Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
શીખ ગુરુઓએ - સંતોએ – ઈશ્વરની ભક્તિ કરવાની બાબતમાં ક્રિયાકાંડના કે સાધનાકાંડના બીજા કશા ખટાટોપ વિના ભગવાનના નામ-સ્મરણ ઉપર જ . ભાર મૂક્યો; તથા તપ-સંન્યાસ-યોગે અપનાવેલી કર્મ-ત્યાગની વાતને ટાળી, - સીધા સાદા ગૃહસ્થજીવનને જ પોતાના ભક્તિમાર્ગના કેન્દ્રમાં – પાયા તરીકે – સ્થાપ્યું. એમ કરવાથી એક બાજુ મૂર્તિપૂજા, મંદિર, પૂજારીઓ અને આચાર્ય મહતાના ભારણનો છેદ ઊડી ગયો; અને બીજી બાજુ સંન્યાસ - દીક્ષા, મઠ - આશ્રમ, ભીખ તથા અકર્મણ્યતાને પણ.
“એ રીત ગૃહસ્થજીવન ઉપર ત્યાગી – વૈરાગી – શ્રમણ વગેરેએ જે નિંદાને ઢગલો ઠાલવ્યો હતો, તેને દૂર કરી, કમણ્ય, ધમ્ય અને તેજસ્વી ગૃહસ્થજીવનને શીખ ગુરુઓએ સાધના–માગમાં અનેરી પ્રતિષ્ઠા અર્પી ગૃહસ્થી તે કાજળની કોટડીમાં વસનારો, એટલે તેને તે ડાઘ લાગે જ – એ તે નિકૃષ્ટ કેટીને જ હોય – એમ કહી કહીને તેને અધર્મી જીવન ગાળવામાં એક રીતની ઉત્તેજના આપ્યા જેવું કરી મૂકવામાં આવ્યું હતું; તે દૂર કરી, મહેનતુ, સ્વાશ્રયી ઈશ્વરપરાયણ, દાનધર્મી ગૃહસ્થજીવનને જ આધ્યાત્મિક સાધનામાં મુખ્ય સ્થાન આપવાથી, સાચા કર્મશીલ, તેજસ્વી ગૃહસ્થ ઊભા થયા. એવા તેજસ્વી ગૃહસ્થ વગમાં જ ધમની ગતિ-રીતિ અને સાચી ખેવના સંભવે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org