________________
૧૮૯ નહીં મેળવી શકે, માટે તું ઘેરે જા અને અસરા સમાન સત્યભામાદિક બહુ સ્ત્રીઓ છે તે તેઓની સાથે ભેગે ભોગવ્યા કર, એક આ રૂકિમણને માટે તું અનેક કીર્તિરૂપ સ્ત્રીઓને જતી ન કર. નહીંતર, તેં શત્રુઓને જીતી એકઠી કરેલી કીર્તિરૂપ સ્ત્રીએ તારે ચક્કસ નાશવંત સમજવી. તેમજ આ રૂકિમણું પણ તારા હાથમાં નહીં આવે, માટે તારે તો બે જશે, એક પણ તારા કબજામાં નહીં રહે, માટે જરા વિચાર કર, મારૂં કહ્યું માન તે ઘેર જા અને સુખ ભોગવ.”
પ્રદ્યુમન કુમારે આમ કહ્યું ત્યાં તે જેનાં લાલચોળ નેત્ર થયાં છે તેવા કૃષ્ણ બાલ્યા કે, “અરેરે ! આ શું બકે છે? બળ હોય તે બતાવ, બતાવ.”
કૃષ્ણ જ્યારે આમ કહ્યું ત્યારે કુમારે પિતાની વિદ્યાથી સૈન્યની રચના કરી કાન્તારૂપ રત્નનું હરણ થવાને લીધે ઉત્પન્ન થયેલી લજજાથી કૃષ્ણ (શ્યામ) બની ગયેલા કૃષ્ણની સાથે ઘણુ વખત સુધી યુદ્ધ કર્યું. આખરે કુમારે વિદ્યાના બળથી કૃષ્ણને એકદમ શસ્ત્ર વગરના કરી દીધા. દાંત કાપી નાખવાથી જે હાથી લાગે, પિતાની ફાલ ચૂકી ગયેલ જે વાનર લાગે, પાંખ કપાઈ જવાથી નિર્બળ બનેલું જેવું પક્ષી લાગે, શાખાઓ કાપી નાખવાથી જેવું વૃક્ષ જેવામાં આવે, દાઢે પાડી નાખવાથી જે નાગ નિર્બળ થઈ ગયેલે લાગે, તેવા તે વખતે કૃષ્ણ મહારાજ શાસ્ત્ર વગરના લાગતા હતા. મનમાં વિસ્મય પામેલા કૃષ્ણ વિચાર કરે છે કે, “અરે, મને જીતી લેનાર આ કેણ હશે ? આ કેઈ જે તે