Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 9
________________ ઉપદ્યાત માનસવિદ્યાનો એક અવિચલિત નિયમ છે કે ઉપદેશ આપનારનાં મન-વચ-ક્રિયામાં એકવાક્યતા હોય ત્યારે જ તેને ઉપદેશ એના શ્રવણ કરનાર કે વાંચનારના મન પર અદ્દભુત અને અસાધારણ અસર ઉત્પન્ન કરે છે. મનુષ્યસ્વભાવ એવો છે કે એ જ્યારે કોઈ અન્ય વ્યકિત ઉપદેશ આપવા બહાર પડે છે ત્યારે તેના વર્તન અને વ્યવહારમાં ઉપદિષ્ટ વિષયની સ્પષ્ટ છાયા પડેલી છે કે નહિ તે તરફ જુએ છે. કહેવું કાંઈક ને કરવું કાંઈક’ એ વાતને સમાજમાં લગભગ નહિ જેવું જ સ્થાન પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ સ્વચ્છ વિચાર કરી શકે છે, વિચારે છે તેવું જ બોલે છે અને વિચાર અને વાણીને અનુસરતું પોતાનું વતન કરે છે તે જ્યારે ઉપદેશ આપે છે ત્યારે તેની કહેલી હકીકત પ્રેરણા આપે છે, શ્રેતાના મન આકર્ષે છે અને સ્પષ્ટ અસર કરનાર થાય છે. આ દૃષ્ટિએ જોતાં પૂજ્યપાદ સન્મિત્ર કપૂરવિજ્યજીના લેખને જનતાનાં હૃદયમાં ઉચ્ચ સ્થાન ઘટે છે. એમનું સમસ્ત સાધુજીવન જેમણે જોયું છે તે જાણે છે કે, તેઓશ્રી વૈરાગ્યરંગથી પૂર્ણ રંગાઈ ગયેલા હતાઃ એમના વિચારમાં જનસમુદાય તરફ વિરાગ ભાવના ફેલાવવાના અનેકવિધ તરંગે નિહાળ્યા છે, એમના જીવનમાં વાણી સંયમ અસાધારણ પ્રકારને અનુભવ્યું છે, એમની કપડાં વિગેરે તરફની નિર્લેપતા નજરે જોઈ છે, એમને સાદો અને સાત્વિક રાક વહોરાવતી વખત હૃદયંગમ થયેલે જે છે, એમની હલનચલન ક્રિયામાં વિશિષ્ટ ઉપયોગ ધ્યાન રાખી નિર્દિષ્ટ કરે છે, એમની વાણીમાં શિષ્ટ વિશેષણે અને કટુતા કે કચવાટની ગેરહાજરી હોવાથી તે ધ્યાન ખેંચનારી નીવડી છે અને ખાસ કરીને એમની નિખાલસ વૃત્તિ, જપકાર કરવાની તીવ્ર ભાવના અને અસંગત સાથે જનતાનો વિકાસ કરવાના પ્રસંગોનું અસામાન્ય એકીકરણ અવેલેકયું છે. આવા અસાધારણ સંત મહાત્માઓ કોઈ વાર જ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 358