Book Title: Pradyumna Charitra
Author(s): Ratnachandragani, Charitravijay, Ashokchandrasuri
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 370
________________ ૩૬૨ તેણે કૃષ્ણને મૃગ ધારીને તેમના ચરણ કમલ ઉપર બાણને ઘા કર્યો અને તેમને મારી નાંખ્યા. પછી કૃષ્ણને ઓળખી તે જરાકુમારે ઘણે વિલાપ કરી રૂદન કર્યું. પછી કૃષ્ણ તે જરાકુમારને કૌસ્તુભ રન આપી સત્વર વિદાય કર્યો અને પાંડવોની પાસે જવાની આજ્ઞા કરી. તમારા આવવાના ભયથી તે સત્વર ચાલ્યા ગયે. તે પછી તમારું આ ચેષ્ટિત થયું, તે તમે જાણે છે. તે સાંભળી બલભદ્રે કહ્યું, “ભદ્ર, તમે બહુ સારું કર્યું. અજ્ઞાન રૂપી અંધકારથી ગ્રસ્ત થયેલા એવા મને તમે સૂર્યનું કાર્ય કરી બતાવ્યું. તે સિદ્ધાર્થ, મારે ગ્ય કાર્ય હોય તો કહે. તમે મારા પૂર્વના રથના સારથિ હતા અને હવે મારા ધર્મના સારથિ થયા છો.” દેવતાએ પ્રેમથી કહ્યું, “તમારે યોગ્ય એવી દિક્ષા છે. તે સિવાય બીજુ કઈ પરલોકનું સાધન હું જેતે નથી. બલભદ્ર તે વાત અંગીકાર કરી. પછી તેણે સિંધુ અને સાગરના સંગમમાં ચંદન, અગુરૂ, કસ્તુરી અને કપૂર વિગેરે વસ્તુઓથી કૃષ્ણના મૃત શરીરને પ્રજ્વલિત અગ્નિમાં સંસ્કાર કર્યો અને સંસારની એવી સ્થિતિ છે, એમ જાણી તેણે પિતાના શેકને નિવૃત્ત કયો. પછી સિદ્ધાર્થ દેવ નમન કરી જે આવ્યો હતે તે પાછો ચાલ્યા ગયે અને પોતે આપેલા વચનને પાળવાથી તે ઘણે જ ખુશી ગયે. | શ્રી નેમિ ભગવાનના જાણવામાં આવ્યું કે તપઃપરાયણ એવા બલભદ્રને પ્રતિબોધ થયો છે, એટલે દયાળુ પ્રભુએ એક વિદ્યાધર મુનિને ત્યાં મોકલ્યા. મમતા રહીત થયેલા બલભદ્ર તેની પાસે વ્રત ગ્રહણ કર્યું. પછી તેમણે કર્મને નાશ

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386