________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૨૯૭
પાંચમી કરણલબ્ધિ થતાં સમ્યગ્દર્શન જરૂર થાય છે, તેનું વર્ણન હવે કરશે.
*
પ્ર. વૈશાખ સુદ ૧૫ બુધવાર તા. ૨૯-૪-૫૩ સમ્યક્ત્વસન્મુખ જીવનું આ વર્ણન ચાલે છે. તત્ત્વવિચારનો ઉદ્યમ કરતાં જીવને સમ્યગ્દર્શન થાય ત્યારે પહેલા પાંચ લબ્ધિ હોય છે. તેમાં પહેલી ચાર લબ્ધિ તો દરેક જીવને થઈ શકે છે, પણ પાંચમી કરણલબ્ધિ છે તે લબ્ધિ થતાં જીવને અંતર્મુહુર્તમાં જરૂર સમ્યક્ત્વ થાય છે. તે કરણલબ્ધિનું આ વર્ણન ચાલે છે.
( ૫ ) કરણલબ્ધિનું સ્વરૂપ:- પાંચમી કરણલબ્ધિ થતાં સમ્યક્ત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે; પણ તે તો જેને પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહુર્ત પછી જેને સમ્યક્ત્વ થવાનું હોય તે જ જીવને કરણલબ્ધિ થાય છે. એ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો ન ઉઘમ હોય છે કે-તત્ત્વવિચારમાં ઉપયોગને તદ્રુપ થઈ લગાવે અને તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા જાય છે. જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ તુરત જ થઈ જશે. તેમ તત્ત્વઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેનું શ્રદ્ધાન થઈ જાય. વળી એ પરિણામોનું તારતમ્ય કેવળજ્ઞાન વડે દેખ્યું તે વડે કરણાનુયોગમાં તેનું નિરૂપણ કર્યું છે. એ કરણલબ્ધિના ત્રણ ભેદ છેઃ- અધઃકરણ, અપૂર્વકરણ અને અનવૃત્તિકરણ તેનું વિશેષ વ્યાખ્યાન તો શ્રી લબ્ધિસા૨શાસ્ત્રમાં કર્યું છે ત્યાંથી જાણવું.
[અહીં સંક્ષેપમાં ક્થન કર્યું છે, તેનું વિસ્તૃત કથન મોક્ષમાર્ગપ્રકાશક પૃષ્ઠ ૨૬૬ થી ૨૬૯માં જોઈ લેવું]
અંતરમાં ચૈતન્યસ્વભાવ સન્મુખ પરિણામ થતાં અંદર કોઈ સૂક્ષ્મ પરીણામો થઈ જાય છે તે કેવળીગમ્ય છે. ‘હું અધઃકરણ કરું, અનિવૃત્તિકરણ કરું. ’-એવું લક્ષ નથી હોતું, પણ અંત૨માં ચૈતન્યસન્મુખ તત્ત્વવિચારનો ઉદ્યમ કરતાં તેવા અધઃકરણ વગેરેના પરિણામ થઈ જાય છે, તે પોતાને બુદ્ધિગમ્ય નથી.
અધ્યાત્મદષ્ટિએ આત્મસન્મુખ પરિણામ થયા છે, અને આગમષ્ટિએ ત્રણ કરણના પરિણામ થયા છે–એમ કહેવાય છે. જીવના વિશુદ્ધપરિણામોનું નિમિત્ત થતાં કર્મનું તેવું પરિણમન થઈ જાય છે, પણ જીવનો ઉદ્યમ તો પોતાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com