________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
વીર સં. ૨૪૭૯ માહુ વદ ૯ રવિવાર, તા. ૮-૨-૧૩ શ્રી તત્ત્વાર્થસૂત્રમાં' સીક્વનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમા:' એમ પહેલા સૂત્રમાં કહેલ છે. તેમાંથી અહીં સમ્યગ્દર્શનની વાત ચાલે છે. આત્મા ત્રિકાળી ધ્રુવ પદાર્થ છે તેનો શ્રદ્ધા નામનો ગુણ પણ ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે. સમ્યગ્દર્શન શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય છે, અને મિથ્યાદર્શન શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય છે. સમ્યગ્દર્શન આત્માના આશ્રયે થાય છે, એમાં શાસ્ત્ર પરંપરા નિમિત્ત છે; એને માને નહિ, અને એ નિમિત્ત જ નથી એમ માને તે મિથ્યાષ્ટિ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધને જાણે નહિ અને કહે કે આત્માના વિકલ્પના કારણે પર વસ્તુ આવે છે તો તે નિમિત્ત-નૈમિત્તિક સંબંધને સમજતો નથી; તથા આત્માના વિકલ્પમાં પરવસ્તુ નિમિત્ત જ નથી એમ માને તો તે પણ મિથ્યાદષ્ટિ છે.
જ્ઞાનીને શાસ્ત્ર ભણવાનો વિકલ્પ આવે છે પણ વિકલ્પ આવ્યો માટે શાસ્ત્ર આવે છે–એમ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કર્તા નથી. કોઈ, ઈશ્વરને જગતનો કર્તા માને છે, તેમ કોઈ જૈની, આત્માને શરીરાદિ પરદ્રવ્યનો કર્તા માને, તો તે “જગતકર્તા ઈશ્વર છે” એવી માન્યતાવાળાની જેમ મિથ્યાદષ્ટિ છે. એક પદાર્થ બીજા પદાર્થનો કર્તા તો નથી પણ બીજા પદાર્થને સહાય થાય છે એમ પણ નથી,-એમ જ્ઞાની જાણે છે. સ્વભાવના અવલંબને આત્મામાં નિર્મળતા થાય છે, ત્યારે શાસ્ત્રને નિમિત્ત કહેવાય છે. તેથી શાસ્ત્રથી નિર્મળતા થાય છે. એમ પણ વ્યવહારથી કહેવાય છે.
વળી નિશ્ચયાભાસી તપશ્ચરણને વ્યર્થ કલેશ ઠરાવે છે; પણ મોક્ષમાર્ગ થતાં તો સંસારી જીવાથી ઊલટી પરિણતિ હોવી જોઈએ. જુઓ, અહીં અજ્ઞાની એમ કહે છે કે અમારે તપશ્ચરણની જરૂર નથી; તો તેને કહે છે કે જેને મોક્ષમાર્ગ પ્રગટ થયો હોય તેને સંસારી જીવો કરતાં ઊલટી દશા થવી જોઈએ. સ્વભાવના અવલંબને રાગ ઘટાડવાનો પ્રયત્ન કરે નહિ અને માની લે કે અમે પૂર્ણ થઈ ગયા છીએ તો તે એકાંત નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ છે. જે મોક્ષમાર્ગી છે તેનો રાગ ઘટવો જોઈએ.
ઈષ્ટ-અનિષ્ટ સામગ્રી રાગદ્વેષનું કારણ નથી. અજ્ઞાની સંસારી જીવો ઈષ્ટ–અનિષ્ટ સામગ્રીથી રાગદ્વેષ થાય છે એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com