Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth Author(s): Chunilalmuni Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai View full book textPage 9
________________ }પૂજ્ય ગુરૂદેવ ફવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ બે બોલ પૂજ્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજની જન્મશતાબ્દિ, સંવત ૨૦૩૩, માર્ગશીર્ષ સુદી ૧ ના શુભ દિને છે. આ મંગળ પ્રસંગે પ્રજ્ય ગુરુદેવને શ્રદ્ધાંજલિ અર્પવા તથા તેમની સ્મૃતિને ચિરંજીવ બનાવવા તેમના વિશાળ અનુયાયી વગે નિર્ણય કર્યો. કવિશ્રીની પ્રેરણાથી સેંકડો વ્યકિતઓના જીવન ધન્ય બન્યા છે. હજારો ભાઈઓ અને બહેને તેમની પાસેથી ધર્મમય માર્ગની પ્રેરણા પામ્યા છે. એવા પરમ ઉપકારી સંતના વચનામૃત અને પ્રવચને તથા તેમનું જીવન જનતા સમક્ષ રજૂ કરવા આ પ્રસંગે એક સ્મૃતિગ્રંથ પ્રગટ કરવાનું આયોજન કર્યું. તે ઉપરાંત, એક જન્મશતાબ્દિ ટ્રસ્ટની રચના કરી છે, જેમાં સારી રકમ પ્રાપ્ત કરી માનવદયા અને લેકકલ્યાણના કાર્યો માટે પ્રબંધ કર્યો છે. - તે પૂજ્ય ગુરુદેવે માનવતામાં ધર્મ માન્યું હતું અને જીવનભર તેમણે એ ઉપદેશ આપ્યું હતું એ ઉપદેશ આપ્યો હતો. તેમના ઉપદેશથી અનેક પરોપકારના કાર્યો થયા હતા. તે ધારા વહેતી રાખવી એ જ તેમને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે. મારે આ પ્રસંગે વિશેષ કહેવાનું નથી. જેમણે આ મંગળ કાર્યમાં એક અથવા બીજી રીતે મદદ કરી છે તે સૌનું ઋણ સ્વીકાર કરવાનું રહે છે. મુનિશ્રી ચુનીલાલજી તથા મુનિશ્રી સંતબાલજી તથા મહાસતી દમયંતીબાઈની તેમજ સંનિષ્ઠ કાર્યકર શ્રી શાંતિલાલ અંબાણી તથા શ્રી રસિકલાલ શાહની આ કાર્ય માટે મુખ્ય પ્રેરણા રહી છે. મુનિશ્રી સંતબાલજીએ ગુરુદેવના જીવનની ઝાંખી તેમની લાક્ષણિક શૈલિએ લખી આપી છે, તે સાથે ગુરુદેવના પ્રવચનનું સંકલન કરી આપ્યું છે. મુનિશ્રી લજીએ ગુરુદેવની ચિંતનીય વિચારધારાને પરિચય કરાવ્યું છે. સ્મૃતિગ્રંથમાં ખાસ ઉલ્લેખનીય વિભાગ “આગમસાર છે. પંડિત મુનિશ્રી દેવેન્દ્ર મુનિજી શાસ્ત્રીએ મારી વિનતિથી, તેમની નાદુરસ્ત તબિયત છતાં ટૂંક સમયમાં “આગમસાર) તૈયાર કરી આપ્યો તે માટે તેમને જેટલે ઉપકાર માનું એટલે એ છે છે. બધા આગમને સાર આ રીતે હું જાણું છું ત્યાં સુધી પહેલી વાર પ્રગટ થાય છે. સામાન્ય જનને બહુ ઉપગી થઈ પડે તેવો આ અપૂર્વ પ્રયોગ છે અને આ વિભાગ સ્વતંત્ર પુસ્તક તરીકે પણ પ્રગટ કરવા જેવો છે. પંડિત દેવેન્દ્ર મુનિજીએ હિન્દીમાં લખ્યું હતું તેને ગુજરાતી અનુવાદ શ્રી જે. એલ. દેશી તથા શ્રી સૌભાગ્યચંદ્ર તુરખિયાએ કરી આપે છે તે માટે તેઓશ્રીને આભાર માનું છું. સંપાદક મંડળના બધા સભ્યો તેમજ નિષ્ઠાવાન કાર્યકર શ્રી શાંતિલાલ અંબાણી તથા શ્રી રસિકલાલ શાં. શાહ, સ્વ. શ્રી ખીમચંદ મગનલાલ વેરા તથા મહાસતી ઈન્દુબાઈ જેમણે મુનિશ્રી ચુનીલાલજીનું બધું લખાણ ઘણે પરિશ્રમ લઈ તૈયાર કરી આપ્યું તે સૌને આભાર માનું છું. મારે ખાસ આભાર માનવાને રહે છેશ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, માટુંગા (મુંબઈ)ને, જેણે સ્મૃતિ ગ્રંથના પ્રકાશનનું બધું ખર્ચ પતે ઉપાડી લીધું છે. શરૂઆતમાં જ આટલું મોટું ખર્ચ માટુંગા શ્રી સંઘે આપવાનું સ્વીકાર્યું તેથી જ જન્મશતાબ્દિ ઉજવવાના કાર્યને વેગ મળે. આ જન્મશતાબ્દિના એક ભાગરૂપે, પૂ. મહારાજશ્રીને વ્યાખ્યાનસંગ્રહ “માનવતાનું મીઠું જગત’, ભાગ-૧-૪ જે અપ્રાપ્ય હતું તેનું પ્રકાશન (બે પુસ્તક રૂપે) પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ સાહેબ સાહિત્ય પ્રકાશન સમિતિ, મલાડે ક્યું છે તેમને આભાર માનું છું. જન્મશતાબ્દિ ટ્રસ્ટમાં જે દાતાઓએ દાન આપ્યા છે તે સૌને પણ આભાર માનું છું. પૂજ્ય ગુરુદેવ કાળધર્મ પામ્યા ત્યારે સ્મારક માટે ફંડ થયું હતું તેમાંથી લગભગ રૂપિયા ૭૫,૦૦૦ બચત રહ્યા છે. તે સઘળી રકમ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જન્મશતાબ્દિ ટ્રસ્ટને સેંપી દેવાને નિર્ણય કર્યો છે તે માટે સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આભાર માનું છું. અંતમાં જેમની પાસેથી મને ધાર્મિક સંસ્કાર મળ્યા હતા એવા પૂજ્ય ગુરુદેવની જન્મશતાબ્દિ આટલી સરસ રીતે ઉજવવામાં યત્કિંચિત ફળ આપવાની મને તક મળી તે માટે મારી જાતને હું સદ્ભાગી માનું છું. મુંબઈ, ચીમનલાલ ચકુભાઈ ૧૮-૧૦-૧૯૭૬ ટ્રસ્ટી- પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દિ ટ્રસ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 856