Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 239
________________ २२८ द्वात्रिंशदद्वात्रिंशिका स्याच्चेदसंशयं कल्पितः स्यादिति योजनीयं, तदिदमुक्तं “शरीरेणापि संवन्धो नात एवास्य संगतः। तथा सर्वगतत्वाच्च संसारश्चाप्यकल्पितः ।।इति ।।१७।। परः शङ्कतेअदृष्टाद्देहसंयोगः स्यादन्यतरकर्मजः। इत्थं जन्मोपपत्तिश्च न तद्योगाविवेचनात् ।।१८।। ___ अदृष्टादिति । अदृष्टात् = प्राग्जन्मकृतकर्मणो लब्धवृत्तिकात् देहसंयोगोऽन्यतरकर्मजः स्यात्, आत्मनो विभुत्वेनोभयकर्माभावेऽपि देहस्य मूर्तत्वेनान्यतरकर्मसंभवादिति । इत्थं जन्मनः = संसारस्योपपत्तिः, ऊर्ध्वलोकादौ शरीरसंवन्धादेवोर्ध्वलोकगमनादिव्यपदेशोपपत्तेः । इत्थमपि विभुत्वाव्ययात् पूर्वशरीरत्यागोत्तरशरीरोपादानैकस्वभावत्वाच्च न नित्यत्वहानिः, एकत्र ज्ञाने नीलपीतोभयाकारवदेकत्रोक्तैकस्वाभाव्यावि આ દોષનો બચાવ કરવા એકાન્તનિત્યવાદી શંકા કરે છે અદષ્ટના કારણે દેહનો આત્મા સાથે અન્યતર કર્મજન્ય સંયોગ થાય છે. આ રીતે જન્મ પણ સંગત થઇ જાય છે. આવો બચાવ યોગ્ય નથી, કેમકે તદ્યોગ = શરીરના સંબંધનું વિવેચન થઇ શકતું નથી. નિત્યવાદી - સંયોગ બે પ્રકારના છે. સંયોગજન્ય સંયોગ અને કર્મજન્ય સંયોગ. આમાંથી કર્મજન્યસંયોગ પણ બે પ્રકારનો છે. ઉભયકર્મજન્ય અને અન્યતર કર્મજન્ય. સંયોગી બનનારા બન્ને દ્રવ્યોની ક્રિયાથી જે થાય તે ઉભયકર્મજન્ય. બેમાંથી એક દ્રવ્ય સ્થિર હોય અને બીજું દ્રવ્ય ક્રિયા કરી એના સંબંધમાં આવે તો જે સંયોગ થાય તે અવતરકર્મજન્ય સંયોગ. આત્મા વિભુ હોઇ નિષ્કર્મ છે. પણ એને પૂર્વજન્મમાં જેવું અદૃષ્ટ ઉપાર્જિત કર્યું હોય તેના કારણે શરીર પ્રાયોગ્ય દ્રવ્યમાં કર્મ પેદા થાય છે અને તેનાથી દેહનો આત્મા સાથે અન્યતરકર્મજ સંયોગ થાય છે. આમ આત્મા વિભુ હોઇ ઉભયકર્મ ન હોવા છતાં દેહ મૂર્તિ હોઇ અન્યતકર્મ સંભવિત બનવાથી શરીરસંયોગ પણ સંભવિત છે જ. વળી આ રીતે જન્મ = સંસારની સંગતિ પણ થઇ જાય છે. વિભુ આત્માની સાથે અન્યાન્ય સ્થળે શરીરનો સંયોગ થવો એ જ સંસરણ છે. ઊર્ધ્વલોક વગેરે માં શરીરનો સંબંધ થાય તેનો ઊર્ધ્વલોકગમન વગેરે રૂપે વ્યપદેશ સંગત થઇ શકે છે. વળી આ રીતે માનવામાં એનું વિભુત્વ જળવાઇ રહેવાથી તેમજ પૂર્વશરીરનો ત્યાગ કરવો અને ઉત્તરશરીરનું ઉપાદાન કરવું એવો એક વિશિષ્ટ પરિણામ રૂપ એક સ્વભાવ માની શકાતો હોવાથી નિયત્વની હાનિ થતી નથી. ક્ષણિકવાદીઓની માન્યતા મુજબ એક જ જ્ઞાનમાં પણ જેમ નીલપીત ઉભયઆકાર અવિરોધપણે મનાય છે તેમ એક જ નિત્ય વિભુ આત્મામાં પણ પૂર્વશરીરત્યાગ અને ઉત્તરશરીર ઉપાદાન એ બન્નેથી સંકળાયેલો એક સ્વભાવ અવિરોધપણે સંભવિત છે. પ્રશ્ન - અનંતકાળમાં થનારા અનંતા ઉત્તરશરીરોનું ઉપાદાન કરવાનો એનો સ્વભાવ પહેલેથી જ છે તો એ બધાનું ઉપાદાન એક સાથે કેમ થઇ જતું નથી? ઉત્તર – આત્માનો તેવો સ્વભાવ પહેલેથી હોવા છતાં જુદા જુદા ઉત્તર શરીરના ઉપાદાનરૂપ જુદા જુદા કાર્યો પોતપોતાની સામગ્રીને આધીન છે. એ સામગ્રી જે ક્રમે પ્રાપ્ત થતી રહે છે એ ક્રમે તે તેનું ઉપાદાન વગેરે રૂપ કાર્ય થાય છે. માટે આત્માને એકાન્તનિત્ય અને વિભુ માનવામાં કોઇ અસંગતિ રહેતી નથી. જેન - આ રીતે શરીરસંયોગ અને જન્મની સંગતિ થવી સંભવતી નથી, કેમકે શરીરના સંયોગનું વિવેચન થઇ શકતું નથી. અર્થાત્ વિકલ્પો કરીને એની વિચારણા કરી એ તો એના કોઇ વિકલ્પ ટકી શકતા નથી. તે આ રીતે - આ સંયોગ આત્મા અને શરીરથી ભિન્ન છે કે અભિન્ન? ભિન્ન માનશો તો અનવસ્થા દોષ આવશે.

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252