Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 66
________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર - માં એક વર્ષ સુધી બ્રહ્મચર્ય પાલીને રહેવું પડે છે. ત્યારે એ વિધા તેમને સિદ્ધ થાય છે. એ વિદ્યા મેળવવાને માટે વૃક્ષ ઉપરથી જેમ બે પક્ષીઓ ઉતરે તેમ તેઓ વૈતાઢ્ય પર્વત ઉપરથી નીચે ઉતર્યા પછી ચંડાળને વેષ ધરી તે બંને વસંતપુર નગરમાં આવ્યા. જ્યાં ચંડાળે રહેતા હતા તે સ્થાને તેઓ ગયા અને એક ચાંડાળ કુળના વૃદ્ધ પુરૂષને મળ્યા. તે વૃદ્ધ ચાંડાળે તેમને પુછ્યું કે, “તમે કેણ છે?” તેઓ બોલ્યા “અમે એક ચંડાળના નાયકના પુત્ર છીએ. પિતાના અપમાનથી ખેદ પામી અમે બંને પાટલીપુત્ર નગરમાંથી તમારા જેવા ધણની શરણે આવ્યા છીએ. તે બંનેને ગુણી અને ભકત જાણી તે વૃદ્ધ ચાંડાળે પોતાની બે પુત્રીઓ સાથે હર્ષથી તેમને વિવાહ કર્યો. પછી મેઘરથે દોષ રહિત બ્રહ્મણ્ય પાળી માતાની વિદ્યા સાધી લીધી. અને વિદ્યુમ્માલી કેવેલ જેમ કાગડીને ચાહે તેમ તે ચંડાળીને અં. ત્યંત ચાહવા લાગ્યું. અને તેણીની સાથે વિષય ભેગમાં પડી ગયે. થડે કાળે મેઘથી સિંચન થયેલી ભૂમિ જેમ અંકુરને ધારણ કરે તેમ તે ચંડાળીએ ગર્ભને ધારણ કર્યો. જ્યારે એક વર્ષ પૂર્ણ થયું એટલે મેઘ. રથે માતંગી વિદ્યા સિદ્ધ કરી તે વખતે તેના જાણવામાં આવ્યું કે વિ. ઘુમ્માલીથી ચાંડાળીને ગર્ભ રહ્યો છે, તેથી તે વિદ્યુમ્માલી પાસે આવી આ પ્રમાણે બેલે—“હે બાંધવ, તારા જેવા સકુળવાળા વિદ્યાધરે આ શે ગજબ કર્યો?”વિદ્યુમ્માલી લજ્જાથી નમ્ર મુખ કરી બેભે. બ્રાતા, મારે અપરાધ ક્ષમા કરે. હવેથી એક વર્ષ સુધી વધારે રહી હ માતંગી વિદ્યા સાધીશ, એક વર્ષ પછી મારી ચિંતા કરજે. વિદ્યુમ્ભાલીની આ પ્રતિજ્ઞા સાંભળી કામદેવને જીતનાર પુરૂષ જેમ બ્રહ્મપદને પામે તેમ મેઘરથ પોતાના નગરને પ્રાપ્ત થયું. ત્યારબાદ એક વર્ષ વીત્યા પછી મેઘરથ પોતાના બધુને સ્ત્રીના બંધમાંથી ઉદ્ધાર કરવા પાછે વસંતપુરમાં આવ્યું. ત્યાં પોતાના બંધુ વિદ્યુમ્માલીને ઉત્સગમાં બાળકને રમાડતે જે અને તેની સ્ત્રી ચાંડાળીને પુનઃ સગર્ભા થયેલી અવલેકી. તે જોઈ મેઘરથે કહ્યું, “અરે બંધુ તુ તે નિલજ અને વિકળ થયેલો લાગે છે. કે જેથી નગરની ગટરમાં જેમહંસ અનુરાગી થાય તેમ તું આ અધમ સ્ત્રીને અનુરાગી થાય છે. વિઘુમ્માલીએ કહ્યું, “બ્રાતા, મારી રેખા ખલપુરૂષમાં થઈ છે અને તમારી

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90