાધા જ છે. જ્યારે આત્માની મોક્ષદશામાં એને કોઈ બાધા કે વિરોધ છે નહિ. લ્યો, આવી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates ગાથા–૧૧–૧૨ ] અવ્યાબાધ સુખની દશા તે મોક્ષ છે. સમજાય છે કાંઈ...? ૧૮૫ હવે ત્રીજો બોલ: ‘ જેની સહજ અવસ્થા ખીલી નીકળી છે... ' અહા ! જેણે આત્મસ્વભાવનું આરાધન, સેવન કરીને મુક્તિ પ્રાપ્ત કરી છે તેને એ મુક્તદશામાંસિદ્ધપદમાં જ્ઞાન, આનંદ આદિ સહજ દશાઓ ખીલી નીકળી છે. જ્યારે તે નિગોદમાં હતો ત્યારે એ બધી અવસ્થાઓ સંકોચાઈ-બીડાઈ ગઈ હતી. અહા! આ સક્કરકંદની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરી૨ છે; અને તે એક-એક શરીરમાં, અત્યાર સુધીમાં જે અનંત સિદ્ધ ભગવાન થઈ ગયા તેનાથી અનંતગુણા નિગોદના જીવો છે. અહા! તે નિગોદના જીવની જ્ઞાન ને આનંદ આદિ દશા અત્યંત સંકોચાઈ ગઈ હોય છે. ભાઈ, આવી નિગોદની દશામાં તે અનંતવાર રહ્યો છે; અને જ્યાં સુધી મિથ્યાત્વભાવ છે-આ શરીર મારું, ને સ્ત્રી મારી, ને કુટુંબ મારું, આ દેશ મારો ને પુણ્ય-પાપના ભાવ મારાં ને એમાં મને ઠીક પડે છે એવો મિથ્યાત્વભાવ છે-ત્યાં સુધી એમાં ન૨૬-નિગોદના ભવ કરવાની તાકાત છે. આવી વાત બાપા! અહીં તો સિદ્ધપદની વાત છે ને? તો એની સામે આ નિગોદની વાત કહી. સિદ્ધપદમાં તો સહજદશા ખીલી નીકળી છે; અર્થાત્ અંદરમાં જે સહજજ્ઞાન ને સહજઆનંદમય સ્વરૂપ ત્રિકાળ છે તે ત્યારે પૂર્ણ વ્યક્ત થઈ પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. અહા ! જેમ લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશનો ૨સ અંદર શક્તિરૂપે ભર્યો છે, તો તેને ઘૂંટતાં બહારમાં વ્યક્તરૂપે તેની ૬૪ પહોરી તીખાશરૂપ સહજદશા પ્રગટ થાય છે; તેમ ભગવાન આત્મામાં અંદર અતીન્દ્રિય આનંદનો-પૂર્ણ આનંદનો રસ ભર્યો પડયો છે, તો તેની એકાગ્રતા દ્વારા તે અવસ્થામાં વ્યક્ત થઈ પૂર્ણ ખીલી નીકળે છે. પ્રશ્ન:- આવો ધર્મ ?-આ તો ભારે આકરી વાતો છે? સમાધાનઃ- આ તો તારી મૂળ ચીજ શું છે? એની વાતો છે. અરે ! અનંતકાળમાં તેં આ સાંભળી નથી. જે તારી વાત નથી તેને પોતાની માની છે, અને જે તારી પોતાની વાત છે તેને તેં ઉડાવી દીધી છે. હવે કહે છે–‘જે અંતર્મુખ છે...’ શું કીધું ?..કે મોક્ષદશાની પર્યાય અંતર્મુખ છે, સિદ્ધપદ અંતર્મુખ છે, જ્યારે સંસારદશાની વિકારી અવસ્થા બહિર્મુખ છે. સમજાણું કાંઈ...? એ જ વિશેષ કહે છેઃ ‘જે પોતામાં–સહજ વિલસતા (ખેલતા, પરિણમતા ) ચિત્ચમત્કારમાત્રમાં-લીન છે..' અહાહા...! શબ્દો થોડાં પડે છે! ‘ જે’ અર્થાત્ ભગવાન આત્માનું-નિજ સહજજ્ઞાનાનંદસ્વભાવનું-આરાધન કરતાં જે સિદ્ધપદ પ્રગટ થયું, જે મોક્ષદા પ્રગટ થઈ તે મોક્ષદશા પોતામાં એટલે કે સહજ વિલસતા-આનંદાદિ અનંત અવસ્થાને પરિણમતા-ખીલતા ચિત્ચમત્કારમાં લીન છે. અહાહા...! અંદર ભગવાન આત્મા ચિત્ચમત્કારમાત્ર વસ્તુ છે, ને તેના આશ્રયમાં રહેતાં જે સિદ્ધપદ-મોક્ષપદ પ્રગટ થયું તે, કહે છે, તેમાં જ તલ્લીન છે, સહજ શુદ્ધ ચિદાનંદરસમાં લીન છે, બીજે બહા૨માં લીન નથી. હવે કહે છે–‘ જેણે નિજ જ્યોતિથી તમોવૃત્તિને (–અંધકારદશાને, અજ્ઞાનપરિણતિને ) નષ્ટ કરી છે.’ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ [નિયમસાર પ્રવચન અહાહા...! ભગવાન આત્મા અંદર ત્રિકાળ ચૈતન્યજ્યોતિ સ્વરૂપ છે. અહાહા.! જ્ઞાનની ઝળહળ જ્યોતિર્મય એવા અપરિમિત સ્વભાવનો સાગર પ્રભુ આત્મા છે. તો, તેના ભાન અને ધ્યાન દ્વારા એણે તમોવૃત્તિનો-અજ્ઞાન-અંધકારનો નાશ કર્યો છે. અહા ! રાગ હું છું ને રાગમાં મઝા છે, પુણ્ય હું છું ને તેમાં મઝા છે, સ્ત્રીનો હું પતિ છું ને તેમાં મઝા છે–એ બધો મિથ્યાત્વભાવરૂપ તમોભાવ છે, તમોવૃત્તિ છે, અજ્ઞાનભાવ છે; અને તેને, અહીં કહે છે, નિજ જ્યોતિથી-પ્રગટ નિજ સહજજ્ઞાન વડે નષ્ટ કરી દીધો છે. અહાહા! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર પૂર્ણ જ્ઞાનનો ઘનપિંડ છે. પરંતુ તેનો અસ્વીકાર કરીને, તેનાથી પરાભુખ રહીને સંસારદશામાં આ અલ્પજ્ઞતા તે મારું સ્વરૂપ છે, અને આ દયા-દાન આદિના વિકલ્પ અને તેનું ફળ જે આ પૈસા-ધૂળ વગેરે છે તે મારાં છે એવી માન્યતારૂપ મોહાંધકાર વડે તેણે જ્ઞાનજ્યોતિનો અનાદર કર્યો છે. અહા ! આ વીતરાગના મારગડા જગતથી જુદા છે પ્રભુ! આ જગતથી નિરાળો માર્ગ છે. તો, કહે છે-હું ચિન્માત્રજ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા છું એમ ભાન કરીને, તેમાં જ અંતર્લીન થઈ પ્રગટ નિજ જ્ઞાનજ્યોતિરૂપ સહજજ્ઞાન વડે ભગવાને સમસ્ત મોહાંધકારનોઅજ્ઞાન-અંધકારનો પૂર્ણ નાશ કરી દીધો છે. અહાહા...! ચૈતન્યના નૂરનું પૂર પ્રભુ આત્મા છે; તો, એવા અંદરના જ્ઞાનાનંદના ધ્રુવ પ્રવાહમાં મગ્ન થઈનિમગ્ર થઈને ભગવાને સર્વ અજ્ઞાનરૂપી અંધકારનો સંપૂર્ણ નાશ કર્યો છે. અહાહા..! આત્માની સ્વાધીન, પરમસુખરૂપ, અંતર્લીન એવી પૂર્ણ સહજજ્ઞાન ને આનંદની દશા એનું નામ મોક્ષ છે. સમજાય છે કાંઈ...? વળી, “અને જે નિત્ય અભિરામ (સદા સુંદર) છે...' અહા! નિજ આત્માના અંતર સ્વભાવમાંથી પરમ વિકાસરૂપ પામેલી જ્ઞાન ને આનંદની દશા નિત્ય અભિરામ છે, સદા સુંદર છે, અતિશય સુંદર છે, પરમ શોભનીક છે. જ્યારે સંસારદશા તો રાગદ્વષ-મોહ વડે મહા અંધકારમય હોવાથી અસુંદર છે, અશોભનીક છે. પ્રશ્ન- હવે આવો વીતરાગનો મારગ કેવો ? સમાધાન - ભાઈ ! તેં (અંતરમાં પ્રમોદ લાવીને) એની વાત સાંભળી નથી પ્રભુ! ને એટલે તને એમાં નવાઈ (નવું) લાગે છે. પણ અહીં કહે છે-ભગવાન સિદ્ધને પરમ વિકાસરૂપ પ્રગટેલી મોક્ષની દશા-સર્વોત્કૃષ્ટ આનંદની દશા-નિત્ય સુંદર છે. જ્યારે સંસારીને તો સદાય દુઃખ જ છે. અહા ! અજ્ઞાની તો દુ:ખમય એવા મોહાંધકારના વિસ્તારમય ઘેરામાં પડયો છે! હવે કહે છે-“એવું સહજજ્ઞાન સંપૂર્ણ મોક્ષમાં જયવંત વર્તે છે.” અહા! ત્રિકાળી જ્ઞાનાનંદસ્વરૂપ તો જયવંત છે જ, પણ તેની દશા કે જે હવે પૂર્ણ વિકાસરૂપ થઈ છે તેય જયવંત વર્તે છે એમ વાત છે. એટલે શું? એટલે કે એ દશા જેમને પ્રગટ થઈ છે તે સિદ્ધ પરમાત્મા હવે ફરીને અવતાર-જન્મ લે એમ નહીં બને. મોક્ષમાં ગયા પછી, અહીં ભક્તોને ભીડ પડી માટે રાક્ષસોનો સંહાર કરવા (લૌકિકમાં માને છે તેમ ) ભગવાનને નવો અવતાર લેવો પડે એવું આ મોક્ષનું સ્વરૂપ નથી. અહા ! અનંતજ્ઞાન ને અનંત-આનંદની જે દશા ભગવાનને પ્રગટી છે તે હવે જયવંત વર્તે છે, અર્થાત્ એમ ને એમ તે સાદિ-અનંતકાળ રહેશે. અહા! જ્યારથી તે શરૂ થઈ ત્યારથી માંડીને અનંતકાળ પર્યત એવી ને એવી રહેશે. લ્યો, આવું મોક્ષનું સ્વરૂપ છે (જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા–૧૧–૧૨ ] ૧૮૭ મોક્ષાર્થીએ જાણવું જોઈએ ) અહા ! નવતત્ત્વમાં મોક્ષતત્ત્વ આવે છે કે નહિ? તો, મોક્ષતત્ત્વ કેવું છે તે એણે જાણવું પડશે કે નહિ? (તો મોક્ષનું સ્વરૂપ અહીં વર્ણવ્યું છે તે યથાસ્થિત જાણવું ). શ્લોક ૨૨: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ ‘સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે... ' અહાહા! શું કીધું? કે આ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો જે જ્ઞાનસ્વભાવ છે તે તેનું રાજ્યસામ્રાજ્ય છે; ને તે તેનું સર્વસ્વ છે. હવે આવું કાંઈ તમારા વેપારમાં ન આવે હોં. ત્યાં તો દોડા-દોડ ને ધમાધમ હોય. પ્રશ્ન:- પણ ધમાધમ વિના કાંઈ રૂપિયા આવે ? સમાધાનઃ હવે રૂપિયા આવે કે ન આવે-એ તો એના કા૨ણે છે. શું તે ધમાધમથી આવે છે? એ તો પૂર્વના પુણ્યના ૫૨માણુ પડયા હોય તો દેખાય ( –આવે ). પ્રશ્ન:- પણ પૈસા તો એની પાસે આવે છે ને? સમાધાનઃ- એની ( આત્માની ) પાસે શું આવે? શું ધૂળ આવે? એ જડ શું આત્માની પાસે (-આત્મામાં) આવે ? ન આવે; પણ એ (–પૈસા ) મારા છે એવી મમતા એની પાસે આવે છે. પ્રશ્નઃ તો તો, બધી મમતાની જ દુકાનો થઈ ? સમાધાનઃ તો બીજું શું છે? બધા અજ્ઞાનીઓએ મમતાની જ દુકાનો માંડી છે. અહા! જે પદાર્થ એના નથી તેને મારા (–પોતાના ) માનીને તે મમતા જ કરે છે. પર ચીજો મારી છે એમ માનવું એનું નામ મમતા છે. અરે! હું જે (ચિન્માત્રસ્વરૂપે) છું તે મારો નહિ એમ માનીને એણે પોતાને અનંતકાળથી છોડી દીધો છે. અહા! અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદમય સદા સિદ્ધસ્વરૂપ છે, પોતે સદાય ત્રિકાળી ભગવાનસ્વરૂપ છે. અહા ! દેવાધિદેવ તીર્થંકરદેવે આત્માને આવો જોયો છે. તો, તેને છોડી દઈને, બાળક જેમ ‘મમ’ ખાવા માગે છે તેમ અજ્ઞાની ‘મમ' નામ જે એનું સ્વરૂપ નથી એવા રાગદ્વેષને અને તેના ફ્ળને (હરખ-શોકને ) મારાં માનીને ભોગવે છે. જુઓ અજ્ઞાની જીવો આમ ‘મમ’ અર્થાત્ રાગ-દ્વેષની મમતાને ભોગવે છે, જ્યારે ધર્માત્મા આત્માના અતીન્દ્રિય આનંદનો ભોગ કરે છે. સમજાણું કાંઈ...? અહા ! અંદર નિર્મળાનંદનો નાથ અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે. તેમાં ‘આ હું છું' એવી દષ્ટિ થતાં અતીન્દ્રિય આનંદનો અનુભવ ને ભોગવટો થાય છે; અને આ ધર્મીનો અનુભવ ને ભોગવટો છે. જ્યારે અજ્ઞાનીને રાગ-દ્વેષનો અનુભવ છે, બસ તે રાગાદિ ફેરનો અનુભવ ને ભોગવટો છે. બાકી આ સ્ત્રી, પુત્ર કે પૈસાને (જ્ઞાની કે અજ્ઞાની) કોઈ અનુભવતા નથી હોં; કેમકે એ બધાં તો જડ ને ૫૨ છે અને જડને શું આત્મા ભોગવે ? કેવી રીતે ભોગવે? પ્રશ્નઃ પણ તેની (સ્ત્રી-પુત્રાદિની ) સેવા તો કરે ને? સમાધાનઃ ધૂળેય સેવા ન કરે સાંભળને? સેવા કોની કરે? શું આ માંસ ને હાડકાની સેવા કરે? આ (−શ૨ી૨) તો માંસ-હાડકાં છે, ને તેની હું સેવા કરું છું એમ માને એ તો મહાપાપ છે; કેમકે શરીર તો જડ અનાત્મા છે, એ કાંઈ આત્મા નથી. આવી વાત! ભાઈ, આકરી લાગે પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ [ નિયમસાર પ્રવચન સત્યનાં સ્વરૂપ તો આવાં છે, આખી દુનિયા માને છે એનાથી ઊંધાં-જુદાં છે; પણ એ એવાં જ હોય ને? અહા! નિગોદમાં જ્ઞાન અત્યંત અલ્પ-અક્ષરના અનંતમા ભાગે-થઈ ગયું હતું. જ્યારે સિદ્ધદશામાં જ્ઞાન (સર્વ અનંતી કળાએ) પૂર્ણ ખીલી નીકળ્યું છે. અહા ! આવી મોક્ષદશા એ આત્માની એક સમયની અવસ્થા છે હોં. અહા ! આવી અનંતી અવસ્થાઓ જેમાંથી નીકળે છે એવું જ્ઞાન તારું સામ્રાજ્ય છે. અહાહા! અનંત અનંત જ્ઞાન, આનંદાદિ ગુણોથી શોભાયમાન જ્ઞાનઘનપિંડ એવો તું રાજા છો, ને જ્ઞાન તારું સામ્રાજ્ય છે. પણ આ લોકો મારી પ્રજા છે ને હું રાજા-નૃપતિ છું એમ કોઈ માને તો એમ ધૂળેય નથી, સાંભળને! જડનો ને પરનો પતિ તું ક્યાંથી થયો? અહા! આ પૃથ્વીપતિ, ને લક્ષ્મીપતિ, ને ઉદ્યોગપતિ, ને સ્ત્રીનો પતિ હું છું એમ જો તું માનતા હો તો તું મૂઢ, પાગલ છો. અહા! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનની મૂર્તિ છે. જેમ સાકર ગળપણના સ્વભાવરૂપ છે, તેમ આત્મા જ્ઞાનસ્વભાવરૂપ છે; અને તે તેનું સામ્રાજ્ય છે. ભાઈ, આ બાગ-બંગલા ને બગીચા એ તારું સામ્રાજ્ય નથી, પણ જેમાં આખું લોકાલોક જણાય એવું જે પોતાનું જ્ઞાનસ્વરૂપ છે અહાહા..! તે જ્ઞાન પોતાનું સામ્રાજ્ય છે. એકવાર જામનગરના દરબારને કહ્યું હતું કે-જુઓ, આ બધાં ધૂળનાં સામ્રાજ્ય છે, તે કાંઈ આત્માનાં (પોતાનાં) સામ્રાજ્ય નથી. આ તો બધી બહારની નાશવાન ચીજ પ્રભુ! એ તમારી ક્યાંથી થઈ ગઈ ? તમારું સામ્રાજ્ય તો અનંત ગુણથી ભરેલો જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. આ ધૂળના સામ્રાજ્ય તમારા નહિ. અહાહા...! “નિતે-શોમતે રૂતિ રોના' . અહા! જે જ્ઞાન ને આનંદના સ્વભાવથી શોભે તે આત્મા રાજા છે, અને જ્ઞાન એનું સામ્રાજ્ય છે. અહાહા! આત્માની અંદર જે આ બધું જાણવાનો સ્વભાવ છે એવું અપરિમિત જ્ઞાન તે એનું સામ્રાજ્ય છે. અહાહા..“જીવરાત્ર”—એમ સમયસારમાં (૧૭-૧૮ ગાથામાં) આવે છે ને? તો, જીવ રાજા છે, જ્ઞાન અને રાજ્ય-સામ્રાજ્ય છે, ને એ તેનું સર્વસ્વ છે. સમજાણું કાંઈ? અહાહા...શું કીધું? જુઓ, અંદર “સર્વસ્વ' એમ શબ્દ છે. તો, ભગવાન આત્માનું જે સહજ જ્ઞાનસ્વરૂપ છે, જે એનો સ્વભાવ છે, તે તેનું સર્વસ્વ છે. અર્થાત્ પોતે જ પોતાના જ્ઞાનસ્વભાવનો સ્વામી એવો ચક્રવર્તી છે. અહા ! આવો રાજા-ચક્રવર્તી આત્મા છે. હવે કહે છે- “. એવો શુદ્ધચૈતન્યમય મારા આત્માને જાણીને હું આ નિર્વિકલ્પ થાઉં. મુનિરાજ હવે પોતે પોતાની વાત નાખે છે. શું? કે અહો ! આ આત્મા એક જ્ઞાનસ્વભાવમય છે, અર્થાત્ અંદર હું આવો છું, અહા ! એક જ્ઞાન મારું રાજ્ય છે, મારી શોભા-સુંદરતા છે, મારું સર્વસ્વ છેએમ અંતરમાં શુદ્ધચૈતન્યમય પોતાના આત્માને જાણીને, કહે છે, હું આ નિર્વિકલ્પ થાઉં છું, અર્થાત્ વિકલ્પરહિત વીતરાગી શાન્તિની દશાને હું પ્રાપ્ત કરું છું. અહાહા..! મુનિરાજ કહે છે-હું અંદર એકલા જ્ઞાનનો પૂંજ છું, પૂર્ણ સ્વભાવનો રસકંદ છું. અહા ! આવા અભેદ એક જ્ઞાનમય, જ્ઞાનવાળો એમ નહિ, પણ અભેદ એક જ્ઞાનમય નિજ આત્માને જાણીને હું નિર્વિકલ્પ થાઉં છું, અર્થાત્ અંતર-એકાગ્રતા કરીને સ્થિરતા પામું છું. લ્યો, આનું નામ ધર્મ છે. આ તો આનંદના ભોજનની-જમણની વાતું ભાઈ ! આ સુખનો પંથ ને મુક્તિનો ઉપાય છે. આ સિવાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૧-૧૨] ૧૮૯ દુનિયા બધી દુ:ખના પંથે દોરાઈ છે. અહાહા...! મુનિરાજ કહે છે-આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય આદિ તો પર ને જડ છે, ને હું તો શુદ્ધજ્ઞાનજ્યોતિ સ્વરૂપ આત્મા છું, જ્ઞાનસ્વભાવ જ મારું સર્વસ્વ છે એમ જાણીને હું આ નિજસ્વરૂપમાં કરું છું, નિજાનંદરસમાં લીન થાઉં છું. આવો માર્ગ છે. –એ ૨૨ મો કળશ થયો. - - - - --- - - - - Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯O [નિયમસાર પ્રવચન ગાથા – ૧૩ तह दंसणउवओगो ससहावेदरवियप्पदो दुविहो। केवलमिंदियरहियं असहायं तं सहावमिदि भणिदं ।।१३।। ઉપયોગ દર્શનનો સ્વભાવ-વિભાવરૂપ દ્વિવિધ છે; અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવ કહેલ છે. ૧૩. અન્વયાર્થ- [ તથા] તેવી રીતે [ રર્શનોપયોT:] દર્શનોપયોગ [સ્વસ્વમાવેતરવિન્યત:] સ્વભાવ અને વિભાવના ભેદથી [ ફિવિય:] બે પ્રકારનો છે. [વેત] જે કેવળ, [ન્દ્રિયરહિત ] ઇન્દ્રિયરહિત અને [સાય] અસહાય છે, [ તત્] તે [સ્વભાવ: $તિ મળત:] સ્વભાવદર્શનોપયોગ કહ્યો છે. ટીકાઃ- આ, દર્શનોપયોગના સ્વરૂપનું કથન છે. જેમ જ્ઞાનોપયોગ બહુવિધ ભેદોવાળો છે, તેમ દર્શનોપયોગ પણ તેવો છે. (ત્યાં પ્રથમ, તેના બે ભેદ છે.) સ્વભાવદર્શનોપયોગ અને વિભાવદર્શનોપયોગ. સ્વભાવદર્શનોપયોગ પણ બે પ્રકારનો છે: કારણસ્વભાવદર્શનોપયોગ અને કાર્યસ્વભાવદર્શનોપયોગ. ત્યાં “કારણદષ્ટિ તો, સદા પાવનરૂપ અને ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ પરભાવોને અગોચર એવો સહજ-પરમપારિણામિકભાવરૂપ જેનો સ્વભાવ છે, જે કારણસમયસારસ્વરૂપ છે, નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવસત્તામાત્ર છે, જે પરમચૈતન્યસામાન્યસ્વરૂપ છે, જે અકૃત્રિમ પરમ સ્વસ્વરૂપમાં અવિચળસ્થિતિમય શુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે નિત્ય-શુદ્ધ-નિરંજન જ્ઞાનસ્વરૂપ છે અને જે સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે એવા આત્માના ખરેખર સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે ( અર્થાત્ કારણદષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપશ્રદ્ધામાત્ર જ છે). બીજી કાર્યદષ્ટિ દર્શનાવરણીય-જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક જીવને-જેણે સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન વડે ત્રણ ભુવનને જાણ્યા છે, નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે, જે યથાખ્યાત નામના કાર્યશુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે સાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા *શુદ્ધસભૂતવ્યવહારનયાત્મક છે, અને જે ૧. દષ્ટિ = દર્શન, [ દર્શન અથવા દષ્ટિના બે અર્થ છેઃ (૧) સામાન્ય પ્રતિભાસ, અને (૨) શ્રદ્ધા, જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. બન્ને અર્થો ગર્ભિત હોય ત્યાં બન્ને સમજવા.) ૨. વિભાવ = વિશેષ ભાવ; અપેક્ષિત ભાવ. [ ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એ ચાર ભાવો અપેક્ષિત ભાવો હોવાથી તેમને વિભાવસ્વભાવ પરભાવો કહ્યા છે. એક સહજપરમપરિણામિક ભાવને જ સદા-પાવનરૂપ નિજ સ્વભાવ કહ્યો છે. ચાર વિભાવભાવોનો આશ્રય કરવાથી પરમપરિણામિકભાવનો આશ્રય થતો નથી. પરમપરિણામિકભાવનો આશ્રય કરવાથી જ સમ્યકત્વથી માંડીને મોક્ષદશા સુધીની દશાઓ પ્રાપ્ત થાય છે.) ૩. સ્વરૂપશ્રદ્ધાન સ્વરૂપ-અપેક્ષાએ શ્રદ્ધાન. [ જેમ કારણસ્વભાવજ્ઞાન અર્થાત સહજજ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ છે, તેમ કારણસ્વભાવદષ્ટિ અર્થાત્ સહજદર્શન સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે.). ૪. તીર્થંકર પરમદેવ શુદ્ધસદભૂતવ્યવહારનયસ્વરૂપ છે, કે જે શુદ્ધસદભૂતવ્યવહારનય સાદિ-અનંત, અમૂર્તિક અને અતીન્દ્રિયસ્વભાવવાળો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૩] ૧૯૧ જે ત્રિલોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદનાયોગ્ય છે, એવા તીર્થંકર પરમદેવને-કેવળજ્ઞાનની માફક આ (કાર્યદષ્ટિ) પણ યુગપ૬ લોકાલોકમાં વ્યાપનારી છે. આ રીતે કાર્યરૂપે અને કારણરૂપે સ્વભાવદર્શનોપયોગ કહ્યો. વિભાવદર્શનોપયોગ હવે પછીના સૂત્રમાં (૧૪ મી ગાથામાં) હોવાથી ત્યાં જ દર્શાવવામાં આવશે. [ હવે ૧૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ ] (રૂન્દ્રવજ્ઞા) दृग्ज्ञप्तिवृत्त्यात्म कमेकमेव चैतन्यसामान्य निजात्मतत्त्वम्। मुक्तिस्पृहाणामयनं तदुच्चै रेतेन मार्गेण विना न मोक्षः।। २३।। [ શ્લોકાર્ચ- ] દશિ-શતિ-વૃત્તિસ્વરૂપ (દર્શનશાનચારિત્રરૂપે પરિણમતું) એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપ નિજ આત્મતત્ત્વ, તે મોક્ષેચ્છુઓને (મોક્ષનો) પ્રસિદ્ધ માર્ગ છે; આ માર્ગ વિના મોક્ષ નથી. ૨૩. ગાથા ૧૩ઃ ટીકા ઉપરનું પ્રવચન: અંદર પાઠમાં (ગાથામાં) “ત૬' શબ્દ છે. તો, “ત૬' એટલે શું? કે પહેલાં (૧૧-૧૨ ગાથામાં) જ્ઞાનનું સ્વરૂપ કહ્યું હતું, ત્યાં જ્ઞાનોપયોગના ભેદ પાડીને જ્ઞાનને સમજાવ્યું હતું. તો હવે, “ત૬' અર્થાત્ તેમ ” કહીને અહીં સંધિ કરે છે. અહા! ત્રિકાળ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા તે કારણસ્વભાવજ્ઞાન છે, અને તેની કેવળજ્ઞાનમય વર્તમાન પર્યાય પ્રગટ થાય તે કાર્યસ્વભાવજ્ઞાન છે. શું કીધું? કે ત્રિકાળી જ્ઞાન તે કારણસ્વભાવજ્ઞાન છે, ને તેમાં લીન થઈ તેનું ધ્યાન કરવાથી કાર્યસ્વભાવજ્ઞાન પ્રગટ થાય છે. તો “ત' “તેમ' મતલબ કે જેમ જ્ઞાન આવે છે તેમ દર્શન પણ..., લ્યો, આમ કહીને સંધિ કરી છે. અને “મણિવં' શબ્દ છે ને? મતલબ કે ત્રિલોકીનાથ તીર્થંકરદેવે આ કહ્યું છે. સમજાણું કાંઈ ? તો, કહે છે-આ, દર્શનોપયોગના સ્વરૂપનું કથન છે.' શું કહે છે? કે પહેલાં જ્ઞાનનો જાણવું...જાણવું...જાણવું એવો જે ભાવ છે તેનું કારણ ને કાર્ય આદિ ભેદોથી વર્ણન કર્યું. હવે એની સાથે રહેલો દર્શન-દેખવાનો ભાવ-કેવો છે તેનું વર્ણન કરે છે. ત્યાં જ્ઞાનનો સ્વભાવ તો પ્રત્યેક ચીજને ભિન્ન-ભિન્ન કરીને જાણવાનો છે. જ્યારે દર્શનનો સ્વભાવ એવો છે કે તે કોઈ પણ ચીજને ભિન્ન-ભિન્ન કરીને ન દેખે, પરંતુ સામાન્યપણે જ દેખવાનું કામ કરે. તો, અહીં આ જ્ઞાનની સાથે રહેલા દર્શનોપયોગના-દેખવાના વ્યાપારના સ્વરૂપનું કથન છે. (ઉપયોગ-વ્યાપાર). અહા ! આવી વાત છે! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨ [નિયમસાર પ્રવચન હવે કહે છે– જેમ જ્ઞાનોપયોગ બહુવિધ ભેદોવાળો છે, તેમ દર્શનોપયોગ પણ તેવો છે. (ત્યાં પ્રથમ, તેના બે ભેદ છેઃ ) સ્વભાવદર્શનોપયોગ અને વિભાવદર્શનોપયોગ.’ એ શું કહ્યું ? દર્શન-દેખવું એવો જે અંત૨માં ઉપયોગ તેના બે પ્રકાર છે: એક સહજ સ્વભાવદર્શનોપયોગ–સ્વાભાવિક દેખવાનો વ્યાપાર-સહજ દેખવાનો વ્યાપાર (હજી એના પણ બે ભેદ પાડયા) અને બીજો વિભાવદર્શનોપયોગ (આનો પણ પછી ખુલાસો કરશે.) અહા! આ તો મોક્ષમાર્ગની વાતો છે! અહા! સંસારથી ખસીને જે અંતરમાં આવ્યા-પહોંચ્યા ને તેનાં ફળ તેમણે જે અનુભવ્યાં તેની વાતુ છે આ. તો કહે છે– ‘સ્વભાવદર્શનોપયોગ પણ બે પ્રકારનો છેઃ કારણસ્વભાવદર્શનોપયોગ અને કાર્યસ્વભાવ દર્શનોપયોગ.’ અહા ! ભગવાન આત્માનો અંતરમાં જે દર્શન-ઉપયોગ છે, તેનો જે દેખવાનો ત્રિકાળી સ્વભાવભાવ છે તેને અહીં કારણસ્વભાવદર્શનોપયોગ કહ્યો છે. અહા! ભગવાન આત્માનો જે સહજ ત્રિકાળી દેખવાના ભાવવાળો ઉપયોગ છે તેને કારણસ્વભાવદર્શનોપયોગ કહે છે. પ્રશ્નઃ તો શું ધર્મની આવી વાતો છે? સમાધાનઃ હા, ભાઈ; વીતરાગનો ધર્મ જગતથી તદ્દન જુદી જાતનો છે. અરે! વીતરાગ પરમેશ્વર શું કહે છે તે વાત જગતે સાંભળી નથી. અહા ! ત્રિલોકનાથ તીર્થંકરદેવની ઓમધ્વનિમાં-આગમમાં-એમ આવ્યું છે કે–ભગવાન! તું આત્મા છો ને? તો, તારો એક સહજ જ્ઞાનભાવ છે તેના બે ભેદ છેઃ (૧) કારણસ્વભાવજ્ઞાન જે ત્રિકાળી છે ને (૨) કાર્યસ્વભાવજ્ઞાન જે વર્તમાન પર્યાયરૂપ છે. બીજા પણ જ્ઞાનના મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યયજ્ઞાન એમ ભેદ કહ્યા. -આમ આ ભેદોનું કથન છે. અહા! જેમ જ્ઞાનના-જાણવાના ભાવના-બે ભેદ કહ્યાઃ (૧) ત્રિકાળી જાણવાનો ઉપયોગ અને (૨) વર્તમાન કાર્યરૂપ જાણવાનો ઉપયોગ; તેમ દર્શનોપયોગમાં પણ કારણસ્વભાવદર્શનોપયોગ અને કાર્યસ્વભાવદર્શનોપયોગ એવા ભેદ છે. તેમાં દેખવાના ત્રિકાળી કારણસ્વભાવને કારણસ્વભાવદર્શનોપયોગ કહે છે, અને વર્તમાન પર્યાયમાં કેવળદર્શન થાય તેને કાર્યસ્વભાવદર્શનોપયોગ કહે છે. અહા ! કેવળજ્ઞાનની સાથે પ્રગટેલા કેવળદર્શનરૂપ કાર્યને કાર્યસ્વભાવદર્શનોપયોગ કહે છે. 6 ત્યાં કારણદિષ્ટ તો... ' હવે શ્રદ્ધા ને દર્શન બંને ભેગા-સાથે કહેવા છે ને ? દર્શનની સાથે શ્રદ્ધા પણ કહેવી છે. તેથી કહે છે ‘ કારણદષ્ટિ તો...’ નીચે ફૂટનોટમાં ખુલાસો કર્યો છે. જુઓઃ ‘દષ્ટિ=દર્શન; દર્શન અથવા ષ્ટિના બે અર્થ છેઃ (૧) સામાન્ય પ્રતિભાસ, અને (૨) શ્રદ્ધા. જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. બન્ને અર્થો ગર્ભિત હોય ત્યાં બન્ને સમજવા. દર્શનના અથવા દષ્ટિના આ ગાથામાં સામાન્ય દેખવું અને શ્રદ્ધા એમ બંને અર્થો ગર્ભિત છે. ભાઈ, આ તો ધીરજ અને શાંતિથી સમજવાની ચીજ છે; કેમકે આ તો અંતરની વાતુ બાપુ ! તો, શું કહે છે? કે આત્મામાં જેમ ત્રિકાળ સહજજ્ઞાનોપયોગ છે તેમ તેની સાથે ત્રિકાળી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૩] ૧૯૩ સહજદર્શનોપયોગ પણ છે. (દર્શન દેખવું.) હવે તેને (દષ્ટિને) શ્રદ્ધાના અર્થમાં લઈએ તો આત્મામાં ત્રિકાળી સહજશ્રદ્ધાનો ભાવ પણ છે. એટલે કે કારણદષ્ટિને ત્રિકાળી દર્શનોપયોગ પણ કહે છે, ને ત્રિકાળી ધ્રુવ શ્રદ્ધા પણ કહે છે. ઝીણી વાતુ ભાઈ ! અહા ! કદી એ ધર્મને પગથિયે ચઢ્યો જ નથી એટલે એને એમ લાગે છે કે શું આવો તે ધર્મ હોય? જાણવું...જાણવું બસ એ જ શું ધર્મ છે? હા, ભાઈ ! બીજું શું હોય ત્યારે? ભગવાન! તું જાણનારો-જાણનારસ્વરૂપ જ છો. તો જાણવા સિવાય બીજું શું કરે? શું બીજા કોઈની દયા પાળે? જો તું તારી દયા પાળ તો તેનું નામ જ્ઞાન છે. બાકી પરની દયા કોણ પાળે ? બીજો પદાર્થ તો સ્વતંત્ર છે બાપુ! તેની અવસ્થાનું થયું તો તેનાથી તેના કારણે છે. શું તેની અવસ્થા બીજો કરી દે ? ભાઈ, આત્માથી જુદા જે પર પદાર્થો-આ શરીર, મન, વાણી, સ્ત્રી, કુટુંબ આદિ છે તે બધા જગતના સ્વત:સિદ્ધ તત્ત્વો છે, અને તે તત્ત્વો પોતાની વર્તમાન દશાના કાર્ય વિના ખાલી નથી. અહા ! તે પ્રત્યેકનું વર્તમાન કાર્ય તેનાથી થઈ જ રહ્યું છે, ત્યાં તું તેમાં શું કરે? અહા ! આ શરીર ચાલે છે ને? તે જડની અવસ્થા છે, અને તેને જડ કરે છે, પણ આત્મા નહિ. જડની ને પરની ક્રિયામાં આત્માનો અધિકાર નથી. અરે! પણ એને ક્યાં ભાન છે કે હું (પોતે ) કોણ છું? ને આ બધું શું છે? ભાઈ, આ જે વાણી નીકળે છે તેય જડની અવસ્થા છે, ને તે જડથી થાય છે, પણ આત્માથી નહીં. અહાઅંદર વસ્તુ ભગવાન આત્મામાં કારણદષ્ટિ નામ એક ત્રિકાળી સ્વભાવરૂપ કારણસ્વભાવદર્શનોપયોગ છે, અને બીજી ત્રિકાળી સ્વરૂપની પ્રતીતિ-શ્રદ્ધારૂપ કારણસ્વભાવશ્રદ્ધા છે. અહા! આવી શ્રદ્ધા પણ આત્મામાં ત્રિકાળ વિધમાન છે. જેમ દેખવારૂપ કારણસ્વભાવ ત્રિકાળ છે, તેમ શ્રદ્ધારૂપ કારણસ્વભાવ પણ ત્રિકાળ વિધમાન છે. પ્રશ્ન: બધું આત્મામાં જ પડ્યું છે? સમાધાન: હા, ભાઈ, બાકી બીજે ક્યાં હોય? આત્મા વસ્તુ છે કે નહિ? છે ને. તો, એ તો અનંત સ્વભાવનો અક્ષય ભંડાર છે. અહાહા...! અનંતાનંત ગુણનો અપરિમેય ભંડાર ભગવાન આત્મા છે. ભાઈ, અનંતલક્ષ્મી તો લોકમાં કોઈનેય ન હોય. હા, અનંતો લોભ હોય, પણ અનંતુ ધન કોની પાસે હોય? કોઈનેય ન હોય. (કેમકે લોકમાં એવું કોઈ પુણ્ય જ હોતું નથી). વળી એ તો જડ છે, તે તારું કેમ થાય? છતાં, અરે ! એને લોભ અનંત છે. અહા ! પોતે અનંત ગુણમય હોવાછતાં પોતે પરની તૃષ્ણામાં ને તૃષ્ણામાં ગુલાંટ ખાય છે તો તેને અનંતી તૃષ્ણા થઈ જાય છે. ભાઈ, આ દેહ છે તે પર છે, ને મન, વાણી, ઈન્દ્રિય પણ પર છે. જ્યારે ભગવાન આત્માનું અસ્તિત્વ-સત્તા તો જ્ઞાન-દર્શનમય છે. એ જ આગળ કહે છે કે-આત્મા નિજ સ્વભાવસત્તામાત્ર છે. લ્યો, આ પાનું ૩૩ પર બીજી લીટી છે. અહાહા....! વસ્તુ ભગવાન આત્મા સ્વભાવવાની છે, તો તેનો સ્વભાવ શું છે? કે દર્શન અને જ્ઞાનનો ઉપયોગ એ આત્માનો સ્વભાવ છે. અહીં એ દર્શન-ઉપયોગરૂપ જે ત્રિકાળી સ્વભાવ છે તેને કારણસ્વભાવદર્શનોપયોગ કહ્યો છે; અથવા (દર્શન શ્રદ્ધા એમ લઈએ તો) એ ત્રિકાળી ભાવ છે તેને કારણદષ્ટિ, કારણસ્વભાવશ્રદ્ધા કે કારણમાન્યતા કહે છે. જુઓ, પર્યાયમાં સમ્યગ્દર્શન થયું-શ્રદ્ધા થઈ કે “આ આત્મા છે' , તો તે શ્રદ્ધાની પર્યાય કોઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪ [નિયમસાર પ્રવચન ગુણમાંથી આવી છે કે ક્યાંય અદ્ધરથી આવી છે? એ શ્રદ્ધાની પર્યાય અંદર જે ત્રિકાળી કારણસ્વભાવશ્રદ્ધા છે તેમાંથી આવી છે એમ અહીં કહે છે. તો ભગવાન આત્માનો જે દર્શનોપયોગ–દેખવાનો જે ત્રિકાળી ભાવ છે તેને કારણસ્વભાવદર્શનોપયોગ કહીએ, ને અંદર જે સ્વસ્વરૂપની ત્રિકાળી શ્રદ્ધા છે તેને કારણદષ્ટિ, કારણદર્શન વા કારણ શ્રદ્ધા કહીએ. પણ અરે! એનામાં જે છે તેની વાત કહેવા છતાં તેને બેસતી નથી અને એનામાં જે નથી તેને મારાં (પોતાનાં) માનીને અજ્ઞાની થઈ રહ્યો છે. અરે, એ બધું આંધળે–બહેરું કૂટે છે; પોતાની કાંઈ ખબર ન મળે તે માને છે કે હું ડાહ્યો છું. અહા! કોઈ સાચે જ સૂતો હોય તો તેને જગાડવામાં કાંઈ કઠિનાઈ–મુશ્કેલી ન પડે, પણ જે જાગતો હોય (ઊંઘવાનો ડોળ કરતો હોય ને ન જાગવું હોય) તેને જગાડવો શી રીતે? તેમ અજ્ઞાની મૂઢ થઈને પડ્યો હોય તેને તો જગાડાય, પણ આ તો મૂઢ છે છતાં માને છે કે હું ડાહ્યો ને હોશિયાર છું. હવે એને શી રીતે સમજાવવો? (પણ ભાઈ ! આ તારો જાગવાનો અવસર છે હોં. ) તો, અહીં કહે છે ત્યાં કારણદષ્ટિ તો, સદા પાવનરૂપ અને ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ પરભાવોને અગોચર...' અહા ! વીતરાગ પરમેશ્વરનું મૂળસ્વરૂપ અને એમણે કહેલા આત્માનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે પ્રભુ! કહે છે-કારણદષ્ટિ અર્થાત્ ત્રિકાળી દર્શનોપયોગ વા ત્રિકાળી શ્રદ્ધા સદા પાવન-પવિત્ર છે અને તે બંને ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ પરભાવોને અગોચર છે; અગમ્ય છે. ધીમે ધીમે દરેક શબ્દનો અર્થ થશે હોં બાપુ! આ કાંઈ દુનિયા કલ્પી બેઠી છે એવી ચીજ નથી. અહા! આત્માનો જે ત્રિકાળી દર્શનોપયોગ છે, ને જે સ્વરૂપસ્થિત ત્રિકાળી શ્રદ્ધા છે તે ઔદયિકાદિ ઔદયિક એટલે? કે પુણ્ય-પાપના વિકલ્પો, અને આ વિકલ્પોથી, કહે છે, ત્રિકાળી દર્શનોપયોગ ને ત્રિકાળી શ્રદ્ધા જણાવાયોગ્ય નથી. અહા ! પુણ્ય-પાપના વિકલ્પથી એ અંતરની ચીજ અગમ્ય છે. અંદર ટીકામાં ઔદયિકાદિ ચાર ભાવ કીધા છે ને? તો, એક ઔદયિકભાવ, બીજો ઔપથમિકભાવ, ત્રીજો ક્ષાયોપથમિકભાવ ને ચોથો ક્ષાયિકભાવ-એમ એ ચાર ભાવ છે અને પાંચમો પારિણામિકભાવ છે. આમ કુલ પાંચ ભાવ છે. તો, અહીં કહે છે-ત્રિકાળી પરમ પારિણામિકભાવરૂપ જે દર્શનોપયોગ અને ત્રિકાળી શ્રદ્ધાનો ભાવ છે તે, ઔદયિકાદિ વર્તમાન પર્યાયના આશ્રયે જણાય એવો નથી. જુઓ, નીચે ફૂટનોટમાં અર્થ છે કે વિભાવ= વિશેષ ભાવ; અપેક્ષિત ભાવ. ઔદયિક, પથમિક, લાયોપથમિક અને ક્ષાયિક એ ચાર ભાવો અપેક્ષિત ભાવો હોવાથી તેમને વિભાવસ્વભાવ પરભાવો કહ્યા છે.' અહા! ઔદયિક એટલે પુણ્ય-પાપના પરિણામ. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ને હિંસાદિના વિકલ્પોને ઔદયિકભાવ કહીએ, અને તેને આ ત્રિકાળી ભાવ ગમ્ય નથી, તથા તેના આશ્રયે પણ એ ત્રિકાળી વસ્તુ ગમ્ય નથી.હવે ઔપશમિકભાવ અર્થાત્ સમ્યગ્દર્શનની પર્યાય. તો, તે ઔપથમિકભાવના આશ્રયે પણ આત્મા ગમ્ય નથી. ક્ષાયોપથમિકભાવ એટલે જે આ વર્તમાનમાં જ્ઞાનનો અંશ ઉઘાડવિકાસરૂપ છે તે. આ વકીલાત, ડોકટર ને જજના જ્ઞાનનો જે વર્તમાનમાં ઉઘાડ છે તે અજ્ઞાનનો ક્ષાયોપથમિકભાવ છે અને તેનાથી આત્મા ગમ્ય નથી. અરે! કદાચિત સાચા જ્ઞાનનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૫ ગાથા-૧૩] ક્ષાયોપમિકભાવ હોય તોય તેના આશ્રયે આત્મા ગમ્ય નથી એમ કહે છે. ક્ષાયિકભાવ એટલે ક્ષાયિક સમકિત, જ્ઞાન, દર્શન આદિની પૂર્ણ અવસ્થા-પર્યાય. તો, આવી જે ક્ષાયિદશા થાય છે તેના આશ્રયે પણ આત્મા ગમ્ય નથી. અહા ! એ પરમસ્વભાવમય એવો આત્મા તો તેના પોતાના આશ્રયે જ જણાય તેવો છે. ત્યારે કોઈ કહે છે-શું આવો માર્ગ? આવો ધર્મ? આમાં છકાયની દયા પાળવી, વ્રત પાળવાં, બ્રહ્મચર્ય પાળવું, સામાયિક કરવી, પ્રૌષધ કરવું ઇત્યાદિ ધર્મ જેને કહે છે એની વાત તો આવી નહીં ? ભાઈ, એ તો બધી વિકલ્પની વાતો પ્રભુ! એ બધી મંદ રાગની ક્રિયાઓની વાતો છે. એ તો ઔદિયકભાવરૂપ છે, એનાથી કાંઈ આત્મા જણાય નહીં. માટે એ કાંઈ ધર્મની ક્રિયા છે એમ નથી. અહા! ઔદિયાદ ચા૨ ભાવો વિભાવસ્વભાવ ૫૨ભાવો છે. તેમના આશ્રયે આત્મા જણાતો નથી. જુઓ, આ ફૂટનોટમાં શું વાત છે? કે ‘એક સહજપરમપારિણામિક ભાવને જ સદા પાવનરૂપ નિજ સ્વભાવ કહ્યો છે. ચાર વિભાવભાવોનો આશ્રય કરવાથી પરમપારિણામિકભાવનો આશ્રય થતો નથી. પરમપારિણામિકભાવનો આશ્રય કરવાથી જ સમ્યક્ત્વથી માંડીને મોક્ષદશા સુધીની દશાઓ પ્રાપ્ત થાય છે.’ અહાહા....! ત્રિકાળી ધ્રુવ સહજ એક પરમપારિણામિકભાવ જ સદા પવિત્ર એવો નિજ ૫૨મસ્વભાવ છે. અને બાકીના ઔદિયાદ ચાર ભાવો છે તે તો અપેક્ષિત ભાવો છે, અને તેથી વિભાવસ્વભાવ ૫૨ભાવો છે. વળી, તે પર્યાયભાવો છે, ને તેથી તે પર્યાયભાવોનો આશ્રય કરવાથી ધ્રુવ દ્રવ્યનો આશ્રય થતો નથી. અર્થાત્ ધ્રુવ દ્રવ્યસ્વભાવ પર્યાયના આશ્રયે જણાવાયોગ્ય નથી, અગમ્ય છે. અહાહા...! ત્રિકાળી ધ્રુવ આનંદકંદરૂપ એક પરમસ્વભાવરૂપ આત્મા છે, તેનો એકનો જ આશ્રય કરવાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર, કેવળજ્ઞાન અને મોક્ષ ઇત્યાદિ મોક્ષ પર્યંતની નિર્મળ અવસ્થાઓ થાય છે. પરંતુ ઔયિકાદિ વર્તમાન વર્તતી પર્યાયના આશ્રયે કાંઈ નિર્મળ પર્યાય થતી નથી. અહા! આ ઝીણી વાત છે, ભારે સૂક્ષ્મ ! અહા ! ‘ઔદિયાદિ ચાર વિભાવસ્વભાવ પરભાવોને અગોચર...' એટલે શું? કે વિકારનીઔદિયકની, ઔપશિમકની, ક્ષાયોપમિકની અને ક્ષાયિકની જે ચાર પર્યાયો છે, તે પર્યાયોના આશ્રયે ત્રિકાળીનાં-ધ્રુવ દ્રવ્યનાં દર્શન ન થાય, પણ એનો ત્રિકાળી ધ્રુવ દર્શનમય એવો જે સ્વભાવ છે તેના આશ્રયે તેનું ભાન થાય છે. માટે ત્રિકાળી દ્રવ્યભાવ ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવોને અગોચર છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ ? અહા! નિયમસાર સિદ્ધાંતશાસ્ત્ર છે. નિયમસારનો અર્થ છે મોક્ષનો માર્ગ. દુઃખના પંથે તો એ અનાદિથી ચઢેલો છે. તો, દુઃખનો નાશ કરીને આત્માની શાન્તિ ને સુખનો માર્ગ કેમ પ્રાપ્ત થાય તેની અહીં વાત છે. અરે! અનંતકાળથી ૮૪ ના અવતારોમાં એણેઅનંતા દુ:ખો સહન કર્યાં છે. અનંતવા૨ એ મનુષ્ય થયો, ને નરકમાં પણ એ અનંતવા૨ ગયો છે. દેવ પણ અનંતવા૨ થયો ને તિર્યંચ પણ અનંતવાર થયો છે.. આત્મા અનાદિનો છે ને? તો મનુષ્યપણાના એણે અનંત ભવ કર્યા છે. ત્યાં અનંતકાળ ગાળ્યો છે તેના કરતાં અસંખ્યગુણો અનંતકાળ નરકમાં ગાળ્યો છે. અહા! નીચે નકગતિ છે ત્યાં તેનો વાસ અનંતકાળનો છે અને દેવમાં પણ એના કરતાં અસંખ્યગુણો અનંતકાળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ [ નિયમસાર પ્રવચન એણે વિતાવ્યો છે. પશુયોનિનું તો પૂછવું જ શું? અનંત-અનંતકાળ એનો પશુયોનિમાં વીત્યો છે. અહા ! એના દુ:ખને કોણ કહે? નિજ જ્ઞાનાનંદસ્વભાવના ભાન વિના પુણ્ય-પાપના ભાવ કરી-કરીને તે અનંતા દુઃખના દરિયામાં ડૂબેલો રહ્યો છે. તેને અહીં સુખનો માર્ગ કેમ પ્રાપ્ત થાય તે બતાવે છે. અહા ! પરનું તો એ કાંઈ કરી શકતો જ નથી; કેમકે પર પદાર્થ પણ સ્વતઃ સ્વતંત્ર સત્ છે. તેમાંસ્વતંત્ર સમાં-બીજાનો કોઈ અધિકાર જ નથી. એ શું કીધું? જરા ચોખ્ખું કરીએ. કે આ શરીરની, મન-વાણી-ઈન્દ્રિયની, દેશની, કુટુંબની ને બહારમાં રળવાકમાવાની આ બધી ક્રિયાઓ જે થાય છે તેને આત્મા કરી શકતો નથી, પરંતુ હું આમ કરું છું ને તેમ કરું છું-એવા પાપના ભાવ એ કરે છે. અહા ! જીવ અજ્ઞાનવશ પોતાની મર્યાદામાં મિથ્યા ભ્રાન્તિ ને પુણ્યપાપના ભાવ કરે છે, પણ પોતાની સત્તાની મર્યાદાની બહાર પર વસ્તુનું એ કાંઈ કરી શક્તો નથી. અહા ! જીવ પૈસા-ધૂળ કમાઈ શકે, કે તેને રાખી શકે, તેને વાપરી શકે ઇત્યાદિ એ કાર્ય ત્રણ કાળ ત્રણ લોકમાં કાંઈ કરી શકતો નથી. પણ એની એને ખબર નથી. તેથી ભ્રાન્તિવશ મૂઢ થઈને પુણ્યા-પાપ ઉપજાવીને અનંતકાળથી એ દુ:ખના દરિયામાં ગરકાવ થઈ ગયો છે. પ્રશ્ન: પણ આ બધા પૈસાવાળા તો સુખી છે? લોકો તેમને સુખી કહે છે? ઉત્તરઃ પૈસાવાળા ધૂળેય સુખી નથી સાંભળને ? અને એ તો બધા (પૈસાવાળાને સુખી કહેનારા) ગાંડા-પાગલ છે. ભાઈ, તું પૈસાવાળા..પૈસાવાળા કરે છે પણ એ પૈસાવાળા નથી, મમતાવાળા છે. કેમકે પૈસા ક્યાં એની પાસે આવે છે? એ તો પૈસા મારા છે એવો મમતાનો ભાવ એની પાસે આવે છે. અને તે દુઃખનો ભાવ છે, ને ભવિષ્યમાં પણ તેનું ફળ દુઃખ છે, અર્થાત્ તે દુઃખને પામશે. ભાઈ, સુખનો પ્રવાહ જ્યાંથી આવે છે તે ત્રિકાળી દ્રવ્ય પોતે છે એને ભૂલીને, અનાદિકાળથી પરપદાર્થને હું રાખી શકું છું, ને તેની વ્યવસ્થા કરી શકું છું ને પૈસા રળી શકું છું એવું એ માને છે, પણ એ બધી નરી મૂઢતા છે, પાગલપણું છે, મિથ્યાત્વનું મહાપાપ છે; કારણ કે પૈસા ક્યાં એના છે? તે ક્યાં એનામાં આવ્યા છે? એ તો જડમાં છે, ને જડ થઈને જડમાં રહ્યા છે. તેવી રીતે શરીર પણ જડ-અજીવ થઈને રહ્યું છે. શું આ શરીર આત્માનું થઈ રહ્યું છે? શું તે આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં છે? ના; તેવી જ રીતે સ્ત્રી-કુટુંબ, દેશ ઇત્યાદિ સર્વ પરવસ્તુ પરની સત્તામાં રહેલી છે. તેમ છતાં, એ બધાં મારી સત્તામાં મારી સંભાળથી રહે છે એમ માનવું તે એની મૂઢતા છે. અહા ! એ મૂઢતાના ભાવમાં નરકનિગોદના અને અનંતા ભવ થયા છે. અરે! પોતે કોણ છે, ને પોતાનામાં શું શું ભર્યું છે એની એને ખબર નથી ! ખબર વિના જ બિચારો ભિખારો થઈને રાગ-દ્વેષની કલ્પનાઓ વડે અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે. ભાઈ, આ બધી પર ચીજ તો જગતની ચીજ છે, તે કાંઈ સ્વયં દુઃખરૂપ નથી; તેમજ વસ્તુ-આત્મા છે તેમાં પણ દુ:ખ નથી. પરંતુ બધી ઊભી કરેલી સંકલ્પ-વિકલ્પની જાળ મહાદુઃખરૂપ છે, અને તે વડે જ સંસારી જીવો દુઃખના સમુદ્રમાં ડૂબેલા છે. અરે ! એ બેખબરો થઈને સંસારમાં રઝળે છે. પ્રશ્નઃ બેખબરો એટલે શું? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૩] ૧૯૭ ઉત્તરઃ બેખબરો અર્થાત્ ભાન વિનાનો. પોતાના સ્વરૂપના ભાન વિના એ ચતુર્ગતિમાં રખડે છે. અહા! ભગવાન ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ તીર્થંકર પરમાત્માની-કે જેમણે એક સમયમાં ત્રણ કાળ-ત્રણ લોકને જોયા છે તેમની–વાણીમાં સંસારદશાનું આવું વર્ણન આવ્યું છે અને અહીં તેમની વાણીમાં મોક્ષમાર્ગનું-સુખના પંથનું-વર્ણન કેવું આવ્યું હતું તે કહે છે. તો, એને સુખ કેમ થાય એની વાત ચાલે છે. અધિકાર જરા ઝીણો-સૂક્ષ્મ છે એટલે હળવે હળવે કહીએ છીએ તો જરા ધીરજથી ને શાંતિથી સમજવું. આ બધું કોઈ દિ' એણે અંતરથી સાંભળ્યું નથી એટલે આમાં નવાઈ (નવું) લાગશે. પણ ભાઈ, ન્યાલ થવાના રસ્તા આ છે, બહારમાં નથી. બહારમાં તો ધમાધમ-દુ:ખી થવાના વિકલ્પો ને સંકલ્પો છે. તો, કહે છે-“કારણદષ્ટિ તો....' પ્રશ્ન: ભગવાન જાણે કારણદષ્ટિ કોને કહેવી ? સમાધાન: ભાઈ, ભગવાન તો જાણે જ છે. પણ આ તો અહીં તને જણાવે છે. ભગવાન! તું આત્મા છો, અને તારા સ્વરૂપમાં એક કારણદર્શનોપયોગ છે, અને એક કારણ શ્રદ્ધા છે, અર્થાત્ કારણદર્શનરૂપ અને કારણ શ્રદ્ધારૂપ એવી શક્તિ ત્રિકાળ તારામાં વિદ્યમાન છે. પ્રશ્નઃ તું કોનું કારણ છે? સમાધાન અહા! તે વર્તમાન સુખના કાર્યનું કારણ છે. અહા ! આવા તારા કાર્યના કારણરૂપ ત્રિકાળી શ્રદ્ધા ને દર્શન તારામાં નિત્ય સ્થિત-રહેલાં છે. અને તે, અહીં કહે છે, સદા પાવનરૂપ છે, નિત્ય પવિત્ર છે. ભગવાન આત્મામાં આનંદનું-સુખનું કારણ એવો દર્શનોપયોગ અને એવી કારણદષ્ટિ-શ્રદ્ધા ત્રિકાળ સ્થિત છે અને તે સદાય પવિત્ર છે. હવે અજાણ્યા માણસને તો આ ગ્રીક અને લેટિન જેવું લાગે. એમ કે આ શું હશે? કોણ જાણે શું આવો આત્મા હશે? અરે ભાઈ ! તું કોણ છો ને કેવડો છો તેની તને ખબર નથી. નિજ તત્ત્વ શું છે? ને નિજ તત્ત્વના સ્વભાવની સ્થિતિ શું છે? તેની ખબર વિના જ્યાં તું નથી ત્યાં પોતાને હોવાપણે માને છે, ને જ્યાં તું છે ત્યાં પોતાની અતિ માનતો નથી. અહા! આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, સ્ત્રી-પરિવાર ને ધન-સંપત્તિ ઇત્યાદિમાં ભગવાન! તું નથી, ને તારામાં એ ચીજ નથી. તેમ પુણ્ય-પાપના વિકલ્પમાં-દયા, દાન, હિંસા, વિષયવાસના ન રળવાના ભાવ થાય છે તેમાંતું નથી, અને એ ભાવો તારામાં નથી. અહાહા! આ ભારે વાતો છે ભગવાન! ભાઈ, અહીં તો આત્માને ભગવાન તરીકે ન બોલાવે છે હોં, કેમકે એના સ્વરૂપમાં ‘ભગ’ નામ જ્ઞાનાનંદસ્વભાવની ને દર્શન-જ્ઞાનસ્વભાવની અનંતી લક્ષ્મી પડી છે. અહીં ! લક્ષ્મી એટલે આ ધૂળ-પૈસા નહિ હોં. એ ધૂળ-પૈસા તો જડ છે, માટી છે, ને એ ઝેરનાં-દુ:ખનાં નિમિત્ત છે. જ્યારે આ નિજ સ્વરૂપમાં સ્થિત જ્ઞાન, દર્શન ને શ્રદ્ધાની લક્ષ્મી તો તારા સુખના કાર્યના કારણપણે નિત્ય સ્થિત છે. અહા! તેનો આશ્રય લેતાં જ વર્તમાન સુખનું કાર્ય પ્રગટ થાય છે. સમજાણું કાંઈ ? અહા! આવું ભારે આકરું લાગે એટલે કાંઈક પાળવાનું, ને દાન દેવાનું કહો જેથી ધર્મ થાય એમ અજ્ઞાની કહે છે. પણ ભાઈ, એમાં ધૂળમાંય ધર્મ ન થાય સાંભળને કેમકે એ પૈસા-બે-પાંચ કરોડ રૂપિયા ક્યાં તારા છે? એ તો જડના છે. અહા ! એ જડ મારા છે એવી તારી માન્યતા જ મિથ્યા ભ્રમ અને અજ્ઞાન છે. વળી, હું પૈસાને દાનમાં દઉં છું એમ તેનો સ્વામી તું થા એય મહા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ [નિયમસાર પ્રવચન મિથ્યાત્વ-૮૪ના અવતારનું મૂળિયું છે. અરે ભગવાન! તું શું કરે છે? એ પરનું કાર્ય થાય તેને હું કરું છું એવું તારું અભિમાન એ શું છે (કવો મિથ્યાભાવ છે) એની તને ખબર નથી. સાંભળ, બાપુ! સાંભળ. અહીં કહે છે–અંદર ભગવાન આત્મા છે તે અતિ-સત્તા છે ને? ત્રિકાળ હોવાપણાવાળો પદાર્થ છે ને? તો તે હોવાવાળા પદાર્થમાં શું છે? કે સહજ દર્શન-દેખવું છે, સહજ જ્ઞાનજાણવું છે, સહજ શ્રદ્ધા-ત્રિકાળી સ્વરૂપસ્થિતિ શ્રદ્ધા છે. અહાહા..! આવો દર્શનોપયોગ, જ્ઞાનોપયોગ ને શ્રદ્ધા તારામાં ત્રિકાળ કારણપણે પડ્યાં છે. તે તારા કાર્યરૂપ સુખનાં કારણ છે. ભારે આકરું કામ ભાઈ ! હવે કોઈ દિ' આ સાંભળ્યું નહિ હોય ? બિચારો સુખને માટે બહાર ઝાવાં નાખે ને એકલાં પાપનાં કામ કર્યા કરે, ત્યાં હવે સાંભળવાની નવરાશ ક્યાંથી મળે ? ભગવાન! તારા આત્મામાં, તારા સ્વરૂપમાં, તારા ભાવમાં, તારી શક્તિમાં અંદર એક જ્ઞાનઉપયોગ. એક દર્શન-ઉપયોગ ને એક સ્વરૂપશ્રદ્ધા કારણપણે -શક્તિપણે ત્રિકાળ પડેલાં છે. અહા ! આ અમૃત છે. ભાઈ, આ સિવાય બહારમાં ઘણા દાન ને તપ કર્યા હોય તો પણ એમાં ધૂળેય ધર્મ નથી. અહા! આ શરીર તો જડ રજકણ, માટી–ધૂળ, અજીવ છે; તે કાંઈ આત્મા નથી, અને આત્માનું થઈને રહેલ નથી. આત્મા અરૂપી, ને એ જડ રૂપી–બંનેને કોઈ મેળ જ નથી. તો ત્રણે કાળ આત્માનું શું થઈને રહેલ છે? તો, કહે છે ભગવાન! તું વસ્તુ આત્મા સત્તારૂપ છો તો તારી સત્તામાં-અસ્તિત્વમાં, તારા હોવાપણામાં કાયમી જ્ઞાન-ઉપયોગ, કાયમી દર્શન-ઉપયોગ અને કાયમી શ્રદ્ધા-કારણદષ્ટિ ત્રિકાળ રહેલાં છે, અને તે તારાં અક્ષય નિધાન-પૂજી-લક્ષ્મી છે. અહા ! આવું ઝીણું આવ્યું છે! પણ એ તો ભાઈ ! અંદર જે હોય તે જ આવે ને? ભાઈ, આ પૈસા ને સ્ત્રી વગેરે મારાં છે એમ બહાર બધે બાચકાં ભરે છે પણ, એ તો ધૂમાડાનાં બાચકાં પ્રભુ! એમાં તારે હાથ કાંઈ ન આવે. અહા ! જે ચીજ પર છે, જે ચીજ તારામાં નથી, અને જે ચીજ તારી થઈને રહી નથી, હવે તે ચીજ મારી છે એમ હું માને એ તો નરી મૂઢતા છે, પાખંડ છે, અનંત સંસારમાં રખડવાનું એ બીજડું છે. ભાઈ, આ ત્રિલોકીનાથ તીર્થંકરદેવે કહેલું છે, ને ન્યાયથી સમજવા માગે તો સમજાય એવું છે. અહા! આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, કર્મ, સ્ત્રી-કુટુંબ વગેરે વસ્તુ તો પરમાં રહી છે, એ કાંઈ તારી થઈને તારામાં આવી નથી. છતાં એને તું પોતાની માને એ મહા વિપરીતતા છે, ચોરી છે, મિથ્યાત્વ ને મૂઢતા છે. અહા! એ પરવસ્તુ તો તારામાં નથી, પણ આ જે પુણ્ય-પાપની વૃત્તિના વિકલ્પો ઊઠે છે તેય ખરેખર તારી ચીજ નથી. એ તો આસ્રવ તત્ત્વ બાપુ! તને દુઃખદાયક છે, અને તે અજ્ઞાનવશ નવા ઊભા થયેલા છે. તે તારી વસ્તુમાં-ત્રિકાળી આત્મવસ્તુમાં ક્યાં છે? અહા! તેની ત્રિકાળી આત્મવસ્તુમાં, જે વર્તમાન દશા છે તેય નથી. શું કીધું એ? અહાહા..! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યવહુ ત્રિકાળ અનાદિ-અનંત સત્તાસ્વરૂપ છે. એ અનાદિ છે; છે, છે ને છે. શું તે નવો થાય છે? શું કોઈ નવી ચીજ ઉત્પન્ન થાય? અને જે ચીજ છે તેનો શું નાશ થાય? ના, તો જે ચીજ-આત્મા છે તે ત્રિકાળ છે. અહા ! એ ત્રિકાળી અનાદિ-અનંત વસ્તુમાં પરવસ્તુ ને ક્ષણિક પુણ્ય-પાપના વિકલ્પોનું હોવાપણું તો દૂર રહો, એનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૩] વર્તમાન જાણવાનો જે ક્ષયોપશમ છે, જ્ઞાનની વર્તમાન દશા-પ્રગટ અંશ છે એય ત્રિકાળી આત્મવસ્તુમાં નથી. ભાઈ, આ તારા ત્રિકાળી સ્વરૂપમાં તારી પર્યાય પણ નથી એમ અહીં કહે છે. અહા! ગજબ વાત કરી છે. જુઓ અંદર (પાઠમાં) આવો ભાવ છે કે નહિ? અહા! હવે જગતને આ આકરું કામ લાગે છે, પણ શું થાય ? ભાઈ ! આ જ વસ્તુ-સ્થિતિ છે. ૧૯૯ પ્રશ્નઃ તો શું આવું સમજવું પડશે ? સમાધાનઃ હા, સમજવું પડશે, કેમકે આ સમજ્યા વિના એ સુખી નહિ થાય, અને દુઃખી થઈને ૮૪ ના અવતારમાં ક્યાંય રઝળી મરશે. અહા! જેમ વંટોળિયે ચઢેલું તણખલું ક્યાં જઈને પડશે એ નક્કી નહિ, તેમ આ સમજ્યા વિના એ ૮૪ના અવતારમાં કયાં રઝળી મરશે એ નક્કી નહિ. અહા ! પોતે આત્મા શું ચીજ છે એનું ભાન કર્યા વિના, સમ્યગ્દર્શન-જ્ઞાન વિના એણે બધી પરની માંડી છે, પણ આ આંખ મીંચાશે ત્યારે એ ચોરાસીના અવતારમાં-ચાર ગતિમાં ક્યાંય રઝળી મરશે. ત્યાં અહીં આવ-એમ આવકા૨ દેનારા કોઈ સગા નહિ હોય બાપુ ! અહા ! ભગવાન! તું અનાદિથી રઝળી–૨ખડી મર્યો છો, તો આ કારણષ્ટિની વાત બહુ શાંતિથી સમજવી બાપુ! એ સિવાય આ બધા કરોડપતિ ને અબજોપતિ છે તેય બિચારા દુઃખી છે. સંસારમાં તો બધા દુઃખના પંથમાં જ પડેલા છે. પ્રશ્ન: પણ દુનિયા તેમને સુખી કહે છે? સમાધાનઃ મૂર્ખ-પાગલ હોય તે ગમે તે કહે, બહારમાં તો બધે હોળી–દુ:ખ જ છે. એક આત્મામાં જ સુખ ને આનંદ છે, પણ એની એને ખબર નથી, ને જ્યાં આનંદ નથી ત્યાં આનંદ માને છે. એની મૂર્ખાઈનો કાંઈ પાર છે? અહા ! કહે છે-આત્મામાં એક દર્શન ઉપયોગ-દેખવાના વેપારરૂપ શક્તિ ત્રિકાળ છે, અને એક સમ્યગ્દર્શન થવાના કારણરૂપ એવી સ્વરૂપશ્રદ્ધા ત્રિકાળ વિધમાન છે, અને તે સદા પાવનરૂપ એટલે કે પવિત્ર છે. વળી તે ઔદયિકાદિ ચા૨ વિભાવસ્વભાવ ૫૨ભાવોને અગોચર છે. આ ઝીણું આવ્યું ! શું કહે છે? કે અંતરસ્વરૂપમાં દર્શન ઉપયોગ ને સ્વરૂપશ્રદ્ધાનો જે ત્રિકાળી સ્વભાવ છે તે પોતાની નિત્ય ચીજ છે, અને તે રાગ-દ્વેષ ને પુણ્ય-પાપના ભાવથી ગમ્ય નથી, અર્થાત્ એનાથી તે પ્રાપ્ત થતી નથી. અહા! અહીં ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ લીધા છે ને? તેમાં પહેલો ઔદિયકભાવ લીધો છે. તો દયા-દાન, વ્રત, પૂજા, ભક્તિ ને કામ-ક્રોધાદિરૂપ જે પુણ્ય-પાપના ભાવ છે તે બધાને ઔદિયકભાવ કહે છે. કેમકે તેઓ ત્રિકાળીમાં ( આત્મસ્વરૂપમાં) નથી, અને નવા વિકારીભાવપણે ઉત્પન્ન થયા છે, માટે તેને ઔયિકભાવ કહે છે. અહા! આ ઔદિયકભાવને કારણદષ્ટિ ગમ્ય નથી. કારણ-ઉપયોગ ને કારણદિષ્ટ એવો જે આત્માનો સ્વભાવ છે તે શુભાશુભ રાગથી ગમ્ય નથી. ભારે આકરું કામ બાપા! શુભરાગથી-પ્રશસ્તરાગથી ધર્મ થાય એમ કેટલાક કહે છે ને? અહીં કહે છે-પ્રશસ્તરાગથી અંદર કારણદષ્ટિમય જે સ્વભાવ છે તે જણાય એવો નથી. ભાઈ, સુખનો મારગ તો અંતરમાં છે, ને તે કાંઈ શુભ કે અશુભ રાગથી પ્રાપ્ત થાય એમ નથી. આવી વાતુ છે! હવે એક ધર્મરૂપ ઔપશ્િમક ભાવ થાય છે. તે ઔપમિક ભાવના આશ્રયે પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨OO [ નિયમસાર પ્રવચન અંતરસ્વભાવની આ વસ્તુ ગમ્ય નથી. એટલે કે એક સમયની જે નિર્મળ ધર્મની દશા છે તે ધર્મદશાના આશ્રયે પણ કારણદષ્ટિમય સ્વભાવ ગમ્ય નથી. અહા ! આમાં આવું આવ્યું છે! પણ એ તો જે હોય તે જ આવે ને? કૂવામાં હોય તે અવેડામાં આવે ને? તેમ અંદર માલ હોય તે બહાર આવે ને? તને બેસે કે ન બેસે, મારગ તો આ છે ભગવાન! અરે ભગવાન! તને તારી કરુણા નથી! આત્માને તે અનંતકાળથી મારી નાખ્યો છે! આ પુણપાપના ભાવ મારા છે, ને પુણ્યભાવ ભલો છે, ને આ બધું મારું છે–એમ માનીને તે પોતાના આત્માનો ઈન્કાર કરીને તેને હણી નાખ્યો છે. અહા ! એ તે પોતાની મહા હિંસા કરી છે. ક્યારે? હમણાં જ તો. ક્યારે એટલે શું આ કોઈ બીજા સમયની વાત છે? પ્રશ્ન: એણે શું એક વાર કે વધારે વાર હિંસા કરી છે? સમાધાન: અનંતવાર કરી છે, ને અત્યારે પણ કરે છે. હિંસા ચાલુ જ છે. પૈસા મારા છે. ને શરીર મારું છે-એમ જ્યાં લગી માને ત્યાં લગી એ મૂઢ આત્માનો હિંસા કરનારો મહા હિંસક જ છે. પ્રશ્નઃ પણ આ બાગ-બંગલામાં તો એને સ્વર્ગ જેવું સુખ છે? સમાધાનઃ ધૂળ સુખ છે? નરકના દુઃખ છે, સાંભળને હવે! ધર્મી સાધારણ ઝૂંપડામાં રહેતો હોય તો અજ્ઞાની એમ માને કે તે દુઃખી છે, ને અમે બાગ-બંગલામાં સુખી છીએ; પણ ભાઈ ! તું દુઃખના દરિયામાં ડૂબેલો છો. અહા ! ખડના કૂબામાં રહેતો હોય, ને માંડ રોટલા-આજીવિકા મળતી હોય તો પણ અંદર હું આનંદનું ધામ છું એમ જેની અંતર્દષ્ટિ થઈ છે તે ત્યાં પણ સુખી છે. નિજ સુખધામમાં જેની અંતર્દષ્ટિ છે તે સુખી છે ને બહારમાં જેની દષ્ટિ છે તે કરોડોના બંગલામાંય દુઃખી છે. બંગલો તો જડનો છે, તેમાં સુખ ક્યાંથી આવ્યું? અહા! અજ્ઞાની મહેલોમાં રહે તોય દુઃખી છે, ને જ્ઞાની નરકના સંજોગમાં હોય તોય સુખી છે. અહા ! નીચે સાત નરક છે. તે દરેકમાં આ જીવ અનંતવાર જઈ આવ્યો છે. અને હજુ પણ જ્યાં સુધી મિથ્યાત્વભાવ છે ત્યાં સુધી નરકના અનંતા ભાવ કરે એવી એનામાં તાકાત છે. તો, કોઈ સાતમી નરકનો નારકી સમકિતી પણ હોય છે અને તે નરકના સંજોગમાં પણ સુખી છે. એમ તો ત્યાં રૌવ-રીવ પીડા છે. આ બધું છે હોં. આ કાંઈ એમ ને એમ માની લેવાની વાત નથી. અહા ! ભગવાન કેવળીએ જે કહ્યું છે તે બધું યુક્તિથી, તર્કથી-લોજિકથી સિદ્ધ થઈ શકે છે. તો, એ સાતમી નરકના નારકીને ખાવાને દાણો નથી, પીવાનું પાણી નથી, ને ભૂખ-તરસ પારાવાર અનંતી છે. વળી રહેવા ઘર નથી, પહેરવા ઓઢવા કપડું નથી, અને શરીરમાં સોળ-સોળ રોગ છે. અહા ! પીડાનો કાંઈ પાર નથી એવી નરકભૂમિ છે. છતાં પણ કોઈ જીવે અંતરમાં આ હું આનંદસ્વરૂપી ચિમૂર્તિ ભગવાન છું એવી અંતર્દષ્ટિ કરીને જો મિથ્યાત્વનો નાશ કર્યો છે તો, એવો સાતમી નરકનો સમકિતી નારકી પણ સુખી છે. સમજાણું કાંઈ? અહા! અહીં તો જગતથી સાવ જુદી જ સુખ-દુઃખની વ્યાખ્યા છે. અહા ! સમકિતી જ્ઞાની જ્યાં હોય ત્યાં સુખી છે, ને મૂઢ અજ્ઞાની જ્યાં હોય ત્યાં દુઃખી જ છે. સાતમી નરકનો સમકિતી નારકી સુખી છે, જ્યારે બ્રહ્મદત્ત ચક્રવર્તી કે જેને ૯૬ હજાર રાણીઓ હતી ને ૯૬ કરોડનું પાયદળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૩] ૨૦૧ હતું, તે પણ દુ:ખી હતો. અહા! આવી સાહ્યબીવાળો ને હીરાના ઢોલીએ સુનારો પણ મરીને સાતમી નરકની પીડામાં ગયો. ગજબ વાત બાપા! તને તારી ઊંધાઈની ને સવળાઈની પણ ખબર નથી. અહા! એ બ્રહ્મદત્તનું આયુષ્ય ૭૦૦ વર્ષનું હતું. તો, તે ૭૦૦ વર્ષના જેટલા શ્વાસ થયા તે એકએક શ્વાસના માનેલા સુખના ફળમાં-માનેલું સુખ હોં, બાકી સુખ ક્યાં હતું? ધૂળમાંય સુખ નહોતું. અહા! એવા માનેલા સુખના ફળમાં ૧૧, ૫૬, ૯૨૫ પલ્યોપમનું સાતમી નરકનું અત્યારે દુઃખ ભોગવે છે. એક પલ્યોપમના અસંખ્યમા ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય છે. ગજબ વાત છે! અરે ! છતાં તું પૈસામાં, ને બંગલામાં ને સ્ત્રીના ભોગમાં સ્વર્ગનું સુખ માને છે! મૂઢ છો ને? ભગવાન તને ખબર નથી હોં! અરે, તું ક્યાં છો ને ક્યાં જા છો એની તને ખબર નથી. અરે! એણે ઊંચું માથું કરીને કદી જોયું નથી ! પ્રશ્ન: પણ અત્યારે તો દુઃખ લાગતું નથી ? સમાધાન: હા, લાગતું નથી, કેમકે એને અજ્ઞાનપણું છે એટલે બેભાનપણામાં ( અજ્ઞાનપણામાં ) કાંઈ ખબર નથી. એ તો ચુડાના સર્પનો દાખલો નહોતો આપ્યો? ચુડામાં એક કંદોઈ તેલના તાવડામાં કાંઈક તળતો હતો. ત્યાં તેનો ધુમાડો લાગ્યો એટલે છાપા ઉપર કોઈ સર્પ નીકળ્યો હશે તે નીચે અડધો તાવડામાં ને અડધો બહાર પડયો. હવે જેવો તેને તાવેથાથી બહાર કાઢયો તેવો જ ભાન ન રહ્યું એટલે ચૂલામાં ચાલ્યો ગયો, ને તેની રાખ થઈ ગઈ. તેમ અજ્ઞાની દુઃખમાં તો છે જ, પણ ભાન વિનાનો હોવાથી પાછો દુ:ખની ચૂલમાં જાય છે. નિજ સ્વરૂપની ખબર વિના બધું દુ:ખ જ દુ:ખ છે. અહીં કહે છે-આત્મા ઔયિકભાવને ગમ્ય નથી. તેમ જ ઔપશમિકભાવના આશ્રયે પણ તે ગમ્ય નથી, અર્થાત્ ધર્મની પર્યાયનો આશ્રય કરવા જાય તો આ ત્રિકાળી આત્મવસ્તુ ગમ્ય ન થાય. ચાર ભાવોને અગોચર છે એમ કહ્યું ને? તો, ઔયિક, ઔપમિક, ક્ષાયોપશમિક, ને ક્ષાયિક-એમ ચાર ભાવ છે. તેમાં એક ઔદિયકભાવ વિકા૨ી પર્યાય છે, ને બીજા ત્રણ ભાવ નિર્વિકારી પર્યાય છે. અહા ! એનો આશ્રય કરતાં, કહે છે, સ્વભાવસ્થિત આ કારણશ્રદ્ધા ને કારણ-ઉપયોગ દૃષ્ટિમાં આવતો નથી; તેની સત્તાનો સ્વીકાર થઈ શકતો નથી. હવે આ આત્માની નિધિ શું છે તે કહે છે: કે-‘કારણદર્દષ્ટિ તો સદા પાવનરૂપ અને ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ પરભાવોને અગોચર એવો સહજ-૫૨મપારિણામિકભાવરૂપ જેનો સ્વભાવ છે,...’ અહા! ભગવાન ! અંદર નિધિરૂપ જે કારણદર્શન અને સહજ કારણશ્રદ્ધાનો ત્રિકાળી ભાવ છે તે સહજ-૫૨મારિણામિકભાવરૂપ સ્વભાવ છે કે જેને વર્તમાન પર્યાયની અપેક્ષા નથી. અહા! વર્તમાન જે અવસ્થા છે તેનાથી નિરપેક્ષ એ પરમભાવ છે. પ્રશ્ન: આમાં શું સમજવું ? સમાધાનઃ ભાઈ! તું ત્રિકાળી છો કે નહીં? કે નવો થયો છો? ત્રિકાળી છો ને પ્રભુ! તો, તારો જે સ્વભાવ છે અર્થાત્ અંતરમાં આત્માનો જે ત્રિકાળી દર્શનોપયોગ, ત્રિકાળી જ્ઞાનોપયોગ ને ત્રિકાળી શ્રદ્ધામાત્ર સ્વરૂપ છે તે પરમસ્વભાવભાવે રહેલ છે, અને તે પર્યાયમાં આવતો નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ [નિયમસાર પ્રવચન (પર્યાયરૂપ થતો નથી) એવો છે એમ કહે છે. આવું ઝીણું છે ભાઈ ! અહા ! જેને હજી નિજસ્વભાવનીનિજનિધિની ખબર પણ નથી તે અંતરનો વેપાર કરે ક્યારે અને ક્યારે સુખના પંથે જાય? વળી, કહે છે-“જે કારણસમયસારસ્વરૂપ છે.' અહા ! આ તો શબ્દો જ બધા સાવ અજાણ્યા ને ગ્રીક-લેટિન જેવા લાગે; કેમકે એને ( આત્માને ) પગથિયે એ કદી આવ્યો જ નથી. અહાહા...! શું કહે છે? કે ભગવાન આત્માનો ત્રિકાળ શક્તિરૂપ જે શ્રદ્ધા, જ્ઞાન ને દર્શનનો સ્વભાવ છે તે કારણસમયસારસ્વરૂપ છે. એટલે શું? કે પૂર્ણ શાન્તિ ને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ સુખના કારણસ્વરૂપ એવા ભગવાન આત્માનો એ ત્રિકાળી ભાવ છે. માટે સુખ જોઈતું હોય તો ત્યાં એકાગ્ર થતા પ્રાપ્ત થાય એમ છે, બાકી સુખનું કારણ ક્યાંય બહારમાં નથી, બહારની ચીજમાંથી સુખ મળે એમ નથી. અહા! અંતરમાં જે શ્રદ્ધા, જ્ઞાન, દર્શન, આનંદનો કારણ સમયસારસ્વરૂપ નિજસ્વભાવ છે તેના આશ્રય સિવાય સખનો કોઈ બીજો મારગ ભગવાને જોયો નથી, અને છે પણ નહિ. હવે કહે છે-“નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવસત્તામાત્ર છે...” અહાહા.! આમાં તો બધી ભાષા જ નવી છે. કહે છે-અંદર ભગવાન આત્મામાં જે જ્ઞાન અને કારણદષ્ટિ એવો દર્શન ને શ્રદ્ધાનો ત્રિકાળી સ્વભાવ છે તે આવરણરહિત નિરાવરણ છે. અહા ! આવરણ તો પર્યાયમાં હોય, પણ પર્યાયનિરપેક્ષ ત્રિકાળી સ્વભાવને આવરણ શું? ત્રિકાળી સ્વભાવને આવરણ હોય નહિ. વળી, જાણવું, દેખવું ને શ્રદ્ધવું-એવો જે સ્વરૂપસ્થિત ત્રિકાળી નિજ સ્વભાવ છે તેના સત્તામાત્ર-હોવાપણામાત્ર નિજ વસ્તુ છે. લ્યો, આ કારણદષ્ટિના અર્થાત્ દર્શન ને શ્રદ્ધારૂપ ત્રિકાળી ભાવના હોવામાત્રપણે વસ્તુ છે. ભારે વાતુ ભાઈ ! હવે હુજી પાપથી નિવૃત્તિ ન હોય ને પુણ્યાનાંય કાંઈ ઠેકાણાં ન હોય એને વસ્તુતત્વની આવી સૂક્ષ્મ વાત કરવી? પણ બાપુ! આ સમજ્યા વિના તારા આરા નહિ આવે હોં, એ વિના તું મરી જઈશ તોય (ગમે તેટલા ક્રિયાકાંડ કરીશ તોય) તું દુ:ખી થઈને ચોરાસીમાં રખડી મરીશ. ભાઈ, દયા, દાન, વ્રતાદિ તો તે અનંતવાર કર્યા છે પણ એ કાંઈ ધર્મ નથી. અને રાગની મંદતા કરીને જ્ઞાનના ક્ષયોપશમની અવસ્થા પણ તને અનંતવાર પ્રગટ થઈ છે. પણ એમાં શું છે? એય કાંઈ નથી (આત્માનું સત્ત્વ નથી.) પ્રભુ ! માલ તો બધો અંદર ભર્યો છે. અહા! અંદર સહજ આનંદ, સહુજ દર્શન, સહજ શ્રદ્ધા ને સહજ જ્ઞાનના સ્વભાવનો ભરપુર અનંતો ખજાનો ભર્યો છે. પણ એને કેમ બેસે ? અહા! બેસે કે ન બેસે, અંદર વસ્તુ છે તે નિજ સ્વભાવસત્તામાત્ર છે. અર્થાત્ અંદર દર્શન, આનંદ ને શ્રદ્ધા-એવો જે ત્રિકાળી સ્વભાવ છે તે સ્વભાવના હોવાપણામાત્ર એ વસ્તુ છે. બહુ ઝીણું ભાઈ ! પણ વસ્તુ તો એણે સમજવી પડશે ને? વળી, કહે છે-“જે પરમચૈતન્યસામાન્યરૂપ છે...' શું કહે છે? કે આત્મામાં સામાન્ય..સામાન્ય....સામાન્ય-એવો સદાય એકરૂપ જે દર્શન, જ્ઞાનનો ઉપયોગ ને શ્રદ્ધાનો ભાવ છે તે પરમચૈતન્યનું સામાન્યસ્વરૂપ છે. મતલબ કે વિશેષ-અવસ્થા એ તેનું સ્વરૂપ નથી. અહા! સદા એકસદશ રહે એવું એનું ત્રિકાળ ચૈતન્ય...ચૈતન્ય...ચૈતન્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૩ ગાથા-૧૩] સામાન્યરૂપ છે. ગજબ વાતુ છે ભાઈ! પણ અરે! એને આનો કાંઈ અભ્યાસ ન મળે, ને ઊંધાનો ઊંડો અભ્યાસ છે! પણ બાપુ! આ સમજ્યા વિના આંખ મીંચાશે તો ક્યાંય તું ચોરાસીના અવતારમાં ચાલ્યો જઈશ ને ત્યાં કોઈ ધણી-ધોરી પણ નહિ હોય. તેથી કહે છે-પ્રભુ! તું ચૈતન્યસામાન્યસ્વરૂપ ત્રિકાળ છો, તો તેના શરણમાં જા, તેનો આશ્રય કર, તેમાં એકાગ્ર થા. બસ, આ એક જ સુખનો ઉપાય છે. બાકી બીજો કોઈ સુખનો ઉપાય નથી, ને બીજે ક્યાંય સુખ મળે એમ નથી. સમજાણું કાંઈ ? કહે છે-તું જ તારો ધણી-ધોરી, ને તારું નિજ ઘર અંદરમાં છે ને પ્રભુ! અહાહા..! અંદરમાં એક સમયની પર્યાયથી પાર સામાન્ય... સામાન્ય એવા પરમચૈતન્યસ્વરૂપે તું બિરાજે છે ને પ્રભુ? અહા! આવું નિજ ઘર છે તો ત્યાં અંદરમાં જા. તેથી તું પરમ સુખી થઈશ. અહો! આવી અલૌકિક વાતુ છે! હવે કહે છે– જે અકૃત્રિમ પરમ સ્વ-સ્વરૂપમાં અવિચળસ્થિતિમય શુદ્ધચારિત્રસ્વરૂપ છે,...’ જુઓ, ચારિત્ર પણ સાથે નાખ્યું છે. અહાહા...! કેવી છે અંદરની ચીજ? કે અકૃત્રિમ અર્થાત્ જેમાં નવું કાંઈ કરવું નથી એવા નિજ ચૈતન્યસ્વરૂપમાં અવિચળસ્થિતિમય શુદ્ધચારિત્રસ્વરૂપ છે. અહા! આ વર્તમાન ચારિત્રપર્યાયની વાત નથી. એ તો નવી થાય છે. આ તો નિજ સ્વરૂપમાં સદાય સ્થિત ૫૨મ શુદ્ધ ચારિત્રસ્વભાવની વાત છે. અહા ! વર્તમાનમાં શુદ્ધ ચારિત્રની વીતરાગી દશા જે પ્રગટ થાય એનું મૂળ કારણ સ્વ-સ્વરૂપસ્થિત જે અવિચલ સ્વભાવ છે તેની આ વાત છે. અહા! બહારની જે ક્રિયા છે તે ચારિત્ર નથી, અને પુણ્ય-પાપના ભાવ પણ ચારિત્રથી વિપરીત દશાનો ભાવ હોવાથી ચારિત્ર નથી. પરંતુ જે પરમ વીતરાગી દશા પ્રગટ થાય તે ચારિત્ર છે, અને એ શુદ્ધ ચારિત્રની પર્યાયનું મૂળ કારણ, ત્રિકાળમાં જે શુદ્ધ અવિચળસ્થિતિરૂપ ચારિત્રનો સ્વભાવ છે તે છે. એટલે કે આ પરમ શુદ્ધચારિત્રસ્વભાવના અવલંબને ચારિત્ર-વીતરાગી દશા પ્રગટ થાય છે. લ્યો, ત્રિલોકીનાથ તીર્થંકરદેવ સર્વજ્ઞ ૫રમાત્માના જ્ઞાનમાં આમ આવ્યું છે; અને ઇન્દ્રો ને ગણધરોની ઉપસ્થિતિમાં ૫રમાત્મા આમ વર્ણન કરતાહતા. અહા! અર્ધલોકના સ્વામી દેવો પણ તેમની પાસે આ સાંભળતા હતા, અને તેમની સાથે અમે પણ ધર્મસભામાં સાંભળતાં હતા. (તાળીઓ ) અહા ! પહેલાં દર્શન, જ્ઞાન-ઉપયોગ ને સ્વરૂપસ્થિત શ્રદ્ધાભાવ કહ્યો, ને હવે ભગવાન આત્મામાં અકૃત્રિમ ૫૨મસ્વરૂપસ્થિત અવિચળ શુદ્ધચારિત્રનો ભાવ ભર્યો પડયો છે એમ કહે છે. અહાહા... ! ભગવાન! તું ત્રિકાળ શુદ્ધ પરમવીતરાગસ્વભાવી આત્મા-પરમાત્મા છો. વીતરાગભાવ વર્તમાન પ્રગટ થાય એ તો પર્યાયની વાત છે. અહીં તો અંદર ત્રિકાળ વીતરાગસ્વભાવી વસ્તુ આત્મા છે એની વાત છે. અહાહા..! ભગવાન આત્મા સદાય જિનબિંબસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે. પણ આવો મહાન હું છું એમ એને કેમ બેસે ? નાની નાની વાતમાં વેચાઈ જાય-એક સિગારેટ-બીડીમાં રાજી થઈ જાય એવાં જેનાં અપલકખણ તેને હવે આવી વાત ગળે કેમ ઉતરે? પણ બાપુ! આ વિના તારા આરા નહિ આવે હોં. એટલે તો આ સાદી ભાષામાં કહેવાય છે. ભલે તત્ત્વ છે સૂક્ષ્મ, ઊંડું પણ સાદી ભાષામાં અહીં કહેવાય છે, તો ન સમજાય એ વાત જવા પ્રભુ ! અરે ! ભગવાન ! તારામાં શક્તિરૂપ જેમ ત્રિકાળી દર્શન-ઉપયોગ ને ત્રિકાળી સહજ શ્રદ્ધાભાવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ [નિયમસાર પ્રવચન છે તેમ તેની સાથે નિજ સ્વરૂપસ્થિત પરમ શુદ્ધચારિત્રનો સ્વભાવ પણ રહેલો છે. અહાહા..! નિજ કારણસમયસારસ્વરૂપમાં પરમ શુદ્ધવીતરાગસ્વભાવ ત્રિકાળ રહેલો છે. અહો ! શું દિગંબર સંતોની કથનશૈલી! અજબ-ગજબ વાત કરી છે! દિગંબર મુનિવરોએ તો જાણે કેવળીનાં પેટ ખોલ્યાં છે. કહે છેભગવાન! તું આવો પરમવીતરાગસ્વભાવી જ છો. અહા ! આવો મોટો પ્રભુ! તું છો. હું હીણો છું એ વાત જવા દે પ્રભુ! હીણો માનીને તો તે તારી મોટપ મારી નાખી છે. અહા! આ કારણદર્શનની વ્યાખ્યા ચાલે છે. તો તેમાં દર્શનની સાથે ભેગું જ્ઞાન પણ નાખે છે. તો, કહે છે-“જે નિત્ય-શુદ્ધ-નિરંજનજ્ઞાનસ્વરૂપ છે...” અહા ! એ કારણદષ્ટિ-ત્રિકાળી દર્શનોપયોગ ને સ્વરૂપશ્રદ્ધા જેનું સ્વરૂપ છે તે વસ્તુ કેવી છે? કે નિત્ય-શ્રદ્ધ-નિરંજન જ્ઞાનસ્વરૂપ છે. અહાહા...અંજન વિનાનો ત્રિકાળ નિરાવર તેમાં રહેલો છે. અહા ! આવી નિજ સત્તાનો અંતરમાં સ્વીકાર કરે એટલે એ સખના 1 ત્યારે એને દુઃખના પંથનો નાશ થઈ જાય છે. આવી વાત છે. હવે કહે છે-“અને જે સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે.' રાજા લડવા જાય ત્યારે તેની ધજા ઉપર હોય છે. તે ધજાને કોઈ નીચે પાડે-નષ્ટ કરે એટલે તે રાજા હાર્યો કહેવાય. તો અહીં કહે છે-દુષ્ટ પાપોરૂપ વીર દુશ્મનોની ધજાને હણનારો એવો ભગવાન આત્મા છે. અહા! અનાદિથી જીવને મિથ્યાત્વાદિ મહાપાપરૂપ દુર દુશ્મનો છે. તેઓએ વીરતાપૂર્વક જીવની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. અહા ! એવા દુષ્ટ પાપોરૂપ દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ એવો ભગવાન આત્મા છે. એટલે શું? કે જો તે અંદર ભગવાન આત્માનો-કે જેની અંદર દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, શ્રદ્ધા ને સ્વરૂપસ્થિત સુખ-ચારિત્ર સ્વભાવ છે તેનો-આશ્રય કરે તો તેના મિથ્યાત્વાદિ મહાપાપોનો નાશ થાય છે. આ રાગ મારો છે, ને પુણ્ય ભલું છે, જે શરીર મારું છે ઇત્યાદિ માન્યતારૂપ મિથ્યાત્વ એનો અનાદિકાલીન દુષ્ટ પાપરૂપ દુશ્મન છે, ને પુણ્ય-પાપના ભાવો તેની સેના છે. અહીં કહે છે–સમસ્ત પાપોરૂપ વીર દુશ્મનોની સેનાની ધજાનો નાશ કરવાના કારણસ્વરૂપ એવો ભગવાન આત્મા અંદર છે. અહા ! આવા નિજ સ્વરૂપની પ્રતીતિ ને એકાગ્રતા કરનાર તે સમસ્ત પાપની સેનાનો નાશ કરી નાખે છે. સમજાણું કાંઈ...? અહા ! “એવા આત્માના ખરેખર સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે.' અહા! “કારણદષ્ટિ તો...' એમ ઉપાડયું હતું ને? તો અંદર નિજ ત્રિકાળી સ્વરૂપમાં એની જે ત્રિકાળી દષ્ટિ છે તે ત્રિકાળી શક્તિ સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે. અહાહા....! ખરેખર સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ અંતઃસ્થિત કારણદષ્ટિ છે,-એ કારણદર્શનની વ્યાખ્યા થઈ. અહા ! જેમાંથી પરમાર્થ સુખ ને શાન્તિનું કાર્ય આવે છે તે કારણ અંદર આવું છે તે સ્પષ્ટ કર્યું. અત્યાર સુધી શું કહ્યું? જરા ફરીથી. અહાહા..! નિત્ય, ધ્રુવ, શુદ્ધચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે. ત્રિકાળી દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ એ તેનો સહજ ત્રિકાળ અકૃત્રિમ સ્વભાવ છે. તથા તેમાં એક કારણદષ્ટિ એટલે કે ત્રિકાળ શક્તિરૂપ એક શ્રદ્ધાનો સ્વભાવ છે. અહા ! આવો ભગવાન આત્મા કારણસમયસાર અર્થાત્ કારણપરમાત્મા છે. ભાઈ, આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઇત્યાદિ તો પર છે, ભગવાન આત્માથી અત્યંત ભિન્ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૩] ૨૦૫ છે. ને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના શુભભાવ પણ વિકાર છે, આત્માના સ્વભાવભાવ નથી, તેથી તેય ૫૨ છે. તેવી જ રીતે હિંસા, જૂઠ, ચોરી, વિષય-વાસનાના ભાવ ઇત્યાદિ પણ પાપભાવ હોવાથી અનાત્મભાવ છે, આત્માનો સ્વભાવ નથી, તેથી તેય ૫૨ છે. વળી, આત્માની એક સમયની વર્તમાન જે પ્રગટ જ્ઞાનની દશા છે તે પણ પૂરો આત્મા નથી. પ્રશ્નઃ આ વળી શું? આત્મા પણ પૂરો ને અધૂરો ? સમાધાનઃ હા, આ જાણવા-દેખવાની જે એક સમયની અવસ્થા છે તે કાંઈ પૂરો આત્મા નથી; કેમકે એ તો એક સમયની વર્તમાન દશામાત્ર છે, ને ભગવાન આત્મા તો અખંડ એકરૂપ ત્રિકાળ છે. અહા ! દયા, દાન આદિના વિકલ્પ તો વિકાર હોવાથી તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી, અને તેથી તે આત્માના કલ્યાણનું કારણ પણ નથી. પરંતુ, અહીં તો એક સમયની જે વર્તમાન દશા છે તે દશા પણ આખી ચીજ નથી એમ કહે છે. ભારે વાતુ ભાઈ! અહા! આખી ચીજ તો અંદર ત્રિકાળ વસ્તુ છે જે સહજ દર્શનોપયોગ, સહજ જ્ઞાનોપયોગ, સહજ શ્રદ્ધા, પરમશુદ્ધચારિત્ર ને સુખામૃત અર્થાત્ પરમ આનંદામૃત એવા સ્વભાવભાવરૂપ ત્રિકાળ એકરૂપ છે. અહા! આ આખી અખંડ એકરૂપ વસ્તુ જે આત્મા છે તેનો આશ્રય કરે ત્યારે ધર્મ પ્રગટ થાય છે. આવી ઝીણી વાતુ છે બાપુ! એને જાણવી તો પડશે હોં. અહાહા...! અંતરમાં કેવાં કેવાં નિધાન ભર્યાં છે તે એણે જાણવું જોઈશે. અહાહા...! અનંત આનંદ, અનંત વીતરાગતા, અનંત જ્ઞાનોપયોગ, અનંત દર્શનોપયોગ અને ત્રિકાળી શ્રદ્ધા-અહા ! એવા એવા સ્વભાવોથી ભરપૂર ભરેલો એનો સામાન્ય એકરૂપ ચૈતન્યસ્વભાવ છે. પ્રશ્નઃ સામાન્ય એટલે શું? એકરૂપ એટલે શું? આ તો બધું કઠિન ગ્રીક-લેટિન જેવું લાગે છે? સમાધાનઃ અરે ભાઈ ! અનંતકાળમાં અંદર પોતાની ચીજ શું છે તેને જાણવાની તેં દરકાર જ કરી નથી, અને તેથી તે કઠિન થઈ પડી છે. અનંતકાળથી પ્રભુ! તું પુણ્ય-પાપના ચક્રમાં રોકાયેલો રહ્યો છો. અહા! પણ એ પુણ્ય-પાપના ભાવ તો વિકારી છે, દુઃખદાયક છે, એ કાંઈ ધર્મ નથી. વળી એક સમયની પ્રગટ જાણવા-દેખવાની દશા–બસ એ જ હું છું, એટલામાત્ર જ હું છું એમ માનીને તું રોકાણો છો, પણ એય વિપરીત ભાવ છે. (કેમકે એક સમયની પર્યાયના આશ્રયે કાંઈ ધર્મ થતો નથી.) વાસ્તવમાં સમ્યગ્દર્શન-કે જે ધર્મની પહેલી દશા છે તે શેમાંય થાય છે, કોના આશ્રયે થાય છે એ જાણવાનો અનંતકાળમાં તે ઉદ્યમ કર્યો નથી. અહા! એમ તો અનંતવા૨ હજારો રાણીઓને છોડી તું નગ્ન મુનિ-સાધુ થયો છો, એ કાંઈ નવું નથી, પણ અંતરમાં પોતાની ત્રિકાળી ચીજ છે તેનું લક્ષ કર્યા વિના, માત્ર ક્રિયાના (વ્રતાદિના ) વિકલ્પ જે છે તેનાથી મને લાભ (ધર્મ) થાય છે એવી જે તારી માન્યતા હતી તે મિથ્યા હતી, દષ્ટિ મિથ્યા હતી. પ્રશ્ન: તો, સૌ પ્રથમ માન્યતા સુધારવી? સમાધાનઃ હા, કારણ કે માન્યતા સમ્યક્ થયા વિના, શ્રદ્ધા સાચી કર્યા વિના સમ્યજ્ઞાન ને સમ્યક્ચારિત્ર હોઈ શકે જ નહિ. આ તો બાપુ! ઓધ્વનિમાં આવેલી વાત છે. આકરી તો છે, પણ આ સત્ય છે. અહા! અનંતકાળમાં એણે અનંત આનંદ, અનંત શાન્તિ, અનંત જ્ઞાન-દર્શન ને અનંત શ્રદ્ધાના સ્વભાવથી ભરપુર ભરેલી પોતાની ચીજ છે, અહા ! આવી સામાન્ય એકરૂપ પોતાની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ [નિયમસાર પ્રવચન ચૈતન્યવસ્તુ છે તેની ઉપ૨ નજ૨ ન કરી. અરે! એને સમજવાની દરકાર જ ન કરી! ને એમ ને એમ સંપ્રદાયની બુદ્ધિ વડે વ્રતાદિના વિકલ્પોમાં ધર્મ માની રોકાયો. સંપ્રદાયમાં તો વ્રતાદિ પાળો, ને ધર્મ થઈ જશે એવું બધું ખૂબ આવે છે. પણ એથી શું? એવું તો અનંતવા૨ એણે કર્યું, પણ એનાથી કાંઈ કલ્યાણ ન થયું. પ્રશ્નઃ અમે તો જેવો ઉપદેશ મળ્યો તેવું કર્યું ? સમાધાન: પણ, જેમ એવો (-ખોટો ) ઉપદેશ મળ્યો હતો તેમ ભગવાનના સમોસરણમાં પણ તે અનંતવા૨ ગયો છે કે નહિ? ગયો છે. તો, ત્યાં તો સાચો ઉપદેશ મળ્યો હતો ને? તો પછી કેવળી પરમાત્માએ કહ્યું તેમ કેમ ન કર્યું? અહા! ત્રિલોકનાથ તીર્થંકરદેવના સમોસરણમાં તે અનંતવા૨ ગયો છે. જુઓ, વર્તમાનમાં ભગવાન શ્રી સીમંધર પરમાત્મા મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે. તો, ત્યાં મહાવિદેક્ષેત્રમાં પણ તે અનંતવાર જન્મ્યો છે, અને સમોસરણમાં તે અનંતવાર ગયો છે પરંતુ તેણે, આત્મા શું ચીજ છે એ વાત અંદર અડવા દીધી નથી. અરે ભાઈ ! આ બધા ક્રિયાકાંડ–વ્રત પાળવાં, ઉપવાસ કરવા, પૂજા કરવી, ને જાત્રા કરવી ઇત્યાદિ બધું તો વૃત્તિઓની–વિકલ્પોની વાસના છે, પુણ્યભાવ છે, અને તેનાથી બંધન થાય છે, એ કાંઈ બંધનરહિત થવાનો ઉપાય નથી. એ તો પાપનો ભાવ જેમ લોઢાની બેડી છે, તેમ પુણ્યનો ભાવ સોનાની બેડી છે; છે તો બેય બેડી-બંધન. આમ વીતરાગ પરમેશ્વર તીર્થંકરદેવની વાણીમાં આવ્યું છે અહા ! સર્વજ્ઞ વીતરાગ તીર્થંકરદેવને ઇચ્છા વિના જ ધ્વનિ છૂટે છે, ને એ' ધ્વનિમાં આ આવ્યું છે. સમજાણું કાંઈ ? અહા! પ્રભુ! તું કોણ છો ? પ૨માત્મા કહે છે-ભગવાન! તું બેહદ-અનંત ચૈતન્ય..ચૈતન્ય..ચૈતન્ય એવું ચૈતન્યસામાન્ય જેનું સ્વરૂપ છે એવું આત્મતત્ત્વ છો. અહા! જે ધર્મના કાર્યનું અંદ૨માં કારણ છે એવો તું ભગવાન! ચૈતન્યસામાન્યસ્વરૂપ આત્મા છો. અહા! ધર્મનું કાર્ય થાય તે વિશેષ છે, અને એ વિશેષનું અંદર કારણ ત્રિકાળ વિદ્યમાન છે તે ચૈતન્યસામાન્યસ્વરૂપ છે. અરે! પણ પોતાના કાર્યના કારણસ્વરૂપને એણે કોઈ દિ' દષ્ટિમાં-લક્ષમાં લીધું નહિ! ચાર ગતિના ભવ કરી-કરીને ભગવાન ! તારા સોથા નીકળી ગયા છે. અને તો પણ હજીય અંદર જવાનું તને સૂઝતું નથી ? અહીં કહે છે–ભગવાન! તારા સુખના કાર્યનું કારણ, કેવળજ્ઞાનના કાર્યનું કારણ અંદર ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસામાન્યરૂપ વિધમાન છે તો તેનો આશ્રય કર. ભાઈ, ચાર ગતિના દુઃખથી મુકાવું હોય તો આ ઉપાય છે. અહા! આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, ધનસંપત્તિ ઇત્યાદિ બધી ૫૨ વસ્તુ છે. તેથી તેમાં આત્મા નથી ને તે આત્માનું કાર્ય પણ નથી. તેમ જ પુણ્ય-પાપના જે ભાવ થાય છે તેય કાંઈ આત્માનું ધર્મરૂપ કાર્ય નથી; ઉલટું એ તો બંધનનું કાર્ય છે. વળી, એક સમયની જે પ્રગટ દશા છે તે પણ કાંઈ આત્માનું પૂર્ણ સ્વરૂપ નથી. તેથી તે પણ આશ્રયયોગ્ય નથી, અર્થાત્ તેના આશ્રયે પણ ધર્મરૂપ કાર્ય પ્રગટતું નથી. તેથી અહીં કહે છે-જ્યાં અંદર ત્રિકાળી સ્વરૂપશ્રદ્ધાનો સ્વભાવ ભર્યો છે, અહાહા...! એવા અખંડ એકરૂપ ચૈતન્યસામાન્યસ્વરૂપનો આશ્રય કરવો, કેમકે તેના આશ્રયે સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. આ સમ્યગ્દર્શન જે ધર્મની પહેલી સીડી છે તે અંદર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૩] ૨૦૭ સ્વરૂપશ્રદ્ધાનો સ્વભાવ જેમાં ભર્યો છે તે ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થાય છે. પ્રશ્ન: “સ્વરૂપશ્રદ્ધા' એવો શબ્દ આવ્યો, તો તેનો અર્થ શું છે? સમાધાન: અંતરંગમાં જે ત્રિકાળ પૂર્ણ જ્ઞાનાનંદધનસ્વરૂપ ભગવાન આત્મા છે તેની અંદર એક ત્રિકાળી શ્રદ્ધાનો સ્વભાવ ભર્યો પડ્યો છે, ને તે સ્વરૂપશ્રદ્ધા છે. અહા ! તેનું પ્રગટ કાર્ય આવે તે સમ્યગ્દર્શન છે. આવી વાત છે. અહા ! અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, પરમેશ્વરતા ઇત્યાદિસ્વરૂપ જે ભગવાન આત્માનો નિત્ય ધ્રુવ સ્વભાવ છે તે નિત્ય સ્વભાવમાં એક ત્રિકાળી શ્રદ્ધાનો ભાવ પણ પડ્યો છે, અને તે સ્વરૂપશ્રદ્ધા છે. ભાઈ, આ વાત તો લોજિકથી છે, પણ હવે વાતને પકડવી (-સમજવી) તો એને છે ને? અહા! બહારમાં રખડવા આડે ભગવાન! તે તારા ઘરની વાત સાંભળી નથી. પરારની વાતો સાંભળીને પરઘરમાં-વ્યભિચારમાં જ તું રોકાણો છો. પ્રશ્ન: તો શું અનાદિથી આમ જ છે? ઉત્તર: હા, અનાદિથી આમ જ છે. નિગોદથી માંડીને બધા જ અજ્ઞાની સંસારીઓએ આમ જ કર્યું છે. અહા ! સક્કરકંદમાં પણ તે અનંતવાર જન્મ્યો ને મર્યો છે, પણ માળો ભૂલી ગયો છે. જ્યાં મનુષ્ય થયો, શરીર કાંઈક ઠીક મળ્યું, પૈસા મળ્યા, પુત્ર-પરિવાર ઠીક મળ્યો ત્યાં એ બધું (દુ:ખની દશાઓ) ભૂલી ગયો છે. પણ પછી. જેમ કરોળિયો તેની જ જાળમાં ગુંચાઈને મરી જાય છે. તેમ અજ્ઞાની જીવો પણ આમાં (શરીર, પૈસા આદિની મમતામાં) ગુંચાઈને મરી જાય છે. જુઓ, માણસને બે પગ હોય છે. પછી સ્ત્રી પરણે એટલે ચાર પગ થાય છે ને તેથી એ ઢોર થાય છે. ઢોરને ચાર પગ હોય છે ને? પછી તેને બાળક થાય એટલે છ પગ થાય છે ને ત્યારે તે ભમરો થાય છે; કેમકે ભમરાને છ પગ હોય છે. પછી તે ભમરાની જેમ આ બધા પર પદાર્થો મારા છે એમ ગુણગુણાયા કરે છે. પછી છોકરાનાં લગ્ન કરે ત્યારે આઠ પગ થાય છે, કરોળિયાને આઠ પગ હોય છે. તો, આ કરું, તે કરું-એમ મમતાની લાળ કાઢી તેમાં જ ફસાય છે, ને ત્યાં જ મરી જાય છે. પણ અરે! પોતે અંદર ભગવાન સ્વરૂપ છે એની દરકાર કરતો નથી. અહા ! બહારમાં પુણ્ય-પાપની પીંજણ પીંજીને તેમાં જ તે ગુંચાઈ ગયો છે. અનંતવાર સાધુ થયો તો પણ તે ત્યાં (પુણ્યમાં) જ ગુંચાઈ ગયો છે. ભાઈ ! આ બહારના જે નામ સાધુ કહેવાય છે તે સાધુ નથી. એ તો પુણ્યમાં બિચારા ગુંચાઈ ગયા છે. અરે ! સાધુ તો શું-સમકિત કોને કહીએ એની પણ તેમને ખબર નથી. બહુ ફેર બાપા! જુઓ, શ્રેણીક રાજા સંસારમાં હતા. તેમને રાણીઓ હતી, ને મોટું રાજ્ય હતું. તો પણ તેઓ સમકિત પામેલા. અહા! સમકિત એટલે શું? કે અંદર ધ્રુવ ત્રિકાળી શ્રદ્ધાથી ભરેલો ચૈતન્યસામાન્યસ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં એકાગ્ર થઈને તેનો અનુભવ કરતાં અંદરમાં તેની નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે તે સમકિત અર્થાત્ સમ્યગ્દર્શન છે, અને તે ધર્મની પહેલી શ્રેણી છે. તો, શ્રેણીક રાજાને ભલે ચારિત્ર નહોતું, મુનિને લાયક સ્વરૂપની રમણતા નહોતી, તો પણ અંશે સ્વરૂપ-રમણતા હતી. અહા! આવી ધર્મની પહેલી શ્રેણી તો તેમને હતી. અહા ! હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું, ને પરચીજ ને પુણ્ય-પાપના ભાવ જે થાય તે હું નથી એમ અંદર તેમને ભિન્નતાનો વિવેક થઈ ગયો હતો. લ્યો, આનું નામ સમ્યગ્દષ્ટિ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૨૦૮ [નિયમસાર પ્રવચન અહા ! આવા સમ્યગ્દષ્ટિ શ્રેણીક રાજા હતા. પરંતુ પૂર્વે સાધુની-સાચા ભાલિંગી સંતનીઅશાતના કરેલી એટલે તેમને નરકગતિનું આયુષ્ય બંધાઈ ગયેલું અને તેથી તેઓ નરકમાં ગયા છે. અત્યારે ૮૪ હજાર વર્ષની સ્થિતિએ તેઓ પહેલી નરકમાં છે. ત્યાંથી નીકળીને તેઓ આવતી ચોવીસીના ભરતક્ષેત્રમાં પહેલા તીર્થંકર થવાના છે. જેમ આ ચોવીસીના છેલ્લા તીર્થંકર મહાવીર થયા તેમ આવતી ચોવીસીના તેઓ પહેલા તીર્થંકર થશે. અહા! આ સમ્યગ્દર્શનનું બળ છે, પ્રભાવ છે. શ્રેણીક રાજા પહેલાં બૌદ્ધમાર્ગી હતા. તેઓ જૈનધર્મને માનતા ન હતા. પરંતુ તેમની રાણી ચેલણા સમકિતી હતાં. રાણી ચેલણા જૈનધર્મમાં દૃઢ શ્રદ્ધાની સમકિતી હતાં હોં. સ્ત્રીનો દેહ હોવા છતાં, ૫૨વસ્તુ હું નહિ, ૫૨ની ક્રિયા કરનાર હું નહિ તેમ જ રાગાદિ હું નહિ, હું તો એક જ્ઞાનથન આત્મા છું-એમ અંતરમાં રાણીને ભાન હતું, વિવેક હતો. અને રાજાને પણ સમકિત પમાડવા માટે ઉદ્યમશીલ હતાં. તો, એકવાર જૈન મુનિવર-નગ્ન સંત ધ્યાનસ્થ હતા ત્યારે શ્રેણીક રાજાએ તેમની ડોકમાં મરેલો સર્પ નાખ્યો. તેથી લાખો-કરોડો કીડીઓ ત્યાં શરીર પર ઉભરાઈ હતી. અહા! આવો ભારે ઉપસર્ગ કર્યો. ઘેર આવીને રાજાએ ચેલણાને વાત કરી ને કહ્યું-અરે રાણી! આજ તારા એક મુનિની ડોકમાં સર્પ નાખી આવ્યો છું. પણ એ સર્પ તો એમણે ક્યારનોય દૂર કર્યો હશે. ચેલણા કહેસ્વામીન! અમારા સંત-મુનિવર ઉપસર્ગ-કાળમાં ધ્યાનસ્થ રહે પણ એ સર્પને દૂર ન કરે. અહા! તેઓ તો અંતરમાં આનંદના ધ્યાનમાં લવલીન હશે. ત્યારે રાજા કહે-એમ ન હોય. એવા તે કાંઈ સાધુ હોતા હશે ? ચાલો, આપણે નજરે જોવા જઈએ. બંને મુનિરાજની પાસે ગયાં. જુએ છે તો મુનિરાજ, અતીન્દ્રિય આનંદના વેદનમાં લવલીન! અતીન્દ્રિય આનંદરૂપી અમૃતના સાગરમાં ઝૂલતા હતા. ચેલણા કહે-સ્વામીનાથ ! મુનિ પોતે ઉપસર્ગને કદી ન ટાળે. શ્રેણીક રાજા જોઈને આશ્ચર્ય પામ્યા. બંનેએ ઉપસર્ગ દૂર કર્યો, ને મુનિરાજની વંદના કરી. પછી મુનિરાજે ધર્મોપદેશ કર્યો, ને ત્યાં જ શ્રેણીક રાજા સમ્યગ્દર્શન-આત્માનુભવ પામ્યા. અહા! અમે તો ભગવાન આત્મા, પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદના સ્વામી! આ રાજ્ય ને રાગના સ્વામી અમે નહિ, અહા! આવો તેમને અંદરમાં વિવેક જાગ્રત થયો. પછી તો તેમણે ભગવાન મહાવીરસ્વામીના સમોસરણમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું, અને આવતી ચોવીસીમાં અહીં તો પહેલા તીર્થંકર થશે. અહા ! તે શ્રેણીક રાજાએ મુનિને ઉપસર્ગ કરેલો એટલે સાતમી નરકનું ૩૩ સાગરનું આયુષ્ય બંધાઈ ગયેલું. પણ સમકિત થતાં ફડાક તે આયુસ્થિતિ ઘટી ગઈ, ને ૮૪ હજા૨ વર્ષનું પહેલી નરકનું આયુષ્ય રહી ગયું. જેમ એકવાર લાડવો બંધાયા પછી તેમાંથી ઘી કાઢીને પૂરી ન તળાય, કે તેમાંથી લોટ કાઢીને રોટલી ન થાય. એ તો લાડવો ખાધે છૂટકો. તે નાનો-મોટો થાય, પણ લાડવો ખાધે છૂટકો. તેમ એકવાર જે ભવિષ્યની ગતિનું આયુષ્ય બંધાયું તેનો અભાવ ન થાય. હા, સ્થિતિ વધે કાં ઘટે, પણ તે ગતિના આયુષ્યનો અભાવ ન થાય. જેમ લાડવો નાનો-મોટો થાય, પણ તેમાંથી પૂરી થાય એમ બને નહિ, તેમ નરકના આયુનો જે લાડવો શ્રેણીક રાજાને બંધાયો હતો તે સમકિત થતાં છૂટયો નહીં, એમ ને એમ રહ્યો, પણ તેની સ્થિતિ ઘટી ગઈ, ને ૮૪ હજા૨ વર્ષની સ્થિતિ રહી ગઈ. તો, તેઓ પહેલી નરકમાં ગયા છે. પરંતુ અત્યારે ત્યાં પણ તેઓ આનંદમાં જ છે. પ્રશ્નઃ પણ વગર પૈસે આનંદમાં છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૩] સમાધાનઃ અરે! પૈસામાં ક્યાં ધૂળમાં સુખ છે? તેમાં સુખ માનનારા તો પાગલ છે. પ્રશ્નઃ પણ લોકો તો તેમને સુખી કહે છે? ૨૦૯ સમાધાનઃ એ તો પાગલ લોકો તેમને સુખી કહે છે. લોકો તો બધા ગાંડા-પાગલ જ છે. ભાઈ, અહીં તો અમારી પાસે આ વાત છે. અહા ! વીતરાગ પરમેશ્વર ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ એમ કહે છે કે જે કોઈ પરવસ્તુના અભિલાષી છે તે મોટા માગણ-ભિખારા છે. ભાવનગરના દરબારને એક વા૨ કહ્યું હતું કે-દરબાર! વરસે-દહાડે દસ-પંદર હજાર માગે તે નાનો માગણ છે, ને પાંચ-પચીસ લાખ માગે તે મોટો માગણ છે. થોડું માગે તે નાનો માગણ, ને ઝાઝું માગે તે મોટો માગણ. પણ જે કાંઈ ન માગે તે બાદશાહ છે. અહા ! અમે તો અંદર આનંદસ્વરૂપ આત્મા બાદશાહ છીએ; કેમકે અમને કાંઈ જોઈએ નહિ, રાગેય જોઈએ નહિ, ને પુણ્ય પણ જોઈએ નહિ. હા, એવા પુણ્યના ભાવ થાય ખરા, પણ અમારે તે જોઈતા નથી; કારણ કે અમે તો નિત્યાનંદસ્વરૂપ આનંદનું ધામ એવા આત્મા છીએ. અહા! અંતરમાં આવી ષ્ટિ જેને ખીલી છે તે મોટો બાદશાહ છે. આ સિવાય લોકો બધા ભિખારા જ છે. સમજાણું sies...? પ્રશ્નઃ મહેલમાં રહે તે બાદશાહ ને ઝુંપડામાં રહે તે ગરીબ-શું એમ નથી ? સમાધાનઃ બિલકુલ એમ નથી. એ તો કાલે થોડું કહ્યું નહોતું? કે કદાચિત કોઈ ઝુંપડામાં રહેતો હોય, રોટલા પણ માંડ-માંડ મળતા હોય, પરંતુ અંદરમાં જ્ઞાનાનંદસ્વરૂપ છું એમ ભાન સહિત સમ્યગ્દર્શન થયું હોય તો તે બાદશાહ છે. એ તો પુણ્ય ઓછાં હોય તો બહારમાં સંજોગ ઓછા હોય, પણ એથી શું? અંદર સ્વ-પરનો વિવેક જેને વર્તે છે તે આનંદમાં છે, ને તે બાદશાહ છે, સુખી છે. જ્યારે અજ્ઞાની કોઈ મહેલમાં પડયો હોય તો પણ આત્માના ભાન વિના તે મોટો ભિખારી છે, દુ:ખી છે. અહા ! તે બધા ‘વરાળા: છે. શાસ્ત્રમાં (સમયસાર કલશ ૨૦૨માં) તેમને ‘વરાળા: ' કહ્યા છે. વરાકા એટલે રાંકાબિચારા તેઓ છે; કેમકે તેમને અંદરની રિદ્ધિની-ચૈતન્યસંપદાની ખબર નથી; અને બહારની લક્ષ્મીમાં તેઓ મોહિત-મૂર્છિત થઈને પડયા છે. વર્તમાનમાં પણ મોહવશ તેઓ દુ:ખી છે, તથા ભવિષ્યમાં પણ તેઓ દુ:ખમાં જ જશે. સમજાણું કાંઈ..? તો, શ્રેણીક રાજા અત્યારે ૮૪ હજાર વર્ષની સ્થિતિએ પહેલી નરકમાં છે, અને ત્યાંથી નીકળીને ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીના મહાપદ્મનાથ નામના પહેલા તીર્થંકર, અહાહા...! ત્રણ લોકના નાથ થવાના છે. ભાઈ, એ બધો સમ્યગ્દર્શનનો પ્રતાપ અને મહિમા છે. અહા! તેમને હજી વ્રત કે ચારિત્ર નહોતાં, પણ અંદર વસ્તુનું-નિજ જ્ઞાનાનંદસ્વરૂપનું-ભાન કર્યું હતું, અનુભવ કર્યો હતો. તેથી તેના પ્રતાપે તેમનો ત્રણ લોકના નાથ તીર્થંકરપણે અવતાર થશે જ્યારે આત્મભાન વિના અજ્ઞાનીઓએ અનંતવાર વ્રત ને તપ કર્યાં છે, છતાં તેમનો એક પણ ભવ ઘટયો નથી, ઉલટાનું ભવની વૃદ્ધિ થઈ છે. અહીં કહે છે–‘ કારણષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપશ્રદ્ધામાત્ર જ છે.' હવે આમાં પોતાની મેળે વાંચી જાય તો કાંઈ સૂઝે એવું નથી હોં. અહાહા...! કારણદષ્ટિ તો.... એટલે શું? કે અંદર જે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ, ત્રિકાળ દર્શનસ્વરૂપ ને ત્રિકાળ શ્રદ્ધાસ્વરૂપ સ્વભાવ તેને કારણદર્દષ્ટ કહે છે. અને તે કારણષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની અહાહા...! જે ત્રિકાળ શુદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦ [નિયમસાર પ્રવચન ચૈતન્યસામાન્યસ્વરૂપ તેની, અર્થાત્ એક સમયની પર્યાય નામ વિશેષ સિવાયનો જે આનંદનો કંદ ધ્રુવધામ પ્રભુ આત્મા છે તેની સ્વરૂપશ્રદ્ધામાત્ર છે. અહા પર્યાય છે તે વિશેષ છે. તો, તે સિવાયનો ત્રિકાળ સામાન્ય એવો જે ભગવાન આત્મા છે તે શુદ્ધાત્માની સ્વરૂપશ્રદ્ધામાત્ર કારણષ્ટિ છે. અહાહા...! ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમાત્રસ્વરૂપમાં જે શક્તિરૂપ શ્રદ્ધા પડી છે તેને કારણદષ્ટિ કહે છે, કે જેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શનરૂપી કાર્ય નવીન પ્રગટ થાય છે. અહા! આવી વાતું! સમજાણું sis...? અહા ! અજ્ઞાનીઓએ તો બધા ઉકરડા જ ઉથામ્યા છે! જેમ મોટા શીંગડાવાળા ને બળવાળા બળદ હોય તે ઉકરડામાં માથાં મારી ઉકરડા ઊંચા કરે-ઉથામે છે, અને તે વડે અમે બહુ બળ કર્યું, મોટું કામ કર્યું એમ માને છે, તેમ... પણ આવો દાખલો ? હા, આવો દાખલો લાગુ પડે છે. તો, તેમ બળદ-આખલા જેવા આ અજ્ઞાની પુણ્ય-પાપના ભાવ કરીને (ઉકરડો ઉથામીને) માને છે કે જાણે હું જગતનું મોટું કામ કરું છું, જગતમાં ઘણું-બધું અવળું–સવળું કરી દઉં છું. હવે એ બધા બળદ-આખલા જેવા છે હોઁ. ભાઈ, એ તો સમયસારની ચોથી ગાથામાં આવી ગયું છે કે અનાદિથી મોહવશ તૃષ્ણાથી ઘેરાયેલા અજ્ઞાની જીવો બળદની પેઠે, ધોંસરું જેમ બળદની માથે પડે તેમ, માથે મોટો બોજ ઉપાડે છે. અહા! અજ્ઞાની ૫૨નું કાંઈ કરી શકે છે એમ નહીં, પણ હું પરનાં કામ કરું છું એમ માની રાગ-દ્વેષ, પુણ્ય-પાપ ને સંકલ્પ-વિકલ્પમાં તે જોડાય છે. આમ બળદની જેમ અજ્ઞાનીઓ મોટો ભાર વહે છે એમ અહીં કહેવું છે. સમજાય છે sis...? અહા ! બળદને ટેવ હોય છે કે જ્યાં કણબી ગાડાનું ધોંસરું ઊભું કરે કે તરત જ તે પોતાની મેળે જ અંદર માથું નાખે. જો કે શરૂ શરૂમાં માથું નાખતા વાર લગાડે એટલે કણબીને દોરડું ખેંચવું પડે, પણ પછી તો જ્યાં ધોંસરું ઊભું કર્યું નથી કે તરત જ પોતાની મેળે જ માથું નાખે છે. તેમ અજ્ઞાનીને શરૂશરૂમાં નાનો બાળક હોય ત્યારે વેપારાદિકમાં ખેંચવો પડે, પણ પછીથી મોટો થાય (મહાવરો થઈ જાય ) એટલે પોતાની મેળે જ ધોંસરે જોતરાઈ જાય છે. તે માનવા લાગે કે હવે મારા વિના આ બધાં વેપારનાં કામ ચાલશે નહિ. પ્રશ્ન: પણ આ તો પૈસાદારની વાત છે ને? સમાધાન: અરે ભાઈ! ગરીબને માટે પણ આ જ વાત છે. આ તો બધા જ અજ્ઞાનીઓ આવા છે એમ વાત છે. મોહવશ ગરીબ પણ તૃષ્ણા વડે પીડાતો હોય છે. અને ખરેખર તો બધા ગરીબભીખારા જ છે ને ? તૃષ્ણાથી પીડાતા બધા જ ‘વાળા:’ રાંકા ને ભીખારા છે; ધનવાન કોણ છે? અહીં કહે છે-ભગવાન! તારા વર્તમાન સમ્યગ્દર્શનરૂપ કાર્યનું કારણ અંદર તારી વસ્તુમાં જ ત્રિકાળ પડેલું છે. અહા ! વસ્તુસ્થિત સ્વરૂપશ્રદ્ધાની જ્યાં અંતર્દષ્ટિ કરે કે તરત જ વર્તમાન સમ્યગ્દર્શનરૂપી કાર્ય પ્રગટ થાય છે. અહા! કારણમાં એકાગ્ર થતાં જ કાર્ય પ્રગટ થાય છે, અને માટે તેને (ત્રિકાળ સ્વરૂપશ્રદ્ધાને ) કારણદષ્ટિ કહેવામાં આવે છે. ભાઈ, અંદર કારણ ત્રિકાળ છે તેમાંથી કાર્ય આવે છે, પણ કોઈ દયા, દાન, વ્રતાદિના વિકલ્પોથી સમ્યગ્દર્શનરૂપ ધર્મ થવાનું ચાહે તો એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૩] ૨૧૧ ત્રણ કાળ-ત્રણ લોકમાં બનવું સંભવિત નથી. અજ્ઞાનીઓ એવું માને-મનાવે એ જુદી વાત છે, પણ વીતરાગનો મારગ એવો નથી. વીતરાગનો મારગ તો નિર્વિકલ્પ છે, વીતરાગતારૂપ છે. અહા ! એ તો પરથી ને રાગથી ઉત્સાહનો ભંગ કરીને સ્વમાં ઉત્સાહ કરવાનો (વીર્ય જોડવાનો) મારગ છે. લ્યો, આવી વાતુ અલૌકિક ! હવે બીજી કાર્યદષ્ટિની વાતઃ પ્રશ્નઃ કાર્યદષ્ટિ એટલે શું? સમાધાનઃ અહા! અંદર જે ત્રિકાળી દર્શનોપયોગ ને ત્રિકાળી શ્રદ્ધામય ધ્રુવ એક ચૈતન્યસામાન્યસ્વરૂપ છે તેનો આશ્રય કરતાં વર્તમાન દશામાં ક્ષાયિક શ્રદ્ધા ને કેવળદર્શન પ્રગટ થાય છે, અને તે કેવળદર્શન અને ક્ષાયિક શ્રદ્ધાને અહીં કાર્યદષ્ટિ કહેવામાં આવે છે. અહા ! આ લીંડીપીપર હોય છે ને? તો, તે બહારમાં કાળી ને કદમાં નાની હોય છે. છતાં, શક્તિમાં તો તે ચોસઠ પહોરી તીખાશ રાખીને પડી છે. ભાઈ, આ જ ૬૪ પહોરી તીખાશ ઘૂંટવાથી પ્રગટ થાય છે તે ક્યાંથી આવે છે? શું તે બહારથી આવે છે? ના, અહા ! એ તો લીંડીપીપરમાં જ–એટલામાં જ–પૂર્ણ-પૂરી ૬૪ પહોરી તીખાશ ને લીલો રંગ ભર્યા છે; અને તેથી, તે અંદરમાં છે તો તેમાંથી બહાર આવે છે. જેમ જેમ ઘૂંટે તેમ એક-બે પહોરી એમ ક્રમશ: તીખાશ બહાર આવે છે, ને પૂર્ણ ઘૂંટતાં પૂર્ણ ૬૪ પહોરી તીખાશ બહાર આવે છે. તેમ ભગવાન આત્મા બહારમાં પુણ્ય-પાપના ભાવ જેવો કાળો (કલુષિત, મલિન) દેખાય છે, ને કદમાં શરીર પ્રમાણ નાનો દેખાય છે. પરંતુ તેના અંતરના સ્વભાવમાં તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શ્રદ્ધા, અનંત પવિત્રતા, સ્વચ્છતા ઇત્યાદિનું સત્ત્વ પડયું છે. અર્થાત તેના અંતર તળિયામાં અનંતા સ્વભાવની અક્ષય લક્ષ્મી પડી છે. તેમાં એકાગ્ર થવાથી, અહાહા.! જે ચીજ અંદરમાં પૂર્ણ ધ્રુવ ચિદાનંદમય છે તેમાં દષ્ટિ લગાવવાથી (ક્ષાયિક ) સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે અને તેને કાર્યદષ્ટિ કહે છે. વળી, એમાંથી જે પૂર્ણ દર્શનનો ઉપયોગ અર્થાત્ કેવળદર્શનનો ઉપયોગ પ્રગટ થાય છે તેને કાર્યદર્શન ઉપયોગ કહે છે. કોઈને થાય કે આ તે કેવી વાત? પણ ભાઈ, મૂળ વાત એ છે કે જગતને મૂળ તત્ત્વની વાત કોઈ દિ' મળી જ નથી. જૈનમાં (જૈન સંપ્રદાયમાં) પણ અત્યારે મૂળ વાતને કોરાણે રાખીને બીજી વાત જ પીરસાતી રહી છે, અને તેથી મૂળ વાત જ એના લક્ષમાં આવી નથી. પરંતુ ભાઈ, પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્મા સમોસરણમાં ઇન્દ્રોની સમક્ષ આ વાત કહેતા હતા, અને અત્યારે પણ મહાવિદેહમાં સીમંધરાદિ પરમાત્મા આ જ વાત કહે છે. તો કહે છે-“બીજી કાર્યદષ્ટિ દર્શનાવરણીય-જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોનો ક્ષયથી ઉત્પન્ન થાય છે.” જુઓ, કાર્યદષ્ટિ કહો, પરમ અવગાઢ સમકિત કહો કે કાર્યદર્શન ઉપયોગ કહો એ બધું એક જ છે, અને તે દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, મોહનીય ને અંતરાય-એ ઘાતિકર્મોનો ક્ષય થતાં ઉત્પન્ન થાય છે. અહા! જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર-એમ આઠ કર્મ છે. તેમાં પહેલાં ચાર ઘાતિકર્મ છે, ને બાકીનાં અઘાતિ છે. એ બધાં કર્મ જડ છે. ઝીણી રજકણ છે. જેમ આ શરીરનાં રજકણ જાડાં-સ્થૂળ છે, તેમ જ્ઞાનાવરણીય આદિ કર્મ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨ [નિયમસાર પ્રવચન ઝીણી–સૂક્ષ્મ રજ છે. તો, એ (–આત્મા) પોતાના અંતર સ્વભાવમાં એકાગ્ર થઈ અર્થાત્ નિજ જ્ઞાનાનંદસ્વભાવસ્વરૂપમાં અંતર એકાગ્ર થઈ જ્યારે કેવળદર્શન, કેવળજ્ઞાનરૂપી કાર્ય પ્રગટ કરે છે ત્યારે એની મેળાયે જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, આદિ ઘાતકર્મ ક્ષય પામે છે. અહા ! જેમ પ્રકાશ થતાં અંધારું નાશ પામે છે તેમ સ્વભાવમાં એકાગ્રતા-લીનતા વડે કેવળજ્ઞાનાદિ પ્રગટ થયે સર્વ ઘાતકર્મો નાશ પામે છે. અહા! ભાઈ, એનું (–આત્માનું) કાર્ય તો કેવળદર્શન, કેવળજ્ઞાન, ક્ષાયિક સમતિ આદિ છે; લ્યો, એ એનું કાર્ય છે. પણ જડનાં કાર્ય કરવાં ને રાગાદિ વિકલ્પ કરવા એ કાંઈ એનું કાર્ય નથી. સમજાણું કાંઈ...? પ્રશ્ન: ત્યારે એ કોનું કાર્ય છે? શું નોકરનું કાર્ય છે? સમાધાન: એ કોઈ નોકરનુંય કાર્ય નથી. એ તો જડનું કાર્ય બાપુ! એ તો જડનું-પરમાણુનું કાર્ય છે. જુઓ, આ હાથ છે એ જડ પરમાણુનો પિંડ છે. તો, આ હાથ જે આમ હુલે છે તે કોનું કાર્ય છે? એ જડ પરમાણુઓનું કાર્ય બાપા! જડ હાલે છે એ કાંઈ આત્માનું કાર્ય નથી; કારણ કે આત્મા તો ચેતન અરૂપી ભિન્ન ચીજ છે. આત્મા તો એને (હાથને ) અડતો સુદ્ધા નથી. પ્રશ્ન: પણ હુલાવો ત્યારે જ એ હાલે છે ને? સમાધાન: ભાઈ, એને કોણ હલાવે ? શું આત્મા હુલાવે? આત્મો તો એને અડય નહિ, તો પછી કેમ (કેવી રીતે) હુલાવે? ભારે વાત ભાઈ ! આ વાણી નીકળે છે ને? તે પણ જડની અવસ્થા છે, જડનું કાર્ય છે, આત્માનું નહિ; કેમકે આત્મામાં વાણી નથી કે જેથી આત્મા વાણીને કરે? અહા ! જગતને ભારે આકરી લાગે એવી વાત છે, પણ આ સત્ય વાત છે, વસ્તુસ્થિતિ છે. અહીં કહે છે-આત્મા પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવનો આશ્રય લઈને તેમાં એકાગ્ર-લીન થાય છે ત્યારે કેવળદર્શન પ્રગટ થાય છે, ને તેને કાર્યદર્શન કહે છે, ને ત્યારે (તે જ ક્ષણે) દર્શનાવરણીયનો નાશ થાય છે. તેવી રીતે ત્રિકાળી નિત્ય જ્ઞાનસ્વભાવી ધુવધામનો આશ્રય લઈને જ્યારે આત્મા કેવળજ્ઞાન પ્રગટ કરે છે ત્યારે જ્ઞાનાવરણીયનો નાશ થાય છે. તેવી રીતે જ્યારે તે (–આત્મા) અંદરના ત્રિકાળી ચારિત્ર-વીતરાગસ્વભાવી આત્માનો આશ્રય લઈને પર્યાયમાં પૂર્ણ વીતરાગતા પ્રગટ કરે છે ત્યારે મોહકર્મનો ક્ષય થાય છે; અને અંતર આત્મામાં જે સ્વભાવરૂપે અનંત વીર્ય-બળ પડ્યું છે તેનો આશ્રય લઈને જ્યારે તે કાર્યરૂપે અનંત વીર્ય પ્રગટ કરે છે ત્યારે અંતરાયકર્મનો નાશ થઈ જાય છે. અહા! અહીં જે આ ચાર કર્મો લીધાં છે તે ઘાતિકર્મો છે. બાકીનાં વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ અઘાતિકર્મો કહેવાય છે. તો, તે જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોનો ક્ષય થઈને કાર્યદર્શન પ્રગટ થાય છે એમ અહીં કહે છે. હવે આ સમજવું જ જ્યાં આકરું-કઠણ લાગે ત્યાં કાર્ય પ્રગટ કરવાનું તો ક્યાંય દૂર રહી ગયું. બાપુ! આ વીતરાગના મારગડા જુદા છે પ્રભુ! અનંતકાળમાં એને પ્રગટ થયો નથી એવો અપૂર્વ મારગ તો જુદી જાતનો જ હોય ને? જુઓ, હવે કહે છે-“આ ક્ષાયિક જીવને...” અહા ! અંદર વસ્તુપણે ભગવાન આત્મા તો પૂર્ણ જ્ઞાન, દર્શન, આનંદ, શાન્તિ, વીતરાગતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ગાથા-૧૩] ૨૧૩ આદિ સ્વભાવથી ભરપૂર ભરેલો જ છે. હવે એમાં અંતર્મુખ-અંતર એકાગ્ર થઈને જ્યારે જીવ લવલીન થાય છે ત્યારે તેને સમકિત પ્રગટે છે, વીતરાગતા પ્રગટે છે, કેવળદર્શન ને કેવળજ્ઞાન પ્રગટે છે, તથા સાથે અનંત વીર્ય પ્રગટે છે. આ બધાં ક્ષાયિકભાવે પ્રગટે છે. કેમકે તે ક્ષાયિક પર્યાય છે. તો કહે છે– આ ક્ષાયિક જીવને...' અહા ! કારણસ્વભાવનો આશ્રય લઈને જેણે ક્ષાયિકભાવ પ્રગટ કર્યો છે એવા ક્ષાયિક જીવને... અહા ! સામે શાસ્ત્ર છે ને? આ અંદર શબ્દો છે તેનો અર્થ થાય છે. (એમ કે ધ્યાન દઈને અર્થ સમજવો ) પ્રશ્ન: ‘ ક્ષાયિક જીવને ’ એટલે શું? સમાધાનઃ આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ ત્રિકાળ પ૨મ પારિણામિકભાવસ્વરૂપ જ છે અને તેને આશ્રયે આ જે કેવળજ્ઞાનાદિ નવી પર્યાય પ્રગટ થઈ છે તે ક્ષાયિકભાવરૂપ છે. કર્મનો (દ્રવ્યકર્મ ને ભાવકર્મનો ) અત્યંત ક્ષય થઈને તે ઉત્પન્ન થઈ છે ને? તો તેને ક્ષાયિકભાવ કહે છે. અહા! જેને આ કેવળદર્શન-કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવની નવી પર્યાય પ્રગટ થઈ છે તેને અહીં ‘ક્ષાયિક જીવ' કહ્યો છે. અને તેની આ વાત ચાલે છે. અહાહા...! અંદર શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા ત્રિકાળ ધ્રુવસ્વરૂપે બિરાજે છે. તો તેને ધ્યેય બનાવીને જીવ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, અને તત્કાળ જ તેને સમ્યજ્ઞાન થાય છે. પછી ધ્યાનની-એકાગ્રતાની વિશેષતા (શુક્લધ્યાન) થઈને તેને પૂર્ણ ચારિત્રની તેમ જ પૂર્ણ જ્ઞાન દર્શન અને વીર્યની દશા પ્રગટ થાય છે. અહા! ત્યાં જે કેવળદર્શન-કેવળજ્ઞાનાદિ દશા પ્રગટ થઈ તે ક્ષાયિકભાવ છે, કેમકે તે દ્રવ્ય-ભાવ ઘાતિકર્મોનો ક્ષય થઈને પ્રગટ થઈ છે, ને હવે તે પ્રગટ થઈ છે તે કદીય જાશે (નષ્ટ થાશે ) નહિ. અહા ! આવો ક્ષાયિકભાવ જેને પ્રગટ થયો છે તે ‘ક્ષાયિક જીવ’ છે. તો, કહે છે– આ ક્ષાયિક જીવને-જેણે સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન વડે ત્રણ ભુવનને જાણ્યા છે,... ' અહાહા...! લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ શક્તિરૂપ હતી તો તેને ઘૂંટતાં તેમાંથી ૬૪ પહોરી તીખાશ પ્રગટ થઈ છે; તેમ ભગવાન આત્માની જ્ઞાનશક્તિમાંથી, અંદર જ્ઞાનનો પૂર્ણ સ્વભાવ છે તેમાંથી, તેનો આશ્રય લેતાં વર્તમાન દશામાં કાર્યજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થાય છે. કેવું છે તે કેવળજ્ઞાન? સકળવિમળ અર્થાત્ સર્વથા નિર્મળ, અને તેણે ત્રણ ભુવનને જાણ્યાં છે. જુઓ ભાઈ ! ઓલા વ્યવહારથી અર્થાત્ દયા, દાન, વ્રતાદિથી આ પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે એમ છે નહિ, એની અહીં ના પાડે છે. હા, વચ્ચે (સાધકદશામાં) એ વિકલ્પ આવે છે, પણ એ તો બંધનું કારણ છે. તેથી એને ઓળંગી જઈને (દૂર કરીને ) આ કાર્યજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને તે અંદરમાં ત્રિકાળી કારણજ્ઞાનસ્વભાવને આશ્રયે પ્રગટ થાય છે; રાગના કે પરના આશ્રયે થતું નથી. આવી વાતુ ભાઈ ! વળી કહે છે–‘નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે,... ' અહા ! શું કીધું? કે અંતરના આશ્રયે કારણજ્ઞાનમાંથી જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થયું ત્યારે, તેને કારણરૂપ ત્રિકાળી આનંદસ્વભાવ પણ હતો. અને તેથી ભગવાનને કેવળજ્ઞાનની સાથે અનંત સુખ પણ ઉત્પન્ન થયું છે. અહાહા...! ભગવાનને અંતરમાંથી ૫૨મ સુખામૃતનો સમુદ્ર ઉલસ્યો છે. લ્યો, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪ | નિયમસાર પ્રવચન આ સાચું સુખ છે. આ પર્યાયની વાત છે હીં, અહા! અંતરમાં તો આનંદકંદ પ્રભુ ધ્રુવ આત્મા છે તે અતીન્દ્રિય આનંદના સ્વભાવનો સાગર છે. તો, તેમાં એકાગ્ર થતાં, પર્યાયમાં અનંત આનંદ પૂર્ણ પ્રગટે છે. અહા! આવી વાત! પ્રશ્નઃ કેવો છે તે આનંદ? સમાધાન: અહા ! એ પરમ વીતરાગ સુખામૃતનો દરિયો છે. ભાઈ, ભગવાન અરિહંતની આવી પરમાનંદમય કોઈ અલૌકિક દશા છે. પ્રશ્ન: તે અરિહંત કેમ કરીને થયા? સમાધાન: પોતાના પૂર્ણ વીતરાગવિજ્ઞાનસ્વભાવના આશ્રયે પ્રગટ થયા છે. વળી, કહે છે- જે યથાખ્યાત નામના કાર્યશુદ્ધચારિત્રસ્વરૂપ છે,....' અહાહા...! અંદર જે ત્રિકાળી શુદ્ધ ચારિત્ર છે તેનો આશ્રય લેતાં ભગવાન કેવળીને કાર્યશુદ્ધચારિત્ર પ્રગટયું છે એમ કહે છે. અહા ! તેને-આત્મામાં જે પૂર્ણ રમણતા પ્રગટી છે તેને-ચારિત્ર કહે છે. બાકી આ ક્રિયાકાંડને-શરીરની ક્રિયાને કે પંચમહાવ્રતના વિકલ્પને-ચારિત્ર કહેતા નથી અહાહા! અંતર નિજાનંદસ્વરૂપમાં રમણતાં કરવી, તેમાં લીનતા કરવી, તેમાં ચરવું, તેમાં ઠરવું ને તેનું વેદન કરવું એનું નામ ભગવાને ચારિત્ર કહ્યું છે. તે ચારિત્રની પૂર્ણતા તે યથાખ્યાત કાર્યશુદ્ધચારિત્ર છે. વળી, “જે સાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્દભૂતવ્યવહારનયાત્મક છે....' લ્યો, આ જરી ઝીણું આવ્યું. કહે છે ભગવાનને પર્યાયમાં જે કેવળજ્ઞાન થયું તે સાદિ (નવું) છે, પણ હવે તે અનંત છે, અર્થાતુ હવે તેનો અંત આવશે નહિ, પણ અનંતકાળ રહેશે. અહા ! ત્રિકાળી દ્રવ્યત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા અનાદિ-અનંત છે, જ્યારે તેના આશ્રયે જે કેવળજ્ઞાનની દશા નવી પ્રગટ થઈ છે તે સાદિ-અનંત છે. અહા ! કેવળજ્ઞાન નવું થયું છે માટે તે સાદિ છે, અને હવે તે અનંતકાળ રહેવાનું છે માટે અનંત છે. વળી કહે છે-આ કેવળજ્ઞાન શુદ્ધસદ્દભૂતવ્યવહારનયસ્વરૂપ છે. અહા ! ક્ષાયિક જ્ઞાન પણ એક સમયની પર્યાય છે ને? તો તે વ્યવહારનયસ્વરૂપ છે. ત્રિકાળી ધ્રુવ આત્મવસ્તુ નિશ્ચયનયસ્વરૂપ છે. જ્યારે આ કેવળજ્ઞાનની પ્રગટ દશા વ્યવહારનયસ્વરૂપ છે. વળી તે એનામાં છે માટે સદભૂત છે, અને તે (કેવળજ્ઞાન) પૂર્ણ શુદ્ધ છે માટે શુદ્ધ છે. આ રીતે તે શુદ્ધ ભૂતવ્યવહારનયસ્વરૂપ છે. વળી કેવળજ્ઞાન અમૂર્ત ને અતીન્દ્રિય છે. તેથી કેવળજ્ઞાન અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધસદભૂતવ્યવહારનયસ્વરૂપ છે. આવું ઝીણું સમજવું પડશે હોં. હવે કહે છે-“અને જે ત્રિલોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદનાયોગ્ય છે...' અહાહા ! જેમણે અંતરના ઉકેલ કરીને પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરી છે તે ભગવાન તીર્થંકરદેવ ત્રણ લોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદનાયોગ્ય છે. અહા! “એવા તીર્થંકર પરમદેવને-કેવળજ્ઞાનની માફક આ (કાર્યદષ્ટિ) પણ યુગપ૬ લોકાલોકમાં વ્યાપનારી છે.' અહા! જેમ કેવળજ્ઞાન લોકાલોકમાં યુગપદ્ વ્યાપે છે તેમ કેવળજ્ઞાનની સાથે કાર્યદષ્ટિ અર્થાત્ કેવળદર્શન પણ લોકાલોકમાં યુગપદ્ વ્યાપે છે. અહા ! આવું કેવળદર્શન છે એમ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૩] ૨૧૫ ‘આ રીતે કાર્યરૂપે અને કારણરૂપે સ્વભાવદર્શનોપયોગ કહ્યો. વિભાવદર્શનોપયોગ હવે પછીના સૂત્રમાં (૧૪મી ગાથામાં ) હોવાથી ત્યાં જ દર્શાવવામાં આવશે.’ શ્લોક ૨૩: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ અહા ! કળશ બહુ ઊંચો અને બહુ સરસ છે હો. કહે છે-‘દિશ...' દશ અર્થાત્ સમ્યગ્દર્શન. એટલે શું? અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર ત્રિકાળ ધ્રુવ પૂર્ણાનંદસ્વરૂપ છે. તેની અંતર-અનુભવમાં પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, અને તે ધર્મનો પહેલો અવયવ છે. અર્થાત્ ધર્મમાં સૌથી પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અહા! અંદર વસ્તુ પોતે ભગવાનસ્વરૂપ (જ્ઞાનાનંદમય ) પૂરણ છે તેમાં એકાગ્ર થતાં રાગથી નિરપેક્ષ-રાગની અપેક્ષા વિના જ-નિર્વિકલ્પ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. તેને અહીં-વીતરાગ મારગમાં-દશ અર્થાત્ ધર્મની પહેલી ક્રિયા કહેવામાં આવે છે. હવે, ‘જ્ઞપ્તિ...’ જ્ઞપ્તિ એટલે જાણવું તે, જ્ઞાન. અહાહા...! અંતરના નિજ ત્રિકાળી ભગવાનસ્વરૂપ આત્મામાં એકાગ્ર થતાં આત્માશ્રિત જે સ્વસંવેદનરૂપ સમ્યજ્ઞાન પ્રગટે તેને અહીં જ્ઞાન કહેવામાં આવે છે. ભાઈ, એકલું શાસ્ત્રનું ભણતર એ કાંઈ જ્ઞાન નથી; અને આ તમારાં વકીલાતનાં ભણતર કે ધંધાનાં જે બધાં જ્ઞાન છે તેય જ્ઞાન નથી, પણ એ તો અજ્ઞાન છે, ને બંધનું કારણ છે. અહા! ભગવાન કેવળીના મારગમાં જ્ઞાન તો એને કહીએ કે જે સ્વાશ્રિત હોય અને સ્વરૂપસન્મુખ થતાં અંતરમાંથી પ્રગટ થયું હોય. અહાહા...! અંદર શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ આત્મસ્વરૂપમાં સહજ જ્ઞાનની જ્યોત નિરંતર ઝળહળે છે. તો તેમાં એકાગ્ર થતાં અંતરમાંથી જે જ્ઞાનનો કણ જાગે તેને જ્ઞાન-સમ્યજ્ઞાન કહે છે; અને તે મોક્ષમાર્ગનો એક અવયવ છે. ‘વૃત્તિ...’ વૃત્તિ અર્થાત્ પરિણતિ, ચારિત્ર. અહાહા...! અંદર ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના અનુભવમાં, આનંદમાં સ્વાદ સહિત સ્વસ્વરૂપની પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે જ્ઞાન છે. અને તેમાં-નિજાનંદસ્વરૂપમાં લીનતા-રમણતા થવી તેને ચારિત્ર કહે છે. ભારે વ્યાખ્યા ભાઈ! અહા! લોકો-અજ્ઞાનીઓ તો વસ્ત્ર છોડયાં ને નગ્ન દિગંબર થઈ કાંઈક પંચમહાવ્રત પાળ્યાં એટલે ચારિત્ર થઈ ગયું એમ માને છે; પણ તે ધૂળેય ચારિત્ર નથી સાંભળને! અંતરએકાગ્રતા ને અંતર-લીનતા વિના ચારિત્ર કેવું? માત્ર શરીરની અને રાગની ક્રિયામાં ચારિત્ર માને એ તો મિથ્યાભાવ છે. અહાહા...! અતીન્દ્રિય આનંદનું ધામ ચિદાનંદધન પ્રભુ આત્મા છે. તેનાં શ્રદ્ધાન-જ્ઞાન અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન થયા પછી તે સ્વરૂપમાં જ ચરવું-રમવું–ઠરવું-જમવું ને ત્યાં જ લીન-સ્થિર થઈ જવું તેને ત્રણ લોકના નાથ કેવળી ૫રમાત્મા ચારિત્ર કહે છે. અહા! સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક આવું ચારિત્ર તે મોક્ષનું કારણ છે. જુઓ, અહીં ભાષા એમ લીધી છે કે-‘દશિ-જ્ઞપ્તિ-વૃત્તિસ્વરૂપ ( દર્શનજ્ઞાનચારિત્રરૂપે પરિણમતું )..' એટલે શું? કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન સમ્યક્ચારિત્રની નિર્વિકારી નિર્દોષદશારૂપે થતું... Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ [ નિયમસાર પ્રવચન કોણ થતું? કોણ પરિણમતું? આત્મતત્ત્વ અર્થાત્ ભગવાન આત્મા આ રીતે પરિણમે છે. જુઓ, અંદર એ જ કહે છે કે એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપ નિજ આત્મતત્વ...' અહાહા...! અંદર જે એક ચૈતન્ય.ચૈતન્ય..ચૈતન્ય એવું ચૈતન્યસામાન્યસ્વરૂપ, જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાનસ્વરૂપ નિજ આત્મતત્ત્વ છે તે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપે પરિણમે છે. થાય છે એમ કહે છે. શું કહ્યું આ? સમજાણું કે નહિ? બાપુ! ચોપડામાં નામાં બારીકાઈથી જુઓ છો તો, અંદર શાસ્ત્રના શબ્દો તો જુઓ! અહા ! એને ધૂળના (-પૈસાનાં) ચક્રવર્તી લાજ કાઢવાં હોય તો નવરાશ મળે છે, પણ આ શાસ્ત્રો જોવાની-સમજવાની નવરાશ નથી ! અહીં કહે છે–ભગવાન આત્મા આનંદનું ધામ પ્રભુ પૂર્ણ શુદ્ધ છે. તેનો અંતર નિર્વિકલ્પ અનુભવ કરવો, ને તેની શ્રદ્ધા કરવી તે સમકિત છે. તેનું આનંદના વેદનવાળું સમ્યજ્ઞાન તે જ્ઞાન છે, અને સ્વરૂપમાં ઉગ્ર રમણતા-લીનતા કરવી તેનું નામ ચારિત્ર છે. અહાહા..! જેમાં પ્રચુર આનંદનું સંવેદન થાય તે ચારિત્ર છે.-આ દશાઓ વિશેષરૂપ છે, એટલે કે પર્યાયરૂપ છે. તો, તે વિશેષ રૂપ કોણ થાય છે તે અહીં કહે છે. તો, કહે છે–એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપ નિજ આત્મતત્ત્વ છે તે પર્યાયરૂપ થાય છે. અહા! એ દશાઓ કાંઈ નિમિત્તને લઈને થતી નથી, પણ ચિત્સામાન્યરૂપ આત્મા પોતે તે ત્રણ દશારૂપે થાય છે એમ કહે છે. અહા ! જુઓ તો ખરા ! શું શૈલી છે! અહા! અહીં ઉપયોગનું વર્ણન છે ને? અને રત્નત્રયમાં દર્શન ને જ્ઞાન પહેલાં છે. તેથી કહે છે જ્ઞાન-દર્શનનો ઉપયોગ કે જે ત્રિકાળ ચિત્સામાન્યસ્વરૂપ છે, અર્થાત્ સામાન્ય ચૈતન્યતત્ત્વસ્થિત જ્ઞાનદર્શનનો જે ત્રિકાળ ધ્રુવ ઉપયોગ છે તે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રપણે થાય છે એટલે કે પરિણમે છે. બીજી રીતે કહીએ તો સામાન્ય, પર્યાયમાં વિશેષપણે થાય છે. આવી ઝીણી વાત! પ્રશ્ન: શું સામાન્ય વિશેષરૂપ થાય છે? સમાધાનઃ હા, સામાન્ય વિશેષરૂપ પરિણમે છે એમ અહીં કહે છે; કેમકે પર્યાય અપેક્ષાએ તે સામાન્ય વિશેષરૂપે પરિણમ્યું છે. જુઓને, અહીં શું કહ્યું છે? કે દશિ-શક્તિ-વૃત્તિસ્વરૂપ થતું એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપ નિજ આત્મતત્ત્વ છે તે..અહા ! સામાન્ય તો સામાન્ય જ છે; પણ તે (પર્યાયની અપેક્ષાએ) પરિણમે છે ને? જુઓ, એ જ શબ્દો આમાં (કળશમાં) છે. અહા! એમાં ખૂબી એ છે કે ત્રિકાળી સામાન્યસ્વભાવ છે તે પર્યાયપણે પરિણમે છે એમ જે કહ્યું છે તેનો અર્થ એ છે કે દર્શન–જ્ઞાન ને આનંદમય એવા વિશેષરૂપે તે (સામાન્ય) થયું છે, કોઈ અન્ય વસ્તુ નહિ. આવી બધી ભાષા ગૂઢ રહસ્યમય છે! સમજાણું કાંઈ...? અહા! કહે છે-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ એવું જે મોક્ષમાર્ગનું પરિણામ છે, પર્યાય છે, તે વિશેષપણે (પર્યાય અપેક્ષાએ) પોતે સામાન્ય પરિણમે છે. એટલે કે જે ત્રિકાળી જ્ઞાન-દર્શનના સ્વભાવવાળું ચિત્સામાન્યસ્વરૂપ આત્મતત્ત્વ છે, અહાહા ! જાણવા દેખવાના ધ્રુવ સ્વભાવવાળું જે આત્મતત્ત્વ છે, તે પોતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વિશેષપણે પરિણમે છે; પણ રાગની ક્રિયાથી તે નિર્મળ રત્નત્રયરૂપે-મોક્ષમાર્ગરૂપે પરિણમે છે એમ નથી. તેમ જ શરીરના નિમિત્તથી કે ઈન્દ્રિયોની સહાયથી તે મોક્ષમાર્ગપણે પરિણમે છે એમ નથી. અહીં આ બતાવવું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૩] ૨૧૭ પ્રશ્નઃ પણ હવે આમાં કેટલું સમજવું ને કેટલું યાદ રાખવું ? સમાધાન: અરે ભાઈ ! સંસારમાં તો હજારો વાત સમજીને યાદ રાખે છે. દુકાનમાં કેટલી વાતનું ધ્યાન રાખે છે? ત્યાં તો બધી વાત મગજમાં તરવરે છે. નજર કરે ને બધી ખબર પડી જાય છે; કેમકે સંસારની રુચિ છે ને? પાપની વૃત્તિ છે ને? અહીં કહે છે-ભગવાન આત્મા મોટું (અનંતુ ) ગોદામ છે. અહા! અનંત-દર્શન, અનંત જ્ઞાન, અનંત આનંદ ને અનંત શાન્તિનું એ મોટું ગોદામ છે. એ ગોદામમાંથી ધર્મીએ માલ બહાર કાઢયો છે. અહા ! આ ન્યાલ થવાનો મારગ પ્રભુ ! હોં. બાકી બધા તો હેરાન-પરેશાન થવાના રસ્તા છે. પણ એ પૈસે-ટકે સુખી છે ને? ધૂળેય સુખી નથી સાંભળને? એ ધૂળમાં (પૈસામાં) શું છે? એમાં સુખ ક્યાં છે? અરે! બુદ્ધિના બારદાન હોય ને? એય મહિને દસ-વીસ લાખ પેદા કરી લે છે, જ્યારે બુદ્ધિમાં બળિયા ગણાતા હોય એને મહિને હજાર કમાતો પરસેવો ઉતરી જાય છે. એમાં શું? એ ક્યાં તારી ચીજ છે? એ તો પૂર્વનાં પુણ્ય બળે ત્યારે પૈસા થાય છે (દેખાય છે). પણ એને ભાન ક્યાં છે? અહા ! પૂર્વે શાતાના રજકણો જે બાંધેલા પડ્યા હોય તે જ્યારે ખરે છે ને બળે છે ત્યારે ઓલી (પૈસા આદિ) ચીજો દેખાય છે. એ તો દેખાવમાત્ર બાપા! એમાં તને શું આવ્યું? કાંઈ જ નહિ. એ તો અજ્ઞાની, મેં હોંશિયારીથી કામ કર્યું એમ (મિથ્યા) માને છે. મૂઢ છે મોટો ! અહા ! અહીં તો અંદરની ચૈતન્યલક્ષ્મીની વાત છે. અહા! ભગવાન ત્રિલોકીનાથ તીર્થંકરદેવ એમ ફરમાવે છે કે-ભગવાન! તારા ગોદામમાં તો અનંત જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણલક્ષ્મી ભરી છે. તેમાં જેટલી એકાગ્રતા-લીનતા થાય તેટલાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. અહા! અંતર-એકાગ્રતા એ માલ બહાર કાઢવાની રીત છે અને તને ખબર પણ પડશે હોં કે મેં આટલો માલ કાઢયો. લ્યો, મોક્ષ પર્યટનો માલ કાઢવાની આ રીત ને આ માર્ગ છે. એ જ કહે છે એવું (શુદ્ધ રત્નત્રયરૂપે પરિણમેલું) જે એક જ ચૈતન્યસ્વરૂપ નિજ આત્મતત્ત્વ છે તે મોક્ષેચ્છુઓને પ્રસિદ્ધ માર્ગ છે....' ધર્મના જિજ્ઞાસુઓને આ અંતરનો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય એવો માર્ગ જ પ્રસિદ્ધ માર્ગ છે. અહા! ત્રિકાળી દ્રવ્યના આશ્રયે તેની અંતર–લીનતાથી પ્રગટ થયેલ શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ જ વીતરાગના શાસનમાં પ્રસિદ્ધ માર્ગ છે. આ માર્ગ વિના મોક્ષ નથી.” અહા! સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવના માર્ગમાં અંતરના દ્રવ્યસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી દશા ને મોક્ષ પ્રગટ થાય છે. મોક્ષેચ્છુઓને આ એક જ માર્ગ પ્રસિદ્ધ છે, બાકી બીજો મોક્ષનો માર્ગ ભગવાનના માર્ગમાં શાસનમાં નથી. આવી આ સ્પષ્ટ વાત છે. છતાં અજ્ઞાનીઓ કોઈ બીજો માર્ગ કલ્યું તો તે તેના (અજ્ઞાનીના) ઘરનો છે, તેથી કાંઈ મોક્ષ થાય નહિ. અહા ! કળશ બહુ સારો આવ્યો હોં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮ [નિયમસાર પ્રવચન ગાથા - ૧૪ चक्खु अचक्खू ओही तिण्णि वि भणिदं विभावदिट्ठि त्ति। पज्जाओ दुवियप्पो सपरावेक्खो य णिरवेक्खो।।१४।। ચક્ષુ, અચકું, અવધિ-ત્રણ દર્શન વિભાવિક છે કહ્યાં; નિરપેક્ષ, સ્વપરાપેક્ષ-એ બે ભેદ છે પર્યાયના. ૧૪. અન્વયાર્થ- [વક્ષરવારવધય: ] ચક્ષુ, અચક્ષુ અને અવધિ [ તિ: પિ] એ ત્રણે [ વિમાવદEય: ] વિભાવદર્શન [તિ મળતા: ] કહેવામાં આવ્યાં છે. [પર્યાય: ફિવિકલ્પ:] પર્યાય દ્વિવિધ છેઃ [સ્વપરાપેક્ષ:] સ્વપરાપેક્ષ (સ્વ ને પરની અપેક્ષા યુક્ત) [૨] અને [નિરપેક્ષા:] નિરપેક્ષ. ટીકા- આ, અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ પર્યાયની સૂચના છે. જેમ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને જાણે છે, તેમ ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને દિખે છે. જેમ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શ્રત દ્વારા દ્રવ્યશ્રુતે કહેલા મૂર્ત-અમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને પરોક્ષ રીતે જાણે છે, તેમ અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સ્પર્શન, રસન, ઘાણ અને શ્રોત્ર દ્વારા તેને તેને યોગ્ય વિષયોને દેખે છે. જેમ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શુદ્ધપુદગલપર્યત (-પરમાણુ સુધીના) મૂર્તદ્રવ્યને જાણે છે, તેમ અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સમસ્ત મૂર્ત પદાર્થને દેખે છે. (ઉપર પ્રમાણે) ઉપયોગનું વ્યાખ્યાન કર્યા પછી અહીં પર્યાયનું સ્વરૂપ કહેવામાં આવે છે: પરિ સત્તાત્ મેમેતિ છતીતિ પર્યાય: અર્થાત્ જે સર્વ તરફથી ભેદને પામે તે પર્યાય છે. તેમાં, સ્વભાવપર્યાય છે દ્રવ્યને સાધારણ છે, અર્થપર્યાય છે, વાણી અને મનને અગોચર છે, અતિ સૂક્ષ્મ છે, આગમપ્રમાણથી સ્વીકારવાયોગ્ય તેમ જ છે હાનિ-વૃદ્ધિના ભેદો સહિત છે અર્થાત્ અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ, અસંખ્યાતગુણ વૃદ્ધિ અને અનંતગુણ વૃદ્ધિ સહિત હોય છે અને એવી રીતે (વૃદ્ધિની જેમ) હાનિ પણ ઉતારાય છે. અશુદ્ધપર્યાય નર-નારકાદિ વ્યંજનપર્યાય છે. [હવે ૧૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છેઃ ] (માનિની ) अथ सति परभावे शुद्धमात्मानमेकं सहजगुणमणीनामाकरं पूर्णबोधम्। भजति निशितबुद्धिर्यः पुमान् शुद्धदृष्टि: स भवति परमश्रीकामिनीकामरूपः।।२४।। ૧ દેખવું = સામાન્યપણે અવલોકવું; સામાન્ય પ્રતિભાસ થવો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૪] ૨૧૯ [શ્લોકાર્ચ- ] પરભાવ હોવા છતાં, સહજગુણમણિની ખાણરૂપ અને પૂર્ણજ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીણબુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ બને છે. ૨૪. (મતિની) इति परगुणपर्यायेषु सत्सूत्तमानां हृदयसरसिजाते राजते कारणात्मा। सपदि समयसारं तं परं ब्रह्मरूपं भज भजसि निजोत्थं भव्यशार्दूल स त्वम्।।२५।। [ શ્લોકાર્ચ- ] એ રીતે પર ગુણપર્યાયો હોવા છતાં, ઉત્તમ પુરુષોના હૃદયકમળમાં કારણ-આત્મા વિરાજે છે. પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મરૂપ સમયસારને-કે જેને તું ભજી રહ્યો છે તેને-હે ભવ્યશાર્દૂલ (ભવ્યોત્તમ), તું શીધ્ર ભજ; તું તે છે. ૨૫. (પૃથ્વી ) क्वचिल्लसति सद्गुणैः क्वचिदशुद्धरूपैर्गुणै: क्वचित्सहजपर्ययैः क्वचिदशुद्धपर्यायकैः। सनाथमपि जीवतत्त्वमनाथं समस्तैरिदं नमामि परिभावयामि सकलार्थसिद्धयै सदा।। २६ ।। | [શ્લોકાર્ચ- ] જીવતત્વ કવચિત્ સગુણો સહિત *વિલસે છે-દેખાય છે કવચિત્ અશુદ્ધરૂપ ગુણો સહિત વિલસે છે, કવચિત્ સહજ પર્યાયો સહિત વિલસે છે અને કવચિત્ અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે. આ બધાથી સહિત હોવા છતાં પણ જે એ બધાથી રહિત છે એવા આ જીવતત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું છું, ભાવું છું. ૨૬. ગાથા ૧૪: ટીકા ઉપરનું પ્રવચન: “આ, અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ પર્યાયની સૂચના છે.” અહાહા..! શું કહે છે? કે આત્મામાં ચક્ષુ-અચક્ષુદર્શન આદિની જે પર્યાય થાય છે તે અશુદ્ધ છે. અહાહા....! ભગવાન આત્મા અને તેની દષ્ટા શક્તિ ત્રિકાળ પૂર્ણ શુદ્ધ છે, જ્યારે તેમાં ચક્ષુદર્શન આદિ જે પર્યાય થાય છે તે અશુદ્ધ છે; અને આત્માને એટલો જ માનવો તે અજ્ઞાન છે, અર્થાત્ એવી બુદ્ધિ અને માન્યતા હેય છે. સમજાણું કાંઈ....? પ્રશ્ન: આત્માને એટલો જ માનવો એટલે શું? સમાઘાન આત્માને એટલો જ માનવો એટલે કે અંશ જેટલો-એક સમયની પર્યાયના અંશ * વિલસવું= દેખાવ દેવો; દેખાવું; ઝળકવું; આવિર્ભત થવું; પ્રગટ થવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨) [ નિયમસાર પ્રવચન જેટલો જ માનવો તે અજ્ઞાન છે. અહા! શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઇત્યાદિ પરપદાર્થ તો પોતાના નથી, તેમ જ રાગ-દ્વેષ ને પુણ્ય-પાપના જે વિકલ્પ થાય છે તે પણ વિકાર હોવાથી પોતાના સ્વરૂપભૂત નથી. તથા એક સમયનો જે આ અશુદ્ધ ઉપયોગ છે તે પણ પોતાનું ત્રિકાળી, કાયમી સ્વરૂપ નથી. અત્યારે અશુદ્ધ ઉપયોગની વાત ચાલે છે ને? (એટલે તેની વાત કરી છે). તો, એ પણ એક સમયની દશા-અવસ્થા છે, અને તેથી તે પણ પોતાનું કાયમી સ્વરૂપ નથી; અર્થાત તે પોતાની આખી ચીજ નથી. કોઈને એમ થાય કે પોતાની આખી ચીજ શું છે? અહાહા..! અંદર પૂર્ણ જ્ઞાન-જ્ઞાતૃશક્તિ, પૂર્ણ દર્શન-દષ્ટાશક્તિ અને પૂર્ણ આનંદથી ભરપૂર ભરેલી ત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા છે તે આખી ચીજ છે, અને તે જ પોતાની નિશ્ચય ચીજ છે. અહા! આ પૂર્ણ–આખી પોતાની ચિલ્ચમત્કાર ચીજ છે બસ તે એક જ ઉપાદેય છે; જ્યારે એક સમયની પર્યાય અંશમાત્ર હોવાથી ખરેખર પોતાનું મૂળ-આખું સ્વરૂપ નથી, અને તેથી તે ઉપાદેય નથી, હેય છે. અહા ! આવી ઝીણી વાત બાપુ ! અહા ! ક્યાં સુધી એને પહોંચવું છે? (એમ કે કેટલાથી ભેદજ્ઞાન કરવાનું છે?) અરે ભાઈ ! હજી તો એ આ બહારનાં શરીર, પૈસા, બાગ-બંગલા, ઈજ્જત-આબરૂ વગેરે મારાં છે એમ માને છે. પણ બાપુ! એ મારાં છે એમ માનવું એ મહામિથ્યાત્વનું પાપ છે. અને રાગ-દ્વેષ ને પુણ્યપાપના જે ભાવ થાય છે તે મારાં છે, મને ભલા છે એમ માનવું એય ઘોર મિથ્યાત્વનું પાપ છે. અહીં વિશેષ એમ કહેવું છે કે અશુદ્ધ દર્શન ઉપયોગની જે પર્યાય થાય છે તેટલો હું છું એમ માનવું તે પણ મહામિથ્યાત્વનું પાપ છે. એ તો ભાઈ ! વ્યવહારનયનો વિષય છે, અને એ બધી પર્યાયો અંદર નિત્ય, ધ્રુવ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય લેતાં ધર્મીને હેય થઈ જાય છે. ભેદજ્ઞાનની આવી વાત! તો, કહે છે-“આ, અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ પર્યાયની સૂચના છે.” અહા! શુદ્ધ પર્યાયના પછી (ગાથા ૧૫ માં) બે ભેદ કહેશે. અહીંયાં તો શુદ્ધ પર્યાયમાં અગુરુલઘુગુણની પર્યાય લીધી છે; જ્યારે અશુદ્ધ પર્યાયમાં નર-નારકાદિની વ્યંજનપર્યાય લીધી છે. અહા ! આ બધી પર્યાયો હેય છે, અર્થાત્ તે માત્ર જાણવાલાયક (જાણવાયોગ્ય) છે, પણ આદરવાલાયક નથી. અહા ! જો તારે હિત કરવું હોય તો પ્રભુ ! પૂર્ણ શુદ્ધ ચિત્સામાન્યસ્વરૂપ એવા કારણભગવાનનો એકનો જ આશ્રય કરવો જોઈશે. અહા ! તે એક જ ઉપાદેય છે. આવી વાત ! અહા ! પર્યાય જાણવાલાયક છે, માટે વ્યવહારનયનો વિષય શું છે તે અહીં જણાવે છે, પરંતુ તેને જણાવીને-દર્શાવીને તે હેય છે એમ પણ બતાવે છે. અહા ! બીજા શેયો તો પરશેય તરીકે હેય છે, ને પુણ્ય-પાપના વિકલ્પો પણ હેય છે. પરંતુ અહીં તો, જે તેની પર્યાય છે તે પણ હુંય છે, દષ્ટિમાંથી છોડવાલાયક છે એમ કહે છે. સમજાણું કાંઈ..? હવે, અહીંયાં વ્યાખ્યા તો અશુદ્ધ દર્શનની કરવી છે, છતાં તેને (-દર્શનને) જ્ઞાનની સાથે મેળવીને-સરખાવીને વાત કરે છે: “જેમ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને જાણે છે....' જુઓ, મતિજ્ઞાનાવરણીય એક કર્મ છે, જેડકર્મ છે હોં, અને તેનો ક્ષયોપશમ થતાં જીવ મૂર્ત વસ્તુને જાણે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૧ પ્રશ્નઃ તો કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે જીવ મૂર્ત વસ્તુને જાણે છે એમ જ ને? સમાધાનઃ ભાઈ! એ તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. ખરેખર તો, એ જાતના જ્ઞાનના વિકાસની યોગ્યતાથી પોતામાં સ્વતઃ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ત્યાં નિમિત્ત હોય છે બસ. અહા! જીવને-ભગવાન ત્રિકાળીને કર્મનું ક્યાં આવરણ છે? એ તો પર્યાયમાં હિનાધિક વિકાસ થાય તેમાં કર્મ નિમિત્તમાત્ર છે. અહા ! પોતાને કારણે જ્યારે પર્યાય હિનાધિક વિકાસરૂપ થાય છે ત્યારે કર્મનો ક્ષયોપશમ નિમિત્તપણે હોય છે તો કર્મનો ક્ષયોપશમ થતાં જીવ મૂર્ત વસ્તુને જાણે છે એમ વ્યવહા૨થી કહેવાય છે. ભાઈ! વ્યવહારનયની આ કથનશૈલી છે. શું? કે-‘વ્યવહારનય એક-બીજાના કારણ-કાર્યને ભેળવીને કથન કરે છે, એકના ભાવને બીજાનો કહે છે. વળી એવી જ માન્યતા કરતાં મિથ્યાત્વ થાય છે.' ભાઈ! આ વાત રાખીને (સમજીને ) વાંચે-સ્વાધ્યાય કરે તો સત્યાર્થ સમજાય, અને સાચી ખબર પડે. સમજાણું કાંઈ...? , અહા ! કહે છે–‘ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી...' હવે આ વાત વાંચીને અજ્ઞાની કહે છે કે જડકર્મમાં ક્ષયોપશમ થાય ત્યારે જીવમાં મતિજ્ઞાનનો વિકાસ થાય. પણ એમ નથી બાપુ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, વ્યવહારનું જ્ઞાન કરાવ્યું છે. આ એક વાત; ને બીજી વાત એમ છે કે મતિજ્ઞાનનો ઉઘાડ પોતાની યોગ્યતાથી જ્યારે થાય છે ત્યારે એ મૂર્ત વસ્તુને જાણે છે. તો, એ મતિજ્ઞાનનો પર્યાય પણ વ્યવહારનયનો વિષય છે, ને તેથી તે તૈય છે. જુઓ, મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જે કહ્યો તે માત્ર બાહ્ય નિમિત્તપણે છે માટે શેયપણે હૈય છે. અને અહીં જીવમાં ઉઘાડની જે યોગ્યતા સ્વતઃ થયેલી છે તે પણ હેય છે, કેમકે તે એક સમયની દશા-પર્યાય છે. ભાઈ! તારે હિત કરવું હોય ને સુખી થવું હોય તો અંત૨માં એક જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા છે તે જ ઉપાદેય છે. અહાહા...! જ્ઞાન-દર્શનના કારણ-ઉપયોગથી ભરેલો ત્રિકાળી ભગવાન એક જ્ઞાયકભાવ અંદ૨માં છે તે એક જ આદરણીય અને ઉપાદેય છે. આવું ભારે આકરું કામ ભાઈ ! (એમ કે વ્યવહારના પક્ષવાળાને ભારે આકરું લાગે છે). તો, હવે કહે છે–‘તેમ ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને દેખે છે.’ જુઓ, આમ જ્ઞાનની સાથે અહીં મેળવ્યું છે હોં. અહા! જ્યારે જ્ઞાન વિશેષપણે (ભેદ પાડીને, ભિન્ન ભિન્ન ) જાણે છે ત્યારે તેની પહેલાં (તપૂર્વ) સામાન્યપણે (ભેદ પાડયા વિના) દેખવાની પર્યાય પણ હોય છે, અને તેમાં ચક્ષુદર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ નિમિત્ત હોય છે. અહા! જેમ મતિજ્ઞાન મૂર્ત વસ્તુને જાણે છે તેમ ચક્ષુદર્શનાવ૨ણીય કર્મના ક્ષયોપશમથી ચક્ષુદર્શનનો ઉપયોગ મૂર્તિક પદાર્થોને (તપૂર્વ ) સામાન્યપણે દેખે છે. આ બહારની આંખોથી દેખે તે ચક્ષુદર્શન એમ નહિ, પણ અંદર દર્શનગુણની પર્યાય સ્વતઃ ઉઘડે છે તે ચક્ષુદર્શન છે. સમજાણું કાંઈ... ? અહા ! ‘ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી...'–એમ અહીં જે કહ્યું છે તે પણ નિમિત્તનુંવ્યવહારનું કથન છે; અને માટે તે (-કર્મ) નિમિત્ત તરીકે હૈય છે; અને અંદર પર્યાયમાં જે ઉઘાડરૂપ ચક્ષુદર્શનનો ઉપયોગ થાય છે તે પણ, જો કે તે છે તેની દશા તો પણ, એક સમયની દશા છે તેથી હૈય છે, અર્થાત્ આદરણીય નથી. મારગ બહુ ઝીણો છે ભાઈ ! અહા! અનંતકાળથી એણે પોતાની ૫૨માર્થ ચીજને કદી જાણી નથી, પકડી નથી, અનુભવી નથી, કે તેના પરિચયમાં આવ્યો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨ [ નિયમસાર પ્રવચન અહીં કહે છે–ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જીવ મૂર્ત વસ્તુને દેખે છે. તો, એવી જે ચક્ષુદર્શનના ઉપયોગની પર્યાય છે, અહા! આત્માની દશામાં સ્વતઃ સામાન્ય પ્રતિભાસરૂપ જે દેખવાનો ભાવ છે તે પણ હેય છે, અર્થાત્ તે ભાવ જાણવાલાયક છે, જાણેલો પ્રયોજનવાન છે, પણ આદરવાલાયક નથી. ગજબ વાતુ ભાઈ ! હવે કહે છે-“ જેમ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શ્રત દ્વારા દ્રવ્યશ્રુતે કહેલા મૂર્તઅમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને પરોક્ષ રીતે જાણે છે.” લ્યો, ફરીને એવી વાત આવી છે. અહા! શ્રુતજ્ઞાનાવરણીય એક કર્મ છે, અને તેનો ક્ષયોપશમ હોતાં જીવ શ્રુત દ્વારા દ્રવ્યશ્રુતે કહેલા મૂર્ત-અમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને પરોક્ષ રીતે જાણે છે. અહા! આમ જે કહ્યું છે એય નિમિત્તથી કથન છે હોં. કેમકે પોતાના જ્ઞાનનો વિકાસ અહીં (-જીવમાં) જ્યારે થાય છે ત્યારે કર્મનો ક્ષયોપશમ ત્યાં (નિમિત્તપણે) હોય છે; માટે, એ શ્રુતજ્ઞાનનો ઉઘાડ કર્મથી થાય છે એમ જે કીધું છે એ નિમિત્તનું-વ્યવહારનું કથન છે. અને તેથી તે (કર્મ) હેય છે. તથા પોતાની પર્યાયમાં શ્રુતજ્ઞાનના ઉઘાડરૂપ-વિકાસરૂપ જે અવસ્થા થાય છે તે પણ ય છે, અર્થાત્ આદરણીય નથી, આશ્રયયોગ્ય નથી; કેમકે તે એક અંશ છે, વ્યવહાર આત્મારૂપ અંશ છે. જ્યારે નિશ્ચય આત્માનું ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસામાન્ય સ્વરૂપ છે તે જ એક આદરણીય ને ઉપાદેય છે. અહા! આવી વાતુ! સમજાય છે કાંઈ....? ' અરે ! હજી એ બહારમાં (વ્રતાદિ રાગની ને શરીરની ક્રિયામાં) અટવાયો છે ત્યાં અંદર કેમ જાય? એટલે તો એને આ બધા વાંધા છે; શું? કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય, અને કર્મના ક્ષયોપશમથી આત્માની જ્ઞાનદશા થાય છે. પણ એ વાંધા જવા દે બાપુ! કેમકે એ તો બધી પરાધીનતાની વાતો છે. (પરાધીનતાની કલ્પના જ તો સંસાર છે). અરેરે! ૮૪ના અવતારમાં નિમિત્તબુદ્ધિ, રાગબુદ્ધિ ને કાં અંદબુદ્ધિને કારણે એ અટકેલો છે, અને તેથી સિદ્ધસમાન નિજ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમહાપ્રભુને-શુદ્ધ ચિદાનંદઘન આત્મતત્વને-એણે ઉપાદેય કર્યો નહિ! અહા ! પરાશ્રયની બુદ્ધિની આડમાં એણે પોતાનો મહા ભગવાન દીઠો નહિ! ગજબ થયો ને! પ્રશ્નઃ તમે પરથી લાભ થાય એમ નથી માનતા તો પછી આ મંદિરો વગેરેથી શું કામ છે? (એમ કે મંદિરો ને જિનબિંબની પ્રતિષ્ઠા શું કામ કરવામાં આવે છે?) સમાધાન: ભાઈ ! એ (મંદિરાદિ) તો એના કારણે ત્યાં હોય છે, થાય છે. અને ધર્માત્માને શુભ ભાવ આવે ત્યારે ત્યાં લક્ષ જાય છે. આ બધું સહજ હોય છે હોં. અહા ! ધર્માત્માને મંદિરાદિ સંબંધી શુભ ભાવ આવે છે, પણ તેને તે હેય જાણે છેઅને તે બાહ્ય ચીજ પણ પરય તરીકે હેય છે. તથા તે વખતે ક્ષયોપશમ જ્ઞાનની પર્યાય જે એમ જાણે છે કે મંદિરમાં આ ભગવાન બિરાજમાન છે તે સ્થાપના છે, તે એક સમયની શ્રુતજ્ઞાનની પર્યાય પણ છે”—એમ જાણવાલાયક છે, પણ આદરણીય નથી. ભારે વાત ભાઈ ! પણ માર્ગ તો આવો છે. અરેરે! ૮૪ ના અવતારમાં પરાશ્રયે રઝળતા પ્રાણીઓ નિરાધાર છે, અશરણ છે. તેમાં તેમને જો કોઈ શરણ હોય તો તે આ એક અંદરમાં ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય ભગવાન દ્રવ્યસ્વભાવ છે. આ સિવાય બીજું કોઈ શરણ નથી. અરે! એક સમયની પોતાની અવસ્થા પણ જ્યાં શરણ નથી ત્યાં પુણ્ય-પાપના વિકારી ભાવ અને આ બધાં સ્ત્રી-પુત્રાદિ પર પદાર્થો કેમ શરણ હોય? અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૪] રર૩ દેવ-ગુરુ-શાસ્ત્ર લ્યો તો પણ, એ શરણ નથી. ભારે વાત ભાઈ ! અહા! દેવ-ગુરુ-શાસ્ત્ર તો હેય પણ તેના સંબંધે થતો પ્રશસ્ત રાગ પણ બંધનું જ કારણ હોવાથી હેય છે. અને તે સંબંધીનું પોતાનામાં થતું પોતાનું-પર્યાયનું જ્ઞાન પણ હોય છે. કેમકે તે આખી ચીજ નથી, ક્ષણિક અંશ છે. અહા! આવી ભારે વાતુ છે ભાઈ ! આમાં કોઈની અપેક્ષા લાગુ પડે એવું નથી અર્થાત્ કોઈની ભલામણ લાગુ પડે એવી આ ચીજ નથી. તો કહે છે-“જેમ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શ્રત દ્વારા દ્રવ્યશ્રુતે કહેલા મૂર્તઅમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને પરોક્ષ રીતે જાણે છે...' અહાહા..! જોયું? કહે છે-દ્રવ્યશ્રુતે કહેલા એટલે કે વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર દેવાધિદેવ તીર્થંકરદેવે ધર્મસભામાં મધ્વનિ દ્વારા કહેલા મૂર્ત-અમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને જીવ શ્રુતજ્ઞાન દ્વારા પરોક્ષ રીતે જાણે છે. અહા! જુઓ, આ શ્રુતજ્ઞાનનું સામર્થ્ય! અહા ! પ્રભુ! તારી પ્રભુતાનો અને મોટપનો કાંઈ પાર નથી. અનંતી પ્રભુતાનો ભગવાન! તું સ્વામી છો. તેમ છતાં અજ્ઞાની કહે છે–અમને કાંઈ ખબર ન પડે; જ્યારે અહીં કહે છે–સમ્યગ્દષ્ટિ ધર્મી જીવ, ભગવાનની જે દ્વાદશાંગરૂપ વાણી નીકળી તેમાં કહેલા મૂર્ત-અમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને શ્રુતજ્ઞાનમાં પરોક્ષ રીતે જાણે છે. આમાં સ્વ ને પર બધા જ આવી ગયા કે નહિ? અહા! આવી એક સમયની શ્રુતજ્ઞાનની દશા–શાસ્ત્રજ્ઞાન નહીં હો, અંદર જ્ઞાનની પ્રગટ નિર્મળ દશાની વાત છે તે-અહીં કહે છે, હેય છે; કેમકે તે આખી ચીજ નથી, અંશમાત્ર છે. અહા ! આવી ગંભીર વાત છે. હવે જ્ઞાનની સાથે દેખવાને (દર્શનને ) મેળવે છે: . “તેમ અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત્ર દ્વારા તેને તેને યોગ્ય વિષયોને દેખે છે.” અહા ! “અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જીવ દેખે છે”—એમ જે કહ્યું છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે હોં બાકી જીવ તો અચક્ષુદર્શનનો ઉઘાડ થવાથી દેખે છે. અહાહા.! આત્મા શુદ્ધ ચૈતન્યવહુ અંદર ત્રિકાળ દર્શનના સત્ત્વથી ભરેલું ત્રિકાળી તત્ત્વ છે. વસ્તુનું-સ્પર્શ, રસ આદિનું-જ્ઞાન થવા પહેલાં તેનો (શક્તિનો) વર્તમાન દેખવાનો અચક્ષુદર્શનનો ઉઘાડ જે પોતામાં છે તે વડે તે દેખે છે, અચક્ષુદર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ તો તેમાં નિમિત્તમાત્ર છે. અહા ! અહીંયાં (-જીવમાં) ચક્ષુ સિવાયની ચાર ઈન્દ્રિયોથી (ઈન્દ્રિયો તો બાહ્ય નિમિત્ત માત્ર છે હોં) દેખવાની જે અચક્ષુદર્શનની પર્યાય થઈ છે તે ક્ષયોપશમરૂપ-ઉઘાડરૂપ અવસ્થા પણ જાણવાલાયક છે એમ કહે છે. કેમકે તે વર્તમાન અસ્તિ છે ને? એટલે જાણવાયોગ્ય છે. બાકી આત્માની શાન્તિ માટે તો એક ત્રિકાળી શુદ્ધ દ્રવ્યસ્વભાવ જ શરણયોગ્ય ઉપાદેય છે. સમજાણું કાંઈ...? અહા! આત્મા તો દ્રવ્યરૂપથી બધા સરખા છે. આત્મામાં ક્યાં ફરે છે? પણ ફેર એણે માન્યો છે. અહા! એક પર્યાય જેટલો આત્માને માને એય મોટો ફેર માન્યો છે. અને ભાઈ, અહીં મોક્ષનો માર્ગ દર્શાવવો છે ને? તો, મોક્ષનો માર્ગ પર્યાયના આશ્રયે પ્રગટ થતો નથી એમ અહીં કહે છે. છતાં તેને (-પર્યાયને) જણાવે છે તો ખરા; અર્થાત્ વ્યવહારનયનો જેટલો વિષય છે તેટલો બધો જણાવે છે, જેમાં છે તેમ તેનું જ્ઞાન કરાવે છે. પણ તેનો આશ્રય છોડાવે છે. આવો ભગવાનનો મારગ છે ભાઈ ! આ કાંઈ વાદ-વિવાદ પાર પડે એવી ચીજ નથી. ( આમાં તો સમજણનું કામ છે). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન (હવે અવધિજ્ઞાન સાથે મેળવીને અવધિદર્શનની વ્યાખ્યા કરે છેઃ) તો, કહે છે− જેમ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી... પ્રશ્ન: જુઓ, કર્મના ક્ષયોપશમથી જ્ઞાન થાય છે એમ કહે છે? સમાધાનઃ અરે ભાઈ! આ કયા નયનું વચન છે એ તો વિચાર કર. હવે નયવિવક્ષા સમજ્યા વિના જો અર્થ કરીશ તો સત્યાર્થ નહિ સમજાય. ભાઈ! અહીંયા તો વ્યવહારનયનું વચન છે. અને વ્યવહારનયનું લક્ષણ કહ્યું નહીં? કે તે એકના કારણ-કાર્યને આરોપ આપી બીજાના કહે છે, એકના ભાવને આરોપ આપી બીજાનો કહે છે. તો બાપુ! એનો ૫૨માર્થ જેમ છે તેમ જાણવો જોઈએ. , અહા ! જેમ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ( જીવ ) શુદ્ધપુદ્દગલપર્યંત (-પરમાણુ સુધીના) મૂર્તદ્રવ્યને જાણે છે, તેમ...' અહા! ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વભાવી છે. તેની જ્ઞાનશક્તિનો વર્તમાન મર્યાદિત ઉઘાડ થતાં તે ઉઘાડરૂપ દશામાં અમુક હદ સુધીના મૂર્તદ્રવ્યો ઈન્દ્રિયોના અવલંબન વિના જ સીધાં જણાય તે અવધિજ્ઞાન છે. અહા! આવું ઉઘડેલું અવધિજ્ઞાન તે જ્ઞાનની પોતાની દશા છે, ને કર્મનો ક્ષયોપશમ તો તેમાં નિમિત્તમાત્ર છે. કર્મના ક્ષયોપશમથી જ્ઞાન થાય છે એમ કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું વ્યવહારનું કથન છે, અને તેથી તે (નિમિત્ત ) તૈય છે, આશ્રયયોગ્ય નથી. તથા ક્ષયોપશમરૂપઉઘાડરૂપ પ્રગટેલું અવધિજ્ઞાન પણ પર્યાય (અંશ ) હોવાથી હૈય છે. હવે આવી વાત સાવ નવા માણસને તો ગળે ઉતરવી કઠણ છે; પણ ભાઈ ! આ સમજવામાં જ તારું હિત છે. તો, ‘તેમ અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સમસ્ત મૂર્ત પદાર્થને દેખે છે.' લ્યો, આ બધા બોલમાં આમ લીધું છે. ભાઈ, આ અવધિદર્શનાવરણીય કર્મ નિમિત્તમાત્ર છે હોં અહા ! એ જાતના ( અવધિદર્શનના ) ક્ષયોપશમરૂપે પોતાની પર્યાય જ્યારે થાય છે ત્યારે ત્યાં કર્મનો ક્ષયોપશમ એવો હોય છે બસ એટલું. અને તે ક્ષયોપશમરૂપ-ઉઘાડરૂપ પોતાની અવધિદર્શનની દશાથી જીવ સમસ્ત મૂર્ત વસ્તુને દેખે છે. છતાં એ અવધિજ્ઞાન ને અવધિદર્શન-કે જે એની એક સમયની પર્યાય છે તે–àય છે, આશ્રયયોગ્ય નથી, કેમકે એ પર્યાયના શરણે કે આશ્રયે નવી ધર્મપર્યાય પ્રગટી નથી. અહા! ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના આશ્રયે જ ધર્મપર્યાય પ્રગટે છે. લ્યો, આવી આ ચોખ્ખી વાત છે. હવે, ‘ ( ઉ૫૨ પ્રમાણે ) ઉપયોગનું વ્યાખ્યાન કર્યા પછી અહીં પર્યાયનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ ' અહા ! આ ઉપયોગ પણ જો કે છે તો પર્યાય, પરંતુ તેને મુખ્યપણે ગુણ ગણીને તેના જ્ઞાન-દર્શનરૂપ ભેદો પાડીને સમજાવ્યું છે. હવે પર્યાય નામ અવસ્થાનું સ્વરૂપ કહે છેઃ ‘પરિસમન્તાત્ મેવમેતિ શઘ્ધતીતિ પર્યાય: અર્થાત્ જે સર્વ તરફથી ભેદને પામે તે પર્યાય છે.’ અહા! આત્મામાં ને જડમાં (જીવ-પુદગલ આદિ છએ દ્રવ્યમાં) પર્યાય હોય છે. પણ અહીં તો આત્માની વ્યાખ્યા છે ને? તેથી કહે છે-આત્માની અંદરમાં પર્યાય એટલે તેનો વર્તમાન અંશ. અર્થાત્ જે ભેદરૂપ થાય, ત્રિકાળમાંથી જે ભેદ પડે તે પર્યાય છે. તો, ત્રિકાળ અભેદ તે એકરૂપ વસ્તુ છે, અને એક સમયનો અંશ-ભેદ તે પર્યાય છે. આ પર્યાયના ભેદમાં કારણશુદ્ધપર્યાય પણ (ગાથા ૧૫માં ) નાખશે. પરંતુ અહીં (૧૪મી ગાથામાં) કારણશુદ્ધપર્યાયને એક ભેદ તરીકે ન લેતાં સામાન્ય વાત કરી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૪] ૨૨૫ અહા ! જે સર્વ તરફથી ભેદને પ્રાપ્ત થાય અર્થાત્ પરિણમન કરે તે પર્યાય છે. વસ્તુ (દ્રવ્ય-ગુણ) પોતે અખંડ એકરૂપ રહીને તેમાંથી સમયે સમયે અવસ્થા વહ્યા કરે છે તે પર્યાય છે. પરિણમન એ વસ્તુનો સ્વભાવ છે, અને તેથી તે સમયે સમયે પરિણમ્યા કરે છે. પરિણમનથી પ્રાપ્ત અવસ્થા તે પર્યાય છે, અને તે સમયે સમયે બદલ્યા કરે છે. હવે કહે છે તેમાં, સ્વભાવપર્યાય છે દ્રવ્યને સાધારણ છે, અર્થપર્યાય છે...' જુઓ, છયે દ્રવ્યમાં એક અગુસ્લઘુગુણની સ્વાભાવિક પર્યાય થાય છે. માટે તે છયે દ્રવ્યને સાધારણ છે. છતાં, તે પર્યાય ય છે હોં. અહા ! આ અગુસ્લઘુગુણની પર્યાય છયે દ્રવ્યમાં સાધારણ છે અને તે અર્થપર્યાય છે, એટલે કે એ વ્યંજનપર્યાય-પ્રદેશની કે આકૃતિની એ દશા-નથી. એ અગુરુલઘુગુણની વર્તમાન વર્તતી પર્યાય અર્થપર્યાય છે. હવે કહે છે. તે “વાણી અને મનને અગોચર છે, અતિ સૂક્ષ્મ છે.” આ જે અનુલઘુગુણની સ્વભાવપર્યાય વર્તમાન પ્રગટ થાય છે તે વાણી અને મનથી અગમ્ય છે, વાણીથી વર્ણનરૂપી કહી શકાય એવી નથી તથા મનથી પણ અગોચર છે; તથા અતિ સૂક્ષ્મ છે, કેવળજ્ઞાનગમ્ય છે. તથા, “આગમપ્રમાણથી સ્વીકારવાયોગ્ય છે. અહા! (મનથી કે વાણીથી) ખ્યાલમાં ન આવી શકે એવી હોવાથી આ પર્યાય અતિ સૂક્ષ્મ છે. પણ ભગવાન કેવળી પરમાત્માએ અને સિદ્ધાંતે તેને કહી છે માટે આગમપ્રમાણથી સ્વીકાર કરવાલાયક છે. વળી, “તેમ જ છ હાનિ-વૃદ્ધિના ભેદો સહિત છે અર્થાત અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ, અસંખ્યાતગુણ વૃદ્ધિ, અને અનંતગુણ વૃદ્ધિ સહિત હોય છે, અને એવી રીતે (વૃદ્ધિની જેમ ) હાનિ પણ ઉતારાય છે.” વૃદ્ધિની જેમ હાનિ પણ છ પ્રકારે છે. અહા ! આ પર્યાય પણ હેય છે, આશ્રયયોગ્ય નથી. શું કીધું? આત્મામાં તથા અન્ય બધાં દ્રવ્યમાં સાધારણ એવી જે પગુણ હાનિવૃદ્ધિવાળી શુદ્ધ અર્થપર્યાય છે તે આશ્રય કરવાલાયક નથી. અહા! અગુસ્લઘુગુણની પર્યાય (એનું રૂપ) આત્માના જ્ઞાન, દર્શન, આનંદાદિ બધા ગુણોમાં છે. અહા ! એવો જ કોઈ ભાવ ભગવાન સર્વજ્ઞદેવે જોયો છે. છતાં, તે પર્યાય પણ દષ્ટિમાં આદરણીય ને ઉપાદેય નથી, માત્ર જાણવાલાયક છે.' હવે કહે છે-અશુદ્ધ પર્યાય નર-નારકાદિ વ્યંજનપર્યાય છે.' જુઓ, અહીં શુદ્ધ વ્યંજનપર્યાયની વાત લીધી નથી, પણ અશુદ્ધ વ્યંજનપર્યાયની વાત કહી છે. તો, આ મનુષ્યનો દેહ છે ને? અને તેના જેવો આત્માનો અંદર આકાર રહ્યો છે ને? અહા ! તેને (દગત આત્માના આકારને) અશુદ્ધ વ્યંજનપર્યાય કહે છે. આ શરીર તો જડ છે. તે કાંઈ અશુદ્ધ વ્યંજનપર્યાય નથી, પણ અંદર આત્મા, શરીરના આકાર પ્રમાણે રહે છે તેને અહીં અશુદ્ધ વ્યંજનપર્યાય કહે છે. મતલબ કે આકારની પ્રગટ અવસ્થાને વ્યંજનપર્યાય કહે છે. તો, જે નરની, નારકની, દેવની કે પશુની (આકારની) પર્યાય થાય છે તે બધી અશુદ્ધ વ્યંજનપર્યાય છે; અને તે હેય છે અર્થાત્ જાણવાલાયક છે પણ આશ્રય કરવાયોગ્ય નથી. આવી વાત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન શ્લોક ૨૪: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ અહા ! કળશમાં ગાથાનું માખણ આવ્યું છે હોં. આમાં સાર–નિચોડ છે. અહીં કહે છે–ભાઈ ! તારી પર્યાયમાં ‘પરભાવ હોવા છતાં...' પરભાવ એટલે શું? પરભાવ એટલે આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય નહિ હોં; એ તો બધી પર ચીજ છે બાપુ! ને પ૨પણે જ રહી છે. તો, તેની આમાં વાત જ નથી. અહીં તો એમ કહે છે કે-તારી દશામાં પુણ્ય-પાપના વિકલ્પો અને રાગ-દ્વેષ આદિ વિભાવભાવ રહ્યા હોવા છતાં..., એમ કે પર્યાયમાં પુણ્ય-પાપ આદિ વિભાવભાવ છે, પણ તેઓ (–૫૨ભાવ ) અંદર દ્રવ્ય-વસ્તુસ્વભાવમાં નથી. તો અંદર શું છે? કહે છે‘ સહજગુણમણિની ખાણરૂપ અને પૂર્ણ જ્ઞાનવાળા શુદ્ધ આત્માને’ અહાહા...! જોયું? અંદર ભગવાન આત્મા તો સ્વાભાવિક ગુણમણિની ખાણ છે. આ તમારાં બહારમાં મણિરતન હોય છે એ નહિ હોં, એ તો બધાં જડ-ધૂળ છે; એનું શું કામ છે? આ તો ભગવાન આત્મા ચૈતન્યમહાપ્રભુ અંદર સહજગુણમણિરતનની ખાણ છે એમ વાત છે. અહાહા...! અનંત અનંત સહજગુણમણિરતનની ખાણ ભગવાન આત્મા છે. અહા! બહાર પર્યાયમાં રાગાદિ વિભાવભાવ હો, પણ તેઓ અંદર નથી. અંદર તો સહજ જ્ઞાન-દર્શન આદિ અનંત ગુણરૂપી મણિરતનની ખાણ ભગવાન આત્મા છે. અહા! આ (-આત્મા ) કાંઈ શબ્દોથી પાર ન પમાય હોં, એ તો સ્વાનુભવમાં પાર પમાય. આ તો ઈશારા છે. અહા! આ અંદરમાં ભગવાન આત્મા શરીર, મન, વાણી ઇત્યાદિ ૫૨વસ્તુથી અત્યંત જુદો-ભિન્ન છે. તેની સાથે આત્માને કાંઈ સંબંધ નથી. તથા અંદરમાં જે જડ કર્મ છે તેનાથી પણ તે જુદો ભિન્ન છે. વળી પુણ્ય-પાપના જે વિકારી ભાવ થાય છે તે વિભાવભાવ, પરભાવ ને દુઃખરૂપ આસ્રવતત્ત્વ હોવાથી એનાથી પણ આત્મા જુદો ભિન્ન છે. માટે, કહે છે–આ બધું ભલે હો, તો પણ અંદરમાં વસ્તુ અંતઃતત્ત્વ તો સહજગુણમણિરતનની ખાણ છે. લ્યો, આમ અસ્તિ તરીકે તો આ બેય સિદ્ધ કર્યા હોં. એમ કે એ બંને (પરભાવ ને સ્વભાવ ) છે. અહા ! આ પુણ્ય-પાપના વિકલ્પો-આ રળવાનો ભાવ, ભોગનો ભાવ, ક્રોધ, માન, માયા, લોભના ભાવ ને પૈસા સાચવવા ને વાપરવાનો ભાવ, તથા દયા, દાન આદિ વિકલ્પ ઇત્યાદિ બધો ભાવ પણ વર્તમાન અસ્તિરૂપ છે. પરંતુ તે છે આકુળતા ને દુઃખનો ભાવ. તથા તે વિભાવો પરભાવ છે. તો, કહે છે કે તે પર્યાયમાં ભલે હો, છતાં અંદર વસ્તુ આત્મા તો સહજગુણમણિનીખાણ છે. લ્યો, પોતાનું ત્રિકાળી શુદ્ધ મહા અસ્તિત્વ આ છે, કે જે ઉપાદેય છે. સમજાણું કાંઈ...? વળી તે અંતઃતત્ત્વ પરમ પવિત્ર પૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે. અહા! જ્યાં એનો સ્વભાવ જ જ્ઞાન છે ત્યાં શું કહેવું? અહાહા...! અનંત-બેહુદ જેનો જ્ઞાનસ્વભાવ છે એવો આત્મા, કહે છે, પૂર્ણ જ્ઞાનસ્વરૂપ શુદ્ધ છે. અહા ! વસ્તુમાં અપૂર્ણતા કેવી? ને વિપરીતતા કેવી? તો, કહે છે–‘પૂર્ણ જ્ઞાનવાળા શુદ્ધ આત્માને...' અહા ! જોયું ? અહીંયાં વર્તમાન પર્યાયની જે અશુદ્ધ દશા કહી હતી તેને કાઢી નાખીને ( ગૌણ કરીને ) અંદર અંતઃ તત્ત્વસ્વરૂપ આત્મા પૂર્ણ જ્ઞાનમય શુદ્ધ છે એમ વાત કરી છે. ભાઈ, આ બધા-ત્રણ અશુદ્વ દર્શનની પર્યાય, અને અશુદ્ધ વ્યંજનપર્યાય-એ બધા ભાવો કહે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૪] ૨૨૭ છે, હો; છતાં તે વ્યવહારનયનો વિષય હોવાથી જાણવાલાયક છે, પણ આદરવાલાયક નથી. સુખને માટે ધર્મીને આદરવાલાયક તો એક પૂર્ણ જ્ઞાનમય એવો શુદ્ધ આત્મા જ છે. કોઈને થાય કે આવો આત્મા? હા, ભાઈ. આત્મા વસ્તુ છે કે નહીં? છે. તો તેનો સ્વભાવ શું છે? જ્ઞાન..જ્ઞાન..જ્ઞાન-પૂર્ણ જ્ઞાન એનો સ્વભાવ છે. અહાહા...આત્મા વસ્તુ છે તે પૂર્ણ જ્ઞાનસ્વભાવથી ભરેલું શુદ્ધ અંતઃતત્ત્વ છે. અહા! પહેલાં આત્માને સહગુણમણિની ખાણ કહ્યો, ને હવે જ્ઞાનની પ્રધાનતાથી પૂર્ણ જ્ઞાનવાળો (જ્ઞાનમય) છે એમ કહે છે. તો, એવા “સહ૪ગુણમણિની ખાણરૂપ અને પૂર્ણ જ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણબુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે.' અહા ! “તીક્ષ્યબુદ્ધિવાળો” એટલે? કે ઉપયોગને જે તીણો-સૂક્ષ્મ કરી આત્મામાં મૂકે છે-એકાગ્ર કરે છે તે તીક્ષ્ણ બુદ્ધિવાળો છે. આ સિવાય બીજા બધા બુદ્ધિના બારદાન (સ્થૂળ બુદ્ધિવાળા ) છે. અહા! ભગવાન આત્મા નિત્યાનંદ સચ્ચિદાનંદ પ્રભુ અનંત સહજગુણમણિની ખાણ છે. એટલે શું? કે એમાં ખોદતાં (-અંદર ઊંડે એના તળમાં પહોંચતાં) અર્થાત્ એમાં અંતર-એકાગ્ર થતાં પૂરણ આનંદ, શાન્તિ ને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહા ! આવી એ અચિજ્ય અભુત ખાણ છે. અહા ! આવા પૂર્ણ જ્ઞાનમય શુદ્ધ આત્માને અને તે પણ તે એકને જ તીક્ષ્ણ બુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે. તે એકને જ ભજે છે એટલે શું? કે પર્યાયને કે રાગને તે કદીય ભજે નહિ, અરે, ભગવાન કેવળીને પણ તે ભજે નહિ. લ્યો, શુદ્ધદષ્ટિ પુરુષ ભગવાનને ભજે નહિ એમ અહીં કહે છે. અહા ! અંદર મહા અસ્તિ-સત્તામય વસ્તુ પૂર્ણ જ્ઞાનમય શુદ્ધ આત્મા છે તેને, અને તે એકને જ તીક્ષ્ણબુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે. જુઓ, આમાં જ્ઞાન પણ તીક્ષ્ણ લીધું છે, ને દૃષ્ટિ પણ શુદ્ધ લીધી છે. મતલબ કે તે જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ ને તીણો છે કે જે અંદર આત્માને પકડે છે. અને દૃષ્ટિ શુદ્ધ એને કહીએ કે જે દષ્ટિ આત્મામાં સ્થિત છે, જે દષ્ટિ દ્રવ્ય ઉપર ચોંટેલી છે. તો, આવો તીક્ષ્ણ બુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ-સમ્યગ્દષ્ટિ પુરુષ એક આત્માને ભજે છે. અહા ! તીક્ષ્ણ બુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ પોતાના ઉપયોગને ઝીણો ને તીણો-તીર્ણ કરી નિજ શુદ્ધ આત્મામાં એકાગ્ર થાય છે. લ્યો, આ ભજવું છે ને આ મોક્ષમાર્ગ છે. આ નિયમસાર છે ને? એટલે અહીં મોક્ષમાર્ગની વ્યાખ્યા કરે છે. ભાઈ, મારગ આવો છે. પ્રશ્નઃ તમે આવી-નિર્વિકલ્પ વસ્તુની-વાતો કરો છો તો પણ પાછા આવું કરો છો? (એમ કે શાસ્ત્રો, મંદિરો બનાવો છો.-કાંઈ મેળ ખાતો નથી.) સમાધાન: ભાઈ ! કરે શું? એ તો હેય છે, સાંભળને! અહા ! એના કાળે અને એના કારણે થવાયોગ્ય હોય તો થાવ. અને એમાં ત્યાં માણસ ઊભેલો હોય તો તેને શુભરાગનો વિકલ્પ પણ હો. તથા તે વિકલ્પ સંબંધીનું જ્ઞાન પણ હો. પરંતુ તે અંદરમાં નિશ્ચયથી આદરણીય નથી. ભારે આકરું કામ બાપુ ! તો, તીક્ષ્ણ બુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ શુદ્ધ પૂર્ણ જ્ઞાનમય એવા આત્માને એકને જ ભજે છે. સમજાય છે કાંઈ...? પ્રશ્ન: ભજે છે એટલે શું? શું તે આત્મા..આત્મા-એમ માળા ફેરવતો હશે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ | નિયમસાર પ્રવચન સમાધાનઃ ભાઈ ! નિજ દ્રવ્યમાં એકાગ્ર થાય એ જ તેનું ભજવું છે. બાકી તો બધા વિકલ્પ છે, પરભાવ છે, ને હેય છે. મારગ બહુ ઝીણો બાપુ! પણ મારગ તો આ જ છે હોં. અહા! બહારનું હો... અહીં એ જ કહ્યું છે ને કે-પરભાવ હોવા છતાં...' અર્થાત્ બહારનું ભલે પડયું હોય-રાગાદિ પણ ભલે હો, ને ગુણ-પર્યાય પણ ભલે હો, (ગુણ-પર્યાયની વાત પછીના કળશમાં લેશે) પણ જો તારે સુખી થવું હોય ને દુઃખ ટાળવું હોય તો...અહા ! દુઃખ ટાળવું શું? એ તો ટળી જાય છે. તો, જો તારે સુખી થવું હોય ને સુખ જોઈતું હોય તો એક જ્ઞાનમય શુદ્ધ આત્માનું ભજન કર, તેમાં અંતર-એકાગ્ર થઈ જા; કેમકે સુખનો માર્ગ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-અંતરની એકાગ્રતાથી જ પ્રગટ થાય છે. અહીં તો પરમેશ્વર બેય વાત સિદ્ધ કરે છે. અહા ! પરવસ્તુ તો પરપણે રહી છે. તેની સાથે તારે કાંઈ કામ–પ્રયોજન નથી. પણ તારામાં થતા પુણ્ય-પાપના વિભાવભાવ છે તો હો, પરંતુ તેનાથી તને શું છે? તું તો અંદર ત્રિકાળ આનંદકંદ, અહાહા..! જેમાં અતીન્દ્રિય આનંદનો રસ ઠસોઠસ ભરપૂર ભર્યો છે એવો, ભગવાન આત્મા છો. તો, દષ્ટિને ત્યાં જોડ, ને ઉપયોગને ત્યાં લગાવ, ત્યાં જ એકાગ્ર-લીન થા. આનું નામ નિયમસાર નામ મોક્ષનો માર્ગ છે. પ્રશ્ન: આવો સોનગઢનો મોક્ષમાર્ગ બહુ આકરો છે. એ મોંઘો કરી દીધો છે. સમાધાનઃ ભાઈ ! આ સોનગઢનો મોક્ષમાર્ગ છે કે ભગવાનનો કહેલો છે? અનંતા તીર્થકરોએ કહેલો આ માર્ગ છે, ને આ જ માર્ગ છે. તે કોઈ દિ' સાંભળ્યો નથી તેથી શું? ભાઈ, પરોપકારમાં ને દયા-દાનમાં ધર્મ થશે એમ તે સાંભળ્યું છે, ને અજ્ઞાનીઓએ એમ સસ્તામાં ધર્મ બતાવી દીધો છે, પણ એમાં ધૂળેય ધર્મ નથી. તું એમ સસ્તામાં ધર્મ કરવા જઈશ તો ભવસાગરમાં ક્યાંય ડૂબી જઈશ, હણાઈ જઈશ; કેમકે એ બધા રાગ તો મોટું છિદ્ર–કાણું-આસ્રવ છે, અને તેનાથી બંધન જ થાય છે. અહા ! અનંતકાળમાં બધા અજ્ઞાનીઓને આવું થયું છે હોં. તેઓ સોળે (કલ્પેલા સસ્તા) માર્ગે ચડી ગયા છે, પણ તેથી તો બાપુ ! બધી જિંદગી વેડફાઈ જશે. અહા ! આત્મા શું ચીજ છે, તેને કેમ પમાય ને પામવાનો મારગ-તેનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતાં શું છે-તેના નિશ્ચય વિના ધર્મ તો થશે નહિ, પણ જિંદગી વેડફાઈ જશે. પ્રશ્ન: જિનમંદિરમાં દાન આપે તો ધર્મ થાય ને? સમાધાન: પૈસા ક્યાં તારા છે? ને કદાચ તે કાળે રાગની મંદતા કરી હોય તો પુણ્યબંધ થાય, પણ ધર્મ ન થાય. પુષ્યભાવ હો, પણ ધર્મ તો એક શુદ્ધ આત્માના આશ્રયે જ થાય છે. અરે ! તારી જ્ઞાનપર્યાયની ક્ષયોપશમ દશા જે તારા કારણે વર્તમાન પ્રગટ છે તેના આશ્રયે પણ ધર્મ ન થાય, તો પછી દાનના વિકલ્પથી ધર્મ ક્યાંથી થાય? એ તો બંધભાવ છે, એનાથી બંધન થાય, ધર્મ ન થાય. ગજબ વાત છે ને! અરે ! અનાદિથી ભ્રમણામાં ને ભ્રમણામાં અજ્ઞાની હણાઈ રહ્યો છે! અહીં કહે છે-અંદર પોતાની વસ્તુ-ચીજ એક શુદ્ધ ચૈતન્યનું બિંબ છે તેના ઉપર જેણે તીક્ષ્ણ બુદ્ધિ મૂકી છે ને જેણે તેની દૃષ્ટિ કરી છે, અને જે તે એકને જ ભજે છે તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ બને છે.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૪] ૨૨૯ અહા ! શું કીધું? કે એવો પુરુષ મુક્તિની પરિણતિરૂપી સ્ત્રીનો વલ્લભ બને છે, અર્થાત્ તેને જે મુક્તિની દશા પ્રગટ થાય છે તે હુવે અનંતકાળ રહેશે, એક સમય પણ તેનો વિરહુ થશે નહિ. હવે મારગ સાંભળવાનીય જેને નવરાશ ને દરકાર ન હોય તેને આ કઠણ પડે. શું થાય ? અહા ! પર્યાયની યોગ્યતાથી પર્યાય થાય છે. છતાં તેના (-પર્યાયના) આશ્રયે કાંઈ ધર્મ ન થાય. બહુ ભારે કામ ભાઈ ! પણ બાપુ! આખો સંસાર ઉથલાવીને એને મોક્ષના પડખે જવું છે તો કામ ભારે જ હોય ને? એમાં તો અનંતો પુરુષાર્થ જોઈએ. અહા ! આખો સંસાર ઝેરમય છે, એકલા ઝેરથી સળગી રહ્યો છે. સંસાર એટલે? સંસાર પર્યાયમાં છે હો, તે કાંઈ બહારમાં નથી. આ સ્ત્રીપુત્ર-પરિવાર ને ઘરબાર એ કાંઈ સંસાર નથી. પણ એ બધાં મારાં ને હું એમનો-એવી મિથ્યા શ્રદ્ધા ને રાગ-દ્વેષથી એની પર્યાયમાં સંસાર સળગી રહ્યો છે. હવે એ સંસારથી એકદમ છૂટીને મોક્ષના પડખે જવું હોય તો, તે માર્ગ તો (જગતથી) જુદો જ હોય ને? બાપુ ! આ તો અનંતા પુરુષાર્થનો મારગ છે. અહા ! આવું જે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું અંતર-સ્વરૂપ છે તેને જે ભજે છે, તેમાં એકાગ્ર-લીન થાય છે, તેમાં જે સન્મુખ થઈને ઉપયોગને લગાવે છે, ને તેમાં જ જે દષ્ટિને પ્રસારે છે તે શુદ્ધદષ્ટિ પુરુષ મુક્તિ એટલે કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત થાય છે, અર્થાત્ કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી તેને વરે છે, ને પછી એક સમય પણ તેને છોડશે નહિ એવો તેનો વલ્લભ થાય છે. સમજાણું કાંઈ? અહા ! સંસારમાં તો, કાં તો તે પહેલાં મરે ને કાં તો સ્ત્રી મરે. અને છતાં કહે અર્ધાગના! લોકમાં સ્ત્રીને અર્ધાગના કહે છે ને? પણ ધૂળેય અર્ધાગના નથી સાંભળને! તું મરી જાય ત્યારે શું તે સાથે આવે છે? ના; અને તે મરી જાય ત્યારે શું તું સાથે જા છો? ના, બેય અત્યંત જુદી-જુદી ચીજ છે બાપુ! તો પછી તે અર્ધાગના કેવી? તારું અડધું-પાતળું અંગ તો તારી પર્યાય છે, જ્યારે મહા અંગ પૂર્ણ ધ્રુવ ચૈતન્ય મહાપ્રભુ આત્મા છે. પર્યાય છે તે (ઉપરનું) પાતળું અંગ છે હોં, તેનો આશ્રય (ધર્મીને) હોતો નથી. આશ્રય તો ધ્રુવ એક ચૈતન્યમહાપ્રભુ દ્રવ્યનો છે, ને તે અંદર મહા અંગ છે. આવો ભગવાન વીતરાગનો માર્ગ છે. અહા ! આમ જ ત્રિલોકીનાથ તીર્થંકરદેવની દિવ્યધ્વનિમાં-સર્વજ્ઞ પરમેશ્વરના પ્રવચનમાં આવ્યું છે અને એ જ વાત સંતો પ્રકાશી રહ્યા છે. અહા ! કઠણ પડે, આકરો લાગે, મોંઘો પડે તોય મારગ તો આ જ છે. કોઈને ન બેસે, કોઈ માન્ય ન રાખે તેથી કાંઈ માર્ગ (વસ્તુ ) ફરી જાય એમ નથી. શ્લોક ૨૫: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ એ રીતે પર ગુણપર્યાયો હોવા છતાં, ઉત્તમ પુરુષોના વિશદ હૃદય-સરોવરમાં કારણ આત્મા વિરાજે છે.” અહા! આ બધા ગુણો (–ભેદો) ને બધી પર્યાયો (ભેદો) તારા દ્રવ્યની એકતાથી ભિન્ન છે, અર્થાત બધા ભેદો ત્રિકાળી અભેદ એકરૂપ દ્રવ્યથી ભિન્ન છે. અહા ! એ રીતે ગુણ-પર્યાયના ભેદો કે જે અભેદથી ભિન્ન છે તે હોવા છતાં, અહીં કહે છે, ઉત્તમ પુરુષોના હૃદય-સરોવરમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩) [નિયમસાર પ્રવચન કારણ-આત્મા વિરાજે છે. અહા ! જુઓને! કેવી વાત કરી છે! કે ઉત્તમ પુરુષોના હૃદય-સરોવરમાં અર્થાત્ અંતરના જ્ઞાન-સરોવરમાં કારણ–આત્મા વિરાજે છે. પ્રશ્નઃ હવે આ કારણ-આત્મા વળી શું છે? શું કોઈ ભગવાન-ઈશ્વર છે? સમાધાન: ના, કોઈ બીજો ભગવાન-ઈશ્વર તો નથી, પણ તું પોતે જ અંદર કારણ આત્મા છો અહાહા.! ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યતત્ત્વ અંદર નિત્ય વિરાજે છે તે કારણ–આત્મા છે, અને તે તું પોતે જ છો. અહા ! જે મોક્ષની કાર્યદશા, પરમ અતીન્દ્રિય સુખની કાર્યદશા પ્રગટ થાય છે તેના કારણપણે અંદર નિત્ય વિરાજમાન કારણતત્ત્વ-કારણપરમાત્મા પ્રભુ! તું પોતે જ છો. પ્રશ્નઃ તો શું તે બધાના હૃદયમાં નથી? સમાધાનઃ ના, તે ઉત્તમ પુરુષોના હૃદયમાં જ વિરાજે છે. અહા! જેને એનું ભાન છે તેના હૃદયમાં જ કારણપરમાત્મા વિરાજે છે. બાકી બીજાને તે ક્યાં છે? અહા! જેને અંતરનું (અંતઃતત્ત્વનું) ભાન નથી તેને ભાન વિના એ કારણપરમાત્મા છે એમ અંદરથી ક્યાં આવ્યું છે? માટે, ઉત્તમ પુરુષોના જ્ઞાનસરોવરમાં વસ્તુ ત્રિકાળી કારણતત્ત્વ એક જ્ઞાયકભાવ-ધ્રુવભાવ વિરાજે છે એમ કહ્યું છે. ઉત્તમ પુરુષો એટલે શું? એટલે કે જેની દષ્ટિ ત્યાં ધ્રુવમાં-કારણતત્ત્વમાં પડી છે અને જેની દ્રષ્ટિમાં ધ્રુવ એક જ્ઞાયકભાવ આવ્યો છે એવા જ્ઞાની–ધર્મી પુરુષોના હૃદયમાં જ્ઞાનમાં તે વિરાજે છે; પણ અંદર હું આવો છું એમ જેને ખબર-ભાન નથી તેને શું છે? (તેને તો તે ન હોવા બરાબર જ છે.) અહા ! જેની નજરું ભગવાન એક જ્ઞાયક ઉપર ચોંટી છે અર્થાત્ જેની જ્ઞાનદશામાં ભગવાન એક જ્ઞાયક સ્વરૂપ આત્મા જ તરવરે છે તેને માટે તે છે એમ કહે છે સમજાણું કાંઈ? આ તો ભગવાન થવાની વાતુ બાપુ! આ એકલું માખણ છે. ભાઈ, આ સ્ત્રી-પુત્ર-પરિવાર, પૈસા ને ઈજ્જત-આબરું એ બધું દષ્ટિમાંથી છોડવાયોગ્ય છે, કેમકે એ બધી ચીજ તારી નથી, તારામાં નથી અને તેને હિતરૂપ પણ નથી. ઉલટાનું એ બધી ચીજો તારા દુ:ખમાં નિમિત્ત છે. અહા ! સુખ માટે તો અંદરમાં ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા જ કારણ છે, અને તેથી કહે છે કે ઉત્તમ પુરુષોના અંતરમાં એક કારણ-આત્મા વિરાજે છે. આ સમજાય એવું છે પ્રશ્નઃ કારણ-આત્મા કોને કહેવો? સમાધાનઃ અંદરમાં જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વરૂપ અવિનાશી તત્ત્વ છે તેમાંથી મોક્ષરૂપ કાર્યદશા પ્રગટ થાય છે. માટે તેને અર્થાત્ આત્માના નિજસ્વભાવને કારણ–આત્મા કહે છે. તેનો અર્થ એ થયો કે આત્માના સુખરૂપી કાર્યને માટે કારણ તો પોતે જ છે. અહા ! ગુણપર્યાયના ભેદો હો, પણ ઉત્તમ પુરુષની દૃષ્ટિમાં તે કાંઈ નથી. એના અંતરમાં તો એક કારણ -આત્મા ભગવાન જ્ઞાયક જ વિરાજે છે. સમજાણું કાંઈ..? લ્યો, આમાં તો ઉત્તમ પુરુષ કેવા હોય તેય આવી ગયું, ને સુખનું મૂળ કારણ શું-એય આવી ગયું. હવે કહે છે-“પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મરૂપ સમયસારને...' પોતાથી ઉત્પન્ન એટલે કે એ ધ્રુવતત્ત્વ પોતાથી જ ચાલે છે. અહાહા...! અંદર ઘુવતત્ત્વ એક જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્મા તો અનાદિથી છે..છે...છે ને છે જ; તે પોતાથી જ છે. અહા ! કોઈ એનો કર્તા છે, કે કોઈએ એને બનાવ્યો છે, કે કોઈએ તેને ઉપજાવ્યો છે એમ છે નહિ. અર્થાત્ તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૪] ૨૩૧ ન હતો ને નવો થયો છે એમ છે નહિ. અહાહા...! એ તો અનાદિથી એવો ને એવો-ચૈતન્યઘન, આનંદકંદ, નિત્ય ઝળહળ-ઝળહળ જ્યોતિ સ્વરૂપ ધ્રુવ ચૈતન્યસૂર્ય-ચૈતન્ય મહાપ્રભુ પોતાથી જ છે. જુઓ, આત્મા એટલે પરમબ્રહ્મસ્વરૂપ-પરમાનંદસ્વરૂપ સમયસાર ને તે પોતે જ પરમાત્મા છે એમ કહે છે. અહા ! આત્મા પોતાથી જ છે, ને પોતે જ પરમબ્રહ્મસ્વરૂપ સમયસાર છે. હવે પોતે આવો હોવા છતાં, અજ્ઞાની મૂઢ એક સિગારેટ મળે ત્યાં રાજી થઈ જાય છે, અને શોભા દેખાડવા માટે તે કેમ પીવી એમાં કેટલાય ચાળા કરે છે. પણ એમાં ધૂળેય શોભા નથી સાંભળને? અરે ભગવાન! તું ક્યાં (વિષયમાં) અર્પાઈ ગયો? અÍવાયોગ્ય તો તારું અંદર નિત્ય પરમબ્રહ્મસ્વરૂપ છે ને? પણ અરે ! તેની એને ખબર નથી! તો, કહે છે-“પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મરૂપ સમયસારને-કે જેને તું ભજી રહ્યો છે તેને-, હે ભવ્યશાર્દુલ (ભવ્યોત્તમ ), તું શીધ્ર ભજ...' જોયું? ઉપર ઉત્તમ પુરુષો કહ્યા હતા ને ? માટે, મુનિરાજ કહે છે કે જેને તું ભજી રહ્યો છો, અહાહા..! જે પૂર્ણ શુદ્ધ નિત્યાનંદ-ચિદાનંદસ્વરૂપમાં તે એકાગ્ર-લીન થઈ ભજી રહ્યો છે તેને જ તું શીધ્ર ભજ. અહા ! ધર્મી જીવ પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન જ્ઞાનાનંદસ્વભાવી આત્માનું જ ભજન કરે છે, અર્થાત્ તેમાં જ શીઘ્ર-શીધ્ર એકાગ્ર-લીન થાય છે એમ કહે છે. અને ત્યારે બીજું (ભેદવિકલ્પ અને વ્રતાદિ ) ભલે હો તો પણ એને તે જાણવાલાયક છે, પરંતુ આદરવાલાયક નથી એમ કહેવું છે. સમજાણું કાંઈ..? અહાહા..! કહે છે-“જેને તું ભજી રહ્યો છે તેને, હે ભવ્યશાર્દુલ (ભવ્યોત્તમ) શું શીધ્ર ભજ...' અહાહા...! સિંહ જેવા શૂરવીર હે ભવ્યોત્તમ! તું ભગવાન આત્માને શીધ્ર ભજ. (એમ કે પ્રમાદમાં રહીશ મા). અહાહા....! અંતરમાં તું પૂર્ણ જ્ઞાયકસ્વરૂપ ભગવાન છો તેમાં શીધ્ર એકાગ્ર-લીન થા, ને તેમાં રમણતા કર લ્યો, આ આત્માનું ભજન છે. નિજસ્વરૂપમાં રમવું તે ભજવું નામ ભજન છે. અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે એનું ભજન છે. સમજાણું કાંઈ....! હવે કહે છે-“તું તે છે.' અહાહા...! કહે છે–ભગવાન ! જેને તું ભજે છે, જેમાં તું રમે છે તે તું જ છો. હવે બીજે લોકમાં તો આવી વાત સાંભળવા મળવીય કઠણ છે, મુશ્કેલ છે. અરે! મળે છે જ ક્યાં? બીજે બધે તો કથાવાર્તા મળે છે. પણ તેમાં ભાઈ, મૂળ ચીજનો પત્તો લાગતો નથી. અરે! મૂળ ચીજ ખ્યાલમાં ન આવે તો એ અંદર રમવાનો પ્રયોગ તો કરે જ શી રીતે? અહાહા...! કહે છે-હું ભવ્યશાર્દૂલ! હે સિંહ સમાન ભવ્ય આત્મા! મલપતા સિંહની જેમ વિક્રમપુરુષાર્થ કરતો એવો તું જે પૂર્ણાનંદ-ચિદાનંદસ્વરૂપમાં એકાગ્ર થઈને રમે છે તે તું જ છો. અહાહા..! જેમાં તું રમે છે તે કારણતત્ત્વ તું જ છો; અન્ય નહિ. હવે આવી વાતુ ભાઈ, આ વીતરાગના શાસન સિવાય બીજે ક્યાંય છે નહિ હોં. અહાહા...! કહે છે-ભજન કરવા માટે અંદર નિત્યાનંદસ્વરૂપ પૂર્ણ ધ્રુવ ભગવાન તું પોતે છો તો તેમાં જ એકાગ્ર થઈ લીન થઈ જા; અને જેમાં તું અત્યારે લીન થઈ રમે છે તે તું જ છો, બીજો કોઈ નથી. ગજબ વાત છે પ્રભુ! અહા ! બીજો કોઈ ભગવાન છે અને એનું તું ભજન કરે છે–એમ નથી પણ તું પોતે જ ભગવાન છો એમ અહીં કહે છે. અહાહા...! આવી ગજબ વાત છે ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૨ [નિયમસાર પ્રવચન તો, આત્મા ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ-૫૨મબ્રહ્મસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું, લીન થવું, રમવું એ જ મોક્ષનો માર્ગ છે, અને તે જ આત્માનું ભજન છે, ને તે જ સંસારના નાશનો ઉપાય છે. શ્લોક ૨૬: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ જુઓ, આ જીવ અધિકા૨ છે, ને તેમાં જીવતત્ત્વની વ્યાખ્યા છે. તો, કહે છે કે જે આ જીવ છે તે‘કવચિત્ સદ્દગુણો સહિત વિલસે છે–દેખાય છે, ’ એટલે શું? કે કોઈ વખતે જીવ કેવળજ્ઞાનાદિ ગુણો સહિત જણાય છે. અહીં ‘ સદ્દગુણો સહિત ’– એમ કહ્યું ને ? તો સદ્દગુણો એટલે ત્રિકાળી ગુણોની આ વાત નથી, પરંતુ જે કવચિત અર્થાત્ કોઈ વખતે પ્રગટે છે એની (કેવળજ્ઞાનાદિ પર્યાયની) વાત છે. વળી તે જીવતત્ત્વ ‘કવચિત્ અશુદ્ધરૂપ ગુણો સહિત વિલસે છે...' જીવ કોઈ વખતે મતિ-શ્રુતજ્ઞાનાદિ કે જે અશુદ્ધ ગુણો કહેવાય છે તે સહિત દેખાય છે. અને તે ‘કવચિત્ સહજ પર્યાયો સહિત વિલસે છે...’ જુઓ, અહીં કેવળજ્ઞાનાદિ પર્યાયોને પહેલાં સદ્દગુણોમાં તો લીધી છે, છતાં ફરીને સહજ પર્યાયોમાં તેને લે છે. આ કલશ પછી પંદરમી ગાથામાં કેવળજ્ઞાનને સ્વભાવપર્યાયમાં લે છે ને ? માટે, અહીં સહજ પર્યાયો એટલે કેવળજ્ઞાનાદિ સ્વભાવપર્યાયો એમ અર્થ છે. જો કે શુદ્ધ વ્યંજનપર્યાય પણ આમાં લેવાય, પરંતુ તેને આમાં લીધી નથી, કેમકે ‘સહજ પર્યાયો '–એમ બહુવચન છે (જ્યારે શુદ્ધ વ્યંજનપર્યાય તો એક જ છે). માટે, આમાં શુદ્ધ વ્યંજનપર્યાયની વાત નથી. તો, જીવ કવચિત્ સહજ પર્યાયો એટલે કે કેવળજ્ઞાનાદિ પર્યાયો સહિત વિલસે છે, દેખાય છે. ‘અને કવચિત્ અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે.’ આ વ્યંજનપર્યાયની વાત છે. અહા! નારકી, દેવ, મનુષ્ય ને તિર્યંચના પ્રદેશોના આકારને અશુદ્ધ વ્યંજનપર્યાય કહે છે. તો, ક્વચિત્ તે અશુદ્ધ વ્યંજનપર્યાયો સહિત વિલસે છે, જણાય છે -આમ ચાર બોલ થયા. એ તો હવે પછી કહેશે કે-ભગવાન આત્મા-શુદ્ધ જીવતત્ત્વ-આ બધી પર્યાયોથી રહિત છે. આમ સરવાળો અહીં કહેવો છે ને ? તો, આ ચાર બોલ કહ્યાઃ કચિત્ નામ કોઈ વખતે જીવ કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણો (શુદ્ધ પર્યાયો ) સહિત દેખાય છે. -કવચિત્ મતિ-શ્રુતાદિ અશુદ્ધ ગુણો (-અશુદ્ધ-અપૂર્ણ પર્યાયો) સહિત દેખાય છે. -કોઈ વા૨ સહજ પર્યાયો અર્થાત્ કેવળજ્ઞાનાદિ સ્વભાવપર્યાયો સહિત વિલસે છે, દેખાય છે. અને –કોઈ વાર અશુદ્ધ પર્યાયો (નર, નારકાદિ અશુદ્ધ વ્યંજનપર્યાય) સહિત દેખાય છે. જુઓ, અહીં (આ ચા૨ બોલમાં) વિકારની વાત લીધી નથી; કારણ કે આ બધી ગાથાઓમાં ઉપયોગની વ્યાખ્યા છે ને ? માટે, ગાથાઓમાં ઉપયોગની વ્યાખ્યા છે તેથી આમાં વિકારની-પુણ્ય-પાપનીવાત કરી નથી, પરંતુ આમાં આ (ઉપયોગની ) જ વાત કરી છે. હવે કહે છે–‘ આ બધાથી સહિત હોવા છતાં પણ...' જુઓ, છે અંદર ? છે કે નહિ? ‘સનાથનપિ’-એમ શબ્દ છે. મતલબ કે સનાથ હોવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ગાથા-૧૪ ] છતાં..., એવી એવી પર્યાયોથી સહિત હોવા છતાં પણ..., કેવો છે? તો, ‘જે એ બધાથી રહિત છે...’ અહા ! પર્યાયમાં આવા ભેદોથી સહિત હોવા છતાં પણ વસ્તુ જે અંદર ત્રિકાળ એક જ્ઞાયકસ્વરૂપ છે એ તો આ બધા ભેદોથી રહિત છે એમ કહે છે. અહાહા...! પર્યાયમાં આ ભેદો છે તો પણ અંદર વસ્તુ તો એ બધાથી રહિત અભેદ એકરૂપ છે. વસ્તુ-ભગવાન શાયકમાં એ ભેદો નથી. ૨૩૩ અહા ! આ ઉપયોગનો અધિકાર છે ને? અને તેમાં ઉપયોગની વ્યાખ્યા છે ને? તો, કહે છેઆત્મા કવચિત્ કેવળજ્ઞાનાદિ સહિત જણાય છે, કવચિત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને મન:પર્યયજ્ઞાનરૂપ અશુદ્ધ પર્યાયો સહિત જણાય છે, કવચિત્ કેવળજ્ઞાનાદિ સહજ પર્યાયો સહિત જણાય છે, ને કચિત્ અર્થાત્ સંસારમાં નર-નારકાદિ અશુદ્ધ વ્યંજનપર્યાય સહિત જણાય છે. હવે કહે છે-એ પર્યાયો હોવા છતાં પણ અંદર વસ્તુ-ભગવાન ચૈતન્યબિંબ–તો એ બધાથી રહિત છે. પ્રશ્ન: આમ કોને દેખાય છે? સમાધાનઃ અંદર દેખનારને દેખાય છે શું? કે પર્યાયમાં આવા ભંગો-ભેદો છે. અહા ! પર્યાયપણે પર્યાયમાં આવા ભંગો દેખાય છે, તો પણ એટલે કે પર્યાયમાં એવી સ્થિતિ છે તો પણ, વસ્તુ નામ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તો એ ભંગોથી-પર્યાયોથી રહિત છે. અહા! આવી ઝીણી વાત છે! અહીં કવિચતા-કચિત્ એમ શબ્દ છે ને? એટલે કાયમી ત્રિકાળ એકરૂપ જે દ્રવ્ય-વસ્તુ છે, તેમ જ તેમાં ત્રિકાળ અભેદ-એકરૂપ જે ગુણો ભેગા રહેલા છે તેની આ વાત નથી. પરંતુ આ તો કવચિત્ (જે ક્યારેક હોય છે) એવા પર્યાયભેદોની વાત છે. તો, એ બધા ભેદોથી, કહે છે, ત્રિકાળી શુદ્ધ જીવતત્ત્વ રહિત છે. આવી વાતુ! હવે મુનિરાજ કહે છે–‘એવા આ જીવતત્ત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું છું.' પોતાની વાત કરીને નમવા-ઢળવાયોગ્ય આદરણીય આ ત્રિકાળી ચીજ છે એમ કહે છે. અહા! પ૨વસ્તુ તો કોઈ એમાં (ત્રિકાળી દ્રવ્યમાં) છે નહિ, અને પુણ્ય-પાપ પણ એમાં નથી. પણ એની અહીં વાત નથી, કેમકે અહીં ઉપયોગની વાત છે. ઉપયોગની સાથે ભેગી અશુદ્ધ વ્યંજનપર્યાય પણ દર્શાવી છે. અશુદ્ધ વ્યંજનપર્યાય એટલે શું? ભાઈ, અશુદ્ધ વ્યંજનપર્યાય એટલે આ નર-નારકાદિના શરીરની વાત નથી, પણ અંદર નર-નારકાદિના શરીરના આકારે આત્માના પ્રદેશોનો જે આકાર થાય છે તેને અશુદ્ધ વ્યંજનપર્યાય કહે છે. તે પણ હું નહિ (તે રૂપે હું નથી ), કેમકે તે કચિત્ હોય છે, ત્રિકાળ નથી. વળી, કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણો (-પર્યાયો) ને મતિજ્ઞાનાદિ અશુદ્ધ ગુણો (-પર્યાયો ) છે તેય મારું સ્વરૂપ નથી, કેમકે તેઓ પણ કચિત્ ચિત્ હોય છે, ત્રિકાળ નહિ. કેવળજ્ઞાનાદિ શુદ્ધ પર્યાયો, ને મતિજ્ઞાનાદિ અશુદ્ધ પર્યાયો સદાય હોતી નથી. તો, કહે છે, આ બધાથી (બધી પર્યાયોથી ) · સનાથમવિ’–સહિત હોવા છતાં ‘નીવતત્ત્વમનાથમ્’ —જીવતત્ત્વ એ બધાથી રહિત છે. તો એવા પર્યાયના ભેદોથી રહિત ત્રિકાળી જીવતત્ત્વને...અહાહા...! અંદર ભગવાન આત્મા ત્રિકાળ નિત્યાનંદસ્વરૂપ છે તેને ‘હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું છું, ભાવું છું' અહા ! સકળ અર્થની સિદ્ધિને માટે એટલે કે મારી મુક્તિને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪ [નિયમસાર પ્રવચન માટે હું ત્રિકાળી શુદ્ધ અંત:તત્ત્વમાં નમું છું, ઢળું છું. અહીં સકળ અર્થની સિદ્ધિ-એ મોક્ષ છે, અને તેને માટે હું નમું છું, ભાવું છું-એ મોક્ષમાર્ગ છે. આ નિયમસાર એટલે મોક્ષમાર્ગ છે ને? તો મોક્ષમાર્ગ ને મોક્ષ બંને અહીં સિદ્ધ કર્યા. અહા ! જ્યારે-જે વખતે મતિજ્ઞાનાદિ હોય ત્યારે કેવળજ્ઞાન ન હોય, ને જ્યારે કેવળજ્ઞાન હોય ત્યારે મતિજ્ઞાનાદિ ન હોય. અને તેથી કવચિત્ ”—એમ કહ્યું છે. હવે જ્યારે કેવળજ્ઞાન પર્યાય હોય ત્યારે તેને અશુદ્ધ વ્યંજનપર્યાય હોય છે ખરી, કેમકે આકારમાં ભગવાન કેવળીને મનુષ્યપણું છે, છતાં તેય કવચિત્' છે. તો, એ આદિ બધી પર્યાયોના ભેદો અવસ્થામાં છે, પણ વસ્તુમાં...અહાહા ! જેના ઉપર દષ્ટિ કરવી છે તે ધ્રુવ ત્રિકાળી વસ્તુમાં તે ભેદો નથી. તેથી એ ચીજને-ત્રિકાળી દ્રવ્યને હું નમું છું એમ કહે છે. સમજાય છે કાંઈ....? અહાહા...! “એવા આ જીવતત્ત્વને.' “આ જીવતત્ત્વને એટલે શું? કે મારું જીવતત્ત્વ અને પ્રત્યક્ષ (સ્વાનુભવ પ્રત્યક્ષ ) છે અને તેને હું નમું છું. અહા ! મારું આ જીવતત્ત્વ જે પર અને પર્યાયના ભેદો વિનાનું અંદર ત્રિકાળ, ધ્રુવ, એકરૂપ, શુદ્ધ ચૈતન્ય-ચિદાનંદમય છે તેને હું નમું છું, અર્થાત્ તે જ મને ઉપાદેય છે. લ્યો, આવી વાત! મારગ બહુ ઝીણો, અચિજ્ય ભાઈ! પણ તેનાં ફળ પણ અચિજ્ય અલૌકિક છે ને? જુઓને! અહીં પણ એ જ કહે છે કે “સકળ અર્થની સિદ્ધિને માટે—મારી મુક્તિ માટે હું તેને સદા નમું છું, ભાવું છું. અર્થાત્ દ્રવ્યમાં જ મારું વલણ છે. અહા ! આત્મવસ્તુમાં બે પ્રકાર છે: એક દ્રવ્ય-ત્રિકાળી ધ્રુવ અને બીજો વર્તમાન દશાઓ. અને તેનું આ વર્ણન છે. આ જીવતત્ત્વનો અધિકાર છે ને? તેથી કહે છે કે, પર્યાયમાં આવા ભેદોથી સહિત હોવા છતાં ધ્રુવ ભગવાન આત્મા તે બધાથી રહિત છે. મતલબ કે વ્યવહારથી જીવતત્ત્વ ભેદો સહિત છે, પણ નિશ્ચયથી તે ભેદોથી રહિત છે. અહા! આ કેવળજ્ઞાનાદિ પર્યાયના બધા ભેદો ભલે હો તો પણ તે વ્યવહારનયનો વિષય છે, કેમકે તે પર્યાય છે ને ? તો, એવા વ્યવહારનયના વિષય સહિત હોવા છતાં, કહે છે, ત્રિકાળી ધ્રુવ નિશ્ચયતત્ત્વ એનાથી રહિત છે. અર્થાત્ જીવ વ્યવહારથી ભેદો સહિત છે, પણ નિશ્ચયથી ભેદો રહિત છે. અહા ! આ નિશ્ચય-વ્યવહારની શૈલી તો જુઓ! વળી આમાં એમ પણ આવી ગયું કે આ જીવ જેમ નિશ્ચયથી ભેદોથી રહિત છે તેમ વ્યવહારથી પણ ભેદો રહિત છે એમ નથી, તથા જેમ વ્યવહારથી ભેદો સહિત છે તેમ નિશ્ચયથી પણ આ વ્યવહારના ભેદો સહિત છે એમ નથી, એમ હોય જ નહીં. અહીં તો, દ્રવ્ય વ્યવહારથી ભેદો સહિત હોવા છતાં, તે નિશ્ચયથી વ્યવહારના ભેદોથી રહિત છે, અર્થાત્ નિશ્ચયથી જીવ અભેદ એકરૂપ એવું શુદ્ધ-ચૈતન્યતત્ત્વ છે એમ કહે છે અને એ યથાર્થ –બરાબર છે. હવે આવી વાતુ બહુ અટપટી–ગંભીર! ભાઈ, જીવના આમ બે ભાગ-અંશઃ એક પર્યાય અને બીજો દ્રવ્ય-ધ્રુવ અંશ. હવે કહે છે-આમ હોવા છતાં ધર્મી જીવને જો શરણ હોય તો એક ધ્રુવ દ્રવ્યનું જ છે, પર્યાયનું નહિ. પર્યાય હો, પણ તે જાણવાલાયક છે. તે “છે” એમ માત્ર જાણવાલાયક છે, બાકી શરણ લેવાલાયક તો એક ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જ છે. હવે આવી વ્યાખ્યા! માણસને આ સમજવું કઠણ પડ પણ ભાઈ, તારી વસ્તુ શું છે ને કેમ છે તેની આ વાત છે. આ જીવ-અધિકાર છે ને? અહીં કહે છે-એવા આ જીવતત્ત્વને એટલે કે એકલા શુદ્ધ ગુણોનો અભેદ પિંડ એવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates ગાથા-૧૪ ] ૨૩૫ પૂર્ણાનંદ-ચિદાનંદ પ્રભુ આત્માને, અહાહા...! એકલા ચૈતન્ય સ્વભાવનો અંદર દરિયો છે એવા મને હું નમું છું. અર્થાત્ એમાં હું એકાગ્ર થાઉં છું. (નમું છું એટલે ઢળું છું, એકાગ્ર થાઉં છું). પણ હું પર્યાયને નમતો નથી, અર્થાત્ પર્યાયમાં એકાગ્ર થતો નથી. -આમ ચૌદમી ગાથાનો છેલ્લો બ્લોક થયો. હવે પંદરમી ગાથામાં કારણશુદ્ધપર્યાયની વાત આવશે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ [નિયમસાર પ્રવચન ગાથા - ૧૫ णरणारयतिरियसुरा पज्जाया ते विभावमिदि भणिदा। कम्मोपाधिविवज्जियपज्जाया ते सहावमिदि भणिदा।।१५।। તિર્યંચ-નાક-દેવ-નર પર્યાય વૈભાવિક કહ્યા, પર્યાય કર્મોપાધિવર્જિત તે સ્વભાવિક ભાખિયા. ૧૫. અન્વયાર્થ: [ નરનારતિર્યસુYT: પર્યાય:] મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ પર્યાયો [ā] તે [ વિમાવ:] વિભાવપર્યાયો [તિ મળતા: ] કહેવામાં આવ્યા છે; [ પાથિવિવર્નિતપર્યાયા:] કર્મોપાધિ રહિત પર્યાયો [તે] તે [ સ્વમાવી:] સ્વભાવપર્યાયો [તિ મળતા:] કહેવામાં આવ્યા છે. ટીકા- આ, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયોનું સંક્ષેપકથન છે. ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્ય પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે: કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય. અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધ-અંત:તત્ત્વસ્વરૂપ જે સ્વભાવઅનંત ચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ (–તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિકભાવની પરિણતિ ) તે જ કારણશુદ્ધપર્યાય છે, એવો અર્થ છે. સાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્દભૂતવ્યવહારથી, કેવળજ્ઞાન-કેવળદર્શનકેવળસુખ-કેવળશક્તિયુક્ત ફળરૂપ અનંત ચતુષ્ટયની સાથેની (અનંત ચતુષ્ટયની સાથે તન્મયપણે રહેલી) જે પરમોત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ તે જ *કાર્યશુદ્ધપર્યાય છે. અથવા, પૂર્વ સૂત્રમાં કહેલા સૂક્ષ્મ ઋજુસૂત્રનયના અભિપ્રાયથી, છ દ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા તે અર્થપર્યાયો શુદ્ધ જાણવા (અર્થાત્ તે અર્થપર્યાયો જ શુદ્ધપર્યાયો છે.) . (એ રીતે) શુદ્ધપર્યાયના ભેદ સંક્ષેપથી કહ્યા. હવે વ્યંજનપર્યાય કહેવામાં આવે છે. જેનાથી વ્યક્ત થાય-પ્રગટ થાય તે વ્યંજનપર્યાય છે. શા કારણે? પટાદિની (વસ્ત્ર વગેરેની) માફક ચક્ષુગોચર હોવાથી (પ્રગટ થાય છે); અથવા, સાદિ-સાંત મૂર્તિ વિજાતીયવિભાવસ્વભાવવાળો હોવાથી, દેખાઈને નાશ પામવાના સ્વરૂપવાળો હોવાથી પ્રગટ થાય છે). પર્યાયી આત્માના જ્ઞાન વિના આત્મા પર્યાયસ્વભાવવાળો હોય છે, તેથી શુભાશુભરૂપ મિશ્ર પરિણામથી આત્મા વ્યવહારે મનુષ્ય થાય છે, તેનો મનુષ્યાકાર તે મનુષ્યપર્યાય છે; કેવળ અશુભ કર્મથી વ્યવહારે આત્મા નારક થાય છે, તેનો નારક-આકાર તે નારકપર્યાય છે; કિંચિતશુભમિશ્રિત માયાપરિણામથી આત્મા વ્યવહારે તિર્યંચકાયમાં જન્મે છે, તેનો આકાર તે તિર્યંચપર્યાય છે; અને કેવળ શુભ કર્મથી વ્યવહારે આત્મા દેવ થાય છે, તેનો આકાર તે દેવપર્યાય છે.-આ વ્યંજનપર્યાય છે. આ પર્યાયનો વિસ્તાર અન્ય આગમમાં જોઈ લેવો. * સહજજ્ઞાનાદિ સ્વભાવ-અનંતચતુષ્ટયયુક્ત કારણશુદ્ધપર્યાયમાંથી કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયયુક્ત કાર્યશુદ્ધપર્યાય પ્રગટે છે. પૂજનીય પરમપરિણામિકભાવ૫રિણતિ તે કારણશુદ્ધપર્યાય છે અને શુદ્ધ ક્ષાયિકભાવપરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫ ] ૨૩૭ (હવે ૧૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે; ) (મતિની ) अपि च बहुविभावे सत्ययं शुद्धदृष्टि: सहजपरमतत्त्वाभ्यास निष्णातबुद्धिः। सपदि समयसारान्नान्यदस्तीति मत्त्वा स भवति परमश्रीकामिनीकामरूपः ।। २७।। [શ્લોકાર્ચ- ] બહુ વિભાવ હોવા છતાં પણ, સહજ પરમ તત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધદષ્ટિવાળો પુરુષ, “સમયસારથી અન્ય કાંઈ નથી” એમ માનીને, શીઘા પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. ર૭. ગાથા ૧૫ઃ ટીકા ઉપરનું પ્રવચન: આ, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયોનું સંક્ષેપકથન છે.” ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્ય પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે: કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.' અહા! અગુરુલઘુગુણની સ્વભાવપર્યાય પહેલાં (૧૪મી ગાથામાં) આવી ગઈ છે. પણ તે કવચિત્ નથી, સદાય છે. અને તેથી તેને કવચિત્ વર્તતી પર્યાયોમાં (શ્લોક ર૬માં) ન લીધી. જ્યારે અહીં (૧૫મી ગાથામાં) તેને શુદ્ધ અર્થપર્યાયમાં લેશે. સ્વભાવપર્યાય બતાવ્યા પછી તેને બતાવશે. પહેલાં સ્વભાવપર્યાયના બે ભાગ પાડીને પછી તેને (અગુરુલઘુગુણની પર્યાયને) પણ સ્વભાવપર્યાય કહેવાય છે એમ કહેશે. તો, કહે છે-“સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે. કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.' જુઓ, આ કારણશુદ્ધપર્યાયનો અધિકાર આ ઠેકાણે જ વિસ્તારથી છે. બીજે ક્યાંય-અન્યમતમાં તો નહિ પણ દિગંબર ગ્રંથોમાંય આ ગાથા સિવાય બીજે ક્યાંય-આવું સ્પષ્ટીકરણ નથી. આ કારણ શુદ્ધપર્યાયનો અધિકાર અહીં આ ૧૫મી ગાથા સિવાય, બીજા દિગંબરના શાસ્ત્રોમાં પણ આવો સ્પષ્ટ નથી. હવે પહેલાં કારણશુદ્ધપર્યાયની વાત લે છે. બહુ શાંતિથી ને ધીરજથી સમજવું ભાઈ ! કેમકે આ અપૂર્વ અલૌકિક વાત છે. અહા! હિંદુસ્તાનમાં પહેલાં તો આ વાત હતી, પણ હમણાં હમણાં એ ચાલતી જ નહોતી. તો, કહે છે અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં....' જુઓ, સહજ શુદ્ધ નિશ્ચયથી અર્થાત્ સ્વાભાવિક શુદ્ધ નિશ્ચયથી (નિશ્ચયથીeખરેખર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ [નિયમસાર પ્રવચન આત્મામાં અનાદિ-અનંત, અને રૂપ, રસ, ગંધ, ઇત્યાદિ રહિત અમૂર્ત અને અતીન્દ્રિયસ્વભાવવાળાં..., અહાહા...! અતીન્દ્રિય જેનો સ્વભાવ છે એવાં...” જુઓ, · અતીન્દ્રિયસ્વભાવવાળાં' એમ બહુવચન છે. કેમકે આ ગુણોની વ્યાખ્યા છે અને એવાં સ્વભાવવાળાં અનેક ગુણ છે. તો, અનાદિ-અનંત અર્થાત્ ત્રિકાળી, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં... એવાં કોણ છે? તો કહે છે– ‘એવાં સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધ-અંતઃતત્ત્વસ્વરૂપ જે સ્વભાવ-અનંતચતુષ્ટયનું સ્વરૂપ...' અહાહા...! શું કીધું ? સહજ એટલે સ્વાભાવિક ત્રિકાળી જ્ઞાન, સ્વાભાવિક ત્રિકાળી દર્શન, સ્વાભાવિક ત્રિકાળી ચારિત્ર અર્થાત્ વસ્તુમાં રહેલી સ્વાભાવિક ત્રિકાળી વીતરાગતા ને સ્વાભાવિક ત્રિકાળીપરમવીતરાગ સુખ-એ એના (આત્માના ) ગુણો નામ સ્વભાવો છે. અહાહા...! વસ્તુ આત્મા જેમ ત્રિકાળ અવિનાશી અસ્તિ-સત્ છે તેમ તેનામાં રહેલા શુદ્ધ અંતઃતત્ત્વસ્થિત એવા આ ગુણો પણ સહજપણે ત્રિકાળ ધ્રુવ અવિનાશી છે. અહા ! એવા આ ચાર સ્વરૂપ-સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર ને સહજપરમવીતરાગસુખ એમ સ્વભાવઅનંતચતુષ્ટયસ્વરૂપ ભગવાન આત્મા છે. અહા ! સ્વાભાવિક જ્ઞાન-સ્વાભાવિક દર્શન-સ્વાભાવિક ચારિત્ર-સ્વાભાવિક પરમવીતરાગસુખસ્વરૂપ શુદ્ધ-અંતઃતત્ત્વ છે. અર્થાત્ આવું ધ્રુવરૂપે આત્માનું-જીવનું શુદ્ધ-અંતઃતત્ત્વ છે અને એવા સ્વરૂપે ત્રિકાળી સ્વભાવ-અનંતચતુષ્ટયનું સ્વરૂપ છે. બીજી રીતે કહીએ તો, ચતુષ્ટયમાં ચાર આવ્યા ને ? તો, સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર ( વીતરાગતા ) ને સહજ૫૨મવીતરાગસુખ-એ ચાર આવ્યા અને તેના સ્વરૂપે સ્વભાવ-અનંતચતુષ્ટયનું સ્વરૂપ છે.-અહીં સુધી ત્રિકાળી દ્રવ્ય-ગુણ કહ્યા. હવે કહે છે–‘તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ (−તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિકભાવની પરિણિત ) તે જ કારણશુદ્ધપર્યાય છે, એવો અર્થ છે’ અહાહા...! કહે છે-તેની સાથેની અર્થાત્ સ્વભાવ-અનંતચતુષ્ટયસ્વરૂપની સાથે રહેલી જે પૂજવાયોગ્ય, આદરવાયોગ્ય, મહિમા કરવાયોગ્ય એવી પંચમભાવની પરિણતિ છે તે જ કારણશુદ્ધપર્યાય છે. અહા! જેમ સહજ અનંતચતુષ્ટયસ્વરૂપ શુદ્ધ આત્મવસ્તુ શાશ્વત ત્રિકાળ છે, તેમ તેની સાથે વર્તમાનમાં રહેલી શાશ્વત ત્રિકાળ એવી જે પૂજવાયોગ્ય પંચમભાવની પરિણતિ નામ અવસ્થા છે તે જ કારણશુદ્ધપર્યાય છે એમ કહે છે. આ પંચમભાવ એટલે ત્રિકાળી સહજ પારિણામિકભાવ હોં. તથા જે આ સહજજ્ઞાનાદિ કહ્યા છે તેય બધા પારિણામિકભાવે છે. એ પારિણામિકભાવે છે એટલે કે સહજભાવે છે, ત્રિકાળભાવે છે, ધ્રુવભાવે છે અર્થાત્ તે પર્યાયભાવે નથી, પણ ત્રિકાળ ધ્રુવભાવે છે. આ તો શબ્દો છે, એનો મર્મ સમજાય એટલો સમજો બાપુ! તો, ત્રિકાળી દ્રવ્યની સાથે રહેલી પંચમભાવપરિણતિ-પંચમભાવની વર્તમાન અવસ્થા-તે કારણશુદ્ધપર્યાય છે. અહા! આ કારણશુદ્ધપર્યાય અવસ્થા-પર્યાય હોવા છતાં ઉત્પાદ-વ્યય વિનાની છે, અર્થાત્ એમાં ઉત્પાદ-વ્યય નથી. બહુ ઝીણી વાત છે ભાઈ! જુઓ, કૌંસમાં અર્થ કર્યો છે કે-‘તેની સાથે તન્મયપણે રહેલી..' ત્રિકાળ સ્વાભાવિક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫] ૨૩૯ ગુણોની અર્થાત્ સ્વભાવ-અનંત ચતુષ્ટયસ્વરૂપની સાથે તન્મયપણે અર્થાત એકપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિકભાવની પરિણતિ છે તે જ કારણશુદ્ધપર્યાય છે. અહા ! વસ્તુ છે તે શાશ્વત સત્ છે. અને જે શાશ્વત સત્ હોય તે અણ-ઉત્પન્ન ને અવિનાશી હોય છે. તો, એવી જે સત્ વસ્તુ આત્મા છે તેના સત્ ગુણો પણ ત્રિકાળ છે. અહા ! સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજ આનંદ વગેરે એવા આત્માના ગુણો છે. તો, કહે છે તેની સાથે રહેલી અર્થાત્ ત્રિકાળી જે પંચમભાવ છે તેની સાથે તન્મયપણે રહેલી છે પંચમભાવની પરિણતિ છે તે જ કારણશુદ્ધપર્યાય છે એમ અર્થ છે. અહા! જુઓ, આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ-એ ચાર જે દ્રવ્યો છે તેમાં તેનો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યભાવ ને તેનો ઉત્પાદ-વ્યયરૂપ ભાવ એકસરખો છે. અહા ! ઉત્પાદ-વ્યય થવા એ પરિણતિ છે, અને એ જે ઉત્પાદ-વ્યયરૂપ પરિણતિ છે તેની આ ચારેય દ્રવ્યોમાં એકરૂપધારા છે. શું કહ્યું? કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ-એ ચાર દ્રવ્યોની પરિણતિ-પર્યાય અનાદિ-અનંત ઉત્પાદ-વ્યયપણે એકસરખી છે, એકરૂપધારાએ છે. તો, એવી ઉત્પાદ-વ્યય વિનાની એકસરખી, એકધારારૂપ એક ધ્રુવપર્યાય આત્મામાં છે એમ કહેવું છે. અહા ! ધર્માસ્તિકાય આદિ ચાર અજીવ દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યયની પરિણતિ અનાદિ-અનંત એકસરખી, એકરૂપધારાએ છે, જ્યારે આત્મામાં તો ઉત્પાદવ્યયપણે સંસારપર્યાય છે, મોક્ષમાર્ગની પર્યાય છે ને મોક્ષપર્યાય છે. તો, એ બધી પર્યાયો એકરૂપએકસરખી રહી નહીં. સંસારપર્યાય વિકારી છે. મોક્ષમાર્ગની પર્યાય કાંઈક વિકારી ને કાંઈક અવિકારી છે, અને મોક્ષપર્યાય તદ્દન અવિકારી છે.-આમ જીવની પર્યાયમાં ભેદ પડી ગયા, પણ તેમાં એકધારા રહી નહીં. માટે જીવ પણ એક દ્રવ્ય છે તો તેમાં પણ ત્રિકાળ એકધારાએ પરિણતિ હોવી જોઈએ. એમ કે તેના (જીવના) ઉત્પાદ-વ્યય તો આવા (ભિન્ન-ભિન્ન) પ્રકારે છે, તો જેવી ચાર અજીવ દ્રવ્યોની એકધારારૂપ પર્યાય છે તેવી એકધારારૂપ પર્યાય જીવના ઉત્પાદ-વ્યયમાં આવી નહિ. માટે જીવની તેવી એકધારારૂપ પરિણતિ હોવી જોઈએ એમ કહે છે. બહુ ઝીણું ભાઈ ! અહા ! આ ચાર ધર્માસ્તિકાય આદિ અજીવ દ્રવ્યો ધ્રુવપણે અવિનાશી ત્રિકાળ છે, અને તેના ઉત્પાદ-વ્યય પણ એકધારારૂપ ત્રિકાળ છે. તેમાં ઓછું, અધિક કે વિપરીત પણું-એવું કાંઈ નથી, પણ એકધારા છે. ત્યારે એવી એકધારારૂપ ઉત્પાદ-વ્યયવાળી પરિણતિ આત્મામાં તો છે નહિ; એની ઉત્પાદ-વ્યયરૂપ પરિણતિમાં તો વિષમતા છે. માટે, એની ત્રિકાળ એકરૂપ એક પરિણતિ હોવી જોઈએ, અને તે આ કારણશુદ્ધપર્યાય છે, જે ઉત્પાદ-વ્યય વિનાની ધ્રુવધારારૂપ અનાદિ-અનંત એક કારણપર્યાય છે એમ કહે છે. આવું ઝીણું! સમજાય એટલું સમજો બાપુ! બાકી આ વિષય અત્યારે હિંદુસ્તાનમાં છે નહિ. બીજાઓને પૂછ્યું હતું, પણ કાંઈ ઉત્તર આવ્યો નહિ કેમકે બહારમાં અત્યારે આ વાત જ નથી ને? ભાઈ, આ વિષય છે તદ્દન નવો ને ગંભીર હો. કારણ કે જેને ધ્રુવ કહે એને પાછી પર્યાય કહેવી ? પણ તેનો મૂળ અર્થ આ છે. શું? કે એ ધર્માદિ ચાર દ્રવ્યોમાં, દ્રવ્ય ધ્રુવ ત્રિકાળી છે, ને ઉત્પાદ-વ્યયની પરિણતિ ત્રિકાળ એકધારારૂપ છે, એકસરખી છે; અને ત્યારે એ દ્રવ્યની પૂર્ણતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦ | નિયમસાર પ્રવચન કહેવાય છે. તો, એમ અહીંયાં (આત્મામાં) પણ જેમ દ્રવ્ય-ગુણ ત્રિકાળી છે, તેમ તેને પરિણતિ પણ ઉત્પાદ-વ્યય વિનાની એકધારારૂપ ત્રિકાળ હોવી જોઈએ; કેમકે ઉત્પાદ-વ્યયમાં એકસરખી ધારા નથી, ત્રિકાળ એકરૂપતા નથી. માટે, એકસરખી ધારા અંદર હોવી જોઈએ, અને તે આ કારણશુદ્ધપર્યાય છે. પ્રશ્નઃ ઉત્પાદ-વ્યય ઉપર તો તેની અનાદિથી દષ્ટિ છે? સમાધાન: હા, પણ એ બીજી વાત છે. ઉત્પાદ-વ્યયની દૃષ્ટિ છોડવી, ને ધ્રુવની એકની દષ્ટિ કરવી એ પછીની વાત છે. અહીં તો અત્યારે આ કારણપર્યાય કેમ સિદ્ધ થાય છે એની વાત છે. અહા ! કારણ શુદ્ધપર્યાય છે એમ ગાથામાં કહે છે તો તેનો હેતુ (ન્યાય) શું છે એ વાત ચાલે છે. અહા ! આચાર્ય ને મુનિએ કારણપર્યાયની સિદ્ધિ કેમ કરી છે એની આ વાત છે. વળી પાછા મુનિ તે કેવા? અહા! જેઓ (કળશ ૫ માં) કહે છે-આ ટીકાના કરનારા અમે મંદબુદ્ધિ તે કોણ? એમ કે આ (ટીકા) તો પૂર્વાચાર્યો ને ગણધરોથી ચાલી આવેલી વાત છે. તો, કહે છે-જેમ ધર્માદિ ચાર દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યયની પરિણતિ-પર્યાય ત્રિકાળી એકધારી એકરૂપ છે તેમ આત્મામાં પણ એવી ત્રિકાળ એકધારી એકરૂપ પરિણતિ હોવી જોઈએ, અને ત્યારે જ પારિણામિકભાવનું આખું દ્રવ્ય પૂરું સિદ્ધ થાય છે. પરંતુ આ ઉત્પાદ-વ્યયવાળી પર્યાય તો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક-એવા ચાર ભાવવાળી છે, ત્રિકાળ એકરૂપ નથી. માટે, ઉત્પાદ-વ્યય વિનાની ત્રિકાળ એકરૂપ એકધારી પર્યાય હોવી જોઈએ એમ કહે છે. આવું ઝીણું બહુ ભાઈ ! પણ થોડું થોડું પકડાય એટલું પકડવું. (એમ કે ન પકડાય એમ ન માનવું ). અહા! ધર્માસ્તિકાય આદિ ચાર અજીવ દ્રવ્યમાં ઉત્પાદ-વ્યયની પરિણતિ એકસરખી પારિણામિકભાવે છે, અર્થાત્ તેના દ્રવ્ય-ગુણ ને પર્યાય-ત્રણેય પારિણામિકભાવે છે, કેમ કે તેમનામાં એક જ ભાવ છે. તેમ આત્મામાં પણ દ્રવ્ય-ગુણ ને પર્યાય એકસરખા ભાવે, પારિણામિકભાવે હોવા જોઈએ ને? –એમ કહે છે. અહા ! શું સર્વજ્ઞની વાણી ને દ્રવ્યને સિદ્ધ કરવાની સંતોની પદ્ધતિ? ગજબની શૈલી ! ભાઈ, આ વાત દિગંબર સંતો સિવાય બીજે ક્યાંય હોઈ શકે નહિ. આમાં તો વસ્તુની (–આત્માની આવી સિદ્ધિ (ધ્યાતિ) છે એમ સાબિત કરે છે. અહા! જેમ એ ચાર દ્રવ્યોમાં તેની પર્યાય-અવસ્થા ત્રિકાળ એકરૂપ પરિણામિકભાવે છે, તેમ આત્મામાં પ્રગટ પર્યાય ત્રિકાળ એકરૂપ પારિણામિકભાવે નથી, કેમકે એનામાં કાં તો સંસારપર્યાય છે, કા તો મોક્ષમાર્ગની પર્યાય છે ને કાં તો મોક્ષપર્યાય છે, ને એ બધી પર્યાયો તો (ઉદયાદિ) ચાર ભાવવાળી છે. તો એ ચાર દ્રવ્યોમાં જેમ પર્યાય એકરૂપ પારિણામિકભાવે છે તેમ આત્મામાં પણ ત્રિકાળ એકસરખી પર્યાય હોવી જોઈએ. વળી આ (આત્મા) તો ચૈતન્ય-બાદશાહ છે. તેથી તેનામાં ત્રિકાળ એકસરખી પર્યાય હોવી જ જોઈએ. અહા ! એ ચાર દ્રવ્યો છે એની ખબર તો આને (ચૈતન્ય-બાદશાહને) છે ને? એ ચાર દ્રવ્યોને તો કાંઈ જ ખબર નથી. એ ચાર દ્રવ્યો છે, તેના ગુણો છે, ને તેની પર્યાયો એકધારાએ છે એની ખબર એ ચારને તો નથી. પણ પોતાની અને પરની વસ્તુ આવી છે એમ આ ચૈતન્ય-બાદશાહને ખબર છે. તો, એ ચાર દ્રવ્યોમાં પણ જ્યારે આવી પર્યાયની ત્રિકાળ એકધારા છે તો પોતામાં-આત્મામાં પણ એવી એકધારા હોવી જોઈએ. અને તેથી જેમ દ્રવ્ય ત્રિકાળ પારિણામિકભાવે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫] ૨૪૧ છે, એના ગુણો ત્રિકાળ પારિણામિકભાવે છે તેમાં એક કારણપર્યાય પણ ત્રિકાળ પારિણામિકભાવે તેમાં રહેલી છે એમ કહે છે. સમજાણું કાંઈ....? એક મોટા પંડિત કહેતા હતા કે આ અનાદિ-અનંત રહેનારા ગુણની વાત છે, પણ એમ નથી. ભાઈ ! આ તો અનાદિ-અનંત એકરૂપ રહેનારી એવી કારણપર્યાયની વાત છે. અહા ! જેમ દરિયો પાણીથી આખો ભરેલો હોય તે એનું દળ છે, અને એની ઉપરની સપાટી એકસરખી હોય છે, અને પછી એના ઉપર-બહારમાં આમ ઊંચાનીચાં તરંગો ઊઠેલાં હોય છે. તેમ આત્મામાં દ્રવ્ય ને ગુણ કે જે ધ્રુવ છે તે એનું મૂળ-આખું દળ છે, ને તેની કારણપર્યાયની સપાટી છે કે જે અંદરમાં એકસરખી ધ્રુવ સપાટી છે. જ્યારે બહારમાં કાં પુણ્ય-પાપનો ઔદયિકભાવ છે, કાં ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવ છે. તો, આ તો સપાટી ઉપરના મોજાંઓના ભેદ છે, જ્યારે સપાટી તો એકસરખી ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે. અહા! આ કારણપર્યાય છે. ભાઈ, આ કારણપર્યાય આખા ચૈતન્યરૂપી દરિયામાં ત્રિકાળ એકસરખી એક સપાટીરૂપે ધ્રુવ છે, અને એના ઉપર-બહારમાં કવચિત્ ઉઠતા આ બધાપુણ્ય-પાપરૂપ ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ કે ક્ષાયિકભાવપ્રગટ પર્યાયરૂપ તરંગો છે. સમજાય છે કાંઈ ? બહુ ઝીણું બાપુ ! અહા! આ જીવ અધિકાર છે ને? એટલે આમાં આ નાખ્યું છે કે વસ્તુ પોતે ભગવાન આત્મા ને તેના ગુણો ત્રિકાળ એકરૂપ ધ્રુવ છે, અને એવી જ તેની ત્રિકાળ એકરૂપ ધ્રુવ સપાટી છે તે કારણપર્યાય છે. તેને, એ પર્યાય છે એટલે ભલે વિશેષ કહો, છતાં તે છે તો સામાન્યનો જ ધ્રુવ એકરૂપ અંશ અર્થાત્ ત્રિકાળ એકરૂપ પર્યાય કે જે અંદરમાં સપાટીરૂપ ભાગ છે તે ધ્રુવ..ધ્રુવ...ધ્રુવ છે, અને તે કારણશુદ્ધપર્યાય છે. એનો અનુભવ ભોગવટો ન આવે. જો કે અનુભવ પર્યાયનો આવે છે, પણ આ કારણુપર્યાયનો અનુભવ ન આવે, કેમકે એ ઉત્પાદ-વ્યયરહિત ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે. હા, તે કારણપર્યાય અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો આશ્રય લેતાં જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તેનો અનુભવ-ભોગવટો આવે છે. ભાઈ, વેદનમાં પ્રગટ પર્યાય આવે છે, પણ વેદનમાં આ દ્રવ્ય-ગુણ કે કારણપર્યાય ન આવે; પરંતુ એ જ્ઞાનમાં જણાય, બસ. અહા ! ઝીણી વાત બહુ! આ વાત બીજે બહારમાં હતી જ નહિ, આ તો સ્વાધ્યાયમાં વાંચતાં અંદરથી આવી છે. અહાહા ! અંદર દ્રવ્ય જે વસ્તુ આત્મા છે તે ભગવાન! તારી પુંજી છે. અને ત્રિકાળી ધૃવરૂપ એના જે જ્ઞાન, દર્શન આદિ ગુણો છે, અર્થાત્ ત્રિકાળી ધૃવરૂપ જે સ્વભાવચતુષ્ટય છે તે પણ અંદરમાં તારી પુંજી છે. તથા તેની સાથે રહેલી જે ઉપજવા-બદલવાના પરિણમન વિનાની એકરૂપ પર્યાયની અનાદિ-અનંત ધ્રુવધારા છે તે પણ તારી અંદરમાં પુંજી છે. અહા ! એ (-કારણપર્યાય) એની એ-અનાદિ-અનંત એમ ને એમ-રહે છે. અહા ! આવી ભારે સૂક્ષ્મ ગંભીર વાત છે પ્રભુ! આ કારણશુદ્ધપર્યાય, પર્યાયરૂપે છે છતાં તેમાં પરિણમન નથી, પણ તે એકરૂપ છે એમ અહીં કહેવું છે. અને તેથી આ ઘણી ગંભીર વાત છે. આમ ત્રિકાળી દ્રવ્ય-ગુણ ને કારણપર્યાય-એમ મળીને આખી વસ્તુ સિદ્ધ થાય છે. જો કારણપર્યાય ન સ્વીકારવામાં આવે તો વસ્તુ (દ્રવ્ય ) આખી સિદ્ધ નહિ થાય. અહો ! સર્વજ્ઞ પરમેશ્વરે જે તત્ત્વ કહ્યું છે તે અલૌકિક છે, અને તેને અહીં સિદ્ધ કર્યું છે. સર્વજ્ઞદવે તો છે એવું જાણું છે ને જાણ્યું છે એવું કહ્યું છે. તેથી, અહા! આવું તત્ત્વ સર્વજ્ઞ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ [ નિયમસાર પ્રવચન પરમેશ્વરના માર્ગ સિવાય બીજે ક્યાંય હોઈ શકે નહિ. અહા! આવું આ સર્વજ્ઞદેવે કહેલું તત્ત્વ એક દિગંબરમાં જ સચવાયું છે. ભાઈ, આ કોઈ પક્ષની વાત નથી, આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છેવસ્તુસ્થિતિ જ આવી છે. શું થાય? (એમ કે કોઈને પક્ષપાત જેવું લાગે પણ શું થાય?) અહો ! સનાતન સર્વજ્ઞનો માર્ગ-ધર્મ દિગંબર સંતોએ જેમ છે તેમ પ્રવાહરૂપે ટકાવી રાખ્યો છે. તેથી આવો માર્ગ બીજે ક્યાંય છે નહીં. આવી અલૌકિક વાત છે ભાઈ ! અહા ! દિગંબર મુનિવરો-સંતોએ તો કેવળીનાં પેટ ખોલીને રહસ્ય બહાર કાઢયાં છે. વસ્તુની સ્થિતિ કેવી છે, એના દ્રવ્ય-ગુણ ને પર્યાય કેવાં છે, એનાં ઉત્પાદ-વ્યય કેવાં છે, એના નિશ્ચય-વ્યવહાર કેવાં છે, અને એના વ્યવહારમાં નિમિત્તનો સંબંધ કેવો છે, અહા! ઇત્યાદિ બધી અલૌકિક વાતો એ કેવળીના કેડાયતીયોએ કરી છે, અને એ વાત બીજે ક્યાંય નથી. માટે, ભાઈ ! બીજાની સાથે આ વાતને મેળવવા જઈશ તો મેળ નહિ ખાય, સમન્વય નહિ થાય. અરે ! લોકો ઊંડું વિચારતા નથી, તત્ત્વ શું છે એની ખોજ કરતા નથી, ને ઉપર ઉપરથી માની લે છે કે આ જૈનધર્મ છે, પરંતુ એમ જૈનધર્મ હાથ નહિ આવે હોં. જૈનધર્મ એટલે આ દિગંબર જૈનધર્મ હોં. અહા ! દિગંબર જૈન ધર્મ એટલે (સાચો) જૈનધર્મ, (સાચો) જૈનધર્મ એટલે વિશ્વધર્મ અને વિશ્વધર્મ એટલે આ આત્માનો ધર્મ અહાહા...વસ્તુ ભગવાન આત્મા છે તે શાશ્વત સત્ છે. તો શાશ્વત સત્ છે તેથી એ ધ્રુવ છે. અને તેના જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ જે ગુણો છે તે પણ ધ્રુવ છે. અને તેને પરિણામિકભાવ કહીએ; કેમકે એવું જ પોતાનું સ્વરૂપ સહજભાવે અતિ છે ને? એટલે તેને પરિણામિકભાવ કહીએ. તો તેવી રીતે તેની આ કારણપર્યાય પણ પરિણામિકભાવે છે. જુઓ, એમ જ અંદર કહ્યું છે ને જુઓને? કેપંચમભાવપરિણતિ તે જ કારણશુદ્ધપર્યાય છે.' લ્યો, આમ ચોખ્ખા તો શબ્દો છે. સંસ્કૃત ટીકામાં પણ સહીવૂતપં-માવપરિતિદેવ મારીશુદ્ધપર્યાય રૂત્યર્થ: 'આમ પાઠ છે. તો શાંતિ ને ધીરજથી સમજવું બાપુ! એટલે તો હળવે હળવે લઈએ છીએ. અહાહા! જેમ આ વસ્તુ ભગવાન આત્મા ત્રિકાળી મહાસત્ છે, તેમ તેના ગુણો પણ ત્રિકાળી મહાસત્ છે. અને તેની સાથે રહેલી એકરૂપ પર્યાયની સપાટી પણ (ત્રિકાળ) સત્...સત્સ રૂપ છે. એને પર્યાય કહીએ, પણ એમાં પલટવું નથી. એ અંશ એકધારો ત્રિકાળ એમ ને એમ રહે છે. અહા ! એ જરી ગંભીર સૂમ ચીજ છે. એને અહીં કારણ શુદ્ધપર્યાય કહી છે. ને તેના તરફનું મનન કરતાં ધર્મની દશા પ્રગટ થાય છે, ને તે મોક્ષનો માર્ગ છે. અહા ! આવી વાતુ! જુઓ, પાછી ભાષા કેવી લીધી છે? કે “પૂજિત પંચમભાવપરિણતિ..' મતલબ કે તે પરિણતિ પૂજવાયોગ્ય છે એમ કહે છે. અહા ! ત્રિકાળી દ્રવ્ય-ગુણની સાથે રહેલી તે પર્યાય પણ પૂજવાયોગ્ય છે, આદરવાયોગ્ય છે, ઉપાદેય-આશ્રય કરવાયોગ્ય છે ને તેમાં નજર કરીને એકાગ્ર થવાલાયક છે. અહા! એમાં નજર કરીને એકાગ્ર થવું એનું નામ મોક્ષનો માર્ગ છે. અહા! જેમ સામાન્યમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આવે છે એમ કહીએ, તેમ તેનું જે આ વર્તમાન...વર્તમાન એવું ત્રિકાળી વિશેષ છે (જે કારણશુદ્ધપર્યાય છે, તેમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આવે છે એમ કહીએ તે પણ બરાબર છે. અહા! ભગવાન આત્મા અંદર ત્રિકાળી વસ્તુ છે અને વસ્તુ છે તો તે ત્રિકાળ સત્ છે. ને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૩ ગાથા-૧૫ ] સત હોય તે શું કાંઈ ઉત્પન્ન થયેલું હોય? ના; અને અણ-ઉત્પન્ન હોય તેનો શું નાશ થાય? ન થાય. જે ઉત્પન્ન હોય તેનો તો નાશ થાય પણ જે અણ-ઉત્પન્ન હોય તેનો શું નાશ થાય ? (ના.) તો, એ તો અનાદિથી છે..છે..ને છે. તેમ એના ગુણો પણ અનાદિથી છે..છે..ને છે એટલે કે સત્ છે. તેવી રીતે તેમાં તન્મય રહેલી આ કારણપર્યાય પણ ત્રિકાળભાવે સત્ છે, અર્થાત્ છે..છે..ને છે. સમજાય છે કાંઈ... ? બીજી રીતે વિચારીએ તો, સંસા૨પર્યાય, મોક્ષપર્યાય, ને સિદ્ધપર્યાય એ બધો વ્યવહાર (વ્યવહારનયનો વિષય) છે. જ્યારે દ્રવ્યસ્થિત એક એવી પર્યાય છે કે જે નિશ્ચયમાં (નિશ્ચયનયના વિષયમાં ) જાય છે, અને તે આ કારણશુદ્ધપર્યાય છે. અહા! આ કારણપર્યાય વ્યવહાર નથી, પણ નિશ્ચય છે, જ્યારે આ બધા-સંસાર ને સિદ્ધ એવા-ભેદો વ્યવહારમાં જાય છે; કેમકે પ્રગટ પર્યાયના ભેદ છે ને ? માટે એ વ્યવહાર છે. સિદ્ધપદ અને કેવળજ્ઞાનની પર્યાય એ વ્યવહારનયનોસદ્દભૂતવ્યવહારનયનો વિષય છે. કોને? કે નીચલી દશામાં સાધકને. કેમકે જેમને કેવળજ્ઞાન ને સિદ્ધપદ પ્રગટયું છે તેમને નય નથી, અને અજ્ઞાનીને પણ નય નથી. તો નીચલી દશામાં સાધકને એ સદ્દભૂતવ્યવહારનયનો વિષય છે. હવે અહીં એમ કહેવું છે કે-દ્રવ્ય-ગુણ જેમ નિશ્ચય છે તેમ તેની એકરૂપધારાએ ત્રિકાળ વર્તતી પર્યાય પણ નિશ્ચય છે.-એ ત્રણેયને નિશ્ચય કહેવામાં આવેલ છે. કારણશુદ્ધપર્યાય, પર્યાય છે માટે વ્યવહા૨ છે એમ નથી; (કેમકે એ દ્રવ્ય-ગુણ સાથે ત્રિકાળ એમ ને એમ રહે છે. ) અહા ! વીતરાગના મારગની આવી વાતુ છે બાપા! આ તો સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ ત્રિલોકનાથે વીતરાગભાવ સહિત જ્ઞાનમાં જે બધું જોયું છે તે આવ્યું છે. માટે આવી તત્ત્વની વ્યવસ્થા વીતરાગ સર્વજ્ઞના મારગ સિવાય બીજે ક્યાંય ન હોય ભાઈ ! અહા! જીવમાં વ્યવહાર-નિશ્ચયના ભેદ પાડતાં, સંસાર મોક્ષમાર્ગ ને મોક્ષ એ બધો વ્યવહા૨ છે. તો પછી, પર્યાયનો નિશ્ચય હોવો જોઈએ ને? તો આ કા૨ણશુદ્ધપર્યાય એ પર્યાયનો નિશ્ચય છે. જુઓ, ચા૨ દ્રવ્યોની પર્યાય ત્રિકાળ એકરૂપ છે. ભલે તેને કહેવાય વ્યવહાર, કેમકે ત્રિકાળી ધ્રુવ તે નિશ્ચય, ને ઉત્પાદ-વ્યય તે વ્યવહાર છે, તેમ છતાં, તે વ્યવહાર ચા૨ દ્રવ્યોમાં એકધારો છે (તેમાં હીનાધિકતા કે વિપરીતતા નથી). જ્યારે આ જીવ દ્રવ્યનો વ્યવહાર એકધારો નથી, વિષમ છે; પણ નિશ્ચય એકધારો છે, ને તેમાં એકરૂપ એવી આ કારણશુદ્ધપર્યાય છે. હવે આવી વાત બીજે (વેદાંતાદિમાં ) ક્યાં છે બાપુ ? અહા! જીવની પ્રગટ પર્યાયમાં એકરૂપતા, એકધારા નથી, ને જે એકધારાએ એકરૂપ પર્યાય છે તે અંદર ધ્રુવમાં છે, ને ધ્રુવપણે છે. તો આ ત્રણેય-દ્રવ્ય ગુણ ધ્રુવપર્યાય નિશ્ચયમાં જાય છે. જ્યારે આ રાગ-દ્વેષમય સંસાર, અંદરથી પ્રગટતો શુદ્ધતારૂપ સાચો માર્ગ-મોક્ષમાર્ગ અને મોક્ષ એ વ્યવહા૨ છે. કેમકે એ પ્રગટે છે, બહાર આવે છે, નવીન થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયના પરિણામ અર્થાત્ આત્માની નિશ્ચય વીતરાગી શ્રદ્ધા-જ્ઞાન ને શાંતિની પર્યાય તે વ્યવહાર છે, કારણ કે તે નવી થાય છે, ને કવચિત્ છે, જ્યારે આ દ્રવ્ય-ગુણ ને કારણપર્યાય તે નવીન નથી, ને કવચિત્ નથી; માટે, તે નિશ્ચય છે. અહા ! પકડાય એટલું પકડો, ન પકડાય તો બીજું શું થાય? કેમકે આ તો વીતરાગનું તત્ત્વ બહુ ગંભીર બાપુ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪ [નિયમસાર પ્રવચન અહા! ભગવાન સર્વજ્ઞદવે જે કહેલું છે, ને ગણધરોએ જે ગુંથેલું છે તે જ તત્ત્વ અહીં સંતો કહે છે હો. તો, કહે છે-“જે સ્વભાવ-અનંત ચતુષ્ટયનું સ્વરૂપ” આ તો ચાર ગુણનું મુખ્યપણે અહીં જોર આપ્યું છે હોં, બાકી તેની સાથે તો અનંતગુણો ભેગા છે. તો, તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ છે તે જ કારણશુદ્ધપર્યાય છે. આ કારણપર્યાય પણ પૂજિત અર્થાત્ પૂજવાલાયક છે એમ કહે છે. કેમકે તે કારણપર્યાયનું અવલંબન લેતાં-એમાં ધ્રુવ દ્રવ્યનું અવલંબન પણ ભેગું આવી ગયું-એમાંથી સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર ને આનંદની ધારા પ્રગટ પર્યાયમાં વહે છે. આવી વાતું છે. હવે ટીકા ફરીને લઈએ. આ ગંભીર, નવો ને સૂક્ષ્મ વિષય છે ને? એટલે જરા ફરીને લઈએ. તો, કહે છે-“આ, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયોનું સંક્ષેપકથન છે.' આ ગાથામાં સ્વભાવપર્યાય-સ્વભાવ અવસ્થા અને વિભાવપર્યાય-વિભાવ અવસ્થાનું ટુંકું કથન છે. જુઓ, આ સંક્ષેપમાં-ટુંકામાં કથન છે. એનો વિસ્તાર તો જે વિશેષ જ્ઞાની હોય તે અંદરમાંથી કાઢે, ને જાણે. હવે કહે છે “ત્યાં, સ્વભાવપર્યાયો...' , પાઠમાં “મ્યોપાવિવMિયપન્નાયા' છે ને? મતલબ કે કર્મોપાધિ રહિત પર્યાયો છે તે સ્વભાવપર્યાયો છે. અને તેથી તેમાં એ પણ આવી ગયું કે કર્મોપાધિ સહિત છે તે વિભાવપર્યાયો છે. તો, “ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્ય પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે; કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.' ભાઈ, આ તદ્દન નવી વાત છે હોં. આકારણશુદ્ધપર્યાયની વાત અત્યારે ચાલતી જ નથી. આ ૧૫મી ગાથામાં જ એની વાત બહુ સ્પષ્ટ આવી છે. બીજાં શાસ્ત્રોમાં તેની વાત હશે, પણ આપણે કાઢી શકીએ નહીં. અહીં આ ગાળામાં આની સ્પષ્ટ વ્યાખ્યા છે. હવે અહીં પહેલા કારણશુદ્ધપર્યાયની વ્યાખ્યા કરે છે: તો, કહે છે-“અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં સહુજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધઅંતઃતત્ત્વસ્વરૂપ જે સ્વભાવ-અનંત ચતુષ્ટયનું સ્વરૂપ...' અહા! “સહજ' કહેતાં સ્વાભાવિક, “શુદ્ધ' કહેતાં પવિત્ર, નિશ્ચયથી' કહેતા (નિશ્ચયનયથી) ને અનાદિ-અનંત” કહેતાં હમણાં જે સહજજ્ઞાનાદિ સ્વચતુષ્ટય કહેશે તે આત્મામાં અનાદિ-અનંત રહેલાં છે એમ કહે છે. અર્થાત્ જેમ આત્મા (દ્રવ્ય) અનાદિ-અનંત રહે છે તેમ આ સહજજ્ઞાનાદિ ગુણ પણ અનાદિ-અનંત રહે છે અને તેવી રીતે તે ગુણોની સાથે તન્મયપણે રહેલી કારણપર્યાય પણ અનાદિઅનંત રહે છે તેમ અહીં સિદ્ધ કરવું છે. શું કીધું? કે જેમ વસ્તુ ભગવાન આત્મા આદિ ને અંત વિનાની ચીજ છે તેમ તેમાં રહેલાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખરૂપ ગુણ પણ અનાદિ-અનંત છે. જોકે અહીં (કારણશુદ્ધપર્યાયની વ્યાખ્યામાં) તો મુખ્યપણે જ્ઞાનાદિ ચતુષ્ટય (ચાર ગુણ) લીધા છે, પરંતુ મુખ્યપણે એ ચાર ગુણ લીધા છે એથી કરીને આત્મામાં બીજા બધા ગુણો છે નહીં એમ નથી. એ તો (કારણશુદ્ધપર્યાયની વ્યાખ્યામાં) આ જ્ઞાનાદિ ચતુષ્ટય (ચાર ગુણ ) મુખ્યપણે લઈને પછી કાર્યશુદ્ધપર્યાયમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫] ૨૪૫ (કેવળજ્ઞાનમાં) પણ મુખ્યપણે એ ચતુષ્ટય પરિણમ્યા છે એમ કહેવું છે. નહીંતર તો, કાર્યશુદ્ધપર્યાયમાં આ ચાર ગુણ જ પરિણમ્યા છે અને બીજા ગુણ ત્યાં પરિણમ્યા નથી એવું કાંઈ નથી. તેમાં તો અનંતગુણ પરિણમ્યા છે. છતાં, કારણશુદ્ધપર્યાયની વ્યાખ્યામાં મુખ્યપણે જ્ઞાનાદિ ચતુષ્ટય જ લીધા છે તેથી કાર્યશુદ્ધપર્યાયની વ્યાખ્યામાં પણ એ ચતુષ્ટય જ લીધા છે. અર્થાત્ જ્ઞાનાદિ ચતુષ્ટયની મુખ્યપણે વાત કરી છે. પણ આ ઉપરથી કોઈ એમ માને કે આ (જ્ઞાનાદિ) ચાર ગુણની જ અહીં વાત છે તે કારણે કેવળજ્ઞાનમાં એ ચાર ગુણનું જ પરિણમન છે તો કાર્યશુદ્ધપર્યાયની વ્યાખ્યામાં ફેર પડી જશે. કેમકે કાર્યશુદ્ધપર્યાયમાં આ જ્ઞાનાદિ ચાર ગુણનું જ પરિણમન છે એમ નથી. કેવળજ્ઞાનરૂપી કાર્યશુદ્ધપર્યાયમાં તો અનંતગુણની પર્યાયનું પરિણમન એકસાથે જ છે. હવે કહે છે “અમૂર્ત' અર્થાત જ્ઞાન, દર્શન, ચારિત્ર ને આનંદ-એ ચતુષ્ટય ગુણ મૂર્ત નથી, અમૂર્ત છે. અને તેથી તે ગુણોની સાથે તન્મયપણે રહેલી કારણપર્યાય પણ અમૂર્ત છે. તે ગુણો અતીન્દ્રિયસ્વભાવવાળાં' છે. એટલે કે તેઓ ઈન્દ્રિયથી ગ્રાહ્ય નથી. કેમકે તે ગુણોનો અતીન્દ્રિયસ્વભાવ છે. જેમ ભગવાન આત્માનો અતીન્દ્રિયસ્વભાવ છે તેમ આ ગુણો પણ એવા અતીન્દ્રિયસ્વભાવવાળાં છે. અહા ! અહીંયાં મૂળ તો મુખ્યપણે ઉપયોગની વ્યાખ્યા છે. છતાં પણ કારણ શુદ્ધપર્યાયની વ્યાખ્યામાં અહીં જ્ઞાનાદિ મુખ્ય ગુણો લીધા છે એટલે પછી તેની સાથે બીજા બધા ગુણ પણ આવી ગયા એમ સમજવું. અને તેથી જેમ આ જ્ઞાનાદિ ચાર ગુણમાં કારણપર્યાય કીધી છે તેમ બીજા બધા ગુણમાં પણ કારણપર્યાય લઈ લેવી. અહા! આત્મા એ તો વસ્તુ થઈ અર્થાત એ તો સ્વભાવવાન થયો. તો તેનો સ્વભાવ શું છે? કે ત્રિકાળી સહજજ્ઞાન, ત્રિકાળી સહજદર્શન, ત્રિકાળી સહચારિત્ર-આ ત્રિકાળી સ્વાભાવિક ચારિત્ર છે હોં, (વર્તમાન પર્યાય નહિ) અર્થાત્ એ ત્રિકાળી વીતરાગભાવ છે અને ત્રિકાળી સહજપરમવીતરાગસુખ એ આત્માનો સ્વભાવ છે. અહાહા...ત્રિકાળી સ્વભાવિક પરમવીતરાગસુખ એ આત્માનો સ્વભાવ છે, અર્થાત્ સ્વભાવિક પરમવીતરાગી સુખસ્વરૂપ ભગવાન આત્મા છે. તો, મુખ્યપણે આ ચાર સહજ ગુણ લીધા છે, છે તો અનંત હોં. અહાહા..! આત્મા સહજ પરમવીતરાગી સુખસ્વરૂપ છે. બાપુ! જગતમાં આ તમારા વિષયોના સુખ છે એ તો કલ્પનાનાં માનેલાં સુખ છે, એ કાંઈ સુખ નથી, પણ વાસ્તવમાં દુઃખ છે. તો, કલ્પનાનાં જે રાગવાળાં સુખ છે એનાથી વિરુદ્ધ બતાવવા ત્રિકાળી આત્મામાં રાગ વિનાનું પરમવીતરાગી સુખ ભર્યું છે, અર્થાત્ આત્મા વીતરાગી સુખસ્વરૂપ છે એમ કહે છે. અહા ! શુદ્ધ-અંતઃતત્ત્વ એવો આત્મા પરમવીતરાગી આનંદામૃતનો દરિયો છે. અહીં શુદ્ધ અંત:તત્ત્વમાં આ ચતુષ્ટય (સહજજ્ઞાન-દર્શન-ચારિત્રસુખ ) છે એમ જે કહ્યું છે તે મુખ્યપણે કહ્યું છે હોં; બાકી આત્માનું આખું અંત:તત્ત્વસ્વરૂપ તો અનંત ગુણોનો પિંડ છે. સમજાણું કાંઈ....? અહા ! આ વિષય ઝીણો આવ્યો છે હોં. આ તો મુનિરાજે ઘણો અપૂર્વ-અપૂર્વ વિષય કે જે પાઠમાં છે તેમાંથી કાઢયો છે. એ તો જે પાઠમાં હોય તે જ કાઢે ને? પાઠમાં હોય તેની જ ટીકા હોય ને? તો, કહે છે-સ્વભાવપર્યાય બે પ્રકારની છે. એક કારણસ્વભાવપર્યાય ને એક કાર્યસ્વભાવપર્યાય. હવે આ કારણસ્વભાવપર્યાય એટલે શું? કે “શુદ્ધ અંતઃ તત્ત્વસ્વરૂપ જે સ્વભાવઅનંત ચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ તે જ કારણશુદ્ધપર્યાય છે, એવો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ [ નિયમસાર પ્રવચન અર્થ છે.” અહા! સ્વાભાવિક જ્ઞાન, સ્વાભાવિક દર્શન, સ્વાભાવિક ચારિત્ર ને સ્વાભાવિક સુખ-એવું જે સ્વભાવ-અનંત ચતુષ્ટયનું સ્વરૂપ છે તેની સાથે રહેલી, “સદગ્વિત'—એમ પાઠ છે ને? એટલે કે તેની સાથે રહેલી. એટલે કે આ કારણપર્યાય અનાદિ-અનંત-ત્રણે કાળ સાથે જ છે. આમ જે સ્વભાવઅનંત ચતુષ્ટયનું સ્વરૂપ છે તેની સાથે સદાય રહેલી એવી જે પૂજિત પંચમભાવની પરિણતિ છે તે કારણશુદ્ધપર્યાય છે એમ કહે છે. જુઓ, પાછો મુનિને અંદરમાં આવો ભાવ આવ્યો છે કે અહો ! તે પૂજિત એટલે પૂજવાયોગ્ય પર્યાય છે, આદરવાયોગ્ય પર્યાય છે, કેમકે તે કારણપર્યાયનું મનન કરવાથી ને તેની એકાગ્રતાથી સમ્યગ્દર્શન આદિ પર્યાય પ્રગટ થાય છે. અહીં કહે છે ભગવાન! તારી અલૌકિક ચૈતન્ય-ઋદ્ધિ તો સાંભળ! કે તારામાં (–આત્મામાં) મુખ્ય એવા સહજ અનંત ચતુષ્ટય છે. એટલે કે તારામાં સહજ ત્રિકાળ વીતરાગી અનંતજ્ઞાન છે, સહજ ત્રિકાળ વીતરાગી અનંતદર્શન છે, સહજ ત્રિકાળ વીતરાગી અનંતચારિત્ર છે, સહજ ત્રિકાળ વીતરાગી સુખસ્વરૂપ અનંત આનંદ છે. અહાહા..! આવું તારું અચિત્ય અદ્ભુત સ્વરૂપ છે, કે જેમાંથી વીતરાગતાનું કાર્ય પ્રગટ થાય છે. અહા ! આવા નિજ સ્વરૂપની સાથે રહેલી “પૂજિત પંચમભાવપરિણતિ'..પંચમભાવ એટલે શું? પંચમભાવ એટલે ત્રિકાળી પરિણામિકભાવ, આત્માના સ્વરૂપની હયાતિવાળો ત્રિકાળી ભાવ. પંચાસ્તિકાયમાં પણ એવી વ્યાખ્યા કરી છે કે વ્યાત્મનામહેતુ: પરિણામ:' (ગાથા પ૬) એટલે કે દ્રવ્યના સ્વરૂપનો લાભ, દ્રવ્યના સ્વરૂપની હયાતિ તે પારિણામિક છે. (લાભ=હયાતી). તો, દ્રવ્યરૂપ ભગવાન આત્મા છે તે ત્રિકાળ હયાતીવાળું તત્ત્વ છે, ને તે ભાવને (તત્ત્વને) પરમ પરિણામિકભાવ-પંચમભાવ કહે છે. અને તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજનીક-પૂજવાયોગ્ય-આદરવાયોગ્ય એવી પારિણામિકભાવની પરિણતિ છે તે જ કારણશુદ્ધપર્યાય છે. આમાં “તે જ ' શબ્દો પર જોર આપ્યું છે. આ શબ્દાર્થ થયો; હવે તેને સિદ્ધ કરીએ. એમ કે કારણપર્યાય કેમ હોવી જોઈએ તે સિદ્ધ કરીએ. તો, પરમ પરિણામિકભાવે વસ્તુ જે આત્મા છે તેમાં આ કારણપર્યાય પારિણામિકભાવે થઈને રહેલી હોય તો જ દ્રવ્યનું નિશ્ચયપણું આખું (પૂર્ણ) સિદ્ધ થાય. જેમકે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ-એ ચાર દ્રવ્યમાં એના ઉત્પાદ-વ્યયની એકધારાએ અનાદિ-અનંત પર્યાય છે અને એ બે (દ્રવ્ય ને પર્યાય ) થઈને તેનો પારિણામિકભાવ પૂર્ણ થાય છે. હવે, જેમ આ ચાર દ્રવ્યમાં પારિણામિકભાવની એકસરખી ધારાવાહી ઉત્પાદ-વ્યયની પર્યાય છે તેવી એકસરખી ધારાવાહી ઉત્પાદ-વ્યયની પર્યાય આત્મામાં નથી. કેમ નથી? કેમકે સંસારદશામાં અનેકરૂપ વિકાર હોય છે, ને પછી મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ થતાં કાંઈક શુદ્ધતા થઈ છે, ને કાંઈક અશુદ્ધતા રહી છે. તે મોક્ષમાર્ગની પર્યાય પણ નવી પ્રગટ થઈ છે તેથી સાદિ છે, અને તેનો અંત આવી જશે. કેમકે મોક્ષ થતાં મોક્ષમાર્ગનો અંત આવી જશે. માટે તે એકસરખી ન રહી. અને મોક્ષની પર્યાય પ્રગટ થયેથી સાદિ-અનંતકાળ રહેશે. આ પ્રમાણે આત્માની પર્યાયો અનાદિ-અનંત એકધારાએ એકસરખી ન રહી. જ્યારે આ ચાર દ્રવ્યોમાં અનાદિ-અનંત એકસરખી પર્યાય છે. માટે એવી એકસરખી પર્યાય આત્મામાં હોવી જોઈએ, અને ત્યારે જ વસ્તુની પૂર્ણતા સિદ્ધ થાય. હવે, ઉત્પાદ-વ્યયની પર્યાય તો એકસરખી નથી, માટે આત્મામાં ઉત્પાદ-વ્યય વિનાની ત્રિકાળ એકસરખી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫ ] ૨૪૭ પર્યાય હોવી જોઈએ. તો, એ એકસરખી પર્યાય તે ધ્રુવપર્યાય છે, કારણપર્યાય છે કે જે અનાદિ-અનંત છે. તેને પર્યાય કહેતાં ભલે તેનું વિશેષપણું ખ્યાલમાં આવે છે, છતાં તે ધ્રુવ સામાન્ય સાથેનું વિશેષ છે. અર્થાત્ આ વિશેષ, વિશેષ...વિશેષ...એમ કરતાં-કરતાં અનાદિ-અનંત એકરૂપ છે. એકવાર કહ્યું હતું કે આ કારણપર્યાય પારિણામિભાવનો વિશેષભાવ છે ને ત્રિકાળી ગુણ છે તે ત્રિકાળી પારિણામિકભાવનો સામાન્યભાવ છે. કેમકે આ કારણપર્યાય ધ્રુવનો અંશ છે ને? તેથી ધ્રુવનું વિશેષ છે. તે ધ્રુવનો ભાગ હોવાથી વિશેષ છે, પણ તેમાં ઉત્પાદ-વ્યય નથી. અહા ! જેમ દરિયામાં ત્રણ બોલ કહ્યા હતા ને? કે (૧) દરિયાના પાણીનું જે આખું દળ તે દળ દ્રવ્યના સ્થાને છે. (૨) પાણીનો જે શીતળતાનો સ્વભાવ છે તે એના ગુણના સ્થાને છે. (૩) પાણીની ઉપરની (તરંગ રહિત ) એકરૂપ સપાટી એ એની કારણપર્યાયના સ્થાને છે; અને એ ત્રણેય અભેદ છે. એવી રીતે આત્મામાં, (૧) દ્રવ્ય એટલે એનું ત્રિકાળી આખું દળ, વસ્તુ પોતે. (૨) તેના ગુણ એટલે મુખ્યપણે અહીં સ્વભાવચતુષ્ટય કહ્યા, બાકી બધા અનંત ગુણ સમજવા. (૩) તેની પર્યાય એટલે તેની સાથેની (ઉત્પાદ-વ્યયના અનેકરૂપ તરંગોથી રહિત ) એકરૂપ સપાટી જેવી આ એકરૂપ કારણશુદ્ધપર્યાય કે જે અનાદિ-અનંત છે. અહા ! એ ત્રણેય અભેદ છે. બહુ ભારે વાતુ ભાઈ ! અહો ! વીતરાગે કહેલું તત્ત્વ અતિ ઊંડું, સૂક્ષ્મ છે. અહા! આવી એકરૂપ જે કારણપર્યાય છે તે સહજ ત્રિકાળી ગુણ સાથે એકરૂપ છે. અહીંયાં ગુણમાં ચતુષ્ટયની–ચારની મુખ્યતા લીધી છે; બાકી કાંઈ ચાર જ ગુણ વસ્તુમાં છે એમ નથી. એ ચારની સાથે ગુણ તો અનંત બધા ભેગા છે હોં. ભાઈ, ગુણમાં માત્ર ચતુષ્ટય જ લઈએ તો કાર્યપર્યાયમાં વાંધો આવશે; કેમકે તેથી ચાર જ કાર્યપર્યાય માનવી પડશે, જ્યારે કાર્યપર્યાય તો અનંત છે. માટે, અહીં ગુણમાં જે ચતુષ્ટય લીધા છે તે મુખ્યતાથી જાણવા. અને તેવી રીતે કાર્યપર્યાયમાં પણ એકલાં કાર્યચતુષ્ટયકેવળજ્ઞાનાદિ ચાર જ કાર્યપર્યાય લીધી છે તે પણ ચારની મુખ્યતાથી વાત સમજવી. ભાઈ, કાર્યપર્યાય છે તો અનંત, પણ અહીં મુખ્યતાથી ચાર જ પર્યાય લીધી છે એમ યથાર્થ સમજવું. તો, આત્મામાં, (૧) અનાદિ-અનંત વસ્તુનું ધ્રુવ દળ તે દ્રવ્ય છે. (૨) તેના અનાદિ-અનંત ધ્રુવ એવા સહજ ગુણો છે. (૩) ત્રિકાળી સહજચતુષ્ટયની સાથે તન્મય રહેલી (ચતુષ્ટયની) આ કારણપર્યાય પણ છે. અને તેવી રીતે અનંત ગુણોની સાથે તન્મય રહેલી કારણપર્યાય પણ છે, અર્થાત્ જેમ જ્ઞાનનો કારણપર્યાય છે, દર્શનનો કારણપર્યાય છે, ચારિત્રનો કારણપર્યાય છે ને આનંદનો કારણપર્યાય છે, તેમ અનંત ગુણોનો કારણપર્યાયરૂપ ભાવ અનાદિ-અનંત તેની સાથે તન્મયપણે છે. અહા ! ઝીણું બહુ ભાઈ ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ [ નિયમસાર પ્રવચન અહા! અંદર ભગવાન આત્મા છે તેનું પૂરું (પૂર્ણ) રૂપ આવે છે. અહા ! એ આખો આવો છે. એટલે કે દ્રવ્ય-ગુણ ને આ કારણપર્યાય-એમ ત્રણ મળીને એનું એક નિશ્ચય પૂર્ણરૂપ સિદ્ધ થાય છે. જ્યારે સંસાર આદિ ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયનો જે ભેદ છે તે વ્યવહાર છે. તે પ્રગટ પર્યાયના ભેદ છે ને ? તેથી તે વ્યવહાર છે. અહા! વસ્તુ નામ આત્માના ગુણ ત્રિકાળ છે તેની સાથે તન્મયપણે રહેલી વર્તમાન...વર્તમાન... વર્તમાન એવી જે એકરૂપ અનાદિ-અનંત ધ્રુવપર્યાય છે તે કારણપર્યાય છે. અહા ! આ પર્યાયનું પરિણમન ન હોય, તેમાં ઉત્પાદ-વ્યય પણ ન હોય, અને તેનું વેદન પણ ન આવે. અહા ! એ તો અંદર ઉત્પાદ-વ્યય વિનાની ધ્રુવ-એમ ને એમ કાયમ રહે. લ્યો, એને અહીં કારણ શુદ્ધપર્યાય કહી છે, અને આ રીતે પારિણામિકભાવનું આખું-પૂર્ણ તત્ત્વ સિદ્ધ થાય છે. સંવત ૨૦૦૨ની સાલમાં (આ ગાથા પરના પ્રવચનોમાં) એક ન્યાયે કહ્યું હતું કે તે (–કારણપર્યાય) ધ્રુવનું વિશેષ છે, કારણ કે ત્રિકાળી ધ્રુવ સામાન્ય છે તો આ કારણપર્યાય ધ્રુવ ત્રિકાળી સામાન્ય છે તેનો અંશ છે; અને ધ્રુવનો અંશ છે માટે તે વિશેષ છે. પણ તેથી કાંઈ વિશેષનો અર્થ ત્યાં ઉપજવું કે બદલવું છે એમ નથી, પણ એ વિશેષ પણ ધૃવરૂપ જ છે. અને આ ત્રણેય (દ્રવ્ય, ગુણ ને કારણપર્યાય) થઈને આખો પારિણામિકભાવ સિદ્ધ થાય છે તથા આ પારિણામિકભાવ સંસારાદિના ત્રણેય બોલમાં નથી. કારણ કે (૧) સંસારભાવ છે તે ઉદયભાવ છે. અને તેમાં કિંચિત્ ક્ષયોપશમભાવ છે તો પણ એ કાંઈ એકરૂપ અનાદિ-અનંત નથી. (૨) હવે જ્યારે મોક્ષમાર્ગ પ્રગટ થાય છે ત્યારે તે આત્માના સ્વભાવના આશ્રયે પ્રગટે છે. આ કારણપર્યાય ને ભેગો ધ્રુવ-એ બંનેના આશ્રયે તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટે છે. અહા ! તે પર્યાય કાંઈ અનાદિની નથી, પરંતુ નવી પ્રગટ થાય છે, અને તે પ્રગટ પર્યાયની સાથે કાંઈક વિભાવભાવ પણ છે. તો, મોક્ષમાર્ગ નવો શરૂ થાય છે, અને તે અસંખ્ય સમય જ રહે છે. આ સંસાર છે તે અનંત સમય રહે છે, પણ મોક્ષમાર્ગની દશા મોક્ષ થતાં સુધી અસંખ્ય સમય જ રહે છે. ભલે કોઈ જીવ પંદર ભવ કરે, તોપણ તે અસંખ્ય સમય જ છે. કેમકે પોતાની ચીજ સાધવી છે તેમાં સાધકને અનંતકાળ જોઈએ નહિ. હવે, આ મોક્ષમાર્ગની દશા પણ એકરૂપ અનાદિ-અનંત નથી. (૩) અસંખ્ય સમયમાં જ મોક્ષમાર્ગ પૂરો થઈને મોક્ષ થાય છે. તે મોક્ષની દશા હવે અનંતકાળ રહે છે, પણ તે સાદિ છે. અર્થાત્ મોક્ષદશા સાદિ-અનંત છે, એકરૂપ અનાદિ-અનંત નથી.-આમ આવા ત્રણ ભંગ પડયા, માટે તે વ્યવહાર છે, જ્યારે પારિણામિકભાવ તો નિશ્ચય છે. શું કીધું? કે પ્રગટ પર્યાયમાં સંસાર, મોક્ષમાર્ગ ને મોક્ષ એમ ત્રણ ભંગ-ભેદ પડયા, માટે એ વ્યવહારનયનો વિષય થયો, જ્યારે આ ત્રણ (દ્રવ્ય, ગુણ ને કારણપર્યાય ) થઇને પૂર્ણ પારિણામિકભાવ નિશ્ચય નયનો વિષય છે. અને આ બંનેનું (નિશ્ચય-વ્યવહારનું) જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. આવી ઝીણી સૂક્ષ્મ વસ્તુ પ્રભુ! અહા! આ કારણપર્યાયનો જે ભાવ છે તે દરેક ગુણમાં છે. વસ્તુમાં જે અનંત ગુણ છે તે બધાની વર્તમાન...વર્તમાન..એવી ત્રિકાળી એકરૂપ કારણપર્યાય છે. તે તેનો ધ્રુવ અંશ છે. આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫] ૨૪૯ પ્રમાણે –ભગવાન આત્મા દ્રવ્યરૂપ અનાદિ-અનંત ધ્રુવ છે, –એના અનંત ગુણ પણ અનાદિ-અનંત ધ્રુવ છે, અને –આ કારણપર્યાય પણ ત્રિકાળ એકરૂપ સદશ એવી અનાદિ-અનંત ધ્રુવ-ધુવ–ધ્રુવ છે. આ રીતે, ત્રણે થઈને, આત્માનો નિશ્ચય પારિણામિકભાવ પૂરો થાય છે. હવે જો કારણપર્યાય ન હોય તો (ન સ્વીકારવામાં આવે તો) આત્માના પરિણામિકભાવની અવસ્થાની ત્રિકાળીતા સિદ્ધ થતી નથી, અને તો, પારિણામિકભાવ આખો-પૂર્ણ સિદ્ધ થતો નથી. આવો મારગ સૂક્ષ્મ છે બાપુ! પ્રશ્નઃ શું એ કારણપર્યાયનું વેદન ન હોય? સમાધાન: ના, વેદન ન હોય. એ ધ્રુવ એકરૂપ છે ને? તેથી એનું વેદન ન હોય. પરંતુ ધ્રુવનો આશ્રય કરતાં જે પર્યાય પ્રગટ થાય તેનું વદન હોય છે. વેદન–અનુભવ તો ઉત્પાદ-વ્યયરૂપનું હોય ને? ધ્રુવનું વદન હોય નહીં. અને આ (કારણપર્યાય) તો ઉત્પાદ-વ્યય વિનાની ધ્રુવ એકસદશ છે. માટે, એનું વેદન હોય નહિ. અહા ! વેદન તો પ્રગટ પર્યાયનું હોય છે. અને તે વેદનની પર્યાય કારણપર્યાય ને ધ્રુવના આશ્રયે પ્રગટે છે. વેદનની પર્યાયને ધ્રુવનો આશ્રય હોય છે. ધ્રુવ (કારણપર્યાય) તો એમ ને એમ ત્રિકાળ રહે છે. તેથી તેનું વેદન ન હોય. આવી વાતુ! સમજાણું કાંઈ...? આ રીતે અહીંયાં ત્રિકાળી ગુણની કારણશુદ્ધપર્યાય કહી અને તે કારણશુદ્ધપર્યાયને વિશેષરૂપ પણ કહી. અહો ! આવું તત્ત્વ વીતરાગના મારગ સિવાય બીજે ક્યાંય છે જ નહિ. અને એમાંય દિગંબર સંતોએ કહેલું તત્ત્વ છે એ જ સાચું તત્ત્વ છે. આવું સ્વરૂપ-પૂર્ણ દ્રવ્ય ને નિશ્ચય, ને પર્યાય તે વ્યવહાર હવે આવી વાત-બીજે ક્યાંય છે નહિ. અરે! લોકો તો રાગના વ્યવહારની–દયા પાળવી, ને વ્રત પાળવાં, ને ભગવાનની પૂજા-ભક્તિ ને જાત્રા કરવી, ઇત્યાદિ વ્યવહારથી–નિશ્ચય થાય છે એમ માનીને ત્યાં અટક્યા છે. પણ એમાં ધર્મ છે જ નહિ, કેમકે એ તો બધા વિકલ્પ-રાગના ભેદો છે. અહા! અહીં તો કહે છે સાદિ-અનંત રહેનાર કેવળજ્ઞાન અને સિદ્ધની પર્યાય પણ વ્યવહાર છે, અને તેથી તે આદરણીય નથી તો પછી એ રાગનું તો કહેવું જ શું? એ તો બાપુ ! અત્યંત હેય છે. અહો ! મુનિરાજે ગાથામાંથી અલૌકિક તત્ત્વ કાઢયું છે. અને પાછા મુનિરાજ તે કેવા? જેઓ કહે છે -“ગુણના ધરનારા ગણધરોથી રચાયેલા...” (શ્લોક ૫). છે ને અંદર? કે ગુણના ધરનારા ગણધરોથી આ સૂત્રની ટીકા રચાયેલી છે, અને તેના અર્થો શ્રતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા છે. અહા ! મૃતધરો એટલે? કે જેમણે ભાવમાં શ્રુત-શાસ્ત્રોને ધાર્યા છે એવા મહાસંતો, દિગંબર મુનિવરો, અર્થાત્ ગણધરોની પરંપરામાં થયેલા શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી અમૃતચંદ્રાચાર્ય, શ્રી પૂજ્યપાદસ્વામી વગેરે મહાસંતો. ને તેમના પહેલાં થયેલા મુનિવરો પણ મહાશ્રુતધરો હતા. તો, એવા શ્રતધરોની આ ટીકાના અર્થો સારી રીતે વ્યક્ત કરાયેલા છે. અંદર (શ્લોકમાં) “સુવ્ય' પદ છે ને? એટલે કે આ અર્થોનુંપરમાગમના અર્થસમૂહુનું-કથન સારી રીતે વ્યક્ત કરાયેલું છે. હવે આમ છે ત્યાં આ ટીકાના સમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ? ઓહો! કેટલી નિર્માનતા ! અહાહા...! કહે છે–અમે તે ટીકા કરનાર કોણ ભાઈ ? કેમકે આના (નિયમસારના) અર્થો તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫O [ નિયમસાર પ્રવચન ભગવાન ગણધરોએ અને પરંપરાના શ્રતધરોએ કરેલા જ છે. હું તો માત્ર એમાં નિમિત્ત છું. આ કારણપર્યાયનો અર્થ હું જ કરું છું, મેં જ કર્યો છે-એમ તો છે નહિ, કેમકે આ અર્થો તો ગણધરોથી પરંપરાએ સારી રીતે વ્યક્ત કરાયેલા ચાલ્યા આવે છે. તમને નવું લાગે કે આ (કારણપર્યાય ) મેં જ કાઢી છે, તો, કહું છું કે ના, ભાઈ ! એ તો ગણધરોની પરંપરાથી એનો અર્થ આ રીતે જ ચાલ્યો આવે છે; શ્રતધરોએ એના અર્થો આ રીતે જ વર્ણવ્યા છે, અને એ જ અહીં કહીએ છીએ. -પહેલાં સામાન્ય-વિશેષની વાત આવી. (દ્રવ્ય-ગુણ તે સામાન્ય ને કારણપર્યાય તે એનું ધ્રુવ વિશેષ) -પછી દરેક ગુણની કારણપર્યાય આવી. (જેમ સહજચતુષ્ટયમાં કારણપર્યાય છે, તેમ દરેક ગુણમાં પણ કારણપર્યાય છે.) -પછી ધર્માસ્તિકાયાદિની અપેક્ષાએ પારિણામિકભાવની પૂર્ણતાની સિદ્ધિ આવી. (જેમ ધર્માસ્તિકાયાદિમાં તેના દ્રવ્ય-ગુણ ને પર્યાયમાં એક ભાવ છે, તેમ જીવમાં દ્રવ્ય-ગુણ ને ઉત્પાદ વ્યય વિનાની કારણપર્યાય એકધારા એ છે ને તેથી પારિણામિકભાવની પૂર્ણતા થાય છે ). અને, - છેલ્લે સંસારાદિ પ્રગટ પર્યાયનો ભેદ પડ્યો તે વ્યવહાર છે, ને પૂર્ણ-આખો (દ્રવ્ય-ગુણ ને કારણપર્યાય મળીને) પારિણામિકભાવ છે તે નિશ્ચય છે એમ વાત આવી. તો, આમાં વ્યવહાર છે તે જાણવાલાયક છે બસ, આદરવાલાયક નથી; જ્યારે આદરવાલાયક તો આ દ્રવ્ય-ગુણ ને કારણપર્યાયનું ધ્રુવ અભેદ એક પૂર્ણ પારિણામિકભાવરૂપ તત્ત્વ છે તે જ છે. તારી દષ્ટિ ત્યાં ચોંટાડી મૂકવા જેવી છે ભાઈ ! અહા! આ ગાથા સિવાય બીજે ક્યાંય આવો સ્પષ્ટ અર્થ છે નહિ. અરે ! દિગંબર શાસ્ત્રોમાંય બીજે આવી સ્પષ્ટતા નથી એવું અપૂર્વ સ્પષ્ટીકરણ અહીં મુનિરાજે કર્યું છે. અને છતાં કેવી નિર્માનતા! પ્રશ્ન: આ વાત અહીં જ કેમ આવી? સમાધાનઃ કેમકે આ નિયમસાર છે તે મોક્ષમાર્ગ-પર્યાયનો અધિકાર છે. એટલે જે કાંઈ વાસ્તવિક પર્યાયનું સ્વરૂપ છે તે તેમાં આવવું જોઈએ. અહા ! ભગવાન આત્માના-જે આ ત્રિકાળી દ્રવ્ય-ગુણ ને ધ્રુવપર્યાય છે તેના-આશ્રયે જે પ્રગટ દશા થાય છે-જે મોક્ષમાર્ગ પ્રગટે છે–તે પર્યાય છે. મતલબ કે આ ગ્રંથમાં પર્યાયનું વર્ણન છે. તેથી, આ કારણપર્યાય પણ એમાં આવી છે, અર્થાત્ મુનિરાજે કારણ પર્યાયની વાત કરી છે. અને પોતે આચાર્ય (શ્રીકુંદકુંદાચાર્ય) પાઠમાં પણ એ જ કહે છે ને? જુઓ, ગાથામાં આવ્યું ને કે-“મ્યોપાધિવિવનિયTMાયા' અર્થાત્ કર્મોપાધિરહિત પર્યાયો (સ્વભાવ૫ર્યાયો) છે. અને “ઘરવેશ્ય' “નિરપેક્ષ' એવો પણ શબ્દ આવ્યો હતો ને? ૧૪મી ગાથામાં “નિરપેક્ષ' શબ્દ છે. તો, તે નિરપેક્ષ પર્યાયને અહીં કર્મોપાધિરહિત પર્યાય કીધી છે. અને “પત્નીયા” એમ બહુવચન છે. તેથી કહે છે કે –સ્વાભાવિક પર્યાયો બે છે: એક કારણ શુદ્ધપર્યાય ને બીજી કાર્યશુદ્ધપર્યાય. આ રીતે અંદર પાઠમાં જ આ કારણપર્યાયની વાત છે, અને તેમાંથી મુનિરાજે કાઢી છે. અહો ! આ તો અચિન્ય અદ્દભુત વાત છે ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫] ૨૫૧ અહા! આવું જૈનદર્શન અલૌકિક છે. ને તેમાંય આ દિગંબર દર્શન એ જ સાચું જૈનદર્શન છે. લોકોને આમાં પક્ષપાત જેવું લાગે, પણ ભાઈ ! આવી વાત દિગંબર સંતો-કેવળીના કડાયતી મુનિવરોસિવાય બીજે ક્યાંય છે જ નહિ. પણ તે સાચા ભાવલિંગી દિગંબર મુનિવરો હોં. બાકી એકલા નગ્ન થઈને મુનિ થાય એ કાંઈ સાચા મુનિ નથી. અહો ! ભાવલિંગી સંતોએ પાતાળ તોડીને વસ્તુના તળની-અંદરની અજબ-ગજબની વાતો કરી છે. ભાઈ ! તારો અંદરમાં આવો (પારિણામિક) ભાવ છે. માટે, ત્યાં દષ્ટિ મૂક તો તને સમ્યગ્દર્શન થશે. કેમકે આ ત્રણેયની (ધ્રુવ, ગુણ ને કારણપર્યાયની) યથાર્થપણાની અંતરપ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એટલે પ્રશંસનીય દર્શન. તો તેને માટે, કહે છે કે, આવી જે યથાર્થ ચીજ છે તેની અંદરમાં એકાગ્રતા કર. બ્ર. શીતલપ્રસાજીએ પણ કહ્યું છે કે-જે પંચમ પારિણામિકભાવની પરિણતિ છે તે જ કારણશુદ્ધપર્યાય છે, ને કારણશુદ્ધપર્યાયનું મનન તે કાર્યશુદ્ધપર્યાયની ઉત્પત્તિનું સાધન છે. પ્રશ્નઃ કારણપર્યાયની વાત આ ગ્રંથમાં આવી, પણ બીજામાં ન આવી તેનું શું કારણ? સમાધાન: જુઓ, આ નિયમસાર એ પર્યાયનો ગ્રંથ છે. નિયમસારનો અર્થ જ મોક્ષમાર્ગ થાય છે. માટે, તેમાં પર્યાયના વાસ્તવિક સ્વરૂપની પૂર્ણતા શું છે એ વાત આવી છે, ને બીજામાં ( વિષય ન હોતાં) તે વાત આવી નથી. પાઠમાં આચાર્યદેવે સ્વયં કહ્યું છે ને કે “મ્યોપાલવિવનિયTMાયા તે સદાવનદ્રિ મળવા'-કર્મોપાધિરહિત પર્યાયોને સ્વાભાવિક પર્યાયો ભગવાને કહી છે. ભાઈ ! એ પર્યાય પણ ભગવાને કહે છે એમ કહ્યું છે. પાઠમાં “ભણિ” શબ્દ છે ને? તો, ભગવાન ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરે કર્મની ઉપાધિરહિત એવી સ્વભાવપર્યાયના બે પ્રકાર કહ્યા છે, અને તે અહીં કહેવામાં આવે છે એમ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે. ભાઈ, આવી વાત સાંભળવા મળે તે પણ મહાભાગ્ય છે, કેમકે આવી વાત તો કોઈક વખત જ આવે. અહા ! ગણધરો ને સંતો જ્યારે એની વ્યાખ્યા કરતા હશે ત્યારે કવી અલૌકિક વાત કહેતા હશે! અહો! આ અજબ-ગજબની વાત છે. અહા! આત્મદ્રવ્ય ત્રિકાળી ધ્રુવ છે, ને તેનો જ્ઞાનગુણ પણ ત્રિકાળી ધ્રુવ છે તથા તે જ્ઞાનગુણની કારણપર્યાય પણ ધ્રુવ ત્રિકાળ છે, અને તેના આશ્રયે કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. તેમ આત્મા ત્રિકાળી ધ્રુવ છે, ને તેનો દર્શનગુણ પણ ત્રિકાળી ધ્રુવ છે. અહીંયાં દર્શન એટલે શ્રદ્ધા ને દર્શન ઉપયોગ–બેય લીધા છે. અહા ! એ ત્રિકાળી શ્રદ્ધાશક્તિ ને ત્રિકાળી દર્શન-ઉપયોગની કારણશુદ્ધપર્યાય પણ ધ્રુવ ત્રિકાળ છે. શું કીધું? દર્શનગુણની કારણપર્યાય એ ત્રિકાળ ધ્રુવ પર્યાય છે. અહા! ત્રિકાળી શ્રદ્ધાની અંશરૂપ કારણપર્યાય પરિણામિકભાવે છે, અને ત્રિકાળી દર્શન-ઉપયોગની કારણપર્યાય પણ પારિણામિકભાવે છે. માટે, તેમાં એકાગ્ર-લીન થતાં ક્ષાયિક સમકિતની પર્યાય ને કેવળદર્શનનો ઉપયોગ ઉત્પન્ન થાય છે. અહા ! પરને લઈને તે ઉત્પન્ન થાય છે એમ નથી-એમ વાત છે. સમજાય છે કાંઈ....? પ્રશ્ન: પણ ક્ષાયિક સમકિત તો ભગવાનની સમીપ થાય છે ને? જુઓ, બધે નિમિત્તની પ્રધાનતા (બોલબાલા) છે. સમાધાન: અરે ભગવાન! તું શું કહે છે આ? એ તો ભગવાનનું ત્યાં સમીપપણું બતાવવું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૨ [ નિયમસાર પ્રવચન છે સાંભળને! ભગવાન તો ત્યાં નિમિત્તમાત્ર હોય છે બસ એટલું જ. બાકી તે કાળે ઉપશમ સમકિત કે ક્ષાયિક સમકિતની પર્યાય પણ, અંદર જે ત્રિકાળી શ્રદ્ધા (ગુણ) છે અને એની જે કારણપર્યાય છે તેના આશ્રયે પ્રગટ થાય છે. હવે જ્યારે બીજા ગુણના આશ્રયે પણ સમકિત પ્રગટે નહિ, ત્યાં નિમિત્તના-પરના આશ્રયે તે પ્રગટે એ વાત ક્યાં રહી ? એમ છે જ નહિ.-આ તો ભેદથી આમ કથન કીધું છે હોં. બાકી વસ્તુ (દ્રવ્ય-ગુણ ને કારણપર્યાય) તો અભેદ છે, ને સમકિતમાં અભેદની જ દષ્ટિ હોય છે. આ તો, અહીં આત્માના અનંત ગુણોમાંથી એક શ્રદ્ધાગુણમાંથી શ્રદ્ધાની પર્યાયનો પ્રવાહ આવે છે એમ કહેવું છે. એવી રીતે દર્શનનો ઉપયોગ પણ દર્શનગુણમાંથી આવે છે, પરમાંથી કે પરના કારણે તે આવે છે એમ છે નહિ. અહા! ત્રિકાળી કારણ નિત્ય વિદ્યમાન છે તેમાંથી તેનું મનન કરતાં એ શ્રદ્ધા ને દર્શનનું કાર્ય આવે છે એમ કહે છે. સમજાણું કાંઈ...? તેમ ચારિત્રગુણની જે પર્યાય ત્રિકાળી છે, ચારિત્રગુણની સાથે અંદર તન્મયપણે જે ત્રિકાળી કારણપર્યાય છે તેમાં એકાગ્ર થતાં તેમાંથી ચારિત્રની-વીતરાગતાની પર્યાય બહાર આવે છે. (બહારના વ્યવહારમાંથી–રાગમાંથી નહિ.). તેવી રીતે, ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ નિત્ય આનંદસ્વરૂપ છે. આનંદ તેનો ત્રિકાળી ગુણસ્વભાવ છે, અને તેની કારણપર્યાય પણ ત્રિકાળ આનંદમય છે. તો, તેનો આશ્રય કરતાં આનંદની પર્યાય પ્રગટ થાય છે, બહાર આવે છે. તેમ ભગવાન આત્મામાં વીર્યગુણ ત્રિકાળ છે, ને તેની કારણપર્યાય પણ ધ્રુવ ત્રિકાળ છે. તેથી, તેના આશ્રયે વીર્યની–બળની શક્તિ (પર્યાય) પ્રગટ થાય છે. કારણ કે કોઈ ગુણના આશ્રયે કોઈ ગુણ હોતા નથી. ભાઈ, એમ પણ છે ને ? માટે, ગુણ સ્વતંત્ર છે, અને તેની પર્યાય પણ સ્વતંત્ર છે. તેથી, જે ગુણની જે પર્યાય પ્રગટ થાય છે કે, તેના ગુણના આશ્રયે પ્રગટ થાય છે, બીજા ગુણના આશ્રયે નહિ. અર્થાત્ આખા દ્રવ્યનો (અભેદનો) આશ્રય લેતાં ભેગો ગુણનો આશ્રય આવી જાય છે, ને એ રીતે ગુણની પર્યાય બહાર આવે છે. ગજબ વાત છે ભાઈ ! અહો ! આવું જૈનદર્શન અલૌકિક છે. આ દિગંબર દર્શન એ જ જૈનદર્શન છે, અને એ જ વિશ્વદર્શન છે, કેમકે તે વસ્તુદર્શન છે, પરમાર્થ ધર્મદર્શન છે. અહા ! જેને આ (જૈનદર્શન) બેસે તેની મુક્તિ ત્રણ કાળમાં થયા વિના રહે નહિ. આવી વાત છે બાપુ! (તાળીઓ) એમ આત્મામાં સ્વચ્છત્વ નામનો ગુણ છે, અને તે ગુણની સાથે અંદર સ્વચ્છત્વની કારણશુદ્ધપર્યાય ધ્રુવ ત્રિકાળ રહેલી છે. તેના આશ્રયે સ્વચ્છત્વની પર્યાય પ્રગટ થાય છે. લ્યો, વળી ૪૭ ગુણ યાદ આવ્યા. એમ અંદર ત્રિકાળી પ્રકાશગુણ છે. અહા ! સ્વસંવેદન દ્વારા આત્મા પ્રત્યક્ષ થાય એવો એનો પ્રકાશગુણ છે, અને તે ગુણની સાથે એવી એની ત્રિકાળી કારણપર્યાય તન્મયપણે રહેલી છે. તો, તેના આશ્રયે, તેમાં એકાગ્ર થતાં આત્મા પ્રત્યક્ષ થાય છે. ભાઈ, અંદર કારણ છે એમાંથી કાર્ય આવે છે; અર્થાત્ કારણના આશ્રયે કાર્ય થાય છે, પરના આશ્રયે નહિ. તેમ આત્મામાં પ્રભુત્વશક્તિ (ગુણ ) છે. શું કીધું? પરમેશ્વર થવાની આત્મામાં શક્તિ-ગુણ છે. અને તેની સાથે તન્મયપણે પ્રભુત્વનો ત્રિકાળી ધ્રુવ કારણપર્યાય છે. અહા ! દ્રવ્ય પ્રભુત્વ છે, ગુણ પ્રભુત્વ છે, ને તેની કારણપર્યાય પણ પ્રભુત્વ છે. તો, તેના આશ્રયે પ્રભુત્વની પ્રગટ પર્યાય ઉત્પન્ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫] ૨૫૩ થાય છે. તેમ આત્મામાં ઈશ્વરતાનો ગુણ છે. અહા ! પોતે જ ઈશ્વર છે. આત્મદ્રવ્ય ઈશ્વર છે, ગુણ ઈશ્વર છે અને તેમાં તન્મય ધ્રુવ કારણપર્યાય પણ ઈશ્વર છે. અહા ! આ અલૌકિક વાત છે. આમાં આચાર્યદેવે કેટલું કહ્યું છે? અહા ! આમાં તો ઘણું કહ્યું છે. ચારેબાજુની વાત જોતાં એમ લાગે છે કે ઘણું કહ્યું પ્રભુ! ઘણું કહ્યું. જેવી વસ્તુ છે તેવી તેની અમાપ વિશાળતા કરી નાખી છે. તો, કહે છે-ભાઈ ! તારી પ્રભુતા ને પરમેશ્વરતા અંદર પડી છે તે પ્રભુ! અહા ! પરમેશ્વરને જે અનંતવીર્ય પ્રગટે છે તે ક્યાંથી પ્રગટે છે? શું બહારમાંથી પ્રગટે છે? ના, એ તો વીર્ય-બળ નામનો અંદર ત્રિકાળી ગુણ છે, ને તેની સાથે તન્મય એની ધ્રુવ કારણપર્યાય છે જેના આશ્રયે અનંતવીર્ય-પરમેશ્વરતા-ઈશ્વરતાપ્રભુતા પ્રગટે છે. વળી, જેમ જીવત, ચિતિ, દશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ શક્તિ છે તેમ આત્મામાં સર્વદર્શિત્વશક્તિ પણ છે. અને એના વિશેષરૂપ તેની ધ્રુવ કારણપર્યાય પણ છે. તો, તેનાં તળિયાં તપાસતાં, તેમાં અંતર્લીન થતાં પર્યાયરૂપે સર્વદર્શિપણું પ્રગટ થાય છે. તેમ એક સર્વજ્ઞ ગુણ છે. અહા ! આત્મા દ્રવ્ય-વસ્તુ છે, તેનો એક સર્વજ્ઞ ગુણ છે અને તેની સાથે રહેલી સર્વજ્ઞ ગુણની કારણપર્યાય છે. તો, તેનો આશ્રય કરતાં, તેનું મનન કરીને તેમાં એકાગ્ર થતાં સર્વજ્ઞની પર્યાય પ્રગટ થાય છે. (મનન = એકાગ્રતા ) તેવી રીતે સ્વચ્છતા, પ્રકાશત્વ, અસંકુચિતવિકાસત્ત્વ અને અકાર્યકારણત્વ એ આત્માનો ગુણ છે. શું કીધું? જેમ દ્રવ્ય અકાર્યકારણ છે અને તેમ એનો ગુણ અકાર્યકારણ છે અને તેની કારણ-ધ્રુવપર્યાય પણ અકાર્યકારણ છે. તેથી અકાર્યકારણની પર્યાય ઉત્પન્ન થવામાં બીજું કોઈ કારણ નથી; કારણોતરથી તે થતી નથી, પણ તેની ધ્રુવપર્યાયના આશ્રયે આ અકાર્યકારણપર્યાયનું પ્રગટપણું થાય છે. પ્રશ્ન: પણ નિમિત્ત હોય તો કાર્ય થાય ને? સમાધાન: નાએમ નથી હો પ્રભુ ! કેમકે અકાર્યકારણ નામનો આત્મામાં ત્રિકાળી ગુણ છે. અહાહા...! સ્વભાવવાન દ્રવ્યનો એવો જ અકાર્યકારણરૂપ સ્વભાવ છે, અને એવો જ ધ્રુવ ત્રિકાળી પર્યાયનો પણ સ્વભાવ છે, અર્થાત્ અકાર્યકારણ એવી કારણપર્યાય છે. અને તેથી, તેને આશ્રયે-તેની એકાગ્રતાથી પ્રગટ પર્યાય પણ બીજાના કાર્યરહિત ને બીજાના કારણરહિત એવી પ્રગટ થાય છે. અહા ! આ ગજબ વાત છે! આ તો મીણો ચડી જાય (ઉત્સાહ જાગી જાય, વીર્ય ઉછળી જાય) એવી વાત છે. એમ પરિણમ્યપરિણામકત્વ નામની પોતાની એક શક્તિ-ગુણ છે. અને તેની પણ એક ધ્રુવ કારણ પર્યાય છે. તેના આશ્રયે તેનું કાર્ય આવે છે. એમ એક ત્યાગ-ઉપાદાનશૂન્યત્વશક્તિ-ગુણ છે. અહા ! પરનો ત્યાગ અને પરનું ગ્રહણ એવું આત્મામાં શૂન્યત્વ છે. અહા ! એવો જ એનો સ્વભાવ નામ ત્રિકાળી ગુણ છે. ને તેની ત્યાગઉપાદાનશૂન્યત્વ નામની કારણપર્યાય પણ છે. અહા ! તેના આશ્રયે જેમાં પરનો ત્યાગ-ગ્રહણ હોતાં નથી એવું કાર્ય પ્રગટ થાય છે. અહા! આવી સૂક્ષ્મ વાત છે. હવે અજ્ઞાની તો, જ્યાં કાંઈક બહારમાં પરનો ત્યાગ થાય ત્યાં હું ત્યાગી થયો એમ માને છે. પણ એવું તારું સ્વરૂપ નથી ભગવાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪ [ નિયમસાર પ્રવચન એ તો બાપુ! તારો ભ્રમ છે; કારણ કે આત્મામાં પરનાં ગ્રહણ-ત્યાગ હોઈ શકતાં જ નથી. એવો જ એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ..? અહા ! એવી રીતે આત્મામાં ઉત્પાદત્રયધુવત્વની શક્તિ પણ છે. અને સાથે ઉત્પાદવ્યયધુવત્વની કારણપર્યાય પણ રહેલી છે. અને એમાંથી ઉત્પાદ-વ્યયરૂપી કાર્ય પ્રગટ થાય છે. ગજબ વાત છે હોં ! અહા! એવી રીતે બધી શક્તિ એમાં આવે. અરે, પકારકની શક્તિ પણ એમાં આવે. આત્મામાં કર્તા નામનો ગુણ છે, ને તેની કર્તા નામની ધ્રુવ કારણપર્યાય પણ છે. તો, તેના આશ્રયે કર્તારૂપ કાર્ય પ્રગટ થાય છે. ભારે વાત ભાઈ ! કેટલાક પંડિતો હવે વિરોધ-વાંધા કરે છે. પણ બાપુ! જરા મધ્યસ્થ થઈને સાંભળ તો ખબર પડે કે આ સત્ય છે. ભાઈ ! આ તો તારા હિતની વાત છે. તો, ના ન પાડ પ્રભુ! અહા ! જ્યાં વસ્તુ જ આવી છે, જ્યાં તારા અસ્તિત્વમાં જ આવે છે, ત્યાં હવે તું શું કરીશ? (એમ કે આ માન્યા વિના કોઈ ઉપાય નથી). તેવી રીતે, આત્મામાં કરણ નામનો ગુણ છે. અને તેમાં તન્મય રહેલી કરણરૂપ કારણપર્યાય પણ છે. માટે, તેના આશ્રયે કરણ-સાધન પ્રગટ થાય છે. અહા ! કોઈ નિમિત્તના આશ્રયે કે વ્યવહારના આશ્રય સાધન પ્રગટ થતું નથી. અર્થાત્ નિમિત્ત છે, રાગ છે, તો સાધન પ્રગટ થાય છે એમ છે જ નહિ. અહો! આ અલૌકિક વાત છે. -આમ બધા અનંતા ગુણમાં સમજવું. અહા ! આ તો થોડું લખ્યું ઘણું કરીને જાણવું એવી ઊંડપવાળી અજબ વાત છે. અહા ! મીણો ચઢી જાય એવી ચીજ છે! (કર્મોપાધિવર્જિત પર્યાયના આશ્રયે ઉપાધિવર્જિત પર્યાય પ્રગટ કરવાની અપૂર્વ પ્રેરણા આપનાર પરમોપકારી શ્રી સદ્ગુરુદેવનો જય હો..) હવે, સમયસારમાં પર્યાયાર્થિક નયને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે; તેથી કરીને આ કારણશુદ્ધપર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે એમ નથી. સમયસારની ૧૧મી ને ૧૪મી ગાથામાં આવ્યું છે કે-પર્યાય છે, છતાં વસ્તુ જે ભૂતાર્થ-ત્રિકાળ છે તેની મુખ્યતા કરીને, દષ્ટિનો વિષય દષ્ટિમાંઅનુભવમાં આવે તે હેતુએ, તેની જે વ્યક્ત પર્યાય-ઉત્પાદ-વ્યયવાળી દશા છે તેને ગૌણ કરીને, તે નથીઅસત્યાર્થ છે એમ કહેવામાં આવેલ છે. પણ તેથી કરીને આ કારણશુદ્ધપર્યાયને પણ ગૌણ કરીને અસત્યાર્થ કહેવામાં આવી છે એમ ન સમજવું. (અર્થાત્ કારણપર્યાય પર્યાયાર્થિક નયનો વિષય નથી).આ એક વાત. હવે બીજી વાત: આમાં જ, જીવ-અધિકારની છેલ્લી ૧૯મી ગાથામાં આવશે કે દ્રવ્યાર્થિક નયે જીવ પર્યાયથી રહિત છે. પરંતુ એ પર્યાય એટલે આ કારણશુદ્ધપર્યાય નહિ. ત્યાં ટીકાકારે પણ ખુલાસો કર્યો છે કે –જે પર્યાય રહિત દ્રવ્ય અહીં કહ્યું છે તે વિભાવવ્યંજનપર્યાય રહિત દ્રવ્ય કહેવામાં આવ્યું છે. (અર્થાત્ ત્યાં પર્યાય એટલે વિભાવભંજનપર્યાય). અહા! દ્રવ્યસ્વરૂપ ત્રિકાળ ધ્રુવ છે, ગુણસ્વરૂપ ત્રિકાળ ધ્રુવ છે, ને એની કારણશુદ્ધપર્યાયનું સ્વરૂપ પણ ત્રિકાળ ધ્રુવ છે; અને એ દ્રવ્યાર્થિક નયના વિષયમાં જાય છે, તો આ દ્રવ્યાર્થિક નયના વિષયને રાખીને વિભાવવ્યંજનપર્યાય રહિત દ્રવ્ય છે એમ ૧૯મી ગાથામાં કહેવામાં આવ્યું છે. નહીંતર ત્યાં પાઠ તો એવો છે કે દ્રવ્યાર્થિક નયે દ્રવ્ય, પર્યાય રહિત છે. અહા ! પાઠ તો એવો છે લ્યો; પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫] ૨૫૫ પછી તેનો ટીકાકારે ખુલાસો કર્યો છે કે-પર્યાય રહિત દ્રવ્ય કહ્યું, પણ તે કઈ પર્યાય?-વિભાવભંજનપર્યાય, કેમકે દ્રવ્યાર્થિક નયના વિષયમાં એ પર્યાય આવતી નથી. અહો! દિગંબર સંતોએ તો જૈનદર્શનનું વાસ્તવિક રૂપ સ્વરૂપ બતાવ્યું છે. એવું સ્વરૂપ બીજે ક્યાંય છે નહીં. લોકો મધ્યસ્થતાથી જોતા નથી, ને પક્ષપાતથી જુએ છે એટલે આ બધું બીજા જેવું છે એમ લાગે છે. પણ ભાઈ, વસ્તુસ્થિતિ શું છે, ભગવાને શું કહ્યું છે, અને એની પરંપરાના સંતો શું કહે છે-એ તો જાણવું જોઈએ ને? -આમ આ બે વાત સ્પષ્ટ-વિશેષ સ્પષ્ટ–કરી. આ કારણશુદ્ધપર્યાય કે જે ત્રિકાળી ગુણનું પરિણામિકભાવરૂપ વર્તમાન વિશેષ છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, તે પર્યાયાર્થિક નયનો વિષય નથી. શું કીધું? તે પર્યાય હોવા છતાં, ધ્રુવપર્યાય છે, ને પર્યાયાર્થિક નયનો વિષય નથી, પણ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. “શ્રીમદ્ રાજચંદ્ર” માં એક ટુકડો છે કે“પરિણામી પદાર્થ, નિરંતર સ્વીકારપરિણામી હોય તોપણ અવ્યવસ્થિત પરિણામીપણું...” (હાથનોંધ-૧, પૃ૧૭૯) અહા! એમનો ક્ષયોપશમ તો ઘણો ઊંડો હતો; ને પૂર્વે પણ સંતોના સંગમાં હતા એમ કહેવાય છે ને? એટલે અંદર કાંઈક વીતરાગની રીત (સત્યનો પ્રકાર) રહી ગઈ. નહીંતર આ નિયમસાર તો તેમને મળ્યું નહોતું. છતાં, અંદરમાંથી કાંઈક એવો તર્ક ઊઠેલો છે કે જે ત્રિકાળી પદાર્થ છે તેની પર્યાય પણ પદાર્થને સ્વરૂપે-સ્વકારસ્વરૂપે એકરૂપ હોવી જોઈએ. અહા ! ભાષા થોડી છે, પણ એનો ભાવ આવો છે. અહા! તે (ભગવાન આત્મા) આવો હોવા છતાં, તેની પ્રગટ પર્યાયમાં અવ્યવસ્થિ પરિણામીપણું છે. એટલે કે તેની પર્યાયમાં આ ઉદયભાવ-રાગ-દ્વેષ છે, ઉપશમભાવ છે, ક્ષયોપશમભાવ ને ક્ષાયિકભાવ છે; એકરૂપતા નથી. જેમ દરિયાની સપાટી ઉપર મોજાં હોય છે, તેમ વસ્તુ નામ આત્માનું દ્રવ્ય, ગુણ ને તેની સપાટી નામ કારણશુદ્ધપર્યાયનું-એકરૂપ દળ છે, અને તેના ઉપર મોજાં સમાન આ રાગ-દ્વેષ અને તેના અભાવરૂપની અનેક દશા છે; એટલે કે ઉદયદશા, ઉપશમદશા, ક્ષયોપશમદશા ને ક્ષાયિકદશા છે. એમ આ બધા–ચાર તેની ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયના ભંગ છે, અને તેથી તે પર્યાયાર્થિક નયનો વિષય છે. ભાઈ, ચાહે ક્ષાયિકભાવ-કેવળજ્ઞાન હોય તોય એ પર્યાયાર્થિક નયનો વિષય છે; જ્યારે આ કારણશુદ્ધપર્યાય છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અહા! કાયમી ધ્રુવ ત્રિકાળી–વસ્તુને જે નય લક્ષમાં લે તેને દ્રવ્યાર્થિક નય કહે છે. દ્રવ્ય+અર્થ+નય દ્રવ્ય જેનું પ્રયોજન છે, અહા ! મૂળ વસ્તુ જેનું પ્રયોજન છે તે નયને–તેવા જ્ઞાનનેદ્રવ્યાર્થિક નય કહે છે. શું કીધું? કે દ્રવ્ય જેનું પ્રયોજન છે એવો નય-જ્ઞાનનો અંશ-તે દ્રવ્યાર્થિક નય છે. તેથી, ત્રિકાળી દ્રવ્ય-વસ્તુ, તેનો ગુણ ને આ કારણશુદ્ધપર્યાય-એ ત્રણેય દ્રવ્યાર્થિક નયના વિષય છે. અહા ! થોડું ઝીણું આવ્યું છે. (મતલબ કે બરાબર ધ્યાન દઈને સમજવું ) શું થાય? વસ્તુ ઝીણી છે ને? વિષય ઝીણો છે, તેથી તે બરાબર સ્પષ્ટ થવો જોઈએ. અને તે ઝીણું આવે તો જ સ્પષ્ટ થાય ને? અહા ! આ વિષય આ ઠેકાણે જ છે. બીજે ક્યાંય છે નહિ, ને કદાચ ક્યાંક ગૂઢપણે હશે તો આપણને તે સ્પષ્ટ કાઢતાં આવડે નહિ; પણ અહીં તો એકદમ ખુલ્લો છે, એટલે ઝીણો પડે તોય ધીમે ધીમે કાઢીએ છીએ. (તો સાવધાનીથી સાંભળવું ). અહા! ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવું આત્મદ્રવ્ય ભાસ્યું છે, ને એવું જ્યારે એને અંતરમાં ભાસે ત્યારે તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૨૫૬ સમ્યગ્દર્શન થાય. અહા ! વસ્તુ, દ્રવ્યરૂપ સામાન્ય છે, તેના ગુણ સદશ સામાન્ય છે, અને તેની આ કારણશુદ્ધપર્યાય પણ સામાન્ય જ છે. ભલે તે કારણશુદ્ધપર્યાય દ્રવ્યની અપેક્ષાએ ભેદરૂપ હો, તોપણ તે ઉ૫૨-ઉ૫૨ની પર્યાય નથી, પણ દ્રવ્ય-ગુણ સાથે ત્રિકાળ અભેદ જ છે. માટે, નિમિત્તની દૃષ્ટિ છોડી દઈને, રાગનીવ્યવહારના વિકલ્પની-ષ્ટિ છોડી દઈને, તેમ જ એક સમયની પ્રગટ પર્યાયની દષ્ટિ છોડી દઈને એ ત્રણેયના (ધ્રુવ દ્રવ્ય, ગુણ ને કારણશુદ્ધપર્યાય) ઉ૫૨ અભેદ ષ્ટિ થવી જોઈએ. કેમકે વસ્તુનું પૂર્ણરૂપ જ આ છે. બાકી આ સિવાય ઉત્પાદ-વ્યયની પર્યાય પ્રમાણના વિષયમાં જાય છે. જુઓ, સમયસા૨ની ૪૯મી ગાથામાં તેને (ધ્રુવને ) અવ્યક્ત કહેલ છે. અહા! એ સમયસારની ૪૯મી ગાથા છે ને? એમાં ધ્રુવને અવ્યક્ત કહેલ છે, ને પર્યાયને વ્યક્ત કરેલ છે. તો ત્યાં આ ઉત્પાદવ્યયની પર્યાયને વ્યક્ત કહેલ છે. જ્યારે તે સિવાયના આ ત્રણેયને (દ્રવ્ય, ગુણ ને કા૨ણશુદ્ધપર્યાયને ) અવ્યક્ત કહેલ છે. અહા! જેમ દ્રવ્ય કાયમ સત્ અવિનાશી છે, જેમ તેના ગુણો પણ કાયમ સત્ અવિનાશી છે, તેમ તેની કારણશુદ્ધપર્યાય પણ કાયમ સત્ અવિનાશી ધ્રુવ છે; અને એ ત્રણેય મળીને આખું દ્રવ્ય કહેવામાં આવે છે. તો, એ દ્રવ્યની દૃષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન છે. હવે આવી વાત વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના મારગ સિવાય ક્યાં છે? અહા! પર્યાયના બે પ્રકારઃ (૧) પ્રગટરૂપ દશા (૨) અવ્યક્તરૂપ દશા. તો, જે પર્યાય-અંશ પ્રગટ છે તે અપેક્ષાએ ત્યાં (સમયસારમાં) ૪૯મી ગાથામાં દ્રવ્યને અવ્યક્ત કહ્યું છે. તેમ છતાં, તેની પોતાની એટલે કે વસ્તુની અપેક્ષાએ તો દ્રવ્ય વ્યક્ત જ છે, પ્રગટ પ્રસિદ્ધ જ છે. અહા! પ્રગટ પર્યાયની અપેક્ષાએ એ દ્રવ્ય-ગુણ ને કારણશુદ્ધપર્યાયને અવ્યક્ત કહેલ છે, તોપણ વસ્તુની દૃષ્ટિએ, વસ્તુને લક્ષમાં લેતાં તો તે (વસ્તુ-દ્રવ્ય ) પ્રસિદ્ધ-વ્યક્ત જ છે. લ્યો, આમ ચાર બોલ થયા. (૧) એક તો એ કે પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે (સમયસાર ગા. ૧૧), પણ તેથી તેમાં કારણશુદ્ધપર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે એમ નથી. ત્યાં તો પ્રગટ પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે. (કારણશુદ્ધપર્યાયને નહિ). (૨) આ કારણશુદ્ધપર્યાય દ્રવ્યાર્થિક નયના વિષયમાં જાય છે; પણ પર્યાયાર્થિક નયના વિષયમાં આવતી નથી. (૩) દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્રવ્યમાં પર્યાય નથી એમ જે આગળ ૧૯મી ગાથામાં કહ્યું છે તે આ કારણશુદ્ધપર્યાય માટે નથી કહ્યું, પણ એ તો વિભાવવ્યંજનપર્યાયના સંબંધમાં કહ્યું છે. (૪) ઉત્પાદ-વ્યયની પર્યાય કે પ્રગટ છે તેને જ્યારે વ્યક્ત કીધી છે ત્યારે આ દ્રવ્ય-ગુણ ને કારણશુદ્ધપર્યાયને અવ્યક્ત કહેલ છે. અહા! જેને કારણશુદ્ધપર્યાય કહેવામાં આવી છે તેને (તે પર્યાય હોવા છતાંપણ તેને) પર્યાયની અપેક્ષાએ વ્યક્ત ન કહેવાય. અર્થાત્ મોક્ષમાર્ગની કે કેવળજ્ઞાનની જે બધી ઉત્પાદ–વ્યયવાળી પ્રગટ પર્યાય છે તેની અપેક્ષાએ કારણશુદ્ધપર્યાયને વ્યક્ત ન કહેવાય, પણ તેને અવ્યક્ત કહેવાય. ગજબ વાત છે! લ્યો, અત્યારે આ નવું આવ્યું. પણ એ તો જે હોય તે આવે ને? અહા! કહ્યું છે ને કે– મારે એની તલવાર.' હાથમાં ખાલી પકડી રાખે એને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫] ૨૫૭ એ ક્યાં છે? એમ વસ્તુની સ્થિતિ જે અંતરમાં પકડે (જાણે) તેની એ વસ્તુ છે. બીજાને તે ક્યાં છે? અહા ! આવું આ જૈનદર્શન વિશ્વદર્શન છે. પણ બધાય દર્શન વિશ્વદર્શન છે, ને બધામાં એકસરખું તત્ત્વ છે એમ છે નહિ. અહા ! જેમ એક આત્માનું આવું સ્વરૂપ છે તેમ વિશ્વનાં અનંતા આત્માનું આવું જ સ્વરૂપ છે. સમજાણું કાંઈ..? હવે કાર્યપર્યાયની વાત: અહા ! એ કાર્યપર્યાય કારણ પર્યાયમાંથી આવે છે હોં. આ ભગવાન અરિહંત પરમાત્માને અને સિદ્ધને જે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ પ્રગટયાં છે તે કાર્યપર્યાય છે; અને તે અંદર ગુણની કારણપર્યાય છે તેમાંથી પ્રગટી છે. કારણમાં એકાગ્ર થતાં કાર્ય પ્રગટ થાય છે. અહા ! કેવળજ્ઞાન પણ પર્યાય છે. જુઓ, અહીં તે પર્યાયને કાર્યશુદ્ધપર્યાય કહી છે. કેમકે પ્રગટ થાય એ પર્યાય જ હોય, ગુણ ન હોય. તેમ જ તે કાર્યપણે નવી પ્રગટ થઈ છે ને? તો તેને કાર્યશુદ્ધપર્યાય કહે છે. અરે! દ્રવ્ય શું? ગુણ શું? કારણપર્યાય શું? કાર્યપર્યાય શું? હવે એની કાંઈ જ ખબર ન મળે તે ક્યાં જાય ? ક્યાં એકાગ્ર થાય? ને ક્યાંથી તે પાછો વળે ? અહા ! એ કેવળજ્ઞાનાદિ શું છે? કે તે કાર્યશુદ્ધપર્યાય છે. છે ને અંદર? કે “સાદિ-અનંત, અમૂર્તિ, અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્દભૂતવ્યવહારથી.... અહા! “સાદિ-અનંત...' , જુઓ, કારણશુદ્ધપર્યાય જે કહી તે અનાદિ-અનંત છે. અહા ! દ્રવ્ય, તેના ગુણો ને તેની કારણશુદ્ધપર્યાય અનાદિ-અનંત છે, જ્યારે આ કેવળદર્શન, કેવળજ્ઞાન ને સિદ્ધપદ-એ બધી પર્યાયો સાદિ છે. તે બધી પર્યાયો નવી થાય છે ને? માટે આદિ સહિત છે ને તેથી તે સાદિ છે. આ રીતે તે કેવળજ્ઞાનાદિ પર્યાયો અનાદિની નથી. અહા ! દ્રવ્ય-ગુણ ને કારણપર્યાય અનાદિ-અનંત છે. તો, તેને આશ્રયે કેવળજ્ઞાન પર્યાયની સાદિ-શરૂઆત થાય છે પણ હવે તે અનંત છે, અર્થાત્ હવે તેનો અંત-નાશ થશે નહિ અનંતકાળ કેવળજ્ઞાન એમ ને એમ રહેશે. શ્રીમદે (અપૂર્વ અવસરમાં) કહ્યું છે ને કે સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો..અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.' અહાહા..! કેવળજ્ઞાનમાં અનંત સમાધિ, શાન્તિ છે, અને તે અનંતકાળ રહેશે. તો, એ કેવળજ્ઞાન સાદિ-અનંત છે, અને અમૂર્ત-અરૂપી છે, સ્પર્ધાદિ રહિત છે. વળી, “અતીન્દ્રિયસ્વભાવવાળા...' , જોયું? એ અતીન્દ્રિયસ્વભાવવાળા નયનો વિષય છે. અહીં નયના વિષયને જ નય કહેલ છે. પાછું જોયું? “શુદ્ધસદભૂતવ્યવહારથી'-એમ કહ્યું છે. કારણ કે કેવળજ્ઞાનની પર્યાય શુદ્ધ છે, તે પોતાનો અંશ છે, ને તે ભેદ છે, માટે તેને શુદ્ધસદભૂતવ્યવહાર કહેવામાં આવેલ છે. અહા ! કેવળજ્ઞાનની દશા શુદ્ધ છે, માટે શુદ્ધ, પોતામાં છે માટે સદ્દભૂત, ને અંશ-ભેદ છે માટે વ્યવહાર છે. અર્થાત્ ત્રિકાળીમાં, એ કેવળજ્ઞાનનો અંશ ભેદરૂપ વ્યવહાર છે. તો, એવા શુદ્ધસભૂતવ્યવહારથી “કેવળજ્ઞાન-કેવળદર્શન-કેવળસુખ-કેવળશક્તિયુક્ત ફળરૂપ અનંત ચતુષ્ટયની સાથેની (અનંત ચતુય સાથે તન્મયપણે રહેલી)..' અહાહા...ભગવાનને કેવળજ્ઞાન, કેવળદર્શન સાથે કેવળસુખ અર્થાત્ અનંતસુખ-અનંતઆનંદ, એકલો આનંદ પ્રગટયો છે. અને તે કેવળશક્તિ અર્થાત્ એકલું વીર્ય, પૂર્ણ અનંતબળની દશા સહિત ફળરૂપ છે. અહાહા....! એકલી પૂર્ણ જ્ઞાનપર્યાય, એકલી પૂર્ણ દર્શનપર્યાય, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૨૫૮ એકલી પૂર્ણ સુખપર્યાય ને એકલી પૂર્ણ વીર્યપર્યાય-એમ ફળરૂપ આ કાર્યચતુષ્ટય ભગવાનને પ્રગટયાં છે. અહાહા...! મોક્ષમાર્ગનું આવું અંતિમ કાર્ય ફળ્યું એમ કહે છે. જેમ આંબે ફળ-કેરી પાકે ને? તેમ મોક્ષમાર્ગના કારણે દશામાં આ પૂર્ણ કાર્ય ફળ્યું છે. અહો! આત્માની દશામાં આવું કોઈ અપૂર્વ અચિત્ત્વ ફળ આવ્યું છે એમ કહે છે. ભાઈ, આ નવી અપૂર્વ દશા થઈ છે હોં. એ કાર્યશુદ્ધપર્યાય છે, પણ એ ગુણ નથી. તો, કહે છે-એ ‘અનંતચતુષ્ટયની સાથેની ( –અનંતચતુષ્ટયની સાથે તન્મયપણે રહેલી ) જે ૫૨મોત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ તે જ કાર્યશુદ્ધપર્યાય છે.' . અહા ! જુઓ, પહેલાં જે કારણશુદ્ધપર્યાય કહી એ તો પારિણામિકભાવે છે, જ્યારે આ કાર્યશુદ્ધપર્યાય છે તે ક્ષાયિકભાવે છે.-આમ બેમાં ફેર છે. આત્મા (ધ્રુવ દ્રવ્ય ) તે પારિણામિકભાવે છે, તેનાં જ્ઞાન-દર્શન આદિ જે ગુણ છે તેય પારિણામિકભાવે છે, તથા જે કારણશુદ્ધપર્યાય છે તે પણ પારિણામિકભાવે છે. જ્યારે કેવળજ્ઞાનાદિ શુદ્ધ કાર્ય પ્રગટયું તે ક્ષાયિકભાવે છે, કેમકે તે નવી દશા થઈ છે. વળી, તે ૫૨મોત્કૃષ્ટ = પરમ + ઉત્કૃષ્ટ, અર્થાત્ જેનાથી ઊંચું કાંઈ નથી તેવી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ દશા છે. અહાહા...! કહે છે-‘ ૫૨મોત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ તે જ કાર્યશુદ્ધપર્યાય છે.' જુઓ, અહીં એ કાર્યશુદ્ધપર્યાયને ક્ષાયિકભાવ કહેલ છે, ને તેને ‘ક્ષાયિભાવની શુદ્ધપરિણતિ' પણ કહે છે. લ્યો, આમ અહીં ચોખ્ખા શબ્દો છે કે કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટય પર્યાય છે, ગુણ નહિ. ભાઈ, આ મોક્ષમાર્ગનો અધિકાર છે ને ? કેમકે નિયમસાર એટલે મોક્ષમાર્ગ. તો, મોક્ષમાર્ગ ને એનું જે ફળ આવ્યું તે કેવળજ્ઞાનાદિ વ્યક્ત પર્યાય છે એમ કહે છે. અહાહા...! નિજ ત્રિકાળી સ્વરૂપની દષ્ટિ, જ્ઞાન ને રમણતા-એવાં જે શુદ્ધ રત્નત્રય એ પ્રગટ અવસ્થા નામ પર્યાય છે જેને નિયમસાર અથવા મોક્ષનો માર્ગ કહે છે, અને તેના ફળરૂપે જે અનંતચતુષ્ટય ફળ્યાં છે તેને અહીં કાર્યશુદ્ધપર્યાય કહે છે. કેમકે એ કાર્ય નવું આવ્યું ને? તો, જેનો આશ્રય લીધો હતો તે કારણશુદ્ધપર્યાય છે, જ્યારે આ (અનંતચતુષ્ટય) કાર્યશુદ્ધપર્યાય છે. તથા કારણશુદ્ધપર્યાય પારિણામિકભાવે છે, ને આ (કાર્યશુદ્ધપર્યાય ) ક્ષાયિકભાવે છે. જુઓ, નીચે ફૂટનોટમાં છે કે ‘સહજજ્ઞાનાદિ સ્વભાવ-અનંતચતુષ્ટયયુક્ત કારણશુદ્ધપર્યાયમાંથી કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટયયુક્ત કાર્યશુદ્ધપર્યાય પ્રગટે છે.’ શું કીધું? કે ધ્રુવમાંથી–સામાન્યમાંથી કેવળજ્ઞાનાદિ કાર્યનું પરિણમન આવે છે. તે પરિણમે છે એમ બતાવવું છે ને? માટે, એમ કહ્યું છે. તો, કહે છે-અનંતચતુષ્ટયયુક્ત અર્થાત્ અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ ને અનંતવીર્ય સહિત કાર્યશુદ્ધપર્યાય કારણશુદ્ધપર્યાયમાંથી પ્રગટે છે. મોક્ષમાર્ગથી કાર્યશુદ્ધપર્યાય પ્રગટે છે એમ નથી લીધું, પરંતુ એ જે પંચમભાવપરિણતિ એવી ત્રિકાળી ધ્રુવ કારણશુદ્ધપર્યાય છે, અહા ! એની (ધ્રુવની ) જે એકરૂપ ત્રિકાળ સપાટી છે-એમાં દ્રવ્ય-ગુણ ભેગા આવી ગયા હોં–એમાંથી આ કાર્યશુદ્ધપર્યાય પ્રગટે છે એમ કહે છે. ભારે અધિકાર ભાઈ ! ‘અનંતચતુષ્ટયયુક્ત કાર્યશુદ્ધપર્યાય ’–એમ કહીને અહીં આ ચારની તો મુખ્યપણે વાત કરી છે હોં, બાકી ખરેખર તો ત્યારે અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટે છે; કેમકે આત્મામાં સામાન્ય ગુણો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫] ૨૫૯ પણ અનંત છે ને વિશેષ ગુણો પણ અનંત છે. શું કીધું? વસ્તુમાં અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ ગુણો છે કે જે બીજાં બધાં દ્રવ્યોમાં પણ છે, ને એવા (સામાન્ય) ગુણો આત્મામાં અનંત છે. અને જ્ઞાન, દર્શન, આનંદ આદિ વિશેષ ગુણો કે જે બીજાં દ્રવ્યોમાં નથી એવા વિશેષ ગુણો પણ આત્મામાં અનંત છે. અહા એ (આત્મા) તો મોટો દરિયો છે. અરૂપી હોવા છતાં ભગવાન આત્મા અનંત સ્વભાવનો મહાસાગર છે. અહા ! એને ક્ષેત્રની મોટપની ક્યાં જરૂર છે? આ નિગોદના જીવ જ લો ને? એક અંગુલીના અસંખ્યમા ભાગમાં-ક્ષેત્ર બહુ નાનું છે છતાં તેમાં-અનંત જીવ છે. સક્કરકંદ, લસણ, લીલફૂગ, સરણ કંદ ને બિલાડીના ટોપ વગેરે છે ને ? ને અનંતકાય છે. અહા ! એની એક કટકીમાં અસંખ્ય તો ઔદારિક શરીર છે. અને તે એક-એક શરીરમાં, ક્ષેત્ર આટલું નાનું હોવા છતાં, અનંત જીવ છે. ગજબ ચીજ છે ભાઈ ! તો, તે એક-એક જીવમાં અનંત-અનંત સામાન્ય ને વિશેષ ગુણો છે. અહા ! આ ક્ષેત્રની મહત્તાની વાત નથી પણ આ એનું સત્વ, એનો સ્વભાવ, એની શક્તિ, એનું સામર્થ્ય આટલું મોટું (અમાપ ) છે એમ વાત છે. ક્ષેત્ર તો અંગુલના અસંખ્યમા ભાગ જેટલું છે. છતાં, તેમાં અસંખ્ય ઔદારિક શરીર છે ને એકેક શરીરમાં સિદ્ધ કરતાં પણ અનંતગુણા જીવ છે, તથા તે એક-એક જીવમાં અનંતા સામાન્ય ને અનંતા વિશેષ ગુણો હોય છે. ઓહો! આવડી મોટી ચીજ! વળી તે દરેક અનંત ગુણની અનંતી કારણપર્યાય હોય છે. અસ્તિ... અસ્તિ....અસ્તિ-એમ અસ્તિત્વ ગુણની કારણપર્યાય છે. એમ અનંત ગુણની અનંતી કારણ પર્યાય હોય છે. હવે આવી વાત બીજે ક્યાં છે બાપુ? એ તો સોગાનીમાં (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ ભાગ-૧, પત્રોમાં) એક બોલ આવે છે કે-નિગોદમાં જે આવા જીવ કહ્યા છે તે બધા આપણને પ્રત્યક્ષ થશે. અત્યારે આપણે પરોક્ષ રીતે માનીએ છીએ. આવું આવે છે. બહુ સારું લખ્યું છે. [ પત્ર નં. ૩૬: “કેવલીગમ્ય આ (નિગોદની) અનંતતા સાધકના અનુમાનગણ્ય જ્ઞાનમાં પ્રત્યક્ષવતું હોય છે. નિષ્કપ, ગંભીર, ધ્રુવસ્વભાવના આશ્રયે સહજ ઊંડ-ઊંડે ઊતરતાં-ઊતરતાં આ જ્ઞાન આપણને બધાને પ્રત્યક્ષ થાઓ-એ જ ભાવના.”] ઓહો! વિશ્વાસનો વિષય કેવડો છે! અને એ વિશ્વાસ પણ કેવડો છે! અહા ! એક નિગોદનો આત્મા , અરે, જેવો સિદ્ધનો આત્મા છે, પરમાર્થ એવો જ આ આત્મા છે, ને એવો જ દ્રવ્ય અપેક્ષાએ નિગોદનો આત્મા છે. આત્મસિદ્ધિમાં આવે છે ને કે સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય.” (ગા. ૧૩૫) અને યોગીન્દ્રદેવના યોગસારમાં પણ છે કે – સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ,...” (દો. ૯૯ ) તો, સમભાવ એટલે શું? કે વીતરાગભાવે-મધ્યસ્થભાવે જ્ઞાનસ્વભાવવાળા ને અનંતગુણના સ્વભાવવાળા એ અનંત જીવો છે એક જાણવું તે સમભાવ છે. અને ત્યારે તેણે અનંત જીવોને યથાર્થ જાણ્યા એમ કહેવાય છે. લ્યો, આ સમભાવ. ભાઈ, દુનિયા સાથે આનો મેળ કરવા જઈશ તો મેળ નહિ ખાય. અહીં કહે છે-આવી કારણશુદ્ધપર્યાયમાંથી આવી અનંત ચતુષ્ટયમય કાર્યશુદ્ધપર્યાય પ્રગટ થાય છે. તથા, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૦ નિયમસાર પ્રવચન પૂજનીય પરમપરિણામિકભાવપરિણતિ તે કારણશુદ્ધપર્યાય છે અને શુદ્ધ ક્ષાયિકભાવપરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે.' જુઓ, છે તો બેય પર્યાય, પરંતુ કારણશુદ્ધપર્યાય ત્રિકાળ ધ્રુવપર્યાય છે, જ્યારે આ કાર્યશુદ્ધપર્યાય વર્તમાન પ્રગટ પર્યાય છે. અહા! વસ્તુ-આત્મામાં અનંત-અનંત સામાન્ય અને વિશેષ ગુણો છે, અને તેની અનંતી એકરૂપ ધ્રુવ કારણપર્યાય છે, તેમ જ એ ગુણોની પ્રગટ પર્યાય પણ છે. દરેક જીવને પ્રગટ પર્યાય તો હોય જ ને? સર્વજ્ઞને પૂર્ણ પ્રગટ પર્યાય હોય છે, જ્યારે નિગોદના જીવને પણ જ્ઞાન, દર્શન ને વીર્ય ક્ષયોપશમભાવે છે કે નહીં? છે. તો નિગોદના જીવને દ્રવ્ય, ગુણ ને કારણશુદ્ધપર્યાય પરિણામિકભાવે છે, જ્યારે આ પ્રગટ પર્યાય ( જ્ઞાન, દર્શન ને વીર્યની પર્યાય) ક્ષયોપશમભાવે છે, ને રાગાદિ ઉદયભાવે છે.-આમ તેને ઉદયભાવ, ક્ષયોપશમભાવ ને પરિણામિકભાવ-એ ત્રણ ભાવો હોય છે. ભગવાન સિદ્ધને ક્ષાયિકભાવ ને પારિણામિકભાવ-એ બે જ ભાવ હોય છે. તેમની કેવળજ્ઞાનાદિ પર્યાય ક્ષાયિકભાવે છે, અને દ્રવ્ય-ગુણ ને કારણપર્યાય પારિણામિકભાવે છે. જ્યારે ભગવાન કેવળીને ઉદયભાવ, ક્ષાયિકભાવ, ને પારિણામિકભાવ-એ ત્રણ ભાવો હોય છે. તેમને અરિહંતપદ છે ને? એટલે હજુ યોગનું કંપન છે કે જે ઉદયભાવે છે, ને કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવે છે, અને દ્રવ્ય-ગુણ ને કારણશુદ્ધપર્યાય પારિણામિકભાવે છે. અહા ! આવી વાત છે. ઓહો! એ કેવડો મોટો છે! ને એની માન્યતામાં પણ કેટલી મોટપ છે! પણ અરે! અજ્ઞાનીને એની કિંમત નથી! વ્રત પાળો, ને દયા પાળો એટલે ધર્મ થઈ જશે-એમ અજ્ઞાની કહે છે. પણ બાપુ! સમ્યગ્દર્શન વિના એ બધાં તારા વ્રત ને તપ બાળવ્રત ને બાળપ છે. અહા! સંપ્રદાયમાં તો સમ્યગ્દર્શનની વાત ને ગંધેય નથી. આપણે જૈનમાં જન્મ્યા છીએ ને ભગવાનને માનીએ છીએ એટલે સમ્યગ્દષ્ટિ તો છીએ જ અને તેથી હવે ચારિત્ર-માનેલાં વ્રત, તપ-પાળો. લ્યો, સંપ્રદાયમાં તો એવી વાત ચાલે છે. પણ બાપુ! એમાંથી શું તને સત્ય મળશે? બહારના ત્યાગનો અને રાગની મંદતાનો કોઈ શુભભાવ હોય તોપણ એમાંથી શું તને સત્યની પ્રાપ્તિ થશે? તેમાંથી તો ચાર ગતિ જ મળશે. કદાચિત્ કોઈ શુભભાવ હોય તો સ્વર્ગ ગતિ મળે, પણ તેથી શું? એ પણ કષાયની અગ્નિ છે. જેમાથી શાંતિવીતરાગી શાંતિ હોં-ન આવે એનાથી શું લાભ? અરે ભાઈ ! કષાયની મંદતામાં શાન્તિ જેવું દેખાય છે, પણ એ કાંઈ શાન્તિ નથી, એય કષાયરૂપ અગ્નિ જ છે. અજ્ઞાની કહે છે-આપણને શુભભાવમાં આટલી (થોડીય) શાંતિ તો મળી ? અત્યારે એ બસ છે, કેમકે વીતરાગી શાંતિ અત્યારે મુશ્કેલ છે. તેને કહીએ કે ભાઈ ! વીતરાગી શાન્તિ જ શાન્તિ છે. તીવ્ર કષાયમાંથી શુભભાવરૂપ મંદ કષાયમાં આવતાં તને શાન્તિ જેવું લાગે, પણ એ શાન્તિ જ નથી. એવું તો અનંતકાળમાં અનંતવાર થયું. પણ એથી શું? એ કાંઈ ઉપાય નથી. અહા! અંદર શુદ્ધ ચિત્માત્ર સ્વરૂપ ભગવાન આત્મા છે તેનાં દ્રવ્ય-ગુણ ને કારણશુદ્ધપર્યાયનો આશ્રય કરીને તેમાં જ લીન થતાં તેનાં શ્રદ્ધા-જ્ઞાન ને શાન્તિ પ્રગટે છે, ને તે સાચી શાન્તિ છે. એની પૂર્ણ દશા થતાં પૂર્ણ વીતરાગી શાન્તિ પ્રગટે છે. આવો મારગ છે બાપુ! –આમ આ કાર્યશુદ્ધપર્યાયની વાત થઈ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫] ૨૬૧ પ્રશ્ન: કેવળજ્ઞાન તો ગુણ છે ને? સમાધાન: ના, એ પર્યાય છે. અહીં ચોખ્ખી વાત તો છે કે-કેવળજ્ઞાન (કાર્યશુદ્ધપર્યાય ) ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ છે. હવે આમાં તે ગુણ છે એવું ક્યાં આવ્યું? ભાઈ, ગુણ તો પારિણામિકભાવે છે, જ્યારે આ કેવળજ્ઞાન તો ક્ષાયિકભાવે છે. માટે કેવળજ્ઞાન આદિ કાર્યશુદ્ધપર્યાય છે. જુઓ, ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ’–એમ ચોખ્ખા શબ્દો છે. સમજાણું કાંઈ....? પ્રશ્ન: તત્ત્વાર્થસૂત્રમાં તેને ગુણ કહ્યો છે? સમાધાનઃ એ તો કેવળજ્ઞાન થતાં અવગુણ ટળ્યા છે એ અપેક્ષાએ એને ગુણ કહ્યો છે. બાકી અવગુણ પણ પર્યાય છે, ને કેવળજ્ઞાન પણ પર્યાય છે. શું થાય? કેવળજ્ઞાનને ઘણી જગાએ ગુણ કહ્યો છે. અહીં (૯મી ગાથામાં) પણ ન આવ્યું કે-“કેવળજ્ઞાનાદિ ગુણો ને મતિજ્ઞાનાદિ ગુણો...' તો ત્યાં કેવળજ્ઞાનાદિને સ્વભાવગુણ કહ્યા, મતિજ્ઞાનાદિને વિભાવગુણ કહ્યા, ને વ્યંજનપર્યાયને પર્યાય કહી છે. પરંતુ અપેક્ષા જાણવી જોઈએ ને? વળી કહે છે-“અથવા, પૂર્વ સૂત્રમાં કહેલા સૂક્ષ્મ ઋજુસૂત્રનયના અભિપ્રાયથી, છ દ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા તે અર્થપર્યાયો શુદ્ધ જાણવા (અર્થાત તે અર્થપર્યાયો જ શુદ્ધપર્યાયો છે).' પહેલાં ૧૪મી ગાથામાં પણ આવી ગયું ને? કે અનંતગુણ હાનિ-વૃદ્ધિ આદિરૂપ જે આગમગમ્ય અગુરુલઘુગુણની પર્યાય છે તેને શુદ્ધપર્યાય કહેવી. તો, અહીં પણ એ જ કહે છે કે જેમ કેવળજ્ઞાનાદિ પર્યાયને કાર્યશુદ્ધપર્યાય કહે છે તેમ અગુરુલઘુગુણની પર્યાયને પણ કાર્યશુદ્ધપર્યાય કહેવી. અહા! “છ દ્રવ્યોને સાધારણ...' એટલે કે આ અગુસ્લઘુગુણની પર્યાય છયે દ્રવ્યોને હોય છે. તે પરમાણુ હોય છે, જીવને હોય છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળદ્રવ્યને પણ તે હોય છે. તો, કહે છે-“(એ રીતે) શુદ્ધપર્યાયના ભેદ સંક્ષેપથી કહ્યા.' આ રીતે કારણશુદ્ધપર્યાય ને કાર્યશુદ્ધપર્યાયની વાત કરી. જુઓ, અંદર પાઠ જ છે કે “ઉત્ત: સમસત: શુદ્ધપર્યાય વિરુત્વ:' ભાઈ, આ પર્યાયને કોઈ એકલા ભેદ તરીકે જ લે તો તેમ નથી, કેમકે અહીં તો સ્વભાવપર્યાયના ભેદ કહ્યા છે, પરંતુ ભેદના ભેદ કહ્યા છે એમ નથી. એ રીતે સ્વભાવપર્યાયના ભેદ-કારણશુદ્ધપર્યાય, કાર્યશુદ્ધપર્યાય ને આ એક અગુસ્લઘુગુણની અર્થપર્યાય કે જે શુદ્ધપર્યાયના ભેદ છે તેને-ટૂંકામાં કહ્યા. હવે, મૂળ પાઠની પહેલી પંક્તિમાં જે છે તેની વાત કહે છે. પાઠમાં છે ને કે-“MUTRયતિરિયસુરી નાયા તે વિભાવનિરિ ભગવા' તો, નર-નારકાદિ પર્યાયની વાત કહે છે. હવે વ્યંજનપર્યાય કહેવામાં આવે છે.' બીજી પંક્તિમાં માલ હતો, એટલે એની પહેલાં વાત કરી. ને હવે પહેલી પંક્તિમાંની વિભાવભંજનપર્યાયની વાત કરે છે. જેનાથી વ્યક્ત થાય-પ્રગટ થાય તે વ્યંજનપર્યાય છે. શા કારણે? પટાદિની (વસ્ત્ર વગેરેની ) માફક ચક્ષુગોચર હોવાથી (પ્રગટ થાય છે).' જેમ આખું પટ આમ બહાર દેખાય છે તેમ આત્માનો શરીર પ્રમાણેનો જે આકાર દેખાય છે તે વિભાવભંજનપર્યાય છે. અહા! આ શરીર તો જુદું છે હોં. પણ આત્માનો શરીર પ્રમાણ બહારમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ર | નિયમસાર પ્રવચન જે પ્રગટ આકાર દેખાય છે તેને વ્યજંનપર્યાય કહે છે. શું કીધું? જેમ આખું પટ આમ દેખાય છે ને? તેમ આત્માનો શરીર પ્રમાણે જે આ આકાર છે તે આમ દેખાય છે-એમ કહે છે. વળી, અહીંયાં એને (આકારને) ચક્ષુગોચર કીધો છે. અહા! આત્માની આ વિભાવભંજનપર્યાયને ચક્ષુગોચર કહી છે. કેમકે આમ આકાર દેખાય છે ને? તેથી તેને ચક્ષુગોચર કહ્યો છે. જો કે તે આકાર તો અરૂપી છે, પણ એનો આકાર આવો છે-એકેન્દ્રિયનો આવો આકાર છે, બે ઇન્દ્રિયનો આવો આકાર છે (અંદર આત્માના પ્રદેશોનો આકાર હોં)-એમ દેખાય છે ને? તેથી એને ચક્ષુગોચર કહેવામાં આવેલ છે. અથવા, સાદિ-શાંત મૂર્તિ વિજાતીયવિભાવસ્વભાવવાળો હોવાથી, દેખાઈને નાશ પામવાના સ્વરૂપવાળો હોવાથી (પ્રગટ થાય છે.) ' -આ શરીરના આકારની વાત કરે છે. તો, શરીર નવું થાય છે, ને તેનો અંત આવે છે. તેથી તેનો આકાર સાદિ-શાંત છે. વળી તે મૂર્ત છે. આત્મા અરૂપી છે, જ્યારે આ શરીર મૂર્તિ છે. વળી તેનો વિજાતીયવિભાવસ્વભાવ છે. અહા ! આત્માની ચૈતન્ય જાતિ છે, જ્યારે આત્માથી શરીર વિજાત એટલે બીજી જાત છે. શરીર જડની જાત છે. વળી તે વિભાવ છે, કેમકે આ શરીર કાંઈ એક પરમાણુ નથી, પણ તે તો ઘણા રજકણોનો રચાયેલો આકાર છે. આ પ્રમાણે શરીરનો આકાર સાદિ-સાત છે, મૂર્ત છે, વિજાતીય એવો જડ છે, ને વિભાવસ્વભાવ છે. વળી, તે દેખાઈને નાશ પામવાના સ્વરૂપવાળો છે. આ શરીરરૂપી મહેલ નવો રચાય, દેખાય ને જોતજોતામાં તેનો નાશ થાય-રાખ થઈ જાય. અહા ! સ્મશાનમાં તેની રાખ થાશે, ને પછી આમ ફૂ થઈને ઉડી જશે. ભાઈ ! આ શરીર તો જડ માટીનું ઢીંગલું છે બાપુ! એ કાંઈ તારી ચીજ નથી. એ કાંઈ તારામાં થઈ નથી, તારે માટે થઈ નથી. એ તો એને માટે એનામાં એની થઈ છે. અને કાળક્રમે સ્વયં જ નાશ પામે છે. સમજાણું કાંઈ...? હવે કહે છે-“પર્યાયી આત્માના જ્ઞાન વિના...' અહા તીર્થકર કેવળજ્ઞાની પરમાત્માના મુખમાંથી જ્યારે આ બધી વાત નીકળતી હશે ને ગણધરો અગાધ દરિયા જેવાં શાસ્ત્રોની રચના કરતા હશે (તે પ્રસંગ કેવો હશે?) તો, અગાધ દરિયારૂપી શાસ્ત્રોમાં ઊંડા ઊતરતા જે આત્મા હાથ લાગે છે તે કેવો છે તેની વાત અહીં કહે છે. અહા! શું કહે છે? પર્યાયી એવું ત્રિકાળી દ્રવ્ય તે આત્મા છે, પર્યાય તે આત્મા નહિ. પર્યાયી અર્થાત્ પર્યાયને ધરનારું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે આત્મા છે. તો, એવા આત્માના જ્ઞાન વિના, અહા ! પોતે કોણ છે એની ખબરું વિના, કહે છે, “આત્મા પર્યાયસ્વભાવવાળો હોય છે.' એટલે ? કે નિજ ત્રિકાળી દ્રવ્યસ્વભાવના ભાન વિના, એ અજ્ઞાની એકલી પર્યાયને જ આત્મા માને છે. અહા ! આવો એ પર્યાયમૂઢ પર્યાયદષ્ટિ રહે છે. અહા ! પદ્મપ્રભમલધારિદેવ દિગંબર મુનિ હતા. તેમણે આ ટીકા રચી છે. અહા ! આ ટીકા તો જુઓ, કેવી અલૌકિક ટીકા કરી છે! અમૃતની ધારા વરસી છે! અરે ! પણ પરમ સત્ય એવા પરમાર્થને જુએ નહિ ને જ્યાં ત્યાં ગોથાં ખાય છે! શું થાય? અહીં તો આ સ્પષ્ટ કહે છે કે પર્યાયીના-પર્યાય નહિ હીં પણ ત્રિકાળી જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્માના-ભાન વિના આત્મા પર્યાયસ્વભાવવાળો હોય છે, અર્થાત તે એક સમયની અવસ્થાની દષ્ટિવાળો પર્યાયમૂઢ હોય છે. આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫] ર૬૩ તો એકલું અમૃત છે બાપુ! તો અનાદિનો તે આવી પર્યાય દષ્ટિવાળો છે. તેથી શુભાશુભરૂપ મિશ્ર પરિણામથી આત્મા વ્યવહારે મનુષ્ય થાય છે, તેનો મનુષ્યાકાર તે મનુષ્યપર્યાય છે.... અહાહા....! શું કીધું? કે પર્યાયદષ્ટિ જીવને શુભાશુભરૂપ મિશ્ર પરિણામ થવાથી તે મનુષ્ય થાય છે. અહા ! પોતાને વર્તમાન પ્રગટ અવસ્થા જેટલો જ માનનારો-અવસ્થાને જ માનનારો-શુભાશુભ મિશ્ર પરિણામથી વ્યવહારે મનુષ્ય થાય છે. અહા! પોતે વ્યક્ત પર્યાયથી ભિન્ન અંદર અવ્યક્ત નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપે હોવા છતાં, નિજસ્વરૂપે પ્રગટ એવા એ પર્યાયી ભગવાન આત્માનું જ્ઞાન નહીં હોતાં તે મનુષ્ય થાય છે. અહા! અહીં જ્ઞાનથી (આત્મજ્ઞાનથી) વાત ઉપાડી છે. તો કહે છે કે નિજ નિત્યાનંદસ્વરૂપ આત્માના જ્ઞાન વિના, એકાંત પર્યાયસ્વભાવવાળો અર્થાત્ વર્તમાન પર્યાયના ભાવને જ માનનારો જીવ શુભાશુભ પરિણામરૂપ મિશ્ર ભાવથી વ્યવહારે મનુષ્ય થાય છે. અહાહા..! નિશ્ચયથી તો એ અંદર જેવો છે તેવો જ નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપ છે, પણ પર્યાયદષ્ટિ હોતાં, તે આવા ભાવથી વ્યવહારે મનુષ્ય થાય છે. જ્યારે દ્રવ્યદૃષ્ટિ પુરુષ (આત્મા) મનુષ્યાદિ થાય જ નહિ. એ તો નિર્મળ-નિર્મળ પર્યાય પ્રગટ કરી સિદ્ધ થઈ જાય છે. આવી વાત છે. અહા! આ વ્યંજનપર્યાયની વાત કરવી છે ને? તેથી કહે છે કે આત્મા વ્યવહારે મનુષ્ય થાય છે, એનો મનુષ્યાકાર તે મનુષ્યપર્યાય છે. મનુષ્યાકાર એટલે અંદર આત્માનો પ્રગટ આકાર હો, આ શરીરાકાર નહિ. તો, તે મનુષ્યપર્યાય છે. તેવી રીતે, કેવળ અશુભ કર્મથી વ્યવહારે આત્મા નારક થાય છે, તેનો નારક-આકાર તે નારકપર્યાય છે...' અહા ! અશુભ ભાવથી–તીવ્ર કષાયથી-વ્યવહારે આત્મા નારક થાય છે. અહા! નિશ્ચયથી તે નારક થઈ ગયો છે એમ નથી, કેમકે તે (આત્મા) નરકગતિથી તન્મય નથી; તે તો સ્વરૂપથી અંદર નિત્યાનંદજ્ઞાનાનંદસ્વરૂપ જ છે. ભલે પર્યાયમાં નરકગતિ હો, તોપણ તેનાથી ત્રિકાળી ધ્રુવદ્રવ્ય તન્મય નથી, ભિન્ન છે. અને તેના ભાવ વિના તે વ્યવહારે નારક થાય છે, અને તેનો નારક-આકાર તે નારકપર્યાય છે. સમજાય છે કાંઈ...? “કિંચિતશુભમિશ્રિત માયાપરિણામથી આત્મા વ્યવહારે તિર્યંચકાયમાં જન્મે છે, તેનો આકાર તે તિર્યંચપર્યાય છે...' લ્યો, માયાના પરિણામથી પશુ-એકેન્દ્રિયાદિમાં જન્મે છે, ને તેનો આકાર તે તિર્યંચપર્યાય છે. “અને કેવળ શુભ કર્મથી વ્યવહારે આત્મા દેવ થાય છે, તેનો આકાર તે દેવપર્યાય છે.” પુણના પરિણામથી તે વ્યવહારે દેવ થાય છે, અને તેનો આકાર તે દેવપર્યાય છે. આ વ્યંજનપર્યાય છે.' અહા ! આત્માના બાહ્ય-પ્રગટ આકારની જે અવસ્થા છે, દ્રવ્યની બહારથી જે આકૃતિ છે તે વ્યંજનપર્યાય છે. આ પર્યાયનો વિસ્તાર અન્ય આગમમાં જોઈ લેવો.' બીજે ઠેકાણેથી વિસ્તાર જોઈ લેવો. અહા ! આ વ્યંજનપર્યાય ત્રિકાળ દ્રવ્ય-ગુણમાં છે નહિ એમ અહીં કહેવું છે. અહા ! આ શરીર તો એમાં નથી, પણ આવી વ્યંજનપર્યાય પણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય-ગુણ ને કારણશુદ્ધપર્યાયમાં નથી, અને એટલા માટે જ અહીં આ વ્યંજનપર્યાયનું વર્ણન છે. (તો, વસ્તુસ્વરૂપને યથાર્થ જાણી નિજસ્વરૂપમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૪ [નિયમસાર પ્રવચન વિશ્રાંત થવું-રહેવું.). શ્લોક ૨૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન બહુ વિભાવ હોવા છતાં પણ,.” શું કહે છે? પંદરમી ગાથા ચાલી ને? તો, તેમાં આ બધી પર્યાયો-સ્વભાવકારણશુદ્ધપર્યાય અર્થાત્ ત્રિકાળી ધ્રુવ કારણપર્યાય, સ્વભાવકાર્યશુદ્ધપર્યાય અર્થાત્ સાદિ-અનંત એવી કેવળજ્ઞાનાદિ કાર્યપર્યાય ને વિભાવવ્યંજનપર્યાય એમ બધી પર્યાયોની વાત આવી. તો, કહે છે–ભલે એ રાગાદિ ને વિશેષ ભાવો અનેક પ્રકારે પર્યાયમાં હો, તોપણ, પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ અને ગતિ આદિ પરિણામ છે એમ એની અતિ તો સિદ્ધ કરી; પણ એ બધું પર્યાયમાં હોવા છતાં પણ.... શું કહેવું છે પ્રભુ? તો, કહે છે–અમારી અર્થાત્ ધર્મીની દષ્ટિ ને બુદ્ધિ એમાં લાગેલી નથી. તો શું છે? તો, કહે છે બહુ વિભાવ હોવા છતાં પણ, સહજ પરમ તત્ત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધદષ્ટિવાળો પુરુષ...' લ્યો, આ ધર્મ ને ધર્મીની રીત ! અહાહા....! નિજ સ્વાભાવિક પરમ તત્ત્વ અર્થાત્ શુદ્ધ એક જ્ઞાયક તત્ત્વ એવું જે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું નિત્ય ધ્રુવ સ્વરૂપ છે એમાં એના અભ્યાસમાં-ધર્માનું ચિત્ત લાગેલું છે. શું કીધું? અહાહા...! સહજ અર્થાત્ અણ-ઉત્પન્ન અને અવિનાશી એવું જે આત્માનું કાયમી મૂળ ચિત્માત્ર ચિદાનંદમય સ્વરૂપ છે તેના અભ્યાસમાં ધર્માત્માની બુદ્ધિ પ્રવીણ-નિષ્ણાત છે. જુઓ, આ અભ્યાસ! આત્માનો (એની એકાગ્રતાનો) અભ્યાસ તે અભ્યાસ છે, બાકી આ લૌકિક અભ્યાસ અને વ્યવહારનો-રાગનો અભ્યાસ તો બધો અનર્થકારી છે, ને તેથી નિરર્થક છે. સમજાણું કાંઈ...! અહાહા...! મુનિરાજ કહે છે-સહજ પરમ તત્ત્વ, અર્થાત્ ત્રિકાળી ધ્રુવ એવું શુદ્ધ ચૈતન્યતત્ત્વ જેનું અંત:તત્ત્વ છે એવા અંતરંગ આત્મતત્વના અભ્યાસમાં અમારી બુદ્ધિ પ્રવીણ છે. આ તો સાર છે સાર! એકલું માખણ છે. અહાહા..! કહે છે-વિભાવ ભલે હો, અને ગતિ આદિ પણ ભલે હો અમારી અર્થાત્ ધર્મીની બુદ્ધિ તો નિજ ચૈતન્ય સ્વભાવના-પ્રયોજનભૂત જે નિજતત્ત્વ છે તેના-અભ્યાસમાં પ્રવીણ થઈ છે. અહાહા...! પર્યાયમાં રાગાદિ ને બહારમાં નિમિત્તાદિ હો પણ ત્યાંથી હુઠી જઈને, પૂર્ણ એક જ્ઞાયકસ્વભાવી નિજ પરમ તત્ત્વના અભ્યાસમાં જ અમારી બુદ્ધિ જાય છે. લ્યો, આવી બુદ્ધિ તે પ્રવીણ બુદ્ધિ છે. (બાકી રાગમાં ને નિમિત્તમાં લાગેલી બુદ્ધિ તો જડ છે, મિથ્યા છે.) ભાઈ, અનેક શાસ્ત્રનું જાણપણું હો કે ન હો, પ્રયોજનભૂત જે કરવાલાયક છે, જે ચોરાસીના જન્મ-મરણના અંત લાવનારી દષ્ટિ છે તે આ છે. શું? કે બુદ્ધિને નિજ પરમ તત્વના અભ્યાસમાં લગાવી દેવી. અને આ સાચો અભ્યાસ છે. અહા ! “બહુ વિભાવ હોવા છતાં પણ,....'—એમ કહીને વ્યવહાર સિદ્ધ કર્યો. એમ કે એ અનેક પ્રકારના રાગાદિ ભાવ પર્યાયમાં છે, ને છે તો ભલે હો; પણ તેમાં અમારી બુદ્ધિ નથી, તેમાં અમને મમત્વ નથી, તેના પ્રતિ અમારો ઝુકાવ નથી. પરંતુ જે સહજ પરમ તત્ત્વ છે. જોયું? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫] ૨૬૫ સહજ અર્થાત્ સ્વાભાવિક પરમભાવમય શુદ્ધ, પરમ પવિત્ર, ધ્રુવ, એક, ચૈતન્યભાવ છે. તેના અભ્યાસમાં અમારી જ્ઞાનીની બુદ્ધિ પ્રવીણ હોય છે એમ કહે છે. જુઓ, પાઠમાં પણ અભ્યાસ ” શબ્દ છે. અંદર છે કેસનપરમતત્ત્વાભ્યાસનિષ્પતિવૃદ્ધિ:' તો, એ શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ નિજ પરમ તત્ત્વ છે તેના અભ્યાસમાં અર્થાત્ નિજ અંત:તત્વમાં એકાગ્ર થવાના અભ્યાસમાં ધર્મીની બુદ્ધિ પ્રવીણ-નિષ્ણાત થઈ છે એમ કહે છે. સમજાય છે કાંઈ? અહા! સહજ પરમ તત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધદષ્ટિવાળો પુરુષ..' પ્રશ્નઃ શુદ્ધદષ્ટિવાળો પુરુષ એટલે? સમાધાન: અહા! પોતાનું પરમ ત્રિકાળી એક ચૈતન્યતત્ત્વ પરમ શુદ્ધ છે, અને એ શુદ્ધની દષ્ટિમાં તથા એ શુદ્ધના અભ્યાસમાં જે પુરુષ પ્રવીણ છે તેને શુદ્ધદષ્ટિવંત પુરુષ કહે છે. માર્ગ આવો છે ભાઈ ! અરે, પહેલાં સમજમાં તો લે કે પોતાની ચીજ આવી છે. વિભાવ નામ વિકાર, વિશેષ ભાવ. તો, કહે છે–રાગાદિ ભાવ ને એક સમયની પર્યાય પણ હોવા છતાં, હું તો મારી ચીજ કે જે પરમ સ્વાભાવિક ધ્રુવ, શુદ્ધ ચિતૂપસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવાના અભ્યાસમાં પ્રવીણ બુદ્ધિવાળો છું. લ્યો, આવો શુદ્ધદષ્ટિવંત પુરુષ હોય છે, અને તે નિયમથી જન્મમરણનો અંત કરવાવાળો છે. સમજાણું કાંઈ..? અહાહા...! જેને પોતાનાં હિત-અહિતનો વિવેક વર્તે છે, અને તેથી જેને પોતાનાં શુદ્ધ સ્વભાવની એકાગ્રતાની પ્રવીણતા થઈ છે તે શુદ્ધદષ્ટિવંત પુરુષ છે, અને તે અલ્પકાળમાં મુક્તિ પામે છે. કેવી રીતે? તો, કહે છે “સમયસારથી અન્ય કોઈ નથી એમ માનીને, શીધ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે.” અહાહા...! શુદ્ધદષ્ટિ પુરુષ કહે છે-મારી ચીજ કે જે ત્રિકાળ ધૃવસ્વરૂપ કારણપ્રભુ સમયસાર છે એનાથી વિશેષ મને અન્ય કાંઈ નથી. સમય નામ આત્મા ને સાર નામ વિકાર ને એક સમયની પર્યાયથી રહિત. તો આવો જે ત્રિકાળી ભગવાન સમયસાર છે એનાથી અન્ય કાંઈ નથી અર્થાત્ બીજી કોઈ ચીજની કિંમત નથી. અન્ય કોઈ નથી”—એનો અર્થ એમ છે કે મારી ચીજમાં અન્ય કોઈ ચીજ નથી, તથા બહારની અન્ય કોઈ ચીજની કિંમત મને નથી. ભારે માર્ગ બાપા! અહા ! પણ આ તો અનંતા તીર્થકરો ને કેવળી ભગવંતો જે માર્ગ ફરમાવતા હતા તે બહાર આવ્યો છે. સમજાણું કાંઈ...? અહાહા...! ભગવાન! તું અંદર પરિપૂર્ણ છો ને! પરમેશ્વરસ્વરૂપ જ તું છો. અહાહા...! અંદર શુદ્ધ ચિદાનંદકંદ ધ્રુવ પરમેશ્વરતાનો પિંડ એવો સમયસાર છે તે તારું પરમ તત્ત્વ છે. તો, તે તરફના ઝુકાવ દ્વારા અંતર-એકાગ્રતામાં પ્રવીણ એવો શુદ્ધદષ્ટિવંત પુરુષ તે એકને જ (સમયસારને જ) પોતાની ચીજ માને છે. પણ તે સિવાય બીજી કોઈ પણ ચીજને તે પોતાની માનતો નથી. અહા! પોતાનું અસ્તિત્વ એવું પૂર્ણ ચિદાનંદઘન છે કે તેમાં વિકાર તો શું? એક સમયની પર્યાયનો પણ પ્રવેશ નથી એમ તે માને છે. કેમકે તે (પર્યાય) વિભાવભાવ છે ને? વિભાવભાવમાં તો વિશેષ ભાવ ને વિકારભાવ-બધા આવી ગયા. અહા ! આ તો પંદરમી ગાથાનો કળશ છે ને? એટલે કહે છે કે-બધા વિશેષ હો, ને વિકાર પણ હો, છતાં મારી પરમ ત્રિકાળી ચીજમાં એ કાંઈ છે નહિ. અહા ! આવું જ્ઞાન ને આવી દષ્ટિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૬ [ નિયમસાર પ્રવચન જેને થયાં છે એવો પુરુષ નિજ સમયસાર સિવાય જગતમાં બીજી કોઈ ચીજ નથી એમ માને છે. લ્યો, અહીં તો એમ કહ્યું કે સમયસાર સિવાય બીજું કાંઈ નથી. અહા! નિજ પૂર્ણાનંદસ્વરૂપ પરમાત્મા (કારણપરમાત્મા) સિવાય બીજી કોઈ ચીજ અમારી અપેક્ષાએ નથી એમ તે માને છે. અહા! પર ચીજ શું, કે રાગાદિ વિકાર શું, કે એક સમયની પર્યાય શું?–અમારી ધ્રુવ નિત્યાનંદ ચીજની અપેક્ષાએ એ બધી ચીજ કાંઈ નથી એમ અહીંયાં કહે છે. ગજબનો કળશ છે ભાઈ ! અહાહા...! પવિત્રતાનો પિંડ, ધ્રુવ ચૈતન્ય મહાપ્રભુ એવો ભગવાન સમયસાર છે તે જ નિજ પરમ તત્ત્વ છે. જ્યારે તેનો અભ્યાસ, તેનું જ્ઞાન ને તેની દષ્ટિ તે પર્યાય છે. તે પર્યાયનો વિષય પર્યાય નહિ, પણ પૂર્ણ અંત:તત્ત્વ એવું આ પરમ તત્ત્વ છે. અર્થાત્ પર્યાયનો અભ્યાસ દ્રવ્ય તરફના ઝુકાવનો છે; પર્યાયનો અભ્યાસ પર્યાય તરફના ઝુકાવનો નથી એમ કહે છે. આવો બહુ ઝીણો ધર્મ બાપુ ! અહાહા....! સમયસારથી બીજું કાંઈ નથી, અર્થાત્ મારું જ એક પૂર્ણ-પરિપૂર્ણ શુદ્ધ અસ્તિત્વ છે એમ જાણી, તેની જ દષ્ટિ ને તેનો જ અંતર-અભ્યાસ કરીને તેમાં જ એકાગ્ર-લીન થઈ રહેવું તે ધર્મ છે. અહાહા..! શુદ્ધદષ્ટિવંત પુરુષ કહે છે-મારા પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપની અપેક્ષાએ બીજી કોઈ ચીજ જ નથી ને! અહા ! પર્યાયની અપેક્ષાએ પર્યાય હો, ને રાગની અપેક્ષાએ રાગ હો, તથા પરની અપેક્ષાએ પર પણ હો; છતાં નિજ સમયસારથી અન્ય કાંઈ નથી. અહા ! આવો નિશ્ચય કરનાર શુદ્ધદષ્ટિવંત પુરુષ અંતરએકાગ્રતાના અભ્યાસ વડે શીધ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. આવી માન્યતા ને પરમ તત્ત્વની એકાગ્રતાનો અભ્યાસ તે મોક્ષમાર્ગ છે, ને એનું ફળ મોક્ષ-મુક્તિ છે. અહાહા.ભગવાન આત્મા પરમ પવિત્ર પૂર્ણ ચૈતન્ય મહાપ્રભુ..., એમાં અંદર કારણશુદ્ધપર્યાય આવી ગઈ હો, તો, તે સિવાયઆ નિજ સમયસાર સિવાય-અન્ય કોઈ ચીજ છે જ નહિ એમ ધર્મી માને છે. “સમયસારી અન્યત્ મસ્તિ રૂતિ મુસ્વા'—એમ પાઠ છે ને? અને સમયસારમાં પણ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં (કળશ ૨૪૪માં) આવે છે ને કે સમયસારથી ઊંચી કોઈ ચીજ નથી. તો, કહે છે-હોવાપણેઅસ્તિપણે જો કોઈ હોય તો તે મારો એક, પૂર્ણ, ભગવાન સમયસાર જ અસ્તિ છે. અહા ! શુદ્ધદષ્ટિ પુરુષ એમ જાણીને-માનીને અંતર્દષ્ટિ વડે અંતર-એકાગ્ર થઈને શીધ્ર મુક્તિ પામે છે. અંતર-એકાગ્ર થવું તે પર્યાય છે, ને તે મોક્ષનો માર્ગ છે, ને એનું ફળ મોક્ષ છે. આ નિયમસાર છે ને? એટલે અહીં મોક્ષમાર્ગ ને તેનું ફળ વર્ણવ્યું છે. અહા! આ નિયમસારમાં માર્ગ ને માર્ગફળ વર્ણવ્યું છે ને? તો, કહે છે કે, ત્રિકાળી પૂર્ણસ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન કરવું, તેની દષ્ટિ કરવી ને તેમાં લીનતા કરવી તે માર્ગ છે. જૈનધર્મનો આ મોક્ષમાર્ગ છે અને આ મોક્ષમાર્ગમાં જે સ્થિત છે તે શીઘ્ર-અલ્પકાળમાં મુક્તિને પામે છે. પ્રશ્ન: અહીં “શીઘ્ર” કહ્યું છે તો પછી ક્રમબદ્ધ ક્યાં ગયું? સમાધાન: ભાઈ, એ કમબદ્ધમાં જ તેને શીધ્ર મોક્ષ હોય છે. અહાહા..પોતાની સમયસારમય વસ્તુ કે જે પૂર્ણાનંદ-ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં જેની બુદ્ધિ લાગી છે અને તેમાં જેની દષ્ટિ સ્થિત છે, તેને અલ્પકાળમાં જ પૂર્ણ શુદ્ધિ પ્રગટ થવાનો કાળ છે; કેમકે મોક્ષમાર્ગની સ્થિતિ જ અસંખ્ય સમયની છે. મુક્તિનો કાળ સાદિ-અનંત છે, પણ મોક્ષમાર્ગની સ્થિતિ અસંખ્ય સમયની છે. તેથી મોક્ષમાર્ગી જીવ શીધ્ર અર્થાત અલ્પકાળમાં જ મુક્તિ પામે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫] ર૬૭ (એમાં કાંઈ કમબદ્ધના નિયમને આંચ નથી આવતી. મોક્ષમાર્ગીને શીધ્ર મોક્ષ થાય છે તે ક્રમબદ્ધ જ છે.) અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર વસ્તુસ્વરૂપના પૂર્ણ જાણનાર છે, અને તેમણે કહેલો આ માર્ગ (રીત) છે. મતલબ કે અંતરદૃષ્ટિ ને અંતર-એકાગ્રતાનો, સ્વસ્વરૂપમાં લીનતાનો આ માર્ગ છે. ભાઈ, વ્યવહારના વિકલ્પથી ધર્મનો-મુક્તિનો માર્ગ પમાય એવું નથી, પરંતુ ત્રિકાળી ધ્રુવ ભગવાન સમયસારનાં-શુદ્ધ આત્માનાં-શ્રદ્ધાન-જ્ઞાન ને તેમાં લીનતા-રમણતાથી મોક્ષ પમાય છે. હા, વચમાં વ્યવહાર આવે, દયા, દાન, વ્રત, પૂજાદિના વિકલ્પ આવે, પણ તે કાંઈ મુક્તિનું કારણ નથી. મુક્તિનું કારણ તો નિજ પરમાત્મસ્વરૂપની અંતર્દષ્ટિ ને અંતરલીનતા, અંતર-રમણતા જ છે. ધર્માત્માને બસ આ જ અલ્પકાળમાં મુક્તિનું કારણ થાય છે, અને તે શુદ્ધદષ્ટિ પુરુષને મુક્તિ માટે ક્રમબદ્ધમાં હવે અલ્પકાળ જ રહ્યો છે, અર્થાત્ તે શીધ્ર મુક્તિ પામે છે. સમજાણું કાંઈ....? અહાહા....! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ અતીન્દ્રિય છે. એટલે કે તે રાગથી પાર છે, મનથી પાર છે, ને એક સમયની પર્યાયથી પણ પાર છે. અર્થાત રાગ, મન ને એક સમયની પર્યાયના આશ્રયે તે પ્રાપ્ત થતો નથી. અહા! આવું માનનાર ધર્મીને નિજ મહાસત્તા-પૂર્ણ અતિરૂપ ચીજ-સિવાય બીજી કોઈ ચીજ છે જ નહિ. અહાહા....! અંદર ચૈતન્યનો અક્ષય-અમેય વૈભવ દીઠો છે તે પુરુષ, બસ હું જ એક છું, બીજું કાંઈ છે જ નહિ એમ માને છે. લ્યો, આ વૈભવ ! બાકી આ લૌકિક વૈભવ, કહે છે, કાંઈ ચીજ નથી; પરમ પવિત્ર પૂર્ણ પ્રભુ ચૈતન્યમય મહારાજાના વૈભવ આગળ તો એ બધી ધૂળની ધૂળ છે. એમાં શું છે? એમાં તો હેરાન થવાનું છે. આ વ્યવહારના-વ્રતાદિના વિકલ્પ ઊઠે એય અચેતન ધૂળ છે, કેમકે એમાં જ્ઞાનનો અંશ નથી. તે રાગનો અંશ છે ને? તેથી તે અચેતન છે, જડ છે. (તો, બીજી કોઈ ચીજ નથી એમ માનીને, શુદ્ધદષ્ટિ પુરુષ અંતર-એકાગ્રતા કરી શીધ્ર મુક્તિ પામે છે.) અહા ! વીતરાગનો આવો મારગ છે બાપા! અને તેને સંતોએ ઘણો જ સરળ કરી દીધો છે. અહાહા...! કહે છે-એવો શુદ્ધદષ્ટિ પુરુષ શીઘ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. પરમશ્રી = પરમ + શ્રી = કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી, અને એવી જે સુંદરી તે પરમશ્રીરૂપી સુંદરી. તો, સુંદર એવાં અનંત ચતુય તે-રૂપી સુંદરીનો તે વલ્લભ થાય છે. એટલે કે તેને પરમાત્મદશાની પ્રાપ્તિ થાય છે. વલ્લભ અર્થાત્ પરમ પ્રિય. અહાહા...! મુક્તિ સુંદરીનો એવો એ પરમ પ્રિય-વલ્લભ થાય છે કે એ એક સમય પણ એને છોડશે નહિ. લોકમાં ઘેર વહાલામાં વહાલી સ્ત્રી હોય તેને અર્ધાગના કહે છે. પણ એ તો કથનમાત્ર છે, કેમકે એ તો આયુષ્ય પૂરું થતાં છોડીને ચાલી જાય છે. જ્યારે આ મુક્તિરૂપી સુંદરી તો એક ક્ષણ પણ એનો સહવાસ છોડશે નહિ. અહાહા...ધ્રુવ નિત્યાનંદ નિજ પરમાત્મસ્વરૂપમાં જેણે રમતુ માંડી છે, જે અંત:તત્ત્વસ્વરૂપ ભગવાન જ્ઞાયકમાં રમણતા કરનારો છે, તેને અલ્પકાળમાં જ મુક્તિરૂપી સ્ત્રી પ્રાપ્ત થાય છે, અર્થાત્ તે મુક્તિસુંદરીનો વલ્લભ થાય છે. કેવો? કે તે મુક્તિ એક ક્ષણ પણ તેને કદી છોડાશે નહિ એવો વલ્લભ થાય છે. અર્થાત્ મુક્તિ થઈ તે થઈ, હવે તે કદીય સંસારમાં અવતાર ધારણ કરશે નહિ. અહા ! એકવાર જેને પૂર્ણ પરમાત્મદશા પ્રગટ થાય તેને પછી અવતાર થાય એમ કદી બનતું નથી. અહા ! આવી પરમસુખની પ્રાપ્તિરૂપ અલૌકિક મોક્ષની દશા હોય છે. લ્યો, આટલું (બધું) એક કળશમાં આવ્યું! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૬-૧૭ | ૨૬૭. ૧ ગાથા ૧૬ - ૧૭ माणुस्सा दुवियप्पा कम्ममहीभोगभूमिसंजादा। सत्तविहा रइया णादव्वा पुढविभेएण।।१६।। चउदहभेदा भणिदा तेरिच्छा सुरगणा चउब्भेदा। एदेसिं वित्थारं लोयविभागेसु णादव्वम्।।१७।। છે કર્મભૂમિજ ભોગભૂમિજ-ભેદ બે મનુજો તણા, ને પૃથ્વીભેદે સત ભેદો જાણવા નારક તણા. ૧૬. તિર્યંચના છે ચૌદ ભેદો, ચાર ભેદો દેવના; આ સર્વનો વિસ્તાર છે નિર્દિષ્ટ લોકવિભાગમાં. ૧૭. અન્વયાર્થઃ- [ માનુષા: દ્વિવિવરુત્વા: ] મનુષ્યોના બે ભેદ છે: [ કર્મમહીમોગભૂમિસંગીત:] કર્મભૂમિમાં જન્મેલા અને ભોગભૂમિમાં જન્મેલા [ પૃથ્વીમેન] પૃથ્વીના ભેદથી [ નારવેશ: ] નારકો [ સપ્તવિધી: જ્ઞાતવ્યો:] સાત પ્રકારના જાણવા; [ તિર્યંગ્ય:] તિર્યંચોના [ વતુર્વસમેT:] ચૌદ ભેદ [ મળતા:] કહ્યા છે; [ સુરTMT.] દેવસમૂહોના [ વતુર્મેવા:] ચાર ભેદ છે. [ તેષાં વિસ્તાર:] આમનો વિસ્તાર [ સોવિભાગેડુ જ્ઞાતવ્ય: ] લોકવિભાગમાંથી જાણી લેવો. ટીકા:- આ, ચાર ગતિના સ્વરૂપનિરૂપણરૂપ કથન છે. મનુનાં સંતાન તે મનુષ્યો છે. તેઓ બે પ્રકારના છે. કર્મભૂમિ અને ભોગભૂમિજ. તેમાં કર્મભૂમિજ મનુષ્યો પણ બે પ્રકારના છેઃ આર્ય અને સ્વેચ્છ. પુણ્યક્ષેત્રમાં રહેનારા તે આર્ય છે અને પાપક્ષેત્રમાં રહેનારા તે મ્લેચ્છ છે. ભોગભૂમિજ મનુષ્યો આર્ય નામને ધારણ કરે છે, જઘન્ય, મધ્યમ અથવા ઉત્તમ ક્ષેત્રમાં રહેનારા છે અને એક પલ્યોપમ, બે પલ્યોપમ અથવા ત્રણ પલ્યોપમના આયુષવાળા રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા ધૂમપ્રભા, તમ:પ્રભા અને માતમપ્રભા નામની સાત પૃથ્વીના ભેદને લીધે નારક જીવો સાત પ્રકારે છે. પહેલી નરકના નારકો એક સાગરોપમના આયુષવાળા છે, બીજી નરકના નારકો ત્રણ સાગરોપમના આયુષવાળા છે, ત્રીજી નરકના નારકો સાત સાગરોપમના આયુષવાળા છે, ચોથી નરકના નારકો દસ સાગરોપમ, પાંચમી નરકના સત્તર સાગરોપમ, છઠ્ઠી નરકના બાવીશ સાગરોપમ અને સાતમી નરકના નારકો તેત્રીશ સાગરોપમના આયુષવાળા છે. ૧. ભોગભૂમિના અંતમાં અને કર્મભૂમિના આદિમાં થતા કુલકરો મનુષ્યોને આજીવિકાનાં સાધન શીખવીને લાલિત-પાલિતા કરે છે તેથી તેઓ મનુષ્યોના પિતા સમાન છે. કુલકરને મનુ કહેવામાં આવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૭. ૨ | [નિયમસાર પ્રવચન - હવે વિસ્તારના ભયને લીધે સંક્ષેપથી કહેતાં, તિર્યંચોના ચૌદ ભેદ છે: (૧-૨) સૂક્ષ્મ એકેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૩-૪) બાદર એકેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૫-૬) હીંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૭-૮) ત્રીદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૯-૧૦) ચતુરિંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૧૧૨) અસંજ્ઞી પંચંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૩-૧૪) સંજ્ઞી પંચંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત. દેવોના ચાર નિકાય (સમૂહ) છે: (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) કલ્પવાસી. આ ચાર ગતિના જીવોના ભેદોના ભેદ લોકવિભાગ નામના પરમાગમમાં જોઈ લેવા. અહીં (આ પરમાગમમાં) આત્મસ્વરૂપના નિરૂપણમાં અંતરાયનો હેતુ થાય તેથી સૂત્રકર્તા પૂર્વાચાર્યમહારાજે (તે વિશેષ ભેદો ) કહ્યા નથી. [ હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છે: ] (Hવા તા) स्वर्गे वास्मिन्मनुजभुवने खेचरेन्द्रस्य दैवाजयोतिर्लोके फणपतिपुरे नारकाणां निवासे। अन्यस्मिन् वा जिनपतिभवने कर्मणां नोऽस्तु सूतिः भूयो भूयो भवतु भवतः पादपङ्केजभक्तिः।। २८ ।। [ શ્લોકાર્ચ- ] (હે જિનંદ્ર!) દૈવયોગે હું સ્વર્ગમાં હોઉં, આ મનુષ્યલોકમાં હોઉં, વિદ્યાધરના સ્થાનમાં હોઉં, જ્યોતિષ્ક દેવોના લોકમાં હોઉં, નાગૅદ્રના નગરમાં હોઉં, નારકોના નિવાસમાં હોઉં, જિનપતિના ભવનમાં હોઉં કે અન્ય ગમે તે સ્થળે હોઉં, (પરંતુ ) મને કર્મનો ઉદ્દભવ ન હો, ફરી ફરીને આપના પાદપંકજની ભક્તિ હો. ૨૮. (શાર્દૂનવિ હિત) नानानूननराधिनाथविभवानाकर्ण्य चालोक्य च त्वं क्लिश्नासि मुधात्र किं जडमते पुण्यार्जितास्ते ननु। तच्छक्तिर्जिननाथपाद कमलद्वन्दार्चनायामियं भक्तिस्ते यदि विद्यते बहुविधा भोगाः स्युरेते त्वयि।।२९।। [શ્લોકાર્ચ- ] નરાધિપતિઓના અનેકવિધ મહા વૈભવોને સાંભળીને તથા દેખીને, હે જડમતિ, તું અહીં ફોગટ કલેશ કેમ પામે છે! તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. તે (પુણ્યોપાર્જનની) શક્તિ જિનનાથના પાદપદ્મયુગલની પૂજામાં છે, જો તને એ જિનપાદપદ્મની ભક્તિ હોય, તો તે બહુવિધ ભોગો તન (આપોઆપ ) હુશે. ૨૯. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૮ [ નિયમસાર પ્રવચન ગાથા-૧૬-૧૭: ટીકા ઉપરનું પ્રવચન: હવે ગાથાઓ દ્વારા શું કહે છે? અહાહા...! અંદર પરમભાવસ્વરૂપ પૂર્ણ પોતાની ચીજ ત્રિકાળ હોવા છતાં તેને પર્યાયમાં ગતિ આદિ છે. આ મનુષ્યગતિ, દેવગતિ આદિ પર્યાયમાં ચાર ગતિ છે. અને એના પર્યાય, અપર્યાપ્ત આદિ ભેદો પણ છે. એ તો પછી કળશમાં મુનિરાજ કહે છે કે આવી ગતિ આદિ હો, અર્થાત્ આવી ગતિ આદિમાં હું ગમે ત્યાં હોઉં, તો પણ હે પ્રભુ! હું તો આપના ચરણકમળની ભક્તિમાં સદા તત્પર રહું એવો મારો ભાવ છે. લ્યો, એ તો વીતરાગ પરમેશ્વરની ભક્તિના બહાને મુનિરાજ વીતરાગતાની ભાવના દઢ કરે છે. અંદર આત્મદષ્ટિ છે ને? તો વીતરાગતાની ભાવના દઢ કરે છે હોં. (કાંઈ ગતિની ભાવના નથી). તો, ભલે વસ્તુમાં ન હો, પણ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી એની પર્યાયમાં આવી ચાર ગતિઓ છે એમ ભગવાને વર્ણવ્યું છે. એ વાત અહીં કરી છે. તો, કહે છે આ, ચાર ગતિના સ્વરૂપનિરૂપણરૂપ કથન છે.' અહીંયાં ચાર ગતિથી રહિત મુક્તિ-પર્યાયની પ્રાપ્તિ બતાવવી છે. પરંતુ જ્યાં સુધી એવી પર્યાયની પ્રાપ્તિ નથી ત્યાંસુધી પર્યાયમાં ગતિ આદિ છે એમ કહે છે. પરંતુ તે ગતિ આદિ ધર્મી જીવને હેય છે. ધર્મીને ગતિની ભાવના નથી. આ મનુષ્યગતિ છે તો તેના કારણે મોક્ષ થશે એમ ધર્મીને નથી. તેમ જ દેવગતિ થશે તો ત્યાંથી ભગવાન પાસે જવાશે ને સમકિત પમાશે એમ પણ નથી. અહા ! દેવગતિ આદિ પર્યાયમાં હોય છે, પણ ધર્મીને તો ગતિમાત્ર હેય છે. અરે! જ્યાં ભગવાનની ભક્તિનો ભાવ પણ હેય છે ત્યાં ગતિની તો વાત શું કરવી? અહીં પહેલાં મનુષ્યની વાત કરે છેઃ મનુનાં સંતાન તે મનુષ્યો છે.' અન્યમતમાં પણ મનુસ્મૃતિ આવે છે ને? તો, મનુ એટલે કુલકર; ને તેના સંતાનને મનુષ્યો કહેવામાં આવે છે. તેનો ખુલાસો જુઓ નીચે ફૂટનોટમાં છે કે-“ભોગભૂમિના અંતમાં અને કર્મભૂમિના આદિમાં થતા કુલકરો મનુષ્યોને આજીવિકાના સાધન શીખવીને લાલિત-પાલિત કરે છે તેથી તેવો મનુષ્યોના પિતા સમાન છે. કુલકરને મનુ કહેવામાં આવે છે.' આમ મનુષ્યો મનુના સંતાન કહેવાય છે. નાભિરાજા કુલકર અર્થાત મનુ હુતા. આજીવિકાનાં સાધન બનાવી મનુષ્યોનું લાલન-પાલન કરવાને કારણે મનુષ્યો તેમનાં સંતાન કહેવાય છે. હવે કહે છે-“તેઓ બે પ્રકારના છે: કર્મભૂમિજ અને ભોગભૂમિજ. તેમાં કર્મભૂમિજ મનુષ્યો પણ બે પ્રકારના છે: આર્ય અને પ્લેચ્છ. પુણ્યક્ષેત્રમાં રહેનારા તે આર્ય છે અને પાપક્ષેત્રમાં રહેનારા તે સ્વેચ્છા અહાહા....! પુણ્યક્ષેત્રમાં રહેનારા તે આર્ય છે, છતાં તે પુણ્યક્ષેત્ર ને આર્યપણું હેય છે એમ અહીં બતાવવું છે. શું કીધું? અહીં પુણ્યક્ષેત્રનો મહિમા નથી બતાવવો, પણ એ પુણ્યક્ષેત્ર ને આર્યપણું ય છે એમ બતાવવા માટે અહીં આ વાત છે. ભારે વાત ભાઈ ! પાપક્ષેત્રમાં રહેનારા પ્લેચ્છ છે. મ્લેચ્છના પાંચ ખંડ છે ને? તે બધા પાપક્ષેત્ર છે (તેય હેય છે). ભોગભૂમિજ મનુષ્યો આર્ય નામને ધારણ કરે છે, જઘન્ય, મધ્યમ અથવા ઉત્તમ ક્ષેત્રમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #284 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૬–૧૭ ] રહેનારા છે અને એક પલ્યોપમ, બે પલ્યોપમ અથવા ત્રણ પલ્યોપમના આયુષવાળા છે.’ જુઓ, ભોગભૂમિના મનુષ્ય એટલે જુગલિયા. તેઓ આર્ય છે. જુગલિયાનાં જઘન્ય, મધ્યમ ને ઉત્તમ એવાં ત્રણ પ્રકારનાં ક્ષેત્ર છે. દેવકુરુ, ઉત્તરુકુરુ આદિ જેટલા જુગલિયાનાં ક્ષેત્ર છે તે બધાં આર્યક્ષેત્ર, પુણ્યક્ષેત્ર છે. જઘન્યમાં એક પલ્યોપમની આયુષ્યની સ્થિતિ છે, મધ્યમમાં બે પલ્યોપમની સ્થિતિ છે, ને ઉત્તમમાં ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. અહા! આવું બહારમાં (-પર્યાયમાં) છે હોં, છતાં ભગવાન ! તારા સ્વભાવમાં એ નથી. વળી આવું હો, તો પણ ધર્મીને સ્વભાવની દૃષ્ટિમાં એ કાંઈ નથી. લ્યો, અહીં આ બતાવવું છે. આ જીવ અધિકા૨ છે ને? તો જીવની પર્યાયમાં આવું હોય છે (અને તે ય છે) એમ બતાવે છે. સમજાણું કાંઈ...? ૨૬૯ હવે સાત પ્રકારે નરક કહે છેઃ ‘રત્નપ્રભા ’–એ પહેલી ન૨કનું નામ છે. ‘શર્કરાપ્રભા ’–બીજી નરક છે, શર્કરા = પથરા, કાંકરા ત્યાં છે. ‘વાલુકાપ્રભા ’–ત્રીજી નરક છે, ત્યાં રેતી છે. ‘શંકપ્રભા ’–ચોથી નરક છે, ત્યાં કાદવ છે. ‘ધૂમપ્રભા ’-પાંચમી નરક, ત્યાં ધુમાડો છે. ‘તમઃપ્રભા'-છઠ્ઠી નક, ત્યાં અહંકાર છે, અને ‘મહાતમઃપ્રભા’ સાતમી નરક, ત્યાં મહાઅંધકાર છે. અહા!-આવા ‘નામની સાત પૃથ્વીના ભેદને લીધે ના૨ક જીવો સાત પ્રકારે છે.' લ્યો, નારકી સાત પ્રકારે છે એમ કહીને નરકગતિ સિદ્ધ કરે છે. ભાઈ, પર્યાયમાં આવી વસ્તુસ્થિતિ છે એમ સિદ્ધ કરે છે. (અહા ! તીવ્ર પાપી જીવોનાં આવાં સ્થાનકો છે.) ‘પહેલી નરકના નારકો એક સાગરોપમના આયુષવાળા છે...' સાગરોપમ એટલે ? અહા ! એક સાગરોપમમાં દસ ક્રોડાક્રોડી પલ્યોપમ જાય છે, ને એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય છે. અહા! એમાં પણ ભગવાન! તું અનંતવા૨ ગયો છે. એમાં નવું શું છે? પહેલી નરકમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિ છે, જ્યારે જઘન્ય દસ હજા૨ વર્ષની સ્થિતિ છે. તેમાં આત્માના અનુભવ અર્થાત્ સ્વાનુભવ વિના બધાય જીવો અનંતવાર ગયા છે. અહા! સમ્યગ્દર્શન વિના મિથ્યાત્વવશ તીવ્ર પાપો કરીને એ અનંતવાર ત્યાં ગયો છે. અહા! ત્યાંથી બહાર આવ્યો તો એ ભૂલી ગયો છે, ને હું મોટો શેઠ, મોટો પૈસાવાળો એમ માનવા લાગ્યો છે; પણ બાપુ! તારી અવદશાનો કાંઈ પાર નથી. (તો, હવે આ ચેતવાનો અવસર છે ). –એ પહેલી નરકના આયુષની વાત કરી. હવે કહે છે– · બીજી નરકના નારકો ત્રણ સાગરોપમના આયુષવાળા છે, ત્રીજી નરકના નારકો સાત સાગરોપમના આયુષવાળા છે, ચોથી નરકના નારકો દસ સાગરોપમ, પાંચમી નરકના સત્તર સાગરોપમ, છઠ્ઠી નરકના બાવીશ સાગરોપમ અને સાતમી નરકના નારકો તેત્રીસ સાગરોપમના આયુષવાળા છે.' એ તો પહેલાં દાખલો નહોતો કહ્યો? કે બ્રહ્મદત્ત ચક્રવર્તીએ સાતસો વર્ષ રાજ્ય કર્યું, ને પછી મરીને સાતમી નરકે ગયો છે. અત્યારે તે સાતમી નરકે ૩૩ સાગરોપમની સ્થિતિએ છે. તો, એ સાતસો વર્ષના જેટલા શ્વાસ થયા છે તેમાંથી એક શ્વાસના (કલ્પિત ) સુખના ફળમાં ૧૧, ૫૬, ૯૨૫ પલ્યોપમના કાળનું દુ:ખ તેને આવ્યું છે. અહા! ચક્રવર્તીના સુખની તો કલ્પના હતી હોં; એ સુખ ક્યાં હતું ? કેમકે આ મારી રાણી, ને આ મારું રાજ્ય-એવી એની ભ્રમણા તો કેવળ આકુળતા હતી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #285 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૦ | [નિયમસાર પ્રવચન તો, એક શ્વાસના ફળમાં ૧૧, પ૬, ૯૨૫ પલ્યોપમનું સાતમી નરકનું અતિ ઘોર દુઃખ એને મળ્યું. એ દુ:ખને કોણ કહે ? જ્યારે અહીંયાં એક શ્વાસ જેટલા કાળના સ્વાનુભવમાં-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાંએના ફળ તરીકે અનંત સુખમય એવી સિદ્ધદશાને અનંતકાળ પર્યત પામે છે. અહા ! પોતાના ધ્રુવ એક જ્ઞાયકભાવની સમ્યકશ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગની પર્યાય તે અસંખ્ય સમય જ રહે છે. શું કહ્યું? કે મોક્ષમાર્ગ બે-ચાર ભવ રહો કે પંદર ભવ રહો, પણ તે અસંખ્ય સમય જ રહે છે, તે અનંત સમય રહેતો નથી. તો, અસંખ્ય સમયના મોક્ષમાર્ગના ફળમાં સાદિ-અનંત એવાં કેવળજ્ઞાન, આનંદ આદિ અનંત ચતુષ્ટય પ્રાપ્ત થાય છે, અને તેથી એક એક સમયના મોક્ષમાર્ગના ફળમાં અનંતાઅનંત કોડીક્રોડી વર્ષનું મોક્ષ-ફળ આવ્યું. એ વળી શું કહ્યું? કે જ્યારે બ્રહ્મદત્ત ચક્રવર્તીને એક થાસના (ભોગના) ફળમાં ૧૧, પ૬, ૯૨૫ પલ્યોપમનું દુ:ખ મળ્યું છે, ત્યારે મોક્ષમાર્ગી જીવને એક સમયના મોક્ષમાર્ગના ફળમાં અનંતાનંત ક્રોડાકોડી વર્ષનું મોક્ષસુખ મળે છે; કેમકે મોક્ષમાર્ગ અસંખ્ય સમય જ રહે છે જ્યારે મોક્ષ તો સાદિ-અનંતકાળ રહે છે). અહા ! મોક્ષમાર્ગ કાંઈ અનંતકાળ સુધી નથી રહેતો. કેમકે પોતાના સ્વરૂપનું સાધન કરવામાંઅહા ! સમ્યગ્દર્શન પછી ચારિત્રની પ્રાપ્તિ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય એમાં-અસંખ્ય સમય જ જોઈએ છે. ભલે વચ્ચે સાગરોપમ આયુષના ભવ થાય, તો પણ તે અસંખ્ય સમય જ છે. તો, અસંખ્ય સમયના મોક્ષમાર્ગનું જે મુક્તિ-ફળ આવ્યું છે તે સાદિ-અનંતકાળનું છે. માટે, એક સમયના મોક્ષમાર્ગના ફળમાં અનંત-અનંત ક્રોડાકોડી વર્ષના મોક્ષના આનંદનું-સુખનું ફળ છે. અહા ! આવી વાત ! અહાહા...! પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા... , ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માએ કહ્યો છે તે આત્મા હોં, કેમકે બીજા અન્યવાદીઓ કહે છે તેવો આત્મા છે નહિ; જેઓ પોતાની આત્મવસ્તુને જાણતા નથી. તેઓ આત્માને અનેક પ્રકારે કહે છે; તો, એ નહિ, પણ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકીનાથ પરમાત્માએ જે આત્મા જયો ને કહ્યો છે એની વાત છે. તો, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યવહુ અસંખ્યપ્રદેશી છે. અહાહા.! અનંત ગુણોનું ધામ અર્થાત્ અનંતગુણની પવિત્ર પ્રજા જેમાં વસી છે એવો ભગવાન આત્મા છે. અહા ! પોતાના એ અસંખ્ય પ્રદેશના દેશમાં–આ જ પોતાનો દેશ છે હોં, તો એમાં અનંત પવિત્ર ગુણ ભર્યા પડયા છે. અહા ! આવા સ્વ-દેશની સારસંભાળ કરી જે અંદરમાં જઈ વસે છે તેની અલ્પકાળમાં મુક્તિ થશે કે જે પછી અનંતકાળ રહેશે. કેટલો અનંતકાળ? તો વીતેલા અનંતા ભૂતકાળથી અનંતગુણો અનંતકાળ તેને મોક્ષ-સુખ પ્રાપ્ત થશે. અહા ! આવી વાત ! સમજાણું કાંઈ? તો, એવા ૭00 વર્ષના ભોગના ફળમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીને તેત્રીસ સાગરનું અતિ આકરું દુઃખ આવ્યું. જ્યારે અહીં ધર્મ પુરષને અસંખ્ય સમયના મોક્ષમાર્ગના ફળમાં અનંત-અનંત એમ અનંતા સાગરોપમનું મોક્ષસુખ મળે છે. અહાહા..! સ્વસ્વરૂપનાં દષ્ટિ-જ્ઞાન ને રમણતારૂપ જે અસંખ્ય સમયનો મોક્ષમાર્ગ તેના એક એક સમયના ફળમાં અનંત-અનંત ક્રોડાકોડ સાગરોપમનું મોક્ષ સુખ છે. તો પછી આવું કામ (સ્વાનુભવનું) કોણ ન કરે? શ્રીમદે પણ ૧૭માં વર્ષે કહ્યું છે ને કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #286 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૬-૧૭ | ૨૭૧ “અનંત સુખ નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા! અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા !!' અહા! આ જ સાચું મુનિપણું છે ત્યાં સુખ છે. મુનિને આનંદ જ આનંદ, પ્રચુર આનંદ હોય છે, નામનું કહેવામાત્ર દુઃખ છે, અર્થાત્ દુઃખ નથી. ભાઈ, સમ્યગ્દર્શનથીજ સુખ શરુ થાય છે, અને તેથી સમ્યગ્દષ્ટિ જીવો જ લોકમાં સુખી છે. શું કીધું? રાગની અગ્નિથી શેકાતા જગતમાં સમ્યગ્દષ્ટિને જ સુખ છે, મુનિવરોને જ સુખ છે. પણ અરે! ત્યાં એને (-મૂઢ જીવને) મિત્રતા નથી! ત્યાં એને રુચિ નથી! અહા ! બહારમાં અનંત દુઃખ છે, નામ સુખ અર્થાત્ સુખ છે નહિ. શું કીધું? મોટા ચક્રવર્તી રાજા ને ઇન્દ્રો પણ, જો તે મિથ્યાદષ્ટિ છે તો દુ:ખી જ છે, સુખી નથી. પણ અરેરે! ત્યાં (બહારમાં, ભોગમાં, વિષયમાં) તે પ્રેમ કરે છે! ભારે વિચિત્રતા બાપા! ( તો, શ્રીમદ્ તેને કરુણા કરી શીખ દે છે ) ઉઘાડ ન્યાય-નેત્રને, નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી, તે પ્રવૃત્તિ બાળ તું.” શ્રીમદ્ કહે છે-ભાઈ ! હવે ન્યાય-નેત્રને ખોલી જો તો ખરો ! તુલના તો કર! અહીં પણ એ જ વાત આવી ને? કે એક શ્વાસના ભોગના ફળમાં ભારે અનંતુ દુઃખ, અને એક સમયના મોક્ષમાર્ગના ફળમાં અનંતુ મુક્તિનું સુખ. તો, બાપુ ! ન્યાયના નેત્રથી તુલના તો કર ! તું ક્યાં ઊભો છો એ પ્રભુ! જો તો ખરો ! રાગથી ને પરથી એકદમ ખસી જા ભગવાન! વિષયથી હુમણાં જ ખસી જા, નિવૃત્ત થઈ જા; ને તે સઘળી પ્રવૃત્તિને બાળીને ખાખ કરી દે. રાગાદિની પ્રવૃત્તિને બાળી મૂક, ભસ્મ કરી દે. અહા ! આવો ન્યાયનો માર્ગ ! લ્યો,-એ નરકની વાત કરી. “હવે વિસ્તારના ભયને લીધે સંક્ષેપથી કહેતાં, તિર્યંચોના, ચૌદ ભેદ છેઃ (૧-૨) સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાય અને અપર્યાપ્ત, (૩-૪) બાદર એકેન્દ્રિય પર્યાય અને અપર્યાય, (૫-૬) દ્વિદ્રિય પર્યાય અને અપર્યાપ્ત, (૭-૮) ત્રીદ્રિય પર્યાપ્ત અને અપર્યા, (૯-૧૦) ચતુરિંદ્રિય પર્યાય અને અપર્યાપ્ત, (૧૧-૧ર) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાય અને અપર્યાય, (૧૩-૧૪) સંજ્ઞી પંચંદ્રિય પર્યાય અને અપર્યાય.' -આ જાણવા માટે કહ્યું છે હોં; કેમકે અજ્ઞાનવશ જીવની આવી આવી દશાઓ થઈ છે. બાકી સમ્યગ્દષ્ટિ તો તિર્યંચમાં જતા જ નથી. હા, મનુષ્ય ને દેવમાં જાય, પણ તિર્યંચના જતા નથી. છતાં અહીં (કલશમાં) કહેશે કે-“હું નરકમાં હોઉં તો પણ...' એમ જરી કહેશે. પણ એ તો ગતિમાત્રને ગૌણ કરવી છે ને? એટલે એ રીતે વાત કરી છે. દેવોના ચાર નિકાય (સમૂહ) છે: (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) કલ્પવાસી.' આ ચાર ગતિના જીવોના ભેદોના ભેદ લોકવિભાગ નામના પરમાગમમાં જોઈ લેવા. અહીં (આ પરમાગમમાં) આત્મસ્વરૂપના નિરૂપણમાં અંતરાયનો હેતુ થાય તેથી સૂત્રકર્તા પૂર્વાચાર્ય મહારાજે (તે વિશેષ ભેદો) કહ્યા નથી.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #287 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ નિયમસાર પ્રવચન શ્લોક ૨૮: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન અહા! બે હજાર વર્ષ પર સં. ૪૯માં શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન સીમંધરસ્વામી પાસે ગયા હતા. ત્યાં આઠ દિવસ રહ્યા હતા, ને ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. તો, મૂળ ગાથા ભગવાન શ્રી કુંદકુંદાચાર્યની છે. જ્યારે એના પરની ટીકા દિગંબર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવની છે. તેઓ આજથી ૯૦૦ વર્ષ પહેલાં થયા હતા. આ કળશમાં ટીકાકાર મુનિરાજ કહે છેઃ (હે જિનેન્દ્ર !) દૈવયોગે હું સ્વર્ગમાં હોઉં....' અહાહા...પુણ્ય બાકી હોય ને હું સ્વર્ગમાં જાઉં તો, અહા! આ તો પંચમ આરાના મુનિ છે ને? માટે, તેઓ તો સ્વર્ગમાં જ ગયા છે, કેમકે અહીંથી મુક્તિ તો અત્યારે થતી નથી. તેથી કહે છે કેદૈવયોગે હું સ્વર્ગ હોઉં...” અહા ! ભાષામાં તો એમ જ કહેવાય ને? બાકી તેઓ તો આત્મામાં જ છે. અહા ! ધર્મી શુદ્ધદષ્ટિ પુરુષ તો જ્યાં હોય ત્યાં આત્મામાં જ છે. આત્મા શું કાંઈ સ્વર્ગલોકમાં છે? ના, એ તો નિજ ચૈતન્યલોકમાં જ છે. આ તો અહીં પર્યાયની (વિભાવવ્યંજનપર્યાયની) અપેક્ષાએ વાત છે. મુનિરાજે સ્વયં પહેલા (૨૭માં) કળશમાં કહ્યું હતું કે-જગતમાં હું (-સમયસાર) જ એક છું, મારી અપેક્ષાએ નિજ સમયસાર સિવાય અન્ય કાંઈ જ નથી. ત્યાં એ દ્રવ્ય અપેક્ષાએ કહ્યું હતું. અહો ! વીતરાગનો સ્યાદ્વાદ માર્ગ એની કથનપદ્ધતિ! કોઈ અલૌકિક છે. તો, કહે છે-હે નાથ ! આવી તિર્યંચાદિ ગતિની વાત તો મેં સાંભળી, ને મારા ખ્યાલમાં પણ એ ચાર ગતિ છે. તો, હે પ્રભુ! જો હું દૈવયોગે સ્વર્ગમાં હોઉં, જુઓ, અહીંયાં પહેલાં સ્વર્ગની વાત કરે છે, કેમકે મુનિરાજ તો અહીંથી દૈવયોગે-પ્રબળ પુણ્યના યોગ-સ્વર્ગમાં જ જવાના છે. વળી દેવલોકમાંથી નીકળીને પછી મનુષ્ય જ થશે. કહે છે આ મનુષ્યલોકમાં હોઉં...' અહા! પંચમ આરાના મુનિનો અત્યારે મોક્ષ તો છે નહિ. તેથી કહે છે-હું સ્વર્ગમાં હોઉં, કે મનુષ્યમાં હોઉં, ધર્મી આરાધક જીવને તો બે (દવ ને મનુષ્ય) જ ગતિ બાકી રહે છે, પણ નરક કે પશુ ગતિ હોતી નથી. એટલે પ્રથમ એ બે (દેવ ને મનુષ્ય ) ગતિની વાત કરી છે. હવે કહે છે-“ વિદ્યાધરના સ્થાનમાં હોઉં...' વૈતાલ પર્વતમાં વિધાધર છે ને? તો, કદાચિત્ પર્યાયની એવી સ્થિતિને કારણે ત્યાં ઉત્પન્ન થઈ ગયો હોઉં તો... , વળી, “જ્યોતિષ્ક દેવોના લોકમાં હોઉં?-કદાચિત મારી જ્યોતિષ લોકમાં ઉપસ્થિતિ હોય તો..., તથા, “નાગેન્દ્રના નગરમાં હોઉં....” નીચે અસુરકુમારાદિ છે ને? તો, કદાચ ત્યાં હોઉં તો..., નારકોના નિવાસમાં હોઉં...” –એ તો અપેક્ષાથી વર્ણન કર્યું છે હો. કે “જિનપતિના ભવનમાં હોઉં,.. જિનેન્દ્રોના શાશ્વત ભવનો છે તેમાં હોઉં તો... જુઓ, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક ને વૈમાનિક સ્વર્ગમાં શાશ્વત જિનમંદિરો છે. તેમાં વીતરાગ પરમેશ્વરની મૂર્તિ એવી હોય છે કે જાણે હુમણાં બોલશે.આવો શાસ્ત્રમાં પાઠ છે. શાશ્વત જિનમંદિરોમાં મણિરત્નની મહામનોહર પ્રતિમાઓ હોય છે, ને તે એવી દેખાય કે જાણે હમણાં બોલશે. અહા ! એવી સુંદર મનોજ્ઞ આકૃતિની તે હોય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #288 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૬-૧૭] ૨૭૩ છે. તો, એવા જિનભવનમાં હું કદાચિત્ ગયો હોઉં તો... , જુઓ, આમ કહીને આ બધું સિદ્ધ કર્યું કે આવું આવું બધું જગતમાં છે. તેમ જિનભવન પણ છેએમ જિનભવન સિદ્ધ કર્યા. કોઈ એમ કહે કે જિનભવન છે જ નહિ, દેવલોકમાં પણ જિનભવન ને જિનપ્રતિમા નથી તો એની એ જૂઠી વાત છે. ભાઈ, આ લોકમાં શાશ્વત જિનમંદિરો છે, ને અશાશ્વત જિનમંદિરો પણ છે. તેથી જે કોઈ તેનો નિષેધ કરે છે તેને સત્યાર્થ તત્ત્વની સંપ્રદાયના પક્ષમાં જે આવી જાય છે તેને સાચા તત્ત્વની ખબર રહેતી નથી. અહા ! શાશ્વત મંદિરો ઘણાં છે; અને તે એક-એક મંદિરમાં મણિરત્નની સુંદર ૧૦૮ જિનપ્રતિમાઓ છે. જેમ વીતરાગભાવ અનાદિનો છે, કેવળી અનાદિના છે, તેમ તેમની સ્થાપના પણ અનાદિની છે. અહા! કેવળજ્ઞાનનો વિરહુ જગતમાં કદી હોતો નથી. શું કીધું? ત્રણ કાળમાં ત્રણ કાળ-ત્રણ લોકને જાણનારનો કદી વિરહ્યું હોતો નથી. ત્રણ લોક જેમ અનાદિના છે, તેમ તેને જાણવાવાળા કેવળી પણ અનાદિના છે, અને એવી રીતે કેવળજ્ઞાનીનું પ્રતિબિંબ-જિનબિંબ પણ અનાદિનું છે. ભાઈ, આ વસ્તુસ્થિતિ છે. (કોઈ ન માને તેથી શું?). તો, કહે છે-“જિનપતિના ભવનમાં હોઉં...' પ્રશ્નઃ શું વીતરાગનું ભવન હોય? સમાધાનઃ હા, અંદર (ભવનમાં) જિનપ્રતિમા–વીતરાગની પ્રતિમા હોય છે તે અપેક્ષાએ તેને જિનપતિનું-વીતરાગનું ભવન કહેવામાં આવ્યું છે. અને એવાં ઘણાં જિનમંદિરો છે. આઠમો નંદીશ્વર દ્વીપ છે ને? ત્યાં મોટાં મોટાં બાવન જિનભવન છે, અને તેમાં મહારત્નોની નયનરમ્ય શાશ્વત જિનપ્રતિમાઓ છે. ઇન્દ્રો ને દેવો ત્યાં અષ્ટાત્ત્વિક ઉજવવા જાય છે. કારતક સુ. ૮ થી ૧૫, ફાગણ સુ. ૮ થી ૧૫, ને અષાડ સુ. ૮ થી ૧૫-આ દિવસોમાં ત્યાં જાય છે. પ્રશ્નઃ મહાવિદેહક્ષેત્રમાં શું એક જ મત પ્રવર્તે છે? સમાધાન: હા, ત્યાં આ એક જ મત છે. પરંતુ “દિગંબર' એવું નામ નથી. ત્યાં એક જૈનધર્મ જ (એવું નામ) છે; કેમકે બીજો કોઈ ધર્મ-મત જ ત્યાં નથી ને? અહા! આ એક જ ધર્મ અનાદિનો છે. અર્થાત્ જે સનાતન ધર્મ છે તે જ આ છે. તો, ત્યાં બીજાનાં મંદિરો પણ નથી. ત્રિલોકસારમાં પાઠ છે કે મહાવિદેહમાં એક જાતનાં મંદિરો છે, જિનમંદિરો જ છે, અને તેમાં ભગવાનની પ્રતિમાઓ કૃત્રિમ છે. જ્યારે બીજે શાશ્વત પ્રતિમાઓ છે. અહા ! ત્યાં (મહાવિદેહમાં) તો ભગવાન બિરાજે છે, પણ બધી જગાએ તો ભગવાન ન હોય, એટલે ઘણાં જિનમંદિરો ત્યાં પણ છે. પંડિત શ્રી બનારસીદાસજીએ વ્યવહારથી કહ્યું છે ને કે-“જિનપ્રતિમા જિનસારખી.' પરંતુ માણસને પક્ષ થઈ જાય એટલે તે સાચી વાતને પણ ઉડાવી દે છે, ને તેથી તેને સાચા તત્ત્વની ખબર રહેતી નથી. અરે પક્ષાંધપણું? પક્ષનું આંધળાપણું માણસને મારી નાખે છે. અહા ! આવી વાત ! અહીં કહે છે-હે નાથ ! હું “જિનપતિના ભવનમાં હોઉં કે અન્ય ગમે તે સ્થળે હોઉં, (પરંતુ) મને કર્મનો ઉદ્દભવ ન હો.' અહાહા...! જુઓ, આ ભવના અભાવની ભાવના! કહે છે-હું ગમે તે સ્થળે હોઉં, મને કર્મનો ઉદ્દભવ ન હો. અર્થાત્ ભવનું કારણ જે કર્મ-રાગ છે તે રાગની મને ઉત્પત્તિ ન હો એમ ભાવના ભાવે છે. હું તો મારી ચીજ જે એક જ્ઞાયકભાવસ્વરૂપ છે તેમાં જ સ્થિર થઈને રહું, અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #289 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪ [ નિયમસાર પ્રવચન મને વીતરાગતાની જ ઉત્પત્તિ હો એમ શાન્તિ અને સ્થિરતાની મુનિરાજ ભાવના કરે છે. સમજાય છે કાંઈ....? અહા ! આ ચાર ગતિનું (ગાથામાં) વર્ણન કર્યું છે એની ટીકાના સારરૂપે મુનિરાજે આવી અલૌકિક વાત કરી છે. એમ કે જે ચાર ગતિનું વર્ણન છે એ તો જાણવા માટે છે, પરંતુ આદરવા માટે તો મારો એક ભગવાન જ્ઞાયક જ છે કે જેના આશ્રયે મને સ્થિરતા અને વીતરાગી શાન્તિ પ્રગટ થશે. અહા! આ શાસ્ત્રના મહાન ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ દિગંબર સંત-મુનિવર હતા. તેઓ ૯૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. અહાહા...! શું દિગંબર સંતો ! આભના થોભ જેવા-આકાશના થાંભલા જેવા-શાસનના સ્થંભ, કેવળજ્ઞાનના જાણે થાંભલા પાડ્યા છે ને! અહો! સંતોની બલિહારી છે. અહીં કહે છે-હે પ્રભુ! હું ચાર ગતિમાં ગમે ત્યાં હોઉં, તોપણ મને કર્મની ઉત્પત્તિ ન હો, વિભાવની ઉત્પત્તિ ન હો, પણ સ્વભાવની ઉત્પત્તિ હો. અહા! હું તો આવો ને આવો-જેવો વર્તમાનમાં છું એવો-મારા જ્ઞાનભાવમાં જ રહું, મને શુદ્ધિ જ થાઓ, પણ અશુદ્ધિ ન થાઓ. લ્યો, મુનિરાજની આવી પ્રાર્થના છે, આવી ભાવના છે. કહે છે-હે નાથ! “મને કર્મનો ઉદ્દભવ ન હો, ફરી ફરીને આપના પાદપંકજની ભક્તિ હો.' હે નાથ! મને ફરી ફરીને વારંવાર આપના પાદપંકજની-ચરણકમળની ભક્તિ હો. અહા ! અશુભભાવ ન આવે ને વારંવાર વીતરાગ પરમેશ્વરની ભક્તિનો વિકલ્પ આવે એવું તો જ્ઞાનીને જ હોય છે. તેથી કહે છે કે-હે નાથ ! મને તો વારંવાર આપના ચરણકમળની ભક્તિ હો. એનો અર્થ જ એ છે કે- શુભભાવનો પણ અભાવ થઈ જશે, ને અલ્પકાળમાં મને પૂર્ણ શુદ્ધિ થઈ જશે. અહા ! શુદ્ધદષ્ટિવંત પુરુષને જ વીતરાગ પરમેશ્વરની સાચી ભક્તિ હોય છે. કેમકે અંદર નિશ્ચય હોય ત્યારે જ બહારમાં ભગવાનની ભક્તિનો વ્યવહાર હોય છે. બાકી બીજાને (અજ્ઞાનીને) ભગવાનની સાચી ભક્તિ હોતી નથી. શ્રી સમતભદ્રાચાર્યક્ત ચોવીસ ભગવાનની સ્તુતિમાં આવે છે ને? કે-(“હું જિન! સુર અસુર તુમ્હ પૂજ઼, મિથ્યાત્વી ચિત નહિં તુમ પૂજૈ.-શ્રી મહાવીર જિનસ્તુતિ.) હે નાથ ! મિથ્યાત્વી જીવ આપની ભક્તિ નહીં કરી શકે. કારણ કે એ રાગની રુચિવાળો છે. તે બહારથી જે ભક્તિ કરે છે તે ખરેખર તો રાગની જ ભક્તિ કરે છે. વીતરાગી ભગવાન પાસે ઊભો હોય ત્યારે પણ તેને અંદરમાં રાગની જ રુચિ હોય છે, તેથી તે રાગની જ ભક્તિ કરે છે. જ્યારે રાગથી રહિત હું અંદરમાં એક જ્ઞાયકભાવમાત્ર છું એમ નિજસ્વરૂપની ભક્તિ કરનારો તો એક વીતરાગી શુદ્ધદષ્ટિવંત સમ્યગ્દષ્ટિ જ હોય છે, અને તેને બહારમાં વીતરાગ સર્વજ્ઞદેવની ભક્તિનો ભાવ વારંવાર આવે છે. શ્લોક ૨૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ નરાધિપતિઓના અનેકવિધ મહા વૈભવોને સાંભળીને તથા દેખીને, હે જડમતિ, તું અહીં ફોગટ કલેશ કેમ પામે છે!' શું કહે છે? કે હે જીવ! દુનિયાની આ બધી અનુકૂળતા અને સાહ્યબી-વૈભવની વાત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #290 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૬–૧૭] ૨૭૫ સાંભળીને વા દેખીને જો તને એમ થયા કરે છે કે આ મને હોય તો ઠીક, તો તું જડમતિ છો, મૂર્ખ છો. અહા ! નરાધિપતિ અર્થાત્ રાજા; એનો બહારમાં જે વૈભવ છે એ તો જડ માટી-ધૂળ છે. છતાં એવા વૈભવોને સાંભળીને કે નજરે દેખીને તું એની અભિલાષ કરે છે તો તું જડમતિ છો, કેમકે એનાથી તો ફોગટ કલેશ જ થાય છે. અહા ! આવો વૈભવ મને હો એવા વાંછાના વિકાર ભાવથી તું ફોગટ દુઃખી થા' છો. જગતની અનુકૂળતાની સામગ્રી મને હો, હું બહારમાં (પ્રસિદ્ધિમાં) પડું, દુનિયા મને માને, ઓળખેએવી ઇચ્છા કરીને હું જડમતિ! તું ફોગટ દુઃખી થા” છો. તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે.' શું કીધું આ? કે એ બાહ્ય વૈભવો તું ઇચ્છા કરે તેથી પ્રાપ્ત થાય એમ તો છે નહિ. એ તો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. તો, પુણ્યભાવ-શુભભાવ તો કરવો જોઈએ ને? એમ વાત નથી બાપુ! આપણે શુભભાવ કરવો જોઈએ, કેમકે તેનાથી આપણને અનુકૂળ સામગ્રીની પ્રાપ્તિ થશે, લોકો આપણને માનશે, ને લોકોમાં આપણી ગણતરી થાશે-એમ તો અજ્ઞાની માને છે ભાઈ ! અહીં કહે છે કે એ તો પૂર્વના પુણ્ય હોય તો બાહ્ય વૈભવો પ્રાપ્ત થયા છે, કાંઈ તારી ઇચ્છાથી તે પ્રાપ્ત થાય છે એમ છે નહિ. તે (પુણ્યોપાર્જનની) શક્તિ જિનનાથના પાદપદ્મયુગલની પૂજામાં છે.' અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની અર્થાત પોતાના એક જ્ઞાયકસ્વભાવી શુદ્ધાત્માની જેને અંતરંગમાં શ્રદ્ધા થઈ હોય તેને ત્યારે ભગવાન જિનેન્દ્રદેવની ભક્તિનો ભાવ આવે છે, અને એ ભક્તિના ભાવમાં એવા એવા વૈભવોની પ્રાપ્તિની તાકાત છે એમ કહે છે. પરંતુ તું ઇચ્છે કે આ વૈભવ મને મળે તો તે પ્રાપ્ત થાય એમ છે નહીં. તેમજ પુણ્ય કરું તો આ વૈભવ મને મળે એવી જે તારી ઇચ્છા છે એ તો અજ્ઞાનભાવ છે, મિથ્યાત્વભાવ છે. તો, કહે છે-હે જડમતિ!જુઓ, અહીં એને જડમતિ કહ્યો છે. પ્રશ્ન: એ જડમતિ છે એટલે કહ્યો છે કે પછી...? સમાધાનઃ તે એવો (-જડમતિ) છે, ને એવો કહ્યો છે. દુનિયાની સભામાં નરપતિ બેઠો હોય તો તેને જોઈને અજ્ઞાની કહે કે-અહો ! આવું આપણને હોય તો ઠીક. તો, એ બધા બહારના વૈભવોની અભિલાષા મિથ્યાષ્ટિને હોય છે, અને તેથી એને જડમતિ કહ્યો છે, કેમકે તેને નિજ ચૈતન્યનું ભાન નથી, એને ચૈતન્યસ્વરૂપની અંતરમાં જાગૃતિ નથી. ભાઈ, અંતરંગમાં પોતાનો જે વીતરાગસ્વભાવી ભગવાન આત્મા છે તેની તને જો દષ્ટિ હોય, તેની તને જો રુચિ હોય તો આવી જડમતિ તને ઉત્પન્ન થાય નહિ. અહાહા...! અંતરમાં અનંતગુણની ઋદ્ધિ અને રિદ્ધિથી ભરપૂર ભરેલો ભગવાન આત્મા છે, તો એ અંતરના આત્મવૈભવની જો દષ્ટિ અને રુચિ હોય તો, પુણ્ય કરું, શુભભાવ કરું, ને એનાથી મને વૈભવ મળશે એવી જડમતિ તને ઉત્પન્ન થાય નહિ એમ કહે છે. અહા ! કર્તાની વાત ૧૦મી ગાથામાં કહેશે ને? તેથી તેના ઉપોદઘાત તરીકે આ શ્લોક અહીં લીધો છે. જો તને એ જિનપાદપદ્મની ભક્તિ હોય, તો તે બહુવિધ ભોગો તને (આપોઆપ ) હશે.” અહાહા..! લ્યો, કહે છે-એ વૈભવ તો, ભગવાનની પૂજા-ભક્તિના ભાવમાં સહેજે આવીને મળશે. પણ તું માગણી કરીશ તો હું જડમતિ! તને નહિ મળે. જુઓને, આ કેટલાક ધર્મના નામે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #291 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૬ [નિયમસાર પ્રવચન પણ બહાર પડવા, બહારમાં મોટા ગણાવા ને માન મેળવવા પ્રયત્ન કરે છે ને? પણ દુનિયામાં પ્રસિદ્ધિ કેમ થાય, લોકો કેમ ઓળખે ને મારી ગણતરી કેમ ગણાય-એવી બહારની ઇચ્છાપૂર્વક પ્રયત્ન કરનારા, કહે છે, બધા મૂઢ મિથ્યાદષ્ટિ છે. અહા! મુનિરાજને અંતરમાં પ્રચુર આનંદના સંવેદન સહિત નિજ વૈભવ પ્રગટ થયો છે. તો, કહે છે –ભગવાન! તારો આનંદ તો તારી પાસે છે ને ? તારો વૈભવ તો તારી પાસે છે ને? છતાં, અરેરે ! આવા ચૈતન્યના અતીન્દ્રિય આનંદના વૈભવની રુચિ ને એકાગ્રતા છોડીને તને આવા જડ વૈભવની અભિલાષ છે! તું જડમતિ છો, અજ્ઞાની મિથ્યાષ્ટિ છો એમ કહે છે. અહા ! શુભભાવ કરીને તેના કર્તા થવું, ને તેના ફળ તરીકે મને બહારના વૈભવની અનુકૂળ સામગ્રી મળશે એમ અભિલાષા કરવી એ મિથ્યાષ્ટિપણું છે. અરે ! કેટલાક તો એનાથી (શુભભાવથી) ધર્મ થશે એમ પણ માને છે. અહા ! એ તો ભારે ઠગાયા છે. ધર્મના નામે એ ઠગાયા છે. સમજાણું કાંઈ...? પ્રશ્નઃ એને કોણે ઠગ્યો છે? સમાધાન: એણે પોતે જ પોતાને ઠગ્યો છે. જ્યાં (શુભભાવને ધર્મ માનતાં) નુકસાન જ નુકસાન છે ત્યાં એ લાભ માને છે. આવો તે દંભી છે, માયાચારી છે. ભારે આકરી વાત! તો, બાપુ! બાહ્ય વૈભવની જે ઇચ્છા કરે છે, ને એવા ઇચ્છાના ભાવથી મને લાભ થાય છે એમ જે માને છે તે મહામૂઢ છે. અહા! એ વૈભવો તો, અહીં કહે છે, ભગવાનના ચરણકમળની પૂજા-ભક્તિનો ભાવ હોય તો સહેજે (આપોઆપ ) મળે છે. પરંતુ એવો (ભક્તિનો) ભાવ કોને હોય? શુદ્ધદષ્ટિ સમ્યગ્દષ્ટિને, જ્ઞાનીને. અહા ! જેને એક નિજ શુદ્ધાત્માની જ અભિલાષા છે, શુદ્ધ ચૈતન્યસ્વરૂપની જ જેને રુચિ ને ભાવના છે, તેને જ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની પૂજા-ભક્તિનો ભાવ હોય છે, અને તેને એ ભાવમાં આવ વૈભવો સહેજે-તેની મેળે-મળી રહે છે, તે મેળવવા પડતા નથી. જુઓને, આ દુનિયાના લોકો માન માટે કેવા-કેવા જલસા ઉડાવે છે? પાંચ-પચીસ માણસોને તૈયાર કરે, ને કહે–આવું મોટું મહાન કામ અમે કર્યું તો મોટી સભા ભરીને અમારી કદર કરો, અમારું સન્માન કરો, અભિનંદન કરો. બહારથી તો તે ના પાડ હતું, પણ અંદર ગલગલિયાં થતા હોય છે. પણ પ્રભુ! તારી કદર તું કર ને? અહાહા...! અંદર અનંત ગુણસ્વભાવોની રિદ્ધિ ભરી છે તો તારું અભિનંદન તું કર ને? અર્થાત્ ત્યાં એકાગ્ર થઈને પ્રસન્ન-આનંદિત-અભિનંદિત થા ને? તારું અભિનંદન કરનાર આ દુનિયા કોણ ? શું એ મૂર્ખ, પામર પ્રાણીઓ તારું અભિનંદન કરી શકે? અરે ! મિથ્યાત્વના અંકુરા તને છે! તું મૂઢમતિ છો !—આમ અહીં કહે છે. અહા! શુભભાવ કરીએ છીએ એમાં ખોટું શું કરીએ છીએ? વળી, એ પુણ્યભાવ કરતાં બાહ્ય અનુકૂળતા પણ મળશે. તેથી એમાં કાંઈ ખોટું નથી એમ માનીને એ મિથ્યાત્વને પોષે છે. છતાં માને છે કે મને લાભ થાય છે. અહીં કહે છે-ભાઈ, નિજસ્વભાવની દષ્ટિ જો તને થઈ હોય તો એવાં પુણ્ય તો તને સહેજે થઈ જશે. અહા! જિનેન્દ્રની ભક્તિનો ભાવ કે જે વૈભવનું કારણ છે તે તને સહેજે થઈ જશે, સહજપણે જ આવશે. (કર્તા થયા વિના સહુજ જ આવશે). હવે, એના કર્તાપણાની વાત ૧૮મી ગાથામાં કહેશે. એ પહેલાં અહીં કળશમાં ઉપોદઘાત કીધો. એ તો ટીકાકારની (શ્રી પદ્મપ્રભમલધારિદેવની) એવી શૈલી છે. શ્રી અમૃતચંદ્રાચાર્યની પણ એવી જ શૈલી રહી છે કે આગળની ગાથામાં જે કહેવું હોય તે વાત કહેવાનું પહેલાં શરૂ કરી દે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #292 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૮] ગાથા - ૧૮ कत्ता भोत्ता आदा पोग्गलकम्मस्स होदि ववहारो। कम्मजभावेणादा कत्ता भोत्ता दु णिच्छयदो।।१८।। આત્મા કરે, વળી ભોગવે પુદ્ગલકરમ વ્યવહારથી; ને કર્મભનિત વિભાવનો કર્તાદિ છે નિશ્ચય થકી. ૧૮. અન્વયાર્થ- [ માત્મા] આત્મા [પુનિર્મળ:] પુદ્ગલકર્મનો [ર્તા ભોકર્તા-ભોક્તા [ વ્યવહારત] વ્યવહારથી [ ભવતિ] છે [1] અને [ માત્મા] આત્મા [ર્મનમાવેન] કર્મજનિત ભાવનો [ કર્તા ભો] કર્તા-ભોક્તા [ નિશ્ચયત:] (અશુદ્ધ ) નિશ્ચયથી છે. ટીકા - આ, કર્તુત્વ-ભોક્નત્વના પ્રકારનું કથન છે. આત્મા નિકટવર્તી અનુપચરિત અસભૂત વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્તા અને તેના ફળરૂપ સુખદુ:ખનો ભોક્તા છે, અશુદ્ધ નિશ્ચયનયથી સમસ્ત મોહરાગદ્વેષાદિ ભાવકર્મનો કર્તા અને ભોક્તા છે, અનુપચરિત અસભૂત વ્યવહારથી (દહાદિ) નોકર્મનો કર્તા છે, ઉપચરિત અસદભૂત વ્યવહારથી ઘટ-પટશકટાદિનો (ઘડો, વસ્ત્ર. ગાડું ઇત્યાદિનો) કર્તા છે. આમ અશુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું. [ હવે ૧૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોકો કહે છે] (મતિની). अपि च सकलरागद्वेषमोहात्मको यः परमगुरुपदाब्ज द्वन्द्वसेवाप्रसादात्। सहजसमयसारं निर्विकल्पं हि बुद्धा स भवति परमश्रीकामिनीकान्तकान्तः।।३०।। [શ્લોકાર્ચ- ] સકળ મોહરાગદ્વેષવાળો જે કોઈ પુરુષ પરમ ગુરુના ચરણકમળયુગલની સેવાના પ્રસાદથી નિર્વિકલ્પ સહજ સમયસારને જાણે છે, તે પુરુષ પરમશ્રીરૂપી સુંદરીનો પ્રિય કાન્ત થાય છે. ૩૦. (અનુપુમ) भावकर्मनिरोधेन द्रव्यकर्मनिरोधनम्। द्रव्यकर्मनिरोधेन संसारस्य निरोधनम्।।३१।। [શ્લોકાર્ચ- ] ભાવકર્મના નિરોધથી દ્રવ્યકર્મનો વિરોધ થાય છે; દ્રવ્યકર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે. ૩૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #293 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮ [નિયમસાર પ્રવચન (वसंततिलका) संज्ञानभावपरिमुक्त विमुग्धजीवः कुर्वन् शुभाशुभमनेकविधं स कर्म। निर्मुक्तिमार्गमणुमप्यभिवाञ्छितुं नो जानाति तस्य शरणं न समस्ति लोके ।। ३२।। [श्लोअर्थ:- ] 8 94. सभ्यानमा२हित विभुध (भोडी, प्रान्त) छे, ते ७५ शुभाशुम અનેકવિધ કર્મને કરતો થકો મોક્ષમાર્ગને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નથી; તેને લોકમાં (કોઈ) श२४॥ नथी. ३२. ( वसंततिलका) यः कर्मशर्मनिकरं परिहृत्य सर्वं निःकर्मशमनिकरा मृतवारिपूरे। मजन्तमत्यधिक चन्मयमेकरूपं स्वं भावमद्वयममुं समुपैति भव्यः ।।३३।। [दार्थ:- ] 8 समस्त भनित सुपसमूहने परि६३ छ, ते भव्य पुरुष निर्भ સુખસમૂહુરૂપી અમૃતના સરોવરમાં મગ્ન થતા એવા આ અતિશયચૈતન્યમય, એકરૂપ, અદ્વિતીય નિજ मापने पामे छे. 33. ( मालिनी) असति सति विभावे तस्य चिन्तास्ति नो नः सततमनुभवामः शुद्धमात्मानमेकम्। हृदयकमलसंस्थं सर्वकर्मप्रमुक्तं न खलु न खलु मुक्तिर्नान्यथास्त्यस्ति तस्मात्।।३४।। [श्लोार्थ:- ] (समा२सात्मस्वभावमi) विमा असत् छोपाथी तेनी अभने यिं नथी; અમે તો હૃદયકમળમાં સ્થિત, સર્વ કર્મથી વિમુક્ત, શુદ્ધ આત્માને એકને સતત અનુભવીએ છીએ, કારણ કે અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી જ, નથી જ. ૩૪ (मालिनी) भविनि भवगुणाः स्युः सिद्धजीवेपि नित्यं निजपरमगुणाः स्युः सिद्धिसिद्धाः समस्ताः। व्यवहरणनयोयं निश्चयान्नैव सिद्धि न च भवति भवो वा निर्णयोऽयं बुधानाम्।।३५।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #294 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૮] ૨૭૯ [શ્લોકાર્ચ- ] સંસારીમાં સાંસારિક ગુણો હોય છે અને સિદ્ધ જીવમાં સદા સમસ્ત સિદ્ધિસિદ્ધ (મોક્ષથી સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયેલા) નિજ પરમગુણો હોય છે-આ પ્રમાણે વ્યવહારનય છે. નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ અને સંસાર પણ નથી જ. આ બુધ પુરુષોનો નિર્ણય છે. ૩૫. ગાથા ૧૮: ટીકા ઉપરનું પ્રવચન: આ, કર્તૃત્વ-ભોક્નત્વના પ્રકારનું કથન છે.” શું કીધું? અહા! અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવને કર્તૃત્વ ને ભોસ્તૃત્વ કઈ રીતે છે તેનું આ કથન છે. તો, કહે છે આત્મા નિકટવર્તી અનુપચરિત અસભૂત વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્તા અને તેના ફળરૂપ સુખદુ:ખનો ભોક્તા છે....” કર્મો દૂર નથી નજીકમાં એકત્રાવગાહે રહે છે, તેથી તેને “નિકટવર્તી' કહ્યા છે. વળી તેઓ જીવની (સંસારાવસ્થામાં) સાથે ને સાથે રહે છે, અર્થાત્ તેઓ સદા-કાયમ સંબંધમાં રહે છે, એટલે અનુપચરિત છે. પરંતુ તેઓ જીવથી અત્યંત જુદી ચીજ છે-જીવની પર્યાયમાં પણ કર્મ નથી, બહાર છે એટલે “અસભૂત” છે, અને એ નિમિત્ત-પરવસ્તુ છે માટે “વ્યવહાર” છે. આમ અજ્ઞાની નિકટવર્તી અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્તા અને તેના ફળરૂપ સુખદુઃખનો ભોક્તા છે. અહીં ! ખરેખર તો એ કર્મનો અજ્ઞાની કર્તા-ભોક્તા નથી, પણ અસભૂત વ્યવહારનયથી ઉપચાર વડે તેને કર્તાભોક્તા કહેવામાં આવે છે. શું કીધું? કે અજ્ઞાનભાવે પણ આત્મા જડ કર્મનો કર્તા નથી, પણ અસદભૂત વ્યવહારનયે તેને કર્તા કહેવામાં આવે છે. અને એ કર્મનું ફળ જે આ સ્ત્રી, કુટુંબ-પરિવાર, આબરું, ધન આદિ આવે છે તેને આત્મા ભોગવે છે એમ કહીએ તે પણ અસદ્દભૂત વ્યવહારનયથી (ઉપચારમાત્ર) છે; કેમકે તેને ખરેખર આત્મા ભોગવતો નથી. પરંતુ વિકારના ભોગવવામાં તે નિમિત્તપણે છે તેથી તેને અસભૂત વ્યવહારનયે ભોગવે છે એમ આરોપથી કહેવામાં આવે છે. આ લોકો નથી કહેતા કે આને બાદશાહી છે, એને હામ, દામ, ને કમ-બધુંય છે એમ લોકો કહે છે ને? પ્રશ્ન: પણ એને એ બધુંય હોય છે એટલે કહે છે ને? સમાધાનઃ એને શું હોય છે? એને હોય છે એટલે કે અજ્ઞાની એ પદાર્થોને પોતાના માને છે. બાકી એને એ કાંઈ હોય છે ક્યાં? એનામાં એ ચીજો ક્યાં હોય છે? એ બહારની ચીજો એના દ્રવ્યપર્યાયમાં ક્યાં આવી ગઈ છે? એ ચીજો તો એના રાગને ભોગવવામાં નિમિત્ત છે બસ. તેથી એને (અજ્ઞાનીને) એ ચીજોનો નિકટવર્તી અનુપચરિત અસભૂત વ્યવહારનયથી ભોક્તા કહેવામાં આવે છે. એ ચીજો એનામાં નથી માટે અસદ્દભૂત છે ને તે બધી નિમિત્ત-પરવસ્તુ છે માટે વ્યવહાર છે. આવી વાત છે બાપુ! સમજાણું કાંઈ...? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #295 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮O [ નિયમસાર પ્રવચન હવે કહે છે-“અશુદ્ધ નિશ્ચયનયથી સમસ્ત મોહરાગદ્વેષાદિ ભાવકર્મનો કર્તા અને ભોક્તા છે , –આ અજ્ઞાનીની વાત છે હોં. પ્રશ્નઃ અશુદ્ધ નિશ્ચયનયથી એટલે શું? સમાધાનઃ મોહરાગદ્વેષાદિ એની પર્યાયમાં થાય છે માટે નિશ્ચય છે. (નિશ્ચય=એની પર્યાયમાં છે), અને તે મલિન છે માટે અશુદ્ધ છે. તો, એવા મલિન સમસ્ત મોહરાગદ્વેષાદિ અર્થાત્ સમસ્ત મિથ્યાત્વ અને શુભાશુભભાવ આદિ ભાવકર્મનો અજ્ઞાની અશુદ્ધ નિશ્ચયનયથી કર્તા છે. ભાઈ, એ શુભાશુભ વિકલ્પનું કરવુંકરવાપણું એ તો દષ્ટિ મિથ્યા છે. અહા! જેની દષ્ટિ મિથ્યા હોય તે કર્તા થાય છે. અહા! અજ્ઞાની તો શુભભાવ કરે છે, ને અશુભભાવ પણ કરે છે, ને માને છે કે એ શુભ-અશુભ રાગ આપણે કરવા જોઈએ. એમાં શું નુકશાન છે? આ એની દષ્ટિ મિથ્યા છે. (કમકે રાગનું કરવાપણું એ કાંઈ આત્માનું નિજસ્વરૂપ નથી). અહીંયાં “સમસ્ત” શબ્દ છે ને? મતલબ કે શુભભાવના જે ઘણા પ્રકાર છે તેમાંનો કોઈપણ પ્રકારનો શુભભાવ હોય, અને અશુભભાવના જે ઘણા પ્રકાર છે તેમાંનો કોઈપણ પ્રકારનો અશુભભાવ હોય, તોપણ તે નુકશાનકારી જ છે એમ કહે છે. છતાં, અરે ! અજ્ઞાની એનો કર્તા થાય છે. ભારે વાત ભાઈ ! આ ધર્મના પુસ્તકો બનાવું, મંદિરો બંધાવું, ને પ્રભાવનાના કાર્યમાં રોકાઉં, કેમકે એ ભાવમાં લાભ છે,-અહા ! એવી માન્યતા એ બધો મિથ્યાત્વભાવ છે. બહુ આકરી વાત બાપા! પણ મારગ આવો છે ભાઈ, હોં. અહા! “સમસ્ત' શબ્દ વાપર્યો છે ને? એટલે અમુક શુભાશુભભાવનો કર્તા ને અમુક શુભાશુભભાવનો કર્તા નહીં-એમ નહિ; પણ જે કોઈ શુભાશુભ વિકલ્યો છે તે બધાયનો અજ્ઞાની અશુદ્ધ નિશ્ચયથી કર્તા છે. અર્થાત્ અજ્ઞાની અશુદ્ધ નિશ્ચયથી પુણ્ય-પાપરૂપ સઘળાય વિકલ્પોની વૃત્તિઓનો રચનારો છે, અને તે બંધનું કારણ છે. તેમ જ તેનો-હુરખશોકનો-તે ભોક્તા પણ છે. આ હરખ આવે છે ને? શુભભાવ કરવામાં એને હોંશ આવે છે, એમાં એને આનંદ-મઝા આવે છે. તો, એ હરખનો-દુ:ખનો તે ભોક્તા થાય છે. પ્રશ્ન: ભાવકર્મ એટલે દુઃખ? સમાધાનઃ હા, ભાવધર્મ એટલે દુઃખ. ભાવકર્મ બંધરૂપ ને બંધનું કારણ છે માટે દુઃખરૂપ છે. અહા ! સમાધિશતકમાં (ગા. ૧૯માં) તો એમ કહ્યું છે કે હું બીજાને સમજાવું, ને બીજાથી હું સમજું-એ પાગલપણું છે. મારગ આવો છે બાપા! અહા ! વીતરાગ નિર્વિકલ્પ એવો આત્મા કોને સમજાવે? ને તે કોનાથી સમજે ? પ્રશ્ન: ભગવાન તો દિવ્યધ્વનિ દ્વારા સમજાવે છે? સમાધાન: એ તો વ્યવહારથી એમ કહેવાય છે, બાકી દિવ્યધ્વનિ ક્યાં ભગવાનની છે? અને એ વાણીથી કોણ સમજે? બહુ આકરી વાત ભાઈ ! એ તો સમજવાવાળો પોતાની (જ્ઞાનની) પર્યાયથી સમજે છે, વાણીથી-નિમિત્તથી નહિ. વળી સાંભળવા કાળે તે (જ્ઞાનની) પર્યાય થઈ એ તો પરલક્ષી જ્ઞાન છે. અહા! એ પરલક્ષી જ્ઞાનનો તું કર્તા થા એ બંધનું કારણ છે. સમજાય છે કાંઈ....? બહુ આકરી વાત પ્રભુ ! અહા ! (આનંદધનજીકૃત) અનંતનાથ ભગવાનના સ્તવનમાં આવે છે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #296 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૧ ગાથા-૧૮] “ધાર તલવારની સોહવલી, દોહ્યલી ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.” અહા ! દેવો પણ ભગવાનની સેવા-આજ્ઞામાં અર્થાત્ આત્માની સેવામાં રહી શકતા નથી. ભગવાનની સેવા એટલે આત્માની સેવા હોં. પણ અજ્ઞાની તો, અમે પરની સેવા કરીએ છીએ, પરને સુખ પમાડીએ છીએ, પરને સુધારવામાં અમારો હાથ છે-આવું માને છે. પરંતુ એ તો એનો મિથ્યા ભ્રમ છે; કેમકે બીજાનાં કામ કોણ કરી શકે છે? એ તો મફતમાં રાગનો કર્તા થાય છે. અહા ! આમ અજ્ઞાની અશુદ્ધ નિશ્ચયનયે મોહરાગદ્વેષાદિનો કર્તા ને ભોક્તા થાય છે. અહા ! આ શુભભાવથી અમને લાભ છે, અને એ ભાવ વડે અમે પ્રભાવનાનાં કામ કરીએ છીએ એમ એ અજ્ઞાની માને છે, પણ એ તો એનો મિથ્યા ભ્રમ છે. ઝીણી વાત ભાઈ ! અહા ! આ નિયમસાર છે ને? તોનિયમસાર એટલે મોક્ષમાર્ગ, અને એનાથી વિપરીત-વિરુદ્ધ ભાવ શું છે તે અહીં બતાવ્યું પ્રશ્નઃ દાન કરતી વેળાએ અજ્ઞાનીને મિથ્યાત્વભાવ તો છે, સાથે શું તે અશુભભાવ પણ કરે છે? સમાધાનઃ હા, મિથ્યાત્વ તો અશુભ છે જ, સાથે માન-સન્માન ને મોટાઈના હેતુએ જો તે દાન કરે છે તો તેય અશુભ અર્થાત્ પાપભાવ છે. અરે ! એણે પોતાને છેતર્યો છે. ધર્મના નામે પણ એણે પોતાને છેતર્યો જ છે. પ્રશ્નઃ આ ગાથા ખાસ આમાં (આ અધિકારમાં) કેમ નાખી છે? સમાધાન: કેમકે આ જીવ અધિકાર છે ને? તેથી, જીવની વિકારી પર્યાયોનું કર્તા-ભોક્તાપણું અજ્ઞાન છે એમ અહીં સિદ્ધ કરવું છે. કોઈ જીવ એમ માને કે રાગાદિ કરવાનો મારો અધિકાર છે. ને ગનાં ફળ ભોગવવાનો મારો અધિકાર છે અર્થાત્ આ માનેલી કલ્પનાનો-સુખદુ:ખનો-હું ભોક્તા છું એમ કોઈ માને તો, તે મિથ્યાત્વભાવ છે, તેથી મિથ્યાત્વની પુષ્ટિ થાય છે. એ વાત અહીં સ્પષ્ટ બતાવવાનું પ્રયોજન છે. હવે કહે છે-“અનુપચરિત અસદ્દભૂત વ્યવહારથી (દાદિ) નોકર્મનો કર્તા છે....' દ્રવ્યકર્મ નિકટવર્તી છે ને? તેમ શરીર-નોકર્મ નિકટવર્તી નથી, તેથી આમાં “નિકટવર્તી” શબ્દ કાઢી નાખ્યો છે. પણ શરીર એકત્રાવગાહે છે, તો કહે છે-તે “અનુપચરિત” છે. વળી શરીર જડ અચેતન છે, ચેતન નથી, અને તે શરીર ચેતન આત્મામાં–તેની પર્યાયમાં પણ નથી, ભિન્ન છે, માટે અસદ્દભૂત” છે. વળી તે નિમિત્ત-પરવસ્તુ છે માટે “વ્યવહાર” છે. તો દેહાદિની ક્રિયાનો-તે હાલેચાલે તેનો, ને વાણી બોલાય છે તેનો-કર્તા અજ્ઞાનીને અનુપચરિત અસભૂત વ્યવહારનયથી (ઉપચારથી) કહેવામાં આવે છે. હવે બીજા જે ઘટ-પટ છે ને? એની વાત કરે છે. એ ઘટ-પટ એટલે આ બધું-ઘડો, વસ્ત્ર, પુસ્તક, મંદિર ઇત્યાદિ તો, કહે છે – ઉપચરિત અસદભૂત વ્યવહારથી ઘટ-પટ-શકટાદિનો (ઘડો, વસ્ત્ર, ગાડું ઇત્યાદિનો) કર્તા છે.' એ બધા દૂર ક્ષેત્રે છે ને? એટલે “ઉપચરિત–ઉપચાર છે. કર્મ ને દેહાદિ નજીક છે. કર્મ તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #297 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨ [ નિયમસાર પ્રવચન તદ્દન નિકટવર્તી છે, કેમકે કર્મ તો એક સમય માટે પણ કદી છૂટયાં નથી. જ્યારે દેહાદિ છૂટી જાય છે, ને નવાં આવે છે, તો પણ એ એકક્ષેત્રે નજીક છે. જ્યારે આ બધી ચીજો દૂર ક્ષેત્રે છે તેથી “ઉપચરિત' છે. તો, કહે છે-અજ્ઞાની ઉપચરિત અસદ્દભૂત વ્યવહારથી ઘટ-પટ-શકટાદિનો કર્તા છે. આ મકાન, પુસ્તક, એરોપ્લેન, રોકેટ ઇત્યાદિનો કર્તા અજ્ઞાનીને ઉપચારથી-જૂઠી નિમિત્તદષ્ટિથી-કહેવામાં આવે છે. અર્થાત્ અજ્ઞાનીને ઘડાદિનો કર્તા જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. ભાઈ, ખરેખર જીવ ઘટ-પટાદિનો કર્તા છે નહિ. આ વસ્ત્ર મેં બનાવ્યું, ને પુસ્તક મેં બનાવ્યું ને મકાન મેં બનાવ્યું-એમ છે નહિ; પણ એમ અજ્ઞાની જૂઠું માને છે. તો એ ચીજો થવા કાળે અજ્ઞાનીના વિકલ્પને નિમિત્ત જાણીને તેણે એ ચીજો કરી એમ ઉપચારથી કહેવામાં આવે છે, અને તે ઉપચરિત અસદ્દભૂત વ્યવહારનય છે. આવી ભારે વાતુ! હવે કહે છે-“આમ અશુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું.” જુઓ, આમાં અશુદ્ધ જીવની જ વ્યાખ્યા છે એમ કહે છે. અશુદ્ધ જીવ નામ સંસારી અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવની આમાં વ્યાખ્યા છે. સમજાણું કાંઈ....? શ્લોક ૩૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન સકળ મોહરાગદ્વૈષવાળો જે કોઈ પુરુષ પરમ ગુરુના ચરણકમળયુગલની સેવાના પ્રસાદથી....' અાહા...કહે છે-ભલે એ મિથ્યાત્વ ને રાગદ્વેષ હો, તોપણ એવો પુરુષ પરમ ગુરુના ચરણકમળની સેવાના પ્રસાદથી આત્માનું જ્ઞાન પામી જાય છે, સમ્યજ્ઞાન પામી જાય છે. અહા ! એમ કહીને શું કીધું? કે સંતો-ગુરુવરો એને નિર્વિકલ્પ ચિત્માત્ર સ્વરૂપ આત્માના અનુભવ વડ સઘળું કર્તાપણું ને ભોક્તાપણું છોડી દેવાની રીત બતાવે છે, ને તેને એ અનુસરે છે. સમજાણું કાંઈ....? પરમ ગુરુના ચરણકમળયુગલની સેવા”—એ તો બહારની વાત થઈ. પણ અંદરમાં એનો અર્થ એવો છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે વ્યાખ્યા કરે છે એવા મોક્ષમાર્ગ બતાવનાર ગુરુની એ અંતરમાં પ્રમોદ લાવીને દેશના પ્રાપ્ત કરે છે. શું? કે પ્રભુ! તારો ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ અંદર નિત્ય પૂર્ણાનંદસ્વરૂપે બિરાજે છે. તો, તું ત્યાં દષ્ટિ કર, તેનું જ્ઞાન કર ને તેમાં સ્થિર થા, તને પરમ આનંદ થશે. જુઓ, આવો પરમ ગુરુનો ઉપદેશ હોય છે હોં, અને તેને તે અંગીકાર કરે છે. પ્રશ્ન: તો, ગુરુને માનવા તો ખરા ને? સમાધાન: એ તો એવો વિકલ્પ આવે છે ને હોય છે એટલું જ. પણ અહીં એ નથી કહેવું. અહીં તો વિશેષ એ કહેવું છે કે ગુરુઓનો ઉપદેશ આવો હોય છે. અહા! ગુરુનો ઉપદેશ તો એને કહીએ કે જે આત્મા પ્રતિ નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન ને સ્થિરતામાં ઢાળે. બાકી વ્રત-તપ-ભક્તિ આદિ પુણ્યના પરિણામ કરો, ને એનાથી પરંપરા લાભ થશે-એમ પુણ્યથી ધર્મ થવાનું બતાવે તે ગુય નહિને એ સાચો ઉપદેશ પણ નહિ એમ કહે છે. અહાહા...! કહે છે-“પરમ ગુરુના ચરણકમળયુગલની સેવાના પ્રસાદથી..' આ નિમિત્તથી કથન છે હો. એ તો સમયસારમાં (પાંચમી ગાથામાં) પણ કહ્યું છે ને કે-અમારા ગુરુએ મહેરબાની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #298 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૨૮૩ ગાથા-૧૮ ] કરીને અમને જે શુદ્ધાત્માનો ઉપદેશ દીધો એનાથી અમારા નિજવૈભવનો જન્મ છે. પાછો શિષ્ય કેવો ? તે કદી એમ ન વિચારે કે ગુરુ તો કહ્યા કરે, આપણે તો શક્તિ હોય તેમ કરીએ. અત્યારે પંચમ કાળ છે, તો વ્રત-તપ-ભક્તિ કરીએ તોય ઘણું છે. શિષ્ય આમ ન વિચારે અને જો વિચારે તો તે શિષ્ય જ નથી. ભાઈ, ગુરુની દેશનાથી જે વિપરીત વિચારે એને તો ગુરુના સ્વરૂપની ખબર નથી. અહા! સાંભળનારો શિષ્ય પણ કેવો હોય છે? તે પ્રસન્નચિત્ત થઈ વિચારે છે કે અહો! અમારા ૫૨મ ગુરુએ આવો (શુદ્ધાત્માનો ) ઉપદેશ આપ્યો! અહા! અમને અંદરમાં ઠરવાની વાત કરી! શું કીધું ? કરવાની નહિ પણ ઠરવાની વાત ગુરુએ કરી હતી. આમ શિષ્ય અંદર ઉલ્લસિત થાય છે હોં. અહા! કરવાની (મિથ્યાદષ્ટિની) વાત તો ૧૮મી ગાથામાં આવી ગઈ. અને એ તો સત્ય ઉપદેશ પામ્યા વિના અનાદિથી કરે જ છે. તો, હવે અહીં કહે છે-સકળ મોહરાગદ્વેષવાળો હો તોપણ...અહા ! ભાષા તો જુઓ ! એમ કે પહેલાં ( ૧૮મી ગાથામાં ) જેવો કહ્યો તેવો અશુદ્ધ મિથ્યાદષ્ટિ હો તો પણ, ૫૨મ ગુરુના ચરણકમળની સેવાના પ્રસાદથી તે આત્મજ્ઞાન પામે છે. એટલે કે ગુરુએ જે ઉપદેશ દીધો એ એણે ઉલ્લાસથી અંગીકાર કર્યો છે. ગુરુની વાત એણે અંતરથી માની છે. લ્યો, આ ગુરુની સેવાનો પ્રસાદ. અહો ! મારગ આ છે ભાઈ! એમ કહે છે. અહા! ગુરુએ શું કહ્યું ને શિષ્ય શું કર્યું-તે કહે છેઃ તો, એવો જે કોઈ ‘નિર્વિકલ્પ સહજ સમયસારને જાણે છે,...’ આ શું કીધું? અહા! ગુરુએ જે કહ્યું હતું એવું જ એણે કર્યું છે, અને જે એણે કર્યું છે એ જ ગુરુએ કહ્યું હતું. નિર્વિકલ્પ સહજ સમયસારને જાણવાનું ગુરુએ કહ્યું હતું, ને એ જ શિષ્યે કર્યું એમ કહે છે.-મોટો સિદ્ધાંત છે. અહો! વીતરાગ માર્ગ ને તેને પામવાની રીત-પદ્ધતિ જ આ છે. અહો! દિગંબર સંતોના હૃદયમાં આવી વાત છે જે બીજે ક્યાંય છે નહિ. હવે આમાં લોકોને પક્ષપાત જેવું લાગે છે, પણ શું થાય ? દિગંબર સંતોએ તો વસ્તુ ટકાવી રાખી છે. અહા! જુઓને! એ સંતોએ માખણ આપ્યું છે માખણ! જેમ માખણ વગર દાંતવાળા પણ ખાય, તેમ કોઈને ઝાઝી બુદ્ધિ ન હોય તોપણ એને પચી જાય–સમજાય જાય એવી આ વાતુ છે. અહા! આમાં તો રુચિનું કામ છે; બાકી બહુ બુદ્ધિ-ઉઘાડ ન હોય તો ચાલે. અંતરમાં પહેલાં અવ્યક્તપણે માર્ગની રુચિ જાગ્રત થવી જોઈએ. અર્થાત્ તેના અંતર જાણપણામાં આવવું જોઈએ કે આ માર્ગ છે. અહા! ગુરુએ કહ્યું હતું કે-ભગવાન! તું અભેદ સહજ સમયસારસ્વરૂપ એવો આત્મા-પરમાત્મા છો, તો અંત૨-એકાગ્ર થઈ તેને જાણ, ને તેમાં ઠર. ગુરુએ આ કહ્યું હતું, ને શિષ્યે એમ જ કર્યું. ભાઈ, ચારે અનુયોગના શાસ્ત્રોમાં ગુરુઓનો આ જ ઉપદેશ છે. ચારેય અનુયોગની કથનીનો સાર આ છે એમ વાત છે. પણ ધર્મકથામાં (પ્રથમાનુયોગમાં) વળી બીજું કહ્યું છે, ને ચરણાનુયોગમાં વળી બીજું કહ્યું છે એમ નથી. ચારેય અનુયોગનું પ્રયોજન વીતરાગતા છે, ને તે અંતર-એકાગ્ર થઈ ત્યાં જ ઠરતાં પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...? પ્રશ્નઃ ચરણાનુયોગ, કરણાનુયોગ, ને દ્રવ્યાનુયોગનું સમકિત જુદું-જુદું છે ને? સમાધાનઃ એમ નથી ભાઈ! સમતિ તો જે છે તે જ છે, એ તો ચાર અનુયોગમાં એની કથનશૈલીમાં ફેર છે. બાકી ગમે તે અનુયોગ એને સંભળાવ્યો હોય, તોપણ એનો સરવાળો આ લેવો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #299 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪ [નિયમસાર પ્રવચન અર્થાત્ તેને ગુરુએ આમ કહ્યું હતું. શું? કે ભગવાન! તું અંદર સહજાનંદની મૂર્તિ એવો આત્માકારણપરમાત્મા અભેદ સહજ સમયસાર છો. તો, એને જાણ, અંતર-એકાગ્ર થઈ એનું જ્ઞાન કર; પરંતુ પરનું, રાગનું કે પર્યાયનું જ્ઞાન ન કર. લ્યો, ગુરુઓએ શાસ્ત્રમાં પણ આ કહ્યું છે. પણ શાસ્ત્રને જાણ કે એવી કોઈ વાત અહીં લીધી જ નથી. અહો ! ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માનો ઉપદેશ આવો છે, ને ગુરુઓએ શાસ્ત્રોમાં તે પ્રસિદ્ધ કર્યો છે. અહો ! દિગંબર સંતોએ માર્ગને ટકાવી રાખ્યો છે. અહાહા....! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યવહુ, કહે છે, નિર્વિકલ્પ અભેદ છે ને તેનું જ્ઞાન કર. લ્યો, આમાં પર્યાયનું રાગનું ને નિમિત્ત-પરવસ્તુનું જ્ઞાન કરવાનું પણ લીધું નથી. અહો ! કેવી વાત કરી છે! અહા ! ગુરુએ કહ્યું-ભગવાન! તું સહજ નિત્ય અભેદસ્વરૂપ છો. તો તેને જાણ, અર્થાત્ અંતર-એકાગ્ર થઈ તેનો અનુભવ કર. જાણ એટલે અનુભવ કર.-આ અમારો ઉપદેશ છે. પાછું આ નિયમસાર છે. એટલે એમાં માર્ગ ને માર્ગફળ-બેય લેવાં છે ને? મૂળ પાઠમાં (ગાથા બેમાં) છે ને? કે-“મો માનંતિ કે કુવિઠું' એમ કે મોક્ષમાર્ગ ને મોક્ષ-બેય આમાં કહ્યાં છે. માટે, કહે છે-જે નિર્ભેદ-નિર્વિકલ્પ એવા સહજ સમયસારને જાણે છે, અનુભવે છે તેને મુક્તિ-મોક્ષ થયા વિના રહે નહિ, અર્થાત્ તે અવશ્ય મુક્તિ પામે છે. અહા ! દિગંબર સંતોની કેવી શૈલી! દિગંબર સંતોની શૈલીમાં, ભગવાન કેવળીની પરંપરાએ જે કથનની પદ્ધતિ ચાલી આવે છે તે જ પદ્ધતિ છે. તેમ જ મુનિ હો કે સમકિતી હો-કોઈપણ હો, અનાદિથી આ રીતે જ તેઓ કહેતા આવે છે ને અહા! આ જ માર્ગ છે. જુઓને ! કળશમાં કેવું ભર્યું છે ! કેટલું ભર્યું છે! અહા ! પાઠમાં (ગાથામાં) તો અજ્ઞાનીના કર્તા-ભોક્તાપણાની વાત કરી હતી. પણ હવે એને કહે છે–એ કર્તા-ભોક્તાપણું તો છે એમ તને જણાવ્યું, પણ એ અજ્ઞાનથી છૂટીને હવે તારે આ કરવાનું છે, શુદ્ધાત્માને અનુસરવાનું છે. અરેરે ! મરતાં વ્યાધિથી ઘેરાઈ જાય, ને અસાધ્ય-મૂચ્છિત થઈ જાય, કાંઈ સૂધ-બૂધ રહે નહિ, ને અજ્ઞાનભાવમાં દેહ છૂટી જાય-એ કાંઈ મરણ કહેવાય ? અરે ! અંતર-જ્ઞાનમાં પણ હું કોણ છું? ને આ બધું શું થાય છે તેની સાધ્ય ન રહી ને બહારમાં પણ અસાધ્ય થઈ ગયો તો એ કેવાં મરણ? (એમાં તો ચાર ગતિનું પરિભ્રમણ ને દુઃખ છે બાપુ!) અહીં કહે છે-નિજ નિર્વિકલ્પ સહજ સમયસારને.. અહાહા..! ચિન્માત્ર અભેદ આત્માને જાણીને અનુભવે તો તેના ભાનમાં દેહ છૂટે અને તે પછી અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત થાય છે. અહા! આવી વાત! લ્યો, એ જ કહે છે કે “તે પુરુષ પરમશ્રીરૂપી સુંદરીનો પ્રિય કાન્ત થાય છે.” અહા ! પરમ કેવળજ્ઞાનરૂપી જે લક્ષ્મી છે-સિદ્ધપદરૂપી પોતાની જે લક્ષ્મી છે–અહા ! એવી જે સુંદરી અર્થાત્ પોતાની પરમોત્કૃષ્ટ પરિણતિ-તેનો પ્રિય કાન્ત અર્થાત્ વહાલો સ્વામી થાય છે. હવે, અપૂર્ણપણું એને રહેશે નહિ, ને હવે અવતાર ધારણ કરવાનું એ રહેશે નહિ. હવે માણસને આવી વાત સાંભળવી કઠણ પડે, પણ શું થાય? એ તો સાંભળનારાય વિરલ જ હોય છે ને? અને આવો ઉપદેશ પણ વિરલ જ છે, ક્યાંક-ક્યાંક છે. તો, કહે છે-તે પુરુષ પરમશ્રીરૂપી સુંદરીનો અર્થાત્ પોતાની સુંદર પરિણતિનો પ્રિય કાન્ત અર્થાત્ વહાલો પતિ થાય છે. હવેથી એક સમય પણ એનાથી વિરહુ થશે નહિ, અર્થાત્ અનંતકાળ પર્યત તે પરમ સુખમય એવી મોક્ષદશામાં-સિદ્ધપદમાં રહેશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક ૩૧: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ ૨૮૫ ‘ ભાવકર્મના નિરોધથી દ્રવ્યકર્મનો નિરોધ થાય છે,...' શું કીધું આ ? અહાહા...! ‘ભાવકર્મના નિરોધથી...' ભાઈ, આ પુણ્ય ને પાપના વિકલ્પ, ચાહે તો તીર્થંકર નામકર્મ બાંધવાનો ભાવ હોય તો તે પણ, ભાવકર્મ છે. તો આવો જે શુભ કે અશુભ વિકલ્પ છે તેને રોકવાથી, તેના નિરોધથી દ્રવ્યકર્મનો નિરોધ થાય છે. એટલે શું? કે દ્રવ્યકર્મ તેને આવતું નથી. નિરોધ થાય છે એટલે કે તેને આવતું નથી. અહા! એણે પોતાના સ્વભાવની-ભગવાન જ્ઞાયકની-દષ્ટિ કરી એટલે એને ભાવકર્મનો નિરોધ થયો એમ કહેવું છે. અહા ! પુણ્ય-પાપના વિકલ્પનું એને કર્તાપણું મટી ગયું એટલે એને ભાવકર્મ અટકી ગયું, અને તેથી હવે એને દ્રવ્યકર્મ પણ આવતું નથી. ઓહો...! અંદર અભેદ નિર્વિકલ્પ શુદ્ધચૈતન્યમાત્ર નિજ સમયસાર વસ્તુ છે તેની જ્યાં દૃષ્ટિ ને અનુભવ થયાં તો ત્યાં શું થયું? તો કહે છે-એને ભાવકર્મ અટકી ગયાં, પુણ્ય-પાપ રોકાઈ ગયાં અર્થાત્ થયાં નહિ. અને પુણ્ય-પાપ રોકાતાં તેને હવે નવું દ્રવ્યકર્મ આવતું નથી, પરંતુ તે રોકાઈ ગયું. અહા! કર્મ આવતું હતું ને રોકાઈ ગયું એમ નહિ, પણ હવે તે આવતું નથી, અર્થાત્ પુદ્દગલ કર્મભાવે નવું થતું નથી. પણ ભાષામાં તો એમ જ આવે ને કે કર્મ રોકાઈ ગયું? સમજાવવું શી રીતે ? હવે કહે છે–‘ દ્રવ્યકર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે. ' સમયસારના સંવર અધિકારની છેલ્લી ગાથાઓમાં (ગા. ૧૯૦–૧૯૨માં ) પણ આમ જ આવે છે ને ? અહા ! અભેદ, શુદ્ધ ચિન્માત્ર, પૂર્ણાનંદ પ્રભુ આત્માનાં જ્યાં દષ્ટિ, જ્ઞાન ને રમણતા-લીનતા થયાં, તો શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ, હવે તેને ભાવકર્મ કેમ ઉત્પન્ન થાય? ઉત્પન્ન ન થાય. અહાહા...! સ્વભાવની એકાગ્રતામાં શુદ્ધદશા જ્યાં પ્રગટ થઈ, ત્યાં અશુદ્ધ પરિણામ ઉત્પન્ન થતા નથી, પણ રોકાઈ જાય છે; અને અશુદ્ધતાનો નિરોધ થતાં નવું કર્મ તેને આવતું નથી; અને તેથી સંસા૨નો નિરોધ થાય છે, સંસારનો વ્યય થઈ જાય છે. અહા! પૂર્ણ સ્વભાવની પરિણતિ પ્રગટ થતાં ભાવકર્મ ઉત્પન્ન થતું નથી, અને તેથી નવું દ્રવ્યકર્મ આવતું નથી. અને તે સ્વભાવની પરિણતિ પૂર્ણ થતાં સંસારનો વ્યય થઈ જાય છે. અર્થાત્ દ્રવ્યકર્મના અટકવાથી, દ્રવ્યકર્મને રોકવાથી-રુંધવાથી સંસારનો-જે ઉદયભાવ છે તેનો-અભાવ થઈ જાય છે. સંસાર એટલે ઉદયભાવ; અને તેનો અભાવ ગઈ જતાં એકલો ક્ષાયિકભાવ પ્રગટ થાય છે. આમ તે પૂર્ણ દશામોક્ષદશાને પ્રાપ્ત થાય છે. આવી વાતુ છે બાપુ! શ્લોક ૩૨: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન: જે જીવ સમ્યજ્ઞાનભાવરહિત વિમુગ્ધ (મોહી, ભ્રાંત ) છે,...’ અહાહા...! શું કીધું ? કે જે જીવ ‘સંજ્ઞાનમાવપરિમુ’ એટલે કે સમ્યજ્ઞાનરૂપી ભાવથી રક્તિ છે, અહા ! ચૈતન્યની નિર્મળ નિર્વિકાર પરિણતિથી રહિત છે તે વિમુગ્ધ અર્થાત્ મોહી-ભ્રાન્ત છે. અહાહા...! અંદર ભગવાન આત્મા નિત્ય નિર્વિકલ્પ સહજ ચિદાનંદમય પ્રભુ છે, પરંતુ તેનું જેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #301 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ | નિયમસાર પ્રવચન ભાન નથી, તેનો જેને આશ્રય વર્તતો નથી તે જીવ ચૈતન્યની નિર્વિકલ્પ અભેદ પરિણતિથી રહિત એવો મોહી-ભ્રાન્ત છે એમ કહે છે. સમજાણું કાંઈ...? વળી, તે જીવ શુભાશુભ અનેકવિધ કર્મને કરતો થકો...' લ્યો, આ કહેવું છે કે નિજ જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માની નિર્મળ અંતરપરિણતિ જેને નથી તે મોહી–ભ્રાંત જીવ, પુણ્ય-પાપના અનેક પ્રકારના વિકારી પરિણામને કરે છે. અહા ! સ્વ-આશ્રયે જેને અંતરમાં નિર્મળ પરિણતિ નથી તે બ્રાન્ત-મોહી જીવ અજ્ઞાનભાવે કર્તા થઈને પુણ્યપાપના વિકારી પરિણામને કરે છે. અહા! એ સમ્યજ્ઞાનથી રહિત છે ને? તેથી એને ભગવાન આત્મા સ્વાનુભવ-પ્રત્યક્ષ નથી. તો એને શુદ્ધ ચૈતન્યની પરિણતિનો-સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન ને રમણતાના ભાવનો-અભાવ છે. અહા ! આવો એ મૂઢ-પર્યાયમૂઢ છે. તો મૂઢ એવો તે અનેક પ્રકારના શુભાશુભ વિકારી પરિણામને કરે છે. તો, કહે છે “તે જીવ શુભાશુભ અનેકવિધ કર્મને કરતો થકો મોક્ષમાર્ગને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નથી.' અહા! અજ્ઞાની જીવ મોક્ષમાર્ગને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નથી; કેમકે તે રાગના કર્તાપણામાં રોકાયેલો છે. એમ કે અત્યારે ભક્તિ-પૂજા-જાત્રા આદિ શુભભાવ જ હોય, માટે આપણે શુભભાવ કરવો જોઈએ. અત્યારે બીજું શું થઈ શકે?—આમ માનીને બિચારો એ ઠગાઈ ગયો છે. અહા ! નિજ ઘરમાં વિકલ્પ નામની ચીજ જ નથી છતાં એવા આત્માનું જ્ઞાન ને ભાન નહિ હોવાથી એ અજ્ઞાની આવા બધા વિકલ્પનો-રાગનો કર્તા થાય છે, ને રાગના કર્તાપણાના આડે એને હું આત્મા છું એ એવું વિસરાઈ ગયું છે કે એને બીજું કાંઈ સૂઝતું જ નથી. અહા! શુભભાવ કરીએ તો આપણને લાભ થશે, આપણો પરંપરાએ મોક્ષ થશે એમ અજ્ઞાની માને છે. તે કહે છે–શાસ્ત્રમાં પણ એવી વાત આવે છે, માટે આપણે શુભભાવ કરીએ એમાં ખોટું શું છે? અહા! શાસ્ત્રમાં એ કોના સંબંધે અને કઈ પદ્ધતિએ કથન છે એ એને કાંઈ ખબર નથી, માત્ર આંધળેબહેરું કૂટે રાખે છે. પણ બાપુ! (તું શુભરાગનો કર્તા થા છો ) એ ઝેરના પ્યાલા તું પીએ છે હીં, કારણ કે શુભભાવ પણ રાગ-ઝેર છે, ને જ્ઞાની સંત એ ઝેર પીવાનું કેમ કહે? બાપુ! આ દેહ છોડવાનો કાળ તને આવશે ત્યારે તું ઘેરાઈ જઈશ-મુંઝાઈ જઈશ. કેમ કે એક તો રાગનો કર્તા થઈને ત્યાં રોકાઈ ગયો છો, ને પાછો એનાથી લાભ-મોક્ષ થવાનું માને છે. એથી તું મરણ ટાણે મુંઝાઈ જઈશ, અટકી જઈશ. અહા ! તારાં એ મરણ અસમાધિમરણ થશે. અહા! આમ રાગના કર્તાપણાના ભાવવાળો અજ્ઞાની મૂઢ જીવ રાગરહિત એવો જે મોક્ષમાર્ગ છે તેને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નહિ હોવાથી ચતુર્ગતિ પરિભ્રમણ કરે છે. સમજાણું કાંઈ? જુઓ, અજ્ઞાની મોક્ષમાર્ગને લેશમાત્ર પણ કરતો નથી એ તો છે, તથા તે મોક્ષમાર્ગને લેશમાત્ર પણ વાંછતો નથી એમ પણ છે. તે ઉપરાંત અહીં કહે છે-તે અજ્ઞાની મોક્ષમાર્ગને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નથી. ગજબ વાત છે ને? કેમકે તે એમ માને છે કે જે આ શુભભાવ કરીએ છીએ તે સારું જ કામ છે, ને તેમાંથી જ-શુભભાવ કરતાં કરતાં જ-મોક્ષ થઈ જશે. અહા ! આવી ભ્રાન્તિમાં પડેલો તે અજ્ઞાની મોક્ષમાર્ગને લેશમાત્ર વાંછવાનું જાણતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #302 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૮] ૨૮૭ અહા ! મોક્ષમાર્ગની વાંછા તો દૂર રહો, પણ તેની વાંછા કરવાનું તે જાણતો નથી એવો ભારે બેખબરો છે. અરેરે! એમ ને એમ ભ્રાન્તિમાં પાગલપણે એની જિંદગી ચાલી જાય છે! અહા! અંદર છે, જુઓ, પાઠમાં (કળશમાં) છે કે “નિર્મુત્તિમાન અર્જુન પિ મવચ્છતું નો નાનાતિ' અહા! શુદ્ધ ચિત્માત્ર અભેદ આત્માની દષ્ટિ, અભેદ આત્માનું જ્ઞાન, ને અભેદ આત્મામાં રમણતા-એવો જે મોક્ષમાર્ગ તેને, કહે છે, વાંછવાનું અજ્ઞાની જાણતો નથી. અહા ! એને મોક્ષમાર્ગની ભાવના તો નથી, એવી ભાવનાની વાંછા પણ નથી, ને એની ભાવનાની વાંછા કરવાનું એ જાણતોય નથી. અહા! મુનિરાજે ગજબની વાત કરી છે ને! આવી વાત છે ભાઈ! અહા ! વીતરાગના મારગડા જુદા છે ભગવાન! માટે, તું ગમે તેટલાં બીજાં ( ક્રિયાકાંડનાં) ઝાવી નાખ, તોપણ એનાથી માર્ગ મળી જાય એમ છે નહિ. અહીં તો એમ કહેવું છે કે એ શુભાશુભભાવ મારે કરવા જોઈએ, એમાં શું નુકસાન છે?—એમ જે શુભાશુભ ભાવનો કર્તા થાય છે તે મિથ્યાષ્ટિ જીવ છૂટવાના માર્ગને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નથી. હવે કહે છે તેને લોકમાં (કોઈ ) શરણ નથી.' અહા! આવા મૂઢ-ભ્રાન્ત જીવને લોકમાં ક્યાંય શરણ નથી. અર્થાત્ તે અશરણ...અશરણ... અશરણ-અત્યંત અશરણ જ છે. ચાર ગતિમાં જ્યાં જાય ત્યાં તે અશરણ જ છે. “તચ શરણે સમસ્તિ નો'—એમ છે ને? તેને લોકમાં કોઈ શરણ નથી. અહા! શરણ તો રાગના કર્તાપણાથી રહિત ચિદાનંદઘન પ્રભુ આત્મા પોતાની અંદર છે, પણ તે તો એણે દૃષ્ટિમાં લીધો નથી, અને આ શુભના કર્તુત્વની રુચિમાં એ ખૂંપી ગયો છે, માટે તેને લોકમાં ક્યાંય શરણ નથી. ભાઈ, શરણ તો નિજ શુદ્ધાત્મા છે, પણ તેને તો દષ્ટિમાં લીધો નથી. તેની તો ખબર નથી ને અજ્ઞાની-કર્તાપણામાં-રાગના કર્તાપણામાં મુગ્ધ છે ત્યાં શું થાય? અર્થાત્ એને કોણ શરણ થાય? કોઈ જ નહિ, કેમકે લોકમાં તો બધે અશરણ જ અશરણ છે. એક શુદ્ધાત્મા જ શરણ છે આમ મુનિરાજ ફરમાવે છે. શ્લોક ૩૩: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: અહા! આમાં બહુ ટૂંકામાં સાર મૂક્યો છે. આ ૧૮મી ગાથાનો સાર છે ને? તો, ૧૮મી ગાથામાં એમ કહ્યું હતું કે રાગ-દ્વેષ-મોહનો, શુભભાવરૂપ વ્યવહારની ક્રિયાનો જે કર્તા થાય છે તે અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે; હવે એનાથી ( રાગના કર્તાપણાથી) જે રહિત છે એની વાત આમાં કરે છે. તો, કહે છે-“જે સમસ્ત કર્મજનિત સુખસમૂહને પરિહરે છે.' અહા! કર્મના નિમિત્તથી એને જે સુખની કલ્પના થાય છે, આ શરીરમાં, સ્ત્રીમાં, લક્ષ્મીમાં, આબરુમાં, સ્વર્ગમાં, ને અનેકવિધ ભોગમાં સુખ છે એવી જે કલ્પના થાય છે તે કર્મજનિત છે; અને તેને જે છોડે છે...અહા! બહુ ઝીણી વાત બાપુ! અહા ! પણ જુઓ, અંદર છે ને? કે-વર્મશર્મ્યુનિવરં પરિદૈત્ય' અહાહા..! કર્મથી ઉત્પન્ન થતા કલ્પનાના સુખને જે છોડે છે, શું કરીને? કે શુદ્ધાત્માની દષ્ટિ કરીને હું ચિન્માત્ર ચિદાનંદમય શુદ્ધાત્મા છું એમ અંતર-દષ્ટિ કરીને જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #303 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮ [ નિયમસાર પ્રવચન પુરુષ કર્મજનિત સુખસમૂહને પરિહરે છે. આમાં શુભ ને અશુભભાવ-બેય દુઃખરૂપ છે એમ વાત છે, બેય કર્મજનિત ભાવ છે ને! તો, બેય દુઃખરૂપ છે, છતાં પણ અનુકૂળતામાં એને સુખની કલ્પના થઈ જાય છે, સુખ નહિ હોં; તો એવા આખી દુનિયાના સુખની કલ્પનાના ભાવને જે પુરુષ છોડે છે, પરિહરે છે, કહે તે ભવ્ય પુરુષ નિષ્કર્મ સુખસમૂહુરૂપી અમૃતના સરોવરમાં મગ્ન થતા એવા....” શું કીધું? કે તે ભવ્ય પુરુષ અર્થાત્ મોક્ષને લાયક આત્મા નિષ્કર્મ સુખને પામે છે. અહા ! કર્યજનિત કલ્પનાના સુખને જે છોડે છે તે ભવિ છે, ને તે નિષ્કર્મ સુખને પામે છે એમ કહે છે. નિષ્કર્મ સુખ એટલે શું? નિષ્કર્મ નામ રાગરહિત એવું વીતરાગી સુખ. તો, એવા નિષ્કર્મવીતરાગી સુખના સમૂહરૂપ જે અમૃતનું સરોવર છે તેમાં મગ્ન થતા..., જોયું? કલ્પનાના સુખને છોડે છે તો સ્વરૂપમાં-સુખામૃતના સરોવરમાં-મગ્ન થાય છે. પ્રશ્નઃ દ્રવ્ય મગ્ન થાય છે કે પર્યાય? (મગ્ર કોણ થાય છે? દ્રવ્ય કે પર્યાય ?) સમાધાનઃ પર્યાય; મગ્ન તો પર્યાય થાય છે. પ્રશ્નઃ પર્યાય, દ્રવ્યમાં મગ્ન થાય છે કે પર્યાયમાં? સમાધાન: દ્રવ્યમાં પર્યાયમાં શું મગ્ન થાય? અહાહા...! સુખામૃતનું સરોવર જે ભગવાન આત્મા છે તેમાં પર્યાય મગ્ન થાય છે. અહા ! પરમ સુખની કલ્પના છોડે છે, ને અહીં ધ્રુવસ્વરૂપમાં મગ્ન થાય છે એમ કહે છે. સમજાણું કાંઈ...? આ તો બહુ ટુંકામાં સાર ભર્યો છે ભાઈ ! અહા! બેય-શુભ-અશુભભાવ-દુ:ખરૂપ છે, છતાં અનુકૂળતાની કલ્પનાના ઉલ્લસિત વીર્યમાં એને એમ લાગે છે કે આ મને ઠીક છે, આમાં-બહારની અનુકૂળતામાં પૈસા, આબરુ, ચક્રવર્તીના વૈભવ, સ્વર્ગની સંપદા, સ્ત્રીના ભોગ ને શરીરની નિરોગતા ઇત્યાદિમાં-મને ઠીક છે. પણ ભાઈ ! એવી જે કલ્પના છે તે ભ્રાન્તિ છે, મિથ્યાત્વભાવ છે. તો, જે પુરુષ એ મિથ્યાત્વભાવને છોડે છે, અહા ! તે નિષ્કર્મ સુખના-રાગ વિનાના સુખના-સમૂહુરૂપ અમૃત–સરોવર એવા ભગવાન આત્મામાં મગ્ન થાય છે. તો, કહે છે-“તે ભવ્ય પુરુષ નિષ્કર્મ સુખસમૂહુરૂપી અમૃતના સરોવરમાં મગ્ન થતા એવા આ અતિશય-ચૈતન્યમય, એકરૂપ, અદ્વિતીય નિજ ભાવને પામે છે.” લ્યો, નિજદશાને-પૂર્ણાનંદદશાને પામે છે એમ કહે છે. અહીં તો એકદમ (પૂર્ણતાની) જ વાત છે ને? તેથી, કહે છે કે આ બાજુના (–બહારના, કર્મજન્ય) સુખની કલ્પનાને જે પરિહરે છે તે આ બાજુ (સ્વરૂપમાં, શુદ્ધાત્મામાં) લીન થતાં પૂર્ણ સુખનેપરમાનંદને પામે છે. ભાઈ, ખરેખર તો છોડવાનું શું છે? દષ્ટિ પલટી જાય છે, બસ, બાકી બીજું શું છોડવું છે? આ કાંઈ મહેલ-મકાન કે બહારના વૈભવ છોડવા છે એમ વાત નથી, કેમકે એ તો છૂટા જ પડયા છે. એ ક્યાં આત્માની અંદર આવ્યા છે? પણ પરવસ્તુમાં આ મને સુખરૂપ છે એવી જે કલ્પના કરી હતી તે કલ્પનાની દષ્ટિ સ્વના આશ્રયમાં જતાં, સ્તની દષ્ટિ કરતાં છૂટી જાય છે. અહીં આશય એમ છે કેભાઈ, સ્વ-આશ્રયે ઓલી સુખની કલ્પનાની દષ્ટિ છોડી દે, કેમકે તે બ્રાન્તિ છે, ને દુઃખરૂપ છે. સમજાય છે કાંઈ... ? અહા ! પરમાં સુખ છે એવી ( જૂઠી) કલ્પના મૂઢ અજ્ઞાનીને હોય છે. આ બહારની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #304 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૯ ગાથા-૧૮] જાહોજલાલીમાં કુટુંબ-પરિવારમાં, શરીરની સુંદરતામાં, સંપત્તિમાં ને અનેકવિધ ભોગમાં-સુખ છે એવી કલ્પના એને જ હોય છે. પણ એ તો વાસ્તવમાં દુઃખ જ છે. તો, એ કર્મજનિત સુખને-રાગના સમસ્ત સમહુ-છોડી દે. ને પડખું ફેરવી નાખ; કારણ કે નિજ સહજાનંદસ્વરૂપ આત્મા સિવાય બીજે કયાંય સુખ છે જ નહિ. લ્યો, આવી વાત કહે છે. આમ બહારમાં કોઈ અનુકૂળ હોય તો ઠીક પડે, ને પ્રતિકૂળ હોય તો ઠીક ન પડ-એ બધી તારી કલ્પના છે ભગવાન! અહા ! ભૂખ લાગી હોય, ને ભાણામાં મૈસુબ, મોહનથાળ, ગુલાબ-જાંબુ કે રસગુલ્લાં આવે તો બહુ હરખાઈ જાય. પણ એમાં શું છે બાપુ? એ તો બધું દુઃખ છે. અહા ! અનુકૂળ પત્ની હોય, ને તેમાંય કરોડપતિની દીકરી હોય, તેને ભાઈ ન હોય, ને આશા હોય કે સંપત્તિ બધી આપણને જ આવશે તો જુઓ પછી એની કલ્પના! જાણે મજા જ મજા ! અરે! શું છે પ્રભુ? ત્યાં શું ધૂળ મજા-સુખ છે? એ તો તે બધી કલ્પનાને સાચી માની છે; બાકી ત્યાં જરીય સુખ નથી. એ સુખની કલ્પનામાંથી તો ઝેર વરસે છે બાપુ! માટે જો સુખી થવું હોય, સાચી શાંતિ મેળવવી હોય તો એ કલ્પના છોડી દે, પડખું બદલી દે, ને અહીં (શુદ્ધાત્મામાં) દષ્ટિ કર એમ કહે છે. અહીં ભવ્ય જીવ લીધો છે ને? માટે, કહે છે કે, તું તો સુખી થવાને લાયક છો. અહા! નિષ્કર્મ એટલે રાગના કાર્ય વિનાનું સુખ, સહજ-સ્વાભાવિક સુખ, અને તેનો સમૂહ.., પહેલાં પણ નિઝર –સમૂહું શબ્દ હતો, ને અહીંયાં પણ “નિર' શબ્દ છે. પહેલાં “ર્મશર્મેઝર' હતું, જ્યારે હવે અહીં “નિઃર્મશર્મેનિઝર' છે.-આમ સામસામે શબ્દ નાખ્યા છે ને ભવિ જીવ લીધો છે. મતલબ કે મોક્ષને લાયક એવો એ જીવ કર્મજન્ય સુખને પરિહરીને અવશ્ય નિષ્કર્મ-વીતરાગી સુખને પામે છે. અહા! ભગવાન આત્મા સુખામૃતનું સરોવર છે. તો, તેમાં મગ્ન થતાં અતિશય ચૈતન્યમય જે આનંદ છે તેને તે પામે છે. જુઓ, તે આનંદ અતિશય ચૈતન્યમય છે. જ્યારે એનું કલ્પનાનું સુખ તો ઝર-રાગ છે. પણ અજ્ઞાની ત્યાં ભરમાય છે ને? તો, કહે છે-જે ભવ્ય પુરુષ છે તે ભ્રમરહિત થઈ આ અતિશય ચૈતન્યમય વીતરાગી આનંદને પામે છે. વળી તે “એકરૂપ” છે. અહીં પૂર્ણ આનંદની વાત કરવી છે ને? માટે એ એકરૂપ-એકધારાએ છે એમ કહ્યું છે. વળી, તે “અદ્વિતીય છે, અર્થાત્ અજોડ સુખ છે, તેની સાથે કોઈની ઉપમા અપાય કે તુલના કરાય એવું કાંઈ પણ છે નહિ. અહા ! આવા “નિજ ભાવને પામે છે.” અહા! આવી જે એકાંત સુખની-પૂર્ણાનંદની-પરમાનંદમય દશા છે તેને તે પામે છે. અહા! બહુ ટુંકામાં સંકેલ્યું છે હોં. ટુંકામાં પૂર્ણ પ્રાપ્તિની વાત કરી છે. આશય એમ છે કે પરમાં ક્યાંય પણ-શુભભાવમાં પણ-જો તને સુખની કલ્પના હોય તો છોડી દે, ને સહજ સુખામૃતનો સાગર ભગવાન આત્મા છે તેમાં લીન થઈ જા. એનાથી તને શુદ્ધ ચૈતન્યમય, એકરૂપ, અતુલ એવો આનંદ આવશે. બાકી આ રાગમય સુખની કલ્પના છે એ તો ઝેર છે, દુઃખ છે. પ્રશ્નઃ આવો કેવો ઉપદેશ? પહેલાં તો કાંઈક બીજું હોય ને? સમાધાન: ભાઈ, પહેલાં પણ આ જ છે. તું પહેલાં જેને માને છે તે શુભભાવ-પ્રશસ્તરાગ તો તને અનંત વાર થયો છે. એ ક્યાં પહેલો છે? અહીં તો, ટુંકામાં સંકેલ્યું છે કે ભવ્ય પુરુષ, પરમાં સુખની કલ્પનાના ભ્રમથી રહિત થઈને, સુખામૃતનો સમુદ્ર એવા નિજ શુદ્ધાત્મામાં મગ્ન થાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #305 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૦ [નિયમસાર પ્રવચન છે, ને તેથી તે અતિશય ચૈતન્યમય, એકરૂપ અદ્વિતીય સુખીની શાને પામે છે. રીત તો આ જ છે બાપુ ? પહેલાં પણ આ જ રીત હોય છે. સમજાણું કાંઈ...? અહા ! કરવાનું હોય તો આ છે. છાલામાં પણ આવે છે ને કે66 લાખ વાત કી બાત યહૈ, નિશ્ચય ઉ લાઓ; તોરિ સકલ જગ દંદ-ફંદ, નિત આતમ ધ્યાઓ; (૯,–ચોથી ઢાલ. ) ભાઈ, સુખી થવાની રીત તો આ જ છે. તું જે રાગનો અનુભવ કરે છે એ તો એકલા ઝેરની અનુભવ છે. તેથી, તેને છોડીને નિજ શુદ્ધાત્મામાં આવ, સ્વાનુભવમાં સાવધાન થા; તેને પૂર્ણાનંદદશાની પ્રાપ્તિ થશે. ઓહો ! ભગવાન આત્મા સુખામૃતથી છલોછલ ભરેલો સાગર છે, તેથી, તેમાં જે મન્ન થાય છે તે એકરૂપ, પૂર્ણ અદ્વિતીય આનંદને પામે છે. મગ્ન થાય છે-એમ કહીને માર્ગ કહ્યો છે. સમસ્ત કર્મજનિત સુખસમૂહને પરિહરે છે–એમ કહીને બંધમાર્ગનો નિરોધ-નાશ કહ્યો છે, અને એકરૂપ પૂર્ણ, અદ્વિતીય આનંદને પામે છે–એમ કહીને મોક્ષ કહ્યો છે. ભાઈ, મોક્ષમાર્ગ જ આ છે કે-સહજાનંદમય નિજ શુદ્ધ ચૈતન્યમય આત્મામાં લીન થવું. એ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ઘરત્નત્રય છે. અહા! એ ત્રણેય આત્મામાં લીનતારૂપ આનંદની દશા છે. આ સિવાય કોઈ માર્ગ છે જ નિહ. આવી વાતુ છે બાપુ ! શ્લોક ૩૪: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ ‘(અમારા આત્મસ્વભાવમાં ) વિભાવ અસત્ હોવાથી...' જુઓ, આ ધર્મીની દષ્ટિ! કહે છે-અમારા આત્મસ્વભાવમાં વિભાવ નથી. અહા! આ જે સુખની કલ્પના, રાગદ્વેષ અને શુભાશુભભાવ છે તે અમારા એક જ્ઞાયકસ્વભાવમાં નથી. અમારો તો એક જ્ઞાયકભાવ છે બસ. અહા! અમે જ્યાં છીએ ત્યાં એ બીજી ચીજ-વિભાવ નથી એમ તે કહે છે. કેમકે ધર્મી પુરુષની દૃષ્ટિ પોતાના શુદ્ધ ચૈતન્ય...ચૈતન્ય એવા ચૈતન્યમાત્ર સ્વભાવ ઉપર રહેલી છે, અને એ ત્યાં જ સ્થિત છે ‘ અસતિ સતિ વિમાવે’-એમ પાઠ છે ને? તો, ‘વિભાવ અસત્ હોવાથી...' અહાહા...! વિભાવ વિભાવમાં હો, અમારા સ્વભાવમાં વિભાવ નથી. અહા! અમારા સ્વભાવમાં-એક જ્ઞાયકભાવમાં-શરીર, મન, વાણી કર્મ-એ બધી ૫૨વસ્તુ તો નથી, પરંતુ વિભાવ પણ અમારા સ્વભાવમાં નથી. અહા ! આવો શુદ્ધ ચિદાનંદઘન અમારો સ્વભાવ છે. પ્રશ્નઃ તો આ પૈસામાં સુખ હોય એવું લાગે છે? સમાધાનઃ અહા ! સુખનો સાગર તો તું છો પ્રભુ! તારો સ્વભાવ જ સુખથી ભરપૂર ભરેલો છે. અહા ! આત્મસ્વભાવને છોડીને બીજે ક્યાં સુખ હોય? એ તો તને સુખની કલ્પનાના-ઝેરના મીણા ચઢયા છે એટલે પૈસામાં સુખ લાગે છે. બાકી સંયોગોમાં ક્યાંય સુખ નથી. કોઈપણ સંયોગોમાં તને પ્રસન્નતા થતી હોય તો દુઃખ જ છે. તે દુ:ખ, અહીં કહે છે, અમારા આત્મસ્વભાવમાં નથી. અહાહા..! અમે જેને આત્મા માનીએ છીએ, અમે જે આ આત્મા છીએ ત્યાં વિભાવ નથી એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #306 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૮ ] કહે છે. સમજાય કે કાંઈ...? અહાહા...! જુઓ આ ભેદવિજ્ઞાન! કહે છે–‘વિભાવ અસત્ હોવાથી તેની અમને ચિંતા નથી.' એટલે શું કે આ વિભાવ મને થાય છે, ને તેને ટાળી દઉં–એમ અમને નથી. આમાં અનંત પુરુષાર્થ છે હોં, આ કાંઈ વાતુ નથી. અહા! અનંત આનંદનું ધામ અંદરમાં ચિદાનંદઘન પ્રભુ આત્મા છે તે અમે છીએ, એ અમારું સ્વરૂપ છે–આવી અમને અંતરદષ્ટિ થઈ છે તો વિભાવ અમારામાં છે એમ અમને દેખાતું નથી; અને તો પછી એની શું ચિંતા? અહા ! વિભાવ અમારામાં નથી, એટલે તે સંબંધીનું અમને કોઈ દુ:ખ છે જ નહિ. તેથી, તેને ટાળવું એ પણ અમારે છે નહિ. જે અમારામાં-અમારા સ્વભાવમાં-છે જ નહિ તેને શું ટાળવો ? અહા ! વીતરાગનો મારગ અલૌકિક છે. ભગવાન! સ્વરૂપથી જ તું વીતરાગસ્વભાવી છો, તો પછી તારામાં રાગ ક્યાંથી હોય? ન હોય. તો પછી એની શું ચિંતા ?–એમ કહે છે. ઝીણી વાત ભાઈ ! ૨૯૧ અહા ! મારો સ્વભાવ જ વીતરાગ છે, ત્રિકાળી સહજ વીતરાગસ્વભાવનું હું ઢીમ છું. અહા ! આવા મારા સ્વભાવમાં, કહે છે, રાગ (વિભાવ ) અસત્ છે. અર્થાત્ મારા સ્વભાવમાં રાગનો-વિભાવનો અભાવ છે. તેથી બીજી કાંઈ પણ કલ્પના કરવી ને તેમાં કંઈક ઠીક કરીએ છીએ એમ માનવું એ મિથ્યા ભ્રમ છે એમ કહે છે. અહા ! આ કળશો અજ્ઞાનીની કર્તાપણાની ગાથા ઉપર મૂકયા છે ને? તો, આ બધો એનો સાર છે. અહો! મુનિરાજે અલૌકિક કળશો મૂકયા છે! ભાઈ, તારી હયાતીમાં શ૨ી૨, મન, વાણી ને કર્મ તો નથી, તારી હયાતીમાં વિભાવ પણ નથી. અહાહા...! ભગવાન ! તારી હયાતીમાં જ્ઞાન, આનંદ ને શાંતિનાં ભરપુર સરોવર ભર્યાં છે. અહાહા...! છલોછલ સુખથી ભરેલો એવો તું ભગવાન છો. તો પછી, તારામાં એ વિભાવ એટલે કે દુઃખ ક્યાંથી હોય ? –એમ કહે છે. અરે! પણ એનો સ્વીકાર કાંઈ એમ ને એમ ( અંતઃપુરુષાર્થ વિના ) થાય? અરે! પણ આવો ધર્મ લોકોને બેસે નહિ એટલે બહારમાં ધર્મ માની લીધો છે, ને બિચારા ક્રિયાકાંડમાં ચઢી ગયા છે. શું થાય? અહા ! ‘વિભાવ અસત્ હોવાથી...' પાઠમાં પણ ‘અસતિ સતિ વિમાવે...' એમ જ શબ્દ છે ને સીધો ? તો પછી એનો ન્યાય તો કાઢવો જોઈએ ને? એમ કે વિભાવ શેમાં અસત્ છે? તેથી તેનો ભાવ કૌંસમાં દીધો કે અમારા આત્મસ્વભાવમાં...' અહા ! મુનિરાજ કહે છે-અમારો આત્મા તો પૂર્ણ વીતરાગસ્વભાવી છે. અહાહા...! પરમ નિર્દોષ સ્વભાવનો કંદ પૂર્ણ આનંદકંદ એવો હું આત્મા છું. માટે, મારામાં દોષ ને દુઃખ ક્યાંથી હોય? ન હોય. તો પછી, એની અમને શું ચિંતા? પણ અરે ? આવી નિજઘરની વાતુ એને સાંભળવા મળવી પણ મુશ્કેલ થઈ પડી છે એટલે બિચારો બહારની વાતોમાં-આ કરું ને તે કરું એમ કરવાની વાતોમાં-એ ચઢી ગયો છે. પ્રશ્ન: પણ પૈસાના આધારે ધર્મ તો ચાલે ને? શું એમ ને એમ પૈસા વિના ચાલે ? સમાધાનઃ ધૂળેય પૈસાના આધારે ધર્મ ન ચાલે સાંભળને ? હવે આત્મામાં જ્યાં રાગેય નથી ત્યાં વળી પૈસા ક્યાંથી આવ્યા? તો પછી એને લઈને ધર્મ ચાલે એ ક્યાંથી લાવ્યો? બાપુ! આત્મા તો પરમ વીતરાગ સ્વભાવી છે, ને એમાં દૃષ્ટિ મૂકતાં, ને એમાં સ્થિર થતાં ધર્મ ચાલે છે. હવે રાગથીય ધર્મ ન ચાલે, તો પછી પૈસાથી ધર્મ ચાલે એ વાત ક્યાં રહે છે? એ તો ભ્રમ છે બાપુ ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #307 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨ | [ નિયમસાર પ્રવચન અહા ! ભગવાન! તું અસ્તિ છો ને? ને તારી સત્તા તો જ્ઞાનાનંદસ્વભાવથી–સુખના સાગરથીભરેલી છે. અહાહા....! પૂર્ણ વીતરાગ સ્વભાવથી ભરેલું પ્રભુ! તારું હોવાપણું છે. તો પછી, નિજસ્વભાવની સત્તામાં જે છે જ નહિ એવા શુભરાગ ને વિકલ્પની શી ચિંતા? અહા! આત્મસ્વભાવમાં વિભાવ છે જ નહિ, તો પછી એની શી ચિંતા? જુઓ, મુનિરાજ અહીં કહે છે-“તેની અમને ચિંતા નથી.' હવે, વસ્તુને વર્ણવે છે: “અમે તો હૃદયકમળમાં સ્થિત...' લ્યો, હૃદયકમળમાં અર્થાત્ અમારા જ્ઞાનકમળમાં સ્થિત...અહા! અમારી જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા સ્થિત છે એમ કહે છે. શું જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા આવે છે? એમ નહિ બાપુ! એ તો જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા પૂર્ણ સામર્થ્ય સહિત જણાય છે, ને પ્રગટ જ્ઞાનની પર્યાયને પૂર્ણ, આખા આત્માનો આશ્રય પ્રવર્તે છે. પૂર્ણ શુદ્ધાત્માના આશ્રયે વર્તમાન જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે, તેથી પર્યાયમાં આખો આત્મા સ્થિત છે એમ કહ્યું છે. આ શું કીધું? કે સ્વભાવમાં વિભાવ નથી, તેથી તેની ચિંતા નથી; તો શું છે? તો, કહે છે–અમારી જ્ઞાનની પ્રગટ પર્યાયમાં આખો ભગવાન આત્મા સ્થિત છે. અહો! આવો આ મારગ તો કોઈ મારગ છે! અને એટલે જ આગળ (૩૬મા) કળશમાં કહેશે કે-આ પૃથ્વી ઉપર પર મતના કથનથી સજ્જનોને શું ફળ છે? અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે આ માર્ગનું સ્વરૂપ કહ્યું છે તેવું અન્યમાં ક્યાંય છે નહિ. માટે બીજાના કથનોથી તને શું કામ છે? એનાથી તને શું લાભ છે? કાંઈ જ નહિ. આવી વાત છે. અહાહા...! કહે છે-અમારા વીતરાગસ્વભાવમાં પરની તો શું?-રાગનીય ગધેય નથી. અહા ! જે ભાવે તીર્થકર નામકર્મ બંધાય તે ભાવ પણ આત્માના સ્વભાવમાં નથી; કેમકે એ સોલહકારણ ભાવના તો રાગ છે. અહા ! સોલહકારણ ભાવનાથી તીર્થકર નામકર્મ બંધાય છે ને ? માટે તે વિકલ્પ-રાગ છે. અને તેને ટાળવાની અમને ચિંતા નથી. કેમકે તે અમારામાં હોય તો તેને ટાળવી ને? અમે તો જ્યાં છીએ ત્યાં જ ઠરીઠામ છીએ. તેથી હવે અમને રાગની ઉત્પત્તિ જ થતી નથી. અને એને જ રાગને ટાળ્યો એમ વ્યવહારથી કહેવાય છે, બાકી રાગને ટાળવો એ પણ અમને છે નહિ. અહા ! અમારા હૃદયકમળમાંસ્વભાવસભુખનું ખીલેલું જે જ્ઞાન છે તે જ્ઞાનકમળમાં-પૂર્ણાનંદનો નાથ, ચૈતન્યચિંતામણિ એવો ભગવાન આત્મા બિરાજે છે. અહાહા...! કહે છે-“અમે તો હૃદયકમળમાં સ્થિત, સર્વ કર્મથી વિમુક્ત, શુદ્ધ આત્માને એકને સતત અનુભવીએ છીએ...' પહેલાં કહ્યું કે અમારા આત્મસ્વભાવમાં વિભાવ નથી. અહાહા...! ભગવાન આત્મા અંદર વિભાવથી રહિત છે. વળી, હવે કહે છે કે તે સર્વ કર્મથી રહિત છે; સર્વ કર્મથી-દ્રવ્યકર્મ, ભાવકર્મ ને નોકર્મથી–ભગવાન આત્મા રહિત છે. અહા ! આવા નિજ શુદ્ધાત્માને એકને અમે નિરંતર અનુભવીએ છીએ. અહાહા..! અમારી દષ્ટિમાં તો આવો પરમસ્વભાવમય આખો ભગવાન આત્મા વર્તે છે એમ કહે છે. અહા ! આવો મારગ બહુ ઝીણો! સમજાણું કાંઈ....? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #308 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૮] ૨૯૩ કહે છે–અમે શુદ્ધાત્માને એકને સતત અનુભવીએ છીએ. શું કીધું આ? ભગવાનને કેવળીને ને સિદ્ધને–અમે ભજીએ છીએ એમ નહિ, અને પર્યાયને અમે ભજીએ છીએ એમેય નહિ. પણ એ પ્રગટ પર્યાય તો અહીં એકને (દ્રવ્યને) જ ભજે છે એમ કહે છે. અહા ! અમે એકને-શુદ્ધાત્માને ભજીએ છીએ, ને એય સતત-નિરંતર ભજીએ છીએ. અર્થાત્ નિરંતર દ્રવ્યસ્વભાવ પ્રતિ જ અમારું પરિણમન વર્તે છે એમ કહે છે. જુઓ, આ ધર્મની દશા ને આ વાસ્તવિક સ્થિતિ! અત્યારે તો માર્ગ રહ્યો એક કોર ને બહારમાં ( વિકલ્પની) “ધામધૂમ ને ધમાધમ” ચાલે છે. પણ બાપુ! એમાં કાંઈ નથી. અહો! દિગંબર સંતોએ તો જગતને ન્યાલ કરી નાખ્યું છે. તેઓ સ્વયં તો ન્યાલ થઈ ગયા. ને જગત અહાહા...! કહે છેશુદ્ધ ભગવાન આત્મા કે જે કર્મથી વિમુક્ત ને વિભાવ વિનાની ચીજ છે, અને જે અમારા જ્ઞાનકમળમાં બિરાજે છે તે એકને જ અમે સતત અનુભવીએ છીએ. અહા ! કરવાયોગ્ય તો આ છે ભાઈ ! બાકી બીજી લાખ વાતો (ક્રિયા) કરે, પણ એ બધાં થોથેથોથાં છે પ્રશ્નઃ પદ્મનંદી પંચવિંશતિમાં દશ પ્રકારના ધર્મનું વર્ણન છે ત્યાં તો એમ આવે છે કે મુનિએ બાહ્ય વસ્તુનો ત્યાગ કર્યો છે? (ગા. ૧૦૩, ધર્મોપદેશામૃત અધિકાર) સમાધાન: હા, પણ બાપુ! એનો અર્થ શું? એનો અર્થ એમ છે કે બાહ્ય વસ્તુ પ્રત્યેનો જે વિકલ્પ છે એનો ત્યાં ત્યાગ છે. અહા ! જ્યાં અહીં નિજસ્વરૂપમાં ઠરે છે ત્યાં એ વિકલ્પનો ત્યાગ થઈ જાય છે. બાકી વ્યવહારથી એમ જ કહેવાય કે મુનિએ બાહ્ય વસ્તુનો ત્યાગ કર્યો છે. વ્યવહારનયનાં બધાં વચન એવાં જ હોય છે. (ભાઈ, નયવિભાગ બરાબર જાણવો જોઈએ). અહાહા..! અહીં કહે છે-અમે શુદ્ધાત્માને એકને સતત અનુભવીએ છીએ. કેમ? “કારણ કે અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી જ, નથી જ.' ન રજુ ર હેતુ સ્નાન્યથી સાધ્યસિદ્ધિ:'—એમ સમયસારમાં (કલશ ૨૦માં) પણ આવે છે ને? તો, અહીંયાં પણ એ જ શૈલી લીધી છે. ત્યાં પણ “ર ન વસુ' એમ છે, ને અહીંયાં પણ એ જ શબ્દો છે. જુઓ, અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી એમ પાછું સ્પષ્ટ કરે છે. એટલે કે આત્માના અનુભવથી મુક્તિ છે, ને દયા-દાન-વ્રત-ભક્તિ ઇત્યાદિના વિકલ્પથી મુક્તિ છે-એમ જરીયે છે જ નહિ. “નાન્યથા” –અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી એમ બેય જગ્યાએ સ્પષ્ટ છે. અહા! “અન્યથા'—એટલે અનેરા પ્રકારે. અહા! અમારા જ્ઞાનકમળમાં સ્થિત નિત્ય, ધ્રુવ, જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માના એકના અનુભવથી તો મુક્તિ છે, પણ અન્યથા અર્થાત્ અનેરા કોઈ પ્રકારે મુક્તિ નથી જ, નથી જ. ભાઈ, આ શુભભાવ હુમણાં કરીએ, ને પછી હળવે હળવે એનાથી શુદ્ધભાવ થશે એ તો મિથ્યાષ્ટિએ માનેલી વાત છે. અહા ! જ્યાં સ્વભાવમાં રાગ જ નથી ત્યાં એનાથી મુક્તિ થાય એ પ્રશ્ન જ ક્યાં છે? જે પોતામાં નથી એનાથી શું લાભ થાય? અહીં તો “અન્ય કોઈ પ્રકારે મક્તિ નથી જ. નથી જ '_એમ અત્યંત સ્પષ્ટ કહ્યું છે. તો હવે ક્યો પ્રકાર બાકી રહ્યો? અહો ! મુનિરાજે કાંઈ કલશો મૂકયા છે! જંગલમાં રહેતાં મુનિવરોએ સિદ્ધની સાથે વાત માંડી છે. એમ કે ભગવાન! તમે નિવૃત્ત થઈને જેમ અંદરમાં ગયા છો, તેમ હું પણ નિવૃત્ત થઈને અંદરમાં જાઉં છું. આવી અલૌકિક વાતુ છે ભાઈ ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #309 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪ [ નિયમસાર પ્રવચન શ્લોક ૩૫ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ કહે છે-જ્ઞાની-ધર્મી પુરુષોનો, સમકિતીનો આ નિર્ણય છે. શું? કે-સંસારીમાં સાંસારિક ગુણો હોય છે અને સિદ્ધ જીવમાં સદા સમસ્ત સિદ્ધિસિદ્ધ (મોક્ષથી સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયેલા) નિજ પરમગુણો હોય છે-આ પ્રમાણે વ્યવહારનય છે.' જુઓ, “ગુણો' શબ્દ અહીં પર્યાયોની વાત છે; કેમકે ગુણો તો ત્રિકાળી હોય છે, તેમાં વળી સંસાર કેવો ને મોક્ષ કેવો? અને એ તો અહીં વાત કરવી છે. તો, સંસારીમાં સાંસારિક ગુણો એટલે વિકારી પર્યાયો હોય છે એમ વાત છે. વળી, “સિદ્ધ જીવમાં સદા સમસ્ત સિદ્ધિસિદ્ધ નિજ પરમગુણો હોય છે. અહીં સિદ્ધમાં “નિજ પરમગુણો' કહ્યા એય પર્યાયો છે. “ગુણ”—એમ ભાષા છે, પણ તેનો અર્થ તો સમજવો જોઈએ ને? અહીં તો કહેવું છે કે-સંસારની પર્યાય સદોષ છે, જ્યારે સિદ્ધપર્યાય પરમ નિર્દોષ છે, પૂર્ણ નિર્દોષ છે.-આ પ્રમાણે વ્યવહારનય છે. શું કીધું આ? સંસારપર્યાય ને સિદ્ધની પર્યાય-બંનેય વ્યવહારનય છે, અર્થાત્ વ્યવહારનયનો વિષય છે. એ બન્ને પર્યાય છે ને? અને ભેદ પડયો ને? માટે, સંસારપર્યાય ને સિદ્ધપર્યાયબન્ને વ્યવહારનય છે. લ્યો, સિદ્ધપર્યાય પણ વ્યવહારનય છે એમ કહે છે. સમજાય છે કાંઈ? હવે કહે છે-નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ અને સંસાર પણ નથી જ.' જુઓ, વસ્તુ નામ આત્મામાં વિકારી વિભાવની પર્યાય તો નથી, પણ પૂર્ણ નિર્વિકાર એવી સિદ્ધની પર્યાય પણ નથી-એમ કહે છે. કારણ કે પર્યાય તો એક ભેદ છે, વ્યવહાર છે. માટે વસ્તુમાં-અંત:તત્વમાં સિદ્ધિ-મુક્તિ ને સંસાર-બેય નથી જ. અહા ! વ્યવહારનય છે, ને વ્યવહારનયનો વિષય પણ છે એમ પહેલાં સિદ્ધ કર્યું. એમ કે વ્યવહાર પર્યાયદષ્ટિએ-વ્યવહારે છે, પણ વસ્તુમાં ધ્રુવમાં એ વ્યવહાર નથી એમ કહે છે. ગજબ વાત છે ને? અહાહા...! એક સમયમાં ભગવાન આત્મા અંદર શુદ્ધ ચિદાનંદકંદ ધ્રુવ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. ને તેમાં, કહે છે, સિદ્ધિ ને સંસાર-બેય નથી જ. કેમકે ભગવાન આત્મા તો ધ્રુવ અભેદ છે, અને સિદ્ધિ ને સંસાર તો ભેદરૂપ છે, તેમજ એ સિદ્ધિ ને સંસાર પર્યાયનયનો, વ્યવહારનયનો વિષય છે. અહા! સંસારનો વ્યય ને મુક્તિની ઉત્પત્તિ-એમ ઉત્પાદ-વ્યયરૂપ એ પર્યાયો તો વ્યવહારનયનો-વર્તમાન પર્યાયને જાણનાર જ્ઞાનના અંશનો વિષય છે. માટે, નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ, ને સંસારેય નથી જ; અર્થાત્ નિશ્ચયનો વિષય જે ધ્રુવ એકરૂપ અભેદ છે તેમાં એ પર્યાયો નથી. સમજાણું કાંઈ...? “નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ.' અહા ! સ્વરૂપમાં સિદ્ધિ નામ મોક્ષ નથી જ અને તેથી આ જ નિશ્ચય મોક્ષમાર્ગ-શુદ્ધરત્નત્રય-એ પણ નિશ્ચયથી નથી જ. અર્થાત્ ત્રિકાળી ધ્રુવ અભેદ આત્મદ્રવ્યમાં નિશ્ચય મોક્ષમાર્ગ નથી. એ તો ભાઈ, પરમાત્મપ્રકાશમાં પણ આવે છે કે ભાવલિંગ કે જે નિર્વિકલ્પ મોક્ષમાર્ગ છે તે પર્યાય છે, અને તે પર્યાય વસ્તુમાં દ્રવ્યમાં ક્યાં છે? નથી. તો, એ વાત અહીં લીધી છે. અહા! ભાઈ, થોડું પણ વસ્તુનું જેવું અસ્તિત્વ છે તેવું એને બેસવું જોઈએ ને? અહા ! સંસારપર્યાય એક સમયની અવસ્થા છે, ને સિદ્ધપર્યાય પણ એક સમયની અવસ્થા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #310 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૮] ૨૯૫ તથા એ ઉત્પાદ-વ્યય પર્યાયનયનો-વ્યવહારનયનો વિષય છે. લ્યો, સિદ્ધપર્યાય પણ વ્યવહારનયનો વિષય છે. અહા ! તેથી વસ્તુ ધ્રુવ અભેદ છે એમાં તે નથી. આવી વાત! પણ હજુ અજ્ઞાની તો દયા–દાનવ્રતાદિના રાગથી લાભ થવાનું માને છે. પણ એ રાગ તો ક્યાંય રહી ગયો બાપુ ! એ તો અશુદ્ધ વ્યવહાર છે, ને અસભૂત વ્યવહાર છે. મારગ આવો છે ભાઈ ! શું થાય? વસ્તુની સ્થિતિ જ આવી છે. જો વસ્તુ આવી રીતે ન હોય તો, બીજી રીતે એ સિદ્ધ જ થશે નહિ. ભાઈ, વસ્તુનું હોવાપણું સિદ્ધ કરતાં તો આ જ સ્થિતિ આવીને ઊભી રહે છે. અહા! નિશ્ચય સમ્યગ્દર્શનનો વિષય જે વસ્તુ ધ્રુવ પરમાત્મા છે તેમાં, કહે છે કે, સિદ્ધિ પણ નથી ને સંસાર પણ નથી. તેમ જ તેમાં મોક્ષમાર્ગ પણ નથી. પણ જ્યાં ત્રિકાળી દ્રવ્યમાં મોક્ષ જ નથી ત્યાં વળી મોક્ષમાર્ગ તો ક્યાંથી હોય? કેમકે મોક્ષમાર્ગ તો અપૂર્ણ દશા છે. આવી વાત છે. અહાહા..! “નિશ્ચયાત ન ઇવ સિદ્ધિ:' નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ. અને “ન ર મવતિ ભવો –સંસાર પણ નથી જ. “નિર્ણયોયં વુધીનીમ્'-આ બુધ પુરુષોનો-સમ્યગ્દષ્ટિઓનો નિર્ણય છે. જઓ આનું નામ તત્ત્વનો નિર્ણય. અહા ! આ જ વસ્ત (ઉપાદેય. આશ્રયયોગ્ય ) છે એમ નિર્ણય કાંઈ એમ ને એમ થાય ? એ તો જ્યારે અંદરમાં વસ્તુના તળમાં જાય ને સ્વાનુભવ કરે ત્યારે નિર્ણય થાય કે આ વસ્તુ છે. અહા ! અહીંયાં નિર્ણય કહ્યો છે ને ? તો, નિર્ણય ક્યારે થાય? કે દ્રવ્યસ્વભાવમાં એકાગ્ર થાય ત્યારે નિર્ણય થાય કે અહો ! વસ્તુ એ છે કે જેમાં સંસારેય નથી ને સિદ્ધિય નથી, સમજાય છે કાંઈ...? ભાઈ, પર્યાયમાં સંસાર છે એ વ્યવહારનય કહ્યો; કેમકે પર્યાયમાં જે ઉદયભાવ, વિકારભાવ છે તે તેનામાં છે, પણ તે કાંઈ કર્મમાં છે, વા કર્મને લઈને છે એમ નથી. અહા ! એ ઉદયભાવ, મોહરાગ-દ્વેષ આદિ સંસારભાવ એની પર્યાયમાં છે. તો, એ જે વિકાર પર્યાયમાં છે તે પરને લઈને, કર્મને લઈને છે એમ નથી. પણ એ તો એની પર્યાયને લઈને છે. તેવી રીતે સિદ્ધિ પણ એની પર્યાયને લઈને છે, પણ કર્મનો અભાવ થયા માટે અહીં સિદ્ધિની પર્યાય છે એમ નથી, પણ એ તો એની પર્યાયને લઈને છે. તેવી રીતે સિદ્ધિ પણ એની પર્યાયને લઈને છે, પણ કર્મનો અભાવ થયો માટે અહીં સિદ્ધિની પર્યાય છે એમ નથી. નહીંતર તો, અર્થાત્ જો એમ ન સ્વીકારવામાં આવે તો એનો વ્યવહાર પણ સ્વતંત્ર સિદ્ધ થશે નહિ. હવે કોઈને એમ થાય કે માળો આવો જૈનધર્મ! આવો ધર્મ કેવો? આવો ધર્મ તો આ સોનગઢવાળાઓએ નવો કાઢયો છે.-આમ કેટલાક કહે છે. પણ ભાઈ ! અનંત તીર્થકરોએ ઓધ્વનિ દ્વારા કહેલો એવો મારગ જ આ છે. આમાં સોનગઢનું તો કાંઈ નથી. બાપુ! આ તો વસ્તુસ્થિતિ કેવળી ભગવંતોએ કહી તે છે. તને અભ્યાસ નથી એટલે શું થાય? એ તો શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે જૈનધર્મમાં અવાવરૂ કૂવા જેવું થઈ ગયું છે. અહીં કહે છે-“સંસારીમાં સાંસારિક ગુણો હોય છે. સંસારીને જે રાગ-દ્વેષ-મોહાદિ છે તે એના ગુણો” છે એમ કહે છે અને એનાથી તેને દુ:ખનો લાભ થાય છે. અહા! દુઃખ આપે એવો એ રાગ-દ્વેષમોટુ આદિ ભાવોનો ગુણ એટલે સ્વભાવ છે. તો, આ સંસારીના ગુણો છે. અહા ! પુણ્ય ને પાપ; રાગ ને દ્વષ; દયા-દાન-વ્રત-પૂજા-ભક્તિ ઇત્યાદિ ભાવો ને ક્રોધાદિ ભાવો એ સાંસારિક ગુણો છે એમ કહે છે. ભારે આકરી વાત બાપા! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #311 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૬ [નિયમસાર પ્રવચન વળી, ‘સિદ્ધ જીવમાં સદા સમસ્ત સિદ્ધિસિદ્ધ નિજ ૫૨મગુણો હોય છે.' જોયું? સિદ્ધના ગુણો ‘સમસ્ત સિદ્ધિસિદ્ધ’ હોય છે. ‘સિદ્ધિસિદ્ધ’ એટલે ? એટલે કે મોક્ષથી સિદ્ધ થયેલા ગુણો, મોક્ષથી પરિપૂર્ણ થયેલા ગુણો. અને એ ‘નિજ પરમગુણો’ નો અર્થ નિજ ૫૨મ-સર્વોત્કૃષ્ટ પર્યાયો છે. વળી જુઓ, તેને (સિદ્ધિના ગુણોને ) નિજ ગુણો કહ્યા છે. જ્યારે સંસારીઓના ગુણોને સાંસારિક ગુણો કહ્યા, નિજ ગુણો ન કહ્યા. કેમ ? કેમકે એ નિજ સ્વભાવરૂપ પર્યાયો નથી, નિજ સ્વરૂપભૂત નથી. જ્યારે સિદ્ધના આ ૫૨મગુણો-પર્યાયો નિજ (પોતાના ) છે. તેઓ નિજ સ્વભાવભાવ ને ? માટે નિજ ( પોતાના ) ગુણો છે. -આ પ્રમાણે, કહે છે, વ્યવહારનય છે. એટલે કે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે નિશ્ચય, ને ઉત્પાદ-વ્યયરૂપ પ્રગટ પર્યાય તે વ્યવહારનય છે.-આ રીતે અહીં નિશ્ચય-વ્યવહારને-બંનેને સિદ્ધ કર્યા છે. અહા! અજ્ઞાની હજી તો પ૨ને-શરીરાદિને-પોતાના માને છે. મૂઢ છે ને! જ્યારે અહીં કહે છેત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં સિદ્ધની પર્યાય પણ નથી, ને આ સંસારી પર્યાય પણ નથી. અહા! દ્રવ્યમાં–શુદ્ધ ૫૨મતત્ત્વમાં પર્યાય કેવી ? અરે, શુદ્ધપર્યાય પણ દ્રવ્યમાં ક્યાં છે? પર્યાય તો પર્યાયમાં છે. એ તો આગળ ૫૦મી ગાથામાં આવશે કે જેટલી કોઈ પર્યાય છે તે બધી પરદ્રવ્ય છે, પરભાવ છે, ને તેથી હેય છે. કેમકે પર્યાય દ્રવ્યમાં-ધ્રુવમાં–ચિન્માત્રવસ્તુમાં-નથી, માટે પર્યાય પરદ્રવ્ય જ છે એમ ત્યાં કહ્યું છે. ઝીણી વાત બહુ ભાઈ! આ ત્રિકાળી દ્રવ્ય સ્વ છે, તો પર્યાય કે જે એમાં નથી તે ૫૨ છે એમ ત્યાં વાત છે. માટે નિશ્ચયથી મુક્તિ પણ દ્રવ્યમાં નથી. એ (મુક્તિ ) પર્યાય છે ને? અને તે ઉત્પાદ-વ્યયરૂપ એક અંશ છે. માટે, તે ધ્રુવમાં ક્યાંથી આવે ? ન આવે. અહો ! મુનિરાજ વાતને ક્યાંથી ક્યાં લઈ ગયા તે તો જુઓ! અહા ! ‘નિશ્ચયથી તો ’–ખરેખર ૫રમાર્થદષ્ટિથી તો- સિદ્ધિ પણ નથી જ.' એટલે કે નિજ ત્રિકાળી દ્રવ્યમાં સિદ્ધિસિદ્ધની પર્યાય નથી જ. કેમકે એ પર્યાય તો પર્યાયમાં છે. ‘અને સંસાર પણ નથી જ. જુઓ, માત્ર ‘ નથી ’ એટલું નહિ, પણ ‘નથી જ' એમ ભાર આપીને કહ્યું છે. વળી, કહે છે−‘ આ બુધ પુરુષોનો નિર્ણય છે.' અહા! ધર્માત્મા જ્ઞાની પુરુષોનો આ નિર્ણય છે. જુઓ તો ખરા! ધર્માત્માનો કેવો નિર્ણય છે કે દ્રવ્યમાં સિદ્ધિ ને સંસાર-બેય નથી. આવો માર્ગ વીતરાગનો ભાખ્યો શ્રી જિનરાજ, (સમવસરણની મધ્યમાં શ્રી સીમંધર ભગવાન.) એ ૧૮મી ગાથા થઈ. હવે ૧૯મી ગાથા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #312 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૯] ૨૯૭ ગાથા – ૧૯ दव्वत्थिएण जीवा वदिरित्ता पुव्वभणिदपज्जाया। पज्जयणयेण जीवा संजुत्ता होंति दुविहेहिं।। १९ ।। પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિકે ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિક. ૧૯. અન્વયાર્થઃ- [ટ્રવ્યાર્થિન] દ્રવ્યાર્થિક નયે [ નીવડ] જીવો [પૂર્વમતિપર્યાયાત્] પૂર્વકથિત પર્યાયથી [ વ્યતિરિn:] *વ્યતિરિક્ત છે; [ પર્યાયનમેન ] પર્યાયનયે [ નીવા:] જીવો [ સંયુpT: ભવન્તિ] તે પર્યાયથી સંયુક્ત છે. [ કાખ્યાન્] આ રીતે જીવો બને નયોથી સંયુક્ત છે. ટીકા- અહીં બને નયોનું સફળપણું કહ્યું છે. ભગવાન અર્હત્ પરમેશ્વરે બે નયો કહ્યા છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્ય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક છે અને પર્યાય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે પર્યાયાર્થિક છે. એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય નથી પણ તે બન્ને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય છે. સત્તાગ્રાહક (-દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનારા) શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી મુક્ત તેમ જ અમુક્ત (સિદ્ધ તેમ જ સંસારી) સમસ્ત જીવરાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. કેમ ? “સર્વે સુદ્ધી હું સુદ્ધગયા. (શુદ્ધનયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે)' એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. વિભાવભંજનપર્યાયાર્થિક નયના બળે તે સર્વ જીવો (પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી) સંયુક્ત છે. વિશેષ એટલું કેન્દ્રસિદ્ધ જીવોને અર્થપર્યાયો સહિત પરિણતિ છે, પરંતુ વ્યંજનપર્યાયો સહિત પરિણતિ નથી. કેમ? સિદ્ધ જીવો સદા નિરંજન હોવાથી. (પ્રશ્ન:-) જો સિદ્ધ જીવો સદા નિરંજન છે તો બધા જીવો દ્રવ્યાર્થિક તેમ જ પર્યાયાર્થિક બને નયોથી સંયુક્ત છે (અર્થાત્ બધા જીવોને બન્ને નયો લાગુ પડે છે) એવો સૂત્રાર્થ (ગાથાનો અર્થ) વ્યર્થ ઠરે છે. (ઉત્તર:- વ્યર્થ નથી ઠરતો કારણ કે-) નિગમ એટલે વિકલ્પ તેમાં હોય તે નૈગમ. તે નૈગમય ત્રણ પ્રકારનો છે. ભૂત નૈગમ, વર્તમાન નૈગમ અને ભાવી નૈગમ. અહીં ભૂત નૈગમનયની અપેક્ષાએ ભગવંત સિદ્ધોને પણ વ્યંજનપર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે, કેમકે પૂર્વ કાળે તે ભગવંતો સંસારીઓ હતા એવો વ્યવહાર છે. બહુ કથનથી શું? સર્વ જીવો બે નયોના બળે શુદ્ધ તેમ જ અશુદ્ધ છે એવો અર્થ છે. એવી રીતે (આચાર્ય દેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ચોથા શ્લોક દ્વારા) કહ્યું છે કે [શ્લોકાર્ચ- ] બન્ને નયોના વિરોધને નષ્ટ કરનારા, સ્યાસ્પદથી અંક્તિ જિનવચનમાં જે પુરુષો રમે છે, તેઓ સ્વયમેવ મોહને વમી નાખીને, અનૂતન (-અનાદિ) અને કુનયના પક્ષથી નહિ ખંડિત થતી એવી ઉત્તમ પરમજ્યોતિને-સમયસારને-શીધ્ર દેખે છે જ.” * વ્યતિરિક્ત = ભિન્ન રહિત; શૂન્ય. ૧ જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે), ભવિષ્યકાળના પર્યાયને વર્તમાનવ સંકલ્પિત કરે (અથવા કહે), અથવા કંઈક નિષ્પન્નતાયુક્ત અને કંઈક અનિષ્પન્નતાયુક્ત વર્તમાન પર્યાયને સર્વનિષ્પન્નવત સંકલ્પિત કરે (અથવા કહે), તે જ્ઞાનને (અથવા વચનને) નૈગમનય કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #313 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮ [ નિયમસાર પ્રવચન વળી (આ જીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે) : (મતિની ) अथ नययुगयुक्तिं लंघयन्तो न सन्तः परमजिनपदाब्ज द्वन्द्वमत्तद्विरेफाः। सपदि समयसारं ते ध्रुवं प्राप्नुवन्ति क्षितिषु परमतोक्तेः किं फलं सज्जनानाम्।। ३६ ।। [ શ્લોકાર્ચ- ] જેઓ બે નયોના સંબંધને નહિ ઉલ્લંઘતા થકા પરમજિનના પાદપંકજયુગલમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે એવા જે પુરુષો તેઓ શીધ્ર સમયસારને અવશ્ય પામે છે. પૃથ્વી ઉપર પર મતના કથનથી સજ્જનોને શું ફળ છે (અર્થાત્ જગતના જૈનેતર દર્શનોનાં મિથ્યા કથનોથી સજ્જનોને શો લાભ છે) ? ૩૬ આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ( અર્થાત્ શ્રીમદ્ભગવતકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) જીવ અધિકાર નામનો પહેલો શ્રુતસ્કંધ સમાપ્ત થયો. ગાથા ૧૯ઃ ટીકા ઉપરનું પ્રવચન: અહા! ગાથાનો અર્થ સીધી ભાષામાં તો “દ્રવ્યાર્થિક નયે બધી પર્યાયથી રહિત જીવદ્રવ્ય છે”—એમ થાય છે, અને તેથી, કારણપર્યાયથી પણ રહિત જીવ છે એમ અર્થ થઈ જાય છે. પરંતુ, અહીં તેનો અર્થ ફક્ત એટલો જ કહ્યો છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ વ્યંજનપર્યાયથી રહિત છે. એટલે કે અહીં, પર્યાયરહિત જીવ છે એમ જે કહ્યું છે તેમાં માત્ર વ્યંજનપર્યાય લેવી છે. અને પછી તો, પર્યાયનયે સિદ્ધ પણ ( વિભાવ) વ્યંજનપર્યાય સહિત છે એમ કહેશે કેમકે “બધા જીવો”—એમ શબ્દ છે ને? તો તેમ નયવિવક્ષાથી કહેશે. તો, કહે છે અહીં બન્ને નયોનું સફળપણું કહ્યું છે.' જુઓ, અહીંયાં બન્ને નયોની યાતીનો–બન્ને નય છે એમ-સ્વીકાર કર્યો છે. શું કીધું? બન્ને નયોની ક્યાતી છે, ને તેના વિષય પણ છે એમ સ્વીકાર છે. અહા ! દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુ છે, ત્યાં દ્રવ્યમાં પર્યાય નથી, પણ પર્યાય પર્યાયમાં છે એવો અહીંયાં સ્વીકાર છે. તો, કહે છે-“ભગવાન અર્હત્ પરમેશ્વરે બે નયો કહ્યા છે: દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક.' ભાઈ, જુઓ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે બે નયો કહ્યા છે એમ કહે છે. કેમકે આ વાત બીજે ક્યાંય છે નહિ. વીતરાગ સર્વજ્ઞ સિવાય આવી વાત બીજે ક્યાં છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૯ પ્રશ્નઃ દુનિયાને-બધાને-રાજી રાખવા બધાય સરખા છે એમ કહેવું જોઈએ ને ? સમાધાનઃ ભાઈ, એમ કાંઈ ખોટી વાતથી બધા થોડા રાજી થઈ જાય? વળી, મોક્ષમાર્ગ પ્રકાશકના પાંચમા અધિકારમાં શું પં. ટોડરમલજીએ કહ્યું નથી કે- એવો તો કોઈ ઉપદેશ નથી, કે જે વડે સર્વ જીવોને ચેન થાય.' માટે, ભાઈ, બધાને પસંદ પડી જાય, ને બધા રાજી થઈ જાય એવી તો કોઈ અર્થાત્ એકેય વાત નથી. જો અભિપ્રાયમાં ફેર ન હોય તો પંથ જુદા અનેક પડે જ કેમ ? માટે, બધાને રાજી રાખવાનું જવા દે બાપુ! ને વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી વાત સ્વીકાર. અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન તીર્થંકરદેવે..., અહા! જુઓ, અહીં ‘ભગવાન અર્હત્ પરમેશ્વર' કીધા છે. એ પૂજ્ય છે ને? અહા! ઇન્દ્રોને પણ એ પરમેશ્વર પૂજ્ય છે. અહા ! એવા પરમેશ્વરે..., આ અદ્વૈત જ પરમેશ્વર છે હોં; બાકી જગતના કર્તા કોઈ પરમેશ્વર છે એમ છે નહિ. તો, એ ભગવાન અર્હત્ પરમેશ્વરે, કહે છે, બે નયો કહ્યા છેઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. હવે તેનો અર્થ કરે છે: દ્રવ્ય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક છે અને પર્યાય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે ને પર્યાયાર્થિક છે.’ શું કીધું આ ? કે વસ્તુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જેનું પ્રયોજન છે તેને દ્રવ્યાર્થિક નય કહે છે. અહા ! ત્રિકાળી એકરૂપ અભેદ વસ્તુને વિષય કરનાર-જાણનાર-જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિક નય કહે છે. અને પર્યાય જ–એક સમયની વર્તમાન અવસ્થા જ-જેનું પ્રયોજન છે તે પર્યાયાર્થિક નય છે. ભાઈ, બેય નયના વિષય જ્ઞાન કરવા (જાણવા ) માટે વસ્તુ (અસ્તિ ) છે કે નહીં? બન્ને વસ્તુ છે કે નહીં? કે પછી એક દ્રવ્યાર્થિક નયનો વિષય જ છે, ને પર્યાયાર્થિક નયનો વિષય જ નથી ? શું વ્યવહારનયનો વિષય જ નથી ? જો વ્યવહારનયનો વિષય જ ન હોય તો, પર્યાય જ ન હોય. અને પર્યાયના અભાવમાં કોઈ વસ્તુ જ સિદ્ધ નહિ થાય. પર્યાય જ ન હોય તો જીવની સિદ્ધદશા પણ ન હોય, ને એની સંસારદશા પણ ન હોય; અને તો જીવ પણ ન હોય. ભાઈ, એ રીતે તો કોઈ વસ્તુ જ સિદ્ધ નહિ થાય. માટે વ્યવહારનય અને વ્યવહારનયનો વિષય-અંશ, પર્યાય-અવશ્ય છે જ એમ સંમત કરવું. સમયસારમાં જે એમ કહ્યું છે કેહું પ૨ને મારું-જીવાડું, સુખી-દુઃખી કરું એ કોઈ વિષય જ નથી તો એ બીજી વાત છે; કેમકે એ તો અભિપ્રાય જ નિરર્થક છે. અહા! એનો વિષય જ ક્યાં છે? અર્થાત્ એ એવું ક્યાં કરી શકે છે? એ એવું કરી શકતો જ નથી; માટે તેનો વિષય જ નથી. તેથી એને અજ્ઞાન કહે છે. જો તેનો વિષય હોત તો તેને વ્યવહારનય કહેવાત, પણ આ તો મૂળ (વિષય) જ નથી. શું કીધું? સમજાણું કાંઈ ? જો તે પ૨નું કરી શકતો હોય તો ૫૨ને મારે-જીવાડે એ વ્યવહારનય કહેવાય. પણ એમ તો એ કરી શકતો જ નથી. તેથી તે વ્યવહારનય પણ નથી. કારણ કે એવી એની પર્યાય ક્યાં છે? એ ૫૨નું ક્ય ં કરી શકે છે? તો બંને નયોનું અહીં સફળપણું કહ્યું છે. વ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય-એમ કહીને અર્હત પરમેશ્વરે કહેલા બંને નયોનાં નામ પ્રથમ કહ્યાં અને પછી તેની વ્યાખ્યા તથા પ્રયોજન સિદ્ધ કર્યાં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #315 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩OO [ નિયમસાર પ્રવચન હવે કહે છે–એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય નથી પણ તે બંને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય છે.' પ્રશ્નઃ આમાં તો બંને નયોને અવલંબવાનું આવ્યું? સમાધાનઃ હા, એ બરાબર છે. પણ બન્ને નયોને અવલંબવું એટલે શું? કે જાણવા. અર્થાત્ અહીં જાણવાની વાત છે. બાકી અવલંબવું એટલે બીજું શું? અહા ! જેમાં અપેક્ષાએ વસ્તુનું કથન હોય છે એવા તે બેય નય ગ્રહવાયોગ્ય અર્થાત્ જાણવાયોગ્ય છે. આમાં બંને નય જેમ છે તેમ જાણવાની વાત છે. ભાઈ, એકલું દ્રવ્યનું જ કથન (ઉપદેશ) હોય, ને પર્યાયનું કથન જ ન હોય તો તે ઉપદેશ ગ્રહવાયોગ્ય નથી. તથા એકાંતે પર્યાયનું જ કથન હોય, ને દ્રવ્યનું કથન જ ન હોય તો તે ઉપદેશ પણ ગ્રહવાયોગ્ય નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં ગ્રહવાયોગ્ય એટલે જાણવાયોગ્ય-એમ વ્યાખ્યા-અર્થ કર્યો છે. માટે, દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય-બંને જાણવાયોગ્ય છે. દ્રવ્ય જ છે, ને પર્યાય નથી જ એમ કોઈ માને તો તે મિથ્યા એકાંત છે, કેમકે વસ્તુનો નિર્ણય તો પર્યાય જ કરે છે. તેથી, જો પર્યાય જ ન હોય તો દ્રવ્ય-વસ્તુનો નિર્ણય કોણ કરે? કોઈ જ નહિ. અને તો, વસ્તુ પણ કાંઈ ન કરે. વળી, દ્રવ્ય એ તો ત્રિકાળી કાયમ વસ્તુ છે, તેથી જ તે ન જ હોય તો પર્યાયનો આધાર કોણ? કોઈ જ નહિ. તો પર્યાય પણ ન રહે. એ રીતે બધું જ નાશ પામે. માટે, બંને નય જાણવાયોગ્ય છે. સમજાણું કાંઈ? અહા! એ તો મુનિરાજ પોતે જ આગળ (કલશ ૩૬માં) કહેશે કે આવી (સત્ય, ઉત્કૃષ્ટ) વાત જિનમતમાં અહતના મતમાં જ હોય છે. માટે, અન્યમતના કથનથી તને શું પ્રયોજન છે? માટે, અહંત પરમેશ્વરે બે નય કહ્યા છે તે યથાર્થપણે જાણવાયોગ્ય છે. બીજે ક્યાંય આવી વાત છે જ નહિ. અહા ! દરેક વસ્તુ દ્રવ્ય ને પર્યાયસ્વરૂપ છે. માટે બેય (દ્રવ્ય ને પર્યાય ) વસ્તુ છે. પર્યાય ભલે વર્તમાન એક અંશ હો, તોપણ તે વસ્તુ છે, કાંઈ વસ્તુ નથી. જો ત્રિકાળી ધ્રુવ એકરૂપ દ્રવ્યની અપેક્ષાએ પર્યાયને અવસ્તુ કહેવાય છે, પણ એ બીજી (ઉપાદેય તત્ત્વ સિદ્ધ કરવાની) વાત છે. તો પર્યાયની અપેક્ષાએ પર્યાય પણ વસ્તુ છે, અસ્તિ છે. અને તેથી એક નયના આશ્રયવાળો ઉપદેશ ગ્રહવાયોગ્ય નથી. અર્થાત્ કોઈ એકલું ધ્રુવ દ્રવ્ય જ કહે, ને પર્યાય છે જ નહિ એમ એકાંત કહેતો હોય તો એવો ઉપદેશ ગ્રહવાયોગ્ય નથી. અહા! પર્યાય આશ્રય કરવાલાયક નથી, પણ તે છે ખરી. તો, કહે છે એક નયના આશ્રયવાળો ઉપદેશ ગ્રહવાયોગ્ય-જાણવાયોગ્ય નથી પણ તે બંને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય છે. અંદર “બંને નયોને અવલંબતો ઉપદેશ”—એમ છે ને? તો, એમાં “વ્યવહારને અવલંબવો–એ ક્યાં (કહ્યું છે? એ તો બે નયોને અવલંબીને ઉપદેશ છે એમ વાત છે. અહા ! વસ્તુ તરીકે (વસ્તુની અપેક્ષાએ) વહુ-દ્રવ્ય પણ છે, ને પર્યાય તરીકે (પર્યાયની અપેક્ષાએ) પર્યાય પણ છે. આવો બે નયને અવલંબતો ઉપદેશ છે કે જે ગ્રહણ કરવાયોગ્ય છે, જાણવાયોગ્ય છે. હવે કહે છે-“સત્તાગ્રાહક (-દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનારા) શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી મુક્ત તેમ જ અમુક્ત (-સિદ્ધ તેમ જ સંસારી) સમસ્ત જીવરાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. કેમ? “સર્વે સુદ્ધાં દુ સુદ્ધગયા” (શુદ્ધનયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે) ” એવું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #316 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૯] ૩૦૧ (શાસ્ત્રનું) વચન હોવાથી.' અહાહા...! વસ્તુ નામ દ્રવ્યનો જે ત્રિકાળી સ્વભાવ છે-અહા ! એવી જે ધ્રુવ સત્તા છે-તેને ગ્રહનાર, જાણનાર એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે...અહા ! એકલી ત્રિકાળી શુદ્ધ સત્તારૂપ વસ્તુ જે અભેદ એક દ્રવ્ય છે તેને જાણનાર શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી, મુક્ત તેમ જ અમુક્તમુક્ત નામ સિદ્ધ, ને અમુક્ત નામ સંસારી-એમ સિદ્ધ ને સંસારી સમસ્ત જીવરાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. અંદર પાઠમાં (ગાથામાં) છે જુઓ, મૂળ પાઠમાં જ “પર્યાયોથી વ્યતિરિક્ત”—એમ શબ્દ છે. તો, તેનો (પર્યાયથી તિરિક્તનો) અર્થ મુનિરાજે આ કર્યો છે કે વ્યંજનપર્યાયથી વ્યતિરિક્ત. પર્યાય એટલે અહીં કારણશુદ્ધપર્યાય કે નિર્મળ પર્યાયની વાત નથી લેવી. અહીં તો માત્ર વ્યંજનપર્યાયની જ વાત લેવી છે, અને તે પણ વિભાવવ્યંજનપર્યાયની વાત લેવી છે, પરંતુ સ્વભાવભંજનપર્યાયનીય વાત અહીં નથી લેવી. પ્રશ્ન: એ શું કીધું? સ્વભાવભંજનપર્યાય ને વિભાવભંજનપર્યાય-એ શું છે? સમાધાનઃ સંસારદશામાં અને પ્રદેશોનો જે આકાર હોય તેને વિભાવભંજનપર્યાય કહે છે અને સિદ્ધને પ્રદેશોને જે આકાર હોય તેને સ્વભાવભંજનપર્યાય કહે છે. પરંતુ તેની (સ્વભાવભંજનપર્યાયની) અહીંયાં વાત લેવી નથી. અહા ! જે સિદ્ધ છે તેને અસંખ્ય પ્રદેશી આકાર તો છે, પણ તે શુદ્ધ છે. તો, એની અહીં વાત નથી લીધી. વળી સિદ્ધને અર્થપર્યાય પણ શુદ્ધ છે, તેની પણ અહીંયાં વાત નથી લેવી. ભાઈ, જરા ધ્યાન દઈને સમજવું, કેમકે થોડામાં અહીં આખું તત્ત્વ મૂકયું છે. અહા! આત્મા એ વસ્તુ છે કે નહિ? છે. તો, વસ્તુ છે તો તેનો આકાર પણ છે એમ કહે છે. અહા! તે આકારની સંસારદશામાં વિભાવવ્યંજનપર્યાય છે. ભાઈ, આ વસ્તુની સ્થિતિ છે હોં. અહા ! વસ્તુસ્થિતિની આવી વ્યાખ્યા વીતરાગ અતના મત સિવાય બીજે ક્યાંય છે નહિ. તો, કહે છે કે વસ્તુનો આકાર પ્રગટ છે. આપણે પહેલાં (ગા. ૧૫માં) આવ્યું તું ને? કે ઘટ-પટની જેમ વ્યંજનપર્યાય ચક્ષુ વડે દેખાય છે. જુઓને, આ (શરીરની અવગાહના પ્રમાણ ) આકાર દેખાય છે ને? જ્યારે અર્થપર્યાય છે તે સૂક્ષ્મ છે. તો, અહીં કહે છે-જે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ વસ્તુ છે તેને જાણનાર નયના બળે, જોયું? ‘બળ’ એવો શબ્દ આમાં મૂક્યો છે. એટલે કે એ નયની અપેક્ષાથી “પૂવોક્ત વ્યંજનપર્યાયોથી”—અહીંયા વ્યજંનપર્યાય એટલે વિકારી વ્યંજનપર્યાયની વાત છે, આત્માના પ્રદેશોનો વિકારી આકાર છે તેની વાત છે. જેમ કે આ શરીર પ્રમાણે જીવનો અંદર જે આકાર છે તે વિકારી આકાર છે. (વ્યંજન=પ્રગટ-બાહ્ય આકાર ). ભાઈ, આ વસ્તુની સ્થિતિ છે હોં. આવી વસ્તુસ્થિતિ સર્વજ્ઞ પરમેશ્વરે જ જાણી છે ને કહી છે. આ વાત બીજે ક્યાંય હોય જ નહિ. અહા ! આત્મા અસંખ્ય પ્રદેશી ચૈતન્ય પ્રભુ અનંતગુણનો પિંડલો છે. તો તે અનંતગુણનું પરિણમન તે અર્થપર્યાય છે; જ્યારે પ્રદેશત્વગુણનું જે આકારનું પરિણમન છે તે વ્યજંનપર્યાય છે, અને સંસારદશામાં તે વ્યંજનપર્યાય વિભાવરૂપે છે. તો, કહે છે-ત્રિકાળી સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે વિભાવવ્યંજનપર્યાય બેયને ( સંસારી ને સિદ્ધને) નથી. જો કે (પર્યાયથી જતાં) સંસારમાં વિભાવભંજનપર્યાય છે ખરી, પણ શુદ્ધ દ્રવ્યનો આશ્રય લેતાં જે ધ્રુવ જાણવામાં આવે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #317 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ નિયમસાર પ્રવચન તેમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયમાં–તે વ્યંજનપર્યાય નથી. અહા! સિદ્ધને તો તે વિભાવ વ્યંજનપર્યાય (પર્યાયરૂપે પણ ) છે જ નહિ, પણ સંસારીને પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે તે વિભાવવ્યંજનપર્યાય નથી એમ અહીં કહે છે. અહા ! શું કીધું-સમજાણું કાંઈ....? કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના જોરે પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી.., આગળ (ગા. ૧૫માં) ચાર વ્યંજનપર્યાય આવી હતી ને?–દેવ, નારક, મનુષ્ય ને પશુ. તો, તેના પ્રદેશોનો આકાર...., આ અરૂપી જીવને પણ પ્રદેશોનો આકાર છે એમ કહે છે. હવે આવું સર્વજ્ઞ સિવાય બીજે ક્યાં છે? તો, કહે છે–વસ્તુ છે તો તેનું ક્ષેત્ર પણ હોય છે. અહા! વસ્તુ-દ્રવ્ય હોય તો તેનું ક્ષેત્ર પણ હોય, તેનો કાળ પણ હોય, ને તેનો ભાવ પણ હોય છે. તો, તેનું જે ક્ષેત્ર છે તેનો આકાર હોય છે. અહા ! આવી વસ્તુની મર્યાદા છે, ને તે વડ વસ્તુની પરથી પૃથકતા છે. તો, આત્માના અસંખ્ય પ્રદેશનો આકાર છે તેને વ્યંજનપર્યાય કહે છે. હવે અહીં કહે છે-સંસારની અપેક્ષાએ જે વિભાવભંજનપર્યાય (નર, નારક આદિ) છે તે શુદ્ધનયની દષ્ટિએ છે જ નહિ. અહા ! શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ તે પર્યાય સિદ્ધને નથી ને સંસારીને પણ નથી. મૂળ તો તે પર્યાય સંસારીને નથી એમ કહેવું છે ને? કેમકે સિદ્ધને તો તે છે જ નહિ. તો, કહે છે- મુક્ત-અમુક્ત સમસ્ત જીવરાશિ પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી સર્વથા વ્યતિરિક્ત અર્થાત્ રહિત જ છે. લ્યો, પાછું અહીં તો “સર્વથા' કહ્યું છે. “શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે' એમ વાત છે ને? એટલે એમાં પાછું “કથંચિત્' ન આવે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયે તો સમસ્ત જીવરાશિ તેનાથી સર્વથા વ્યતિરિક્ત-રહિત જ છે, ભિન્ન જ છે. અહા! વિભાવભંજનપર્યાયરૂપ આકાર સંસારી જીવને પણ, શુદ્ધ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિક નયથી છે જ નહિ; પણ તે જુદી જ છે. એટલે કે વ્યવહારથી તે શુદ્ધ તત્ત્વ જુદું છે એમ કહે છે. અહો ! કેવી શૈલી છે! અહા! સંસારી જીવને અશુદ્ધતા અને વિભાવભંજનપર્યાય છે ખરાં. અહા ! એ બેય પર્યાયનયનો વિષય છે, ને એ પર્યાયરૂપે છે. પણ તેની ત્રિકાળી ધ્રુવ સત્તાની-શુદ્ધ ચિત્માત્ર વસ્તુ ભગવાન આત્માનીદષ્ટિએ જોતાં તે છે નહિ એમ કહે છે. સમજાય છે કાંઈ....? કેમ? સવ્વ સુદ્ધદુ સુદ્ધાયા (શુદ્ધનયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે) એવું (શાસ્ત્રનું) વચન હોવાથી.” અહા ! શાસ્ત્રનું દ્રવ્યસંગ્રહ (ગા. ૧૩) નું આ વચન છે કે શુદ્ધનયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે. અહીંયાં વિભાવભંજનપર્યાયનો અભાવ બતાવવો છે હોં. એમ કે વસ્તુ અંદર શુદ્ધ છે, તો એમાં વિભાવભંજનપર્યાય-વિકારી આકાર-ક્યાંથી આવે? એમ કહેવું છે. અહીં જીવની મુખ્યપણે વાત છે હોં; કેમકે આકાશાદિને તો સદા શુદ્ધભંજનપર્યાય હોય જ છે. અહા! આ આકાશ સર્વવ્યાપક છે ને? તો તેના પ્રદેશોનો ભંજનપર્યાય-પ્રગટ આકાર-પણ છે, અને તે સદાય શુદ્ધ છે. તેવી રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને કાળને પણ સદા શુદ્ધ આકાર છે. માત્ર એક પુદગલને અને બીજા સંસારી જીવને વિકારી વ્યંજનપર્યાય હોય છે. પરંતુ, અહીં કહે છે–શુદ્ધનયથી “શુદ્ધ' ની દ્રષ્ટિથી-સંસારીને પણ એ વિકારી વ્યંજનપર્યાય નથી. આવી વાતુ! અહા ! આ જીવ અધિકાર છે ને? તેથી એમાં આ જીવતત્ત્વની મર્યાદાનું વર્ણન ચાલે છે; એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #318 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૯] ૩૦૩ કે જીવની વસ્તુસ્થિતિ આ છે એમ કહે છે. શું? કે જીવને વિભાવભંજનપર્યાય-વિકારી આકારસંસારદશામાં છે. અહા! એવો પર્યાયનયનો વિષય છે. અહા ! સંસારીને અસંખ્ય પ્રદેશની વિકારી પર્યાયવિભાવરૂપ પ્રગટ આકાર-હોવા છતાં, શુદ્ધ સત્તાગ્રાહક દષ્ટિમાં તે છે જ નહિ એમ કહે છે.-આમ કહીને જીવની સત્તામાં ત્રિકાળી શદ્ધ સત્તા પણ છે. ને તેની વર્તમાન સત્તામાં અશદ્ધતા પણ છે એમ બેય સિદ્ધ કરે છે. સમજાય છે કાંઈ....? હવે, આવી વાત એક સર્વજ્ઞના મત સિવાય બીજે ક્યાં છે બાપુ? એકલા દ્રવ્યને માનનારા વેદાંતાદિમાં આ ક્યાં હોય? તેમ જ એકલી પર્યાયને માનનારા ક્ષણિકવાદી બૌદ્ધમાં પણ આ ક્યાં હોય ? અહા! અસંખ્ય પ્રદેશી અનંત આત્માઓ એકબીજાથી ભિન્નભિન્ન છે, ને તે પ્રત્યેકને સંસારમાં વિભાવપણે આકાર છે. તો, તેને વિભાવપણે આકાર છે એવું અસ્તિત્વ પર્યાયાર્થિક નયથી જાણવું. વળી, તેને “પર્યાયનયનો ઉપદેશ જાણવો” એમ કહે છે. બન્ને નયને અવલંબતો ઉપદેશ ગ્રહણ કરવો એમ કહ્યું ને? અહા ! કોઈ એકલા દ્રવ્યાર્થિક નયનો જ વિષય કહે, ને પર્યાયાર્થિક નયનો વિષય ન કહે-ન જણાવેલોપ કરે-તો તે ઉપદેશ જ ખોટો છે. ભાઈ ! આ તો વસ્તુસ્થિતિ જ આમ છે. નહીંતર બીજી રીતે વસ્તુસ્થિતિ સિદ્ધ જ થતી નથી. સમજાય છે કાંઈ....? શ્રીમદ્ રાજચંદ્ર પણ એક પત્રમાં કહ્યું છે કે હર કોઈ પદાર્થની વ્યાખ્યા આપણે ચાર પ્રકારથી કરી શકીએ. તેના દ્રવ્યથી, તેના ક્ષેત્રથી, તેના કાળથી, ને તેના ભાવથી. આ રીતે તેઓએ વસ્તુની સ્થિતિ જણાવી છે. આત્મા માટે પણ જો ચાર બોલ ઉતારીએ તો તે જાણવા જેવા છે. દ્રવ્ય-આત્માનું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે દ્રવ્ય છે, ક્ષેત્ર-તેનું ત્રિકાળ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર તે ક્ષેત્ર છે. સંસારમાં તેનો આકાર વિકારી છે અર્થાત્ પ્રગટ વ્યંજનપર્યાય સંસારમાં વિકારી છે, જ્યારે સિદ્ધને તે નિર્વિકાર શુદ્ધ છે. કાળ–આત્માની એક સમયની અવસ્થા તે કાળ છે, તથા ભાવ-તેના ત્રિકાળી શુદ્ધ ગુણો તે ભાવ છે. આ રીતે જીવવસ્તુનું સ્વરૂપ છે. ભાઈ, જીવનું દ્રવ્ય ને પર્યાય આવું સ્વરૂપ છે, માટે એ બેય જાણવાલાયક છે, પણ એકેય નય નિષેધ કરવાલાયક નથી. અહીં સંસારીને પણ વિકારી વ્યંજનપર્યાય નથી એમ જે કહ્યું છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના જોરે કહ્યું છે, કેમકે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય પર્યાય નથી, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જ એનો વિષય છે. ભાઈ, આત્મા...આત્મા...આત્મા–એમ તો બધાય કહે છે. પણ આત્મા અસંખ્ય પ્રદેશ છે, ને તેનો સંસારમાં વિભાવરૂપ આકાર છે એવું વર્ણન સર્વજ્ઞ સિવાય બીજે ક્યાં છે? તેથી જ તો મુનિરાજ કહે છે કે બે નયોને અવલંબતો ઉપદેશ જાણવાયોગ્ય છે. ભલે વ્યવહારનયનો વિષય હેય હો, પણ તે જાણવો તો જોઈશે ને? જાણ્યા વિના કોને ય કરવો? વળી, જે છે તે હેય હોય ને? કે જે ન હોય તે હેય હોય? માટે, જે પર્યાયને જ સ્વીકારે-જાણે નહિ, તે આત્માના અસંખ્ય પ્રદેશી વિભાવિક આકારને પણ સ્વીકારતો-જાણતો નથી. તેથી તે જે કાંઈ કહે તે બધું મિથ્યા એકાંત જ હોય છે, કેમકે તે આખી વસ્તુની મર્યાદા સ્થિતિ જાણતો જ નથી. આ જીવ અધિકારની છેલ્લી ગાથા છે ને? તો, એમાં બેય પડખાંથી વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરી છે. તો, કહે છે-શુદ્ધનયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે એવું શાસ્ત્રનું વચન હોવાથી શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે સંસારીને પણ વિભાવભંજનપર્યાય નથી. અહીં સુધી શુદ્ધ દ્રવ્યાર્થિક નયની વાત કરી. આવી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #319 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ [ નિયમસાર પ્રવચન વાતુ ઝીણી બાપુ! હવે બીજી નય કહે છે: વિભાવવ્યંજનપર્યાયાર્થિક નયના બળે...' અહા! આ ભાષા જુઓ ! આત્માના અસંખ્ય પ્રદેશમાં કર્મના નિમિત્ત સંબંધથી જે આકારનું વિભાવપણું છે તે પોતામાં પોતાને કારણે છે, અર્થાત્ તે પોતાની જ સ્થિતિ છે એમ કહે છે. અહા! તે કર્મને લઈને છે એમ નથી. એટલે કે વિભાવવ્યંજનપર્યાયનું અસ્તિત્વ-હોવાપણું જીવની પોતાની સત્તાને લઈને પોતામાં છે, ને આ જીવની મર્યાદા છે એમ કહે છે. તો કહે છે-“ વિભાવભંજનપર્યાયાર્થિક નયના બળે તે સર્વ જીવો (પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી) સંયુક્ત છે.' જુઓ, “સર્વ જીવો' કહ્યા ને? મતલબ કે સિદ્ધ ભગવાનનો જીવ પણ વિભાવભંજનપર્યાયથી સહિત છે એમ કહે છે. એ કેવી રીતે? ભાઈ, સિદ્ધના જીવની પર્યાય પણ પૂર્વે (સંસારાવસ્થામાં) વિભાવવ્યંજનપણે હતી ને? અત્યારે નથી, પણ પૂર્વે હતી તેને અહીં ગણતરીમાં લઈને કહે છે કે સિદ્ધનો જીવ પણ વિભાવભંજનપર્યાયથી સહિત છે. અહા ! મુનિનું કથન કેટલું ગંભીર છે! ભગવાન સિદ્ધને વૈભાવિક આકાર અત્યારે ભલે ન હો, કેમકે અત્યારે તો શુદ્ધ આકાર છે. પરંતુ અત્યારે તેને (શુદ્ધ આકારને) ગણવો નથી, પણ પૂર્વે એમને જે વિભાવભંજનપર્યાય-વિભાવિક આકારહતો તેની વાત કરવી છે. તો તેને લક્ષગત કરીને કહે છે-વિભાવવ્યંજનપર્યાયાર્થિક નયના બળે સર્વ જીવો પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી સંયુક્ત છે. અહા ! સંસારી ને સિદ્ધ બધાય જીવો વિભાવ-આકારથી સહિત છે. અહા ! એકલા સંસારી એમ નહિ, સિદ્ધ પણ વિભાવવ્યંજનપર્યાયોથી સહિત છે. કઈ અપેક્ષાએ? ભૂત નૈગમનયના બળે. અહા ! આવું જ જીવની પર્યાયનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ....? હવે કહે છે-“ વિશેષ એટલે કે સિદ્ધ જીવોને અર્થપર્યાયો સહિત પરિણતિ છે, પરંતુ વ્યંજનપર્યાયો સહિત પરિણતિ નથી.' જુઓ, અનંત ગુણોની શુદ્ધ અર્થપર્યાય સિદ્ધને છે, પણ પ્રદેશત્વગુણની આકૃતિનીવિભાવભંજનપર્યાય સિદ્ધને નથી. તો, કહે છે-વ્યંજનપર્યાયો સહિત પરિણતિ સિદ્ધને નથી. સિદ્ધને વ્યંજનપર્યાયો ગણી નથી, કેમકે તેમને વિભાવવ્યંજનપર્યાય નથી. વ્યંજનપર્યાયો એટલે અહીં વિકારી વ્યંજનપર્યાયો સમજવી. અહા! જેનો ( જે ગુણનો) જે અંશ વિભાવિકપણે છે તેને અહીં સિદ્ધ કરે છે. અહા! વસ્તુની મર્યાદા–સ્થિતિ ને એની સત્તા કેવી શૈલીથી સિદ્ધ કરે છે! ભાઈ, ત્રિકાળી સત્તા, ને એની પર્યાયની અશુદ્ધતાની સત્તા પણ એની (વસ્તુની) મર્યાદા છે. અહા ! ક્ષણ-ક્ષણની જે આકૃતિ-આકાર થાય છે તે પણ વસ્તુની મર્યાદા છે. માટે આવી વાત જ્યાં નથી, ને જ્યાં એક જ નયનું કથન છે તે કથન ગ્રહવાયોગ્ય નથી. અહા! સંસાર અનાદિ–સાંત છે. વસ્તુ-જીવદ્રવ્ય અનાદિ-અનંત છે, પણ તેનો સંસાર અનાદિ-સાંત છે; અને ત્યાં લગી જ તેને વિભાવવ્યંજનપર્યાય હોય છે એમ અહીં કહે છે. તે વિકાર છે ને? કર્મના નિમિત્તે તેનો પ્રગટ આકાર છે માટે તે વિકાર છે, વિભાવરૂપ છે અર્થાત્ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #320 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૯ ] વિભાવભંજનપર્યાય છે. તો, તે વિભાવવ્યંજનપર્યાયો સહિત પરિણતિ સિદ્ધને નથી. ‘ કેમ ? ’ તો કહે છે-‘સિદ્ધ જીવો સદા નિરંજન હોવાથી.’ અહાહા...! ભગવાન સિદ્ધ સદા નિરંજન-નિર્વિકાર હોવાથી તેમને વિભાવવ્યંજનપર્યાય નથી. અહો ! કેવી ગજબ શૈલીથી વસ્તુને સિદ્ધ કરે છે! એટલું કે ૩૦૫ અહા ! એક તો એમ કહ્યું કે -જીવના અસંખ્ય પ્રદેશ છે; વળી, –તેનો સમય-સમયનો આકાર વિભાવરૂપ પણ હોય છે. વળી, –શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે સંસારીનેય વિભાવવ્યંજનપર્યાય નથી. વિભાવવ્યંજનપર્યાયાર્થિક નયના બળે સિદ્ધનેય વિભાવવ્યંજનપર્યાયોથી સહિતપણું છે. વિશેષ –સિદ્ધને વિભાવવ્યંજનપર્યાયો સહિત પરિણતિ નથી. ઓહો..! કેવી વસ્તુની સ્થિતિ વર્ણવી છે. અહા! આવું વસ્તુનું સ્વરૂપ જૈન સર્વજ્ઞ પરમેશ્વરના માર્ગ સિવાય બીજે ક્યાંય હોઈ શકે જ નહિ. અહા! આ વાત અહીં જીવ અધિકારમાં કરીને આખી વસ્તુની સ્થિતિ સુસ્પષ્ટ વર્ણવી છે. અહો ! મુનિરાજની ગજબ શૈલી છે! અહા! વસ્તુ નામ જીવનો આકાર જ ન હોય તો, પ્રદેશત્વગુણ જ સિદ્ધ થાય નહિ, અને તો, એનો વિભાવરૂપ આકાર સંસારમાં છે તેય સિદ્ધ થાય નહિ. અરે, વસ્તુ જ સિદ્ધ ન થાય. વળી, કહે છે–સિદ્ધને બીજા ગુણોનું પરિણમન હોય છે, અર્થપર્યાયો સહિત સિદ્ધને પરિણતિ છે, પણ સિદ્ધને વ્યંજનપર્યાયો સહિત પરિણતિ નથી, અર્થાત્ વિભાવવ્યંજનપર્યાયો સંસારદશામાં જ જીવને હોય છે, પણ તે ભગવાન સિદ્ધને હોતી નથી. કેમ ? સિદ્ધ નિત્ય નિરંજન હોવાથી. આવી ગંભીર વાતુ બાપુ ! · (પ્રશ્ન: ) જો સિદ્ધ જીવો સદા નિરંજન છે તો બધા જીવો દ્રવ્યાર્થિક તેમ જ પર્યાયાર્થિક બંને નયોથી સંયુક્ત છે (અર્થાત્ બધા જીવોને બન્ને નયો લાગુ પડે છે) એવો સૂત્રાર્થ (ગાથાનો અર્થ ) વ્યર્થ ઠરે છે. ’ શું કહે છે? પ્રશ્ન સમજાણો કે નહિ? એમ કે બધા જીવો બે નયોથી સહિત છે એમ તમે કહ્યું હતું, ને અહીંયાં પાછું સિદ્ધને વિભાવવ્યંજનપર્યાયો સહિત પરિણતિ નથી–એમ કહીને તમે જ તેને કાઢી નાખો છો. તો, બધા જીવો બે નય સહિત છે એવી તમારી વાત ક્યાં રહી? અહા! વસ્તુ-દ્રવ્ય તરીકે ને પર્યાયપણે બંને નયોથી બધા જીવો સહિત જ છે, અને તેથી વ્યંજનપર્યાય સહિત બધા જીવ છે એમ તમે કહ્યું હતું, જ્યારે હવે તમે તો એમ કહો છો કે તે વ્યંજનપર્યાયો સિદ્ધને નથી. તો, પહેલાં તમે જે સૂત્રનો અર્થ કર્યો હતો તે ખોટો ઠરે છે. લ્યો, આવો પ્રશ્ન ! × (ઉત્ત૨: વ્યર્થ નથી ઠરતો કારણ કે–) નિગમ એટલે વિકલ્પ; તેમાં હોય તે નૈગમ. તે નૈગમનય ત્રણ પ્રકારનો છેઃ ભૂત નૈગમ, વર્તમાન નૈગમ અને ભાવી નૈગમ. અહીં ભૂત નૈગમનયની અપેક્ષાએ ભગવંત સિદ્ધોને પણ વ્યંજનપર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે, કેમ કે પૂર્વ કાળે તે ભગવંતો સંસારીઓ હતા એવો વ્યવહાર છે. બહુ કથનથી શું? સર્વ જીવો બે નયોના બળે શુદ્ધ તેમ જ અશુદ્ધ છે એવો અર્થ છે.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #321 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩/૬ [નિયમસાર પ્રવચન જુઓ, આ પ્રશ્નનું સમાધાન ! કહે છે–અમે કહેલો સ્ત્રાર્થ વ્યર્થ નથી ઠરતો. કેમકેમ કે એ વિભાવભંજનપર્યાય સિદ્ધને પૂર્વે હતો, તેથી એનો ઉપચાર કરીને તે સિદ્ધને વર્તમાનમાં છે એમ અહીં કહેવામાં આવેલ છે. બીજી રીતે કહીએ તો, પૂર્વે સિદ્ધને સંસારપર્યાય-વિકારપર્યાય નહોતી એમ નથી, પણ તે પૂર્વે હતી જ. આમ જીવની પર્યાયની સ્થિતિ સિદ્ધ કરે છે. અહા ! સંસારી જીવને તો વર્તમાનમાં જ વિકારી પર્યાય છે. પરંતુ સિદ્ધને તે વર્તમાન નથી; સિદ્ધને વર્તમાન તો પરિપૂર્ણ શુદ્ધ જ પર્યાય છે. તથાપિ સિદ્ધ ભગવંત પણ પર્યાયનયે વિભાવવ્યંજનપર્યાયથી સહિત હોય છે એમ જે કહેવામાં આવ્યું તેનું સમાધાન એમ છે કે પૂર્વે (સંસારાવસ્થામાં) સિદ્ધના જીવને પણ વિકારી આકારની પર્યાય હતી અને તેને લક્ષમાં લઈને તે અપેક્ષાએ તેઓ એનાથી સહિત છે એમ કહેવામાં આવેલ છે. અહા ! આમ જીવની પર્યાયની સ્થિતિ અહીં સિદ્ધ કરે છે. સમજાય છે કાંઈ? પરંતુ આ જાણીને પાછો આશ્રય તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો લેવાનો છે હોં. અહા ! જ્ઞાન બેયનું કરવાનું છે, કેમકે જ્ઞાન તો વસ્તુ જેમ છે તેમ જાણે ને? અન્યથા ન જાણે. પણ ધર્મી પુરુષ આશ્રય તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો જ લે છે. ધ્રુવનું જ એને શરણ છે. અહા! અહીં કહે છે-ભગવાન સિદ્ધનો જીવ પણ પૂર્વે સંસારદશામાં હતો. શું કીધું? પૂર્વે તેઓ સિદ્ધ જ હતા એમ કાંઈ નથી, પૂર્વે તેઓ સંસારી જ હતા; અને ત્યારે તેઓ વિકારપણે હતા. આત્માનો આકાર પણ ત્યારે કર્મના સંબંધમાં વિભાવપણે હતો. પરંતુ પછી કર્મનો સંબંધ છૂટી ગયો, ને તેઓ સ્વભાવપણે થઈ ગયા. માટે, પૂર્વની અપેક્ષાએ, ભૂત નૈગમનયે તેમને વિભાવભંજનપર્યાય કહેવાય છે. નીચે ફૂટનોટમાં અર્થ છે, જુઓ. જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે છે, ભવિષ્યકાળના પર્યાયને વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે), અથવા કંઈક નિષ્પન્નતાયુક્ત અને કંઈક અનિષ્પન્નતાયુક્ત વર્તમાન પર્યાયને સર્વનિષ્પન્નવત સંકલ્પિત કરે (અથવા કહે), તે જ્ઞાનને (અથવા વચનને) નૈગમનય કહે છે.' જુઓ, ભૂતકાળની અવસ્થાને વર્તમાનવ-જાણે કે તે અત્યારે જ હોય એમ-સંકલ્પિત કરે અથવા કહે તે નૈગમનાય છે. (જેમ કે ભગવાન આદિનાથને હમણાં પણ તીર્થકર આદિનાથ કહેવા.) તેવી રીતે ભવિષ્યકાળની અવસ્થાને વર્તમાનવ-જાણે કે તે અત્યારે જ હોય એમ-સંકલ્પિત કરે અથવા કહે તેય નૈગમનય છે. જેમકે કોઈ મોક્ષમાર્ગી કે જે સિદ્ધદશાને અત્યારે સાધે છે તેને સિદ્ધ કહેવા. મોક્ષ થયો નથી છતાં, પ્રવચનસારમાં તેને મોક્ષતત્ત્વ કહ્યું છે તે આ નયે કહ્યું છે. તથા કંઈક નિષ્પન્ન ને કંઈક અનિષ્પન્ન એવી વર્તમાન અવસ્થાને સર્વનિષ્પન્નવત, સંપૂર્ણ નિષ્પન્ન થઈ ગયેલી કહેવી-જાણવી તેય નૈગમનાય છે. જેમ કે ચૂલા ઉપર ચોખા ચઢી રહ્યા હોય તેને ચઢી ગયેલા ભાત કહીએ તે નૈગમનય છે. તો, આ પ્રમાણે, એક પ્રકારે નહીં, પણ અનેક પ્રકારે જેમાં કથન હોય તે નૈગમનાય છે. હવે કહે છે- “તે નૈગમનય ત્રણ પ્રકારનો છે. ભૂત નૈગમ, વર્તમાન નૈગમ અને ભાવી નૈગમ. અહીં ભૂત નૈગમન ની અપેક્ષાએ ભગવંત સિદ્ધોને પણ વ્યંજનપર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે.” અત્યારે પણ સિદ્ધને અશુદ્ધ વ્યંજનપર્યાય છે એમ ભૂત નૈગમનયના બળે કહેવામાં આવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #322 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૯ ] ૩૦૭ અહા ! વસ્તુની સ્થિતિ કેવી રીતે મૂકે છે એ તો જુઓ! અત્યારે ભલે સિદ્ધને વિભાવરૂપ આકૃતિ ન હોય, પણ પૂર્વે અસંખ્ય પ્રદેશની વિભાવરૂપ આકૃતિ હતી, તેથી પૂર્વની અવસ્થાનો આરોપ કરીને તેમને તે અત્યારે છે એમ ભૂત નૈગમનયના બળે કહેવામાં આવે છે. સિદ્ધને વિભાવવ્યંજનપર્યાય પૂર્વે પર્યાયમાં હતી ને? તેથી, તે પર્યાય નાશ થઈ હોવા છતાં તે વર્તમાનમાં છે એમ નથી કહેવામાં આવે છે. આમાં શું કહે છે તે સમજાય છે કાંઈ...? અહીંયાં ત્રણે કાળની પર્યાયનું સ્વરૂપ બતાવીને જીવના આકારની વિકારી પર્યાયને સિદ્ધ કરે છે. અને આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય હોઈ શકે નહીં. અહા! ભગવાન સિદ્ધને વર્તમાન વ્યંજનપર્યાય શુદ્ધ છે, એટલે તેનો નાનો-મોટો આકાર થતો નથી, અને તેથી તેમને વ્યંજનપર્યાય ગણી નથી. પરંતુ તેમને (સિદ્ધને) પૂર્વે વ્યંજનપર્યાયમાં નાનો-મોટો આકાર હતો. જેમ દરેક સંસારી જીવની વ્યંજનપર્યાયમાં ફેરફાર થાય છે, તેમ પૂર્વે સિદ્ધના જીવને પણ વ્યંજનપર્યાયમાં ફેરફાર થતો હતો. તો, એ લક્ષમાં લઈ પૂર્વની વિભાવરૂપ આકારની પર્યાયનો આરોપ દઈને તે વર્તમાનમાં છે એમ નૈગમનયે કહેવામાં આવે છે. તો, કહ્યું કે, સિદ્ધને પૂર્વે વ્યંજનપર્યાય-આકૃતિની પર્યાય-વિકારી હતી. પણ અત્યારે તે અશુદ્ધ નથી. છતાં, પૂર્વની પર્યાયનો આરોપ કરીને અત્યારે વિભાવવ્યંજનપર્યાય છે એમ કહેવાય છે. લ્યો, હવે આવી વસ્તુ છે તેમાં બધાયનો સમન્વય ક્યાંથી કરવો? અહા ! સર્વજ્ઞસ્વભાવી ભગવાને આવું જોયું છે. અને ઉપર ટીકામાં પણ કહ્યું ને કે “ભગવાન અર્હત્ પરમેશ્વરે બે નયો કહ્યા છે.' તો, તેમની સિવાયતેમને છોડીને બીજે ક્યાંય આવી વાત છે નહીં, હોઈ શકે નહીં. સર્વાપણું એક સમયમાં ત્રણ કાળ ને ત્રણ લોકને જાણે છે. અને એવી પ્રત્યેક જીવની શક્તિ છે. તો, આ શક્તિ જેમને પ્રગટ થઈ છે તેવા સર્વજ્ઞ પરમેશ્વરે વસ્તુનું આવું સ્વરૂપ જોયું છે અને વસ્તુનું સ્વરૂપ પણ આ રીતે જ હોઈ શકે. નહીંતર, બીજી રીતે તે સાબિત થઈ શકતું જ નથી. અહીં કહે છે ભગવાન સિદ્ધને વર્તમાનમાં વિભાવભંજનપર્યાય છે, ને અશુદ્ધતા પણ છે એમ ભૂત નૈગમનયના બળે કહી શકાય છે; કેમકે પૂર્વે તેઓ અશુદ્ધ હતા ને? તો અત્યારે પણ એવા છે એમ ભૂત નૈગમનયથી કહેવાય છે. જેમ ભવિષ્યમાં જે રાજા થવાનો હોય તેને અત્યારે રાજા કહેવાય, અને રાજાપણાથી કોઈ ઉતરી ગયો હોય-રાજાપણું બીજાને સોંપી દીધું હોય તો પણ તેને રાજા કહેવાય, તેમ સિદ્ધને પૂર્વે સંસારની દશામાં આકૃતિની વિકારી પર્યાય હતી તેથી, ભલે અત્યારે તે નથી તોપણ, ભૂતકાળની અપેક્ષા લઈ વર્તમાનમાં તે છે એમ કહેવામાં આવે છે. હવે આવી વાત, અધ્યાત્મની વાત સાથે મુનિવરોએ કુંદકુંદાચાર્યદવે પણ અહીં નાખી છે; તો ભાઈ ! એણે જાણવી તો પડશે ને? અહા ! અંદર જેવો વસ્તુની પર્યાયનો અંશ છે, વા પર્યાયનો જેવો સ્વભાવ છે તેવો એણે નકકી કરવો પડશે એમ કહે છે. અહા ! વસ્તુ તો જે છે એ જ છે; પણ તે ચીજ આવી છે એમ એના જ્ઞાનમાં યથાતથ્ય ન આવે તો પછી તેનો સહારો-આશ્રય કેવી રીતે લઈ શકે ? અહા! આ નિયમસાર (મોક્ષમાર્ગ) છે ને? તેથી, જેવો અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા છે તેવો અહીં વર્ણવે છે. જુઓ, શ્રીમદે પણ આત્મસિદ્ધિમાં કહ્યું છે ને કે-“શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન...' તો, ત્યાં એમ કહ્યું છે કે ભગવાન આત્મા ચૈતન્યઘન છે, અસંખ્ય પ્રદેશ છે. તેના એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે. માટે, અસંખ્ય પ્રદેશ સિદ્ધ થાય છે. આત્માના તે અસંખ્ય પ્રદેશ છે તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #323 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩/૮ | [ નિયમસાર પ્રવચન અખંડ; કાંઈ કોઈ પ્રદેશ આમ છૂટો-જુદો પડી જાય છે એમ નથી; છતાં તે છૂટો છે, ભિન્ન છે. કેમ? કેમકે નહીંતર તો, અર્થાત્ એકમાં બીજાનો અભાવ ન રહે તો, અસંખ્ય પ્રદેશ સિદ્ધ થઈ શકશે નહિ. આ વાત પ્રવચનસારની ૯૯મી ગાથામાં છે. અહા ! આ બધું જાણીને એણે વળવાનું ને ઠરવાનું તો અખંડ, ધ્રુવ દ્રવ્યમાં જ છે હોં. પરંતુ દ્રવ્ય ઉપર વળવામાં પર્યાયનું સત્યપણું (સપણું ) જો જ્ઞાનમાં ન હોય તો, અહા! જે રીતે તેનો વ્યંજનપર્યાય વિકારી વા નિર્વિકારી છે તેનું સાચું જ્ઞાન ન હોય તો, તે સ્વભાવ તરફ વળીઢળી શકશે જ નહિ. અહીં કહે છે-“કેમ કે પૂર્વ કાળે તે ભગવતો સંસારીઓ હતા એવો વ્યવહાર છે.' સિદ્ધો પણ પૂર્વે સંસારીઓ હુતા તેથી આ વ્યવહાર છે. પ્રશ્નઃ પણ સિદ્ધ તો અનાદિના છે ને? સમાધાન: સાંભળને હવે! અનાદિના સિદ્ધ છે એ તો સામાન્ય અપેક્ષાએ વાત છે. પણ જ્યાં વ્યક્તિ-વ્યક્તિ નવા સિદ્ધ થાય છે એમ વાત છે ત્યાં તો તેઓ પહેલાં સંસારી હતા, ને નવા સિદ્ધ થયા એમ કહેવાય છે. તો, કહે છે–પૂર્વ કાળે તે ભગવંતો સંસારી હતા, ને તેથી આ વ્યવહાર છે એમ કે સિદ્ધ પહેલાં અશુદ્ધ હતા, માટે તેઓ અત્યારે અશુદ્ધ છે એમ કહેવાનો વ્યવહાર છે. એ તો ભક્તિમાં આવે છે ને કે હે ભગવાન! તમે અત્યારે મોટા થઈને બેઠા છો, પણ અજ્ઞાનદશામાં આપણે બધા ભેગા રમતા હતા તે શું તમે ભૂલી ગયા? હે પ્રભુ! બાળપણે ( અજ્ઞાનપણે ) આપણે નિગોદાદિમાં સાથે રહ્યા હતા તે શું આપ ભૂલી ગયા ? આવું આવે છે ને ? તો, ભક્તિમાં આમ કહીને. સિદ્ધને પર્વે અજ્ઞાનદશા હતી એમ સિદ્ધ કરે છે. અને તેથી તેમને વર્તમાનમાં અજ્ઞાનદશા છે એવો કહેવાનો વ્યવહાર છે એમ કહે છે. બહુ કથનથી શું? સર્વ જીવો બે નયોના બળે શુદ્ધ તેમ જ અશુદ્ધ છે એવો અર્થ છે.” અહા! જેવી સ્થિતિ અશુદ્ધ આકૃતિની ને મલિનતાની પૂર્વે હતી તે સિદ્ધ કરીને, સિદ્ધદશામાં પણ તે વર્તમાનમાં છે એમ આરોપ કરીને કહ્યું. ને આ રીતે બે નયોના બળે બધા જીવો આવા શુદ્ધ-અશુદ્ધ છે એમ કહે છે. આવી ગંભીર વાતુ છે બાપુ! હવે કહે છે-“એવી રીતે (આચાર્યદવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ચોથા શ્લોક દ્વારા ) કહ્યું છે કે-' બન્ને નયોના વિરોધને નષ્ટ કરનારા, સ્યાસ્પદથી અંકિત જિનવચનમાં જે પુરુષો રમે છે...' અહા! સ્યાસ્પદની મુદ્રાવાળી ભગવાન કેવળીને વાણી અર્થાત્ વાણીનો ભાવ બંને નયોના વિરોધને નષ્ટ કરી દે છે. સ્યાસ્પદ એટલે શું? સ્યાસ્પદ એટલે કથંચિત, કોઈ અપેક્ષાએ કહેવું તે. અહા ! તો અપેક્ષા દર્શાવીને જિનવચન બંને નયોના વિરોધને મટાડી દે છે. અહા ! દ્રવ્યાર્થિક નયે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, ને પર્યાયનયે, પર્યાયથી જોતાં, પર્યાયમાં અશુદ્ધતા છે, વિકાર છે. વળી સિદ્ધને નિર્વિકાર શુદ્ધતા છે, તોપણ પૂર્વે અશુદ્ધતા હતી તે અપેક્ષાએ અશુદ્ધતા છે એમ કથંચિત કહેવાય છે. આ પ્રમાણે સ્યાસ્પદથી અંકિત જિનવાણી સર્વ વિરોધને મટાડી દે છે. તો, એવા જિનવચનમાં જે પુરુષો રમે છે... જિનવચનમાં રમે છે એટલે શું? એટલે કે વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેવા ભાવમાં રમવું અર્થાત્ ભગવાને કહેલો શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય જે શુદ્ધ ચિત્માત્ર વસ્તુ એક જ્ઞાયકભાવ છે તેમાં એકાગ્ર થઈ તેનો જ અભ્યાસ કરવો તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #324 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉO૯ ગાથા-૧૯] જિનવચનમાં રમવું છે. તો, જિનવચનમાં અર્થાત્ વીતરાગી ભાવમાં એટલે કે ભગવાન જિનેશ્વરે કહેલા અખંડ, એક ધ્રુવ જ્ઞાયકભાવમાં જે પુરુષો રમે છે, “તેઓ સ્વયમેવ મોહને વમી નાખીને,' ... અહાહા..! કહે છે-તેઓ સ્વયમેવ-પોતે જ-મિથ્યાત્વને વમી નાખે છે. અહા! પર્યાયમાં વિકારવિભાવ હોવા છતાં જેઓ ભગવાન જ્ઞાયકસ્વરૂપ નિજ આત્મામાં એકાગ્ર-અંતર્લીન થાય છે તેઓ પોતાની મેળે જ બીજા કોઈ કારણ વિના જ-મિથ્યાત્વને વમી નાખે છે. (અર્થાત તેઓ સમ્યકત્વને પામે છે. ) એ તો કાલે (કળશ ૩૪માં) આપણે ન આવ્યું? કે અમારા આત્મસ્વભાવમાં વિભાવ નથી, તેથી તેની અમને ચિંતા નથી અને અહીંયાં પણ જેને સ્વભાવનું ભાન ગયું છે તેની વાત છે ને? તેથી, કહે છે કે, પર્યાયમાં વિકાર ને વિભાવ છે, છતાં પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માનો પરમભાવ એવો જે સ્વભાવ છે તેના ભાનમાં-દષ્ટિમાં, વિભાવ અસત્ છે. અહા! નિત્યાનંદ ધ્રુવ વસ્તુમાં વિભાવ નથી, ને વસ્તુની દષ્ટિમાં પણ વિભાવ નથી. પર્યાયમાં વિભાવ સત્ છે તો હો, પણ જેને નિજ સ્વભાવનું ભાન થયું છે કે આ સ્વભાવ તો ચૈતન્ય..ચૈતન્ય.ચૈતન્ય-એવો જ્ઞાનમૂર્તિ ધ્રુવ છે તે કહે છે કે આ સ્વભાવમાં વિભાવ કેવો? અહાહા....! મુનિરાજ કહે છે-અમને સ્વભાવની દષ્ટિ થઈ છે તેથી અમને વિભાવની ચિંતા નથી અહા ! શુદ્ધ ચિદાનંદઘન નિજ પ્રભુને અમે જાણ્યો છે, ને તેમાં વિભાવ અસત્ છે, તેથી અમને વિભાવની કોઈ ચિંતા નથી. એટલે કે હવે અમને સંસાર જ નથી એમ કહે છે. અહા ! હવે અમારે ક્યાં ભવ કરવો પડશે, ને ક્યાં જશું-એવી કોઈ ચિંતા અમને નથી, કેમકે અમે તો નિજ પરમભાવસ્વભાવમાં છીએ ને ત્યાં જ રહેશું-રમશું-ઠરશું. તો, કહે છે-“તેઓ સ્વયમેવ મોહને વમી નાખીને, અનૂતન (-અનાદિ) અને કુનયના પક્ષથી નહિ ખંડિત થતી એવી ઉત્તમ પરમજ્યોતિને-સમયસારને-શીધ્ર દેખે છે જ.” અહાહા..! ચૈતન્યની પરમજ્યોતિ, જ્ઞાનની ઝળહળ જ્યોતિ એવો ભગવાન આત્મા અનૂતન છે, અર્થાત્ તે નવો થયો નથી, પણ તે પુરાણ પુરુષ અનાદિથી છે, છે ને છે જ. વળી તે કુનયના પક્ષથી ખંડિત થતો નથી. એટલે કે કોઈ એકાંત કહેતું હોય કે-દ્રવ્ય નથી, પર્યાય જ છે; વા પર્યાય નથી, દ્રવ્ય જ છે–તો એવા કુનયથી તે ખંડિત થતો નથી. વળી, તેને અહીં જ્યોતિ કહી છે ને? તો, સંસારને તો બાળીને ભસ્મીભૂત કરી નાખે છે એવી એ ઉત્તમ જ્યોતિ છે. તો, કહે છે–એ પુરુષો, મોહરહિત થઈને, ઉત્તમ ચૈતન્યજ્યોતિરૂપ નિજ સમયસારને શીધ્ર દેખે છે જ અર્થાત્ અલ્પકાલમાં તેઓ મુક્તિને પામે છે. પાછું જોયું? “શીઘ્ર દેખે છે જ'—એમ કહ્યું છે. અહા ! પૂર્ણાનંદસ્વરૂપ નિજ ભગવાન આત્માનું અને અપૂર્ણ તથા વિકારની દશાનું-બેયનું યથાર્થ જ્ઞાન કરીને જે પૂર્ણ ચિદાનંદઘનસ્વરૂપમાં ઢળે છે, રમે છે, લીન થાય છે, અહાહા...જેમની રમતું સ્વભાવ સાથે મંડાણી છે, તેમને મોહનો-મિથ્યાત્વનો નાશ થઈને અલ્પકાળમાં મુક્તિ થાય છે જ. અહા! એ ઉત્તમ જ્યોતિ-પરમ ચૈતન્યજ્યોતિ નહોતી ને થઈ છે એમ નથી. એ તો અનાદિથી એવી ને એવી જ વિદ્યમાન છે, તેમ જ તે કદીય કુનયથી ખંડિત થતી નથી; કુનયથી-મિથ્યા પક્ષથીખંડિત થાય એવી એ ચીજ જ નથી. તો, જેઓ જિનવચનમાં રમે છે, એટલે કે ભગવાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #325 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧) [ નિયમસાર પ્રવચન જ્ઞાયકમાં એકાગ્ર-લીન થાય છે, તેઓ તે પરમજ્યોતિને શીધ્ર પામે છે જ, અર્થાત્ તેઓ અલ્પકાળમાં કેવળજ્ઞાનને પામે છે જ. લ્યો, આવી અંતરની વાતુ! શ્લોક ૩૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ “જેઓ બે નયોના સંબંધને નહિ ઉલ્લંઘતા થકા પરમજિનના પાદપંકજયુગલમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે.' અહા ! દ્રવ્ય, દ્રવ્યપણે ત્રિકાળ ધ્રુવ છે, ને પર્યાય, પર્યાયપણે વર્તમાન છે; તે બેય થઈને એક સમયમાં આખી વસ્તુ છે-એમ વસ્તુસ્થિતિને જે યથાર્થ જાણે છે તે નયોના સંબંધને નહિ ઉલ્લંઘતા એવા સંતપુરુષો છે. અર્થાત્ સપુરુષો બે નયોના વિષયને ઓળંગતા નથી, પણ વસ્તુને બે નયોની યુક્તિ વડે જેમ છે તેમ યથાર્થ જાણે છે. વળી તેઓ પરમજિન અર્થાત્ ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવના ચરણકમળમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે. અહા ! ધર્મી સંત પુરુષો ભગવાન વીતરાગદેવના ચરણકમળમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે. અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરને જેવી અંદરમાં પૂર્ણ સહજ શક્તિ હતી તે પર્યાયમાં વ્યક્ત-પ્રગટ થઈ છે. તો, એવા પૂર્ણ પરમાત્મા વીતરાગ સર્વજ્ઞદેવે કહેલા બે નયોની યુક્તિને નહીં ઓળંગતા થકા-બેય નયને જેમ છે તેમ યથાતથ્ય જાણતા થકા-ધર્મી સપુરુષ પરમ યોગીશ્વર જિનપરમાત્માના ચરણકમળમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે. એટલે શું? કે ભગવાનને જેમ પૂર્ણ વીતરાગતા ને સર્વજ્ઞતા પર્યાયમાં પ્રગટ થયા છે તેમ, પોતાનો પણ અંદર પૂર્ણ સહજ વીતરાગ ને સર્વજ્ઞસ્વભાવ છે એમ જાણીને, પુરુષો નિજ વીતરાગસ્વભાવમાં ભ્રમરની જેમ લીન થાય છે. અહા ! ભમરો જેમ ગુંજારવ કરે છે, ને પુષ્પના રસમાં મત્ત થઈ લીન થાય છે તેમ ભગવાન આત્માના ચિદાનંદઘન સ્વભાવમાં સત્પરુષો, આ હું છું—એમ પ્રતીતિ કરીને મત્ત થઈ તલ્લીન થાય છે. આવો મારગ છે. તો, ભગવાને કહેલા માર્ગમાં રહેલા “એવા જે સત્પરુષો તેઓ શીધ્ર સમયસારને અવશ્ય પામે છે.” એ તો સમયસારમાં પણ આવ્યું હતું ને કે સર્વ નયોનું કથંચિતપણું સ્વીકારીને... અહા ! વિભાવનયથી આત્મા વિભાવપણે છે, કેમકે પર્યાયમાં વિભાવ છે, માટે વિભાવનય વિભાવ અસત નથી, કેમકે નહીંતર તો વ્યવહારનય જ ન હોય. તેથી બંને નયો વડે કથંચિત્ જે પ્રકારે જ્યાં વ્યાખ્યાન હોય તેને તે પ્રમાણે ત્યાં સ્વીકારીને જાણીને જે પોતાના સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં રમે છે તે આત્માને જરૂર શીધ્ર પામે છે, અર્થાત્ અલ્પકાળમાં તેને પૂર્ણ આનંદ ને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અહા! ભગવાને કહેલા બે નયોનું ને તેના વિષયોનું વાસ્તવિક જ્ઞાન કરીને, જે નિજ સ્વભાવમાંનિજ પરમભાવમાં-રમે છે તે શીધ્ર આત્માને પામે છે એમ કહેવું છે. ભાઈ, જ્ઞાન તો બેય નયનું કરવાનું છે ને? બે નય છે, ને ભગવાને બે નય કહ્યા છે, એટલે બેયને જાણવા તો જોઈશે ને? પણ બેયને જાણીને, શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવમાં, એટલે કે અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યરસનું નિજ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #326 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૯] ૩૧૧ સત્ત્વ છે તેમાં જે રમે છે, લીન-તલ્લીન થાય છે તે જરૂર શીઘ્ર કેવળજ્ઞાનને પામે છે. અહીં “રમે છે તે પર્યાય થઈ, ને જેમાં રમે છે તે વસ્તુ-દ્રવ્ય થયું. (આમ બંને નય અવિરોધપણે સિદ્ધ થયા.) હવે કહે છે-“fક્ષતિષ પરમતોm: વિરું સં સંજ્ઞનાનામ્” “પૃથ્વી ઉપર પર મતના કથનથી સજ્જનોને શું ફળ છે?” અહા! આવો ભગવાન સર્વજ્ઞ વીતરાગદેવનો સુંદર સર્વોત્કૃષ્ટ મારગ છે, તો પછી તેને છોડીને અન્યમતના કથનમાં શું છે કે સજ્જનો તે પ્રતિ પ્રેરાય? અહા ! સર્વજ્ઞ પરમેશ્વરે જે આ બે નયો કહ્યા છે, ને વસ્તુની સ્થિતિ યથાતથ્ય દર્શાવી છે, હવે તે તેમની સિવાય પૃથ્વી ઉપરના અન્યમતમાં તો ક્યાંય છે નહિ. ન્યાય અને યુક્તિયુક્ત વસ્તુનું અને મારગનું સ્વરૂપ અન્યમતમાં ક્યાંય છે નહિ, તો અન્યમતના કથનથી સજ્જનોને શું લાભ થાય? કાંઈ લાભ ન થાય. લ્યો, આમ કહે છે. હવે માણસને આ બહુ આકરું લાગે છે. પણ બાપુ! આ તો વસ્તુની સ્થિતિ-મર્યાદા છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે, ને તે વસ્તુના સ્વરૂપનું કથન ભગવાન સર્વજ્ઞના માર્ગ સિવાય બીજે ક્યાંય છે જ નહિ. તેથી અહીં કહે છે–પર મતના કથનથી સજ્જનોને શું ફળ છે? એમ કે ભગવા તો સજ્જનોને સમયસાર મળે જ છે. પર્ણ આનંદ ને કેવળજ્ઞાન મળે જ છે. તો છે પછી અન્યમતથી સજ્જનોને શું કામ છે? કેમકે અન્યમતથી તો સંસાર સિવાય બીજું કાંઈ ફળ નથી. અન્યમતનું ફળ સંસાર જ છે. પ્રશ્નઃ આમાં શું કરવું? કેમકે જૈન પરમેશ્વરે કહ્યું એ જ બસ સાચું-એમ માનવાથી તો પક્ષ થઈ જશે? સમાધાનઃ એમ નહીં થાય ભાઈ ! કેમકે જૈન પરમેશ્વરે જ સત્ય જોયું-જાણ્યું છે, ને કહ્યું છે. અહા ! વીતરાગભાવે તેમણે જાણ્યું છે ને કહ્યું છે. માટે ભગવાને કહેલી વાત બીજે ક્યાંય નથી. સર્વજ્ઞ પરમેશ્વરના વીતરાગ મારગ સિવાય બીજે ક્યાંય આ વાત છે નહીં. ભાઈ, કોઈને સારું લાગે કે ન લાગે. બાપુ! મારગ તો આ છે. સમજાણું કાંઈ... ? ભાઈ, વસ્તુની સ્થિતિ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય સત્યાર્થ સ્વરૂપે કોણ કહી શકે? જુઓને! આ છેલ્લી ગાથામાં વ્યંજનપર્યાયની વાત કહીને આવું સ્વરૂપ સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય નથી એમ કહેવું છે. આ સમયે સમયે જે આકૃતિ તેના (-જીવના) અસ્તિત્વમાં છે તેને કહીને ત્રણ કાળની પર્યાયનું અસ્તિત્વ એનામાં કેવું છે એ સિદ્ધ કર્યું. તો, હવે આવી વાત બીજે ક્યાં છે બાપુ? નથી જ. તેથી તો કહે છે કે પૃથ્વી ઉપરના અન્યમતના કથનથી સજ્જનોને શું ફળ છે? અર્થાત્ સત્પરુષોને સર્વજ્ઞ વીતરાગના મારગ સિવાય બીજું કેમ હોય? ન જ હોય. અહા ! વીતરાગ પરમેશ્વરે કહેલા આવા દ્રવ્ય-પર્યાયના સ્વરૂપનું જેને અંતરમાં ભાન થયું છે, ને જે ભેદવિજ્ઞાનના અભ્યાસથી નિરંતર નિજસ્વરૂપમાં રમે છે, તેને સમયસાર મળે જ છે, કેવળજ્ઞાન સહિત પરમાનંદની પ્રાપ્તિ થાય જ છે, તો પછી અન્યમતના કથનથી તેને શું ફળ છે? અર્થાત્ સત્પરુષોને અન્યમત પ્રતિ રુચિ હોય જ નહિ, કેમકે એનું ફળ સંસાર છે. શું કીધું? અન્યમતની રુચિ-શ્રદ્ધા ને અન્યમતના અનુસરણથી તો ચતુર્ગતિના પરિભ્રમણરૂપ સંસાર જ ફળશે. માટે જેનાથી સંસાર જ ફળે એવા અન્યમતના અનુસરણથી સપુરુષને શું કામ છે? અહા! કહે છે-“જગતના જૈનેતર દર્શનોનાં મિથ્યા કથનોથી સજ્જનોને શો લાભ છે?' લ્યો, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #327 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૨ નિયમસાર પ્રવચન આમાં તો જૈન સિવાયના ઉત્તરદર્શનોનાં બધાં મિથ્યા કથનો છે એમ કહે છે. આ અજ્ઞાનીને-અન્યમતિને બહુ આકરું લાગે હોં. પક્ષમાં જે બેઠો હોય તેને આ એવું લાગે કે અરર! આ શું કહે છે? પણ બાપુ! આ તો વસ્તુસ્થિતિ છે ને ભગવાન! તું કે બીજો કોઈ જ્યારે આત્માને કહે, અને તે (આત્મા) જો સર્વવ્યાપક હોય તો તો થઈ રહ્યું. તેમાં બીજું કાંઈ હોય જ નહિ. અર્થાત્ સમજવું હોય નહિ, ને કાંઈ ટાળવું પણ હોય નહિ; કાંઈ જ હોય નહિ. પણ એમ તો છે નહિ. માટે, તે સર્વવ્યાપક નથી, પણ પોતાના (અસંખ્યાત પ્રદેશના) ક્ષેત્રમાં વ્યાપક છે. ભાઈ, એનો કેટલો આકાર છે, કેવો આકાર છે, એના કેટલા ભાવ છે, એના કેટલા અર્થપર્યાય છે ઇત્યાદિ એ વસ્તુસ્થિતિ તો એણે જાણવી જોઈશે ને? પરંતુ એ બધું બે નયનું કથનવર્ણન તો ભગવાન વીતરાગના મારગમાં જ છે, બીજે ક્યાંય છે જ નહિ. માટે, કહે છે, બીજાનાં-પર મતનાં કથનોથી ધર્મી-સંત પુરુષોને શું કામ છે? લ્યો, એ જીવ અધિકાર પૂરો થયો. આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ( અર્થાત્ શ્રીમદ્ભગવતકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) જીવ અધિકાર નામનો પહેલો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.” (અને, આ રીતે પુરુષ પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં તાત્પર્યવૃત્તિ ટીકા ઉપરનાં જીવ અધિકાર પરનાં પ્રવચનો સમાપ્ત થયાં.) — — — — — — — — — — Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #328 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૦] ૩૧૩ -૨અજીવ અધિકાર ગાથા - ૨૦ अणुखंधवियप्पेण दु पोग्गलदव्वं हवेइ दुवियप्पं। खंधा हु छप्पयारा परमाणू चेव दुवियप्पो।।२०।। પરમાણુ તેમ જ સ્કંધ એ બે ભેદ પુદ્ગલદ્રવ્યના; છ વિકલ્પ છે સ્કંધો તણા ને ભેદ બે પરમાણુના. ૨૦ અન્વયાર્થ- [1yધવિધેન તુ] પરમાણુ અને સ્કંધ એવા બે ભેદથી [પુનિદ્રવ્ય] પુદ્ગલદ્રવ્ય [ દ્ધિવિત્પન્ ભવતિ] બે ભેદવાળું છે; [ ધા: ] સ્કંધો [વતુ] ખરેખર [ પર્ણવIST:] છે પ્રકારના છે [ પરમાણુ: ઘ gવ દ્વિવિ7: ] અને પરમાણુના બે ભેદ છે. ટીકા- આ, પુદ્ગલ દ્રવ્યના ભેદોનું કથન છે. પ્રથમ તો પુદ્ગલદ્રવ્યના બે ભેદ છેઃ સ્વભાવપુદ્ગલ અને વિભાવપુદ્ગલ. તેમાં, પરમાણુ તે સ્વભાવપુદ્ગલ છે અને સ્કંધ તે વિભાવપુદ્ગલ છે. સ્વભાવપુદ્ગલ કાર્યપરમાણુ અને કારણ પરમાણુ એમ બે પ્રકારે છે. સ્કંધોના છ પ્રકાર છે: (૧) પૃથ્વી, (૨) જળ, (૩) છાયા, (૪) (ચક્ષુ સિવાયની) ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો, (પ) કર્મયોગ્ય સ્કંધો અને (૬) કર્મને અયોગ્ય સ્કંધો-આવા છે ભેદ છે. સ્કંધોના ભેદ હવે કહેવામાં આવતાં સૂત્રોમાં (હવેની ચાર ગાથાઓમાં) વિસ્તારથી કહેવાશે. [ હવે ૨૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે (અનુકુમ ) गलनादणुरित्युक्तः पूरणात्स्कन्धनामभा। विनानेन पदार्थेन लोकयात्रा न वर्तते।। ३७।। [શ્લોકાર્ચ- ] (પુદ્ગલપદાર્થ) ગલન દ્વારા (અર્થાત્ ભિન્ન પડવાથી) “પરમાણુ' કહેવાય છે અને પૂરણ દ્વારા (અર્થાત્ સંયુક્ત થવાથી) સ્કંધ' નામને પામે છે. આ પદાર્થ વિના લોકયાત્રા હોઈ શકે નહિ. ૩૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #329 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪ [ નિયમસાર પ્રવચન - અજીવ અધિકાર - ગાથા ૨૦ઃ ટીકા ઉપરનું પ્રવચન: “હવે અજીવ અધિકાર કહેવામાં આવે છે.” જુઓ, જીવ અધિકાર પૂર્ણ થયો, ને હવે અજીવ અધિકાર શરૂ થાય છે. અહા ! ભગવાને જ્ઞાનમાં જીવ અને અજીવ એમ બે જાતનાં દ્રવ્યો જોયાં છે. તેમાં અજીવના પાંચ પ્રકાર છે. તો, એણે તે જાણવા જોઈશે ને? અહા! પહેલાં શુદ્ધ ચૈતન્યવસ્તુ ભગવાન આત્માની વાત કરી, ને હવે એનાથી ભિન્ન અજીવનું સ્વરૂપ કહે છે. તે અજીવમાં પણ, પહેલાં પુદ્ગલનું સ્વરૂપ વર્ણવે છે. તો, કહે છે-“આ, પુદ્ગલદ્રવ્યના ભેદોનું કથન છે.' જુઓ, અજીવ પાંચ પ્રકારના છે. તેમાંથી જે પુદ્ગલ છે તેની આ વ્યાખ્યા છે. ત્યાં, પ્રથમ તો પુદ્ગલદ્રવ્યના બે ભેદ છેઃ સ્વભાવપુદ્ગલ અને વિભાવપુદ્ગલ.” અહા! મુદ્દ-પુરાવું તે, પૂરણ: અને ગલગંગળવું, છૂટા પડવું તે-એમ પૂરણ ને ગલન જેમાં (સ્વભાવથી) થાય છે તે પુદ્ગલ છે. તેના બે ભેદ છેઃ સ્વભાવપુદ્ગલ અને વિભાવપુદ્ગલ.-આ બધું જાણીને એ પુદ્ગલ મારા આત્માથી જુદી ચીજ છે એમ શ્રદ્ધા કરવી. અને તે માટે આ બતાવવામાં આવે હવે કહે છે-“તેમાં, પરમાણુ તે સ્વભાવપુદ્ગલ છે અને સ્કંધ તે વિભાવપુદ્ગલ છે.' અહા! શું કીધું? કે જે એક પોઈન્ટમાત્ર-એક (અવિભાગી) રજકણ છે, કે જેને બીજાથી કાંઈ પણ સંબંધ નથી અર્થાત્ જેમાં વિભાવ નથી તે પરમાણુ છે, ને તેને સ્વભાવપુદ્ગલ કહે છે. એક પરમાણુને સ્વભાવપુદ્ગલ કહેવામાં આવે છે. અહા ! એક પુદ્ગલ પરમાણુ જે સહજ સ્વભાવપણે છે તે જ વાસ્તવિક પુદ્ગલ છે, સ્વભાવપુદ્ગલ છે. અહા ! આવો પુદ્ગલ પરમાણુ પોતાના (જડ) સ્વભાવપણે છે, પણ તે કાંઈ આત્માના સ્વરૂપમાં છે એમ નથી, આત્માથી અત્યંત ભિન્ન જ છે. હવે, બે રજકણથી માંડીને અનંત પરમાણુ જે પિંડરૂપે એકઠા (બંધાયેલા) દેખાય છે તે બધાને વિભાવપુદગલ કહેવામાં આવે છે. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, પૈસા, દાળ, ભાત, શાક, રોટલા, સોનું, પથ્થર, માટી ઇત્યાદિ બધા સ્કંધ છે, એટલે કે ઘણા રજકણોના બનેલા પિંડ છે, અને તે વિભાવપુદગલ છે. એક પિંડમાં રહેલા એ રજકણો એકબીજાના નિમિત્ત-નૈમિત્તિક સંબંધમાં આવ્યા છે ને? તેથી, વિકારી પર્યાયમુક્ત તે પુદ્ગલો વિભાવપુદ્ગલ છે. જો કે તેને વિકાર છે, છતાં દુ:ખ નથી. જડ છે ને? જડને શું સુખ-દુ:ખ? પણ, આ તો એનું સ્વરૂપ આવે છે એમ અહીં વર્ણવ્યું છે. ભાઈ, સ્વભાવપુદ્ગલ હો, કે પિંડગત વિભાવપુલ હો, ભગવાન આત્માથી એ ભિન્ન જ છે, ને એનાથી ચૈતન્યવહુ આત્મા અત્યંત ભિન્ન જ છે. - હવે કહે છે-“સ્વભાવપુદ્ગલ કાર્યપરમાણુ અને કારણ પરમાણુ એમ બે પ્રકારે છે.” અહા ! એક પરમાણુ કે જે છેલ્લો પોઈન્ટ છે તે વસ્તુ છે, અસ્તિ છે, જગતનું તત્ત્વ છે. તેના, કહે છે, બે ભેદ છે. જુઓ, પહેલાં પુગલના બે ભેદ કહ્યા સ્વભાવપુલ અર્થાત્ પરમાણુ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #330 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૦] ૩૧૫ ને વિભાવપુદ્ગલ અર્થાત્ સ્કંધ. હવે, સ્વભાવપુદગલના-પરમાણુના-પણ બે ભેદ કહે છે: કાર્યપરમાણુ ને કારણપરમાણુ. આનો વિશેષ ખુલાસો આગળ (ગાથા ૨૫માં ) આવશે. વળી, “ધોના છ પ્રકાર છેઃ (૧) પૃથ્વી, (૨) જળ, (૩) છાયા, (૪) (ચક્ષુ સિવાયની) ચાર ઈન્દ્રિયોના વિષયભૂત સ્કંધો, (૫) કર્મયોગ્ય સ્કંધો અને (૬) કર્મને અયોગ્ય સ્કંધો-આવા છે ભેદ છે.” જુઓ, અનેક રજકણોનો જે પિંડ થાય તેને સ્કંધ કહે છે, અને તેના ઉપર કહ્યા પ્રમાણે છ પ્રકાર છે. તો, “કંધોના ભેદ હવે કહેવામાં આવતાં સૂત્રોમાં (હવેની ચાર ગાથાઓમાં) વિસ્તારથી કહેવાશે. હવે પછીની ચાર ગાથાઓમાં તેનો વિસ્તાર કહેવાશે. શ્લોક ૩૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: “(પુદગલપદાર્થ) ગલન દ્વારા (અર્થાત ભિન્ન પડવાથી) “પરમાણુ” કહેવાય છે, અને પૂરણ દ્વારા ( અર્થાત સંયુક્ત થવાથી) “સ્કંધ ” નામને પામે છે.' જુઓ, અહીંયાં પરમાણુ અને સ્કંધની વ્યાખ્યા કરે છે. તો, કહે છે-ગલન દ્વારા પરમાણુ કહેવાય છે. એટલે શું? કે જે પરમાણુ છે તે સ્કંધમાંથી–પિંડમાંથી છુટો પડતાં પ્રાપ્ત થાય છે. અહા ! જે આ રજકણોના જથ્થારૂપ પિંડ-સ્કંધ છે તેમાંથી જે છેલ્લો રજકણ એકાકી છૂટો પડે તેને અહીં પરમાણુ કહેવામાં આવે છે. વળી, પૂરણ દ્વારા અર્થાત્ સંયુક્ત થવાથી સ્કંધ નામને પામે છે. એમ તો, પોતે પરમાણુ યુદ્ધ ને ગલ-પુરાવું ને ગળવું-એવા બન્ને સ્વભાવરૂપ છે. પણ અહીં સ્થૂળ રીતે, પરમાણુનો સ્વભાવ સ્કંધથી છૂટા પડવાનો-જુદા પડવાનો-ગળવાનો છે એમ કહે છે; અને તેને પરમાણુ કહીએ. જ્યારે ઘણા રજકણોનો પિંડ-જથ્થો થાય એટલે કે પૂરણ થાય તેને સ્કંધ કહીએ. હવે કહે છે-“આ પદાર્થ વિના લોકયાત્રા હોઈ શકે નહિ.' અહા! જે આ ગમન, ને હલન-ચલન છે ને? તે આ જડની ક્રિયા છે, તે કાંઈ આત્માની ક્રિયા નથી. હાલવું, ચાલવું, ઊઠવું, બેસવું, દાળ-ભાતનું થવું, ખાવું-પીવું ને મકાનનું થવું ઇત્યાદિ જે બધી ક્રિયાની સ્થિતિ છે તે પુદ્ગલ પરમાણુની છે, પણ આત્માની નહિ. તો, કહે છે કે આ પદાર્થ વિના લોયાત્રા એટલે કે લોકમાં ભ્રમણ હોઈ શકે નહિ. અહા ! આમથી તેમ જવું તે પુદ્ગલની ક્રિયા છે, અને તે ભગવાન આત્માથી ભિન્ન છે; આત્માની તે ક્રિયા છે નહિ. એ પુદ્ગલની ક્રિયાને આત્માની માને તે ભ્રાન્તિ છે, મિથ્યાત્વ છે. -લ્યો, એ ૨૦મી ગાથાનો કળશ થયો. હવે ૨૧ થી ૨૪-એમ ચાર ગાથાઓ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #331 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬ [ નિયમસાર પ્રવચન ગાથા ૨૧ – ૨૪ अइथूलथूल थूलं थूलसुहुमं च सुहुमथूलं च। सुहुमं अइसुहुमं इदि धरादियं होदि छब्भेयं ।।२१।। भूपव्वदमादीया भणिदा अइथूलथूलमिदि खंधा। थूला इदि विण्णेया सप्पीजलतेल्लमादीया।।२२।। छायातवमादीया थूलेदरखंधमिदि वियाणाहि। सुहुमथूलेदि भणिया खंधा चउरक्खविसया य।।२३।। सुहुमा हवंति खंधा पाओग्गा कम्मवग्गणस्स पुणो। तव्विवरीया खंधा अइसुहुमा इदि परूवेंति।।२४।। અતિસ્થૂલભૂલ, ધૂલ, પૂલસૂક્ષમ, સૂક્ષ્મણૂલ, વળી સૂક્ષ્મ ને અતિસૂક્ષ્મ-એમ ધરાદિ પુદ્ગલસ્કંધના છ વિકલ્પ છે. ૨૧. ભૂપર્વતાદિક સ્કંધને અતિપૂલસ્થૂલ જિને કહ્યા, ઘી-તેલ-જળ ઇત્યાદિને વળી ઘૂલ સ્કંધો જાણવા; ૨૨. આત૫ અને છાયાદિને સ્થૂલસૂક્ષ્મ સ્કંધો જાણજે, ચતુરિંદ્રિના જે વિષય તેને સૂક્ષ્મણૂલ કહ્યા જિને; ૨૩ વળી કર્મવર્ગણયોગ્ય સ્કંધો સૂક્ષ્મ સ્કંધો જાણવા, તેનાથી વિપરીત સ્કંધને અતિસૂક્ષ્મ સ્કંધો વર્ણવ્યા. ૨૪. અન્વયાર્થઃ- [ ગતિશૂનરયૂના: ] અતિસ્થૂલસ્કૂલ, [ ધૂતા: ] સ્કૂલ, [ ધૂન સૂક્ષ્મા: ર ] સ્થૂલસૂક્ષ્મ, [ સૂક્ષ્મઘૂતા: ] સૂક્ષ્મણૂલ, [ સૂમ] સૂક્ષ્મ અને [ગતિસૂક્ષ્મા:] અતિસૂક્ષ્મ [તિ ] એમ [ ધરાવ: મેવાડ ભવન્તિ] પૃથ્વી વગેરે સ્કંધોના છ ભેદ છે. [ સૂપર્વતા: ] ભૂમિ, પર્વત વગેરે [ તિરધ્રૂતરત્થના. તિ થા: ] અતિપૂલસ્થૂલ સ્કંધો [ મળતા: ] કહેવામાં આવ્યા છે; [ સર્બિનતૈતાદ્ય: ] ઘી, જળ, તેલ વગેરે [ ધૂતા: તિ વિશેયા:] સ્કૂલ સ્કંધો જાણવા. [છાયતિપાદ્ય:] છાયા, આત૫ (તડકો) વગેરે [ ધૂનેતન્યા : તિ] સ્થૂલસૂક્ષ્મ સ્કંધો [વિનાનાદિ] જાણ [૨] અને [ વતુરક્ષવિષય: ન્ય.] ચાર ઇન્દ્રિયોના વિયભૂત સ્કંધોને [સૂક્ષ્મણૂના: તિ] સૂક્ષ્મણૂલ [ મળતા: ] કહેવામાં આવ્યા છે. [પુન:] વળી [ કર્મવરિચ પ્રાયોચાઃ] કર્મવર્ગણાને યોગ્ય [ ળ્યા: ] સ્કંધો [ સૂક્ષ્મ: ભવન્તિ ] સૂક્ષ્મ છે; [તદ્વિપરીત: ] તેમનાથી વિપરીત (અર્થાત્ કર્મવર્ગણાને અયોગ્ય ) [ T.] . Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #332 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૧-૨૪] સ્કંધો [ અતિસૂક્ષ્મા: ફતિ] અતિસૂક્ષ્મ [ પયન્તિ ] કહેવામાં આવે છે. ટીકાઃ- આ, વિભાવપુદ્દગલના સ્વરૂપનું કથન છે. સુમેરુ, પૃથ્વી વગેરે (ઘન પદાર્થો) ખરેખર અતિસ્થૂલસ્થૂલ પુદ્દગલો છે. ઘી, તેલ, છાશ, દૂધ, જળ વગેરે સમસ્ત (પ્રવાહી) પદાર્થો સ્થૂલ પુદ્દગલો છે. છાયા, આતપ, અંધકાર વગેરે સ્થૂલસૂક્ષ્મ પુદ્દગલો છે. સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણંદ્રિય અને શ્રોત્રંદ્રિયના વિષયો-સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ-સૂક્ષ્મસ્થૂલ પુદ્દગલો છે. શુભાશુભ પરિણામ દ્વારા આવતાં એવાં શુભાશુભ કર્મોને યોગ્ય ( સ્કંધો ) તે સૂક્ષ્મ પુદ્દગલો છે. આમનાથી વિપરીત અર્થાત્ કર્મોને અયોગ્ય (સ્કંધો ) તે સૂક્ષ્મસ્થૂલ પુદ્દગલો છે.-આમ (આ ગાથાઓનો ) અર્થ છે. આ વિભાવપુદ્દગલનો ક્રમ છે. ૩૧૭ [ભાવાર્થ:- સ્કંધો છ પ્રકારના છેઃ (૧) કાષ્ઠપાષાણાદિક જે સ્કંધો છેદવામાં આવતાં સ્વયમેવ સંધાઈ શકતા નથી તે સ્કંધો અતિસ્થૂલસ્થૂલ છે. (૨) દૂધ, જળ આદિ જે કંધો છેદવામાં આવતાં ફરીને સ્વયમેવ જોડાઈ જાય છે તે સ્કંધો સ્થૂલ છે. (૩) તડકો, છાંયો, ચાંદની, અંધકાર ઇત્યાદિ જે સ્કંધો સ્થૂલ જણાતા હોવા છતાં ભેદી શકાતા નથી કે હસ્તાદિકથી ગ્રહી શકાતા નથી તે સ્કંધો સ્થૂલસૂક્ષ્મ છે. (૪) આંખથી નહિ દેખાતા એવા જે ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો સૂક્ષ્મ હોવા છતાં સ્કૂલ જણાય છે ( -સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાથી સૂંઘી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે) તે સ્કંધો સૂક્ષ્મસ્થૂલ છે. (૫) ઇન્દ્રિયજ્ઞાનને અગોચર એવા જે કર્મવર્ગણારૂપ સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મ છે. (૬) કર્મવર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત ) જે અત્યંતસૂક્ષ્મ દ્વિ-અણુકપર્યંત સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મસૂક્ષ્મ છે.) એવી જ રીતે (શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પંચાસ્તિકાયસમયમાં (ગાથા દ્વારા ) કહ્યું છે 66 [ ગાથાર્થ:- ] પૃથ્વી, જળ, છાયા, ચાર ઇન્દ્રિયોના વિષયભૂત, કર્મને યોગ્ય અને કર્માતીત-એમ પુદ્દગલો ( સ્કંધો ) છ પ્રકારનાં છે.” વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ 66 [ શ્લોકાર્થ:- ] સ્થૂલસ્થૂલ, પછી સ્થૂલ, ત્યારપછી સ્થૂલસૂક્ષ્મ, પછી સૂક્ષ્મસ્થૂલ, પછી સૂક્ષ્મ અને ત્યારપછી સૂક્ષ્મસૂક્ષ્મ (-આમ સ્કંધો છ પ્રકારના છે).” એવી રીતે ( આચાર્યદેવ ) શ્રીમદ્દ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૪૪મા શ્લોક દ્વા૨ા ) કહ્યું છે કે [ શ્લોકાર્થ:- ] આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પુદ્દગલ જ નાચે છે, અન્ય કોઈ નહિ; ( અભેદ જ્ઞાનમાં પુદ્દગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ; ) અને આ જીવ તો રાગાદિક પુદ્દગલવિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.” વળી ( આ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ વિવિધ પ્રકારનાં પુદ્ગલોમાં રતિ નહિ કરતાં ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં રતિ કરવાનું શ્લોક દ્વારા કહે છે ) : Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #333 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૮ [નિયમસાર પ્રવચન (માનિની) इति विविधविकल्पे पुद्गले दृश्यमाने न च कुरु रतिभावं भव्यशार्दूल तस्मिन्। कुरु रतिमतुलां त्वं चिच्चमत्कारमात्रे भवसि हि परमश्रीकामिनीकामरूपः ।। ३८ ।। [શ્લોકાર્ચ- ] આ રીતે વિવિધ ભેદોવાળું પુદ્ગલ જોવામાં આવતાં, હે ભવ્યશાર્દૂલ ! (ભવ્યોત્તમ !) તું તેમાં રતિભાવ ન કર. ચૈતન્યચમત્કારમાત્રમાં (અર્થાત્ ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં). તું અતુલ રતિ કર કે જેથી તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થઈશ. ૩૮. ગાથા ૨૧ થી ૨૪: ટીકા ઉપરનું પ્રવચન આ વિભાવપુદ્ગલના સ્વરૂપનું કથન છે.” જુઓ, સ્વભાવપુદ્ગલની સાધારણ વ્યાખ્યા પહેલાં (કળશ ૩૭માં) આવી ગઈ. અને કાર્યપરમાણુ તથા કારણપરમાણુ-એમ તેના ભેદોની વિશેષ વ્યાખ્યા આગળ (ગાથા ર૫માં) કહેશે. જ્યારે અહીં વિભાવપુદ્ગલની વાત છે. અહા! ઘણા પરમાણુઓ જે એકઠા થાય છે ને છૂટા પડે છે તે ક્રિયા જડ પુદ્ગલની છે, પણ તે આત્માની ક્રિયા બિલકુલ નથી. તો, તેને જાણીને, અહા! પરમાણુની આવી જાત છે, ને તેની સ્થિતિ આવી છે એમ જાણીને એનાથી લક્ષ છોડવું, ને નિજ ચૈતન્યસ્વરૂપમાં લક્ષ જોડવું, નિજ ચૈતન્યસ્વરૂપની જ દષ્ટિ કરવી. આટલા માટે જ અહીં આ વાત છે. અહા ! તો જેનું લક્ષ છોડવું છે તે ચીજ શું છે ને કયા પ્રકારે છે તે જાણવું તો જોઈશે ને? તો, કહે છે-“સુમેરુ, પૃથ્વી વગેરે (ઘન પદાર્થો) ખરેખર અતિસ્થૂલસ્થૂલ પુદ્ગલો છે.” અહા ! મેરુ પર્વત આદિ ઘન પદાર્થોના ટુકડા થતાં તે ભેગા ન થાય એવી એ ચીજ છે. એટલે એને અતિસ્થૂલસ્થૂલ કહે છે. “ઘી, તેલ, છાશ, દૂધ, જળ વગેરે સમસ્ત (પ્રવાહી) પદાર્થો પૂલ પુદ્ગલો છે.” (પ્રવાહી છે ને? તો તેમને છેદતાં સ્વયમેવ એકઠા જોડાઈ જાય છે. તેથી એને સ્થૂલ કહે છે.) “છાયા, આતપ, અંધકાર વગેરે સ્થૂલસૂક્ષ્મ પુદ્ગલો છે.' (આવા પદાર્થો નેત્રથી જણાય છે, પણ છેદી શકાતા નથી, કે હાથમાં ગ્રહી શકાતા પણ નથી. તો તે સ્થૂલસૂક્ષ્મ પુદ્ગલો છે.) સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ધાણંદ્રિય અને શ્રોત્રંદ્રિયના વિષયો-સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ-સૂક્ષ્મણૂલ પુગલો છે.' શુભાશુભ પરિણામ દ્વારા આવતાં એવાં શુભાશુભ કર્મોને યોગ્ય (સ્કંધો) તે સૂક્ષ્મ પુદ્ગલો છે.” -કર્મ સૂક્ષ્મ પુદ્ગલ છે. આમનાથી વિપરીત અર્થાત્ કર્મોને અયોગ્ય (સ્કંધો) તે સૂક્ષ્મસૂક્ષ્મ પુદ્ગલો છે.-આમ (આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #334 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૧-૨૪] ૩૧૯ ગાથાઓનો) અર્થ છે. આ વિભાવપુદ્ગલનો ક્રમ છે.' હવે, એના અર્થનું જરી સ્પષ્ટીકરણ કરે છે: ભાવાર્થ- “સ્કંધો છ પ્રકારના છે.' જુઓ, પરમાણુના પિંડને સ્કંધ કહે છે. ઘણા પરમાણુઓ પિંડરૂપે એકઠા થાય તે સ્કંધ છે. તે સ્કંધો છ પ્રકારના છે: (૧) કાપાષાણાદિક જે સ્કંધો છેદવામાં આવતાં સ્વયમેવ સંધાઈ શકતા નથી તે સ્કંધો અતિશૂલસ્થૂલ છે.' લાકડું, પાષાણ, લોઢું ઇત્યાદિ જે સ્કંધો છે તેના જો કટકા થાય તો તે આપમેળે સંધાઈ ભેગા થતા નથી. તેથી તેને અતિસ્થૂલસ્થૂલ કહે છે. (૨) દૂધ, જળ આદિ જે સ્કંધો છેદવામાં આવતાં ફરીને સ્વયમેવ જોડાઈ જાય છે તે સ્કંધો સ્કૂલ છે.” અહા ! દૂધ, જળ, તેલ વગેરે પ્રવાહી સ્કંધો છૂટા પડે છે ને પાછા આપમેળે જોડાઈ જાય છે. આવો એનો-જડ પુદગલનો સ્વભાવ છે એમ કહે છે. આવા સ્કંધો સ્થૂલ છે. “(૩) તડકો, છાયો, ચાંદની, અંધકાર ઇત્યાદિ જે સ્કંધો સ્થૂલ જણાતા હોવા છતાં ભેદી શકાતા નથી કે હસ્તાદિકથી ગ્રહી શકાતા નથી તે સ્કંધો સ્થૂલસૂક્ષ્મ છે.” જુઓ, પ્રકાશ કે છાંયો કાંઈ પકડી શકાય? ના, માટે તેને સ્થૂલસૂક્ષ્મ કહેવામાં આવે છે. (૪) આંખથી નહિ દેખાતા એવા જે ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો સૂક્ષ્મ હોવા છતાં સ્કૂલ જણાય છે (-સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાકથી સુંઘી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે) તે સ્કંધો સૂક્ષ્મણૂલ છે.' આ નિમિત્તથી કથન છે હોં. બાકી, આસ્વાદી શકાય છે, ને સૂંઘી શકાય છે ઇત્યાદિનો અર્થ એ છે કે તે તે કાળે જીવને નિમિત્તપણે માત્ર ઇન્દ્રિયો હોય છે બસ એટલી વાત છે. પ્રશ્ન: આપ એક કોર એમ કહો છો કે-એક પરમાણુ બીજા પરમાણુને અડે નહિ, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ, ને વળી અહીં કહ્યું કે-જીભથી આસ્વાદી શકાય છે, સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાય છે ઇત્યાદિ. તો આ કેવી રીતે છે? સમાધાનઃ એક પરમાણુ બીજા પરમાણુને અડે નહિ એ તો એમ જ છે, એ સત્યાર્થ છે. પણ અહીં તો વ્યવહારનયના કથન દ્વારા પુદ્ગલની જાતને સમજાવે છે. ( નિમિત્તની મુખ્યતાથી કરેલાં વ્યવહારનયનાં કથન બધાં એવાં જ હોય છે.). “(૫) ઈન્દ્રિયજ્ઞાનને અગોચર એવા જે કર્મવર્ગણારૂપ સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મ છે.” (કર્મવર્ગણા ને કર્મ સૂક્ષ્મ છે. ઇન્દ્રિયગોચર નથી, તો સૂક્ષ્મ છે.) (૬) કર્મવર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત) જે અત્યંત સૂક્ષ્મ દ્વિ-અણુકપર્વત સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મસૂક્ષ્મ છે.'—આ પરમાણુની વાત નથી હોં; પણ દ્વિ-અણુક આદિ સ્કંધની વાત છે. અહીં તો સ્કંધના ભેદની વાત છે ને? તો, બે પરમાણુ સુધીના તે સ્કંધો સૂક્ષ્મસૂક્ષ્મ છે. હવે કહે છે એવી જ રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસમયમાં (ગાથા દ્વારા) કહ્યું છે કે [ ગાથાર્થ- ] પૃથ્વી, જળ, છાયા, ચાર ઇન્દ્રિયોના વિષયભૂત, કર્મને યોગ્ય અને કર્માતીત–એમ પુગલો (સ્કંધો) છ પ્રકારનાં છે.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #335 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦ [ નિયમસાર પ્રવચન આનો વિસ્તાર ઉપર આવી ગયો છે. આ તો, જેમ અહીં નિયમસારમાં કહ્યું છે તેમ આ પંચાસ્તિકાયમાં પણ સ્વયં આચાર્ય કુંદકુંદદેવે કહ્યું છે એમ એનું સમર્થન કર્યું. “વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે – [શ્લોકાર્ચ- ] સ્કૂલપૂલ, પછી સ્થૂલ ત્યારપછી સ્કૂલસૂક્ષ્મ, પછી સૂક્ષ્મણૂલ, પછી સૂક્ષ્મ અને ત્યારપછી સૂક્ષ્મસૂક્ષ્મ (આમ સ્કંધો છ પ્રકારના છે ).” આમાં પણ છે સ્કંધોનાં નામ છે. હવે કહે છે - એવી રીતે (આચાર્યદવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૪૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કે – આ સમયસારનો કળશ છે. જુઓ, શું કહે છે? કે-“આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન્ પુદ્ગલ જ નાચે છે, અન્ય કોઈ નહિ...” અહાહા...ભગવાન આત્મા તો અંદર જ્ઞાનાનંદ-સહજાનંદની મૂર્તિ પ્રભુ છે. જ્યારે આ શરીરાદિક છે, ને કર્મના નિમિત્તે થતા પુણ્ય-પાપના વિકલ્પ છે એ બધું પુદ્ગલનું નાટક છે; ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્માનું નહિ. અહાહા...ભગવાન આત્મા તો શુદ્ધ જ્ઞાન ને આનંદનો ઘનપિંડ પ્રભુ છે; અને એની દષ્ટિ થવી તે ધર્મનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન છે. પણ એના ભાન વિના એને જે આ બધા સંયોગ આવે ને જાય એ બધું પુગલનું નાટક છે. હવે આવું ઝીણું બાપુ! સમજાય છે કાંઈ? અહા! આ બધા પુદ્ગલના ભેદોનું વર્ણન ચાલે છે ને? તો, તન, મન, વચન, કર્મ, મહેલ ને મકાન ઇત્યાદિ અવિવેકનું નાટક છે. અથવા તે નાચમાં પુદ્ગલ જ નાચે છે. અહાહા...! આ હાલે, ચાલે, બોલે, ખાય, પીવે ઇત્યાદિ ક્રિયાઓ જડ પુદ્ગલની છે. અહા ! એ બધી ક્રિયા કાંઈ આત્મા કરે નહિ. શું કીધું? આ ખાય-પીવે ને બોલે એ કાંઈ આત્મા નહિ. ભારે વાત ભાઈ ! આત્મા તો ધ્રુવ અખંડ ચિદાનંદકંદ પ્રભ છે. તે કાંઈ રાગમાં ને શરીરની ક્રિયામાં આવતો નથી. અહા ! આ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો વિકલ્પ ઊઠે છે તેમાં કાંઈ આત્મા આવતો નથી; કેમકે એ વિકલ્પ જડ અનાત્મા છે. એ બધું અવિવેકનું-અનાત્માનું નાટક છે. અહા! આ અનાદિના મોટા અવિવેકના નાટકમાં વર્ણાદિમાન્ પુદ્ગલ જ પરિણમે છે, અન્ય કોઈ નહિ, અર્થાત્ આત્મા નહિ. અહા ! આત્મા કોને કહીએ? અહાહા ! જ્ઞાનાનંદની મૂર્તિ અભેદ એક જ્ઞાન ને આનંદનો ઘન પિંડ પ્રભુ આત્મા છે. તેમાં પરનો કે રાગાદિ વિકારનો પ્રવેશ જ નથી. અહા ! આવા નિજસ્વરૂપની અંતરદષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન છે, અને એ ધર્મનો પહેલો પાયો છે. એ સિવાય બાપુ ! દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ બધું જ પુદ્ગલનું-અજીવનું નાટક છે. અને આ નાટકમાં, કહે છે, પુદ્ગલ જ નાચે છે. એ ભગવાન આત્માનો નાચ નહિ પ્રભુ! અહા! અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારે થયેલું દેખાય છે, કેમકે શુદ્ધ જીવવસ્તુ ચૈતન્યમહાપ્રભુ તો અનેક પ્રકારનો છે જ નહિ. સમજાય છે કાંઈ..? જુઓ, શું કહે છે? કે-“અને આ જીવ તો રાગાદિક પુદ્ગલવિકારોથી વિલક્ષણ...' જુઓ, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ શરીર, મન, વાણી ઇત્યાદિ સ્કંધો ને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #336 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૧-૨૪] ૩૨૧ પરમાણુથી તો જુદો છે જ, પણ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના પરિણામથી પણ જુદો-વિલક્ષણ-છે એમ કહે છે. તો, રાગથી શુભાશુભથીય ભિન્ન આવો હું અંદર ચિદાનંદકંદ પ્રભુ આત્મા છું એમ ભાન ને શ્રદ્ધાન થાય એ ધર્મની પ્રથમ દશા છે અને આ સિવાય બધું થોથેથોથાં છે. અહા ! ભાષા કેવી કરી છે એ તો જુઓ! કે-“આ જીવ તો રાગાદિક પુદ્ગલવિકારોથી વિલક્ષણ...', છે અંદર? છે કે નહિ? છે. તો, પહેલાં પરમાણુનું વર્ણન કર્યું, પછી સ્કંધનુંવિભાવપુદ્ગલનું વર્ણન કર્યું. હવે, સમયસારના કળશનો આધાર આપી કહે છે કે આત્મામાં (પર્યાયમાં) થતા શુભાશુભ ભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અને હિંસા, જૂઠ આદિ એ સમસ્ત વિકલ્પ-પુદ્ગલનો વિકાર છે. અહા ! એ બધો પુદગલનો ખડખડાટ (નાચો છે પ્રભુ! અહા ! આત્મા તો ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપે એક પ્રકારે છે, એમાં તો આ અનેક પ્રકાર છે નહિ; તો, એ અનેક પ્રકાર કોના છે? તો, કહે છે, પર્યાયમાં પુદ્ગલના નિમિત્તે થતા એ ભાવો પુદ્ગલવિકારો છે. આકરી વાત બાપા ! રાગાદિક પુગલવિકારો—એમ કહ્યું ને ? એટલે એ શું કહ્યું? કે આ પંચમહાવ્રતના વિકલ્પ, ને દયા, દાન, ભક્તિ, પૂજા, જાત્રા આદિનો જે પ્રશસ્ત રાગ છે તે બધાય પુદ્ગલનો વિકાર છે. અહા! એ શુભના પરિણામ આત્માની જાત-ભાતના છે જ નહિ. અહા ! એ જડ પુદ્ગલકર્મના સંગે થયેલો ખડખડાટ (ખળભળાટ) બધો પુદ્ગલનો વિકાર છે, ને ભગવાન આત્મા તો એનાથી ભિન્ન છે. આ કળશ સમયસારમાં આવેલો છે. તો એમાં ભાષા એમ છે કેરા' વિપુત્તિવિવેકારવિરુદ્ધ શુદ્ધ.”- “રાગાદિક પુદ્ગલવિકારોથી વિલક્ષણ, શુદ્ધ.” ભાષા એમ છે. તો, પરમાણુ ને છ પ્રકારના સ્કંધોથી આત્મા વિરુદ્ધ-ભિન્ન છે જ ને તેથી શુદ્ધ છે, પણ પુણ્ય-પાપના વિકલ્પોદયા, દાન, વ્રત, ભક્તિ આદિ તથા કામ, ક્રોધ આદિ જે વિકલ્પો-એ બધો પુગલવિકાર છે, ને એનાથી ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ વિરુદ્ધ-વિલક્ષણ-જુદો છે. એટલે કે એ રાગાદિ આત્માનું લક્ષણ નથી. જુઓ, એક “વિલક્ષણ” શબ્દમાં કેટલું ભર્યું છે! અહા! પુણ્ય-પાપના ભાવ જે થાય છે તે કર્મ જે અનંત પરમાણુઓનો સૂક્ષ્મ સ્કંધ છે તેના લક્ષ થાય છે, એ કાંઈ આત્માના લક્ષે થતા નથી. અહીં સ્કંધોની વ્યાખ્યા આવી કે નહિ? તો, એમાં કર્મ એ સૂક્ષ્મ સ્કંધ છે. તે સ્કંધના લક્ષે, અહા! તે સ્કંધના અસ્તિત્વ ઉપર લક્ષ જતાં, આ પુણ્ય-પાપ આદિ વિભાવો પ્રગટ થાય છે, ને તેથી તેને પુદ્ગલવિકારો કહેવામાં આવે છે. જ્યારે ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા તો એનાથી વિલક્ષણ નામ જુદો જ છે. રાગ આત્મવસ્તુમાં છે જ નહિ, તેથી રાગ એનું લક્ષણ નથી. જુઓ, સ્કંધોની વ્યાખ્યામાં આ વાત કરી છે, કેમકે સ્કંધોની જેમ રાગ પણ જડ છે, પુદ્ગલવિકાર છે. અહા! શરીર, મન, ધન, વચન કર્મ-એ બધું તો પુલ છે, પરંતુ એના લક્ષે થતો વિકલ્પ પણ પુદગલનો વિકાર છે. અહા ! અજ્ઞાનીને જે વિકાર થાય છે તે પુદ્ગલનો વિકાર છે, એ જીવનો સ્વભાવ નથી એમ કહેવું છે. જો કે સ્વભાવની દષ્ટિ થતાં, પર્યાયમાં જે રાગાદિ ને અલ્પપણું રહ્યા છે તે એની (જીવની) દશામાં છે એમ જ્ઞાન જાણે છે, તોપણ વસ્તુના સ્વભાવની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #337 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨ [નિયમસાર પ્રવચન દષ્ટિમાં તો એ રાગાદિ પર છે, પુદ્ગલવિકાર છે; એ કાંઈ નિજસ્વભાવ નથી. આ સમયસારના કળશમાં એકદમ (શુદ્ધ) દ્રવ્યસ્વભાવ કહેવો છે ને? તો, કહે છે“ન્નિનાવિનિ મહત્યવિવેઝનાલ્ય વMવિમાન નીત પુનિ વ ના ન્ય: ' અહાહા..! જગતમાં, અવિવેકના અખાડામાં, પુદ્ગલો નાચે છે, આત્મા નહિ. કેમકે ભગવાન આત્મા શુદ્ધ ચિતૂપ પ્રભુ તો નિત્ય અભેદ એકરૂપ છે. તેથી, તે અનેકમાં કેમ આવે? અર્થાત્ અનેકરૂપ કેમ થાય? ન થાય. માટે આ અનેકરૂપ દેખાય છે એ બધો પુદગલનો નાચ છે. સમજાય છે કાંઈ....? ભાઈ, અહીં બે વાત કરી છે: -એક તો એ વાત કરી કે શરીર, મન, વચન, ધન, કર્મ ઇત્યાદિ બધું છે એ જડ પુગલનું નાટક છે, એમાં આત્માનું કાંઈ (સ્વામીત્વ કે કર્તાપણું ) નથી. બીજી વાત એ કરી કે રાગાદિ પુદ્ગલવિકાર છે. અહા ! વસ્તુના દ્રવ્યસ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ એ બધા પુણ્ય-પાપ આદિ ભાવ પુગલનો વિકૃતભાવ છે. એ તો પછી જ્યારે તે જ્ઞાન કરે ત્યારે જાણે કે જરી રાગનો ભાવ પર્યાયમાં છે. એમ પણ જાણે, કેમકે જ્ઞાનનો સ્વ અને પાનેબેયને જાણવાનો સ્વભાવ છે ને? તો આ સ્વભાવથી જુદી ચીજ પર્યાયમાં છે એમ જાણે. પણ દષ્ટિ તો એકલી નિર્વિકલ્પ છે. અભેદને જ એ દેખે-સ્વીકારે છે. તેથી દષ્ટિ અપેક્ષાએ રાગાદિને પુદગલવિકાર ગણીને તેનાથી વિલક્ષણજુદો એવો ભગવાન ચિટૂપરૂપ આત્મા શુદ્ધ છે એમ કહ્યું છે. “રવિપુત્રવિવારવિરુદ્ધ શુદ્ધ.' વિરુદ્ધનો અર્થ અહીં વિલક્ષણ-જુદો કર્યો છે. શું કહ્યું એ? કે ભગવાન આત્મા શુદ્ધ ચિતૂપ વસ્તુ રાગથી વિરુદ્ધ છે. અહા ! આત્મા એને કહીએ કે જે રાગથીપુણ્ય-પાપ આદિ ભાવથી-વિરુદ્ધ હોય. કેમકે એ રાગાદિ ભાવ પુદ્ગલના વિકાર છે, ને તેથી એનાથી આત્મા વિરુદ્ધ છે. અહા! આત્માના સ્વભાવથી એ રાગાદિ વિરુદ્ધ છે એ તો ઠીક, પણ અહીં તો એ રાગાદિ ભાવથી આત્મા વિરુદ્ધ છે એમ કહે છે. ભાઈ, આ વ્યવહારરત્નત્રયનો વિકલ્પ-એ શુભોપયોગપણ રાગ હોવાથી પુગલનો વિકાર છે, ને તેથી, આત્મા એનાથી વિરુદ્ધ છે. આ અજીવ અધિકાર છે ને? અને ત્યાં સમયસારમાં પણ અજીવ અધિકાર છે. તો, આ નાખ્યું છે. શું? કે રાગ-પાપ ને પુણ્ય ભાવ પણ-પુગલવિકાર છે, અને તેનાથી ભગવાન આત્મા તન્ન વિરુદ્ધસ્વરૂપવાળો છે; કેમકે રાગાદિ અજીવસ્વભાવ-જડસ્વભાવ છે. ને ભગવાન આત્મા જીવસ્વભાવ-ચૈતન્યસ્વભાવ છે. માટે રાગાદિથી વિરુદ્ધ-વિલક્ષણ-જુદો એવો આત્મા છે. સમજાણું કાંઈ ? અહા! રાગાદિથી વિલક્ષણ-ભિન્ન એવો આત્મા અંદર એકલો જ્ઞાનાનંદનો સાગર છે. માટે તેમાં નિમગ્ન થઈ તેનો અનુભવ કરવો. અહા ! એ સ્વાનુભવમાં અતીન્દ્રિય આનંદનો આસ્વાદ આવે, નિરાકુલ સુખનું વેદન અનુભવાય તેને અહીં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન કહે છે. પ્રશ્નઃ વિકારને પરનો-પુદ્ગલનો કેમ કહ્યો? સમાધાનઃ અહા ! એ વિકારની પર્યાય પરના-પુગલકર્મના લક્ષ થાય છે, તેથી તેને અહીં પરનોપુદ્ગલનો કહીને કાઢી નાખ્યો છે, અને તેનાથી વિરુદ્ધ આત્મા–ભગવાન શુદ્ધ ચિતૂપ-છે એમ કહ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #338 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૧-૨૪] ૩૨૩ ભાઈ, રાગ બંધનું કારણ છે, જ્યારે આત્મસ્વભાવ અબંધસ્વરૂપ છે. રાગ, વિપરીત છે, જ્યારે તેનો ચૈતન્યસ્વભાવ અવિપરીતભાવ છે. એ તો સમયસા૨ની ૭મી ગાથામાં ન આવ્યું ? કે‘ અસુષિતં ય વિવરીયમાવં ય વુજ્વસ્ત હારબં' અહા! ‘વિવરીયમાવં’અર્થાત્ રાગાદિ આત્માથી વિપરીત ભાવ છે એમ ૭૨મી ગાથામાં કહ્યું, જ્યારે અહીં કળશમાં એમ આવ્યું કે રાગથી વિપરીત આત્મા છે. અહા! ત્યાં ગાથા ૭૨માં એમ આવ્યું કે-રાગાદિ આસ્રવ દુઃખનું કારણ છે, વિપરીત ભાવ છે ને અશુચિ છે. જ્યારે અહીં કહે છે કે આત્માનો શુદ્ધ સ્વભાવ રાગાદિથી વિલક્ષણ-જુદો છે, અર્થાત્ દુઃખથી વિપરીત એવો આત્મસ્વભાવ છે. અહા ! આવી ઝીણી વાતુ ! 6 દ્રવ્યસંગ્રહની પ૬મી ગાથામાં આવે છે કે-‘મા વિઠ્ઠ૪ મા ખંપન્ન મા ચિન્તઃ' કહે છે ભાઈ! ‘મા વિદ્વત્ત’-કાયાના વેપા૨થી જુદો થા, કેમકે કાયા ને કાયાનો વેપાર તારો નથી. કાયાનું આમ થવું ને તેમ થવું-એ બધું તારાથી ભિન્ન છે. તેમ ‘મા નંપદ ’-બોલીશ મા. કાંઈ પણ બોલીશ નહીં. વચનના વેપારથી જુદો થા; ને અંદર ચિત્તૂપમાં સ્થિર થા; કેમકે વચન તારું સ્વરૂપ નથી, પણ પુદ્દગલની ચીજ છે. ‘ મા વિન્તજ્ઞ ’-હવે મનની વાત કરે છે. કાયગુતિ, વચનગુતિ ને મનગુપ્તિ-એમ આવે છે ને? તો પહેલાં કાયા લીધી, પછી વચન લીધું, ને હવે મનની વાત કરે છે. તો કહે છે-‘મા વિત્તજ્ઞ ’-મનમાં વિકલ્પ ન કર; ચિંતવના ન કર. કેમ ? ‘ નેળ હોફ થિરો' કે જેથી આત્મા સ્થિર થાય. ‘અપ્પા અશ્મિ રો’આત્મા, આત્મામાં એટલે કે સહજ જ્ઞાનાનંદ-સ્વભાવમાં લીન થાય. લ્યો, આનું નામ ધ્યાન ને આ શુદ્ઘરત્નત્રયરૂપ મોક્ષનો માર્ગ છે, ને આ શુદ્ધોપયોગ છે. અહા! આ દેહ, વાણી તો ધૂળ-માટી પુદ્દગલ છે. માટે ત્યાંથી વિરમી જા. અને વાણી બોલવાનો જે વિકલ્પ ઊઠે છે તે અંતર્જલ્પ છે; પણ એય તારું સ્વરૂપ નથી, કેમકે એ પુદ્ગલસ્વરૂપ છે. માટે તેનાથી પણ વિરમી જા. જુઓ, મનમાં જે કોઈ વિકલ્પ ઊઠે છે તે પણ પુદ્દગલસ્વરૂપ છે એમ કહે છે. તો કહે છેમન-વચન-કાયાના વેપારથી વિરમી જા. જેથી ‘નેન હોર્ થિરો' વિકલ્પ ને એક સમયની પર્યાયની પાછળ અંદર વસ્તુ ચિદાનંદમય ચૈતન્યબિંબ છે તેમાં સ્થિરતા થાય; ને ‘અપ્પા અમ્મિ રો’-આત્મા, આત્મામાં–સહજ જાણવા-દેખવાના ને આનંદના સ્વભાવમાં લીન થઈ ૨મે ને જમે. લ્યો, આનું નામ ભગવાન ધ્યાન કહે છે, ને આ શુદ્ધોપયોગ અર્થાત્ મોક્ષનો માર્ગ છે. હવે આવો મારગ કઠણ પડે જગતને ! પણ ભાઈ, આ જ મારગ છે. એ જ અહીં કહે છે કે-‘આ જીવ તો રાગાદિક પુદ્દગલવિકારોથી વિલક્ષણ...' જુઓને! આ એક શબ્દમાં કેટલું નાખ્યું છે! અહા! એ છ સ્કંધોનું લક્ષ છોડ; કેમકે એ સ્કંધો તારા સ્વરૂપમાં નથી, તારા નથી. હવે એ સ્કંધોમાં બધી પ૨વસ્તુ આવી ગઈ ને? શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, નોકર્મ, ધન, દાળ-ભાત-લાડુ ઇત્યાદિ-એ બધું જ સ્કંધમાં આવી ગયું કે નહિ? (આવી ગયું). તો, કહે છે-એ બધો જડ પુદ્દગલનો જથ્થો છે, માટે ત્યાંથી વિરમી જા; કેમકે એ તારામાં નથી, તું એમાં નથી ને તારે લઈને પણ એ નથી. એ તો ઠીક, પણ એ સ્કંધોના લક્ષે ને સંગે જે પુણ્ય-પાપના ભાવ થાય છે એય પુદ્દગલવિકારો છે; માટે, ત્યાંથી દષ્ટિ હટાવી લે, કેમકે એનાથી વિરુદ્ધ-જુદું તારું ચૈતન્યસ્વરૂપ છે. આવી વાત! અહા ! પુણ્ય-પાપના પુદ્દગલવિકારોથી વિરુદ્ધ તારું સ્વરૂપ છે-એ તો નાસ્તિથી કહ્યું. પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #339 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર૪ [નિયમસાર પ્રવચન અતિ શું છે? તો, કહે છે શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.' અહાહા ! શુદ્ધ સહુજ જ્ઞાન ને આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે. અહાહા! ચૈતન્ય....ચૈતન્ય..ચૈતન્ય એવા શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ પ્રભુ આત્મા છે. અહાહા....! એકલા અતીન્દ્રિય અનાકુળ શાંતરસ-આનંદરસ-સુખરસ-ચૈતન્યરસનું ઢીમ એવો ચૈતન્યધાતુમય પ્રભુ આત્મા તું છો એમ કહે છે. અહા ! એકલું ચૈતન્યપણું જેણે ધારી રાખ્યું છે તે ભગવાન! તું છો; પણ આ પુણ્યપાપને ધારી રાખે, કે અહીં કહ્યા તે સ્કંધોને ધારી રાખે તે તારું-આત્માનું સ્વરૂપ નથી; કેમકે એ બધું જડ અનાત્મા છે, પુદ્ગલસ્વભાવ છે. સમજાણું કાંઈ....? શ્લોક ૩૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન હે ભવ્યશાર્દૂલ!' અહાહા..! કેવું પુરુષાર્થને જાગ્રત કરનારું સંબોધન! અહા ! શાર્દૂલ નામ સિંહ જેમ હરણિયાને ચીરીને ફાડી નાખે છે તેમ હે ભવ્યોત્તમ! તું રાગાદિને ચીરી નાખ. તું ભવ્ય છો ને પ્રભુ! તો રાગાદિને હણી નાખ. કેમકે એ તારાથી ભિન્ન છે, તારી ચીજમાં એ છે નહીં. લ્યો, આવું સંબોધન! તો, કહે છે-“આ રીતે વિવિધ ભેદોવાળું પુદ્ગલ જોવામાં આવતાં.” અહાહા..! શું કહે છે? કે તું તો ભગવાન! શુદ્ધ ચૈતન્યધાતુમય એવો ત્રિકાળ અભેદ એકરૂપ છો; ને આ વિવિધ ભેદો જે જોવામાં આવે છે એ તો પુગલના ભેદો છે. અહા ! જોવામાં આવતાં “વૃશ્યમાને”—એમ લીધું છે ને? તો જોવામાં આવતાં જે વિવિધ પુદ્ગલો છે એ તારી ચીજ છે નહિ. એમ કે તું તો શુદ્ધ ચૈતન્યવહુ અભેદ છો, ને આ ભેદો જોવામાં આવે છે એ જડ પુદ્ગલની જાત છે; તેથી એ તારી ચીજ છે નહિ. શું કીધું? આ સ્ત્રીનું શરીર, કુટુંબીઓનું શરીર, ને પોતાનું શરીર, તથા હીરા, માણેક ને ધનના–ધૂળના ઢગલા ઇત્યાદિ જે જોવામાં આવે છે એ તો પુદ્ગલની જાત છે. અહા! આ ચામડી કાળી હોય, ધોળી હોય, કે સુંવાળી હોય; આકાર નમણો હોય, રૂપાળો હોય કે કુબડો હોય-એ બધી પુગલની જાત છે ભગવાન! એમાં તારું કાંઈ નથી, ને એ તારા કાંઈ (સંબંધી) નથી; કેમકે એમાં તું નથી, ને એ તારામાં નથી. માટે, “હે ભવ્યશાર્દૂલ! (ભવ્યોત્તમ!) તું તેમાં રતિભાવ ન કર.” અહા! આવું સંબોધન કરીને જીવની મોક્ષની સમીપતા દર્શાવી છે. એમ કે હે ભવ્યોમાં ઉત્તમ! તારો મોક્ષ સમીપ છે, તો તું આ પુદ્ગલોમાં રતિ ન કર, ને રાગમાં-પુગલવિકારમાં પણ રતિ ન કર. અહા! જે તારાથી વિરુદ્ધ છે, ને જેનાથી તું વિરુદ્ધ છો એવા વિરુદ્ધ રાગાદિ પુદ્ગલવિકારમાં પ્રીતિ ન કર. કેમ! કેમકે એથી ભાઈ ! તને દુઃખ થશે, તારી ત્યાં હિંસા થશે. રાગાદિમાં પ્રીતિ કરવાથી આત્મા ચૈતન્યચમત્કારપણે રહી શકતો નથી, હણાઈ જાય છે. સમજાય છે કાંઈ...? અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ છે. તે પોતાને જાણે, રાગને જાણે, તેમ જ વિવિધ પ્રકારના પુદ્ગલોને પણ પોતામાં રહીને જાણે. અહા ! પોતાના સ્વભાવના સામર્થ્યથી જ સ્વ અને પરને જાણે એવો એ ચૈતન્યચમત્કારમાત્ર પદાર્થ છે. એ એના ચૈતન્યનો ચમત્કાર છે કે તે સ્વ-પરસર્વને-જાણે. કાંઈ પર ચીજ છે તો એનું જાણવાનું થાય છે એમ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #340 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૧-૨૪] ૩રપ શું કીધું? કે એ બધા-રાગાદિ ભાવ ને જે આ શરીરાદિ સ્કંધો કહ્યા તે બધા છે માટે ચૈતન્યભાવ એને જાણવાનો પર્યાય કરે છે એમ નથી. અહા ! આત્મા એવી ચૈતન્ય ચમત્કાર વસ્તુ છે કે એની જાણ નક્રિયા ક્ષિા નથી. સ્વને અને પરને જાણવાનું કાર્ય સ્વયં ચૈતન્ય ચમત્કારથી જ ઊભું થાય છે. અહા! વિવિધ પ્રકારના પદાર્થોની હયાતીને કારણે નહિ, પણ પોતાની હયાતીમાં એવો ચૈતન્યનો ચમત્કાર છે કે જેથી આત્મા સ્વને ને પરને જાણવાના સ્વભાવને સ્વયં પ્રગટ કરે છે. હવે આવી વાત જગતને કઠણ પડે, પણ આ પરમાર્થ સત્ય છે બાપુ ! જગતના અજ્ઞાની લોક તો જ્યાં એક આંખ ફૂટે કે પગ ભાંગે ત્યાં તો રાડ પોકારે છે. અંદર હાય-હાય કરે કે મારી આંખ ફૂટી ! મારો પગ ભાંગ્યો ! પણ એથી શું છે?—એમ અહીં કહે છે. કેમકે આંખ ગઈ, કે પગ ભાંગ્યો-એ તો પુદ્ગલ ગયું છે. એમાં તારામાંથી શું ગયું છે? તેવી રીતે પાસે પાંચ-દસ લાખ રૂપિયા હોય ને તેમાંથી પાંચ-પચાસ હજાર જાય તો રાડ નાખે કે-હાય, પૈસા ગયા! પણ ભાઈ ! પૈસા ગયા છે કે એની વિવિધ દશાનું તને જ્ઞાન થયું છે? તારું શું ગયું? તારું તો જ્ઞાન રહ્યું છે. પહેલાં પૈસા અહીંયાં હતા એમ જણાતું હતું, ને હવે બીજે છે એમ જણાય છે. તો તને તો જાણવાનું જ થયું છે. તારું જ્ઞાન તો ઊભું જ છે; કેમકે ભગવાન! એવો જ તું ચૈતન્ય ચમત્કાર છો. સ્વ-પરનું પોતે પોતાથી જ જાણવાનું કામ કરે એવો સ્વરૂપથી જ તું છોસમજાય છે કાંઈ..? તો, કહે છે-એ પુદ્ગલ સ્કંધોમાં ને રાગાદિ પુદ્ગલવિકારોમાં રતિ ન કર. પરંતુ, “ચૈતન્યચમત્કારમાત્રમાં (અર્થાત ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં) તું અતુલ રતિ કર..' કહે છે-નિજ ચૈતન્યચમત્કારસ્વરૂપ નિજ આત્મામાં અતુલ રતિ કર. અહાહા...! નિત્યાનંદસહજાનંદસ્વરૂપ પ્રભુ તું અંદર ચૈતન્ય મહાપ્રભુ છો તો તેમાં અતુલ અર્થાત્ જેની ઉપમા નથી એવો અપરિમિત પ્રેમ કર, અને પુદ્ગલાદિથી પતિ-પ્રેમ છોડી દે. ભાઈ ! જો આત્માનું પરમ હિત કરવું હોય ને જો ધર્મ કરવો હોય તો રાગથી માંડીને લોકની બધીય પર ચીજનો પ્રેમ છોડી દે. અને શુદ્ધ ચૈતન્ય ચિદાનંદમય નિજ આત્મામાં અતુલ રતિ કર. હવે, એનું ફળ દર્શાવે છે: કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો વહ્મ થઈશ.' “હે ભવ્યશાર્દૂલ !'—એમ સંબોધન કરીને આ કહેવું છે હોં. અહા! ચૈતન્યચમત્કારસ્વરૂપ નિજ આત્મામાં-ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપમાં-રતિ કરતાં તેના ફળરૂપે, કહે છે, તેને મુક્તિ મળશે કે જે સાદિ-અનંતકાળ રહેશે. અહા ! એ પરમસુખમય એવી મુક્તિની દશા તારાથી હવે કદીય જુદી પડશે નહિ. લ્યો, આનું નામ “વભ” હોં. “વલ્લભ થઈશ ”—એમ અંદર છે ને? એટલેશું? કે એ મુક્તિરૂપી પરિણતિ કોઈ દિ' હવે જુદી પડશે નહિ. અહા ! આત્માના ચૈતન્યચમત્કાર સ્વભાવમાં અતુલ રતિ કરવાથી અંદર પૂર્ણ આનંદની એવી નિર્મળ પરિણતિ પ્રગટ થશે કે જે એક સમયમાત્ર પણ હવે દૂર નહિ રહે. અહા! “પરમશ્રીરૂપી કામિની'—એમ કહ્યું છે ને? તો પરમશ્રી એટલે પરમ–ઉત્કૃષ્ટ લક્ષ્મી. જુઓ, મુક્તિ પરમલક્ષ્મીસ્વરૂપ છે ને એવી પરમલક્ષ્મીરૂપી કામિનીનો વલ્લભ થઈશ એમ કહે છે. એટલે કે મુક્તિરૂપી રમણી-પરિણતિ એને વરશે અને તેનો એ એવો વલ્લભ થશે કે તે એને કોઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #341 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર૬ [ નિયમસાર પ્રવચન દિ' છોડશે નહિ. ભાઈ, રાગમાં તું રતિ કરીશ તો તે રાગ તો છૂટી જશે, ને શરીરાદિ પુદગલોનો પ્રેમ કરીશ તો તે પુગલો પણ છૂટી જશે: તારા સંગમાં એ કાયમ રહેશે નહિ. તેના વલ્લભ થવામાં-ત્યાં વહાલપ જોડવામાંતું છેતરાઈ જઈશ ભગવાન! કેમકે એ બધી ચીજો તારી સાથે નહીં રહે. માટે, સ્વસ્વભાવમાં અતુલ રતિ કર, તેમાં જ અતિશયપણે લીન થા. તેથી તેને પરમાનંદની પ્રાપ્તિ થશે જે કદીય છૂટશે નહિ. જુઓ ! આ ચાર ગાથાઓમાં-સ્કંધોની વ્યાખ્યામાં પણ આ મૂકયું છે ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #342 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-ર૫] ૩૨૭ ગાથા – ૨૫ धाउचउक्कस्स पुणो जं हेऊ कारणं ति तं णेयो। खंधाणं अवसाणं णादव्वो कज्जपरमाणू।। २५ ।। જે હેતુ ધાતુચતુષ્કનો તે કારણાણુ જાણવો; સ્કંધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ૨૫. અન્વયાર્થ- [પુન:] વળી [૧] જે [ ધાતુતુઝસ્ય] (પૃથ્વી, પાણી, તેજ ને વાયુ-એ) ચાર ધાતુઓનો [ દેતુ: ] હેતુ છે, [૪: ] તે [વરણમ્ તિ શેય: ] કારણપરમાણુ જાણવો; [ ન્યાના”] સ્કંધોના [અવસાન:] અવસાનને (-છૂટા પડેલા અવિભાગી અંતિમ અંશને) [ wાર્યપરમાણુ:] કાર્યપરમાણુ [જ્ઞાતવ્ય:] જાણવો. ટીકાઃ- આ, કારણપરમાણુદ્રવ્ય અને કાર્યપરમાણુદ્રવ્યના સ્વરૂપનું કથન છે. પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ચાર ધાતુઓ છે; તેમનો જે હેતુ છે તે કારણપરમાણુ છે. તે જ (પરમાણુ ), એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતા હોતાં, સમ કે વિષમ બંધને અયોગ્ય એવો જઘન્ય પરમાણુ છે-એમ અર્થ છે. એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતાની ઉપર, બે ગુણવાળાનો અને ચાર ગુણવાળાનો *સમબંધ થાય છે તથા ત્રણ ગુણવાળાનો અને પાંચ ગુણવાળાનો *વિષમબંધ થાય છે.-આ ઉત્કૃષ્ટ પરમાણુ છે. ગળતા અર્થાત્ છૂટાં પડતાં પુદ્ગલદ્રવ્યોના અંતમાં-અવસાનમાં (અંતિમ દશામાં) સ્થિત તે કાર્યપરમાણુ છે (અર્થાત્ સ્કંધો ખંડિત થતાં થતાં જે નાનામાં નાનો અવિભાગ ભાવ રહે તે કાર્યપરમાણુ છે ). (આમ ) અણુઓના (-પરમાણુઓના) ચાર ભેદ છે: કાર્ય, કારણ, જઘન્ય ને ઉત્કૃષ્ટ, તે પરમાણુદ્રવ્ય સ્વરૂપમાં સ્થિત હોવાથી તેને વિભાવનો અભાવ છે, માટે (તેને) પરમ સ્વભાવ છે. એ જ રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૬૫ મી અને ૧૬૬ મી ગાથા દ્વારા) કહ્યું છે કે - [ ગાથાર્થ:- ] પરમાણુ-પરિણામો, સ્નિગ્ધ હો કે રૂક્ષ હો, બેકી અંશવાળા હો કે એકી અંશવાળા હો, જો સમાન કરતાં બે અધિક અંશવાળા હોય તો બંધાય છે; જઘન્ય અંશવાળો બંધાતો નથી. સ્નિગ્ધપણે બે અંશવાળો પરમાણુ ચાર અંશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે બંધ અનુભવે છે; અથવા રૂક્ષપણે ત્રણ અંશવાળો પરમાણુ પાંચ અંશવાળા સાથે જોડાયો થકો બંધાય છે.” વળી (૨૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોકદ્વારા પુદ્ગલની ઉપેક્ષા કરી શુદ્ધ આત્માની ભાવના કરે છે) : * સમબંધ એટલે બેકી ગુણવાળા પરમાણુઓનો બંધ અને વિષમબંધ એટલે એકી ગુણવાળા પરમાણુઓનો બંધ. અહીં (ટકામાં) સમબંધનું અને વિષમબંધનું એકેક ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે બધાય સમબંધો અને વિષમબંધો સમજી લેવા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #343 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૮ [ નિયમસાર પ્રવચન (અનુકુમ ) स्कन्धैस्तैः षट्प्रकारैः किं चतुर्भिरणुभिर्मम। आत्मानमक्षयं शुद्धं भावयामि मुहुर्मुहुः ।। ३९ ।। [ શ્લોકાર્ચ- ] તે છ પ્રકારના સ્કંધો કે ચાર પ્રકારના અણુઓ સાથે મારે શું છે? હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું. ૩૯. ગાથા ૨૫: ટીકા ઉપરનું પ્રવચન: સ્વભાવપરમાણુના, કાર્યપરમાણુ અને કારણપરમાણુ-એમ બે ભેદ આગળ (ગાથા ૨૦માં) આવી ગયા ને? તો, હવે તેનું વિશેષ વર્ણન કરે છે. જુઓ ભાઈ ! આ ભાષા (કાર્ય ને કારણે એવા શબ્દો) મૂળ પાઠમાં જ છે, પણ એમ કાંઈ નથી કે તે ટીકાકારે જ કહ્યા છે. આ શબ્દો-કાર્યપરમાણુ ને કારણપરમાણુમૂળ પાઠમાં શ્રી કુંદકુંદાચાર્યે જ પોતે નાખ્યા છે. અને એટલે કાર્યપરમાત્મા ને કારણપરમાત્મા–એવા ભેદ એમાંથી ઊઠે છે, ઊભા થાય છે. એમ કે જ્યારે પરમાણુમાં કાર્ય ને કારણ એવા ભેદ છે, તો આત્મામાં પણ તે લાગુ પડે જ છે. માટે, ટીકાકાર મુનિરાજે કાર્યપરમાત્મા ને કારણપરમાત્માની વાત કહીને કાંઈ નવું ઘરનું નાખ્યું છે એમ નથી. કોઈને (અજ્ઞાનીને ) એમ થાય કે આ ક્યાંથી નાખ્યું? સાંભળીને હવે ! બધું જ છે એ નાખ્યું છે. તો, કહે છે આ, કારણપરમાણુદ્રવ્ય અને કાર્યપરમાણુદ્રવ્યના સ્વરૂપનું કથન છે. પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ચાર ધાતુઓ છે; તેમનો જે હેતુ છે તે કારણપરમાણુ છે.' જુઓ, ખૂબી શું છે? કે પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ચાર ધાતુઓ છે. તો, એ પૃથ્વીના પરમાણુઓનો જે સ્કંધ થાય છે, જળના પરમાણુઓનો જે સ્કંધ થાય છે, ને તેવી રીતે તેજ ને વાયુના પરમાણુઓનો જે સ્કંધ થાય છે તેનો હેતુ તે કારણપરમાણુ છે, પણ તેનો હેતુ જીવ નથી એમ કહે છે. અહા! આ લાડવા બને, પૃથ્વી થઈ, જળ એકઠું થયું ને તેજ ને વાયુ થયા તેનો હેતુ કારણપરમાણુ છે. અહા ! એ પરમાણુ કારણ થઈને આ બધા સ્કંધો થયા છે, પરંતુ જીવ કારણ થઈને એ સ્કંધો થયા છે એમ નથી. અહા! આ લાડવા આમ વળે, રોટલી વણાય, ને આ અક્ષર લખાય ઇત્યાદિ સ્કંધો થાય તેનો હેતુ કારણપરમાણુ છે, જીવ નહિ, સમજાય છે કાંઈ....? અહા ! આવો કારણપરમાણુ! હવે વિશેષ કહે છે: તે જ (પરમાણુ ), એક ગુણ સ્નિગ્ધતા.' જુઓ, ભાષા (શબ્દ) તો “ગુણ' છે, પરંતુ ખરેખર એ સ્નિગ્ધતા પર્યાય છે. એ તો ભાઈ ! પંચાસ્તિકાયમાં અનંત અગલની વ્યાખ્યામાં (ગાથા ૩૧-૩રમાં) પણ નથી આવ્યું ? તે અનંત અગુરુલઘુ (અંશ) છે તો પર્યાય, છતાં પણ ત્યાં ગુણ શબ્દ વાપર્યો છે. અહા ! આ, ભાઈ! કાંઈ શબ્દ પાર ન આવે, પણ ભાવ શું છે એ સમજે તો કામ થાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #344 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૫ ] ૩૨૯ અજ્ઞાનીઓ વાંધા ઉઠાવે છે કે સમકિતને શાસ્ત્રમાં ગુણ કહ્યો છે, છતાં તમે તેને પર્યાય કેમ કહો છો ? પણ ભાઈ ! ‘ગુણ’ શબ્દ તો અહીં પણ કહ્યો છે. એક ગુણ સ્નિગ્ધતા કહીને ચીકાશને પણ અહીં ગુણ કહ્યો છે. પણ ખરેખર તો સ્પર્શ ગુણ છે, ને આ ચીકાશ તો પર્યાય છે. અહા! જે ૫૨માણુરજકણ છે તેમાં સ્પર્શ નામનો ગુણ છે કે જે ત્રિકાળી છે, જ્યારે આ સ્નિગ્ધતા-ચીકાશ તો પર્યાય છે. પ્રશ્ન: પણ સમકિતના આઠ ગુણ કહ્યા છે ને ? સમાધાનઃ ભાષા તો એમ જ કહેવાય ને? જેમ સિદ્ધના આઠ ગુણ કહેવાય છે તેમ સમિતિના પણ નિઃશંક આદિ આઠ ગુણ કહેવાય છે. તેને આઠ આચાર પણ કહેવાય છે, આઠ અંગ પણ કહેવાય છે, ને આઠ લક્ષણ પણ કહેવાય છે. તો, ત્યાં ગુણ, આચાર, અંગ, લક્ષણ એટલે પર્યાય છે. અર્થાત્ સમકિત એ પર્યાય છે. પણ શું થાય ? જેમ કજિયારા છોકરા કોઈપણ વાતમાંથી-વાત-વાતમાંથી કજ્યિાં જ કાઢે છે, તેમ અજ્ઞાની કાંઈક ને કાંઈક વાંધા જ કાઢે છે. (પણ ભાવ સમજતો નથી ). અહીં કહે છે–‘તે જ (પરમાણુ ), એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતા હોતાં, સમ કે વિષમ બંધને અયોગ્ય એવો જઘન્ય ૫૨માણુ છે–એમ અર્થ છે.’ અહા ! પરમાણુમાં એક ગુણ ચીકાશની પર્યાય કે એક ગુણ રૂક્ષતાની પર્યાય હોતાં, તે ૫૨માણુ બંધને અયોગ્ય એવો જઘન્ય પ૨માણુ છે–એમ કહે છે. પ્રશ્નઃ ૫૨માણુને જઘન્ય કેમ કહ્યો ? સમાધાનઃ કેમકે એક ગુણ ચીકાશ કે રૂક્ષતાવાળો ૫૨માણુ બંધ થવાને લાયક નથી, અયોગ્ય છે. માટે તેને જઘન્ય-હલકો કહ્યો છે. પ્રશ્નઃ તો પછી પરમાણુને કા૨ણપ૨માણુ કેમ કહ્યો ? સમાધાનઃ કેમકે પૃથ્વી, જળ, તેજ ને વાયુનું તે કારણ થાય છે, માટે તેને કારણપરમાણુ કહ્યો છે. અહીં કારણપરમાણુ કહીને એમ કહેવું છે કે વિવિધ સ્કંધનું કારણ તે પરમાણુ છે, પણ એ સ્કંધનું કારણ આત્મા કે આત્માનું જ્ઞાન કે કોઈ વિકલ્પ છે એમ છે નહિ. અહીં ! આ રૂપિયા આવે ને જાય છે ને ? તો, એનું કારણ તેનો પરમાણુ છે, પણ એનું કારણ તું (આત્મા) નથી, ને તારું જ્ઞાન કે વિકલ્પય નથી. સમજાય છે કાંઈ... ? પ્રશ્નઃ રૂપિયા આવે તે અમારી પાસે આવે છે ને ? સમાધાનઃ રૂપિયા કોની પાસે આવે છે? (રૂપિયા તારી પાસે ક્યાં આવે છે?) હવે જ્યાં રાગ પણ તારી પાસે આવતો નથી, તો વળી એ પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા ? ભારે વાતુ ભાઈ ! રાગથીય વિરુદ્ધ એવા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા છે. તેથી રાગ પણ ચૈતન્યસ્વભાવની સમીપ નથી, પણ દૂર છે. તો રૂપિયા તારી સમીપમાં આવે એ ક્યાંથી લાવ્યો ? (એ તો દૂર-અતિ દૂર છે. ) શું રાગ પણ દૂર છે? હા. જેમ અજીવ દૂર છે તેમ એ રાગ પણ દૂર છે. એ રાગ પણ બીજું (આસવ ) તત્ત્વ છે ને? માટે એ જીવતત્ત્વ નથી. અહા ! એક તત્ત્વથી બીજું તત્ત્વ જુદું હોય તો જ તેને બીજું તત્ત્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #345 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૩૩૦ [નિયમસાર પ્રવચન કહી શકાય ને? નહીંતર ‘બીજું’ એમ કેવી રીતે કહી શકાય? બીજા તત્ત્વનો અર્થ જ એ અનેરું છે એમ થાય છે. અહીં કહે છે કે એક ગુણ ચીકાશ કે લુખાશવાળો પરમાણુ બે ગુણ ચીકાશ કે લુખાશવાળા પરમાણુ સાથે સમ કે વિષમ-એકી કે બેકી-બંધને અયોગ્ય છે. તેવી રીતે તે જ એક ગુણ ચીકાશ કે લુખાશવાળો ૫૨માણુ ત્રણ ગુણ ચીકાશ કે લુખાશવાળા પરમાણુ સાથે પણ બંધને અયોગ્ય છે. તેથી, એ એક ગુણ ચીકાશ કે લુખાશવાળો ૫૨માણુ જઘન્ય ૫૨માણુ છે એવો અર્થ છે. જે બંધને લાયક નથી તેને અહીં જઘન્ય પરમાણુ કહ્યો છે. હવે કહે છે– એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતાની ઉપર, બે ગુણવાળાનો અને ચા૨ ગુણવાળાનો સમબંધ થાય છે તથા ત્રણ ગુણવાળાનો અને પાંચ ગુણવાળાનો વિષમબંધ થાય છે, આ ઉત્કૃષ્ટ પરમાણુ છે.’ લ્યો, આ તો દાખલો કહ્યો છે. તેનો વિશેષ ખુલાસો નીચે ફૂટનોટમાં છે જુઓ. ‘સમબંધ એટલે બેકી ગુણવાળા પરમાણુઓનો બંધ અને વિષમબંધ એટલે એકી ગુણવાળા પરમાણુઓનો બંધ. અહીં (ટીકામાં) સમબંધનું અને વિષમબંધનું એકેક ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે બધાય સમબંધો અને વિષમબંધો સમજી લેવા.’ અહીં શું કહેવું છે? કે આટલો જ (ઉદાહરણમાં છે એટલો જ) બંધ ન લેવો. પણ ત્રણ ગુણનો ને પાંચ ગુણનો જેમ બંધ લીધો, તેમ પાંચ ગુણનો ને સાત ગુણનો, સાત ગુણનો ને નવ ગુણનો એમ આગળ બધેય લેવું.વિષમબંધમાં આમ લેવું એમ કહે છે. વળી, સમબંધમાં બે ગુણનો ને ચા૨ ગુણનો બંધ લીધો છે; તો માત્ર એટલું જ ન લેવું. એ તો દૃષ્ટાંતમાત્ર છે. પણ પછી ચાર ગુણનો ને છ ગુણનો, છ ગુણનો ને આઠ ગુણનો, આઠ ગુણનો ને દસ ગુણનો એમ આગળ આગળ બધે બે ગુણ અધિક લેવા.-સમબંધમાં આમ લેવું એમ કહે છે. તો જે બંધ થવાને લાયક છે તેને ઉત્કૃષ્ટ પરમાણુ કહે છે. શું કીધું ? ૫રમાણુ અનંતી ચીકાશપણે કે લુખાશપણે પરિણમે તો તે ઉત્કૃષ્ટ પરમાણુ છે એમ અહીં નથી કહેવું. અહીં તો જે સમ કે વિષમબંધને યોગ્ય છે તેને ઉત્કૃષ્ટ પરમાણુ કહ્યો છે. અહા! બંધ થવાને જે અયોગ્ય-અલાયક છે તેને જઘન્ય ૫૨માણુ કહે છે, અને બંધ થવાને જે લાયક છે તેને ઉત્કૃષ્ટ પરમાણુ કહે છે. ભલેને તે ત્રણ ગુણ કે પાંચ ગુણ, નવ ગુણ કે અગિયાર ગુણ, વા બે ગુણ કે ચાર ગુણ, છ ગુણ કે આઠ ગુણ ઇત્યાદિ ચીકાશપણે કે લુખાશપણે હોય, તોપણ તેને ઉત્કૃષ્ટ પરમાણુ કહે છે. આ પરમાણુની જાત જ જુદી છે. અર્થાત્ એ ૫૨માણુમાં બે અધિક ગુણવાળા બીજા ૫૨માણુની સાથે સંબંધ થવાની લાયકાત થઈ છે અને તેને ઉત્કૃષ્ટ ૫૨માણુ કહ્યો છે. અહા! આ નિયમસારની ભાષા જ કોઈ જુદી છે. પણ પાઠમાં જ આ છે કે નહીં? જુઓને! કાર્ય-કારણ તો પાઠમાં જ છે. તેથી તેમાંથી ટીકાકારે આ જઘન્ય અને ઉત્કૃષ્ટની વાત કાઢી છે. હવે કહે છે–‘ગળતાં અર્થાત્ છૂટાં પડતાં પુદ્દગલદ્રવ્યોના અંતમાં-અવસાનમાં ( અંતિમ દશામાં ) સ્થિત તે કાર્યપરમાણુ છે (અર્થાત્ સ્કંધો ખંડિત થતાં થતાં જે નાનામાં નાનો અવિભાગ ભાગ રહે તે કાર્ય૫૨માણુ છે.)’ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #346 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૫] ૩૩૧ છૂટો પરમાણુ એ કાર્યપરમાણુ છે. એ છૂટો રહેવાને લાયક થઈ ગયો ને? તો સ્કંધમાંથી છૂટો પડયો એ કાર્યપરમાણુ છે; અને સ્કંધનું કારણ થાય તે કારણપરમાણુ છે. જુઓ, આ પુદ્ગલની વિવિધતાનું વર્ણન! અહા ! આવું વર્ણન સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય હોઈ શકે જ નહિ. ‘(આમ) અણુઓના (-પરમાણુઓના) ચાર ભેદ છેઃ કાર્ય, કારણ, જઘન્ય ને ઉત્કૃષ્ટ. તે પરમાણુદ્રવ્ય સ્વરૂપમાં સ્થિત હોવાથી તેને વિભાવનો અભાવ છે.” કહે છે તેને વિભાવનો અભાવ છે. કોને? કે પરમાણુને. કેમકે પરમાણુ તો પોતાના સ્વરૂપમાં છે. અને તેને વિભાવ નથી, અર્થાત્ બે પરમાણમાં જોડાણ નથી. તેથી વિભાવનો તેમાં અભાવ છે. માટે (તેને) પરમ સ્વભાવ છે.'-પરમાણુને પરમ સ્વભાવ છે. તો, અહીં-સ્કંધનું જે કારણ થાય તેને કારણપરમાણુ કહ્યો. -સ્કંધમાંથી છૂટાં પડતાં પડતાં જે (અંતિમ ભાગ રહે તેને કાર્યપરમાણુ કહ્યો. -સ્કંધમાં જોડાવાનું કામ કરે તેને ઉત્કૃષ્ટ પરમાણુ કહ્યો. અર્થાત્ સ્કંધ થવાને લાયક ચિકાશાદિ જેને છે તે ઉત્કૃષ્ટ પરમાણુ છે –જે સ્કંધ થવાને લાયક નથી તેને જઘન્ય પરમાણુ કહ્યો. અહા! આ વાત શ્વેતાંબરમાંય ક્યાંય છે નહિ. પુદ્ગલની આ પ્રકારની વાત બીજે ક્યાંય છે જ નહિ. આમાં તો સનાતન આખી વાત જ જુદી છે. અહા ! પરમાણુ સ્કંધનું કારણ છે તેથી એ કારણપરમાણુ છે તથા એ જ પરમાણુને બે વાત લાગુ પડે છે. ટીકામાં પણ એમ જ છે ને કે-“તે જ (પરમાણુ ) .અર્થાત્ જે આ એક પરમાણુ-રજકણ-પોઈન્ટ છે તેને જ જઘન્ય ને ઉત્કૃષ્ટ-એ બે વાત લાગુ પડે છે. જુઓ, આ વસ્તુસ્વભાવ! અહા ! ક્ષેત્ર ભલે નાનું છે, તોપણ તે પરમાણુ દ્રવ્ય છે, અને તેથી તેને કોઈ ક્ષેત્રના મોટપની શી જરૂર છે? તો, (૧) એક પરમાણુનો એવો સ્વભાવ છે કે તે સ્કંધનું કારણ થાય છે. તેથી તે કારણપરમાણુ છે. (૨) જો તે જ પરમાણુમાં એક ગુણ ચીકાશાદિ હોય તો તે બંધ થવાને અયોગ્ય છે. તેથી તેને જઘન્ય પરમાણુ કહે છે. (૩) એ જ પરમાણુમાં જ બે, ત્રણ, ચાર, પાંચ વગેરે ગુણ ચીકાશાદિ હોય તો તેને, તે બંધને યોગ્ય હોવાથી, ઉત્કૃષ્ટ પરમાણુ કહે છે. એ જ પરમાણુનું હોં. જુઓ, આ વસ્તુનો-જડનો સ્વતઃસ્વભાવ! જો કે એને (પરમાણુને) તો કાંઈ જ ખબર નથી, પણ બધી ખબર જ્ઞાનસ્વરૂપી આત્માને છે કે પરમાણુમાં આમ થાય છે. (૪) અને સ્કંધના છેલ્લા (અવિભાગી) ટુકડાને, અહા! સ્કંધના ટૂકડાં કરતાં કરતાં જે છેલ્લો અવિભાગી અંશ-ભાગ રહી જાય તેને કાર્યપરમાણુ કર્યું છે. આમ ચાર પ્રકાર થયા. પ્રશ્ન: તો, આવી વાત બીજે ક્યાંય કેમ નથી? સમાધાન: કેમકે બીજે (અન્ય મતમાં) સર્વજ્ઞ નથી. તેથી બીજામાં કલ્પનામાત્ર ખોટી જ વાત હોય છે. ખોટામાં તે સાચું ક્યાંથી હોય ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #347 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩ર [નિયમસાર પ્રવચન હવે આધાર આપી કહે છે એ જ રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૬૫મી અને ૧૬૬મી ગાથા દ્વારા) કહ્યું છે કે (ગાથાર્થ:-) પરમાણુ-પરિણામો, સ્નિગ્ધ હો કે રૂક્ષ હો, બેકી અંશવાળા હો કે એકી અંશવાળા જુઓ, કીધું? કે પરમાણુ કે જે એક રજકણ, પોઈન્ટ છે તેના પરિણામો એટલે કે પર્યાયો ચીકાશરૂપ હો કે રૂક્ષરૂપ હો તથા બેકી અર્થાત્ બે અંશવાળા, ચાર અંશવાળા, છ અંશવાળા આદિ હો, કે એકી એટલે ત્રણ અંશવાળા, પાંચ અંશવાળા કે સાત અંશવાળા આદિ હો.... “જો સમાન કરતાં બે અધિક અંશવાળા હોય તો બંધાય છે' કહે છે-બે અંશવાળો તેનાથી બે અંશ અધિક એવા ચાર અંશવાળા સાથે, ત્રણ અંશવાળો તેનાથી બે અંશ અધિક એવા પાંચ અંશવાળા સાથે બંધાય છે. તેવી રીતે સાત અંશવાળો તેનાથી બે અંશ અધિક એવા નવ અંશવાળા સાથે, ને આઠ અંશવાળો તેનાથી બે અંશ અધિક એવા દસ અંશવાળા સાથે બંધાય છે. આ પ્રમાણે પરમાણુ એનાથી બે અંશ અધિક હોય તેની સાથે બંધાય છે. પરંતુ, - જઘન્ય અંશવાળો બંધાતો નથી.' શું કહ્યું? કે એક અંશવાળો બંધાતો નથી. અર્થાત્ એક અંશવાળો પરમાણુ બંધને યોગ્ય નથી. તેવી રીતે આત્મામાં પણ અવગુણનો જે છેલ્લો અંશ છે તે, તેના બંધનું કારણ છે નહિ. એ શું કહ્યું? કે મોહનો-રાગનો જે છેલ્લો જઘન્ય અંશ છે તે પોતે પોતાના (મોહના) બંધનું કારણ નથી. અહા ! રાગનો છેલ્લો અંશ રાગને બાંધે એમ ન બને. જેમ અહીં પરમાણુમાં એક ગુણ ચીકાશની કે એક ગુણ લુખાશની જે અવસ્થા છે તે બંધને લાયક નથી, તેમ આત્મામાં પણ જે ક્રોધ, માન, માયા ને દર્શનમોહ છે-દર્શનમાં સમકિતમોહ લો તોપણ–તેનો જે છેલ્લો અંશ છે તે બંધનું કારણ નથી. અહા ! સમકિતમોહનો છેલ્લો અંશ દર્શનને ન બાંધે. કેમકે એ છેલ્લો અંશ છે ને? તેવી રીતે રાગાદિનો જે છેલ્લો અંશ છે તે પણ પોતાને ન બાંધે. તે રાગનો અંશ બીજા છ કર્મના બંધનું કારણ ભલે થાય, પણ પોતાને ન બાંધે. આવો જ વસ્તુનો સ્વતઃ સ્વભાવ છે. -એ પહેલી (૧૬૫મી) ગાથા કહી. હવે બીજી (૧૬૬મી) ગાથા: સ્નિગ્ધપણે બે અંશવાળો પરમાણુ ચાર અંશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે બંધ અનુભવે છે; અથવા રૂક્ષપણે ત્રણ અંશવાળો પરમાણુ પાંચ અંશવાળા સાથે જોડાયો થકો બંધાય છે.' આ તો દાખલો આપ્યો છે હોં કે ત્રણ અંશવાળો રૂક્ષ પરમાણુ પાંચ અંશવાળા પરમાણુ સાથે બંધને પામે છે. બાકી, ત્રણ અંશ ચીકાશવાળો પરમાણુ પાંચ અંશ ચીકાશવાળા પરમાણુ સાથે પણ બંધાય છે. વળી, જુઓ, અહીંયાં “અનુભવે છે'—એવો શબ્દ છે. પ્રશ્નઃ પરમાણુને અનુભવવું ક્યાં છે? સમાધાન: “અનુભવે છે” એનો અર્થ એમ છે કે અનુસરીને થાય છે. તો, કહે છે કે રૂક્ષ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #348 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૩ ગાથા-૨૫] હો કે સ્નિગ્ધ હો, ગમે તે હો, બે અંશ ને ચાર અંશવાળો, ત્રણ અંશ ને પાંચ અંશવાળો-એમ એ પ્રમાણે પરમાણુ બંધાય છે. પણ એક અંશવાળો ન બંધાય. ભાઈ, એકડે એક, ને બગડે છે. અર્થાત એક અંશવાળો બંધાય નહિ, પણ બે કે અધિક અંશવાળો બંધને યોગ્ય હોવાથી બંધાય છે. પુદ્ગલનો પણ આવો સ્વભાવ છે કે એક અંશવળો જઘન્ય પરમાણુ બંધાતો નથી, કેમકે તે બંધને અયોગ્ય છે. શ્લોક ૩૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ “તે છ પ્રકારના સ્કંધો કે ચાર પ્રકારના અણુઓ સાથે મારે શું છે?' શું કહે છે? કે એ છ પ્રકારના સ્કંધો કહ્યા, ને ચાર પ્રકારના અણુઓ કહ્યા. તો, તે હો; પરંતુ મને એનાથી કોઈ પ્રયોજન નથી, અર્થાત તેઓ મારા કાંઈ (સંબંધી) જ નથી. કેમ? કેમકે એ ચીજ તો પરવસ્તુ છે, જ્યારે હું તો જાણનાર..જાણનાર જાણનાર-એવો જાણગસ્વરૂપે છું અને તે પણ મારામાં રહીને મારાથી જાણનાર છું. હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું.' અહાહા...! કહે છે-મારે તો અતીન્દ્રિય આનંદનું પ્રયોજન છે. તેથી હું તો સહજ આનંદસ્વરૂપ નિજ આત્માને ભાવું છું. અહીં તો મુનિરાજ છે ને? તો, કહે છે-ફરી ફરીને અક્ષય શુદ્ધ આત્માને ભાવું છું. અહાહા....! મારો આત્મા અક્ષય આનંદનું ધામ અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. તો, હું ત્યાં જ ફરી ફરીને એકાગ્ર થાઉં છું. અહા! મને તો એક આનંદનું જ પ્રયોજન છે; અને આનંદ તો મારી પાસે જ છે, અર્થાત્ હું અક્ષય અતીન્દ્રિય આનંદનું ઢીમ જ છું. તેથી હું તો એવા અક્ષય-ક્ષય ન થાય એવા-શુદ્ધાત્માને અર્થાત્ પૂર્ણાનંદમય નિજ દ્રવ્યસ્વભાવને ફરી ફરીને ભાવું છું. માવયામિ મુહુર્મુઠ્ઠ:' એમ છે ને? તો “ફરી ફરીને ભાવું છું”—એનો અર્થ શું? શું એ વિકલ્પ છે? ના, હોં. એ તો ભાઈ ! અંતર-એકાગ્રતાની વાત છે. મુનિરાજ અંતર-એકાગ્રતા કરી વારંવાર સ્વરૂપમાં લીન થાય છે એમ વાત છે. સમજાણું કાંઈ....? આવો મારગ છે બાપુ ! અહાહા...! કહે છે-છ પ્રકારના સ્કંધો ને ચાર પ્રકારના પરમાણુ લોકમાં હો તો હો. હવે એમાં આ કર્મ ને નોકર્મ–બધા આવી ગયા હોં. તો, કહે છે-મારે એ બધાથી શું કામ છે? મને એ બધાથી કાંઈ પ્રયોજન નથી. મને તો અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય એ એક જ કામ ને એક જ પ્રયોજન છે. તેથી, હું તો અક્ષય આનંદનું ધામ એવા નિજ શુદ્ધાત્મામાં વારંવાર એકાગ્ર થઈ લીન થાઉં છું. અહાહા..! અનંત આનંદ ને અનંત શાન્તિથી પૂર્ણ ભરેલો અક્ષય આનંદનું ધામ એવો મારો પરમ શુદ્ધ આત્મા છે. તો, એવા આત્માને હું અંતર્મુખ થઈને ફરી ફરીને ભાવું છું. જુઓ, આમ કહીને આ જ કરવાયોગ્ય કામ છે એમ મુનિરાજ કહે છે. સમજાણું કાંઈ....! લ્યો, આ સરવાળો કર્યો કે-અજીવ જાણવાયોગ્ય છે. પણ તેને જાણીને પછી તેનું લક્ષ છોડી સ્વરૂપની ભાવના ને સ્વરૂપમાં જ લીનતા કરવી એ જ પ્રયોજન છે. હવે, ગાથા-ર૬ કે જેમાં પરમાણુનું વિશેષ કથન કહેશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #349 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪ [નિયમસાર પ્રવચન ગાથા – ૨૬ अत्तादि अत्तमज्झं अत्तंतं णेव इंदियग्गेज्झं। अविभागी जं दव्वं परमाणू तं वियाणाहि।। २६ ।। જે આદિ-મધ્યે અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇન્દ્રિથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ૨૬. અન્વયાર્થ- [વાભારિ] પોતે જ જેનો આદિ છે, [માત્મHધ્યમ] પોતે જ જેનું મધ્ય છે અને [ માત્માન્ત] પોતે જ જેનો અંત છે ( અર્થાત્ જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં પરમાણુનું નિજ સ્વરૂપ જ છે), [ન ન્દ્રિ: ગ્રામ] જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય (જણાવાયોગ્ય) નથી અને [ યઃ વિમાનિ] જે અવિભાગી છે, [ 1 ] તે [પરમાણું દ્રવ્ય ] પરમાણુદ્રવ્ય [ વિનાનાદિ] જાણ. ટીકા- આ, પરમાણુનું વિશેષ કથન છે. જેમ સહજ પરમ પારિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધક્ષેત્ર પર્યત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી અય્યતાપણું કહેવામાં આવ્યું, તેમ પંચમભાવની અપેક્ષાએ પરમાણુદ્રવ્યનો પરમસ્વભાવ હોવાથી પરમાણુ પોતે જ પોતાની પરિણતિનો આદિ છે, પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે અને પોતે જ પોતાનો અંત પણ છે (અર્થાત આદિમાં પણ પોતે જ, મધ્યમાં પણ પોતે જ અને અંતમાં પણ પરમાણુ પોતે જ છે, ક્યારેય નિજ સ્વરૂપથી શ્રુત નથી). જે આવો હોવાથી, ઇન્દ્રિયજ્ઞાનગોચર નહિ હોવાથી અને પવન, અગ્નિ ઇત્યાદિ વડ નાશ પામતો નહિ હોવાથી, અવિભાગી છે તેને, હે શિષ્ય! તું પરમાણુ જાણ. | [ હવે ર૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ] (અનુષ્ટ્રમ) अप्यात्मनि स्थितिं बुद्धवा पुद्गलस्य जडात्मनः। सिद्धास्ते किं न तिष्ठति स्वस्वरूपे चिदात्मनि।। ४०।। [શ્લોકાર્ચ- ] જડાત્મક પુદ્ગલની સ્થિતિ પોતામાં (-પુગલમાં જ ) જાણીને (અર્થાત્ જડસ્વરૂપ પુદ્ગલો પુદ્ગલના નિજ સ્વરૂપમાં જ રહે છે એમ જાણીને), તે સિદ્ધભગવંતો પોતાના ચૈતન્યાત્મક સ્વરૂપમાં કેમ ન રહે? (જરૂર રહે.) ૪૦. ગાથા ર૬ ટીકા ઉપરનું પ્રવચનઃ અહા ! એ પરમાણુમાં, અંગુલના અસંખ્યમા ભાગ જેટલું નાનું ક્ષેત્ર છે છતાં, જીવના ગુણની જેટલી સંખ્યા છે તેટલા, અનંત ગુણ છે. ભલે તેમાં ચૈતન્યગુણ ન હોય, તોપણ તેમાં જીવના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #350 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-ર૬] ૩૩૫ જેટલા જ અનંત જડ ગુણ છે. અર્થાત જેટલા એક આત્મામાં ગુણની સંખ્યા છે તેટલા જ જડ ગુણની સંખ્યા પરમાણમાં છે. પણ આત્માના ગુણ તેમાં નથી. શું કહ્યું? કે જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણ જીવમાં છે, તેમ એટલા જ અનંત જડ ગુણ પરમાણમાં છે. અહા ! જીવના જેવા ચેતન ગુણો પરમાણુમાં નથી, પણ સંખ્યામાં એટલા જ જડ ગુણ એક પરમાણમાં છે. અહા ! એક પ્રદેશી પરમાણુમાં પણ જીવના જેટલા જ અનંત જડ ગુણો છે. સમજાણું કાંઈ...? પણ આ જાણીને શું કામ છે? કે જ્યારે પરમાણુ એક પ્રદેશી હોવા છતાં વસ્તુ સ્વભાવ છે તો, આત્મા તો અસંખ્ય પ્રદેશી છે અર્થાત્ તેના સ્વભાવનું ક્ષેત્ર તો અસંખ્ય પ્રદેશ છે ને તે જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છે. તો તેના એક જ્ઞાયક સ્વભાવનો અંદર મહિમાં લાવીને તેનો આશ્રય કરવો ને તેની જ ભાવના ભાવવી. લ્યો, આ કરવાનું છે. જો સુખી થવું હોય તો, ફરી ફરીને પણ, ભણી-ભણીને પણ, બધું જાણીને પણ કરવાનું તો આ છે. તો, અહીં કહે છે-“આ, પરમાણુનું વિશેષ કથન છે.” વળી કહે છે-“જેમ સહજ પરમ પારિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ...' સહુજ પરમ પરિણામિકભાવ”—એટલે આત્માનો સ્વાભાવિક ત્રિકાળી ધ્રુવ પરમ ભાવ, અને તેની વિવક્ષાનો આશ્રય કરનારા અર્થાત્ તેના કથનનો તેમ જ તેના ભાવનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ અહા ! જેમાં સહજ પરમ પારિણામિકભાવસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની જ વિવક્ષા છે, મતલબ કે જેમાં ઉદયભાવની, ઉપશમભાવની, ક્ષયોપશમભાવની કે ક્ષાયિકભાવની વિવક્ષા નથી, પણ જેમાં ત્રિકાળી ધ્રુવ પરમસ્વભાવભાવ એવા એક જ્ઞાયકભાવની જ વિવેક્ષા છે એવા સહજ-સ્વાભાવિક નિશ્ચયનયની અપેક્ષાએ... અહા ! એ અપેક્ષાએ શું વાત છે? તો, કહે છે-તે અપેક્ષાએ ભગવાન આત્મા નિત્ય છે, અર્થાત્ આત્મા નિત્યપણાથી કોઈ દિ' ગ્રુત થયો નથી. અહા ! પરમસ્વભાવભાવ એવા એક જ્ઞાયકભાવથી આત્મા કદી ચુત થયો નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ ! અહાહા...! કહે છે-“જેમ...સહજ નિશ્ચયનયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધક્ષેત્ર પર્યત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી અશ્રુતપણું કહેવામાં આવ્યું, તેમ..” શું કહે છે આ? કે નિગોદથી માંડીને સિદ્ધ સુધીની પર્યાયમાં રહેલા બધાય જીવો, તેના દ્રવ્યનો જે પરમસ્વભાવભાવ છે તેનાથી કોઈ દિ' શ્રુત થયા નથી. ફરીને, શું કહે છે? કે આ આત્મા જે નિત્ય વસ્તુ છે તે કેવી છે? અહાહા..! સહજ પરમ પારિણામિકભાવસ્વરૂપ ભગવાન આત્મા છે. અહા ! એક જ્ઞાયકભાવ જેનો પરમસ્વભાવભાવ છે તેવા આત્માનું કથન કરનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ, અહીં કહે છે, ભગવાન આત્મા નિત્ય.. નિત્યનિત્ય એવો ત્રિકાળ ધ્રુવ છે. અહાહા...! અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા આદિ એવી અનંત શક્તિઓથી ભરપૂર ભરેલું આત્મતત્ત્વ, તેના સહુજ પરમ પારિણામિકભાવની અપેક્ષાએ નિત્ય છે. અહા! બધા જ આત્માઓ આ રીતે નિત્ય છે. અહા ! સહજ પરમ પારિણામિકભાવને કહેનારા સહજ નિશ્ચયનયે નિગોદથી માંડીને સિદ્ધ સુધીની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #351 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬ [ નિયમસાર પ્રવચન પર્યાયવાળા બધાય જીવો ત્રિકાળ નિત્ય છે; તેઓ નિત્યપણાથી કોઈ દિ' શ્રુત થાય નહિ એવા અશ્રુત છે. ઓહો....! વસ્તુના સ્વભાવને કહેવાની દિગંબર સંતોની શું અલૌકિક શૈલી ! હવે આવું વસ્તુના સ્વભાવનું વર્ણન બીજે ક્યાં છે બાપુ? એ તો જે છે તે આમાં બહાર આવ્યું છે, બાકી બીજે ક્યાંય આવી વાત છે જ નહિ. અહાહા.! શું કહે છે? કે જેમ પરમાણુ પોતે પોતાથી પોતાના આદિ-મધ્ય-અંતમાં છે, તેમ આત્મા પણ વસ્તુસ્વભાવની-પરમસ્વભાવભાવની અપેક્ષાએ પોતાથી કોઈ દિ' શ્રુત થતો નથી. અહા ! વસ્તુ તો ધ્રુવ-એમ ને એમ-ત્રિકાળ છે. અર્થાત્ પોતે જ પોતાની આદિમાં છે, પોતે જ પોતાની મધ્યમાં છે, ને પોતે જ પોતાના અંતમાં છે. કહ્યું ને કે “નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધક્ષેત્ર પર્યત...' અહા ! આત્માનો પરમસ્વભાવભાવ જે ધ્રુવ ત્રિકાળ છે તે નિગોદથી સિદ્ધ પર્વતની પર્યાયોમાં આવ્યો નથી. અર્થાત્ તે પર્યાયમય થયો નથી, અને નિત્યપણાથી ટ્યુત થયો નથી. ઓહોહો...! આવો ચૈતન્યમય હીરો ત્રિકાળ ધ્રુવ ભગવાન આત્મા છે! એનાં શું મૂલ્ય કરવાં? અહા! જેના મૂલ્યાંકન કરવા જતાં પોતાની બુદ્ધિ પણ મૂલ્યવાન થઈ જાય છે તેના મૂલ્ય શાં કરવા! આવી અચિન્હ અમૂલ્ય એ ચીજ છે. અહાહા..! જેને કોઈ પર્યાયની-ઉદયાદિ ભાવની અપેક્ષા નથી એવો સહજ પરમ પારિણામિકભાવસ્વરૂપ ભગવાન આત્મા અલૌકિક ચીજ છે. વળી, તે પરમસ્વભાવભાવને કહેનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા ત્રિકાળ નિત્ય છે. અહા! જેમ પરમાણુની આદિ-મધ્ય-અંતમાં તે પોતે જ છે, તેમ આત્માના પરમ પરિણામિકભાવમાં-નિત્યપણામાં-પણ પોતે જ ત્રિકાળ કાયમ છે, તેમાંથી કોઈ દિ” તે ખસ્યો નથી. અહા! નિગોદથી માંડી સિદ્ધ પર્વતના સર્વ જીવોનું નિજ સ્વરૂપથી અશ્રુતપણું કહેવામાં આવ્યું છે. કયા નયે? સહજ પરમ પારિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા અર્થાત્ તેને કહેનારા સહજ નિશ્ચયનયે તેઓ બધા જ અય્યત છે, નિત્ય છે. અહા ! સર્વ અનંતા જીવોનું-ચાહે તો પર્યાયમાં નિગોદપણું હો, કે પર્યાયમાં ત્રસપણે હો, કે પર્યાયમાં સિદ્ધપણું હો, એ સર્વ જીવોનું-નિજ સ્વરૂપથી અચ્યુંતપણું નિશ્ચયનયથી કહેવામાં આવ્યું છે. સહજ નિશ્ચયનયે બધાનું નિત્યપણાથી અશ્રુતપણું કહેવામાં આવ્યું છે. અહો ! શું ટીકા છે! ભાઈ, દશામાં નિગોદની પર્યાય હો, કે સાતમી નરકના નારકીની પર્યાય હો, કે અંતિમ રૈવેયકના મિથ્યાષ્ટિની પર્યાય હો, કે ક્ષાયિક સમકિતીની પર્યાય હો, કે સિદ્ધની પર્યાય હો, અહા! નિગોદથી માંડીને જેમાં અનંત આનંદાદિ પ્રગટયાં છે એવી સિદ્ધ પર્યાય પર્વતની જે કોઈ પર્યાય પ્રગટ હો, અહીં કહે છે, વસ્તુ આત્મા પોતાના પરમસ્વભાવભાવે નિત્ય છે, તે નિત્યપણાથી કોઈ દિ' ગ્રુત થયો નથી. અહા ! બધા જ અનંતા જીવો નિજ સ્વરૂપથી અય્યત છે. ગજબની ટીકા છે ભાઈ ! “નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધક્ષેત્ર પર્યત રહેલા જીવોનું...'—એમ પાઠ છે ને? એટલે કે આ લોકમાં એક જીવ નથી, પણ ઘણા-બધા અનંત જીવો છે. તેમ જ અહીં નિગોદથી માંડીને સિદ્ધ પર્વતના જીવો લીધા છે ને? તો મિથ્યાષ્ટિના ત્રસ ને સ્થાવરમય અનંત જીવો છે, સિદ્ધના પણ અનંતા જીવો છે, અને વચમાં જેને સાધકપણું ને સાથે કંઈક બાધકપણું છે એવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #352 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૬] ૩૩૭ અસંખ્ય જીવો પણ છે. તો, કહે છે, આ બધાય જીવોનું સહજ નિશ્ચયનયે નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. અર્થાત્ સર્વ વિવિધ અવસ્થાઓમાં રહેલા તે જીવો નિજ ૫૨મસ્વભાવભાવથી ચ્યુત થતા નથી. જુઓ, નિગોદના જીવને અક્ષરના અનંતમા ભાગની જ જ્ઞાનની પર્યાય ઉઘડી છે, જ્યારે ભગવાન કેવળીને અને સિદ્ધને પૂર્ણ જ્ઞાનની-કેવળજ્ઞાનની પર્યાય ઉઘડેલી છે. અને વચમાં સાધક જીવને મોક્ષમાર્ગની પર્યાય ઉઘડેલી છે. અર્થાત્ બધાય પંચેન્દ્રિય પર્યંતના મિથ્યાદષ્ટિ જીવો પર્યાયમાં તીવ્ર મિથ્યાત્વપણે પરિણમે છે જ્યારે કેવળી ને સિદ્ધ અનંત કેવળજ્ઞાન આદિપણે પરિણમે છે. છતાં, કહે છે-એ બધાય જીવો-ચાહે સંસારી હો કે સિદ્ધ હો-પોતાના નિત્ય ધ્રુવ સ્વરૂપથી ીય ખસ્યા નથી ને ખસતા નથી. વાહ! જુઓને! આ બે લીટીમાં કેટલું સમાડી દીધું છે! અહા! પરમાણુ જેવા અજીવ અચેતન પદાર્થને પણ રહેવાને માટે કોઈની જરૂર નથી. એ પોતે જ પોતાથી પોતામાં-પોતાના આદિ-મધ્ય-અંતમાં છે. તેમ ભગવાન આત્મા નિગોદથી માંડીને સિદ્ધ સુધી..., અહા ! વચમાં બીજા બધા પણ આવી ગયા ને? એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંતના બધા જીવો આવી ગયા કે નહિ? આવી ગયા. આ માંસના ખાનારા સિંહ, વાઘ ને વરુ વગેરે બધા પણ આવી ગયા. તો, કહે છે, એવી એવી પર્યાયમાં રહેલા-તીવ્ર ગૃહિત મિથ્યાત્વની પર્યાયમાં, કે સમ્યગ્દર્શનની સાધકની પર્યાયમાં, કે સિદ્ધની પર્યાયમાં રહેલા-એ બધાય જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. અર્થાત્ તે તે પર્યાય વખતે પણ નિત્ય ધ્રુવ વસ્તુ તો પોતાથી કદી ખસી જ નથી. અહા ! એ ત્રિકાળી ધ્રુવ સ્વભાવભાવ, પર્યાયમાં કદી આવ્યો જ નથી. કહો, આવી વાત હવે બીજે ક્યાં છે? અહીં વાત તો પરમાણુની કરવી છે; છતાં પણ તેમાં આત્માના સ્વભાવની વાત પણ ભેગી નાખી છે. હવે કહે છે– તેમ પંચમભાવની અપેક્ષાએ પરમાણુદ્રવ્યનો ૫૨મસ્વભાવ હોવાથી પરમાણુ પોતે જ પોતાની પરિણિતનો આદિ છે, પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે અને પોતે જ પોતાનો અંત પણ છે (અર્થાત્ આદિમાં પણ પોતે જ, મધ્યમાં પણ પોતે જ અને અંતમાં પણ પરમાણુ પોતે જ છે, ક્યારેય નિજ સ્વરૂપથી ચ્યુત નથી ).’ જુઓ, પરિણતિ શબ્દે અહીંયાં પરિણતિ એટલે પર્યાય ન લેવી; કેમકે અહીંયાં પંચમભાવનીત્રિકાળી ધ્રુવની અપેક્ષાએ વાત છે. શું કીધું? કે પરમાણુના પંચમભાવસ્વરૂપ જે એનો ત્રિકાળી પરમસ્વભાવ છે, ત્રિકાળી ધ્રુવ ભાવ છે તેની અહીંયાં વાત છે. એમ તો એની પર્યાય પણ પારિણામિકભાવની જ પર્યાય છે, પણ તેને અહીં સિદ્ધ નથી કરવી. અહા! પાઠમાં ‘અત્તાવિ’-વગેરે છે ને? તો, કહે છે, પોતે જે વસ્તુ છે-જે સૂક્ષ્મ એક પરમાણુ છે-તે પોતે જ પોતાની આદિ છે, તે પોતે જ પોતાનું મધ્ય છે, ને તે પોતે જ પોતાનો અંત છે. જો કે કહેવામાં ભેદ પડે છે, પણ વસ્તુમાં આવો કોઈ ભેદ નથી. 6 અહાહા...! કહે છે–‘તેમ પંચમભાવની અપેક્ષાએ...' આ કોનો પંચમભાવ છે? પરમાણુનો. તો પંચમભાવની અપેક્ષાએ ‘પરમાણુદ્રવ્યનો ૫૨મસ્વભાવ હોવાથી...' જુઓ, ૫૨મસ્વભાવ હોવાથી... ’–એમ લીધું છે. તો, ‘ ૫૨માણુદ્રવ્યનો પરમસ્વભાવ હોવાથી પરમાણુ પોતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #353 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮ [ નિયમસાર પ્રવચન જ પોતાની પરિણતિનો આદિ છે.' એટલે કે પરમાણુ પોતે જ પોતાના ભાવનો સ્વભાવનો આદિ છે. પરિણતિ શબ્દ અહીં પર્યાય નથી કહેવી, પણ તેનો ભાવ-સ્વભાવ કહેવો છે. તેવી રીતે, “પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે.” એટલે કે પોતે જ પોતાના સ્વભાવનું મધ્ય છે. અહા ! સ્વભાવનું મધ્ય પણ પોતે જ ધ્રુવવસ્તુ-દ્રવ્ય છે. અને પોતે જ પોતાનો અંત પણ છે.' અર્થાત્ પોતાની આદિ–મધ્ય-અંતમાં પરમાણુદ્રવ્ય પોતે જ છે. જોયું? આ સરવાળો લીધો. પરિણતિ એટલે પર્યાયનું અહીં કામ (પ્રયોજન) નથી, કેમકે અહીં પંચમભાવની અપેક્ષાએ વાત છે, ને તેનો (પરમાણુનો) પરમસ્વભાવ લીધો છે. ભાઈ, અહીં દ્રવ્યને–પરમાર્થ દ્રવ્યને જ સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ...? અહા ! એક પરમાણુ પણ અતિન્દ્રિય વસ્તુ છે, અને આકાશના એક પ્રદેશમાં એવા અનંતા પરમાણુના અનંતા સ્કંધ સમાય છે. અહા ! આવો એક પરમાણુ છે! અહા ! એની આદિ-મધ્ય-અંતમાં તે વસ્તુ-દ્રવ્ય પોતે જ છે. અહા ! તે પરમાણુ ક્યારેય નિજ સ્વરૂપથી શ્રુત નથી.' શું કીધું? કે એ જે પરમાણુદ્રવ્ય છે તે કોઈ દિ' ચીકાશ કે લુખાક્ષાદિની પર્યાયમાં આવ્યું નથી. શું કીધું? એક ગુણ ચીકાશ હો, બે ગુણ ચીકાશ હો, ત્રણ ગુણ ચીકાશ હો, બંધને યોગ્ય હો, કે બંધને અયોગ્ય હો, પંચમભાવવાળું આ જે તત્ત્વ-વસ્તુ-દ્રવ્ય છે તે કોઈ દિ' પર્યાયમાં આવતું નથી. અહા ! પરમાણુની જે પર્યાય છે એ તો પરિણામિકભાવની જ પર્યાય છે, કેમકે તેને ઉદય કે એવો કોઈ ભાવ છે નહિ, છતાં પણ એ વસ્તુ કે જે પંચમભાવસ્વરૂપ ધ્રુવ શક્તિરૂપ ભાવ છે તે પર્યાયમાં આવતી નથી. અહા ! જુઓ તો ખરા! વસ્તુ નાની છે કે મોટી-એમ એના ક્ષેત્રને ન દેખવું, પણ તેનો સ્વભાવ શું છે તે જોવું. અહા ! એક પરમાણુનો પણ આવો સ્વભાવ છે કે-એક ગુણ ચીકાશ હો કે અનંત ગુણ ચીકાશ હો એક ગુણ લખાશ હો કે અનંત ગુણ લુખાશ હો; તે ભારે પરિણમ્યો હો કે હુલકાપણે પરિણમ્યો હો; પરમાણુદ્રવ્ય તો જે છે તે જ છે, એ પર્યાયમાં આવતો જ નથી. અહા! તે ક્યારેય નિજ સ્વરૂપથી શ્રુત નથી. હવે આવું સર્વજ્ઞ સિવાય બીજે ક્યાં મળે ? અહા! કહે છે-તે ક્યારેય નિજ સ્વરૂપથી શ્રુત નથી.' એટલે શું? કે પંચમભાવવાળું અજીવ પરમાણુતત્ત્વ ક્યારેય પોતાની પર્યાયમાં આવ્યું નથી. અહા ! સુગંધની પર્યાય હો કે દુર્ગધની પર્યાય હો; ચીકાશની પર્યાય હો કે લુખાશની પર્યાય હો; ઠંડાની પર્યાય હો કે ગરમની પર્યાય હો; ભારેપણાની પર્યાય હો કે હળવાપણાની પર્યાય હો; પંચમભાવ તેમાં આવ્યો નથી. પ્રશ્ન: પરમાણુમાં ભારે પર્યાય હોય? સમાધાન: હા, છે. પરમાણુની પણ ભારે પર્યાય છે. જુઓ ખૂબી ! કે સ્કંધમાં પરમાણુની પણ ભારે-ધુળવી પર્યાય થઈ છે. છતાં પરમાણુ (દ્રવ્ય-સ્વભાવ) તેનાથી જુદો છે, તે ભારે-હળવી પર્યાયમાં પંચમભાવમય દ્રવ્ય આવ્યું નથી. અહા ! જુઓને, આ કેટલું લોજિક છે? આ તો વસ્તુવિજ્ઞાન છે બાપુ ! પ્રશ્ન: શરીરમાં પરમાણુ ભારે છે ને ? માટે, સ્કંધમાં તે પરમાણુ આવ્યો તો એટલો ફર્યો કે નહીં? પરમાણુ સ્કંધમાં આવ્યો ત્યારે પર્યાય ભારેપણાની થઈ ને? તેથી તે ભારે પર્યાય પરને લઈને થઈ ને ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #354 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૬] ૩૩૯ સમાધાનઃ ના, એમ નથી; ૫૨માણુ સ્કંધમાં આવ્યો માટે ભારે પર્યાયપણે પરિણમ્યો છે એ વાત બરાબર નથી. એ તો ૫૨માણુની પર્યાય તે કાળે પોતાથી જ એવી થઈ છે. વળી, એ ભારેપણાની પર્યાયપણે પરિણમે છે તેથી દ્રવ્ય (પંચમભાવ) તે પર્યાયમાં આવ્યું છે એમ પણ નથી. આવી ૫૨માણુની વ્યાખ્યા! આવું બહુ ઝીણું! અહા! અહીં પરમાણુની વ્યાખ્યા છે એટલે એમ ન માનવું કે પરમાણુની વ્યાખ્યામાં વળી શું હોય? ભાઈ! એમાં તો ભગવાન આત્માની વ્યાખ્યા પણ સમાઈ જાય છે. અહા ! ૫૨માણુની ગમે તે પર્યાય હો–ભારે-હળવી પર્યાય હો, કે કર્કશ-સુંવાળી પર્યાય હો, ગમે તે પર્યાયપણે તે થયેલ હો-તોપણ તે સમયે ૫૨માણુદ્રવ્ય (પંચમભાવ) તેમાં આવ્યું નથી. કારણ કે પર્યાય પર્યાયપણે થઈ છે, ને દ્રવ્ય તો ધ્રુવપણે, નિત્યપણે રહ્યું છે. અહા ! દ્રવ્ય તો પર્યાયમાં આવે જ નહિ ને? કેમકે બે અંશો જ જ્યાં ભિન્ન છે ત્યાં દ્રવ્ય પર્યાયમાં કેમ આવે ? એમ ભગવાન આત્મા નિગોદથી માંડીને..અહાહા...! જુઓ, આમાં જીવોની કેટલી અવસ્થાઓ લીધી ? ને કેટલા જીવ લીધા ? અહા! નિગોદના એક શરીરમાં અનંત જીવ છે. ભાઈ, આ આંગળાના ( અંગુલના ) અસંખ્યમા ભાગ જેટલા સક્કરકંદમાં અસંખ્ય શરીર છે, અને તે એકેક શરીરમાં સિદ્ધ કરતાં અનંતગુણા અનંતા જીવ છે. તો તે બધી પર્યાયપણે પંચમભાવસ્વરૂપ દ્રવ્ય થયું નથી. ઓહો...! કહે છે કે ભલે અભિવની પર્યાય હો કે તીવ્ર મિથ્યાત્વની પર્યાય હો, કે તીવ્ર પાપાચારની પર્યાય હો; કેવી ? કે બબ્બે માઈલમાં પશુને કાપવાનું કારખાનું-કષાયખાનું માંડે એવી પાપાચારની પર્યાય હો; તોપણ પરમસ્વભાવભાવરૂપ દ્રવ્ય એમાં આવ્યું નથી, કેમકે દ્રવ્ય તો ધ્રુવ ત્રિકાળ નિત્ય છે. વળી, જે સિદ્ધપણે પરિણમન છે તે પર્યાયપણે પણ દ્રવ્ય તો થયું નથી, તે પર્યાયમાં પણ દ્રવ્ય તો આવ્યું નથી; કેમકે દ્રવ્ય તો એવું ને એવું અભેદ એકરૂપ ધ્રુવ નિત્ય છે. અહાહા...! આવો જે અંદર જ્ઞાન ને આનંદનો કંદ ભગવાન જ્ઞાયકસ્વરૂપ નિજ આત્મા છે તેની તું અંતર-એકાગ્રતા કર. આ જ ભાઈ! તારા કલ્યાણનો મારગ છે. બાકી બીજું બધું–વ્રત, તપ ને ભક્તિ આદિ-તો તું કરી કરીને હેરાન થઈ ગયો છો, કેમકે એ તો બધો રાગ ને કાયક્લેશ છે. હવે કહે છે જે આવો હોવાથી, ઇન્દ્રિયજ્ઞાનગોચર નહિ હોવાથી અને પવન, અગ્નિ ઇત્યાદિ વડે નાશ પામતો નહિ હોવાથી, અવિભાગી છે તેને, હું શિષ્ય ! તું પરમાણુ જાણ. લ્યો, આને તું ૫૨માણુ જાણ એમ કહે છે. યોગસારમાં પણ કહ્યું છે ને ? કે–છ દ્રવ્યને તું પ્રયત્નથી જાણ. છ દ્રવ્યનું વ્યવહાર જ્ઞાન તું પ્રયત્નથી કર. શ્લોક ૪૦: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન: ‘જડાત્મક પુદ્દગલની સ્થિતિ પોતામાં (-પુદ્દગલમાં જ ) જાણીને (અર્થાત્ જડસ્વરૂપ પુદ્દગલો પુદ્દગલના નિજ સ્વરૂપમાં જ રહે છે એમ જાણીને), તે સિદ્ધભગવંતો પોતાના ચૈતન્યાત્મક સ્વરૂપમાં કેમ ન રહે? (જરૂર રહે). ’ અહાહા...! કહે છે-જ્યારે આવો જડ પ૨માણુ પણ પોતામાં રહે છે, અહા! જેને કાંઈ ભાન નથી, જેમાં કાંઈ જ્ઞાન નથી એવો પ૨માણુ પણ જ્યારે પોતે પોતામાં દ્રવ્યસ્વરૂપથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #355 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪) [ નિયમસાર પ્રવચન કાયમ-નિત્ય રહે છે ત્યારે તે સિદ્ધભગવંતો પોતાના નિત્ય એક ચિદાનંદમય સ્વરૂપોમાં જ કેમ ન રહે? અહીં ભાષા “સિદ્ધભગવંતો”—એમ લીધી છે, તોપણ વાત તો બધા આત્માની છે હોં. એટલે કે જ્યારે પરમાણુ પણ પોતાના દ્રવ્યસ્વરૂપમાં ત્રિકાળ રહે છે તો પછી સિદ્ધસ્વરૂપી એવો ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં કેમ ન રહે? અહા! આ આત્મા પોતાના દ્રવ્યમાં કેમ ન રહે? એટલે કે દ્રવ્ય તો એવું ને એવું ત્રિકાળ છે તો ત્યાં (દષ્ટિ) કેમ ન જાય? ભારે વાતુ ભાઈ ! અહા ! દિગંબર સંતોની, જડની કથની હોય તોય જુદી, ચૈતન્યની કથની હોય તોય જુદી. તેઓની શૈલી જ કોઈ જુદી અનોખી છે! અહા ! અજ્ઞાની માને છે કે આ સંપ્રદાય-વાડો છે, પણ એમ નથી ભગવાન! આ તો વસ્તુસ્થિતિની વાત છે. તો, કહે છે જ્યારે પરમાણુ પણ પોતાના જડપણાની સ્થિતિમાંથી ખસતો નથી તો પછી ત્રિકાળ દ્રવ્યસ્વભાવી એવો ભગવાન આત્મા પોતાથી કેમ ખસે? ન ખસે. અને એવી જ્યાં દષ્ટિ થઈ યાં તે દષ્ટિ પણ સ્વરૂપમાં જ રહે છે એમ કહે છે. અહા ! આવા સ્વરૂપનું-કે જે નિજ સ્વરૂપથી ખસ્યું જ નથી તેનું-જેને જ્ઞાન થાય તે તેમાં જ રહે છે. અર્થાત્ આત્મા તો સ્વરૂપમાં રહેલો છે જ, પણ સ્વરૂપની દષ્ટિ થતાં દૃષ્ટિ પણ ત્યાં ને ત્યાં જ સ્થિત રહે છે. (આ તો હવે પર્યાય પણ સ્વરૂપમાં રહે છે એમ કહે છે.). અહા! જ્યારે જડ પુદ્ગલપરમાણુ પણ પોતાના સ્વભાવમાં નિત્ય સ્થિત રહે છે, તો પછી આ પોતે એક જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા છે તે પોતામાં સ્થિત કેમ ન રહે? અને પર્યાય પણ પોતાના સ્વભાવમાં સ્થિત કેમ ન રહે એમ કહે છે હોં. એ તો ભાઈ ! જ્યારે એની જ્ઞાનની પર્યાયમાં એમ નિર્ણય આવે કે આ ભગવાન જ્ઞાયક તો જ્ઞાયકપણે એવો ને એવો જ છે ત્યારે જ એણે, હું આત્મા એવો ને એવો છું એમ જાણું કહેવાય. અને ત્યારે એનો ઉપયોગ ત્યાં જ સ્થિત કેમ ન રહે?–એમ કહે છે. સમજાય છે કાંઈ...? જેમ પોપટ ભૂંગળીને પકડીને ઊંધો થઈ ગયો છે, તોપણ એની ઉડવાની શક્તિ તો જેમ છે તેમ છે. પરંતુ ઊંધો લટક્યો છે તો હું ઊંધો જ થઈ ગયો છું એમ તે માને છે. પણ પોતાની શક્તિનો વિચાર કરે તો ફટ ભૂંગળીને છોડીને આકાશમાં ઉડી જાય. અહા ! તેમ પોતાનો સ્વભાવ ધ્રુવ-એવો ને એવો જ છે એમ જાણે ત્યાં ફટ દષ્ટિ સ્વભાવમાં સ્થિત થઈ જાય. ( અને તે જ્ઞાનઆકાશમાં વિહરવા લાગે ). અહા ! પરમાણુએ પણ જો નિત્યપણું છોડયું નથી તો પછી પોતાનો નિત્યાનંદકંદ પ્રભુ આત્મા પોતાના સ્વભાવને કેમ છોડે ? અને તે ( જેને આવું ભાન થયું છે તે ) એવી દષ્ટિ કેમ ન કરે? એવી સ્થિરતા કેમ ન કરે?—એમ કહે છે. અહા ! પરમાણુ સ્વભાવે નિત્ય એવો ને એવો જ રહ્યો છે. પરંતુ એની પર્યાયને આની ખબર નથી હોં. શું પરમાણુની પર્યાયને એની ખબર છે ? ના. એ તો જાણગસ્વભાવી જીવને ખબર છે કે પરમાણુ એવો ને એવો નિત્ય રહ્યો છે, ને પર્યાયમાં આવતો નથી. તો, કહે છે-જ્યારે પરમાણુ નિત્યપણું છોડતો નથી, એવો ને એવો રહ્યો છે, ને પર્યાયમાં આવતો નથી, તો ત્રિકાળ નિત્ય જ્ઞાનાનંદસ્વભાવી એવો હું (ઉદયાદિ ) પર્યાયમાં કેમ આવું?–આમ માનતાં-આમ અંતર્દષ્ટિ થતાં-પર્યાય દ્રવ્યમાં સ્થિર થાય છે. દિગંબર સંતોની આવી લહેર છે. અરે ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #356 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-ર૬] ૩૪૧ પણ કોઈ અજ્ઞાનીઓ આ (શ્રી પદ્મપ્રભમલધારિદેવ) તો મુનિ છે એટલે એમની ટીકા માન્ય નથી એમ કહે છે. અરે ભગવાન! તું શું કહે છે આ? ભાઈ ! તને સત્યની ખબર નથી (તેથી આમ કહે છે.) જુઓ તો ખરા ! આ મુનિએ શું અલૌકિક વાત કરી છે! વાત પરમાણુની કરે છે, તે મુખ્યતા આત્માની રાખી છે. અહો ! ગજબની શૈલી છે! અહા ! પરમાણુની આદિ-મધ્ય-અંતમાં પરમાણુ પોતે જ છે, તેને કોઈ બીજાની અપેક્ષા-ગરજ નથી. વળી તેને ખબરેય નથી કે મારા આદિ-મધ્ય-અંતમાં હું નો હું જ રહ્યો છું. પરંતુ તેના જાણનારની પર્યાયમાં એમ આવ્યું છે કે આ પરમાણુ તો એમ ને એમ ધ્રુવ નિત્ય છે. ત્યારે હવે એ જાણનારની પર્યાય, આ મારું આત્મદ્રવ્ય એમ ને એમ ધ્રુવ ત્રિકાળ છે એમ જાણીને એમાં કેમ ન ઠરે? ઠરે જ-એમ કહે છે. સમજાય છે કાંઈ..? અહા! “જડસ્વરૂપ પુદ્ગલો પુદ્ગલના નિજ સ્વરૂપમાં જ રહે છે એમ જાણીને...” જુઓ, જાણીને..' એમ કહ્યું છે ને? અને ગાથામાં પણ “વિયાગાદિ'—એમ છે ને? ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવે પણ ગાથામાં કહ્યું છે કે “વિયા હિ'–વિશેષે જાણ. તો એ જાણવાનું પ્રયોજન શું છે? કે એક-એક પરમાણુ આવો છે ને એવા પરમાણુ લોકમાં કેટલા? કે આત્માની-જીવની સંખ્યા કરતાં અનંતગુણા છે. તો એવા પરમાણુ પણ દ્રવ્યપણે એમ ને એમ નિત્ય રહે છે, ને એવી જ વસ્તુસ્થિતિ છે કે જેની એ પરમાણુઓને તો ખબર સુદ્ધાય નથી. તો, એની ખબર કરનારું જે આ જ્ઞાન છે તે જ્ઞાન, જેમ પરમાણુદ્રવ્યને તે એમ ને એમ નિત્ય રહે છે એમ જાણે છે તેમ, હું પણ એમ ને એમ સહજ પરમ પારિણામિકભાવે ત્રિકાળ નિત્ય છું એમ કેમ ન જાણે? અને એમ જાણીને તેમાં સ્થિર કેમ ન થાય? તેમાં જ ઠરીઠામ કેમ ન થાય? આમ કહીને મુનિરાજે પુરુષાર્થનાં પ્રેરણામૃત પાયાં છે. જગતને ઊંચું (ઉર્ધ્વ) કર્યું છે અહા! “તે સિદ્ધભગવંતો...' સિદ્ધભગવતો એટલે? એટલે આ આત્મા જ હોં. કેમકે નિશ્ચયથી આ આત્મા સહજાનંદ પ્રભુ અંદર સિદ્ધસ્વરૂપી જ છે ને? અહાહા...! ધ્રુવ...ધ્રુવ..ધ્રુવરૂપે રહેલી શુદ્ધ ચૈતન્યવસ્તુ સિદ્ધસ્વરૂપ જ છે. તો તે પોતાના સિદ્ધસ્વરૂપમાં કેમ ન રહે? અહા ! અમે જગતના તત્ત્વો છીએ કે નહીં એવી જેને ખબરેય નથી, અને જેને કાંઈ જ્ઞાન-ભાન નથી એવા અનંતાનંત જડ પરમાણુદ્રવ્ય પણ જ્યારે એવાં જે એવાં ત્રિકાળ નિત્ય રહે છે તો પછી એવું જાણનાર ભગવાન સહજાનંદી આત્મા એવો ને એવો કેમ ન રહે? અને એમ જાણીને આ જાણનારી પર્યાય એમાં જ કેમ ન ઠરે? અહાહા..! અનંત પરમાણુ દ્રવ્યપણે તો એમ ને એમ જ છે. તે કાંઈ પર્યાયમાં આવ્યા નથી.-આવું જાણનાર જ્ઞાનનો પર્યાય, મારું દ્રવ્ય પણ એમ ને એમ જ છે, પર્યાયમાં આવ્યું નથી એવો સ્વરૂપ તરફનો નિર્ણય કરીને સ્વરૂપમાં કેમ ન ઠરે? અહો! મુનિરાજે આ એક-એક કડીમાં કેટલો ભાવ ભર્યો છે! ભાઈ, શ્વેતાંબર અને સ્થાનકવાસીના સૂત્રોમાં આવી તો નામનીય વાત નથી. સમજાય છે કાંઈ....? પ્રશ્ન: હવે આ દિગંબર ધર્મ બહાર આવ્યો છે, નહીંતર તો એ સંતાઈ ગયો હતો ને? સમાધાનઃ હવે એ તો પરંપરાથી ચાલ્યો આવે છે, કેમકે દિગંબર ધર્મ એ તો આત્માનું સનાતન સ્વરૂપ છે, તે આત્મધર્મ છે; એ કાંઈ સંપ્રદાય, પક્ષ કે વાડો નથી. ભારે વાત ભાઈ ! કારણપરમાણુ, કાર્યપરમાણુ, જઘન્ય પરમાણું, ને ઉત્કૃષ્ટ પરમાણુની વાત કરીને પાછું નાખ્યું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #357 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨ [ નિયમસાર પ્રવચન આ. શું? કે એ પરમાણુદ્રવ્ય પર્યાયમાં નથી આવ્યું, અર્થાત્ પર્યાયરૂપ નથી થઈ ગયું. અહાહા..પર્યાય એક ગુણ ચીકાશાદિપણે પરિણમે કે ગમે તેટલા (અનંત પર્યત) ગુણ ચીકાશાદિપણે પરિણમે, તોપણ પરમાણુ દ્રવ્ય તેમાં આવ્યું નથી, તેપણે થયું નથી. અહો ! આ તો ગજબ વાત છે! વસ્તુની સ્થિતિને પ્રસિદ્ધ કરવાની કોઈ અલૌકિક શૈલી છે! અહા! આ પરમાણુ જેવા જડદ્રવ્ય પણ ગમે તેવી ભારે-ધુળવી, ચીકાશ કે લુખાશવાળી, સુંવાળી કે કર્કશ પર્યાયપણે થતા નથી તો પછી સહજજ્ઞાન ને સહજઆનંદ જેનું ત્રિકાળી સ્વરૂપ છે એવું ભગવાન આત્માનું દ્રવ્ય સંસારની પર્યાયપણે કેમ થાય? અહા ! સંસારની પર્યાયમાં તે કેમ આવે? કદીય ન આવે. અહા! આવી એની દષ્ટિ અંદર ત્રિકાળી દ્રવ્યમાં એક જ્ઞાયકસ્વરૂપમાં-જતાં તેને સિદ્ધપણે પરિણમવાની અંદરમાં લાયકાત થઈ જાય છે એમ કહે છે. -લ્યો, એ ૪૦મો શ્લોક થયો. હવે ગાથા ૨૭. — — — — — — — — — — — — — — — — — — — Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #358 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૭] ३४3 ગાથા – ૨૭ एयरसरूवगंधं दोफासं तं हवे सहावगुणं। विहावगुणमिदि भणिदं जिणसमये सव्वपयडत्तं ।।२७।। બે સ્પર્શ, રસ-રૂપ-ગંધ એક, સ્વભાવગુણમય તેહ છે; જિનસમયમાંહી વિભાવગુણ સર્વાષપ્રગટ કહેલ છે. ૨૭. અન્વયાર્થ-[રસરુપાંધ:] જે એક રસવાળું, એક વર્ણવાળું, એક ગંધવાળું અને [ ક્રિસ્પર્શ.] બે સ્પર્શવાળું હોય, [1] તે [સ્વભાવ.: ] સ્વભાવગુણવાળું [ ભવેત્] છે; [ વિમાવાળ: ] વિભાવગુણવાળાને [ બિનસમયે] “જિનસમયમાં [ સર્વપ્રત્વનું ] સર્વપ્રગટ (સર્વઇન્દ્રિયોથી ગ્રાહ્ય ) [ રૂતિ મળત:] કહેલ છે. ટીકાઃ- આ, સ્વભાવપુદ્ગલના સ્વરૂપનું કથન છે. તીખો, કડવો, કષાયલો, ખાટો અને મીઠો એ પાંચ રસોમાંનો એક રસ; ધોળો, પીળો, લીલો, રાતો અને કાળો એ (પાંચ) વર્ણોમાંનો એક વર્ણ સુગંધ અને દુર્ગધમાંની એક ગંધ; કઠોર, કોમળ, ભારે, હળવો, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણો) અને રૂક્ષ (લૂખો) એ આઠ સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના અવિરુદ્ધ બે સ્પર્શ આ, જિનોના મતમાં પરમાણુના સ્વભાવગુણો છે. વિભાવપુદ્ગલ વિભાવગુણાત્મક હોય છે. આ 'દ્ધિ-અણુકાદિસ્કંધરૂપ વિભાવપુદ્ગલના વિભાવગુણો સકળ ઇન્દ્રિયસમૂહ વડે ગ્રાહ્ય ( જણાવાયોગ્ય) છે.-આમ (આ ગાથાનો) અર્થ છે. એવી રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત ) શ્રી પંચાસ્તિકાયસમયમાં (૮૧ મી ગાથા દ્વારા) કહ્યું છે કે [ગાથાર્થ:- ] એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો અને બે સ્પર્શવાળો તે પરમાણુ શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે (અર્થાત્ સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે).” વળી માર્ગ પ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે - [ શ્લોકાર્ચ- ] પરમાણુને આઠ પ્રકારના સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના બે સ્પર્શ, એક વર્ણ, એક ગંધ અને એક રસ સમજવાં, અન્ય નહિ.” વળી (૨૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા ભવ્યજનોને શુદ્ધ આત્માની ભાવનાનો ઉપદેશ કરે છે) : ૧. સમય = સિદ્ધાંત શાસ્ત્ર; શાસન દર્શનઃ મત. ૨. બે પરમાણુઓથી માંડીને અનંત પરમાણુઓનો બનેલો સ્કંધ તે વિભાવપુદ્ગલ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #359 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૪ [નિયમસાર પ્રવચન (માસિની) अथ सति परमाणोरेकवर्णादिभास्वन्निजगुणनिचयेऽस्मिन् नास्ति मे कार्यसिद्धिः। इति निजहृदि मत्त्वा शुद्धमात्मानमेकम् परमसुखपदार्थी ભાવયેદ્રવ્યનો: 897 [શ્લોકાર્થ:- ] જો પરમાણુ એકવર્ણાદિરૂપ પ્રકાશતા (જણાતા ) નિજગુણસમૂહમાં છે, તો તેમાં મારી (કાંઈ ) કાર્યસિદ્ધિ નથી. (અર્થાત્ પરમાણુ તો એક વર્ણ, એક ગંધ વગેરે પોતાના ગુણોમાં જ છે, તો પછી તેમાં મારું કાંઈ કાર્ય સિદ્ધ થતું નથી);-આમ નિજ હૃદયમાં માનીને પરમ સુખપદનો અર્થી ભવ્યસમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. ૪૧. ગાથા ૨૭: ટીકા ઉપરનું પ્રવચનઃ આ સ્વભાવપુદ્ગલના સ્વરૂપનું કથન છે. તીખો, કડવો, કપાયલો, ખાટો અને મીઠો એ પાંચ રસોમાંનો એક રસ..” જુઓ, પરમાણુમાં આ પાંચ રસમાંથી એક રસ (પર્યાય) હોય છે. અહા ! પરમાણુનો જે રસ ગુણ છે એ તો ત્રિકાળ છે, જ્યારે આ ખાટો, મીઠો આદિ તો પર્યાય છે, ગુણ નહિ. અહીંયાં “ગુણ' શબ્દ વાપર્યો છે, પણ એ છે પર્યાય. શું કીધું? કે રસ એ પરમાણુનો ત્રિકાળી ગુણ છે, ને આ ખાટો, કડવો, મીઠો આદિ છે એ પર્યાય છે. અહા! એ રસ ગુણ આ પર્યાયોમાં આવ્યો નથી, પર્યાયરૂપ થઈ ગયો નથી; કેમકે ગુણ તો ધ્રુવ ત્રિકાળ છે. તેવી રીતે “ધોળો, પીળો, લીલો, રાતો અને કાળો એ (પાંચ) વર્ણોમાંનો એક વર્ણ...' અહીં વર્ણ એટલે આ વર્ણ ગુણની વાત નથી. કેમકે વર્ણ ગુણ તો ત્રિકાળી છે, જ્યારે આ ધોળો, પીળો ઇત્યાદિ તો તેની પર્યાયો છે. અને તે પર્યાયને અહીં ગુણ કહેવામાં આવેલ છે. તો કહે છે લાલ, પીળી આદિ પર્યાયમાં વર્ણ ગુણ અને દ્રવ્ય આવ્યાં નથી. અહા ! નિત્ય રંગ-રસથી ભરેલું તત્ત્વ આવી પર્યાયમાં આવતું નથી. અહા ! આ વીતરાગનું વિજ્ઞાન જ કોઈ અનોખું-જુદી જાતનું છે. વળી, - “સુગંધ અને દુર્ગધમાંની એક ગંધ.' જુઓ, આ સુગંધ અને દુર્ગધ એ ગંધ ગુણની પર્યાયો છે, ગુણ નહિ. ગંધ ગુણ તો ધ્રુવ ત્રિકાળ છે, ને તે પર્યાયમાં ન આવે. દ્રવ્ય પર્યાયમાં ન આવે તેનો અર્થ જ એ છે કે દ્રવ્યના અનંતા ગુણ પણ પર્યાયમાં ન આવે અર્થાત પર્યાયરૂપ ન થઈ જાય. અહો ! જ્યાં પરમાણુનું ધ્રુવદ્રવ્ય ને તેના અનંતગુણ પર્યાયમાં ન આવે ત્યાં નિત્યાનંદસ્વરૂપ ધ્રુવ આત્મા ને તેના ગુણ પર્યાયમાં કેમ આવે? અહો ! વીતરાગની કથની-વીતરાગભાવની જ પ્રસિદ્ધિ કરે છે. કહે છે-ભગવાન! ગમે તે પર્યાયપણે તારી દશા હો, પણ તેને ન જ; અહા! અંદર તારું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #360 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૭] ૩૪૫ ધ્રુવ ત્રિકાળી તત્ત્વ કે જે પર્યાયમાં આવ્યું નથી તેને જો. એ તો ભાઈ ! ૧૪ માર્ગણાની વાતમાં (સમયસાર ગાથા ૫૦ થી પ૫ માં) પણ આવે છે ને કે-માર્ગણાને ન જો, કેમકે માર્ગણા તું નથી, અહા ! માર્ગણા તારા જીવદ્રવ્યમાં નથી. અહા ! હું ભવી છે કે અભવી-એમ ન જો; પણ દ્રવ્યને ધ્રુવ ત્રિકાળીને જો. અને દ્રવ્યને જોયું એટલે બધું જ પૂરું થઈ ગયું (બધું જણાઈ ગયું ). પ્રશ્ન: માર્ગણા જીવમાં નથી, તો એ જીવ નથી ને? સમાધાનઃ ના. (તે પરમાર્થ જીવ નથી). એ પર્યાયમાં છે એટલે વ્યવહાર જીવ છે. (પણ નિશ્ચય જીવ નથી ). ભારે વાત ભાઈ ! અહા! કેવળજ્ઞાનમાં પણ જીવ આવ્યો નથી, કેમકે એક અંશમાં આખો ધ્રુવ અંશી કેમ આવે? એક અંશમાં આખો અંશી ન સમાય. અહા ! જ્ઞાન ને આનંદાદિ ગુણનું અખંડ તત્ત્વ પૂર્ણ પ્રભુ આત્મા તેના પર્યાયમાં-અંશમાં ન આવે. તેવી રીતે આ પરમાણુઓ પણ આવા રંગ-રસ આદિના પર્યાયોમાં ન આવે. હવે કહે છે-“ કઠોર, કોમળ, ભારે, હળવો, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણો) અને રૂક્ષ ( લૂખો) એ આઠ સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના અવિરુદ્ધ બે સ્પર્શ, આ, જિનોના મતમાં પરમાણુના સ્વભાવગુણો છે.' જુઓ, કઠોર, કોમળ ઇત્યાદિ સ્પર્શની આઠ પર્યાય છે ને? તો, એક પરમાણુમાં એ આઠ પર્યાયોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના અવિરુદ્ધ બે સ્પર્શ હોય છે. એટલે શું? કે ગરમ પર્યાય હોય તો તે વખતે ઠંડો પર્યાય ન હોય, ને ઠંડો પર્યાય હોય તો તે વખતે ગરમ પર્યાય ન હોય. પણ ઠંડો પર્યાય ને ચીકણો પર્યાય કે ગરમ પર્યાય એક સાથે હોય એવું હોય કે ઠંડો પર્યાય ને લૂખો પર્યાય, કે ગરમ પર્યાય ને લૂખો પર્યાય એક સાથે હોય એવું હોય. અહા! અહીં પરમાણુમાં પર્યાયો લેવી છે ને? તો, એક રસ, એક વર્ણ, એક ગંધ અને ઉપર કહેલા આઠ સ્પર્શીમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના અવિરુદ્ધ બે સ્પર્શ-એમ પરમાણુના સ્વભાવગુણો એટલે કે સ્વભાવપર્યાયો વીતરાગ ભગવાનના અભિપ્રાયમાં છે. હવે કહે છે-“વિભાવપુદ્ગલ વિભાવગુણાત્મક હોય છે.' અહા! વિભાવપુદ્ગલ એટલે શું? નીચે ફૂટનોટ છે કે “બે પરમાણુઓથી માંડીને અનંત પરમાણુઓનો બનેલો સ્કંધ તે વિભાવપુદ્ગલ છે. અને તે વિભાવપુદ્ગલની વિભાવપર્યાયો હોય છે. અહીં વિભાવગુણ એટલે વિભાવપર્યાય-એમ અર્થ છે. હવે કહે છે-“આ દ્વિ-અણુકાદિસ્કંધરૂપ વિભાવપુગલના વિભાવગુણો સકળ ઇંદ્રિયસમૂહ વડે ગ્રાહ્ય ( જણાવાયોગ્ય ) છે.-આમ (આ ગાથાનો ) અર્થ છે.' જુઓ, પરમાણુને ઇન્દ્રિયગ્રાહ્ય નહોતો કહ્યો; જ્યારે આ (સ્કંધ) પર્યાય ઇન્દ્રિયગ્રાહ્ય છે એમ કહે છે. એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પંચાસ્તિકાય સમયમાં (૮૧ મી ગાથા દ્વારા ) કહ્યું છે કે:-' જુઓ, આ આધાર માટે ગાથા મૂકી છે અને તેમાં પાછું કાલે કહ્યું હતું એ વાત ફરીને આવી છે. ભાઈ, આ આંગળી એક સ્કંધ-પિંડ છે. તેમાં એક-એક રજકણ પોતાના સ્વ-ચતુષ્ટયથી રહેલ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #361 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬ [નિયમસાર પ્રવચન છે. અહા ! એનું (પરમાણુનું) નિત્ય દ્રવ્ય તો પર્યાયમાં આવ્યું નથી, પણ એની પર્યાય અહીંના (સ્કંધના) બીજા પરમાણુને અડી સુદ્ધાં નથી એમ કહે છે. તો, કહે છે – “એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો અને બે સ્પર્શવાળો તે પરમાણુ શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે (અર્થાત્ સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે.) ” અહા ! એક રસની પર્યાયવાળો, એક વર્ણની પર્યાયવાળો, એક ગંધની ને બે સ્પર્શની પર્યાયવાળો એ પરમાણુ છે તે શબ્દનું કારણ છે. પણ પોતે અશબ્દ છે. આ સ્કંધમાંનો ગમે તે એક રજકણ હો તોપણ તેમાં શબ્દ નથી. છતાં પણ તે શબ્દનું કારણ છે; અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે. જુઓ તો ખરા ! આ રજકણ દેહમાં હોય કે બીજા સ્કંધમાં હોય, તે દ્રવ્ય છે; અર્થાત્ સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે. “શુદ્ધ' એટલે ? કે તે એકલો છે. સ્કંધમાં વિભાવરૂપે પરિણમેલો છે તોય એકલો છે, શુદ્ધ એક દ્રવ્ય છે. સમજાણું કાંઈ...? પ્રશ્નઃ અહીં પરમાણુનું દ્રવ્ય બતાવવું છે ને? ઉત્તર: હા; છતાં પણ તેને પર્યાયવાળો કહ્યો છે. તે પરમાણુ પર્યાયવાળો છે તોપણ...એમ કહ્યું છે ને ?.. અને બે સ્પર્શવાળો તે પરમાણુ શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે.” આવી પર્યાયવાળો હોય તોપણ તે પરમાણુ દ્રવ્ય છે, અર્થાત્ સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે. એટલે કે વસ્તુપણે ગણો તો તે શુદ્ધ દ્રવ્ય છે, પરના સંબંધ વિનાની તે ભિન્ન ચીજ છે. અહા ! આટલા નાના ક્ષેત્રમાં રહેલો હોવા છતાં એ પરમાણુ પોતાના સ્વચતુષ્ટયમાં જ છે. હવે આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાં મળે? વળી, જુઓ, અહીં શબ્દનું કારણ કહ્યું છે. કોને? એક પરમાણુને. એટલે કે શબ્દનું કારણ આત્મા છે એમ નથી. તેમ જ આ હોઠ છે તે શબ્દનું કારણ છે એમેય નથી. શબ્દનું કારણ પરમાણુ છે. અહા! આત્મા શબ્દનું કારણ નહિ, તેમ જ શબ્દની ઉત્પત્તિ આત્મા છે માટે થાય છે એમ પણ નહિ. ભારે વાત ભાઈ ! પ્રશ્ન: હોઠ હલે છે તો શબ્દ થાય છે ને? સમાધાન: ના, એમ નથી. કેમકે હોઠની વર્ગણા બીજી છે. તે આહારવર્ગણા છે, જ્યારે શબ્દ ભાષાવર્ગણા છે. અહીં આહારવર્ગણાથી ભાષાવર્ગણાની ઉત્પત્તિ કેમ થાય ? ન થાય. હવે જગતને આ આકરું પડે છે, પણ આ વસ્તુસ્થિતિ છે. જગત તો બહારમાં અટકયું છે. અહા ! મોટા જૈનના પંડિત પણ કહેવા લાગ્યા છે કે-પરનો કર્તા આત્માને ન માને તે દિગંબર જૈન નહીં. હવે આવું કહે છે! અરરર..! આ શું કહે છે ભગવાન! તું? પરથી પણ હું (આત્મા) ભિન્ન છું એટલું ખ્યાલમાં લેતાં પણ આકરું પડે છે? ભાઈ, આત્મા શરીરમાં હોવા છતાં શરીરથી તદ્દન જુદો છે. રાગ સાથે દેખાવા છતાં રાગથી તદ્દન જુદો છે, અને પર્યાયવાળો દેખાવા છતાં દ્રવ્ય-ધ્રુવવસ્તુ પર્યાયથી જુદું છે. બાપુ! આવી દષ્ટિ કર્યા વિના તને સમ્યગ્દર્શન-આત્માનું શ્રદ્ધાન કેમ થશે? અહાહા....ભગવાન આત્મા, સહજ પરમ પરિણામિકભાવનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયે નિજ એક જ્ઞાયકભાવથી કોઈ દિ' ભ્રષ્ટ થયો નથી. શું કીધું? કે ત્રિકાળ નિત્ય એક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #362 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૭] ૩૪૭ જ્ઞાયકભાવ કે જે આત્માનો સદા એકરૂપ પરમસ્વભાવ છે તેવા પોતાના નિજસ્વરૂપથી શ્રુત થઈને ભગવાન આત્મા નિગોદથી માંડીને સિદ્ધ પર્વતની પર્યાયોમાં ક્યારે ય આવ્યો નથી. અહા ! આવું જે આત્મદ્રવ્ય છે તેમાં એકાગ્ર થઈને તેનું ધ્યાન કરવાલાયક છે. પ્રશ્નઃ તો, ધ્યાન કરવું એ તો પર્યાય થઈ ગઈ ? સમાધાનઃ (તો એમાં શું હરકત છે?) ભલે એ ધ્યાન પર્યાય છે પણ તેનો વિષય તો ધ્રુવ એક ભગવાન શાયક છે ને? પર્યાયની અસ્તિનો ક્યાં નિષેધ છે? ભાઈ, ધ્યાન કરવું છે, મોક્ષમાર્ગ છે, એનું ફળ મોક્ષ છે-એ બધી પર્યાય (અસ્તિપણે) છે. પ્રશ્નઃ પણ તેનું કથન જ કરવું. બસ એકલું ધ્રુવ...ધ્રુવ ધ્રુવ કરવું. સમાધાનઃ પણ ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ છું એમ નક્કી કોણ કરે ? ધ્રુવને નક્કી કોણ કરે? પર્યાય કે ધ્રુવ? પ્રશ્ન: પણ ભગવાને પર્યાય સામું જોવાની ના પાડી છે. સમાધાન: હા, પર્યાય સામું જોવાની ના પાડી છે એ તો બરાબર છે. પણ ધ્રુવની સામું જુએ છે એ પર્યાય છે તેની શું ના પાડી છે? અહાહા...! વસ્તુ-આત્મદ્રવ્ય તો એક જ્ઞાયકભાવ, શુદ્ધ પરમસ્વભાવ ભાવ એવા પરમ પારિણામિકભાવરૂપ છે કે જેમાં પર્યાય નથી. પર્યાય તેમાં નથી હોં. બાકી નિર્ણય ને અનુભવ તો પર્યાય કરે છે. ભાઈ, ભગવાન શાયકની-ત્રિકાળી ધ્રુવની-સન્મુખ થઈને દશા પ્રગટ કર્યા વિના ત્રણ કાળમાં ધર્મ થતો નથી. આ વસ્તુસ્થિતિ છે. સમજાણું કાંઈ...? પ્રશ્નઃ બસ હું ધ્રુવ.ધ્રુવ...ધ્રુવ એક જ્ઞાયક છું એમ જ કહો ને? સમાધાન: પણ હું ધ્રુવ એક જ્ઞાયક છું-એમ જાણે છે કોણ ? અંદર “આ ધ્રુવ છે”—એમ કોણ જાણે છે? શું એમ ધ્રુવ જાણે છે? પ્રશ્ન: તો એમ કોણ જાણે છે? સમાધાન: અંતર-સન્મુખ થયેલી પર્યાય. ભાઈ, અહીં તો ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે કે ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણાનંદ-નિત્યાનંદ પ્રભુ છે. અહાહા..! ત્રિકાળ ધ્રુવ પરમસ્વભાવભાવ એવા એક જ્ઞાયકભાવમય જે તત્ત્વ છે તે જ આત્મા છે; અને તેનું ધ્યાન કરવું એટલે કે તેનાં દષ્ટિ-જ્ઞાન ને રમણતા કરવાં એ જ ધર્મ છે. સમજાણું કાંઈ....? પ્રશ્ન: પણ દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરવી એ ધર્મ ખરો કે નહિ ? સમાધાનઃ ના, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરવી એ ધર્મ નથી; કેમકે પોતાના આત્માથી ભિન્ન એવા એ દેવ-ગુરુ-શાસ્ત્ર પરવસ્તુ છે. તેથી તેમની સન્મુખ જોઈને જેટલી ભક્તિ થાય તે બધો રાગ છે, પુણ્યભાવ છે, પણ ધર્મ નહીં. અહા ! ત્રણ લોકના નાથ સર્વજ્ઞ તીર્થંકરદેવ સમોસરણમાં બિરાજમાન હોય, ને ઈન્દ્ર તેમને પૂજતા હોય તોપણ ભગવાન પ્રત્યેની એ ભક્તિ-શ્રદ્ધાનો વિકલ્પ ને તેમના સન્મુખનું જ્ઞાન એ બધું પરાધીનતા ને રાગ છે, તથા તે રાગ પુણ્યબંધનું કારણ છે, ધર્મનું નહિ. પ્રશ્ન: તો શાસ્ત્રનો અભ્યાસ? સમાધાન: શાસ્ત્રનો અભ્યાસ પણ પરાધીનતા ને રાગ છે. અરે ! દુનિયાને સત્ હાથ જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #363 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૮ [નિયમસાર પ્રવચન આવ્યું નથી. અહા! આવો (સુંદર) મારગ ! પણ મારગને લોકોએ સાંભળ્યો ય નથી, અને એમ ને એમભગવાન ને ગુરુની ભક્તિ કરીએ છીએ તેથી-આપણું કલ્યાણ થઈ જશે એમ માને છે. પણ ભાઈ ! એમાં ધૂળેય કલ્યાણ નહિ થાય સાંભળને! અરે, કલ્યાણ તો નહિ થાય પણ એક ભવ પણ નહિ ઘટે, કેમકે ભવના નાશનો એ ઉપાય જ નથી. અહાહા..! અંદરમાં ભગવાન આત્મા પોતાનો સાચો ભગવાન છે, તેની ભક્તિથી ભવનો નાશ થાય છે. અને તેથી તો (સમયસાર ગાથા ૩૧માં) તીર્થકરની સ્તુતિમાં એ વાત લીધી છે. તો, અહીં ર૬મી ગાથામાં એમ કહ્યું કે પરમ પારિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયથી નિત્ય એવો ભગવાન આત્મા અનિત્ય એવી નિગોદાદિ પર્યાયોથી ભિન્ન છે. હવે, અહીંયાં કહે છે કે આ આંગળી, પૈસો, વાણી, દાળ, ભાત, શાક, કર્મ આદિ જડ-માટીના રજકણોનો જથ્થો-સ્કંધ છે ને? તો એમાં જે એક પરમાણુ રહેલો છે, એમાં જે એક છૂટો પોઈન્ટ-રજકણ રહેલો છે તે એક રસવાળો છે, એક રંગવાળો છે, એક ગંધવાળો છે ને બે સ્પર્શવાળો છે; અને તે પરમાણુ શબ્દનું કારણ છે, પણ આત્મા ભાષાનું કારણ છે નહીં. આત્મા ભાષા બોલતો નથી, ને આત્માથી ભાષા થતી નથી. અરે! જગતના તત્ત્વોની અજ્ઞાનીને ખબર નથી ને એમ ને એમ બહારથી (ક્રિયાકાંડથી) ધર્મ થઈ જશે એમ તે માને છે પણ એ તો મૂઢતા છે. ભાઈ ! શબ્દનું કારણ પરમાણુ છે, પણ આત્મા નહીં. શું કીધું? આ જે અવાજ ઊઠે છે તે આત્માથી થતો નથી. તે જડની દશા જડ પરમાણુથી ઉત્પન્ન થાય છે. તો તે પરમાણુ, અહીં કહે છે, સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે; અર્થાત્ સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે. આ તો અહીં “શુદ્ધ ” શબ્દ આવ્યો છે ને? એટલે જરી વધારે સ્પષ્ટ કરવું છે. અહા! આ રજકણ જો કે છે તો સ્કંધની અંદર, છતાં તે એકલો ને સ્વતંત્ર છે. તેથી તેને શુદ્ધ કહીએ છીએ. જો કે તેની પર્યાય વિભાવિક છે, તો પણ તે બીજાથી જુદો છે એટલે તે અપેક્ષાએ તેને શુદ્ધ કહીએ છીએ. અહા ! આ સ્કંધ તો ઘણા રજકણોનો પિંડ છે. પણ તેના ટુકડા કરતાં કરતાં જે છેલ્લો પોઈન્ટ રહે-સ્કંધમાં રહેલો જે છેલ્લો પોઈન્ટ-રજકણ છે-તે શુદ્ધ છે. શુદ્ધનો અર્થ શું? કે તે પરના સંબંધ વિનાનો છે. એ જે પરમાણુ સ્કંધમાં રહેલો છે તે વિભાવિક અવસ્થાવાળોવિકારી અવસ્થાવાળો-છે, છતાં તેને શુદ્ધ દ્રવ્ય કહેવામાં આવેલ છે; કારણ કે તે પરના સંબંધ વિનાનો છે. હવે, આવી વસ્તુસ્થિતિનું કાંઈ જ્ઞાન ન મળે, કાંઈ સમજણ ન મળે, અને માને કે ધર્મ થઈ જશે, પણ ભાઈ ! એ તો અનંતકાળના એના એ જ ૮૪ના રખડવાના રસ્તા છે. પ્રશ્નઃ સ્કંધમાં રહ્યો હોવા છતાં પરમાણુને શુદ્ધ કેમ કહ્યો ? સમાધાન: એ તો કહ્યું ને ભાઈ ? શું કહ્યું આ? કે પરના સંબંધ વિનાનો તે પરમાણુ પોતાના ચતુષ્ટયમાં રહ્યો છે. માટે તે અપેક્ષાએ તેને શુદ્ધ કહ્યો છે. પ્રશ્નઃ સારા, ખરાબ જે શબ્દો થાય છે... સમાધાન: શબ્દ જડથી થાય છે. તેથી શબ્દમાં સારું કે ખરાબ છે જ નહીં. ભાઈ, આ વાણી તો જડ-ધૂળ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #364 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-ર૭] ૩૪૯ પ્રશ્નઃ તો પછી આ શાસ્ત્ર સાંભળો, ને બીજું ન સાંભળો, કુશાસ્ત્ર ન સાંભળવાં, ને સુશાસ્ત્ર સાંભળવા-એમ જે આવે છે તેનો અર્થ શું છે? સમાધાનઃ એ વાત વ્યવહારે છે. સુશાસ્ત્ર સાંભળવામાં શુભરાગ-વિકલ્પ હોય છે તે અપેક્ષાએ એ વાત છે. બાકી સુશાસ્ત્ર સાંભળે ને વાંચે તોપણ તે શુભરાગ છે, પુણ્યભાવ છે, પણ ધર્મ નથી. અહા ! તેનો અર્થ એમ છે કે સુશાસ્ત્ર સાંભળવામાં જે વિકલ્પ આવે છે તે પ્રશસ્ત રાગ છે, ને તે હોય છે, પણ તે ધર્મ નથી. આમ વાત છે. પ્રશ્ન: સુશાસ્ત્ર પોતાની મેળે થોડાં બન્યાં છે? સમાધાન: ભાઈ ! શાસ્ત્ર તો જડ છે, અને તેથી જડથી–પોતાથી જ થયાં છે. શાસ્ત્ર, શાસ્ત્રથીજડથી થયાં છે, પણ આત્માથી નહીં. પ્રશ્નઃ વાણી શું નિમિત્ત નથી? સમાધાન: ભાઈ ! વાણી જડ છે, અને આ શાસ્ત્ર પણ જડ-પુદ્ગલ છે. આ ક્યાં આત્મા છે? આ જે વાણી-અવાજ ઊઠે છે તે જડ છે. એટલે કે અવાજ તો પુદ્ગલ છે, પણ આત્મા નહીં; કેમકે આત્મા તો એનાથી ભિન્ન છે. અહા! ભગવાન શું કહે છે, અને વસ્તુની સ્થિતિ શું છે એની કાંઈ ખબર ન મળે એટલે અજ્ઞાની તો, આપણે ભક્તિ કરો ને દાન આપો જેથી ભગવાન કાંઈક આપી દેશે, ને ગુરુ કાંઈક આપી દેશે, ને આપણું કલ્યાણ થઈ જશે એમ માને છે. પણ ભાઈ ! એમાં તો ધૂળેય કલ્યાણ નહિ થાય, તારો એકેય ભવ નહિ ઘટે. લાખ-કરોડ રૂપિયા દાનમાં આપે, અને સેંકડો વર્ષ સુધી ભક્તિ કરીને મરી જાય તોપણ એકેય ભવ નહિ ઘટે, પણ અનંતા ભવ ઊભા રહેશે એમ અહીં કહે છે. કારણ કે પરની ભક્તિથી ને પરથી મને લાભ થાય છે એ માન્યતા જ મિથ્યાભાવ છે. રાત્રે પ્રશ્ન થયો હતો ને કે અહીં પરમાણુને શુદ્ધ કહ્યો છે તો તે એકલું દ્રવ્ય છે માટે તેને શુદ્ધ કહ્યો છે ને? ભાઈ ! અહીંયાં મૂળ તો ગુણ-પર્યાયવાળું પરમાણુ દ્રવ્ય લીધું છે, અને તેને શુદ્ધ પરમાણુ કહ્યો છે. કેમકે પરમાણુને સ્વતંત્ર દ્રવ્ય સિદ્ધ કરવું છે ને? પંચાસ્તિકાયમાં પણ કહ્યું છે ને કે-“આ, પરમાણુદ્રવ્યમાં ગુણ-પર્યાય વર્તવાનું કથન છે.” (ગાથા ૮૧). એટલે કે આ એકલા દ્રવ્યની (ધ્રુવની) વાત નથી. પણ ભાઈ ! દ્રવ્ય-ગુણ-પર્યાયની–ત્રણેયની વાત છે. જુઓ, અંદર જ છે કે-ગુણ-પર્યાય વર્તવાનું કથન છે.” “અને સ્નિગ્ધ-રુક્ષત્વના કારણે બંધ થવાને લીધે અનેક પરમાણુઓની એત્વપરિણતિરૂપ સ્કંધની અંદર રહ્યો હોય તોપણ સ્વભાવને નહિ છોડતો થકો, સંખ્યાને પ્રાપ્ત હોવાથી (અર્થાત્ પરિપૂર્ણ એક તરીકે જુદો ગણતરીમાં આવતો હોવાથી) એકલો દ્રવ્ય છે.' (ગા. ૮૧). “વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે:-' “પરમાણુને...' અહહા! પરમાણુ એટલે એક રજકણ-પોઈન્ટ, અને તે પણ એક સ્વતંત્ર વસ્તુ છે. તેને... આઠ પ્રકારના સ્પર્શીમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના બે સ્પર્શ, એક વર્ણ, એક ગંધ અને એક રસ સમજવાં, અન્ય નહિ.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #365 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૦ [નિયમસાર પ્રવચન જુઓ, પરમાણુનું સ્વરૂપ સ્વતંત્ર છે. તેથી તેનું જે કાંઈ પરિણમન થાય-ભાષા થાય, વાણી થાય, હાલવું થાય ઇત્યાદિ–એ સ્વતંત્ર એનાથી (જડથી) થાય છે, પણ આત્માથી એ બિલકુલ થાય નહિ એમ અહીં સિદ્ધ કરવું છે. પરંતુ અજ્ઞાની જીવ એ બોલવા-ચાલવાની જે ક્રિયા થાય છે તે જીવની ક્રિયા છે એમ માને છે. એથી જ એ મૂઢ મિથ્યાદષ્ટિ છે. પ્રશ્ન: વ્યવહારથી તો તે ક્રિયા જીવની છે ને? સમાધાનઃ બિલકુલ નહિ; વ્યવહારથી પણ જરીયે એ ક્રિયા જીવની નથી. વ્યવહારથી પણ કેવી ? વ્યવહાર એટલે તો એ નિમિત્તનું કથન છે. જોડે કોણ (હાજ૨) હતું એટલું બતાવવા વ્યવહારથી કહેવાય છે; પણ તેથી તેનાથી (નિમિત્તથી) એ કાર્ય થયું છે એમ નથી. અહા! ૫૨માણુથી થયેલી આ ભાષા છે, પરમાણુથી થયેલું આ શરીર છે, અને જે આ શરીર ચાલે છે તે પણ પરમાણુથી ચાલે છે, કાંઈ આત્માને લઈને તે ચાલે છે એમ નથી. આમ છતાં, તે જડ મારાથી ચાલે છે એમ જે માન્યતા છે એ જ મિથ્યાત્વ છે, મહાપાપ છે. ભાઈ, પાખંડનું-મિથ્યાત્વનું તે મહાપાપ છે. હવે આવો મારગ વીતરાગનો છે જે એણે ક્યારેય સાંભળ્યો નથી, ને સાંભળવાની દરકારેય કરી નથી. ક્યાંક સહેલું મળી જાય (એમ ઇચ્છા કરી છે). કાં દાન કરીને, વા કાં પૂજા-ભક્તિ કરીને ધર્મ થઈ જાય એમ ઈચ્છા કરી છે. પણ એ તો બધું ફોગટ છે બાપુ ! શ્લોક ૪૧: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ આ આંગળી, શરીર, વાણી, દાળ, ભાત, શાક મકાન આદિ એ બધાં જડ તત્ત્વો છે, માટી છે; તે કાંઈ આત્મા નથી. અહા! અંદર આત્મા જુદું તત્ત્વ છે, ને આ (-શરીર) જુદું તત્ત્વ છે; કારણ કે આ (શરી૨) તો જડ-માટી તત્ત્વ છે. તો, તે માટીમાં કહે છે કે, તેનો જે છેલ્લો એક પોઈન્ટ-૫૨માણુ છે તે... (નિજગુણસમૂહમાં છે ). અહા ! આ (આંગળી ) કાંઈ એક વસ્તુ નથી, પણ એ તો ઘણા રજકણો ભેગા થઈને બની છે. તેમ જ આ (આંગળી) કાંઈ આત્મા પણ નથી; કેમકે આત્મા તો અંદ૨ સચ્ચિદાનંદ-નિર્મળાનંદ પ્રભુ શુદ્ધ અરૂપી જ્ઞાનવન છે, ને તેથી એનાથી ભિન્ન છે. હવે આવા એ આત્માના ગુણમાં હું રહું છું એમ બતાવવા અહીં કહે છે ‘જો ૫૨માણુ એકવર્ષાદિરૂપ પ્રકાશતા (જણાતા ) નિજગુણસમૂહમાં છે,..' શું કીધું? કે જે આ રજકણો છે તે પોતાની શક્તિના-ગુણના સમૂહમાં રહેલ છે, પણ આત્મામાં નહિ. અા ! આમાં (આ આંગળી વગેરેમાં) જે આ રજણો છે તે એક વર્ણ, એક ગંધ આદિ નિજગુણસમૂહમાં રહેલ છે. હવે કહે છે–તો તેમાં મારી (કાંઈ ) કાર્યસિદ્ધિ નથી...’ અહા ! એ જડ, જડના ગુણોમાં રહેલ છે, તો, તેને લઈને મારી કાર્યસિદ્ધિ શું? ( કાંઈ નહીં.) કેમકે હું તો આત્મા છું, ને મારું સ્વરૂપ તો સચ્ચિદાનંદમય એક જ્ઞાનઘન છે. માટે, પરમાણુમાં ગમે તે થાય તેમાં મારું શું? (મને શું?) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #366 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-ર૭] ૩૫૧ “આમ નિજ હૃદયમાં માનીને પરમ સુખપદનો અર્થી...' અહા! જેને આત્માનો અનાકુળ આનંદ જોઈએ છે તે “ભવ્યસમૂહું શુદ્ધ આત્માને એકને ભાવે.' આમાં હજી ઘણો મર્મ ભર્યો છે હોં. આનો અર્થ (ભાવ) ઘણો લાંબો (ઊંડો) છે. એ શું કીધું? અહા! અહીં એમ કહે છે કે જે આ એક-એક રજકણ-પરમાણુ-માટી છે તે તેના શક્તિ-ગુણમાં રહેલા છે, પરંતુ તે આત્મામાં રહેલા નથી. તેથી, અમે તો; જડ એના ગુણમાં રહેલા છે તેમ જાણીને અમારા ગુણમાં રહેશું. અહા ! અમે તો ભગવાન આત્મા છીએ કે જેમાં જ્ઞાન, આનંદ ને શાંતિ ભર્યા છે. અહા ! એ રજકણો તેની શક્તિમાં ને તેની દશામાં રહ્યા છે, પણ તેથી અમારી કાંઈ કાર્યસિદ્ધિ નથી. અમે અમારા ગુણમાં રહીએ તે અમારી કાર્યસિદ્ધિ છે. ઝીણી વાત છે ભાઈ ! અરે! એણે તત્ત્વની વાત કોઈ દિ' સાંભળી નથી ! જુઓ, “સુખપદનો અર્થી' એમ કહ્યું છે. એટલે શું? કે આત્મા કે જે સચ્ચિદાનંદસ્વરૂપ છે તેના આનંદનો અર્થી. સચ્ચિદાનંદ = સત્ + ચિદ્ + = શાશ્વત જ્ઞાન ને આનંદ. અહાહા....! શાશ્વત જ્ઞાન ને આનંદમય તેનું રૂપ છે. તો એવા આનંદનો જે અર્થી છે એવો ભવ્યસમૂહ, અહીં કહે છે, શુદ્ધ આત્માને એકને ભાવે. ભાષા જુઓ! અહા ! દેવ-ગુરુ કે શાસ્ત્રને તે ભાવે એમ પણ નહિ એમ કહે છે. કારણ કે દેવ-ગુરુ-શાસ્ત્રની ભાવના કરે ને તેમની ભક્તિ આદિ કરે એ તો બધો શુભરાગ છે, પુણ્ય છે. પરંતુ એ ધર્મ નથી; તેમ જ એ પુણ્ય કરતાં કરતાં ધર્મ થાય એમ પણ નથી. ભારે વાતુ ભાઈ ! ભગવાન આત્મા આનંદ ગુણવાળો છે. જેમ પરમાણુ સ્પર્શ, રસ, ગંધ આદિ ગુણવાળો છે તેમ હું (આત્મા) પણ આનંદ ગુણવાળો છું. અને પરમાણુ જેમ એના જડ ગુણમાં રહ્યા છે. | મારા આનંદ ગુણમાં રહું, ને તેમાં મારી કાર્યસિદ્ધિ છે. આમ પરમ સુખપદનો અર્થી નિજ શદ્ધાત્માને એકને ભાવે છે. અહા! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ છે. આત્માનું સ્વરૂપ જ એ છે. અહાહા....! સ્વરૂપથી જ અતીન્દ્રિય આનંદમય આત્મા છે. તો એવા “સુખપદનો અર્થી ભવ્યસમૂહ.' જોયું? સમૂહ કહીને ભવ્ય જીવ ઘણા છે, ભવ્ય જીવોનું ટોળું છે એમ કહે છે. અહા ! તે ભવ્યોનું ટોળું અર્થાત્ બધા ભવ્ય જીવો શુદ્ધાત્માને એકને ભાવે એમ કહે છે. અહાહા..! ભવ્યસમૂહ-જે લાયક જીવો છે તે, શુદ્ધાત્માને એટલે કે હું પરમાનંદમય પ્રભુ ધ્રુવ ચૈતન્ય આનંદસ્વરૂપ છું એમ આત્માને એકને ભજે. જુઓ, તે એકની જ સેવા કરે, પણ પરની નહિ-એમ અહીં કહે છે. કેમકે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિથી કાંઈ કલ્યાણ નથી. તથા આ દયા, દાન, વ્રત આદિનો રાગ થાય છે તેનાથી પણ કલ્યાણ નથી. તેમ જ આ એક સમયની વર્તમાન દશાને ભજવાથી પણ કલ્યાણ નથી. ભાઈ ! અહીંયાં તો આત્માની વાત છે. આ આત્મા અંદર પ્રભુ છે, સચ્ચિદાનંદની મૂર્તિ છે. તેનામાં અનંત-અનંત શક્તિઓ છે. અહા ! તે અનંત અતીન્દ્રિય આનંદથી લબાલબ (ભરપૂર) ભરેલો છે. તો એવા શુદ્ધાત્માને એકને જ ભવ્યસમૂહું ભજે. જુઓ, પાછું “શુદ્ધાત્માને એકને ભાવે '—એમ કહે છે. (અર્થાત્ અન્યને નહિ). લ્યો, આ વાત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન આ શું કીધું સમજાણું ? કે હું અખંડાનંદ શુદ્ધ ચૈતન્યધાતુ છું, ચૈતન્યસ્વરૂપ છું-એમ નિજ સ્વરૂપસન્મુખ થઈને તેમાં એકાગ્ર થવું, તેની ધ્યાનમાં ભાવના કરવી, વર્તમાન જ્ઞાનની દશાનું ધ્યેય-વિષય ધ્રુવને બનાવવો, એને ભાવના કહેવામાં આવે છે, અને એનું નામ ધર્મ છે. પ્રશ્નઃ લાયક-ભવ્ય જીવોએ કલ્યાણ કરવું હોય તો શું કરવું? એને ધર્મ કરવો હોય તો શું કરવું ? સમાધાનઃ કે ભવ્યોના ટોળાએ શુદ્ધાત્માને એકને ભાવવો. અહા! અંદર આનંદમૂર્તિ પ્રભુ આત્મા છે તેનું ભજન કરવું, એટલે કે તેમાં એકાગ્રતા કરવી. પ્રશ્નઃ શુદ્ધાત્મા કેવો છે તે પહેલાં જાણવો તો જોઈએ ને? સમાધાનઃ હા, ભાઈ! શુદ્ધાત્મા શું છે, પર્યાય શું છે, રાગ શું છે, સંયોગ શું છે-એ બધુંય એણે જાણવું તો પડે તે? કેમકે નવ તત્ત્વની ભિન્નતા જાણ્યા વિના એક શુદ્ધાત્મ તત્ત્વમાં તે આવશે ક્યાંથી ? બહુ ઝીણી વાત છે ભાઈ! અહા! પોતાના આત્માનું કે જેનો સ્વભાવ સચ્ચિદાનંદ છે તેનું ધ્યાન છોડીને (ભેદજ્ઞાનના અભ્યાસ વિના) તેણે બીજાં ધ્યાન તો અનાદિથી અનંતવાર કર્યાં છે. પણ એથી શું? એમાં કાંઈ વળ્યું નહિ. ચોરાસીનાં જન્મ-મરણ એમ ને એમ ઊભાં રહ્યાં. પરમાત્મ-પ્રકાશમાં આવ્યું છે કે ‘ભવોભવ જિનવ૨ પૂજીઓ.' આવે છે ને? અહા! અનંતવાર ભર્વ-ભવે જિનવ૨ તીર્થંકરની પૂજા એણે કરી છે. પરંતુ એ તો બધાં થોથાં હતાં. એ તો બધો રાગ હતો બાપુ! એમાં ધર્મ ક્યાં હતો? સમ્યજ્ઞાન દીપિકામાં (ભૂમિકા-પાનું ૩૦) પણ આવે છે કે સાક્ષાત્ ભગવાન તીર્થંકરદેવ જ્યારે સમવસરણમાં બિરાજતા હતા ત્યારે તેણે અનંતવાર મણિરત્નના દીવા, હીરાના થાળ ને કલ્પવૃક્ષનાં ફૂલ વડે ભગવાનની પૂજા કરી છે. છતાં પણ તેમાં આત્માનું કાંઈ વળ્યું નહિ. કેમ ? કેમકે એ તો શુભરાગ છે, શુભવિકલ્પ છે, પુણ્ય છે, પણ ધર્મ નથી. આકરી વાત છે ભગવાન! પણ આ સત્ય વાત છે. અહા ! અત્યારે સંપ્રદાયમાં તો બધો ગોટો ઉઠયો છે. એમ કે આ જ (શુભરાગ જ) મારગ છે, ને આ જ મારગે ધર્મ થાય છે. કેટલાક દયા, દાન, વ્રત ને તપ કરીને ધર્મ માને છે, તો વળી કેટલાક ભગવાનની ભક્તિથી ને ગુરુભક્તિથી ધર્મ માને છે. પરંતુ તે બધાય મિથ્યાદષ્ટિ ઊંધા રસ્તે છે. અનાદિથી જે રખડવાનો રસ્તો છે એના એ જ રસ્તે તેઓ છે. પ્રશ્ન: સમકિતી પણ ભગવાનની ભક્તિ તો કરે છે? સમાધાનઃ સમકિતી તો વિકલ્પ આવે છે તેને જાણે છે કે આ હૈય છે. તે વિકલ્પ જો કે છે તો હેય, પરંતુ વસ્તુમાં ઠરી શકતો નથી એટલે અશુભથી બચવા માટે એવો વિકલ્પ તેને આવે છે; અને તોપણ એને તે હેય છે, આદરણીય નથી. જ્યારે આદરણીય તો એક સ્વભાવ જ છે. અહીં પણ ભાષા જુઓને ? કે ‘ ભવ્યસમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે’–એમ લીધી છે. ભાઈ, અજ્ઞાની ઘણી ભક્તિ ને ઉપવાસ ને તપ કરીને સૂકાઈ જાય તોપણ તેમાં ધૂળેય કાંઈ ન વળે; એ તો મોટી મજૂરી છે. અહા ! અહીં કહે છે–એટલે ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર કહે છે હોં-કે જે ભવ્યસમૂહ જીવ છે તે ‘શુદ્ધ આત્માને એકને ભાવે.' એટલે કે જેમાં અનંત શક્તિ પડી છે, જેમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #368 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૩ ગાથા-ર૭] શાંતિ, આનંદ આદિ બેહદ ગુણ પડ્યા છે એવો જે ભગવાન છે તેની અંદરમાં એકાગ્ર થઈને તે એકની ભાવના કરે. અને એનું નામ ભગવાન ધર્મ અને મુક્તિના ઉપાય કહે છે. અહા! એણે એમ ને એમ–ચાર ગતિમાં રખડવામાં ને રખડવામાં-અનંતકાળ ગાળ્યો છે. ધર્મના નામે અધર્મ સેવ્યો છે, ને છતાં તેમાં ધર્મ માન્યો છે. તેને આવો ધર્મ તો સાંભળવા પણ મળ્યો નથી. એને તો બીજું સાંભળવા મળે છે. ભગવાનની ભક્તિ કરો ને ભક્તિ કરતાં કરતાં ધૂન લગાવો-આવું સાંભળવા મળે છે. પણ ભાઈ ! ભગવાનની ભક્તિની ધૂન લગાવવી એ તો રાગની ધૂન છે. અહા! અંદર એકરૂપ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે. અહા ! અંદર શાંતિથી ભરેલું એ તત્ત્વ પૂર્ણસ્વરૂપ છે. અતીન્દ્રિય આનંદનું ધામ એ પ્રભુ આત્મા છે. તો તેની અંદર દષ્ટિ લગાવીને તેની એકાગ્રતાની ભાવના કરવી તેનું નામ મુક્તિનો ઉપાય છે, ને એ ધર્મ છે. લ્યો, આટલું તો યાદ રહે કે નહીં? જો આનો થોડો અભ્યાસ હોય તો સમજવામાં ઠીક (સુગમ ) પડે, પણ (આના અભ્યાસ વિના) બિચારા લોકો તો ક્યાંના ક્યાં-બહારમાં હેરાન હેરાન થઈને મરી જાય છે. પ્રશ્ન: શત્રુંજય ને સમેદશિખરની જાત્રા કરીએ તો તો કલ્યાણ થઈ જાય ને? સમાધાન: ધૂળેય ન થાય સાંભળને! (કેમકે એ તો બધો રાગ છે ). પ્રશ્ન: આપણે પણ જાત્રામાં તો ગયા હતા? સમાધાન: એ તો એવો શુભભાવ હોય છે, છતાં એ શુભભાવ આદરણીય નથી. અશુભથી બચવા માટે તે શુભભાવ હોય છે, છતાં તે આદરણીય નથી, અને ધર્મ પણ નથી. શું કીધું? કે એ શુભભાવ ધર્મ જ નથી. તેમાં જો ધર્મ માને તો શ્રદ્ધા ખોટી, તે ધર્મ છે એવું જ્ઞાન કરે તો જ્ઞાન ખોટું, અને તે રાગ છે માટે તે આચરણ પણ ખોટું છે. જગતને કઠણ પડે એવી વાત છે. પણ જુઓને! મુનિરાજે કેવી સ્પષ્ટ વાત કરી છે કે:-“શુદ્ધાત્માનમેન્ પરમસુરવપાર્થી ભાવયેદ્રવ્યનો: –એટલામાં તો કેટલું ભરી દીધું છે ! અહા ! જે કોઈ સાચા સુખનો અર્થી હોય..., સાચા સુખનો અર્થી હોં. બાકી આ બધામાં પૈસા આદિમાં-સુખ માનનારા તો મૂઢ છે; કેમકે તેમાં-ધૂળમાં ક્યાં સુખ છે? પૈસામાં, સ્ત્રીમાં, આબરૂમાં શું સુખ છે ? (ના). કારણ કે એ તો બધા જડ છે. છતાં તેમાં મને સુખ છે એવી તેણે કલ્પના કરી છે. પરંતુ એ તો મૂઢતા છે. અહા ! સુખ તો ભગવાન આત્મામાં-અંતરમાં-ત્રિકાળ પડયું છે. તો, અતીન્દ્રિય આનંદ ને સુખનો અર્થી એવો ભવ્યસમૂહ “શુદ્ધાત્માને એકને ભાવે.' ભવ્યસમૂહ કહીને બધા ભવ્ય જીવો કહ્યા છે. ભગવાન આત્મા એકલો નિત્યાનંદ પ્રભુ છે. તો, તેની અંતરમાં ઓળખાણ કરીને, રાગ-વિકલ્પ થાય તે પર છે એમ જાણવું. અહા ! શરીરની ક્રિયા જડ છે, તેમ જ વાણીની ક્રિયા પણ જડ છે. અને રાગની ક્રિયા થાય તેમાં પણ હું નથી, અને તે રાગને જાણનારો જે એક સમયનો પર્યાય છે તેટલો પણ હું નથી, તેમાં પણ હું નથી. અહાહા..! નિમિત્તનું ભજન નહિ, રાગનું ભજન નહિ, તેમ જ પર્યાયનું પણ ભજન નહિ. અહીં તો ભવ્યસમૂહ એક શુદ્ધાત્માને-ત્રિકાળ ધ્રુવ આનંદકંદને-ભાવે એમ કહે છે. એટલે શું? એટલે કે તેમાં (શુદ્ધ આત્મામાં) એકાગ્ર થાય એમ કહે છે. લ્યો, આ ભાવના! શું એ કલ્પના હશે? (ના). ભાઈ ! આ તો મારગ આવો છે. શું થાય? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #369 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૩૫૪ અજ્ઞાની (કુગુરુ) તો કહે છે કે-અમારી ભક્તિ કરો તો તમારું કલ્યાણ થઈ જશે, અમને માનો તો કલ્યાણ થશે. પણ અહીંયાં વીતરાગ પ્રભુ તેની ના પાડે છે. વીતરાગ પ્રભુ તો એમ કહે છે કે–અમને માનો તોય તમને રાગ છે. તમે તમારા ચૈતન્યસ્વભાવની સામું જોઈને બસ તેમાં જ એકાગ્ર થાઓ તે ધર્મ છે, ને તે મુક્તિનો ઉપાય છે. ગજબ વાત છે ભાઈ ! –એ ૨૭મી ગાથા પુરી થઈ. આ તો આત્માને ભાવવાની વાત આવી એટલે થોડું વધારે સ્પષ્ટ કર્યું. જો કે આમાં છે તો પુદ્દગલની વ્યાખ્યા, છતાં તેમાં આત્માની વાત તો નાખે જ ને? હવે ગાથા ૨૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #370 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૮] ૩૫૫ ગાથા - ૨૮ अण्णणिरावेक्खो जो परिणामो सो सहावपज्जाओ। खंधसरूवेण पुणो परिणामो सो विहावपज्जाओ।। २८ ।। પરિણામ પરનિરપેક્ષ તેહ સ્વભાવપર્યય જાણવો; પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણવો. ૨૮. અન્વયાર્થઃ- [ સન્મનિરપેક્ષ: ] અન્યનિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાનો) [૫: પરિણામ: ] જે પરિણામ [સ:] તે [ સ્વભાવપર્યાય:] સ્વભાવપર્યાય છે [પુન: ] અને [ ધસ્વરૂપે પરિVITI:] સ્કંધરૂપે પરિણામ [ સ: ] તે [ વિમવિપર્યાય:] વિભાવપર્યાય છે. ટીકાઃ- આ, પુદ્ગલપર્યાયના સ્વરૂપનું કથન છે. પરમાણુપર્યાય પુદ્ગલનો શુદ્ધપર્યાય છે-કે જે પરમપરિણામિકભાવસ્વરૂપ છે, વસ્તુમાં થતી છે પ્રકારની હાનિવૃદ્ધિરૂપ છે, અતિસૂક્ષ્મ છે, અર્થપર્યાયાત્મક છે અને સાદિ-સાન્ત હોવા છતાં પારદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે શુદ્ધ ભૂતવ્યવહારનયાત્મક છે અથવા એક સમયમાં પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક હોવાથી સૂક્ષ્મઋજુસૂત્રનયાત્મક છે. સ્કંધપર્યાય સ્વજાતીય બંધરૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે. [હવે ટીકાકાર મુનિરાજ ૨૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહે છેઃ] (માલિની) परपरिणतिदूरे शुद्धपर्यायरूपे सति न च परमाणोः स्कन्धपर्यायशब्दः। भगवति जिननाथे पंचवाणस्य वार्ता न च भवति यथेयं सोऽपि नित्यं तथैव ।। ४२ ।। [શ્લોકાર્ચ- ] (પરમાણુ) પર પરિણતિથી દૂર શુદ્ધપર્યાયરૂપ હોવાથી પરમાણુને સ્કંધપર્યાયરૂપ શબ્દ હોતો નથી; જેમ ભગવાન જિનનાથમાં કામદેવની વાર્તા હોતી નથી, તેમ પરમાણુ પણ સદા અશબ્દ જ હોય છે (અર્થાત્ પરમાણુને પણ કદી શબ્દ હોતો નથી). ૪ર. ગાથા ૨૮ ટીકા ઉપરનું પ્રવચનઃ આ પરમાણુની વ્યાખ્યા છે. તેમાં જડ પરમાણુનું સ્વતંત્રપણું બતાવે છે કે એ પરમાણુ તારે (જીવન) લઈને છે એમ નહીં, પરંતુ પરમાણુ પોતાના ગુણ-પર્યાયને લઈને છે. તેમ જ તું પણ તેને લઈને નથી, પરંતુ તું તારા ગુણ-પર્યાયને લઈને રહે છે. તો, એની આ ટીકા છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #371 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૬ [નિયમસાર પ્રવચન “આ, પુદ્ગલપર્યાયના સ્વરૂપનું કથન છે.” આ પુદ્ગલપર્યાયની વાત છે. અને તે પુદ્ગલની અવસ્થા બે પ્રકારની છે. ત્યાં,પરમાણુપર્યાય પુદ્ગલનો શુદ્ધપર્યાય છે-કે જે પરમપરિણામિકભાવસ્વરૂપ છે...' શું કહે છે? કે જે આ એક છૂટો રજકણ-પરમાણુ છે તે પુગલનો શુદ્ધપર્યાય છે. અહા ! જે પરમાણુ સ્કંધમાં ભેગો છે તે જો છૂટો હોય તો તે પરમાણુનો પર્યાય પુદ્ગલનો શુદ્ધપર્યાય છે કે જે પરમપરિણામિકભાવસ્વરૂપ છે. જુઓ, હવે આ (મુદાની) વાત આવી. પ્રશ્નઃ પરમાણુમાં પણ પરમપરિણામિકભાવ કેમ લીધો? પાછું અહીંયાં તો પર્યાયને પણ પરમપરિણામિકભાવ કહ્યો છે? અને પહેલાં (ગા. ર૬માં) પરમાણુનો પંચમભાવ આવ્યો હતો. તો, હજી આત્મામાં તો પાંચ ભાવ છે તેથી તેમાં પંચમભાવ લેવાય, પરંતુ પરમાણુને પહેલા ચાર ભાવ જ ક્યાં છે કે જેથી તેમાં પંચમભાવ લેવો? સમાધાન પણ ભાઈ ! પંચમભાવનો અર્થ એ છે કે જેમ જીવમાં ત્રિકાળી ભાવ છે તેમ પરમાણુમાં પણ એવો ત્રિકાળી ભાવ છે. અર્થાત્ આત્માના ત્રિકાળી ભાવરૂપ પંચમભાવની જેમ પરમાણુમાં પણ ત્રિકાળી ભાવ છે-એમ કહેવું છે. અને અહીંયાં તો પરમાણુ પર્યાયને પારિણામિકભાવસ્વરૂપ કહ્યો છે. અહા ! પણ હજુ જીવને (અજ્ઞાનીને) પોતાની તો ખબર નથી પણ જડપરમાણુ જુદા કેવી રીતે છે ને તે કેમ વર્તી રહ્યા છે તેની પણ તેને ખબર નથી. અહીં કહે છે-પરમાણુપર્યાય પરમપરિણામિકભાવ સ્વરૂપ છે. એકલા, છૂટા તે એક પરમાણુની પર્યાય પરમપરિણામિકભાવે છે. સમજાણું કાંઈ....? વળી, વસ્તુમાં થતી છ પ્રકારની હાનિવૃદ્ધિરૂપ છે, અતિસૂક્ષ્મ છે, અર્થપર્યાયાત્મક છે..”—એ પગુણહાનિવૃદ્ધિ પરમાણુમાં પણ છે એમ કહે છે. અને સાદિ-શાન્ત હોવા છતાં...' એટલે કે પરમાણુની અવસ્થા નવી ઉત્પન્ન થાય છે ને તેનો નાશ થાય છે. આવું હોવા છતાં, “પદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે શુદ્ધસદ્દભૂતવ્યવહારનયાત્મક છે.” જુઓ, શું કહે છે? કે પરમાણુપર્યાય સાદિ–સાંત હોવા છતાં તે પરની અપેક્ષા વિનાની છે. અને તેથી તે-પરમાણુની એકલી પર્યાય-“શુદ્ધ' છે. વળી તે હયાતી ધરાવે છે તેથી “ભુત” છે, તેમ જ તે એક સમયની પર્યાય છે માટે “વ્યવહારનયસ્વરૂપ' છે. જેમકે આત્મામાં, આત્માના અંતરસ્વભાવમાંથી જે કેવળજ્ઞાન પર્યાય પ્રગટ થાય છે તે પર્યાય શુદ્ધ છે, સદ્ભુત છે ને વ્યવહારનયસ્વરૂપ છે અહા ! આવાં બધાં પલાખાં! અમારે કેટલાં પલાખા શીખવાં?–એમ અજ્ઞાનીને થાય છે. પણ વસ્તુસ્થિતિ તો જાણવી જોઈએ ને ભાઈ ! અહીં કહે છે–ભાઈ ! આ દેહ તો ઘણા રજકણોનો પિંડ છે, પણ આ (દેહ) કાંઈ આત્મા નથી. તેમ જ આ કાંઈ એક ચીજ નથી, પરંતુ આ તો ઘણા રજકણો ભેગા થઈને આવું (શરીર) થયું છે. હવે તેમાંથી એક રજકણ છૂટો પડે તે પુગલનો શુદ્ધપર્યાય છે. હવે કહે છે કે તેમાં પગુણહાનિવૃદ્ધિ થાય છે તથા તે એક સમયની પર્યાય “સાદિ' છે, તેમ જ તે “સાન્ત” પણ છે. અર્થાત્ તે પર્યાય નવી ઉત્પન્ન થાય છે ને તેનો વ્યય પણ થાય છે; અને છતાં પણ તે પરદ્રવ્યથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #372 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૮] ૩૫૭ નિરપેક્ષ હોવાથી-પરદ્રવ્યનો તેને સંબંધ નથી માટે-તેને “શુદ્ધ' કહે છે. વળી તે પોતાની દશા છે માટે સભૂત' છે, અને તે એક અંશ છે માટે “વ્યવહાર' છે. પ્રશ્નઃ આમાં નયનું શું કામ છે? ઉતર: નયનું જ્ઞાન તો જોઈએ ને? પર્યાય કેવો વિષય છે, દ્રવ્ય કેવો વિષય છે તે તેને જાણવું તો જોઈશે કે નહીં? પરમાણુ કે જે ત્રિકાળી પરમપરિણામિકભાવ છે તે નિશ્ચયનયનો વિષય છે, જ્યારે પર્યાય છે એ વ્યવહારનયનો વિષય છે. (તો એણે એ બધું જાણવું જો ' શે.) પ્રશ્ન: વ્યવહારનયના વિષયમાં પારિણામિકભાવ ક્યાં આવ્યો? સમાધાન: જે આ (પરમાણુની) પર્યાય છે તે તેની છે કે નહીં ? તે પારિણામિકભાવની પર્યાય છે ને? તેથી, તે પારિણામિકભાવની પર્યાય હોવાથી, તેને (પરમાણુ પર્યાયને) પારિણામિકભાવસ્વરૂપ કહી છે. જો કે તે પર્યાય છે માટે સદભૂતવ્યવહારનયનો વિષય થઈ ગયો, છતાં પણ તે છે પારિણામિકભાવની પર્યાય. અને પરમાણુને ક્યાં ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવ છે? માટે તેને (તેની પર્યાયને) પારિણામિકભાવસ્વરૂપ કહી છે. અહા ! ઝીણી વાત છે. બાપુ! જૈનદર્શન–વીતરાગ પરમાત્માએ કહેલા માર્ગને-સમજવો ભારે કઠણ છે. અને તેને સમજ્યા વિના બધું થોથાં છે. પછી ભલેને એ બાહ્ય ક્રિયા કરીને મરી જાય, તોપણ એના ચાર ગતિના ફેરા મટવાના નથી. વળી કહે છે-“અથવા એક સમયમાં પણ ઉત્પાદત્રયધ્રૌવ્યાત્મક હોવાથી સૂક્ષ્મઋજુસૂત્રનયાત્મક છે.” અહા ! તે પરમાણુનો પર્યાય સાદિ-સાંત છે, ને છતાં પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાથી તે શુદ્ધસદભૂતવ્યવહારનયસ્વરૂપ છે, અથવા એક સમયમાં ત્રણ (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ) ભેગાં હોવાથી સૂક્ષ્મઋજુસૂત્રનયસ્વરૂપ પણ તેને કહેવામાં આવે છે. હવે કહે છે-“સ્કંધપર્યાય સ્વજાતિય બંધરૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે.' આ બીજા ભાગની વાત આવી. પુદ્ગલપર્યાયના સ્વરૂપનું આ કથન છે ને? અને તેના બે ભાગ છે ને? તો હવે બીજા ભાગની વાત કરે છે, અને પાઠમાં પણ “વિભાવપર્યાય' એમ શબ્દ છે ને? રવંધસવેગ પુળો પરિણામો સો વિહીવMાગો'—એમ પાઠ છે. તો આ જે પરમાણુ ભેગા થયા છે તે સ્કંધ છે, પિંડ છે. અને તે સ્વજાતીય બંધરૂપ અર્થાત એક પરમાણુનું બીજા પરમાણુની સાથે એકરૂપ (બંધરૂપ) રહેવું એવા લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે અર્થાત્ તે વિભાવ છે એમ કહે છે. પાઠમાં વિભાવ' શબ્દ નાખ્યો છે, જ્યારે અહીં ટીકામાં તેને માટે “અશુદ્ધ' શબ્દ નાખ્યો છે. પુદ્ગલપર્યાય, પરમાણુમાં શુદ્ધ છે, અને તે જ સ્કંધરૂપે હોય તો અશુદ્ધ છે-એમ પુદ્ગલપર્યાયના બે પ્રકાર છે. તેવી રીતે ભગવાન આત્મા રાગાદિ રૂપે થાય તો તે અશુદ્ધ છે, અને તે જો સ્વભાવમાં રહે તો શુદ્ધ છે. આવી વાત છે. -- - - - -- -- - -- - -- Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #373 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮ [ નિયમસાર પ્રવચન શ્લોક ૪૨: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: (પરમાણુ ) પરપરિણતિથી દૂર.' અહા ! એક છૂટા રજકણમાં જે પર્યાય થાય છે તે પરપરિણતિથી દૂર છે, અર્થાત્ તે પરપરિણતિના સંબંધથી રહિત છે. અને તેથી તે શુદ્ધપર્યાયરૂપ છે. તો, કહે છે ... “શુદ્ધપર્યાયરૂપ હોવાથી પરમાણુને સ્કંધ પર્યાયરૂપ શબ્દ હોતો નથી.” શું કીધું? કે પરમાણુમાં સ્કંધ પર્યાયરૂપ શબ્દ હોતો નથી. અર્થાત્ ઘણા પરમાણુ ભેગા થાય ત્યારે આ વાણી (શબ્દ) નીકળે છે, પણ એક પરમાણુમાં તે શબ્દ હોતો નથી. હવે કહે છે-“ જેમ ભગવાન જિનનાથમાં કામદેવની વાર્તા હોતી નથી...” -આ તો દાખલો આપ્યો છે હ. કે વીતરાગ પરમાત્માને પાંચ ઈન્દ્રિયના વિષયને ભોગવવાની કામની વાસના હોતી નથી. અહા! જે પરમ વીતરાગ, પૂર્ણ આનંદસ્વરૂપ થયા છે તે જિનનાથ ભગવાનને કામદેવની વાર્તા હોતી નથી. “તેમ પરમાણુ પણ સદા અશબ્દ જ હોય છે (અર્થાત્ પરમાણુને પણ કદી શબ્દ હોતો નથી).' એકલો પરમાણુ અશબ્દ છે. એ ગાથા પુરી થઈ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #374 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૯] ૩પ૯ ગાથા - ૨૯ पोग्गलदव्वं उच्चइ परमाणू णिच्छएण इदरेण। पोग्गलदव्यो त्ति पुणो ववदेसो होदि खंधस्स ।। २९ ।। પરમાણુને “પુદ્ગલદરવ’ વ્યપદેશ છે નિશ્ચય થકી; ને સ્કંધને “પુગલદરવ' વ્યપદેશ છે વ્યવહારથી. ૨૯. અન્વયાર્થઃ- [ નિશ્ચયેન] નિશ્ચયથી [પરમાણુ:] પરમાણુને [પુનિંદ્રવ્યમ્ ] “પુદ્ગલદ્રવ્ય ' [૩વ્યતે] કહેવાય છે [પુનઃ ] અને [ફતરેT] વ્યવહારથી [સ્વ સ્થ] સ્કંધને [પુનિંદ્રવ્યમ્ તિ વ્યવેશ:] “પુદ્ગલદ્રવ્ય” એવું નામ [ ભવતિ] હોય છે. ટીકા- આ, પુદ્ગલદ્રવ્યના કથનનો ઉપસંહાર છે. શુદ્ધનિશ્ચયનયથી સ્વભાવશુદ્ધપર્યાયાત્મક પરમાણુને જ “પુદ્ગલ દ્રવ્ય” એવું નામ હોય છે. અન્ય એવા વ્યવહારનયથી વિભાવપર્યાયાત્મક સ્કંધપુદ્ગલોને પુદ્ગલપણું ઉપચાર દ્વારા સિદ્ધ થાય છે. [ હવે ૨૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છે: ] (માતિની). इति जिनपतिमार्गाद् बुद्धतत्त्वार्थजात: त्यजतु परमशेषं चेतनाचेतनं व। भजतु परमतत्त्वं चिचमत्कारमात्रं परविरहितमन्तर्निर्विकल्पे समाधौ।। ४३।। [શ્લોકાર્ચ- ] એ રીતે જિનપતિના માર્ગ દ્વારા તત્ત્વાર્થસમૂહને જાણીને પર એવાં સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો; અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે પરવિરહિત (પરથી રહિત) ચિચમત્કારમાત્ર પરમતત્ત્વને ભજો. ૪૩. (અનુષ્ટ્રમ) पुद्गलोऽचेतनो जीवश्चेतनश्चेति । साऽपि प्राथमिकानां स्यान्न स्यान्निष्पन्नयोगिनाम्।। ४४।। | [ શ્લોકાર્ચ- ] પુદ્ગલ અચેતન છે અને જીવ ચેતન છે એવી જે કલ્પના તે પણ પ્રાથમિકોને (પ્રથમ ભૂમિકાવાળાઓને) હોય છે, નિષ્પન્ન યોગીઓને હોતી નથી (અર્થાત્ જેમને યોગ પરિપકવ થયો છે તેમને હોતી નથી). ૪૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #375 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬) [ નિયમસાર પ્રવચન (ઉપેન્દ્રવજ્ઞા) अचेतने पुद्गलकायकेऽस्मिन् सचेतने वा परमात्मतत्त्वे। न रोषभावो न च रागभावो भवेदियं शुद्धदशा यतीनाम्।। ४५।। [શ્લોકાર્ચ- ] (શુદ્ધ દશાવાળા યતિઓને) આ અચેતન પુદ્ગલકાયમાં શ્વેષભાવ હોતો નથી કે સચેતન પરમાત્મતત્ત્વમાં રાગભાવ હોતો નથી; આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. ૪૫. ગાથા ૨૯: ટીકા ઉપરનું પ્રવચન: આ, પુદ્ગલદ્રવ્યના કથનનો ઉપસંહાર છે.' અહીં હવે પુદ્ગલની વાત પુરી થાય છે. તો, કહે છેશુદ્ધનિશ્ચયનયથી સ્વભાવશુદ્ધપર્યાયાત્મક પરમાણુને જ પુદ્ગલ દ્રવ્ય એવું નામ હોય છે.” જુઓ, શું કહે છે? કે શુદ્ધનિશ્ચયનયથી સ્વભાવશુદ્ધપર્યાયસ્વરૂપ પરમાણુને જ અર્થાત્ જે પરથી ભિન્ન છે એવા નિર્મળ પર્યાયવાળા પરમાણુને જ પુદ્ગલદ્રવ્ય કહેવામાં આવ્યું છે. ભાઈ, આ સ્કંધને પુદ્ગલ કહેવું એ તો ઉપચારથી છે, કેમકે આ બધા સ્કંધ છે તે તો ભેગા થયેલા જડનો જથ્થો છે. (તે કાંઈ એક જડ વસ્તુ નથી). માટે, જે એકલો પરમાણુ છે તેને જ–જેને સ્વભાવશુદ્ધપર્યાય છે તેને જખરેખર પુદ્ગલદ્રવ્ય કહ્યું છે. તેમ આત્મામાં, પુણ્ય-પાપના રાગરહિત અર્થાત્ નિર્મળ પર્યાયથી સહિત આત્માને જ આત્મા કહેવામાં આવે છે. અહા ! કહે છે-જેમ શુદ્ધનિશ્ચયથી સ્વભાવશુદ્ધપર્યાયરૂપ હોવાથી પરમાણુને પુદ્ગલદ્રવ્ય કહીએ તેમ ભગવાન આત્માને (આત્મા) કેવી રીતે કહેવો? કે રાગ ને પુણ્ય-પાપ રહિત જે ત્રિકાળ શુદ્ધસ્વભાવ છે તેનું જેને અંતરંગમાં ભાન થયું છે તેને, એટલે કે તેવી શુદ્ધપર્યાય સહિતનો જે આત્મા છે તેને જ આત્મા કહેવામાં આવે છે. પણ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો જે વિકલ્પ છે તે આત્મા છે જ નહિ, પણ એ તો અનાત્મા છે. સમજાય છે કાંઈ..? અહા! અજ્ઞાની ૨૪ કલાકમાંથી ર૩ કલાક તો પાપ જ કરે છે. અને પછી જે એક કલાક રહે છે તેમાં તે થોડું વાંચન કે ભક્તિ કરે છે, અને માને છે કે તેનાથી કલ્યાણ થઈ જશે. અરેરે! આવા ને આવા અવતાર એણે અનંતવાર કર્યા છે, પરંતુ એ બધા એળે ગયા છે. અરે! એક તો બાહ્યમાં-પૈસામાં ને આબરૂમાં-સુખ માનીને મિથ્યાત્વ સેવે જ છે, મૂઢતા સેવે જ છે, ને તેમાં વળી અહીંયા (ધર્મના ક્ષેત્રમાં) આવીને પણ, ભક્તિના ભાવ કરવાથી ધર્મ થાય એમ માને છે તો તે પણ મિથ્યાત્વનું જ પોષણ છે. પ્રશ્ન: ભક્તિના ભાવમાં જે ધર્મ માને છે તે ઓછી મૂઢતા છે એમ તો કહો? સમાધાન: ના, ના. એ પૂરી મૂઢતા છે. રાગમાં ધર્મ માનનારને પૂરી મૂઢતા છે. તે પૂરો મિથ્યાદષ્ટિ છે. ઓછા-વત્તા મિથ્યાત્વનો અહીં પ્રશ્ન જ નથી; કેમકે તે એક જ જાત છે. ઝીણી વાત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #376 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૯] ૩૬૧ છે ભાઈ ! અહીં કહે છે-શુદ્ધનિશ્ચયથી–અંતર વસ્તુની દષ્ટિથી જોઈએ તો સ્વભાવશુદ્ધપર્યાયસ્વરૂપ પરમાણુને જ પુદ્ગલદ્રવ્ય કહીએ. બાકી આ પૈસાને, સ્ત્રી-પુત્રના શરીરને, દાળ-ભાતને પુદગલ કહેવા એ તો વ્યવહાર છે. અહીં ! ભેગા થયેલા ઘણા પરમાણુના પિંડને પુદ્ગલ કહેવો એ વ્યવહાર છે. માટે, એકલા પરમાણુને જ ખરો પુદ્ગલ કહીએ. તેવી રીતે પોતાની પર્યાયમાં રાગથી-પુણ્ય-પાપના વિકલ્પથી-ભિન્ન એવા આત્માનું ભાન થયું તો એવો જે શુદ્ધાત્મા છે તેનેજ આત્મા કહ્યો છે. અર્થાત્ અનુભવ તે પર્યાય છે, અને તેનાથી સહિત આત્માને આત્મા કહેવામાં આવ્યો છે. પ્રશ્નઃ શુદ્ધરૂપે પરિણમે ત્યારે આત્માને શુદ્ધ કહેવાય? સમાધાન: હા, કેમકે જ્યારે શુદ્ધરૂપે પરિણમે ત્યારે જ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે એમ ભાન થાય છે ને? બાકી પરિણમન વિના ભાન ક્યાં થાય છે? તો, કહે છે કે પર્યાયની શુદ્ધતા સહિત ત્રિકાળી શુદ્ધતાને આત્મા કહીએ; કારણ કે સંવર-શુદ્ધતાનો પર્યાય-તેનો પોતાનો સ્વભાવ છે. એટલે કે ત્રિકાળી સ્વભાવને અને એક સમયના શુદ્ધપર્યાયભાવને (બંને મળીને ) આત્મા કહેવામાં આવે છે. શ્રી સમયસારની ૫૦ થી પ૫ ગાથામાં આવે છે ને કે-“અનુભૂતિથી ભિન્ન છે.” ત્યાં એમ ન કહ્યું કે રાગાદિ આત્માથી ભિન્ન છે. તો, અનુભૂતિની પર્યાયવાળો જે આત્મા છે તેને આત્મા કહેવામાં આવે છે. ભારે વાતુ ભાઈ ! અહા ! આત્મા તો તેને કહીએ કે જેને શરીર, મન, વાણી, ને દયા, દાન, વ્રતાદિના વિકલ્પથી ભિન્ન ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અહીં ! સ્વાનુભૂતિમાં કોઈ વિકલ્પ આવતો નથી, પણ તેમાં તો એક આત્મા આવે છે. અને તેથી–અનુભૂતિથી ભિન્ન હોવાને લીધે–બીજા બધા ભાવને પુગલ કહેવામાં આવે છે. જ્યારે અનુભૂતિ સહિત આત્માને આત્મા કહેવામાં આવે છે. અરે શું થાય? જગત આખું લૂંટાણું છે. એક તો સંસારના પાપને નામે આખી જિંદગી લૂંટાય છે, ને એમાં પાછું બીજી રીતે ધર્મના નામે પણ લૂટાણું છે. અરેરે! એનું શું થશે? અહીંથી નીકળીને એ ક્યાં જશે? અરે! જીવના સાચા ભાવ શું છે ને ખોટા ભાવ શું છે-એની એને કાંઈ ખબર નથી ! અરરર! બિચારો નિર્ધન, અનાથ, અરક્ષિત ને દુઃખી છે, પરાધીન-પરાધીન છે. અહીં કહે છે-“અન્ય એવા વ્યવહારનયથી વિભાવપર્યાયાત્મક સ્કંધપુદ્ગલોને પુદ્ગલપણું ઉપચાર દ્વારા સિદ્ધ થાય છે.' આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, પૈસા ઇત્યાદિ વિભાવપર્યાયમય સ્કંધપુગલોને વ્યવહારનયથી ઉપચાર વડે પુગલ કહેવામાં આવે છે. આવી વાત છે. શ્લોક ૪૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: “એ રીતે જિનપતિના માર્ગ દ્વારા...' | જિનપતિ અર્થાત્ જિનેશ્વરદેવ, વીતરાગ પરમેશ્વર, ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્મા. અને તેમના માર્ગ દ્વારા... એટલે શું? કે ભાઈ, આ વીતરાગ ભગવાનનો માર્ગ છે એમ કહે છે. તો, તે માર્ગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #377 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૨ [ નિયમસાર પ્રવચન દ્વારા.. , તત્ત્વાર્થસમૂહને જાણીને...” જુઓ, વીતરાગ ભગવાને કહેલા એવા તત્ત્વોને જાણીને એમ કહ્યું છે, પણ રાગી અજ્ઞાનીઓએ જે તત્ત્વો કહેલા હોય તેને જાણીને-એમ નથી કહ્યું. તથા અહીં “તત્ત્વાર્થસમૂહુ' કહ્યા છે ને? તો જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ એ તત્ત્વાર્થસમૂહ છે. અને તેને “જિનપતિના માર્ગ દ્વારા જાણીને, અહા ! વીતરાગે કહેલા અર્થાત્ સર્વજ્ઞના જ્ઞાનમાં આવેલા ને તેમના કહેલા તત્ત્વાર્થસમૂહને જાણીને'.. અહીં દેખો, પહેલાં જાણવાની વાત કરી છે. અરે, પહેલાં જાણે તો ખરો કે આત્મા શુદ્ધ છે, રાગાદિ અશુદ્ધ છે, કર્મ જડ છે, ને શરીર-વાણી પણ જડ-અજીવ છે; તેથી તેને અને મારે કોઈ સંબંધ નથી. તેવી રીતે આ પૈસા, સ્ત્રી, પુત્ર, ઇત્યાદિને અને મારે કોઈ સંબંધ નથી. કેમકે એ તો જડ છે, ને જગતની બીજી ચીજ છે. અહા ! તે દ્રવ્યો તો પોતાપણે (જડપણે) થઈને રહ્યા છે, પણ કાંઈ આ જીવપણે થઈને રહ્યા નથી. આ શરીર, શરીરની અવસ્થાપણે-જડપણે થઈને રહ્યું છે, એ કાંઈ આત્માની પર્યાયપણે થઈને રહ્યું નથી. તેવી રીતે પૈસા પણ અજીવપણે થઈને રહેલ છે, પરંતુ તે કાંઈ આત્માની દશારૂપે થઈને રહેલ નથી, કે આત્માના થઈને રહ્યા નથી. તો જે જેમ થઈને રહેલા છે તેને તેમ બરાબર જાણવા એમ અહીં કહે છે. અહા! શરીર તો જડ-માટી–ધૂળ થઈને રહેલ છે. શું તે આત્માનું થઈને રહ્યું છે? જો તે આત્માનું થઈને રહ્યું હોય તો જેમ આત્મા અરૂપી છે તેમ તે શરીર પણ અરૂપી થઈ જાય. પરંતુ એમ તો નથી. માટે આ શરીર રૂપી જડ થઈને રહ્યું છે. પણ તે આત્માનું થઈને રહ્યું નથી. તેવી રીતે લક્ષ્મી પણ જડ થઈને રહેલ છે, ને આ વાણી પણ જડ થઈને રહેલ છે.-આમ જડ તત્ત્વોને તે રીતે (જડપણે) રહેલા જાણીને, આત્મા પણ આત્માપણે થઈને રહેલ છે તેમ જાણ-એમ કહે છે. વળી જે પુણ્ય ને પાપરૂપે થઈને રહ્યાં છે તે આસ્રવ અને બંધ આ જીવને દુઃખરૂપ છે એમ જાણ; તેમ જ તેનાથી રહિત ભગવાન આત્મા છે એટલે કે રાગરહિત થઈને જે રહ્યો છે તે આત્મા છે એમ પણ જાણ. આમ “જિનપતિના માર્ગ દ્વારા '..આહાહા ! વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવે જે માર્ગ કહ્યો છે તે માર્ગ દ્વારા તત્ત્વાર્થસમૂહને જાણીને..... એટલે શું? કે જૈન પરમેશ્વરના માર્ગ સિવાય કોઈ અન્યમતમાં આવાં તત્ત્વોની વાત હોતી નથી. અહા ! વીતરાગ મારગ સિવાય ક્યાંય આ વાત હોતી નથી. તો, તે જિનપતિના મારગ દ્વારા તત્ત્વાર્થસમૂહને જાણીને.., જાણીને શું કરવું? તો, કહે છે પર એવાં સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો....' જુઓ, શું કહે છે? કે સ્ત્રી, પુત્રનો આત્મા પરચેતન છે, ને દેવ-ગુરુનો આત્મા પણ પરચેતન છે. તો, એને દષ્ટિમાંથી ત્યાગો. એટલે કે એ મારા નથી એમ જાણીને તેમને દષ્ટિમાંથી છોડો. અહા ! “પર એવાં સમસ્ત ચેતન' તો, પર એવાં ચેતન પણ છે ને? અરિહંત ભગવાન આ આત્માથી પરચેતન છે, સિદ્ધ ભગવાન આ આત્માથી પરચેતન છે. અરે, પાંચ પરમેષ્ઠી આ આત્માથી પરચેતન છે. તેઓ પર છે કેમકે તેઓ આ આત્માના ક્યાં છે? તો એ સમસ્ત પરચેતનને અને અચેતનને-રાગાદિ પુગલવિકારોને અને દેહાદિ પુદ્ગલોને-દષ્ટિમાંથી ત્યાગો એમ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #378 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૯] ૩૬૩ ભાઈ, તારામાં જે નથી તેની દષ્ટિ છોડ, અને જે તારામાં છે ત્યાં દષ્ટિ સ્થાપ. અહા! આવી ત્યાગની વ્યાખ્યા ને આ ત્યાગ! છતાં અજ્ઞાની બહારનો ત્યાગ કરીને સ્ત્રી-પુત્રપરિવારને છોડીને બેસી જાય છે, ને અમે ત્યાગી થઈ ગયા એમ માને છે. પણ ધૂળેય એ ત્યાગ નથી સાંભળને! જુઓ, અહીં શું કહે છે? કે અંતરના આ આત્મા સિવાયના બધાય આત્માઓ-નિગોદથી માંડીને અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા આદિ પંચ પરમેષ્ઠી પણ-તારા નથી, અર્થાત્ તેઓ તારાથી રહેલા નથી. તેઓ તો તેમનાથી (પોતાથી) રહેલા છે; તેથી તને એમનાથી કોઈ લાભ છે નહીં. જુઓ, આમાં કોને બાકી રાખ્યા? “સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો'—એમ કહ્યું છે ને? તો, તેમાં કોણ બાકી રહ્યું?– બધા જ આવી ગયા. અહા! ગિરનાર, સમ્મદશિખર અને ભગવાનનું સમવસરણ..અરે, ભગવાન પોતે પણ તેમાં આવી ગયા. બધું (જગત આખું) આવી ગયું, તો, પર એવાં એ સમસ્ત ચેતન-અચેતનને ત્યાગો, એટલે કે એ સર્વ પદાર્થો ઉપરથી લક્ષ છોડી દો, કારણ કે તેઓ કાંઈ તારા નથી, તારામાં નથી, ને તું ત્યાં નથી, ભારે આકરું કામ બાપુ! તો પછી કોનું લક્ષ કરવું તે કહે છેઅંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે પરવિરહિત (પરથી રહિત) ચિત્યમત્કારમાત્ર પરમતત્ત્વને ભજો.' અંતરંગમાં અંતર+અંગમાં વસ્તુમાં. નિર્વિકલ્પ સમાધિને વિષે=ભેદ વિનાની અભેદ શાન્તિને વિષે અર્થાત્ અતીન્દ્રિય શાંતિના સમયમાં, પરવિરહિત અર્થાત્ પરથી રહિત એટલે કે વિકલ્પાદિ પરથી રહિત એવા ચિત્યમત્કારમાત્ર પરમતત્ત્વને ભજો એમ કહે છે. ભારે વાત ભાઈ ! હજી તો આ અર્થ સમજવો મુશ્કેલ પડે એમ છે. શું કીધું? કે “જિનપતિના માર્ગ દ્વારા...' એટલે કે વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે માર્ગ કહ્યો છે તેના દ્વારા તત્ત્વાર્થના સમૂહુને જાણીને પર એવાં સમસ્ત ચેતન અને અચેતનને-એક રજકણ હો કે રાગ, બધા અચેતનને-દષ્ટિમાંથી છોડો. ત્યારે હવે કરવું શું? કે “અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે...” જુઓ, રાગને વિષે તો (રાગના કાળમાં તો) જે પર છે તેની દષ્ટિ હતી. પણ હવે નિર્વિકલ્પ સમાધિને વિષેરાગરહિત થઈને અંતર્મુખ થતાં અભેદ સમાધિને વિષે-પરથી રહિત અર્થાત્ રાગ ને વિકલ્પથી પણ રહિત એવા ચિચમત્કારમાત્ર નિજ ભગવાન આત્માને ભજ; તેની અંદર એકાગ્ર થાઓ. આ ધર્મ ને આ મુક્તિનો માર્ગ છે. ભારે વાત ભાઈ ! જુઓ, આ તો આત્માને ભજો એમ કહે છે. શ્રોતા: હા, બરાબર સત્ય છે પ્રભુ! આપ ફરમાવો છો તે સત્ય છે. પૂ. ગુરુદેવશ્રી: પણ આમ અંદર છે કે નહીં ? આ પાઠ ક્યાં અહીંનો (સોનગઢનો) છે. આ તો શ્રી કુંદકુંદાચાર્યનો છે. બે હજાર વર્ષ પહેલાંના શ્રી કુંદકુંદાચાર્યનો છે. અને એવું જ અનંતકાળથી મુનિ ભગવંતો કહેતા આવ્યા છે. અહા! આ નિયમસાર શાસ્ત્ર છે. તેની રચનામાં શ્રી કુંદકુંદાચાર્ય નિમિત્ત હતા. તો તેઓ કહે છેભગવાન! તારે કલ્યાણ કરવું હોય, હિત કરવું હોય, ધર્મ કરવો હોય તો રાગાદિ પરિણામ કે જે બધા અચેતન છે તેનો ત્યાગ કર, તેની દૃષ્ટિ છોડી દે. અરે! ભગવાનની ભક્તિનો ભાવ હોય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #379 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૩૬૪ તો પણ તે રાગ છે, ને તેથી તે પણ અચેતન છે. માટે, તેનું પણ લક્ષ છોડી દે. વળી શરીરના પરમાણુ સારા (અનુકૂળ ) રહે તો મારો ધર્મ ટકી રહે તેવું પણ લક્ષમાંથી છોડી દે. ને ‘અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે ’ એટલે કે અંતરમાં રાગરહિત શાંતિ ને શ્રદ્ધાની દશામાં, પરિવરહિત અર્થાત્ રાગરહિત પોતાનું જે ચૈતન્યચમત્કાર તત્ત્વ છે, અહા! એવું જે નિજ પરમતત્ત્વ છે તેને ભજ. અહા! ભગવાન આત્મા તો ચિત્ચમત્કારમાત્ર અર્થાત્ જ્ઞાનમાત્ર ચમત્કારસ્વરૂપ છે; બાકી દયા, દાન કે વ્રતના વિકલ્પો ઇત્યાદિ એવું કાંઈ વસ્તુમાં છે નહિ. તો, રાગરહિત થઈને ચિત્ચમત્કારમાત્ર નિજ પરમતત્ત્વને ભજ. પ્રશ્ન: સીધું આ જ કરવાનું? પણ આનો પહેલો ઉપાય શું? આ પહેલાં કાંઈ કરવું કે નહીં? કે સીધું આ જ કરવું? સમાધાનઃ ભાઈ! આ જ ઉપાય છે. પ્રથમ તત્ત્વાર્થસમૂહને જાણવા. રાગનું શું સ્વરૂપ છે, વસ્તુનો શું સ્વભાવ છે, ધર્મની દશા થાય તો તેનું શું સ્વરૂપ છે, વિકાર થવામાં નિમિત્તપણે શું ચીજ છે. અર્થાત્ સ્વવસ્તુ શું છે ને પરવસ્તુ શું તે ભગવાને કહેલા માર્ગથી બરાબર જાણવું. જાણીને પછી ૫૨ એવાં સમસ્ત ચેતન-અચેતનનો ત્યાગ કરવો, ને નિજ ચેતનને ગ્રહણ કરવો-એમ કહે છે. અહા! ભગવાન આત્મા પોતે નિત્ય ચિદાનંદસ્વરૂપ છે તેનું ભજન કર. અર્થાત્ પરનું લક્ષ છોડી સ્વવસ્તુમાં એકાકાર થા એમ કહે છે. લ્યો, ત્યારે એને ધર્મની શરૂઆત થશે. તો, અહીં સુધી કહ્યું. અને પછી તો (૪૪મા કળશમાં ) એમ કહેશે કે ચેતન-અચેતન એ બેના વિકલ્પો પણ મુનિને-ધર્મીને હોતા નથી. એ તો શરૂઆતમાં એ વિચાર આવે કે–હું ચેતન છું ને આ રાગાદિ અચેતન છે, પણ પછી તો તે બેના વિકલ્પો પણ અભ્યાસથી છૂટી જાય છે. અંતરમાં ધર્મધ્યાનના અભ્યાસથી મુનિને કે ધર્મીને તે બે વિકલ્પોય રહેતા નથી. શ્લોક ૪૪: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ આગળ પુદ્દગલની વ્યાખ્યા આવી ને? કે છ પ્રકારના સ્કંધ છે, ને પરમાણુને સ્વભાવપર્યાય છે.એ રીતે સ્વભાવપર્યાય, વિભાવપર્યાય વગેરે ઘણું આવ્યું. હવે કહે છે-અહો ! જગતમાં ‘પુદ્દગલ અચેતન છે અને જીવ ચેતન છે...' શું કીધું? કે પુદ્દગલ અને રાગાદિ અચેતન છે, અને જીવ જાણનાર–દેખનાર એવો ભગવાન આત્મા (ચેતન ) છે. અહા! રાગથી માંડીને પુદ્ગલ ૫૨માણુ આદિ બધા અચેતન છે, ને જીવ ચેતન છે. તો, ‘એવી જે કલ્પના તે પણ પ્રાથમિકોને (પ્રથમ ભૂમિકાવાળાઓને) હોય છે,..’ અહા ! કહે છે-શરૂઆતમાં જેને હજુ ભેદ પાડવો છે અથવા ભેદ પાડીને જેને ધ્યાન કરવું છે તેને એવો વિકલ્પ હોય છે કે આ રાગાદિ પર અચેતન છે, ને આત્મા (પોતે ) ચેતન છે.–એમ શરૂઆતમાં મુમુક્ષુ જીવને એ વિચાર હોય છે. પણ, ‘નિષ્પન્ન યોગીઓને હોતી નથી.' એટલે શું? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #380 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૯] ૩૬પ કે જ્યાં અંદરમાં સ્વભાવસનુખની રમણતા ઉગ્રપણે પ્રગટ થઈ છે ત્યાં અર્થાત્ વીતરાગભાવની ઉગ્ર સ્થિરતા જેને પ્રગટ થઈ છે તે યોગીને એવી કલ્પના હોતી નથી કે આ રાગ અચેતન છે, ને હું ચેતન છું; પરંતુ એ તો જ્ઞાતા-દષ્ટાપણે પરિણમે છે. અહા! જેમ સિદ્ધ ભગવાન જાણે ને દેખે છે તેમ આ જીવ પણ જાણવા-દેખવાના સ્વભાવરૂપ રહે છે. અહા ! સ્વરૂપમાં સ્થિરતારૂપ ધ્યાનને જે પામ્યો નથી તેને “આ અચેતન છે ને આ ચેતન છે' એવા ભાગના વિકલ્પો-કલ્પના હોય છે. પણ જ્યાં જ્ઞાનને આનંદ સ્વભાવમાં લીનતા જામી છે ત્યાં તે વિકલ્પો હોતા નથી. અહા ! નિષ્પન્ન યોગીને એટલે કે અંતરએકાગ્રતાની જેને પ્રાપ્તિ થઈ છે એવા સંતોને યોગીઓને તે કલ્પના હોતી નથી. જગતમાં પુદ્ગલો છે, છ પ્રકારના સ્કંધ છે, સ્વાભાવિક કારણપરમાણુ છે, કાર્યપરમાણુ છે, જઘન્ય ને ઉત્કૃષ્ટ પરમાણુ છે.-એમ કહીને તેમાંથી આ સાર કાઢયો કે તે ભલે હો, પણ મારે તેની સાથે કાંઈ સંબંધ નથી. ફક્ત પહેલાં વિચારમાં એમ આવે કે તે તથા જે આ રાગાદિ કલ્પના છે તે અચેતન છે, અને તેને જાણનારો હું એક ચેતન છું. તો મારા ચેતનમાં મારે સ્થિર થવું જોઈએ. આ વસ્તુનું સ્વરૂપ છે. એવી કંઈક એક કલ્પના, યોગ નામ સ્વરૂપની જમાવટ જેને અંદર થઈ નથી તેને હોય છે. પરંતુ નિષ્પન્ન યોગીને–જેને આત્મા અને રાગની ભિન્નતા ઉગ્રપણે થઈને પાકો યોગ એટલે કે એકાગ્રતા થઈ ગઈ છે તેને-સ્વભાવમાં જેની એકાગ્રતા ઉગ્ર થઈ છે તેને-આ કલ્પના અર્થાત્ જે આ પુદ્ગલ છે તે અચેતન છે ને હું ચેતન છું એવી કલ્પના હોતી નથી. લ્યો, આનું નામ સ્વભાવસનુખની લીનતા, ને આ મોક્ષનો માર્ગ છે. પ્રશ્નઃ પ્રાથમિક ભૂમિકા એટલે મિથ્યાદષ્ટિ જ ને? સમાધાન: ના, સમ્યગ્દષ્ટિ પણ. કેમકે સમ્યગ્દષ્ટિ હોવા છતાં પણ હજી જ્યાં સુધી આવી–આ અચેતન છે ને આ ચેતન છે તેવી વિચારધારા ચાલે છે ત્યાં સુધી તેને નિષ્પન્ન સ્થિરતા થઈ નથી એમ કહે છે. છતાં તે છે સમકિતી હોં. પ્રશ્ન: સમકિતીને ચેતન તો પ્રાપ્ત થયો છે ને? સમાધાન: હા; છતાં વિકલ્પ છે ને? ચેતન તો તેને પ્રાપ્ત જ છે, તો હજી વિકલ્પ છે. તેથી તેમાં આ અચેતન છે ને આ ચેતન છે એવો ભાવ આવે છે. પ્રશ્ન: શાસ્ત્ર લખનાર પ્રાથમિક ભૂમિકામાં છે? સમાધાન: ના, તેઓ પ્રાથમિક ભૂમિકામાં નથી. તેઓ તો જામી ગયેલા છે. એ વિકલ્પ, વિકલ્પને ઠેકાણે છે, અંદરની દષ્ટિમાં મને કાંઈ છે નહિ-એમ તેઓ જામી ગયેલા છે, વીતરાગતા જામી છે. જિનેન્દ્ર પ્રભુ જેવા આત્મામાં તેઓ જામી ગયા છે. તો અહીં એ વાત કરી કે પહેલાં એવી કલ્પના હોય છે. પરંતુ પછી સ્વરૂપમાં ઠરતાં સમકિતીને અને મુનિને-બધાને એ કલ્પના હોતી નથી.-એટલી વાત અહીં સિદ્ધ કરવી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #381 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ [ નિયમસાર પ્રવચન શ્લોક ૪૫: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: (શુદ્ધ દશાવાળા યતિઓને)'...અહા! શુદ્ધ દશાવાળા યતિને એટલે કે સાચા સંત-મુનિવરને.... “આ અચેતન પુદ્ગલકાયમાં શ્રેષભાવ હોતો નથી કે સચેતન પરમાત્મતત્ત્વમાં રાગભાવ હોતો નથી;....' એટલે? એટલે કે અચેતન પ્રત્યે આ હું નહિ, આ હું નહિ એવો ભાવ અર્થાત્ દ્વષભાવ હોતો નથી. પણ એ તો જ્ઞાતા-દષ્ટા રહે છે. વળી ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વર સચેતન છે. તો, તેમના પ્રત્યે પણ તેમને રાગભાવ હોતો નથી. એટલે કે એ મુનિ તો વીતરાગભાવમાં થંભી ગયા છે એમ કહે છે. આવી શુદ્ધ દશા યતિઓની હોય છે.' લ્યો, આનું નામ યતિ. અહા ! જેને આનંદસ્વરૂપ જ્ઞાનભાવ અનુભવમાં આવ્યો છે અને હવે તેમાં તેની યત્નામાં–જ જે વર્તે છે તેને યતિ કહેવામાં આવે છે. તો જેને તદ્દન (માત્ર ) આત્મસ્વભાવસમભાવ-પ્રગટયો છે એવા યતિઓને પરમાત્મા પ્રત્યે રાગ નથી, અને પુદ્ગલ પ્રત્યે દ્વેષ નથી. શું કીધું? ત્રણ લોકના નાથ તીર્થંકર પ્રતિ તેમને રાગ નથી, ને શરારાદિ પ્રતિ દ્વેષ નથી. અહા! આ મારા પરમેશ્વર છે, પરમાત્મા છે-એવો રાગ યતિને હોતો નથી. જો કે પહેલાં (શરૂમાં) તે હોય છે, છતાં તે આદરણીય હોતો નથી. પરંતુ આ તો જ્યારે રાગ ન હોય ત્યારે ત્યાં સમભાવ વર્તે છે એમ કહે છે. અહા! આવી શુદ્ધ દશા મુનિઓને યતિઓને કે જેઓ આત્મધ્યાનમાં મસ્ત છે તેમને હોય છે; અને તેથી તેમને સમભાવ હોય છે. આખી દુનિયા ડોલે (ખળભળી ઊઠે) તોપણ તેમને વિષમભાવ હોતો નથી, વિષમભાવ ઉઠતો નથી. અહા ! અનુકૂળતા-ઇન્દ્રો સ્તુતિ કરે તોપણ, કહે છે, તેમાં રાગ નથી, અને પ્રતિકૂળતા-નિંદાની ઝડી વરસતી હોય તો પણ તેમાં દ્વષ નથી; કેમકે એ તો પુદગલ છે. તથા પોતાની સમીપમાં પરમાત્મા બિરાજતા હોય તોપણ ત્યાં રાગ નથી. અહા ! આવા યતિ રાગરહિત નિજ સ્વભાવમાં સમસ્થિતિપણાને પ્રાપ્ત છે. અહા! આવી અલૌકિક દશા યતિઓની હોય છે. ભલે નીચે (નીચેના ગુણસ્થાનો ચોથા, પાંચમાં ને છઠ્ઠામાં) રાગ હોય છે, છતાં પણ દષ્ટિમાં તેનો આદર હોતો નથી. પરંતુ અહીં તો હવે રાગ જ નથી એમ કહે છે. જેની અસ્થિરતા જ ગઈ છે તેની અહીંયાં વાત છે. નીચેના ગુણસ્થાનોમાં (ચોથે, પાંચમે ને છટ્ટ) પરમાત્મા પ્રત્યેનો વિકલ્પ, અને આ નહિ, આમ ન હોય એવો દ્વષનો અંશ પણ આવે છે (હોય છે), પણ તે અસ્થિરતાનો દોષ-અંશ-ભાવ જ ક્યાં છૂટી ગયો છે ત્યાં આગળ તો સમભાવ..સમભાવ..સમભાવ છે, અર્થાત્ તેઓ તો વીતરાગી બિંબ થઈને જાણનાર રહે છે એમ કહે છે. તેથી તેમને નિંદાની ઝડીમાં દ્વેષ નથી અને સાક્ષાત્ પરમાત્મા બિરાજમાન હોય તો પણ તેમને સાંભળવાનો વિકલ્પ-રાગ નથી. અહા ! આત્માનું સ્વરૂપ જ સમભાવી છે. તો એવા આત્મામાં જેમને સમસ્થિતિ પ્રગટ થઈ છે, દશામાં જેમને સમભાવ પ્રગટ થયો છે તેવા સંતો, બેયમાં-પુદ્ગલ હો કે પરમાત્મા હો-જ્ઞાતા-દષ્ટા થઈને રહે છે એમ કહે છે. અહા ! આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. અહાહા.. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #382 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૯] ૩૬૭ સાધુની દશા કોને કહેવાય તેની બાપુ! જગતને ખબર નથી. અરે! હજી તો સમ્યગ્દર્શન શું છે તેનીય જગતને ખબર નથી! ભાઈ, સમ્યગ્દર્શન થતાં તો પરમાત્મા પ્રતિ રાગ અને અચેતન પ્રત્યે દ્વેષ કરવા જેવો નથી એમ શ્રદ્ધા થઈ જાય છે. પણ હજી અસ્થિરતા હોય છે. પરંતુ તે અસ્થિરતા પણ આ સમભાવી સંતોને હોતી નથી એમ અહીંયાં વાત કરે છે. -એ પુદ્ગલની વ્યાખ્યા કરી. હવે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને આકાશની વ્યાખ્યા કરે છે; કેમકે આ પાંચ અજીવ દ્રવ્યની વ્યાખ્યા છે ને? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates - ૩૦ [નિયમસાર પ્રવચન ગાથા गमणणिमित्तं धम्ममधम्मं ठिदि जीवपोग्गलाणं च । अवगहणं आयासं जीवादीसव्वदव्वाणं ।। ३० ।। જીવ-પુદ્ગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે; જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦. અન્વયાર્થ:- [ ધર્મ: ] ધર્મ [ નીવવુાનાનાં] જીવ-પુદ્દગલોને [ગમનનિમિત્ત: ] ગમનનું નિમિત્ત છે [૬] અને [ અધર્મ: ] અધર્મ [ સ્થિતે ] ( તેમને ) સ્થિતિનું નિમિત્ત છે; [આશં] આકાશ [ નીવાવિસર્વદ્રવ્યાનામ્ ] જીવાદિ સર્વ દ્રવ્યોને [અવગાહનચ] અવગાહનનું નિમિત્ત છે. = ટીકાઃ- આ, ધર્મ-અધર્મ-આકાશનું સંક્ષિપ્ત કથન છે. આ ધર્માસ્તિકાય, વાવના પાણીની માફક, પોતે ગતિક્રિયારતિ છે. માત્ર (અ, ઇ, ઉ, ઋ, ભૃએવા ) પાંચ સ્વ અક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ છે, જેઓ ‘સિદ્ધ' નામને યોગ્ય છે, જેઓ છ અપક્રમથી વિમુક્ત છે, જેઓ મુક્તિરૂપી સુલોચનાનાં લોચનનો વિષય છે (અર્થાત્ જેમને મુક્તિરૂપી સુંદરી પ્રેમથી નિહાળે છે), જેઓ ત્રિલોકરૂપી શિખરીના શિખર છે, જેમણે સમસ્ત કલેશના ઘરરૂપ પંચવિધ સંસારને (-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના પરાવર્તનરૂપ પાંચ પ્રકારના સંસારને) દૂર કર્યો છે અને જેઓ પંચમગતિના સીમાડે છે–એવા અયોગી ભગવાનને સ્વભાવગતિક્રિયારૂપે પરિણમતાં *સ્વભાવગતિક્રિયાનો હેતુ ધર્મ છે. વળી છ અપક્રમથી યુક્ત એવા સંસારીઓને તે ( ધર્મ ) *વિભાવગતિક્રિયાનો હેતુ છે. જેમ પાણી માછલાંને ગમનનું કારણ છે, તેમ તે ધર્મ તે જીવ-પુદ્દગલોને ગમનનું કારણ (નિમિત્ત) છે. તે ધર્મ અમૂર્ત, આઠ સ્પર્શ રહિત, તેમ જ પાંચ વર્ણ, પાંચ રસ અને બે ગંધ વિનાનો, અગુરુલઘુત્વાદિ ગુણોના આધારભૂત, લોકમાત્ર આકારવાળો (-લોકપ્રમાણ આકારવાળો ), અખંડ એક પદાર્થ છે. “સહભાવી ગુણો છે અને ક્રમવર્તી પર્યાયો છે” એવું (શાસ્ત્રનું) વચન હોવાથી ગતિના હેતુભૂત આ ધર્મદ્રવ્યને શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો હોય છે. અધર્મદ્રવ્યનો વિશેષગુણ સ્થિતિòતુત્વ છે. આ અધર્મદ્રવ્યના (બાકીના) ગુણ-પર્યાયો જેવા તે ધર્માસ્તિકાયના (બાકીના ) સર્વ ગુણ-પર્યાયો હોય છે. આકાશનો, અવકાશદાનરૂપ લક્ષણ જ વિશેષગુણ છે. ધર્મ અને અધર્મના બાકીના ગુણો આકાશના બાકીના ગુણો જેવા પણ છે. -આ પ્રમાણે ( આ ગાથાનો) અર્થ છે. (અહીં એમ ખ્યાલમાં રાખવું કે) લોકાકાશ, ધર્મ અને અધર્મ સરખા પ્રમાણવાળાં હોવાથી કાંઈ અલોકાકાશને ટૂંકાપણું-નાનાપણું નથી (–અલોકાકાશ તો અનંત છે). [હવે ૩૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ] ૧ શિખરી શિખરવંત; પર્વત. * સ્વભાવગતિક્રિયા તથા વિભાવગતિક્રિયાના અર્થ માટે ગાથા ૯ ની ફૂટનોટ જીઓ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #384 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૦ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( માલિની ) इह गमननिमित्तं यत्स्थितेः कारणं वा यदपरमखिलानां स्थानदानप्रवीणम् । तदखिलमवलोक्य द्रव्यरूपेण सम्यक् प्रविशतु निजतत्त्वं सर्वदा भव्यलोकः ।। ४६ ।। [શ્લોકાર્થ:- ] અહીં એમ આશય છે કે-જે (દ્રવ્ય) ગમનનું નિમિત્ત છે, જે (દ્રવ્ય) સ્થિતિનું કારણ છે, વળી બીજું જે (દ્રવ્ય ) સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે, તે બધાંને સમ્યક દ્રવ્યરૂપે અવલોકીને (–યથાર્થપણે સ્વતંત્ર દ્રવ્યો તરીકે સમજીને ) ભવ્યસમૂહ સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશો. ૪૬. ગાથા ૩૦: ટીકા ઉપરનું પ્રવચનઃ ૩૬૯ ‘આ, ધર્મ-અધર્મ-આકાશનું સંક્ષિપ્ત કથન છે.' જુઓ, ધર્મ, અધર્મ ને આકાશ એ જગતના ત્રણ પદાર્થ છે, ત્રણ દ્રવ્ય છે. અને તેમનું આમાં સંક્ષિપ્ત–ટૂંકામાં કથન છે. તેમાં પહેલું ધર્માસ્તિકાયનું વર્ણન છે. ‘આ ધર્માસ્તિકાય, વાવના પાણીની માફક, પોતે ગતિક્રિયારહિત છે.’ જુઓ, અહીં વાવના પાણીનું દષ્ટાંત આપ્યું છે. કેમકે નદીનું પાણી તો લે છે, ગતિ કરે છે; જ્યારે વાવનું પાણી હલતું નથી, પણ સ્થિર છે. તેવી રીતે ધર્માસ્તિકાય એક અરૂપી પદાર્થ છે, ને તેમાં ગતિ નથી, પણ તે સ્થિર છે. હવે કહે છે- માત્ર ( અ, ઈ, ઉ, ઋ, રૃ-એવા) પાંચ હ્રસ્વઅક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ છે,...’ આ અયોગી (૧૪મા ) ગુણસ્થાનની વાત કરે છે. અને તે અયોગી ગુણસ્થાનને અંતે સિદ્ધશિલા ઉપર જવાની ગતિક્રિયામાં અધર્માસ્તિકાય નિમિત્ત છે એમ સિદ્ધ કરે છે. તો, કહે છે- જેઓ “સિદ્ધ” નામને યોગ્ય છે, જેઓ છ અપક્રમથી વિમુક્ત છે,...' જુઓ, છ અપક્રમ એટલે શું? એટલે કે છ દિશામાં જવું. સંસારી જીવ દેહ છૂટે ત્યારે છ દિશામાંચાર દિશા અને ઉ૫૨-નીચે એમ છ દિશામાં-જાય છે. પણ જ્યારે (૧૪મા ગુણસ્થાનવાળા) સિદ્ધ થાયસિદ્ધ થતાં અહીંથી જ્યારે મોક્ષમાં જાય–ત્યારે તેમને તે છ દિશામાં ગતિ હોતી નથી, પણ ઉર્ધ્વગમન હોય છે. વળી, ‘જેઓ મુક્તિરૂપી સુલોચનાનાં લોચનનો વિષય છે (અર્થાત્ જેમને મુક્તિરૂપી સુંદરી પ્રેમથી નિહાળે છે),...' એટલે શું? કે જેને પૂર્ણ દશા પ્રાપ્ત થઈ ગઈ છે. અહા! જે અયોગી ગુણસ્થાને હોય તેને દેહ છૂટતાં તેઓ અહીંયાં જ સિદ્ધ થાય છે, અને પછી અહીંથી જ ગતિ કરીને ઉ૫૨ જાય છે. તો, એ વાત અહીંયાં કહે છે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #385 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૦ [ નિયમસાર પ્રવચન “જેઓ ત્રિલોકરૂપી શિખરીના શિખર છે...” ત્રણ લોકરૂપી જે ડુંગર-પર્વત છે તેના ભગવાન શિખર સમાન છે. વળી, જેમણે સમસ્ત કલેશના ઘરરૂપ પંચવિધ સંસારને (-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવના પરાવર્તનરૂપ પાંચ પ્રકારના સંસારને ) દૂર કર્યો છે...' અહાહા..! જોયું? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવરૂપ પરાવર્તન-બદલવું એ અયોગી ભગવાનને બંધ થઈ ગયું છે. અને જેઓ પંચમગતિના સીમાડે છે'પંચમગતિની સાવ નજીક છે. એવા અયોગી ભગવાનને સ્વભાવગતિક્રિયારૂપે પરિણમતાં સ્વભાવગતિક્રિયાનો હેતુ ધર્મ છે.” અહીંથી સિદ્ધ જે આમ ઉપર જાય છે તેમાં (તે સ્વભાવગતિક્રિયામાં) ધર્માસ્તિકાય નિમિત્ત છે એમ કહે છે હવે કહે છે-“વળી છે અપક્રમથી યુક્ત એવા સંસારીઓને તે (ધર્મ) વિભાવગતિક્રિયાનો હેતુ છે.' જુઓ, અયોગી ભગવાનને અપક્રમથી મુક્ત કહ્યા હતા, જ્યારે સંસારીજીવો તે છે અપક્રમથી યુક્ત છે એમ કહે છે. તો ધર્માસ્તિકાય, છે અપકમથી યુક્ત એવા સંસારીઓની વિભાવગતિક્રિયાનો હેતુ છે. સંસારીઓ ચાર દિશામાં જાય કે ઉપર-નીચે જાય. એવી તેમની જે વિભાવગતિક્રિયા છે તેનો હેત (નિમિત્ત) ધર્માસ્તિકાય છે. કોની જેમ ? તો. દષ્ટાંત કહે છે “જેમ પાણી માછલાંને ગમનનું કારણ છે, તેમ તે ધર્મ તે જીવ-પુગલોને ગમનનું કારણ (નિમિત્ત) છે.” આમ ધર્માસ્તિકાય, જીવ-પુદગલોને ગમનનું નિમિત્ત છે. હવે ધર્માસ્તિકાયનું સ્વરૂપ કહે છે. “તે ધર્મ અમૂર્ત, આઠ સ્પર્શ રહિત, તેમ જ પાંચ વર્ણ, પાંચ રસ અને બે ગંધ વિનાનો, અગુરુલઘુત્વાદિ ગુણોના આધારભૂત લોકમાત્ર આકારવાળો (-લોકપ્રમાણ આકારવાળો), અખંડ એક પદાર્થ છે.” અહા! ચૌદ બ્રહ્માંડમાં ધર્માસ્તિકાય રહેલો છે, અને તે સ્પર્ધાદિ રહિત અખંડ એક અરૂપી પદાર્થ સહભાવી ગુણો છે અને ક્રમવર્તી પર્યાયો છે” એવું (શાસ્ત્રનું) વચન હોવાથી , સાથે રહેનારા ગુણો છે, ને ક્રમે થનારા પર્યાયો છે-આ શાસ્ત્રનું વચન છે, અર્થાત્ ઓમધ્વનિમાં આવેલી આ વાત છે. તો, તે ગુણ-પર્યાયો ધર્માસ્તિકાયને પણ હોય છે એમ કહેવું છે. ... એવું શાસ્ત્રનું) વચન હોવાથી ગતિના હેતુભૂત આ ધર્મદ્રવ્યને શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો હોય છે. ધર્માસ્તિકાયમાં પણ અનંતા શુદ્ધ ગુણો અને તેની અનંતી શુદ્ધ પર્યાયો હોય છે-એમ કહે છે. “અધર્મદ્રવ્યનો વિશેષગુણ સ્થિતિહેતુત્વ છે.” જુઓ, ગમન કરતાં જીવ-પુદ્ગલોને સ્થિર થવામાં અધર્માસ્તિકાય નિમિત્ત છે. એવી સ્થિતિહેતુત્વ એનો વિશેષગુણ છે આ અધર્મદ્રવ્યના (બાકીના) ગુણ-પર્યાયો જેવા તે ધર્માસ્તિકાયના (બાકીના) સર્વ ગુણ-પર્યાયો હોય છે. ધર્માસ્તિકાયના બાકીના ગુણ-પર્યાયો જેવા અધર્માસ્તિકાયના (બાકીના ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #386 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૦] ૩૭૧ ગુણ-પર્યાયો હોય છે આકાશનો, અવકાશદાનરૂપ લક્ષણ જ વિશેષગુણ છે ધર્મ અને અધર્મના બાકીના ગુણો આકાશના બાકીના ગુણો જેવા પણ છે.” જુઓ, ભાષા આમ ફેરવી છે. નહીંતર તો, આકાશના બાકીના ગુણો, ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાયના બાકીના ગુણો જેવા છે એમ જોઈએ. પરંતુ તેને બદલે “ધર્મ અને અધર્મના બાકીના ગુણો આકાશના બાકીના ગુણો જેવા પણ છે'—એમ લીધું છે. શું કીધું સમજાણું? કે ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાયના બાકીના ગુણો જેવા આકાશના બાકીના ગુણો છે એમ લેવું જોઈએ, પરંતુ તેમ ન લેતાં આમ લીધું છે કે આકાશના બાકીના ગુણો જેવા છે તેવા ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાયના પણ બાકીના ગુણો છે. -“આ પ્રમાણે (આ ગાથાનો) અર્થ છે.”—એ ગાથાનો અર્થ થયો. (અહીં એમ ખ્યાલમાં રાખવું કે) લોકાકાશ, ધર્મ અને અધર્મ સરખા પ્રમાણવાળાં હોવાથી કોઈ અલોકાકાશને ટૂંકાપણું-નાનાપણું નથી (અલોકાકાશ તો અનંત છે).' શું કીધું? અહા! આ ત્રણેય (લોકાકાશ, ધર્મ ને અધર્મ) આવા મોટા છે માટે અલોકાકાશ ટૂંકો થઈ ગયો છે એમ છે નહીં. અલોક તો અનંત..અનંત..અનંત-ચારે બાજુ અનંત છે. હવે મુનિરાજ શ્લોક શ્લોક ૪૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: અહીં એમ આશય છે કે-જે (દ્રવ્ય) ગમનનું નિમિત્ત છે.' જે' એટલે કે ધર્માસ્તિકાય ગમનનું નિમિત્ત છે. વળી, “જે (દ્રવ્ય) સ્થિતિનું કારણ છે, '...તો, અધર્માસ્તિકાય સ્થિતિનું નિમિત્ત છે. જુઓ, અહીં તેને “કારણ” કહ્યું છે. એકને (ધર્માસ્તિકાયને) નિમિત્તે કહ્યું છે, ને બીજાને (અધર્માસ્તિકાયને) કારણ કહ્યું છે. છતાં વાત તો એક જ છે. નિમિત્ત કહો કે કારણ કહો-અહીં એક જ અર્થ છે, કેમકે કારણને નિમિત્ત પણ કહેવાય છે, ને નિમિત્તને કારણ પણ કહેવાય છે. કેમકે નિમિત્ત વ્યવહાર કારણ છે ને? હવે કહે છે-“વળી બીજું જે (દ્રવ્ય ) સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે...' લ્યો, ઠીક; “સ્થાન દેવામાં પ્રવીણ છે” આકાશ સ્થાન દેવામાં પ્રવીણ છે એમ કહ્યું છે. “પ્રવીણ છે.' એટલે શું? એટલે કે બધાં દ્રવ્યો આકાશમાં રહે છે. તો, તે બધાને સમ્યફ દ્રવ્યરૂપે અવલોકીને...” અહા! તે બધાં સ્વતંત્ર પદાર્થો છે એમ જાણીને..-એમ કહે છે. અહા! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને આકાશ-એ ભગવાને જોયેલા જગતના અનાદિ-અનંત સ્વતંત્ર પદાર્થો છે.-આમ તેમને યથાર્થપણે સ્વતંત્ર દ્રવ્યો તરીકે સમજીને... “સમ્યક દ્રવ્યરૂપે અવલોકીને.”—એમ કહ્યું છે ને? તો, સમ્યક દ્રવ્યરૂપે જોઈને એટલે કે બધાં દ્રવ્યો સ્વતંત્ર છે, એકબીજાને કોઈ સંબંધ છે નહિ, અર્થાત્ કોઈને કારણે કોઈ દ્રવ્ય નથી-એમ યથાર્થપણે સમજીને... અહા ! આમ જોઈને, કહે છે “ભવ્યસમૂહ સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશો.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #387 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭ર [નિયમસાર પ્રવચન અહાહા...! હે ભવ્યો! સર્વદા ભગવાન આત્મા કે જે ત્રિકાળ જ્ઞાન ને આનંદસ્વરૂપ છે. તેમાં પ્રવેશો, તેમાં લીન થાઓ. પ્રશ્નઃ શું બધા ભવ્ય જીવોને આવો ઉપદેશ છે? સમાધાનઃ હા, જુઓને અહીંયાં “ભવ્યસમૂહુ' કહ્યો છે કે નહિ? ભવ્યસમૂહુ એટલે કે જે લાયક જીવો છે તે સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશો. લ્યો, આ કરવા જેવું છે. (બાકી બધાં થોથાં છે.) પ્રશ્ન: અવિને ઉપદેશ ન કરવો? સમાધાન: અભગિની તો વાત જ ક્યાં છે? અહીં તો ભવ્યસમૂહને આવું કહેવાનું છે, અર્થાત્ આવો ઉપદેશ છે-એમ કહે છે. પરંતુ તેને પહેલાં કાંઈક બીજું કહેવું, પ્રથમાનુયોગનો ઉપદેશ દેવો કે કષાય મંદ કરવાનું કહેવું-એમ ઉપદેશની ના પાડે છે. પ્રશ્નઃ પણ બધાય ભવ્યોને એક જ વાત? સમાધાન: હા; અહીંયાં ભવ્યોનો આખો સમૂહું કહ્યો છે ને? કાલે પણ “સમૂહુ' શબ્દ આવ્યો તો ને? તત્ત્વાર્થસમૂહ” (કળશ ૪૩), ને તે સિવાય “ભવ્યસમૂહ” (કળશ ૪૧) પણ આવ્યું હતું ને? જુઓ, ત્યાં આવ્યું છે કે “પરમ સુખપદનો અર્થી ભવ્યસમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે.' તો, બધે જ ઉપદેશ તો આવો જ છે ભાઈ ! અહા ! કરવાની વસ્તુ તો આ જ છે ભગવાન! બાકી બીજું શું કરવાનું હતું? બધું સમજી-સમજીને તેને કરવાનું તો આ છે કે-ભગવાન આત્મા કે જે નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપ છે તેમાં પ્રવેશ કરવો ને રાગનું આલંબન છોડવું. અને એ માટે આ બધો ઉપદેશ છે. જુઓ, અહીં પણ એ જ વાત આવી છે ને? કે ભવ્યસમૂહુ સર્વદા...” પાછી ભાષા કેવી છે? કે “સર્વદા..' એક તો બધા ભવ્યજીવોનો સમૂહું કહ્યો, ને પાછું સર્વદા કહ્યું છે. એટલે કે પહેલાં બીજું કરવું ને પછી આ કરવું એમ નહિ, પણ સર્વદા-સદાકાળ આ કરવું, સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશ કરવો. છે કે નહિ અંદર? (છે ને). હવે આવી વસ્તુ છે ત્યાં પહેલાં પછીનો (પહેલાં વ્યવહાર ને પછી નિશ્ચય એવો) પ્રશ્ન જ ક્યાં છે? કેમકે જે વસ્તુનો સ્વભાવ છે તેમાં આવો વ્યવહાર હોય તો નિશ્ચય થાય એવું છે જ નહિ, વ્યવહારથી નિશ્ચય થાય એ વસ્તુના સ્વરૂપમાં જ નથી. અહા! ભગવાન આત્મા ધ્રુવ જ્ઞાયકસ્વભાવી પ્રભુ છે; ને તેમાં ઊંડ-ઊંડે પ્રવેશ કર, તેમાં ઊંડ-ઊંડ જા, ત્યાં દષ્ટિ લગાવ ને ત્યાં હવે પ્રવેશ કર-એમ કહે છે. પ્રશ્નઃ શાસ્ત્રમાં આવે છે કે શ્રોતાને દેખીને ઉપદેશ કરવો? સમાધાન: એ આવે છે, એવું વ્યવહારનું કથન આવે છે. પરંતુ શ્રોતાને દેખીને-ઉપદેશ કરવો એટલે શું? કે અંદર એવો-ઉપદેશ દેવાનો વિકલ્પ આવે છે, હોય છે; ને તેથી ત્યાં એ જણાવ્યું છે. પણ ઉપદેશ તો, પંડિત શ્રી ટોડરમલજીએ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં (પ્રથમ અધિકારમાં) કહ્યું છે કે, જે મિથ્યાત્વ છે એના ત્યાગનો ને સ્વભાવમાં ઠરવાનો કરવો. કેમકે, ભાઈ, મોક્ષમાર્ગ જ ત્યાં છે; ને બીજે (ક્રિયાકાંડમાં ) મોક્ષમાર્ગ છે જ નહિ. બીજું તો જાણવા માટે છે, બસ. તો, તું પ્રયોજનભૂત વાતની સામે જો ને પ્રભુ! (બીજાથી શું કામ છે?). -એ ૩૦મી ગાથાનો કળશ થયો. હવે ગાથા ૩૧, કે જેમાં કાળની વ્યાખ્યા છે. આ ગાથા ગોમ્મસાર જીવકાંડમાં પણ છે. (ગાથા પ૭૭). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #388 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૧ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૩૧ समयावलिभेदेण दु दुवियप्पं अहव होइ तिवियप्पं । तीदो संखेज्जावलिहदसंठाणप्पमाणं તુ।। રૂ।। આવલિ-સમયના ભેદથી બે ભેદ વા ત્રણ ભેદ છે; સંસ્થાનથી સંખ્યાતગુણ આવલિપ્રમાણ અતીત છે. ૩૧. ૩૦૩ અન્વયાર્થ:- [ સમયાવલિમેવેન તુ] સમય અને આવલિના ભેદથી [દ્વિવિત્ત્વ: ] વ્યવહારકાળના બે ભેદ છે [ અથવા] અથવા [ત્રિવિ~: મતિ] (ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભેદથી ) ત્રણ ભેદ છે. [અતીત: ] અતીત કાળ [સંધ્યાતાવનિહતસંસ્થાનપ્રમાણ: તુ] (અતીત ) સંસ્થાનોના અને સંખ્યાત આવલિના ગુણાકાર જેટલો છે. ટીકાઃ- આ, વ્યવહારકાળના સ્વરૂપનું અને તેના વિવિધ ભેદોનું કથન છે. એક આકાશપ્રદેશે જે પરમાણુ રહેલો હોય તેને બીજો ૫૨માણુ મંદ ગતિથી ઓળંગે તેટલો કાળ તે સમયરૂપ વ્યવહા૨કાળ છે. એવા અસંખ્ય સમયોનો નિમેષ થાય છે, અથવા આંખ વિંચાય તેટલો કાળ તે નિમેષ છે. આઠ નિમેષની કાષ્ઠા થાય છે. સોળ કાષ્ઠાની કળા, બત્રીશ કળાની ઘડી, સાઠ ઘડીનું અહોરાત્ર, ત્રીશ અહોરાત્રનો માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુનું અયન અને બે અયનનું વર્ષ થાય છે. આમ આવલિ આદિ વ્યવહારકાળનો ક્રમ છે. આ પ્રમાણે વ્યવહારકાળ સમય અને આવલિના ભેદથી બે પ્રકારે છે અથવા અતીત, અનાગત અને વર્તમાનના ભેદથી ત્રણ પ્રકારે છે. આ (નીચે પ્રમાણે ), અતીત કાળનો વિસ્તાર કહેવામાં આવે છે: અતીત સિદ્ધોને સિદ્ધપર્યાયના “પ્રાદુર્ભાવસમયથી પહેલાં વીતેલો જે આવિલ આદિ વ્યવહારકાળ તે, તેમને સંસાર-અવસ્થામાં જેટલાં સંસ્થાનો વીતી ગયાં તેમના ‘જેટલો હોવાથી અનંત છે. (અનાગત સિદ્ધોને મુક્તિ થતાં સુધીનો ) અનાગત કાળ પણ અનાગત સિદ્ધોનાં જે મુક્તિપર્યંત અનાગત શરીરો તેમના જેટલો છે. આમ (આ ગાથાનો) અર્થ છે. એવી રીતે ( શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પંચાસ્તિકાયસમયમાં (૨૫ મી ગાથા દ્વારા ) કહ્યું છે કેઃ 66 [ગાથાર્થ:- ] સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત, માસ, ઋતુ, અયન અને વર્ષ-એ રીતે પરાશ્રિત કાળ (–જેમાં પરની અપેક્ષા આવે છે એવો વ્યવહારકાળ) છે. ,, વળી (૩૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) : ૧. પ્રાદુર્ભાવ = પ્રગટ થવું તે; ઉત્પન્ન થવું તે. ૨. સિદ્ધભગવાનને અનંત શીરો વીતી ગયાં; તે શરીરો કરતાં સંખ્યાતગુણી આવલિઓ વીતી ગઈ. માટે અતીત શીરો પણ અનંત છે અને અતીત કાળ પણ અનંત છે. અતીત શરીરો કરતાં અતીત આવલિઓ સંખ્યાતગુણી હોવા છતાં બન્ને અનંત હોવાથી બન્નેને અનંતપણાની અપેક્ષાએ સરખાં કહ્યાં છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #389 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૪ [નિયમસાર પ્રવચન (માલિની) समयनिमिषकाष्ठा सत्कलानाडिकाद्याद दिवसरजनिभेदाज्जायते काल एषः। न च भवति फलं मे तेन कालेन किंचिद् निजनिरूपमतत्त्वं शुद्धमेकं विहाय।। ४७।। [ શ્લોકાર્ચ- ] સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત વગેરે ભેદોથી આ કાળ (વ્યવહારકાળ) ઉત્પન્ન થાય છે; પરંતુ શુદ્ધ એક નિજ નિરૂપમ તત્ત્વને છોડીને, તે કાળથી મને કાંઈ ફળ નથી. ૪૭. ગાથા ૩૧: ટીકા ઉપરનું પ્રવચન: “આ, વ્યવહારકાળના સ્વરૂપનું અને તેના વિવિધ ભેદોનું કથન છે.' એક આકાશપ્રદેશે જે પરમાણુ રહેલો હોય તેને બીજો પરમાણુ મંદ ગતિથી ઓળંગે તેટલો કાળ...' લ્યો, ઠીક; અહીં ભાષા આવી છે કે પરમાણુ પરમાણુને ઓળંગે. તો, એનો અર્થ એ છે કે આકાશના એક પ્રદેશે રહેલો પરમાણુ, આકાશના બીજા પ્રદેશને ઓળંગે તેટલો કાળ, અહા ! તેટલો કાળ તે સમયરૂપ વ્યવહારકાળ છે.' એને એક સમય નામ નાનો (સુક્ષ્મ) વ્યવહારકાળ કહેવાય છે. હવે કહે છે-“એવા અસંખ્ય સમયોનો નિમેષ થાય છે, અથવા આંખ વિંચાય તેટલો કાળ તે નિમેષ છે.'—આ કાળનું એક માપ છે. હવે કહે છે “આઠ નિમેષની કાષ્ઠા થાય છે. સોળ કાખાની કળા, બત્રીસ કળાની ઘડી, સાઠ ઘડીનું અહોરાત્ર, ત્રીસ અહોરાત્રનો માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુનું અયન અને બે અયનનું વર્ષ થાય છે. આમ આવલિ આદિ વ્યવહારકાળનો ક્રમ છે. આ પ્રમાણે વ્યવહારકાળ સમય અને આવલિના ભેદથી બે પ્રકારે છે.' વ્યવહારકાળનો સમય તે એક પ્રકાર છે, ને આવલિ તે બીજો પ્રકાર છે. અથવા અતીત, અનાગત અને વર્તમાનના ભેદથી ત્રણ પ્રકારે છે.” જુઓ, પાઠમાં જ એ વાત છે કે-સમયાવત્રિમેળ ૩ સુવિયU બદવ દોડ઼ તિવિયપ્પા હવે કહે છે આ (નીચે પ્રમાણે), અતીત કાળનો વિસ્તાર કહેવામાં આવે છે: અતીત સિદ્ધોને સિદ્ધપર્યાયના પ્રાદુર્ભાવસમયથી પહેલાં વીતેલો જે આવલિ આદિ વ્યવહારકાળ તે, તેમને સંસાર-અવસ્થામાં જેટલાં સંસ્થાનો વીતી ગયાં તેમના જેટલો હોવાથી અનંત છે.' જુઓ, નીચે ફૂટનોટમાં અર્થ છે: “સિદ્ધભગવાનને અનંત શરીરો વીતી ગયાં; તે શરીરો કરતાં સંખ્યાતગુણી આવલિઓ વીતી ગઈ. માટે અતીત શરીરો પણ અનંત છે અને અતીત કાળ પણ અનંત છે. અતીત શરીરો કરતાં અતીત આવલિઓ સંખ્યાતગુણી હોવા છતાં બન્ને અનંત હોવાથી બન્નેને અનંતપણાની અપેક્ષાએ સરખાં કહ્યાં છે.' અહા! આવી મુનિની (પદ્મપ્રભમલધારિદેવની ) વાત પણ અજ્ઞાનીને ઠીક પડતી નથી. કારણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #390 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates - ૩૭૫ ગાથા-૩૧] કે એમાં નિશ્ચયની વાત એવી આવે કે-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષનો ઉપાય નિરપેક્ષ છે, તેમાં વ્યવહારની જરૂર નથી. અને એ માર્ગથી મોક્ષ થાય છે. હવે આ વાંચી-સાંભળીને અજ્ઞાનીને એમ થાય છે કે-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર નિરપેક્ષ છે! તો તો પછી આ અમારો બધો વ્યવહાર ઊડી ગયો! પણ ભાઈ ! ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ છે, શુદ્ધસ્વભાવથી ભરેલો છે, પૂર્ણ છે. માટે, તેના સ્વભાવનો આશ્રય કરવામાં પરની કોઈ અપેક્ષા છે જ નહીં. અહા ! તેના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થવામાં પરની કોઈ અપેક્ષા નથી. તો, પરની અપેક્ષા વિના જ, ને સ્વદ્રવ્યની અપેક્ષાના કારણે જે દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે તે નિરપેક્ષ તત્ત્વ છે, અને તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, અને તે એક જ મોક્ષમાર્ગ છે. અહા ! આવું સ્વરૂપ હોવા છતાં અજ્ઞાનીને વાંધા ઊઠે છે,-એમ કે વ્યવહાર હોય તો નિશ્ચય થાય, નિશ્ચયમાં વ્યવહારની અપેક્ષા જોઈએ. અરે! એણે અનાદિથી આવું જ કર્યું છે. હવે અહીં કહે છે-“(અનાગત સિદ્ધોને મુક્તિ થતાં સુધીનો) અનાગત કાળ પણ અનાગત સિદ્ધોનાં જે મુક્તિપર્યત અનાગત શરીરો તેમના જેટલો છે.” આમ (આ ગાથાનો) અર્થ છે.” હવે આધારરૂપે પંચાસ્તિકાયની ગાથા કહે છે. “એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસમયમાં (૨૫ મી ગાથા દ્વારા) કહ્યું છે કે સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત, માસ, ઋતુ, અયન અને વર્ષ-એ રીતે પરાશ્રિત કાળ (–જેમાં પરની અપેક્ષા આવે છે એવો વ્યવહારકાળ) છે.' વ્યવહારકાળ એ પરાશ્રિત કાળ છે. પરાશ્રિત છે એટલે કે પરની અપેક્ષાએ તેને સિદ્ધ કરવામાં આવે છે, અને એ તો આપણે ગાથામાં આવી ગયું છે. હવે મુનિરાજ પોતે શ્લોક કહે છે: શ્લોક ૪૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત વગેરે ભેદોથી આ કાળ (વ્યવહારકાળ ) ઉત્પન્ન થાય છે.” જુઓ, એ બધા જે સમય આદિ કહ્યા તે ભેદોથી વ્યવહારકાળ ઉત્પન્ન થાય છે. પરંતુ, શુદ્ધ એક નિજ નિરુપમ તત્ત્વને છોડીને...” શુદ્ધ એક નિજ નિરુપમ તત્ત્વ એટલે નિર્મળ, અભેદ, ચિદાનંદ આદિ અનંત સ્વભાવસ્વરૂપ, ને જેને કોઈ ઉપમા નથી એવું નિજ તત્ત્વ ભગવાન આત્મા. અહા ! આવા નિજ તત્ત્વને છોડીને, કહે છે, “તે કાળથી મને કાંઈ ફળ નથી.' અહા ! અભેદ રત્નત્રયના આશ્રયભૂત એવું જે દ્રવ્ય ભગવાન આત્મા છે તેને છોડીને, તે કાળથી મને કાંઈ ફળ નથીઃ કેમકે એવા દ્રવ્યને છોડીને પરકાળનું જ્ઞાન કરવામાં તો પરાધીન જ્ઞાન થાય છે. ને વિકલ્પ ઉત્પન્ન થાય છે, જ્યારે આત્માનો આશ્રય કરતાં તો નિર્વિકલ્પ આનંદ આવે છે–એમ કહે છે. હવે, કાળ એક વસ્તુ છે તે વાત વધારે (વિશેષપણે ) કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #391 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૬ [ નિયમસાર પ્રવચન ગાથા - ૩૨ जीवादु पोग्गलादो णंतगुणा चावि संपदा समया। लोयायासे संति य परमट्ठो सो हवे कालो।। ३२।। જીવોથી ને પુદ્ગલથી પણ સમયો અનંતગુણા કહ્યા; તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨. અન્વયાર્થ- [ સંપ્રતિ] હવે, [નીવાત્] જીવથી [પુનિત: ૨ પ] તેમ જ પુદ્ગલથી પણ [ અનંત ગુણT: ] અનંતગુણા [સમય:] સમયો છે; [૨] અને [નોછાવાશે સંતિ] જે (કાલાણુઓ) લોકાકાશમાં છે, [ સ: ] તે [પરમાર્થ: વાત: ભવેત્ ] પરમાર્થ કાળ છે. ટીકા - આ, મુખ્ય કાળના સ્વરૂપનું કથન છે. જીવરાશિથી અને પુદ્ગલરાશિથી અનંતગુણા છે. કોણ? સમયો. કાલાણુઓ લોકાકાશના પ્રદેશોમાં પૃથક પૃથક રહેલા છે, તે કાળ પરમાર્થ છે. એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૩૮ મી ગાથા દ્વારા) કહ્યું [ ગાથાર્થ:- ] કાળ તો અપ્રદેશી છે. પ્રદેશમાત્ર પુદ્ગલ-પરમાણુ આકાશદ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે અર્થાત્ નિમિત્તભૂતપણે પરિણમે છે.” આમાં (આ પ્રવચનસારની ગાથામાં) પણ ‘સમય’ શબ્દથી મુખ્યકાલાણુનું સ્વરૂપ કહ્યું છે. વળી અન્યત્ર (આચાર્યવર શ્રી નેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્રવ્યસંગ્રહમાં ૨૨ મી ગાથા દ્વારા) કહ્યું છે કે [ગાથાર્થ- ] લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાલાણ રત્નોના રાશિની માફક ખરેખર સ્થિત છે, તે કાલાણુઓ અસંખ્ય દ્રવ્યો છે.” વળી માર્ગપ્રકાશમાં પણ (શ્લોક દ્વારા ) કહ્યું છે કે [શ્લોકાર્ચ- ] કાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય; અને પરિણમન ન હોય તો, દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય; એ રીતે સર્વના અભાવનો (શૂન્યનો) પ્રસંગ આવે.” વળી (૩૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છે ) : (અનુણુમ ) वर्तनाहेतुरेष: स्यात् कुम्भकृचक्रमेव तत्। पंचानामस्तिकायानां नान्यथा वर्तना भवेत्।। ४८।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #392 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૨] ૩૭૭ [શ્લોકાર્ચ- ] કુંભારના ચક્રની માફક (અર્થાત્ જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત છે તેમ), આ પરમાર્થકાળ (પાંચ અસ્તિકાયોની) વર્તનાનું નિમિત્ત છે. એના વિના, પાંચ અસ્તિકાયોને વર્તના (-પરિણમન) હોઈ શકે નહિ. ૪૮. | (સનુણુમ ) प्रतीतिगोचराः सर्वे जीवपुद्गलराशयः। ધર્માધર્મનમ:વાના: સિદ્ધી: સિદ્ધાંતપતેઃ ૪૧TT [ શ્લોકાર્ચ- ] સિદ્ધાંત પદ્ધતિથી (શાસ્ત્રપરંપરાથી) સિદ્ધ એવાં જીવરાશિ, પુદ્ગલરાશિ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ બધાંય પ્રતીતિગોચર છે (અર્થાત્ છયે દ્રવ્યોની પ્રતીતિ થઈ શકે છે). ૪૯. ગાથા-૩૨ ટીકા ઉપરનું પ્રવચન: આ, મુખ્ય કાળના સ્વરૂપનું કથન છે.' જુઓ, કાળદ્રવ્યને અહીં સિદ્ધ કરે છે હોં. શ્વેતાંબરમતવાળા કાળદ્રવ્યને માનતા નથી ને? તેથી અહીં સિદ્ધ કરે છે કે અનાદિ સનાતન માર્ગમાં છ દ્રવ્ય છે અને તેમાં એક કાળદ્રવ્ય છે. તો, કહે છે “જીવરાશિથી અને પુદ્ગલરાશિથી અનંતગુણા છે. કોણ? સમયો.' -સમયો હ, પણ કાળદ્રવ્ય નહિ. કાલાણુઓ લોકાકાશના પ્રદેશોમાં પૃથક પૃથક રહેલા છે, તે કાળ પરમાર્થ છે.” જુઓ, સમય આદિને વ્યવહારકાળ કહ્યો, અને તે સમયોને જીવ તથા પુદ્ગલ કરતાં અનંતગુણા કહ્યા. જ્યારે લોકાકાશના એક એક પ્રદેશ ઉપર પૃથક પૃથક્ જે અસંખ્ય કાલાણ રહ્યા છે તે મૂળ કાળ પદાર્થ છે એમ કહે છે. તો, કાળ નામનો અરૂપી એક પદાર્થ છે. અહા ! જેટલાં-છ દ્રવ્યો છે તેટલાં ન માને તેને એક સમયના પર્યાયના સામર્થ્યની પણ પ્રતીતિ નથી. કારણ કે જ્ઞાનની એક સમયની પર્યાયમાં છ દ્રવ્યોને જાણવાની તાકાત છે. શું કીધું? ભાઈ, છે દ્રવ્યને જાણવાની તાકાતવાળો એ જ્ઞાનપર્યાય છે. માટે એ જે છ દ્રવ્ય છે તેમાંથી કોઈ એક દ્રવ્યને પણ જો ન માને તો એણે જ્ઞાનની એક સમયની પર્યાયની એવડી (છ દ્રવ્યને જાણવાની જે) તાકાત છે તેને માની નથી. (અને તેથી એણે પોતાને પણ માન્યો નથી). એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પ્રવચનસારમાં (૧૩૮ મી ગાથા દ્વારા ) કહ્યું કાળ તો અપ્રદેશ છે.' જુઓ, કાળને (બહુ ) પ્રદેશ નથી, અને બે કાળ દ્રવ્યો ભેગા પણ થતા નથી. પરમાણુ તો ભેગા થયેલા દેખાય છે, રજકણ એકઠા થાય છે, પણ બે કાલાણ ભેગા થતા નથી. તો, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #393 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૮ નિયમસાર પ્રવચન પ્રદેશમાત્ર પુદગલ-પરમાણુ આકાશદ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય...' જુઓ, પાછી એ વાત આવી. પણ પ્રવચનસારની શૈલીમાં આવી. પહેલાં (ગા. ૩૧માં) “આકાશપ્રદેશે જે પરમાણુ રહેલો હોય તેને બીજો પરમાણુ મંદ ગતિથી ઓળંગે.”—એમ હતું. જ્યારે અહીંયાં “પ્રદેશમાત્ર પુદ્ગલ-પરમાણુ આકાશદ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે અર્થાત્ નિમિત્તભૂતપણે પરિણમે છે.'—એમ છે. આમાં (આ પ્રવચનસારની ગાથામાં) પણ “સમય” શબ્દથી મુખ્યકાલાણુનું સ્વરૂપ કહ્યું છે.' “વળી અન્યત્ર (આચાર્યવર શ્રીનેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્રવ્યસંગ્રહમાં રરમી ગાથા દ્વારા) કહ્યું છે કે: લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાલાણુ રત્નોના રાશિની માફક ખરેખર સ્થિતિ છે, તે કાલાણુઓ અસંખ્ય દ્રવ્યો છે.” અહા! આ કાલાણુ સ્વતંત્ર વસ્તુ છે. ( અર્થાત્ કાળદ્રવ્ય છે.) “વળી માર્ગપ્રકાશમાં પણ (શ્લોક દ્વારા) કહ્યું છે કેકાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય.' અહા! કાળદ્રવ્ય સિદ્ધ કરવું છે ને? નિમિત્તપણે કાળદ્રવ્ય સિદ્ધ કરવું છે તેથી આમ કહ્યું છે હો. બાકી કાળના અભાવમાં, દ્રવ્યનું જે પરિણમન છે તે પરિણમન ન હોય.-શું એવું છે? પ્રશ્નઃ પણ શાસ્ત્રમાં આવે છે કે જે કાળદ્રવ્ય ન હોય તો પરિણમન ન હોય. માટે, કાળને લઈને જ પરિણમન છે ને ? સમાધાન: ભાઈ ! શું કોઈ દ્રવ્ય કોઈ સમયે પર્યાય વિનાનું હોય છે કે જેથી કાળદ્રવ્યને લઈને તેનું પરિણમન હોય? અહીં તો કાળદ્રવ્યના નિમિત્તપણાની સિદ્ધિ કરવી છે કે દરેક દ્રવ્યના પરિણમનમાં એક કાળ નામનું દ્રવ્ય નિમિત્ત હોય છે, અને તેથી એમ કહ્યું છે કે કાળના અભાવમાં પદાર્થનું પરિણમન ન હોય. બસ, આટલી વાત છે. પણ શું થાય? અરે! ક્યા નયનું કથન છે, ને અજ્ઞાની શું કરે છે? (કેવું માને છે?) ભાઈ, અજ્ઞાની સાથે વાંધા જ આ ઉઠયા છે ને? પ્રશ્ન: પણ શાસ્ત્રમાં લખ્યું હોય તે બધું સાચું. સમાધાનઃ પરંતુ શાસ્ત્રમાં કયા નયનું કથન છે તે જાણવું જોઈએ ને? તે જાણે નહીં એટલે બધો ગોટો ઉઠ છે. તો, કહે છે-“કાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય અને પરિણમન ન હોય તો, દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય....' ભાઈ, જો પદાર્થનું પરિણમન ન હોય તો પદાર્થ જ ન હોય, અને પર્યાય પણ ન હોય. એ રીતે સર્વના અભાવનો (શૂન્યનો ) પ્રસંગ આવે.' આ તો કાળને સિદ્ધ કરે છે કે કાળ નામનો પદાર્થ છે, અને તે સર્વ દ્રવ્યોને પરિણમનમાં નિમિત્ત છે, બસ. ભાઈ, “કાળ નામનો પદાર્થ જેણે ઉડાડ્યો છે તેને સ્વકાળનો અનુભવ નથી” –આમ ઘણા વર્ષ પહેલાં, લગભગ સંવત ૧૯૮૯માં, એકવાર કહ્યું હતું. નારણભાઈ સાથે અંદર ચર્ચા ચાલતી હોય ને? તો ત્યારે એકવાર કહ્યું “તું કે કાલાણુ-કાળદ્રવ્યને જેણે નથી માન્યું તેનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #394 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૨ ] ૩૭૯ કાળ ફર્યો જ નથી, એટલે કે તેને અનુભવનો સ્વકાળ થયો જ નથી; કેમકે જો અનુભવનો સ્વકાળ થાય તો, કાળદ્રવ્ય તેમાં નિમિત્ત છે એમ કાળદ્રવ્ય પણ તેની પ્રતીતિમાં આવે જ. હવે, પોતે મુનિરાજ બે શ્લોક કહે છે: શ્લોક ૪૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ ‘કુંભારના ચક્રની માફક (અર્થાત્ જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત ૫રમાર્થકાળ (પાંચ અસ્તિકાયોની ) વર્તનાનું નિમિત્ત છે.’ પાંચ દ્રવ્યોને, આ (કાળ ) દ્રવ્ય નિમિત્ત છે. કાળ બધાના પરિણમનમાં નિમિત્ત છે. · એના વિના, પાંચ અસ્તિકાયોને વર્તના (-પરિણમન ) હોઈ શકે નહીં.’ તેમ, ) આ ઉ૫૨ કાળદ્રવ્યને સિદ્ધ કર્યું છે ને? અને અહીં પણ કાળદ્રવ્ય સિદ્ધ કરે છે એટલે આમ કહ્યું છે. પણ આ વાંચીને અજ્ઞાની વાંધો કાઢે છે કે કાળદ્રવ્ય હોય તો બધા પરિણમે, અને જો કાળદ્રવ્ય ન હોય તો કોઈ ન પરિણમે. પણ ભાઈ, એનો અર્થ એ છે કે અહીંયાં દ્રવ્ય પરિણમે છે ત્યારે તે કાળદ્રવ્ય (નિમિત્તપણે ) હોય છે. બસ, આટલી વાત છે. બાકી નિશ્ચયથી તો દ્રવ્યનું પરિણમન સ્વકાળે પોતાના કારણે થાય છે. એટલે કે ૫૨ની અપેક્ષા વિના જ દ્રવ્ય પરિણમે છે; પરંતુ ત્યારે એક બીજું દ્રવ્ય નિમિત્તરૂપે હોય છે. અને તેથી તેનું સાપેક્ષપણું વ્યવહારે ગણવામાં આવ્યું છે. નિમિત્તની અપેક્ષાએ કહેવું તે વ્યવહાર છે, ને પોતાની અપેક્ષાએ કહેવું તે નિશ્ચય છે. –એ ૪૮મો કળશ કહ્યો. હવે ૪૯મો કળશ. શ્લોક ૪૯: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન: ‘સિદ્ધાંતપદ્ધતિથી ( શાસ્ત્રપરંપરાથી) સિદ્ધ એવાં જીવરાશિ, પુદ્દગલરાશિ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ બધાંય પ્રતીતિગોચર છે (અર્થાત્ છ યે દ્રવ્યોની પ્રતીતિ થઈ શકે છે).’ જુઓ, સિદ્ધાંતપદ્ધતિથી અનાદિના આ દ્રવ્યો છે એમ કહે છે. ભગવાનના સિદ્ધાંતોની પદ્ધતિથીપરંપરાથી સિદ્ધ એવાં દ્રવ્યોની રાશિ આ પ્રમાણે છેઃ જીવરાશિ અનંત છે, પુદ્દગલરાશિ અનંતાનંત છે, ધર્મ, અધર્મ ને આકાશ એક એક છે; તથા કાળ અસંખ્ય છે. અને આ છ યે દ્રવ્યોની પ્રતીતિ થઈ શકે છે-એમ કહે છે. અહા ! સંપ્રદાયમાં તો ઝઘડા જ છે. જેનાથી જુદા પડયા છીએ તેમાં પણ ઝઘડા છે, ને જેની સાથે રહ્યા છીએ તેમાં પણ અર્થ કરવાના ઝઘડા છે. અરે! કોઈ વ્યક્તિ પ્રત્યે શું છે? આપણે તો શાંતિથી જોવું જોઈએ કે આ શાસ્ત્ર શું કહેવા માગે છે, શું વસ્તુ છે. અહીં પણ એમ જ કહ્યું છે ને કે અનાદિ સિદ્ધાંતપરંપરાથી સિદ્ધ એવાં જીવાશિ, પુદ્દગલરાશિ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ-બધાંય પ્રતીતિગોચર છે. અર્થાત્ એ કાળ પણ વસ્તુ છે, ને તે કાલાણુ પદાર્થ અસંખ્ય છે. આમ છતાં શ્વેતાંબરે એક સમયની પર્યાયને જ કાળદ્રવ્ય ગણીને બીજું કાળદ્રવ્ય કોઈ નથી એમ કહ્યું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #395 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૦ [નિયમસાર પ્રવચન છે. તેઓ એ પર્યાય જ કાળદ્રવ્ય છે એમ કહે છે. અહા! જીવ-અજીવની પર્યાય છે તેનો કાળ-સ્વકાળ છે ને? તો તે જ કાળ દ્રવ્ય છે, પણ તેનાથી જૂદું બીજું કોઈ કાળદ્રવ્ય નથી એમ શ્વેતાંબરમાં કહે છે. અહા! દ્રવ્યની દરેક પર્યાયનો જે સ્વકાળ છે તેને જ કાળદ્રવ્ય શ્વેતાંબરે માની લીધું છે. એવું છે ભાઈ ! વળી કોઈ એમ કહે છે કે-કાળ દ્રવ્ય હોય તો દ્રવ્ય પરિણમે, અને તે ન હોય તો દ્રવ્ય ન પરિણમે. પણ ભાઈ! નિમિત્ત કે દિ' નથી. છતાં અજ્ઞાની કહે છે કે-નહીં, નિમિત્ત આવે તો દ્રવ્ય પરિણમે, ને નિમિત્ત ન આવે તો દ્રવ્ય ન પરિણમે. પણ ભાઈ! શું નિમિત્ત ન હોય તો દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય રોકાઈ જાય ? ના; એમ તો બની શકે નહીં, કેમકે એનું તો ધારાવાહી પરિણમન હોય જ છે. પ્રશ્ન: ધર્માસ્તિકાય આગળ નથી માટે સિદ્ધ આગળ-ઉપર જતા નથી. તેવી રીતે કાળ ન હોય તો પરિણમન ન થાય. સમાધાનઃ અરેરે...! સિદ્ધને પણ પરતંત્ર માન્યા ! (ને વસ્તુને પણ ! ) પ્રશ્નઃ પણ તે સિવાય અનેકાન્ત ન થાય ને? અનેકાન્ત ત્યારે કહેવાય કે જ્યારે સિદ્ધ થંચિત્ સ્વતંત્ર, ને ક ંચિત્ પરતંત્ર હોય! સમાધાનઃ ભાઈ ! અહીં તો કહે છે-સિદ્ધ સર્વથા સ્વતંત્ર છે, ને પરતંત્ર જરીયે નથી. આનું નામ અનેકાન્ત છે. શું થાય ? અરેરે... ( અજ્ઞાનીને બધું વિપરીત જ ભાસે છે). –એ ૩૨મી ગાથા થઈ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #396 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૩] ૩૮૧ ગાથા - ૩૩ जीवादीदव्वाणं परिवट्टणकारणं हवे कालो। धम्मादिचउण्हंणं सहावगुणपज्जया होति।।३३।। જીવપુદ્ગલાદિ પદાર્થને પરિણમનકારણ કાળ છે; ધર્માદિ ચાર સ્વભાવગુણપર્યાયવંત પદાર્થ છે. ૩૩. અન્વયાર્થ- [ નીવાવિદ્રવ્યાણાન] જીવાદિ દ્રવ્યોને [પરિવર્તનવારન] પરિવર્તનનું કારણ (વર્તનાનું નિમિત્ત) [la: ભવેત્] કાળ છે. [વર્ષાવિતુર્ણ ] ધર્માદિ ચાર દ્રવ્યોને [સ્વભાવગુણપર્યાયા:] સ્વભાવગુણપર્યાયો [ભવંતિ] હોય છે. ટીકાઃ- આ, કાળાદિ શુદ્ધ અમૂર્ત અચેતન દ્રવ્યોના સ્વભાવગુણપર્યાયોનું કથન છે. મુખ્યકાળદ્રવ્ય, જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશની (—પાંચ અસ્તિકાયોની) પર્યાયપરિણતિનો હેતુ હોવાથી તેનું લિંગ પરિવર્તન છે (અર્થાત્ કાળદ્રવ્યનું લક્ષણ વર્તના હેતુત્વ છે) એમ અહીં કહ્યું છે. હવે (બીજી વાત એ કે), ધર્મ, અધર્મ, આકાશ અને કાળને સ્વજાતીય કે વિજાતીય બંધનો સંબંધ નહિ હોવાથી તેમને વિભાવગુણપર્યાયો હોતા નથી, પરંતુ સ્વભાવગુણપર્યાયો હોય છે એમ અર્થ છે. તે સ્વભાવગુણ પર્યાયોનું પૂર્વે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેથી જ અહીં સંક્ષેપથી સૂચન કરવામાં આવ્યું છે. [હવે ૩૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે] (માલિની) इति विरचितमुचैर्द्रव्यषट्कस्य भास्वद् विवरणमतिरम्यं भव्यकर्णामृतं यत्। तदिह जिनमुनिनां दत्तचित्तप्रमोदं भवतु भवविमुक्त्यै सर्वदा भव्यजन्तोः।। ५० ।। [ શ્લોકાર્ચ- ] એ રીતે ભવ્યોનાં કર્ણોને અમૃત એવું જે છ દ્રવ્યોનું અતિ રમ્ય દેદીપ્યમાન (-સ્પષ્ટ) વિવરણ વિસ્તારથી કરવામાં આવ્યું, તે જિનમુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું પદ્રવ્યવિવરણ ભવ્ય જીવને સર્વદા ભવવિમુક્તિનું કારણ હો. ૫). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #397 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૨ [ નિયમસાર પ્રવચન ગાથા ૩૩: ટીકા ઉપરનું પ્રવચન: આ, કાળાદિ શુદ્ધ અમૂર્ત અચેતન દ્રવ્યોના સ્વભાવગુણપર્યાયોનું કથન છે.” જુઓ, કાળાદિ અમૂર્ત અચેતન દ્રવ્યોને સ્વભાવગુણો ને સ્વભાવપર્યાયો જ હોય છે. તેમાં, “મુખ્યકાળદ્રવ્ય જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશની (-પાંચ અસ્તિકાયોની) પર્યાયપરિણતિનો હેતુ હોવાથી...” શું કીધું? કાળદ્રવ્ય પાંચે અસ્તિકાયોની પર્યાયપરિણતિનો હેતુ છે. તેથી, “તેનું લિંગ પરિવર્તન છે (અર્થાત્ કાળદ્રવ્યનું લક્ષણ વર્તનાહેતુત્વ છે) એમ અહીં કહ્યું છે.' “પર્યાયપરિણતિનો હેતુ”-એમ ભાષા છે ને? તો તેનો અર્થ એ છે કે જે વર્લે (પરિણમે) છે તેને નિમિત્ત કાળદ્રવ્ય છે, અને તેથી તેનું લક્ષણ વર્તનાહેતુત્વ છે. અહા ! પર્યાયપરિણતિનો હેતુ છે એટલે કે જીવની, પુદ્ગલની, ધર્મની, અધર્મની અને આકાશની અવસ્થા-પર્યાય પરિણમે છે. તેનો હેતુ કાળદ્રવ્ય છે; અને તેથી તેનું લિંગ પરિવર્તન છે. અર્થાત્ કાળનું લક્ષણ વર્તનાહેતુત્વ છે-એમ તેનો અર્થ છે. હવે (બીજી વાત એ કે, ધર્મ, અધર્મ, આકાશ અને કાળને સ્વજાતીય કે વિજાતીય બંધનો સંબંધ નહિ હોવાથી.' લ્યો, ધર્મ, અધર્મ, આકાશ અને કાળને સ્વજાતીય સાથે સંબંધ નથી અને (વિજાતિય) પરની સાથે પણ કાંઈ સંબંધ નથી. અરે, પરમાણુની સાથે પણ સંબંધ નથી-એમ કહે છે. માટે, “તેમને વિભાવગુણપર્યાયો હોતા નથી. પરંતુ સ્વભાવગુણપર્યાયો હોય છે-એમ અર્થ છે.' જુઓ, સજાતીય સાથે કે વિજાતીય પર સાથે સંબંધ નહિ હોવાથી ધર્મ, અધર્મ, આકાશ ને કાળને વિભાવગુણપર્યાયો હોતા નથી. પણ તેમના બધા જ ગુણ ને પર્યાયો અનાદિથી શુદ્ધ સ્વભાવિક હોય છે. લ્યો, એમ અર્થ છે. તે સ્વભાવગુણપર્યાયોનું પૂર્વે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેથી જ અહીં સંક્ષેપથી સૂચન કરવામાં આવ્યું છે.' શ્લોક ૫૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: એ રીતે ભવ્યોનાં કર્ણોને અમૃત એવું..” અહા! ભવ્ય જીવોને આવાં છ દ્રવ્યો છે એ વાત કાન દ્વારા શ્રવણમાં આવે તે અમૃત છે એમ કહે છે. અર્થાત્ લાયક પ્રાણીને આ છ દ્રવ્યોની પ્રતીતિ થાય છે એમ કહે છે. તો, એવું જે છ દ્રવ્યોનું અતિ રમ્ય દેદીપ્યમાન (સ્પષ્ટ) વિવરણ વિસ્તારથી કરવામાં આવ્યું, તે જિનમુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું...' લ્યો, આ છ દ્રવ્યોનું વિવરણ વીતરાગી દષ્ટિવંત ને વીતરાગી ચારિત્રવંત એવા મુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું છે. એટલે કે તેમને એ જાતનો વિકલ્પ હોય છે કે અહો! ભગવાને આવી છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #398 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૩] દ્રવ્યો કહ્યાં છે. તો, કહે છે ૩૮૩ આવું ‘ ષટદ્રવ્યવિવરણ ભવ્ય જીવને સર્વદા ભવવિમુક્તિનું કારણ હો.' અહા ! છ દ્રવ્યનું વાસ્તવિક જ્ઞાન કરીને જે સ્વભાવ તરફ ઢળે છે તેને તે જ્ઞાન ભવમુક્તિનું કારણ થાય છે. અહા! છ દ્રવ્ય છે ને? તો તેમાંથી એક પણ દ્રવ્યને જો કોઈ ઓછું માને તો તેણે પર્યાયના સામર્થ્યને માન્યું નથી, પર્યાયને જ માની નથી. અને જો પર્યાયને માની નથી તો દ્રવ્યને પણ ક્યાંથી માને ? એ તો ભાઈ ! પર્યાયમાં આવું સામર્થ્ય છે એમ જાણીને દ્રવ્યનો આશ્રય કરે તો તેને ધર્મ થાય. બહુ ઝીણી વાત ભાઈ! કોઈને એમ થાય કે આના કરતાં તો એકેન્દ્રિય ને બે-ઈન્દ્રિય આદિની દયા પાળવી કે બીજું કરવું એ સહેલું સટ છે. આવે છે ને કે ‘દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ; અનંત જીવ મુક્તિ ગયા, દયા તણા પરિણામ.’ હવે આવું કહો તો બધાને સમજાય પણ ખરું. લ્યો, અજ્ઞાની આમ કહે છે. પણ ભાઈ! અનંત જીવ શાનાથી મુક્તિ ગયા ? સ્વદયાથી કે પદયાથી ? સ્વદયાથી હોં. બીજાને બચાવવાનો ભાવ એ પદયા છે, અને એ તો રાગ છે, ધર્મ નહિ. અરે! સંપ્રદાયમાં તો પરદયાની જ વાત છે! વાંધા જ આ છે ને? જ્યાં જ્યાં શાસ્ત્રમાં દયાની વાત આવે ત્યાં દયા એટલે પરદયા, અને પદયા એટલે જ ધર્મ, બસ. લ્યો, અજ્ઞાની આમ કહે છે. પણ ભાઈ ! દયાના બે પ્રકાર છે. પ્રશ્ન: પણ બે પ્રકાર કરો છો શું કરવા ? સમાધાનઃ શાસ્ત્રમાં આવે છે એટલે. નિશ્ચયનયથી દયા ( સ્વદયા ) અને વ્યવહારનયથી દયા (પરદયા )–એવાબે પ્રકાર છે. પ્રશ્નઃ નિશ્ચય-વ્યવહાર એવા ભેદ શા માટે કરો છો? સમાધાનઃ બે નય છે માટે કરીએ છીએ. નિશ્ચયદયા એટલે ભગવાન આત્મા કે જે અંદર રાગ ને વિકલ્પ વિનાનો નિર્વિકલ્પ પ્રભુ તેનાં શ્રદ્ધા, જ્ઞાન ને રમણતાં. અને એ જ સાચી દયા છે; કે જેનાથી સંસારથી મુક્તિ થઈને સિદ્ધ થવાય છે. અહા! સ્વદયા એ જ સાચી દયા છે. બાકી પરની દયાનો ભાવ તો વિકલ્પ, રાગ છે; અને તેમાં ખરેખર તો પોતાની હિંસા છે. -એ ગાથા ૩૩ પૂરી થઈ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #399 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૪ [નિયમસાર પ્રવચન ગાથા - ૩૪ एदे छद्दव्वाणि य कालं मोत्तूण अत्थिकाय त्ति। णिद्दिट्ठा जिणसमये काया हु बहुप्पदेसत्तं ।। ३४ ।। જિનસમયમાંહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે; તે અસ્તિકાય કહ્યા; અનેકપ્રદેશયુત તે કાય છે. ૩૪. અન્વયાર્થઃ- [વાન્ન મુવી ] કાળ છોડીને [પ્તાનિ પહદ્રવ્યાળિ ૨] આ છ દ્રવ્યોને (અર્થાત્ બાકીનાં પાંચ દ્રવ્યોને) [ નિત્તસમયે] જિનસમયમાં (જિનદર્શનમાં ) [ સ્તિવાયા: તિ] “અસ્તિકાય” [ નિર્વિ: ] કહેવામાં આવ્યાં છે. [ વહુપ્રવેશત્વમ્] બહુપ્રદેશીપણું [ સુ વાય] તે કાયત્વ છે. ટીકા- આ ગાથામાં કાળદ્રવ્ય સિવાય પૂર્વોક્ત દ્રવ્યો જ પંચાસ્તિકાય છે એમ કહ્યું છે. અહીં (આ વિશ્વમાં) કાળ દ્વિતીયાદિ પ્રદેશ રહિત (અર્થાત એક કરતાં વધારે પ્રદેશો વિનાનો) છે, કારણ કે “સમનો પૂવૅસો (કાળ અપ્રદેશી છે)” એવું (શાસ્ત્રનું) વચન છે. આને દ્રવ્યપણું જ છે, બાકીનાં પાંચને કાયપણું (પણ) છે જ. બહુ પ્રદેશોના સમૂહવાળું હોય તે “કાય છે. “કાય” કાય જેવાં (-શરીર જેવાં અર્થાત્ બહુપ્રદેશોવાળાં) હોય છે. અસ્તિકાયો પાંચ છે. અસ્તિત્વ એટલે સત્તા. તે કેવી છે? મહાસત્તા અને અવાંતરસત્તા-એમ સપ્રતિપક્ષ છે. ત્યાં, સમસ્ત વસ્તુવિસ્તારમાં વ્યાપારી તે મહાસત્તા છે, પ્રતિનિયત વસ્તુમાં વ્યાપનારી તે અવાંતરસત્તા છે; સમસ્ત વ્યાપક રૂપમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત એક રૂપમાં વ્યાપારી તે અવાંતરસત્તા છે; અનંત પર્યાયોમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત એક પર્યાયમાં વ્યાપનારી તે અવાંતરસત્તા છે. પદાર્થનો મસ્તિ' એવો ભાવ તે અસ્તિત્વ છે. આ અસ્તિત્વથી અને કાયત્વથી સહિત પાંચ અસ્તિકાયો છે. કાળદ્રવ્યને અસ્તિત્વ જ છે, કાયત નથી, કારણ કે કાયની માફક તેને બહુ પ્રદેશોનો અભાવ છે. | [ હવે ૩૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:] (માર્યા) इति जिनमार्गाम्भोधेरुद्धृता पूर्वसूरिभिः प्रीत्या। षड्द्रव्यरत्नमाला कंठाभरणाय भव्यानाम्।। ५१।। ૧. સપ્રતિપક્ષ = પ્રતિપક્ષ સહિત વિરોધી સહિત. (મહાસત્તા અને અવાંતરસતા પરસ્પર વિરોધી છે.) ૨. પ્રતિનિયત = નિયત નિશ્ચિત; અમુક જ. ૩. રિસ્ત = છે. (અસ્તિત્વ = હોવાપણું) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #400 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૪] ૩૮૫ [ શ્લોકાર્ચ- ] એ રીતે જિનમાર્ગરૂપી રત્નાકરમાંથી પૂર્વાચાર્યોએ પ્રીતિપૂર્વક પદ્ધવ્યરૂપી રત્નોની માળા ભવ્યોના કંઠના આભરણને અર્થે બહાર કાઢી છે. ૫૧. ગાથા ૩૪: ટીકા ઉપરનું પ્રવચન: _“છવ્વાળિ...' લ્યો, આમાં તો આ ચોખ્ખો પાઠ છે કે છ દ્રવ્યો છે. વળી, “fણદિઠ્ઠા નિમિયે...' વીતરાગના શાસ્ત્રમાં તો આમ છે (કે છ દ્રવ્યો છે, એમ અહીં કહે છે. હવે ટીકા “આ ગાથામાં કાળદ્રવ્ય સિવાય પૂર્વોક્ત દ્રવ્યો જ પંચાસ્તિકાય છે એમ કહ્યું છે.' જુઓ, કાળ અસ્તિકાય નથી ને? કાળ અસ્તિ છે, પણ કાય-પ્રદેશોનો સમૂહુ-તેમાં નથી. જ્યારે બાકીનાં પાંચ દ્રવ્યો (જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ ને આકાશ) અસ્તિકાય છે. માટે, તેઓથી કાળ જુદો પડે છે. પરંતુ બીજાં પાંચ દ્રવ્યોથી તે કાળ જુદો પડે છે માટે તે અતિ પણ નથી એમ નથી. એ જ વાત કહે છે: અહીં (આ વિશ્વમાં) કાળ દ્વિતીયાદિ પ્રદેશ રહિત (અર્થાત એક કરતાં વધારે પ્રદેશો વિનાનો ) કાળને, કહે છે, બે કે બેથી વધારે પ્રદેશ હોતા નથી, અર્થાત્ કાળ એક કરતાં વધારે પ્રદેશો વિનાનો છે. કારણ કે, કારણ કે “સમો 31પૂવેસો (કાળ અપ્રદેશ છે) ” એવું શાસ્ત્રનું) વચન છે. આને દ્રવ્યપણું જ છે, બાકીના પાંચને કાયપણું (પણ) છે જ.' જુઓ, શું કીધું? કે કાળ અપ્રદેશી છે એવું શાસ્ત્રનું વચન છે. તેથી તેને વસ્તુપણું-દ્રવ્યપણું જ છે. અહા! કાળ સિવાયનાં પાંચ દ્રવ્યોને દ્રવ્યપણું પણ છે ને કાયપણું પણ છે, જ્યારે કાળને દ્રવ્યપણું છે, પણ કાયપણું નથી. બહુ પ્રદેશોના સમૂહવાળું હોય તે “કાય” છે.” જુઓ, આ કાયની વ્યાખ્યા કરી કે જેના ઘણા પ્રદેશો હોય-બથી માંડીને જેના અનંત પ્રદેશ હોય–તેને કાય કહે છે. તો, કાય” કાય જેવાં (શરીર જેવાં અર્થાત્ બહુપ્રદેશોવાળાં) હોય છે. અસ્તિકાયો પાંચ છે.” લ્યો, જુઓ, કાય જેવાં અર્થાત્ બહુપ્રદેશોવાળાં હોય તે કાય છે, ને તે પાંચ છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, જીવ અને પુદ્ગલને કાય કહ્યા, કેમકે તેઓ ઘણા પ્રદેશોના સમૂહવાળાં છે. હવે કહે છે “અસ્તિત્વ એટલે સત્તા.' શું કીધું? હોવાપણું તે અસ્તિત્વ-સત્તા છે. “તે કેવી છે? મહાસત્તા અને અવાંતરસત્તા-એમ સપ્રતિપક્ષ છે.” સપ્રતિપક્ષ એટલે શું? જુઓ ફૂટનોટમાં અર્થ છે કે-“સપ્રતિપક્ષ= પ્રતિપક્ષ સહિત વિરોધી સહિત. (મહાસત્તા અને અવંતરસત્તા પરસ્પર વિરોધી છે.) ' ત્યાં સમસ્ત વસ્તુવિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા છે' અહા ! ભાષા જુઓ! બધું છે એમ કહેનારી-જાણનારી તે મહાસત્તા છે. અર્થાત્ એક જ સત્તા બધામાં વ્યાપે છે એમ નહીં, પણ બધા છે એમ કહેનારી-જાણનારી તે મહાસત્તા છે. અહા! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #401 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬ [નિયમસાર પ્રવચન “સમસ્ત વસ્તુવિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા છે”—એમ ભાષા છે તો અજ્ઞાનીઓ માને છે કે બધી જ ચીજમાં એક જ સત્તા વ્યાપેલી છે, પણ એમ નથી. એ તો ભાઈ ! બધાં દ્રવ્યો છે...છે..છેબધાં દ્રવ્યો સત્તા તરીકે છે...છે...છે–એવી રીતે બધાં દ્રવ્યોમાં સત્તા કહેનારી મહાસત્તા છે. સમજાણું કાંઈ....? પ્રતિનિયત વસ્તુમાં વ્યાપનારી તે અવાંતરસત્તા છે;.' જુઓ પ્રતિનિયત એટલે નિયત; નિશ્ચિત, અમુક જ. એક એક પદાર્થમાં અર્થાત્ એક પરમાણુ, એક આત્મા, એક ધર્માતિ વગેરેમાં રહેનારી, વ્યાપનારી તે અવાંતરસત્તા છે. તેનો પ્રવચનસારમાં ઘણો વિસ્તાર આવે છે. હવે કહે છે સમસ્ત વ્યાપક રૂપમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત એક રૂપમાં વ્યાપારી તે અવાંતરસત્તા છે; ' લ્યો, એક એક રૂપમાં વ્યાપારી તે અવાંતરસત્તા છે. અનંત પર્યાયોમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત એક પર્યાયમાં વ્યાપારી તે અવાંતરસત્તા છે.' શું કીધું? કે બધું-પર્યાય છે, અનંત પર્યાય છે-બસ એમ વ્યાપારી તે મહાસત્તા છે. પર્યાયના અનંતપણાનું એકરૂપ ગણતાં તે મહાસત્તા છે. જ્યારે એક એક પર્યાયને ભિન્ન ભિન્ન ગણતાં તે અવાંતરસત્તા છે. હવે કહે છે પદાર્થનો “અસ્તિ” એવો ભાવ તે અસ્તિત્વ છે.” લ્યો, “અસ્તિ' એટલે છે (અસ્તિત્વ= હોવાપણું ). છે, છે-એવું હોવાપણું તે અસ્તિત્વ છે. પ્રશ્ન: પરમાણુ એકપ્રદેશી છે અને તે બીજામાં ભળતો નથી, છતાં તેને અસ્તિકાય કેમ કહ્યો છે? સમાધાનઃ પરમાણુ બીજામાં ભળતો નથી; છતાં તેની અસ્તિકાયરૂપ થવાની યોગ્યતા છે ને? માટે તેને અસ્તિકાય ગણ્યો છે. જ્યારે કાળમાં એવી યોગ્યતા છે? નથી. માટે તેને અસ્તિકાય ગણ્યો નથી. પરમાણુમાં, ઘણા પરમાણુના સ્કંધ થવાની યોગ્યતા છે. એટલે તેને અસ્તિકાય કહ્યો છે. જો કે ખરેખર તો તે ઉપચારથી “કાય છે, કેમકે તે એક પરમાણુ જ સાચો (નિશ્ચય) પુદ્ગલ છે. કાલે આ આવ્યું હતું (ગા-૨૯). તો પરમાણુ તે નિશ્ચય પુદ્ગલ છે, ને સ્કંધ તે વ્યવહાર પુદ્ગલ છે. પણ સ્કંધની યોગ્યતાને કારણે તેને અસ્તિકાય કહ્યો છે. આ અસ્તિકાયથી અને કાયવથી સહિત પાંચ અસ્તિકાયો છે.” જોયું ? જે હોવાપણું હોય ને જેને સમૂહપણે ઘણા પ્રદેશો હોય તેવા પાંચ અસ્તિકાયો છે. પરંતુ, “કાળદ્રવ્યને અસ્તિત્વ જ છે, કાયવ નથી, કારણ કે કાયની માફક તેને બહુ પ્રદેશોનો અભાવ છે.' અહા! ઘણા પ્રદેશોનો જે કાય તેની કાળમાં અભાવ છે. માટે કાળને અસ્તિ કહીએ, પણ તેને કાય કહેવામાં ન આવે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #402 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૪] ૩૮૭ શ્લોક ૫૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: એ રીતે જિનમાર્ગરૂપી રત્નાકરમાંથી...” દેખો, વીતરાગ સર્વજ્ઞના જિનમાર્ગરૂપી–વીતરાગમાર્ગરૂપી રત્નાકરમાંથી... એટલે કે એ (જિનમાર્ગ) મોટો દરિયો છે એમ કહે છે. અહા! “જિનમાર્ગરૂપી રત્નાકરમાંથી.” એટલે કે જિનમાર્ગભગવાનનો માર્ગ-એ મોટો દરિયો છે. ને તેમાંથી “પૂર્વાચાર્યોએ પ્રીતિપૂર્વક.' જુઓ, પાછું એમ કહે છે કે- “પ્રીતિપૂર્વક...” આ બધા શ્રી કુંદકુંદાચાર્ય આદિ જે પૂર્વાચાર્યો થઈ ગયા છે તેમણે પ્રીતિપૂર્વક અર્થાત્ પ્રસન્નચિત્તથી “પદ્રવ્યરૂપી રત્નોની માળા...' લ્યો, નિયમસારમાં આવું તો સ્પષ્ટ કહ્યું છે કે પૂર્વાચાર્યોએ છ દ્રવ્યો છે એમ કહ્યું છે અરે ? આવું નિયમસાર શ્રીમદ્ રાજચંદ્રના હાથમાં નહોતું આવ્યું ! તો, કહે છે-“એ રીતે જિનમાર્ગરૂપી રત્નાકરમાંથી પૂર્વાચાર્યોએ પ્રીતિપૂર્વક પદ્રવ્યરૂપી રત્નોની માળા ભવ્યોના કંઠના આભરણને અર્થે બહાર કાઢી છે.' એટલે શું? કે પૂર્વાચાર્યોએ જે પદ્રવ્યો કહ્યાં છે તેનું યથાતથ્ય જ્ઞાન થવું તે શોભા છે, આભરણ છે. ભવ્યોને છ દ્રવ્યોનું યથાર્થ જ્ઞાન થાય તે જ્ઞાનની પર્યાયની શોભા છે. માટે છ દ્રવ્યનું જ્ઞાન થવું તે ભવ્યજીવોના કંઠનું આભરણ-શોભા છે એમ કહ્યું છે. લ્યો, આ જ્ઞાનરૂપી આભરણ! અને તેને માટે અહીં આ છે દ્રવ્યની વાત કરી છે. -એ ગાથા પૂરી થઈ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૩૫ - ૩૬ संखेज्जासंखेज्जाणंतपदेसा हवंति [નિયમસાર પ્રવચન मुत्तस्स । धम्माधम्मस्स पुणो जीवस्स असंखदेसा हु ।। ३५ ।। लोयायासे तावं इदरस्स अनंतयं हवे देसा । कालस्स ण कायत्तं एयपदेसो हवे जम्हा ।। ३६ ।। અણસંખ્ય, સંખ્ય, અનંત હોય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને, અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ, અધર્મ તેમ જ જીવને; ૩૫. અણસંખ્ય લોકાકાશમાંહી, અનંત જાણ અલોકને, છે કાળ એકપ્રદેશી, તેથી ન કાળને કાયત્વ છે. ૩૬. અન્વયાર્થ:- [ મૂર્તસ્વ] મૂર્ત દ્રવ્યને [સંધ્યાતાસંધ્યાતાનંતપ્રવેશા:] સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો [ભવન્તિ ] હોય છે; [ ધર્માધર્મયો: ] ધર્મ, અધર્મ [પુન: નીવચ] તેમ જ જીવને [ વસ્તુ] ખરેખર [અસંધ્યાતપ્રવેશ:] અસંખ્યાત પ્રદેશો છે; [તોળાશે] લોકાકાશને વિષે [તવ્રુત્] ધર્મ, અધર્મ તેમ જ જીવની માફક (અસંખ્યાત પ્રદેશો) છે; [તરસ્ય] બાકીનું જે અલોકાકાશ તેને [અનંતા: વેશ:] અનંત પ્રદેશો [ભવન્તિ] છે. [ાનસ્ય] કાળને [ાયત્વ ન] કાયપણું નથી, [યસ્માત્] કારણ કે [પ્રવેશ:] તે એકપ્રદેશી [ મવેત્ ] છે. ટીકા:- આમાં છ દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને તેના સંભવનો પ્રકાર કહેલ છે (અર્થાત્ આ ગાથામાં પ્રદેશનું લક્ષણ તેમ જ છ દ્રવ્યોને કેટલા કેટલા પ્રદેશ હોય છે તે કહ્યું છે). શુદ્ધપુદ્દગલપરમાણુ વડે રોકાયેલું આકાશસ્થળ જ પ્રદેશ છે ( અર્થાત્ શુદ્ધ પુદ્દગલરૂપ પરમાણુ આકાશના જેટલા ભાગને રોકે તેટલો ભાગ તે આકાશનો પ્રદેશ છે). પુદ્દગલદ્રવ્યને *એવા પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે. લોકાકાશને, ધર્મને, અધર્મને તથા એક જીવને અસંખ્યાત પ્રદેશો છે. બાકીનું જે અલોકાકાશ તેને અનંત પ્રદેશો છે. કાળને એક પ્રદેશ છે, તે કારણથી તેને કાયપણું નથી પરંતુ દ્રવ્યપણું છે જ. [હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ] * આકાશના પ્રદેશની માફક, કોઈ પણ દ્રવ્યનો એક ૫૨માણુ વડે વ્યપાવાયોગ્ય જે અંશ તેને તે દ્રવ્યનો પ્રદેશ કહેવામાં આવે છે. દ્રવ્યે પુદ્ગલ એકપ્રદેશી હોવા છતાં પર્યાયે સ્કંધપણાની અપેક્ષાએ પુદ્ગલને બે પ્રદેશોથી માંડીને અનંત પ્રદેશો પણ સંભવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #404 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫-૩૬ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (ઉપેન્દ્રવના) पदार्थरत्नाभरणं મુમુક્ષો: कृतं मया कंठविभूषणार्थम् । अनेन धीमान् व्यवहारमार्गं बुद्धा पुनर्बोधति शुद्धमार्गम् ।। ५२ ।। [શ્લોકાર્થ:- ] પદાર્થોરૂપી (-છ દ્રવ્યોરૂપી ) રત્નોનું આભરણ મેં મુમુક્ષુના કંઠની શોભા અર્થે બનાવ્યું છે; એના વડે ધીમાન પુરુષ વ્યવહારમાર્ગને જાણીને, શુદ્ઘમાર્ગને પણ જાણે છે. ૫૨. ૩૮૯ ગાથા ૩૫-૩૬ઃ ટીકા ઉપરનું પ્રવચનઃ ‘આમાં છ દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને તેના સંભવનો પ્રકાર કહેલ છે (અર્થાત્ આ ગાથામાં પ્રદેશનું લક્ષણ તેમજ છ દ્રવ્યોને કેટલા કેટલા પ્રદેશ હોય છે તે કહ્યું છે. ) , જુઓ, આમાં ભગવાન કેવળીએ જોયેલાં જે છ દ્રવ્યો તેના પ્રદેશનું લક્ષણ કહેવામાં આવ્યું છે. તેમ જ તેનો (પ્રદેશોનો) સંભવ કેવી રીતે છે અર્થાત્ દ્રવ્યોને કેટકેટલા પ્રદેશો છે તે કહેવામાં આવ્યું છે. આમ બે વાત કહી: (૧) છ દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને (૨) તેનો સંભવ (ડ્યા દ્રવ્યમાં કેટલા પ્રદેશો હોય છે તે.) તો, કહે છે–‘ શુદ્ધપુદ્દગલપરમાણુ વડે રોકાયેલું આકાશસ્થળ જ પ્રદેશ છે ( અર્થાત્ શુદ્ધપુદ્દગલરૂપપરમાણુ આકાશના જેટલા ભાગને રોકે તેટલો ભાગ તે આકાશનો પ્રદેશ છે. ) " જુઓ, આ પ્રદેશની વ્યાખ્યા. અહીં આ આકાશની અપેક્ષાએ પ્રદેશની વ્યાખ્યા કરી છે, બાકી કોઈ પણ દ્રવ્યની અપેક્ષા લઈને તે વ્યાખ્યા કરી શકાય છે. જુઓ, નીચે ફૂટનોટમાં છે કે-આકાશના પ્રદેશની માફક, કોઈ પણ દ્રવ્યનો એક પરમાણુ વડે વ્યપાવાયોગ્ય જે અંશ તેને તે દ્રવ્યનો પ્રદેશ કહેવામાં આવે છે.' ટીકામાં આકાશની અપેક્ષાએ વાત કરી હતી, જ્યારે આ ફૂટનોટમાં કોઈ પણ દ્રવ્યની અપેક્ષાએ વાત છે. હવે, દ્રવ્યોના પ્રદેશોનો સંભવ કહે છે ‘ પુદ્દગલદ્રવ્યને એવા પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે.’ નીચે ફૂટનોટમાં છે કે, ‘દ્રવ્ય પુદ્દગલ એકપ્રદેશી હોવા છતાં પર્યાયે સ્કંધપણાની અપેક્ષાએ પુદ્દગલને બે પ્રદેશોથી માંડીને અનંત પ્રદેશો પણ સંભવે છે.’ ‘લોકાકાશને, ધર્મને, અધર્મને તથા એક જીવને અસંખ્યાત પ્રદેશો છે.' જુઓ, આ બધાને લોકાકાશપ્રમાણ અસંખ્યાત પ્રદેશો છે. , ‘બાકીનું જે લોકાકાશ તેને અનંત પ્રદેશો છે.' વળી, ‘કાળને એક પ્રદેશ છે, તે કારણથી તેને કાયપણું નથી પરંતુ દ્રવ્યપણું છે જ.' કાળ અસ્તિકાય નથી, પણ દ્રવ્યપણે અસ્તિ તો છે જ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #405 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯O [ નિયમસાર પ્રવચન શ્લોક પ૨: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: પદાર્થોરૂપી (-છ દ્રવ્યોરૂપી) રત્નોનું આભરણ....' મુનિરાજ કહે છે કે જે છ દ્રવ્યો ભગવાને જોયાં છે તેની મેં અહીંયાં વ્યાખ્યા કરી છે અર્થાત તે છે દ્રવ્યોરૂપી રત્નોનું મેં આભરણ બનાવ્યું છે. શું કામ? કે, “મેં મુમુક્ષુના કંઠની શોભા અર્થે બનાવ્યું છે. આ વ્યવહારથી વાત છે હ. તો, એના વડે ઘીમાન પુરુષ વ્યવહારમાર્ગને જાણીને...” કહે છે-ધીમાન-બુદ્ધિમાન પુરુષ છે દ્રવ્યો, તેના પ્રદેશો, કાય વગેરે જાણીને, “શુદ્ધમાર્ગને પણ જાણે છે. ' જુઓ, શુદ્ધમાર્ગને પણ જાણે છે-એમ કહે છે. અહા ! વ્યવહારમાર્ગને અર્થાત્ છ દ્રવ્યો, તેના પ્રદેશો વગેરે બધું છે તેને જેમ છે તેમ પહેલાં જાણે છે, પછી તે જાણીને શુદ્ધમાર્ગને, અહાહા.! ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માની એકાગ્રતારૂપ પવિત્રમાર્ગને પણ તે જાણે છે. એટલે કે બધું જાણીને આ જાણવાનું છે એમ કહે છે. અહા! “શુદ્ધમાર્ગને પણ જાણે છે” એમ કહ્યું છે. કેમકે છ દ્રવ્યોને જાણવાં તે વ્યવહારમાર્ગ છે. તો, વ્યવહારમાર્ગને જાણીને “શુદ્ધાત્માને પણ જાણે છે” એમ ન લેતાં, વ્યવહારમાર્ગને જાણીને “શુદ્ધમાર્ગને પણ જાણે છે એમ કહ્યું છે. શું કહ્યું? કે શુદ્ધ દ્રવ્યને-ચિદાનંદમય શુદ્ધાત્માને-પણ જાણે છે એમ ન કહ્યું, પણ વ્યવહારમાર્ગને જાણીને શુદ્ધમાર્ગને પણ જાણે છે એમ કહ્યું છે. કારણ કે ઉપર વ્યવહારમાર્ગ કહ્યો છે, એટલે પછી અહીં પણ શુદ્ધમાર્ગ લીધો છે. હવે છેલ્લી ગાથા: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #406 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૩૭ पोग्गलदव्वं मुत्तं मुत्तिविरहिया हवंति सेसाणि । चेदणभावो जीवो चेदणगुणवज्जिया सेसा ।। ३७ ।। છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય, શેષ પદાર્થ મૂર્તિવિહીન છે; ચૈતન્યયુત છે જીવ ને ચૈતન્યવર્જિત શેષ છે. ૩૭. અન્વયાર્થ:- [પુર્વી તદ્રવ્યં] પુદ્દગલદ્રવ્ય [મૂર્ત] મૂર્ત છે, [ શેષ ] બાકીનાં દ્રવ્યો [મૂર્તિવિહિતાનિ] મૂર્તત્વ રહિત [મવન્તિ] છે; [ીવ: ] જીવ [ચૈતન્યમાવ: ] ચૈતન્યભાવવાળો છે, [ શેષાળિ] બાકીનાં દ્રવ્યો [ ચૈતન્યમુળવર્તિતાનિ] ચૈતન્યગુણ રહિત છે. ટીકા:- આ, અજીવદ્રવ્ય સંબંધી કથનનો ઉપસંહાર છે. તે ( પૂર્વોક્ત ) મૂળ પદાર્થોમાં, પુદ્દગલ મૂર્ત છે, બાકીના અમૂર્ત છે; જીવ ચેતન છે, બાકીના અચેતન છે; સ્વજાતીય અને વિજાતીય બંધની અપેક્ષાથી જીવ તથા પુદ્ગલને (બંધ-અવસ્થામાં ) અશુદ્ધપણું હોય છે, ધર્માદિ ચાર પદાર્થોને વિશેષગુણની અપેક્ષાથી (સદા ) શુદ્ધપણું જ છે. ૩૯૧ [હવે આ અજીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બ્લોક કહે છે: ] ( માલિની) इति ललितपदानामावलिर्भाति नित्यं वदनसरसिजाते यस्य भव्योत्तमस्य । सपदि समयसारस्तस्य हृत्पुण्डरीके लसति निशितबुद्धेः किं पुनश्चित्रमेतत् ।। ५३ ।। [શ્લોકાર્થ:- ] એ રીતે લલિત પદોની પંક્તિ જે ભવ્યોત્તમના વદનારવિંદમાં સદા શોભે છે, તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદયકમળમાં શીઘ્ર સમયસાર (-શુદ્ધ આત્મા) પ્રકાશે છે. અને એમાં શું આશ્ચર્ય છે? ૫૩. ગાથા ૩૭: ટીકા ઉપરનું પ્રવચનઃ ‘આ, અજીવદ્રવ્ય સંબંધી કથનનો ઉપસંહાર છે.’ ‘તે ( પૂર્વોક્ત) મૂળ પદાર્થોમાં, પુદ્દગલ મૂર્ત છે, બાકીના અમૂર્ત છે;...' જુઓ, પુદ્દગલ સ્પર્ધાદિ સહિત મૂર્ત છે, ને બાકીનાં પાંચ દ્રવ્યો સ્પર્શાદિથી રહિત અમૂર્ત-અરૂપી છે. ‘ જીવ ચેતન છે, બાકીના અચેતન છે,...’ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #407 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯ર [ નિયમસાર પ્રવચન અહા ! ચૈતન્ય..ચૈતન્ય એક જેનો સ્વભાવ છે તે જીવ ચેતન છે, બાકીનાં પાંચ જડ-અચેતન છે. સ્વજાતીય અને વિજાતીય બંધની અપેક્ષાથી...” જુઓ, શું કીધું? કે પરમાણ, પરમાણુની સાથે બંધાય (સંબંધ કરે) તે સજાતીય બંધ છે, જ્યારે પરમાણુ જીવની સાથે બંધાય તે વિજાતીય બંધ છે. તો એ અપેક્ષાથી, કહે છે, “જીવ તથા પુદ્ગલને (બંધ-અવસ્થામાં) અશુદ્ધપણું હોય છે.” ધર્માદિ ચાર પદાર્થોને વિશેષગુણની અપેક્ષાથી (સદા) શુદ્ધપણું જ છે.” ધર્માદિ ચાર પદાર્થોના બધા ગુણો ને પર્યાયો શુદ્ધ જ છે. શ્લોક પ૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: એ રીતે લલિત પદોની પંક્તિ ...' છ દ્રવ્યોનો સમૂહ બતાવ્યો ને? તો તે લલિત પદોની પંક્તિ છે. અને તે “જે ભવ્યોત્તમના વદનારવિંદમાં સદા શોભે છે.' ઉત્તમ ભવ્ય પુરુષોના મુખકમળમાં એ સદા શોભે છે, અર્થાત્ છ દ્રવ્યો, તેના ગુણો ને તેના પર્યાયો જગતમાં છે એમ ઉત્તમ ભવ્ય પુરુષો યથાર્થરૂપે સદા જાણે છે, સ્થાપે છે અને કહે પણ છે-એમ અહીંયાં કહે છે. આ પહેલો વ્યવહાર સિદ્ધ કરે છે હોં. હવે કહે છે-“તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદયકમળમાં શીધ્ર સમયસાર (–શુદ્ધ આત્મા) પ્રકાશે અહાહા.! જોયું? છ દ્રવ્યનું જ્ઞાન એક સમયની પર્યાયમાં આવે છે (થાય છે)-એમ જાણતાં તે તીક્ષ્ણ બુદ્ધિવંત પુરુષના અંતરમાં શુદ્ધાત્મા પ્રકાશે છે. અર્થાત્ જ્ઞાન અંતર્મુખ થતાં શુદ્ધ ચૈતન્યદ્રવ્ય એક જ્ઞાયકભાવ ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપે અંતરમાં પ્રકાશે છે (જણાય છે). લ્યો, આનું નામ તે ધર્મ ને આનું નામ આત્મજ્ઞાન કહેવામાંઆવે છે. અહા! છ દ્રવ્ય શું છે તેની પ્રરૂપણા “વદનારવિંદમાં” એટલે કે મુખકમલમાં સદા શોભે છે–એમ કહ્યું છે ને? એટલે કે આવો વ્યવહારમાર્ગ જેણે બરાબર જામ્યો છે, અને પછી ત્યાંથી નીકળીને જે અંતર્મુખમાં આવ્યો છે, અર્થાત્ જેનું જ્ઞાન અંતર્મુખ વળ્યું છે તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદયકમળમાં શીવ્ર સમયસાર અર્થાત્ શુદ્ધાત્મા પ્રકાશે છે-એમ કહે છે. અહાહા..જ્ઞાનને અંતર્મુખ વાળતાં આનંદનો કંદ પ્રભુ જ્ઞાયકભાવ-જે અનાદિથી ખરેખર આત્મા છે તે-અંતરમાં પ્રકાશે છે. તો, કહે છે અને એમાં શું આશ્ચર્ય છે?” એમ કે અંતર્મુખ જ્ઞાનમાં આવો આત્મા જણાય ને અનુભવાય એ તો એનું સ્વરૂપ છે. સ્વસંવેદનશાનમાં ભગવાન આત્મા જણાય એમાં શું આશ્ચર્ય છે? એ તો સહજ છે. લ્યો, આવો મારગ છે એમ કહે છે. -એ અજીવનો અધિકાર પૂરો થયો. “આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઈન્દ્રિયોના ફેલાવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #408 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૭] 393 રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો..” શ્રી પદ્મપ્રભમલધારિદેવ નગ્ન દિગંબર મુનિ હતા ને? તો, “એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) અજીવ અધિકાર નામનો બીજો શ્રુતસ્કંધ સમાસ થયો.' અને આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી દ્વારા થયેલાં શ્રી નિયમસાર ઉપરનાં પ્રવચનોમાં અજીવ અધિકાર પરનાં પ્રવચનો સમાસ થયા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com