________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨ ]
[શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ગણધરાદિ એનો ઉદ્યમ શા માટે કરે ? માટે શક્તિ-અનુસાર તપ-ત્યાગ કરવો યોગ્ય છે. શક્તિને ઓળંગીને જ્ઞાની તપાદિ કરતા નથી. જ્ઞાનીને સહજ દશા હોય છે; તેને તપમાં કંટાળો હોતો નથી. તપમાં જો કલેશ થાય તો ધર્મ તો નથી પણ આર્તધ્યાન છે. જો વિશુદ્ધ (શુભ) પરિણામ હોય તો પુણ્ય થાય છે. માટે શક્તિ-અનુસાર તપ કરવો યોગ્ય છે. આ વાત તપની કહી. હવે વ્રતની વાત કરે છે.
વળી તું વ્રતાદિને બંધન માને છે. પણ સ્વચ્છંદવૃત્તિ તો અજ્ઞાન-અવસ્થામાં પણ હતી જ. જ્ઞાન પ્રાપ્ત થતાં તો પરિણતિને તે રોકે જ છે. જ્ઞાનમાં એકાગ્ર થાય છે ત્યારે રાગપરિણતિ રોકાય છે, તથા પરિણતિ રોકવા માટે બાહ્યથી હિંસાદિકનાં કારણોનો પણ ત્યાગી અવશ્ય થવો જોઈએ. આ નિમિત્તથી વાત કરી છે. બાહ્ય ક્રિયાથી પરિણામ ન રોકાય, પણ એ પ્રકારનો રાગ નથી હોતો ત્યારે એવી ક્રિયાથી રહિત જ્ઞાની હોય છે, એટલે બાહ્ય પદાર્થો છૂટયા એમ કહેવાય છે.
હવે નિશ્ચયાભાસી મિથ્યાદષ્ટિનો પ્રશ્ન છે કે-અમારા પરિણામ શુદ્ધ છે, બાહ્ય ત્યાગ ન કર્યો તો ન કર્યો?
પરિણામ અને બાહ્ય ક્રિયાનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
ઉત્તર:- આ નિશ્ચયાભાસી હોવાથી તેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કેવો છે એ સમજાવે છે કે-જો એ હિંસાદિ કાર્ય તારા પરિણામના નિમિત્ત વિના સ્વયં થતાં હોય તો અમે એમ જ માનીએ. હિંસાદિની પર્યાય તો જડ છે, તે તો જડના કારણે સ્વયં થાય છે પણ તેનું નિમિત્ત તું થાય છે. મા૨વા આદિના પરિણામ તો તું કરે છે. છતાં તારા પરિણામ શુદ્ધ છે એમ કેમ બને? તારા પરિણામ નિમિત્ત છે માટે અમે પરિણામ વડે કાર્ય થાય છે એમ કહીએ છીએ. લીલોતરી કપાય છે તે વખતે લીલોતરી કપાવાની ક્રિયા તો જડની છે; પણ તે વખતે જીવના પરિણામ શુદ્ધ હોય એમ બને નહિ. મુનિને એવી ક્રિયા હોતી નથી, કેમ કે મુનિને એવા પરિણામ નથી.
હિંસા કરું, જૂઠું બોલું વગેરે પરિણામ જીવ કરે છે અને તે વખતે બહારની ક્રિયા તો એના કારણે સ્વયં થાય છે. વિષયસેવનની ક્રિયા શરીરથી થાય અને કહે કે મારા પરિણામ એવા છે જ નહિ, તો તે પરિણામને સમજતો નથી. પ્રમાદથી ચાલવાની ક્રિયા થાય છે, તે એવા પ્રકારના પરિણામ વિના કેમ હોય ? એવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com