Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ શ્રી અખૂટવાથી ચઢિ. ૧ પ્રલયકાળના સમુદ્રની જેમ ગણની મર્યાદાને નહીં ગણુતા, કામદેવ રૂપ જલ જંતુઓથી આકુલ-વ્યાકુલ થતા, અને શીલ રૂપી પર્વતને ઊખાડતા તે ભવદેવ મુનિ ત્યાંથી ચાલી નીલ્યા. ૨ જરાવસ્થા છતાં પણ વનવયને ઊચિત એવા વિકલ્પરૂપી શય્યા ઉપર બેઠેલ ભવદેવ મુનિ મેહ રાજાની આજ્ઞાથી વ્રત સહિત માર્ગને એલંધી પિતા ના ગામમાં આવ્યું. તે ગામની પાસે એક જિન ચૈત્ય હતું, ત્યાં તે છે વિશ્રામ લીધા. આ સમયે નાગિલા એક વૃદ્ધ સ્ત્રીની સાથે ત્યાં આવી ચડી તેણીએ પ્રથમ જિન પ્રતિમાની પૂજા કરી પછી ગુરૂના ગેર વથી તે ભવદેવ મુનિને વંદના કરી. મેહને લઈને ભવદેવ મુનિ ધર્મ લાભની આશીષ આપવી ભુલી ગયે અને તત્કાળ તેણે પોતાના માતા પિતાના ખબર પૂછ્યા. ચતુર નાગિલાએ કુશળ પ્રશથી અને અને વયના અનુમાનથી પિતાના પતિને એલખી લીધે તેથી તેણીએ તત્કાળ ઉત્તર આપે કે, તે વૃદ્ધ માતા પિતા તે પરલેક વાસી થઈ ગયા છે. આ ખબર સાંભળી મુનિ ભવદેવ ક્ષણવાર દુખી થયા. પછી તેણે પિતાની પ્રિયા નાગિલાના ખબર પુછયાં એટલે નાગિલાએ કહ્યું કે, “તમે કોણ છે? મુનિ ભવદેવે ધીઠ બનીને સ્પષ્ટ ઉત્તર આ ”હું આર્મક અને રેવતીનો પુત્ર છું. નાગિલા મારી પ્રિયા છે. મારા જ્યેષ્ટ બંધુના આગ્રહથી નાગિલાને ત્યાગ કરી મેં આ વ્રત ગ્રહણ કર્યું છે. તે મારે જેષ્ટ બંધુ ભવદત્ત હમણા સ્વર્ગવાસી થયે એટલે મુનિઓના ગણને અને વ્રતના ગુણને છેડી અરૂણ જેમ પ્રભાત કાલે પદિનીને સંતોષ પમાડવા આવે તેમ હું મારી પ્રિયા નાગિલાને સંતેષ પમાડવા આ છું. અરે! લાવણ્ય રસની સરસી તલાવડી) રૂપ અને વિજયવાલી તે પ્રેમ ભાજન નાગિલાને વિષે ભવદેવ પ્રેતની જેમ હંમેશા તૃષિત રહ્યા હતે.” આ પ્રમાણે મુનિ ભવદેવના કર્ણ કટુ વચન સાંભલી ચતુર નાગિલા મનમાં વિચાર કરવા લાગી અહા! આ સાધુ પણ પામર મનુષ્યની જેમ વિષયેથી વંચિત થઈ ૧ પ્રલયકાળને સમુદ્ર મર્યાદાને ગણતો નથી અહિં મુનિને પ્રલયકાળના ચમુદ્રની સાથે સરખાવ્યા છે. ૨ ભવદેવ જરાવસ્થાવાળો હતો, છતાં તેનાં વિચાર વન વયના વિકારોથી ભરપૂર હતા.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90