Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 209
________________ १९८ द्वात्रिंशद्वात्रिंशिका निवृत्तिपदं चात्र पारिव्राज्यपरमेव, सर्वकर्मसंन्यासरूपस्य तस्य महाफलत्वोपपत्तेरिति न कोऽप्यत्र दोषः, इति चेत् ? न, तथापि 'न मांसभक्षणे दोषः' इत्यत्र मांसभक्षणपदस्य शास्त्रीयमांसभक्षणपरत्वे तददुष्टत्वे साध्ये भूतप्रवृत्तिविषयत्वस्य हेतोरनैकान्तिकत्वात्, प्रवृत्तौ विहितत्वविशेषणप्रक्षेपे च विशेष्यभागस्य वैयर्थ्यात्, फलतः पक्षहेत्वोरविशेषापत्तेश्च । किं चोत्सर्गतो निषिद्धं पुष्टालंवनसमावेशेन क्वचित्कदाचित्कस्यचिद्गुणावहमपि स्वरूपतोऽदुष्टतां न परित्यजति यथा वैद्यकनिषिद्धं स्वेदकर्म ज्वरापनयनाय विधीयमानं, न चात्र किञ्चिदालंवनं पश्यामो विनाऽधर्मवृद्धिकुतूहलादिति । अधिकं मतकृतस्याद्वादकल्पलताया।।૧૬।। Sप प्रकटो दोष: श्रीहीनाशादिरैहिकः । सन्धानजीवमिश्रत्वान्महानामुष्मिकोऽपि च ।।१७।। મઘેડીતિ। મઘેડપિ = મધુપિ xટો રોષઃ, શ્રીઃ = લક્ષ્મીઃ હ્રીઃ = लज्जाऽऽदिना विवेकादिग्रहस्तन्नाशादैहिकः = इहैव विपाकप्रदर्शकः । तथाऽऽमुष्मिकोऽपि = परभवे विपाकप्रदर्शकोऽपि महान् दोषः, संधानेन = जलमिश्रितवहुद्रव्यसंस्थापनेन जीवमिश्रत्वात् = जीवसंसक्तिमत्त्वात् । 'सन्धानवत्यप्यारनालादाવિવ નાત્ર યોવઃ' કૃતિ ચૈત્? ન, શાસ્ત્રીતgષ્ટત્વવોધનાત્। તવાદ–[૪. ૧૧/૧] વળી, પ્રોક્ષિતાદિ વિશેષણયુક્ત માંસભક્ષણને જ તમે ભક્ષ્ય માનો છો એનાથી જણાય છે કે સામાન્યથી ઉત્સર્ગપદે તો એને તમે નિષિદ્ધ જ માનો છો. ઉત્સર્ગથી નિષિદ્ધ ચીજ પુષ્ટાલંબન દશામાં ક્યાંક ક્યારેક કો'કને ગુણકર બનતી હોવા છતાં સ્વરૂપે તો દુષ્ટતાને છોડતી જ નથી. એટલે કે સ્વરૂપે તો એ દુષ્ટ જ રહેતી હોવાથી એનો નિર્દોષ ચીજ તરીકે ઉલ્લેખ કરવો એ યોગ્ય નથી. જેમકે સામાન્યથી વૈદ્યક શાસ્ત્રોમાં નિષિદ્ધ એવો જે ૫૨સેવો જ્વ૨ને દૂ૨ ક૨વા માટે વિહિત કરાય છે, તે સ્વરૂપે કાંઇ નિર્દોષ ઠરી જતો નથી. ‘તેમ છતાં પ્રોક્ષિતાદિ રૂપ વિશિષ્ટ દશામાં તો માંસભક્ષણ ગુણકર હોઇ નિર્દોષ સિદ્ધ થઇ જ જાય છે ને!' એવું પણ કહી શકાતું નથી, કેમકે ઉત્સર્ગે નિષિદ્ધ ચીજ, એવા પુષ્ટઆલંબને જ ગુણકર બનતી હોઇ નિર્દોષ બને છે. પ્રસ્તુતમાં એવું કોઇ આલંબન જોવા મળતું નથી, વિના અધર્મને વધારવાનું કુતૂહલ. એટલે એમાં પુષ્ટ આલંબન ન હોઇ એ નિર્દોષ હોતું જ નથી. આ બાબતનો વિશેષ વિચાર મારા (ઉપા. મ. ના) સ્યાદ્વાદ કલ્પલતાગ્રન્થમાં કરેલો છે.॥૧૬॥ [માંસભક્ષણને દૂષિત ઠેરવ્યા બાદ હવે મદ્યપાનને દૂષિત ઠે૨વતા ગ્રન્થકાર કહે છે–] [મદ્યપાનમાં દોષો] લક્ષ્મી, લજ્જા, વિવેક વગેરેનો નાશ થતો હોવાથી મદ્યમાં પણ પ્રકટ એવો, આ જન્મમાં જ વિપાક દેખાડનાર ઐહિક દોષ છે તેમજ જળ મિશ્રિત અનેક દ્રવ્યોનું સંસ્થાપન કરવા રૂપ સંધાનના કારણે એ જીવસંસક્ત હોવાથી (એ જીવોની વિરાધના થવાથી) પારલૌકિક પણ મોટો દોષ એમાં રહ્યો છે. ‘સંધાનયુક્ત એવા પણ આ૨નાલ (કાંજીકા) વગેરેમાં જેમ દોષ હોતો નથી એમ આમાં પણ દોષ નથી' એવું ન કહેવું, કેમકે મઘની દુષ્ટતા શાસ્ત્રથી જણાય છે. અષ્ટક ૧૯/૧માં કહ્યું છે કે ‘મદ્ય એ પ્રમાદનું કારણ છે, સચ્ચિત્તનું નાશક છે,સંધાનના જીવસંસક્તિ વગેરે દોષ યુક્ત છે. એટલે ‘એમાં દ્વેષ નથી’ એમ કહેવું એ ખરેખર સાહસ છે.’ તથા મદ્ય અતિદુષ્ટ છે એ વાત પુરાણકથાઓમાં પણ આ રીતે સાંભળવા મળે છે – “કો'ક ઋષિએ ઘોર તપ કર્યો. આ મહા તપસ્વી મને ઇન્દ્રાસન પરથી પદભ્રષ્ટ કરી નાંખશે એવી શંકા ઇન્દ્રને થઇ. એટલે એણે ઋષિને ક્ષોભ પમાડવા દેવાંગનાઓ મોકલી. તે દેવીઓએ તેની પાસે આવીને તેની વિનયથી આરાધના કરી. વરદાન

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252