Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 199
________________ १८८ द्वात्रिंशद्वात्रिंशिका त्वधर्माजनकभक्षणकत्वं, तत्र च व्यवस्था प्रयोजिकेति । तदाह [अ. १७/२] भक्ष्याभक्ष्यव्यवस्थेह शास्त्रलोकनिवन्धना । सर्वैव भावतो यस्मात्तस्मादेतदसांप्रतम् ।।३।। इत्थञ्चैतदभ्युपेयं, यतःव्यवस्थितं हि गो: पेयं क्षीरादि रुधिरादि न। न्यायोऽत्राप्येष नो चेत्स्यादिभामांसादिकं तथा।।४।। ___ व्यवस्थितमिति । व्यवस्थितं हि 'गोः क्षीरादि पेयं, रुधिरादि न,' न हि गवाङ्गत्वाविशेषादुभयोरविशेषः । एष न्यायोऽत्रापि = अधिकृतेऽप्यवतरति, प्राण्यङ्गत्वेऽप्योदनादेर्भक्ष्यत्वस्य मांसादेश्चाभक्ष्यत्वस्य व्यवસ્થિતી / તદુt [5. 9૭/રૂ]. અધર્મઅજનકભક્ષણકત્વ એવું છે. એટલે કે જેનું ભક્ષણ અધર્મનું અજનક હોય તે ભક્ષ્ય હોય છે. અને તે તેનું ભક્ષણ અધર્મનું જનક છે કે અજનક એમાં તો લોક/આગમસિદ્ધ વ્યવસ્થા પ્રયોજિકા છે. (આ બાબતમાં રહસ્ય એ છે કે “ભક્ષ્ય' શબ્દમાં ય પ્રત્યય એ વિધ્યર્થ છે. જેનો અર્થ બળવઅનિષ્ટ અનનુબન્ધિત્વે સતિ ઇષ્ટસાધનત્વ છે. તેથી, જેનું ભક્ષણ મોટું અનિષ્ટ કરનાર ન હોય અને ઇષ્ટનું સાધન હોય તેવી વસ્તુને જ “ભક્ષ્ય' કહી શકાય છે. વિવક્ષિત વસ્તુ બળવદનિખાનનુબન્ધિત્વે સતિ ઇષ્ટસાધન છે કે નહીં એ શાસ્ત્ર તથા લોકથી જાણી શકાય છે. માટે ભસ્થતા-અભક્ષ્યતાની વ્યવસ્થા શાસ્ત્ર તથા લોકથી સિદ્ધ છે.) આ વ્યવસ્થા માંસભક્ષણને અધર્મના જનક તરીકે જણાવે છે. એટલે વ્યવસ્થા માંસમાં ભક્ષ્યત્વની સિદ્ધિમાં બાધક છે. અષ્ટકપ્રકરણ [૧૭ ૨] માં કહ્યું છે કે “લોકમાં ભક્ષ્યાભર્યો સર્વવ્યવસ્થા પરમાર્થથી શાસ્ત્ર અને લોક નિમિત્તે છે. તેથી પૂર્વોક્ત માંસનું ભક્ષ્યત્વસાધક અનુમાન અયોગ્ય છે." all વળી આ રીતે પણ એ માનવું જ પડે છે ગાયનું દૂધ વગેરે પેય છે, અને લોહી વગેરે પેય નથી એવી વ્યવસ્થા થયેલી છે. પ્રસ્તુતમાં પણ આ ન્યાય લગાડવાનો છે. આવું જો ન માનો તો ભિક્ષુના માંસ વગેરેને પણ ભક્ષ્ય માનવા પડશે. દૂધ અને લોહી ગાયના અંગ રૂપે સમાન હોવા માત્રથી ભક્ષ્યત્વ બાબતમાં કાંઈ બન્ને સમાન નથી. એમાં તો આવી વ્યવસ્થા માનવામાં આવે જ છે કે દૂધ પેય છે અને રૂધિરાદિ અપેય છે. પ્રાણંગત સમાન હોવા છતાં વ્યવસ્થા અનુસાર પેય/અપેય (ભક્ષ્ય/અભક્ષ્ય) માનવાનો આ ન્યાય પ્રસ્તુતમાં પણ લાગે છે. એટલે કે પ્રાથંગવ સમાન હોવા છતાં ભાત અને માંસમાં ભક્ષ્યત્વ અંગે તો વ્યવસ્થાને અનુસારે અસમાનતા જ છે. ભાત ભક્ષ્ય અને માંસ અભક્ષ્ય એવી જ વ્યવસ્થા છે. અષ્ટક ૧૭/૩ માં કહ્યું છે કે “તે શાસ્ત્ર અને લોકમાં પ્રાણંગ એવું પણ એક ભક્ષ્ય છે અને અન્ય એવું નથી એ વાત સિદ્ધ છે, કેમકે ગાય વગેરેનું યોગ્ય દૂધ ભર્યો છે અને લોહી વગેરે એવું નથી એવું દેખાય છે.” સિદ્ધ વ્યવસ્થાનુસારે આવી અસમાનતા જો ન માનવાની હોય તો તમારે બૌદ્ધ ભિક્ષુનું માંસ પણ ભસ્થ માનવું પડશે, કેમકે ભાત વગેરેની જેમ એમાં પણ પ્રાણંગત તો સમાન રીતે રહ્યું જ છે. અષ્ટક ૧૭/૫ માં કહ્યું છે કે “પ્રાણંગત રૂપે ભક્ષ્યત્વ માનવામાં આવે તો ભિક્ષના માંસનો પણ નિષેધ ક્યાંય ઘટશે નહીં, તેમજ હાડકાં વગેરે પણ ભક્ષ્ય બની જશે, કેમકે પ્રાäગત્વ એમાં પણ સમાન જ છે.” વળી એક (પ્રાયંગસ્વાદિરૂપ) સામ્ય હોવા માત્રથી અન્ય બાબતમાં (ભક્ષ્યત્વાદિ બાબતમાં) પણ સામ્ય માનવાનું હોય તો તો સ્ત્રીત્વનું સામ્ય હોઇ પત્ની અને માતા એ બંનેમાં પણ સમાન રીતે ગમ્યત્વ માનવું પડે. એટલે આવો ઉન્મત્તનો પ્રલાપ વિદ્વાનોની સભામાં શોભતો નથી. અષ્ટક પ્રકરણ ૧૭/૬ માં કહ્યું છે કે “આટલું જ (પ્રાણંગત્યનું) સામ્ય હોવા માત્રથી જ માંસ ભક્ષણની પ્રવૃત્તિ ઇષ્ટ છે તો સ્ત્રીત્વનું સામ્ય

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252