________________
- ૨૭ર હર્ષના ભારથી પૂતિ થએલા પ્રભુએ તે શંખને ઉંચે સ્વરે કુંકયે. તેના વનિની પાસે રહેલે સમુદ્ર ગાજી ઉઠ્યો, મદોન્મત્ત હાથીઓ સાંકળે તોડી અને ઘોડાઓ પગે બાંધેલા દેર તેડી નાસવા લાગ્યા, કિલ્લો ધ્રુજી ઉઠ્યો, તેના કાંગરા પડવા લાગ્યા, સ્ત્રીએ ચપલનેત્રે પતિઓ પાસે આવી અને કુમારે પિતા પાસે દોડી આવ્યા. આ વખત કહ્યું, બલભદ્ર દાશાહ બખ્તર પહેરી તૈયાર થઈ ગયા અને, “આ કોણ છે, આ કોણ છે, એમ કહી ધનુષ્ય લઈ સજજ થઈ ગયા. જ્યારે તે વનિ શાંત થયે અને તેને પ્રતિધ્વનિ ગાજવા લાગે, ત્યારે કૃષ્ણ પૂછયું કે, “આ મારે શંખ કોણે વગાડ્યો ? આટલા મોટા બળવાળે કેણ છે? કે જે મારાથી પણ અધિક બળવાન હોય, અથવા શું કઈ ન ચકવતી ઉત્પન્ન થઈ મારી સાથે યુદ્ધ કરવા આવે છે ?” આ પ્રમાણે કૃષ્ણ અને બળદેવ વિચાર કરતા હતા, ત્યાં પેલા શસ્ત્ર રક્ષક સેવકે ત્યાં આવીને જણાવ્યું, “સ્વામી, તમારા બંધુ શ્રી નેમિનાથને મેં વાર્યા છતાં આવીને ચપળતા કરી પાંચજન્ય શંખ વગાડ્યો છે.” તે સાંભળ્યું તો પણ કૃષ્ણના મનમાં નેમિનાથનું એટલું બળ છે, એવી શ્રદ્ધા આવી નહિ. તે મનમાં વિસ્મય પામવા લાગ્યા, તેવામાં નેમિનાથ પિતે જ ત્યાં આવ્યા. તે ત્રણ જગતના પતિ નેમિનાથને આવતા જોઈ કૃષ્ણ સિંહાસન ઉપરથી બેઠા થયા. તેને આનંદથી આલિંગન કરી પિતાની સાથે આસન ઉપર બેસાડ્યા. પછી કૃષ્ણ અવસરે પૂછ્યું, “હે સખા, તમે એ શંખ વગાડ્યો કે જેના નાદથી આ સમુદ્ર પણ આજે મુદ્રા