Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 12
________________ - પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ લગભગ સમાન છે અને તેમનું ફળ બધા ધર્મોમાં નિરતિશય આનંદની પ્રાપ્તિ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ બતાવી છે. ત્યાર બાદ સ્થા. જૈન સમાજને માન્ય ૩ર (બત્રીસ) આગમને સાર જેની જૈન સમાજમાં આજ સુધી ક્ષતિ અને માગણી હતી. જેની પરમશ્રધેય પૂ. પુષ્કર મુનિજી મહારાજ સાહેબે પૂ. ગુરુદેવ પ્રત્યે અનન્ય ભાવ દર્શાવી આજ્ઞા આપી જેથી સમર્થ સાહિત્યકાર પૂ. શ્રી દેવેન્દ્ર મુનિએ અથાક પરિશ્રમ લઈ પૂર્તિ કરી છે. જૈનદર્શનના તત્ત્વસારરૂપ આગમનું દહન કરી અમૃત તૈયાર કરી આપ્યું. આગમને ઈતિહાસ અને તેને સારભાગ વિજ્ઞાનિક ઢંગથી લખાવી આપેલ છે જે વડે આ ગ્રંથ ખરેખર ગ્રન્થનું બિરુદ પામે એમ કહું તે અતિશકિત નહિં ગણાય; જે સિધ્ધાંત પ્રેમીઓ માટે અતિ ઉપયોગી સિદ્ધ થશે. ત્યાર બાદ અનેક પ્રસિદ્ધ અને વિદ્વાન લેખકોના વિવિધ વિષય ઉપર લેખ આપ્યા છે. જે તત્વજિજ્ઞાસુ અને સંશોધક માટે મહત્ત્વપૂર્ણ બની રહે છે. ત્રીજા વિભાગમાં – વ્યકિતત્વ દર્શનમાં પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબને સમાગમમાં આવેલા સંત, સતીઓ, શ્રાવક, જૈન-જૈનેતર ભક્તિ તથા સંઘોના લગભગ નેવું સંસ્મરણો આપ્યા છે. જે વાંચતા પૂ. ગુરુદેવે વિશ્વસમાજ ઉપર કેટલાં અને કેવાં ઉપકાર કર્યા છે તેને તાદશ ચિતાર રજૂ થયું છે. ત્યાર બાદ ગુરુદેવને ભાવભરી શ્રદ્ધાંજલિ તેમજ નિર્વાણ પામતાં તેમના સન્માનમાં ભારતભરમાં જેટલી શોકસભાઓ થઈ તેને ઉલેખ કર્યો છે. પૂ. ગુરુદેવે સમાજમાં અનેક લોકેપગી સંસ્થાઓ માટે પ્રેરણા કરી છાત્રાલયે, પુસ્તકાલયે, હુન્નર ઉદ્યોગગૃહો વિ. સંસ્થાઓ દ્વારા માનવસમાજને જે પ્રદાન કર્યા છે, તે અવિસ્મરણીય છે. છેલ્લે પૂ. ગુરુદેવે ૨૪ વર્ષ દીક્ષા પર્યાય પાળી અને ૬૪ ચાતુર્માસ કર્યા તેની સંક્ષિપ્ત નેંધ આપી છે. આ પ્રમાણે સ્મૃતિગ્રંથને ચિન્તનીય-મનનીય વિવિધ વિષયેથી પઠનીય અને સંગ્રાહ્ય બનાવવામાં સહુ કેઈએ મહત્ત્વપૂર્ણ ફાળો આપે છે. પૂ. ગુરુદેવ પ્રત્યે જેમને અનન્ય ભક્તિભાવ છે એવા જૈન સમાજના આગેવાન તત્વચિંતક શ્રી ચીમનલાલ ચકભ શાહ જેઓએ શરૂઆતથી જ સ્મૃતિગ્રંથ માટે અનેખું માર્ગદર્શન આપ્યું છે અને પૂ. ગુરુદેવની જન્મશતાબ્દિ મહોત્સવ સમિતિના રાહબર બની આ જનાને સફળ બનાવી ધન્યભાગી થયા છે. વિદ્વાન પં. શ્રી ભાચંદ્રજી ભારિકલ તથા સ્વ. શ્રી ખીમચંદભાઈ વેરાએ આ ગ્રંથ અંગે અનેક મહત્ત્વની સૂચનાઓ આપી માર્ગદર્શન કરેલ છે. જેમના માટે મારા અંતરમાં પરમ સદ્દભાવ પ્રગટ થયેલ છે. તેઓ બધા આ કાર્યનાશ્રેયના સહભાગી બન્યા છે. અંતમાં પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તથા બીજા ભાગ્યશાળીઓએ સારી એવી રકમ જાહેર કરીને દાનનો પ્રવાહ વહેવડાવી પૂ. ગુરુદેવનું “જીવન પાથેય” “સમાજ જીવશે તે ધર્મ જીવશે એ ભાવનાને અનુરૂપ માનવરહિત જનાને સુદઢ બનાવવા પાયાના પથર બન્યા છે જે અભિનંદનીય છે. આ ગ્રંથ ગુરુદેવની જન્મશતાબ્દિ મહોત્સવ પ્રસંગે જ્ઞાનપિપાસુઓના કરકમળમાં શેભે એ જરૂરી બનાવવા દિનરાત એક કરનાર બેરીવલી સંઘના માજી પ્રમુખ શ્રી શાંતિભાઈ અંબાણી તથા મંત્રી શ્રી રસિકલાલ શાંતિલાલ શાહ તેમજ ગ્રંથનું સાહિત્ય વ્યવસ્થિત સંકલન કરનાર અને આગમસારના અનુવાદક શ્રી સૌભાગ્યચંદ ગોરધનદાસ તુરખિયા ‘અમૃત કેવલ્ય’ તેમજ શ્રી જગજીવનભાઈ લાલજી દોશી પણ ધન્યવાદને પાત્ર છે. શ્રી નંદલાલભાઈ દોશી તથા શ્રી મનુભાઈ અમૃતલાલ શેઠ તેમજ જન્મભૂમિ પ્રેસના તથા ફેટ ઓફિસ પ્રિન્ટિંગ પ્રેસના બધા કાર્યકરને સુંદર સહકાર મળ્યો છે તેઓ પણ આ પુણ્યકાર્યના–શ્રેયના ભાગી છે. મલાડ ચાતુર્માસ – સાધ્વી દમયંતી તા. ૧-૧૧-૧૯૭૬ વીર સં. ૨૫૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 856