Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 85
________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર. વિન વયમાં સુંદર બને છે. જ્યારે તે ગર્ભવાસરૂપી કુવામાં રહેવાની વિડ બનાઓ સંભારવામાં આવે તે પછી કયે સચેતન પુરૂષ વિષયભેગમાં લેપતા કરે? હે પ્રિયાએ, સંયમરૂપી અમૃત વિદ્યમાન છતાં કયે સુબુદ્ધિ પુરૂષ વિષયમાં રમણ કરે? કારણકે, તે વિષય ભેગવતાં ખારા જલની જેમ ઉલટી વધારે તૃષ્ણા ઉત્પન્ન કરે છે માટે તમે વ્રતનું અને વિષયના સમૂહનું પરિણામ હદયમાં વિચારી જેનું પરિણામ તમને સારું લાગે તેનું બુદ્ધિ પૂર્વક વિચારી સેવન કરે.” જ બૂકુમારના આ વચનેથી તે આઠે સ્ત્રીઓ પ્રતિબંધ પામી ગઈ. તત્કાળ તેઓ બેલી ઉઠી કે, સ્વામિનાથ, તમે જીત્યા છે. શું ઘુવડ પક્ષીની સ્ત્રીઓ સૂર્યની સાથે સ્પર્ધા કરી શકે? હે પ્રિય, તમેએ જે માર્ગને આશ્રય કર્યો છે, તેજ માર્ગે અમારે આશ્રય કરવાને છે. ગાડાને અને ગાડીઓને માર્ગ જુદે હેતું નથી. વળી તમે અમે આઠેને છોડી દઈ જે એક સ્ત્રીનેં વરવા સત્વર ઈચ્છા રાખે છે, તે મુ. ક્તિ રૂપી સો જે કે અમારી સપની છે, તે પણ અમે તેને જોવાની ઈચ્છા રાખીએ છીએ. હે પૂજ્યપાદ સ્વામી મંદમતિવાળી અમે અબળાઓ તમારા એકની શરણે આવી છીએ, તેથી તમારે શિવમાગે અમારી રાહ જોઈ અને સાથે લેવી જોઈએ.” આ વખતે પેલે ચેરપતિ પ્રભાવ બે –“કામદેવના બળને હરનાર હે સુકુમાર જંબૂકમાર, તમારું આ ચરિત્ર જેમાં અમે ચાર પણ ચમત્કાર પામી ગયા છીએ, આ પૃથ્વી ઉપર સર્વથી બળવાન હાથી છે, તેનાથી ક્ષુધા બળવાન છે, સુધાથી ધાન્યના દાણુ બળવાન છે, તેનાથી શિલા બળવાન છે, કે જેના પુત્ર-પાષાણના બળથી અબળા સ્ત્રીઓ તે ધાન્યના દાણને દળી નાખે છે. તેનાથી લટું બળવાન છે, તેનાથી અગ્નિ બળવાન છે, તેનાથી મેઘ બળવાન છે, તે. નાથી તેફાની પવન બળવાન છે, તેનાથી સર્પ બળવાનું છે, તેનાથી ગરૂડ પક્ષી બળવાનું છે, તેનાથી વાસુદેવ બળવાન છે, તેનાથી ચક વતી બળવાન છે, તેનાથી દેવતા બળવાન છે, તેનાથી ઈદ્ર બલવાન છે અને તેનાથી કામદેવ બલવાન છે. તેવા કામદેવને જીતનારા ૧ પાષાણની ધંટીથી ધાન્યના દાણાં દલાય છે.*

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90