Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 56
________________ શ્રી જમૂવાની ચરિત્ર. ૪૩ નથી, પ્રથમ તેને ખરી હકીકત શું છે? તે જાણવા માટે પુછવું જોઈએ ” આમ વિચારી તત્કાળ તે મુનિ પાસે ચાલ્યે આવ્યે અને આ પ્રમાણે આલ્યા “ હું સાધુ, તમે શુ કહેવા માગેા છે ? તે મને સમ જાવા ” મહેશ્વરદત્તને પ્રતિધ આપવાની ઇચ્છાથી કરૂણાની માણુ રૂપ એવા મુનિ એલ્યા—“ હે સુંદર, જેમના હૃદય મિથ્યાત્વથી મલિન થયેલા છે, એવા જીવા શું નથી કરતા ? પૂર્વે તે ભયનો ત્યાગ કરી તારી ના એક જાર પુરૂષને મારી નાંખ્યા હતા. તે વખતે તત્કાળ તારી સ્રીના ઉદરમાં તે જાર પુરૂષથી રહેલા ગર્ભની અંદર તેજ જાર પુરૂષ પાતેજ તેમાં અવતર્યાં હતા તે આ તારી ક્ષેત્ર જ પુત્ર થયેલા છે, તેને તુ પુત્ર તરીકે માને છે. વળી આજે શ્રાદ્ધને દિવસે તે જે પાડાને માર્યાં, તે તારા પિતા સમુદ્રદત્તનેા જીવ હતા. મા તારા દ્વાર આગળ તે પાડાના અસ્થિને લક્ષણ કરતી કુતરી ઉભી છે, તે તારી બહલા નામે માતા છે, આતધ્યાનને લઇને તે પશુભવ પામેલી છે. જ્ઞાનવડે આ હકીક્ત જાણી હું અહિં તને આધ કરવા આવ્યે છું. કાંઇ ભિક્ષા માગવા આવ્યે નથી, મેઘની જેમ યતિઓની પ્રવૃત્તિ પરીપકારને માટેજ છે. આ કુતરી તારી માતા છે. એ વાતની જો તારે પ્રતીતિ કરવી હાય તે તે કુતરીને તારા ઘરમાં લઇ જા, તેણી માત્ર અધ નિમેષમાં જ પૂર્વે જમીનમાં દાટેલું દ્રવ્ય તને બતાવશે.” આ સાંભળી આશ્ચય પામેલા મહેશ્વરદત્ત તે કુતરીને પોતાના ઘરમાં લઇ ગયા. કુતરીએ દાટેલુ ધન પ્રત્યક્ષ પ્રગટ કર્યું. શા જોતાંજ મહેશ્વરના હૃદયમાં પણ સાથે વિવેકરૂપી રત્ન પ્રગટ થઈ આવ્યું. તેપછી મુનિઓની કથાએથી તે એવા શુદ્ધ જૈન બની ગયા કે જે મેરૂ પર્વતની જેમ સુર–અસુરાથી પણ ધર્મથી ચલાયમાન થઈશકે નહીં. ” ભદ્ર પ્રભવ, આ ઉપરથી સમજવાનું કે, ‘ આ ગહન સસારમાં પુત્રીથી પિતા અને પિતાથી પુત્ર ઉત્તમ ગતિ પામી શક્તા નથી, પરંતુ તે પૂર્વના કરેલા સુકૃતથી જ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી શકે છે.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90