________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ ]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો શ્રદ્ધાન જ એવું હોય છે કે તે તપને કલેશ માને છે; તેથી તેને તપ એટલે રાગાદિનો નાશ કરીને સ્વભાવમાં રમણતા કરવી, એની ભાવના પણ હોતી નથી.
ધર્મીને બહારમાં ઉપવાસાદિ ન હોય, છતાં સમ્યગ્દષ્ટિમાં બીલકુલ દોષ આવતો નથી. મિથ્યાદષ્ટિ હઠથી ચારિત્ર લે, તે કાંઈ યથાર્થ ચારિત્ર કહેવાતું નથી, કેમ કે સમ્યગ્દર્શન વિના ચારિત્ર-તપ થતું નથી. અજ્ઞાનીને ચક્રવર્તી કે તીર્થંકરપદનો બંધ હોય નહિ. આત્મામાં નબળાઈથી રાગાદિની પર્યાય થાય છે, એને ઉપાદેય માનતા નથી, એવા કોઈ જ્ઞાનીને વિકલ્પ આવે છે, તેમાં ચક્રવર્તી કે તીર્થંકરાદિપદનું બંધન થાય છે. જે શુભભાવને ભલો જાણે છે, તે તો મિથ્યાદષ્ટિ છે. એને ચક્રવર્તીપદ કે તીર્થંકરપદ હોય નહિ.
સમ્યગ્દષ્ટિને ભાવના તો તપની જ હોય છે, ત્યારે પ્રશ્ન થાય છે કેઃ- શાસ્ત્ર વિષે એમ કહ્યું છે કે તપાદિ ક્લેશ કરે છે તો કરો, પરંતુ જ્ઞાન વિના સિદ્ધિ નથી તેનું શું કારણ ?
તત્ત્વજ્ઞાન વિના કેવળ તપથી ધર્મ ન થાય
ઉત્ત૨:- જે જીવો તત્ત્વજ્ઞાનથી પામુખ છે તથા તપથી જ મોક્ષ માને છે તેને એવો ઉપદેશ આપવામાં આવે છે કે તત્ત્વજ્ઞાન વિના કેવળ તપથી જ મોક્ષ ન થાય; તત્ત્વજ્ઞાન થતાં આત્માની દષ્ટિ થઈ, આસ્રવની ભાવના છૂટી ગઈ, સંયોગમાં અનુકૂળતા-પ્રતિકૂળતા છે એવી દિષ્ટ છૂટી ગઈ છે, તેને આત્મામાં લીન થતાં ઈચ્છાનો નિરોધ થાય છે, તે તપ છે.
શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કેઃ
યમ નિયમ સંજમ આપ ક્યિો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો; વનવાસ લયો મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો. ૧ મનપૌન નિરોધ સ્વરબોધ ક્યિો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપભેદ જપે તપ ત્યાઁહિ તપે, ઉસેંહિ ઉદાસિ લહી સબર્ષે ૨ સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહુ સાધન બાર અનંત ક્યિો, તદપિ કછુ હાથ હજૂ ન પર્યો. ૩ અબ કર્યો ન બિચા૨તહે મનસે, કછુ ઔર રહા ઉન સાધનસેં? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગળ હૈ કહ બાત કહૈ? ૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com