________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ ]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કરાવે છે, એને એટલે કે શુદ્ધ-અશુદ્ધ સર્વ પર્યાયોના સમુદાયને ૫૨દ્રવ્યભાવોથી ભિન્ન કહીને શુદ્ધ દ્રવ્ય કહેલ છે. એવા દ્રવ્યને જાણીને દષ્ટિ ત્રિકાળ પરથી ભિન્ન શુદ્ધ દ્રવ્યનો સ્વીકાર કરે છે.
સમ્યગ્દષ્ટિ જાણે છે કે મારી શક્તિ તો સિદ્ધ જ થવાની છે
મારો સ્વભાવ તો સદા સિદ્ધસમાન છે. એટલે ખરેખર મારી શક્તિ તો સિદ્ધ જ થવાની છે. એમાં સંસા૨પર્યાયનો આદર નથી; કેમ કે સંસાર પર્યાય સિદ્ધ પર્યાયથી અનંતમે ભાગે અલ્પ છે. મારો સ્વભાવ શુદ્ધ પર્યાય જ પ્રગટ કરવાનો છે–એમ સમ્યગ્દષ્ટિ જાણે છે, શુદ્ધ થવાની લાયકાત નિમિત્તમાંથી કે રાગમાંથી આવતી નથી એમ તે જાણે છે. ભૂતકાળમાં અશુદ્ધ પર્યાય વીતી ગઈ છે પણ તે દ્રવ્યમાં અંતર્લીન છે, માટે પ૨થી ભિન્ન અને સ્વના ભાવોથી અભિન્ન દ્રવ્યને શુદ્ધ કહેલ છે. જીવ વેપારધંધાના કામમાં મોટો વિચાર કરે, પરના કામમાં વિચાર કરે પણ અહીં તો વિચાર કરતો નથી, તો આત્માનું સાચું જ્ઞાન કેવી રીતે થાય? માટે દ્રવ્યદષ્ટિએ પરથી ભિન્ન ને પોતાના ભાવોથી અભિન્નને શુદ્ધપણું કહેલ છે; અને પર્યાય અપેક્ષાએ તો વર્તમાન પર્યાયમાં ઉપાધિભાવનો અભાવ થવો તે શુદ્ધપણું છે.
પર્યાય-અપેક્ષાએ તો કેવળજ્ઞાન થાય તે શુદ્ધપણું છે. સાધકદશામાં ઉપાધિભાવ હોય છે, કેમકે સર્વથા ઉપાધિભાવ રહિત થયો નથી. નિયમસાર આદિ શાસ્ત્રોમાં દષ્ટિ-અપેક્ષાએ પારિણામિકભાવ સિવાય ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક-એ ચારે ભાવોને વૈભાવિકભાવ કહેલ છે, તે અપેક્ષા બીજી છે. અહીં તો ક્ષાયિકભાવ સિવાય ઉદય, ઉપશમ, ક્ષયોપશમ-એ ત્રણેને ઉપાધિભાવ કહેલ છે. વર્તમાન પર્યાય-અપેક્ષાએ શુદ્ધપણું તો થયું નથી માટે પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું છે એમ માનવું તે ભ્રમ છે.
હવે શુદ્ધ ચિંતવનમાં તો દ્રવ્ય-અપેક્ષાએ શુદ્ધપણું ગ્રહણ કર્યું છે. ઉપર કહ્યા પ્રમાણે શ૨ી૨-કર્મથી ભિન્ન અને પોતાના શુદ્ધ-અશુદ્ધ સર્વ પર્યાયોથી અભિન્નપણાને મુખ્ય કરીને અહીં શુદ્ઘ દ્રવ્ય કહેલ છે. એ વાત બરાબર સમજવી જોઈએ. આ રીતે જ્ઞાની ત્રિકાળી સ્વભાવનું ચિંતવન કરે છે. શ્રી સમયસાર ગાથા ૬ ની ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે કે ‘પ્રમત્તોપ્રમત્તÆ ન ભવત્પ્રેષ વાશેષદ્રવ્યાંતરમાવેો મિત્રત્વેનોપાસ્યમાન: શુદ્ધ કૃત્યમિનષ્યતે' અર્થ-આત્મા પ્રમત્ત-અપ્રમત્ત નથી એ જ સર્વ પદ્રવ્યોના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com