Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ પૂજ્ય ગુરુદેવ વિવ પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ સંપાદકીય પરમ પૂજ્ય કવિવર્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ અમારા જ્ઞાનદાતા ગુરુ હતા. અનંત ઉપકારી એવા ગુરુદેવનું ઋણ અદા કરવાના વિચારમંથનમાંથી અમૃતરૂપી શતાબ્દિ ગ્રંથની યાજના ઉદ્ભવી. આ ગ્રંથના મુખ્ય સંપાદક પરમ પૂજ્ય વંદનીય શ્રી ચુનીલાલજી મહારાજ સાહેબ છે, કે જેમણે પૂ. ગુરુદેવની અંતિમ ક્ષણ સુધી અનન્ય ભાવે સેવા કરી છે. એટલે સંપાદકીય લખાણના સ’પૂર્ણ અધિકાર તેમના જ છે. પણ તેઓશ્રી કાર્યન્યસ્ત હાવાથી પોતાનું લખાણ મોકલી શકયા નથી અને સંપાદક મંડળના કોઇ સભ્ય આ લખે એવી એમની આજ્ઞા થવાથી મે... નમ્રતાપૂર્વક લખ્યું છે. આ સ્મૃતિગ્રંથ અગે શાંતિભાઈ અંબાણી વિ. એ પૂ. ચુનીલાલજી મ. સાહેબ-તથા પૂ. સતબાલજી મ. શ્રી વિ. નુ માર્ગદર્શન માગ્યું અને તેઓએ આ વિચારને સહર્ષ સ્વીકારી ગુરુદેવનું ઋણ અદા કરવા તેઓએ આ ગ્રન્થનું સાહિત્ય તૈયાર કરી આપવાની જવાબદારી સ્વીકારી. પછી તેા પૂ. ગુરુદેવ પ્રત્યે સદ્ભાવવાળા સજ્જનોએ આ યોજનાને સાકાર અનાવવા કવિવર્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મ. જન્મશતાબ્દિ ટ્રસ્ટ મુંબઈની રચના કરી અને તેએએ પૂ. ગુરુદેવના સ્મૃતિ ગ્રન્થની રચના અંગે સંપાદક મંડળ બનાવ્યુ. જેના નામેા આ ગ્રન્થના અન્ય સ્થળે આપેલ છે. પણ જેએની સદ્ભાવનાથી આ ગ્રન્થ આટલા સુંદર અન્યા તેવા ગુરુદેવનો ઉલ્લેખ કરવા અનિવાર્ય છે. પૂ. ગુરુદેવના અંતેવાસી પૃ. ચુનીલાલજી મહારાજ સાહેબ જેઓએ આ ગ્રન્થ ગુરુદેવનું ચિરંજીવ સ્મારક બને એ માટે ભારે જહેમત ઊઠાવી વિદુષી ઈન્દુબાઈ મહાસતીજી પાસે અપ્રાપ્ય સાહિત્યને લિપિબદ્ધ કરાવી ટ્રસ્ટી મંડળને સોંપીને અનન્ય ગુરુભક્તિની પ્રતીતિ કરાવી. પૂ. સંતબાલજી તે પૂ. ગુરુદેવનો એક પણ પત્ર અપ્રકાશિત રહી ન જાય તેવી ખેવનાવાળા છે તેથી જ્યાંથી પણ પૂ. ગુરુદેવનું સાહિત્ય મળે તે એકત્ર કરી લેવા સૂચનાએ મોકલી માર્ગદર્શન આપતા રહ્યા. કોઈ શુભ પળાએ પૂ. ગુરુદેવના જન્મશતાબ્દિ અંગેના વિચારોએ આકાર લીધો હશે. જેથી જ્યાં જ્યાં આ અંગે ઉલ્લેખ કર્યો, ત્યાં ત્યાં સૌએ જવાબદારી સહર્ષ સ્વીકારી. કાર્ય પૂર્ણ કરવા કોઈએ તનથી, કોઈએ મનથી અને કોઈએ ભાવપૂર્વક ધનના પ્રવાહ વહેવડાવી આ યાજનાને સફળ બનાવી અને ગુરુદેવ પ્રત્યેના અનન્ય ઋણમાંથી કિંચિત માત્ર મુક્ત થવા અધિકારી થયા. શ્રી વ. સ્થા. જૈન સંઘ માટુંગાએ તે આ ગ્રન્થની સપૂર્ણ નાણાકીય જવાબદારી સહ સ્વીકારી ગ્રન્થ સુલભ બનાવ્યો. આ સ્મૃતિગ્રંથનો પ્રથમ વિભાગ જીવનઝાંખી છે, જેમાં ‘પૂજ્ય ગુરુદેવ ઃ વિશ્વસતની ઝાંખી' છે. રાષ્ટ્રસંત અને વિશ્વવાત્સલ્યના હિમાયતી પૂ. મુનિશ્રી સંતબાલજીએ પોતાની લાક્ષણિક શૈલીથી સરળ ભાષામાં અનેક અનુભવા અને રોમાંચક ઘટનાઓથી સભર એવા ગુરુદેવના જીવનનું સક્ષેપમાં પણ રસપ્રદ આલેખન કર્યુ છે. જે વાંચતાં વાંચકોને ખૂબ આનદ સાથે મહાપુરુષોના જીવનમાં કેવી કસેાટીએ થાય છે, છતાં તેમાં તેઓ કેવી સમભાવની સાધના કરે છે તેના ધપાઠ મળે છે. પ્રવચન અંજનમાં પૂ. ગુરુદેવના પોતાના મૌલિક પ્રવચના છે. અજ્ઞાનથી દિશા ભૂલેલા જીવાને સુન્દર, મધુર અમૃતવાણી દ્વારા જ્ઞાનાંજન કરી વિવેકચક્ષુ ઉઘાડવાના હૃદયથી પુરુષાર્થ કર્યા છે. ‘જીવન ઘડતર’ દ્વારા જીવનને ઘડવાનુ સુંદર માર્ગદર્શન કર્યુ છે. ‘જીવન સંગ્રામ' દ્વારા જીવનમાં કાને સંગ્રામ કહેવાય અને તેમાંથી કેમ વિજય મળે એની તપૂર્ણ સમજ આપી છે. સેવાના રાહ' દ્વારા અનેક દૃષ્ટાંતોથી યોગીઓને પણ દુર્લભ એવા સેવામાર્ગની પરોપકાર અને અણુતાની મહત્તા સમજાવી છે. ‘સ્ત્રીઓમાં મરદાનગી' દ્વારા વીરપુરુષ હાડાનું ક્ષાત્રતેજ અને સાનરાણીના સતીત્વનુ એવું તે આબેહૂબ ચિત્ર દોર્યું છે કે વાંચનાર તેમાં તલ્લીન બની જાય છે, અને આખરી અંજામ વાંચે છે ત્યારે તા તેના શમેશમ શમાંચથી ભરાઈ જાય છે. વાકયે વાકયે તેની જિજ્ઞાસા સતેજ બની રહે છે કે હવે શુ થશે ? સાપેક્ષવાદનુ સ્વરૂપ'માં સ્યાદ્વાદ અને અનેકાંત એ જીવનની ગૂચાને ઉકેલવાના ઉપાય છે. ભ. મહાવીરના આ અનુપમ સિદ્ધાંતને ઘણી સરળ રીતે સમજાખ્યા છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 856