Book Title: Lekh Sangraha Part 01 Author(s): Karpurvijay Smarak Samiti Publisher: Karpurvijay Smarak Samiti View full book textPage 8
________________ અનુગાચાર્ય પંન્યાસજીશ્રી પ્રીતિવિજયજી પૂજ્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી મહારાજનો જન્મ સુરત પાસે રાંદેરમાં સં. ૧૫૩ ના કાર્તિક વદિ ૧૦ ને દિવસે થયો હતો. તેમની દીક્ષા સંવત ૧૯૭૩ના વૈશાક શુદિ ત્રીજે બેરૂગામે થઈ હતી. તેઓ આચાર્ય શ્રી મોહનસૂરિજીના શિષ્ય છે. તેમની વડી દીક્ષા સં. ૧૯૭૩ ના અશાડ શુદિ ૧૧ રાજનગર(અમદાવાદ)માં થઈ હતી. તેમને પંન્યાસપદ સં. ૧૯૯૧ ના પોશ વદિ ૬ આટકેટ મુકામે શેઠ માણેકલાલ મનસુખભાઈના સંઘ વખતે શેઠના તરફથી આપવામાં આવ્યું હતું. તેઓને હાલ બે શિષ્ય છે જેમના નામ સુભદ્રવિજયજી તથા રંજનવિજયજી છે. છેલ્લા બે વર્ષથી તેઓનું ચોમાસુ મુંબઈ ખાતે થયું છે. તેમના ઉપદેશથી જ મુનિરાજ શ્રી કરવિજ્યજી મારક સમિતિની સ્થાપના થઈ છે અને પૈસા ભરાવવાને સર્વ જશ તેમને ફાળે જ જાય છે. તેઓ સદ્દગત કપૂરવિજયજીના પરિચયમાં પંદર દિવસ પાલીતાણા મુકામે આવ્યા હતા અને તે વખતે સદ્ગતને માટે તેમને એવી સરસ છાપ પડી હતી કે તેમણે એ પુણ્યપુરુષના સ્મારક માટે બને તેટલું કરવું એ દઢનિશ્ચય કર્યો હતો. આ લેખસંગ્રહ અને હવે પછી જે પુણ્યના કામે આ મારક સમિતિ તરફથી થશે તેનો મુખ્ય યશ તેમને જ ઘટે છે. મુંબઈના ચાતુર્માસ દરમ્યાન તેમણે શ્રીમાન્ જેનભાઈઓ મારફતે એવા ધાર્મિક કાર્યો કરવાનો યશ લીધો છે કે જે યશ અત્યારસુધી મુંબઈમાં આવેલા બહુ થોડા મુનિરાજે લઈ ગયા છે. સમિતિનું કામ પંન્યાસજીની સૂચના અને સલાહ અનુસાર થતું હોવાથી ધર્મથી વિપરીત જરા પણ કાર્ય થવાનો સંભવ નથી. તેઓ આવા અનેક ધાર્મિક કાર્યો કરી જેનધની ઉન્નતિ કરવા દીર્ધાયુ થાઓ. એહ નિત્તમદાસ ભગીદાસPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 358